________________
જેટલું મને મળ્યું.
તેટલું ઉત્તમ છે
બ સમાન રચિ, વય, વિચારો અને કાર્યક્ષેત્ર ધરાવતી વ્યક્તિઓ એકબીજાને કોઈ નિમિત્તે મળે છે અને પછી સમય અને સંજોગો અનુકૂળ હોય તો એકબીજાની મિત્ર બને છે. પરસ્પરનો સહવાસ કેળવાય તેવા પ્રસંગો ઊભા થાય તો પછી એવા એવા સહિયારા અનુભવોમાંથી પસાર થાય કે જે આગળ જતાં સંભારણામાં રૂપાંતર પામે. આપણા જીવનનો આજની ઘડી સુધીનો પટ એવાં સંભારણાઓથી છવાયેલો હોય છે, જે જિંદગીની એક બહુરંગી ભાતીગળ છબી ઉપસાવે છે. એવું હોય, બલકે હોય જ છે કે કેટલાંક સુખદ સંભારણાં હોય, પણ પોઝિટિવ વલણવાળો માણસ તો સુખદ સ્મૃતિઓની સૃષ્ટિમાં જ સાચા જીવનતત્ત્વનો અનુભવ કરે છે.
મારા અને કુમારપાળ દેસાઈના મામલે, ઉપરના ફકરાની ત્રણ લીટીઓ જ સાચી છે – મતલબ એટલો કે ૧૯૮૬ની સાલ સુધી હું અમદાવાદની બહાર હતો. એટલે અમદાવાદના સાહિત્ય જગતના મારા મિત્રોના નિકટના પરિચયમાં હું એવા કાળે નહોતો કે જે કાળે મૈત્રીની પ્રગાઢતાના પાયા નખાય છે. સાવ યૌવનકાળમાં સાથે હરવું-ફરવું, બેસવું-ઊઠવું, પ્રવાસ-પિકનિકમાં હોવું, સાહિત્યના કાર્યક્રમોમાં સાથે હોવું – આવું બધું અમદાવાદના મારા મિત્રો રતિલાલ બોરીસાગર કે વિનોદ ભટ્ટ સિવાયના કોઈ સાહિત્યિકની સાથે મારે બન્યું નથી. એમાં કુમારપાળ પણ આવી જાય. આને કારણે એમની સાથે એક સમયે “તું કારનો વ્યવહાર
રજનીકુમાર પંડયા
258