SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ આ ટીમને મુનિરાજની ચર્યાનાં દર્શન કરવાં હતાં. ચાલતાં ચાલતાં એક નાનકડી કીડીને પણ સંતાપ ના થાય તેવી મુનિરાજની સાવધાનીને તેમણે કેમેરામાં કંડારી. પાછળથી જાણવા મળ્યું કે - Natural History Unitના ડાયરેક્ટર જોન ગાયનર બી.બી.સી.ની સહાયથી ચાર હપ્તાની એક ફિલ્મ “Man and Animal” બનાવી રહ્યા હતા. ૪૦ દેશોમાં ફરીને Man and Animalના પારસ્પરિક સંબંધને શોધવા આ ટીમ કેમેરામાં દશ્યો કંડારતી હતી. નોંધ લેતાં સહર્ષ જણાવવાનું કે અમદાવાદમાં આ ટીમ કુમારપાળભાઈની આગેવાની હેઠળ ફરી અને અંતે તો માનવ અને પ્રાણી- સંબંધનું ઉત્કૃષ્ટ સમાધાન જૈન ધર્મમાં જ છે એવું પ્રતિપાદન થયું. કુમારપાળભાઈની ચકોર દૃષ્ટિ દાદ માગી લે તેવી છે ! કુમારપાળભાઈનું માનવું છે, “પોતાના ભીતરમાં રહેલી અનેક શક્યતાઓને પ્રગટ કરવી તે જ માનવીનું જીવન ધ્યેય. માનવી પાસે મન, બુદ્ધિ અને ભાવનાના વિકાસની અનંત શક્યતાઓ છે. એ શક્યતાઓ તરફ ગતિ કરવી એ જ પરમાત્માની ઇચ્છાને અનુસરીને કરેલું કાર્ય ગણાય.” ઉપરની વાતને સમર્થન આપતાં કેટલાંયે જીવંત પાત્રો વોલ્ટર, સાત અંધ જુવાનો, પટૌડીના નવાબ, ટેરી ફોક્સ, ડોરિસ હાર્ટ, સ્ટર, યોગેશ ગાંધી, ગ્લેન કનિંઘમ વગેરેનું તેમણે આલેખન કર્યું છે. પરિણામે નિરાશામાં ધકેલાતાં કેટલાંય જીવંત માનવીઓને એમની સત્ય ઘટનાઓએ “લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે"નો અહેસાસ કરાવ્યો છે. આમ તેમની કલમનો જાદુ માનવીને માનવ બનાવવામાં આગવો ફાળો આપી રહ્યો છે. ઢાંકે પ્રકાશ રવિનો શશિ તુલ્ય રમ્ય મોતી સમૂહ રચનાથી દિપાયમાન એવા પ્રભુજી તમને ત્રણ છત્ર શોભે ત્રિલોકનું અધિપતિપણું તે જણાવે પ્રભુને સંપૂર્ણ દર્શન... પરિણામે સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ ચારિત્ર્ય હોય છે. કુમારપાળભાઈનું દર્શન સદાય વિકસતું રહ્યું છે, પરિણામે જ્ઞાન અને ચારિત્ર્યનો વિકાસ તેમની કલમ ઝીલતી જાય છે અને સાહિત્યનો ભંડાર સર્જાતો જાય છે. એવૉર્ડ વગેરે મળતા જાય છે પણ તેની તેમને ખેવના નથી. એમને તો એક જ ખેવના છે. વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી, માથે ધરું ધૂળ વસુંધરાની.' ભારતના વડાપ્રધાન વાજપેયીજીના હસ્તે સમગ્ર વિશ્વના ૨૬ જૈન અગ્રણીઓને અપાયેલા એવૉર્ડ પૈકી એક જેનરત્ન'નો એવૉર્ડ કુમારપાળભાઈને અપાયો ત્યારે એ દબદબાભર્યા 229 મીઠાલાલ કોઠારી
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy