________________
અ..'
te
સાચું જૈના વ્યંક્તત્વ
માનવ-વ્યક્તિત્વની નોખી નોખી સોડમ હોય છે. દરેકની અલગ ઓળખ હોય છે અને એ ઓળખ વ્યક્તિના વિચાર અને આચારથી બનતી હોય છે. મારા ચિત્તમાં કુમારપાળભાઈની સદાય હસતા માણસ તરીકેની છાપ અંકિત થયેલી છે. સહજતાથી હસતા રહીને સૌની સાથે આત્મીયતા જાળવવાનું કામ કદાચ ઘણું કપરું છે. કોઈ પણ પ્રકારની ગણતરી વગરના, સમીકરણો વગરના સંબંધો સાચવતાં પણ કુમારપાળભાઈને સુપેરે આવડે છે. એમની વિનમ્રતા અને વ્યવહારકુશળતા સામી વ્યક્તિને તરત જ પોતાની બનાવી લે છે.
હું કુમારપાળભાઈને લગભગ સત્તાવીસ વર્ષથી ઓળખું છું. તેઓ જન્મે તો જેન છે જ પણ કર્મ પણ જૈન છે એવું વિધાન મારે કરવું છે. મારો શોધનિબંધનો વિષય હતો “વાડીલાલ મોતીલાલ શાહનું જીવન અને સાહિત્ય'. આ જૈન ચિંતક, તત્ત્વજ્ઞ, ક્રાંતિકારી સુધારક, સમર્થ ગદ્યકાર અને તીખા પત્રકાર વા. મો. શાહ વિશે માહિતી મેળવવા માટે પંડિત બહેચરદાસજી, શ્રી દલસુખભાઈ માલવણિયા અને શ્રી કુમારપાળ દેસાઈને મળવું એવું સૂચન મારા માર્ગદર્શક મુરબ્બી અનામીસાહેબે કર્યું.
૧૯૭૫ની સાલમાં આ મહાનુભાવોને હું પ્રથમ વાર મળી હતી. ત્યારથી આજ સુધી કુમારપાળભાઈ સાથેનો સંબંધ ઉષ્માભર્યો રહ્યો છે. વા. મો. શાહે કહ્યું છે કે – જૈન એ કાંઈ જુદી પૃથ્વી પરનું પ્રાણી નથી. એ
91
સુદ્ય નિરંજન પંડચા