________________
માટે કુમારભાઈની મુલાકાતો લેતી. તેમના ચુસ્ત સમયપત્રકમાંથી સમયનો એક ટુકડો હું લઈ લેતી. તેમણે ક્યારેય મારી અવજ્ઞા નથી કરી. પતિ-પત્ની બંનેનો આદર અને આવકાર જ હોય. પાછાં ફરતી વખતે સૌજન્ય દાખવતાં બંને ઓટલા ઉપર ઊભાં હોય. જરૂર એવું લાગે કે બુદ્ધિના અખૂટ વૈભવ સાથે તેઓ સૌજન્ય અને સહૃદયતાના સંસ્કારથી વધુ સમૃદ્ધ છે.
મારું પુસ્તક ગુરુ-સમીપે પૂરું થયું. તેના અવલોકન માટે મને તકલીફ ન પડે તે માટેની પણ તેઓ કાળજી રાખે. ફોન પર પણ સાંભળવો ગમે એવો પ્રેમાળ તેમનો અવાજ. તેમના દરેક દૃષ્ટિકોણથી દરેક મુદ્દાની છણાવટમાં એક વિદ્વાનની છાપ તો ઊપસે છે. સાથે તેમણે મારી છબીને પણ ઉપસાવી. એમની ગરિમાએ મારા ગૌરવને ઊંચું ઉઠાવ્યું. ગુર-સમીપે'ના વિવેચન-વિધિ વખતે સંજોગોવશાત્ બે વખત તારીખમાં ફેરફાર થયો. તે બાબત મને જરા પણ સંકોચ તેમણે થવા દીધો નહિ અને વિમોચનને દિવસે કુમારભાઈ શમિયાણામાં સમયસર ઉપસ્થિત થઈ ગયા. સામાન્ય રીતે વી.આઈ.પી. લોકો કામમાં વ્યસ્ત હોવાને કારણે મોડા જ પડતા હોય છે, તેથી જ મોડા પડે તે વી.આઈ.પી. કહેવાતા હોય છે. સભા તેમને સાંભળવા આતુર હતી. તેમના ઘેરા પડઘાતા અવાજનો પડઘો સભામાં પડ્યો અને સભામાં નીરવ શાંતિ છવાઈ ગઈ. વાણીનું સૌંદર્ય ખરેખર તેના માધુર્યમાં જ છે. વળી તેમના સાહિત્યિક કે કોઈ પણ પ્રસંગમાં તેમના આમંત્રણકાર્ડમાં તેમના આંતરિક ભાવ વ્યક્ત થયા જ હોય.
કુમારભાઈનું સાહિત્યક્ષેત્રનું ખેડાણ અને પ્રદાન એટલું બધું વ્યાપક અને વિસ્તરેલું છે કે જેને આલેખવું મારે માટે મુશ્કેલ છે.
લેખનની સાથે કુમારભાઈને વિદ્વત્તાભર્યા પ્રભાવશાળી વક્તવ્યની ભેટ પણ મળી છે. તેમની ભાષામાં મીઠાશ અને મધુરપ છે. તેમણે સ્વદેશ ઉપરાંત ઇંગ્લેન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કેનેડા, સિંગાપોર, મલેશિયા જેવા અન્ય દેશોમાં પણ પ્રશંસાપાત્ર વ્યાખ્યાનો આપ્યાં છે.
સદ્વર્તન એ માનવીના સદ્ગુણોનું એક ઉત્તમ પાસું છે. આથી સદ્વર્તનની સૌરભ ગુલાબના પુષ્પની જેમ સમાગમમાં આવનારને પણ સુવાસિત કરે છે.
આપણે તેમને માટે સુસ્વાસ્થ અને દીર્ધાયુની પ્રાર્થના કરીએ કે જેથી એક વિશાળ માનવસમાજને તેમનો લાભ દીર્ઘકાળ સુધી મળતો રહે.
2% એક જૈન-રત્નનો પ્રકાશપુંજ