________________
ટોચના અખબારમાં કંઈ લખવાનું હોય કે દેશ-વિદેશમાં મનનીય પ્રવચનો આપવાનાં હોય ત્યાં ડૉ. કુમારપાળ દેસાઈની યશસ્વી સિદ્ધિ, યશસ્વી કીર્તિ અને યશસ્વી સરળતાનો સૌને અનુભવ થયા વિના રહે જ નહીં. આ તેમના ઉચ્ચકોટિના સંસ્કાર, પરિવાર અને જ્ઞાનને બધું આભારી છે.
ડૉ. કુમારપાળ દેસાઈના આ પ્રકારે પદ્મશ્રી' એવોર્ડથી વિભૂષિત થવાનો મંગલ અવસર સમાજના અભ્યાસુ, જિજ્ઞાસુ એવાં આપણાં તમામ ક્ષેત્રના ચિંતકોને પ્રેરણા આપતો શુભ અવસર બની રહો; માનવકલ્યાણ અને માનવસેવાના ઉદ્દેશોને ખૂબ બળ આપનારો બની રહો અને તેમનું સફળ અને સરળ જીવન સૌને માટે એક ઉમદા ઉદાહરણ બની રહો તેવી અનેકવિધ શુભેચ્છા વ્યક્ત કરીને શ્રી અણદાબાવા સેવા સંસ્થાન, જામનગર તરફથી ખૂબ ખૂબ શુભાશીર્વાદ પાઠવું છું.
જામનગરના પ્રસિદ્ધ અણદાબાવા સેવા સંસ્થાનના માર્ગદર્શક આચાર્ય, વેદાંતાચાર્ય
149
મહંત દેવપ્રસાદજી મહારાજ