________________
ભારત સરકારે શ્રેષ્ઠ પ્રતિભાસંપન્ન ભારતીય શ્રી કુમારપાળભાઈને ‘પદ્મશ્રી’ના ખિતાબથી વિભૂષિત કર્યા તે ભારતદેશનું અને જૈન સમાજનું ગૌરવ છે. એ ગૌ૨વની પૂર્તિ માટે તેમના જીવનની વિશિષ્ટતાને પ્રગટ કરતું પુસ્તક-પ્રકાશન આવકારદાયક છે.
કહેવાય છે મોરનાં ઈંડાં ચીતરવાં ન પડે' તે સ્વતઃ જ ઓળખાય. આપણા કુમારપાળભાઈને પૂ. પિતાશ્રી ‘જયભિખ્ખુ’ તરફથી સાહિત્યલેખન અને રસપ્રદ કથાઓની રચનાનો વારસો મળ્યો છે. પૂજ્ય માતુશ્રી તરફથી ગાંભીર્ય, સંસ્કાર અને કાર્યકુશળતાનો વા૨સો મળ્યો છે. આ ઉપરાંત પૂર્વના પુણ્યયોગે સ્વયં વ્યક્તિત્વનો વિકાસ અને વિવિધલક્ષી પ્રતિભાનું પ્રાગટ્ય એ તેઓનો આગવો પુરુષાર્થ છે. માનો કે પવિત્ર ત્રિવેણી સંગમ. વળી દૂરસુદૂર દેશવિદેશમાં ખ્યાતિ પામેલા કુમારપાળભાઈનું વ્યક્તિત્વ વિરલ છે. વિકાસની હરણફાળ ભરી રહેલા તેઓ એક સફળ વ્યક્તિ છે.
તેમનો પરિચય આપણી કલમ કરતાં તેમનું સાહિત્ય, વિવિધ ક્ષેત્રોની સેવાઓ અને તેમની કાર્યકુશળતા બોલે છે, છતાં પ્રસંગે શુભ ભાવના અને ગુણપ્રમોદ હોવો આવશ્યક છે.
આમ તો તેમનો પ્રથમ પરિચય અપ્રત્યક્ષ હતો તે ‘ગુજરાત સમાચાર’ના ‘ઝાકળ બન્યું મોતી'ના લેખથી શબ્દપ્રત્યક્ષ થયો. ત્યાર પછી પંડિત શ્રી સુખલાલજી પાસે આવતા ત્યારે ઔપચારિક પરિચય
159
જાપ્રયત્ન અને જિપ્રિય
સુનંદાબહેન વૉહારા