________________
૧૯૭૮ની સપ્ટેમ્બર મહિનાની એક યાદગાર સાંજ ! અમદાવાદની નવગુજરાત કૉલેજના એક ખંડમાં – જે કૉલમની હું નિયમિત વાચક હતી, તે કૉલમના લેખક અમને પત્રકારત્વના પાઠો શિખવાડવા આવવાના હતા. તે વખતે નવગુજરાત મલ્ટિકોર્સ ઇન્સ્ટિટ્યૂટના પત્રકારત્વના અભ્યાસક્રમની હું વિદ્યાર્થિની હતી. ડૉ. ચંદ્રકાંત મહેતા આ અભ્યાસક્રમના ડિરેક્ટર હતા, કુમારપાળભાઈ જૉઇન્ટ-ડિરેક્ટર હતા તો વાસુદેવ
ક્ષિતિજોની ખોજ મહેતા, બળવંતરાય શાહ, યશવંત મહેતા જેવા
વરિષ્ઠ પત્રકારો અને લેખકો અમારા શિક્ષકો હતા.
નિત નવી
મીનાક્ષી ઠાકર
આખો દિવસ ઑફિસના શ્રમને કારણે માનસિક રીતે હું થાકી ગઈ હતી. તે વખતે હું આકાશવાણીમાં નોકરી કરતી હતી. વિચારતી હતી કે ઘેર જતી રહું. પણ થોડી જ વારમાં ઈંટ અને ઇમારત' કૉલમના લેખક ડૉ. કુમારપાળ દેસાઈ વર્ગમાં આવ્યા અને જે સાહજિકતાથી અમારા સોનો તેમણે પરિચય સાધ્યો તે ભુલાય તેવું નથી. તેમના જ્ઞાનનું ઊંડાણ, સમજાવવાની રીત, વિષયને અનુરૂપ દૃષ્ટાંતો આપવાની રસાળ શૈલી અને દરેક સાથે પોતાપણાનો અહેસાસ કરાવવાની તેમની પદ્ધતિને કારણે તે અમારાં સૌ વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક બની ગયા.
પત્રકારત્વની આંટીઘૂંટી, અહેવાલ-લેખનની વિશેષતાઓ અને ટેકનિકો, સંપાદકની ફરજો વગેરે સમજાવનાર ડૉ. કુમારપાળ દેસાઈ સાચા અર્થમાં
382