________________
નવી ક્ષિતિજના
સર્જક
વાત છે ૧૯૮૪ની. ન્યૂયોર્ક શહેરમાં આવેલા જેને સેન્ટર ઓફ અમેરિકાએ પર્યુષણ વ્યાખ્યાનમાળા યોજવાનો વિચાર કર્યો. ન્યૂયોર્ક શહેરના આ જૈન સેન્ટરમાં અગાઉ પૂ. શ્રી સુશીલમુનિજી અને પૂ. ગુરુદેવ ચિત્રભાનુજી આવી ચૂક્યા હતા. આને પરિણામે પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે એક વાતાવરણ સર્જાયું હતું અને ન્યૂયોર્કનો સમગ્ર જૈનસમાજ એમાં ઉત્સાહભેર સામેલ થતો હતો. અમે ૧૯૮૪ની પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે કોને નિમંત્રણ આપવું તેની ચર્ચાવિચારણા કરતા હતા.
એક વાત તો એ હતી કે જૈન સેન્ટર ઓફ અમેરિકા(ન્યૂયોર્ક)નાં પ્રવચનોમાં જૈન ધર્મના તમામ સંપ્રદાયોનાં ભાઈ-બહેનો એકસાથે મળીને ભાગ લેતાં હતાં. શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી કે તેરાપંથી એવા જુદા જુદા સંપ્રદાયને બદલે સહુ સાથે બેસીને જૈન ધર્મનાં વ્યાખ્યાનો સાંભળતાં હતાં, આથી અમે એવી વ્યક્તિની શોધમાં હતાં કે જે કોઈ સાંપ્રદાયિક સંકુચિત વિચારસરણી ધરાવતા ન હોય. જો વ્યાખ્યાનોમાં અમુક સંપ્રદાયની વિચારધારાને જ માત્ર પ્રાધાન્ય મળતું હોય તો તેનાથી સમાજમાં ભેદભાવ ઊભા થાય અને નાનો સમૂહ વીખરાઈ જાય. આથી ધર્મનાં મૂળ તત્ત્વોને સમજાવનારી અને વ્યાપક દૃષ્ટિ ધરાવનારી વ્યક્તિની અમે શોધ કરતા હતા, કે જેમની પાસેથી ન્યૂયોર્કના શ્રોતાજનોને વૈશ્વિક અને આધુનિક સંદર્ભમાં ધર્મનાં સનાતન
નગ્નેશ શાહ
ડા6