________________
રહી છે ત્યારે એમની દૃષ્ટિ તો ધરતી તરફ જ હોય છે. શાણા અને વ્યાવહારિક લોકો જેને સફળતા કહે છે, એ જેમને હાથતાળી દઈને નાસી ગઈ હોય એવા અજાણ્યા પણ ઉમદા માનવવીરોને ખોળી કાઢવાની ગજબની કુનેહ કુમારપાળભાઈ ધરાવે છે. આવા અજાણ્યા અને અજ્ઞાત એકલવીરોમાં વીરચંદ રાઘવજી ગાંધીનું નામ મોખરે છે.
૧૮૯૩માં શિકાગોમાં વિશ્વધર્મ પરિષદ મળી હતી, ત્યારે સ્વામી વિવેકાનંદની જેમ વીરચંદ રાઘવજી ગાંધી પણ એ સભામાં ઉપસ્થિત હતા. જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે આ વિશ્વધર્મ પરિષદને તેમણે પોતાની વિદ્વત્તા, વિચારોની ઉદારતા, ગહનતા અને સૂક્ષ્મતાથી આંજી દિીધી હતી. તેઓ અમેરિકા અને ઇંગ્લેન્ડના અનેક વિદ્વાનોને મળ્યા અને તેમની પ્રશંસા મેળવી. માત્ર જૈનદર્શન પર જ નહીં, બલ્ક અન્ય ભારતીય દર્શનો પર વિદ્વત્તાપૂર્ણ પ્રવચનો આપ્યાં. આ સમર્થ જૈન વિદ્વાનની એ સમયના જૈન સમાજે આજે કોઈ નોંધ ન લીધી, જ્યારે સ્વામી વિવેકાનંદના નામનો પૂરા વિશ્વમાં ડંકો વાગ્યો હતો. આ સમયે વીરચંદ રાઘવજી ગાંધીને સમર્થન આપવાને બદલે જેન સમાજે તેમની ઉપેક્ષા કરી. જ્યારે કોલકતામાં મહિનાઓ સુધી રહીને, તેમણે જેનોના પવિત્ર યાત્રાધામ સમેતશિખરમાં અંગ્રેજોએ નાખેલા ચરબીના કારખાનાને બંધ કરાવ્યું, ત્યારે જન સમાજે બદલામાં તેમને પરેશાન કર્યા. વીરચંદ રાઘવજી ગાંધીનું કરેલું બધું જ ભુલાઈ ગયું, ભૂંસાઈ ગયું. કુમારપાળભાઈએ તેમના કાર્યની મહત્તા જાણી, સમજી અને તેની કદર કરી.
એક સદી પહેલાં થઈ ગયેલા આવા અજ્ઞાત, અપરિચિત અને અપ્રશસિત એકલવીરની પ્રતિષ્ઠા સ્થાપિત કરવા કુમારપાળભાઈએ કમર કસી. સમાજ મોડે મોડે પણ પોતાના સમર્થ અને તેજસ્વી, પણ વિસરાયેલા વીરના હીરને ઓળખે એ માટે કુમારપાળભાઈના પ્રયત્નો સતત ચાલુ જ છે.
આવા ઉપેક્ષિત, અજ્ઞાત, ભૂતકાળમાં દટાયેલા અને ભુલાયેલા પાસેથી શું મળે ? તેમને પુનઃ પ્રસ્થાપિત કરવામાં પોતાને માટે હાડમારી, પરેશાની અને ગાંઠના ગોપીચંદન સિવાય શું મળવાનું છે? એ જાણતા હોવા છતાં વીરચંદ રાઘવજી ગાંધીના સન્માન માટે કુમારપાળભાઈ જેવા નિસ્પૃહી જ સમય અને શક્તિ વાપરે.
મધ્યકાલીન સંતોનું અઢળક સાહિત્ય હસ્તપ્રતોમાં સચવાયેલું છે. સંશોધનના કાર્ય દરમ્યાન એમણે સેંકડો હસ્તપ્રતોનો અભ્યાસ કર્યો છે. મરમી સંત કવિ આનંદઘનજી પરના એમના સંશોધન વિશે પોતાનો અભિપ્રાય આપતાં પંડિત બેચરદાસ દોશી લખે છે કે એમની સંશોધનશક્તિ ઘણી ઊંડાણ સુધી પહોંચેલી છે. પરોક્ષ રૂપે રહેલા શ્રી આનંદઘનજીને આપણી સમક્ષ પ્રત્યક્ષ ખડા કરવા કુમારપાળભાઈએ કરેલો કઠોર પરિશ્રમ નજરે દેખાય છે.
કુમારપાળભાઈના નિકટના પરિચયમાં આવનાર દરેકનો અનુભવ છે કે એમણે
iii હર્ષદ દોશી