SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ એમણે કામ કર્યું છે. એમના કૉલમમાં આવતાં દૃષ્ટાંતો, કથાઓ અને કાવ્યપંક્તિઓ જોતાં અને તેની પ્રસન્નકર પ્રસ્તુતિથી તૃપ્ત થતા હરકોઈ વાચકને એમની સર્જનાત્મકતાનો અને અધ્યયનશીલતાનો અવશ્ય પરિચય થયો છે. રમતગમતના રસિયાઓને એમનાં જ્ઞાન-લેખનનો લાભ મળ્યો છે. છેક ૧૯૬૦માં સાહિત્યનિબંધની સ્પર્ધામાં વિદ્યાર્થી તરીકે ભાગ લેનાર કુમારપાળને પ્રથમ પારિતોષિક મળ્યું છે. ૧૯૬૫માં, એમ.એ.નો અભ્યાસ કરતા કુમારપાળને એમના પ્રથમ પુસ્તક ‘લાલ ગુલાબ’ માટે પુરસ્કાર મળ્યો છે. અને એ પછી એ બધાની સંખ્યા ઉત્તરોત્તર વધતી જ ગઈ છે. નિર્દિષ્ટ ગણતરી અનુસાર પદ્મશ્રી એવૉર્ડનો ક્રમ ૩૩મો છે. આમ અનેકવિધ પુરસ્કારોથી આખેઆખા ઢંકાઈ ગયેલા કુમારપાળને એનો જરાય ભાર લાગ્યો નથી. જેન ધર્મ અને જૈનદર્શનના અભ્યાસી કુમારપાળે એમનાં દેશ-વિદેશનાં અનેક પ્રવચનોથી જૈનધર્મીઓનો અપાર આદર પ્રાપ્ત કર્યો છે. એ સાથે અનેક માન-સન્માન પ્રાપ્ત કર્યાં છે. એ બધું જેમ સહજતાથી સાંપડ્યું છે તેમ પોતે સહજતાથી સ્વીકા૨ીય જાણ્યું છે. એના વિશે ક્યારેય કોઈ ઊહાપોહ કર્યો નથી. સિદ્ધિની પ્રાપ્તિ માટેની એમની મક્કમતા અને તે જીરવી જાળવવાની એમની સ્વસ્થતા માટે એમનું મેં હમણાં દર્શાવ્યું તે સૌમ્ય-સંતુલિત વ્યક્તિત્વ જવાબદાર છે. આથી અદકેરી સિદ્ધિઓ હજુ પણ એમને સાંપડો એવી હૃદયપૂર્વકની શુભેચ્છા સાથે એમને પુનઃ પુનઃ અભિનંદન આપીને વિરમું છું. 264 સૌમ્ય સંતુલિત વ્યક્તિત્વ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy