________________
તેવો ઉત્સાહનો રંગબેરંગી ફુવારો તેમનામાં વણથંભ્યો ઊડ્યા કરે છે. વિશ્વકોશના કાર્યાલયમાં કુમારપાળ એટલે શિષ્ટાચારના માણસ. કોઈ પણ વ્યક્તિ સાથે યથાયોગ્ય વર્તણૂકમાં તેમનો ગજ કદી પણ ટૂંકો પડતો નથી. તેમનું વર્તન સુપેરે તમામ મર્યાદાઓને નખશિખ જાળવે છે. છતાંય ફરજના ભાગ રૂપે કરવાના કાર્યમાં કોઈ પણ ઊણપને તેઓ હરગિજ ચલાવી લેતા નથી. કોઈની મુસીબતને સહાનુભૂતિપૂર્વક સાંભળે છે પરંતુ સંસ્થાના હિતમાં સંસ્થાને નુકસાન થાય તેવી કોઈ વાતને તેઓ ચાલવા દેતા નથી.
વિશ્વકોશનું આ બેનમૂન ગુલાબ વયમાં અને હોદ્દામાં નાનામોટા સૌને નીરખવું ગમે છે કારણ કે તે સુંદર પણ છે અને સુગંધી પણ છે.
456
વિશ્વકોશનું બેનમૂન ગુલાબ