________________
કિ
.
મી.
- -
-
.*"કાજ
વૈશ્વિક પ્રતિભાનો
પરિચય
ગુજરાતના જાણીતા, લોકલાડીલા, લબ્ધપ્રતિષ્ઠિત લેખક, વિવેચક, ચિંતક અને સાહિત્યકાર એવા ડો. કુમારપાળ દેસાઈને ભારત સરકારે ૨૦૦૪ના પ્રજાસત્તાક દિનના પર્વ પ્રસંગે રાષ્ટ્રનો ગૌરવશાળી કહી શકાય તેવો પદ્મશ્રી' ખિતાબ એનાયત કર્યો છે, તે જાણીને મને અત્યંત આનંદ થયો. આ સન્માન માત્ર ડૉ. કુમારપાળ દેસાઈનું જ નહીં, પરંતુ ગુજરાત અને ગુજરાતી સાહિત્યનું પણ સન્માન છે.
ડૉ. કુમારપાળ દેસાઈનાં વતન, પરિવાર વગેરે બાબતથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. પુત્રનાં લક્ષણ પારણામાંથી આ સત્ય કથન પ્રમાણે તેમના પિતાશ્રીએ જયભિખ્ખના ઉપનામથી ગુજરાતી સાહિત્યની ઘણી મોટી સેવા કરી. પિતાશ્રી જયભિખુભાઈ(બાલાભાઈ દેસાઈ)એ તેમના લાડકવાયા આ પુત્ર ડો. કુમારપાળ દેસાઈને ગુજરાતી સાહિત્યનાં વિશાળ અને વિપુલ ક્ષેત્રોમાં ઘણી ઊંચી પ્રેરણા આપી.
જગતનો નિયમ છે જેના પિતા પૂજાય તેનો પુત્ર ન પૂજાય, જેનો પુત્ર પૂજાય તેના પિતા ન પૂજાય. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતામાં એક વિશેષતા એ રહી છે કે રામ પૂજાયા, દશરથ ન પૂજાયા; કૃષ્ણ પૂજાયા, વાસુદેવ ન પૂજાયા. રામ પૂજાયા પણ લવકુશ ન પૂજાયા. આ પરંપરા રહી, તેમ છતાં એક વિશેષતા એ પણ છે કે મા પણ પૂજાય, પિતા પણ
મહંત દેવપ્રસાદજી મ.
11