________________
એમના જેનૉલોજીના કે યુનિવર્સિટીના કાર્યાલયમાં પીએચ.ડી.ના માર્ગદર્શન માટે બોલાવે; વિશ્વકોશમાં પણ હાજરી આપવી, જાતજાતનું વાંચન કરવું લેખો માટેની માહિતી શોધીને લખીને મોકલવી – આ બધું કેવી રીતે કરતા હશે એનું કુતૂહલ થાય. કોઈ વાર પૂછું તો માત્ર સ્મિત રેલાવે કોઈ જ ફરિયાદ નહિ. આટલી બધી સંસ્થાઓમાં વ્યસ્ત રહેવું, દેશ-વિદેશ જાય ત્યાં પણ બધાં એમને સાંભળવા આતુર. ત્યાં હોય તો પણ લેખો નિયમિત આવે જ.
મારા પોતાના ભાઈ તો મુંબઈમાં, પણ અહીં તો શ્રી કુમારપાળભાઈ મારા ભાઈ. કોઈ દિવસ અગવડ હોય તો પણ ના નથી પાડી, પોતાનો કાર્યક્રમ ફેરફાર કરીને ગોઠવી દે. પ્રતિમાબહેનને પણ હંમેશાં લાગણીસભર અને હસતાં જ જોયાં છે. આ બધું ભગવાનની દેન, જન્મનાં, કર્મનાં અને અથાગ મહેનતનાં ફળ.
પદ્મશ્રી એવોર્ડ શ્રી કુમારપાળભાઈને મળ્યો એ જાણીને સમગ્ર ગુજરાત, અમદાવાદ ઉપરાંત દેશવિદેશના ગુજરાતીઓ અને જૈનો તેમજ એમને જાણનાર સર્વ મિત્રમંડળને આનંદ થયો.
ભગવાન એમને લાંબું આયુષ્ય અને શક્તિ આપે એ જ પ્રાર્થના.
248 મારા ભાઈ