________________
તબિયત અત્યંત નાદુરસ્ત છે અને સ્મૃતિ પણ થોડો સાથ આપતી નથી, પરંતુ કુમારપાળભાઈ સાથેના સંબંધો એટલા ગાઢ છે કે એમના થોડાક પ્રસંગો અને થોડીક વાતો લખી રહ્યો છું.
તેઓ લેખક અને વક્તા તરીકે ગુજરાત, ભારત અને વિદેશોમાં પ્રસિદ્ધ છે. સોનામાં સુગંધ
ભળે તેમ નિત નિત નૂતન ગ્રંથો આપીને એમણે રોહથી મઘમઘતો. અણમોલ રત્નોની શોધ કરી છે. એમનાં પુસ્તકો
એમની કલમની કરામતની કલ્પના જ કરવી રહી. સંબંદ્ય આવી વ્યક્તિને ગમે તેટલાં અભિનંદન આપીએ કે
અભિવાદન કરીએ તો તે ઓછાં જ પડે.
એમનાં સામાજિક કાર્યો અને જાહેર જીવન સાથેનાં જોડાણોની સાથે આવા અનેક એવૉડ પ્રાપ્ત કરીને પુણ્યવંતા થઈ રહ્યા છે તે અદ્ભુત યોગ છે. બહુ ઓછા માણસોને આ પ્રકારનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. એમના જીવનમાં સરસ્વતીના આશીર્વાદથી એમની કલમની કમાલ પ્રગતિના પંથે ઉત્તરોત્તર વધતી રહી છે. જેમ ચંદનની સુવાસ ધૂપસળીની
માફક મહેકતી રહે છે તેવા કુમારપાળભાઈ ઇષ્ટ, ડૉ. મનહરભાઈ શાહ
મિષ્ટ અને શિષ્ટમાંથી પસાર થઈને વિશિષ્ટ વ્યક્તિ તરીકે જૈન સમાજમાં ઊભરી આવ્યા છે. કેવળ જૈનસમાજ પૂરતા જ નહીં પણ સાહિત્યની સુરભિ સાથે સમગ્ર સમાજમાં શિરમોરરૂપ રહ્યા છે. એમનાં અનેકવિધ પાસાંને અનેકાંત નજરે નિહાળવાનો આનંદ અમે અનુભવ્યો છે. છેલ્લાં ૩૦ વર્ષથી એમની સાથેનો મારો સંબંધ નેહથી સદાય મઘમઘતો રહ્યો છે.
218