SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ વિદાય-સંદેશ (સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું)રૂપી ઉપદેશબિંદુ પડે છે અને તેથી તે મોતી’ સ્વરૂપે પલટાઈ જાય છે મતલબ કે ૨૭ વર્ષની ભરયુવાનવયે પ્રાપ્ત થયેલો આ સંદેશ કુમારપાળના સંસ્કારી હૃદયને એટલો તો ગાઢ સ્પર્શી જાય છે કે બાકીના સમગ્ર જીવનને સુગંધમય જ રાખવાના તેમના સંકલ્પનું તે અતૂટ પાથેય બની રહે છે. કુમારપાળ તે અંગે સૂત્રશૈલીમાં કહે છે : વિદાય સંદેશ બન્યો જીવનસંદેશ.' - કાળના પ્રવાહમાં સંકલ્પ ઝાંખો પડે કે લુપ્ત ન થઈ જાય તે માટેની શ્રી કુમારપાળ માટેની, પૂ. પિતાજીના અવસાન જેવી બીજી વેધક ઘટના તે પૂ. માતુશ્રી જયાબહેનના અવસાનને સને ૧૯૯૦માં લાંબી બીમારીની અસહ્ય વેદના છતાં પૂરી સ્વસ્થતા, સમતાથી ચિરવિદાય લે છે. ‘ઘસાઈને ઊજળા થવાની’, શ્રી કુમારપાળની ભાવનાઓમાં આ દુઃખદ ઘટના વધુ પ્રાણ પૂરે છે. કુમારપાળ કહે છે કે “આજે માતાપિતાના મૃત્યુની એ ઘટનાઓ ચિત્તમાં એટલી જ તાજી છે. માનવચિત્તમાં આ ઘટના જેવી ઘેરી છાપ ભાગ્યે જ બીજી કોઈ પડતી હોય છે. એમ લાગે કે એમણે એમના જીવનથી કેટલું બધું આપ્યું ! અરે ! મૃત્યુથી પણ આપણને કેટલા ન્યાલ કરી દીધા !’ વિદ્યાર્થી તરીકે શૈશવકાળથી જ શ્રી કુમારપાળભાઈ પોતાનાં જીવનઘડતર માટે સતર્ક અને ગંભીર હતા. ભારતીય સંસ્કૃતિમાં આદર્શ વિદ્યાર્થી માટે જરૂરી મનાયેલા આ પાંચ ગુણો – વિદ્યાગ્રહણમાં કાગડા જેવી ચંચળતા, બગલા જેવું વિદ્યાપ્રાપ્તિમાં એકાગ્ર ધ્યાન, શ્વાન જેવી અલ્પ નિદ્રા, અલ્પાહાર અને સંયમ – તેમના આચારમાં હતા. काकचेष्टा बकध्यानं श्वाननिद्रा तथैव च અલ્પાહારી, વિષયત્યાગી, વિદ્યાર્થીપગ્વલક્ષણમ્ ।। વિદ્યાર્થીને પ્રમાદપોષક વધુ એશઆરામ ન હોય. સુભાષિતકાર કહે છે : सुखार्थीनः कुतः विद्या विद्यार्थीनः कुत सुखम् । सुखार्थीवा त्यजेत विद्याम् विद्यार्थी वा त्यजेत सुखम् । સુખસગવડોના ભોગીને વિદ્યાપ્રાપ્તિ ક્યાંથી હોય અને વિદ્યાર્થીને એશઆરામ કેવા ? સુખાર્થીએ વિદ્યાપ્રાપ્તિની આશા છોડી દેવી જોઈએ અથવા વિદ્યાર્થીએ એશઆરામની લાલચ છોડી દેવી જોઈએ. આપણા કુમારભાઈ બાલ્યવયથી જ એશઆરામથી બચતા રહી, વિદ્યાપ્રાપ્તિને વહાલી ગણનારા રહ્યા છે અને આજેય શ્રી કુમારપાળ પોતાને વિદ્યાર્થી સમ જ માને છે અને તેથી કહે છે કે મારે આજેય રવિવાર જેવું કાંઈ હોતું નથી; બલ્કે, રવિવારે શાંતિ હોવાથી વિશેષ કામ કરતા હોય છે. એનો અર્થ એ નહિ કે આજના અનેક વિદ્યાર્થીઓની જેમ ઉજાગરા કરીને વાંચવું કે સાહિત્યસર્જન કરવું. શ્રી કુમારપાળભાઈમાં પ્રારંભથી જ પોતાનાં બધાં કાર્યો માટેની દીર્ઘદ્રષ્ટિપૂર્વકની આયોજનકલા રહેલી છે. આવા પૂર્વઆયોજનને કારણે વિદ્યાર્થીકાળમાં પણ પરીક્ષાના દિવસે પણ કહી શકતા કે “ઊંઘ તો પૂરી લેવાની; ઉજાગરા કરવાનું નથી શીખ્યો' – મતલબ કે જીવનભર અવિરત સાહિત્યસર્જન, પણ બધું આયોજનપૂર્વક. 311 મલુકચંદ ૨. શાહ (કામદાર)
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy