________________
મને વિશેષ ચાહના છે. તેમની કૉલમોમાં, તેમના અન્ય લેખોમાં, તેમનાં વક્તવ્યોમાં વ્યક્ત થતા વિચારો મારી પ્રેરણા અને બળ પણ બન્યાં છે તેમ કહેવામાં સહેજે અતિશયોક્તિ નથી. તે દ્વારા જ મને તેમના વ્યક્તિત્વનો વિશેષ પરિચય પ્રાપ્ત થયો છે અને તેને શબ્દોમાં વ્યક્ત કરવા પ્રેરાયો છું.
તેમનું જીવન ધ્યેયનિષ્ઠ રહ્યું છે. ગાંધીવિચારમાં પણ વિશ્વાસ ધરાવે છે અને તે વિચારો આચારમાં પણ મૂક્યા છે. શિક્ષણ અને સાહિત્ય એ એમના તપનાં ક્ષેત્ર છે. ગાંધીપ્રેરિત રાષ્ટ્રીય ભાવના અને ટાગોરપ્રેરિત સૌંદર્યભાવના દ્વારા તેમની રુચિ અને માનસ ઘડાયાં છે. તેમનાં લખાણોમાં સાત્ત્વિકતા, રસિકતા અને શિષ્ટતા અનુસૂત છે. તેઓ નખશિખ સજ્જન અને સત્યઆગ્રહી બૌદ્ધિક વ્યક્તિ છે. તેમનો ઈશ્વર સત્યનિષ્ઠા અને પ્રામાણિક જીવનચર્યામાં સમાવિષ્ટ થતો હોય છે. વિદ્વાન તો તેઓ છે જ. તેમના વિદ્યાપ્રેમનો અને સૌહાર્દનો પરિચય ઘણાએ અનુભવ્યો છે. તેમની સાથે વિદ્યાયાત્રા કરવાનું મળે તો યાત્રા સફળ થઈ જાય. એમના સાહિત્યમાંથી સામાન્ય માણસને જીવન જીવવામાં, જીવનનો આદર્શ ઘડવામાં અને એને અનુસરવામાં સહાયરૂપ થાય એવું કોઈ સત્ત્વ પ્રાપ્ત થતું રહ્યું છે.
એમનાં લેખોમાં અને વ્યાખ્યાનોમાં આપણે જેવા હોઈએ તેવા, આપણે પરસ્પર સાથે ગૂંથાઈને રહેવું પડે એવી જગતજીવનની અનિવાર્યતાને તેમણે સ્પષ્ટ કરી છે. અનેક ગૂંચવાડાઓ, અનિશ્ચિતતાઓ અને અનિર્ણયોની વચ્ચે પણ આપણે જીવ્યે જવું પડે છે ત્યારે જીવન માટેનો પ્રેમ, પોતાના માટેનો પ્રેમ અને પોતાના માન્ય હોય તેમને માટેનો પ્રેમ... આ જીવનકાળ આપણને શીખવે છે તે વાત તેમનાં લેખો અને વક્તવ્યોમાં સ્પષ્ટ થતી જોવા મળે છે. તેમાં દેશ માટે અને માણસ માટે નિસબત પણ જોવા મળતી. ક્યાંય એમના કથનમાં કે કવનમાં દ્રષ, પૂર્વગ્રહ કે કટુતાનો અણસાર સુધ્ધાં જોવા મળતો નહીં. ઔદાર્ય, સમભાવ, કરુણા, મૈત્રી અને સાચા માનવધર્મના ઉદ્ગારો અનુભવાય છે તેમજ તેમનાં સાહિત્યમાં અને વક્તવ્યોમાં મનુષ્યની આધ્યાત્મિકતા, સર્વધર્મસમભાવ, ભાવિ પેઢીઓ પ્રત્યેનું કર્તવ્ય, ઇતિહાસલક્ષી મુલવણી, જીવનશિક્ષણ અને ધર્મશિક્ષણ, દષ્ટિવંત નેતૃત્વ, રાષ્ટ્રીય અખંડિતતા, શાસનની હિંમત, ઉચ્ચ શિક્ષણને અર્થપૂર્ણ બનાવવા વિશે, ગરીબી, રાષ્ટ્રીય ચારિત્ર્ય અને આત્મશિસ્ત જેવા અનેક વિષયોને આવરી લઈ વાચકને અને શ્રોતાઓને વિચારવાનું પાથેય મળે છે.
તેઓના વ્યક્તિત્વનાં અન્ય જે પાસાંઓ છે તેનો ઉલ્લેખ કરવો રહ્યો. પ્રતિકૂળ પરિસ્થિતિ સામે ઝઝૂમવાની અને તેને પાર કરવાની શક્તિ, ભૂલોનો સ્વીકાર કરી અને એના પુનરાવર્તનથી. બચવાની સાહજિકતા, સદ્ગણોનો સ્વીકાર કરી શ્રેષ્ઠને પ્રાપ્ત કરવાનું ઔદાર્ય, જીવમાત્રને સહાયતા કરવા પ્રેરિત કરે તેવું પ્રેમાર્દ્ર હૃદય, બધું શુભ જ થશે એવી શ્રદ્ધાથી પૂર્ણ અને પરિતૃપ્ત
320
મૌલિક ચિંતન અને વણખૂટી વિદ્યોપાસના