Book Title: Jain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Author(s): Kavin Shah
Publisher: Shrutnidhi Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/001797/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો 'સ્વરૂપ અને સમીક્ષા ડૉ. કવિન શાહ વેલિ રાસા ભાસ લાવણી. પવાડો સલોકો. • પ્રકાશક છે મૃતનિધિ ૩૦૩, બાલેશ્વર ક્વેર, ઈસ્કોન મંદિર, | સરખેજ ગાંધીનગર હાઈવે, અમદાવાદ Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા જ્ઞાન પ્રકાશ કરનાર છે. તપ શુદ્ધિ કરનાર છે સંયમ રક્ષણ કરનાર છે (આવતાં નવાં કર્મોને રોકનાર છે.) આ રીતે જ્ઞાન, તપ અને સંયમ-ત્રણેના યોગથી જિનશાસનમાં મોક્ષ કહ્યો છે. (ચંદા વિજ્ઞાપયન્ના ગા-૮૦) • લેખક • ડૉ. કવિન શાહ પ્રકાશક છે શ્રુતનિધિ ૩૦૩, વાલેશ્વર સ્ક્વેર, ઇસ્કોન મંદિર, સરખેજ ગાંધીનગર હાઈવે, અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ Jain Sahityana Kavya Prakaro Swarup ane Samiksha જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા પ્રથમ આવૃત્તિ, સંવત ૨૦૬૪, કાર્તિક પૂર્ણિમા પ્રત : ૫૦૦ કિંમત : રૂ. ૪૦૦/ પ્રકાશક : કૃતનિધિ ૩૦૩, વાલેશ્વર જ્વર, ઇસ્કોન મંદિર, સરખેજ ગાંધીનગર હાઈવે, અમદાવાદ પ્રાપ્તિસ્થાન : ઋતનિધિ ૩૦૩, વાલેશ્વર જ્વર, ઇસ્કોન મંદિર, સરખેજ ગાંધીનગર હાઈવે, અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ 0 શ્રત ભક્તોની આર્થિક સહાયની અનુમોદના મુખ્ય આર્થિક સહાયક : શારદાબહેન ચીમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર અમદાવાદ, ભદ્રંકર પ્રકાશન ટ્રસ્ટ-પાટણ. પ્રેરક : પ.પૂ. શ્રી વજસેવિજ્યજી મ.સા. • શ્રી અંચલગચ્છ જૈન શ્વેતાં. સંઘ વડોદરા, પ્રેરક : શ્રુતપ્રેમી પૂ. મુનિરાજશ્રી સર્વોદયસાગરજી. શ્રી શાસન સમ્રાટ (નેમિસૂરિજી) શ્વેતાં. મૂર્તિ. તપાગચ્છ જૈન સંઘ, મુલુંડ (વેસ્ટ) મુંબઈ. પ્રેરક : પ.પૂ. વિનયવંત સાધ્વીજી રણયશાશ્રીજી. • હેમલબહેન પ્રદીપકુમાર સલોત-જુહૂ સ્કીમ પ્રેરક : પ.પૂ. વિનયવંત સાધ્વીજી રણયશાશ્રીજી. • ગં. સ્વ. શાંતાબહેન ગુલાબચંદ શાહ, બીલીમોરા હા. પ્રકાશભાઈ. • સૂચિતકુમાર મયંકભાઈ શાહ, અમલસાડ. • : Page #5 -------------------------------------------------------------------------- ________________ ઋણ સ્વીકાર 强强强强强强强强强强强强强强 જૈન સાહિત્યના કાવ્યપ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા પુસ્તકમાં ગુરુકૃપા આશીર્વાદ અને સહયોગનો આભાર અને ભાવપૂર્વક અનુમોદના. – પ.પૂ. આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજી, પ.પૂ. આ.શ્રી મુનિચંદ્રસૂરિજી પ.પૂ.આ.શ્રી પદ્મયશસૂરિજી, પ.પૂ.આ.શ્રી છે શીલચંદ્રસૂરિજી પ.પૂ. મુનિવર્ય સર્વોદયસાગરજી, પ.પૂ. ઉપા. ભુવનચંદ્રજી મ.સા. પૂ.મુનિશ્રી અજયસાગરજી છેઆદિ. – પ.પૂ. સાધ્વીજી વિરાગરશાશ્રીજી, વૈર્યશાશ્રીજી, શાશ્વતયશાશ્રીજી. - શ્રી કૈલાસસાગરસુરિ જ્ઞાનમંદિર કોબા, મનોજ છે. જૈન અને દિલાવરભાઈ - આત્મારામજી જૈન જ્ઞાનભંડાર, વડોદરા. – ચિંતામણિ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર, નવસારી. - ડૉ. કાંતિભાઈ બી. શાહ, ડૉ. જયાનંદ જોશી, ડૉ. વીરસિંહ ચૌધરી, ડૉ. અભય-દોશી, પ્રાકૃત ભારતી અકાદમી, જયપુરના માનદ્ નિયામક મહામહોપાધ્યાય હું વિનયસાગરજી. રાજેન્દ્રપ્રસાદ આર. ગાંધી 關强强强强强强强强强强强强够强强强强强强强强强强强强强强 强强强强强强强强强强强强强强强强强强强强强强强强强强 Page #6 -------------------------------------------------------------------------- ________________ આવકાર...અંતરના ઉમળકાભર–આવકાર જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો :- સ્વરૂપ અને સમીક્ષા.” આ પુસ્તકનું નામ જ હૈયામાં અનેરા સ્પંદનો પેદા કરે છે. ગંભીર અને તલસ્પર્શી અથવા સંશોધનાત્મક એવું સાહિત્ય લગભગ હાલમાં બહુ ઓછું જોવા મળે છે. એવા અવસરે આવું ઉત્તમ સર્જન થાય. એ હકીકત મનને આનંદિત કરે છે. સંશોધનાત્મક સાહિત્યમાં સારું એવું ખેડાણ કરી ચૂકેલા ડૉ. કવિન શાહ આ વખતે એક નવા જ પ્રકારના ગ્રંથનું સર્જન કરીને આપની સાથે ઉપસ્થિત થયા છે. એનો આનંદ અનેરો અને ગૌરવપ્રદ પણ છે. આ પુસ્તકમાં તેઓશ્રીએ મુખ્ય વિભાગો પાડીને આપણને વિષયનું અવગાહન કરવા માટે ઘણી સરળતા કરી આપી છે. સ્વરૂપલક્ષી કાવ્ય પ્રકારો અને વસ્તુલક્ષી કાવ્યપ્રકારો. એમ બે વિભાગમાં વિવિધ કાવ્ય પ્રકારોની માહિતી દષ્ટાંત સહિત વિગતો આપી છે. વસ્તુલક્ષી કાવ્યોમાં ભક્તિપ્રધાન, છંદ મૂલક, સંખ્યામૂલક ઉપદેશ પ્રધાન કાવ્યપ્રકારોનો પરિચય આપવામાં આવ્યો છે. પ્રકીર્ણ વિભાગમાં અપરિચિત કાવ્ય પ્રકારોની દૃષ્ટાંત સાથે માહિતી આપવામાં આવી છે. આમાં પણ પ્રકીર્ણ વિભાગના કાવ્ય પ્રકારોનું નવુ સંશોધિત થાય એને ખૂબ જ જરૂરી છે. આવું કાર્ય કરવા કોઈ તૈયાર થાય અને કરે તો તેમાંથી કાવ્ય સાહિત્યની સમુદ્ધિનો વિશેષ પરિચય ચોક્કસ મળે તેમ છે. કાવ્ય પ્રકારની માહિતી આપતું અને ખૂબ જ મહેનત કરીને તૈયાર કરેલું એવું આ વિષયનું એક તદ્દન આગવું પુસ્તક પહેલી વાર પ્રગટ થાય છે. જૈન સાહિત્યના અભ્યાસ અને સંશોધન માટે વિશિષ્ટ ભોમિયા જેવું આ પ્રકાશન છે. આવું વિશિષ્ટ આગવું પુસ્તક પ્રકાશિત કરીને સંઘને ચરણે અર્પણ કરવામાં નિમિત્ત સ્વરૂપ લેખક પ્રકાશક સહાયક આર્થિક સહયોગી અને સૌએ ઉમદા પ્રકારનું પોતાનું કર્તવ્ય અદા કર્યું છે. ખરા અર્થમાં તેઓ સૌ ધન્યવાદને પાત્ર છે. શુભેચ્છા અને અનુમોદના સહ લેખકને આવકારતાં હર્ષની લાગણી અનુભવી વિરમું છું. લિ. આચાર્ય વિજયરત્નભૂષણસૂરિ જુહૂસ્કીમ, મુંબઈ (કાર્તિક પૂર્ણિમા) ૨૦૬૪ Page #7 -------------------------------------------------------------------------- ________________ | નમો નમઃ શ્રી ગુરુ વિક્રમસૂરયે // ગુરુદેવ આચાર્યશ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.નો મિતાક્ષરી પરિચય જિન શાસનના તીર્થ પ્રભાવક આ. શ્રી વિક્રમસૂરિજીની જન્મભૂમિ વડોદરા જિલ્લાનું છાણી ગામ છે. છાણી ગામની પુણ્યવંતી ભૂમિમાંથી ઘણા સાધુ-સાધ્વીજીઓ દીક્ષિત થયા છે એવી ભૂમિના એક પનોતા પુત્ર વિક્રમસૂરિજી સંવત ૧૯૭૨ના જેઠ સુદ ૫ જનમ્યા. પૂર્વ જન્મના પુણ્યોદયે દીક્ષાની શુભ ભાવનાથી પુત્ર બાલુ અને પિતાશ્રી છોટાલાલે ગૃહત્યાગ કર્યો અને પૂ.આ. લબ્ધિસૂરીશ્વરજી પાસે માતાની સંમતિથી સં. ૧૯૮૬માં જેઠ સુ. ૩ના રોજ ચાણસ્મામાં દીક્ષા અંગીકાર કરી, પુત્ર બાલ વિક્રમવિજય અને પિતાશ્રી છોટાલાલ મુક્તિવિજય નામથી મોક્ષમાર્ગના યાત્રી બન્યા. ગુરુની નિશ્રામાં સંયમને અનુરૂપ ધાર્મિક અભ્યાસ, ૪૫ આગમ તર્ક અને ન્યાયનો અભ્યાસ કર્યો હતો. સંવત્ ૨૦૧૧માં માગશર સુ. ૬ ના રોજ સિદ્ધગિરિની શીતળ છાયામાં પૂ.આ.ભ. ભુવનતિલકસૂરિ મ.સા.ની નિશ્રામાં પન્યાસ પદવીથી વિભૂષિત કર્યા હતા. સંવત્ ૨૦૧૧ના વૈશાખ સુ. ૬ના રોજ સંગમનેરમાં (મહારાષ્ટ્ર)માં આચાર્ય પદ પ્રદાનથી અલંકૃત કર્યા અને વિક્રમવિજય-વિક્રમસૂરિના નામથી ખ્યાતિ પામ્યા. પૂજ્યશ્રીએ ભક્તામર સ્તોત્રની સતત ૧૮ વર્ષ સુધી આરાધના કરીને સિદ્ધ કર્યું હતું. વિપત્તિના સમયે આ સ્તોત્રના પ્રભાવથી સર્વ પ્રકારની અનુકૂળતા થતી હતી. ભક્તામર પૂજન વિધાન પૂ.શ્રીએ જિનશાસનને આપેલું એક અણમોલ ભેટયું છે. આજે ગામે ગામ મંગલ પ્રભાતે ભક્તામર સ્તોત્રનું સમૂહ પઠન કરીને ભાવિક ભક્તો ભક્તિમાં તલ્લીનતા સાધે છે. આ ભક્તામરના પ્રથમ પૂજન વખતે એક સાધ્વીજી મ.સા.ના અટકી ગયેલા બન્ને પગ અને સૂકાઈ ગયેલી નસો. ચમત્કારિક રીતે નવચેતન પામી અને સંપૂર્ણ આરામ થયાની ઘટના ઘટી હતી. ત્યારથી ૨૦ કિ.મી.નો વિહાર કરે છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂ. શ્રી ના શાસન પ્રભાવક કાર્યોની ઝાંખી કરાવતી માહિતી નીચે પ્રમાણે છે. પૂ. શ્રી ની નિશ્રામાં નીકળેલા છરી પાલિતના સંઘ (૧) સિકન્દ્રાબાદથી સમેતશિખરજી ૬ માસનો (૨) કલકત્તાથી વાયા સમેતશિખરજી થઈ પાલીતાણા ૨૦૧ દિવસ (૩) બીજાપુરથી કુલપાકજી (૪) બાલાપુરથી અંતરીક્ષજી (૫) જાલનાથી અનંતરીક્ષજી (૬) અમદાવાદથી પાલીતાણા (૭) સેલમથી પુડલતીર્થ (મદ્રાસ) વગેરે સંઘો સંઘયાત્રાના ઇતિહાસમાં ચિર સ્મરણીય સ્થાન પામ્યા છે. સંવત્ ૨૦૧૮ના વૈશાખ સુ. ૬ના રોજ સકળ સંઘ સમક્ષ પૂ.આ.ભ. જયવંતસૂરિ મ. સાહેબે તીર્થ પ્રભાવક પદપ્રદાનથી અંલકૃત કર્યો હતા. પૂ.શ્રીની નિશ્રામાં સં. ૨૦૨૪ના ચાતુર્માસમાં મદ્રાસમાં ૧૨૦૦ની અઢાઈ તપશ્ચર્યા થઈ હતી. સંવત્ ૨૦૪૦ના ખંભાતના ચાતુર્માસમાં ૧૦૮ મા ખમણની ઉગ્ર તપશ્ચર્યા સંઘમાં થઈ હતી. અને આ તપસ્વીઓને સમેતશિખર મહાતીર્થની યાત્રા કરાવવામાં આવી હતી. જિનેન્દ્ર ભક્તિ મહોત્સવથી આ પ્રસંગે ભક્તિનો રંગ જામ્યો હતો. “તપસ્યા કરતાં હો ડંકા જોર બજાયા હો.”ની ઉક્તિ ચરિતાર્થ થઈ હતી. પૂ. ગુરુદેવ શ્રીની પ્રેરણા અને કૃપાથી પૂ.સા. ગીત પ્રજ્ઞાશ્રીજી અને દીપયશાશ્રીજીએ પાંચ વર્ષમાં ૨૦ માસખમણની ઉગ્ર તપશ્ચર્યા કરી તપ ધર્મનો જય જયકાર થયો હતો. પૂ.શ્રીની નિશ્રામાં અંજનશલાકા પ્રતિષ્ઠા, જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ, ઉપધાન તપ, શાખતી ઓળીની આરાધના, દીક્ષા અને પદવી દાન સમારોહ, તીર્થયાત્રા, જેવા સુકૃતો સ્વપરના કલ્યાણાર્થે થયાં હતાં. સર્વ સુકૃતની જેટલી અનુમોદના કરીએ તેટલી ઓછી છે. પૂ. શ્રીએ ગુરુવર્ય આ. લબ્ધિસૂરીશ્વરજીની સાથે રહીને દ્વાદશાર, નયચક્ર ગ્રંથોનું સંપાદન કરીને સંસ્કૃતમાં પ્રસ્તાવના સુંદર લખી છે. શ્રુતજ્ઞાનના વિકાસમાં ગુજરાતીમાં તત્વાર્થ સૂત્રના પાંચમા અધ્યયનનું વિસ્તારથી વિવેચન લખ્યું છે તે અધ્યયન ન્યાયથી ભરેલું છે. માદરે વતન છાણીમાં ચાતુર્માસ દરમિયાન માતાની ઇચ્છા પૂર્ણ થાય તે રીતે માતાને અંત સમયે પૂ.શ્રીએ નમસ્કાર મહામંત્રની આરાધના કરાવી હતી અને માતાનું સમાધિ મરણ થયું હતું. પૂ.શ્રીના વચન સિદ્ધિનાં અન્ય પ્રસંગો પણ યાદગાર બન્યા છે. પૂ.શ્રીની વાણીના નમૂનારૂપે વિચારીએ તો તમે વચન પાળો, વચન તમોને પાળશે, શાસ્ત્રો આત્મ સમાધિ માટે છે. શાસ્ત્રો મૈત્રી ભાવનાના વિસ્તાર માટે છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ८ શાસ્ત્રો સમતાની સાધના માટે છે. આજે શાસ્ત્રો અંગે વિવાદ ચાલે છે પણ તત્ત્વ ભૂલી ગયા છે. પૂ. શ્રીની પ્રેરણાથી ભરૂચ તીર્થનો તીર્થોદ્ધાર થયો. ભરૂચ તીર્થમાં જિનાલયનું નિર્માણ થયું છે. તથા વિશ્વનું સહુ પ્રથમ શકુનિકા વિહાર ભક્તામર મંદિર જિનાલયના ભોંયરામાં સાકાર થયેલ છે. તે આખુ જિનાલય અત્યંત દર્શનીય છે. પૂ.શ્રીના જીવનના અંતિમ દિવસો અમદાવાદમાં ધરણીધર પાસે ગૌરવ બંગલામાં પસાર થયા હતા. પૂ.શ્રીનું ૨૦૪૨ના રોજ દિવાળીના દિવસે સ્વર્ગારોહણ થયું હતું. અંત સમયે પ્રસન્નતા અને પૂર્ણ સમાધિ સાથે જીવનદીપ બુઝાયો અને સૌને પ્રસન્નતાનો શુભ સંદેશ પ્રાપ્ત થયો હતો. પૂ.શ્રીની સ્મૃતિમાં અગ્નિ સંસ્કાર સ્થળે શાંતિનગર અમદાવાદમાં ગુરુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તથા પાલીતાણા કંચનગિર આદિ અનેક સ્થળોએ ગુરુમંદિર નિર્માણ પામ્યા છે. નામ વિક્રમ અને કામ પણ વિક્રમ સર્જક પૂ.શ્રીની ઉદારતા, સૌમ્યતા, જ્ઞાનોવાસના, સરાગ સંયમ, રત્નત્રયીની વિશુદ્ધ આરાધના, સ્વ-પરના કલ્યાણની ઉદાત્ત ભાવના, પરમ વાત્સલ્ય ભાવ, સિદ્ધાંત અને સંયમ નિષ્ઠા જેવા કાર્યો અને ગુણોની સમૃિદ્ધિ ભાવિક ભક્તોને ભેટ ધરી છે. જેનાથી ભક્તો ગુરુદેવ વિક્રમસૂરિજીને વારંવાર વંદન કરીને કૃતકૃત્યતા અનુભવે છે. જૈન સશાસન જયવંતુ વર્તે છે આવા યુગ પ્રવર્તક આચાર્ય ભગવંતોના પુણ્ય પ્રતાપથી. પૂ. ગુરુદેવશ્રીને કોટિ કોટિ વંદન સંદર્ભ :- વિક્રમગુરુની અમર કહાની. (પૂ. આ.ભ. પદ્મયશસૂરિ મ.સા.ના આર્શીવાદથી) સંકલન : ડૉ. કવિન શાહ બીલીમોરા Page #10 -------------------------------------------------------------------------- ________________ સિક ર ક ક ક ક ક ક ક શ સ ચ ર ર ર ર ર ર ર 张*** અર્પણ પત્રિકા ** **弟******* અહિંસા, સંયમ અને તપ જેવા સર્વોત્તમ ધર્મારાધક, તીર્થ અને શાસન પ્રભાવક, સૌમ્યમૂર્તિ, ધ્યાનસ્થ મુખમુદ્રા વાતસલ્ય ઝેરતાં નયનો, વાણીની મધુરતા, ત્રિકાલસૂરિ મંત્રારાધક મહાત્મા અદિ ગુણાલંકૃત મુમુક્ષુ પ.પૂ. આચાર્યદેવશ્રી વિક્રમસૂરિશ્વરજીના મહારાજાના સગુણોની ચિરંજીવ સ્મૃતિ અને અનુમોદનાર્થે. જૈન સાહિત્યના કાવ્યપ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા પુસ્તક સદ્ભાવના અને ગુરુભક્તિથી પ્રેરાઈને પૂ.શ્રી ગુરુવર્યના કર કમળમાં સાદર અર્પણ. Page #11 -------------------------------------------------------------------------- ________________ પ.પૂ. શાસન પ્રભાવક સૌમ્યમૂર્તિ આચાર્યદેવ વિક્રમસૂરીશ્વરજી મહારાજા તીર્થ પ્રભાવકપદ (સમેતશિખરજી) સં. ૨૦૨૮ વૈશાખ શુ. ૬ જન્મસ્થળ છાણી સં. ૧૯૭૨, જેઠ શુદ-૫ દીક્ષા ચાણસ્મા સં. ૧૯૮૬ જેઠ શુદ ૩ પંન્યાસ પદ-પાલિતાણા સં. ૨૦૧૧, માગશર શુદ-૬ આચાર્યપદ સંગમનેર (મહા) સં. ૨૦૨૧ વૈશાખ શુદ-૬ સ્વાર્ગારોહણ અમદાવાદ સં. ૨૦૪૨ આસો વદ અમાસ Page #12 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયીની આરાધનાની અનુમોદના પ.પૂ. શાસન સમ્રાટુ નેમિસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયનાં પ્રતિબોધ કુશલા ૫.પૂ. સાધ્વીજી 强强强强强强强强强强强强强强强强强强强强强强强强强强强强强强 શ્રી પ્રવિણાજી મ.સા.ની તૃતીય પુણ્ય તિથિની સ્મૃતિ અને પૂ.શ્રીની વિનયવંત શિષ્યા પૂ. રયણયશાશ્રીજી અને એમની શિષ્યા પૂ. ગીતાયશાશ્રીજી પૂ. વીતરાગયશાશ્રીજી, પૂ. શાશ્વતયશાશ્રીજી આદિના સદુપદેશથી અનુમોદના સૌજન્ય દાતા : પ્રદીપકુમાર આર. સલોત અ.સૌ. જૈમિનીબહેન પી. સલોત નિશીથ કુમાર પી. સલોત હેમલબહેન પી. સલોત જુહૂ સ્કીમ, મુંબઈ Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના રત્નત્રયીના આરાધક, મુમુક્ષુ ૫.પૂ. આચાર્ય રત્નભૂષણસૂરિ મ.સા.નો સં. ૨૦૬૧ના મહાવીર જન્મ કલ્યાણકને દિવસે બીલીમોરામાં સંપર્ક થયો હતો અને પૂ.શ્રીએ જૈન કાવ્ય પ્રકારો વિશે પુસ્તક લખવા માટે સૂચના કરી હતી. ત્યાર પછી પ.શ્રીની પ્રેરણા અને કૃપાથી કાર્યારંભ કરીને જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો – સ્વરૂપ અને સમીક્ષા પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે. જૈન સાહિત્યની વૈવિધ્યપૂર્ણ કાવ્યસૃષ્ટિ કોઈ એક પુસ્તક નથી. માત્ર કાવ્ય પ્રકારોની નોંધ મળે છે. મો.દ. દેસાઈએ જૈન ગૂર્જર કવિઓ ભા-૭માં કાવ્યપ્રકારોનો ઉલ્લેખ કર્યો છે. શ્રી અગરઅદિજી નાહટાએ (બિકાનેરવાસી) જૈન કાવ્યો કી રૂપ પરંપરા પુસ્તક પ્રગટ કર્યું છે. તેમાં સ્વરૂપલક્ષી૧૫ કાવ્યપ્રકારો વિશે માહિતી ઉપલબ્ધ થાય છે નાહટાજીએ એમના પુસ્તકમાં નાના-મોટા ૧૧૭ કાવ્ય પ્રકારોની સૂચી આપી છે અને તેમાંના ૮૦ કાવ્ય પ્રકારોની સામાન્ય માહિતી દર્શાવી છે મો-દ-દેસાઈ અને નાહટાજીના કાવ્યપ્રકારોની સૂચીને આધારે જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોનું વર્ગીકરણ કરીને કાવ્ય પ્રકારોની સદૃષ્ટાંત માહિતી અને સમજૂતી આપવામાં આવી છે. મો.દ. દેસાઈએ ઐતિહાસિક, જ્ઞાનાત્મક અને કથનાત્મક એમ ત્રણ પ્રકારનું વર્ગીકરણ કર્યું છે. મેં વર્ગીકરણ માટે નીચે પ્રમાણે માહિતી તૈયાર કરીને પ્રગટ કરી છે. મુખ્યત્વે બે પ્રકારમાં સમગ્ર કાવ્ય પ્રકારોનું વિભાવન કરવામાં આવ્યું છે. ૧. સ્વરૂપલક્ષી કાવ્ય પ્રકારો - તેમાં દરેક કાવ્ય પ્રકારનાં વિશિષ્ટ લક્ષણો છે અને કૃતિઓમાં આ લક્ષણો ઓછેવત્તે અંશે ચરિતાર્થ થયાં છે એટલે કાવ્ય પ્રકારના સ્વરૂપનો વિકાસ સમજવા આ માહિતી ઉપયોગી છે. ૨. વસ્તુલક્ષી કાવ્ય પ્રકારોમાં સ્વરૂપની સાથે વસ્તુની અભિવ્યક્તિ મહત્વની ગણાય છે તેમાં ભક્તિપ્રધાન ઉપદેશાત્મક જ્ઞાનાત્મક, છંદમૂલક, અને સંખ્યામૂલક એમ ચાર વિભાગ કરવામાં આવ્યા છે. ભક્તિ પ્રધાન કાવ્ય પ્રકારોમાં વિવિધ રીતે પ્રભુ ભક્તિ થાય છે તે બધા જ કાવ્યપ્રકારોના સમાવેશ કર્યો છે. તેમાં મુખ્યત્વે પ્રભુ ભક્તિ ગુણગાન અને મહિમા ગાવામાં આવ્યો છે. ઉપદેશાત્મક કાવ્ય પ્રકારોમાં પ્રત્યક્ષ ઉપદેશનું લક્ષણ કેન્દ્ર સ્થાન છે. તેમાં માનવ સમુદાયને ઉપદેશ આપવામાં આવ્યો છે. સાંપ્રદાયિક સાહિત્યમાં ઉપદેશનું લક્ષણ બધા જ કાવ્ય પ્રકારોમાં સર્વ સામાન્ય છે. પણ અન્ય કાવ્ય પ્રકારોમાં પરોક્ષ રીતે ઉપદેશનું લક્ષણ સ્થાન ધરાવે Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૩ છે પાત્ર-પ્રસંગ કે ગુરુવાણી દ્વારા આ લક્ષણ કાર્યરત બન્યું છે. જ્ઞાનાત્મક કાવ્ય પ્રકારોમાં જૈન દર્શનના સિદ્ધાંતો અને આગમ તેમજ અન્ય ગ્રંથોના વિચારો વિવિધ રીતે સ્થાન ધરાવે છે. તે ઉપરથી જ્ઞાનમાર્ગની ઉપયોગીતા સિદ્ધ થાય છે. તેમાં માત્ર જ્ઞાન-માહિતી નથી પણ સિદ્ધાંતોની અનુસરણથી દુર્લભ માનવ જન્મ સફળ થયો છે તેવાં દષ્ટાંતોનો સૂચક રીતે ઉલ્લેખ થયો છે. ઉપદેશાત્મક કાવ્ય પ્રકારો સમાન જ્ઞાનાત્મક કાવ્ય પ્રકારો ઉપરાંત અન્ય કાવ્ય પ્રકારોમાં પણ ઓછેવત્તે અંશે જ્ઞાનમાર્ગનું અનુસરણ થયું છે. છંદમૂલક કાવ્યપ્રકારો : ગદ્ય-પદ્યનો ભેદ રચના રાતિથી સમજાય છે. કાવ્યમાં ગેયતા લલિત-મંજુલ પદાવલી પ્રકારો : ગંભીરતા રસ ઊર્મિ છંદ અલંકાર જેવાં લક્ષણો હોય છે. કવિઓએ કાવ્ય રચનામાં વિવિધ છંદો અક્ષરમેળ માત્રામેળ શાસ્ત્રીય રાગ અને દેશીઓનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. એટલે છંદને અનુલક્ષીને કાવ્ય પ્રકારોનું વિભાજન કરવામાં આવ્યું છે. સંખ્યામૂલક કાવ્યપ્રકારોની રચના સંસ્કૃત ભાષાના પ્રભાવથી થઈ છે એમ સ્પષ્ટ સમજાય છે દા.ત. ચતુર્વિશતિ ચોવીશી વિશતિ–વીસી-એ રીતે કાવ્યોની રચના થઈ છે આ મળ્યો જ્ઞાનાત્મક, ઉપદેશાત્મક, ભક્તિ પ્રધાન છે પણ તેમાં કડીઓની સંખ્યા મહત્વની છે. વીશીમાં ૨૦ ચોવીશીમાં-૨૪ બત્રીશીમાં ૩૨, છત્રીશીમાં-૩૬ એમ કડીઓની સંખ્યાને આધારે વિભાજન કરવામાં આવ્યું છે. કાવ્યપ્રકારોના વિભાજનમાં પ્રકીર્ણ કાવ્ય પ્રકારોની સંખ્યા વધુ છે. આ અલ્પ પરિચિત કાવ્ય પ્રકારો અને તેને લગતી કૃતિઓ મોટે ભાગે હસ્તપ્રત અને અલ્પ પ્રમાણમાં પ્રકાશિત થયેલ છે. એટલે આ વિભાગનાં કાવ્ય પ્રકારો કાવ્યરસિક, જિજ્ઞાસુ ભક્તોને વિશેષ સંશોધન કરવા માટે માર્ગદર્શક બને તેમ છે. મોટે ભાગે પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના કાવ્ય પ્રકારોને અનુલક્ષીને કૃતિઓ રચાઈ છે. તેમાં ગુજરાતી ભાષાની પણ કૃતિઓનો સમાવેશ થાય છે જૈન સાહિત્યના કાવ્યપ્રકારો સંસ્કૃત-પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના પ્રભાવથી સર્જાયા છે. તેમાં પણ પ્રાકૃત-મારવાડી-ગુજરાતી ભાષાનું પણ મિશ્રણ થયું છે. અત્રે કાવ્ય પ્રકારોની સંક્ષિપ્ત માહિતી આપી છે. નામોલ્લેખ કર્યો નથી. પ્રકરણ રથી ૭માં તમામ કાવ્યપ્રકારોનો નામોલ્લેખ, સંબંધિત કૃતિની માહિતી અને પ્રકાર વિશે વિગતો આપી છે. એટલે આ ભૂમિકાને આધારે જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોની વિરાટ સૃષ્ટિમાં જ્ઞાનાનંદ ભક્તિમાં રસલીન થવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. નામોલ્લેખ કરેલી કૃતિઓની ટૂંકી માહિતી આપી છે. વિશેષ જિજ્ઞાસા માટે મૂળ કૃતિઓનો અભ્યાસની ભલામણ કરવામાં આવે છે. કાવ્યાનંદ આત્માનંદનો એક વિશિષ્ટ પ્રકારનો પર્યાય છે. સહૃદયી વાચકો આ પ્રકારના આનંદથી કર્ત નિર્જરામાં પણ નિમિત્તરૂપ બને તેવી ક્ષમતા છે. કેટલાક કાવ્ય પ્રકારો વિશે સ્વતંત્ર સંશોધન માટે પુસ્તક પ્રગટ કરવામાં આવ્યાં છે. તે ઉપરથી વધુ વિગતો પ્રાપ્ત થઈ શકે તેમ છે. દા.ત., હરિયાળી, લાવણી, ગઝલ, પાત્રાલેખ, હાલરડાં, ગીતા, વગેરેનાં પુસ્તકોના અંત ભાગમાં સંદર્ભ સૂરી આપી છે તે પુસ્તકોમાંથી વિસ્તૃત માહિતી મળી શકશે. - ભક્તિપ્રધાન, સંખ્યામૂલક, છંદમૂલક, ઉપદેશાત્મક અને જ્ઞાનાત્મક કાવ્યપ્રકારો જૈન સાહિત્યમાં લોકપ્રિય છે પણ આ અંગેની પૂર્ણ માહિતી નહિ હોવાથી પ્રભુ ભક્તિ અને આવશ્યક Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ક્રિયાઓમાં ભાવોલ્લાસ પ્રગટ થતો નથી એટલે આ કાવ્યપ્રકારોનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી તમામ ક્રિયાઓ અમૃત સમાન ફળદાયી નીવડે તેવી પૂર્ણ શક્યતા છે. જ્ઞાન અને ક્રિયાઓ સમન્વય સધાય એટલે આત્મ વિકાસની દિશા પ્રતિ પદાર્પણ થાય અને તેના વિશેષ પુરુષાર્થથી આત્મા મોક્ષમાર્ગનો યાત્રિક બને છે. લોકોની રુચિ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. તેમાં પણ કાવ્યરુચિવાળા ભક્તો ઓછા છે છતાં કાવ્યપ્રકારોનું જ્ઞાન પ્રાપ્ત થાય તો રુચિનો વિકાસ થાય અને ગાગરમાં સાગર સમાય એ ન્યાયે વિશેષ રીતે જ્ઞાનપ્રાપ્ત થઈ શકે છે. કાવ્ય પ્રકારો ઉપરાંત જૈન સાહિત્યમાં સંશોધન કરવા લાયક વિષયોની સૂચી આપવામાં આવી છે. વિદ્વાનો જ્ઞાનમાર્ગના ભક્તો અને સાહિત્યપ્રેમી વર્ગને આ સૂચી ઉપયોગી નીવડે તેવી છે અને આ ક્ષેત્રમાં કાર્ય કરવાથી જ્ઞાનના ક્ષયોપશમની સાથે શ્રુત ભક્તિનું ચિરસ્મરણીય સુકૃત લેખાશે. કાવ્ય પ્રકારોના અભ્યાસથી જાણવા મળે છેકે પૂર્વાચાર્યોએ પોતાના દૈનિક જીવનની આવશ્યકક્રિયા સાથે સર્વ સાધારણ જનતાને જૈનધર્મના વિવિધ સિદ્ધાંતોને કાવ્ય રચના દ્વારા સાચું જૈનત્વ પ્રાપ્ત કરવા માટે મહાન સુકૃત કર્યું છે. સંસ્કૃત-પ્રાકૃત કે અપભ્રંશ ભાષાનું જ્ઞાન નહોય તેવા સર્વસામાન્ય લોકો ગુજરાતી ભાષા દ્વારા જ્ઞાનના વારસાને પામીને આત્મ કલ્યાણમાં પુરુષાર્થ કરે એવી શ્રુતજ્ઞાનની વિરાટ સૃષ્ટિમાં વિહાર કરવાનું શુભ નિમિત્ત આવી કૃતિઓથી પ્રાપ્ત થયું છે તો તેનો આત્મલક્ષી સ્વાધ્યાય કરવાનો અણમોલ અવસર વીતી જાય ત્યાર પહેલાં સહૃદયી વાચકો કાવ્ય સૃષ્ટિમાં વિહાર કરવા તત્પર થયે એમ માનું છું જ્ઞાનનો મહિમા અવર્ણનીય છે. જૈન સાહિત્યનો હેતુમાત્ર આનંદ પ્રાપ્તિનો નથી પણ મોક્ષ માર્ગની સાધનામાં ઉપયોગી આત્માના જ્ઞાન ગુણનો વિકાસ થાય અને પોતાનાં દર્શન, ચારિત્ર, ઉપયોગ, જ્યાં ગુણોનો પણ વિકાસ થતાં આત્મસિદ્ધિનો માર્ગ સહજ પ્રાપ્ત થાય છે એટલે આ પુસ્તકના વિચારો જ્ઞાન અને ભક્તિ દ્વારા આત્માના શુદ્ધ સ્વરૂપમાં રમણતા કેવળવવા માટે અમોઘ શસ્ત્ર છે સાધન અને સાધ્ય વિશે સાધક નિશ્ચિત બને પછી કાર્યસિદ્ધિ હાથ વેંતમાં આવી જાય છે. આ પુસ્તકના પ્રકાશન અંગે મુખ્ય આર્થિક સહયોગનો પ્રેરક ડૉ. જિતેન્દ્ર બી. શાહનો હૃદયપૂર્વક આભાર માનું છું. વિશેષ સંદર્ભ : જૈન ગૂર્જર કવિઓ ભા-૭ પા. ૧૬૭ પ્રાચીન કાવ્યોં કી રૂપ પરંપરા પા. ૨ ડૉ. કવિન શાહ Page #16 -------------------------------------------------------------------------- ________________ ડૉ. કવિન શાહ લેખકનો પરિચય • શાહ કવિનચંદ્ર માણેકલાલ (જન્મ સ્થળ : વેજલપુર, જ. તા. ૩૦-૩-૩૬) અભ્યાસ બી.એ. (ઓનર્સ), એમ.એ., બી.એડ.ટી.ડી. એલએલએમ. પી.એચડી ઈ. સ. ૧૯૫૫થી ૧૯૬૬ સુધી ગજેરા, ડેરોલ સ્ટેશન અને દેલોલ હાઈસ્કૂલમાં શિક્ષક • ઈ. સ. ૧૯૬૬થી ૧૯૯૬ સુધા ભાદરણ, ખંભાત, કપડવણજ અને બીલીમોરા કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે સેવા કરીને હાલ નિવૃત્ત. હળવા નિબંધો, કાવ્ય, વાર્તા અને ધર્મ-સંસ્કૃત વિષયક લેખો લખવાનો શોખ. જૈન સાહિત્યમાં સર્જન અને સંશોધન પ્રવૃત્તિ. જૈન સાહિત્યમાં પી.એચડી પદવી પ્રાપ્ત કર્યા બદલ ‘યશોભૂમિ સ્મારક ચંદ્રક વિજેતા (કવિ પંડિત વીરવિજયજી : એક અધ્યયન) • સાહિત્ય, સંસ્કૃતિ, શિક્ષણ, કાયદો એ સમાજસેવાનાં ક્ષેત્રોમાં અભિરુચિ અને સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન. ઈ. સ. ૧૯૭૦ના સપ્ટે.થી ૧૯૭૨ સુધીનો અઢી વર્ષનો અમેરિકાનો શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવાસ, એમ. એડ. (૧૯૭૨ જૂન), નોર્થ-ઈસ્ટર્ન યુનિ. બોસ્ટન, હેલિસ્ટન, વેલેન્ડ, પ્રોવિડન્સ, સ્મિગફીલ્ડ, ફોલરીવર, વેસ્ટ ન્યૂટન, વોલ્યુમ, ફેમિંગહામ, બરલિંગ્ટન, વૉશિંગ્ટન ડી.સી., ડેટ્રોઇટ, ફિલાડેલ્ફિયા, કેમ્બ્રિજ વગેરે સ્થળોમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મવિષયક વાર્તાલાપ. બાર વ્રતધારી શ્રાવકઃ નવલાખ નવકાર, ઉવસગ્ગહર અને લોગસ્સનો જાપ પૂર્ણ કરેલ છે. શ્રી વિશા નીમા જૈન સમસ્ત જ્ઞાતિ મંડળ, વેજલપુર જૈન સંઘ, બીલીમોરા જૈન સંઘ, જૈન સોશ્યલ ગ્રુપ-બીલીમોરા, દક્ષિણ ગુજરાત યુનિ. પ્રાધ્યાપક મંડળ-સુરત, વી.એસ. પટેલ કૉલેજ બીલીમોરા વગેરે સંસ્થાઓ દ્વારા સન્માનપત્ર શાળા-કૉલેજ અને સેવાકીય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં પ્રસંગોચિત્ત પ્રવચન અને વાર્તાલાપ. પત્ની સ્વ. કુસુમબહેન, કિરણ , અસ્તિ, કિંચિત (પુત્રો), (સ્વાતિ) શાશ્વતયશાશ્રીજી મ.સા. (પુત્રી). યશોભૂમિ સ્મારક ચંદ્ર, વીસા નીમા જૈન દીપક એવોર્ડ પ્રાપ્તિ 0 0 Page #17 -------------------------------------------------------------------------- ________________ ડૉ. કવિન શાહ લિખિત - સંપાદિત પુસ્તકોની યાદી ૧. બિંબપ્રતિબિંબ (કાવ્ય સંગ્રહ) ૨. લલ્લુની લીલા (કળવા નિબંધો) ૩. કવિરાજ દીપવિજય ૪. કવિ પંડિત વીરવિજયજી : એક અધ્યયન (મહાનિબંધનો સંક્ષેપ) ૫. શ્રાવક કવિ મનસુખલાલ (સંશોધન ગ્રંથ) ૬. જૈન સાહિત્યની ગઝલો ૭. ગઝલની સફર ૮. હરિયાળી સ્વરૂપ અને વિભાવના ૯. ફાગણ કે દિન ચાર (જૈન આધ્યાત્મિક હોળી ગીતો) ૧૦. નેમિવિવાહલો (હસ્તપ્રત સંશોધન) ૧૧. જૈન પત્ર સાહિત્ય ભાગ-૧ (મધ્યકાલીન) ૧૨. જૈન પત્ર સાહિત્ય ભાગ-૨ (અર્વાચીન) ૧૩. પૂછતા નર પંડિતા (પ્રશ્નોત્તર સંચય) ૧૪. બીજમાં વૃક્ષ તું (સંશોધન લેખ સંચય) ૧૫. લાવણી કાવ્ય સ્વરૂપ અને સમીક્ષા ૧૬. જૈન ગીતા કાવ્યોની પરિચય ૧૭. કાવ્ય શાસ્ત્ર વિનોદેન (આધ્યાત્મિક લેખ સંચય) ૧૮. સમેતશિખરવંદુ જિનવીશ. Page #18 -------------------------------------------------------------------------- ________________ આવકાર...અંતરના ઉમળકાસભર—આવકાર ગુરુદેવ આચાર્યશ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા.નો મિતાક્ષરી પરિચય પ્રસ્તાવના પ્રકરણ-૧ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ૫ દ ૧૨ ૧ ૭ ૧૦ ૧. રાસ-૧૦, ૨. પ્રબંધ-૧૬, ૩. પવાડો-૧૭, ૪. ‘ચર્ચરી’-૨૪, ૫. ભાસ-૩૩, ૬. વિવાહલો-૪૦, ૭. વેલિ-૪૭, ૮. ‘ધવલ'-૫૭, ૯. ફાગુ-૬૫, ૧૦. બારમાસાઋતુ કાવ્ય-૬૮, ૧૧. છંદ-૭૩, ૧૨. સલોકો-૮૨, ૧૩. દુહા-૯૪, ૧૪. પદ સ્વરૂપ-૯૮, ૧૫. હરિયાળી : કાવ્ય સ્વરૂપ-૧૦૫, ૧૬. ગઝલ : સ્વરૂપ વિધાન-૧૨૫, ૧૭. લાવણી-૧૪૮, ૧૮. રૂપક કાવ્ય-૧૫૯, ૧૯. હમચડી૧૬૩, ૨૦. પઘાત્મક લોકવાર્તા-૧૯૮ અનુક્રમણિકા મધ્યકાલીન કાવ્ય પ્રકારોની સંક્ષિપ્ત માહિતી પ્રકરણ-૨ જૈન સાહિત્યના સ્વરૂપલક્ષી કાવ્યપ્રકારો પ્રકરણ-૩ વસ્તુલક્ષી કાવ્યપ્રકારો ૧૭૩ ૨૧. કળશ-૧૭૩, ૨૨ સ્નાત્ર પૂજા-૧૭૭, ૨૩. જૈન પૂજા સાહિત્ય-૧૮૩, ૨૪. દેવવંદન-૧૯૪, ૨૫. ચૈત્યવંદન-૧૯૮, ૨૬. સ્તુતિ-૨૦૫, ૨૭. સ્તવન-૨૧૧, ૨૮. ઢાળિયાં-૨૧૭, ૨૯. વધાવા-૨૨૨, ૩૦. આરતી : સ્વરૂપ-૨૨૬, ૩૧. ગરબો ગરબી-૨૨૯, ૩૨. ગહુલી-૨૩૩, ૩૩. હાલરડું અને અન્ય રચનાઓ૨૩૯, ૩૪. ગીત-૨૪૩, ૩૫. સંઘયાત્રા-તીર્થમાળા-ચૈત્યપરિપાટી-૧-૨૫૩, ૩૯. થાળ-૨૫૫ પ્રકરણ-૪ ઉપદેશાત્મક કાવ્ય પ્રકારો ૨૬૧ ૩૭. માતૃકા-કક્કો-૨૬૧, ૩૮. હિતશિક્ષા-૨૬૬, ૩૯. સુભાષિત-૨૬૯, ૪૦. સજ્ઝાય-૨૭૦, ૪૧. જૈન ગીતા કાવ્યોનો પરિચય-૨૮૦ પ્રકરણ-પ છંદમૂલક કાવ્યપ્રકારો ૨૯૩ ૪૨. ચોપાઈ છંદ-૨૯૩, ૪૩. છપ્પય-છપ્પા-૨૯૪, ૪૪. સવૈયા-૨૯૪, ૪૫. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૩૧૭ કવિત્ત-૨૦૬, ૪૬. નેમિનાથ રેખતા-૨૯૬, ૪૭. ધમાલ-૨૯૭, ૪૮. અધ્યાત્મસાર માલા-૨૯૮, ૪૯. રાગમાલા-૨૯૮, ૫૦. મંજરી-૨૦૯, ૫૧. વસ્તુ-૩૦૦, પર. નિશાની-૩૦૦, ૫૩. વચનિકા-૩૦૧ પ્રકરણ-૬ સંખ્યામૂલક કાવ્ય પ્રકારો ૩૦૨ ૫૪. શ્રી જિનચન્દ્રસૂરિ અષ્ટકમુ-૩૦૨, ૫૫. વશી-૩૦૪, ૫૬. સ્થૂલિભદ્ર એકવીશો-૩૦૫, ૫૭. બાવીશી-૩૦૫, ૫૮. “ચોવીશી”-૩૦૬, ૫૯. પચ્ચીશી૩૦૭, ૬૦. ઓગણત્રીશી-૩૦૮, ૬૧. બત્રીસી-૩૦૮, ૬૨. છત્રીશી-૩૦૯, ૨૩. બાવની-૩૦૯, ૬૪. સત્તાવની-૩૧૧, ૬૫. બહોંતેરી-૩૧૨, ૬૬. પ્રત્યાખ્યાન ચતુઃસપ્તતિકા-૩૧૩, ૬૭. સામ્ય શતક-૩૧૩ પ્રકરણ-૭ પ્રકીર્ણ કાવ્યપ્રકારો ૧. પારણું-૩૧૭, ૨. નેમનાથનો ચોક-૩૧૮, ૩. રાજુલનો વીંઝણો-૩૨૦, ૪. મહાવીર પ્રભુનો ચુડો-૩ર૧, ૫. ચુંદડી-૩૨૨, ૬. “ફૂલડાં-૩૨૪, ૭. હુંડી૩૨૭, ૮. પત્ર | લેખ | વિનંતી-૩૨૮, ૯, પટ્ટાવલી-૩૩૧, ૧૦. સાધુ વંદના અથવા ગુરુપરંપરા-૩૩૩, ૧૧. મંગલ-૩૩૪, ૧૨. નાટક-૩૩૬, ૧૩. ચરિત્ર૩૩૭, ૧૪. વિલાસ-૩૩૮, ૧૫. ‘તરંગ–૩૩૯, ૧૬. અખ્યાન-૩૪૦, ૧૭. નિર્વાણ-૩૪૧, ૧૮. ચાબખા-૩૪૨, ૧૯. વયણાં-૩૪૫, ૨૦. અંતરંગવિચાર૩૪૬, ૨૧. ચંદ્રાઉલાચંદાવલા-૩૪૬, ૨૨. રેલુઆ-૩૪૭, ૨૩. સંબંધ-૩૪૮, ૨૪. જોડી-૩૪૯, ૨૫. સંધિ-૩૪૯, ૨૬. બોલી-૩૫૦, ૨૭. વાસુપૂજય બોલિકા૩૫૧, ૨૮. અધિકાર-૩૫૨, ૨૯. સૂડ-૩૫૩, ૩૦. “વિલાપ'-૩૫૪, ૩૧. નમસ્કાર-૩૫૫, ૩૨. સ્વાધ્યાય - આત્મ શિક્ષા સ્વાધ્યાય-૩પ૬, ૩૩. રત્નમાલ૩૫૬, ૩૪. સંવાદ-૩૫૭, ૩૫. “ટીપ–૩૫૮, ૩૬. ભાષા-૩૫૯, ૩૭. પ્રકાશ૩૫૯, ૩૮. કથા-૩૬૧, ૩૯. ચંદ ચોપાઈ - સમાલોચના-૩૬૨, ૪૦. કુલક - અનાથી ઋષિ કુલક-૩૬૩, ૪૧. જગડુશાહનો કડખો-૩૬૫ પ્રકરણ-૮ અનુસંધાન ૩૬ ૭ સંદર્ભ પુસ્તકસૂચિ ૩૭૦ Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ગંગા નદીના તટ પરની રેતીની કણોને માપવા (ગણવા) જે સમર્થ છે, ને જે અગાધ સમુદ્રના પાણીને બે હાથ વડે ઉલેચી નાખવા જે સમર્થ છે. તે જ જ્ઞાનના ગુણો કહેવા સમર્થ છે. અર્થાત્ શ્રુતજ્ઞાનની મહત્તાનું માપ કાઢવું અશક્ય પ્રાયઃ છે. આર્ષવચન (શ્રુત વિશેષાંક, પા. ૧૫૫). મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ૧૨મી સદીથી ૧૯મી સદી સુધીનો ગણાય છે. આ સમયમાં મુસ્લિમ રાજકર્તાઓનું પ્રભુત્વ હતું. ત્યારે ગુજરાતના કુશળ-ચતુર લોકોએ પોતાની અસ્મિતા ટકાવવા માટે પુરુષાર્થ કર્યો હતો. લોકોપયોગી કાર્યોથી રાજકીય અંધાધૂધી હોવા છતાં પ્રજાએ સામાજિક અને ધાર્મિક રીતે સ્વસ્થતા કેળવીને જીવન જીવ્યાનો સંતોષ પ્રાપ્ત કર્યો હતો. લોકોના મનોરંજન માટે ભવાઈ, રામલીલા ભાટચારણોની વાર્તાઓ અને જૈન સાધુઓની વાર્તાઓ પ્રચલિત થઈ હતી. સાહિત્યની દૃષ્ટિએ વિચારીયે તો જેવી સાધુ કવિઓ દ્વારા રાસ, કથાસાહિત્ય પ્રબંધ બાલાવબોધ જેવા સાહિત્ય પ્રકારો પ્રાપ્ત થયા હતા. મધ્યકાલીન સાહિત્યના આરંભમાં જૈનજૈનેતર કવિઓએ મૂલ્યવાન પ્રદાન કર્યું છે. સાધુ કવિઓએ મોટી સંખ્યામાં રાસ રચનાઓ કરી અને જૈનેતર કવિઓએ પદો. લોકવાર્તા અને આખ્યાનો દ્વારા ગુજરાતી ભાષામાં સર્જન કરીને સાહિત્યના નોંધપાત્ર વિકાસ કર્યો હતો. હેમચંદ્રાચાર્યના અપભ્રંશના દુહા નરસિંહનાં પદો, અખાના છાપા પ્રેમાનંદનાં આપ્યાંનો, શામળ ભટની લોકવાર્તાઓ અને દયારામની ગરબીઓ અંગેનું સાહિત્ય નોંધપાત્ર સ્થાન ધરાવે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય પર સંસ્કૃત અપભ્રંશ, પ્રાકૃત, વ્રજભાષા, અને લોક બોલીનો પ્રભાવ પડ્યો છે. તદુપરાંત સ્થાનિક રાજ્યની ભાષાનો પણ પ્રભાવ નિહાળી શકાય છે. જૈનોએ માત્ર સાહિત્યના વિકાસમાં નહિ પણ ધર્મના રંગે રંગાઈને શિલ્પ અને સ્થાપત્ય કલાના વિકાસમાં યોગદાન કર્યું છે. મંદિરો, ઉપાશ્રયો એ જ્ઞાનભંડારો દ્વારા સાહિત્ય અને કલાના વારસાનું જતન કર્યું છેઆ સમયમાં ભક્તિ માર્ગ અને જ્ઞાનામાર્ગની બે શાખાનો વિકાસ થયો હતો જેના દ્વારા વિપુલ પ્રમાણમાં વૈવિધ્યપૂર્ણ સાહિત્ય પ્રાપ્ત થયું છે. લોક સાહિત્યના પ્રભાવથી પદ્યવાર્તાનો પ્રકાર જૈન-જૈનેતર કવિઓએ વિકસાવ્યો હતો. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા મધ્યકાલીન સાહિત્ય મુદ્રિતરૂપે અલ્પ છે પણ હસ્તપ્રતોમાં સાહિત્ય કૃતિઓ મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. જેસલમેર, અમદાવાદ, ખંભાત, પાટણ, લીંબડી, જેવા સ્થળોએ હસ્તપ્રતોનો સંગ્રહ થયો હતો. કંઠસ્થ સાહિત્યને પણ આ સમયમાં લહિયાઓ પાસે લખાવીને ગ્રંથસ્થ કરવામાં આવ્યું હતું. જ્ઞાનના વારસાના પ્રતીકરૂપે ગુજરાત અને અન્ય રાજયોમાં હસ્તપ્રતો મોટી સંખ્યામાં સુરક્ષિત થઈ છે. મધ્યકાલીન સાહિત્ય મોટા ભાગનું પદ્યમાં ઘણી મોટી સંખ્યામાં છે ‘પદ્યનો વિકાસ થયો છે અને કાવ્ય પ્રકારો ચરિત્તત્વમાં આવ્યા છે. બાલાવબોધ ઔક્તિક અને ટબો જેવી ગદ્ય રચનાઓ અલ્પ પ્રમાણમાં વિકાસ પામી છે. મધ્યકાલીન સાહિત્યનું પ્રેરક બળ ધર્મ હતો. ધાર્મિક વિષયોને લોકભોગ્ય બનાવવા માટે વિવિધ પ્રકારની કાવ્ય કૃતિઓ સર્જાઈ હતી. તેનાથી લોક શિક્ષણનું પણ કાર્ય થયું છે. ધર્મના પ્રભાવથી સર્જાયેલા સાહિત્યમાં મુક્તિ, સદાચાર નીતિ, ત્યાગ અને વૈરાગ્ય ભાવ જેવી વિચાર ધારાનો વિશેષ પ્રભાવ હતો. ઐહિક જીવન નાશવંત છે. આત્માના શાશ્વત સુખની પ્રાપ્તિ માટે સંયમ-દીક્ષા-મોક્ષ પુરુષાર્થની સાધનાના વિવિધ વિચારો આ સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. મધ્યકાલીન સાહિત્યમાં ત્યાગ પ્રધાન જીવનનો અભિગમ વધુ પ્રચાર પામ્યો હતો. સંસારી જીવનનો ઉલ્લાસ અને પ્રકૃતિના આનંદ વિશે ઉદાસીનતા જોવા મળે છે. સાહિત્યની દૃષ્ટિએ કવિઓની વર્ણનકળા આકર્ષક હતી. સાંપ્રદાયિક સાહિત્ય જીવન લક્ષી હોવાથી તેમાં ઉપદેશનું તત્ત્વ સર્વસામાન્ય રીતે સ્થાન પામ્યું છે. એટલે કલા દષ્ટિનો અભાવ હતો. કલાતત્ત્વમાં રસ અલંકાર-વર્ણન-છંદ યોજના જેવાં લક્ષણો જોવા મળે છે. કવિઓએ સીધીસરળ વાણીમાં અભિવ્યક્તિ કરીને જનસાધારણને સાંપ્રદાયિક વિચારોનું ભાથું આપ્યું હતું. એટલે કલા કરતાં જીવનને વધુ મહત્ત્વનું ગયું હતું. મધ્યકાલીન સાહિત્યની સંક્ષિપ્તમાં યુગની દૃષ્ટિએ વિચારીયે તો રાસયુગ-નવયુગ અથવા હમયુગ ઇસવી ૧૨મીથી ૧૪મી સદીનો છે. ઈ.સ.ની ૧૫-૧૬ સદીએ ભક્તિયુગ કહેવાય છે. તેને નરસિંહયુગ નામથી ઓળખવામાં આવે છે. ૧૭મી સદીએ પ્રેમાનંદ યુગ છે. ૧૮-૧૯મી સદી પદ ગરબી દયારામયુગથી ઓળખાણ છે. આ યુગ વિભાજનના સમયમાં મોટી સંખ્યામાં ગુજરાતી સાહિત્યનો વિકાસ થયો હતો. એક તરફ જૈનેતર સાહિત્યનો વિકાસ થયો તો બીજી બાજુ જૈન સાહિત્યનો પણ વિકાસ થયો હતો. આ વિકાસની રૂપરેખા મધ્યકાલીન જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા પુસ્તક પ્રતીકરૂપે છે. – જૈન સાહિત્યના સંશોધક અને ઇતિહાસકાર શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ જેવી સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ગ્રંથમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની માહિતી નીચે પ્રમાણે દર્શાવી છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧ હમયુગ સં. ૧૧૬૨થી ૧૨૨૯ આ સમયની નોંધપાત્ર સિદ્ધિ ગુજરાતી ભાષાના વ્યાકરણની છે. આ સમયમાં અપભ્રંશ સાહિત્યનો વિકાસ થયો હતો. વસ્તુપાલ-તેજપાલ યુગનો સમય ૧૨૭૫થી ૧૩૦૭નો હતો. આ સમયમાં જ્ઞાનભંડારોનો વિકાસ થયો અને કવિઓને રાજ્યાશ્રય પ્રાપ્ત થયો હતો. આ સમયમાં તાડપત્રો પર સાહિત્યનું લેખન થયું હતું. તિલકાચાર્ય, અભયદેવસૂરિ, માણિક્ય ચંદ્રસૂરિ, વિનયચંદ્રસૂરિ, તપાગચ્છાચાર્ય જગતચંદ્રસૂરિ, સર્વદેવસૂરિ વગેરે ગુરુભગવંતોએ જૈન સાહિત્યના વિકાસમાં પ્રદાન કરીને ગુજરાતમાં જૈનોનું પ્રભુત્વ સ્થાપિત થયું હતો. વાઘેલા વંશનો સમય સં. ૧૩૦૦થી ૧૩પ૬નો હતો આ સમયમાં જૂની ગુજરાતી ભાષાના કવિ વિનયચંદ્ર, સોમમૂર્તિ અને જગડુ જાણીતા હતા. ગુજરાતમાં મુસ્લિમ શાસનનો સમય સં. ૧૩૫૬થી ૧૪૦૦નો હતો. સર્વાનંદસૂરિનું જગડુ ચરિત્ર અંબદેવનો સમરારાસો જિનપદ્મ અને રચાયેલા જેવા કવિઓએ ગુજરાતી ભાષામાં પ્રદાન કર્યું હતું. સં. ૧૪૭૧થી ૧૪૫૬ના સમયમાં જયસિંહસૂરિ રત્નશખર, મેરૂતુંગસૂરિ, મુનિસુંદરસૂરિ ક્ષેમકર, નયસુંદર વગેરે કવિઓએ સાહિત્ય સર્જન અને તાડપત્રોના લખાણમાં પ્રદાન કર્યું હતું. સં. ૧૪પ૬થી ૧૫૦૦નો સમય સોમસુંદર યુગ છે. સોમચંદ્રસૂરિના શિષ્યો-પ્રશિષ્યોએ સાહિત્ય સર્જન દ્વારા શ્રુતજ્ઞાન પ્રસારનું કાર્ય કર્યું હતું. જગતચંદ્રસૂરિ, ભુવનચંદ્રસૂરિ, જિનકીર્તિસૂરિ માણિક્યસુંદરસૂરિ, માણિજ્યશેખરસૂરિ વગેરે કવિઓ ખ્યાતિ પામ્યા હતા. આ સમયે ખરતરગચ્છના જિનભદ્રસૂરિ, ધર્મચંદ્ર સોમસાગર, જિનસાગર, હીરાનંદ વગેરે કવિઓએ પોતાના સર્જન દ્વારા વિકાસમાં ફાળો આવ્યો હતો. - સં. ૧૫૦૧થી ૧૬૦૦ના સમયમાં જૈન કાવ્ય સાહિત્યનો નોંધપાત્ર વિકાસ થયો. કવિ લાવણ્ય સમયમાં ચરિત્ર, જૈન દર્શનના વિષયો, સંવાદ, વગેરે પ્રકારની કૃતિઓ પ્રાપ્ત થાય છે. સં. ૧૬૦૧થી ૧૭00નો સમય હીરયુગ-હૈરકયુગ ગણાય છે. આ સમયમાં ભાનુચંદ્ર ઉપા. વિજયસેનસૂરિ શાંતિચંદ્ર, વગેરે સાધુ કવિઓ જાણીતા હતા. ખરતરગચ્છના જિનચંદ્રસૂરિની સાહિત્ય સેવા ઉપરાંત જિનરાજસૂરિ, સમયસુંદર અને બનારસીદાસની સાહિત્યપ્રવૃત્તિ ગુજરાતી ભાષાના વિકાસમાં મહત્ત્વની ગણાય છે. ૧૭મા સૈકામાં ગુજરાતી ભાષાની સાથે સાધુ કવિઓએ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં ગ્રંથો રચ્યા હતા. આ શતકમાં ગુજરાતી ભાષાની સમૃદ્ધિનું દર્શન થાય છે. બારમાસા, સંવાદ, ભાવાનુવાદ, વીર કાવ્યો, રૂપક કાવ્ય, દેશીઓ અને છંદોબદ્ધ લઘુ કાવ્યો, ઊર્મિ ગીતો વગેરેની રચના થઈ હતી. આ સમયમાં ભક્તિમાર્ગની પ્રબળ અસરથી વિપુલ સાહિત્ય સર્જન થયું ગતું. યશોવિજયયુગ સં. ૧૭૦૧થી ૧૬૪૩નો ગણાય છે. આનંદઘનજીની અધ્યાત્મ માર્ગની સ્તવન-પદોની રચના ઊંચી ગુણવત્તા ધરાવે છે. ઉપાયશોવિજયજીનું સંસ્કૃત અને ગુજરાતી Page #23 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા સાહિત્ય વિશેષ લોકપ્રિય છે. આનંદઘનજીની ચોવીશીનો બાળાવબોધ, અધ્યાત્મસાર જેવી કૃતિઓ પ્રસિદ્ધ છે. ત્યારપછી વિનયવિજય, મેઘવિજય સ્થાનકવાસી કવિ ધર્મદાસ, સુમતિ કલ્લોલ, ભાણવિજય જિનવિજય, કલ્યાણસાગ૨, જ્ઞાનવિમલસૂરિ લબ્ધિચંદ્ર, રંગવિજય વગેરે કવિઓએ પોતાની કૃતિઓ દ્વારા સાહિત્યના વિકાસમાં યોગદાન આપ્યું છે. ૧૮મા શતકમાં જેવી સાહિત્યના વિકાસમાં ચિરત્રો, પદો ભક્તિ-ગીતો, વૈરાગ્ય પદો શ્લોકો અધ્યાત્મ વિષયક, કૃતિઓ, તીર્થો અને તીર્થ યાત્રાના સાહિત્ય વિશે ઘણી માહિતી પ્રાપ્ત થાય છે. ૧૯મા શતકમાં કાવ્ય સાહિત્યના વિકાસમાં રૂપચંદ, વિશુદ્ધ વિમલ રત્નવિજય, દીપવિજય અમીવિજય, વીરવિજય, રૂપવિજય, ઉત્તમવિજય, પદ્મવિજય ચિદાનંદજી, ખોડીદાસ, દયાવિજય રાયચંદ વગેરે છે. ઉપરોક્ત વિગતો જૈન સાહિત્યના વિકાસની મિતાક્ષરી માહિતીરૂપે પ્રગટ કરવામાં આવી છે. આ અંગેની વિશેષ માહિતી જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ જૈન ગૂર્જર કવિઓમાંથી મળશે. