________________
પણ સામેલ થયાં. એને કોઈ પણ કામ સોંપીએ તો કદી ના નહીં. એક વાર અમારા એક વડીલના ઉત્સવ નિમિત્તે સ્મૃતિચિત બનાવવાનું હતું. બેત્રણ દિવસ જ બાકી હતા. અને આ વાત કરી, એણે નવી ડિઝાઇન બનાવી, એના બનાવનારને રૂબરૂ બોલાવ્યા અને સમયસર તથા સુંદર રીતે આ કાર્ય પાર પાડી આપ્યું.
જેની વિશ્વમાં પ્રસિદ્ધિ હોય, ભારતમાં ઊંચી સિદ્ધિ હોય, સમાજમાં અનોખી મહત્તા હોય તેવી વ્યક્તિ સામાન્ય રીતે પોતાના આપ્તજનોની અને કુટુંબીજનોની ઉપેક્ષા કરતી હોય છે, જ્યારે અહીં તો એ સિદ્ધિનું આખુંય વિશ્વ એ કુટુંબથી શરૂ થાય છે અને તેથી જ તે પ્રાચીન સુભાષિત કુમારપાળને યથાર્થ રીતે લાગુ પડે છે. આવા મહાનુભાવોને ઉદ્દેશીને એમાં કહ્યું છે: “કૃતં પવિત્ર, जननी कृतार्था, वसुन्धरा पुण्यवती च येन'.
37i
જશવંત વીરચંદ દેસાઈ