SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ એકલા કુમારપાળને જ મળે. ધર્મના વ્યાપક દર્શનની વાત કરતાં એની સાથે જ્ઞાનનું મહત્ત્વ કે પીડિતોની સેવાનો પણ મહિમા કરે. એમાંથી આવતી માનવતાની મહેંક જૈન-જૈનેતર સોનાં મન મોહી લે છે! ધર્મમાં પ્રવર્તતી કુરૂઢિઓ, અજ્ઞાન કે વગર વિચારે ધનવ્યય કરવાની પ્રવૃત્તિઓનો વિરોધ કરે છે, પણ એમની વિરોધ કરવાની રીત એવી છે કે ટીકા કે પ્રહાર કરવાને બદલે વાસ્તવિક સમજણ અને મૂળ તત્ત્વની વાત મૂકીને મુદ્દો સ્પષ્ટ કરવો. વિરોધ કરનારને મિત્ર બનાવવાની એમની કળા અનેરી છે! પારિતોષિક પ્રાપ્ત કરવાની શરૂઆત ૧૯૬૭માં રવીન્દ્ર મેડલથી થઈ. એ પછી આશરે ૩૩ એવૉર્ડ તેમણે પ્રાપ્ત કર્યા છે. તેમાં તાજેતરમાં ભારત સરકાર તરફથી મળેલો પદ્મશ્રી એવોર્ડ શિરોમણિરૂપ ગણાય. એમાંય જેને સમાજમાં જ નહીં, બલ્ક ગુજરાતી સાહિત્યમાં પણ છેલ્લાં કેટલાંય વર્ષોમાં કોઈને આ ખિતાબ મળ્યો નથી. જેનસમાજમાં સેવા, રાજકારણ, દાન વગેરે માટે એવૉર્ડ મળ્યા છે, પણ સાહિત્ય અને શિક્ષણ માટે કુમારપાળની માફક ભાગ્યે જ કોઈને આવું રાષ્ટ્રીય સન્માન સાંપડ્યું છે. આપણે સૌ ઇચ્છીએ કે વહેલી તકે પ૧ એવોર્ડ્ઝના આંકડે પહોંચે ત્યારે ગોલ્ડન જ્યુબિલી એવોનો શાનદાર આનંદોત્સવ સિદ્ધક્ષેત્રની પવિત્ર ધરતી પાલીતાણામાં દબદબાભરી રીતે ઊજવીએ તે માટે મારા તરફથી ખાસ નિમંત્રણ પાઠવું છું અને આપણે સૌ સાથે મળી ફરજ અદા કર્યાનો આ ઉત્સવ ઊજવી ગમતાનો ગુલાલ કરશું. મારે તેમના પરિવાર સાથે વર્ષો જૂનો પરિચય છે. આદરણીય જયભિખ્ખું તથા પૂ. જયાબાના આશીર્વાદ મેં મેળવ્યા છે. જયભિખૂની ખુમારીથી વિશ્વના મહાન જાદુગર કે. લાલ પણ અંજાઈ ગયા હતા. જરૂરિયાતના સમયે વિશાળ સંપત્તિને ઠોકર મારી સ્વમાન અને શ્રદ્ધાથી અનેક ભેખડો અને મુસીબતો વચ્ચે મધ્ય દરિયેથી સફળતાપૂર્વક નાવ પાર પાડે તેમ જીવનને અણીશુદ્ધ – નીતિમત્તાના ઉચ્ચ ધોરણથી સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. તેવા વંદનીય પિતાના સંસ્કારના અમાપ વારસાને શ્રી કુમારપાળે એક અણનમ યોદ્ધાની જેમ આચરણમાં મૂકી “બાપ કરતાં બેટા સવાયાની કહેવતને સાર્થક કરી બતાવી છે. કચ્છના ધરતીકંપ પ્રસંગે પોતાની વગનો ઉપયોગ કરી પરદેશથી પંદર લાખની જંગી રકમ ભૂકંપ-પીડિતોના ચરણે ધરી માનવતાનું મહામૂલું કાર્ય કર્યું હતું. અભિમાનથી અળગા રહેનાર, નમ્રતાને ચરણે જનાર શ્રી કુમારપાળ જનતાની મૂડી સમાન છે. શાસનના શણગાર સમા છે. ફક્ત પરિવારના જ નહીં, પણ લાખોના લાડીલા છે. 364 તેજસ્વી તારલો
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy