________________
હું ત્યારે મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં આચાર્ય હતો. આ તકનો લાભ લઈ મેં તેમને શાળામાં ‘ક્રિકેટ પર એક પ્રવચન આપવા વિનંતી કરી. આખા ગામના ક્રિકેટના શોખીનો એકત્રિત થયા. તેમણે ઇંગ્લેન્ડમાં ક્રિકેટની થયેલ શરૂઆતથી લઈ અનેક અભ્યાસપૂર્ણ બાબતો રજૂ કરી. વધુમાં વધુ રન, વધુમાં વધુ વિકેટો, ઝીરો રનમાં આઉટ થનાર, ૯૯ રને આઉટ થનાર, પ્રથમ જ ટેસ્ટમાં સદી નોંધાવનાર, છેલ્લો બોલ, છેલ્લી વિકેટ, છેલ્લી મિનિટ અને બંને ટીમનો એક જ સરખો સ્કોર – આવી અનેક રસપ્રદ વિગતો રજૂ કરી તેમણે ક્રિકેટના અભ્યાસીઓને ખુશ કરી દીધા.
શ્રોતાઓએ જટિલ પ્રશ્નો પૂછ્યા. કુમારભાઈએ બધાના સચોટ જવાબો આપ્યા. આ બંને સમારંભો પૂરા થયા અને અમારી મૈત્રી શરૂ થઈ. દોસ્તીની ઈંટો મુકાતી ગઈ અને ઇમારત ચણાતી ગઈ.
ગુજરાત સમાચારમાં તેમની ઈટ અને ઇમારત કૉલમ હું ઉત્સુકતાથી વાંચું છું. એમાં આવતા શેરની નોંધ કરું છું અને ક્યારેક પ્રસંગોને મારી શૈલીમાં રજૂ કરું છું.
શ્રી જયભિખ્ખએ શરૂ કરેલી ઈટ અને ઇમારત' કૉલમ તેમના અવસાન બાદ શ્રી કુમારભાઈએ સંભાળી. પિતા અને પુત્રની પચાસ વર્ષની આવી અજોડ સાહિત્યસાધનાનું આવું અણમોલ ઉદાહરણ વિશ્વ સાહિત્યમાં મળવું મુશ્કેલ છે.
થાનગઢની બીજી આવી જ સંસ્કારસાહિત્ય, સંસ્કૃતિ, સંગીત, નૃત્ય અને નાટકને આવરી લેતી પ્રવૃત્તિ હતી પરશુરામ પોટરી દ્વારા આયોજિત ગણેશોત્સવની. કમનસીબે ૬ર વર્ષ સુધી ચાલુ રહેલી આ પ્રવૃત્તિ પરશુરામ પોટરી બંધ થતાં બંધ થઈ.
આ ગણેશોત્સવમાં ડૉ. રાણાસાહેબના પ્રયત્નોથી ભવ્ય લોક ડાયરાનું આયોજન થયેલ જેમાં કવિશ્રી દુલા ભાયા કાગ, શ્રી જેઠસુર દેવ, શ્રી રતિકુમાર વ્યાસ, શ્રી મેરુભા ગઢવી, શ્રી જયભિખુ જેવા આદરણીય મહેમાનો પધારેલા. અમે યુવાનો ત્યારે આ મહેમાનોની આગતાસ્વાગતામાં રોકાયેલા. સાંજે ડૉ. રાણાસાહેબને ત્યાં ત્રીસેક મહેમાનો જમ્યા, ત્યાર પછી મોટરો પરશુરામ પોટરીના પરશુરામ નગર તરફ જવા રવાના થઈ. સ્ટેજ પર ભારતીય બેઠકની ભાતીગળ સજાવટ થઈ. મહેમાનો ગોઠવાયા. સામે કાગ બાપુને સાંભળવા આખું થાનગઢ ઊમટી પડ્યું. એમના વક્તવ્ય પહેલાં શ્રી મેરુભા ગઢવી, શ્રી રતિકુમાર વ્યાસ, શ્રી જેઠસુર દેવ વગેરે વક્તાઓએ રજૂઆત કરી. ત્યાર પછી શહાદત, શૌર્ય અને સમર્પણની વાતો લઈ રજૂ થયા શ્રી જયભિખ્ખું. તેમને પહેલી વાર થાનના સ્ટેજ પર સાંભળ્યા, એ પહેલાં તેમનાં જવાંમર્દ, “એક કદમ આગે’ અને ‘ગઈ ગુજરી' જેવાં પુસ્તકો મેં વાંચેલાં. મને તેમની કુરબાનીની કથાઓ બહુ ગમતી. આ બધા વક્તાઓ પછી કાગબાપુએ સુકાન સંભાળ્યું. એક જ કાવ્ય ઉપાડ્યું “ફેંસલો’. આ
(266 દોસ્તીની ઈંટ અને ઇમારત