________________
અમારા સવાઈ
અમિતાભ
મિત્ર પન્નાલાલનો સવારે ફોન આવ્યો. કહેઃ તમારા અમિતાભ આજે સવારે અમદાવાદથી આવ્યા છે, સાંજે અન્નમેળ કરીશું?”
અને મનમેળવાળા અને સાંજે ચોપાટી. બિરલામાં મળીએ અને અન્નમેળ કરીએ. હા, મારા એ અમિતાભ. આ બંને અમિતાભ વચ્ચે ઘણું સામ્ય, શરીરની ઊંચાઈ સિવાય. અમિતાભ જાતજાતના ખેલ કરે, પાત્રો ભજવે, અભિનય કરે અને દરેક પાત્રમાં સાંગોપાંગ ઊતરી રસાનંદ કરાવે એમ અમારા આ કુમારપાળ સાહિત્યનાં અનેક ખેડાણો પૂર્ણતાપૂર્વક ખેડે અને સર કરે. બાળસાહિત્ય, નિબંધ, ચિંતન, સંપાદન, વિવેચન, સંશોધન, જીવનચરિત્ર, પત્રકારત્વ, વાર્તા, અનુવાદ અને અંગ્રેજીમાં પણ સર્જન! રમતગમત અને ક્રિકેટમાં તો ઓલરાઉન્ડર ! અઢાર વર્ષની ઉંમરથી નિયમિત કૉલમિસ્ટ અને ૧૯૭૦થી શરૂ થયેલી ઈટ અને ઇમારત તો આજે પિરામિડ બની ગઈ!
અમારા આ સવાઈ અમિતાભનો પ્રથમ લેખ ‘ઝગમગ'માં છપાયો ત્યારે કોને ખબર કે આ લેખના લેખક આટલા બધા ઝળહળશે અને ઝગમગશે!
આ બંને અમિતાભ ઊડાઊડ કરે...!!
આ બે અમિતાભમાં બીજું એક વિરલ સામ્ય ! બંનેના પિતા પ્રસિદ્ધ સાહિત્યકાર, સ્વભાવમાં બંને મિતભાષી, ઉત્તરમાં થોડું સ્મિત આપી દે !અને વર્તનમાં નખશિખ આભિજાત્ય!
નવંત શાહ
272