________________
પ્રજાસત્તાક પર્વના દિવસે ભારત સરકાર તરફથી ડૉ. કુમારપાળ દેસાઈને શિક્ષણ, સાહિત્ય અને સંસ્કૃતિને અનુલક્ષીને કરેલાં વિદ્યાકાર્યો માટે પદ્મશ્રી'નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો છે. છેલ્લાં ચાળીસેક વર્ષથી તેઓ ધર્મ અને તત્ત્વજ્ઞાનવિષયક સાહિત્યનું સર્જન કરતા રહ્યા છે. તેમણે ચરિત્ર, સંશોધન-વિવેચન, અનુવાદ વગેરે વિશે સંખ્યાબંધ ગ્રંથો લખ્યા છે. તેમનાં પુસ્તકોને કેન્દ્ર સરકારનાં અને ગુજરાત સરકારનાં પારિતોષિકો પ્રાપ્ત થયાં છે. હાલ તેઓ ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્યભવનના અધ્યક્ષ, ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને આર્ટ્સ ફેકલ્ટીના ડીન તરીકે સેવાઓ આપી રહ્યા છે. પત્રકારત્વક્ષેત્રે પણ તેમનું પ્રદાન વિશિષ્ટ છે. દૈનિકોમાં પણ તેમની કૉલમો આવે છે. પત્રકારત્વની તાત્ત્વિક ચર્ચા કરતાં પુસ્તકો પણ તેમણે આપ્યાં છે. ભારતીય સંસ્કૃતિ અને જૈનદર્શન એમના અધ્યાપનના ખાસ વિષયો છે. આ વિશે તેઓ અવારનવાર વિદેશોમાં વ્યાખ્યાનો આપે
વિદ્યાન્નુરાગી વિદ્યાર્થી અને
સંનિષ્ઠ શિક્ષક
રમણલાલ જોશી
શ્રી કુમારપાળ દેસાઈ સ્વ. જયભિખ્ખના સુપુત્ર છે. વિદ્યાર્થી તરીકે તેમની જ્ઞાનપિપાસા અજોડ હતી. ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં હું અધ્યાપક હતો – ત્યારે એ વિદ્યાર્થી હતા. વિદ્યાર્થી તરીકે તેમની નિષ્ઠાનો મને જાતઅનુભવ છે. તેમની વિનમ્રતા પણ અજોડ હતી. ૧૯૬૫માં એમ.એ.ની પરીક્ષા તેમણે ઊંચા બીજા વર્ગમાં પાસ કરી. એમ.એ.
469