________________
જ્યારે ૧૯૪૬ની ૧લી જુલાઈએ અમદાવાદની ધરતી પર કોમી એક્ત કાજે એકસાથે હસતા મુખે શહાદત વહોરી લેનાર વસંતરાવ અને રજબઅલીની બિરાદરીનાં પોયણાં પ્રગટાવતી બલિદાનની કથા આમાં રજૂ કરી. આ પુસ્તકમાં બિરાદરી’નો મહાન આદર્શ વાર્તા રૂપે પ્રગટ કરવામાં આવ્યો, જેના પરિણામે હિંદુ અને મુસલમાન સહુ કોઈ આ પુસ્તક વાંચી, એના લેખકને ધન્યવાદ આપવા લાગ્યા. મુખ્યત્વે મુસલમાન વિદ્યાર્થીઓ જેમાં ભણતા હતા એવી અમદાવાદની એક નિશાળે પોતાના તેજસ્વી વિદ્યાર્થીઓને ભેટ રૂપે આ પુસ્તક આપ્યું. દર બે વર્ષે આ પુસ્તકની નવી આવૃત્તિ પ્રગટ થઈ. શ્રી કુમારપાળ દેસાઈની એક વિશેષતા એ છે કે પુસ્તક પ્રગટ થયા પછી એ વિશેની માહિતી તેઓ સતત એકત્રિત કરતા રહે છે, આથી જ એમના પુસ્તકની દરેક આવૃત્તિ કંઈક નવું રૂપ ધારણ કરતી હોય છે. આ બિરાદરી’ પુસ્તકને નવશિક્ષિતો માટેની ભારત સરકારની સોળમી સ્પર્ધામાં એક હજાર રૂપિયાનું ઇનામ પ્રાપ્ત થયું. આ સમાચાર આલેખતા ગુજરાતના અગ્રણી દૈનિક ગુજરાત સમાચારે પોતાના કૉલમ-લેખક વિશે લખતાં જણાવ્યું:
ગુજરાત સમાચારની લોકપ્રિય કોલમ “ઈટ અને ઇમારત તેમજ ગુજરાત સમાચાર અને ઝગમગમાં રમતવિભાગના સંપાદક શ્રી કુમારપાળ દેસાઈને એમના પુસ્તક “બિરાદરી માટે એક હજાર રૂપિયાનું પારિતોષિક એનાયત થયું છે. સોળમી નવશિક્ષિતો માટેની સાહિત્ય સ્પર્ધામાં ઇનામ મેળવનારા તેઓ એક જ ગુજરાતી લેખક છે. પિતા દ્વારા ગળથુથીમાં જ સાહિત્યસંસ્કારનું સિંચન પ્રાપ્ત કરી યુવાન વયે જ શ્રી કુમારપાળ દેસાઈ ગુજરાતી સાહિત્ય જગતમાં આગવું સ્થાન હાંસલ કરવામાં કામયાબ નીવડ્યા છે. આ અગાઉનાં એમનાં ત્રણે પુસ્તકોને રાજ્ય કે ભારત સરકારનાં પારિતોષિક મળ્યાં છે. પ્રત્યેક પુસ્તકને પારિતોષિક મળવાં, તે જ હકીકત એમની લેખનશૈલીનું સામર્થ્ય બતાવે છે.
તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા શ્રી કુમારપાળ દેસાઈ અત્રેની નવગુજરાત કૉલેજ સ્કૂલ ઑફ જર્નાલિઝમ અને ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક કેન્દ્રમાં અધ્યાપક તરીકે કામગીરી બજાવે છે. વળી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટના મંત્રી તરીકે દોઢ જ વર્ષમાં આઠ પુસ્તકો પ્રગટ કરીને જયભિખ્ખના સાહિત્યને જીવંત રાખવા સફળ પ્રયત્ન કર્યો છે. ગુજરાત સમાચાર' પરિવાર આ યુવાન લેખકની શક્તિ માટે ગૌરવ અનુભવે છે ને આવી સિદ્ધિ બદલ અભિનંદન આપે છે.”
શ્રી કુમારપાળ દેસાઈ અવારનવાર ભારતના વિખ્યાત દાર્શનિક પં. સુખલાલજીને મળવા જતા. પં. સુખલાલજીએ સત્તર વર્ષની ઉંમરે શીતળાને કારણે આંખો ગુમાવી હતી, આમ છતાં તેઓની પાસે કોઈ કશી શાસ્ત્રીય વાત કરે તો તેઓ તરત જ જુદાં જુદાં શાસ્ત્રોમાંથી ઉદાહરણ આપે. કુમારપાળને થયું કે આપણા જેવાને પુસ્તકો ફેંદવાં પડે, આધાર શોધવા પડે, જ્યારે અહીં
51
ધીરજલાલ ગજર