________________
ખરીદી કરતાં થોડું મોડું થઈ ગયું અને બંનેને ચિંતા થઈ કે કુમારપાળ ઘેર આવી ગયા હશે તો ? આખા દિવસના સખત કામ પછી ઘેર આવશે અને ઘેર કોઈ હાજર નહીં હોય. કુમારભાઈ પાસે ઘરની ચાવી નહોતી. તેનો તેમને ખ્યાલ પણ નહોતો. બંને ઘેર આવ્યાં, તો કુમારપાળ બહાર ચોકમાં લટાર લગાવતા હતા. બંનેએ દિલગીરી દર્શાવી કે ખરીદી કરવામાં મોડું થઈ ગયું અને ચાવી નહીં હોવાથી તમારે ઘણો સમય ઘરની બહાર બેસી રહેવું પડ્યું હશે. કુમારભાઈને કોઈ જાતનો ગુસ્સો કે વિષાદ નહોતો અને પછી કલ્પનાને કહે કે, “ભાભી, ભૂલ તો મારી હતી કે હું ચાવી લેવાનું ભૂલી ગયો હતો.” કેવી સમતા ! કેવો તેમનો વિનય !
આ પ્રતિભાશાળી વ્યક્તિને આવો મોટો પદ્મશ્રીનો પુરસ્કાર-ઇલકાબ મળે છે ત્યારે અમારું હૃદય અને ચિત્ત આનંદવિભોર થઈ નાચી ઊઠે છે. કુમારપાળ તેમના જીવનમાં આવી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવી ભાવના સાથે અમે તેમને અમારા હ્યુસ્ટનના અનેક સ્નેહીઓ તરફથી મુબારકબાદી પાઠવીએ છીએ
જૈન સેન્ટર ઑફ હ્યુસ્ટનના ભૂતપૂર્વ પ્રમુખ
s32 વિદેશમાં ધર્મદર્શનનું અજવાળું