________________
બીજો અભ્યાસલેખ પરંપરા અને આનંદઘનમાં જેને કાવ્યપરંપરાના સંદર્ભમાં આનંદઘનની કવિતાની આલોચના કરવામાં આવી છે. આ પરંપરામાં સ્તુતિ, સ્તવન અને સક્ઝાય જેવા કાવ્યપ્રકારો પ્રચલિત છે. એમાં વળી નામસ્તોત્ર, રૂપસ્તોત્ર, કર્મસ્તોત્ર, ગુણસ્તોત્ર અને આશીર્વાદાત્મક સ્તોત્ર જેવા પાંચ સ્તોત્રપ્રકારો પણ છે. એ સર્વની ભૂમિકા આપીને ડૉ. દેસાઈએ આ અભ્યાસલેખમાં એની સદૃષ્ટાંત ચર્ચા કરી છે. પછીથી આનંદઘનજીનાં સ્તવનો જેમાં આધ્યાત્મિક ઉન્નતિનો બોધ વ્યક્ત થયો છે, તેનું વિશદ વિવરણ કરે છે. આનંદઘનજીનાં આ પ્રકારનાં કાવ્યોમાં અધ્યાત્મમાર્ગનાં ગૂઢ રહસ્યોનું દર્શન થાય છે, એટલું જ નહિ પણ એમાં તીવ્ર તલસાટભરી ભક્તિનો પણ એટલો જ અભિષેક થાય છે, તે પણ તેમણે સ્પષ્ટ કરી આપ્યું છે.
અમી ભરી તુઝ મૂરતિ રચી રે ઉપમા ન ઘટે કોઈ દૃષ્ટિ સુધારસ ઝીલતી રે, નિરખતિ તૃપતિ ન હોઈ.
(વિમલનાથ જિનસ્તવન: ૧૩: ૬) ઉપરની પંક્તિઓમાં સહૃદયને નરસિંહ, મીરાં કે દયારામના તીવ્ર ભક્તિભાવથી હૃદયોદ્ગારની વિભોરતા અનુભવાશે.
ગ્રંથનો ચોથો અભ્યાસલેખ આનંદઘન અને યશોવિજય’ – જેનપરંપરાના આ બે સમર્થ સૂરીશ્વરોના અધ્યાત્મસંબંધ પર પ્રકાશ પાડે છે. યશોવિજયજીએ આનંદઘનજી વિશે “અષ્ટપદી રચેલી કહેવાય છે. આ બંને સાધુજનો વિશે જેન પરંપરામાં કેટલીક દંતકથાઓ પણ પ્રચલિત છે. ડૉ. દેસાઈએ એ બધી જનશ્રુતિઓના સંદર્ભો પણ અહીં રજૂ કર્યા છે. તેમાં આનંદઘન અને યશોવિજયજી એક જ હોવાની માન્યતા નિરાધાર હોવાનું પણ એમણે સ્પષ્ટપણે કહ્યું છે. અહીં આ બંનેના સ્તવનોપદો આદિની તુલના કરીને ડૉ. કુમારપાળ દેસાઈએ જે તારણ કાઢ્યું છે તે પ્રમાણનિર્ભર છે. તેઓ લખે છે કે આનંદઘનજીના જેવી ભાવની ગહનતા, વ્યાપકતા કે “અલખનાં રહસ્યો પાળવાની ઝંખના ઉપાધ્યાય યશોવિજયમાં દેખાતી નથી. આવું તારણ કરતાં પણ શ્રી કુમારપાળ દેસાઈ ઉભય સંતકવિઓની કૃતિઓને સ્વસ્થતા, સમભાવ ને પૂરા આદર-ઓદાર્થથી જુએ છે, તે અનાકુલ અભ્યાસનિષ્ઠાનું ઘાતક બને છે. - આનંદઘન અને કબીર બેય સુરતાની મસ્તીમાં રહેનારા, જડ સામાજિક બંધનો સામે વિદ્રોહ કરનારા અને હિંદુ-મુસ્લિમ ઐક્યનું ગાન કરનારા કવિઓ હતા. તેની વાત તેમણે ‘આનંદઘન : કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં એ લેખમાં કરી છે. અહીં તેમણે આનંદઘન તેમજ મીરાંના હદયનો તલસાટ તેમની રચનાઓમાં કેવો વ્યક્ત થયો છે, તે પણ સદષ્ટાંત દર્શાવ્યું છે, તો
26.
સંશોધનપૂર્ણ વિવેચન