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોની ભૂમિકારૂપે મધ્યકાલીન સાહિત્ય અને ઇતિહાસની માહિતી પ્રગટ કરવામાં આવી છે. સંદર્ભ : ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ખંડ-૧ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ મધ્ય. ગુજ. સાહિ-ઇતિ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના લક્ષણો મધ્યકાલીન કાવ્ય પ્રકારો વિશે મોટે ભાગે કૃતિઓને આધારે માહિતી સંકલન કરીને પ્રગટ કરવામાં આવી છે. કાવ્ય પ્રકારનો શબ્દાર્થ ભાવાર્થ અને કૃતિઓના સંદર્ભમાં પરિચય થાય તે રીતે કેટલાંક સામાન્ય લક્ષણોની સૂચી આપી છે. પ્રકીર્ણ કાવ્ય પ્રકારો વિશે સંશોધનને પૂર્ણ અવકાશ છે. સ્વરૂપ લક્ષી કાવ્ય પ્રકારો વિશે માહિતી પ્રાપ્ત થાય છે તે સિવાય અન્ય કાવ્ય પ્રકારો વિશે અભ્યાસ કરીને માહિતી આપી છે. — -- ઇષ્ટ દેવ-ગુરુ અને સરસ્વતીની કૃતિના આરંભમાં સ્તુતિ કરવામાં આવે છે. વિષય વસ્તુ ૨૪ તીર્થંકરો ગણધર ભગવંતો સાધુ ભગવંતો, શ્રેષ્ઠિઓ, મહાપુરુષો, સતીઓ અને જૈન દર્શનના તત્ત્વજ્ઞાનને સ્પર્શતા વિચારો, વગેરેને સ્વીકારીને વિવિધ પ્રકારનાં કાવ્યો રચાયાં છે. વસ્તુ વિભાજન માટે ઠવણી, ભાસ, ઢાળ, જેવા શબ્દ પ્રયોગો ઉપરાંત કેટલીક દેશીઓનો પણ પ્રયોગ કરવામાં આવે છે. વર્ણન પાત્રો, પ્રસંગો, સ્થળો અને ધાર્મિક તહેવારો વગેરેનું વર્ણન વસ્તુને અનુરૂપ હોય છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧ ગામ-નગર, મંદિર, પ્રકૃતિ, દીક્ષા મહોત્સવ, જિનમંદિરની પ્રતિષ્ઠા, સંઘયાત્રા, જન્મોત્સવ, લગ્ન વર્ણન : સ્વર્ગારોહણ, યુદ્ધ વગેરે વર્ણનો સ્થાન ધરાવે છે. આ વર્ણન માહિતી પ્રધાન છે. ધર્મોપદેશ-સાંપ્રદાયિક સાહિત્યમાં ધર્મોપદેશએ સર્વસામાન્ય લક્ષણ છે. સાહિત્ય જનસમૂહની કલ્યાણ માટે છે. મનોરંજનએ ક્ષુલ્લક હેતુ છે મુખ્યત્વે તો આત્મા કર્મથી મુક્ત થઈને સ્વ-સ્વરૂપને પામે તે માટે પ્રભુની દિવ્ય વાણી વિવિધ રીતે કાવ્યોમાં સ્થાન પામી છે જે ઉપદેશાત્મક વિચારો ગણાય છે. ૫ સમકાલીન દેશ-સમાજ સ્થિતિની માહિતી સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે સમાજ અને કુટુંબજીવન, રાજકીય પરિસ્થિતિ, ધાર્મિક તહેવારો શુકન-અપશુકન જ્યોતિષ લગ્નઉત્સવો આર્થિક સમૃદ્ધિ, રાજા અને પ્રજાનું જીવન વગેરે માહિતી પ્રાપ્ત થાય છે. કોઈ એક સદી કે યુગનાં સામાજિક અને રાજકીય વિગતો સાહિત્યાંથી મળે છે. રસ નિરુપણ કાવ્યમાં રસનું સ્થાન મહત્વનું છે જૈન કાવ્યોમાં મુખ્યત્વે ઉપશમ શાંતરસ રહેલો છે. પ્રસંગોચિત શ્રૃંગાર અને કરુણ, પાર્શ્વ ભૂમિકા તરીકે જોવા મળે છે. યુદ્ધ જેવા પ્રસંગોમાં રૌદ્ર અને વીરરસ અને મોક્ષ પુરુષાર્થની સાધનામાં પણ અભૂતપૂર્વ વીરસની સ્થિતિ નોંધપાત્ર બને છે. ચમત્કારના નિરુપણમાં અદ્ભુત રસ છે રસ નિરુપણ ભૌતિક જીવનના આનંદ કરતાં આધ્યાત્મિક આનંદની અનુભૂતિને વિશેષ રીતે વ્યક્ત કરે છે. ત્યાગ અને વૈરાગ્ય દ્વારા ભૌતિક શૃંગારમાંથી આધ્યાત્મિક શૃંગારમાં સંક્રમણાની સ્થિતિ સર્વ સામાન્ય રીતે નિહાળી શકાય છે. ભક્તિ રસ એ કોઈ સ્વતંત્ર રસ નથી પણ શાંતિ રસમાં તેનો સમાવેશ થાય છે. એટલે જૈન સાહિત્યમાં વી૨૨સનું નિરુપણ થયું છે તેનું અર્થઘટન નીચે પ્રમાણે છે. દયાવી૨ :જૈન સાધુઓ અને મહાપુરુષો અહિંસા ધર્મનું પાલન કરે છે તે દૃષ્ટિએ દયાવીર કહેવાય છે. દાનવીર : સાધુ ભગવંતો શ્રુતજ્ઞાનનું દાન કરે છે અને ભવ્યાત્માઓને મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કરવા માટે પ્રેરણા આપે છે. યુદ્ધવી :—સાધુભગવંતો પંચમહાવ્રત રચીકારીને અષ્ટકર્મના નાશનો પુરુષાર્થ કરે છે એટલે કર્મ સામે યોદ્ધા સમાન લડે છે. ધર્મવી૨ ધર્મદ્વારા વીરતાપૂર્વક મોક્ષ પુરુષાર્થની સાધના કરનારા મુનિ ભગવંતો એ ધર્મવીર છે. ‘વીરતા” વગર આ ચાર પ્રકારની પ્રવૃત્તિ થાય નહિ એટલે પાત્રો અંતે સંયમ સ્વીકારીને ચાર પ્રકારની વીરતાનું સાક્ષાત્ દર્શન કરાવે છે. જૈન સાહિત્યની આ વીરતા સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે. ધાર્મિક વસ્તુને કારણે ભક્તિરસની ધારા અસ્ખલિતપણે વહેતી જોવા મળે છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ફળશ્રુતિ :-કાવ્યને અંતે ફળશ્રુતિનો ઉલ્લેખ થયેલો હોય છે. મુખ્યત્વે ઐહિક જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ, આત્માનું કલ્યાણ, મોક્ષ પ્રાપ્તિ, રોગ-શોક-દુઃખ-દારિદ્રનું નિવારણ જેવા વિચારો પ્રગટ થયા છે. - અને કાવ્યને અંતે સ્ત્રી-પુરુષ પાત્રો દીક્ષા અંગીકાર કરીને આત્માનું કલ્યાણ કરે છે. મોક્ષ પ્રાપ્ત કરે છે એમ ધર્મ પુરુષાર્થ મોક્ષ પુરુષાર્થની સિદ્ધિનો આદર્શ ચરિતાર્થ થયો છે. આ લક્ષણ સર્વ સામાન્ય રીતે ઉપદેશ સમાન જોવા મળે છે. – છંદ/દેશીઓનો પ્રયોગ :-ગદ્ય-પદ્યનો ભેદ રચના રીતિથી છે. કવિઓએ શારમીય રાગ, માત્રામેળ-વર્ણમેળ છંદો અને વિવિધ દેશીઓનો પ્રયોગ કરીને કાવ્યમાં ગેયતા સિદ્ધ કરી છે. ઢાળ બદ્ધ કૃતિઓમાં દેશનો વિશેષ પ્રયોગ થયો છે. પદ-ગીત-સ્તવન-પૂજા સજઝાય લાવણી આદિમાં શાસ્ત્રીય રાગ અને દેશીઓનો પ્રયોગ વિશેષ રીતે નોંધપાત્ર બન્યા છે. દૈવી તત્ત્વ-ચમત્કાર-ધર્મ અને ચમત્કાર એક બીજા સાથે અતૂટ સંબંધ ધરાવે છે. ધર્મનો પ્રભાવ ચમત્કારથી વધુ અસરકારક બને છે આકાશ વાણી દુંદુભિ નાદ થવો, આકાશગામિની વિદ્યાનો પ્રયોગ, જાતિ સ્મરણા જ્ઞાનથી પૂર્વભવની સ્મૃતિ, દૈવી સહાયથી ભૌતિક જીવનમાં લાભ થવો પરકાયા પ્રવેશ, પક્ષીઓ અને પ્રાણીઓ સાથે વાર્તાલાપ, વગેરે દ્વારા ચમત્કારનું તત્ત્વ અભુત રસની અલૌકિક અનુભૂતિ કરાવે છે. પશ્ચિમના ગ્રીકઅંગ્રેજી સાહિત્યમાં પણ આ તત્ત્વ કાર્યરત થયેલું જાણવા મળે છે. શૈલી શબ્દ અતિ વિસ્તારવાળો છે. છતાં ધાર્મિક સાહિત્યમાં પ્રત્યક્ષ કથન, પરોક્ષ સંવાદ, કથન વર્ણન પ્રધાન, પ્રશ્નોત્તર, વગેરે પ્રકારની શૈલીનો આશ્રય લઈને કવિઓએ કાવ્યસર્જન કર્યું છે. શીર્ષક રચના-મધ્યકાલીન કવિઓ વસ્તુ વાચક શીર્ષક રચનાની સાથે કાવ્ય પ્રકારનો સંબંધ સર્વ સામાન્ય રીતે દર્શાવ્યો છે. દા. ત. પાર્શ્વનાથ વિવાહલો - પાર્શ્વનાથ એ વ્યક્તિ વાચક અને વિવાહલો એ વિવાહનારૂપક કાવ્યનો નિર્દેશ કરે છે. ગૌતમ, સ્વામીનો રાસ નેમિનાથ ફાગુ મેતારક મુનિની સઝાય, શુભવેલિ આદિનાથ ભાસ, આર્દ્રકુમાર ધવલ, મૃગાવતી આખ્યાન શાંતિનાથ ભગવાનની આરતી વગેરે શીર્ષકો દૃષ્ટાંતરૂપે પ્રગટ કર્યા છે તે ઉપરથી શીર્ષક રચના સ્પષ્ટ થાય છે તદુપરાંત જૈન દર્શનના વિષયોને સ્પર્શતી કાવ્યકૃતિઓમાં આ રીતે શીર્ષક રચના થઈ છે. દા.ત. સપ્તક્ષેત્રિરાસ, ધર્મમંજરી, બારવ્રતના છપ્પા, અધ્યાત્મ બાવની, શ્રીઅહંદગીતા ભાવપ્રકાશ નમસ્કાર સ્વાધ્યાય વગેરે દર્શનશાસ્ત્રના વિષયોને સ્પર્શ છે. કવિઓએ એક જ કૃતિને બેત્રણ કાવ્ય પ્રકાર સાથે સંબંધ દર્શાવ્યા છે. દા.ત. જગડુ પ્રબંધ-રાસ, ચોપાઈ, નેમિનાથ નવરસો અથવા સ્તવન શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન અથવા છંદ, આષાઢાભૂતિ સઝાય અથવા ધમાલ અથવા ચરિત્ર, પ્રશ્નોત્તર માલિકા અથવા પાર્શ્વચન્દ્રમત દલન, ચોપાઈ, તીર્થમાળા સ્તવન અથવા પૂર્વદેશ ચૈત્યપરિપાટી ઉપરોક્ત ઉદાહરણા ઉપરથી વિષયવસ્તુની સાથે કાવ્ય પ્રકાર છંદ પ્રયોગની પણ માહિતી પ્રાપ્ત થાય Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧ છે. ચારિત્રાત્મક નિરૂપણ - સાંપ્રદાયિક સાહિત્ય એ માત્ર ફળદ્રુપ ભેજાની કલ્પનાઓ નથી પણ વાસ્તવિક રીતે જીવનમૂલ્યો-આદર્શો ચરિતાર્થ થયા છે તેનું નિરુપણ ચરિત્રાત્મક રીતે થયું છે. જૈન સાહિત્યમાં અનેકવિધ ચરિત્રોનો પ્રત્યક્ષ-પરોક્ષ રીતે સંદર્ભ પ્રાપ્ત થાય છે જેના દ્વારા ભવ્યાત્માઓ ધર્માભિમુખ થવાની પ્રેરણા મેળવીને આત્માનું કલ્યાણ કરે છે. ચરિત્રાત્મક સાહિત્યની દૃષ્ટિએ જૈન સાહિત્ય અતિ સમૃદ્ધ અને પ્રથમ કક્ષાનું સ્થાન ધરાવે છે. રાસ-ફાગુ, વેલિ, વિવાહલો, બારમાસા, પંચ કલ્યાણક સ્તવન, ઢાળિયાં, છંદ, શ્લોકો, પ્રબંધ, પ્રવાડો, ધવલ, ભાસ, નિર્વણ, વગેરે પ્રકારમાં આવાં ચરિત્રો પ્રાપ્ત થાય છે. આ સાહિત્યનું લક્ષજીવન છે. જીવનનું ઊર્ધ્વગમન થાય તેવા સાંસ્કૃતિક વિચારો વિવિધ વિવિધ પ્રકારના કાવ્યો દ્વારા વ્યક્ત થયા છે. વસ્તુ સાંપ્રદાયિક છે પણ અભિવ્યક્તિમાં સાહિત્ય કળાનાં લક્ષણો ઓછેવત્તે અંશે ચરિતાર્થ થયાં છે. ટૂંકમાં સાહિત્ય અને જીવનનો સંબંધ દર્શાવતી કાવ્ય સૃષ્ટિ છે. મધ્યકાલીન કાવ્ય પ્રકારોની સંક્ષિપ્ત માહિતી સંગ્રહ, સમુચ્ચય, સંદોહ, મંજરી પ્રકાશ વગેરે સંજ્ઞાવાળી કૃતિઓમાં ભક્તિપ્રધાન ચૈત્યવંદન સ્તુતિ. અને તાત્વિક માહિતીનો સંચય થાય છે. સ્તોત્ર સ્તવન છેદ વગેરે કૃતિઓનો સંગ્રહ છે સંગ્રહ ઉપરથી સંગ્રહણી લધુસંગ્રહ બૃહદ્ સંગ્રહણી ગ્રંથો રચાયા છે આ પ્રકારની કૃતિઓમાં તાત્ત્વિક વિચારોનો સંગ્રહ પણ થયો છે. કુલકસંગ્રહ પ્રાચીન સ્તવનાદિ સંદોહ લોક પ્રકાશ, જિન ગુણમંજરી જૈન કાવ્ય પ્રકાશ. આખ્યાનક-આખ્યાન-ચરિત્રા ચારિત્ર ચરિયું, ચરિત્ત-એ સમાન અર્થવાચક શબ્દો દ્વારા ચરિત્રાત્મક નિરૂપણનો સંદર્ભ પૂરો પાડે છે. સ્તવ-સ્તવન-સમાનાર્થી પ્રભુ ગુણગાન કરતી રચના છે. – પત્ર-લેખ-કાગળ-એ મધ્યકાલીન સમયમાં પત્ર દ્વારા સંદેશો પહોંચાડવાની માહિતી દર્શાવે છે. વિનતી સંદેશો વિજ્ઞપ્તિ-સંદેશો એ સંજ્ઞા સાથે સામ્ય ધરાવે છે. અનુશાસન સંજ્ઞા-વ્યવસ્થિત ચોક્કસ-નિયમબદ્ધ રચનાનો સંદર્ભ દર્શાવે છે કાવ્યનુશાસન, શબ્દાનુશાસન – સવૈયા પધ્ધરી-ઝૂલણા છંદ છે. કવિઓએ વિવિધ છંદપ્રયોગો કરીને કાવ્યોની રચના કરી છે તેમાં આ છંદ વધુ પ્રચલિત હતો. આ સંજ્ઞાવાળી કૃતિઓ છંદ મૂલક છે. - સમાલોચના-વિવરણ-ટીકા-વૃત્તિ વગેરે સંજ્ઞાઓ ગ્રંથ-પુસ્તકના વિચારોનું પૃથક્કરણ કરીને સર્વસાધારણ જનતાને આત્મસાત્ કરવામાં ઉપયોગી નીવડે છે. મોટે ભાગે સંસ્કૃત પ્રાકૃત ભાષાના ગ્રંથોનું આ રીતે વિવેચન થાય છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા દુહા-દોહરા-દોહરો-એક જ અર્થબોધક સંજ્ઞા છે એટલે કે સમાનાર્થી છે. સ્તુતિ-થઈ-થોય-સમાનાર્થી સંજ્ઞા છે. “ગાથા” પ્રાત દે છે પણ વ્યવહારમાં “કડી’ની જગાએ તેનો પ્રયોગ થાય છે. સ્તવન, સજઝાય, થોયમાં ગાથા શબ્દ પ્રયોગ વિશેષ પ્રચલિત છે. - અધિકાર-ઠવણી-ઢાળ-કડવાં, સર્ગ વગેરે સંજ્ઞાઓ દીર્ઘ કાવ્યોમાં વસ્તુવિભાજન માટે પ્રયોજાય છે. પાંચ ઢાલનું સ્તવન. – આરાધના-જ્ઞાન અને ક્રિયાના સમન્વયવાળી કૃતિ માટેનો શબ્દપ્રયોગ છે. શાસ્ત્રાનુસાર આચાર ધર્મની વિધિ કરવાની માહિતી છે, મુખ્યત્વે પર્વ આરાધન-તપની આરાધનાનો તેમાં સમાવેશ થાય છે... પ્રકીર્ણ-પ્રકીર્ણક-સમાનાર્થી શબ્દો દ્વારા એમ સમજવાનું છે કે જેનો કોઈ ચોક્કસ વિભાગમાં સમાવેશ થયો નથી તેને આ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. તેમાં આવી કૃતિઓનો સંચય હોય છે. પરિશિષ્ટ-મૂળકૃતિના સંદર્ભમાં વિશેષ માહિતી અને અન્ય સંદર્ભો દર્શાવતી સંજ્ઞા-પુસ્તકના વિચારોને સમજવામાં ઉપયોગી છે. મહાભ્ય-મહાભ્ય-સંજ્ઞા તીર્થંકર-તીર્થ મહાપુરુષોના ગુણગાન-પ્રભાવ દર્શાવતી સંજ્ઞા છે. અસાધારણ વ્યક્તિત્વનો પરિચય આવી કૃતિ દ્વારા થાય છે. – કડખો-કડખા-ઝૂલણા છંદને મળતી એક પ્રકારની દેશી છે. રાગનો એક પ્રકાર પણ કહેવાય ચંદ્રાઉલા-ચંદ્રાવલા-આ પ્રકારની કૃતિ ચરિત્રાત્મક નિરૂપણવાળી છે તેમાં આ નામની દેશીનો પ્રયોગ થયેલો હોવાથી આ સંજ્ઞા આપી છે દા.ત. પાર્શ્વનાથજીના સંવેગરગરસ ચંદ્રાવલી સીમંધર સ્વામીના ચંદાલા. કહા-કથાનક-કથા-સમાનાર્થી શબ્દો દ્વારા કથાનુયોગનો સંદર્ભ રહેલા છે. કહા-માત્ર કથા અર્થ વાચક નથી પણ ચરિત્રાત્મક રચના છે એટલે જીવનકથા એવો શબ્દપ્રયોગ સાહિત્યમાં થાય છે. પ્રાકૃત ભાષાની ‘સિરિસિરિવાબ કહા” સુપ્રસિદ્ધ છે. ટબો-બાલાવબોધ-સ્તકત-મૂળ સ્તબક શબ્દ પરથી દબો શબ્દ રચાયો છે. ત્રણેનો અર્થ સમાન છે. કાવકૃતિને સમજવા માટે દરેક પૃષ્ઠ ઉપર નોંધ આપવાની પદ્ધતિ પ્રચલિત હતી. જ્ઞાનમાં બાળક જેવા વર્ગના મનુષ્યોને કૃતિઓ આસ્વાદ કરવા માટેની ચાવી નોંધ (સ્પષ્ટતા) ઉપયોગી નીવડે છે. રચના પદ્યમાં હોય પણ તેની માહિતી ગદ્યમાં હોય છે. આ પ્રકરણની રચના મધ્યકાલીન ગદ્યના દૃષ્ટાંતરૂપ છે. “સ્તબક શબ્દ કૃતિના અનુવાદ માટે પ્રયોજાય છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧ – ટેક-ચંચલી-ધ્રુવ પંક્તિ-દરેક કડીને અંતે બોલવાની પંક્તિ મોટે ભાગે આવી પંક્તિ કાવ્ય રચનાના મહત્ત્વના વિચારનું પ્રતિપાદન કરે છે સ્તવન-સઝાય-પૂજા-ઢાળિયાં વગેરેમાં આ પ્રયોગ થયેલો જોવા મળે છે. દા.ત. કાર્તિક એકની સજઝાયમાં ધન્ય લઘુ કર્મી આ તમારે જે કરે ધર્મની વૃદ્ધિ પ્રભાતી-વહેલી સવારે ગાવાનાં પર્દો ગીતો. સંજ્ઞી-સંધ્યા સમયે ગાવાનાં પદો ગીતો - હોરી-હોળીના સમયે ગાવાનાં વસંતનાં ગીતો. Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ જૈન સાહિત્યના સ્વરૂપલક્ષી કાવ્યપ્રકારો ૧. રાસ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન કવિઓએ રાસ રચનાઓ એટલી કરી છે કે આખા યુગને રાસયુગ તરીકે ઓળખવામાં આવે છે. આ રાસયુગને “જૈન યુગ” અથવા “હેમ યુગ” એ રીતે પણ ઓળખવામાં આવે છે. ઈ. સ. ૧૨૫૧ થી ૧૪૫૧ સુધીનો સમય જૈન યુગ કહેવાય છે. શ્રી કેશવરામ શાસ્ત્રી નરસિંહ પૂર્વના અઢી શતકના કાળને રાસયુગ નામ આપવા માટે જણાવે છે. રાસ શબ્દનું મૂળ રૂપ વિચારીએ તો સંસ્કૃતના રાસક શબ્દ ઉપરથી રાસઉ રાસો એના પર્યાય તરીકે રાસ, રાસક વગેરે શબ્દ જોવા મળે છે. રાસ એટલે ગાઈ શકાય તેવો કાવ્ય પ્રબંધ. રાસ” શબ્દ “રાસક” (એટલે કે એક છંદનું નામ, માત્રા મેળ છંદની જાતિઓનું સામાન્ય નામ, અને નર્તકીઓ તથા યુગલો વડે વિવિધ તાલ અને લયમાં ખેલાતું ગેય ઉપરૂપક) શબ્દ ઉપરથી આવ્યો છે. પહેલાં એ આખ્યાન જેવા લાંબા ગેય કાવ્ય રૂપે અને પછી ટૂંકા ઊર્મિ કાવ્ય રૂપે એમ બેઉ સ્વરૂપે સાહિત્યમાં જોવા મળે છે. “રસેશ્વર” કૃષ્ણના સમયથી આજ સુધીના જનજીવનમાં ગેયતા, અભિનય તથા તાલ અને લય ના કારણે તેણે લોકહૃદયને જીત્યું છે. કૃષ્ણ-ગોપીનો રાસ, જૈન કવિઓની મધ્યકાલીન સાહિત્ય રચનાઓ, અને નાનાલાલ બોટાદકરનાં ગીતો એ ત્રણે અર્થોમાં “રાસ' શબ્દ વપરાયો છે. જનજીવનનું ખમીર અને પ્રેમ-શૌર્યના ભાવોને રાસમાં વિષય તરીકે લઈને બિરદાવવામાં આવે છે. કૃષ્ણજીવન, ગોપજીવન, સાગરજીવન, સમાજજીવન અને કૌટુંબિક જીવનનાં સુખ દુઃખ વગેરે પ્રસંગો રાસના વિષય બન્યા છે. રાસ' એ ગુજરાતી ભાષાની એક આગવી વિશેષતા છે. “રાસ' શબ્દનો અર્થ સંસ્કૃત શબ્દ “રસ' એટલે ગાજવું, વખાણવું કે મોટેથી બૂમ પાડવી પરથી બતાવાય છે. સંસ્કૃતમાં તે સમૂહ નૃત્યના અર્થમાં પણ જાણીતો છે. . કે. કા. શાસ્ત્રી રાસ કે રાસાનો અર્થ નીચે પ્રમાણે ઘટાડે છેઃ (૧) “યુવક અને યુવતીઓ કે એકલા યુવકો અથવા માત્ર એકલી યુવતીઓ ગોળ કૂંડાળામાં તાળીઓથી કે દાંડિયાથી તાલબદ્ધ રીતે જે નૃત્ય કરે છે તે રાસ. કૃષ્ણની રાસલીલા આ પ્રમાણે ગણાવી શકાય. Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧ ૧ (૨) રાસ કે રાસો એટલે જૈન અને જૈનેતર ગુજરાતી સાહિત્યમાં જે રીતે મળે છે તે રીતે જોતાં “પ્રાસયુક્ત પદ્યમાં થોડે અંશે હોય છે તેવું પણ સમકાલીન દેશ સ્થિતિ ઉપરાંત ભાષાની માહિતી સારા પ્રમાણમાં આપતું લાંબુ સુગેય કાવ્ય.” (૩) સમૂહ નૃત્યમાં લયબદ્ધ રીતે ગાવામાં આવે છે તે ગીત વિશેષ, આપણા દાંડિયા રાસ અને માતાજીના ગરબા તે પણ આ રાસનાં જ સ્વરૂપો છે. શ્રી વિજયરાજ વૈદ્ય રાસ અંગે નોંધે છે–“રાસ કે રાસા” એટલે પ્રાસયુક્ત પદ્યમાં (દુહાચોપાઈ-દેશી) નામે ઓળખાતા વિવિધ રાગોમાંના કોઈના રચાયેલા ધર્મ-વિષયક ને કથાત્મક કે ચરિત્રાત્મક સામાન્યતઃ કાવ્યગુણી થોડે અંશે હોય છે તેવું, પણ સમકાલીન દેશ સ્થિત તથા ભાષાની માહિતી સારા પ્રમાણમાં આપતું લાંબુ કાવ્ય.” આ વ્યાખ્યા રાસ સ્વરૂપના લક્ષણો વિશે પ્રકાશ પાડે છે. આ કાવ્ય પ્રકારમાં આગમ સૂત્રો અને અંગોમાં આવતા પૌરાણિક પાત્રોને કેન્દ્રમાં રાખીને વિષય-વાસનાના ત્યાગની સાથે શૃંગાર રસનું નિરૂપણ પણ કરે છે. સામાન્ય રીતે રાસના અંતમાં શીલ, સદાચાર અને સાત્વિકતાનો વિજય બતાવવામાં આવે છે અને તેનો ઉદ્દેશ ઉપશમભાવ અને સંયમના રાજમાર્ગે દોરવાનો છે. રાસમાં લોકરુચિને ધ્યાનમાં લઈને ઉપદેશની વાણી પીરસવામાં આવે છે. અપભ્રંશ ભાષામાં કેટલાક ઉપદેશાત્મક પદ્ય પ્રબંધો લખાયા હતા તે “રાસ' તરીકે ઓળખાતા હતા. હેમચંદ્રાચાર્યના સમયમાં “રાસ'- “રાસક' એક ગેય રૂપક તરીકે પ્રચલિત હતો. ધાર્મિક ઉત્સવોમાં જૈન દેરાસરોમાં રાસ રમાતા અને ગવાતા હતા. જૈન સાધુઓ આવા પ્રસંગોએ રાસની રચના કરી આપતા હતા. રાસ બે પ્રકારના જોવા મળે છે–‘તાલા રાસ' અને “લકુટા રાસ'. તાલા રાસમાં તાળીઓ પાડવાની વિશેષ રીત મુખ્ય છે અને લકુટા રાસમાં લાકડી-દાંડિયાથી રમવામાં આવે છે એટલે રાસમાં ગેયતા અને અભિનયનાં લક્ષણો રહેલાં છે. રાસનો પ્રારંભ ટૂંકા ઊર્મિ કાવ્ય કે ગીત કાવ્ય સ્વરૂપે થયો હતો. સમય જતાં આ રચનાઓ આખ્યાન પદ્ધતિની લાંબા ગેય કાવ્યવાળી બની છે. રાસ રચના પર અપભ્રંશ મહાકાવ્યનો પ્રભાવ પડેલો છે. મહાકાવ્ય સર્ગોમાં વિભાજિત થયેલું હતું. તેવી રીતે રાસનું વિષયવસ્તુ “ઢાળ' કે “કડવા'માં વિભાજિત થયું છે. આરંભ કાળની રાસ રચા દુહા, ચોપાઈ કે દેશીમાં રચાતી હતી. કોઈ કોઈવાર તો એકજ છંદનો પ્રયોગ થતો હતો. તેના વસ્તુ વિભાજન માટે ‘ભાસ' શબ્દ પ્રયોગ થતો હતો. રાસ રચના ઉપદેશ આપવાના પ્રયોજનથી થઈ હતી એટલે તેમાં કથાતત્ત્વ પ્રવેશ પામ્યું ને વર્ણન પણ અનિવાર્ય લક્ષણ બની ગયું. રાસમાં જૈન તીર્થકરો, મુનિઓ અને શ્રેષ્ઠિઓના જીવન પ્રસંગોને કેન્દ્રમાં રાખીને રાસ રચાયા હતા. ચરિત્ર કીર્તન એ રાસનો પ્રધાન વિષય છે. ઋષભદેવ, નેમિનાથ, મહાવીર સ્વામી જેવા તીર્થકરો, ગૌતમ સ્વામી, સ્થૂલિભદ્ર, જંબુસ્વામી, શાલિભદ્ર જેવા રાજવી મુનિઓ, વસ્તુપાળ, તેજપાળ, જગડૂશાહ, પેથડશાહ, સમરસિંહ જેવા જૈન શ્રેષ્ઠીઓ વિશે રાસ રચનાઓ મુનિ કવિઓએ કરી છે. તદુપરાંત સંઘ તીર્થ યાત્રાના પ્રસંગોનું વર્ણન કરતા રાસ પણ રચાયા છે. આ રચનાઓ જૈન ધર્મના પ્રભાવનું દિગ્દર્શન કરાવે તેવી છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૨. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા રાસ રચનાઓને આધારે જાણવા મળે છે કે રાસમાં વર્ણન, ધર્મોપદેશ, સૂત્રો અને સિદ્ધાંતોનું, પ્રસંગોને પાત્રો દ્વારા પ્રતિપાદન, પૂર્વજન્મ એટલે કે આ જન્મ પહેલાંની વિગતોનું નિરૂપણ કરવામાં આવે છે. કર્મના સિદ્ધાંતની પ્રબળતા જેવા વિષયોની સાથે થોડું સાહિત્ય તત્ત્વ પણ રહેલું છે. “રાસ રચના ધર્મ અને ઉપદેશ પ્રધાન હોવાથી જૈન કવિઓએ કથાને વધુ મહત્વ આપ્યું છે. પરિણામે તેઓ પંડિત હોવા છતાં કવિ તરીકેના અંશો ઓછા જોવા મળે છે. જૈન સાહિત્ય ચરિત્રાત્મક સ્વરૂપે રચાયેલું છે. અન્ય કોઈ ભાષામાં આટલી મોટી સંખ્યામાં જુદા જુદા કાવ્ય પ્રકારોમાં ચરિત્રાત્મક સાહિત્ય આટલા મોટા પ્રમાણમાં જોવા મળતું નથી એ જૈન ધર્મની એક વિશેષતાની સાથે મર્યાદા પણ છે.* રાસ રચનાઓને આધારે તેનાં લક્ષણો નીચે પ્રમાણે નોંધવામાં આવે છે. મંગલાચરણ, કવિનું નામ, રચના સમય, ગુરુનું નામ, દેશીઓ અને રાગોના પ્રયોગ, ઢાળમાં વસ્તુ વિભાજન, શૃંગાર, કરૂણ અને શાંતરસની ભૂમિકા, સમકાલીન દેશ અને સમાજ દર્શન, ફળશ્રુતિ વગેરેના સંયોજનથી રાસ રચનાઓ થયેલી છે. આમ રાસ એક જૈન કાવ્ય પ્રકાર તરીકે સાહિત્ય વિકાસની ઐતિહાસિક ભૂમિકા પૂરી પાડીને પોતાની અસ્મિતાનો પરિચય કરાવે છે. ૨. ઈ. સ. ૧૨૩૨માં રચાયેલાં “રેવંતગિરિ રાસુ' ને અંતે કવિ વિજયસેનસૂરિ નીચે પ્રમાણે ઉલ્લેખ કર્યો છે. “રંગિહિ ચેરમઈ જોરાસુ” તે ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે રાસ સમૂહમાં રંગભર ઉલ્લાસ-આનંદપૂર્વક ગાવામાં આવતો કાવ્ય પ્રકાર છે. રાસ શબ્દ જૂનો છે. ઐતિહાસિક દષ્ટિએ વિચારીએ તો ઈ. સ. બીજી સદીમાં હરિવંશ પુરાણમાં તેનો પ્રયોગ થયો છે. શ્રી કૃષ્ણની રાસલીલા પણ આ શબ્દના સંદર્ભમાં સામ્ય ધરાવે છે. એટલે રાસમાં સમૂહમાં નૃત્ય દ્વારા ગાઈ શકાય તેવો કાવ્ય પ્રકાર ગણાય છે. ભરતેશ્વર બાહુબલી રાસમાં “રાસહિ છંદિતિનો ઉલ્લેખ થયો છે. તે ઉપરથી રાસા એક પ્રકારનો છંદ છે. આ છંદનો ઉલ્લેખ સ્વયંભૂછન્દ હેમચંદ્રાચાર્યના છંદોનું શાસન અને કવિ દર્પણમાં થયો છે. રાસમાં વસ્તુ વિભાજન માટે “ઠવણિ”, “માસ” અને “કડવક' શબ્દપ્રયોગ થયો છે. જંબુસ્વામી ચરિય | રાસ, મહેન્દ્રસૂરિ શિષ્યની રચનામાં “ઠવિયા” શબ્દ પ્રયોગ થયો છે. ઈ. સ. ૧૨૩૦માં રચાયેલ આબુરાસમમાં ‘ભાસ” શબ્દ પ્રયોગ થયો છે. તેમાં એ પભણી નેમિ નિણંદ રાસો તે ઉપરથી નેમિજિન રાસ છે એમ સ્પષ્ટ થાય છે. વિજયસેનસૂરિએ રેવંતગિરિ રાસની રચના ઈ. સ. ૧૨૩૨માં કરી છે તેમાં “કડવક' શબ્દ પ્રયોગ થયો છે. સંસ્કૃત ભાષા શબ્દ ઉપરથી ભારત શબ્દ પ્રચલિત થયો છે. સંસ્કૃતના “સ્થાપના' શબ્દ ઉપરથી ‘ઠવણિ' શબ્દ રચાયો છે. રાસના આરંભમાં ઊર્મિતત્ત્વ હતું. તે દીર્ઘકાવ્ય હોવાથી વર્ણનની વિવિધતા નજરે પડે છે સ્થળ પ્રસંગ, જીવનના વિવિધ પ્રસંગો, યુદ્ધ, રાજયાભિષેક, સામાજિક પ્રણાલિકા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઉપદેશાત્મક વિચારો, ગૌણ કથાઓ, વગેરેની સમૃદ્ધ કથાત્મક-ચરિત્રાત્મક કાવ્ય Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૩ તરીકે સ્થાન પામે છે. ધાર્મિક સંદર્ભથી રાસની રસિકતામાં વિક્ષેપ પડ્યો છે પણ મધ્યકાલીન સમાજ જીવનની દૃષ્ટિએ રાસની લોકપ્રિયતામાં કોઈ અવરોધ આવ્યો નથી. રાસ રચનાઓ કાવ્ય તરીકે નોંધપાત્ર હોવાની સાથે ગુજરાતી ભાષાના વિકાસની ઐતિહાસિક અને આધારભૂત માહિતી પૂરી પાડે છે. તેમાંથી ભૌગોલિક, ઐતિહાસિક અને સામાજિક એમ ત્રિવિધ પ્રકારની માહિતી પ્રાપ્ત થાય છે. સમકાલીન સમાજજીવન, ધાર્મિક માન્યતાઓ, વ્રત, મહોત્સવની ઉજવણી, જેવી લોકજીવનને સ્પર્શતી વિગતો પણ પ્રાપ્ત થાય છે એટલે રાસ કાવ્યો માનવ જીવન સાથે એકરૂપ બનીને જીવનનો વિશિષ્ટ પ્રકારનો અભિગમ દર્શાવે છે. લગભગ ૪૦૦ - વર્ષના દીર્ધકાળ પર્યત રાસ રચનાઓ વિપુલ પ્રમાણમાં સર્જાઈ છે. રાસયુગ પછી તેના અનુસંધાનમાં આખ્યાન કાવ્યનો યુગનો પ્રારંભ થયો છે. રાસનું કથા અને ધર્મતત્ત્વ શ્રાવ્ય કાવ્ય તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. તેમાંથી ભારતીય સંસ્કૃતિના સાંસ્કૃતિક વારસાનો-મૂલ્યોનો પરિચય થાય છે. તેમાં કલા અને જીવનનો અવિચ્છિન્ન સંબંધ નિહાળી શકાય છે. કલા જીવન માટે છે સાહિત્ય અને જીવનનો અતૂટ સંબંધ સમજવા માટે આ કાવ્યો આધારભૂત સાધન બને છે. ગ્રીક અને અંગ્રેજી સાહિત્યમાં પણ સાહિત્ય અને જીવનના સંદર્ભ વિશેની કૃતિઓ રચાઈ છે એટલે સાહિત્ય જગતમાં કલા જીવન માટેનો મત પ્રચલિત બન્યો છે. ૩. રાસના પ્રકાર વિષયવસ્તુને અનુલક્ષીને નીચે મુજબ છે. ૧. જૈન સંપ્રદાયના મહાપુરુષો, રાજા-મહારાજા, શ્રેષ્ઠીઓ, સતી રમીઓ, સાધુ ભગવંતો તીર્થધામોને કેન્દ્રમાં રચાયેલા રાસની સંખ્યા વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. ૨. સાંપ્રદાયિક સાહિત્ય હોવાથી જૈન દર્શનના વિવિધ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને રાસ રચનાઓ થઈ છે આવી કૃતિઓ જ્ઞાન પ્રાપ્તિ માટેનું સુલભ સાધન છે. વર્ગીકરણ રાસ કથાત્મક તીર્થાત્મક ઉપદેશાત્મક પ્રકીર્ણ ધાર્મિકકથાત્મક ચરિતાત્મક લૌકિક પૌરાણિક ઐતિહાસિક પૂજાત્મક તાત્વિક સ્તુત્યાત્મક પ્રતિમાં પ્રતિષ્ઠા રાસ કૃતિઓ ૪. ભરતેશ્વર બાહુબલી રાસની રચના કવિ શાલિભદ્રસૂરિએ કરી છે તેની ૧૩મી ઇવણિમાં યુદ્ધ વર્ણન છે. “ધઉલ” આ પંક્તિઓ રસ અને અલંકારથી સમૃદ્ધ છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ગયjતુ ગયવર ગુડીય જંગમ જિમ ગિરિશંગતુ. સુંડાદંડ ચિર ચાલવઈ વેલઈ અંગિહિ અંગ તુ || ૨૧ / ગંજઈ ફિરિ ફિરિ ગિરિ સિરહિ ભંજઈતુરઅર ડાલિતુ, અક્સ-વસિ આનંઈ નહીં કરાઈ અપાર અણાલિતું. | ૨૨ // હીંસઈ હસમસિ હુણહુણઈએ તરવર તાર તોષાતુ, ખૂંદલ ખુરલંઈ ખેડવીય મન માનઈ અસવારતું. ધડહડંત ઘર ક્રમદમીય રહ રૂંઘઈ રહુવારતુ, રવભરિ મણઈ ન ગિરિ ગહણ થિર થોભંઈ રહ- થાકતું. ૨૪ || આ રાસનું વિષય વસ્તુ ભરત અને બાહુબલીના વચ્ચેના યુદ્ધનું છે. તેમાં વીરરસ કેન્દ્ર સ્થાને છે. યુદ્ધ વર્ણનની દૃષ્ટાંતરૂપ પંક્તિઓ નીચે પ્રમાણે છે. વર વરઈ સયંવર વીર આરંથિ સાહસ ધીર, મંડલીય મિલિયા જાન હય હીંસ મંગલ ગાન. હય હીંસ મંગલગાનિગાજીયગયÍ ગિરિગુહગુમ ગુમઈ, ધમધમીય ધરયલ સસીયન સકસેરા કુલગિરિ કમકમઈ. ધસધસીય ધામંઈ ધારધા વલિ ધીર વીર વિહુએ, સામંત સમ હરિ ક્ષમુ નલ હુઈ મંડલીક ન મંડએ. ૫. શાલિભદ્રસૂરિની બીજી કૃતિ બુદ્ધિરાસ ૫૮ કડીની સાંપ્રદાયિક ધોરણે ઉપદેશાત્મક છે. તેમાં મુખ્યત્વે શ્રાવક જીવન અને વ્યવહાર શુદ્ધિ માટેનાં ઉપદેશાત્મક વિચારોનો સંચય થયો છે. આ પ્રકારની અન્ય કૃતિઓ “સાર શિખામણ રાસ” હિતશિક્ષા રાસ જેવી ઉપલબ્ધ થાય છે. ધર્મસૂરિની “જંબુસ્વામી ચરિય” ઈ. સ. ૧૨૧૦ની રચના છે. રોળાવૃત્તમાં રચાયેલી આ કૃતિ ભાષા વિકાસની દૃષ્ટિએ નોંધપાત્ર છે. વિજયસેનસૂરિની રેવંતગિરિ રાજુ ઈ. સ. ૧૨૩૧ની છે. ચાર કડવામાં વિભાજિત દેશીબદ્ધ રચનામાં ગિરનાર તીર્થનો ઐતિહાસિક પરિચય ત્યાંના મંદિરોનું વર્ણન વર્ણસગાઇ યુક્ત આકર્ષક છે. સપ્તક્ષેત્રિરાસની રચના ઈ. સ. ૧૨૭૧માં અજ્ઞાત કવિની પ્રાપ્ત થાય છે તેમાં જિનપૂજા અને અન્ય સાંપ્રદાયિક માહિતીનો સમાવેશ થયો છે. “પેથડ રાસ” ગિરનાર, શત્રુંજય અને કબુલીની યાત્રાનાં વર્ણનને કેન્દ્રમાં રાખીને રચાયો છે. કડ્ડલી રાસ આ બે રાસ ઈતિહાસ, ભૂગોળ ભાષા અને કાવ્યબંધની દૃષ્ટિએ નોંધપાત્ર છે. “ગૌતમરાસ'ની રચના કવિ વિનયપ્રભસૂરિએ ૫૯ કડીમાં ઈ. સ. ૧૩૫૬માં કરી છે. તેમાં ગૌતમસ્વામીની ચરિત્રાત્મક માહિતીની સાથે પ્રકૃતિ વર્ણન કાવ્યને અનુરૂપ મહત્વનું છે. ત્યારપછી મોટી સંખ્યામાં રાસ રચનાઓ પ્રાપ્ત થાય છે. રાસયુગમાં જૈનેતર કવિ અબ્દુલ રહેમાનની કૃતિ “સંદેશ રાસક' ઈ. સ.ની બારમી સદીમાં પ્રાપ્ત થાય છે. ૨૨૩ કડીની આ કૃતિમાં વિપુલતી શૃંગારરસ આકર્ષક છે. ભાષા વિકાસની દૃષ્ટિએ મહત્વનું ગણાય છે. રાસ કૃતિઓ મોટેભાગે ચરિત્રાત્મક છે તેમાં સમકાલીન દેશસ્થિતિ અને ભાષા વિકાસની આધારભૂત માહિતી પ્રાપ્ત થાય છે. રાસકાવ્યોનું વસ્તુ જૈન આગમગ્રંથો અંગ-ઉપાંગ ગ્રંથોનાં Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૫ પૌરાણિક પાત્રોના જીવનને કેન્દ્રમાં રાખવામાં આવે છે. રાસમાં પ્રસંગ વર્ણન અને પાત્ર નિરૂપણ મહત્વનું હોવાની સાથે પાત્ર કે પ્રસંગ દ્વારા પરિણામ સ્વરૂપે પાત્રની સંયમ-દીક્ષા સ્વીકારીને આત્મકલ્યાણ કરવાની ભાવના ચરિતાર્થ થયેલી હોય છે એટલે રાસમાં ઉપદેશનું તત્ત્વ મહત્વનું બન્યું છે. સાંપ્રદાયિક સાહિત્યનું આ એક લક્ષણ છે જેને મર્યાદાપણ કહી શકાય છે. (૫૮૬૮) बालस्त्रीमूढमूर्खाणां नृणां चारित्रकांक्षिणा ॥ अनुग्रहार्थे सर्वज्ञैः सिध्धान्त प्राकृतः कृतः ॥ રાસ દ્વારા લોક રૂચિને અનુસરીને રસિકવાણીમાં બોધ આપવાની પ્રણાલિકા મધ્યકાલીન સાહિત્યમાં નિહાળી શકાય છે. રાસમાં મુખ્યત્વે પ્રસંગોવર્ણન, ધર્મોપદેશ અને સાહિત્યનાં કેટલાંક લક્ષણો જોવા મળે છે. પાત્રોના નિરૂપણમાં કર્મનો સિદ્ધાંત, પુનર્જન્મ, પુણ્ય-પાપનાં ફળ જેવી સાંપ્રદાયિક માહિતી જાણવા મળે છે. એક રીતે વિચારીએતો રાસ રચનાઓ એ ધર્મકથાના દૃષ્ટાંતરૂપ છે. જૈન સાહિત્યમાં વિશેષતઃ રાસ રચનાઓમાં ચરિતાનુયોગને જેટલું મહત્વ આપવામાં આવ્યું છે તેટલું અન્ય ભાષાના સાહિત્યમાં નથી. ચરિત્રોમાં તીર્થકરો, સાધુઓ, શ્રાવક-શ્રાવિકાઓ, રાજા-મહારાજાઓ મંત્રીઓ વગેરેનો સમાવેશ થયો છે. પ્રાકૃત ભાષામાં ચર્ચરી અને રાસક પ્રકારની રચનાઓ થતી હતી. તેમાં ગેયતા અને સંગીતનો સુયોગ સધાયો હતો. એટલે રાસ પણ ગેય કાવ્ય રચના છે. “રાસક” ઉપરૂપક છે. તેનું લક્ષણ નીચે પ્રમાણે છે. (પા. ૭૩) अनेकनर्तकीयोव्यं चित्रताललयाश्रितम् । आचतुः षष्ठी युगलम मसूणौउत्तम् ॥ જેમાં અનેક નર્તકીઓ હોય અને જેમાં અનેક પ્રકારનાં તાલ અને લય હોય. પણ જેમાં ૬૪ સુધીનાં યુગલ હોય તેમનું કોમળ અને ઉત્કટ એટલે ખૂબ તરવરાટવાળું એવું જે ગેયપ રૂપક તેનું નામ રાસક. રાસકની ક્રિયાનું લક્ષણ દર્શાવતાં પૂ. લખમણગણિ જણાવે છે કે રાસના આરંભમાં ઊર્મિતત્ત્વ હતું તે ક્રમશઃ લુપ્ત થયું હતું અને પ્રસંગો, વર્ણન અને ઉપદેશનું પ્રમાણ વિશેષ રહ્યું હતું. કે. કા. શાસ્ત્રી–નરસિંહ પૂર્વેના રમા શતકનો સમય રાસયુગનો હતો. આખ્યાન પૂર્વના કાળમાં રાસ રચનાઓ મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. ક. મા. મુનશી જણાવે છે કે જૈન સાહિત્યની રાસ રચનાઓ અને જૈનેતર આખ્યાનનો કાવ્યોમાં જીવનની વાસ્તવિક કલાનું દર્શન થાય છે. ૧. કવિ પંડિત વીરવિજયજી એક અધ્યયન ર૬ ગુજ. સાહિ. સ્વ. પા- ૬૮ ૩. ગુજ. સાહિ- ઈન્સ- ખંડ-૧-૫- ૧૨૧ ૪. મધ્ય. ગુજ. સાહિ. ઇતિ. પા- ૧૩૨ ૫. ગુજ. સાહિ. મધ્ય. પા- ૫૫ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૬ , જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા ૨. પ્રબંધ મધ્યકાલીન સાહિત્યમાં સમકાલીન પરિબળને કારણે પ્રબંધ કાવ્યનો ઉદ્દભવ થયો છે. પ્રબંધ શબ્દ–વીરતા-પરાક્રમનું સૂચન કરે છે. એટલે પ્રબંધ કાવ્ય નાયકના પરાક્રમની સાથે ચરિત્રાત્મક અંશો ધરાવતી રચના છે. વ્યુત્પત્તિની દૃષ્ટિએ વિચારીએ તો અકબન્ધ–પ્રકષ્ટ રીતે બાંધવું, ગ્રંથન કરવું એવો અર્થ થાય છે. એટલે પ્રબંધમાં વીરપુરુષના ચરિત્રનું નિરૂપણ પ્રશસ્તિ કેન્દ્ર સ્થાને હોય છે. તે રીતે વિચારતાં પ્રબંધને ઐતિહાસિક સંબંધ સંદર્ભ છે. સંસ્કૃત સાહિત્યમાં પ્રબંધનો અર્થ સસંકલિત-સુવ્યવસ્થિત સાહિત્ય રચના છે. મહાકવિ કાલિદાસે “માલ્વિકાગ્નિ મિત્ર” નાટકના પ્રારંભમાં પ્રબંધ વિશે જણાવ્યું છે કે “#ાવ્યનાટિક્કવિ' રચના. વાસવ દત્તાના કર્તા સુબધુએ પ્રબંધનો અર્થ કથાત્મક રચના માટે જણાવ્યો છે વિક્રમના ૧૩-૧૪મા શતક સુધીમાં પ્રબંધનું સ્વરૂપ સ્થિર થયું હતું તે ઉપરથી પ્રબંધ ઐતિહાસિક ચરિત્રાત્મક રચના છે એમ સ્પષ્ટ સમજાય છે. મણિલાલ બકોરભાઈ વ્યાસ વિમલપ્રબંધની પ્રસ્તાવનામાં જણાવે છે કે પ્રબંધ એટલે પદ્ય-ગદ્યમાં કરેલી સાર્થરચના. સંવત ૧૦૦૦ થી ૧૫૦૦ના સમયમાં ઐતિહાસિક પ્રબંધ રચનાઓ પ્રાપ્ત થાય છે. બલ્લલાળનો ભોજપ્રબંધ, કવિ જિનમંડનનો કુમારપાળ પ્રબંધ, મેરૂતુંગાચાર્યનું પ્રબંધ ચિંતામણિ, રાજશેખરસૂરિનું ચતુર્વિશતિ પ્રબંધ, જેવી કૃતિઓ રચાઈ છે. પ્રબંધનો નાયક યુદ્ધવીર-મહાવીર હોય છે. રસશાસ્ત્રની દૃષ્ટિએ વિચારીએ તો ઉત્તમ કોટીના પુરુષોના પ્રસંગો જ પ્રબંધમાં વીરરસને અનુલક્ષીને વર્ણન કરવા યોગ્ય છે. મહાભારતનો અર્જુન યુદ્ધવીર છે. યુધિષ્ઠિર ધર્મવીર છે. કર્ણ દાનવીર છે અને શિળિ દયાવીર છે. વીરરસના ચાર પ્રકારની દૃષ્ટિએ વિચારીએ તો પ્રબંધમાં યુદ્ધવીરનું મહત્વ કેન્દ્ર સ્થાને છે. કાર્લાઇલના મતે Hero and Hero worship (વીર અને વીરપૂજા) સાથે પ્રબંધનો સંબંધ યથોચિત લાગે છે. વીરરસના સંદર્ભમાં પ્રબંધ-પવાડા- સલોકો જેવી કાવ્ય રચનાઓ પ્રાપ્ત થાય છે. જૈનપ્રબંધ રચનાઓમાં ધર્મવીરનો ઉલ્લેખ નોંધપાત્ર ગણાયો છે. આ કાવ્યપ્રકારના સંદર્ભમાં વિચારીએતો પ્રાચીન-મધ્યકાલીન સમયમાં કવિઓને રાજયાશ્રય આપવામાં આવતો હતો. ત્યારે આ કવિઓ રાજાના પરાક્રમ- શૌર્ય અને વીરતાની ચમકદાર શૈલીમાં પ્રશસ્તિ કરવામાં આવતી હતી. ચારણ જાતિ આ શૂરવીરતાનું વર્ણન કરવામાં પ્રખ્યાત છે. હિન્દી ભાષાના સાહિત્યના વિકાસમાં પ્રથમ ‘વીરગાથા કાળ' નામાભિધાન કરવામાં આવ્યું છે. તેમાં રાજાઓની વીરતા, પરાક્રમ અને યુદ્ધવર્ણનની માહિતી મહત્વની ગણવામાં આવી છે. પૃથુરાખ રાસો, હમ્મીર રાસ, વીદેવ રાસો આ પ્રકારની કૃતિઓ છે. સં. ૧૩૭૧માં અંબદેવસૂરિએ “સમરા રાસુ'માં ભૌગોલિક માહિતીની સાથે સમરા શાહે શત્રુંજય તીર્થ ઉપર રૂષભદેવના જિનાલયનું નિર્માણ, તીર્થયાત્રાનું વર્ણન છે. આ એક ઐતિહાસિક પ્રબંધ કાવ્ય છે. કવિ લાવણ્યસમયસૂરિની સં. ૧૫૬૮ની સુપ્રસિદ્ધ કૃતિ વિમલપ્રબંધ છે. આ કૃતિ રાસ સ્વરૂપનું અનુસરણ કરે છે. તેમાં મુખ્યત્વે ગુજરાતના ચૌલુક્યવંશની રાજા ભીમદેવના મંત્રી વિમલશાહના જીવનના પ્રસંગોનું નિરૂપણ ચરિત્રાત્મક શૈલી થયું છે. એમની બાલ્યાવસ્થાથી જીવનના અંતકાળ સુધીની ક્રમિક વિગતો આપવામાં આવી છે. નવખંડમાં વિભાજિત વિમલપ્રબંધ ઐતિહાસિક અને ચરિત્રાત્મક રચનાનો સંદર્ભ પૂરો પાડે છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૭ આ સમયની અન્ય નોંધપાત્ર પ્રબંધ રચનાઓમાં કાન્હડે પ્રબંધ, કવિ પદ્મનાભ, માધવાનન્દ કામ કન્દલાપ્રબંધ–કવિ ગણપતિની સદયવસવીર પ્રબંધ–કવિ ભીમની અને હમ્મીર પ્રબંધ–કવિ અમૃતકલશની કૃતિઓ પ્રાપ્ત થાય છે. “પ્રબંધ' સંજ્ઞાવાળી એક રૂપકકાવ્ય રચના ત્રિભુવનદીપક પ્રબંધ પ્રાપ્ત થાય છે. તેની માહિતી નીચે પ્રમાણે છે. ૨. ત્રિભુવન દીપક પ્રબંધ–કવિ જયશેખરસૂરિએ પંદરમાં શતકના પહેલા ચરણમાં રૂપક કાવ્ય તરીકે રચના કરી છે. કવિએ સંસ્કૃતમાં “પ્રબંધ ચિંતામણિ' ની રચના કરી હતી તેને આધારે ઉપરોક્ત કૃતિ રચાઈ છે. એટલે સંસ્કૃતમાંથી રૂપાંતરના પ્રયોગથી ત્રિભુવન દીપક પ્રબંધની રચના કરી છે. આત્મારૂપી પરમહંસ રાજાને માયાએ પોતાના રૂપમાં ફસાવી તેની પ્રિય રાણી ચેતનાથી વિખૂટો પાડ્યો. કાયાનગરી વસાવી મનને કારભારી બનાવી માયા સાથે ભોગવિલાસમાં ડૂળ્યો. રાજાને કેદમાં પૂરી મન સર્વસત્તાધીશ બની બેઠો અને પોતાની માનીતી રાણી પ્રવૃત્તિના પુત્ર મોહને રાજા બનાવ્યો અને અણમાનીતી નિવૃત્તિ અને તેના પુત્ર વિવેકને દેશવટો આપ્યો. દેશવટામાં વિવેક સુમતિ અને સંયમ જેવી પત્નીઓ અને પુણ્યરંગ પાટણનું નાનું રાજય સંપ્રાપ્ત કરી, અંતે યુદ્ધમાં મોહનો પરાજય કરી તેનો વધ કર્યો. મોહના મૃત્યુથી પ્રવૃત્તિ ઝૂરીને મરી ગઈ અને મન વિવેકના ઉપદેશથી કષાયોને હણી શુક્લ ધ્યાનરૂપ અગ્નિમાં પ્રવેશ કર્યો. આમ થતાં ચેતના રાણીએ અજ્ઞાતવાસમાંથી પરમહંસ રાજા આવી તેને પોતાનું પરમ ઐશ્વર્ય ફરી હાથ ધરવાનું કહેતાં રાજાએ કાયાનગરીનો ત્યાગ કરી પોતાનું સ્વરાજ્ય પુનઃ સિદ્ધ કર્યું. આ કથાનકમાં રૂપક રચના વસ્તુ ગૂંથણી અને કવિ કલ્પનાનો વૈભવ જ્ઞાનગર્ભિત કૃતિ તરીકે નોંધપાત્ર બને છે. તેમાં કવિ પ્રતિભાનું વિશિષ્ટ પ્રકારનું દર્શન પણ થાય છે. ૪૩૨ કડીની આ કૃતિ વસ્તુ અને શૈલીની દૃષ્ટિએ આસ્વાદ્ય બની છે. પરમહંસ રાજાના વર્ણનની પંક્તિઓ નમૂનારૂપે પ્રગટ કરવામાં આવી છે. તેજવંત ત્રિપુભવનમઝારિ પરમહંસ નરવર અવધારિ જેહ જયતાં નવિલાગઇપાપદિન દિન વાઘઈ અધિક પ્રતાપ બુદ્ધિ મહોદધિ બહુ બલવંત અકલ અઉ અનાદિ અનંત ક્ષણિ અમરંગણિ ક્ષણિ પાતાલિ ઇચ્છા વિલસઈ તે ત્રિધુકાલિ વાધિઉં નીક્સ ત્રિભુવન માઈનાનહુઉ કુંથુ શરીર સમાઈ દીપતિ દિયર-કોડિડિ, જિસિલ જિહાં જઉં તિહાં દેખત તિમિલ સંદર્ભ–ગુજ. સાહિ. મધ્ય–પા. ૬૦, પા. ૬૨ ૩. પવાડો પવાડો એટલે વીરનું પ્રશસ્તિ કાવ્ય. તેમાં વીરોના પરાક્રમ, બુદ્ધિક્ષમતા, ગુણો, કુશળતાનું પદ્યમાં નિરૂપણ કરવામાં આવે છે. પ્રાકૃત ભાષામાં પવાડક શબ્દ છે. તે ઉપરથી કોઈ વ્યક્તિની કીર્તિ, ગુણગાન કે મહિમા ગાવામાં આવે તેવી રચના. તેથી પવાડઉ કહેવામાં આવે છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૮ , જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા સંસ્કૃતમાં પ્રવાહ અથવા ભૂતકૃદંત, પ્રબુદ્ધ અને પ્રાકૃતમાં ‘પવઢ ઉપરથી પવાડ- પવાડો શબ્દ પ્રયોગ પ્રચલિત થયો છે.' વીરરસનું પ્રશસ્તિ કાવ્ય એટલે પવાડો. આ પ્રકારની કાવ્ય રચનામાં કટાક્ષનો આશ્રય લઈને નિંદાનું તત્ત્વ પણ જોવા મળે છે. પવાડની સાથે સામ્ય ધરાવતો પ્રબંધ કાવ્ય પ્રકાર પણ સંદર્ભ તરીકે ગણનાપાત્ર છે. પ્રબંધ ઐતિહાસિક વ્યક્તિના ચરિત્રનું નિરૂપણ કરતું વીરરસનું કાવ્ય છે. કાળાંતરે જેવી વ્યક્તિઓના જીવનની પ્રશસ્તિ કરવામાં આવી હોય તેવી રચના “પવાડા' તરીકે જાણીતી છે. વિક્રમની ૧૦મીથી ૧૬મી સદીમાં પ્રબંધ, રાસ, ચરિત જેવી કૃતિઓ મોટી સંખ્યામાં રચાઈ છે. તેમાં સૂક્ષ્મ દૃષ્ટિએ જોતાં ભેદ નથી લાગતો. એક વ્યક્તિના જીવન નિરૂપણ કરતી રચનાઓ કુમારપાળ રાસ સં. ૧૭૪૨ જિનહર્ષમુનિએ રચ્યો હતો. કુમાર પ્રબંધ સં. ૧૪૭પમાં અજ્ઞાત કવિએ રચ્યો હતો. એટલે એકબીજાના પર્યાયરૂપે આ શબ્દો પ્રચલિત હતા. કાન્હડદે પ્રબંધની હસ્તપ્રત પર રાસ, પવાડુ, ચઉપઈ નામનો ઉલ્લેખ થયેલો છે. શ્રી કેશવ હર્ષદ ધ્રુવે રણમલ્લછંદને “પવાડા' નામથી ઓળખાણ આપી છે. તેમાં મલ્લની વીરતા અને યુદ્ધનું ઓજસ શૈલીમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. પવાડો એક ગેય કાવ્ય છે. ગેયતાને અનુકૂળ પ્રાસ, અનુપ્રાસ, વર્ણાનુપ્રાસ, વર્ણનોની જટિલતા, કથન રીતિની વિવિધતા, વીરરસ ઉપરાંત શ્રૃંગાર, કરૂણ અને અદ્દભૂત રસની યોજના અને પરંપરાગત ઈષ્ટદેવની સ્તુતિ પ્રારંભમાં મંગળાચરણ સમકાલીન સમાજના રીત-રીવાજનું નિરૂપણ વગેરે નોંધપાત્ર લક્ષણ તરીકે ગણાય છે. મરાઠીમાં “જ્ઞાનેશ્વરી'માં “પવાડા’ શબ્દ પ્રયોગ થયો છે. તે મારિલે તે વર થોડે આણીક હી સાધીન ગાઢ મમ નાથેન પવાડ યે કલ્યાચિ મો ! ઉપરાંત તુકારામ ગાથામાં “અનંત હે થોરી, ગર્જનાતી પવાડે તથા કૃષ્ણ પવાડા હી કેલા' - હિંદુ બાદશાહના સમયમાં મહારાષ્ટ્રની પ્રજામાં જે શૌર્ય અને પરાક્રમ પ્રગટ્યું હતું તેને ઐતિહાસિક વ્યક્તિઓ અને પ્રસંગોના સંદર્ભમાં “પવાડા' દ્વારા નિરૂપણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં આજે પણ “પોવાડા મોચન' દ્વારા અત્યંત હર્ષોલ્લાસ વ્યક્ત કરવામાં આવે છે. શ્રી કેલકરે મરાઠીમાં “ઐતિહાસિક પવાડા' બે ભાગમાં પ્રસિદ્ધ કર્યા છે. ૧૫મા શતકમાં રચાયેલી કૃતિ ત્રિભુવન દીપક પ્રબંધ અને પ્રબોધ ચિંતામણીમાં “પાવાડા'નો નીચે મુજબ ઉલ્લેખ થયેલો છે. ૧. પુત્ર પવાડા સમ્ભલી આણન્દિઉ નરનાહ. ૨. મઝ દિગ્વિજય કરન્તાં ત્રિભુવન ફિટ્ટીથાઈ તિણિફાડા, આપણ કહઊં કેહ ઉ કેતલા તુઝ આગલિ પવાડા ? ૩. ભુયદંડ પયંડિ સુઘડ ભડ ભંજઈ ચડિય પવાડઈ પંચસર. સાંયાજી નામના ઈડરના ચારણ કવિએ “રુક્મિણી હરણ' અને નાગદમન કાવ્યો ડિગળ ભાષામાં ભુજંગી છંદમાં મસ્તશૈલીમાં રચ્યાં છે. તેના મંગલાચરણના દુહામાં કાલિય દમનનો પ્રસંગ નિરૂપણ કરતાં ‘પવાડા'નો ઉલ્લેખ કર્યો છે. W T Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૯ વિધિજા શારદા વિનવું, સદ્ગુરૂ કરું પસાય, પવાડો પન્નગાં શિરે, જદુપતિકીનો જાય.” પવાડાનાં લક્ષણોમાં ચોપાઈ, બંધ, દુહા અન્ય છંદ પ્રયોગ ગેયપદો જેનું વિભાજન ઠવણી, ઢાળ, ભાસ વગેરેમાં હોય છે. અસાઈતનો “હંસાઉલી પ્રબંધ', કવિ ભીમનો “સદયવત્સ વીર પ્રબંધ' શાલિભદ્રસૂરિનું ‘વિરાટ પર્વ કાવ્ય' વગેરે પવાડા સ્વરૂપમાં ગુંથાયેલી રચના છે. ગેયરાસ કાવ્યનો પ્રકાર આગળ જતાં આખ્યાન સ્વરૂપમાં પરિણામ્યો તેવી રીતે પવાડા કાવ્યપ્રકાર પદ્યવાર્તા લોકવાર્તા તરીકે સ્થાન પામ્યો. કવિ અસાઈતની હંસાઉલી પ્રબંધનું અસલ નામ ‘હંસવચ્છ ચરિતપવાડો' એવો ઉલ્લેખ કાવ્યના અંતે થયેલો છે. સંવત ચલે ચંદ્ર મુનિ શંખ, વચ્છ હંસ વચરિત અસંખ બાવન વીર કથારસલીઉ એહ પવાડ’ અસાઈત કહિઉ’ અસાઈતની ૪૪૦ કડીની આ રચના રસની દૃષ્ટિએ નોંધપાત્ર છે. અદૂભૂત રસકેન્દ્રસ્થાને છે અને કરુણ તથા હાસ્યરસ પણ જોવા મળે છે. હંસ અને વચ્છ એ ધીરોદાત્ત નાયક છે. પવાડો વિશે ઉપલબ્ધ વિગતોને આધારે એવું અનુમાન કરવામાં આવે છે કે તેની કથાવસ્તુ પ્રબંધ પ્રકારની અને સ્વરૂપ–શૈલી રાસ પ્રકારની સાથે સામ્ય ધરાવે છે. જૈનાચાર્ય હીરાણંદસૂરિએ ઈ. સ. ૧૪૨૯ “વિદ્યાવિલાસ, પવાડો'ની રચના કરી છે. જેમાં વિદ્યા વિલાસ રાજાનું પ્રશસ્તિ યુક્ત ચરિત્ર નિરૂપણ થયેલું છે. પ્રધાનપુત્રને સ્થાને રાજકુંવરીને પરણાવયેલા વિનયચટ્ટની વિદ્યા, પ્રતિષ્ઠા અને રાજકુંવરીના સાચા પ્રેમની સંપત્તિના સૌભાગ્યને વર્ણવ્યો છે. હીરાણંદસૂરિની વાર્તાનું વસ્તુ કૌતુકરાગી છે. તેમાં નાયક કરતાં નાયિકા વધુ તેજસ્વી લાગે છે. તેમાંથી કવિત્વશક્તિનો પરિચય પ્રાપ્ત થાય છે. વિકસિત દેશીબંધ કાવ્યની ગેયતા દર્શાવે છે. વિદ્યા વિલાસની રચના જૈન કવિ વિનયચંદ્રની મલ્લિનાથ કાવ્ય સર્ગ બે શ્લોક ૨૬૨ થી પ૬૪માંથી વસ્તુગ્રહણ કરીને કૃતિ રચવામાં આવી છે. તેના બીજા સર્ગમાં મૂર્ખચત્ત અને વિનયચટ્ટની ઉપકથાનો મૂળ આધાર કેન્દ્રસ્થાને છે. આ રીતે સમગ્ર રચનાનું અવલોકન કરતાં સાંપ્રદાયિક પ્રભાવનું પ્રમાણ અલ્પ છે. માત્ર કથાનો અંત નિર્વેદ ભાવ પ્રગટ કરે છે. રાજા પુત્રને સામ્રાજ્ય સોંપીને દીક્ષા લઈ આત્મા સાધના કરે છે. | ‘પવાડો' વીરરસનું કાવ્ય છે. એ પ્રાપ્ત રચનાઓ પરથી કહીએ તેમ છતાં ચરિત્ર તરીકે પણ તેનો ઉલ્લેખ આ રચનામાં થયો છે. વિદ્યા વિલાસ નરિંદ, પવાડલ, હાયડાં હડીયડાં ભિતરિ જાણિ, અંતરાય વિણ પુણ્ય કરેલું, તુણ્યિ ભાવ ધર?' રાજકુંવરીના વિરહનો ઉલ્લેખ કરતી કડી નીચે મુજબ છે : નિસિભરી સોણ સુંદરી રે જોઈ વાસંતી વાટ, નીંદ્ર ન આવઈ નયણ લે રે, હિયડઈ ખરઉ ઉચાટ. દેવી મંદિરમાં પ્રધાને રંગમંડપમાં પ્રવેશ કરી ગીતવાદ્ય મૃદંગ) શરૂ કરે છે. અને સૌભાગ્યસુંદરી હર્ષોલ્લાસથી નૃત્ય કરે છે. તેની અભિવ્યક્તિમાં મધુર ધ્વનિ, લય, તાલની અનુભૂતિ થાય છે. બધાં ધાં પાસુ એવો મધુર અવાજે મૃદંગ વાગે છે. ચટપટ ચટપટ એવો Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૦ - જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા રંગભર્યો તાલ જામે છે. વિવિધ નાદ સાથે દોદો સાદથી નગારૂં વાગે છે. માધુનિ એ રીતે વણા ઝણણે છે. આ પ્રસંગની વિશેષતા દર્શાવતી પંક્તિઓ નમૂનારૂપે નીચે મુજબ નોંધવામાં આવી છે. ધાં ધાં ધામુ મધુર મૃદંગ ચચપટ ચચપટ તાલુ સુરંગ, કહ્યગનિ ધોંગનિ ધુંગા નાદિ, ગાંઈ નાગડ દો દો સાદિ. મપધુનિ પધુનિ ઝણઝણ વિણ, નિનિખુણિ જખણિ આજિલણ, વાજી ઓ ઓ મંગલ શંખ, વિધિકટ બેંકટ પાડ અસંખ. ઝાગડ દિગિદિગિસિરિ વલ્લરી, ઝુરાણ, ઝુણણ પાઉં નેઉરી, દોં છંદહિં તિવિલ રસાલ, ધણણ ધણણે ધુમ્બુર ધમકાર. રિમઝિમ રિમઝિમ ઝિઝિમ કંસાલ, કરરિ કરરિ કરિ ઘટ પટતાલ, ભરર ભરર સિરિ ભેરિઅ સાદ, પાયડીલ આલવીઉ નાદ.” ઉપરોક્ત પંક્તિથી પવાડાની ગેયતા અને સંગીતમય ધ્વનિનો પરિચય થાય છે. ‘પવાડા' સ્વરૂપની એક રચનાની વિગત પણ તેની લોકપ્રિયતાનું સૂચન કરે છે. સતી સદુબાઈનો “પવાડો' નામની કૃતિ આ સ્વરૂપની વિશેષતા દર્શાવે છે. અમદાવાદમાં પેશ્વાના રાજ્યકાળ દરમ્યાન કેટલાક ચાડીયા લોકોએ ચાડી ચુગલીથી ગૃહસ્થોની સ્ત્રીઓને શિરે આળ ચઢાવી હેરાન કરીને પૈસા કઢાવતા હતા. ઉત્તમ નામના એક ચાડીયાએ અમદાવાદના શાહપુર ભાટવાડાની હરિસિંગ ભાટની સ્ત્રી સદુબાઈ પર આળ ચઢાવી રાજ દરબારમાં લઈ જવા યુક્તિ કરી. ત્યારે ભાટોએ ત્રાગા કર્યા અને સદુબાઈને પહેલાં ભોગમાં વધેરી. પછી બીજા માણસો મરી ગયા. પરિણામે નગરજનોએ પેશ્વાની કચેરીમાં ફરિયાદ કરીને ચાડીયાઓને શિક્ષા કરાવી. સદુબાઈને સતી ગણી માનતા, બાધા રાખી દેરી ચણાવી. આ પવાડામાં દુહા, પદ્ધરી, ભુજંગી, કવિત્ત છંદોનો પ્રયોગ થયો છે. દેવો પણ શૌર્ય, પરાક્રમ જોવા ધરતી પર આવ્યા હતા તેવું વર્ણન કરવામાં આવ્યું છે. અભૂત રસયુક્ત રસિકભાષા અને ઝડઝમકથી આ પવાડો નમૂનેદાર થયો છે. પ્રથમ ગણપતિ પાયે નમું, સરસ્વતી દો સુમત્યઃ પવાડો સદુવલ તણો. વિધિવિધ વિગત્ય.” શામળ ભટ્ટ રચિત રૂસ્તમ બહાદુરનો પવાડો એ પણ પવાડાના સ્વરૂપને ચરિતાર્થ કરવામાં ઉદાહરણ રૂપ છે. આ સમયમાં દેશી રાજાઓ, ભાટ ચારણો, તાલુકેદારો, ઠાકોરો, કુમાવીસદારો વગેરે પાસે ઐતિહાસિક પ્રસંગો હતા.” તેનું છટાદાર ભાષામાં નગરજનો સમક્ષ ડહેલી, ચોરામાં કે દરબારગઢમાં પરાક્રમનું વર્ણન થતું અને લોકો ઉત્સાહથી ભાગ લેતા હતા. આ પ્રવૃત્તિથી લોકોની રસવૃત્તિ સંતોષાતી હતી. “પવાડા' કાવ્ય પ્રકાર ચરિત્રાત્મક કાવ્ય સાથે સામ્ય ધરાવે છે. ૧૪મી સદીમાં જૈન કવિઓએ રાસ રચનાની સાથે ‘પવાડા” ની રચના કરી છે. પ્રબંધ રચનાના અનુસરણમાંથી ગીત પ્રધાન રચનાઓ થઈ છે. “પયડો' શબ્દ પ્રયોગ સૌ પ્રથમ “હરિશ્ચંદ પુરાણ કથા” (સં. ૧૪૫૩)માં મળી આવે છે. સં. ૧૫૧રમાં રચાયેલ કવિ પદ્મનાભની કૃતિ “કાન્હડદે પ્રબંધ' ને “રાઉલ કાન્હડદે પવાડ રાસ” એવી સંજ્ઞા આપવામાં આવી છે. આ ઉપરથી એમ અનુમાન કરવામાં આવે છે કે ચરિત Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ પ્રબંધ ‘પવાડા' વગેરેમાં તાત્ત્વિક રીતે વિચારતાં કોઈ ભેદ નથી લાગતો. અગરચંદજી નાહટા જણાવે છે કે રાજસ્થાની ભાષામાં ‘પાબુજીના પવાડા' વિશેષ લોકપ્રિય છે. ‘સોઢો જી રો પવાડો' રાજસ્થાન ભારતીમાં પ્રગટ થયો છે. આ સંદર્ભને આધારે પવાડોની રચના લોકપ્રચલિત કથાને આધારે અથવા તો લોકગીતોના સંદર્ભથી થઈ હોય એમ માનવામાં આવે છે. પવાડા કક્ષાની રચના સાથે સામ્ય ધરાવતી ‘શલોકા' એટલે કે ‘શ્લોક' રચના પણ થયેલી છે. કીર્તિગાથા ગાવી, કે વ્યંગમાં ટીકા કરવા માટે પણ શ્લોક શબ્દ પ્રયોગ થાય છે. સમસ્યા પ્રશ્નોત્તરના પ્રયોગથી શલોકોની રચના થાય છે. તેવા નાયકના પરાક્રમનું વર્ણન કરવામાં આવે છે. ‘રૂસ્તમનો શલોકો' અથવા ‘અભરામ કલીખાનનો શલોકો' ની રચના કવિ શામળ ભટ્ટે કરી છે. તેને પવાડા તરીકે પણ ઓળખવામાં આવે છે. કવિએ સંવત ૧૭૮૧માં ૩૬૧ કડીની રચના દ્વારા રૂસ્તમ કુલીખાન, સુજાતખાન અને અભરામ કુલીખાન એમ ત્રણ ભાઈઓના પરાક્રમનું વર્ણન કરવામાં આવ્યું છે. ગુજરાતના ત્રેપનમાં મોગલ હાકેમ હમીદખાનના સરબુલંદખાનની પ્રેરણાથી સુજાતખાન, અભરામ કુલીનખાન અને સુરતના રૂસ્તમ કુલીખાન એ ત્રણે ભાઈઓ સાથે થયેલાં યુદ્ધો અને તેમાં છેવટે આણંદ પાસે અડાસના (ખેડા જીલ્લો) રણ સંગ્રામમાં રૂસ્તમ કુલીખાને બતાવેલાં પરાક્રમો વર્ણવેલાં છે. આ શલોકાનો આરંભ નીચેની કડીઓ દ્વારા સમજી શકાય તેમ છે. ‘સરસ્વતી માતા તમ પાયે લાગું કહુ' સલોકો માન જ માગું, મોટા સુબાના કરું વખાણ સમજી લેજો તે ચતુર સુજાણ. દિલ્લીનો પાદશાહ એહમદશા જીવો, નવખંડમાં પ્રગટ છે દીવો, સહુમાં શિરોમણ ગુજરાત થાપી, તે તો હમીદખાનને સુબાઈ આપી. રાજ્ય ભોગવે ને કરે કલ્લોલ શહેરમાં વીત્યા મસવાડા સોલ, ગુજરાતી મુગલા ચતુર સુજાણ ત્રણ ભાઈઓનાં કરું વખાણ. વડો તો વીણો સુજાતખાન, જેને પાદસાઈમાં અતિ ઘણાં માન, અનમી મહેવાસી જે વશ કીધા, પ્રજા પાળીને મોટા જસ લીધા. તેથી નાનેરો રૂસ્તમ કહીયે જેના જુથનો પાર ન લહીએ, રૂપે રૂડો ને દાતાર જાણું સહુમાં શિરોમણ તેને વખાણું. જેહેના નામથી તસ્કર ત્રાસે, દક્ષણી ગનીત સત ગાઉના હાસે, તેથી નાનેરો માડીનો જાયો. અભરામ કુલીખાન લાડકવાયો. ૨૧ યુદ્ધ વર્ણનમાં યથોચિત વીર રસ છે. તેમાંના અંર્તયમક તથા વ્યંજનોની ઝડઝમક વાણીને બલવતી બનાવે છે. ઉદાહરણ નીચે મુજબ નોંધવામાં આવ્યું છે. ભાલા આણીવાલા બાણત્રિશૂલ ચઢ્યા વંઢે લે રાઢનું મૂળ, જેહેની તોપા શાં દોટ દોડાવે, મારે ચકચૂર ભેલ પડાવે. ભૂત ભૈરવ ત્યાં કલવાહલ કરે, આકાશ દેવ્યાખપ્પર ભેર, શૂરા પૂરા ને અણીઆલા ભાથી ઘીરા વીરાના હઠવ્યા હાથી. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા ફેરી નફરી ઘાવ જ દેતા દોડીને ચોહોડી પ્રાણ જ લેતા, રૂંબને ઝુંબે ઘૂમે ને ગાજે દેખી મુગલાને દોહોદશભાજે. ઘોડે ને છેડે પોહોડે છે પૂચ. વાઘે નાદે રમે રણશુરા, ચીસે ને રીસે પાડે ને તાડ ધડ ડોલે ને દોદશાં વાઢે. ઝટકે ને ટકે ઉડાપા કંઈ ને કે જે સમશેરો પાઘડે જઈને, મરેઠા પૂણો ત્યાં લાખ, તેમાં રૂસ્તમની પડે છે શાખ. શામળ કહે શું વિવેક મહારા મુખમાં જિહા એક, સાગરનું પાણી તારા ગણાય, રૂસ્તમનું જુદ્ધ પૂરું ન થાય.” શલોકાના અંતે રચના સંવત, મહિનો, તિથિ, કવિનું નામ અને ફળશ્રુતિનો ઉલ્લેખ થયો છે. “સંવત સત્તર એકાશી જાણું માગશર વદી તેરશ પરમાણું, શામળજી બ્રાહ્મણ શ્રીગોડનાતે, બાંધ્યો “શલોકો સાંભળી વાતે. ગામ વસોએ રૂસ્તમ ગાજે, તેહના નામથી લોહબેડી ભાંજે, સાંભળી શલોકો દાન જે કરશે, તેને આકાશથી રોજી તો મળશે.” કવિએ રંગમાં ભંગ પડવાનો છે. તેનું સૂચન અંગફુરણના ઉલ્લેખથી કર્યું છે સિદ્ધિ બુદ્ધિ દાતાને બ્રહ્માની બેટી, બાલકુમારી વિદ્યાની પેટી, હિંસવાહન ને જગમાં વિખ્યાતા, અક્ષર આપો સરસ્વતી માતા. નેમજી કેરો કરું શલોકો એક મન થઈને સાંભળજો લોકો.” કવિ દેવચંદે ૮૨ કડીમાં નેમનાથજીના શલોકોની રચના કરી છે. કવિ શલોકો રચનાના પ્રેરક તરીકે ઉલ્લેખ કરતા નીચે મુજબ જણાવ્યું છે. ગામ ગાંગડના રાજા રામસિંગ, કીધો, શલોકો મનને ઉધરંગ, મહાજનના ભાવ થકી મેં કીધો, વાંચી શલોકો સારો જશ લીધો.” તેની રચના સંવત ૧૯૦૦માં શ્રાવણ વદ પાંચમ શુક્રવારે થઈ. મુનિ રત્નવિજયજીએ તેની વિગત પણ શલોકોમાં દર્શાવી છે. પાર્શ્વનાથના લોકોની રચના સંવત ૧૭૫૭ આસો વદ આઠમને દિવસે થઈ છે. તેમાં પાર્શ્વનાથનો મહિમા ગાવામાં આવ્યો છે. પાર્શ્વનાથના લગ્ન પ્રભાવતી સાથે કરવામાં આવે છે. તે પ્રસંગે પ્રભાવતીનું વર્ણન અલંકારયુક્ત ચિત્રાત્મક શૈલીના નમૂનારૂપ છે. અનુક્રમે યૌવન જોરેજી આવ્યા, પ્રભાવતી કુમારી પ્રભુ પરણાવ્યા, પ્રશનજીત રાજાની કુમરી, રૂપે રૂડીને જાણીયે અમરી. || વદન કમળ ને નેત્ર સુગંગા, ભણત વેશે તો અંગ સુરંગા, વદન સુકોમલ બાંહ છે સારી, કટીતટી પાતળી જંઘા સફારી. Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૨ ૩ કરની આંગળીયો દીપે જેમ તારો, કંઠે તો શોભે નવસરો હારો, કા ને કુંડળ ઝાલ ઝબૂકે પગે નેવરી રણજણ રણકે. || ૨૪ .. હાલતી જાણે હાથણી દીસે, પ્રભુની જોડી તો બની સરીસે, પાંચ પ્રકારે સુખ સંસાર ભોગ સંયોગ વિવિદ્ અપારાઃ || ૨૫ ||”, કવિ ઉદયરત્નની “શાલિભદ્રનો શલોકો' રચના સં. ૧૭૭૦ માગશર સુદ તેરસના રોજે થયેલી છે. ૬૬ કડીની આ રચનાનો આરંભ સરસ્વતી વંદનાથી થયેલો છે. શાલિભદ્ર અપૂર્વ સમૃદ્ધિનો ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરે છે તે પ્રસંગનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રેણિક રાજાને શાલિભદ્રના મહેલ અને વૈભવના દર્શનથી આશ્ચર્ય થાય છે તેની અભિવ્યક્તિ કરતાં કવિ જણાવે છે કે : “મહેલની રચના જોતાં મહાશય, અચિરજ પામીને મનસુ અકળાય, અહો અહો હું શું અમરાપુર આયો. ભાંતિયે ભૂલ્યોને ભેદ ન પાયો. જિજા તિમ કરીને બીજી ભૂઈ જાય, ત્રીજે માળે તો દિગમૂઢ થાય, જોયે ઉંચું તો નયણને જોડી, જાણે કે ઉગ્યા સૂરજ કોડી.” આ રીતે લોકોની રચનાથી પણ એમ લાગે છે કે, પ્રબંધ, પવાડા, શલોકો વગેરે એકબીજાની નજીક છે. જૈન અને જૈનેતર સાહિત્યમાં પવાડા અને શલોકોની સંખ્યા વિશેષ છે. આ અંગે સંશોધન કરવામાં આવે તો તેનાથી સાહિત્ય તત્ત્વના આ સ્વરૂપ દ્વારા કેવી માવજત કરવામાં આવી છે તે વિશે વધુ પ્રકાશ પાડી શકાય તેમ છે. જૈન સાહિત્યના કવિઓની કાવ્ય સ્વરૂપની વિવિધતાનો નમૂનો ઉપરોક્ત કાવ્ય પ્રકાર છે. ધાર્મિક કથા વસ્તુનો સંદર્ભમાં પણ કવિત્વ શક્તિનો પરિચય કરાવતી પવાડા-શલોકોની રચના આપણાં મધ્યકાલીન સાહિત્યના વૈવિધ્યપૂર્ણ વારસાનો નમૂનો છે. ૪. વિદ્યાવિલાસ પવાડ પવાડો-પવાડુ એટલે વીર પ્રશસ્તિ ગીત. તેમાં મુખ્યત્વે ચોપાઈ બંધ હોય છે. અવારનવાર અલ્પ સંખ્યામાં દુહા અને અન્ય છંદનો પણ પ્રયોગ થાય છે. અસાઈતની “હંસાઉલી કવિ ભીમનું “સઈયવત્સ વીર પ્રબંધ' એ પવાડો પ્રકારની કૃતિઓ છે. વિદ્યાવિલાસ પવાડુની કવિ હારાણાંદરસૂરિએ ઈ. સ. ૧૪૨૯માં રચના કરી છે. તેમાં વિદ્યાવિલાસ નામના વીર રાજાનું પ્રશસ્તિ સભર ચરિત્ર છે. તેનું ઈ. સ. ૧૨૨૯માં રચાયેલા મલ્લિનાથ કાવ્યમાં છે. તેમાં મૂર્ખ ચટ્ટ અને વિનયચંદની ઉપકથાનો આધાર લેવામાં આવ્યો છે. પવાડુમાં વિદ્યાવિલાસ પુરુષને વિદ્યા વિલાસની તરીકે કલ્પના કરી છે. પ્રધાનપુત્રી રાજકુંવરીને પરણાવેલા વિનયચટ્ટની વિદ્યા, પ્રતિષ્ઠા અને રાજકુંવરીના સાચા પ્રેમની સંપ્રાપ્તિમાં સૌભાગ્યને વર્ણવતી કથા મહત્વની છે. તેમાં નાયક કરતાં નાયિકાનું પાત્ર વધુ તેજસ્વી બન્યું છે. ૫. વંકચૂલ પવાડો વિરાટ દેશના પેઢાલપુર નગરના રાજાને પુષ્પચૂલ અને પુષ્પચૂલા પુત્ર-પુત્રી હતાં. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૪, જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા પુષ્પચૂલ જુગારી, ચોર અને લૂંટફાટ કરતો હોવાથી રાજાએ તેનું નામ વંકચૂલ પાડ્યું રાજાએ તેને રાજ્યમાંથી કાઢી મૂક્યો. એટલે વંકચૂલે એક પલ્લીમાં પત્ની અને બહેન સાથે રહેતો હતો. પલ્લીનો નાયક મરણ પામ્યો એટલે વંકચૂલ પલ્લીપતિ થયો. ચોરી, ધાડ, લૂંટફાટ કરીને જીવન ગુજારતો હતો. એક વખત જ્ઞાનતુંગસૂરિ આચાર્ય પલ્લીમાં ચાતુર્માસ રહ્યા હતા. વંકચૂલે પૂ.શ્રીની સાથે શરત કરી હતી કે તમારે કોઈને ઉપદેશ આપવો નહિ. જ્ઞાન ધ્યાનમાં ચાતુર્માસ પૂર્ણ કર્યા પછી વંકચૂલ પૂ.શ્રીને વળાવવા ગયો ત્યારે તેની ઇચ્છાથી પૂ.શ્રીએ ચાર નિયમ આપ્યા. ૧) અજાણ્યાં ફળ ન ખાવાં, ૨) કોઈનો પણ વધ કરતા પહેલાં સાત ડગલાં પાછા ફરવાં, ૩) રાજાની રાણી સાથે ભોગનો ત્યાગ કરવો, ૪) કાગડાનું માંસ ખાવું નહિ. આ ચાર નિયમનું દઢતાથી પાલન કરવાથી સુખી લો અને જિનદાસ શ્રાવકની સહાયથી આરાધના કરી મૃત્યુ પામી બારમા દેવલોકમાં ગયો. આ કથાને આધારે વંકચૂલ પવાડાની રચના થઈ છે. પવાડો વીરરસનું કાવ્ય છે એટલે અહીં વીરતા ચોરી-લૂંટફાટમાં હતી તે ગુરુ ઉપદેશથી વ્રત-નિયમ પાલનમાં પરિણમી અને જીવન સફળ કરી દીધું. જૈન સાહિત્યમાં વીરતા માત્ર યુદ્ધ પૂરતી મર્યાદિત નથી પણ તલવારની ધાર પર ચાલવા સમાન પાંચ મહાવ્રતનું પાલન સંયમ ધર્મમાં નિરતિચાર અનુસરણ કરીને આત્માના શાશ્વત સુખ પામવા માટેના પુરુષાર્થમાં રહેલી છે તેનો વિવિધ પ્રકારની કૃતિઓમાં ઉલ્લેખ મળે છે. સોરઠગચ્છના જ્ઞાનચંદ્રસૂરિએ વંકચૂલનો પવાડો અથવા રાસ સં.૧૫૬પના ચૈત્ર સુદ-૬ ગુરુવારે મંગલપુરમાં રચના કરી છે. વંકચૂલના ચરિત્રનું વિસ્તારથી નિરૂપણ કરતી આ કૃતિની ૨૬૨મી ક્તમાં “પવાડા' શબ્દપ્રયોગ પ્રાપ્ત થાય છે. ન્યાન ભણઈ કણિપારકહું, પવડી પરચંદ્ર વંડ્યૂલ ગુણ વર્ણવું, શ્રવણ સુણઈ એકચિંત્તિ. કવિએ રાસ અથવા પવાડો શબ્દ પ્રયોગ કર્યો છે. વળી આરંભમાં “કવિત્ત' શબ્દ પ્રયોગ પ્રાપ્ત થાય છે. “જાન ભણે વંકચૂલનું રચસિ કવિત્ત અતિખંતિ” સંદર્ભ– ૧. ગુજ. સાહિ- મધ્ય–પા. ૩૬, ગુજ. સાહિ.. સ. પા. ૭૯. ૨. ગુજ. સાહિ- મધ્ય. પા. ૬૦, ગુજ. સાહિ. મધ્ય. પા. ૬૨. ૩. બીજમાં ........ પા. ૭, ગુજ. સાહિ. સ્વ. પા. ૧૧૩ ૪. ગુજ. મધ્ય–સાહિ. પા. ૬૨ ૫. જૈન ગૂર્જર-કવિઓ ભા. પા. ૨૩૦. ૪. “ચર્ચરી’ મધ્યકાલીન કાવ્ય પ્રકારોમાં “ચર્ચરી' કાવ્યનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. મૂળ પ્રાકૃત ભાષાનો હોય કાવ્ય પ્રકાર હતો. તદ્અનુસાર ગુજરાતીમાં તેની રચના થઈ છે. તેનો પ્રથમ પ્રયોગ અપભ્રંશના વારસારૂપે રાસ કૃતીઓમાં થયો હતો. ત્યારપછી ચચ્ચરી-ચર્ચરિકા નામથી કેટલીક Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૨૫ સ્વતંત્ર કૃતિઓ રચાઈ હતી. ચારણી ભાષામાં ચર્ચરી છંદ છે તે ઉપરથી એવું અનુમાન કરવામાં આવે છે કે આ કાવ્ય પ્રકારને તેની સાથે સંબંધ હોવો જોઈએ. ચચ્ચરી કાવ્ય જૈન રાસ રચનાઓની સમાન ધાર્મિક ઉત્સવો-પર્વોમાં રસિક્તાથી ગવાતો કાવ્ય પ્રકાર છે. ચચ્ચરી કાવ્યનો વિષય ચરિત્રાત્મક છે. વળી તેમાં જૈન ગચ્છના સાધુઓની પરંપરા કે જૈન પટ્ટાવલી કહેવામાં આવે છે તેવી કૃતિ પણ રચાઈ છે એટલે ગુરુગુણ સ્તુતિ મૂલક રચના છે એમ સ્પષ્ટ સમજાય છે. આ પ્રકારની અન્ય સંજ્ઞા હમચડી-હીંગનો ઉલ્લેખ પણ દીધું કાવ્ય કૃતિઓમાં કોઈ કોઈ સ્થળે પ્રાપ્ત થાય છે. દેશી ગેય હોય છે તેવી રીતે “હમચડી' એક દેશીના પ્રકાર સમાન છે કે તાલબદ્ધ રીતે ગાવામાં આવે છે. કવિ પંડિત વીરવિજયજીના મહાવીર સ્વામીના પંચ કલ્યાણકના સ્તવનની ત્રીજી ઢાળમાં ‘હમચડી' શબ્દ પ્રયોગ પ્રત્યેક પંક્તિમાં થયો છે. ચચરી પ્રકારની ૧૨મી સદીના કવિ જિનદત્તસૂરિની “જિન વલ્લભ ગુણ સ્તુતિ' નામથી ઉપલબ્ધ થાય છે. જિનદત્તસૂરિના ટીકાકાર ૧૪મી સદીના પૂર્વાર્ધમાં ચર્ચરિકા નામની રચના કવિ સોલણની પ્રાપ્ત થાય છે. આ રચનામાં ગુજરાતી ભાષાનો વિશેષ પ્રભાવ છે જ્યારે ૧૨મી સદીની રચનામાં અપભ્રંશનો વિશેષ પ્રયોગ થયો છે. કવિ સોલણની કૃતિમાં ગિરનાર તીર્થની યાત્રાનો મહિમા ગાવામાં આવ્યો છે. આ સ્તુતિમૂલક રચનામાં કોઈ કોઈ ઠેકાણે વર્ણન પણ જોવા મળે છે. કવિએ ૩૮ દુહામાં આ કાવ્ય રચ્યું છે એટલે ખાસ વિશિષ્ટતા નથી. ગિરનારની યાત્રાએ જતાં વચ્ચે આવતાં સ્થળો-નદી- પ્રકૃતિનો ઉલ્લેખ કર્યો છે. કવિ વિનપાલ ઉપરોક્ત કૃતિને ચચ્ચરી નામથી ઓળખાવે છે. તેનો છંદ કુંદ છે. તેનું બીજું નામ અજાણક છંદ છે. તેમાં ૨૧ માત્રા હોય છે. ૧૫મી કડીમાં અખંતપુર પહોંચ્યા ત્યારે ચોરોનો ભય થયો હતો તેનો ઉલ્લેખ થયો છે. આ વિસ્તાર “નાળિયેરીઓવાળો ડુંગર' નામથી ઓળખાય છે. અર્વાચીન સમયમાં આ સ્થળ અંગે કોઈ સંદર્ભ પ્રાપ્ત થતો નથી. ડૉ. લાઘવન “નાટ્યરસ' ને ચચરી માને છે. અપભ્રંશ કાવ્યત્રયીમાં જણાવ્યું છે કે જે य प्रथम मज्जरी भाषया नृत्या' ચર્ચરી ચર્ચરિકા બંને શબ્દ એક જ અર્થવાચક છે આ શબ્દ સંસ્કૃત ભાષાનો છે. પ્રાકૃતમાં તેને “ચચ્ચારી કહેવાય છે. ગુજરાતી ભાષામાં “ચાચરી' શબ્દ પ્રયોગ થાય છે. લક્ષ્મણ રામચંદ્ર વૈદ્ય કૃત સંસ્કૃત-અંગ્રેજી કોશમાં ચર્ચરી શબ્દના સાત અર્થ મળે છે. ૧) એક જાતનું ગીત, ૨) સંગીતમાં તાલ મેળવવા હાથ ઠોકવો, ૩) વિદ્વાનોનું ગાન, ૪) વસંત ઋતુ અંગેની ક્રીડા, ૫) ઉત્સવ, ૬) ખુશામત, ૭) વાંકડિયા વાળ. અભિધાન ચિંતામણિ કોશ. (કાંડ-૨- શ્લોક- ૧૮૭) ચર્ચરી અને ચર્ચરી બંને સમાનાર્થી શબ્દો ગણાવ્યા છે. વાર નર્યનેડના વર્જરી'; “વાર મઢતેનાર” પાઇય સહણમાં ચર્ચરીનો અર્થ ૧) એક પ્રકારનું ગીત, ૨) ગાનારી ટોળી, ૩) એક જાતનો છંદ, ૪) હાથની તાળીનો અવાજ. પ્રથમ અર્થના ઉદાહરણ રૂપે સુરસુંદરી ચરિયું પરિ.૩, ગાથા- ૫૪ છે. બીજા અર્થના Page #45 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ઉદાહરણ રૂપે સમરાઈથ્ય કહા. એશિયાટિક સોસાયટીવાળી આવૃત્તિ પા. ૪૨ છે. ત્રીજો અર્થ આવસ્મયમાં અને ચોથા ચર્ચરી શબ્દપ્રયોગ થયો છે. ગુજરાતી જોડણી કોશમાં ચર્ચરીનો અર્થ ૧) આનંદ-ઉત્સવ, ૨) છંદ, ૩) નાટકમાં પ્રવેશ પૂરો થાય પછી મૂકવામાં આવતું ગીત. ચર્ચરીના વિવિધ અર્થો પ્રાપ્ત થાય છે. તેમાં ખુશામત અને વાંકડિયા વાળ વિશે કોઈ આધારભૂત સંદર્ભ મળતો નથી. તે સિવાયના અર્થ અંગે માહિતી મળે છે અને ચર્ચરી શબ્દ સ્પષ્ટ રીતે સમજાય છે. પંડિત લાલચન્દ્ર ભગવાનદાસે અપભ્રંશ કાવ્યત્રયીની ભૂમિકામાં ચર્ચરી વિશે સંસ્કૃતમાં જે માહિતી આપી છે તેની વિગત નીચે મુજબ છે. ૧. પ્રાકૃત–અપભ્રંશમાં ચચ્ચરી- ચર્ચરી. અને ચાચરી શબ્દ પ્રયોગ થયો છે. ૨. સંસ્કૃતમાં ચર્ચરી—ગીત તરીકે નૃત્યપૂર્વક ગાન કરવું, સંદર્ભ છે. કવિ કાલિદાસે "વિક્રમોર્ય શીય' માં અપભ્રંશ ચર્ચરી પદ્યો રચ્યાં છે. હરિભદ્રસૂરિએ સમરાઈઐકહાના પ્રારંભમાં, ઉદ્યોતનસૂરિએ કુવલયમાળાના પ્રારંભમાં, શીલાંકસૂરિએ શ્રી હર્ષે રત્નાવલી નાટકના પ્રારંભમાં ચર્ચરીનું સ્મરણ કર્યું છે. હેમચન્દ્રાચાર્યએ છન્દોનું શાસનમાં ચર્ચરી છંદનાં લક્ષણો આપ્યાં છે. પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહમાં કવિ સોલણ કૃત ચર્ચરિકા પ્રગટ થઈ છે તેમાં ૩૮ કડી છે. કવિ જિનદત્તસૂરિએ જિનવલ્લભસૂરિની સ્મૃતિરૂપે ૪૭ કડીની રચના ચર્ચરીમાં કરી છે. કવિ જિનપાલે સં. ૧૨૯૪માં ઉપરોક્ત ચર્ચરીની સંસ્કૃતમાં ટીકા રચી છે. વાગડ દેશના વ્યાઘપુરમાં તેની રચના થઈ છે. તેનો રચના સમય બારમી સદીના ઉત્તરાર્ધનો માનવામાં આવે છે. અપભ્રંશ કાળ.ત્રયીમાં સોલણની ચર્ચરી, ઉપદેશ રસાયન રાસ અને કાલ સ્વરૂપ કુલકનો સમાવેશ થાય છે. કેશવરામ શાસ્ત્રી આપણા કવિઓ પા- ૬૦માં જણાવે છે તે મુજબ ચર્ચરી છંદ છે. શ્રી રંગનાથની વિક્રમોર્વશીયની ટીકામાં ચર્ચરીનો ઉલ્લેખ કર્યો છે. ચર્ચરી એ એક પ્રકારનું નૃત્ય છે. ભરતેશ્વર બાહુબલિ રાસની પ્રસ્તાવનામાં પંડિત લાલચન્દ્ર ભગવાનદાસ જણાવે છે કે પૂર્વે કેવળજ્ઞાની મહાત્માએ રાસ નાચવાના બહાનથી મોહાસક્ત પાંચસો ચોરોને પ્રાકૃત ચર્ચરી દ્વારા પ્રતિબોધ કર્યાનો ઉલ્લેખ ઉત્તરાધ્યયન સૂત્ર- કપિલ અધ્યયની ૮ માં તથા કુવલયમાલા કથામાં મળે છે. સંદર્ભ જૈન સત્યપ્રકાશ, વર્ષ- ૧૧, પા. ૧૫૪ કપિલકુમારે દીક્ષા લીધા પછી છ મહિના સુધી વિચરતાં શુદ્ધ સંયમના પાલનથી કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. કપિલે પોતાના જ્ઞાનથી જાણ્યું કે રાજગૃહી નગરીના ચોરો મારાથી પ્રતિબોધ પામશે. એમ જાણીને કપિલ કેવલી રાજગૃહી તરફ વિહાર કરીને ગયા. ચોરોએ તે શ્રમણને જોઈને કહ્યું કે “નૃત્ય કરો”. કેવલીએ કહ્યું કે કોઈ વગાડનાર હોય તો નૃત્ય કરું. એટલે ચોર લોકો તાલીઓ પાડવા લાગ્યા. પછી કપિલ કેવલી નૃત્ય કરવા લાગ્યા અને નીચે પ્રમાણે શ્લોક બોલ્યા Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ 9 अधुवे असासयम्मी, संसारम्मि दुक्खपउराण कि नाम होय तं कम्मयं, जेणाहं दुग्गई न गयई ॥ હે મનુષ્યજનો ! આ સંસારમાં એવું તે કયું ક્રિયાનુષ્ઠાન છે જે કર્મ વડે કરીને હું દુર્ગતિ ન પામુ આ સંસાર અસ્થિર તથા અનિત્ય, દુઃખથી ભરેલો, જન્મ જરા મરણાદિ દુઃખોથી અને દુર્ગતિથી બચાય એવું કયું કર્મ છે? કપિલ કેવલીનો આ પ્રસંગ “ચર્ચરી'ના સંદર્ભમાં નોંધવામાં આવ્યો છે તે ઉપરથી “ચર્ચરી’ ગીત-નૃત્ય અને વાજિંત્રના સમન્વયથી ગવાય તેવું કાવ્ય છે. ઉપદેશ રસાયન રાસના ટીકાકાર ઉપા. જિનપાલ અપભ્રંશ કાવ્યત્રયીમાં ચર્ચરી વિશે નીચે મુજબ જણાવે છે. તેમાં ચર્ચરી અને રાસક એ પ્રાકૃત પ્રબંધ છે. યરી - રાધે પ્રવચ્ચે પ્રવૃત્ત નિ | वृतिप्रवृति नाधते प्रायः कोऽपि विपडीणः" ચર્ચરી અને રાસક નામના પ્રાકૃત પ્રબંધને અંગે ખરેખર કોઈ વિચક્ષણ, મોટે ભાગે કોઈ વૃત્તિ રચવા પ્રવૃત્ત થતો નથી. આ. હરિભદ્રસૂરિએ રચેલા મુનિચંદ્રસૂરિ કૃત વૃત્તિમાં ખંભદત્તરિય આપ્યું છે. તેમાં ૨૧૪ આ પત્રમાં ઉત્તરજણની નેમિચન્દ્રસૂરિ કૃત વૃત્તિમાં અપાયેલ “બભત્ત ચરિય'ના પ્રારંભમાં “ચર્ચરીનો ઉલ્લેખ થયો છે. “ચર્ચરી' પ્રકારની કૃતિઓની યાદી નીચે પ્રમાણે છે. ૧. ગુરુસ્તુતિ ચાચરિ ૧૫ ગાથા અજ્ઞાત કવિ ૨. ચર્ચરિકા ૩૮ કડી કવિ સોલણ, ૧૪મી સદી ૩. ચર્ચરી ૪૭ પદ્ય જિનદત્તસૂરિ–૧૨મી સદી ૪. ચાર્ચ સ્તુતિ ૩૬ ગાથા જિનપ્રભસૂરિ–૧૪મી સદી ૫. ચાર્જરી ૩૦ કડી જિનેશ્વરસૂરિ–૧૪મી સદી ચર્ચરી પ્રાકૃત ભાષાનો અવશિષ્ટ માત્રિક છંદ છે. તેના બંધારણમાં ૨. સ. જ-જ. મ. ૨. (ત્રણ) એટલે ૧૮ વર્ણ અને ૨૬ માત્રાનો છંદ છે. પંચકલ + ૪ – ચતુષ્કલ + પંચકલ એમ પણ આ છંદ વિશેનું બંધારણ છે. તેમાં મધ્યના બે ચતુષ્કલ મુખ્ય ગણાય છે. પદ્યની આદિમાં ગુરુવર્ણ અને પાદાન્ત લઘુ-ગુરુ હોય છે. આ છંદ હરિગીતની સમાન ૩-૪ માત્રાના તાલમાં ગવાય છે. તેની માત્રા હરિગીત છંદ સમાન બને છે. માત્રા હોવા છતાં વર્ણિક સાથે પણ સંબંધ રહેલો છે. ચર્ચરી નૃત્ય સાથે પણ ગવાય છે. ચર્ચરી છંદ એટલે ચર્ચરી નૃત્ય સાથે ગવાતો છંદ એ રીતે છંદ જાણીતો છે. કવિ કાલિદાસ કૃત વિક્રમોર્વશીય નાટકમાં ચર્ચરી ગીતોનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. જિનદત્તસૂરિએ ચર્ચરીનો પ્રયોગ કર્યો છે તે ચર્ચરી છંદ નહિ પણ પ્લવંગમ છંદ સાથે સામ્ય ધરાવે છે. અપભ્રંશમાં રાસક છંદ રાસ નૃત્ય સાથે સંબંધ ધરાવે છે તેવી રીતે ચર્ચરી છંદ ચર્ચરી નૃત્ય સાથે સામ્યતા ધરાવે છે. આરંભમાં ચર્ચરી છંદ પ્રયોગ થતો હતો પણ ભાટ કવિઓએ ૧૬ વર્ણવાળા વર્ણિક છંદ અને ૨૬ માત્રાવાળા છંદનું નામ આપ્યું છે એટલે વર્ણિક છંદ તરીકે પ્રસિદ્ધ છે. WWW.jainelibrary.org Page #47 -------------------------------------------------------------------------- ________________ २८ . જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા चर्चरी छंद : आई रग्गण हत्थ काहल ताल दिज्जहु मज्भ्कआ, .. सद्द हार पलंत बिण्ण वि सव्वलोअहि बुज्आि । बे वि काहल हार पूरहु संख कंकण सोहणा, ___णाअराअ भणंत सुंदरि चच्चरी मणमोहणा ॥ १८४ ॥ १८४. जहाँ प्रत्येक चरण में आरंभ क्रमशः रगण, हस्त (सगण), काहल (लघु), ताल (गुरु लघु रूप त्रिकल ) देना चाहिए, मध्य में शब्द (लघु), हार (गुरु) दो बार पड़े अंत में दो काहल (लघु) एक हार (गुरु), तब फिर सुंदर शंख (लघु) तथा कंकण (गुरु) हों, -नागराज कहते हैं, हे सुंदरि, यह मन को मोहित करने वाला चर्चरी छंद है । (चर्चरी :- ऽ।|||SISISIS = १८ वर्ण ) । टि.- दिज्जहु -विधि प्रकार (ओप्टेटिव) का म. पु. ब. व. । पलंत - < पतन (अथवा पतन्तौ), वर्तमानकालिक कृदंत । सव्वलोअहि -< सर्वलोकैः; 'हि' करण ब. व. । । वुटि– बुद्धं, (कुछ टीकाकारों ने इसे 'चर्चरी' का विशेषण माना है :- 'बुद्धा' (स्त्रीलिंग), अन्य ने इसे 'विण्ण वि' का विशेषण माना है - 'बुद्ध' (पु. नपुं. रूप) । .. पूरहु - < पूरयत, आज्ञा म. पु. ब. व. । जहा, पाअ णेकर भंभणक्कइ हंससद्दसुसोहणा, थूरथोर थणग्ग णच्चइ मोतिदाम मणोहरा । वामदाहिण धारि धावइ तिक्खचक्खुकडक्खआ, __ काहु णाअर गेहमंडणि एहु सुंदरि पक्खिआ ॥ १८५ ॥ १८५. उदाहरण : (इसके) पैरों में नूपुर, हंस के शब्द के समान सुंदर शब्द कर रहे हैं, मनोहर मुक्ताहार स्थूल स्तनाग्र पर नाच रहा है (अथवा मुक्ताहार स्तनाग्र पर थोड़ा थोड़ा नाच रहा है ), इसके तीखे चक्षुःकटाक्ष बायें और दाहिने बाण की तरह दौड़ रहे हैं, किस सौभाग्यशाली पुरुष के घर को सुशोभित करने वाली यह सुंदरी दिखाई दे रही हैं ? टि. - भंभणक्कइ - < झणझणायते, ध्वन्यानुकृति (ओनोमेटोपोइक) क्रिया, वर्तमान प्र. पु. ए. व. । थूरथोर- (?) स्थूलेस्थूले; (२) स्तोकं स्तोकं । काहु - < कस्य । पूरिस - < पुरुषः, असावर्ण्य का उदाहरण, जहाँ परवर्ती 'उ' को 'इ' बना दिया गया Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૨૯ पक्खिआ - < प्रेक्षिता (= प्रेक्षितिका), कर्मवाच्य भूतकालिक कृदंत स्त्रीलिंग रूप; वस्तुतः 'प्रेक्षिता' से प्रेक्षिता > पक्खिआ > पेक्खिअ अप. में होगा, इसका आ वाला रूप स्वार्थे क वाले रूप से विकसित हो सकता है; अतः हमने इसकी व्युत्पत्ति कोष्ठक में 'प्रेक्षितिका' से સંતિત કી હૈ ) | પ્રાકૃત પિંગલમ્પા . ૨૮૪) ચર્ચરિકા કૃતિ પરિચય કવિ સોલણ કૃત ચચરિકામાં ગિરનાર તીર્થનું સ્તુતિમૂલક નિરૂપણ થયું છે. ૩૮ કડીની આ રચનામાં ગૂર્જર ભાષા તરફનું વલણ સ્પષ્ટ રીતે નિહાળી શકાય છે. કવિએ પ્રથમ બે કડીમાં ૨૪ જિનેશ્વરો અને સરસ્વતીના નામોલ્લેખ દ્વારા સ્તુતિ કરીને ચર્ચરી રચનાનો સંદર્ભ દર્શાવ્યો છે. (ગા–૧-૨). જિણ ચકવીસ નમૂવિષ્ણુ સરસઈપય પણમૂવિ, આરાહ ગુરુ અપ્પણી અવિચલુભાવુ ઘરેવિ. / ૧ // કર જોડિલ સોલણ ભણઈ જીવિલ સફલ કરેસ, તુલ્ડિ અવધારહ ધંમિ પઉ ચચરિ હઉ ગાણસ || ૨ || ત્રીજી કડીથી ગિરનારનું વર્ણન કર્યું છે. કવિના શબ્દો છે. (ગા. ૩) મણિ ઉમાહી અંમિ સુહુ મોકલ્લિ કરિઉ પસાઉં, જિવુ જાઈવિ ઉકિંજતગિરિ નંદલ તિહુયણનાહુ || ૩ || ગિરનાર વિશે કવિ વર્ણન કરતાં જણાવે છે કે (ગાથા ૩૩ થી ૩૬) નિઝર પાણિક ખલહવઈ વાનર કરહિ પુકાર, કોઈલ સદ સુહાણ તહિં ડગરિ ગિરનારિ. || ૩૩ II જઈ મંદિઠી પાજપી ઉચદિઠ ચડાઉ તલ ધંમિઉ આણંદિયઉ લહિઉસિવપુરિઠાઉ | ૩૪ . હિયડા ઘઉ જે વહઈતાઉર્જિત ચડે છે, પાણિી પી ગઈદવઈ દુખજલ જલિ દેજે. ૫ ૩૫ || ગિરિવાઈડ ઝંઝોડિયલ પાયથાણુર નલહુતિ, કડિ ત્રોડઈકડિ થક્કી હિયડઉં સોસહજીતિ. | ૩ | પા. નં. ૨૧૯ ગિરનારની યાત્રાએ જતાં ચોર લોકોનો ભય રહ્યો હતો. યાત્રાએ જતાં વચ્ચે આવતાં સ્થળોનો ઉલ્લેખ કર્યો છે. નાળીયેરીવાળો ડુંગર અને “અખંતપુર’ નો જે ઉલ્લેખ થયો છે તે સ્થળ વર્તમાનમાં ક્યાં છે તેની માહિતી મળતી નથી. સંભવત આ પ્રાચીન નામ બદલાઈને વર્તમાનમાં બીજા કોઈ નામથી તે સ્થળ હોઈ શકે એમ અનુમાન કરવામાં આવે છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ૮. ચચ્ચરી—સંઘયાત્રામાં અજ્ઞાત કવિ કૃત તીર્થવંદનાનો મહિમા ગાતી ચર્ચરી૩૦ કડીની ઉપલબ્ધ થાય છે. તેમાં તીર્થનાયક ભગવંતની પૂજા-ભક્તિ અને તેનાથી પ્રાપ્ત થતા ફળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કવિએ ‘ચારિ’ શબ્દ પ્રયોગ કર્યો છે અને તે ગીત રચના છે એમ સમજાય છે. આરંભમાં રૂષભદેવ અને મહાવીર સ્વામીની ભક્તિનો ઉલ્લેખ કર્યો છે. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ભગતિ કરિવિ પહુ રિસહ જિણ, વીરહ ચલણ નમે વિ” ત્યારપછી સરસ્વતીને પ્રણામ કરવામાં આવ્યા છે. તીર્થવંદનાની પંક્તિઓ દૃષ્ટાંતરૂપે પ્રગટ કરવામાં આવી છે. ‘પહિલઉ થંભણપુર નમહુ, દુરિત નિવારણ પાસું, સાવય સાવિય મિલિ ભણઈ, આજુ દિવસુ સુક્યત્યુ.’ 0 -6-3lc સંધિ સયલિ યઉ મત્રિયઉ ગામિ નયરિજિણ જુયણુ, ન્હવણુ વિલેવણુ પૂજ કકર તહ ગાયડુ ગુણગ્રહણુ. ધનુ સુ સોરઠ દેસુપ્રિય ધનુગિરિહિગિરનાર, જાસુ સિહરિ પહુ નેમિજિષ્ણુ સામિઉ સોહગ સારુ. જાયવ કુલમંડણ તિલઉ પમિસ નેમિજિણંદુ, જિમ મણવં િસંપડઈ તોડઇ ભવદુહુકંદો. || ૧૦ || નેમનાથ ભગવાનની વિધિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા આરતી- મંગલ દીવો અને લૂણ ઉતારવાનાં પ્રસંગનું નિરૂપણ થયું છે. || ૬ || લુણુ નીરુ-અરુ આતિઉ સામિહિ ઉતારેસુ, પંચ સદુ વજ્જાવિ કિર મંગલ દીવુ કરેસુ. પ્રભુ ભક્તિના ફળનો નિર્દેશ કરતાં કવિ જણાવે છે કે (ગાથા−૧૭) ગુણ ગાયહું પહુ નેમિજિણ કરહુ વિવિહુ બહુમતિ, ચઉં ગઈ ગવણુ નિવારિ જિવ પાવડુ પંચમતિ. || ૧૭ || ૧૯ મી કડીમાં શત્રુંજ્યની યાત્રાનો પ્રસંગ કેન્દ્રસ્થાને છે. શત્રુંજ્યનો ટૂંકમાં મહિમા ગાતાં કવિ જણાવે છે કે. (ગાથા- ૨૨.) જહિ નિવસઈ પહુ પઢમ જિષ્ણુ રિસહ જિજ્ઞેસર દેઉ, શેત્રુંજી સિદ્ધા કેવિ મુણિ તારૂં કુ જાણઈ છે ઉ. || ૭ || ॥ ૨૨ ॥ કવિએ ચચ્ચરીના અંતમાં ચાર તીર્થોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે (ગા. ૨૪) નેમિ ના રેવયસિંહરિ શેત્રુજી રિસહ જિહિંદુ, નમહુ પાસ જિષ્ણુ થંમણઈ અબ્દુઈ પઢમ જિહિંદુ. || ૨૪ || કવિએ આ તીર્થક્ષેત્રો શાશ્વત રહે તે માટે જણાવ્યું છે કે મેરૂપર્વત અને સમુદ્રનાં નીર ખૂટે || ૧૬ || Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૩૧ નહિ તે રીતે આ તીર્થક્ષેત્રો કાયમ સદા-સર્વદા રહેશે. ભક્ત ભગવાન પાસે ચરણોની સેવાની માગણી કરે છે કવિના શબ્દોમાં આ વિગત નીચે પ્રમાણે છે. (ગાથા-૨૭–૨૮) જિણ ચઉવીસ વિવીનવઉ માગઉં એક પસાઉં, સેવ કરાવતુ આ પણિય નવિ હુઉ સુરરાઉં. || ૨૭ | રાજુ રિદ્ધિ નહુ મણિ ઘરઉ કંચણ રમણભંડા, સિવ સુહ માગઉ એકુહઉં જે તિયલો યહ સારુ. I ૨૮ || ફળ-શ્રુતિનો ઉલ્લેખ ૨૯મી કડીમાં થયો છે. (ગાથા. ૨૯-૩૦) સાવય સાવિય જે ભણહિ ઈહ ચાચરિ સુહુભાવિ, તે સવિ ભૂરિ ભવંતરહ છૂટહિ કલિ મલ પાવિ. || ૨૯ || ગાંવિ નયરિ પુરિ જિણભુમણિ જે ચાચરિ પભણંતિ, ચલે ગઈ ગમણ નિવારિ નર તે સિવ સુહુ પાવંતિ. | ૩૦ || આ ચચ્ચરીમાં થંભન પાર્શ્વનાથ (ખંભાત) નેમનાથ (ગિરનાર-રેવંતગિરિ) રૂષભદેવ (શત્રુ-પાલિતાણા) અને આદિનાથ (અર્બુદગિરિ) એમ ચાર તીર્થોની યાત્રાનું મિતાક્ષરી નિરૂપણ કરીને તીર્થ મહિમા સાથે માનવજન્મ સફળ કરનારી તીર્થભક્તિનો લ્હાવો લેવાની ભાવના વ્યક્ત થઈ છે. ૯. ધર્મચર્ચારી અજ્ઞાત કવિ કૃત ધર્મ ચર્ચારીમાં જૈનધર્મનાં ઉપદેશ વચનોનો સમાવેશ થયો છે. તેના શીર્ષક ઉપરથી જ “ધર્મ' વિશેનો ખ્યાલ આવી જાય છે. કવિએ ૨૦ ગાથામાં જિન વાણીના સારરૂપ શ્રાવકધર્મના વિચારોનો ટૂંકમાં ઉલ્લેખ કર્યો છે. કવિએ “દુહા' પદબંધમાં આ રચના કરી છે. આરંભમાં વીર જિનેશ્વરને પ્રણામ કરીને શ્રાવક ધર્મ વિશેનો ઉલ્લેખ થયો છે. (ગાથા ૧) સુમરવિણ સિરિ વીર જિણ પરણિસુ સાવયધમ્મુ, જે આરાઈ ઈક્ક મણિ સો નરુપાવઈ સમ્મુ | | ૧ || શ્રાવકધર્મની એક ચિત્તથી આરાધના કરવાથી સમક્તિ પ્રાપ્ત થાય છે. સવારમાં ઊઠીને નવકારનું સ્મરણ કરવું. પ્રભુનું સ્મરણ કરવું. મોહતિમિર દૂર કરનારા સુગુરુનો સત્સંગ–વંદન કરવું. દુર્લભ નરભવ મળ્યા પછી શ્રાવક ધર્મની અવશ્ય આરાધના કરવી. ત્રણ-સ્થાવર જીવોની રક્ષા કરવી. જીવદયાનું પાલન કરવું. હૈયામાં કરૂણાની ભાવના રાખવી. બ્રહ્મચર્યનું પાલન કરવું. જીવોને અભયદાન આપવું. ઇંદ્રિયોના વિષયોનું દમન કરવું. ચંદાવર્તક રાજાની જેમ સામાયિક પૌષધ આદિની પર્વમાં આરાધના કરવી. શ્રાવકનાં ૧૨ વ્રત અંગીકાર કરવાં અરિહંત દેવ, સુસાધુ એ ગુરુ અને જિનેશ્વર ભગવંતે ભાખેલો ધર્મ એ ત્રણનો શ્રદ્ધાથી સ્વીકાર કરવો. દુર્ગતિમાં લઈ જનારા કુદેવ, કુગુરુ અને કુધર્મનો સર્વથા ત્યાગ કરવો. જિનેશ્વર ભગવંતની અષ્ટપ્રકારી પૂજા કરવી. પ્રતિદિન છે આવશ્યક કરવાં અને ચાર પ્રકારના ધર્મની આરાધના Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩ર, જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા કરવી. કવિએ છેલ્લી કડીમાં ધર્મ આરાધનાના ફળનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે (ગાથા-૨૦) જે આરાહદ ગુરુ ચલણ જિણવર ધમ્મુ કરિતિ, સંસારિય સહ અણુભવિય સિવપુરિ તે વિલસંતિ. | ૨૦ || અજ્ઞાત કવિની ૨૦ કડીની ધર્મ ચચ્ચરી એ શીર્ષક પ્રમાણે ધર્મના વિચારોનું પ્રતિપાદન કરે છે. ટૂંકમાં શ્રાવકધર્મ–શ્રાવકે કરવા યોગ્ય કૃત્યોનો ઉલ્લેખ થયો છે. આ ચર્ચારી ઉપદેશ પ્રધાન છે. મહ જિણાણાં અને શ્રાવક કરણીની સજ્જઝાય સાથે આ કૃતિ સામ્ય ધરાવે છે. ૧૦. ચર્ચરી ગીત ચર્ચરી એ ગીત કાવ્યના દષ્ટાંતરૂપે પ્રાપ્ત થાય છે. કવિ સમયસુંદરની ગુરુભક્તિના ઉદાહરણરૂપ જિનસિંધસૂરિ ચર્ચરી અત્રે પ્રગટ કરવામાં આવી છે. તેમાં ઉપદેશાત્મક વિચારો પ્રગટ થયા છે. રાત વીતી ગઈ છે અને સવાર થયું છે. ગુરુ જિનસંઘસૂરિનું જીવન સૂર્ય સમાન તેજસ્વી છે. ધર્મના માર્ગે અનુસરવાનો સમય થયો છે. સૂર્યથી કમળવન વિકસે છે તેમ દુરિત તિમિરનો નાશ થયો છે અને કુમતિરૂપી ઘુવડ દૂર ભાગ્યો છે. કવિની ઉપમાઓ નોંધપાત્ર છે. નાનકડા ગીતના વિચારો આત્મા સાધના કરનારને પ્રેરક બને તેમ છે. મોર પયઉ જવિક જીવજગ જાગિ જાગિરી, જિનસંઘસરિ ઉદય ભાણ તેજપુંજ રાજમાણ, ઉઠ અઈસે ધરમ મારગિ લાગિ લાગિ લાગિરી. || 1 || ભવિક કમલ વન વિકાસન સુરિત તિમિર જારવિનાસન, કુમતિ ઉલુક દૂરિ ગણ ભાગ ભાગિ ભાગિરી. શ્રી જિનસિંઘસૂરિ સીસ પૂરવઈ સબમનજગીસ, સમય સુન્દર ગાવત ભયરવ રાગ રાગિ રાગિરી. | ૨ || સંદર્ભ : ગુજ. સાહિ. ઈતિ. ખંડ-૧, પા. ૨૧૯ એજન પા. ૨૩૭ જૈન સત્યપ્રકાશ વર્ષ–૧૧, પા- ૧૫૪ ઉત્તરાધ્યયન સૂત્ર-૮, પા.-૧૦૩ જૈન સત્ય પ્રકાશ વર્ષ–૧૧ પ્રાકૃત પિંગલમ્ પા. ૨૮૪ પ્રાચીન ગૂર્જર કાવ્ય સંચય પા- ૭૧ ૮. પ્રા – ગૂ- કા. સં. પા-૮૨ ૯. પ્રા – ગૂ- કા. સં. પા. ૮૦ ૧૦. કુસુમાંજલિ-પા. પા.