SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ પિતાના અવસાનના આઘાતમાંથી મુક્ત થવાનાં પરિબળો વિશે હું ભલે ઝાઝું જાણતો ન હોઉં પણ એક વાત જે મારા મનમાં વસી છે તે આ છે. ગુજરાત સમાચાર'ના તંત્રી શ્રી શાંતિલાલ શાહે – “જયભિખ્ખના અવસાન બાદ તરત જ ગુજરાત સમાચારમાં પ્રગટ થતી જયભિખ્ખની ખૂબ જ લોકપ્રિય કૉલમ ઇંટ અને ઇમારત સંભાળી લેવાની કુમારપાળને ઓફર કરી છે. મારા મતે તેમના જીવનમાં આ એક ખૂબ જ મહત્ત્વનો વળાંક હતો. પિતાના સાહિત્યસર્જન-પત્રકારત્વનો વારસો જાળવવાની તેમને એક મહામૂલી તક સાંપડી અને સાથે એક મોટો પડકાર પણ માધુર્યભરી – નજાકતભરી રમતિયાળ શૈલીના સ્વામી એવા મોટા ગજાના સાહિત્યકાર પિતાના પેંગડામાં નાનકડા પગ ગોઠવી – પિતાના જ આશીર્વાદથી તેને વિસ્તારવાની વિધાતાએ જાણે તક આપી ! આ દરમ્યાન કુમારપાળે બાળસાહિત્યનું ખેડાણ કરવાનું તો શરૂ કરી જ દીધું હતું. તે જાળવવાની સાથે-સાથે મોટેરાં માટેના સાહિત્યનું સર્જન કરવાની સરવાણી વહેવા લાગી. સાહિત્યકાર થવાની ક્ષમતાને ખાતર, પાણી ને સૂર્યપ્રકાશ મળ્યાં. તેમણે સાહિત્યના અનેક પ્રકારોમાં ખેડાણ કર્યું છે. વ્યક્તિને ઘણી વાર ઊજળી તક સાંપડતી હોય છે. અનુકૂળ સંજોગો પણ પ્રાપ્ત થતા હોય છે. પરંતુ એ ફળદાયી ત્યારે જ થાય છે – જો તે વ્યક્તિમાં સચ્ચાઈનો, નિષ્ઠાનો, પુરુષાર્થનો, હિંમતનો અને મહત્ત્વાકાંક્ષાનો સરવાળો થતો હોય. કુમારપાળમાં આ પંચશીલ તો હતા જ, પરંતુ એ ઉપરાંત તેમની નખશિખ સજ્જનતા, સહૃદયતા, ઊંચી રૂચિ, અન્યને ઉપયોગી થવાની વૃત્તિ અને વ્યવહારકુશળતાના બીજા પંચશીલ' જૂથનો પણ સરવાળો હતો. કુમારપાળમાં ઘણી ક્ષમતા છે. જેનો – તેમની કારકિર્દીના આરંભે ભાગ્યે જ કોઈને અંદાજ હતો. અમદાવાદની નવગુજરાત કૉલેજમાંથી અધ્યાપનકાર્ય શરૂ કર્યું. તે દરમ્યાન શિક્ષણજગતમાં પોતાની શક્તિઓનો પરિચય કરાવ્યો. ત્યાં શરૂ થયેલા મલ્ટિકોર્સ અને જર્નાલિઝમના અભ્યાસક્રમોમાં ઊંડો રસ લીધો. શિબિરો અને સેમિનારોનું આયોજન કર્યું. ત્યાંથી તેમની મજલ યુનિવર્સિટી સુધી પહોંચી. ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં ગુજરાતી સાહિત્યનું અધ્યાપન કરતાં કરતાં ત્યાં જ રીડર', ગુજરાતી વિષયના હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટ અને છેલ્લે ભાષાભવનના સર્વોચ્ચ પદ ડિરેક્ટર અને પછી આર્ટ્સ ફેકલ્ટીના ડીન સુધી પહોંચ્યા. - કૉલેજમાં અધ્યાપકના પ્રાથમિક સ્થાનથી ડીનના સર્વોચ્ચ સ્થાન સુધીની યાત્રા સીધી રેખામાં વહેતી સરળ અને ટૂંકી નથી. એ દીર્થયાત્રામાં ક્રમાનુસાર દરેક પદને પામવામાં, તે પદ શોભાવીને તેને સર્વથા યોગ્ય બની રહેવામાં તેમણે નિષ્ઠા દાખવી છે અને ભારે પરિશ્રમ પણ કર્યો છે. આ સઘળું પ્રાપ્ત કરવામાં તેમણે આસપાસના સંબંધિત સૌ કોઈનો સદ્ભાવ પણ મેળવ્યો છે. યુનિવર્સિટીમાં શિક્ષણકાર્ય અને ગુજરાત સમાચારમાં કટારલેખનથી તેઓ સુકીર્તિત તો બની 252 કુમારથી પદ્મશ્રી કુમારપાળ દેસાઈ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy