________________
પ્રતિની
વણથંભી કૂચ
૧૫ જૂન, ૧૯૬૮થી હું નવગુજરાત કૉલેજ અમદાવાદમાં અધ્યાપક તરીકે જોડાયો ત્યારથી અર્થાત્ ૩૬ વર્ષો પૂર્વે, કુમારપાળ દેસાઈનો પ્રત્યક્ષ પરિચય ગુજરાતીના સહઅધ્યાપક તરીકે થયો હતો. એ પહેલાં કુમારપાળ દેસાઈનો નામ-કામથી પરોક્ષ પરિચય હતો જ.
કુમારપાળના સંપર્કમાં આવ્યા પછી અલ્પ સમયમાં જ કુમારપાળના સ્વભાવ – સૌજન્યની અને વ્યક્તિત્વની મહેંક મને સ્પર્શી ગયેલી અને અમે તમે જેવું સંબોધન છોડી, “તું જેવા આત્મીયતાસૂચક સંબોધન પર આવી ગયેલા. આજે પણ એ સિલસિલો ચાલુ જ છે.
સમાન શતમ વ્યસનેષ સમ્'ના ન્યાયે “ચાના - સંસ્કૃતના સહઅધ્યાપક શ્રી પંડ્યાસાહેબના શબ્દોમાં “ઉષ્ણોદક'ના – અમારા શોખે અમને વધુ નજીક આવવાની તકો ઊભી કરી આપી. સાથે “ફ્રી પીરિયડ' હોય તો અમે અચૂક કૉલેજની પાછળ ઊભી રહેતી ભૈયાજીની લારી પર અડધો અડધો કપ “ચા” પીવા જતા. અમારો આવો શોખ જોઈ તે સમયના સહઅધ્યાપકોએ અમને “Tea Tiger'નું મઝાનું બિરુદ આપી દીધું હતું. આજે પણ સાથે ચા પીતા એ બિરુદનું સ્મરણ કરતાં આનંદ અનુભવીએ છીએ.
કુમારપાળ શિક્ષણપદ્ધતિથી, વિદ્યાર્થીઓ સાથેની સુસંવાદિતા અને ગૃહકાર્ય (Home Work) આપવાની ટેવને લીધે વિદ્યાર્થીઓના પ્રેમ અને આદરના અધિકારી બન્યા હતા એનો હું સાક્ષી છું.
પ્રિચકાત પરીખ