- ૩૯૭ ૨. છે 5 = ળ છે Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૩૩ ૫. ભાસ ભાષાની દૃષ્ટિએ વિચારીએ તો ભાષ્ય-સંસ્કૃત શબ્દ છે અને પ્રાકૃતમાં “ભાસ’ શબ્દ રચાયો છે. “સ' સરલી કરણમાં ‘ય’ નો લોપ થયો છે. એટલે ભાસ શબ્દ બન્યો છે. અને “ષ' નો “સ” થયો છે. દા. ત. હાસ્ય – હાસ. સંસ્કૃત ભાષામાં ભાષ્ય શબ્દ પ્રયોગ વૃત્તિ, વિવેચન, ટીકા કે વિશેષ રીતે સમજાવવાની શૈલી માટે વપરાય છે. ઉદા. શાંકર ભાષ્ય-. જૈન દર્શનમાં ત્રણ ભાષ્ય પ્રાકૃત ભાષામાં છે ચૈત્યવંદન, ગુરુવંદન અને પચ્ચકખાણ ભાષ્ય. એટલે આ શબ્દ પ્રયોગ સંસ્કૃત અને પ્રાકૃતમાં પ્રાપ્ત થાય છે. ભાસનો શબ્દાર્થ–પ્રકાશ, આભાસ, ઝાંખી પ્રકાશ પાડવો, બોલવું અથવા કહેવું. ભારતમાં મુખ્યત્વે મુનિજીવન–આચાર્યો અને સતીઓના જીવનની ગૌરવગાથાનું નિરૂપણ થયું છે. સાધુ જીવનમાં સઝાય મહત્વની છે તે દૃષ્ટિએ આ ભાસ પ્રકારની કૃતિઓ સંયમ જીવનની પુષ્ટિ માટે નવલું નજરાણું પૂરું પાડે છે. પૂર્વાચાર્યો અને આગમ ગ્રંથોના સારરૂપે રચાયેલી ભાસ રચનાઓ આત્માના જ્ઞાન દર્શન અને ચારિત્ર ગુણના વિકાસમાં અનન્ય પ્રેરણાસ્ત્રોત બને છે. ભાષા શબ્દ પરથી ભાસ શબ્દ નિષ્પન્ન થયો હોય એમ સંભવ છે. ભાસ વિસે ઉપલબ્ધ કૃતિઓને આધારે નીચે પ્રમાણે માહિતી જાણવા મળે છે. વિવાહલો' કાવ્ય રચનામાં “ભાસ'નો પદ્ય ખંડ તરીકે પ્રયોગ થયો છે. વિનયવિજયજી ઉપા. કૃત ‘વીશી' વીશ વિહરમાન જિન સ્તવન રચનામાં “ભાસ’ શબ્દ પ્રયોગ થયો છે. તે ઉપરથી ભાસનો અર્થ સ્તવન–પ્રભુ ગુણગાન અંગેની કાવ્ય રચના એમ સમજાય છે. કવિની બીજી કૃતિ શાશ્વત જિન ભાસ એ પણ શાશ્વતા જિનેશ્વરોનાં ગુણગાન ગાતી રચના છે. અચલગચ્છના કલ્યાણસાગરસૂરિની વીશ વિહરમાન જિન સ્તુતિ- ભાસ સ્તવન સ્વરૂપની પ્રાપ્ત થાય છે. ભાસ શબ્દ અથવા “ગીત' એવો શબ્દ પ્રયોગ પણ પ્રાપ્ત થાય છે. જિનસાગરસૂરિએ વીશ વિહરમાન જિન સ્તવનોની રચનામાં ગીત શબ્દપ્રયોગ કર્યો છે. એટલે ભાસગીતકાવ્યના પર્યાયરૂપે ગેય રચના છે. એમ અનુમાન કરવામાં આવે છે. સં. ૧૯૭૮માં પ્રગટ થયેલ સઝાય સંગ્રહમાં સઝાય-ભાસ શબ્દ પ્રયોગ થયો છે જૈન ગૂર્જર કવિઓની સૂચિમાં પણ આ શબ્દ પ્રયોગ તીર્થકર વિષયક કૃતિઓ અને સક્ઝાય માટે પ્રયોજાયો છે. ૧૭મી સદીના કવિ બ્રહ્મમુનિએ ઉત્તરાધ્યયન સૂત્ર ૩૬, અને ૧૮ પાપ સ્થાનકની સઝાય માટે “ભાસ' “ગીત' એવો પ્રયોગ કર્યો છે. તે ઉપરથી ભાસમાં માત્ર ગુરુગુણિ ગાવાની કે તીર્થમહિમા ગાવાની વિગતો નથી પણ તાત્વિક વિચારોને “ભાસ' દ્વારા સંક્ષેપમાં વ્યક્ત થયા છે. એટલે ભાસના વિષયમાં જ્ઞાનમાર્ગના વિચારોનો સમાવેશ થયો છે. પ્રથમ વિનયશ્રુત અધ્યયનના શબ્દો છે. શ્રી ગુરુ ગૌતમ હિયડેધરી, કહિશું વિનય વિચાર, સ્વામી સોહમ ગણધર દાખવે, ઉત્તરાધ્યયન મઝાર. || ૧ || Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૪ , જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા વિનય કરી ભવિયણ ભાવસું, જેહથી લહિયે નાણ, અનુક્રમે સમક્તિ ચારિત્ર ગુણ ગ્રહી, પામીજે નિર્વાણ. / ૨ મહામહોપાધ્યાય મુનિરાજ મેઘવિજયકૃત જ્ઞાતાસૂત્રની ૧૯ સક્ઝાય, અને સોળ સતીની સઝાયો પ્રાપ્ત થાય છે. શ્રી હરજી મુનિ કૃત એકાદશ ગણધર સજઝાયની સઝાયો રચી છે. આ કૃતિઓમાં સઝાય શબ્દની સાથે અથવા ભાસ-અથવા ગીત શબ્દ પ્રયોગ થયો છે. - શ્રી વિનયવિજય ઉપા. કૃત વીશી અથવા વીશ વિહરમાન જિન ભાસ. કવિએ મહાવિદેહક્ષેત્રમાં વિચરતા વીશ વિહરમાન જિનેશ્વરોનાં ૨૦ સ્તવન રચ્યાં છે તેને વીશી અને અન્ય નામ વશ વિહરમાન જિનભાસ નામથી ઓળખવામાં આવે છે. વીશીને અંતે કવિના શબ્દો કહે છે શ્રી કીર્તિ વિજય ઉવઝાયનોએ, વિનયવંદે, શ્રી જિનનાં ગુણ ગાવતાં એ, કર જડ, લલિઈ મંગલ ક્રોડ. / ૧૧ | બીજી રચના શાશ્વત જિનભાસ છે. કીર્તિવિજય ઉવઝાય કેરો લહીઈ પુણ્યપસાય, શાશ્વત જિનગુણ ઈણિ પરિ, વિનય વિજય ઉવઝાય. || ૯ || ૨ અચલગચ્છની પાટે ૬૪ મા આચાર્ય કલ્યાણસાગરસૂરિ થયા છે. કવિએ વીશ વિહરમાન જિન સ્તુતિની રચના કરી છે. સત્તરમી સદીના છેલ્લા તબક્કામાં થયેલા આ કવિએ રચેલી વીશી સ્તવન–ભાસ અને ગીત જ્યા શબ્દોથી ઓળખાય છે. (૨-૨૬૯) જિનસાગરસૂરિએ સં. ૧૭૨૦માં વીશી–વીશ વિહરમાન જિન સ્તવનો રચ્યાં છે તેની સાથે ગીત શબ્દ પ્રયોગ થયો છે. ( ૩ | ૧૮૭) ૪ દશાર્ણભદ્ર ભાસની રચના કવિ હેમાણંદ સં. ૧૬૫૮માં કારતક સુદ–૧૫ ના રોજ પ૬ કડીમાં કરી છે. (૨ /૪૩). કવિ સમયસુંદરની “કુસુમાંજલિ' કૃતિમાં ભગવંત, તીર્થ, સતીઓ, અને મહાપુરુષોના વિષયને કેન્દ્રમાં રચાયેલી વિવિધ ભાસ કૃતિઓ પ્રાપ્ત થાય છે. આ કૃતિઓ ભાસ-ગીત નામથી પ્રચલિત છે. કુસુમાંજલિ કાવ્ય સંગ્રહમાં વિવિધ વિષયના ભાસનો સંચય થયો છે. ૬. યશોવિજયજી ઉપા. ની રચના ઇંદ્રભૂતિ ભાસ અગ્નિભૂતિ ભાસ, વાયુભૂતિ ગીત, વ્યક્ત ગણધર, સુધર્માસ્વામી સંયમક્ષણિ વિચાર સજઝાયમાં પ્રગટ થઈ છે. ૧૧ અંગની સઝાયની રચના સુરતના ચોમાસામાં સં. ૧૭૨૨માં કરી છે તેને સઝાય અથવા ભાસ શબ્દ પ્રયોગ થયો છે. (૪(૨૦). ભાસમાં તીર્થકર ભગવંત અને ગુરુ મહિમા ગાવાની પ્રણાલિકાનું અનુસરણ થયું છે. ૭. “ભાસ પ્રકારની માહિતીના સંદર્ભમાં કેટલીક કૃતિઓ અને મિતાક્ષરી નોંધ સાથે પ્રગટ કરવામાં આવી છે તે ઉપરથી ભાસનો વિશેષ પરિચય પ્રાપ્ત થઈ શકે તેમ છે. કવિ લાવણ્યસમયની આદિનાથ-ભાસ કૃતિનો પરિચય નીચે પ્રમાણે છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૩૫ સં. ૧૫૮૭માં આદિનાથ ભાસની રચના ૨૨ કડીની પ્રાપ્ત થાય છે તેમાં મુખ્યત્વે તીર્થાધિરાજ શત્રુંજયના મૂળનાયક આદિનાથ ભગવાનને કેન્દ્રમાં રાખીને સાત ઉદ્ધારની માહિતી પ્રાપ્ત થાય છે એટલે આ ભાસ રચનામાં શત્રુંજય તીર્થનો સાત ઉદ્ધારનો મહિમા ગાવામાં આવ્યો છે. આરંભમાં સરસ્વતીની સ્તુતિ કરીને શત્રુંજયનો મહિમા ગાવાના વિષયનો ઉલ્લેખ થયો છે. “સરસતિ સરસતિ દિઉવયણાં ઘણાં, ગાઈસિ ગિરૂચા ગુણ સેત્રુજિતણા.” શત્રુનો મહિમા દર્શાવતા કવિ જણાવે છે કે રાજા ભરત ચક્રવર્તીએ પહેલાં ઉદ્ધાર કર્યો હતો ત્યારપછી બાકીના ઉદ્ધાર વિશે ટૂંકમાં માહિતી આપી છે. કર્માશાના સાતમા ઉદ્ધાર વિશે કવિએ વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે. સાતમા ઉદ્ધારની દૃષ્ટાંતરૂપે નીચેની પંક્તિઓ પ્રગટ કરવામાં આવી છે. ગાઈસિલ શ્રી શેત્રુજિતણા ગુણવિમલ વસુહાં વિસ્તર્યા, પૂરવ નવાણું વાર જાણું આગઈ આદિ સમસર્યા. ઈરાઈ ફૂંગર દીઠઈ નરગ નીઠઈમુગતિનાં ફલ ટૂકડાં, પામીઈ સદગતિ નહી દુરગતિ દૂરિ જાઈ દૂષડાં. (૨) પરકાસીઈ વરલગન પંચમિ વેત્રિ વાહણિજોતરી, ઉતર દક્ષિણ પૂરવ પશ્ચિમ પાઠવઈ કંકોતરી. કેવિઅગ્યા આસનિ કેવિ સુષા સનિકેવિ રથ સોહાવએ, શ્રી સંઘ માગણ જણ મનોહર મોટા મુનિવર આવએ. (૧૨) હુઈ પ્રતિષ્ઠાસંઘ સમિલ્યા અન્ન અવારીનંધિતસવિ ફલ્યા. (૧૩) વાજઈ ન ફેરી પુણ્યકેરી કરીય વહિતી વાટુએ. " (૧૬) અભિનવા ઉત્સવ ભેર ભુગલ દીપમંગલ આરતી, શ્રી આદિદેવ નિણંદ પૂજા કરૂ કુસુમિ ભાવતી. ઉદ્ધારએ સાતમુ સેત્રુજ્જગત્ર અચલ સાગરૂ, લાવણ્ય સમઈ મુણિંદ બોલઈ સંઘ ચઉવહ જયકરૂ. (૨૨) | શ્રી ગૌતમ ગણદર ભાસ. /. (રાગ અહો મતવાલે સાહિબા) પહેલો ગણધર વિરનો, વર ગોબર ગામ નિવાસી રે ! સુતપૃથિવી વસુભૂતિનો, નામે ઈન્દ્રભૂતિ સુવિલાસી રે II ભવિયાં વંદો ભાવટું | ૧ જ્યેષ્ઠા નક્ષત્રે જાયો, ગૃહવાસે વરસ પચાસો રે ! ત્રીશ વરસ છબસ્થતા, જિન બાર વરસ સુપ્રકાસો રે ભવિ૦ | ૨ | શિષ્ય પરિચ્છદ પાંચસે, સર્વાયુ વરસ તે બાણું રે ! ગૌતમ ગોત્રતણો ધણી, એ તો સાચો હું સુર તરૂ જાણું રે / ભવિ૦ | ૩ || Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૬, જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા સુરતરૂ જાણી સેવિયો, બીજા પરિહરિયા બાઉલિયા રે .. એ ગુરૂ થિર સાયર સમો, બીજ તુચ્છ વહે વાહુલિયા રે II ભવિ૦ ૪ લબ્ધિ અઠાવીશે વર્યો, જસ મસ્તકે નિજ કર થાપે રે ! અછતું પણ એહ આપમાં, તેહને વર કેવલ આપે રે || ભવિ૦ || ૫ | જ્ઞાન અહંકારે કહ્યું, રાગે કરિ જગગુરૂ સેવા રે | શોકે કેવલ પામિયું, કારણ સર્વે ન કહેવા રે || ભવિ૦ || ૬ || વીરે શ્રુતિ પદે બુઝવ્યો, એતો જીવતણો સંદેહી રે . શ્રી નવિજય સુસીસને, ગુરૂ હોજયો ધર્મ સનેહી રે . ભવિo ૭ | શ્રી સીતા સતીની સઝાય-ભાસ ઝળહળતી બળતી ઘણું રે લાલ, ઝીલે ઝાળ અપાર રે, સુજાણ સીતા; જાણે કેસ કુલીયા રે લાલ, રાતા ખયર અંગાર રે, સુજાણ સીતા ધીજ કરે, સીતા સતીય રે લાલ. આંકણી) ૧ સતયતણે પરમાણ રે સુજાણ, લખમણ રામ ખડા તિહાં રે લાલ ; નિરખે રાણા રાણ રે સુજાણ, સીતા ધીજ કરે. ૨. સ્નાન કરી નિર્મળ જળે રે લાલ, બિમણે રૂપ દેખાય રે, સુ૦ ધી૦ આવીઆ નરનારી ઘણા રે લાલ, ઊભા રે પોકાર રે. સુત્ર ધીરુ ૩. ભસ્મ હોશે ઈણ આગમાં રે લાલ, રામ કરે છે અન્યાય રે, સુ૦ ધી૦ રામ વિના વાંછડ્યો હોવે રે લાલ, સુપને હ નર કોય ૨. સુત્ર ધી) તો મુજ અગની પ્રજાળજો રે લાલ, નહીં તો પાણી હોય રે, સુ0 ધી0 એમ કહી પેઢી આગમાં રે લાલ, સુરત થયો અગ્નિ નીર રે. સુo ધી૫. જાણે દ્રહ જળસેં ભર્યો રે લાલ, ઝીલે ધરમની ધાર રે, સુ0 ધી૦ દેવ કુસુમવર્ષા કરે રે લાલ, એહ સતી શિરદાર રે. સોના ધીજથી ઉતરી રે લાલ, ભાસ કરે સંસાર રે, સુ0 ધી0 રલિયાત મન સહુકો થયા રે લાલ, સઘળે થયો ઉછરંગ. સુ૦ ધી૦ ૭ લખમણ રામ ખુશી થયા રે લાલ, સીતા સયળ સુરંગ રે, સુ0 ધી૦ જગમેં જય થયો જેહનો રે લાલ, અવિચણ શિયળ સનાહ રે. સુત્ર ધી૦ ૮ સતીઓના ગુણ ગાવતાં રે લાલ, આણંદ અત્યંત થાય રે, સુ૦ ધી કહે જિનહર્ષ સીતાતણા રે લાલ, પ્રણમીજે નિત પાય રે. સુત્ર ધી૦ ૯. શ્રી પ્રવચનમાલા સજ્જઝાય-ભાસ ચાલે જયણા જોવતો રે | પાલે જીવ એ કાય ! નિરવધ વચન મધુર કહે છે નિતુ જાણી ધરમ ઉપાય. | ૧ || Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૩૭ નમું ગુરુ પાયા રે | જશુ સીલેં નિરમલસાર સુહાવે કાયારે, પણિ સમિતિ ગુપતિ ધર્મસાર કહે જિન રાયા રે. તિણ કારણ હરષ અપાર નમું ગુરુ પાયા રે. | આંકણી | દોષ બેતાલીસ ટાલતા રે I સુઘોભે આહાર, નયણે નિરખી પૂંજતા રેલ્વે ઉપગરણ પ્રકાર. || નમું | ૨ | જલ્લ મલ્લાદિક પરવરે સૂઘો કૅમિલ જોઈ, શુભધ્યાને મન રાખતાં . જસુ ચારિત્ર નિરમલ હોઈ. || નમું / ૩ વચન ન સાવધ ઉચ રે રે વચન ગુપતિ સંભારિ, કાયા કરણી તે કરે જિણે હવે જીવ ઉગારિ. | નમું | ૪ || પ્રવચન માતા આવએ . જે પાલે અનુદિન સાર, શ્રી બ્રહ્મ કહે તે મુનિ નમો જિમ પામો ધર્મ વિચાર. || નમું | ૫ | શ્રી સઝાય સંગ્રહ (પા. નં. ૪). ‘ભાસ' સંજ્ઞાવાળી બીજી પણ વિવિધ વિષયની પા. ૧૭૬ કૃતિઓની સૂચી જૈન ગૂર્જર કવિઓ ભા- ૭, પા. ૧૯૩, ૨૦૬ પર છે. આ વિશે સંશોધન કરવાથી પ્રભુભક્તિ અને ગુરુ ભક્તિનો મહિમા પ્રગટ થયેલો જાણી શકાય. ૭. દિધમ સબરી ભાસ “ભાસ' કાવ્ય પ્રકારમાં શીલનો મહિમા દર્શાવતી સંવાદરૂપે રચાયેલી અજ્ઞાત કવિ કૃત દિમ સબરી' ભાસ કૃતિ પ્રાપ્ત થાય છે. તેમાં દીર્ધ રાજા અને શબરી સાથેના સંવાદ દ્વારા શીલધર્મનો મહિમા ગાવામાં આવ્યો છે. જૈન રામાયણમાં આ વિગતનો કોઈ ઉલ્લેખ મળતો નથી. આ પ્રસંગની સઝાય પ્રાપ્ત થાય છે. અત્રે મૂળ કૃતિનો ભાવાર્થ પ્રગટ કરવામાં આવે છે. તેની શૈલીમાં સંવાદનો પ્રયોગ એટલે કાવ્યની દૃષ્ટિએ ભાસ છે તો અન્ય રીતે “સંવાદ' પ્રકારની કૃતિ છે. પ્રાચીન ગૂર્જર કાવ્ય સંચય પુસ્તકમાંથી આ ભાસ પ્રાપ્ત થયો છે. (પા. ૮૫/૮૬). ભાસનું વિષય વસ્તુ ૧૬ કડીમાં વિભાજિત થયું છે. જૂની ગુજરાતી ભાષા હોવાથી અત્રે તેનો ભાવાનુપદ પ્રગટ કરવામાં આવ્યો છે અને ભાષાની દૃષ્ટિએ પરિચય થાય તે માટે આરંભની બે કડી અને અંતની બે કડી પ્રગટ કરવામાં આવી છે. ગય ગગણિબાલી મયણચી આલી દિધ મિમિયનયગુલે બનિનિહાલી, નયણ રસિ રસાલી રાયની હીયાલી કુસુમસર પસિરિહુઈત્ર પરાલિ. | ૧ || રાય સસિ રાચઈ વિષયમદિ માચઈ મમઈ સંસારિ તે જીવ સાચઈ, પરરમણિ ઈહઈનરકનબીહઈ દિધમ તે કુંભીય પાકિ પાચઈ. | ૨ || પરકલવદેખી જણસિ જિમ લેખી સ્વદાર સંતોષ કરિ બુજી બુજી, દિધમ કુલ ગાજઈ જસ પડહુ બાજઈ સીલજલિ સુકિ તું મમ મ મુજિ. || ૧૫ II Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા વયણિ તિણિ ભીજઉ દિધ મુનિ પતીજઉ ધનુધનુ બહિનિ તું ઈમ સમાવઈ, શવરિ ને પાઈ લાગઈ આસીસુ તવ મામઈ વલિઉં નર નાહ નિય નયરિ આવઈ.IN ૧૬ / (શીલ વિશે) દીર્ઘરાજા અને શબરીનો સંવાદ ગજગામિની (હાથી જેવી ચાલવાળી), કામદેવની શ્રેણિ જેવી (સ્ત્રી) દીર્ઘરાજાએ પોતાનાં નયન વડે વનમાં નિહાળી, નયનરસથી રસીલીને જોતાં રાજાને કામદેવનાં બાણ પ્રસરવાથી લજ્જા આવી...૧ રાગ રસમાં રાચવું, વિષયમદમાં નાચવું એટલે સંસારમાં જીવનું ભમવું. આ લોકમાં પરસ્ત્રીથી જે બીતો નથી તે નરકથી બીતો નથી, તે દીર્ધકાળ સુધી કુંભીપાકમાં પકાય છે. (સ્ત્રીનાં) શીતળ વચનમાં ગૂંથાયો, સ્નેહરૂપી કાદવમાં ખૂંપ્યો, રંગ જોઈને વધારે ખૂંચ્યો, તેની પાસે પહોંચ્યો, મોહનાં ભારથી જોતરાયો, સાંભળીને ભ્રમિત થયો.... (૩) રાજા નેહ વચનથી કહે છે “હે મૃગનયની ! તું કોણ છે? અમૃતસરખી વાણી વાળી તું વનમાં કેમ ભમે છે? રૂપમાં દેવી જેવી, વેશથી ઈન્દ્રાણી જેવી, ઉપમા ન આપી શકાય તેવી, મનમાં ન સમાય તેવી રૂપાળી તું વનમાં કેમ ભમે છે ?”.... (૪) (શબરી કહે છે) અમે પર્વતમાં રહીએ છીએ. પાંદડાનાં વસ્ત્રો પહેરીએ છીએ. ભીલની વહુ (ભીલડી) છું. પતિએ વારવા છતાં હું ફળ લેવા માટે ભોળી અહીં ફરું છું.... (૫) રાજાએ જાણ્યું કે “આ ભીલની રાણી છે.” મનમાં કામદેવને ધારણ કરીને તે કહે છે “હું તને પટરાણી કરું” આ વનને છોડી તું મારાં રાજ્યમાં આવ.... (૬) શબરીએ જાદર (જાડી) ચાદરનું ફાળીયું પહેર્યું છે. કૂરકપૂર રસ આ બાળાએ જોયાં નથી. વનને છોડીને ભીલડી દીર્ઘરાજાની પાછળ ચાલી. રાજાએ તેનો આદર કર્યો તેથી મનમાં આશ્ચર્ય થાય છે.... (૭) દીર્ધરાજા એકલાં ભોગને જ વખાણે છે. જ્યારે ભીલડી કહે છે “ અમારે તો એક ભીલરાણો જ મનમાં છે. તમે તમારું રાજય સંભાળો, મારે બીજો કોઈ રાજા રાણો નથી.....(૮)” રહેવાનો મહેલ જોઈને શબરી વિચારે છે, દીર્થને નિરાશ ન કરવો (પણ શીખામણ આપવી)–ભીલડી કહે છે “સફેદ મહેલમાં વસીને નરકમાં (કાળી નરકમાં) વસવું પડશે. તે કેમ વિચારતાં નથી ? ભયથી પણ કંઈક વિચાર નરકનો પણ ભય નથી લાગતો ? ત્યાં સૂર્ય પણ નથી (અંધકાર હોય છે)”.... (૯) (દીર્ધ કહે છે) મદન સુભટ આજ મારાં ઉપર જોર કરે છે, સર્વ જીવો સુખ ઇચ્છે છે કાલ ઉપર કોણ રાખે ? કેમકે આછાં વસ્ત્રમાંથી પાણી નીતરે તેમ આયુષ્ય ઘટી રહ્યું છે. (ભોગ બાકી રહી જશે)....(૧૦) હું કામદેવનાં બાણ ફેંકુ છું તેનો ઘા તને કેમ લાગે છે ? ત્યારે શબરી દીર્ધ પાસે પ્રાણ માંગે છે. રાજા કહે છે “એવું ન બોલ.” અરેરે ! જો પ્રાણીને સ્નેહ ન હોત તો આ ભવમાયા ક્યાંથી Page #58 -------------------------------------------------------------------------- ________________ 3 પ્રકરણ-૨ હોત? ... (૧૧) ભોળી શબરી કહે છે– હે અંતરજામી ! હું પ્રાણની પરવા નહીં કરું પણ કામને વશ નહીં થઉં. હે દીર્ધ ! તું રાજા છે, રાજરાણીને પામીને ભીલડી ઉપર પ્રેમ કરતાં શરમ નથી આવતી ? ... (૧૨) પાછળથી ન રહેવાય અને ન સહેવાય એવી દશા થાય છે. અલ્પ સુખ માટે શું કામ વિચારે છે ? વિષયરૂપી વિષ ધારણ કરી મોહનાં ભારથી ભરેલ હે દીર્ધ ! તું આ જન્મ હારી જાય છે... (૧૩) હે દીર્ધ ! અતિરાગ ન કર. વૈષ પણ ન કરીશ. પ્રેમની પરવશતાથી દેહ દાઝતો હોય છે. જો. ગંધમાં લુબ્ધ થયેલો ભમરો ફળના રસની આસક્તિથી કમલવનમાં જાય છે, મૃત્યુ પામે છે... (૧૪) તેથી પરસ્ત્રીને માતા જેવી ગણીને, સ્વસ્ત્રીમાં સંતોષ કર, તું બોધ પામ જેથી દીર્ઘરાજાનું કુળ ગાજશે, યશનો પડયો વાજશે, શિયળરૂપી જળમાં સ્નાન કર, મારામાં મૂંઝાઈશ નહી... (૧૫) તેના આવા વચનથી તે ભીંજ્યો, દીર્થના મનમાં વિશ્વાસ બેઠો તે કહે છે તે બેન ! તને ધન્ય છે, મને ક્ષમા આપ, એમ કહી શબરીને પગે પડે છે. આશિષ માંગે છે અને (નરનાથ)= રાજા પોતાનાં નગરમાં પાછો ફરે છે... (૧૬) ૮. શ્રી પુરિમતાલમંડન આદિનાથ ભાસ ભરત નઈ ઘઈ ઓલમંડા રે, મરુદેવી અનેક પ્રકારરે મહાર બાલુપડઉ . બાલુડઉ નયણિ દિખાડિ રે મહારઉ નાન્ડવિપક્ષે આંકણી | તું સુખલીલા ભોગવઈ રે ઋષભની ન કરઈ સાર રે . હા ૧ || પુરિમતાલ સમોસરર્યા રે ઋષભજી ત્રિભુવન રાય રે || હા || ભરત કુંયરસું પરિવરી રે મરુદેવી વાંદણ જાય રે . હા || ૨ || ઋદ્ધિ દેખી મન ચતવઈ રે એક પખઉ હાર રાગ ૨ હા . રતિ દિવસ હું મૂરતી રે ઋષભનું મન નીરાગ રે || હા / ૩ // પુત્ર પહિલી મુગતિ ઢાયી રે શિવ વધુ જોવા કાજ રે | મ્યા . સમય સુન્દર સુપ્રસન્ન સદા રે આદીસર જિનરાજ રે || હા || ૪ | સંદર્ભ - ૧. જૈન ગૂર્જર કવિઓ તા. ૧/૧૯ ૨. એજન ભાગ. ૩ |૨૬૯ ૩. એજન ભાગ. ૩ | ૧૮૭ ૪. એજન ભાગ. ૨ | ૨૪૩ ૫. કુસુમાંજલિ–પા-૮૧ ૬. જૈન ગુર્જર કવિઓ ભાગ. ૪/૨૦ ૭. પ્રાચીન ગૂર્જર કાળ સંચય પા-૮૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૦ - જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ૮. કુસુમાંજલિ પા–૮૧ - જૈન ગૂર્જર કવિઓ ભાગ- ૭ પા. ૧૯૩, ૨૦૬ પ્રાચીન કાવ્યોં કી રૂપ પરંપરા પા. – ૫૮ (વિવાહલો કૃતીઓની ૨૨મી ), મધ્ય–સાહિ- સ્વ. પા. ૩૬૪ મધ્યસાહિ–ઇતિ. પા. ૪૧, ગુજ. સાહિ-ઇતિ. ખંડ-૧, પા. ૨૪૧. ૬. વિવાહલો : મધ્યકાલીન જૈન સાહિત્ય રાસ, ફાગુ, પદ, સ્તવન, સઝાય, હરિયાળી આદિ કાવ્ય પ્રકારોથી અતિ સમૃદ્ધ છે. આ સમયમાં એક વિશિષ્ટ પ્રકારની કાવ્ય રચના “વિવાહલો' પ્રાપ્ત થાય છે તેના સ્વરૂપ વિશે કેટલીક કૃતિઓને આધારે નીચે પ્રમાણે માહિતી ઉપલબ્ધ થાય છે. આ સમયમાં કવિઓએ રચેલી કૃતિઓમાં વિવાહલઉ, વિવાહલ, વિવાહલો શબ્દપ્રયોગો થયા છે. આ શબ્દો ભાષાની દૃષ્ટિએ વિકાસ દર્શાવે છે. “ઉ” ગુણવૃદ્ધિથી “ઓ થતાં “વિવાહલો' શબ્દ અને “ઉ' હ્રસ્વ કરતાં “વિવાહલુ' શબ્દ નિષ્પન્ન થાય છે. પણ અર્થ તો વિવાહનો છે તેમાં કોઈ ફેરફાર થતો નથી. સમગ્ર મધ્યકાલીન સાહિત્ય એ ગુજરાતી ભાષાનો ક્રમિક વિકાસ દર્શાવવા માટે ઐતિહાસિક માહિતી પ્રદાન કરે છે. વિવાહલો'નો લોક પ્રચલિત અર્થ વિવાહ લગ્ન સાથે સંબંધ ધરાવે છે. સંસારી જીવનમાં અભૂતપૂર્વ આનંદ અને મંગલનું પર્વ શાનદાર રીતે ઉજવાય છે તે વિવાહ ઉત્સવ છે. લગ્ન વિધિ અનુસાર નર-નારીનું મિલન-ગૃહસ્થાશ્રમમાં પ્રવેશનો ઉત્સવ એ વિવાહ છે. “વિવાહલો' કાવ્યમાંથી સમકાલીન સમાજની લગ્ન પદ્ધતિ અને રીતરિવાજનો પરિચય થાય છે. એટલે સામાજિક સંદર્ભવાળી આ કાવ્યકૃતિ કહેવાય છે. આર્ય સંસ્કૃતિમાં માનવ જીવનના ૧૬ સંસ્કારનો સંદર્ભ છે તેમાં ૧૪મો વિવાહ સંસ્કાર (અગ્નિ સાક્ષીએ નર-નારીનો સંબંધ કરવો) છે. વિવાહ સંબંધ એ જન્મ જન્માન્તરના સંબંધનું સૂચન કરે છે. વિવાહ એ લગ્ન જીવનનો આધાર સ્તંભ છે. અને સ્વયં નક્કી થાય છે. વિવાહ એ માત્ર ઉત્સવ નથી પણ પવિત્ર સંસ્કાર ગણાય છે. હિન્દુ ધર્મમાં ચાર વર્ણ અને ચાર આશ્રમની વ્યવસ્થા છે તેમાં ગૃહસ્થાશ્રમનો પ્રારંભ વિવાહના સંસ્કાર પછી પ્રારંભ થાય છે. ચાર આશ્રમોની સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થની સાધના પણ સંબંધ ધરાવે છે. આસક્તિ રાખ્યા વગર નિષ્કામ કર્મ પ્રવૃત્તિ આદરવી જોઈએ. મનુ સ્મૃતિમાં ગૃહસ્થાશ્રમનું મહત્ત્વ દર્શાવ્યું છે. નાની મોટી નદીઓ સાગરને મળે છે તેમ બાકીના ત્રણ આશ્રમનો આધાર સ્તંભ ગૃહસ્થાશ્રમ છે. લગ્ન એક પવિત્ર કરાર છે. અને સામાજિક સુવ્યવસ્થા તથા શાંતિ સ્થાપવામાં મહત્ત્વની ભૂમિકા પૂરી પાડે છે. આ માટે વિવાહ સંસ્કારનું મૂલ્ય ઉચ્ચ કોટિનું મનાય છે. વિવાહના આ સાંસ્કૃતિક સંદર્ભ પછી જૈન કવિઓએ “વિવાહલો' કૃતિઓની રચના કરી છે તે વિશે વિચારવું જરૂરી છે. અલ્પ પરિચિત સૈદ્ધાંતિક કોશમાં વિવાહનો અર્થ ભગવતી સૂત્ર દર્શાવ્યો છે. “વિવાહ એટલે વિવિધ રીતે વ્યાખ્યા કરવી. વિવાહલો દેશી શબ્દ છે. કાવ્ય રચનામાં વિવાહલોની દેશી Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૪૧ શબ્દ પ્રયોગ પ્રાપ્ત થાય છે. વિવાહલો એટલે વિવાહ પ્રસંગનું નિરૂપણ કરતું ચરિત્રાત્મક કાવ્ય. વિવાહલોના પર્યાયવાચી શબ્દોમાં ધવલ-મંગલ-વેલિનો પણ સમાવેશ થાય છે. જૈન સાહિત્યમાં વિવાહલોનો આધ્યાત્મિક અર્થ રહેલો છે. સંસારનો ત્યાગ કરીને સંયમ-દીક્ષા સ્વીકારી પાંચ વ્રતના પાલન દ્વારા મુક્તિવધૂને વરવાના પ્રસંગનું નિરૂપણ એ “વિવાહલો' કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો તે આધ્યાત્મિક વિવાહ છે. ભૌતિક વિવાહમાંથી મુક્ત થઈને આધ્યાત્મિક વિવાહમાં જોડાવાની આત્મ વિકાસની પરમોચ્ચ સ્થિતિનું નિરૂપણ એ વિવાહલો કાવ્ય છે. શ્રી હેમચંદ્રાચાર્યએ ત્રિષષ્ઠિશલાકાપુરુષ ગ્રંથની રચના કરી છે. તેમાં પ્રથમ પર્વ સર્ગ-૨, શ્લોક ૭૬૮ થી ૮૭૯માં શ્રી રૂષભદેવ ભગવાનના સુનંદા અને સુમંગલા સાથેના લગ્ન પ્રસંગનું વર્ણન પ્રાપ્ત થાય છે. તેમાંથી સમાજ જીવન, વ્યવહાર, ભોજન, તથા રીતરિવાજનો ઉલ્લેખ મળે છે. આવા પ્રસંગે પરણવાના કોડ, વહુઘેલી, જેવા લોક પ્રચલિત શબ્દો પણ વિવાહના ઉત્સવનો અપૂર્વ આનંદનો સંઘર્ષ પૂરી પાડે છે. જૈન કવિઓએ વિવાહના પ્રસંગનું જીવનના ક્રમ પ્રમાણે શૃંગાર રસયુક્ત નિરૂપણ કર્યું છે પણ અંતે તો સંયમ અને મોક્ષની પ્રાપ્તિનું નિરૂપણ એ જ કેન્દ્રવર્તી વિચાર વિવાહલો કાવ્યનું હર્દ છે. એટલે સાધુ કવિઓએ વિવાહ અને દીક્ષામાંથી વિવાહના ત્યાગની સાથે દીક્ષાના સ્વીકાર દ્વારા મુક્તિવધૂને વરવાનું અભૂતપૂર્વ મિલન વર્ણવ્યું છે. સંયમરૂપી કન્યાને વરવાનું, વર્યા સંયમ વધૂ લટકાળી જેવા શબ્દ પ્રયોગો થયા છે. સાધુજીવનનો આચાર શું છે તેની માહિતી વિવાહલોમાંથી વાસ્તવિક રીતે મળે છે. જૈન ધર્મની દૃષ્ટિએ લગ્ન આવશ્યક નથી. ત્યાગ, વૈરાગ્ય અને બ્રહ્મચર્યનું આચરણ કરીને જીવન જીવવાનો આદર્શ માનવ જન્મ સફળ થયો એમ માનવામાં આવે છે. વિવાહલો' એ દીક્ષાના રૂપક તરીકે પણ જાણીતું છે. જૈન કવિઓની વિવાહલોની રચના એક અનોખી કલ્પના અને અધ્યાત્મ જીવનની વાસ્તવિકતાને પ્રગટ કરે છે. જૈન કવિઓએ બે પ્રકારના વિવાહલોની રચના કરી છે તેમાં પ્રથમ પ્રકારમાં દીક્ષા પ્રસંગનું ભવ્યાતિભવ્ય અને આકર્ષક નિરૂપણનો સમાવેશ થાય છે. બીજા પ્રકારમાં તીર્થકર ભગવાનની દીક્ષા અને મુક્તિવધૂને વરવાના પરમોચ્ચ કોટિના પ્રસંગનું નિરૂપણ છે. એટલે એટલું સ્પષ્ટ થાય છે કે આત્માની સિદ્ધિ માટે સંયમ એ જ રાજમાર્ગ છે. વિવાહલો તીર્થકર અને મહાપુરુષોના જીવન વિષયક રચના છે મહાપુરુષોના વિવાહલોમાં આદ્રકુમાર વિવાહલ ૪૬ ગાથામાં, કવિ સેવક, જંબૂસ્વામી વિવાહલો કવિ હીરાનંદસૂરિનો ગા. ૩૫માં, શાલિભદ્ર વિવાહલુ ગા. ૪૪ કવિ લખમણ કૃતિનો સમાવેશ થાય છે. તેમાં આ મહાપુરુષના દીક્ષાના ઉત્સવનું આકર્ષક વર્ણન છે. તીર્થકર વિષયક વિવાહલોમાં આદિનાથ વિવાહલો કવિ રૂષભદાસ, શાંતિનાથ વિવાહલો પ્રબંધ-કવિ આણંદ પ્રમોદ, સુપાર્શ્વનાથ વિવાહલો કવિ બ્રહ્મમુનિ, પાર્શ્વનાથ વિવાહલો કવિ રંગવિજય, નેમનાથ વિવાહલો-કવિ પંડિત વીર વિજયજીની કૃતિઓનો સમાવેશ થયો છે. તદુપરાંત તાત્વિક વિવાહલો કૃતિઓમાં અઢારહ નાતા વિવાહલો, હીરાનંદસૂરિ, અંતરંગ વિવાહ-જિનપ્રભસૂરિની કૃતિઓ ઉપલબ્ધ થાય છે. સાધુચરિત વિવાહલોમાં કયવન્ના વિવાહલો કવિ દેપાલ, કીર્તિરત્નસૂરિ વિવાહલો કવિ કલ્યાણચંદ્ર, જિનચંદ્રસૂરિ વિવાહલો કવિ સહજજ્ઞાન, Page #61 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા હેમવિમલસૂરિ વિવાહલો કવિ હેમ વિમલસૂરિના શિષ્ય—જેવી કૃતિઓ પ્રાપ્ત થાય છે. મધ્યકાલીન કાવ્ય પ્રણાલિકાને અનુસરીને ચરિત્રાત્મક વર્ણન પ્રધાન વિવાહલો કૃતિઓની રચના કરી છે. ઈષ્ટદેવ અને સરસ્વતીને વંદના, દુહા-ઢાળમાં વસ્તુ વિભાજન, પ્રસંગવર્ણનમાં કલાત્મકતા, ગુરુપરંપરા કવિ નામ રચના સમય વગેરે દ્વારા વિવાહલોની રચના થઈ છે. જૈન સાહિત્યના આ કાવ્ય પ્રકારમાં સંશોધનને પૂર્ણ અવકાશ છે અને આવા સંશોધનથી જૈન સાહિત્યના આધ્યાત્મિક વિવાહની એક અનોખી કલ્પનાની કૃતિઓનો અધ્યાત્મરસિક ભક્તોને અનેરું આકર્ષણ જમાવે તેવી છે. આ પ્રકારની કૃતિઓનો ૧૫મી સદીથી પ્રારંભ થયો છે અને ૨૦મી સદી સુધીમાં રચાયેલી પ્રાપ્ત થાય છે. મોટા ભાગની કૃતિઓ અપ્રગટ છે. ચાર-પાંચ કૃતિઓ પ્રગટ થયેલ છે. ૧. શ્રી જિનેશ્વરસૂરિ વિવાહલઉ ‘‘વિવાહલો” રૂપક કાવ્ય સાથે સામ્ય ધરાવે છે. વિવાહ એટલે લગ્ન નહિ પણ સંયમરૂપી નારી સાથેનાં લગ્ન એવો સંદર્ભ પ્રાપ્ત થાય છે. વિવાહલોની પ્રાચીન રચના તરીકે આ કાવ્ય નોંધપાત્ર છે. સંવત ૧૩૩૧ની આસપાસના સમયમાં કવિ સોમમુનિએ રચના કરી છે. વિવાહલોની ૩૩મી કડીમાં કિવ નામનો ઉલ્લેખ થયો છે. ૪૨ વિવાહલોનું વસ્તુ નીચે પ્રમાણે છે. મારવાડના મરૂકોટુ નગરનાં ભંડારીની પત્ની લક્ષ્મીએ સંવત ૧૨૪૫માં અંબડ નામના પુત્રને જન્મ આપ્યો હતો. તેની દીક્ષા સંવત ૧૨૫૫માં ખરતર ગચ્છના જિનપદ્મસૂરિ પાસે ખેડનગરમાં દીક્ષા લીધી હતી અને જિનેશ્વરસૂરિ નામ ધારણ કર્યું હતું. આ પ્રસંગનું નિરૂપણ વિવાહલોમાં કેન્દ્ર સ્થાને છે. કવિએ ૩૩મી કડીમાં જિનેશ્વરસૂરિના નામનો ઉલ્લેખ કર્યો છે તેની સાથે વિવાહલોની ફળશ્રુતિ પણ દર્શાવી છે. આ વિવાહલો બોલનાર અને લખાવીને દાન આપનાર ઉપરાંત ખેલનારા રંગભેર ખેલેલો તેને ગુરુ પ્રસન્ન થાય છે. આ સંદર્ભથી એવું ફલિત થાય છે કે રાસ સમાન વિવાહલો રંગેચંગે ખેલવાની સામાજિક પ્રણાલિકા ચાલતી હતી. ગુરુકૃપાનો પણ આ રીતે પ્રભાવ નિહાળી શકાય છે. ( પા. ૩૬૮-૩૬૯ ની નોંધ જોડવાની.) આ કાવ્યમાં સં.૧૩૩૧માં બનેલા એક બનાવનો ઉલ્લેખ છે. તેથી તેની રચના તે પછીની છે. એહ વીવાહલઉ જે પહાડેં જે દિયહિ ખેલાખેલિય રંગભરિ, તાહ જિજ્ઞેસૂરસૂરિ સુપસન્નુ ઈમ ભણઈ ભવિય ગણિ સોમમુતી. બાલકે જ્યારે માતાને કહ્યું કે “પરણિસુ સંયમસિરિ વ૨ નારી' ત્યારે માતા તેને સમજાવે છે : “પભણઇ માયા, સંભલિ લાડણ," તુહુ નિવ જાણઇ બાલઉ ભોલઉ, ઈહુ વ્રતુ હોસ્પઈ ખરઉ દુહેલઉ ।। Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ મેરુ ધરેવઉ નિય ભુય-હિ, જલહિ તરેવઉ આપુણ બાહુહિ । હિંડેવઉ અસિધારહું ઉવરે, લોહ ચિણા ચાવેવા ઈણિ પરિ॥ તા તુકું રહિ ધરિ, કહિયઈ લાગિ, જં તુહુ ભાવð વાંછિત માગિ” | બાલક અંબડે કહ્યું, ‘કિંપિ ન ભાવઇ વિષ્ણુ સંજસિરિ': કલિયુગમાં સંસારની અસારતા પણ બાળકે કહી બતાવી. – આખરે દીક્ષાની સંમતિ મળતાં, અવનવા પ્રકારનો વરઘોડો જાનઈયાઓનો નીકળ્યો – ‘અભિનવ એ ચાલિય, જાનત્ર અંબડ તણઈ વીવાહિ; આપુણુ એ ધમ્મહ ચક્કવઈ, હૂયઉ જાનહ માહિ.' પિતા નેમિચંદ્ર ભંડારીએ ઉત્સવ કર્યો : આહ આહ રંગ ભરિ, પંચમ હવ્યય રાયઃ ગાહિ ગાહિ મહુર સિર, અય પવયણ માય. અઢાર સહસહ રહવરહ જોત્રિય તહિ સીલંગઃ ચાહિઁ ચાલહિં ખંતિ સુહ, વેગિહિં અંગ તુરંગ.’ આખી જાન કુશલક્ષેમ ખેડમાં ગઈ, ત્યાં ભારે ઉત્સવથી દીક્ષામહોત્સવ થયો ‘કુસલિહિ ખેમિહિ; જાનઉત્ર પહુતિય ખેડમઝારિ; છવુ હૂંઉ અઈપવો, નાહિ ફરફર નારિ.' જિનપતિસૂરિએ વરની જાનને વધાવી, અને અમીરસ ભરેલા જ્ઞાનની જમણવાર કરી : ‘જિણવઈસૂરિણ મુશિપવો, દેસણ્ અમિયરસેણ; કારિય જીમણવાર તર્ષિ, જાનહ હરિષભરેણ.’ આ કાવ્ય તેની કવિતા કરતાં, તેમાં ગૂંથેલા એક ‘વીવાહલુ'ના સાહિત્યપ્રકારના પ્રાચીનતમ નમૂના તરીકે કીમતી છે. તે સાથે સંવત ૧૩૩૧ પછી થોડા જ સમયમાં રચાયેલા આ ‘વિવાહલા’નો રચનાબંધ પણ રસ પડે તેવો છે. એમાં ‘ચોપાયા’ ઉપરાંત ‘ઝૂલણા’ ને ‘વસ્તુ’ છંદ ધ્યાન ખેંચે છે. કરતાં યે શુદ્ધ ઝૂલણાછંદની આ સમયમાં નવાઈ છે ૪૩ — ‘નગરૢ મરુકાટુ મરુદેશ સિરિવર-મહુ, સોહ એ રયણ-કંચણ-પહાણુ; જત્થ વજ્જતિ નય ભેરિ ભંકારઓ, પડિ અન્નસ હિયયે ધસક્કો.’ ૨. શાંતિનાથ વિવાહલો સોળમી સદીના મધ્યકાળમાં થયેલા કવિ બ્રહ્મ મુનિએ વિવિધ કૃતિઓની રચના કરી છે તેમાં નેમિનાથ ધવલ-વિવાહલો, સુપાર્શ્વ જિન વિવાહલો, વાસુપૂજ્ય સ્વામી ધવલ અને શાંતિનાથ વિવાહલોનો સમાવેશ થાય છે. કવિની વિવાહ પ્રસંગના વર્ણનને સ્પર્શતી આ કૃતિઓ છે. શાંતિનાથ વિવાહલોની હસ્તપ્રત નાની ખાખર- માંડવી કચ્છના જ્ઞાન ભંડારમાંથી પૂ. ઉપા. ભુવનચંદ્રજી મ.સા.ની ભલામણથી પ્રાપ્ત થયેલ છે. આ પ્રતમાં રચના સમયનો કોઈ Page #63 -------------------------------------------------------------------------- ________________ જ. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોઃ સ્વરૂપ અને સમીક્ષા નિર્દેશ થયો નથી. કવિ નામનો ઉલ્લેખ મળે છે. વળી રચનાનો આધાર ગ્રંથ ઉત્તરાધ્યયન સૂત્રની વૃત્તિ છે એમ માહિતી પ્રાપ્ત થાય છે. ઉત્તરાધ્યયયનની વૃત્તિ પ્રમુખ થકી, ભાખ્યો એકાધિકાર, આપમતિ કાંઈ હિણ અધિક, કહિઉ, સાચવઈ બુદ્ધિ કરી સારા આણંદ. || ૧૫ શાંતિ જિનેસર સ્વામી સોલમાં ગાયું મન ઉલ્લાસ, બ્રહ્મ કહિનિત સેવા સારતાં, પૂરઈ વંછિત ચાસ આણંદ. I ૧૬ || ઇતિશ્રી શાંતિનાથ વિવાહલો સંપૂર્ણ | શુભ ભવતુ. કલ્યાણમ ભૂયાત્લેખક પાઠક્યો ! કવિએ વિવાહલોના આરંભમાં શાંતિ કરણ શાંતિનાથ ભગવાન, નિર્વાણીદેવી અને ગુરુની સ્તુતિ કરીને ધવલ રચના કરી છે એમ સ્પષ્ટ દર્શાવ્યું છે તે ઉપરથી એવું અનુમાન કરવામાં આવે છે કે ધવલ એ વિવાહલોનો પર્યાયવાચી એટલે કે વિવાહ ઉત્સવનું વર્ણન કરતું કાવ્ય છે. કવિના શબ્દો છે. આરાધું ભવિ શાંતિકર, / શ્રી શાંતિ | ગિરુઆ ગુરૂ વંદુ, ટાલી મનની ભ્રાંતિ નિર્વાણી નામી શાસનદેવી સંભારું, સોલમા જિનવરનું ધવલ રચિસું હતું સારું શાંતિનાથ ભગવાને પૂર્વભવમાં તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું તે પ્રસંગનું વિસ્તારથી વર્ણન કરીને ભગવાનનાં પાંચ કલ્યાણકનું અન્ય ઢાળમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. અત્રે વિવાહ સાથે સંબંધિત ઢાળની માહિતી પ્રગટ કરવામાં આવી છે. વિવાહ શબ્દ બે અર્થમાં પ્રયોજાયો છે. વિવાહ એટલે ભૌતિક વિવાહ-લગ્ન અને આધ્યાત્મિક વિવાહ દીક્ષા ઉત્સવમુક્તિવધૂને વરવાનો પ્રસંગ એમ સમજવાનું છે. વિવાહ પ્રસંગનું વર્ણન કરતી ઢાળ નીચે પ્રમાણે છે. વિવાહ અવસર આ વિ૬ કુમર પદવી માંહિ બોલ્યાં વરસસહપચવીશ, હરખ પામી જનક જનની વાર્ધિચિત જગીશ... સહુકો સાજણ રંગે આવી રૂડે હત્થિણા ઉર પુરિ ધ્યામિ, જિહાં નરપતિ વિશ્વસેન નામી . || આંકણી યૌવનવય જબ જાણીયા રે જોઈ રાજકુંઆરિ, કરિપરિવિવાહની મનિ, આણી હરખ અપાર. સહુ રતન મંડપ કર્યા મોટા ચિત્રરંગ અપાર, ચંદુઆ ઉપર બાંધીયા જાણિ અમર મંદિર અતિશાર. ૧૯ (ઢાળ : સિંહાસનથાપિન) ૧ ૭ ૧૮ Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૪૫ રતન સિંહાનસાર શ્રી શાંતિ બેસાર્યા, તેલ સુંગધ અપાર મરદન તિહાં કર્યુએ, ખીર સમુદ્ર વરનીર જિનનઈ નહવરાવી, લુહી કોમલચર કરેવિલે પણે એ. ૫ ૨૦ | ખૂપ રતનમયસાર મસ્તકિ પહિરાવિ, કાનિ કુંડલ ગલઈહાર બાંહિ બહિરખાંએ, સોવન સમુદ્રકી હાથિ-સોહિ અતિભલીએ, ઈમ આભરણ અનેક પહિરાવી વલીએ.. ITI. (ઢાલ : ઉલાલાની) તિલક સોહાવીએ ભાલ, આંયાં નયનવિશાલ, ચંદ્ર ન ખોલી કરાવી કુસુમમાલ પહિરાવી... | ૨૨ છે. અચિરાપૂરીએ હરખાઈ, વિકસિત નપણે એ નિરખઈ, જાન તણો નહીં પાર ઉત્સવથાએ અપાર... | ૨૩ || રાજકુંઅરિ પ્રભુ પરણી નયણઈ હરાવિએ હરણી, આદિ જસોમતી જાણી, રૂપ સોભાગની ખાણી. | ૨૪ || તે હર્યું ભોગ વઈ ભોગ, પૂરવ પુન્ય સંયોગ, શાંતિનાથ ભગવાને ૨૫૦૦૦ હજાર સંસારલીલા ભોગવીને સંયમનો સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગનું ભાવવાહી વર્ણન કરતી કવિની પંક્તિઓ નીચે મુજબ છે. (ઢાલ : દીઠાં સામિની સપનડાંએ). સરસવરસ વચવશ એણી પરિ, અજપાલઈ સાર, લોકાંતિક સુર એણે અવસરિ બોલઈએ (૨) વચન ઉદારકિ. | ૭૬ | સ્વામી સંયમ આદરભુ, સુખ લહિ (૨) જિણિ સવિ જીવકિ, પર ઉપગાર ધરી મનઈએ કરૂણાએ (૨)કરો સદીકિ. | સ્વામી ! ઈમ સુણી જિનરાજીરે, દેઈ સંવચ્છરદાન, કોડિ ત્રણસઈ કોડી અાસી, લાખએ (૨) અસી વલિ માનિકિ.... સ્વામી : || ૭૭ રોકwઈ ઈમ ઘડી છલગઈ, અવરદાતુકાર, અનઔષધ વસનાં રે આપીઈએ (૨) દાન અપાર કિ.. સ્વામી | ૭૮ | કુમર ચક્રાયુ ઘ તિહાં રે થાપીયું વરભૂપ, જિનકરિ ચારિત્ર ભાવના રે જોઈય(ર)સંસાર સરૂપ કિ... સ્વામી | ૭૯ છે. ઈણિ અવસરિ ઈંદ્ર અઘલા સપરિવાર મિયંતિ ખીર, સમુદ્રજલઈ કરી રે જિન નઈએ(૨)Çવણ કરે તહિ. સ્વામી | ૮૦ || વિલેપી બાવનિચંદન, વસ વેષ સફાર સિંહાસન બઈ, સારીયારે તનુ કરિ સવિ શણગાર કિ.. સ્વામી | ૮૧ | Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૬ . જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા (ઢાલ : કલસની) તિહાં ભૂગલભેલ ન ફેરી મહુઅરી, માદલ અરસીતાલ, વરવીણા વંસ અને સર મંડલ પડહ તિવલ કંસાલ; ધણ વાજિંત્ર વાજઈ અંબર ગાજઈ અમર કરી જયકાર, ભૂમંડલ માનવસુર ગયું ગણિ વિદ્યાધર નહીં પાર... || ૮૨ || સહસા વનિ આવી સહુ વધાવી મૂકી સવિ શણગાર, ભાવના વિશેષ સમમતિ દેખાઈ, જાણિ અથિર સંસાર; તિણખણ શિર લોચઈ, વિષય સંકોચાઈ લિ સુરપતિ સચિવાલ, ક્ષીરોદકી મૂકી, રીતિન ચુકિ છ૪તાઈ સંભાલ. || ૮૩ || કહી “નમો સિદ્ધાણં' વિનય વિનાણું લઈ સાવઘનું નામ, ઉચરઈ સામાયિક મણવયકાયક ત્રિવિધ જીવતાં સીમ; સંભવિ સુરાસુર આથિ નરવર એક સહસ લઈ દીખ, મનઃ પર્યવ પામે સહુ સરિનામિ, પાલે સુધિ શીખ... | ૮૪ || - વિવાહલો સ્વરૂપની અન્ય કૃતિઓમાં પ્રસંગનો વિસ્તાર અને માહિતીનો ઉલ્લેખ થયો છે. તેવો અહીં ઉલ્લેખ નથી. ચરિત્રાત્મક નિરૂપણાની દૃષ્ટિએ પ્રભુનાં પાંચ કલ્યાણક અને પૂર્વભવના પ્રસંગોને વિવાહલોમાં સ્થાન આપ્યું છે. કવિએ આરંભમાં ધવલ' શબ્દ પ્રયોગ કર્યો છે અને અંતિ વિવાહલો સંપૂર્ણ એમ સ્પષ્ટ જણાવ્યું છે. એટલે આ પ્રકારની કૃતિઓ વિવાહના સંદર્ભની સાથે ચરિત્રાત્મક અંશોવાળી છે. પ્રભુનું જીવન નિષ્કલંક, કર્મરહિત અને નિરંજન સ્વરૂપ છે એટલે “ધવલ' શબ્દ પ્રયોગ કર્યો હોય એમ અનુમાન કરવામાં આવે છે અને કલ્યાણકના પાંચ દિવસો વિવાહના અભૂતપૂર્વ આનંદના છે એમ માનીને કવિએ રચના કરી છે. સંધર્મ (હસ્તપ્રત) ૩. પારસનાથનો વિવાહલો અજ્ઞાત કવિ કૃત પારસનાથનો વિવાહલો વિવાહ પ્રસંગનો મિતાક્ષરી પરિચય કરાવે છે. ગીત કાવ્યની સાથે સામ્ય ધરાવતી વિવાહલોની રચના અનિહાંરે....ની પ્રચલિત દેશી અને દુહા સાથે ૪ ગાથામાં રચાયેલો છે. વિવાહનો અવસર જીન તણો કઈએ અતિ સુકમાલ” - પાર્શ્વનાથના વિવાહમાં સાજન-મહાજન અને નર-નારી મોટી સંખ્યામાં પધાર્યા છે. કવિ કહે છે કે “રાય રાણી તણો નહીં પાર.” કવિએ વરઘોડાનો ઉલ્લેખ કરીને પાર્શ્વકુમારના શણગારેલા દેહની માહિતી આપતાં જણાવ્યું છે કે હાં રે પારકુમાર ચડા વરઘોડો, હાં રે સીરકુંડ તીર્થો બેઉ કોરે, હાં રે કાને કુંડળને મુચજોડે, માનું રવી શશી આપ્યા ઘોડે. કવિની ઉ—ક્ષા દ્વારા પાર્શ્વકુમારના દેહની અદભૂત શોભાનો લાક્ષણિક પરિચય થાય છે. પ્રભુએ સુવર્ણની મુદ્રિકા ધારણ કરી છે. આ માહિતી આપ્યા પછી પ્રભુએ લગ્ન કર્યા. તેનો ઉલ્લેખ કર્યો છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ “હાં રે પરણી પરભાવતી રાશિ, હાં રે રૂપે અપછરા–ઇંદ્રાણી.” આ લગ્નપ્રસંગે દેવો આરતી ઉતારે છે. નર-નારી એન્ન થઈને પ્રભુના ગુણગાન કરે છે. પ્રભુ પરણીને સ્વગૃહે પધારે છે. ત્યારપછી કવિ જણાવે છે કે હાં રે જાચકને બહુ દાન દેવરાવે, હાં રે ગુણ ગાંધરવ ગાવે, રંગે આ રીતે ચાર ગાથામાં વિવાહનો પરિચય આપવાની સાથે કવિની કલ્પના- અલંકાર યોજનાથી ચિત્રાત્મક અભિવ્યક્તિ થઈ છે. એક લઘુગીત સમાન આસ્વાદ્ય પારસનાથ વિવાહલોની રચના આ પ્રકારની કાવ્ય રચનામાં નોંધપાત્ર છે. સૂચિ પ્રાચીન કાવ્યોંકી રૂપ પરંપરા પા- ૫૮ (વિવાહલો કૃતિઓની સૂચી) મધ્ય- સાહિ.- સૂ. પા. ૩૬૪ મધ્ય-સાહિ.-ઇતિ. પા. ૪૧ ગુજ. સાહિ.- ઇતિ. ખંડ-૧, પા. ૨૪૧. ૭. વેલિ પ્રાચીન કાવ્યોક્ત રૂપ પરંપરા પા. ૭૮ (વેલિ કાવ્યોની સૂચી) જૈન ગૂર્જર કવિઓ ભા–૭- પા.- ૧૭૬, ૧૮૫, ૧૯૩, ગુજરાતી સાહિ. સ્વ. પા. ૩૬૪ જૈન ધર્મ પ્રકાશ અંક–૨, માગશર–વર્ષ–૬૫ મધ્યકાલીન જૈન સાહિત્યમાં સાધુ કવિઓએ વિવિધ પ્રકારની કાવ્ય કૃતિઓની રચના કરી છે તેમાં એક વિશિષ્ટ પ્રકારની કાવ્ય રચના “વેલિ” સંજ્ઞાથી પ્રચલિત છે. જૈન દર્શનમાં વિવાહ એ સંસાર વૃદ્ધિનું કારણ હોવાથી આત્મ વિકાસમાં અંતરાયરૂપ ગણાય છે, મધ્યકાલીન સમયમાં કવિએ વિવાહ શબ્દની અનોખી કલ્પના કરીને આધ્યાત્મિક વિવાહનું અર્થઘટન કરતી કૃતિઓ રચી છે. વિવાહલો, ધવલ અને વેલિ સંજ્ઞાવાળી કૃતિઓ આધ્યાત્મિક વિવાહનું નિરૂપણ કરે છે. આ પ્રકારની રસપ્રદ વિગતો નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે. “વેલિ' શબ્દન અર્થ બીજ મૂળ, આધાર છે. આ શબ્દ મૂળ “વલ્લિ ઉપરથી વેલિ વલ્લરી એવો શબ્દ વિકલ્પ રૂપે થયો છે. વૈદિક સંસ્કૃતાની પરંપરામાં જીવનના ચાર આશ્રમ છે, તેમાં ગૃહસ્થાશ્રમ બાકીના ત્રણ આશ્રમનું મૂળ સ્થાન ગણાય છે. એટલે વિવાહલગ્ન એ આશ્રમના બીજરૂપ ગણીને વેલિ શબ્દ પ્રચલિત થયો છે. વ્યવહાર જીવનમાં જેને વિવાહ કહેવાય છે, તે સાહિત્યની પરિભાષામાં “વેલિ' લગ્ન દ્વારા વંશવૃદ્ધિ વિસ્તાર થાય છે. વંશવેલો વધારવો એવી લોક માન્યતા “વેલિ” સાથે સામ્ય ધરાવે છે. વેલિ કાવ્યો માત્ર સંસારી જીવનના વ્યવહાર પૂરતાં મર્યાદિત નથી, પણ સંયમજીવન, દીક્ષા મહોત્સવનું વર્ણન અને શિવવધૂ વરવાનો મહામંગલકારી ઉત્સવનો સંદર્ભ પૂરો પાડે છે. વિવાહથી સંસાર વૃદ્ધિ જોતા જૈન કવિઓએ સંયમનારી ને વરીને શિવવધૂ આત્માના શાશ્વત સુખ પ્રાપ્ત કરવાના પ્રસંગને રસિક વાણીમાં Page #67 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા નિરૂપણ કર્યું છે, એટલે આ કાવ્યો આધ્યાત્મિક વિવાહના વાસ્તવિક દષ્ટાંતરૂપે જૈન સમાજમાં ભક્તિ ભાવનાથી આસ્વાદ્ય બને છે. “વેલિ”નું વિષયવસ્તુ તીર્થકર ભગવાન, ઐતિહાસિક મહાપુરુષોનાં ચરિત્ર સાથે સંબંધ ધરાવે છે. તદુપરાંત જૈન દર્શનના તાત્ત્વિક વિષયને કેન્દ્રમાં રાખીને પણ “વેલિ' કાવ્યો રચાયાં છે. જૈન સાહિત્યના વિવિધ કાવ્ય પ્રકારની કૃતિઓનો અભ્યાસ કરતાં સર્વ સામાન્ય રીતે એમ અનુમાન કરવામાં આવે છે કે, રાસ-ફાગુનુપવાડો, વિવાહલો, આખ્યાન, ચોપાઈ, શ્લોકો વગેરેની રચનાઓ વ્યક્તિ વિષયક હોવાની સાથે તત્કાલીન પ્રચલિત કાવ્યપ્રકારને ધ્યાનમાં રાખીને તાત્વિક વિષયને પણ આવા નામથી સ્થાન આપવામાં આવ્યું છે. દા.ત. પૃથ્વીરાજ રાઠોડની ચિહુંગતિ વેલિમાં દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકગતિના વર્ણન પછી આત્મા પંચમી ગતિ સિદ્ધિ ગતિને પામે તેવો ઉલ્લેખ થયો છે. આ પ્રકારનાં કાવ્યો રાજસ્થાની હિન્દી અને ગુજરાતી ભાષામાં પણ રચાયેલા પ્રાપ્ત થાય છે. રાજસ્થાની ભાષામાં “વીરગાથા” કાવ્યમાં “વેલિ' રચનાનો સંદર્ભ મળે છે. રાજસ્થાની ભાષાના ઇતિહાસમાં પણ “વેલિ' શબ્દનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ સમય સંવત ૧૪૬૦ થી ૧૭૮૦નો છે. પૃથ્વીરાજ રાઠોડે રાજસ્થાનની ડિંગલ ભાષામાં કિસન રૂક્મિણી વેલિની રચના કરી છે. ડિગલ ભાષાની ૩૦૫ કડીમાં રચાયેલી આ સુપ્રસિદ્ધિ (ખંડ કાવ્યની) કૃતિ છે. વેલિઓ' નામનો છંદ છે. ઉપરોક્ત રચનામાં આ છંદનો પ્રયોગ થયો છે. તેનું બંધારણ નીચે મુજબ છે. આ છંદનું બીજું નામ છોડી શૈણોર છે “વેલિયો' ઉપશૃંદ છે. તેમાં ૧૬ અથવા ૧૮ માત્રાનો પ્રયોગ થાય છે. મુહરાવલી તક મહી મુહસમાહિ મૃણની, બી ગીત ઈમ વેલિયો આદિ ગુરુલઘુત.” આ છંદના ચાર ચરણમાં ૧૬-૧૫-૧૬-૧૫ માત્રા છે. તેની ગતિ વીર અથવા શ્રાલ્ડા છંદ જેવી હોય છે. ગીતના પ્રથમ ચરણની દરેક કડીમાં બે માત્રા વધુ હોય છે. એટલે ૧૬ માત્રાને બદલે ૧૮ માત્રાનો પ્રયોગ થાય છે. વેલિના સ્વરૂપનો પરિચય પ્રાપ્ત કર્યા પછી વિવિધ વિષયની વેલિઓનો ઉલ્લેખ આ પ્રકારની લોકપ્રિયતા અને વિશેષતાનો પરિચય કરાવે છે. વેલિ પ્રકારની કૃતિઓ મોટે ભાગે જૈન સાહિત્યમાં મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. કિસન રૂક્મિણી વેલિના પદ્ય ૨૯૧થી ૨૯૩માં “વેલિ' નામ રાખવામાં આવ્યું છે તેનો ઉલ્લેખ થયો છે. તેનું મૂળ ભારતીય હિન્દુધર્મના પુરાણમાં છે. વેલી તસુ બીજ ભાગવત વાયઉ મદિ થારગઉ મુખ | મૂલ તાલ, જડષ્યય માંડ દઈ, સુ-થિર કરમી ચઢી છાંદ સુખ || પત્ર શ્રકખર દલ થાલા જસ પરિમલ નવરસ તંતુ વિધિ શ્રદોનિ ચિ ! મધુકર રસિક સુગ્રથ મંજરી, મુગતી ફળ ફળ ભુગતિ મિચિ | કલિ કલય વેસિ, વઢિ કામ ધેનુકા ચિંતામણિ ઓમ વેલિ યત્ર ! પ્રગટિત પ્રથમ પ્રિવ્યુ સુખ પંકજ શ્રખરાલ મિસિ થેઈ ઍક્ય / Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૪૯ પ્રિય વેલિ કી પંચ વિધ પ્રસિઘ પ્રનાલી શ્રાગમ નીગમ કજિ શ્રખિલ | મુગતિ તખી નીસરણી મંડી, સરગ લોક ચોપાન ઈલ | આ વેલિ વેલ (લતા) સમાન છે. તેનું બીજ ભાગવત પુરાણ છે. દાસ પૃથ્વીરાજ પૃથ્વીનું મૂળ છે. તેમાં આ બીજ રોપવામાં આવ્યું. તેમાં મૂળ અને ડાળી છે. શ્રોતાઓ કાનરૂપીમંડપથી સાંભળે છે. તેના ઉપર આ ડાળી છે. સુખ તેની છાયા છે, અક્ષર એનાં પાંદડાં છે. પદ્ય એની પાંખડીઓ છે. ભગવાનનો યશ એની સુગંધ છે. નવરસ એનો તંતુ છે તે રાત દિવસ વૃદ્ધિ પામે છે. ભક્તિ એની મંજરી છે સાહિત્ય રસિકજનો એના ભ્રમર છે અને મુક્તિ એનું ફૂલ છે. પરમાનંદ એ ફળ છે. પ્રો. મંજુલાલ મજમુદાર વેલિ કાવ્યને વિવાહ વર્ણનના કાવ્ય તરીકે ગણાવે છે. જૈન સાહિત્યમાં “વેલિ' કાવ્યો મોટી સંખ્યામાં રચાયાં છે. કવિ રાઠોડની ચિડુંગતિવેલિ આ પ્રકારનું પ્રાચીન કાવ્ય છે. તેની રચના ઈ. સ. ૧૫૨૦ના સમયની છે. ૧૬મી સદીમાં કવિ લાવણ્ય સમય, સિંહા, સહજસુન્દરની વેલિ રચના પ્રાપ્ત થાય છે. ૧૭મી સદીમાં ચારણ કવિઓએ આવાં કાવ્યોની રચના કરી છે. ૧૮/૧૯મી સદીમાં આ કાવ્ય પરંપરાનું અનુસંધાન થયું છે. સં. ૨૦૧૧ના વિહુકમ અંકમાં મંગલ મહેતા રચિત મમતાલિ પ્રકાશિત થઈ છે. સાધુકીર્તિની રૂષભદેવ વેલિ સં. ૧૯૧૪ની આસપાસની, ગુણઠાણા વેલિ કવિ જીવંધરની સં. ૧૬૧૬ની ગુરુ વેલિ-ભટ્ટારક કનીરામની સં. ૧૬૩૮ પૂર્વેની, સ્થૂલિભદ્ર મોહનવેલિજયવંતસૂરિ સં. ૧૬૪૮, નેમિરાજુલ બારમાસા વેલિ જયવંતસૂરિની સં. ૧૬૫૦ના સમયની, વિરવર્ધમાન જિનવેલિ સકલચન્દ્ર ઉપા. સં. ૧૬૪૩ની આસપાસ સાધુ કલ્પલતા, મુનિવર સુરવેલિ હીરવિજયસૂરિ દેશના વેલિ સકલચન્દ્ર ઉપાની પ્રાપ્ત થાય છે. રૂષભ ગુણ વેલિ–કવિ રૂષભદાસની ૧૭મી સદીના મધ્યકાળની છે. ચાર કષાય વેલિકવિ વિદ્યાકીર્તિ, બલભદ્ર વેલિ-કવિ સાલિગ, સોમજી નિર્વાણ વેલિ-સમયસંદરની સં. ૧૬૭૦ની, પ્રતિમાધિકાર વેલિ, વૃદ્ધ ગર્ભ વેલિ-કવિ રત્નાકર ગણની સં. ૧૬ ૮૦ની પચંગતિલિ હર્ષકીર્તિ સં. ૧૬૮૩ની, તદુપરાંત પરકવેદના વેલિ, જંબૂસ્વામી વેલિ, નેમિનાથ પરમાનંદ વેલિ, કવિ હેમસારની પંચ પરમેષ્ઠિ વેલિ, સપ્ત-વ્યસન વેલિ, કવિ ઉગમવિજયની સિદ્ધાચળ સિદ્ધવેલિ, નેમિનાથ રસવેલિ અને નેમ રાજિમતી સ્નેહવેલ કવિ માણેક વિજયની સ્થૂલિભદ્ર કોશા સંબંધ રસવેલિ મલ્લિદાસની, બ્રહ્મજય સાગરની વગેરે વેલિ કાવ્યો પ્રાપ્ત થાય છે. મોટા ભાગની કૃતિઓ અપ્રકાશિત અને હસ્તપ્રતમાં મળી આવે છે. ૧૮મી સદીમાં પ્રવચન સાર રચનાવેલિ જિન સમુદ્રસૂરિ ગુણસાગર પૃથ્વીવેલિ, ગુણસાગર, સુજસવેલિ કાંતિવિજય, અમૃતવેલ સઝાય યશોવિજય ઉપા., નેમરાજુલ વેલિ ચતુરવિજય, નેમિસ્નેહ વેલિ જિનવિજય, વિક્મવેલિ-કવિ મતિસુંદર વગેરે રચનાઓ ઉપલબ્ધ થાય છે. ૧૯મી સદીમાં જીવલડી. કવિદેવીદાસની વીર ચરિત વેલિ-કવિજ્ઞાન ઉદ્યોતની શુભવેલિ અને સ્થૂલિભદ્રની શિયળવેલ-કવિ પંડિતવીર વિજયની વગેરે કૃતિઓ આ પ્રકારની છે. અર્વાચીન કાળમાં પરમપૂજય સિદ્ધાંત મહોદધિ સુવિશાળ ગચ્છાધિપતિ કર્મશાસ્ત્ર પારંગત સત્ ચારિત્ર ચૂડામણિ સ્વર્ગત પ્રેમસૂરીશ્વરજી મહારાજના ગુણગાન રૂપે પૂ. સ્વ. આ. ભુવનભાનુસૂરિજીએ “ગુરુ-ગુણ અમૃતવેલીની રચના Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૦, જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોઃ સ્વરૂપ અને સમીક્ષા કરી છે. આ રીતે ‘વેલિ' કાવ્ય પ્રકારની માહિતી પ્રાપ્ત થાય છે. આ કાવ્યો અંગે સંશોધન કરવાથી તેના હાર્દમાં રહેલી ઉત્તમ ભાવના અને વિચારામૃતનું પાન થઈ શકે તેમ છે. સાધુ કવિઓએ વિવિધ પ્રકારની કૃતિઓની સર્જના કરીને શ્રુતજ્ઞાન પ્રસારનું મૂલ્યવાન કાર્ય કર્યું છે. તેનો શ્રુતજ્ઞાન રસિકજનો આસ્વાદ કરીને આત્માને ઉજ્જવળ બનાવવા પ્રેરણા મેળવે એવી આ કૃતિઓ છે. ગર્ભવેલિની રચનાનો આધાર શ્રી નંદુલેdયાલય પન્ના સૂત્રમાં મળે છે. આ પનામાં પરમાત્મા કથિ ગર્ભવિજ્ઞાનની મહત્વની માહિતી જાણવા મળે છે. તેના દ્વારા વૈરાગ્યભાવની વૃદ્ધિ અને અશુદ્ધિ ભાવનાના વિચારો પ્રગટ થયા છે. “તંદુલ વિયાણી મઝાર, કહ્યો ગર્ભતણો અધિકાર, તે સાંભળી ધર્મવિચાર, કરી પામો ભવજલ પાર.” તેમાં ગર્ભનું સ્વરૂપ, સ્થિતિ અને વેદનાનું નિરૂપણ થયું. જીવ ૨૭૦ દિવસ ઉપરાંત બીજો અડધો દિવસ માતાના ગર્ભમાં રહે છે. ત્યાર પછી પ્રસવ થાય છે. પણ ઉપઘાતને કારણે આ સમય મર્યાદામાં વધ-ઘટ થાય છે. જીવને ગર્ભમાં ૩, ૧૪, ૧૦, ૨૨૫ શ્વાસો શ્વાસ હોય છે. માતાપિતાની રજ અને વીર્યના સંયોગથી જીવ ઉત્પન્ન થાય છે. અને ક્રમિક વિકાસ થાય છે. માતાની ખાવા-પીવાની-સૂવાની અને અન્ય પ્રવૃત્તિઓ ગર્ભસ્થ જીવ અનુસરે છે. માતાના સુખે સુખની અને દુઃખે દુઃખની અનુભૂતિ કરે છે. શુક્ર ઓછું અને રમી રજ વધુ હોય તો ગર્ભસ્થ જીવ સ્ત્રીરૂપે, શુક્ર વધારે અને સ્ત્રી રજ ઓછું હોય તો જીવ પુરુષ રૂપે, રમી રજ અને પુરુષ શુક્ર સમાન હોય તો નપુંસક રૂપે ઉત્પન્ન થાય છે. તદુપરાંત શરીરની રચના, સાંધા હાડકાં, નાડીઓ વગેરેની માહિતી પણ આપવામાં આવી છે. અત્રે ગર્ભવેલિના સંદર્ભમાં આ આધાર આપવામાં આવ્યો છે. ૧. ગર્ભવેલિ - કવિ લાવણ્યસમય કૃત ગર્ભવેલિમા ગર્ભમાં રહેલા જીવનો વિકાસ ગર્ભનાં દુઃખ અને મનુષ્ય જન્મની મહત્તા-સફળ કરવાના વિચારોની અભિવ્યક્તિ થઈ છે. વેલિના આરંભમાં સરસ્વતી વંદના પછી વિષયનો ઉલ્લેખ કર્યો છે. બ્રહ્માણી વર ચાલી મુજ, તુ કવિતા જન માતા, તુજ પસાઈ ગાઈચું, ગર્ભવેલી વિખ્યાત. || ૧ || જન્મદાતા માતા અને વિકાસમાં સહભાગી છે એમનો મહિમા દર્શાવતાં કવિ જણાવે છે કે (ગા. ૧૦-૧૧-૧૨) માતા ગંગ સમાણી માની પિતા પુકશ્યામિ, ગુરુ કેદાર સમાણ તીરથ વાણી લોક વિમાસી. || ૧૦ || અડસઠ તીરથ કે અધિકેશ વલી વિશેષિઈજાણ, ખંતધરી પર્દર્શન તીરથ માતા અધિક વખાણઈ. || ૧૧ || તીરથ માતા જગ વિખ્યાતા વારોવાર વખાણી તેહની, પીડી કરી મિકેતી પાપી મારો પ્રાણી. || ૧૨ ||. Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૫૧ માતાના નાભિકમલમાં ગર્ભ બંધાયા પછી ક્રમિક વિકાસ થાય છે. તેની માહિતી આપતા કવિના શબ્દો છે. ગા- ૨૦-૨૨, ૬૮ થી ૭૪. નાભિ કમલ તે વિમલ વખાણ તે વિકસિ બહુ મૂલ જરા, વિહુણી યૌવનયુવતિ સહી સફરાણા ફુલ. | ૨૦ || કુલ વિના ફલ કિમહીન છઈ સઈ સહુ જગમાં હિઈ, માતા તાત મિલઈ સંયોગિઈ યોગીજલ બંધાઈ. સાત દિવસ જલ બુદબુદ સરિખુ તિહાં અવતરીઉપ્રાણી, માસ દિવસ માસમઈ કાહાણો પલભૂરા પરમાણી. | ૨૧ || બીજઈ પેસી માનિ વિચાસ ત્રીજઈ તે અધિકેરું, ચઉથઈ માસિ ચિરૂપ િચાલો કીધો નવો નવે રે. | ૨૨ || પહિલો મા ચાલી ગયો ભોલાવિદ બીજઈ ગર્ભજાણઈ, બીજઈ માસઈ પયોધર પીડા ચોપઈ ચિંતા આણઈ. | ૬૮ || ઉતપતિ ગર્ભતણી લહીલાજી અંચિલિ ઉદર ઉઘાડિ, છાની માની છપતી ચાલઈ નરહઈ ઉદર ઉઘાડી. | | ૬૯ છે. માસ પાંચમી સરખ સરિખ છકઈ કીધું છોડી, નાભિ તણી નાલી અંતરથી લૂસી લીધું લોહી. || ૭૦ || માસ સાતમી મંગલ માડી ધન ઘણું ઘર ફેડઈ, ભગતિ તજી ભરતાર વિછોડી પાછી પીહર તેડિ. | ૭૧ ||. માસ આઠમઈ ઉદર દારુ ખીણ આકારો અપાર, ઉઠી બિસી નસકી ગાહી થોભ વિના ન લગાર. | ૭૨ || નુમિ માસિ પયોધર પીડા જિમ જિમ દૂધ ભરાઈ, અહનિશિ ઉથલ પાથલ થાઈ ઉંચા અંગ તણાએ. || ૭૩ દશમિ માસિ જાઈ દિન ગણતા પીડીત અઠહ કહાણી, ગર્ભતણાં દુઃખ સવિ કહઈ સરિખા રંક હ્યો વરિરાણી. _| ૭૪ || પ્રસૂતિનો કાળ (સમય) આપ્યો છતાં પ્રરરતિ થતી નથી એટલે ગુરુ પાસે જઈને માર્ગ પૂછે છે ગુરુ ધર્મ ચારા ધનાનો માર્ગ બતાવે છે અને તેના પ્રભાવથી બાળકનો જન્મ થાય છે. કવિના શબ્દો છે. (ગાથા- ૯૧-૯૨) ગુરુ પઈ જઈ પાલ છોડાવઉ બંધન જીવ મૂકાવલ, ધર્મતણા અઘાટ થપાકો સ્વામી પૂજા રચાવા. | ૯૧ || ગુરુનું વચન કરિઉ મનિ આણી પ્રસવ સમય સવજાણી, હલચલ હેજ હયાહથી તવ તેશ અહિપાણી. | ૯૨ છે. પુત્રનો જન્મ થયા પછી સ્ત્રી પ્રસવની વેદનાને ભૂલીને મોહનીય કર્મના રંગ-રાગમાં મગ્ન Page #71 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા બને છે. ગા. ૯૭–૯૮ પડી પડી પૂછઈસ્થ જાયઉ સુત સુણિ જબકામિ, પ્રસવ તણઉ તવ દુઃખ વિસરીફ ચઢી મોહની ધ્યાની. | ૯૭ || નવલઉ રગિનાલવ વારઈવૃત ઉબરસી ચાવઈ ભૂગલ, ભેરી મરૂજવ ભવ ઈ નાચ ગીત ગવરાવઈ. | | ૯૮ છે. પુત્ર મોટો થાય એટલે પરણાવીશું પછી તે માતા પિતાથી જુદો રહેશે. માતા-પિતાનું ઋણ ચૂકવવા દાન-યાત્રા-પૂજા વગેરે કરવા માટેની ધર્મવાણીનો અત્રે ઉલ્લેખ થયો છે. ગા. ૮ થી ૧૨. માતા પિતાની છુટીવા, પ્રીછવા પાય ઉપાય, યોગા મારગ આદરી રાખઈ નિરમલ કાય. || ૮ || સિદ્ધ ક્ષેત્ર સેતુજ તણી ગિરિઈ ગઢ ગિરનાર, યાત્રા કરાવઈ જોવલી તો છુટઈ સંસારી. | ૯ || માતા પિતા પય પૂજ કરિ ત્રણ પ્રદક્ષિમ દંતિ માત, વચન છુટાઈ સહી મનિ ન આણે સભાતિ. ૧૦ || જિન પ્રતિમા પ્રાસાદ જિન વરતાવી અમારી, માતા પિતા નામઈ કરી છુટઈ પંચ પ્રકારી. | ૧૧ || પડ્યા પીહર દેવઉ કરીર મોરી સાર, માતા પિતા ઉરણ ભણી માગુ ઈક ઉપગાર. | ૧૨ || અંતે કવિ પોતાના નામનો ઉલ્લેખ કરતાં જણાવે છે કે મુનિ લાવણ્ય સમય ભણઈ સામી વયણા ન બોલઉ ખોટા લાગા મોટા પાપ, ભારે ગુનહી ભગતિ ન કીધી કિમ ઘુટી સીયાએ. | ૮ || સાથ મારું ધર્મ તું મારું આરો લાધો આજ, માતા પિતા આગતિ દુઃખ કવિતા કહુ પ્રભો કહી લાજ. || ૯ || અંત કવિ પોતાના નામનો ઉલ્લેખ કરતાં જણાવે છે કે મુનિ લાવણ્ય સમય ભણઈ ગર્ભવેલિની માહિતી અપ્રગટ હસ્તપ્રતને આધારે આપવામાં આવી છે. ૨. શ્રી સિદ્ધાચલની સિદ્ધ વેલ સિદ્ધાચલનો મહિમા વર્ણવતી વિવિધ પ્રકારની કૃતિઓ કવિઓએ રચી છે તેમાં શ્રી સિદ્ધાચલ સિદ્ધવેલ નામની પંડિત ઉત્તમવિજયજીની કૃતિ અંગેની કેટલીક મહત્વની વિગતો નીચે પ્રમાણે છે. વેલિ' બીજ મૂળ પાયાના સ્થાન તરીકેનો અર્થ સૂચવે છે ૮૪ લાખ જીવા યોનિમાં પરિભ્રમણ કરતા આત્માને સ્વસ્વરૂપ-આત્મ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે સિદ્ધાચલ જેવું શાશ્વત તીર્થ બીજરૂપે છે. આ તીર્થમાં કાંકરે કાંકરે શ્રી સિદ્ધક્ષેત્રે વહાલા મારા સાધુ અનંતા સિદ્ધારે એ માટે એ તીરથ મોટું, ઉદ્ધાર અનંતા કીધારે શત્રુંજય, એટલે આ તીર્થ અનુભવ સિદ્ધ છે. માત્ર કલ્પના Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૫૩ નથી. અનંતા આત્માઓ સિદ્ધિ પદને પામ્યા છે એવું બીજ સ્વરૂપ આ તીર્થ અને તેનો મહિમા શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી છતાં કવિઓએ પોતાની આગવી શૈલીથી તીર્થ મહિમા મુક્ત કંઠે ગાયો છે. આ સિદ્ધવેલના કર્તા પંડિત ઉત્તમવિજયજી વિજયપ્રભસૂરિનાં પાટ પરંપરામાં થયા છે. પૂ. શ્રી પેથાપુરમાં ચાતુર્માસ દરમિયાન સં. ૧૮૮૫ના કારતક સુદ પૂર્ણિમાને દિવસે રચના કરી છે તેનો ૧૩મી ઢાળમાં ઉલ્લેખ થયો છે. અને તેની સાથે ગુરુ પરંપરાનો પણ નિર્દેશ કરીને કવિના નામનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. ( ગાથા-૮-૯-૧૦-૧૧-૧૨). (પા. ૩૦) કવિએ સં. ૧૮૮૪ના ચૈત્ર સુદ પૂર્ણિમાને દિવસે ગિરિરાજની દ્રવ્યભાવથી ઉલ્લાસૂપર્વક યાત્રા કરી હતી અને તે નિમિત્તથી પ્રેરણા પ્રાપ્ત થતાં શ્રી સિદ્ધાચલ સિદ્ધવેલની રચના કરી હતી. વેલિ-વેલ પ્રકારનાં કાવ્યો માત્ર ભૌતિક વિવાહનું સૂચન કરતાં નથી પણ શિવવધૂને—શિથનારીને પામવાનો જીવનનો પરમોચ્ચ આદર્શ સિદ્ધ થાય છે તેનું પ્રતિપાદન કરે છે. એટલે આત્મા મુક્તિપદને પામે તેના બીજ સમાન ઉપયોગી સિદ્ધવેલ છે. કવિએ તેર ઢાળમાં સિદ્ધાચલનો મહિમા ગાયો છે. કાવ્યને અનુરૂપ વિવિધ દેશીઓનો પ્રયોગ કરીને ગેય કૃતિ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. મધ્યકાલીન કાવ્ય પ્રણાલિકા અનુસાર ઇષ્ટ દેવ અને સરસ્વતીની સ્તુતિ કરીને વિષયનો નિર્દેશ કરવામાં આવ્યો છે. કવિના શબ્દો છે. પારસતણા પદ કજ નમી, સમરી શારદા માય, વિમલાચલ ગુણ વરણવું, સાંભળતાં સુખ થાય. પુણ્ય નરભવ પામીને, જે કરે તીરથ જાત્ર, તસ પદ ભલ પાવન હુવે, નામે નિરમલ માત્ર. સિદ્ધિવર્યા સાધુ તણા, સિદ્ધાચલ સુપસાય, સિદ્ધવેલિ કરીને સ્તવું, રચના મુખ શુદ્ધ થાય. તીર્થ મહિમા વર્ણવતી દૃષ્ટાંતરૂપ પંક્તિઓની નોંધ નીચે પ્રમાણે છે. સિદ્ધિગિરિ સેવો વહાલા, શું ભટકો છો ઠાલા માલા, એ ગિરિ જેણે ન ફરસ્યો, ગર્ભવાસ રહ્યો તે તરસ્યો. સાંભળો સુખભર સ્વામી, તે તીરથ શીવ મગ વિશરામી, એ ગિરિ જયવંતો વરતો, નિર્મળ નીર નિઝરણ ઝરતો, સુખ સંપદ દાતાર દાતા, પામે ઉત્તમ અવિચળ સુખ સાત || સિદ્ધ || ૧૧ (ઢાળ—૧) ત્રિભુવન તારક જગ નિલો રે, શિવગતિ દાયક સાર. સિદ્ધગિરિ સેવો વ્હાલા જાત્રા નવ્વાણું કાજી એ રે, છરી પાળી ઉદાર, હોય અઠ્ઠમ છઠ્ઠ સાત ગણો રે, ગણણું લખ નવકાર. ॥ સિદ્ધ ॥ ૨ ॥ પાંચ કોડિ મુનિ સાથ સધાવ્યા, ગણધર પુંડરીક નામ, પુંડરીક એ ચોથું જાણે, પાંચમું રેવત ઠામ, ॥ સિદ્ધ ॥ ૬ ॥ (ઢાળ -૨) || ૧ || ॥ ૨ ॥ || ૯ || Page #73 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ત્રીજી ઢાળમાં રૂષભદેવ ભગવાનનો સંક્ષિપ્ત પરિચય અને નવ્વાણું વખત પધાર્યા હતા તેની માહિતી સાથે શત્રુંજ્યનાં ૨૧ નામનો નિર્દેશ કર્યો છે. ૫૪ . શત્રુંજ્ય પુંડરિકગિરિ, વિમળાચર સિદ્ધક્ષેત્ર, શ્રીપદ સુરગિરિ મહાગિરિ રે, શાશ્વતગિરિ સુપવિત્રરે. || રિ. || ૭ || છે. ઢાળ ૪-૫-૬માં શત્રુંજ્ય તીર્થના ઉદ્ધારની ક્રમિક માહિતીનું વર્ણન કર્યું સૂરિ દુપ્પસહ ઉપદેશથી મન., વિમળવાહન ભૂપાળ. મો. મ. છેલ્લો ઉપધાર કરાવશે, મન. ભક્તિભાવ વિશાલ મો. મ. || ૫ || સાતમી ઢાળમાં સિદ્ધગિરિની યાત્રા, પ્રભુની અષ્ટપ્રકારી, અનાગમહોત્સવ અભિષેક, જપમાળા, તપ આદિ કરવાથી પ્રાપ્ત થતાં ફળનો ઉલ્લેખ કરીને સિદ્ધગિરિનો મહિમા ગાયો છે. નદી કુંડે તીરથ જળ માહિ રે, કુસુમાંજલિ ચ્યાર ચઢાઈ, કરે સ્નાત્ર ઈહાં જે સંતારે, દુઃખ ચાર ગતિ ન લહતા હૈ. સુ. સા. ॥ ૪ ॥ આઠમી ઢાળમાં અન્ય તીર્થોની યાત્રાનો સંદર્ભ આપીને શત્રુંજ્યની યાત્રા શ્રેષ્ઠ છે એવો વિચાર પ્રગટ કર્યો છે. અનિહારે તેહથી અનંત ગુણું ફળ તુવેરે ગિરિ દીઠે સાંભલી ઇંદ્ર, અનિહારે સેવન ફળ કુંણ ક્ષણ હોવે રે, જો હોવે જ્ઞાની જિણંદ. | સિ || ૭ || નવમી ઢાળમાં શત્રુંજ્યનો મહિમા ગાવાની સાથે માનવજન્મ સફળ કરવા માટે યાત્રા અને સુકૃતનો લાભ લેવાની ઉપદેશાત્મક વાણીનો પરિચય થાય છે. કવિના શબ્દો છે. સંસાર દાવાનાળ નીર રે, ભવોદિય તારણએ તીર રે, જરા મરણ તણા જંજીરે રે, વિત્રારણ એ વડવીર રે. ઈહાં પૂજા પ્રસાદ કરાવો રે, જિનરાનાં બિંબ ભરાવો રે, કરિ અંજન આનંદ પામો રે, ભલે ભાવથી ભાવના ભાવો રે. ॥ ૪ ॥ દશમી ઢાળમાં સિદ્ધગિરિનો મહિમા ગાતાં કવિએ જણાવ્યું છે કે અહીં ૨૩ તીર્થંકર યાત્રાએ પધાર્યા હતા. ચંદ્રશેખર રાજા, નમિ-વિનમિ બંધુઓ, અનંતા સાધુ ભગવંતો સિદ્ધિપદને પામ્યા છે. અગિયાર અને બારમી ઢાળમાં સિદ્ધિપદ પામેલા મહાત્માઓની માહિતી આપતાં કવિ જણાવે છે કે. કાર્તિક પુનમે સિદ્ધ થાવે રે, તેણે મહિમા આજ પ્રસિદ્ધ રે, કંડુ પણ એણે દિને સિધો રે, ઇણે દિન મહિમા અધિકોરે. ॥ ૩ ॥ ॥ ૩ ॥ કવિએ તીર્થયાત્રા કરી અને મનના અપૂર્વ ઉલ્લાસ અને રંગથી ગુણ ગાયા છે તેનો ઉલ્લેખ કરતી પંક્તિઓ જોઈએ તો રિષતી પસાયે ચઢતે રંગે, કહે ઉત્તમ ઉલ્લાસિત અંગે. રાજ. || ૧૧ || તેરમી ઢાળમાં સિદ્ધવેલની રચનાપૂર્ણ કરતાં કવિએ પરંપરાગત રીતે રચના સમય ગુરુપરંપરા અને તેનો પ્રભાવ દર્શાવ્યો છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૫. પ્રકરણ-૨ શું વર્ણવું વાધે વિસ્તાર, ધન ધન છે તીરથ તને રે, પાપ કરે ગિરિ સુણતાં ચ્યાર, દરશન ફરશન કીર્તનરે. ગાયો ગિરિ ઇક્ષુવંશી ઇમ, ઢાળો તેર કરી લાજી રે, સિદ્ધાચલ સિદ્ધ વેલ એટલે સિદ્ધગિરિની ભાવયાત્રા અને ગુણગાન દ્વારા કર્મનિર્જરા કરવા માટેનો અપૂર્વ આનંદદાયક મનુષ્ય જન્મનો લ્હાવો છે. કવિ પંડિત વીરવિજયજીની નવ્વાણું અભિષેકની પૂજાનું સ્મરણ કરાવે તેવી પ્રાસયુક્ત પ્રાસાદિક, સુગેય પદાવલીઓ દ્વારા શત્રુંજયનો મહિમા ગાવામાં આવ્યો છે. માનવજન્મ સફળ કરવાના ભગવંતે વિવિધ માર્ગનું પ્રતિપાદન કર્યું છે. તેમાં આ ભક્તિમાર્ગની અનુભવ વાણી ભવોદધિ તારક જહાજ સમાન છે. પૂર્વના પુણ્યોદયે માનવ જન્મ અને યાત્રાની સુવિધા મળે છે એમ માનીને સિદ્ધિપદ પામવાની અભિલાષાવાળા ભવ્યાત્માઓ શાસ્ત્રીય રીતે યાત્રા કરી જીવન સફળ કરે તેવી પ્રેરણાપ્રાપ્ત કરાવતી “વેલ” રચના નોંધપાત્ર છે. સંદર્ભ :- શ્રી સિદ્ધાચલજીની સિદ્ધવેલ. શ્રી અમૃતવેલ (સક્ઝાય) વેલિ સ્વરૂપ રચનામાં શુદ્ધ જ્ઞાનમાર્ગ અને ઉપદેશાત્મક વિચારોની નમૂનારૂપ રચના અમૃતવેલ છે. યશોવિજયજી ઉપા. ની આ કૃતિ સજઝાય તરીકે અન્ય પુસ્તકોમાં પ્રગટ થઈ છે. અમૃતવેલ એટલે મૃત્યુ પર વિજય મેળવવાનો સાચો રાજમાર્ગ અમૃતવેલ એટલે મોક્ષમાર્ગમાં જવા માટે શીવનારીને વરવામાં ભવોભવની તિતિક્ષાને પૂર્ણ કરવા માટે બીજારોપણ કરવાનો અપૂર્વ અનુપમ અવસર. અમૃતવેલ એટલે આત્માના શાશ્વત સુખ પ્રાપ્ત કરવાનો જિનેશ્વર ભગવંતે કરેલો સાચો સાચો માર્ગ. મૃતત્વને નિર્મૂળ કરવા માટેની સીધી સાદી શૈલીમાં સર્વજન સુલભ જિનવાણીનો સાર. અમૃતવેલ એટલે આત્માનો કિંમતી સ્વાધ્યાય કે જેનાથી મનના પરિણામ ભાવ ઉત્તમ રહે અને અધમ વિચારો દૂર થાય તેવી બોધાત્મક વાણીનો સંચય. મહાત્માઓ વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાય એવી ઉદાત્ત ભાવના ભાવે છે પોતે જિનમાર્ગને અનુસરે છે અને તે માર્ગે સર્વજીવો અભિયાન કરે તો મુક્તિ પામે એ વાત નિઃશક છે. જિનવાણીના સારરૂપ ર૯ કડીની આ રચના નીચે પ્રમાણે ગુણ ધરાવે છે. મહત્વના વિચારો નીચે પ્રમાણે છે. કવિની અર્થગંભીર શૈલીનો પરિચય પ્રથમ કડી દ્વારા પ્રાપ્ત થાય છે. ચેતનજ્ઞાન અજુવાળીએ, ટાળીએ મોહ સંતાપ રે, ચિત્ર ડમડોળલું વાળીએ, પાળીએ સહજ ગુમ આપરે. જ્ઞાનનો મહિમા, મોહનીય કર્મથી સંતાપ ઉપજ છે તે દૂર કરવો, ચિત્તની સ્થિરતા કેળવવી અને આત્મસ્વરૂપની ઓળખાણ કરવી. સાધનાનું અંતિમ ફળ આત્મસિદ્ધિ-આત્માના મૂળ સ્વરૂપની પ્રાપ્તિ છે. એક જ ગાથામાં જ્ઞાનમાર્ગ કર્મવાદ, અધ્યાત્મ અને સાધનામાં ઉપયોગી સ્થિરતા-એકાગ્રતા જયા વિષયોનો મિતાક્ષરી ઉલ્લેખ થયો છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૬ , જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ' ઉપશમ અમૃત રસનું પાન કરવું, સાધુ ભગવંતના ગુણગાન ગાવા, કડવાં વચનો સાંભળીને રીસ કરવી નહિ. ખીજાઈ જવું નહિ. સજ્જનને માન આપવું જોઈએ. ક્રોધ કષાયનો અનુબંધન રાખવો, સત્ય વચન બોલવું, સમક્તિ રત્ન પ્રાપ્ત કરવાની રૂચિ-પ્રેમ સાધવો. કુમતિનો ત્યાગ કરવો. મનના અધ્યવસાય શુભ રાખવા માટે અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એમ ચારના શરણનો સ્વીકાર જોઈએ. કવિએ ચાર શરણના હેતુ વિશે જણાવ્યું છે કે ચારનાં શરણ જે પડિવજે, વળી ભજે ભાવના શુદ્ધ રે, દૂરિત સવિ નિદિયે આપણાં, જેમ હોય સંવર વૃદ્ધિ ૨. ચેતન ૯ છે. આ ભવ અને પરભવમાં થયેલી વિરાધના- આશાતના થઈ હોય તેની નિંદા કરવી સુકૃતની અનુમોદના અને દુષ્કૃતની ગહ કરવી. ગુરુ વચનનું પાલન કરવું. ગુરુ આજ્ઞા શિરોધાર્ય કરવી. સ્વમતથી સ્વેચ્છાચારી વર્તન કરવું નહિ. તેનાથી આત્માના જ્ઞાન દર્શન અને ચારિત્ર ગુણનો નાશ થાય છે. ધર્મના નામે લોકોને ગેરમાર્ગે દોરવા નહિ. ગાથા ૧૧ થી ૧૪માં અઢાર પાપ સ્થાનકનો ઉલ્લેખ કરીને કવિ જણાવે છે કે પાપ જે એહવાં સેવિયાં, તેહ નિદિયે ત્રિોં કાલ રે સુકૃત અનુમોદના કીજીએ, જેમ હોય કર્મ વિસરાલ રે. ચેતન / ૧૬ . અનંત ઉપકારી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય સાધુએ પાંચની ભક્તિ-આરાધના કરવી. શ્રાવકના દેશવિરતિ ધર્મની અનુમોદના કરવી. સમક્તિના સંદર્ભ કવિએ ઉદારમતવાદી બનીને સ્યાદ્વાદની અપેક્ષા જણાવ્યું છે કે અન્યમાં પણ ધ્યાયિક જેહ જિન વચન અનુસાર રે, સર્વ તે ચિત્ત અનુમોદીએ, સમક્તિ બીજ નિરધાર રે. ચેતન | ૨૦ ||. પાપભીરુતા રાખવી, ભવ પ્રત્યે રાગ ન રાખવો પોતાની સ્થિતિ પ્રમાણે જીવનવ્યવહાર ચલાવવો. આ પ્રમાણો આચરણ કરનારની અનુમોદના કરવી. જૈન શાસન ગુણાનુરાગને વરેલું છે. સ્વદોષ દર્શન અને પરગુણની અનુમોદના આત્મા પાપકર્મથી બચી જાય છે. કવિના શબ્દો છે. થોડે લો પણ ગુણ પર તણો સાંભળી હર્ષ મન આસરે, દોષ લવ નિજને દેખતાં, નિર્ગુણ નિજ આતમા જાણ રે ચેતન / ૨૨ // ઉચિત વ્યવહારનું પાલન કરવું. મનની સ્થિરતા કરી શુભ પરિણામ રાખવા–નય વાદની રાતે શુભ ભાવના ભાવવાથી પાપકર્મનો નાશ થાય છે. કવિએ વૈવિધ્યપૂર્ણ વિચારો દર્શાવ્યા છે તેમાં શુદ્ધ અત્યાત્મ સ્વરૂપ વિચારો દર્શાવતી પંક્તિઓ જોઈએ તો, દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપરે, અક્ષય અલંક છે જીવનું જ્ઞાન આનંદ સ્વરૂપ રે. ચેતન / ૨૪ | સમગ્ર અમૃતવેલના સારરૂપ આત્મ ચિંતન કરવા માટે ર૪મી ગાથા મહત્વની છે. તેમાં રહેલા ગહન વિચારો જાણવાથી આત્મસિદ્ધિનો માર્ગ હાથવેંતમાં આવી જાય છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૫૭. ધર્મની ધારણા, જ્ઞાનરૂપી વેલનો વિસ્તાર થાય કર્મનો નાશ થાય અને આત્માનું સ્વરૂપ પ્રગટે છે. શિવનગરમાં જવાનો ઉપરોક્ત માર્ગ છે. તે માર્ગે પ્રયાણ કરવાથી પરમધામમાં પહોંચી જવાય છે. અંતમાં કવિના શબ્દો છે. શ્રી નયવિજય ગુરુ શિષ્યની, શીખડી અમૃત વેલ રે, એહ જે ચતુર નર આદરે, તે લહે સુજસરંગરેલ રે. ચેતન | ૨૯ // જૈન દર્શનના ગ્રંથોનો અભ્યાસ કર્યો ન હોય તો પણ આ સીધી સાદી વાણીનું ચિંતન મનન અને આચરણ નરભવમાં સમતા, શાંતિ અને સમાધિ પ્રદાયક છે. અમૃતવેલના વિચારો આત્માના મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે બીજરૂપ છે તે સ્પષ્ટ રીતે સ્વીકારવાથી આત્માનો અવશ્ય વિકાસ થાય છે. સંદર્ભ :- જૈન સજ્જયમાલા ભાગ ૨ | ૧૭ ૮. “ધવલ” ડો. કવિન શાહ કાવ્ય-વિષયક પ્રાચીન પ્રકારો અને રચનાઓના અચ્છા અભ્યાસી છે. આ વિષયક એમનાં પુસ્તકો વિદ્વાનોમાં અતિપ્રિય નીવડ્યા છે. આ અંકમાં “ધવલ'ના નામે ઓળખાતી કાવ્યકૃતિનો એમણે સુંદર પરિચય કરાવ્યો છે. આવા આવા વિષયો પર અવારનવાર તેઓ લખતા રહેશે, એને વાચવા માટે આ વિષયના વિદ્વાનોને “કલ્યાણ' નિમંત્રણ પાઠવે છે. જૈન સંઘમાં આવા વિષય પર ખેડાણ કરનારા ઓછા છે. એથી ડૉ. કવિન શાહ વિશેષ અભિનંદનને પાત્ર ગણાય. સંપાદક. મધ્યકાલીન જૈન સાહિત્યમાં વિવિધ પ્રકારની કાવ્ય રચનાઓ પ્રાપ્ત થાય છે. તેમાં “વિવાહ”ની રૂપકાત્મક અભિવ્યક્તિ કરવી કાવ્ય રચનાઓમાં વિવાહલો, ધવલ અને “વેલિ” પ્રકારનાં કાવ્યો રચાયાં છે. આ ત્રણ શબ્દો પર્યાયવાચી એટલે કે વિવાહસંબંધી કાવ્યકૃતિઓનો સંદર્ભ પૂરો પાડે છે. વિવાહથી સામાન્ય રીતે લગ્નનો સંબંધ પ્રથમ દૃષ્ટિએ સમજાય છે, પણ મધ્યકાલીન સમયના કવિઓએ વિવાહ વિશે લગ્નના અર્થઘટનની સાથે સંયમરૂપી નારીને વરવાનો ઉત્સવ, બીજા શબ્દોમાં કહીએ તો દીક્ષા લેનાર વ્યક્તિના જીવનનું નિરૂપણ કે જેમાં દીક્ષા પ્રસંગનું વર્ણન કેન્દ્ર સ્થાને છે. મહાપુરુષો અને તીર્થકર વિષયક વિવાહલોની સાથે તાત્ત્વિક વિવાહલો રચાયા છે તેવીજ રીતે ધવલ કાવ્ય-કૃતિઓ પ્રાપ્ત થાય છે. ધવલ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. અપભ્રંશમાં બુલ' અને ત્યારપછી “ધોલાધૌલ' શબ્દ પ્રયોગ થયો છે. ગુજરાતી ભાષાના સાહિત્યમાં વલ્લભસંપ્રદાયમાં મોટી સંખ્યામાં “ધૌલ' રચનાઓ થઈ છે. આ રચનાઓ વિવિધ ઘૌલ સંગ્રહ નામથી પ્રકાશિત થયેલ છે. “નેમિનાથ ઘુલ” કાવ્યના આરંભ અને અંતની પંક્તિઓ ઉદાહરણરૂપે નીચે પ્રમાણે છે. આદિ : માઈ એ નયરઈ સિંહદુવારી, પંચ કન્યા રામતી રમઈએ ! ચિંહુ પરિણ વરિયલા શ્રમ આરિ, વરનવી પામઈ પંચમી એ છે અંત : શ્રમણ પ્રિય વરદરહવાય એ સમતલઈ બાર વરસિ તુ બડઉ લેસાલિઇ, જયવત્ત હો જેવરછુ તુ મલઈ સંસાલીયઉ તું !! Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૮ - જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા “હેમચંદ્રાચાર્યના છન્દોનુશાસન ગ્રંથમાં ધવલ વિશેનો ઉલ્લેખ મળે છે. ધવલમાં ૮/૬/૪ ચરણ હોય છે. ધવલના પ્રકાર યશોધવલ, કીર્તિ ધવલ, ગુણ ધવલ, ઉત્સાહ ધવલ, ભ્રમર ધવલ, દીપક ધવલ, ૧૪મી સદીમાં રચાયેલા પ્રાકૃત પિંગલમ્ ગ્રંથમાં “છપ્પય” છંદના ૭૧ ભેદનો ઉલ્લેખ છે તેમાં “ધવલ'નો સમાવેશ થાય છે. ધાર્મિક પર્વની ઉજવણી, વ્રતના ઉદ્યાપન મહોત્સવના પ્રસંગે ધવલ' ગીત ગાવાની સામાજિક પ્રણાલિકા હતી. કવિ ઋષણભદાસની પર્યુષણની બીજી સ્તુતિમાં નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે. “ધવલ મંગળ ગીત ગહેલી કરીએ.” આ પંક્તિ દ્વારા ધવલનો સંદર્ભ મળે છે. એટલે ધવલ એ ગીત કાવ્યનો પ્રકાર છે એમ સમજી શકાય છે. ઉત્તર અને દક્ષિણ ભારતમાં જૈન ધર્મનો પ્રચાર વિશેષ થયો હતો ત્યારે સાહિત્યિક આદાન પ્રદાન થતાં ધવલનો વધુ પ્રચાર થયો હતો. ૧૩-૧૪મી સદીમાં ધવલ ગીતો વધુ પ્રચલિત હતાં. ગુરુ ભગવંતના આગમન અને વિદાયના પ્રસંગે ધવલ ગીત અનેરા ઉત્સાહથી ગવાતા હતાં. વર્તમાન સમયમાં આવાં ગીતો “ગહુલી’ સંજ્ઞાથી જૈન સંઘ અને સાહિત્યમાં પ્રચલિત છે. માંગલિક પ્રસંગોમાં ધવલ ગીતો મોટા પ્રમાણમાં ગવાતાં હતાં. ટૂંકમાં કહીએ તો ધવલ એટલે જનસમૂહના અપૂર્વ ઉત્સાહને વાચા આપતું મંગલ ગીત. કાવ્ય ધવલનો પ્રારંભ દીર્ધ કાવ્યોના વસ્તુ વિભાજનમાં તેના એક ભાગ રૂપે ગીત કાવ્ય તરીકે થયો છે. ત્યારપછી “ધવલ” નામની સ્વતંત્ર કૃતિઓની રચના થઈ છે. ધવલ ગીતો માત્ર ધાર્મિક પર્વોમાં જ નહિ, પણ લગ્નપ્રસંગે ગવાતાં હતાં. આ ગીતો ધર્મ અને લગ્ન એમ બંને સાથે સંબંધ ધરાવે છે આ ઉપરથી એવું અનુમાન કરવામાં આવે છે કે, વિવાહલો શબ્દની સાથે ધવલ” શબ્દ પ્રયોગનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. દા.ત. કવિ દેપાલકૃત આદ્રકુમાર વિવાહલો ધવલ કવિ શ્રી જયશેખરસૂરિ કૃત ૧૫મી સદીની કૃતિ નેમિનાથ ધવલ, ૧૬મી સદીમાં કવિ સેવક કૃત રૂષભદેવ વિવાહલુ-ધવલ, કવિ આણંદપ્રમોદનું શાંતિનાથ વિવાહલુ-ધવલ, કવિ બ્રહ્મ મુનિવૃત વાસુપૂજય સ્વામી ધવલ અને નેમિનાથ ધવલ. કવિ નયસુંદર કૃત નેમિનાથ ધવલ વગેરે કૃતિઓ ધવલ સંજ્ઞાવાળી પ્રાપ્ત થાય છે. આ કૃતિઓ દીર્ઘ રચના છે, પણ તેમાં ધવલને અનુરૂપ ગેયતા સિદ્ધ થયેલી છે. - રાજસ્થાનમાં શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિમાં સામાજિક અને ધાર્મિક પ્રસંગોએ ધવલ ગીતો ગાવાની પ્રણાલિકા પ્રચલિત હતી, ધવલની દીર્ધ રચનાઓ પછી લઘુગીત રચના તરીકે ૧૭મી સદીમાં પ્રયોગ થયો છે. ગુજરાતી રાજસ્થાની અને વ્રજભાષામાં ધવલ રચનાઓ ઉપલબ્ધ થાય છે. આવાં ગીતોનો સંગ્રહ ગીત રત્નાવલી નામથી પ્રગટ થયેલ છે. “ધવલ' સંગીતની પરિભાષામાં એક “રાગ” છે તો તેની છંદ તરીકે ગણના થાય છે. આવાં ધવલ ગીતો પરસ્પર પ્રણય વૃદ્ધિકારક છે, તેનો સંદર્ભ સાહિત્ય અને જનજીવનમાં રાસ-ફાગુ વગેરે કાવ્ય રચનામાં દુહા ચોપાઈ, દેશના પ્રયોગના સાથે ધવલનો પ્રયોગ થતો હતો. ૧૬મી સદીમાં કવિ સેવક સં. ૧૫૯૦માં રૂષભદેવ વિવાહલઉની બે કૃતિઓ રચી છે. તેમાં એકનું નામ “ધવલ” આવ્યું છે કવિના શબ્દો છે. એહ ધવલ કરતા શ્રાપ્ત વિરોધી જેહ, એહ ધવલ ગાઈ શ્રાદાદઈ જેદ નારી સદા ૧૭મી સદીમાં કવિ બ્રહ્મ શાંતિનાથ વિવાહલો ધવલની રચના કરી છે. તેની આદિ અંતની Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ પંક્તિઓ નીચે મુજબ છે. ચાઉવીસય મિત્ર ચરણે લાગઇ, વર શ્રુતદેવી પાસંઈ ભણઈ બાગઇ પાયે શ્રી સુગુરુનંઇ, ધવલ રિયસ સુદા મગ, રચય ધવલ જિન ચરિત બખાયલ, ગુરુ મુખી મર્મ | તા થિર પઢઉ ગુખ ભવિયખજબ જનજા વરતઈ જિષ ધર્મ. સં. ૧૬૪૪મી કવિ “કનક સોમ રચિત આદ્રકુમાર ધવલ-ધમાલિ નામથી પ્રાપ્ત થાય છે. આ રચના આદ્રકુમાર ચૌઢાળિયું નામથી પણ જાણીતી છે. જૈનેતર કવિ બ્રહ્માનંદ ધોળ કાવ્યોની રચના કરી છે આ ધોળ' શબ્દ એ ધવલના પર્યાયરૂપે પ્રયોજાયો છે. કવિએ આ ધોળમાં માનવજન્મની સફળતા કરવા માટે ત્યાગ અને વૈરાગ્યના વિચારો દર્શાવ્યા છે. દૃષ્ટાંતરૂપે પંક્તિઓ જોઈએ. “પ્રભુભજન વિના ગાફલ પ્રાણી, આગે ઉમર ખોઇજી, મેડીમંદિર માલ ખજાના, કામ ન આવે કોઈની.” આ તન રંગ પતંગ સરીખો જાતાં વાર ન લાગે છે, અસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી, તારી નજરો આગેજી.” મનુષ્યદેહધારીને મૂરખ, કહેશી કરી કમાણીજી, જાનતણી પેરે ફરતો ડોલ્યો બોલ્યો મિથ્યા વાણીજી.” “ઠાલો આવ્યો ભૂલો વૃઢવો કાંય ન લે ગયો સાથેજી, બ્રહ્માનંદ કહે જમપુરિ કેરું, મહાદુઃખ લીધું માથેજી. ઉપરોક્ત ધોળમાં જીવનના આધ્યાત્મિક ઉલ્લાસનો પરોક્ષ રીતે ધવલ વિશેની ઉપરોક્ત માહિતીને આધારે એટલું સ્પષ્ટ થાય છે કે, મધ્યકાલીન સમયમાં વિવાહલો સમાન સયંમરૂપી નારીને વરવાના પ્રસંગનું નિરૂપણ કરતાં કાવ્યો “ધવલ' સંજ્ઞાવાળાં પ્રાપ્ત થાય છે. અન્ય રીતે વિચારીએ તો ધવલ નામથી સ્વતંત્ર ગીત રચનાઓ પણ ઉપલબ્ધ થાય છે. જેવી સાહિત્યની વિવિધતા અને સમૃદ્ધિમાં ધવલ કાવ્યો ભક્તિ શૃંગારની અનુપમરસાનુભૂતિ કરવાની શક્તિ ધરાવે છે. તેમાં ભૌતિક વિવાહના પ્રસંગ પછી આધ્યાત્મિક વિવાહનાં મંદમંદ સ્મિત કરતા નિઝર સમાન ઉલ્લાસની અનુભૂતિ કરાવે છે. ધવલ વિષયક કૃતિઓનો અભ્યાસ કરવાથી તેમાં રહેલી આનંદોલ્લાસના પર્વની માહિતી સાથે માનવભવ સફળ કરવા માટે સંયમના રાજમાર્ગનું પ્રતિપાદન કરીને સમાજના લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંયમની ભાવના કેળવાય તેવો કવિઓએ પુરુષાર્થ કર્યો છે. ૧. આર્દ્રકુમાર ધવલ. (સંક્ષિપ્ત નોંધ) આદ્રકુમાર પ્રત્યેક બુદ્ધ તરીકે વિચારી રહ્યા હતા ત્યારે પૂર્વભવની બંધુમતી સ્ત્રીનો જીવ વસંતપુર પાટણ શહેરમાં ધનદત્ત શેઠની શ્રીમતી નામની પુત્રીપણે જન્મ થયો હતો. તેણી સખીઓ સાથે આજ મંદિરમાં ફરવા આવતી હતી ત્યારે દરેક સખીઓ એક એક થાંભલાને પતિ તરીકે માનીને આનંદ કરતી હતી. આ રમત પ્રસંગે શ્રીમતી માટે એક પણ થાંભલો બાકી રહ્યો Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૦ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા નહતો ત્યારે શ્રીમતીએ પેલા મુનિને પોતાના પતિ તરીકે માન્યા. પછી તુરતજ આકાશવાણી થઈ કે “આ બરાબર છે” અને ૧૨ કરોડ રત્નોની વૃષ્ટિ થઈ. રાજાને આ વાતની ખબર પડી એટલે ધન લેવા માટે આવ્યા ત્યારે ફરી આકાશવાણી થઈ કે શ્રીમતીનો જે પતિ થશે તેનું આ ધન છે. તેણીએ ૧૨ વર્ષ વીતાવી દીધાં દરેક સાધુ ભગવંત આવે ત્યારે એમના ચરણોના નમસ્કાર કરી અન્ન-જળ વાપરતી હતી. આ પ્રમાણે કરતી હતી ત્યારે એક વખત આર્ટ્સ મુનિ પધાર્યા અને ચરણ ચિહ્નથી ઓળખી લીધા. પગના ચિહ્નનથી એમને ઓળખીને તેણીએ મુનિને કહ્યું “હે ? પ્રિય ? હવે અહીં જ રહો.” ત્યારપછી આર્ટ્સ મુનિએ શ્રીમતી સાથે લગ્ન કર્યા અને સંસાર સુખ ભોગવતા પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. આર્દ્રકુમાર ફરીથી દીક્ષા લેવા માટે સંમતિ માગે છે ત્યારે આ અંગે કોઈ સ્પષ્ટ જવાબ મળતો નથી પણ શ્રીમતી રૂની પૂણીઓ લાવીને રેંટિયો કાંતવા લાગી . પુત્રે પૂછ્યું, “માતા, આ શું કરો છો ?” ત્યારે શ્રીમતીએ કહ્યું, “બેટા, તારા પિતા દીક્ષા લેવાના છે. પછી આપણે આવી રીતે જીવન ગુજારવું પડશે. આ રીતે ચાર વર્ષ વીતી ગયાં. પુત્ર પિતાને દીક્ષા લેવા માટે રોકે છે. પિતાએ પુત્રની રજા માંગી ત્યારે પુત્ર કહે છે, “હું દીક્ષા લેવા નહીં દઉં,” એમ કહી ત્રાક ઉપરથી સૂત્તરનો દોરો લઈ આદ્રકુમાર સૂતા હતા ત્યાં તેમના પગ ઉપર વીંટી દીધો. પછી કૂદકો મારીને બોલ્યો. “બસ, બાંધી દીધા, માતા, હવે કેવી રીતે જશે? આ પ્રેમાળ વાણીથી આર્દ્રકુમારનું હૃદયપરિવર્તન થયું અને તાંતણા ગણીને નિર્ણય કર્યો કે, તાંતણા બાર છે એટલે બાર વર્ષ સુધી દીક્ષા લઈ શકાશે નહીં. પુત્ર આ નિર્ણયથી પ્રસન્ન થયો. આ પ્રસંગનું કવિ દેપાલે આદ્રકુમાર ધવલમાં નિરૂપણ કર્યું છે. ધવલ એ દીક્ષા પ્રસંગની કાવ્ય રચના છે એટલે અહીં દીક્ષાનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. આદ્રકુમાર ધવલની નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે છે. નાઈ એ નરહ સહહુયારિ પાંચ કન્યા રામતિ રમઈએ, ચિહુ પુણ વરીયલા થૉમ થ્યારિ વરુ નવિ પામઈ પાંચમીએ વાવિ ચઉખંડિ એ આર જે થંભચિહું કુયારિ ચ્યારહ ગ્રહિયાએ | રુપ નિરુપમ જેસીયરંભ ધળવતધૂય તેણે ખીજવીએ || ૧ || બંધવું અભયકુમાર તસુ રાજુ છડિ વ્રત તણિલિદ્ધઉ ! વિહરતી વેસ ધરિ ગયઉ અહંકાર સસિ જો જિલિદ્ધઉં !' વિષઈ રમઈ દેસણ કરઈ દિનિ દસ પ્રતિબોધે છે નંદિષેણ મુનિ નામતસો નિંઘા કોઈન કરેઈ | ૮ || આપણાં ઘરિ કિ૭ઈ કાતણઉએ જાયસિઈવાછત્યતાત તું વડી નેસાલીયએ અખઈલ હોઈ જેવા છ મઈ ભલઈ સંભાલી એ || ૧ || ૨. નેમિનાથ ધવલ કવિ દેપાલ કૃત ૧૫મી સદીની નેમિનમિ નાથ “ધવલ' ગીત રચનામાં નેમિનાથના જીવનની રસિક માહિતી આપવામાં આવી છે. ગીત કાવ્યને અનુરૂપ વર્ણયોજતાં કાવ્યને Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ચારવાદ્ય બનાવવામાં ઉપયોગી નીવડી છે. આ ગીતના મહત્વના વિચારો નીચે મુજબ છે. રાજા સમુદ્ર વિજય અને શીવા માતાના પરિવારના શણગારરૂપ કરૂણાસાગર અને ગુણસંકર યુક્ત નેમિ કુમાર છે, કે જેમની ત્રિભુવનમાં ખ્યાતિ ફ્લાઈ છે. જન્મથી ત્રણ જ્ઞાનના ધારક છે. કવિએ લગ્નના સંદર્ભમાં જણાવ્યું છે કે લાડણું જળ ઘોડઈ ચડઇ એ, ક્રમ આઠઈ અરિ દડવવું પડએ, सारथि पर 146 मे, २थि यार तुरिय वेत्राव. ॥ ३ ॥ નેત્રકુમાર રથમાં સવાર થઈને આગળ વધે છે. તેમ તેમ ઉપશમ ભાવની મનમાં વૃદ્ધિ थाय छे. "सोद सस. गोपी मिलीभे, न Gail याब भन-३४ी." નરનારીઓ પ્રતીક્ષા કરી રહ્યાં છે કે કેમકુમાર ઉગ્રસેન રાજાના માંડવે લગ્ન માટે પધારી રહ્યા છે. કવિએ અંતિમ પંક્તિમાં જણાવ્યું છે કે ___®पया प्रतिपादूभे, "भेव२ ॥य अवि हेपाल मे." કવિએ મુખ્યત્વે નેમિનાથની જીવદયા પાળવાની અહિંસા પરમો ધર્મની ભાવનાને કેન્દ્રમાં રાખીને ધવલ ગીતની રચના કરી છે. ६. नेमिनाथ - धवल (कर्ता - देपाल रचना समय : १५वीं शताब्दी) करुणा-सायर गुण-निलउ, वर-समुदविजय-सुत अति-भलउ । तिहुयणि सयलि वखाणियए, वर माडी य सिवा-देवी राणि ए ॥१॥ वीसई सूघउ सामलउ वरो, मति-श्रुति-अवधिइ ऊजलउ । केवडियालउ खूपु ए, वस इंद्र निहाले रूपु ए ॥२ ॥ लाडणु जव घोडई चडइ ए, क्रम आठ अरि दडवडु पडए । सारथि हरि तेडावउ ए, रथि चारि तुरिय जोत्रावउ ए लाडणु रहवरि आरुहइ ए, तिम तिम उपशमु गहगहए । सोल सहस गोपी मिली ए, जानउत्रि चालइ मन-रुली गोपीय उढणि घाट ए, वर-आगलि बोलइ भाट ए । सिरवरि झलक' छात्र ए, वर-आगलि नाच' पात्र ए गज-रथ-तुरियह थाट ए, वर जालि जोयइ वाट ए । च्यारि चमर ढलावइ ए, वर नेमि-जिणेसर आवइ ए उग्रसेण-घरि जाई ए, वर नेमि-जिणेसर गाईय ए । जीव-दया-प्रतिपालू ए, वर गायणु कवि देपालू ए ॥७॥ ॥४ ॥ Page #81 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા ૩. નેમિનાથ ધવલ-કવિ બ્રહ્મમુનિ મધ્યકાલીન સાહિત્યમાં વિવાહરૂપકવાળા ત્રણ કાવ્યપ્રકારો નોંધપાત્ર છે. તેમાં વિવાહલો, વેલિ અને ધવલનો સમાવેશ થાય છે. કવિ બ્રહ્મ મુનિએ આ ધવલની રચના ૪૪ ઢાળમાં કરીને નેમિનાથના જીવનના પ્રસંગોનું ભાવવાહી રીતે વર્ણન કર્યું છે. આ ધવલ અપ્રગટ છે. અત્રે ધવલ કૃતિના પરિચય તરીકે નેમિનાથના જીવનના લગ્ન અને દીક્ષાના પ્રસંગની માહિતી આપવામાં આવી છે. કવિએ સમયનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી પણ છેલ્લી સાહેલડીની ઢાળમાં ધવલ ગેય કાવ્ય છે તેવો ઉલ્લેખ કરીને ફળશ્રુતિનો નિર્દેશ કર્યો છે. (ગાથા- ૯૨ ) કવિએ કાવ્યના આરંભ અને અંતમાં ધવલ રચનાનો નામોલ્લેખ કર્યો છે. આરંભની પંક્તિઓ નીચે મુજબ છે. સારદ સાર દયા કરિ દેવી હી અડા ભી તિરિ આણીજી નમિનાથનું ધવલ રચિસુ સરસ સુકોમલ વાણીજી એ ધવલ રચ્યઉં મંઈ આંણી મનિ આણંદ બ્રહ્મચારી નિરૂપમ ગાય નેમિજિણંદ કહઈશ્રી બ્રહ્મ સદાજિન વંદલ બે કર જોડી તે અલવઈ પાંમઈ સુખ સંપત્તિની કોડી પદ અક્ષર માત્રાહણ કહિઉં હુઈ જય પંડિત જન જોઈ નિરતઉં કરયો તેય સૂત્ર વૃત્તિ ચરિત અનુસાર છે જણી સાર. એ ધવલ રચ્યું ભાઈ આણી મનિ આણંદ બ્રહ્મચારી નિરુપમ ગાય નેમિ જિણંદ કહઈ બ્રહ્મ સદા જિન વંદઈ બે કર જોડી તે અલવઈ પામઈ સુસ્પતિની કોડી | ૨ | - કવિએ વિનમ્ર ભાવે પોતાની મંદમતિથી ઓછુ અધિકું સૂત્ર વિરૂદ્ધ લખાયું હોય તો પંડિત શ્રી સૂત્ર અનુસાર સુધારીને સ્વીકારે અને આ અધિકાર એટલે કે નેમિનાથ ધવલમાંથી સારભૂત તત્ત્વ શોધીને અનુસરે. એમ જણાવ્યું છે કવિના શબ્દો છે. (ગા. ૯૩). પદ અક્ષર માત્રા હીન કહ્યાનું હુઈજિય પંડિત જન જોઈ નીતર નું કરજ્યો તેય સુત્ર વૃતિ ચરિત્ર અનુસારઈ જાણી સાર લવ લેશઈ ભાંખુ એહ સયલ અધિકાર || ૩ || કવિએ ૧૩મી ઢાળમાં નેમકુમારના વિવાહ પ્રસંગનું વર્ણન કર્યું છે. ગોપીઓ નેમકુમારને પરણવા માટે પ્રલોભન આપે છે. જેમકુમારનો વિવાહ ઉગ્રસેન રાજાની રાજુલ રાજકુમારી સાથે નક્કી કરીને લગ્નની કંકોતરી લખીને બધે આમંત્રણ મોકલવામાં આવ્યાં. પંચ વધાવાની ઢાળમાં કવિએ નેમકુમારના શણગાર અને શ્રાવણ સુદ-૬ને દિવસે લગ્ન માટે જાન નીકળે છે તેની માહિતી આપી છે. ઉલાલાની ૧૫મી ઢાળમાં પ્રભુના અપૂર્વ વૈભવ અને સ્ત્રીઓ ગીત ગાઈને પ્રસંગોચિત્ત આનંદ વ્યક્ત કરે છે. પ્રેક્ષકો પણ આ પ્રસંગે ધન્ય ધન્યના શુભાનંદની અભિવ્યક્તિ કરે છે. આ માહિતીથી લગ્નના પ્રસંગનો રંગ જામ્યો છે અને રસિકલાની વિશિષ્ટ કોટિની અનુભૂતિ થાય છે. નમૂનારૂપ પંક્તિઓ જોઈએ તો. (૫૮થી ૬૧ ) Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ડાલઈ ચામર રામ છત્ર અઘર ઈહહરી અભિરામાગંધગયુદઈ, એ છઈસઈ યાદવ હરખઈએ વિકસાઈ. | ૫૮ || ઘામકિર રહતા યાચકનઈ ધનદેતા, મંવ મહામંચ વાગ્યા જવા બહુજન આવ્યા. || ૫૯ | ફૂલઈ વાસી એ વાટ શૃંગાર્યા સવિહાટ, મિલિયા માનવઘાટ બિરુદ સુણઈ ભલાભાટા. I ૬૦ || વાજીંત્ર ગુહિરાએ વાજઈ નાઈ અંબર આગઈ, ખેલઈ એ ખેલા જાણઈએ ધનવેલા. II ૬૧ | રાજિમતી રાજકન્યાને અનુરૂપ વેશભૂષા સજીને લગ્ન માટે તૈયારી કરે છે. અને પોતાનાં પૂર્વભવના પુણ્યથી આવો ઉત્તમોત્તમ–મંગલ અવસર આવ્યો છે. કવિના શબ્દો છે. (ગા. ૧૭) હિયડઈ હરખધરી ઘણું પુણ્ય પ્રગદ્યનુ પૂરવભવતણુ બગુ કરનુ વિધાતા નઈકિષ્ણુએ સુંદર રૂપ સુહામણ. તવિદીસઈ કાંઈખાપણું જિનતણું જિણિ તિ જાણિ કર્યું ઈસુએ. આ સમયે રાજિમતીનું જમણું અંગ ફુરે છે. અને ચિંતા થાય છે. જ્યોતિષ શાસ્ત્રના ૮ વિભાગમાં અંગ ફુરણા વિદ્યા છે તેનો અહીં સંબંધ જોવા મળે છે. કવિના શબ્દોમાંજ આ માહિતી જોઈએ તો ઈમ્ય ચિતઈ અંગ ફુરણાનો પ્રસંગ નજીકના સમયમાં કંઈ અનિચ્છનીય બનવાની આગાહીનું સૂચન કરે છે અને ભૌતિક શૃંગારની રસિકતામાંથી અધ્યાત્મ શૃંગાર પ્રતિ પરિવર્તનના પ્રવાહ વહેલો થવાનો છે તેનો પણ સંકેત મળે છે. રાજુલના લગ્ન પ્રસંગે પશુ-પંખીઓને વાડામાં એકત્ર કરીને પૂરી રાખવામાં આવ્યાં હતાં. અને પશુઓ આ પરાધીન અવસ્થામાં કરૂણ પોકાર કરતાં હતાં તે સમયે નેમકુમાર રથમાં બેઠા બેઠા સાંભળીને જીવદયાનું ચિંતન કરી રથ પાછો વાળવા સારથિને સૂચના કરે છે. (ગાથા-૬૭૬૮) કારતા પૃથિવિ હણઈ મવાલા બંદિબાલા બહુડરઈ પંખી પખાલા કરી ૫ખાલા તેહમાં સંભરઈ ન ન ભરઈ ફાલા હરિણ કાલા નયણ માલા જત કરઈ સસલા સુઆલા ગલઈ ગાલા સુખરસાતા દુઃખ કરઈ સંભરઈ સંબર બાલા નાખ્યા માઈ બાપ વિછારિયા અતિસુર સુઅરથયા કાયર તહુ નાંદી ઠઈ હિ આ સુણી વાજીંત્ર નાદા કામલ નેમિવઈ પશુ વીનવઈ તું ત્રિજગ નાયકઈ અમૃતઈ લોકઈમ કાં પરિભવાઈ ૬૭ || પશુતણી સુણી વાણી પૂછડ્યા નું સારથી જીવકુણઈ એ આશય દયા એ નિરપરાધ સવિ જાણી રાન રહઈ સુખી છઈજી વિત વિંછઈ પ્રાણીયાએ સારથી કહઈસુ સુન્નનાદવ તુહ પરણતઈ એ યાદવ નઈ ભોજ તિહુ સ્પઈએ પ્રભુ ચિંતઈ તિણિ ખેવધિ Page #83 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોઃ સ્વરૂપ અને સમીક્ષા ગુધિ ગુપરસેવઉ જીવતણી હિંસા રમાઈએ સામતવન બલી જીવદયા કરી પાસ પશુઆ છોડીયાએ. નેમકુમારના દીક્ષાના પ્રસંગનું વર્ણનનો પ્રારંભ પ્રભુને લોકાંતિક દેવો પોતાના આચાર પ્રમાણે દીક્ષા અવસરની માહિતી આપે છે ત્યાંથી થયો છે. કવિના શબ્દો છે. (ગાથા–૧૦૯૧૧૦) આગઈ સીહ સુરઉહવઈ મયાખરી પડઈવિશે ખીકીજી, આગઈ નમિવઈ રાગીય ઉવલી લોકાંતિક દિખિકીજી. || ૧૦૯ | સુરપતિ ચઉ સવિ તિણ બિણિઈમા દેવતણઈ, પરિવારી કીજી આવઈ દ્વારવતી પુરી ભા કલ્યાણક સંભારી કીજી. || ૧૧૦ || પ્રભુને શિબિકામાં પધરાવે છે અને આઠ જાતના કળશથી અભિષેક કરે છે. પછી ભગવાનના દીક્ષા કલ્યાણકની હરખભર્યા હૈયાના હૈતથી ઉજવણી કરવામાં આવે છે. કવિના શબ્દોમાં આ પ્રસંગની વિગત નીચે મુજબ છે. ઈંદ્ર મંડપ કરઈ મોટ ઉલુ રતિહાં દેવછંદી તેહ માંહિ, મણિમય મંડપ રે પીઠ સુહામણું . હિયડઈ હરખન માઈ. | ૧૨ // અરિહંત સંયમ ભાવઈ આદરઈ ઉચ્છવ દેવ કરંતિ, સમક્તિ રતનતિહા અજુઆલતા પાતક દુરિહરંતિ. | ૧૩ || વિવિધ પ્રકારઈ રે મલાઈ અખથી વરાવ્યા જિનઘીરા, કોમલ વિરઈરે તનુ લુહી કરી પહિરાવઈ સુરચીરા. | ૧૪ || એ વિપલઈ રે બાવન ચંદનઈ ઠાવઈ સપલ શૃંગાર, કરી પ્રદક્ષિણ બાઈન પાલખી અમર કઈ જયજયકાર. ૧૫ / છેલ્લી ઢાળમાં પ્રભુના પરિવારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પ્રભુના કેવળજ્ઞાન અને નિર્વાણ કલ્યાણકનો પણ ઉલ્લેખ થયો છે. ત્યારપછી દેવો નંદીશ્વર દ્વીપમાં જઈને ઓચ્છવ કરે છે તેનો પરંપરાગત રીતે માહિતી આપવામાં આવી છે. આ હસ્તપ્રત અપ્રગટ છે તે ઉપરથી પાઠ લખીને “ધવલ” ની માહિતી આપી છે. ૪૪ ઢાળની દીર્ધ રચનામાંથી લગ્ન અને દીક્ષાની ઢાળ વિવાહના રૂપક તરીકે મહત્વની હોવાથી તેની માહિતી આપી છે. તેમનાથનું જીવન અને કાર્ય સુપ્રસિદ્ધ છે એટલે વિસ્તાર કર્યો નથી પણ ધવલ' કૃતિના નમૂનારૂપે હસ્મતને આધારે લખાણ કર્યું છે. કવિએ ગેય દેશીઓનો પ્રયોગ કરીને રસિક કાવ્ય રચના કરી છે. “ધવલ' સંજ્ઞાવાળી કૃતિઓ અલ્પ સંખ્યામાં પ્રકાશિત થયેલ છે. મોટા ભાગની હસ્તપ્રતો અપ્રગટ છે. પૂ. ઉપા. ભુવનચંદ્રજી મ.સા.