________________
મારી સિદ્ધિના
ભાગીદાર
ડી. કુમારપાળ દેસાઈને મારે પ્રથમ વાર મળવાનું ૧૯૬૯માં થયું હતું. તે સમયે તેઓ ગુજરાત સમાચારમાં રમતગમત વિશે લખતા. જેમ જેમ પરિચય વધતો ગયો, તેમ તેમ ખબર પડતી ગઈ કે કુમારપાળભાઈ ફક્ત રમતગમત સિવાય સાહિત્યક્ષેત્રે પણ ઘણું કામ કરી રહ્યા છે. વર્ષોથી તેમની ઈંટ અને ઇમારત કૉલમ ગુજરાત સમાચારમાં નિયમિત વાંચું છું.
મને યાદ છે કે તેમણે મારા માટે ભારતની ટીમમાં ગુજરાત વતી સ્થાન મળે તે અંગે ઘણા બધા લેખો લખ્યા હતા, જેના પ્રત્યાઘાત છેક મુંબઈ સુધી અને ક્રિકેટ બૉર્ડ સુધી પહોંચ્યા હતા. તેની અસર પસંદગીકારો પર પણ પડેલી ને ૧૯૭૮-૭૯માં મને ભારતની ટેસ્ટ ટીમમાં સ્થાન પણ મળ્યું હતું. આમ, મારી ક્રિકેટ રમતની સિદ્ધિના ભાગીદારોમાં ડો. કુમારપાળ દેસાઈએ પણ યોગદાન કર્યું છે તે કેમ ભૂલી શકાય? એ સમયે ભારતીય ટીમમાં ગુજરાતના ખેલાડીઓને ભાગ્યે જ સ્થાન મળતું. ગુજરાતના ખેલાડીને યોગ્યતાના રાષ્ટ્રીય સ્તરે ભાગ્યે જ બિરદાવવામાં આવતા, આ સમયે ડૉ. કુમારપાળ દેસાઈના લખાણોનો ઘણો પ્રભાવ જોવા મળ્યો હતો. - ઈશ્વરને પ્રાર્થના કે ડૉ. કુમારપાળ દેસાઈને ખૂબ સારી તંદુરસ્તી આપે અને તેના દ્વારા ખૂબ પ્રગતિ કરીને ગુજરાતની જનતાને તેમનાં સાહિત્યનો લાભ મળે.
ધીરજ પરસાણા
ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર
419