________________
પૂર્વજો ક્યાં વસતા હતા અને શું કરતા હતા. આને માટે દેસાઈ પરિવારની વંશાવળી તૈયાર કરવાનું નક્કી કર્યું અને તેમાં પણ કુમારપાળે અમૂલ્ય ફાળો આપ્યો. આવતી પેઢીને એના દ્વારા પોતાના પરિવારના ઇતિહાસની યોગ્ય જાણકારી પ્રાપ્ત થશે.
અમારા દેસાઈ પરિવારની ઇમારત અત્યાર સુધી ત્રણ વિદ્વાનોથી સુશોભિત હતી. આ ત્રણ સ્તંભો એટલે રતિલાલ દીપચંદ દેસાઈ, બાલાભાઈ વીરચંદ દેસાઈ અને નીતિનકુમાર રતિલાલ દેસાઈ. પરિવારના આ સ્તંભોએ જૈન સમાજ અને જૈન સાહિત્યની અનુપમ સેવા કરી છે. સાદગીપૂર્ણ અને કરકસરયુક્ત જીવન જીવીને વાણિજ્યપ્રધાન એવા સમાજમાં સરસ્વતીની ઉપાસના કરી છે. આમાંથી કોઈએ ધન કે સમૃદ્ધિને મહત્ત્વ આપવાને બદલે જીવનભર વિદ્યાવ્યાસંગી માટે ભેખ લીધો. લાંબા સમયથી પરિવારની એક એવી પ્રતીક્ષા હતી કે જો ચોથો સ્તંભ મળે તો તેના આધારે ઇમારત અતિ ભવ્ય અને સુંદર બને થોડા જ સમયમાં આ ચોથો સ્તંભ પણ પરિવારને પ્રાપ્ત થયો અને દેસાઈ કુટુંબની ઇમારત ભવ્ય અને સમૃદ્ધ બની. આ ચોથો ભવ્ય સ્તંભ એ કુમારપાળ દેસાઈ. અમારો પરિવાર આ ચાર સ્તંભ પર આવેલી ઇમારતથી – આગવો અને ઊજળો બન્યો.
શ્રેષ્ઠિવર્ય શ્રી શ્રેણિકભાઈ હોય, ક્રાંતિકારી સંત સચ્ચિદાનંદજી હોય, દાનવીર શ્રી દીપચંદભાઈ ગાર્ડ હોય કે ઉદ્યોગપતિ શ્રી રતિભાઈ ચંદરયા હોય અથવા તો અમેરિકાથી ભારત આવીને નિસ્વાર્થ ભાવે સેવા કરનાર ભેખધારી ડૉ. મણિભાઈ મહેતા હોય – આ બધા કુમારપાળને અનોખો આદર આપે. નાના એવા લાગતા 'કનૈયા'ની યોજના કે દરખાસ્તનો કદી અનાદર ન કરે. તેઓ માનતાં કે આમાં સંસ્થાનું શ્રેય હશે જ. આ એની વિરાટતાનું દર્શન છે. કનૈયાનું બાહ્ય સ્વરૂપ નાનું લાગે પણ અંદરનું સ્વરૂપ વિરાટ છે.
કુમારપાળની નિષ્ઠાભરી, નિસ્વાર્થ, નિર્દભ અને નિર્મળ જ્ઞાનસાધનાનો લાભ કુટુંબ સમાજ અને રાષ્ટ્રને ઘણો પ્રાપ્ત થયો છે. માતાની મમતા અને પત્નીના સહયોગને કારણે તેઓ પ્રગતિનાં ઊંચાં સોપાનો સિદ્ધ કરી શક્યા છે. એક અર્થમાં કહીએ તો માતાની વિદાય પછી માતાની સંભાળની જે ખોટ હતી તે પ્રતિમાએ, જાણે અર્ધી મા હોય એ રીતે પૂરી કરી.
સમાજનાં કામોમાં અને તેમાં પણ કુટુંબીજનોએ કહેલાં કામોમાં મુશ્કેલી વેઠીને પણ કુમારપાળે સાથ આપ્યો છે. કલોલમાં આનંદધામ નામના વૃદ્ધાશ્રમનો પ્રારંભવિધિ હતો. આ સમયે અતિથિવિશેષ પદે કુમારપાળ હતા. સહુ જમવા બેઠા પણ તેઓ ન બેઠા અને કહ્યું કે મારા કુટુંબના વડીલ જશુકાકા આવે પછી જ ભોજન લઈશ.
પગમાં દુઃખાવો હોવા છતાં લીંબડીમાં નજીકના સ્વજનોની સંસ્થાનું ઉદ્ઘાટન કરવાનું હતું ત્યારે એ દુઃખાવો વેઠીને પણ એ લીંબડી તો આવ્યા પણ ઉદ્ઘાટન પૂર્વે યોજાયેલી નગરયાત્રામાં
370 કુલ પવિત્ર, જનની કૃતાર્થ