SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યાભવન દર વર્ષે ખેલકૂદ રમતોત્સવ’ યોજે છે અને તેમાં મુખ્ય મહેમાન તરીકે ફક્ત રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર ખેલાડી કે લેખકની પસંદગી કરે છે. આ રીતે પણ કુમારપાળ દેસાઈ આ રમતોત્સવમાં કેટલીક વાર મુખ્ય મહેમાન તરીકે આવ્યા છે. આ ઉપરાંત શેઠ સી. એન. વિદ્યાલયનાં છાત્રાલયોમાં ઉનાળાની રજાઓ દરમ્યાન છાત્રાલયમાં રહેનાર વિદ્યાર્થીઓ માટે વિશેષ વર્ગો ચલાવવામાં આવે છે અને તે સમય દરમ્યાન ગુજરાતના કેટલાક ખ્યાતનામ વિદ્વાનોને પ્રવચન માટે બોલાવવામાં આવે છે, તેમાંથી દર વર્ષે આવનાર વિદ્વાનોમાં કુમારપાળ દેસાઈ એક છે. આ રીતે પણ કુમારપાળ દેસાઈ સાથે સંપર્ક રહ્યો છે. આમ વિવિધ અવસરોએ વિવિધ રૂપમાં કુમારપાળ દેસાઈને નિકટથી જોવાની તક મળી છે અને સહજ રીતે એક “સ્વજન' તરીકેનો સંબંધ બંધાયો, જે આજે પણ ચાલુ છે. ખૂબ જ જૂજ લોકો વિદ્વાન હોવા છતાં વિનમ્ર હોય છે. ગુજરાતી ભાષાના ખ્યાતનામ લેખક, પ્રાધ્યાપક અને પીએચ.ડી.ના માર્ગદર્શક તથા ગુજરાત યુનિવર્સિટીમાં આર્ટ્સ ફેકલ્ટીના ડીન હોવા છતાં પણ કુમારપાળ દેસાઈ પોતાના સ્વજનો માટે જરા પણ બદલાયા નથી. કેટલીક વાર એમ લાગે છે કે ઈશ્વર વિશેષ સમય કાઢીને વિશેષ વ્યક્તિઓનું ઘડતર કરતો હશે. કુમારપાળ દેસાઈનું વ્યક્તિત્વ પણ આ પ્રકારની વિશેષ વ્યક્તિઓમાં ગણાય. ખૂબ જ જૂજ લોકો લોકપ્રિય રહીને વહીવટ કરી શકે છે. કુમારપાળ દેસાઈના વ્યક્તિત્વની વિશેષ વાતો એ છે કે તે મિતભાષી છે અને જે કહે છે તે કરે છે. એમના વ્યક્તિત્વની એક જાતની છાપ છે. ઉમદા વ્યક્તિત્વ માટે વ્યક્તિમાં કર્તવ્યનિષ્ઠા, શિસ્ત, નિયમિતતા, આજ્ઞાપાલન, ચારિત્ર્ય જેવાં ઘણાં લક્ષણોની જરૂર પડે છે. કુમારપાળ દેસાઈમાં આ બધાં જ લક્ષણો જોવા મળે છે. કેટલીક વાર વિચાર કરવાની ફરજ પડે છે કે એક વ્યક્તિ ગુજરાતીના કુશળ પ્રાધ્યાપક, પીએચ.ડી.ના માર્ગદર્શક, આર્ટ્સ ફેકલ્ટીના ડીન, ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનના નિયામક, ગુજરાત સમાચારના કટારલેખક, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ટ્રસ્ટી, રમતગમતના કટારલેખક અને વિવિધ પુસ્તકોના લેખક એકીસાથે કેવી રીતે બની શકે ? કુમારપાળ દેસાઈ પાસેથી ‘સમયનું આયોજન' શીખવા જેવું છે, કારણ કે પ્રત્યેક વ્યક્તિ પાસે કામ કરવા માટે દિવસમાં ફક્ત ૨૪ કલાક જ હોય છે, પરંતુ વ્યક્તિ આ ૨૪ કલાકનો ઉપયોગ કેવી રીતે કરે છે તેના ઉપર તેની પ્રગતિ અને કાર્યક્ષમતાનો આધાર હોય છે. “શાંત સ્વભાવ પણ કુમારપાળ દેસાઈના વ્યક્તિત્વની વિશેષતા ગણાય. તો જ આટલાં બધાં કાર્યો એક વ્યક્તિ કરી શકે કેટલીક વાર જ્યારે કોઈ વ્યક્તિને ‘એવાં મળે છે ત્યારે તે ગર્વ મહેસૂસ કરવા માંડે છે, પરંતુ કુમારપાળ દેસાઈ તો એવૉર્ડસ મળવાથી વિનમ્રતા મહેસૂસ કરે છે. આને કારણે દરેક વ્યક્તિને કુમારપાળ દેસાઈ સ્વજન જેવા લાગે છે. 414 રાષ્ટ્રીય કક્ષાના સમીક્ષક
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy