________________
ચોક્કસ તારીખ સ્મરણમાં નથી પરંતુ ૧૯૭૬નો ઑક્ટોબર માસ હતો જ્યારે સૌપ્રથમ વખત શ્રી કુમારપાળ દેસાઈનો પ્રત્યક્ષ પરિચય થયો હતો. આમ તો ૧૯૬૬માં અભ્યાસ અર્થે અમદાવાદ આવ્યો ત્યારથી તેમના લેખો દ્વારા તેમને ઓળખતો હતો. ગુજરાત સમાચારનું રમતનું મેદાન તથા
નવચેતનમાં આવતું ખેલકૂદી મારાં પ્રિય કૉલમ કર્મયોગ અને
હતાં.
ધારદાર વ્યક્તિત્વ અને નિખાલસતા શ્રી જીવનસાથલા કુમારપાળ દેસાઈના ખાસ ગુણ. પ્રથમ પરિચયમાં જ
તેમણે દર્શાવેલી આત્મીયતા આજે પણ મને બરાબર યાદ છે. મને ક્રિકેટમાં રૂચિ હતી. મારા આ શોખને કેવી રીતે વિકસાવવો તેની ચર્ચા તેમની સાથે કરતો અને તેમનાં સૂચન અને માર્ગદર્શનથી ક્રિકેટના આંકડાકીય ક્ષેત્રમાં આગળ વધવાનું મેં નક્કી કર્યું.
જેમ જેમ કુમારપાળભાઈ સાથેનો પરિચય વધતો ગયો તેમ તેમ તેમની બહુમુખી પ્રતિભાનાં
દર્શન થતાં ગયાં. કોઈ પણ માહિતી જોઈતી હોય, જગદીશભાઈ શાહ પુસ્તક જોઈતું હોય કે અન્ય કોઈ સહાયતાની જરૂર
ઊભી થાય – હંમેશાં તેઓ તે માટે તૈયાર રહેતા. લગભગ બે હજાર પુસ્તકોની વિશાળ લાઇબ્રેરી ધરાવતા શ્રી કુમારપાળ દેસાઈ પાસેથી માહિતી કેવી રીતે સાચવવી તેની આગવી સૂઝ જોવા મળી. રમતગમત ક્ષેત્રના તમામ ખેલાડીઓની માહિતી માટે અલગ અલગ કવરો રાખવાં તથા કોઈ પણ
420