ની પ્રેરણાથી પાર્ધચન્દ્ર ગચ્છના માંડવીના જ્ઞાનભંડારમાંથી હસ્તપ્રત પ્રાપ્ત થઈ છે. પૂ. સાધ્વીજી શાશ્વતયશાશ્રીજીએ આ હસ્તપ્રત નો પાઠ તૈયાર કરી આપ્યો અને ઉપરોક્ત કાવ્યનો પરિચય આપ્યો છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ સંદર્ભ. ૧. પ્રાચીન ગુર્જર કાવ્ય સંચય—પા. ૧૦૪ ૨. પ્રાચીન ગૂર્જર કાવ્ય સંચય-પા. ૮૫ ૩. હસ્તપ્રત–ઉપા- ભુવનચંદ્રજી પ્રાચીન કાવ્યોં કી રૂપ પરંપરાપા. ૬૪ જૈન ગૂર્જર કવિઓ ભાગ-૭, પા. ૧૭૫-૧૭૬-૧૮૩, ૨૦૪ ૬૫ ૯. ફાગુ મધ્યકાલીન કાવ્યપ્રકારોમાં કાવ્યનાં લક્ષણોને ચરિતાર્થ કરતો લોકપ્રિય કાવ્યપ્રકાર ફાગુ છે. આ કાવ્યપ્રકારને ઋતુકાવ્ય સાથે વિશેષ સંબંધ છે. ઋતુરાજ વસંત અને વર્ષા ઋતુનાં ગવાતાં ગીતો, સાથે સામ્ય ધરાવતો ફાગુ કાવ્ય પ્રકાર છે. તમાં રહેલો શ્રૃંગાર અને નાયિકાના ચિત્તની વંદનાને મૂર્તિમંત રીતે વ્યક્ત કરવાનું કવિ કર્મ કાવ્ય વિના ઊંચા આદર્શોને સિદ્ધ કરે છે. ફાગુ શબ્દનો અર્થ વિચારીએ તો મૂળ શબ્દ ‘ફલ્ગુ’ છે તેનો અર્થ વસંતોત્સવ થાય છે. પાણિની વ્યાકરણમાં એમ જણાવ્યું છે કે ત્ ધાતુને મુ પ્રત્યય જોડવાથી તેનુંત્ શબ્દ રચાયો છે. નક્ષત્રની ગણતરીમાં પૂર્વા ફાલ્ગુની અને ઉત્તરા ફાલ્ગુનીનો નામોલ્લેખ મળે છે. આ શબ્દ પ્રયોગ નદીના એક વિશેષ નામ તરીકે મહાભારત અને હરિવંશમાં પ્રયોગ થયો છે. આ શબ્દનો ‘સુંદર’, ‘મનોહર’ એવો અર્થ પણ થયો છે. ‘ગાથા સપ્તશતી’ ગ્રંથમાં વસંત ઋતુના ઉત્સવનો અર્થ મળે છે. હેમચંદ્રાચાર્યની દેશી નામમાલામાં વસંતઋતુનો અર્થ દર્શાવે છે. પ્રાચીન દેશ્ય શબ્દ ફલ્ગુ માંથી ફાગુ શબ્દ નિષ્પન્ન થયો છે અને નક્ષત્ર સાથે જોડાયેલો પ્રાપ્ત થાય છે. બારમાસનાં નામમાં ‘ફાલ્ગુન’ માસ અને વર્તમાનમાં ‘ફાગુણ' માસતી પ્રચલિત છે. અર્જુનનો જન્મ ‘ફલ્ગુ’ નક્ષત્રમાં થયો હતો તે ઉપરથી મહાભારતમાં અર્જુન ના નામ માટે ફાલ્ગુન શબ્દ પ્રયોગ થયો છે. રાસના મૂળમાં નૃત્યનો સંદર્ભ છે તેવી રીતે ફાગુમાં વસંતના સંદર્ભથી નૃત્યનો સંબંધ જાણવા મળે છે. એટલે ફાગુ ઉત્સવ પ્રધાન ગેય અને નૃત્ય કાવ્ય છે એમ સ્પષ્ટ સમજાય છે. હોળીના પર્વમાં આનંદિવભોર બની લોકો ગુલાલ છાંટતા હતાં. ‘ગુલાલ' માટે પણ ફલ્ગુ શબ્દ પ્રયોજાયો હતો. હોળીના દિવસોમાં ‘ધાણી’ નો વધુ ઉપયોગ થતો હતો એટલે વ્રજભાષામાં ‘ફગુવા’ અને ગુજરાતીમાં ‘ફગવા’શબ્દ ધાણીના પર્યાયરૂપ છે. ફાગુ સમૂહમાં ગવાતો ગેય અને અભિનયયુક્ત કાવ્ય પ્રકાર છે. વસંત અને પ્રકૃતિનું વર્ણન આલંબન અને ઉદ્દીપન વિભાવ તરીકે યુવક અને યુવતીઓને તથા પ્રેમીઓને પ્રણયલીલામાં અનેરી લિજ્જત પ્રદાન કરે છે. વસંતવિહાર જળક્રીડા દ્વારા પ્રેમીઓ મનહર અને મનતીર પ્રણયમાં રસિકતા અનુભવે છે. ‘ફાગ ખેલવો' શબ્દ પ્રયોગ જનસમૂહમાં પ્રચલિત છે તે ઉપરથી વસંત અને હોળીમાં યુવક-યુવતીઓ સમૂહમાં ફાગ ખેલે છે (રમે છે). ઘેરૈયાઓ સમૂહમાં તાળીઓ અને દાંડિયાથી ફાગ ખેલે છે. સંગીતની સાથે તબલા, વીણા, બંસરી જેવાં વાઘો સાથે ફાગ ગવાય—ખેલાય છે. વસંતોત્સવમાં શેરી-મહોલ્લામાં ગાવામાં આવતો ફાગુ કાવ્ય પ્રકાર છે. એની પંક્તિઓ લલિત-મંજુલ-યમક અને પ્રાસયુક્ત હોવાથી તેનો કર્ણપ્રિય ધ્વનિ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા વાંજિત્રોના સમન્વયથી વધુ આનંદદાયક બને છે. ફાગુમાં વસંતઋતુ ઉપરાંત વર્ષાના વિરહને પણ સ્થાન પ્રાપ્ત થયું છે. ફાગુ કાવ્ય પ્રકારના વિકાસમાં જૈન કવિઓનું પ્રદાન મૂલ્યવાન છે. જૈન કવિઓનાં ફાગુ કાવ્યો બે વિભાગમાં વહેંચાયેલાં પ્રાપ્ત થાય છે. પ્રથમ વિભાગમાં વસંતને અનુરૂપ જીવનનો આનંદોલ્લાસ અને બીજામાં સંસારની અસારતા જાણીને નાયકનાયિકા સંયમનો સ્વીકાર કરીને આત્માના શાશ્વત સુખને માટે પુરુષાર્થ કરે છે તેનું શાંત રસ ના સંદર્ભમાં નિરૂપણ થયેલું હોય છે. એટલે શ્રૃંગાર અને શાંત રસની અનેરી સૃષ્ટિનો આસ્વાદ કરાવે તેવી ફાગુ કાવ્ય કૃતિઓ રચાઈ છે. બીજા શબ્દોમાં કહીએ તો સંસારના ભોગવિલાસ પછી તેના ત્યાગ દ્વારા આત્માના સુખની પ્રાપ્તિનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. જૈનેતર ફાગુમાં પ્રકૃતિ સૌન્દર્ય અને શૃંગાર રસની રસિકતા નિહાળી શકાય છે તેમાં ધાર્મિક સંપ્રદાયનો પ્રભાવ નથી એટલે કાવ્યની દૃષ્ટિએ ઉચ્ચ સ્થાન ધરાવે છે. અજ્ઞાત કવિ કૃત ‘વસંતવિલાસ’ આ પ્રકારની કૃતિ વિશેષ ગૌરવપ્રદ છે. ફાગુમાં વિવિધ પ્રકારની દેશીઓનો પ્રયોગ થાય છે. દેશીઓમાં રહેલી ગેયતા સમૂહમાં ગાવા માટે અનુકૂળ બને છે. આ દેશીઓ છંદોના સંદર્ભથી રચાયેલી હોવાથી ગેયતાનું લક્ષણ વિશિષ્ટ રીતે સિદ્ધ થયું છે. વસંતોત્સવમાં ગવાતા રાસને ફાગુ કહેવામાં આવે છે. પ્રકૃતમાં નવજીવન સાથે માનવ જીવનમાં રંગ રાગ અને રસથી દેશીનૃત્ય સાથે ગવાતા રાસ એ ફાગુના પર્યાયરૂપ છે. ફાગુનો આરંભ આવા નૃત્ય-સંગીત અને રસિક પદાવલીથી થયો હતો. ત્યારપછી ૧૧મા શતકના અંતમાં દીર્ધકાવ્ય તરીકે તેનો વિસ્તાર થયો છે. ફાગુ કાવ્યમાં વ્યક્તિ-પ્રસંગવર્ણન મહત્વનું બન્યું હતું. તેમાં દુહા-ચઉપઈ જેવા છંદનો પ્રયોગ થયો હતો. એટલે ફાગુએ ગીત કાવ્યના નમૂનારૂપે પણ સ્થાન ધરાવે છે. જૈન ધર્મના ઉપદેશની પૂર્વ ભૂમિકા રૂપે વસંત-વર્ષા ઋતુનું વર્ણન પ્રાસંગિક રીતે સ્થાન પામ્યું અને તેના દ્વારા સાંપ્રદાયિક બોધાત્મક વિચારોનું પ્રતિપાદ થતું હતું. ધર્મના રંગમાં રંગાઈ જવાય તેવાં ફાગુ કાવ્યોની રચના થઈ અને શૃંગારરસની ભૂમિકા હોવા છતાં અંતે તો શાંતરસમાં કૃતિની સમાપ્તિ થતી હતી. મહાકાવ્ય રાસ સમાન છે તો ફાગુ કાવ્ય ખંડ કાવ્ય સમાન છે કારણ કે ફાગુમાં જીવનના એકાદ પ્રસંગને વસંતવર્ષા ઋતુના સંદર્ભમાં ૨સ-ભાવ-વર્ણન આદિથી રજૂ કરવામાં આવે છે. એટલે ફાગુ સ્વતંત્ર કાવ્ય પ્રકાર તરીકે અસ્તિત્વમાં આવ્યો છે. ‘ફાગુ’ કાવ્યોનો સંક્ષિપ્ત પરિચય નીચે પ્રમાણે છે. જીવનના અભૂતૂપર્વ આનંદોલ્લાસનું શ્રૃંગારરસ યુક્ત પ્રકૃતિની પ્રશ્ચાદ્ભૂમિકા વર્ણન કરતું ફાગુ કાવ્ય કવિતા સર્વ અંગોથી અલંકૃત ગણાય છે. જૈન સાહિત્યમાં ફાગુ કાવ્યોની રચનામાં મોટે ભાગે કવિઓએ નેમનાથ-રાજિમતી સ્થૂલિભદ્ર-કોશાના અને જંબૂસ્વામીના પાત્રોની નાયકનાયિકા તરીકે પસંદગી કરીને કાવ્યરચના કરી છે. જૈન ફાગુ કાવ્યોમાં જીવનનો ઉલ્લાસ તો નિહાળી શકાય છે પણ આ ઉલ્લાસ પછી સંયમશ્રીને વરવા-વરવાના શાશ્વત સુખ પ્રદાયક માર્ગનું અનુસરણ કરવાનો પ્રસંગ પણ ભૌતિક ઉલ્લાસ કરતાં સવિશેષ નોંધપાત્ર ગણાય છે. ફાગુ કાવ્યનું સારભૂત તત્ત્વ શૃંગાર નિરૂપણ ન હતું પણ ત્યારપછી ત્યાગ અને વૈરાગ્યના માર્ગનો સ્વીકાર કરનાર નાયક-નાયિકાના પાત્ર દ્વારા પ્રવજ્યાનો (સંયમ)નો મહિમા ગાવાનો હેતુ હતો. Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૬૭ જૈન ફાગુઓમાં શ્રૃંગા૨૨સ અને પ્રકૃતિ સૌન્દર્ય ઉદ્દીપન વિભાવ તરીકે કાર્યરત છે. કાવ્યને અંતે શ્રોતાઓને ઉપશમ ભાવ શાંત રસમાં નિમગ્ન થવા માટે પ્રેરણાસ્ત્રોત બને છે. ફાગુ કાવ્યની પ્રાચીન રચના જિનચન્દ્રસૂરિ ફાગુ (ઈ. સ. ૧૨૮૧ પછીના સમયની) પ્રાપ્ત થાય છે. તેઓશ્રી ખરતર ગચ્છના આચાર્ય હતા. આ રચના એમના ગચ્છના કોઈ સાધુએ કરી હોય તેવો સંભવ છે. તેઓ ખરતર ગચ્છના આ. જિનપ્રબોધસૂરિની પાસે થયા હતા. એમનો જન્મ ઈ. સ. ૧૨૭૦માં, ઈ. સ. ૧૨૭૬માં પાટણમાં દીક્ષા અને ઈ. સ. ૧૨૮૫માં સૂરિપદ પ્રદાન મહોત્સવ અક્ષયતૃતીયાના મંગલમય દિવસે ઉજવાયો હતો. આ ફાગુ કાવ્યમાં વસંત ઋતુનું વર્ણન તથા જીવન વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. કાવ્યની દૃષ્ટિએ વિચારીએ તો તેમાં રસ અને અલંકારનું નિરૂપણ નોંધપાત્ર બન્યું છે. આ કડીની આ કૃતિ દોહરામાં રચાઈ છે. નમૂનારૂપે પંક્તિઓ નીચે મુજબ છે. અરે પુરિ પુર આંબુલા મરિયા કોયલ હરખિય દેહ, અરે તહિં ઠએ ટહુકએ બોલએ. અરે ઈસઉ વસંતુ પેખિવિ નારિય કુંજ કામુ, અરે સિંગારાવે વિવિહ પરિ સહે લોયહ વામુ. અરે સિરિ મઠુ કન્નિ કુંડલવરા કોટિહિ નવસરૢ હાર, અરે બાહહિ ચૂડા પાગિહિ નેઉર-કઓ ઝણકારુ. ધરÂિ દક્ષુ પાયાલિહિ પુહવિહિં પંડિયલોઉ, જાતઉં જીતઉં ઈમ ભણઈ સિગ્નિહિં સુરપતિ વૃંદુ. || ૪ || || નેમિનાથ ફાગુ-કવિ જયશેખરસૂરિએ સં. ૧૪૬૦ની આસપાસના સમયમાં રચના કરી છે. ૧૧૪ દોહરામાં રચાયેલી યમક યુક્ત કૃતિ કાવ્યની દૃષ્ટિએ સુંદર ચે. ચાર લીટીની એક કડી પ્રમાણે ૫૭ કડીની રચના છે. કવિના રાજિમતીની વિરહ વેદનાને દુહા દ્વારા ઉદ્દીપન વિભાવ તરીકે પ્રયોગ થયો છે. તેમાં કાવ્યગત રસિકતા રહેલી છે. રંગસાગર નેમિ ફાગની રચના કવિ સોમસુંદરસૂરિએ વિક્રમના ૧૪મા શતકના ઉત્તરાર્ધમાં કરી છે. મહાકાવ્ય સમાન આ કૃતિમાં નેમિનાથના જીવનનો વિસ્તારથી પરિચય આપવામાં આવ્યો છે. આ ફાગ ત્રણ વિભાગમાં અનુક્રમે ૩૭, ૪૫, ૩૭ કુલ ૧૧૯ કડીમાં વિભાજિત થયેલ છે. તેમાં દુહા-રાસક સવૈયા છંદનો પ્રયોગ થયો છે. સુરંગાભિધાન નેમિ ફાગ—કવિ ધન દેવગણિએ સંવત ૧૫૦૨માં આ ફાગની રચના સંસ્કૃત અને ગુજરાતી એમ બે ભાષામાં કરી છે. કવિએ શાર્દુલ વિક્રીડિત છંદમાં રચના કરી છે અંતે ફાગુ- અને ફળ શ્રુતિનો ઉલ્લેખ થયો છે. અજ્ઞાત કવિકૃત જંબુસ્વામી ફાગ કવિ રાજશેખરસૂરિ કૃત નેમિનાથ ફાગુ, કવિ જિનપદ્મસૂરિ કૃત સિરિસ્થલિ ભદ્ર ફાગુ કૃતિઓ ફાગુ કાવ્યોમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. કાવ્યને અનુરૂપ રસ-વર્ણન અલંકાર અને ભાવથી ઉપરોક્ત કૃતિઓ મહત્ત્વની ગણાય છે. કૃતિઓ ઐતિહાસિક રીતે જૈનધર્મના મહાત્માઓના જીવનની ઝાંખી કરાવે છે. સમગ્ર ફાગુ કાવ્યની સૃષ્ટિ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા ઐતિહાસિક વિગતોની સાથે કાવ્ય તરીકે પણ ગૌરવપ્રદ છે. વળી ગુજરાતી ભાષાના વિકાસની પણ અવનવી માહિતી તેમાંથી પ્રાપ્ત થાય છે. સંદર્ભ :૧. ગુજ. સાહિ. ઇતિ. ખંડ–૧–પા- ૧૭૬ -૧૮૧ ગુજ. સાહિ. સ્વ. પા. ૧૯૯ ૨. ગુજ. સાહિ. ઈતિ. ખંડ-૧ પા- ૧૮૨ ૩. ગુજ. સાહિ. રસ–પા.-૨૩૦ ૪. એજન પા. ૨૩૩ ૫. એજન પા. ૨૪૧ ૧૦. બારમાસા-કતુ કાવ્ય ૧. મધ્યકાલીન કાવ્ય પ્રકારોની વિવિધતામાં ઋતુકાવ્યો ફાગુ અને બારમાસા વિષય અને કવિતા કલાની દૃષ્ટિએ સમૃદ્ધ છે. મધ્યકાલીન “ફાગુ' કાવ્યરચના અંતર્ગત ઋતુવર્ણનની પ્રણાલિકા જોવા મળે છે. આ સમયમાં સ્વતંત્ર ઋતુ કાવ્યો અલ્પ છે. | ઋતુ કાવ્યમાં પ્રકૃતિના આલંબન અને ઉદ્દીપન વિભાવ દ્વારા માનવચિત્તમાં ઉદ્ભવતી વિરહની ભાવના અને જીવનનો ઉલ્લાસ પ્રગટ થાય છે. તેમાં વિશેષતઃ વસંતના સૌન્દર્યનું વૈવિધ્યપૂર્ણ વર્ણન ભાવવાહી રીતે નિરૂપણ થાય છે. વસંતનો વૈભવ નયનરમ્ય તો લાગે પણ તેની સાથી જીવનની રંગીનતા આનંદોલ્લાસ પણ વ્યક્ત થાય છે. કવિઓએ પ્રકૃતિ વર્ણનમાં જે રસિકતા દર્શાવી છે તેથી અધિક હૃદયદ્રાવક ચોટદાર અભિવ્યક્તિ વિરહિણી નાયિકાની મનોવ્યાયામાં નિહાળી શકાય છે. એટલે ઋતુકાવ્યમાં પ્રકૃતિની વસંતની સાથે જીવનની વસંતમાં અનન્ય આનંદ પ્રગટ થયો છે. સંસ્કૃત ભાષામાં કવિ કાલિદાસનું ઋતુ સંહાર કાવ્ય આ પ્રકારની કૃતિમાં પ્રથમ સ્થાન ધરાવે છે. તેમાં ષડુ ઋતુનું વર્ણન છે. કાલિદાસની બીજી કૃતિ મેઘદૂત છે. તેમાં વર્ષા ઋતુનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. તેમાં મુખ્યત્વે યક્ષ-યક્ષિણીના વિરહને મેઘ દ્વારા સંદેશો મોકલીને સાંત્વન આપવા માટેનો એક વિશિષ્ટ પ્રકારનો પ્રયોગ થયો છે. કવિએ ઋતુના સંદર્ભમાં સૌન્દર્યનું ચિત્તાકર્ષક વર્ણન કર્યું છે આ વર્ણન (objective) વસ્તુલક્ષી છે. પશ્ચિમના સાહિત્યમાં અંગ્રેજ કવિ ટોન્સનનું “The Seasons” કાવ્ય ઋતુ વર્ણનના દષ્ટાંતરૂપે પ્રાપ્ત થાય છે. કાવ્યકૃતિ વસંતા માદક સૌન્દર્યની રસ-ભાવ યુક્ત અભિવ્યક્તિ કરીને પ્રકૃતા અને માનવ જીવનના અપૂર્વ ઉલ્લાસનું દર્શન કરાવે છે.ગુજરાતી સાહિત્યમાં અજ્ઞાત કવિ કૃત “વસંતવિલાસ” કાવ્યકૃતિ વસંતના માદક સૌન્દર્યની રસ-ભાવ યુક્ત અભિવ્યક્તિ કરીને પ્રકૃતા અને માનવ જીવનના અપૂર્વ ઉલ્લાસનું દર્શન કરાવે છે. ૨. ઋતુવર્ણનની શૈલીનો વિચાર કરીએ તો કાલિદાસે ગ્રીષ્મઋતુથી કાવ્યનો પ્રારંભ કર્યો Page #88 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ગુજરાતી સાહિત્યમાં “ઇંદ્રાવતી' રમી કવિની કૃતિ અને દયારામ ઇંદ્રાવતી કાવ્યના વસંત વર્ણનનું ઉદાહરણ જોઈએ તો નીચે પ્રમાણે છે. ઋતુ માંહિ તુ વસંત ઘણી રૂડી જેમાં મહોરે વનરાય, એ ઋતુ દેખી જીવન વિના તે મારે જીવન ખમાય. એણી ત્રાતે એકલડી મુંને કેમ મૂકો છો ? પ્રાણનાથ, જીવ સકોમળ કૂંપળ મેળે રમવા શ્યામળિયાની સાથ. (પા. ૨૫૯). ૩. ઋતુ કાવ્યનો સંદર્ભ “બારમાસ-બારમાસી” કાવ્ય પ્રકાર સમજવા માટે પૂર્વ ભૂમિકા રૂપે પ્રગટ કરવામાં આવ્યો છે. શીર્ષક ઉપરથી જ બારમાસની સ્પષ્ટ માહિતી મળે છે. મધ્યકાલીન સાહિત્યમાં રાસ અને ફાગુ કાવ્ય પછી બારમાસા કાવ્ય પ્રકાર વિષય વૈવિધ્ય અને કવિતા કલાની દૃષ્ટિએ નોંધપાત્ર ગણાય છે. ઋતુવર્ણનની શૈલી એ કોઈ નૂતન નથી. તેનું મૂળ વેદમાં રહેલું છે. અથર્વવેદ કા- ૧૨, સૂ-૧ નીચે પ્રમાણેની માહિતી છે. હે ભૂમિ ? તારી ઋતુઓ ગ્રીષ્મ વર્ષા, શરદ, હેમંત, શિશિર, વસંત વિહત વર્ષો અને અહોરાત્રિ હે પૃથ્વી ? અમને દૂઝી. (પા. ર૬૬) તૈતરીય સંહિતામાં જણાવ્યું છે કે વસંત, ગ્રીષ્મ અને વર્ષો એ ત્રણ ઋતુ દેવતાઓની છે. શરદ, હેમંત અને શિશિર એ ત્રણ ઋતુ માનવોની છે. છ ઋતુમાં વસંત મુખ્ય છે. “ઋતુરાજ વસંત” નામથી સાહિત્ય અને જનજીવનમાં પ્રચલિત છે. એક ઋતુ બે માસની છે એટલે વર્ષની છ ઋતુ ગણાય છે. ચંદ્ર માસ સૌર માસનો મેળ મેળવતાં ૧૩ માસનું વર્ષ થાય છે. ત્યારે આ મહિનો અધિકમાસ, પુરુષોત્તમ માસ ગણાય છે અને લોકો ધાર્મિક વ્રત-તહેવાર અને પ્રભુ ભક્તિ દ્વારા શાંતિ પ્રાપ્ત કરવાનો ધાર્મિક પુરુષાર્થ કરે છે. અધિક માસ વ્યવહાર જીવનમાં “દુકાળમાં તેરમો માસ’ એમ કહેવાય છે. બારમાસા કાવ્યમાં વિરહિણી નાયિકા-રમીનાં વિરહાવસ્થાનું બારમાસનો આશ્રય લઈને નિરૂપણ કરવામાં આવે છે. નાયિકાને અધિક માસ વધુ પીડાદાયક બને છે. જો બારમાસનો વિરહ પીડા આપતો હોય તો પછી અધિકમાસ પીડામાં વૃદ્ધિ કરે છે એટલે નાયિકાની વેદના વધી જાય છે. આ કાવ્યમાં મુખ્યત્વે વિપ્રલંભ શૃંગાર અને કરૂણ રસ અસરકારક રીતે સ્થાન પામે છે. ગર્ભિત રીતે તેમાં મિલન શૃંગારની ઉત્કટ ભાવના વ્યક્ત થાય છે. ઋતુચક્રમાં પરિવર્તન થતાં સૃષ્ટિમાં અવનવાં દશ્યો નિહાળી શકાય છે. પ્રકૃતિ સૌન્દર્યનાં નવલાં રૂપ બાહ્ય સૃષ્ટિની શોભામાં અભિવૃદ્ધિ કરે છે તો તેની સાથે માનવ જગતને પણ અવનવા અનુભવ અને આનંદ પ્રાપ્ત કરવા માટે આલંબનરૂપ બને છે કવિઓ કાવ્ય રચનામાં ઋતુપરિવર્તનની સાથે માનવ જીવનની અભિનવ લાક્ષણિકતાનું દર્શન કરાવ્યું છે. આ વર્ણન નયનરમ્ય, મનહર અને મનભર રીતે નિહાળી શકાય છે. ભૌતિક જીવનની સર્વ સામગ્રી અને અનુકૂળતા હોવા છતાં સ્વામી વિના જીવન જીવવાનું કઠિન લાગે છે. આવી સ્થિતિમાં પ્રોષિત તીર્તકાની ચિત્તમાં રહેલી વેદનાને વાચા આપતી કાવ્ય સૃષ્ટિ પ્રભાવશાળી બની છે. બારમાસા એ પ્રકૃતિની પૂર્વભૂમિકામાં વિરહવર્ણનનું કાવ્ય બન્યું છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ 0. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા બારમાસા કૃતિઓનો સંક્ષિપ્ત પરિચય. બારમાસા કાવ્યના ઉદ્દભવમાં મધ્યકાલીન સમાજ જીવન મહત્વનું પરિબળ છે. સમાજના ભાટ, ભવૈયા, ચારણ, વેપારી, જતી, વિદ્યાર્થીઓ લડવૈયા વગેરેના સ્થળાંતર અને વિદેશમાં લાંબા સમય સુધી રહેવાની સ્થિતિમાં સ્ત્રીઓને વિરહ સહન કરવો પડતો હતો. રાજકીય અવ્યવસ્થા, લૂંટફાટ, તોફાન વગેરેને કારણે સ્થળાંતર થતું હતું. આવી સ્થિતિમાં ઘરમાં સ્ત્રી અને પુત્ર-પુત્રી એકલાં રહેતાં હતાં આ પરિસ્થિતિ એ બારમાસા કાવ્યની ઉત્પત્તિમાં નિમિત્તરૂપ મનાય ગુજરાતી ભાષાના સાહિત્યમાં કૃષ્ણ-ગોપીના વિરહને અને જૈન સાહિત્યમાં નેમ-રાજુલ, સ્થૂલિભદ્ર-કોશાના વિરહને વિવિધ કાવ્યોમાં સ્થાન પ્રાપ્ત થયું છે તેમાં “બારમાસા' નોંધપાત્ર બને છે. તદુપરાંત લોકસાહિત્યમાં દાંપત્ય જીવન, લગ્નગીતો અને અન્ય ગીતોમાં પણ આ પ્રકારની કૃતિઓ રચાઈ છે. માનવ હૃદયની સુખદુઃખની ભાવનાઓ દેશકાળ ભિન્ન હોવા છતાં એકજ સરખી છે અને સાહિત્યમાં વિવિધ સ્વરૂપે પ્રગટ થઈ છે તેમાં માનવીય ભાવસૃષ્ટિ કેન્દ્રસ્થાને હોવાથી આ કાવ્ય પ્રકાર જનસમાજમાં વધુ લોકપ્રિય બન્યો છે. ગુજરાત, બંગાળ, ઉત્તર હિન્દુસ્તાનમાં તે પ્રદેશની ભાષામાં આ પ્રકારની કૃતિઓ રચાઈ છે. બારમાસી-માસા કાવ્ય વિશે પ્રો. મંજુલાલ મજમુંદાર, ડૉ. ચંદ્રકાન્ત મહેતા, પ્રો. અનંતરાય રાવળ, ડૉ. હરિવલ્લભ ભાયાણી, ડૉ. શિવલાલ જસલપુરા જેવા વિદ્વાનોએ સ્વરૂપ લક્ષી માહિતી આપી છે. રાષ્ટ્રીય શાયર કવિ મેઘાણીએ “રઢિયાળી રાત ભા-૨'માં ઋતુગીતોનો સંચય કર્યો છે. “પ્રીતના પાવા પુષ્કર ચંદરવાકરે પ્રકાશિત કરેલ પુસ્તક વગેરેમાં ઋતુ અને બારમાસનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. બારમાસી કાવ્યો સામાજિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક માહિતીનું આધારભૂત સાધન છે. વિયોગવર્ણનનાં કા લોકરુચિને વધુ હૃદયસ્પર્શી બન્યાં છે તેમાં બારમાસી કાવ્યો નોંધપાત્ર સ્થાન ધરાવે છે. બારમાસી કાવ્યોનો વિસ્તાર માત્ર ગુજરાતી સાહિત્યમાં છે તેની સાથે બંગાળી, રાજસ્થાની, ચારણી અને જૈન સાહિત્યમાં વિવિધ પ્રકારની કૃતિઓ ઉપલબ્ધ થાય છે. - બારમાસી કાવ્યનું મૂળવતુ વિરહિણી નાયિકાના ચિત્તની વ્યથાને અભિવ્યક્ત કરવામાં કેન્દ્રસ્થાને છે તો કવિઓએ મધ્યકાલીન ધર્મભાવનાથી પ્રેરાઈને જ્ઞાનમાસ જેવી બારમાસી કાવ્યોની રચના કરીને સમાજને ધર્માભિમુખ કરવા માટે પ્રશસ્ય પ્રયત્ન કર્યો છે. બારમાસામાં વિષય વસ્તુ તરીકે મોટેભાગે નેમ-રાજુલ અને સ્થૂલિભદ્ર-કોશાનાં પાત્રો કેન્દ્રસ્થાને છે. તદુપરાંત સમકાલીન ધર્મના પ્રભાવથી જ્ઞાન માસ પણ રચાયા છે. તેમાં મહિનાનો ક્રમ નિશ્ચિત નથી. એ કવિની પોતાની રચના રીતિનો વિષય છે. નાયિકાની વિરહવેદનાને રસ-ભાવપૂર્વક ચોટદારહૃદયસ્પર્શી વાચા આપવામાં આવે છે અને પ્રકૃતિની પાર્શ્વભૂમિકા સુસંગત રીતે ઉપકારક નીવડે છે. ફાગુમાં પ્રકૃતિ અને વિરહ વેદનાની અભિવ્યક્તિ હોય છે પણ બારમાસામાં માસ અને ઋતુના સંદર્ભમાં વસ્તુનિરૂપણ હોવાથી સ્વતંત્ર કાવ્ય પ્રકાર તરીકે વિકાસ થયો છે. બારમાસાનું વિરહ વર્ણન કાવ્યની દૃષ્ટિએ ઉત્તમ છે પણ અંતે તો સમકાલીન ધર્માભિમુખ પણાની રીતિનું અનુસરણ નોંધપાત્ર બને છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૭૧ ૨. નેમિનાથ રાજિમતી બારમાસ. આ હસ્તપ્રત સં. ૧૫૮૧માં લખાયેલી છે. તેના કર્તા મુનિ ચારિત્રકળશ છે. ચારણી ભાષાની બારમાસામાં હરિગીત છંદની સાથે બબ્બે ત્રણ ત્રણ અનુપ્રાસ વાળી રચના છે એટલે કવિત્વ શક્તિનો વિશિષ્ટ પરિચય પ્રાપ્ત થાય છે. નેમ-રાજુલની કથાની લોકપ્રિયતા, કથનશૈલીની વિવિધતા અને રસિકતાથી બારમાસા કાવ્યકૃતિ આસ્વાદ્ય બની છે. દૃષ્ટાંતરૂપે નીચેની પંક્તિઓ નોંધવામાં આવી છે. ( પા. ૨૭૯). રાઈ રાજલિ વિરહ વ્યાકુલિ નેમિ નામ જ સમરતી, નાઈ-પાખઈ અંગિ માહરઈ કિમઈ ન હોઈ શિવરતિ. નિસુણી સ્વામી? પસાઉ કીજઈ લાહુ લીજ જોવણ, તઈ કાંઈ દંડી રે મેહલિ ઠંડી દિક દોસ કિઅપહરણઉ. આસાહિં ઊન, અતિ વલીએ ગાજઈ ગુહિરહુ મેહકિ, ઝબઝબ ઝબક્કઈ વીજલીએ સાલઈ વાર્લિ ભ. નેહ કિં. અસાઠ-માસિ ઊનયઉ અતિધણ ગયણમંડલ છાહી ઉં, રઈ વાર્દિ મોર દાદૂર વાઉ સુપર વાઈલ માસ શ્રાવણિ મેહ વરસઈ નારિ મરસિઈ વિરહણી. નેમિ-સ્વામી નૈવ જાણઈ વિરહ-વેયણ અસ્વતણી, માસિ કાતિ નેમિ રાતિ દુઃખિ ઘાતી મુજ ગયુ કાજલ સારી નયણિ નારિ લોકપ્રિયભણી સામહિ ઉ. ૩. નેમિનાથ ચતુર્માસ ફળ મહોપાધ્યાય સિદ્ધિચંદ્ર ગણિએ આ કૃતિની રચના કરી છે. પૂ. શ્રી અકબર બાદશાહના સમકાલીન હતા અને ૧૦૮ અવધાન કરીને બાદશાહને આશ્ચર્યચકિત કર્યા હતા. બાદશાહે ગુરુના અવધાનથી પ્રસન્ન થઈને ખુરફહર' નું બિરૂદ આપ્યું હતું. પૂ. શ્રી બાણભટ્ટની કાદંબરીનો ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો હતો. કવિએ ચાર માસનો ક્રમ શ્રાવણ-ભાદરવો- આસો અને કારતકનો દર્શાવ્યો છે. તેમાં સમકાલીન મોગલ સામ્રાજયના પ્રભાવથી ફારસી ભાષાના શબ્દ પ્રયોગો થયા છે. કવિએ દુહા અને હરિગીત છંદના પદબંધમાં ચાર માસનું વર્ણન કર્યું છે. કવિની વિશેષતા એ છે કે પહેલાં છંદનો અન્ય શબ્દ બીજા છંદના પ્રારંભમાં સ્થાન પામ્યો છે. કવિની પ્રાસ યોજના ચારણી ઋતુગીતને અનુસરે છે. સત્તરમાં શતકના પૂર્વાર્ધમાં આ કૃતિ રચાઈ હોય એમ સંભવ છે. સ્થૂલિભદ્ર નવરસો કવિ ઉદયરત્નએ સં. ૧૭૫૯માં રચના કરી છે તેમાં વસ્તુવિભાજન માટે સ્વાધ્યાય શબ્દ પ્રયોગ થયો છે તેને પદ પણ કહેવામાં આવે છે. સ્થૂલિભદ્રના સંસારી જીવનમાં કોશાનો અપૂર્વ સ્નેહ હતો સ્થૂલિભદ્ર સાધુ થયા છતાં પણ કોશાનો પ્રેમ તો પૂર્વવત્ હતો અને તેના ઉત્કટ પ્રેમભાવના કાવ્યમાં વ્યક્ત થઈ છે. કવિએ દુહા અને ગેય દેશમાં કાવ્ય રચના કરી છે. અષાઢ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૨. - (૧ ). જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા માસનું દૃષ્ટાંત નીચે પ્રમાણે છે. (ચ-૮) આવ્યો આષાઢો માસ નાવ્યો ધૂતારો રે, મુન્કિ ઝૂળ્યો વિરહ-ભુજંગ કોઈ ઊતારો રે ? વિરહતણું વિષ વ્યાપ્યું સઘલિ માહરી ફૂલશી દેહડી દાઘી રે, સકડાલના સુત-પાખે બીજો નહીં કો મંત્ર વાદી રે. એહના જહિરની ગતિ અનેરી માનઈ નહી મંત્ર નિ મોહરો રે, એક વાતનો અંત ન આવઈ દુઃખ પણિ આપિ દુહરો રે. બારમાસમાં વર્ષાઋતુમાં એકાએક પરિવર્તન આવે છે અને વિરહિણી નાયિકાનાં મનોવેદના વધુ પીડાકારક બને છે. વર્ષાના વિરહની વેદનાને વાચા આપતી કવિ પંડિત વીર વિજયજીની સ્થૂલિભદ્રની શિયળવેલની પંક્તિઓ કોશાના ચિત્તની સ્થિતિનો વાસ્તવિક પરિચય કરાવે છે. કવિના શબ્દો છે. હો સજની રે, પ્રીતમજી પ્યારો રે હજીય ન આવીયો હો સજની રે ચતુર રે નર ખબર ન કોઈ લાવીયો, હો સજની રે ચાલ્યો રે મુઝ કરી અવધિ ઘડી ચારની હો સજની રે સુખીયો તે શું જાણે વેદના નારની. હો સજની રે એક વિરહ દુઃખ બીજું ધનજલ ગણડે હો સજની રે દુઃખીયાના શિર ઉપર દુઃખ આવી પડે, હો સજની રે પાવસ માસે જલ વરસે ધન ઘોરીયો હો સજની રે માહરે રે કંદર્પતણો વન મોરીયો. હો સજની રે અંગ વિનાનો પણ રે થાનકને દહે હો સજની રે અંગુઢ ઘુંટી રે ઝંઘાયે રહે, હો સજની રે જન્ને સાથલ રે ભગનાભી ફરે હો સજની રે બંધને છાતી રે ઉરોજા ધરે. હો સજની રે ગલસ્થલને લોચન રે નિલાઓ શિરે, હો સજની રે વિવધરનું વિષ વાપ્યું મણિ મંત્ર હરે. સદર્ભ :૧. ગુજ. સાહિ.-ઇત. પા. ૨૫૦ ગુજ. સાહિ. સ્વ. પા. ૨૫૫, ૨૫૯, ૨૬૫, ૨૬૬ ૨. એજન પા. ૨૭૯ ૩. એજન પા. ૨૭૭ ૪. બારમાસ-તિથિ-વાર કાવ્યો બીજમાં વૃક્ષ તું–પા. ૧૪૮. . Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૧. છંદ છંદ એટલે અક્ષર કે માત્રાના મેળ, નિયમથી બનેલી કવિતા વૃત્ત, છંદમાં રચેલા સ્તોત્રો દ્વારા દેવોની સ્તુતિ કરાય છે, તે ઉપરથી “પવાડા' અને “શલોકા'ના સમાન અર્થનો વાચક આ છંદ' શબ્દ બન્યો છે. સામાન્ય રીતે છંદ' રચના એક છંદમાં હોય છે, પણ અપવાદરૂપે કોઈ છંદમાં છંદ, દેશી અને ગીત એ ત્રણેનું મિશ્રણ હોય છે. છંદ રચનાનો હેતુ ભાષામાં લાલિત્ય લાવવા માટે છે, પણ આવું લાલિત્ય ઉપલબ્ધ રચનાઓમાં અલ્પ પ્રમાણમાં મળે છે. તેમ છતાં આવી પદ્ય રચનાઓ એક કાવ્ય પ્રકાર તરીકે સ્થાન ધરાવે છે. આ રચના ઉપર ચારણી ભાષાનો પણ પ્રભાવ છે. છંદના બે પ્રકાર છે : વૈદિક છંદ અને લૌકિક છંદ. વેદના મૌલિક સાત છંદ છે : ગાયત્રી, ઉણિગુ, અનુરુપ, બૃહતી, પંક્તિ, ત્રિષ્ટભ અને જગતી. વેદથી જુદા છંદ તે લૌકિક છંદ કહેવાય છે. આવા લૌકિક છંદોનો સાહિત્યમાં વિશેષ પ્રયોગ થયો છે. એક જ છંદમાં કાવ્ય રચના કરવા માટેની પ્રેરણા સંસ્કૃત સાહિત્યના સ્તોત્ર સાહિત્યમાંથી પ્રાપ્ત થઈ હોય એમ માનીએ તો વધુ યોગ્ય લાગે છે. સ્તોત્રમાં સંસ્કૃતમાં કોઈ એક છંદની પસંદગી કરીને રચના થાય છે. એક હજાર વર્ષ પહેલાનું ચારણી સાહિત્ય મળી આવે છે, તેના સાહિત્યમાં માત્રામેળ છંદોનો પ્રયોગ થયેલો છે. એક જ છંદમાં લાંબી-ટૂંકી રચનાઓ જેવી કે ઝૂલણાં, સોઢા, રામદેપારા, કુંડળિયા, રાવદુદારી રાયસિંહ માનાણી રાકવિત, ચૂડાસમા રીઝમાળ, રાધાનિસાણી, જામરાયસિંહરી ગજગત. ચારણી સાહિત્યના પ્રભાવથી કવિ પ્રેમાનંદ પૂર્વેના જૈન મુનિઓએ કાવ્યરચના કરી છે. તેનાં કેટલાક ઉદાહરણો પ્રાપ્ત થાય છે. કવિ ઋષભદાસના કુમારપાળ રાસમાં કેટલીક પદ્યરચનાઓ ચારણી સાહિત્યના પ્રભાવવાળી છે. મીરાંબાઈ, પ્રેમાનંદ અને શામળની રચનાઓ પર ચારણી સાહિત્યનો પ્રભાવ છે. જૈન સાહિત્યમાં મુખ્યત્વે ઝૂલણા અને ભુજંગી છંદમાં રચનાઓ થઈ છે. છંદ સાહિત્ય ઘણી મોટી સંખ્યામાં રચાયેલું છે. પ્રસ્તુત નિબંધમાં નમૂનારૂપ છંદ રચના પર અવલોકન કરવામાં આવ્યું છે. રણમલ્લ છંદ : “રણમલ્લ છંદ' એ ઈડરના રાવ રણમલ્લની પરાક્રમ ગાથાને વર્ણવતું ઐતિહાસિક વીર કાવ્ય છે. ૭૦ કડીની આ નાની ઐતિહાસિક કૃતિ તેના કાવ્યબંધની દઢતાની દૃષ્ટિએ, તે સમયની ભાષાની દૃષ્ટિએ, છંદની દૃષ્ટિએ, વીરરસના નિરૂપણની દૃષ્ટિએ તેમજ ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. આ કાવ્યમાં મુખ્યત્વે રણમલ્લની વીરતાનું અને યુદ્ધનું વર્ણન હોવાથી કવિ “શ્રીધર વ્યાસે એમાં વીરરસનું સફળ આલેખન કર્યું છે. અંબિકા દ ઃ જૈનેતર છંદ રચનાઓમાં કેટલીક કૃતિઓ પ્રાપ્ત થાય છે. અંબિકા છંદ નામનું નાનું સ્તોત્રકાવ્ય “કીર્તિમેરૂ” નામના કવિએ સંવત ૧૪૮૭માં રચ્યું છે. તેમાં અંબિકા દેવીની “ખંડ હરિગીત છંદ' માં સ્તુતિ કરવામાં આવી છે. ભવાનીનો છંદ : કોઈ લઘુનાકરે રચેલો ગ્રંથ ભંડારોમાં નોંધાયેલો છે, તદુપરાંત રેવાજીના છંદ, અંબા માતા અને બહુચરાજી માતાના છંદ પણ રચાયેલાં છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા રાવ જેતસીનો છંદ : આ. છંદમાં બીકાનેરના રાવ જેતસીના પરાક્રમનું વીરરસમાં વર્ણન કરવામાં આવ્યું છે. આવી જ એક રચના ચારણી કવિ વીઠુએ પણ કરી છે. જૈન સાહિત્યની છંદ રચનાઓ : શાંતિનાથનો છંદ : શાંતિનાથની છંદની રચના ઋષિ જેમલજીએ ૨૬ કડીમાં કરી છે. તેમાં શાંતિનાથ ભગવાનનાં પાંચ કલ્યાણકની અને જીવનમાં કરેલી આરાધનાની તથા પરિવારની માહિતી આપવામાં આવી છે. મધ્યકાલીન સાહિત્યમાં ચરિત્રાત્મક રચનાઓ વિશેષ થઈ છે. આ રચના પણ શાંતિનાથ ભગવાનના ચરિત્રનો પરિચય કરાવે છે. તીર્થકર ભગવાનનું ચરિત્ર એ સંસારી જીવોને માટે અગણિત ઉપકાર કરનારું છે. તેમાં શ્રી શાંતિનાથ ભગવાન સર્વ રીતે શાંતિ પ્રાપ્ત કરાવનાર અને પરમપદની પ્રાપ્તિ માટે પથપ્રદર્શક હોઈ, એમનો મહિમા અપરંપાર છે. શાંતિનાથ ભગવાનની ઉપાસનાથી શું ફળ મળે છે તે માટે કવિ જણાવે છે કે : “તુમ નામ લિયા સવિ કાજ સરે તુમ નામે મુગતિ મહેલ મળે, તુમ નામે શુભ ભંડાર ભરો. | ૨૫ | ઋષિ જેમલજીએ એહ વિનંતી કરી પ્રભુ તોરા ગુણનો પાર નહી, મુજ ભવભવનાં દુઃખ દૂર કરો. || ૨૬ ! મધ્યકાલીન સમયમાં મોટા ભાગની રચનાઓ પદ્યમાં થતી હતી એટલે પદ્યના માધ્યમ દ્વારા તીર્થકરોના ચરિત્રને વિષય તરીકે પસંદ કરીને એક કરતાં વિવિધ સ્વરૂપોમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ છંદરચનાની શૈલી સરળ અને સુગ્રાહ્ય છે. શાંતિનાથનો છંદ : કવિ ગુણસાગરે શાંતિનાથના છંદની એકવીશ ગાથામાં રચના કરીને શાંતિનાથનો મહિમા વર્ણવ્યો છે. તદુપરાંત શાંતિનાથ ભગવાને દીક્ષા લઈ, કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, દેશના આપી, સર્વ કર્મનો ક્ષય કરી નિર્વાણ પામ્યા તે વિષેની માહિતી આપવામાં આવી છે. આમ આ છંદ બે વિભાગમાં વહેંચાયો છે. શ્રી શારદા દેવીની સ્તુતિ કરીને શાંતિનાથનો મહિમા દર્શાવતા કવિ જણાવે છે કે, “શારદા માય નમું શિરનામી, હું ગુણ ગાઉ ત્રિભુવન કે સ્વામી, શાંતિ શાંતિ જપે સબ કોઈ, તે ઘર શાંતિ સદા સુખ હોઈ. / ૧ / શાંતિ જપી જે કિજે કામ, સોહિ કામ હોવે અભિરામ, શાંતિ જપી જે પરદેશ સધાવે, તે કુશળે કમળા લેઈ–આવે.” || ૨ | આ છંદ ગુજરાતી ભાષામાં રચાયો છે, તેના પર હિન્દી ભાષાનો પ્રભાવ પડ્યો હોય તેમ લાગે છે. નરકું, સાહીબ, તેરો, તુમકુ–આ શબ્દો હિન્દી ભાષાના પ્રભાવવાળા છે. ઉપરોક્ત છંદમાં સાચા અર્થમાં શાંતિનાથનો મહિમા ગાવામાં આવ્યો છે. છંદના અંતે કવિ જણાવે છે કે, “જનમ-મરણના ભય નિવારો, ભવસાગરથી પાર ઉતારો, શ્રી હત્યિનાઉર મંડણ સોહે, ત્યાંથી શ્રી શાંતિ સદા મન મોહે.”|| ૨૦ || શાંતિનાથ ભગવાનના ગુણગાન ગાવાથી જન્મ-મરણનો મહાભય દૂર થાય છે અને ભવ Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૭૫ ભ્રમણમાંથી મુક્ત થવાય છે. ભગવાનની ભક્તિનું આ જ ફળ સર્વોત્તમ છે. બીજા કોઈ ફળની અપેક્ષા હોઈ શકે નહિ. શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ નામનો છંદ : વર્તમાન ચોવીશીના ત્રેવીસમાં તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનના અનેક ચમત્કારોનો લોકોને અનુભવ થયો છે. પાર્શ્વનાથ ભગવાનની પૂજાભક્તિથી ચમત્કાર સર્જાય છે. એમના જીવનચરિત્ર વિશે વિવિધ પ્રકારની રચનાઓ થઈ છે, તેમાં એમનો મહિમા ગાવામાં આવ્યો છે. પ્રભુને અનેક નામથી ઓળખવામાં આવે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનને ૧૦૮ નામથી ઓળખવામાં આવે છે. વિવિધ સ્થળોએ આ નામધારી મૂર્તિનાં મંદિરો અસ્તિત્વ ધરાવે છે. કવિ ખુશાલદાસે એકવીસ ગાથામાં આ છંદની રચના સંવત ૧૮૧૧ના ફાગણ વદ બીજને શુભ દિવસે કરી હતી, એવો ઉલ્લેખ છેલ્લી ગાથામાં થયો છે, તે નીચે મુજબ છે : “અઢાર એકાસીએ ફાલ્ગુન માસીએ, બીજ કજ્જલ પખે છંદ કરીયો, ગુરૂ તણાં વિજય ખુશાલનો, ઉત્તમે સુખ સંપત્તિ વરીયો.” ॥ ૨૧ ॥ કવિએ ઝૂલણા છંદમાં પાર્શ્વનાથ ભગવાનના નામનો મહિમા ગાયો છે. પાર્શ્વનાથ ભગવાન ભક્તોને સાચા હૃદયથી અત્યંત વહાલા છે અને તેમની ભક્તિથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે. સંસારી જીવો પાર્શ્વનાથ ભગવાનને મનોવાંછિતના હેતુથી ભાવપૂર્વક પૂજે છે. કવિએ જણાવ્યું છે કે, “સાચ જાણી સ્તવ્યો મન માહરે ગમ્યો, પાર્શ્વ હ્રદયે રમ્યો પરમ પ્રીતે, સમીહિત સિદ્ધિ નવનિધિ પામ્યો સહુ, મુજ થકી જગતમાં કોણ જીતે.” ભીજભંજન પાર્શ્વનાથનો છંદ : ભીડભંજન પાર્શ્વનાથના છંદની રચના મુનિ ઉદયસાગરે સંવત ૧૭૭૮ કાર્તિક વદિ આઠમના રોજ કરી છે, એવો ઉલ્લેખ છંદમાં મળી આવે છે. આ રચનામાં યમકયુક્ત પંક્તિઓ ધ્યાન ખેંચે છે. “ભીડભંજન પ્રભુ ભીડભંજન સદા, ભીડ ભવ ભિતિ ભય ભાવક ભંજણો, ભક્તિ જન રંજણો ભાવે ભેટ્યો.” ભક્તજનોની સર્વ આપત્તિને દૂર કરવામાં ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન પરોક્ષ રીતે સહાય કરે છે, અને ભાવિક ભક્તો શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરે છે. આ લઘુ છંદમાં કવિને વર્ણવ્યવસ્થાથી પદલાલિત્ય શુદ્ધ કવિતાનું દર્શન કરાવે છે. શંખેશ્વર પાર્શ્વનાથનો છંદ : ગુજરાતના જૈન તીર્થોમાં ઉત્તર ગુજરાતમાં આવેલા શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થનો મહિમા અપરંપાર છે. ઘણી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ તીર્થમાં વિવિધ રીતે શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરે છે. કવિ ઉદયરત્નએ ૭ ગાથાની છંદ રચનામાં શંખેશ્વર પાર્શ્વનાથનો અવર્ણનીય મહિમા ગાયો છે. અન્ય દેવદેવીઓની ઉપાસના છોડીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની એકાગ્રચિત્તે શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી જોઈએ. કવિએ વિવિધ દૃષ્ટાંતો દ્વારા એમનો મહિમા ગાયો છે. મનુષ્ય જન્મ સફળ કરવા માટે શંખેશ્વર પાર્શ્વનાથની ભક્તિ કરવી જોઈએ. આ ભક્તિના પ્રભાવથી મુક્તિ પણ મળી શકે Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા તેમ છે. નિદર્શના અલંકારવાળી નીચેની પંક્તિઓ કવિની ચતુરાઈ દર્શાવે છે : કિહાં કાંકરો ને કહાં મેરુ શૃંગ? કહાં કેસરી ને કહાં તે કુરંગ ? કહાં વિશ્વના કહાં અન્ય દેવા ? કરો એકચિત્તે પ્રભુ પાસ સેવા. | ૪ | વિએ ભુજંગી છંદમાં આ રચના કરી છે. નેમિનાથનો છંદ : જૈન સાહિત્યની છંદરચનાઓમાં મુનિ લાવણ્ય સમયની સંવત ૧૫૪૬ની એક રચના પ્રાપ્ત થાય છે. કવિએ વિવિધ છંદોમાં નેમિનાથનું ચરિત્ર વર્ણવ્યું છે. તેની રચના પર સંસ્કૃત ભાષાનો પ્રભાવ પડ્યો છે. કવિની પ્રાસાદિક શૈલી અને અલંકાર યોજના આ છંદમાં નોંધપાત્ર છે. શ્રી સૂર્યદીવાવાદ છંદ : કવિ લાવણ્ય સમયે આ છંદની રચના ૩૦ છપ્પામાં કરી છે, અને તેમાં સૂર્ય અને દીવો બંને વચ્ચે કોણ સરસ છે એ બાબતનો વિવાદ વર્ણવ્યો છે. અહીં કવિની કલ્પના મનોહર બની છે. મહાવીર સ્વામીનો છંદ : કવિ ઉદયસાગરે ભુજંગી છંદની ૧૫ ગાથામાં મહાવીર સ્વામીના છંદની રચના કરી છે. આ છંદની વિશેષતા એ છે કે તેમાં ભગવાન મહાવીરના જીવન અને કાર્ય વિશે કોઈ ઉલ્લેખ નથી પણ વીતરાગી મહાવીર સિવાય પરિગ્રહવાળા અન્ય દેવદેવીઓની ઉપાસના કરવા યોગ્ય નથી, તેનો નામોલ્લેક કરીને ભગવાન મહાવીરનું શરણ સ્વીકારીને મુક્તિ મેળવી શકાય છે, એમ જણાવ્યું છે. કોઈ દેવ હાથે અસિ ચક્રધારા, કોઈ દેવ ઘાલે ગળે રૂદ્રમાળા, કોઈ દેવ ઉસંગે રાખે છે વામા, કોઈ દેવ રાગે રમે વૃંદ રામા. || ૪ | કોઈ દેવ જપે લેઈ જપમાળા, કેઈ માંસભક્ષી મહા વિકરાળા, કોઈ યોગીની ભોગિની ભોગ રાગે, કોઈ રૂદ્રાણી છાગનો હોમ માગે. | ૫ || ભગવાન ભક્તોના ઉદ્ધાર કરે, તારા સિવાય મારો કોઈ ઉદ્ધારક નથી.” એમ હૃદયની શુભભાવનાથી જણાવ્યું છે. કવિએ આ ભાવને નીચેની પંક્તિમાં વ્યક્ત કર્યો છે. ગતિચાર સંસાર અસાર પામી, આવ્યો આશ ધરી પ્રભુ પાય સ્વામી, તુંહી તુંહી તુંહી પ્રભુ પરમ રાગી, ભાવફેરની શૃંખલા મોહ ભાગી. | ૧૪ || કવિએ વિવિધ દેવદેવીઓના ઉલ્લેખ કરીને મિથ્યાત્વનો કટાક્ષ કર્યો છે અને વીતરાગ સિવાય અન્ય કોઈની ઉપાસના કરવી નહિ એવી પાયાની હકીકત કે જે સમક્તિનો મૂળભૂત ભાગ છે તેનું નિરૂપણ કર્યું છે. જૈન તત્ત્વજ્ઞાનને સ્પર્શતા વિષયને લોકપ્રચલિત ઉદાહરણ દ્વારા અહીં સ્થાન આપવામાં આવ્યું છે. અહીં કાવ્યની રચનામાં પદલાલિત્ય અને માધુર્ય જોવા મળે છે. શ્રી ગૌતમસ્વામીનો છંદ : આ છંદની નવ ગાથામાં અનંતલબ્ધિ નિધાન ભગવાન મહાવીરના પ્રથમ ગણધર અને જૈન સમાજના સૌ કોઈના મહાન ગુરુ ગૌતમસ્વામીનો અભૂતપૂર્વ મહિમા દર્શાવવામાં આવ્યો છે. પ્રભાતના સમયમાં અને શુભકાર્યના પ્રારંભમાં ગૌતમસ્વામીનું સ્મરણ સર્વ પ્રકારની અભિલાષા પૂર્ણ કરે છે. એમનો મહિમા દર્શાવતાં કવિ જણાવે છે કે : Page #96 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ સુરમણિ જેહ ચિંતા મણિ સુરતરુ કામિત પૂરણ કામધેનુ એક ગૌતમ તણું ધ્યાન હૃદયે ધરો જેહ થકી અધિક નહિ માહાભ્ય કેહનું. || ૩ | અષ્ટાપદ પર્વત ઉપર શ્રી ગૌતમસ્વામી પોતાની લબ્ધિથી પહોંચ્યા અને તાપસીને પારણું કરાવ્યું. આ કાળમાં ગૌતમસ્વામીના જીવનનો પ્રસંગ મહાન ચમત્કાર હોવાની સાથે સાથે એમનો પ્રભાવ દર્શાવે છે. તીર્થ અષ્ટાપદે આપ લળે જઈ પનરસે ગણને દી... કીધી, અઠ્ઠમને પારણે તાપસ કારણે ક્ષીર લબ્ધ કરી અખૂટ કીધી. || ૭ || ગૌતમસ્વામીના નામસ્મરણનો પ્રભાવ એવો છે કે આધિ-વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે. સર્વ રીતે શાંતિ થાય છે. ભૌતિક જીવનમાં સુખ-સમૃદ્ધિ મળે છે. ભૂત, પ્રેત અને દેવો પણ પીડા આપતા નથી. આ રીતે આ છંદમાં ગૌતમસ્વામીના પરમ પ્રભાવક જીવનની માહિતી આપવામાં આવી છે. નવકારનો છંદ : સામાન્ય રીતે જૈન સાહિત્યની છંદરચના એક જ છંદમાં વિષયવસ્તુનું નિરૂપણ કરે છે, પણ નવકારના છંદમાં પરંપરાગત લક્ષણો છે. આરંભમાં દુહા અને અંતે કલશનો પ્રયોગ થયેલો છે. છંદના પ્રારંભમાં ચાર દુહા છે જેમાં નવકારમંત્રનો મહિમા દર્શાવ્યો છે. મનોવાંછિત પૂર્ણ થાય છે, સંપત્તિ પ્રાપ્ત થાય છે અને પૂર્વજન્મનાં કર્મો નાશ પામે છે એમ દર્શાવ્યું છે. નવકાર મંત્રનો મહિમા દર્શાવતાં કવિ નીચે પ્રમાણે જણાવે છે. “સકળ મંત્ર શિર મુકુટ મણિ સદ્ગુરૂ ભાષિત સાર, સો ભવિયાં મન શુદ્ધશું નિતે જપીએ નવકાર. | ૪ ||. ૧૩ કડીમાં હાટકી છંદપ્રયોગ કરીને કવિએ નવકારમંત્રનો વિવિધ દષ્ટાંતો દ્વારા મહિમા ગાયો છે. કવિએ શ્રીપાલ મહારાજા, ચારુદત્ત, પાર્શ્વકુમાર, મહાબલકુમાર, મયણાસુંદરી, શ્રીમતી શ્રાવિક, કંબલ-સંબલ વગેરે દૃષ્ટાંતોનો ઉલ્લેખ કર્યો છે. આ દૃષ્ટાંતો જૈન ધર્મની કથાઓમાં અવારનવાર સાંભળવા મળે છે, અને નવકારમંત્રના સંદર્ભમાં એમના નામ જનસમાજમાં અહોભાવપૂર્વક યાદ કરવામાં આવે છે. કાળચક્રનાં ગમે તેટલા પરિવર્તન આવે તો પણ નવકારમંત્ર શાશ્વત છે, એમ અરિહંત ભગવાનની વાણી છે. કવિએ આ વિચાર દર્શાવતાં નીચે મુજબ જણાવ્યું છે કે, આગે ચોવીશી હુઈ અનંતી હોસે વાર અનંતા, નવકાર તણી કોઈ આદિ ન જાણે ઈમ ભાખે અરિહંત.” | ૯ | નવકારમંત્રના અડસઠ અક્ષર છે. પ્રત્યેક અક્ષર મંત્રાક્ષર સમાન પવિત્ર હોઈ તેના સ્મરણથી આપત્તિ દૂર થાય છે. નવ લાખ નવકારમંત્રનો એક ચિત્તે જાપ કરવાથી નરક ગતિનું આયુષ્ય બંધાતું નથી, આ રીતે નવકાર મંત્રની માહિતી આપવામાં આવી છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા કવિએ પંચ શબ્દનો વૈવિધ્યપૂર્ણ પ્રયોગ કરીને નવકારમંત્રના ગૂઢ રહસ્યને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. ७८ “પંચ પરમેષ્ઠી શાન જ પંચહ દાન ચરિત્ર પંચ સજ્જાય મહાવ્રત પંચહ, પંચ સુમતિ સમક્તિ, પંચ પ્રમાદહ વિષય તજો પંચ, પાળો પંચાચાર.” || ૧૩ || ક્લેશ દ્વારા છંદરચના પૂર્ણ કરવામાં આવી છે. આ છંદના કવિ ઉપાધ્યાય કુશળલાભ છે, તેનો ઉલ્લેખ થયેલો છે. ધાર્મિક રચનાઓમાં પ્રત્યક્ષ રીતે ઉપદેશનું તત્ત્વ રહેલું હોય છે, તેનો પણ કલશમાં ઉલ્લેખ થયેલો છે. છંદના અંતે કવિ નીચે મુજબ જણાવે છેઃ “નવકાર સાર સંસાર છે કુશળ લાભ વાચક કહે, એક ચિત્તે આરાધતા વિવિધ ઋદ્ધિ વંછિત લહે.” || ૧૪ || પદ્માવતી દેવીનો છંદ : કવિ હર્ષસાગરે દશ ગાથામાં પદ્માવતી દેવીનો ચિત્રાત્મક શૈલીમાં પરિચય કરાવ્યો છે. સંસ્કૃત ભાષાના પ્રભાવશાળી આ રચના ગુજરાતી ભાષાની અન્ય છંદરચનાઓ કરતાં શુદ્ધ કવિના લક્ષણો વિશેષરૂપે ધરાવે છે. કાવ્યનો વિશિષ્ટ લય, માધુર્ય અને પ્રાસાદિકતાની સાથે સાથે અંત્યાનુપ્રાસ અને અલંકાર યોજનાથી સમગ્ર રીતે આ છંદરચના પદ્માવતીનો સાક્ષાત્કાર કરાવે છે. આરંભનો શ્લોક વસ્તુ નિર્દેશ કરે છે : “શ્રીમત્ કલિકુંડદંડ શ્રી પાર્શ્વનાથ સંસ્તુવે, ધરણેન્દ્ર સાર્ક, ધર્મ કામર્થ સિદ્ધયે. || ૧ ||” પદ્માવતી દેવીનાં કેટલાંક વિશેષણો નોંધપાત્ર છે. દા. ત. : સમક્તિ ધારી, શીલવંતી, જૈનમતી, ભાગ્યવતી, કમલાક્ષી, પ્રિયમુખી, રાગવતી, ચિંતામણી, રક્ષાકરની, સતી વગેરે વિશેષણો દ્વારા પદ્માવતીનો મહિમા ગાવામાં આવ્યો છે. પદ્માવતીનું શબ્દચિત્ર આલેખતી નીચેની પંક્તિઓ કવિની મનોહર ઉપમાઓ અને મધુર પદાવલીનો આસ્વાદ કરાવે છે. “કંચન સમવરણી—સકલાભરણી—શીતલક૨ણી સોમમુખી, ઉજ્જવલ કાને કુંડલજિત વિમંડલ કમલાક્ષી ગયણંગણ. ગયણી વિકસિત નથણી અવિચલ વયણી પ્રિયમુખી સંતુષ્ય. નાસા અણીયાલી અધર પ્રવાલી જીભ રસાલી નિદોષી, દાડીમકલ દંતી મધુર લવતી જિનગુણ થુવતી તારનખી. જિત કિન્નરવાદી સુસ્વરવદી જિનગુણ લાઘી રાગવતી સંતુષ્ય. છંદને અંતે કલશ મૂકવામાં આવ્યો છે. તેમાં પણ પદ્માવતી દેવીનું ચમત્કારયુક્ત નિરૂપણ કરવામાં આવ્યું છે. ઉદા. નીચેની પંક્તિઓ લક્ષમાં લેવા જેવી છે. || ૪ ||” || ૩ || ક્લશ : અતિ શયવંત અપાર, સદ જગ સાચી દેવી, સમક્તિ પાળે શુદ્ધ શ્રી જિનશાસન સેવી; અધો મધ્ય આકાશ રાસ રમંતી અમરી, સેવક જન આધાર સાર કેર મન સમરી; ફણિપતિ મંડિત પાસ પ્રતિમા મસ્તક ધરણી, હર્ષસાગર કહે હરખશું પદ્માવતી પૂજો સુખ કરણી. Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૭૯ સોળ સતીનો છંદ : જૈન અને જૈનેત્તર સાહિત્યમાં સતીઓના સતીત્વ અને શીલરક્ષણ અંગેની ચરિત્રાત્મક માહિતી સુપ્રસિદ્ધ છે. જૈન સાહિત્યમાં પણ સતીઓના પવિત્ર નામનું સ્મરણ જીવનમાં સવિચારોનું સિંચન કરે છે. આ સતીઓના નામને છંદરચનામાં સ્થાન આપવામાં આવ્યું છે. મુનિ ઉદયરત્ન સોળ સતીના છંદની ઝૂલણા છંદનો પ્રયોગ કરીને ૧૭ ગાથામાં રચના કરીને દરેક સતીના જીવનની લાક્ષણિકતા દર્શાવી છે. સોળ સતીઓનાં જીવન અત્યંત પવિત્ર છે. તેનો મિતાક્ષરી ઉલ્લેખ થયેલો છે. કવિએ આદિનાથ અને અન્ય ભગવાનની સ્તુતિ કરીને સોળ સતીના છંદનો પ્રારંભ કર્યો છે. આ સતીઓનાં નામ બ્રાહ્મી, સુંદરી, ચંદનબાળા, ધારિણી, રાજિમતી, દ્રૌપદી, કૌશલ્યા, મૃગાવતી, સુલસા, સીતા, સુભદ્રા, કુંતા, પદ્મિની, દમયંતી, પુષ્પચૂલા, પ્રભાવતી વગેરે છે. કવિના શબ્દમાં સુલતાનો પરિચય નીચે મુજબ આપવામાં આવ્યો છે. “સુલસા સાચી શિયલેન કાચી રાચી નહી વિષયા રસએ, મુખડું જોતાં પાપ પલાએ નામ લેતા મન ઉલ્લસેએ.” I II સતીના નામસ્મરણનું ફળ દર્શાવતાં કવિ જણાવે છે કે, “વીરે ભાખી શાસે શાખી ઉદયરત્ન ભાખે મુદાએ, વહાણું વાતા જે નર ભણસે તે લહેસે સુખ સંપદાએ.” || ૧૭ || આ રચનામાં કવિની વર્ણયોજનાથી કાવ્યશક્તિનો પરિચય આપે છે. શ્રી માણિભદ્ર વીરનો છંદ : જૈન શાસનમાં વીતરાગ કે અરિહંતની પૂજાભક્તિને સર્વોત્તમ કક્ષાની ગણવામાં આવી છે. તેમ છતાં ઐહિક સુખસંપત્તિની અપેક્ષાથી વીતરાગ સિવાય અન્ય દેવદેવીઓનું ભક્તિનું પ્રમાણ વધતું જાય છે. મણિભદ્રવીરની ઉપાસના ઘણા મોટા પ્રમાણમાં થાય છે. દેવાધિદેવ તીર્થકર ભગવાનના મંદિરની નજીક બહારના ભાગમાં માણિભદ્રની દેરી કે નાનું મંદિર બનાવવામાં આવે છે. આ માણિભદ્ર અન્ય દેવો કરતાં મનોવાંછિત પૂર્ણ કરવામાં પ્રત્યક્ષ રીતે સહાય કરે છે. પાંચ ગાથાના આ નાનકડા છંદમાં માણિભદ્રવીરનો ચમત્કારયુક્ત પ્રભાવ દર્શાવ્યો છે. કવિએ આ છંદની રચના, દોહામાં કરી છે. “તુંહિ ચિંતામણી રતન ચિત્રાવેલ વિચાર, માણિક સાહેબ મારે દોલતનો દાતાર.” | ૪ ||. તાવનો છંદ : લાખા ભગતે તાવના છંદની પંદર ગાથામાં રચના કરી છે. છંદના વિષયની દષ્ટિએ વિચારતાં તાવ જેવા શરીરના રોગને પસંદ કરવામાં આવ્યો છે. પ્રભુની ભક્તિથી કે શુદ્ધ મનથી નામસ્મરણ કરવામાં આવે તો તાવનો જવર દૂર થાય છે એવા ચમત્કારનું નિરૂપણ થયું છે. કવિએ તાવનું વાસ્તવિક સ્વરૂપ વર્ણવ્યું છે. આ વર્ણન ભાવવાહી અને ચિત્રાત્મક શૈલીના - નમૂનારૂપ છે, ઉદાહરણ તરીકે નીચેની પંક્તિઓ નોંધપાત્ર છે. Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૦, જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા “આવતો પરહર કંપાવે ડાહ્યાને જિમતિમ બહકાવે, પહિતો તું કેડમાંથી આવે સાત શિખર પણ શીતન જાવે. || ૭ || હા, હા, હીં, હીં, હું હુંકાર કરાવે પાસળિયા હાડાં કકડાવે, ઉનાળે પણ અમલ જગાવે, તાપે પરિહણમાં મૂતરાવે. | ૮ ” આ છંદ મંત્ર ગર્ભિત છે એટલે તેનું સ્મરણ કે શ્રવણ કરવાથી તાવ દૂર થાય છે. એવી ફળશ્રુતિ દર્શાવવામાં આવી છે. મંત્ર સહિત એ છંદ જે પઢશે, તેને તાવ કદી નવ ચઢસે, કાંતિ કળા દેહી નિરોગ લહેસે લમી લીલા ભેગા. આ ૧૫ ” શ્રી પંચાંગુલી દેવી છંદ, શ્રાવકકરણી છંદ, જ્ઞાનબોધનો છંદ, જીવદયાનો છંદ, દેશાન્તરી છંદ, સંભવ જિન વિજ્ઞપ્તિ છંદ વગેરે. છંદના વિષય વસ્તુ તરીકે તીર્થકર ભગવાનના જીવન-ચરિત્રની પસંદગી કરવામાં આવી છે. ખાસ કરીને આદિનાથ, શાંતિનાથ, પાર્શ્વનાથ, નેમનાથ અને મહાવીર સ્વામી વિષયક છંદરચનાઓ મળી આવે છે. ગૌતમસ્વામીને ગુરુ તરીકે સ્વીકાર કરીને ગુરુભક્તિરૂપે છંદ રચાયા છે, તદુપરાંત પદ્માવતી દેવી, માણિભદ્રવીર સોળ સતીઓ, નવકારમંત્ર અને તાવ વિષયો પર છંદરચના થયેલી છે. આ રચનાઓ પ્રભુનો મહિમા, જીવનના વિવિધ પ્રસંગોનું આલેખન, છંદસ્મરણથી પ્રાપ્ત થતા લાભ અને સમક્તિની પ્રાપ્તિ વગેરેનું નિરૂપણ થયેલું છે. કોઈ કોઈ છંદરચના દુહાથી પ્રારંભ થાય છે અને કળશથી પૂર્ણ થાય છે એવો ઉલ્લેખ મળી આવે છે. ભક્ત ભગવાનને પોતાના ઉદ્ધાર માટે વિનંતી કરે છે. તે સ્વરૂપમાં રચના થયેલી છે, તો વળી મંત્રગર્ભિત છંદરચના પણ સ્થાન ધરાવે છે. ઉપલબ્ધ છંદરચનાઓ વિશેષ : જૈન ધર્મની માહિતી દ્વારા પ્રભાવ દર્શાવે છે. શુદ્ધ કવિતાઓ કહી શકાય તેવી રચનાઓ ઘણી થોડી છે. પ્રાસ યોજના દ્વારા કોઈ કોઈ વાર કવિત્વ શક્તિનો પરિચય થાય છે. પદ્માવતી દેવીનો છંદ એ કવિતાકલાનો સુંદર નમૂનો છે. તેની વર્ણયોજના માધુર્ય અને પ્રાસાદિકતા પદ્માવતી દેવીનો સાક્ષાત્કાર કરાવે છે. સાંપ્રદાયિક રચનાઓ હોવાથી તેમાં ઉપદેશનું તત્ત્વ સહજ રીતે સ્થાન પામ્યું છે. આ રચનાઓમાં ભક્તિ કે શાંતરસ કેન્દ્રસ્થાને છે. તો વળી કોઈ કોઈ વખત નાયકના પરાક્રમને પણ બિરદાવવામાં આવે છે. જ્યાં ધર્મ ત્યાં ચમત્કાર એ ન્યાયે કેટલાક ચમત્કારના પ્રસંગો પણ ગૂંથાયેલા છે. છંદ રચના ભક્તિપ્રધાન હોવા છતાં તેમાં ત્યાગ-વૈરાગ્યની સાથે બોધાત્મક વિચારોનો ઉલ્લેખ મળે છે. નમૂનારૂપે નીચેના છંદની માહિતી પ્રગટ કરવામાં આવી છે. કવિ સકલચંદ્ર ઉપાધ્યાયે ૨૧ કડીમાં ઉપદેશાત્મક છંદ “આત્મહિત વિનતિ” નામથી રચના ભુજંગપ્રયાત છંદમાં કરી છે. સાંપ્રદાયિક સાહિત્યમાં ઉપદેશનું લક્ષણ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સ્થાન ધરાવે છે. આ ઉપદેશ ભવ્યાત્માના ઊર્ધ્વગામી માટે અનન્ય ઉપકારક નીવડે છે. ઉપદેશમાં મુખ્યત્વે તો જિનવાણીનો સંદર્ભ રહેલો છે. (પા. ૭૮) ગા. પ-૬ Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ પક્ષો ઘરતણે પાપ આશવિલુદ્ધો નહિ સાંભલ્યો જિનરાજ ઉપદેશ સુઘો, હું તો પુત્ર પરિવાર શું રંગરાતો નહીં ભણિયાં જિનવર કાલમતો. એ પ // ઘણું આરંભનું પાપ કરી પિંડ લાયો મેં પૂર જે નરભવ ફોક હાસ્યો, ગયો કાલ સંસાર એલેં લભતાં સહ્યાં તેહથી દુર્ગતિ દુઃખ અનંત. || ૬ | કવિ ઉદયરત્નએ મોહરાજાનું વર્ણન નામના છંદની ભુજંગપ્રયાસ છંદમાની ૧૧ કડીમાં રચના કરીને મોહનીય કર્મને વશ થયેલો જીવાત્મા કેવી સ્થિતિ પ્રાપ્ત કરે છે તેનું શાસ્ત્રીય દષ્ટાંતોને આધારે નિરૂપણ કરવામાં આવ્યું છે. આ છંદમાં પરોક્ષ રીતે મોહનીય કર્મના બંધથી દૂર રહેવા માટે નારીનો સંગ ત્યાગ કરવાનો ઉપદેશ પ્રાપ્ત થાય છે. નારીને વશ થયેલો જીવાત્મા અનંત સંસાર વૃદ્ધિ કરીને નરભવ નિષ્ફળ ગુમાવી દે છે એટલે આત્મહિત જાણીને તેનો ત્યાગ કરવાનો બોધ મળે છે. (પા. ૬૯-૭૦) ૧-૨-૩-૧૧ બેટી મેં વિલુળો જીવો બાપ હૂતો સાવિત્રિ વિધાતા વિગતો . લુડીની પરે લોપિને લોકલા તું ને હું નમું છું ભલા મોહરાજ / ૧ / વૃંદાવનમાં ગોપીનારી વિહારી કદંબે ચયા ચીર ચોરી મુરારી છે. કુબજા ભજી પ્રીતિ સે મૂકિ માનતુ ને | ૨ | “છંદ' પ્રકારની કૃતિઓ અન્ય પુસ્તકોમાંથી પ્રાપ્ત થાય છે. કવિ પ્રાચીન છંદ સંગ્રહ પુસ્તક પ્રગટ કર્યું છે. તેમાં વિવિધ પ્રકારના છંદોનો સંચય થયો છે. છંદ રચનાઓ વર્ણનાત્મક નથી પણ ગુણગાન મહિમા યુક્ત હોવાથી સ્તવન કે સક્ઝાય સમાન છે. આ સંગ્રહમાં છંદ રચનાને અંતે “કળશ” હોય તેવી કૃતિઓ નવકાર મંત્રનો છંદ-વાચક કુશલલાભ, વાચક ભાવવિજયજીનો અંતરીક્ષ પાર્શ્વનાથ છંદ, અંતરીક્ષ પાર્શ્વનાથ જિન છંદ-કવિ આનંદવર્ધન, ગોડી પાર્શ્વનાથ છંદકવિ કાંતિવિજયજી શ્રી ગોડી પાર્શ્વનાથ જિન છંદમાં કાંતિવિજયજીએ કળશ રચના કરી છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના છેદમાં મુનિ મેઘરાજ રચિત કળશ રચના છે. આ રીતે મધ્યકાલીન કાવ્ય પરંપરાનુંસાર કળશ રચનામાં ગુરુકૃપા રચના સમય અને કવિ નામની માહિતી પ્રાપ્ત થાય છે. આ સંગ્રહમાં છંદના નવા વિષયો જોવા મળે છે. પંચા ગુલી દેવી છંદ- જ્ઞાનબોધ છંદ, શનિશ્ચરનો છંદ, પંચપ્રભુ છંદ, સરસ્વતી માતાનો છંદ, જીવદયાનો છંદ વગેરેનો સમાવેશ થયો છે. છંદ રચના કોઈ છંદમાં થાય છે તેમ છતાં વાચક ભાવવિજયજીએ અંતરીક્ષ પાર્શ્વનાથના છંદમાં અડયલ, સારસી, હાટડી, ત્રિભંગી, નારાચ, કવિત્ત, દુહા વગેરેનો પ્રયોગ કરીને છંદ રચનાની રસિકતા અને ગેયતા સિદ્ધ કરી છે. (પા. ૨૨) કવિ કાંતિવિજયજીએ શ્રી ગોડી પાર્શ્વનાથ જિન છંદની રચનામાં નારાચ, અર્ધનારા, દુહા, ભુજંગી, છંદનો પ્રયોગ કરીને ગેયતા સિદ્ધ કરવાની સાથે ગોડી પાર્શ્વનાથ ભગવાનના પ્રભાવથી અષ્ટ ભયનું નિવારણ થાય તેની માહિતી ક્રમિક રીતે આપવામાં આવી છે. કવિઓએ મુખ્યત્વે અડયલ અને ભુજંગી છંદનો વિશેષ પ્રયોગ કર્યો છે. આ રીતે છંદ રચનાઓ પ્રભુ ભક્તિ અને મહિમાનું ભાવવાહી નિરૂપણ કરતી વિશિષ્ટ પ્રકારની કાવ્યકૃતિઓ બની છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા સંદર્ભ :પ્રાચીન છંદ સંગ્રહ, જૈન કાવ્ય પ્રકાશ–ભાગ- ૧, પા- ૬૦, હંસરત્ન મંજૂષા ભા-૧, પા-૨૧૦. બીજમાં વૃક્ષ તું. પા- ૧૬, જૈન સજઝાય માળા ભાગ-૧- પા- ૩૦. ગુજ. સાહિત્ય ઇતિહાસ–પા- ૭૪, સજ્જન સન્મિત્ર–પા-૪૭૦. ૧૨. સલોકો સંસ્કૃત ભાષાના શ્લોક શબ્દ ઉપરથી અપભ્રંશ શબ્દ “સલોકો' રચાયો છે. લોકો એટલે ચાર ચરણની લઘુ કાવ્ય રચના. સંસ્કૃત ભાષામાં અનુષ્ટ્રપ છંદ એ શ્લોક રચનાના દૃષ્ટાંત રૂપ છે. પ્રાચીન સાહિત્યનો પ્રારંભ શ્લોક રચનાથી થયો છે. પ્રાચીન સાહિત્યનો પ્રારંભ શ્લોકરચનાથી થયો છે. વાલ્મીકિને રામાયણ મા નિષાદ... શ્લોકથી પ્રારંભ થયું છે. લોકો એટલે વ્યક્તિની પ્રશંસા કરતી કાવ્ય રચના. તેમાં અભિવ્યક્તિની વિશિષ્ટતા રહેલી છે. ધર્મગ્રંથોમાં “પુણ્ય શ્લોક' શબ્દ પ્રયોગ થયેલો જોવા મળે છે. पुण्य श्लोको नलो राजा पुण्य श्लोको युधिष्ठिर पुण्य श्लोको य वैर्दमी पुण्य श्लोको जनार्दनः આ શ્લોકમાં પુણ્ય શ્લોક તરીકે પ્રશંસનીય નળરાજા, યુધિષ્ઠિર, સીતા અને જનાર્દનનો ઉલ્લેખ થયો છે. સલોકો એ કાવ્ય રચના છે એટલે કાવ્ય રચનાના માધ્યમથી પ્રશંસા કરવી ગુણગાન ગાવાં એવો અર્થ પણ રહેલો છે. જ્ઞો - સ્નો-જ્ઞાતિ- આ સંદર્ભથી ઉપરોક્ત માહિતી જાણવા મળે છે. સ્વરૂપ મધ્યકાલીન જૈન સાહિત્યમાં કાવ્ય પ્રકારોની વિવિધતા નિહાળી શકાય છે. તેમાં સલોકો પ્રકારની કાવ્ય કૃતિઓ ચરિત્રાત્મક અને તાત્વિક વિચારોને કેન્દ્રમાં રાખીને સર્જાઈ છે. સલોકોમાં મહાપુરુષોનું પુણ્ય સ્મરણ કરવામાં આવે છે. આવા મહાપુરુષોનું સાહિત્યક જીવન તાત્વિક આરાધનાથી સફળ નીવડ્યું છે એવા મહાપુરુષોનું સ્મરણ કરવા યોગ્ય આવશ્યક ક્રિયામાં નિત્ય સ્મરણ થાય છે તેવી રચના ભરોસરની સઝાય છે. તેમાં મહાપુરુષો અને સતીઓનો નામોલ્લેખ થયો છે. પ્રભાતના સમયમાં રાઈપ્રતિક્રમણ કરતી વખતે આ સજઝાય બોલવામાં આવે છે. મહાપુરુષોનું સ્મરણ, વંદન અને એમના આદર્શ ચરિત્રનું મનમાં સ્મરણ થતાં આત્માને પરમ શાંતિનો અનુભવ સાથે નરભવ સપળ કરવા માટે પ્રેરણા સ્ત્રોત બને છે. આ સઝાયમાં ૫૩ મહાપુરુષો અને ૪૭ મહાસતીઓનો નામ નિર્દેશ થયો છે એટલે ૧૦૦ નામનો ઉલ્લેખ પ્રાતઃ સ્મરણીય છે. એટલે આ ૧૦૦ નામ પુણ્ય શ્લોક સલોકો સમાન છે. આ ૧૦૦ વિશે રાસ-સઝાય-છંદ-વિવાહલો, વેલિ, ફાગુ સલોકો જેવી કાવ્ય કૃતિઓ કવિઓએ રચી છે. સલોકોમાં એના જીવનનો આદર્શ લક્ષી પરિચય થાય છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૮૩ આદર્શો અશકય નથી, તેને સિદ્ધ કરવા માટે સહૃદયી-જાગ્રત મનથી અવિરત પુરુષાર્થ કરવાની લાભ જરૂરિયાત છે. એટલે આવા આદર્શો સિદ્ધ કરનાર મહાપુરુષોનું સ્મરણ જીવનની એક ધન્ય ક્ષણ છેકે ભવિષ્યમાં ઉન્માર્ગે ગયેલો જીવાત્મા એમના સ્મરણથી સન્માર્ગે આવીને આત્માના કલ્યાણ માટે ધર્મ પુરુષાર્થની સાધના કરવા માટે તત્પર બને. સલોકો સાથે સામ્ય ધરાવતી ભરોસરની સજઝાયની આ સંક્ષિપ્ત નોંધ અત્રે પ્રગટ કરવામાં આવી છે. આ મહાપુરુષો અને સતીઓનાં ચરિત્ર વાંચનથી માહિતી પ્રાપ્ત થઈ શકે છે. શ્રી શુભશીલ ગણિએ ભરતેશ્વર બાહુબલી વૃત્તિ સં. ૧૫૦૯માં રચાઈ છે તેમાં વિશેષ માહિતી છે. સલોકો એક જ મહાપુરુષનો વિસ્તારથી પરિચય પ્રાપ્ત થાય છે જયારે આવો પરિચય હોય તેવા મહાત્માનું નામ સ્મરણ કરતાં જ અંતરપટ પર એમના આદર્શમય જીવનના પ્રસંગોનું સ્મરણ થાય છે. મહાપુરુષોની સૂચી–૫૭ - ભરતેશ્વર, બાહુબલી, અભયકુમાર, ઢંઢણકુમાર, શ્રીયક, અર્ણિકાપુત્ર, અતિમુક્ત, નાગદત્ત, મેતાર્ય મુનિ, સ્થૂલિભદ્રક વજઋષિ, નંદિષેણ, સિંહગિરિ, કૃતપુણ્ય સુકોશલ, પુંડરીક, કેશી, કરકંડૂ, હલ્લ, વિહલ્લ, સુદર્શન શેઠ, શાલ, મહાશાલ, શાલિભદ્ર, ભદ્રબહુસ્વામી દશાર્ણભદ્ર, પ્રસન્નચંદ્ર રાજર્ષિ, યશોભદ્રસૂરિ, જંબૂસ્વામી, વંકચૂલ, ગજસુકુમાલ, અવંતિસુકમાલ ધન્નો, ઇલાયચીપુત્ર, ચિલાતીપુત્ર, બાહુમુનિ આર્યમહાગિરિ આર્યરક્ષિત, આર્યસહસ્તસૂરિ ઉદયન રાજર્ષિ, મનકકુમાર, કાલકાચાર્ય, શામ્બકુમાર, પ્રદ્યુમ્નકુમાર, મૂળદેવરાજા, પ્રભવસ્વામી વિષ્ણુકુમાર, આદ્રકુમાર, દઢપ્રહારી, શ્રેયાંસ, કુરગડુસાધુ, શથંભવશ્યામી, મેઘકુમાર, આ મહાપુરુષોના નામ સ્મરણથી પાપનો નાશ થાય છે. મહાસતીઓનાં નામ તુલસા, ચંદનબાળા, મનોરમા, મદનરેખા, દમયંતી નર્મદા સુંદરી, સીતા, સુભદ્રા, નંદા, ભદ્રા, રાજિમતી ઋષિદત્તા, પદ્માવતી, અંજના, શ્રીદેવી, જયેષ્ઠા, સુજયેષ્ઠા મૃગાવતી, પ્રભાવતી, એલણારાણી, બ્રાહ્મી, સુંદરી રુક્મિણી, રેવતી, કુંતી, શીવા, જયંતી, દેવકી, દ્રૌપદી ધારણી, કલાવતી, પુષ્પચૂલા, પદ્માવતી, ગૌરી, ગાંધારી, લક્ષમણા, સુસમા, જંબુવતી, સત્યભામા અને રુકિમણી (કૃષ્ણની આઠ પટરાણી) યક્ષા, ક્ષદિના, ભૂતા, ભૂતદત્તા, સેના, વેણા, રેણા (સ્થૂલિભદ્રની સાત બહેનો) આ મહાસતીઓ નિષ્કલંક-શીલને ધારણ કરી આત્માને નિર્મળ બનાવ્યો છે એટલે એમનું સ્મરણ જીવનમાં મંગલમય છે. આજે પણ એમના શીલની પ્રશંસા સર્વત્ર થાય છે. આર્વાચીન કાળમાં નૂતન વર્ષના મંગલપ્રભાતે માંગલિક તરીકે ગૌતમ સ્વામીના છંદનું ગામે ગામ સકળસંઘ પુણ્ય સ્મરણ શ્રવણ કરે છે તે સિવાય છંદ ગાવા-સાંભળવાનું પ્રમાણ નહીવત્ છે તેવી જ રીતે નેમનાથ ભગવાનના જન્મ કલ્યાણકનો દિવસ શ્રાવણ સુદ-પંચમી છે તે દિવસે બહેનો સમૂહમાં નેમનાથના લોકોનું સ્મરણ–શ્રવણ કરે છે તે સિવાય અન્ય પ્રસંગો પર્વોમાં સ્લોકોનું સ્મરણ Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૪, જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા નહીવત છે. વાલ્મીકિ રામાયણ વિશે કહેવાય છે કે – સ્નો સ્નોર્વમાં તિઃ | શ્લોક વિષે સામાજિક સંદર્ભ પણ વિચારવા જેવો છે. લગ્ન પ્રસંગે વરકન્યા પક્ષમાં સામ-સામી બોલાતી પંક્તિઓ માટે લોકો શબ્દ પ્રયોગ થાય છે. વિમલ પ્રબંધ કાવ્યમાં કવિએ લાવણ્ય સમયે આ પ્રણાલિકાનો ઉલ્લેખ કર્યો છે. અપકીર્તિ- અવયવના અર્થમાં પણ “સલોકો’ શબ્દપ્રયોગ કરવામાં આવે છે. વિમલ મંત્રીશ્વર લગ્નના માંડવે આવી પહોંચે છે ત્યારે શ્લોકો ગાવામાં આવે છે એટલે વિવાહ વિધિ એક ભાગ રૂપે સલોકોનો ઉપયોગ થાય છે. જૈન સમાજમાં લગ્ન પ્રસંગે નેમજીના સલોકો ગાવાનો રિવાજ હતો. આજે આ રિવાજ લુપ્ત થઈ ગયો છે. જૈન સાહિત્યમાં લોકો પ્રકારની રચનાઓ ૧૮મી સદીથી પ્રાપ્ત થાય છે. લોકોનું વિષય વસ્તુ પરંપરાગત એટલે જૈન ધર્મના તીર્થકરો, મહાપુરુષો, તીર્થો, સાધુચરિત, દુર્ગુણ ત્યાગ કરવા માટેના ઉપદેશાત્મક સલોકો રચાયા છે. તીર્થંકર વિષય સલોકોમાં આદિનાથ સલોકો, પાર્શ્વનાથ સલોકો કવિ દોલત, કવિ ગોપાલ, કવિ વિજાત વિમલના, ઋષભદેવના સલોકો, કવિ જિનહર્ષ, શાંતિનાથ સલોકો મણિવિજય, નેમનાથના લોકો કવિ જિનહર્ષ, ઉદયરત્ન, વિજાત વિમલ, દેવચંદ, મોતી માલુ વગેરેના પ્રાપ્ત થાય છે. તીર્થ મહિમા ગાતા લોકો અષ્ટાપદ સલોકો કવિ વિજાત વિમલ, કેસરિયાજી રો સલોકો કવિ ઉત્તમચંદ, શંખેશ્વરકા સલોકો કવિ ઉદયરત્ન અને કવિ દેવવિજય, સિદ્ધાચલના લોકો સંઘવી પ્રભજી-ભ્રમર વિજય, જેસલમેર ચઢતી દસા રો સલોકો અજ્ઞાતકવિ, ગુરુ મહિમા ગાતા લોકોમાં પાર્જચંદ્રસૂરિ સલોકો કવિ મેઘરાજ, વિજયલક્ષ્મીસૂરિ સલોકો કવિ નિણંદસાગર, હીરવિજયસૂરિ સલોકો કવિ વિદ્યાધરના પ્રાપ્ત થાય છે. વ્યક્તિ વિશેષ સલોકોમાં ભરતબાહુબલિ સલોકો ઉદયરત્ન, મેઘકુમારના લોકો, કવિ મહાનંદન, શાલિભદ્ર સલોકો ઋષિ ખોડાદાસ, ઉદયરત્નના મલે છે. મેઘકુમાર સલોકો-કવિ મહાનંદન, વિમલ મંત્રી સલોકો-કવિ વિજાત વિમલના પ્રાપ્ત થાય છે. પ્રકીર્ણ લોકોમાં વિવેકવિલાસ સલોકો કવિ દેવચંદ, સરસ્વતી રો સલોકો ક્રોધ, માન, માયા, લોભના લોકો સજઝાય સંગ્રહમાંથી પ્રાપ્ત થાય છે. ઉપરોક્ત સલોકોની કૃતિઓ ઉપરથી આ પ્રકારની કાવ્ય કૃતિઓ જૈન સાહિત્યની વિવિધતા દર્શાવે છે. મધ્યકાલીન જૈન સાહિત્યમાં રાસ, પ્રબંધ, ફાગવેલી, વિવાહલો જેવી કાવ્ય કૃતિઓ ચરિત્રાત્મક નિરૂપણવાળી છે. તેની સરખામણીમાં લોકોની રચના પણ ચરિત્રાત્મક છે પણ પ્રસંગોનું વર્ણન નથી. મિતાક્ષરી ઉલ્લેખ થયો છે. જૈન સાહિત્યમાં વ્યક્તિલક્ષી કૃતિઓ ચરિત્રાત્મક છે અને જીવન જીવ્યાનું સત્ય દર્શન કરાવીને વાચકોને અનન્ય પ્રેરણા આપે છે. ધાર્મિક આચાર સંહિતા માત્ર આદર્શો જ નથી પણ ધર્મ પુરુષાર્થથી આદર્શો સિદ્ધ થઈ શકે છે એમ આ પ્રકારની કૃતિઓમાંથી નિષ્કર્ષ પ્રાપ્ત થાય છે. અત્રે દષ્ટાંતરૂપે સલોકોની વિગતવાર માહિતી નીચે પ્રમાણે છે : કવિ દેવચંદ્રના નેમનાથના લોકોની રચના ૮૨ ગાથામાં થઈ છે. આ રચના સં. ૧૯૦૦ની છે. તેમાં તેમનાથ ભગવાનનો ચરિત્રાત્મક ઉલ્લેખ કેન્દ્ર સ્થાને છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ સલોકોની રચના મધ્યકાલીન કાવ્ય પરંપરાનુસાર સરસ્વતી, ગુરુ અને દેવની વંદનાથી કરીને વસ્તુ નિર્દેશ કરવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો – સરસ્વતી માતા હું તુમ પાય લાગું, દેવગુરુ તાણી આજ્ઞા માંગુ, જિહ્વાગે તું બેસજે આઈ, વાણી તણું તું કરજે સવાઈ. ॥ ૧ ॥ આ સલોકોમાં લગ્નના પ્રસંગનું વૈવિધ્યસભર અને આકર્ષક નિરૂપણ થયું છે. તેમાં શ્રૃંગાર રસની સ્થિતિ ભાવવાહી બની રહે છે. વેશભૂષા, આભૂષણો, નેમકુમારને લગ્ન કરવા માટે રાણી સત્યભામાની પ્રલોભનયુક્ત વાણી વગેરે સલોકોની કાવ્યકૃતિના આભૂષણ રૂપ સ્થાન ધરાવે છે. ૮૫ નેમકુમારને જલક્રીડા દ્વારા પરણવાની ઇચ્છા જાગૃત કરવા માટે લક્ષ્મીજી, સત્યભામા, રૂક્મણી વગેરે રાણીઓ એકત્ર થઈને લલચાવે છે. કવિના શબ્દો છે. ચાલો પટરાણી સહવે સાજે, ચાલો દેવરિયા ન્હાવાને કાજે, જળક્રીડા કરતાં બોલ્યા રૂક્ષ્મણી, દેવરીયા પરણો છબીલી રાણી. વાંઢા નવ રહીએ દેવર નગીના, લાવો દેરાણી રંગના ભીના, નારી વિના તો દુઃખ છે ઘાટું, કોણ રાખશે બાર ઉઘાડું. પરણ્યા વિના તો કેમ જ ચાલે, કરી લટકો ઘરમાં કોણ માલે, ચૂલો ફુંક થો પાણીને ગળશો, વેલા મોડા તો ભોજન કરશો. વાસણ ઉપર તો નહિ આવે તેજ કોણ પાથરશે તમારી સેજ, પ્રભાતે લુખો ખાખરો ખાશો, દેવતા લેવા સાંજરે થશો. || ૨૦ | - ॥ ૨૧ ॥ ॥ ૨૨ || મોટાના છોરૂં નાનેથી વરીયા, મારું કહ્યું તો માનો દેવરીયા, ત્યારે સતભામા બોલ્યાં ત્યાં વાણ, સાંભળો દેવરીયા ચતુર સુજાણ. | ૨૬ ॥ ભાભીનો ભરોશો નાશીને જાશે, પરણ્યા વિના કોણ પોતાની થાશે, પહેરી ઓઢીને આંગણે ફરશે, ઝાઝાં વાનાં તો તમને ક૨શે. || ૨૪ || ॥ ૨૭ || નેમકુમારને પરણવા માટે પ્રલોભન યુક્ત વચનોની સાથે રાધારાણી તે સંબંધમાં કેટલાક વિચારો દર્શાવે છે તેનું ઉદાહરણ જોઈએ તો ત્યારે રાધિકા આઘેરા આવી, બોલ્યાં વચન તો મોઢું મલકાવી. શી શી વાતો કરો છો સખી, નારી પરણવી રમત નથી. કાયર પુરુષનું નથી એ કામ, વાપરવા જોઈએ ઝાઝેરો દામ. કવિએ વસ્ત્રાભૂષણની માહિતી આપતાં નીચે પ્રમાણે જણાવ્યું છે. ઝાંઝર નુપૂર ને ઝીણી જવમાળા, અણઘટ વી ઘાટે રૂપાળા, પગ પાંને ઝાઝી ઘુંઘરીઓ જોઇએ. મ્હોટે સાંકળે ઘુઘરા જોઇએ. સોના ચુડલો ઘુઘરાનો ઘાટ, છલ્લા અંગુઠી અરિસા ઠાઠ, ઘુઘરી પોંચી ને વાંક સોનેરી, ચંદન સૂડીની શોભા ભલેરી. || ૩૨ || || ૩૩ || || ૩૪ || Page #105 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા || ૩૮ || બાંટ ચુંદડીઓ કસબી સોહિએ, દશરા દિવાળી પહેરવા જોઈએ, મોઘાં મૂલનાં કમળાં કહેવાય, એવડું નેમથી પૂરું કેમ થાય. કવિએ સમકાલીન સમાજની પ્રણાલિકાનુસાર આ માહિતી આપી છે. નેમકુમા૨નો વૈભવ તો અત્રે જે સૂચી આપી છે તેથી વધુમાં વધુ આપવા માટે શક્તિ સંપન્ન છે. બત્રીશ હજાર નારી છે જહને, એકનો પાડ ચડશે તેહને, માટે હૃદયથી ફીકર ટાળો, કાકાજી કેરૂ ઘર અજવાળો. ૮૬ એવું સાંભળી નેમ ત્યાં હસિયા, ભાભીના બોલ હ્રદયમાં સિયા, ત્યાં તો કૃષ્ણને દીધી વધાઈ, નિશ્ચે પરણશો તમારો ભાઈ, નેમકુમારનું ‘સ્મિત’ લગ્નની સંમતિ જાણીને ઉગ્રસેન રાજાની રાજકુંવરી રાજિમતી સાથે વિવાહ કરી લગ્નની તૈયારી કરવામાં આવી. પીઠી ચોળે ને માનિની ગાય, ધવળ મંગળ અતિ વરતાયા, તરીયાં તોરણ બાંધ્યાં છે બહાર, મળી ગાય છે સોહાગણ નાર. || ૪૧ || 1188 11 આ સલોકોમાં પરંપરાગત રીતે મધ્યકાલીન શૈલીને અનુરૂપ નેમકુમારના લગ્નની જાનનું વર્ણન થયું છે. પશુઓના પોકારથી નેમકુમાર રથ પાછો વાળીને ગિરનાર જાય છે તેનું નિરૂપણ કરીને રાજુલના વિલાપનો પ્રસંગ પણ સ્થાન પામ્યો છે; એટલે ભૌતિક વિવાહમાંથી આધ્યાત્મિક વિવાહનું નિરૂપણ કરીને આ સલોકો વસ્તુ અને કળાની દૃષ્ટિએ ઉત્તમ રચના થઈ છે. મહાજનની પ્રેરણાથી સલોકો રચ્યા છે. કવિના શબ્દો છે. મહાજનના ભાવ થકી મેં દીધા. વાંચી સલોકો સારો જશ લીધો, રચના સમય વિષે જોઈએ તો સંવત ઓગણીસ શ્રાવણ માસ વદિ પાંચમનો દિવસ ખાસ. વાર શુક્ર ને ચોઘડિયું સારું પ્રસન્ન થયું મનડું મારૂં. કવિ દેવચંદ રચિત આ સલોકો ઉદાહરણ રૂપે અત્રે નોંધ કરી છે. મધ્યકાલીન પઘ રચનાઓ મોટે ભાગે એક યા બીજી રીતે ચરિત્રાત્મક છે. કાવ્ય પ્રકારની દૃષ્ટિએ જુદી હોવા છતાં તેના અંતર્ગત ચરિત્રાત્મક અંશો સ્પષ્ટપણે નિહાળી શકાય છે. ચરિત્રમાં સત્યનો અંશ કેન્દ્ર સ્થાને છે અને જીવન જીવ્યાનો અને નરભવ સફળ કર્યાનું સાક્ષાત્ દૃષ્ટાંત છે. अथ गीत सावझ अड़िय लछण हौ सोलह मत्त वरण दस, पद पद झमक गुरंत । 'किसन' सुजस पढस्त्री किसन, अड़ियल गीत अखंत ॥ શ્૦૦ ॥ अरथ जीके आदकी तथा सारी ही तुकां प्रत मात्रा सोळै होय, तुक प्रत आखिर दस दस होय, तुकांत दोय गुरु होय, अंत में जमक होय सौ अड़ियल गीत कहीजै । तुक प्रत अख्यर दस Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ छै जिता बे वरण छंद छै । कोइक अण गीत नै सावझ अडल पिण कहै छै । च्यार दूहा होय सौ तौ अड़ियल नै एक दूहौ होय सौ चौसर गाहौ तथा गाथा कहावै । अर्थात् – जिसमें सोलह मात्राएँ होती है, तुकांत दस-दस वर्ण होते हैं, तुकांत दो गुरु होते हैं, अन्त में यमक होता है, वह अड़ियल गीत कहा जाता है । इसमें चार चरण होते हैं। कोई विद्वान् इस गीत को सावझ अड़ल कहते हैं । चार दोहा हो तो अड़ियल गीत और एक दुहा हो तो वह चौसर गाथा कहलाती है। इसके अनुसार नेमजी सलोको में सोलह-सोलह मात्राएँ होनी चाहिए और अन्त में दो गुरु होने चाहिए और यमक भी होना चाहिए । प्रतिलिपिकार की भ्रांति और उच्चारण से इसमे अधिक मात्राएँ भी प्राप्त होती है किन्तु यह अड़ियल गीत ही है। इस सलोको में सोलह मात्राएँ हैं अन्तिम दो गुरु हैं और चरण के अन्त में 'टी' और 'ता' यमक भी है । अतः यह अड़ियल गीत ही ૧. વિવેક વિલાસના લોકો - કવિઓ કાવ્ય સર્જન કરે છે. પણ સહૃદયી ભાવકો કાવ્યનો આસ્વાદ કરે છે. ગદ્ય કરતાં પદ્ય રચના આત્મસાત કરવી કઠિન છે. તેમાં પણ રૂપક કાવ્યનો અર્થ સમજવો અત્યંત કઠિન કાર્ય છે. કાવ્યમાં માત્ર શબ્દોની વ્યવસ્થા નથી પણ શબ્દમાં રહેલો વિશિષ્ટ અર્થ સમજાય ત્યારે ઉચ્ચ કોટિના કાવ્યાનંદની અનુભૂતિ થાય છે. જૈન સાહિત્યમાં સલોકો સંજ્ઞાવાળી રચનાઓ તીર્થંકર મહાપુરુષો અને જૈન દર્શનના વિષયોની પ્રાપ્ત થાય છે. કવિ દેવચંદે વિવેક વિલાસના સલોકોની રૂપકાત્મક કાવ્ય શૈલીમાં રચના કરી જૈન દર્શનના તાત્ત્વિક વિચારોની મિતાક્ષરી ઉલ્લેખ કર્યો છે. કવિની કલ્પનાશક્તિની સાથે રૂપક યોજનાની શક્તિ કવિ પ્રતિભાનો લાક્ષણિક પરિચય કરાવે છે. ૮૪ લાખ જીવયોનિમાં પરિભ્રમણ કરતો આત્મા મુક્તિના શાશ્વત સુખને મેળવવા માટે ક્યારે સમર્થ બને તે વિશેના જૈન દર્શનના વિચારો કાવ્યમાં કેન્દ્રસ્થાને છે. આ અંગેની રસપ્રદ માહિતી નીચે પ્રમાણે છે. મધ્યકાલીન કાવ્ય પરંપરાનુસાર સરસ્વતી, ઇષ્ટદેવ અને ગુરુની સ્તુતીથી કાવ્યરંભ થાય સરસતી માતા તુમ પાયે લાગી, દેવ, ગુરુ તણી આશા માગી, કાયાનગરીનો કહું સલોકો, એકચિત્તે સાંભળો, લોકો / ૧ // સલોકોનું શીર્ષક વિવેક વિલાસ છે પણ તેના અંતઃસ્તલમાં કાયાનગરીના રૂપકાત્મક વિચારો નિહિત છે એટલે પ્રથમ કડીમાં વિષયનો ઉલ્લેખ કરી કાયાનગરી” પ્રત્યે વાચક વર્ગનું ધ્યાન દોરવામાં આવ્યું છે. રચના સમયનો, કવિ નામનો સાંકેતિક નિર્દેશની માહિતી આપતી પંક્તિઓ નીચે મુજબ Page #107 -------------------------------------------------------------------------- ________________ ८८ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ઓગસેં ત્રણનો માગશર માસ, શુકલ પક્ષનો દિવસ ખાસ, તિથિ તેરસ મંગળવાર, કર્યો સલોકો બુદ્ધિ પ્રકાર. || ૮૯ || || ૯૦ || શહેર ગુજરાત રેવાશી જાણો, વીશા શ્રીરમાળી નાત પરિમાણો, વાઘેશ્વરીની પોળમાં રહે છે, જેહવું છે તેવું સુરશશી કહે છે. કાયાનગરીના રૂપકાત્મક વિચારો સલોકોને આધારે નીચે પ્રમાણે છે : કાયાનગરીમાં ઘણા વેપારીઓ છે. તેમાં દશ દીવાન છે. પાન, અપાન, ઉદાન, સમાન, ધ્યાન, નાગ, ધનંજય, દેવદત્ત, કુકમ, કુરલ. પાંચ ઇન્દ્રિયો મન, વચન અને કાયબળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એમ દશ પ્રાણ છે. કાયામાં પાંચ તત્ત્વ છે. જળ, પૃથ્વી, વાયુ, આકાશ અને તેજ. (પંચમહાભૂતનું શરીર) આ પાંચ પટોધર કાયાની શોભા સમાન છે. આ પાંચના પાંચ જમાદાર છે જે કંઈ ખાતા પીતા નથી છતાં કાયાનું રક્ષણ કરે છે. જળતત્ત્વ : લોહી, પિત્ત, કફ, વિર્ય, પસીનો (પ્રસ્વેદ). પૃથ્વીતત્ત્વ ઃ ચામ, હાડકાં, માંસ, રૂંવાટાં, નસો. તેજતત્ત્વ : ઊંઘ, આળસ, તૃષા, ભૂખ, કાંતિ. વાયુતત્ત્વ : બળ, પ્રસન્ન, ધાયની, હીંચણી, સંકોચણ. આકાશતત્ત્વ : સત્ય, જુઠ, લોભ, મોહ, અહંકાર. કાયાનગરીમાં મનરૂપી રાજા પચરંગી બંગલામાં દશ દરવાજા છે ત્યાં અનેક આશાઓ રાખીને રાજ કરે છે. મનરાજા એવા તો બળવાન છે કે શક્તિશાળી ઇન્દ્ર પણ એની સામે પરાજય પામે છે. મોટા મૂછાળા મર્દનું પણ કંઈ ચાલી શકતું નથી એવો બળવાન મનરાજા છે. આ રાજાને પ્રવૃત્તિ અને નિવૃત્તિ નામની બે રાણી છે. પ્રવૃત્તિ માનીતી અને નિવૃત્તિ અણમાનીતી છે. રાજા પ્રવૃત્તિ રાણી સાથે રહે છે. નિવૃત્તિ રાણીને ત્યાં જતો નથી. કવિએ પ્રવૃત્તિ રાણીના પરિવાર વિશે કલ્પના કરતાં જણાવ્યું છે કે પ્રવૃત્તિ સાથે રાજા રમે છે; નિશ દિન રાણી મનમાં ગમે છે. રાણીને ઝાઝી રાજાથી માયા, એમ કરતાં પાંચ દીકરા જાયા. તે ઉપર એક બેટી ત્યાં જાણી, છ ફરજન જણ્યાં પ્રવૃત્તિ રાણી. ॥ ૧૬ | રાજાએ પાંચ પુત્રોને મનગમતી રાણી પરણાવી અને એમને ત્યાં સંતાન થયાં. પાંચ દીકરાઃ મોહ, કામ, ક્રોધ, લોભ, માન, અને આશા નામની દીકરી છે. આ પાંચ ભાઈ અને બહેન એમ છ નો પરિવાર થયો. મોટો દીકરો મોહ તેને કુમતિ નારી છે. એમના પાંચ દીકરા અને એક દીકરી છે. અચેત, અજ્ઞાન, શોક, ધોખ, પરદ્રોહ, અને મિથ્યા કુંવરી. કામ એ મોહનો નાનો ભાઈ છે તેણે ‘રતિ’ રાણી સાથે લગ્ન કર્યાં છે. તેનાં પાંચ દીકરા મદ, મત્સર, ઉન્માદ, અંધક, હિંસા અને વિષયા નામની બહેન' છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૮૯ - ત્રીજો ક્રોધ સ્ત્ર છે. તેની સ્ત્રી હિંસા છે. તેના પાંચ દીકરા કુવચન, અહંકાર, ઇર્ષ્યા, મમતા, રિસામણ, અને અધ્યા બહેન છે. ચોથો પુત્ર લોભ છે. તેની સ્ત્રી તૃષ્ણા છે. તેના પાંચ દીકરા લાલચ, ચાહ, પ્રાહ, અચેત, સ્વાર્થ અને બહેન મમતા છે. પાંચમો પુત્ર માન છે. તેના પાંચ દીકરા પાખંડ, પ્રપંચ, અશુદ્ધ, ધૂર્ત, કુબુદ્ધિ અને ભ્રમણા બહેન છે. આ રીતે પ્રવૃત્તિ રાણીનો પરિવાર ૪૧ જણનો છે. પ્રવૃત્તિ રાણી દીકરા-દીકરીના પરિવારને નિહાળે છે. કવિના શબ્દો છે. એકતાલી જણનું હેત જ એહેવું, સરવે જગતને વખાણ્યું જેહેવું, રાણી પ્રવૃત્તિ સરવેને જોતી, કુંવરી આશા છે પિયર પનોતી. | ૨૯ એક દિવસ રાજા નિવૃત્તિ રાણીને ત્યાં ગયો અને અહીં શાંતિ મળે છે એમ વિચારવા લાગ્યો. નિવૃત્તિ રાણીના પરિવારની માહિતી નીચે મુજબ છે. નિવૃત્તિના પાંચ દીકરા, દાન, પુણ્ય, વિવેક, શિયાળ, વૈરાગ્ય, અને અણઆશા નામની દીકરી છે. “જે કોઈ અણઆશા કુંવરીને વરિયા, તે તો ભવસાગર ક્ષણમાં તરિયા.” અણઆશા કુંવરી પિયરમાં રહીને ભાઈઓની આબરૂ સાચવે છે. અને પતિવ્રતા ધર્મનું પાલન કરે છે. અણઆશા કુંવરીના પરિવારની માહિતી જોઈએ તો વિવેક રાજા ને સુમતિ રાણી છે. તેને પાંચ દીકરા અને એક દીકરી; અનુક્રમે જ્ઞાન, સચિત્ત, ભાવ, પ્રકાશ, નીતિ અને શ્રદ્ધા દીકરી. બીજો દીકરો વિચાર છે તેને સુબુદ્ધિ રાણી છે. તેના પાંચ દીકરા અકલ, અકામ, ઉદાસ, સંતોષ, શુચિ, સુકૃત. દીકરી મુક્તિલક્ષ્મી છે. - ત્રીજો દીકરો શીલ છે. તેની રાણી ક્ષમા છે. તેના પાંચ દીકરા વિનય, સહન, દયા, ગંભીર, મુનિ અને દીનતા દીકરી છે. ચોથો દીકરો સંતોષ છે. તેને શાંતિ રાણી છે. તેના પાંચ દીકરા સત્ય, ધીરજ, વિશ્વાસ, નિઃસંદેહ અને કરુણાવંત. દીકરી સુખી નામની છે. પાંચમો દીકરો વૈરાગ્ય છે. તેને વિદ્યા નામની રાણી છે. તેના પાંચ દીકરા શમ, દમ, સંયમ, ઉદાસ અને વિરક્ત. અને સરસ્વતી નામની દીકરી છે. આ રીતે નિવૃત્તિ રાણીનો પરિવાર ૪૧નો છે. કવિના શબ્દો છે : એ સહુ પરિવાર નિવૃત્તિ કેરો, સી પુરુષનો રંગ ભલેરો, એહવું કુટુંબ કહાવે જેહને, પારંગત થાય વાર શી જેહને. || ૪૮ છે. નિવૃત્તિ અને પ્રવૃત્તિનો પરિવાર ૪૧+૪૧ એટલે ૮૨ નો થયો છે. બને શોક્યો ને તીસરો રાજા, સુખ ભોગવે રહે નિત્ય તારા, પંચ્યાસી જન જગતમાં રહે છે, કાયાનગરીમાં એકઠા રહે છે. || ૫.ll Page #109 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા સમય વીતી જતાં પ્રવૃત્તિ શોક્યએ નિવૃત્તિ સામે આક્રમણ કર્યું. લડાઈ શરૂ કરી. પ્રવૃત્તિનો પરિવાર નિવૃત્તિના પરિવાર સામે લડવા માંડ્યો. મનરૂપી દાદા પ્રવૃત્તિ સાથે ગયા. કવિ કહે છે કે : ૯૦ ‘સહુનો ઇસ્ટ છે આતમરામ, સાક્ષી રહીને જુએ છે ઠામ.' આતમરામ કહે છે કે માનીતીને ઘેર જવું નથી. અને અણમાનીતીની સામે થવું યોગ્ય છે. માનીતીનો પરિવાર અણમાનીતી ઉ૫૨ યુદ્ધ કરે છે તેનું વીર અને રૌદ્રરસમાં નિરૂપણ કરતાં કવિ જણાવે છે કે : રણસંગ્રામ રોપ્યો છે ભાઈ, કેવી થાય છે જુઓ લડાઈ, માનીતી કેરી તરફ મન જ ચડીયા, તત્ક્ષણ આવી મોરચે અડીયા. ॥ ૫૮ ॥ વિવેક વિચાર ઊભા છે ભાઈ, આતમરામે કીધી ચડાઈ, ચડી મોરચા આગળ આવે, તોપો નાલો ને બંદુકો લાવે. મન મહા બળીયો જોવો કહેવાય, જેહનો તાપ તો નવિ સહેવાય, મન રાજાએ તોપ હલાવી, આતમારામ ઉપર ચલાવી. || ૫૯ || ઘણું ઘમશાન ચાલી લડાઈ, સામાસામી ત્યાં આફલે ભાઈ, સીએ સ્ત્રીને બેટીયે બેટી પહેરયાં બખતર જુલમ પેટી. સામાસામી તિહાં કડાકા થાય, જુદ્રનો વરણવા કહ્યા નવ જાય, અન્યોઅન્યથી બળીયા બહુશ્રુર, જેવું સાયરનું ચડતું પુર. (વિવેક વિલાસ) || ૬૦ || છૂટે ગોળા ને ભડાકા થાય, કાયર કેરા તો ઠરે નહીં પાય, ભાલા, બરછી ને બાણતીર જાળવી લે છે આતમરામ વીર. ખાંડા ખંજરના ઘાવ કરે છે, આતમારામ પટે રમે છે, ધોબ ખડુવા ને કટારા ઘાવ, આતમારામ જાળવે દાવ. પાછે રોજઇ આગેરો આવે, આતમા ઉપર ઘાવ ચલાવે, ન વાગે તીર, ન વાગે ગોળી, ફરીથી આવ્યો, બરછી જ તોળી. એક પછી એક જોરદાર હુમલો કરવામાં આવે છે છતાં આતમરામ તો ધીરજ રાખે છે. કવિએ આ યુદ્ધમાં નિવૃત્તિના પરિવારનો રૂપકાત્મક પરિચય આપીને નિવૃત્તિનો વિજય જય જયકા૨ દર્શાવ્યો છે. પ્રતિકાર કરવા માટે જ્ઞાન ગુપ્તી, ક્ષમા ખંજર, મન યોદ્ધાનું કશું ચાલતું નથી. યુદ્ધની ભયંકરતા દર્શાવતી કવિની પંક્તિઓ જોઈએ તો– || ૬૩ || || ૬૧ || || ૬૨ ॥ || ૭૨ || || ૭૩ || અજ્ઞાન સામે કુશાન, કુમતિ સામે સુમતિ આવી, અચેતનની સામે ચેતના, હિંસા સામે સંયમ, ક્ષમા નિર્દય સામે દયા, અહંકાર સામે માફી, પ્રપંચ સામે શમદમ, અણઆશા કુંવરી સામે આશા, લોભ સામે સંતોષ, દંભ સામે વૈરાગ્ય, પાખંડ સામે ન્યાય, અશુદ્ધ સામે શુદ્ધ— આ પ્રમાણે નિવૃત્તિના પરિવારે પ્રવૃત્તિના પરિવારનો સામનો કરીને સખત પરાજય આપ્યો. Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ પ્રવૃત્તિ અને નિવૃત્તિની લડાઈમાં નિવૃત્તિનો ઝળહળતો વિજય થયો. કવિ કહે છે કે અણમાનીતીના પરિવારે (નિવૃત્તિ) માનીતીના પરિવારને દાવાનળમાં બાળીને ખાખ કરી નાખ્યો. દેવો મનુષ્ય જન્મ માંગે છે. મનુષ્ય જન્મ પ્રવૃત્તિ માટે નથી નિવૃત્તિ માટે છે; એટલે પ્રવૃત્તિ સામે લડવા નિવૃત્તિ પાસે જ રહેવાનો સંકલ્પ કરવો જોઈએ. કવિના શબ્દો છે : આખર જીત તો નિવૃત્તિ કેરી, જેહની પ્રજા છે અતિ ભલેરી, પ્રવૃત્તિ સુતને જેણે જે જીપ્યો, ભવસાગર માંહે કદી નહીં છીપ્યો. | ૮૪ | કવિ સલોકને અંતે જણાવે છે કે : શેષ સરસ્વતી પાર ન પામે, તો કવિની બુદ્ધિ કેમ કરી ગાવે, પૂરો સલોકો કીધો આ ઠામ, હવે કહું છું કવિનું નામ. | ૯૮ // અભિવ્યક્તિથી સલોકો રચના કાવ્ય કૃતિની સાથે તત્ત્વદર્શનની માહિતી આપીને આત્મજાગૃતિ અને ઉદ્ધાર માટે માર્ગદર્શક જીવન પાથેય પૂરું પાડે છે. લોકોના વિચારોનું ચિંતન કરવામાં આવે તો આત્માને જીવનના સન્માર્ગ પ્રતિ પુરુષાર્થ કરવા માટેનો પરોક્ષ રીતે બોધ મળે છે. જ્ઞાનમાર્ગની આ રચના અત્યંત નોંધપાત્ર છે. ૨. ચાર કષાયના સલોકો - સલોકોમાં તીર્થકર ભગવાન અને મહાપુરુષોનો વિષય તરીકે સ્વીકાર થયો છે તો બોધાત્મક વિચારોને સ્પર્શતા ચાર કષાયના લોકો અજ્ઞાત કવિ કૃત પ્રાપ્ત થયા છે તે અત્રે પ્રગટ કરવામાં આવ્યા છે. ચાર કષાયના બંધનથી જીવાત્મા અનંતો સંસાર વધારીને ભવભ્રમણ કરે છે. કવિએ કષાયનાં વિપરીત પરિણામો દર્શાવીને તેનો ત્યાગ કરવા માટે ઉપદેશાત્મક વિચારો વ્યક્ત કર્યા છે. સમગ્ર ધર્મના સાર રૂપ કષાય મુક્તિનો માર્ગ મુક્તિદાયક બને છે એમ તાત્વિક વિચાર રહેલો છે. સંસાર એટલે કષાય. અને મુક્તિ એટલે કષાયનો આંતર-બાહ્ય સર્વથા ત્યાગ. अथ श्री क्रोधनो शलोको. ક્રોધતણો હું કહું સલોકો, એક મને કરી સાંભળજો લોકો, ક્રોધે ભરીને નરકે તે જાય, ક્રોધ મરીને તિર્યંચ થાય. / ૧ / અનંતાનું બંધી ક્રોધ તે જાણ, ઉપમા જેમ ફાટ્યો પાષાણ, અપચ્ચખાણી ક્રોધનું રૂપ, ફાટ્યું નેત્ર ક્યું જાણો સરૂપ. ૩૫. || ૨ | પચ્ચખાણીનું રૂપ છે જેમ, ધુળમાં લીટી કાઢીએ તેમ, ક્રોધ સંજળનું રૂપ છે એવું, પાણીમાં લીટી કાઢીએ તેવું. || ૩ || ચાર ક્રોધની ઉપમા કહી, સુત્ર થકી તે ભેદજ લહી, ક્રોધે કરીને લોહી સુકાય, ધર્મ તણી તે વાત ન થાય. || ૪ ||. ક્રોધે તે સરજે વીંછી ને સાપ, ક્રોધે વઢે તે પુત્ર ને બાપ, ક્રિોધે કરીને વઢે બે ભાઈ, ક્રોધે ભરે તે ઝેર ખાઈ. || ૫ | = Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૨ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ક્રોધે પાણીમાં બુડીને મરે, ક્રોધે પોતાની ઘાતજ કરે, ક્રોધે કરીને ફાંસો તે ખાય, ક્રોધે મરીને દુર્ગતિ જાય. ક્રોધે વઢે તે સાસુ ને વહુ, ક્રોધે કુટુંબમાં વડે તે સહુ ક્રોધે તે ભવ કરે અનંત, કોઈ કાળે તે પામે ન અંત. સુબુદ્ધિ ટાળી દુર્બુદ્ધિ થાય, ક્રોધે તે અક્કલ ચાતુરી જાય, ક્રોધે સંસારનું જાય તે સુખ, ક્રોધે દેહમાં થાયજ દુઃખ. ક્રોધે કરીને કમાણી જાય, ક્રોધે તે ઘરમાં અવગુણ થાય, ક્રોધે કરીને સહુશું લઢે, ક્રોધે કરી સ્વ આતમ કાઢે. ક્રોધીની કોઈ આણે ન પ્રીત, ક્રોધે ન હોવે કોઈશું પ્રીત, એવું જાણીને ક્રોધને વારો, તો કોઈ કાળે પામીએ આરો. ક્રોધ હુવે ત્યાં દયા ન આવે, દયા વિના સમક્તિ કિમ પાવે, તપનું અજીરણ જાણજો ક્રોધ, ચાર માંહીલી આવે ન બુદ્ધ. अथ श्री मान नो शलोको. || ૬ || || 。。 || || 2 11 || ૯ || || ૧૦ || ॥ ૧ ॥ || ૩ || ક્રોધનો ભાઈ માનસંગ હોટો, મહા જબ્બર ગુણ છે ખોટો ॥ માનના લીધા વડે ભુપાળ, કંઇક જીવનો આણે તે કાળ માને તે ખરચે દ્રવ્ય અપાર, માને તે કરે ખાલી ભંડાર ॥ માનના લીધા ઝટકા તે ખાય, માનના લીધા નરકમાં જાય ॥ ૨ ॥ માને થયો તે દુર્યોધન દુઃખી, માને કોઈ તે થયો ન સુખી ॥ માને તે ખરચે દ્રવ્ય નીમુઠ, થાય હાથીને વધારે સૂંઢ અનંતાનુબંધી માનનો બંધ, પાષાણો કેરો કરીએ તે થંભ ।। અપચ્ચખાણી માનનું રૂપ, વાડના થંભ તણું સરૂપ પચ્ચખાણી તે માનનો ભેદ, કાષ્ટનો થાંભો નિશ્ચે તે વેદ ॥ સંજળનું માન શૈલી સરૂપ, ભગવંત એમ વાણી પ્રરૂપ માનના લીધા મોહવશ પડિયા, ચોવીશ દંડકમાં તેરડવડિયા ॥ માને જુઓને લંકાનો પતી, રામની નારી સીતાજી સંતી ॥ ૬ ॥ રામાયણ માંહી જુઓને સાખ, લંકા બાળીને કીધી છે રાખ ॥ માન હુવે ત્યાં વિનય ન આવે, વિનય વિણ દયા હૈયેથી જાવે || ૭ || ૩. શ્રી હીરવિજયસૂરિ સલોકો : ॥ ૪ ॥ || ૫ || સલોકોમાં ઐતિહાસિક મહાપુરુષોના જીવનનો ચરિત્રાત્મક પરિચય પ્રાપ્ત થાય છે. અકબર બાદશાહને પ્રતિબંધિ કરનાર યુગ મહાપુરુષ તરીકે આ. હીરસૂરિનું નામ જૈન સાહિત્યના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત થયું છે. || ૧૧ || ઇતિ II Page #112 -------------------------------------------------------------------------- ________________ ૯૩ કવિ કુંવરવિજયજીએ ૮૧ કડીમાં સલોકોની રચના કરીને આચાર્યનાં જીવનના વિવિધ પ્રસંગોનો ઉલ્લેખ કર્યો છે. પૂ.શ્રીના જીવન વિશે હી સૌભાગ્ય મહાકાવ્ય અને કવિ રૂષભદાસ કૃત હીરવિજયસૂરિનો રાસમાં વિસ્તારથી માહિતી ઉપલબ્ધ થાય છે. સલોકોનો આરંભ પરંપરાગત શૈલીથી થયો છે. પ્રકરણ-૨ (ગા-૧) ગુજરાતના પાલનપુર શહે૨માં કુંવરજી શેઠની સ્રી નાથીશ્રીએ સં.૧૫૮૩માં માગશર વદ–૯ને દિવસે પુત્રનો જન્મ આપ્યો અને હીરજી નામ પાડવામાં આવ્યું હતું. માતા-પિતા સ્વર્ગે સીધાવ્યા પછી મોટાભાઈ શ્રીપાળ અને બહેન વિમળાની અનુમતિ લઈને સં.૧૫૯૬માં માગશર વદ-૨ ને દિવસે આચાર્ય દાનસૂરિ પાસે દીક્ષા અંગીકાર ‘હીહર્ષ’ નામ રાખવામાં આવ્યું હતું. દીક્ષાનો ઉલ્લેખ કરતી પંક્તિઓ જોઈએ તો. ઈંદ્ર તણિ પર્દિ રિદ્ધ સફાર આવ્યા જિહાં દીખ્યાં ઠાંમ ઉદાર, સંવત પન્નર છન્નુ ઈં(૧૫૯૬)જાણું મૃગશિર દિની બીજવખાણું. જય જય મંગલ કરતાં ઉચ્ચાર હીરૂં આદરીઉં સંયમભાર, દીધી દીખ્યાને હરખ્યા છે તાંમ હીરહરષ તિહાં ઠવીઉજનામ. મંત્ર આરાધનાનો પ્રભાવ મંત્ર આરાધન કીધુ જ જામ શાસના પતિખ આવીતાંમ, સાસના દેવી ઈણિ પરિબોલે હીરહરષને નહીં કોઈ તોલે. એ જિનશાસન ભાંણ સમાન તપગચ્છ વધસ્યું એથી જવાંન, ઈમ કહી દેવી થાંનિક જાય દિવસ ઊગ્યો નિરયણ વિહાય. સોલ દાહોર વરસ મઝારિ ઉચ્છવ શ્રાવણ કરે અપાર, ખરચે રૂપઈઆ એક હજાર મુહુરત થાપ્યો અતિહિ ઉદાર. હીર હરષ શિરે કવિ ઉજવાસ શ્રી સંઘ પામ્યા સહુકો ઉલ્લાસ, હીરવિજયસૂરીનાં મથાપેશ્રી સૂરિ મંત્ર આરાધન આપે. ગંધા૨માં ચાતુર્માસ || ૨૪ || || ૩૨ || || ૩૩ || || ૩૪ || || ૩૫ || ગુરૂજી ચોમાસુ રહીઆ ગંધાર તિણ સમેં આગરાહિર મઝાર, નાં મે અ શ્રાવીકા ચંપા ઉલ્હાસ તપ તિહા કીધો તેર્ણિ છ માસ.॥ ૪૨ ॥ || ૪૩ || ઉચ્છવ સાર્થિ અનેક પ્રકારે ચૈત્ય, પ્રવાšિ દેવ મુહારેં, દેખી આડંબર બહુ તસરૂપ કે કુણું પૂછે અકબર ભૂપ. આવ્યા કણી આવડ ગાંમિજ જ્યારે મોતીએ વાર્વિ દેવતાજ ત્યારે, આગરા સમીપેં આવ્યાજ તા મઈ ગઈઅ વધામણી અકબરતાં મ. ॥૫૬॥ હરખીનેં કન્હેં સબ સાહમેં જ જાઉં બહુત આડંબરે સહિરમેં ત્યાઉ, વડવડા ઊબરા મિલીઅહજાર અવર માંનવનો નહીં કોઈ પાર. || ૫૭ || Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા હાથિ ઘોડાનિ ચઉંટોં સિણગારી સાહમેલે સઘલો સાજસમારી, સોના સપાને ફૂલે વધાવે ઈણપરિ છવ નગરમિં આવે. સંવત સોલર્નિવર્સે જય્યાર્થિ જેની તેરસનિં પક્ષઅજુવાલિ, પાત્સાર્નિ મિલવા મઉલ પધારેં ઊઠી અરિનું મહુત વધારી. ।। ૫૯ ॥ બે કર જોડી નરપતિ તાંમ આઘે આવો કહેં કરીઅ પ્રણાંમ, બેઠી જલીચે ઊપર ગુરપીર વચન પરંપે શ્રીગુરૂ હીર. પૂ. શ્રીના નિર્વાણનો સંદર્ભ દર્શાવતી પંક્તિઓ ૧. સલોકા સંગ્રહ—પા. ૮૩ ૨. જૈન સજ્ઝાય—ભા-૨, પા- ૬૯ ૩. જૈન. ઐતિ. ગૂર્જર કાવ્ય., સંચય પા. ૧૯૬ જૈન કાવ્ય પ્રકાશ-ભાગ-૧. 11 42 11 સંવત સોલર્નિ નાવને જાણું ભાક્રવા શુદિની પક્ષ વખાણું, કોમ ધર્મના હીરજી સઘાર્યા એકાદશી દિન સિંગ પધાર્યા. ઉન્હાં માહે દેવે છવ કીધો તે જગ માંહે અòિ પ્રસિધો, અંબ ફલ્યો તે સહુ કોઈ જાણેં કવિ મુખ કે તો કહિઅ વખાણે. II ૭૮ ॥ મુઝ મુખરહિઈ રસનાજ એક નાથી નંદનના ગુણÉિ અનેક, જોં મુખ હોંવે જીહ હજાર તોહિ ન આવે ગુરૂ ગુણ પાર. || ૬૦ || ॥ ૭૯ || કવિ કુંવર વિજયજીએ પૂ. હીરસૂરિજી મ.સા.ના જીવનની ક્રમિક માહિતીની સાથે પૂ.શ્રી અને અકબર બાદશાહ સાથેના સંબંધનું નિરૂપણ કરીને ‘અહિંસા પરમોધર્મ' નું સૂત્ર ચિરતાર્થ થયેલું નિહાળી શકાય છે. શાસન પ્રભાવક આચાર્ય તરીકે એમનું નામ-સ્મરણ જીવનમાં અભિનવ ચૈતન્ય પ્રગટાવે તેવી ક્ષમતા ધરાવે છે. સંદર્ભ || ૭૭ || ૧૩. દુહા સંસ્કૃત ભાષામાં દુહૂ ધાતુ છે તેનો અર્થ દોહવું દોહન કરવું નિષ્કર્ષ કાઢવો એમ થાય છે. ગુણવૃદ્ધિને કારણે સંસ્કૃતનો આ શબ્દ દુહ પરથી દોહા બન્યો છે એટલે શબ્દાર્થ વિચારીએ તો તેમાં સારરૂપ મહત્વપૂર્ણ વિચારોનું દોહન કે અભિવ્યક્તિ થાય છે. સંસ્કૃત સાહિત્યમાં મુસ્તક રચનાઓ થયેલી છે. તેની સાથે દુહાની રચના સામ્ય ધરાવે છે. મુસ્તક દુહાનું બીજ જોવા મળે છે. દુહા સુક્તાવલીમાં દુહા વિશેની કેટલીક માહિતી પ્રાપ્ત થાય છે. તે ઉપરથી દુહાનું સ્વરૂપ પ્રગટ થાય છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૯૫ દુહો તિહાં કહિજઈ જિહાં બેઠા હોય સુજાણ, અધૂરે પૂરો કરે પૂરો કરે વિખાણ. લોકોની મંડળી જામી હોય અને મંડળીના સભ્યો વાતો કરતા હોય ત્યારે દુહો કહેવાનો રિવાજ પ્રચલિત હતો દુહો કહેનાર ચતુર હોય તો જ રંગ જામે છે. દુહો માત્ર જોડકણું નથી. એમાં ઊર્મિતત્વ પણ અસ્તિત્વ ધરાવે છે. ખાવું ખોઈમાં ને ભૂખ વિના ભાવે નહિ, દુહો દિલમાં ને ઉલટ વિના આવે નહિ. આવા જ અર્થવાળો બીજો દુહો પ્રચલિત છે. દુહો દસમો વેદ, સમજે તેને સાલે, વૈયા વરૂની વેદના તે વાંઝણી શું જાણે ? ઉલટવાળા દુહા સાચા દુહા કહેવાય છે. તેમાં પાદપૂર્તિ પણ થતી હોય છે. જગતનું હાલ પ્રાપ્ત પ્રાચીન સાહિત્ય નિહાળીએ તો ભારતીય વેદો છંદોમય છે. ઈશની અવસ્તા અને ગ્રીકનું સાહિત્ય છંદમાં છે. ગ્રીક લોકોમાં એક એવી માન્યતા કે ઈ. સ. પૂર્વે આઠમી સદીમાં થયેલા આર્કિલોક્સ નામના કવિએ સૌ પ્રથમ લઘુ-ગુરુની વ્યવસ્થા વિચારી અને છંદ રચના કરી ભારતીય વૈદિક વાડુમયમાં એક કથા એવી છે કે સ્વર્ગમાં રહેતા સોમ નામના રાજાના મુખમાં એક દિવસ અચાનક છંદો બદ્ધ વાણીએ જન્મ લીધો. શરૂઆતમાં આ વાણી પશુતુલ્ય એટલે કે ચતુર્પદ હતી પછી ત્રિપાદ અને છેલ્લે ક્રિપાદ બની મનુષ્ય સ્વરૂપ પામી ઋષિ મુનિઓ અને મનુષ્યો ક્રિયાદ વાણીને આરાધવા લાગ્યા. દુહાનું બંધારણ દુહો માત્ર મેળ છંદ છે. તેનાં ચાર ચરણ (પંક્તિ) છે પ્રથમ અને તૃતીય ચરણાં ૧૩ માત્રા, બીજા અને ચોથા ચરણમાં ૧૧ માત્રા હોય છે. આ દુહાના ત્રણ પ્રકાર છે. તે તેના અન્ય પ્રાસમાંથી નીપજ્યો છે. બીજા અને ચોથા ચરણને અંતે મળે તે “સાદો દુહો છે. પહેલા અને ત્રીજા ચરણના અન્યપ્રાસ મળે તેવો “સોરઠીયો દુહો” બીજા પ્રકારનો છે. બીજા અને ત્રીજા ચરણનો અન્ય પ્રાસ મળે તેવો ત્રીજા પ્રકારનો મધ્યમેળ દુહો છે. મધ્યમેળ દુહા સોરઠી દુહામાં વધુ પ્રાપ્ત થાય છે. સોરઠિયો દુહો ભલો, ભલી, મરવકી બાન જોબન છાઈ ધણ ભણી, તારા છવાઈ રાત. | ઋતુ વર્ણનનો દુહો જોઈએ તો આંબા હિલોળે આવિયા, શાખ રસ ન સમાય. કહેજો ઓઘા કાનને, જેઠ વરસ્યો જાય. દુહો એ ગેય કાવ્ય છે. સોરઠી દુહામાં મધુરતાની સાથે કરૂણરસની અભિવ્યક્તિ હૃદસ્પર્શી બની છે. ગવાતા દુહા જીવંત સ્વરૂપે પ્રચલિત છે. તેમાં પ્રાસ મળવો જોઈએ. એટલે દુહો લાધવયુક્ત ભાવવાહી ગેય રચના તરીકે લઘુ કાવ્ય તરીકે સ્થાન પામે છે. ગુજરાતી ભાષાના ઉદ્ભવનું મૂળ સિદ્ધહેમ વ્યાકરણના આઠમાં અધ્યયના અપભ્રંશ ભાષાના દુહા છે. આ દુહા સ્વતંત્ર કાવ્ય પ્રકાર ઉપરાંત ભાષા વિકાસની આધારભૂત ઐતિહાસિક માહિતી પૂરી પાડે છે. ( પા. ૪૬ ). Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા પુર્વે જાએં કવણુ ગુણ અવગુણ કવણુ મુએણ, જા બપ્પીકી ભૂંહડી ચમ્પિજ્જઈ અવરેણ ? એવા પુત્રના જન્મવાથી શો લાભ કે મરવાથી શી હાનિ થવાની છે જેના હોવા છતાં બાપદાદાની ભૂમિ અન્ય (શત્રુ) વડે ચંપાય ? ભલ્લા હુંઆ જુ મરિયા બહિણિ ? મહારા કન્તુ, લજ્જેજ્જતુ વયંસિ અહુ જઈ ભગ્ગા ઘરૂ એન્જી. સારું થયું બહેન કે મારા સ્વામી (યુદ્ધમાં) ખપી ગયા ભાગીને એ ઘેર (નાસી) આવ્યા હોત તો સખીઓ આગળ હું લાજી મરત. દુહા સાહિત્ય સાંસ્કૃતિક વારસાનો અમૂલ્ય વૈભવ છે. લોક કંઠે કાયમ વાસ કરેલા દુહા એ અન્ય પ્રકારના દુહાનું પ્રેરણાસ્રોત છે ડાયરામાં ગવાતા દુહા શ્રોતાઓનાં દિલ ડોલાવી નાખે છે અને હૃદયપટ પર વેધક ચોટદાર અસર નીપજાવે છે. દીર્ધ કૃતિઓમાં વસ્તુનિર્દેશક દુહા છે તો તત્ત્વ દર્શનના વિચારોને પણ સ્વતંત્ર રીતે દુહામાં સ્થાન પ્રાપ્ત થયું છે. એટલે દુહા એ સારગર્ભિત વિચારોનું પ્રતિનિધિત્વ કરતી સંક્ષિપ્ત અને સરળ શૈલીમાં રચાયેલું કાવ્ય છે. તેમાં જ્ઞાન અને ભક્તિ માર્ગના વિષયોનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં સોરઠી દુહા લોકપ્રિય છે. અવારનવાર ડાયરામાં બુલંદ કંઠે દુહા રજૂ થાય છે અને શ્રોતાઓનું મનોરંજન કરવાની સાથે બોધાત્મક વાણીનો પરિચય થાય છે એટલે સોરઠી દુહા લોકભાગ્ય બન્યા છે. સાંપ્રદાયિક સાહિત્યમાં દુહા મોતી સમાન, તેજસ્વી તારલા જેવા, મંદસ્મિત કરતા પ્રકાશ સમાન છે. જૈન સાહિત્યમાં દુહાનો પ્રયોગ વિવિધ રીતે થયો છે. તેનો દૃષ્ટાંતરૂપે પરિચય નીચે પ્રમાણે છે. ૧. જિનમંદિરમાં દર્શન કરતી વખતે દુહાનો ઉપયોગ થાય છે. પ્રભુ દરિશન સુખ સંપદા પ્રભુ દરશન નવનિધ, પ્રભુ દરશનથી પામીએ સકલ પદારથ સિદ્ધ. ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન. ॥ ૨ ॥ ૨. ભગવાનની અષ્ટપ્રકારી પૂજાના દુહા કવિ પંડિત વીરવિજયજીએ રચ્યાં છે તેમાં અષ્ટ દ્રવ્યથી દુહો બોલીને પૂજા થાય છે. પુષ્પપૂજાનો દુહો સુરભિ અખંડ કુસુમગ્રહી પૂજો ગત સંતાપ, સુમ જંતુ ભવ્ય જપ રે કરીયે સમક્તિ છાપ. || ૧ || ૩. રાઈપ્રતિ ક્રમણમાં પ્રભાતના સાથે સીમંધર સ્વામી ભગવાનની ચૈત્યવંદન દ્વારા ભાવપૂજા થાય છે ત્યારે દુહા બોલાય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૯૭ અનંત ચોવીશી જિન નમું સિદ્ધ અનંતી કોડ, કેવલ ધરમુગતે ગયા વધુ ને કર જોડ. બે કોડી કેવળ ધરા વિહરમાન જિનવીશ, સહસ કોડી યુગલનમું સાધુ નમું નિશદિન. | ૨ || જે ચારિત્રે નિર્મળા જે પંચાવન સિંહ, વિષય કષાય નાગંજીયા તે પ્રણમું નિશદિન. ૩ | રાંક તણી પરેરવડ્યો નિરધણીઓ નિરધાર, શ્રી સીમંધર સાહિબા તુમ વિણ ઈણ સંસાર. | ૪ | ૪. કવિ પંડિત વીરવિજયજીએ સિદ્ધગિરિના ૨૧ નામનો મિતાક્ષરી ઉલ્લેખ કરીને દુહાની રચના કરી છે. (પા. ૮૬-૬-૭-૮) સમોસર્યા સિદ્ધાચલે પુંડરીક ગણધાર, લાખ સવા મહાત્તમ કહ્યું સુરનર સભા મોઝાર. ચૈત્રી પુનમને દિને કરી અણ સણ એક માસ, પંચ કોડિ મુનિ સાથશું મુક્તિનિલયમાં વાસ. || ૭ | તિશે કારણ પુંડરિકગિરિ નામથયું વિખ્યાત, મન વચન કાયે વંદિયે ઉઠી નિત્ય પ્રભાત. | ૮ | ૫ રાસ રચનાના પ્રારંભમાં–મંગલાચરણ રૂપે ઇષ્ટદેવ, સરસ્વતી અને ગુરુની સ્તુતિ કરતા દુહાનો પ્રયોગ વિશેષ રીતે પ્રચલિત છે. તેમાં વિષયવસ્તુનો નિર્દેશ કરવામાં આવે છે. શ્રીપાલ રાજાનો રાસ- ઉપા. વિનયવિજયજી કૃત મંગલાચરણ કલ્પવેલિ કવિયણ તણી, સરસતિ કરી સુપસાય, સિદ્ધ ચક્ર ગુણ ગાવતાં પૂરે મનોરથ માય. + ૧ | અલિય વિઘન સવિ ઉપશમ જપતાં જિન ચોવીશ, નમતાં નિશ્ર પયકમલ જગમાં વાઘે જગીશ. || ૨ | ગુરુ ગૌતમ રાજગૃહી આયા પ્રભુ આદેશ, શ્રીમુખ શ્રેણિક પ્રમુખને ઈણિ પરે દે ઉપદેશ. ૬. રાસની ઢાળની શરૂઆતમાં પણ દુહાનો પ્રયોગ થાય છે. દરેક ઢાળની શરૂઆત દુહાથી થાય છે. મણિધરનો મદ તિહાં લગ, ન કરિ ગરૂડ પ્રયાણ, અંગહોય બલ તિહાં લગે, સુભટ ન વાગાં બાણ. || ૧ || ભટ બંભણ બલત્યાંહાં લગે, મળ્યો ન જૈન સુલતાન, વિજયસેનસૂરિ દેખતા, વાદી મેલ્યું માન. 4 || ૨ || (પા. ૧૯૩) Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોઃ સ્વરૂપ અને સમીક્ષા અહીં દુહાનો પ્રયોગ વિષયવસ્તુના સંદર્ભમાં થયો છે. ૭. મંગળાચરણ અને ઢાળના દુહાની પ્રણાલિકાનું દીર્ધ કૃતિઓમાં કવિઓએ અનુસરણ કર્યું છે. ફાગુ, વિવાહલો, વેલિ, ધવલ વગેરે કૃતિઓમાં દુહાનો ઉપયોગ થયો છે. સ્વતિશ્રી દાયક સદા,પાસ પ્રભુ જિનચંદ, પણમું પદયુગ તેહના, જગ જન નયણાનંદ. | ૧ || અશ્વસેન કુળ દિનમણિ, વાયારાણી નંદ, ગાશુંતસ વિવાહલો, મંગળરૂપ આનંદ. || ૨ || (પાર્શ્વનાથનો વિવાહલો) ૮. પૂજા સાહિત્યના પ્રારંભમાં પ્રથમ દુહા દ્વારા વિષય વસ્તુનો નિર્દેશ થાય છે. સમગ્ર પૂજા સાહિત્યમાં આ શૈલી જોવા મળે છે. કવિ હંસવિજયકૃત ગિરનાર મંડળની એકસો આઠ પ્રકારી પૂજા પ્રથમ પૂજાના દુહા ધનેશ્વર સૂરિરાજકા ઐસા હે ફરમાન, નેમિનાથ નિર્વાણસે વર્ષ સહસ દો માન. ૧ || વીત ગયે બ્રહ્મ કકા નેમિજિન બિંબસાર, રત્નશેઠ પધરાયકે ઉતર ગયા ભવપાર. || ૨ | મુખ્ય મંદિર બિંબ સો દિસત હૈ વર્તમાન, પૂજો પ્રણમો પ્રેમ મેં કરકે પ્રભુ ગુણ ગાન. | ૩ || સંદર્ભ કવિ પંડિત વીર-એક અધ્યાય પા- ૨૭ મધ્ય–સાહિ- ઇતિ. પા- ૪૬. ૧૪. પદ સ્વરૂપ પદ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. તેનો અર્થ ચરણ કે પંક્તિ થાય છે. આવા ચાર ચરણની રચના એક ક્ત કહેવાય છે. “પદ' લઘુ-સંક્ષિપ્ત કાવ્ય પ્રકાર છે. તેનો ઉદ્દભવ માનવ હૃદયની લાગણી, ભાવના અને ઊર્મિનાં અભિવ્યક્તિથી થયો છે. મુક્તક કરતાં મોટો અને આખ્યાન કરતાં નાનો એ બેની વચ્ચેનો કાવ્યપ્રકાર છે. પદમાં પ્રેમલક્ષણા ભક્તિ અને ઉપદેશાત્મક વિચારોની અભિવ્યક્તિ થાય છે. ભક્ત હૃદયની ભક્તિનો તલસાટ અને પ્રભુ પ્રત્યેની સમર્પણશીલ ભક્તિનું તેમાં દર્શન થાય છે. અનુભૂતિજન્ય અભિવ્યક્તિનું ચોટદાર નિરૂપણથી પદ સંક્ષિપ્ત હોવા છતાં ભાવવાહી- હૃદયસ્પર્શી બને છે. આ માહિતીને આધારે એમ કહેવાય છે કે પદ સંક્ષિપ્ત, ઊર્મિયુક્ત ગેય કાવ્ય પ્રકાર છે. મધ્યકાલીન સમયના જનજીવનમાં ધર્મપ્રેરક બળ હતું અને તેના સંદર્ભમાં કવિઓએ વિવિધ કાવ્ય પ્રકારોમાં જે કૃતિઓ રચી છે તેનો આધાર વસ્તુ એ ધર્મ છે. આ રચનાઓ સાંપ્રદાયિક હોવા છતાં માનવજીવનના ઘડતર અને ઊર્ધ્વગમન માટે Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૯૯ અનન્ય પ્રેરક હતી એટલે કાવ્યકૃતિઓ જીવનલક્ષી બની હતી. કાવ્યને એક માધ્યમ સ્વીકારીને ધર્મ-જાતિ-સદાચાર આત્માની મુક્તિ જેવા ઉદાત્ત વિચારોની અભિવ્યક્તિ થયેલી છે. પદના વિષયવસ્તુમાં પ્રભુભક્તિ કેન્દ્રસ્થાને છે. ક્રમશઃ ભક્તિ પછી તેમાં સાંપ્રદાયિક તત્ત્વજ્ઞાન અને બોધાત્મક વિચારોનાં પદો રચાયેલાં જોવા મળે છે. આવાં પદો ભજન, હાલરડાં, થાળ, આરતી, પ્રાર્થના સ્વરૂપે પ્રાપ્ત થાય છે. આ કાવ્ય પ્રકારો મધ્યકાલીન સમયમાં લોકપ્રિય બન્યા હતા. પ્રભાતિયાં, કાફી, ચાબખા, ગરબો ગરબીના પદના જ પ્રકારમાં સમાવેશ થાય છે. તેનો આકાર પદનો છે કર્તવ્ય-વસ્તુ ભિન્ન હોવાથી ઉપરોક્ત નામથી પદોનો પરિચય થાય છે. કાવ્ય સ્વરૂપની વિવિધતામાં પદ અતિ સમૃદ્ધ છે. તેમાં ભક્તોની ભક્તિ યોગીઓની આત્માભિમુખપણાની અનેરી મસ્તીનો અનુભવ પ્રગટ થયેલો છે. ગુજરાતી, હિન્દી, રાજસ્થાની અને જૈન સાહિત્યમાં પદ પ્રકારની વૈવિધ્યપૂર્ણ કૃતિઓ પ્રાપ્ત થાય છે. પદનાં પ્રેમલક્ષણા ભક્તિ હોવાથી શૃંગારરસનું નિરૂપણ મહત્વનું બન્યું છે પરમાત્માના મિલનની તાલાવેલી અને સમર્પણશીલ ભક્તિમાં શૃંગારરસની અનુભૂતિ થાય છે. મૂર્તિપૂજાની વિશિષ્ટ પ્રકારની આરાધનાના સંદર્ભમાં થાળ, આરતી, હાલરડાં, સ્નાત્રપૂજા, ચૈત્યવંદન, સ્તુતિ, સ્તવન અને પ્રતિક્રમણની આવશ્યક ક્રિયામાં ઉપયોગી સજઝાય પર્વની ઉજવણી જેવી કૃતિઓ પદ સાથે સામ્ય ધરાવે છે પણ તેની રચના રીતિ અને આરાધનાની દષ્ટિએ જૈન સાહિત્યમાં સ્વતંત્ર કાવ્ય પ્રકાર તરીકે વિકાસ થયો છે. જૈન સાહિત્યની ‘પદ સ્વરૂપની કૃતિઓ અતિ સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ છે પદ સ્વરૂપમાં વિસ્તારવાળાં ચરિત્રાત્મકકતાત્મક પદો પદમાળા નામથી ઓળખાય છે તેનો વિષય પ્રભુ ભક્તિ અને એમના જીવન વિષેના પ્રસંગોના નિરૂપણને કેન્દ્રમાં રાખીને રચાયાં છે. | જૈન કવિઓની પદરચનાઓ સમૃદ્ધ છે તેમાં પ્રભુભક્તિ, ઉપદેશાત્મક વિચારો, તત્ત્વજ્ઞાન તેમજ અન્ય ધાર્મિક પર્વોને કેન્દ્રમાં રાખીને રચાયાં છે. વળી સાધુ કવિઓ ત્યાગ અને સંયમને વરેલા હોવાથી માનવજીવનની સાર્થકતા માટે ત્યાગ-વૈરાગ્ય અને આત્મા થવાની પ્રેરણા મળે તેવાં પદો ઘણી મોટી સંખ્યામાં રચ્યાં છે તેમાં નિર્વેદ ભાવ-શાંતરસ, ભક્તિરસ અને મોક્ષપુરુષાર્થની સાધનાની અભિવ્યક્તિમાં અનુપમ એવો વીરરસ રહેલો છે. ‘પદ' રચનારા કવિઓમાં યશોવિજયજી ઉપા., વિનય કિર્તીજ્ઞાનસાર ઉપા., આનંદધનજી, ચિદાનંદજી, રૂષભદાસ, ક્ષમા કલ્યાણ, સાધુકીર્તિ રૂપચંદ, અમીચંદ સમયસુંદર, લાલચંદ જિનચંદ, હરખચંદ, જિનદાસ જિનલાભ, ભૂધરદાસ, કવિ ભૂષણ અમીચંદ રામદાસ, સાંકળચંદ, આત્મબુદ્ધિ, સાગરસૂરિ, શ્રાવક કવિ મનસુખલાલ વગેરેનાં પદો પ્રાપ્ત થાય છે. ઉપરોક્ત કવિઓએ ભક્તિપ્રધાન, બોધાત્મક, તીર્થ માહાભ્ય, વૈરાગ્ય ભાવનીવૃદ્ધિ કારક જેવાં પદો રચ્યાં છે. આ પદોમાં આત્મલક્ષી, આત્મસ્વરૂપ દર્શન અને તેને પામવા માટેના વિચારોવાળાં પદો પણ ઉપલબ્ધ થાય છે. અન્ય કાવ્યપ્રકારોની તુલનામાં પદનો જ્ઞાન અને ભક્તિનો વારસો જ્ઞાનપ્રાપ્તિ માટે ઉપકારક નીવડે તેમ છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોઃ સ્વરૂપ અને સમીક્ષા ૧. આજ ઋષભ ઘર આવે દેખો માઈ ! આજ. | ટેક કૂપ મનોહર જગધનનંદન સબહી કે મન ભવે. કંઈ મુક્તાફળ થાલ વિશાલા કેઈ મણિ માસિકલ્યાવે, હય ગય રથ પાયક બહુ કન્યા લઈ પ્રભુ વેગ વધાવે. તે દેખો II ૨ શ્રી શ્રેયાંસકુમર ધનેશ્વર ઈશુરસ વહોરાવે, ઊત્તમદાન અધિક અમૃતફલ સાધુ કીર્તિ ગુનગાવે. || દેખો | ૩ (પા. નં. ૩૮૧) ૨. ભલે મુખ દેખ્યો શ્રી જિન તેરો ભલે મુખ દેખો શ્રી જિન, | ટેક | રોમ રોમ શીતલ ગુન પ્રગટ્યો તાપ મિટ્યો સબ મેરો. ભલે ૧ લવિ જનકું જનનૈન સબ રેનન મંજન દષ્ટ અનેરો, અઘર કપોલ દેત સબ સુંદર દીપક જ્યોતિ ઉજેરો. | ભલે // ૨ રવિશશી મણિ તે અધિક વિરાજે તેજ પ્રતાપ ધણેરો, મલ્લિદાસ અરદાસ કરત હે ભવભવ તુમ પાપ ચેરો. || ભલે | ૩ (પા. નં. ૩૭૯) ૩. નિપટકી કઠિન કઠોર હેરી શિવાદેવી કે નંદન, | ટેક II. પણ છૂડાય ગયે ગિરનારે મેરીન દેખે ઓર. || હરિ નિ. / ૧ છપ્પન કોડિ યાદવ હરિ હલધર ઠાઢે કરત નિહોરી. તિનકો કહ્યો કછુ નહિ માન્યો ઐસે નેમિ નિઠોર. | હેરિ નિ. / ૨ મેં પણ બાહો મનાય રહી તુમ જિમ ધનહર ગિરમોર, વિજયકીર્તિ કહે ધન્ય ધન્ય રાજુલ ધ્યાન ધરયો ઘનઘોર. / હેરિ નિ. / ૩ (પા. નં. ૪૦૧) ૪. નૈના સફલભયે, જિન દર્શન પાયો મેં આજા ને. | ૧ || રોમ રોમ આનંદ ભયો મેરે અશુભ કર્મ ગયે ભાજ. | જૈનાં ૨ કાલ અનંત ગયો મોહિ ભટક્ત સરયો ન એકોકાજ. | જૈન I ૩ રામદાસ પ્રભુએ માગત હૈ લોક શિખરકો રાજ. || નૈનાં | ૪ (પા. નં. ૪૦૬) પ. વીર પ્રભુ ત્રિભુવન ઊપગારી જાણી શરણ હમ આવે છે, પાવાપુરી પ્રભુ દરશન પાઈ દુઃખ સબ દૂર ગમાયે હૈ. | વીર. / ૧ કેવલપાય પાવાપુર આયે સમવસરણ વિરચાએ હૈં, સંઘ ચતુર્વિધ સ્થાપન કરકે શિવપુર પંચ ચલાએ છે. || વીર. | ૨ મહિમા મંડન વિરચિત જિનવર બહુચેતન બુજાએ હૈ, ત્રિલોક્કો હે મહિમા અદ્ભુત સુરનર મિલજરા ગાએ હૈ. વીર. ૩ પાવાપુર પ્રભુ ચરમ ચોમાશી કરી સબ કરમ ખપાએ છે, અમૃત ધર્મ સુવાચક પ્રભુ કે દર્શન કરિ તુલસા એ છે. વીર. ૪ Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૦૧ શિષ્ય બિમા કલ્યાણ સુપાઠક શાસન પતિ ગુણગાએહે. | વીર. | ૫ (પા. નં. ૩૭૧) ૬. શિખર પર રાજત વીર નિણંદ શિખર, અજૂ પૂજિત દેવનારદ ! વિશ જિનેશ્વર મુક્તિ ગયે હૈં અવર અનેક મુનિંદ. | શિ. ૧ દર્શન દેખ હરખ ઉર લાવે પાવે પરમાનંદ. !! શિ. II ૨ સિદ્ધોત્રકે જોનર વંદે સો લહે સુખ મુનિંદ. શિ. . ૩ જન્મ મરણકે ભેટત હે પ્રભુ પાવન શિવ સુખ કંદ. || શિ. / ૪ સંવત અઢારસેં અઠ્ઠાવન ફરસે જગ કે કંદ. || શિ. ૫ માગશિર શુદિ આઠમ પ્રભુ ભેટ્યા મિથ્યયેસબ દુઃખદ. // શિ. II ૬ દુર્ગતિ દૂર કરો પ્રભુ મોરી એહી અરજ કરંદ. | શિ. ૭ સલ ભૂષણ ભટારક વંદે ભાવ સહિત જિનંદ. | શિ. ૮ (પા. ૪૦૩) ૭. સમક્તિ શ્રાવણ આયોરી મેરેઘર સમક્તિ. ટેક | વિતી કૃહત મિથ્યાત ગ્રીખ પાવસ સહેજ સહુચોરી. મેં અબ મેરો / ૧ અનુભવ દામિની ચમકન લાગી મોર સુમન હરખાયો, બોલ્યો વિમલ વિવેક પાઈઓ સુમતી સોહાગણી ભાયોરી. || ૨ || ભૂલ ધૂલ કે મૂલે સૂઝત સમરસ જલભર ત્યા ચોરી, ભૂધર કહે નિકશો કÉન બાહેર નિજાનિ ઘર પાયોરી. || આ || ૩ | (પા. નં. ૩૮૩) પીલુડી ઠુમરી II ૮. હાં રે પ્રભુ ભજ લે મેરા દિલ સજી, | મેરા દિલ એ આંકણી | આઠ પોહોરકી ચોસઠ ઘડીઆ, દો ઘડીઆ જિન સાજી રે. | હાં રે પ્રભુ . ૧ દાન પુણ્યક છે ધર્મકું કરલે, મોહ માયાકું ત્યાગી રે. .. હાં રે પ્રભુ ! ૨ આનંદઘન કહે સમજ સમજ લે આખર ખોવેગા બાજી રે. ! હાં રે પ્રભુ . ૩ (પા.નં. ૩૦૫) ૯. બિસર મત નામ જિનંદાજીકો છે. બિસર . ટેક પ્રભુકો નામ ચિંતા મન સરખો, નિર્મળ નામ સદાની કો. | બિસર / ૧ નાભિરાયા મરૂદેવી કો નંદન, તીન ભુવન શિર હે ટીકો. બિસર | ૨ ચતુર કુશળ રંગ ચોળશું રાચો, એ રહે રંગ પતંગ શકો. બિસર / ૩ (પા. નં. ૩૦૮) Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા પ્રભાતિયું ૧૦. જબ જિનરાજ કુપા કરે તબ શિવસુખ પાવે, અક્ષય અનુપમ સંપદા, નવાંનધિ ઘર આવે. | ૧ || ઐસી વસ્તુ ન જગ તમેં, દિલ શાતા આવે, સુરતરુ રવિ શશિ પૃમુખ જે, જિન તેજે છિપાવે. | ૨ | જનમ જરા ચરણાંતણાં, દુઃખ દૂર ગમાવે, મન વનમાં જિન ધ્યાનનો, જળધર વરસાવે. || ૩ | ચિંતામણિ રયણે કરી કોણ કાગ ઉડાવે, તિમ મૂરખ જિન છોડીને અવરાંક દયાવે. | ૪ | ઈલી ભમરી સંગથી, ભમરી પદ પાવે, જ્ઞાનવિમલ પ્રભુ ધ્યાનથી, જિન ઉપમા આવે. || ૫ || (પા.નં. ૩૪ ) ૧૧. દેવ નિરંજન ભવભય ભંજન તત્વજ્ઞાનના દરિયા રે, મતિ મૃત અવધિ ને મન પર્યવ કેવળજ્ઞાને ભરિયા રે. ૧ | કામ ક્રોધ લોભ મચ્છર મારણ અષ્ટ કરકું હણીયા રે, ચારે નારી દૂર નિવારી, પંચમી સુંદરી વરિયા રે. . ર છે. દરિશન જ્ઞાન એક રસ , ક્ષીરોદધિ ક્યું ભરિયા રે, રૂપચંદ પ્રભુ નામકી નાવા જો બેઠા સો તરિયા રે. ૩ ૫ (પા.ન. ૩૭) હોરીપદ (૨) રાગ : ધમાલ ૧૨. વાતુ ખેલન કી અબ આઈ, વનરાઈ વિકસંત / બલ જાઊં છે. અલિ અલિ ગુંજીત કોકીલ કિલરવ બોલતા બોલ અનંત. ૧ || કિસેકર વાલિમ બિન રહું તો અહો મેરે, II બલ જાઊં છે. શો છે નેમશું નેહ વિરહ ની વેદન ક્યું સહુ હો. | એ આંકણી || અંબ ફૂલેવન કે તકી ફૂલે ફૂલ બકુલ પલાસ, || બલ જાઊં . જો મન ફૂલિત તો મન વિકસિત જ હોયે પ્રીતમ પાસ. | ૨ || મલય સમીર અબીર અરગજા અંતર અગર ધનસાર, બલ જાઊં છે મૃગ મદ કુંકુમ કેશર ઘોલી ક્યા કરૂં બિનુભરતાર. || ૩ | ભોજન ભાન ભૂષણ જોજન અંજન મંજન ચીર, / બલ જઊ ક્યાહ કરૂં સાજન મનરંજન ઘરે નહીં નણદી કો વીર. | ૪ | Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૦૩ , ભોલી ટોલી હોલી ખેલત અપને નાહકે સાથ, એ બલ જાઊં . ઈમ કહેતી રાજુલ રેવતગિરિ સંયમ લઈ પ્રિયા હાથ. | ૫ | શિવ મંદિર મેં વાસો કીનો નેમ રાજુલ મલી દોય, એ બલ જાઊં ઊત્તમ સાગર સાહિબ સેવે, નવનિધિ ઋદ્ધિ સિદ્ધિ હોય. | ૬ | (જૈ. કા. પ્ર. ભા-૧, પા. ૪૪૮) ૧૩ (૩) સરોવર તીરે ધૂમ મચાઈ ગોપી સબ વાહ મનાવન આઈ ! સ્થાપી આસને નેમ પ્રભુÉ કહે ઘેર પાલવ સાહી | ગોપી / ૧ / ભાઈ તુમારો દેવર તેહને બત્રીશ સહસ લુગાઈ | ગોપી | || ૨ || પરણો તમે એક નારી કન્યા જે સંસારે સુખદાઈ | ગોપી | ૩ | ભર પિચકારી કેસરી રંગ છાંટે ગુલાલ સે ધરતી છાઈ || ગોપી || ૪ || છુટશો કેમ હવે સાંકડે આવ્યા, માન્યા વિના કહે ભોજાઈ || || ૫ | વિવાહ માન્યો એમ સહુ કહેતી, જાઈ માડીને દીધી વધાઈ | | ૬ રાજુલ સાથે કરી સગાઈ ગિરધરે જન ચલાઈ | ગોપી | ૭ | તોરણથી રથ પાછો વાળી, સંજમ લેઈ થયા અમાઈ | ગોપી | ૮ || કેવળ પામી શિવપુર પોહો તા, ધરમચંદ પૂજે ગુણગાઈ | ગોપી | ૯ || (જ. કા. પ્ર. ભા-૧ પા. ૪૬૮) ૧૪. ચલ અલબેલ હોરી ખેલીએ, કાહાન કુંવરને હુકમ દીયો હે બિન વિવાહ મત છોડીએ. ગાય મત છોડીએ. | ૧ || ચંદન વાટકી કેસર ઘોરી, મારે પિચકારી રંગ રોળીએ, || ૨ || એક મુખમાં છે શામ સુંદર મારે ગુલાબ કી જોરીએ. | ૩ || માન્યો વિવાહ શબ્દ ગોરી એસો શબ્દ સુન્યો રાધા ગોરીએ, | ૪ | રૂપચંદ કહે ઉગ્રસેન કી બેટી, રાની રાજુલ સે વિવાહ જેરીએ. / ૫ છે. (જૈ. કા. પ્ર. ભા-૧ પા. ૪૭૦) ૧૫ અધ્યાત્મની હોરી શામળો કેવી ખેલે છે હોરી, અચરજ ખુબ બન્યો રી; કોઈ જન ભેદ લહ્યોરી. શામળો–ટેક તન રંગભૂમિ બની ઘણી સુંદર, બાલનો બાગ થયો રી; Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા નાડી અનેક ગલી જયાં શોભે, કાન્હાએ ખેલ કર્યો રી; સંગ વૃષભાન કિશોરી. શામળો. | | ૧ | પાંચ સખી મળી પાંચ રંગ ભરી, આપે ભરી ભરી ઝોળી; રાધિકા લઈને નાખે શ્યામ પર, રંગ મધુર ઘોળી ઘોળી; કૃષ્ણ મન હર્ષ થયો રી. શામળો. | ૨ || હોરીમાં હર્ષ માનતાં શ્રી કૃષ્ણ, રાધિકા સ્વાંગ ધર્યો રી; મળિ સખિયો સંગ ખેલ મચાવ્યો, રમી અને મગન થયો રી; આપ શુદ્ધિ વિસરી ગયો રી. શામળો. || ૩ | રમતાંને રમતાં સમજ પડી નહીં, બહુ એક કાળ ગયો રી; વનવન ફરતાં રૂપ જ્યાં જાણ્યું, સખિયોનો સંગ તો રી; શ્યામ અજિતાબ્દિ મળ્યો. રી. શામળો. | ૪ || (ગી. પ્રભા-પા. ૨૫) ૧૬. રાગ : ધમાલ ફાગ ખેલત હે ફૂલ બાગ મે હો, મહારાજા ચક્રવર્તી શાંતિ | હરિલંકી હેમ કી લાતન હો એક લાખ બાણું હજાર છે બલિ જાઊં છે. નારી મલિ ફૂલ ગેહ બનાવે ઠોર ઠોર ભમર જંકાર. | ૧ | લાલ ફૂલ મંદિર મેં સુંદર, કરતે કેલી કલ્લો છે બલિ જ છે તેલ ફૂલેલ ગુલાબ ચુવા શું ભીનો ભીનો અંગરંગ રોલ. || ૨ | માલતી મોગર કેતકી હો જાઈ જુઈ જસુલ / બલિ જાઊં . એ સો વસંત ર્યું ફલૂ રહ્યો છે જિહાં દેખા તિહાં ફૂલફૂલ. / ૩ // ફૂલ અમૃલિક ખ્યાલ મેં ખેલત વિલસિત સુખ નિસ દિસ || બલિ જાઊં છે પંચમો ચક્રધર શોલમો નવર, જીવન જગદીસ. | ૪ | શિવસુખ ફૂલ ચારિત્ર ફૂલન કે પાયે શાન અનંત ! બલિ જાઊં છે. લાવણ્ય ધન્ય લખમી પ્રભુ ગાયે મનભાએ શાંતિ ભગવંત. | ૫ | ( જૈ. કા. પ્ર. ભા-૧ પા. ૪૫૪) સંદર્ભ : પદ ૧ થી ૯ જૈન કાવ્ય પ્રકાશ ભાગ-૧ - ૧૦/૧૧ સજ્જન સન્મિત્ર ૧૨ થી પ૬ જૈન કાવ્ય પ્રકાશ-ભાગ ૧ ફાગણ કે દિન ચાર ગુજ. સાહિ. અતિ ખંડ-૧ , પા- ૧૩૦ સજ્જન સન્મિત્ર–પા. ૨૮૨. Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૦૫ ૧૫. હરિયાળી : કાવ્ય સ્વરૂપ જૈન કાવ્ય પ્રકારોમાં અભિવ્યક્તિની દૃષ્ટિએ નવીનતા, આકર્ષણ અને અર્થ ગંભીરતાવાળી કાવ્ય રચના તરીકે “હરિયાળી' ઉચ્ચકક્ષાનું સ્થાન પામે છે. તેનો સ્વરૂપલક્ષી પરિચય કાવ્ય તરીકેની વિશિષ્ટતા દર્શાવે છે. હિન્દી, સંસ્કૃત અને ગુજરાતી ભાષાના તુલનાત્મક અભ્યાસને આધારે સ્વરૂપલક્ષી પરિચય આપવામાં આવ્યો છે. સાહિત્યનાં અન્ય સ્વરૂપોની તુલનામાં કાવ્ય રચના અને આસ્વાદ અતિ કઠિન છે ત્યારે તેને સરળ અને સુગ્રાહ્ય બનાવવા માટે હરિયાળીનો પરિચય માર્ગદર્શક નીવડે તેમ છે. ‘હરિયાળી'નો શબ્દાર્થ વિચારીએ તો “લીલોતરી', “શોભા', ‘Greenery '. અહીં કોઈ લીલોતરી હોય તો સંતોની સાધનાના પરિણામ સ્વરૂપે આધ્યાત્મિક વસંતોત્સવની અનુભૂતિ છે તેને વ્યક્ત કરવા માટે “હરિયાળી” કાવ્ય રચના છે. એટલે લીલોતરીનો અર્થ આધ્યાત્મિક આનંદની અનૂભૂતિ એ પણ જીવનની અનેરી ક્ષણોનો સમય છે તેને પ્રગટ કરતી રચના એ હરિયાળી છે એમ અર્થઘટન કરવામાં આવે છે. શબ્દાર્થથી કાવ્ય સ્વરૂપનો પૂર્ણ પરિચય થાય તે શક્ય નથી. તેને પૂર્ણરૂપે સમજવા માટે વિશેષ રીતે વિચારવું પડે તેમ છે. જૈન સાહિત્યમાં હરિયાળી રચનાઓ પ્રાપ્ત થાય છે અને કેટલાક સંદર્ભો તેના સ્વરૂપને સમજાવવામાં સહાયભૂત થાય છે તે દૃષ્ટિએ નીચે દર્શાવેલી માહિતી “હરિયાળી' શબ્દની સ્પષ્ટતા કરીને અર્થબોધ કરાવે છે. જૈન સાહિત્યમાં હરિયાળી પ્રયોગ થાય છે. હિન્દી ભાષાના સાહિત્યમાં ઉલટબાસી શબ્દ છે. ગુજરાતી ભાષાના સાહિત્યમાં “અવળવાણી' શબ્દ છે. તુલનાત્મક રીતે વિચારીએ તો અવળવાણી અને ઉલટબાસી એ શબ્દો એકબીજા વચ્ચે વધુ સામ્ય ધરાવે છે જયારે હરિયાળી તદ્દન સ્વતંત્ર શબ્દ છે છતાં તેની રચનારીતિને કારણે અન્ય પર્યાયવાચી શબ્દો સાથે સ્થાન પામે છે. અવળવાણી અને ઉલટબાસીમાં અવળવાણી-વિરોધનો ધ્વનિ પ્રગટે છે. જ્યારે હરિયાળીમાં આવો કોઈ ધ્વનિ શબ્દમાંથી નીપજતો નથી પણ તેની અંતર્ગત અભિવ્યક્તિમાં વિરોધનો ધ્વનિ અવશ્ય રહેલો છે. હરિયાળી વિશે સ્વયંભૂ છન્દ ગ્રંથમાં નીચેનો શ્લોક છે તે ઉપરથી હરિયાળીનો અર્થ સમજી શકાય છે. सुण्णाइं अक्खराइं णाणाछंदेसु जत्थ बज्झंति ફિલ્મણ વિ ત્રણ સભ્યો દિશાનિ મUUU પ્રસ (૨ ) અર્થ : જેમ જુદા જુદા પ્રકારના છંદોમાં શૂન્ય અક્ષરો બાંધવામાં આવે છે અને હૃદયમાં પણ જેનો અર્થ વસે છે તેને હૃદયાલિકા કહેવામાં આવે છે. હરિયાળી શબ્દના મૂળમાં સંસ્કૃત ભાષાનો હૃદય શબ્દ છે, પ્રાકૃતમાં હિયાલિયા શબ્દ છે, તે ઉપરથી હરિયાળી શબ્દનો ઉદ્ભવ થયો છે. - હરિયાળી કહો કે હરીયાળી કહો એ બને ગુજરાતી ભાષાના શબ્દ છે. જૈન સાહિત્યમાં આ પ્રકારની કૃતિઓ વિશેષ રૂપે પ્રાપ્ત થાય છે. તદુપરાંત “હઈઆલી” “હીઆલી’ શબ્દ પ્રયોગ હરિયાળીના અર્થમાં પ્રયોજાયા છે. પાઠય ભાષામાં ‘હિઆલી' શબ્દ છે, સંસ્કૃતમાં “હૃદયાલી' Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા શબ્દ છે. હરિયાળી શબ્દપ્રયોગવાળી રચના વિ. સં. ૧૫00 થી ૧૫૨૨ સુધીમાં વિદ્યમાન કવિ દેપાલ ભોજકની કૃતિમાંથી પ્રાપ્ત થાય છે. “એ હરિયાળી જે નર જાણે, મુખે કવી દેપાલ વખાણે”. ન્યાયાચાર્ય યશોવિજયજી ઉપા.ની હરિયાળીમાં પણ આવો ઉલ્લેખ મળી આવે છે. લક્ષ્મીસાગરના શિષ્ય હઆલી ગીત રચ્યું છે. આવી બીજી રચના અજ્ઞાત કવિની મળી આવે છે. પ્રથમ કૃતિની છઠ્ઠી કડીમાં “હઇઆલી' શબ્દ પ્રયોગ છે. અજ્ઞાત કવિની રચના પાંચ કડીની છે. જૈન સત્ય પ્રકાશમાં ઉખાણાં- હરિયાળી શીર્ષકથી પ્રગટ થયેલ છે તે ઉપરથી અનુમાન કરવામાં આવે છે કે હરિયાળી એક ઉખાણાની પર્યાય તરીકે પ્રયોજાયેલો શબ્દ છે. “હિઆલી” શબ્દ શ્વેતાંબર સંપ્રદાયના કવિ જયવલ્લભે પાઈયમાં રચેલા “વજ્જાલગ્નમાં' હિઆલીવામાં વાપર્યો છે. રત્નદેવે એની મોટે ભાગે જે છાયારૂપ સંસ્કૃત ટીકા રચી છે તેમાં એને “હૃદયાલી પદ્ધતિ' કહી છે. આ સંદર્ભમાં વિચારીએ તો હૃદયાલી, હિયયાલી, રિયાલી, હિઆલી શબ્દનું રૂપાંતર હઈઆલી-હરિયાળીમાં થયું હોય તેવો સંભવ છે. ગૂઢાર્થ હરિયાળીનું બીજ છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને એક ચોરે પૂર્વ બવના અનંગ (સેન) સુવર્ણકારે “યા સા’ એવો જે સાંકેતિક પ્રશ્ન પૂછ્યો હતો, મહાવીરસ્વામીએ એનો ઉત્તર આપતાં “ સાં સા” એમ જણાવ્યું હતું. બ્રહ્માએ ઉપદેશરૂપે ત્રણ અક્ષરો “દ દ દ' દેવ, માનવ અને દાનવને ઉદ્દેશીને કહ્યા હતા. તેનો અર્થ દેવને દમન, દાનવને દયા અને માનવને દાનનો હતો. હરિયાળીને નાળિયેર સાથે સરખાવવામાં આવે છે. એના ઉકેલની મથામણ નાળિયેરમાંથી કોપરું કાઢવાની મહેનતના પરિણામ સાથે સંબંધિત હોવાથી આ ઉપમા વિનોદયુક્ત હોવાની સાથે યથાર્થ લાગે છે. જૈન આગમ સાહિત્યના ઉત્તરાધ્યયન સૂત્રમાંથી પ્રહેલિકાનાં ઉદાહરણો પ્રાપ્ત થાય છે. સુઘનહર્ષ એ તપગચ્છ પ્રસિદ્ધ હીરવિજયના શિષ્ય ધર્મવિજયના શિષ્ય હતા. તેમણે સં. ૧૬૭૭માં જંબુદ્વીપ વિચાર સ્તવન તથા બીજી કૃતિઓ નામે દેવ-કુરૂક્ષેત્ર સ્તવન અને મંદોદરી રાવણ સંવાદ રચેલ છે. હરિયાળી એટલે સમસ્યા. કોઈ શબ્દ કે અર્થ ગૂઢ રાખી તે પછી તે ગૂઢ શબ્દ કે અર્થ શોધી કાઢવાનો આ હરિયાલી શબ્દ રૂઢ જણાય છે. આ શબ્દ નીચેના સ્થળે વપરાયેલો જોવા મળે છે. ગુણાવલી કહે પ્રભુ! અવધારી એક હરિઆલી કહો સુવિચારી”. “મોટાં પાંચ ધ્યેયનાં નામ આરાધઇ સવિ સીઝઈ કામ, ત્રણ અક્ષર માંહી તે જાણી ઈહ પરભવ સુખીઆ મન આણી”. “મુજ હરિઆલી કવણ વિચાર તે કહેજો પ્રભુ અરથ ઉદાર”. (૯૩, પ્રેમલા લચ્છી, આ. કા. મ. પૃ. ૪૪૩) Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૦૭ “કાવ્ય સિલોક અનંઈ હરિઆલી રે ગાહા પ્રહેલી કહે રસાલી રે”. (પૃ. ૪૦૬) આ રીતે સુધનહર્ષની કૃતિઓમાં હરિયાળી શબ્દપ્રયોગ થયો છે. હરિયાળી એક ગંભીર સાગર છે. સાગરમાં સફર કરીને પ્રચંડ પુરુષાર્થને અંતે મરજીવા મોતી પ્રાપ્ત કર્યાનો અપૂર્વ આનંદ માણે છે તેવી રીતે હરિયાળીનો અર્થ સમજાતાં અનમોલ મોતી સમાન વિચારો પ્રાપ્ત થાય છે. હરિયાળી એટલે બુદ્ધિની તીક્ષ્ણતા કરવાવાળી રચના. જૈન સાહિત્યમાં હરિયાળીનો અર્થ એવો છે કે પ્રથમ દૃષ્ટિએ વિચિત્ર લાગે અને વિરોધાભાસ હોય પણ તેનો સાચો અર્થ તો કંઈક જુદો જ હોય છે. સત્ય વાતને વિપરીત ભાષામાં વ્યક્ત કરવાની કલા હરિયાળીમાં છે. આવી રચનાને વિપર્યય કહેવામાં આવે છે. હરિયાળી રચનાઓ એ યોગીઓની વિશિષ્ટ પ્રકારની ભાષા છે. લગભગ બે હજાર વર્ષથી આ પ્રકારની ભાષા પ્રચલિત છે, જે યોગીઓની શિષ્ય પરંપરા દ્વારા વિસ્તાર પામી છે. સંત કબીર અને ધ્યાન યોગીઓ એને “સંધા ભાષા” “સૈના-બૈના' શબ્દોથી ઓળખાવે છે. ચીની ભાષાના ધ્યાન અંગેના સાહિત્યમાં આવાં કાવ્યોની વિપુલ સંખ્યા મળી આવે છે. લગભગ આવાં ૬૦૦ “જિલ્’ (ચીની કાવ્ય) ઉપલબ્ધ થાય છે. ચીની ભાષામાં “કોઆને' શબ્દ હરિયાળીનો પર્યાયવાચક છે, ચીની યોગીઓએ જાપાનમાં પ્રવેશ કર્યા પછી ત્યાં પણ આવી કૃતિઓ વધુ પ્રચાર પામી છે. ગુરુ શિષ્યના પ્રશ્નોત્તર રૂપે પણ આવી કૃતિઓ રચાઈ છે. જૈન સાહિત્યમાં આવા યોગી મહાત્મા આનંદઘનજી છે. એમનાં પદોમાં યોગ સાધનાનો પ્રભાવ છે અને હરિયાળી સ્વરૂપને મૂર્તિમંત રૂપે પ્રગટ કરે છે. તેમાં કોઈ લૌકિક અર્થ નથી પણ લોકોત્તર અર્થ છે જે બુદ્ધિની પરિપક્વતા વગર સમજી શકાય તેમ નથી. હરિયાળી એ નામની રચનાઓ સાહિત્ય વિનોદ માટે કરવામાં આવતી હતી. આજે આપણે ઉખાણાં, અંતકડી, પાદપૂર્તિ વગેરે કરીએ છીએ તેમ. એટલે તેમાં કશો ગૂઢ આધ્યાત્મિક અર્થ હોતો નથી. આચાર્ય સ્વયંભૂની વ્યાખ્યામાં “શૂન્ય' અક્ષરો કહ્યા છે તેનો અર્થ એ છે કે વ્યંજનો બતાવ્યા ન હોય માત્ર સ્વરો જ બતાવ્યા હોય. તે ઉપરથી પદ્યનો પાઠ પકડવાનો હોય. આઠમી શતાબ્દીમાં રચાયેલી ઉદ્યોતનસૂરિ કૃત કુવલયમાળા કથામાં (પ્રાકૃત) આ હિમાલીયાનું ઉદાહરણ આપ્યું છે ત્યાં તેનું નામ ‘બિંદુમતી’ છે. (ડૉ. હરિવલ્લભ ભાયાણી) હરિયાળીમાં મનોગત સૂક્ષ્મ ભાવ ધારણા કે સાધનાની અનુભૂતિના વિચારો અસંગત, અતાર્કિક અને લોકવ્યવહાર વિરૂદ્ધ લાગે તેવા વિચારો પ્રતીકાત્મક રીતે વ્યક્ત થયેલા હોય છે. સંત કબીરનું એક ઉદાહરણ જોઈએ તો – “હિત્ન પૂત પિછે મ મારું, ચેત્રા ગુ ના પ (૨) પહેલાં બેટો (પુત્ર) પેદા થાય છે પછી માતાનો જન્મ થાય છે આવો વિચાર સાંભળતાની સાથે જ લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. પણ બુદ્ધિપૂર્વક વિચારીએ તો એમ જાણવા મળે છે કે પુત્ર એટલે જીવાત્મા. માઈ—એ માયાનું પ્રતીક છે એમ પ્રતીકનો આશ્રય લઈને અભિવ્યક્તિ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા થઈ છે. હરિયાળીનો અર્થ લોક વિરૂદ્ધ લાગે છે પણ તેમાં રહેલો ગૂઢાર્થ પ્રગટ થાય છે ત્યારે આવો વિરોધ લાગતો નથી, આવી કાવ્ય રચનાઓ પ્રતીકાત્મક હોવાથી અર્થબોધ થતાં સમસ્યા કે શંકા નિર્મુળ થઈ જાય છે. ભક્તિમાર્ગના પૂર્વ કવિઓમાં આવી કાવ્યકૃતિઓ ઉપલબ્ધ થતી નથી, માત્ર કબીરની રચનાઓમાં તેનો સંદર્ભ મળે છે. જૈન કાવ્ય પરંપરામાં “હરિયાળી' નામ આપવામાં આવે છે તે ઉપરોક્ત લક્ષણોયુક્ત છે. એક જાપાનીઝ ધર્મગુરુને શિષ્ય પ્રશ્ન પૂછ્યો કે ભગવાન બુદ્ધ કોણ છે? ગુરુએ પ્રત્યુત્તર પાઠવતાં જણાવ્યું કે – પુહિન છે પર વૈદ્ય ફુઈ હૈ ઔર ઉસ ના નરમ પડે દુ હૈ " (૩) તેનો અર્થ એવો છે કે તું અને હું બને અજ્ઞાની છીએ. હરિયાળીમાં કવિઓની અભિવ્યક્તિમાં ઉપરોક્ત રીતિનો પ્રયોગ થયો છે. ઉલટબાસીમાં આધ્યાત્મિક અનુભૂતિની સૂક્ષ્મતા વ્યક્ત કરવા માટે પ્રતીકોનો આશ્રય લેવામાં આવે છે. આ પ્રકારની રચનામાં અમૂર્તિને મૂર્ત કરવા માટેના પ્રયાસ કરવામાં આવે છે. વ્યક્તિની અનુભૂતિનું ક્ષેત્ર વિશાળ પટ પર પથરાયેલું છે ત્યારે અભિવ્યક્તિમાં વિવિધતા માટે શબ્દશક્તિ, પ્રતીક અપ્રસ્તુત વિધાન, અલંકાર અને વક્રોક્તિનો આશ્રય લેવામાં આવે છે. ઉલટબાસીની રચના આજ પ્રકારની છે. સંત કબીર તેને “ગૂંગે કે ગુડ' નામથી દર્શાવે છે. અવળવાણીની રચનાનો સંદર્ભ અતિ પ્રાચીન છે. ઋગ્વદમાં તેનો સંદર્ભ મળે છે. इदंवपुर्निवचनं जनासश्चरन्ति यन्नद्यस्तस्थुरपिः (४) અર્થ: હે મનુષ્યો આ શરીર નિર્વચન છે. તેમાં નદીઓ વહે છે. અને પાણી સ્થિર છે. ઉપનિષદૂમાં પણ આવાં દૃષ્ટાંતો રહેલાં છે. ઇશોપનિષદ્રમાંથી નીચેનું ઉદાહરણ નોંધવામાં આવ્યું છે. - तदेजति तन्नेजति तद्रे तद्वन्ति के तदन्तरस्यसर्वस्य तत्सर्व सास्य बाह्यतः ॥ (५) અર્થ : તે ચાલે છે અને ચાલતો પણ નથી. તે દૂર છે અને નજીક પણ છે. તે બધાંની અંદર છે અને બહાર પણ છે. ભારતીય સાહિત્યમાં ઉલટી વાત રજૂ કરવાનો પ્રયોગ શ્રમણ (સાધુ-સંત)પરંપરાથી થયો છે. બૌદ્ધ ધર્મમાં સિદ્ધોની “સંધા ભાષા દ્વારા આવી અભિવ્યક્તિ થઈ છે. ત્યાર પછી નાથ સંપ્રદાયના સાધકોએ નિર્ગુણ ઉપાસનાની અભિવ્યક્તિ માટે ઉલટી વાણીની શૈલી અપનાવી હતી. આવી કૃતિઓમાં ગુહ્યતા-ગોપનીયતા પણ રહેલી હોય છે. બૌદ્ધશૈવ અને તાંત્રિકોનો સ્ત્રીઓ સાથેનો સંબંધને કારણે ગુહ્ય પદ્ધતિ પ્રચલિત બની હતી. આવાં કેટલાંક પ્રતીકો સર્વ સાધારણ જનતામાં ઉલટસુલટ ગણાત હતાં. સિદ્ધ સાહિત્યમાં “કમલ' સ્ત્રીની જનનેન્દ્રિયનો અર્થ દર્શાવે છે. “કુલીશ' શબ્દ પુરુષના વીર્યનું પ્રતીક છે. એટલે ઉલટબાસીમાં Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૦૯ પ્રતીકો પણ નોંધપાત્ર સ્થાન ધરાવે છે. સંઘાભાષા એટલે પ્રકાશ અને અંધકારની સંધિ તેના સંદર્ભમાં સંધાભાષા એટલે તે સ્પષ્ટ નથી કે અદશ્ય નથી પણ તેનું પરિણામ જ્ઞાનનો સંયોગ છે. ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી. ડૉ. વિધુશેખર ભટ્ટાચાર્ય—આભિપ્રાયિક વચન કહે છે. બૌદ્ધધર્મમાં વિરોધી વસ્તુઓનો સંબંધ દર્શાવીને મધ્યમમાર્ગના સિદ્ધાંત સમજાવવામાં આવતા હતા. જન્મ-મૃત્યુ, પૃથ્વી-સ્વર્ગ, ચંદ્ર-સૂર્ય, અસ્તિ-નાસ્તિ, દિન-રાત જેવાં પરસ્પર વિરોધી શબ્દયુગ્મો દ્વારા સિદ્ધોની વાણી પ્રચાર પામી હતી. મનની સ્થિતિ સુધારવા માટે વિરોધી અભિવ્યક્તિ ઉપકારક માનવામાં આવે છે. આવી સાધનાની સાથે ધર્મમાં પણ અભિવ્યક્તિ માટે વિરોધી વિચારોનો, ઉલટી વાણીનો આશ્રય લેવામાં આવ્યો છે. (૬) બ્રાહ્મણ ધર્મમાં ‘ગોમાંસભક્ષણ' અને વારૂણીનો નિષેધ કરવામાં આવ્યો છે, જ્યારે સિદ્ધોએ જાહેર કર્યું કે જે ગોમાંસ ખાશે અને વારૂણીનું પાન કરશે તેને અમે કુલીન માનીશું. અહીં શબ્દાર્થ સમજવાનો નથી ગોમાંસ એટલે ખેચરી મુદ્રા છે. વારૂણીનો અર્થ સહસ્ત્રદલ કમલમાંથી ઝરતો અમૃત રસ છે. (૭) કબીરનું ઉદાહરણ જોઈએ તો — બાબુલ મેરા વ્યાહરિ, વર ઉત્તિમ હૈ આઈ; જબ વર પાવે નહીં તબ લગ તું હી વ્યાહિ. (૮) બેટી બાપને કહે છે કે હે પિતાજી, મારો વિવાહ કોઈ ઉત્તમ વર સાથે કરી દો, જ્યાં સુધી આવો વર ન મળે ત્યાં સુધી તમે મારા વર બનો. અહીં બાબુલનો અર્થ ગુરુ છે. અને ઉત્તમ વર પરમાત્મા છે. આ અર્થ સમજીએ ત્યારે સત્ય સમજાય છે. એટલે આવી રચનાથી લોકોની જિજ્ઞાસા જગાડીને પોતાની વાત પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કર્યો છે. શૈલી, વિષય, પ્રયોજન અને છંદ એમ ચાર પ્રકારની ઉલટબાંસી છે. શૈલીના ત્રણ ભેદ- વિરોધાભાસ, સાર્દશ્યાશ્રિત, ગૂઢાર્થ પ્રતીતિ. વિષય : ઉપદેશપ્રધાન, ત્યાગ-રાગપ્રધાન, વિશ્વાસપ્રધાન સાધનામૂલક માયાવિષય, સિદ્ધિફળ સંબંધી. પ્રયોજનની દૃષ્ટિએ સાધનાત્મક અનુભૂતિ, ગુહ્યપ્રવૃત્તિ પ્રધાન, કૌતુહલ-વિસ્મય પ્રધાન, પાંડિત્ય પ્રદર્શન, છંદની દૃષ્ટિએ—પૂર્ણપદ અને અંશપદ ઉલટબાંસીમાં મુખ્યત્વે નીચેના ત્રણ તત્ત્વો રહેલાં છે. ૧. વિરોધાભાસી—અસંબંધ પદરચના, પરસ્પર વિરોધનો ભાવ ૨. પ્રતીક પ્રધાન–શબ્દોની વિચિત્રતા છે. ૩. સાધનાત્મક વિચારોની અનુભૂતિ ઉપલબ્ધ રચનાઓને આધારે એમ જાણવા મળે છે કે તેમાં કેટલીક વિગતો અનિવાર્ય હોય Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા છે તો કેટલીક પ્રયોગશીલતાનું લક્ષણ ધરાવે છે. તો વળી કેટલાંક સામાન્ય લક્ષણો હોય છે. તેમ છતાં લક્ષણોની પ્રધાનતા કે ગૌણતા હોવાની સાથે એની શૈલી-રચના રીતિથી ઉલટબાસીનું નિર્માણ થયેલું હોય છે. પારિભાષિક શબ્દો, સાંકેતિકધ્વનિ શબ્દ પ્રયોગો, વ્યંગ્યનો પણ સમાવેશ થાય છે. તેમાં પ્રયોજાતાં પ્રતીકો પારિભાષિક, રૂપકાત્મક, સાંકેતિક સંખ્યામૂલક હોય છે. (૯) કબીરની રચનાઓમાં ગગનમંડળ–એ બ્રહ્મપ્રનું પ્રતીક છે. જ્યારે “બકનાલ સુષુમ્મા નાડી માટે છે. પારિભાષિક પ્રતીકો હઠયોગની સાધનાની નિષ્પત્તિ છે. હઠયોગની સાધના દર્શાવતો શ્લોક ઉપરોક્ત વાતની પ્રતીતિ કરાવે છે. इडा भगवती गंगा पिंगला यमुना नदी, इडा पिंगलयोर्मध्ये, बालरण्डाच कुण्डली (૧૦) ઇડા નાડી માટે ગંગા, પિંગલા માટે યમુના, કુંડલિની શક્તિ માટે બાલરંડા પ્રતીકોનો પ્રયોગ થયો છે. નાથપંથીઓએ મૂળાધાર ચક્ર માટે સૂર્ય અને સહસ્ત્રાર ચક્ર માટે અમૃતનો પ્રયોગ કર્યો છે. સંખ્યામૂલક પ્રતીકો સિદ્ધો અને નાથ સંપ્રદાયમાં વિશેષ છે. કબીરે પણ તેના પ્રભાવથી આવો પ્રયોગ કર્યો છે. __चोसठ दीया जीयके चौदह चंदामांहि, ते हि घर किसका चानडो जेहि घर गोविन्द નાહિં (૧૧) ચૌદહ શબ્દ ૧૪ વિદ્યાઓ ચોસઠ શબ્દો ૬૪ કલાઓના સંદર્ભમાં અસંગતિ, અન્યોન્ય વ્યાઘાત, અતિશયોક્તિ જેવું તત્ત્વો રહેલાં છે. ઉદાહરણ જોઈએ તોओक अचंभो देखिया, बिटिया जाई बाप बाबुल मेरा व्याहा करी, વર ઉત્તમ ને મારું, નવ ના વર પાવે નહીં, તવ ના તૂહી ચાહી. (૧૩) આ પ્રકારના વિચારોમાં સૂફીવાદની વિચારધારાનો પ્રભાવ છે. બદરૂદીન કહે છે કે મારી માતાએ મારા પિતાને જન્મ આપ્યો છે. મારા પિતા એમના ખોળાનું બાળક છે અને દૂધ પીવડાવે જીવ કહે છે કે હું એક બાળક છું, જેના પિતા એ મારો પુત્ર છે હું એવી માતાને મળ્યો છું કે જેને મને જન્મ આપ્યો છે. મેં વિવાહની વાત કરી તો તે તૈયાર થઈ ગઈ. સૂક્ષે કવિઓએ આવી શૈલી અપનાવી હતી. કબીર હિન્દુ અને મુસલમાન એમ બન્ને ધર્મના હતા એવી પ્રચલિત લોકોક્તિ છે કબીરે મુસલમાન કાજીઓના ધર્મ ઝનૂનથી રક્ષણ મેળવવા માટે આવી શૈલીનો પ્રયોગ કર્યો હતો. હરિયાળી શૈલીનાં કાવ્યોમાં પ્રતીકો ચાર પ્રકારનાં છે તે ઉપરથી તેની વિવિધતાનો ખ્યાલ Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૧૧ આવે છે. પારિભાષિક પ્રતીકો : તેમાં સાંપ્રદાયિક અને ધાર્મિક સંબંધ ધરાવતા શબ્દોનો પ્રયોગ થાય છે. સંખ્યામૂલક પ્રતીકો : તેમાં સંખ્યાવાચક શબ્દો સંકેત તરીકે પ્રયોજાય છે. તેમાં પણ સાંપ્રદાયિક શબ્દોનું પ્રમાણ વિશેષ છે. રૂપકાત્મક પ્રતીકો : અધ્યાત્મ સાધનાની અનુભૂતિને રૂપકો દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. આ પ્રતીકો નિરાકાર ઉપાસના દ્વારા જ્ઞાનશક્તિના આવિષ્કાર સમાન છે. સમસ્યામૂલક પ્રતીકો : કોઈ એક સાધન કે વસ્તુનું વર્ણ કરીને તેનું નામ શોધવાનું હોય છે, તદુપરાંત પ્રહેલિકા સમાન રચના કરીને વસ્તુનું નામ શોધવાનું હોય હરિયાળી પ્રકારની કૃતિઓમાં આવાં પ્રતીકોનો વિશેષ પ્રયોગ થયેલો હોવાથી સમગ્ર કાવ્યરચના અન્ય કાવ્ય પ્રકારો કરતાં વિશિષ્ટ કોટીની ગણાય છે. सुंदरदास - सुंदर उलट बात है समझो चतुर सुजान । ઉલટબાસી એક શૈલી વિશેષરચના છે તેમાં ઉલટીવાત, ઉલટો ખ્યાલ, અટપટી વાણી એમ સમજાય છે. ઉલટબાસીમાં ઉલટ શબ્દ વિશેષણયુક્ત છે જે વાણીની વિશેષતા દર્શાવે છે. ઉલટબાસી એક એવી રચના છે કે સમજ્યા પછી તૃપ્તિ-સંતોષનો અનુભવ થાય છે. રહસ્યમય વિચારોને પ્રગટ કરવા માટે અતિકઠિન અને દુર્બોધ પ્રતીકોનો આશ્રય લેવામાં આવે છે. અભિધા શક્તિથી અર્થ થતો નથી એટલે કુતૂહલ વૃત્તિ થાય છે. શબ્દ વૈચિત્ર્ય અને અસંભવિત ઉક્તિઓ હોય છે. ધાર્મિક અને આધ્યાત્મિક વિચારધારાને આવી રીતે વ્યક્ત કરવામાં આવે છે. આચારશુદ્ધિ અને ઉપદેશની સાથે અધ્યાત્મવાદની ઉક્તિઓ વિશેષ છે. ઉલટબાસી એટલે ઉલટા ભાષણ, અવળી વાણીની રચના. (૧૩) ગુજરાતીમાં સાહિત્યમાં અવળવાણી હિન્દી સાહિત્યમાં ઉલટબાસી અને જૈન સાહિત્યમાં હરિયાળી' કાવ્ય સ્વરૂપની વિવિધ પ્રકારની વિગતો ઉપલબ્ધ થાય છે. હિન્દી સાહિત્યના કવિ સુંદરદાસ ઉલટબાસીને વિપર્યમૂલક સંજ્ઞાથી ઓળખાવે છે. સંતકબીરની ઉલટબાસી રચનાઓ થઈ ત્યાર પહેલાં નાથ સંપ્રદાય અને બૌદ્ધ સાહિત્યમાંથી આવી કૃતિઓ પ્રાપ્ત થાય છે. કવિ ગોરખનાથ ઉલટી ચર્ચા નામથી ઓળખાણ આપે છે. તુલસીદાસ ઉલટી રીતે અને શિવદયાલ ઉલટી ચર્ચા એવો અર્થ જણાવે છે. ડૉ. પરશુરામ ચતુર્વેદી સંભાવનાઓનો સંકેત છે એમ માને છે. ડૉ. સરનાથસિંહ “બાંસી શબ્દ બોસ (વાંસ) ઉપરથી નિષ્પન્ન થયો છે તેમ માને છે. તેનો અર્થ નિહિત (અંદર રહેલું) છે (નિવાસ) તે દૃષ્ટિએ તેમાં ઉલટી વાત રહેલી છે. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ડૉ. ભરતસિંહ ઉપાધ્યાય બાંસને અવળો કરવો એમ જણાવે છે. બૌદ્ધધર્મમાં બ્રાહ્મણધર્મ માટે “અંધણુ' શબ્દ પ્રયોગ થયો છે. બધા અંધો એક વાંસ પકડીને તેનું અનુસરણ કરે છે. તેને બદલે વાંસને ઉલટો કરીને સાચો માર્ગ શોધવાનો છે. - ઉપરોક્ત વિધાનને આધારે ઉલટબાસી એટલે અવળી વાતની પ્રતીતિ થાય તેવી કાવ્ય રચના. (૧૪) જૈન સાહિત્યમાં હરિયાળી શબ્દપ્રયોગ થાય છે તેનો સંદર્ભ કોઈ શબ્દકોશમાં મળી આવતો નથી. જૈન સાહિત્યમાં તેનો અર્થ વિચિત્ર લાગે તેવી હકીકત થાય છે. શ્રીમન્નથુરામ શર્માએ બત્રીસ સવૈયા પ્રસિદ્ધ કર્યા છે તે પુસ્તકની પ્રસ્તાવનામાંથી નીચે જણાવ્યા પ્રમાણેનો હરિયાળીનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. કહેવાનો ઉપયોગી વિષય જો ઉલટી રીતના શબ્દોમાં કહેવામાં આવે તો તે વિષય વાંચનારને સાંભળનારને આશ્ચર્ય જેવો પ્રતીત થઈ તેનો વાસ્તવિક અર્થ જાણવા તેની વૃત્તિ વેગવતી થાય છે. મનુષ્યોનાં મનનો આ સ્વભાવ ધ્યાનમાં રાખી કેટલાક સપુરુષોએ જિજ્ઞાસુ જનોના હિતાર્થે ઊલટી વાણી લખી છે.” (૧૫) આવી ઊલટી વાણીનો ઉદ્દેશ વિનોદ સાથે જ્ઞાન પ્રાપ્તિનો છે. (શ્રી આનંદઘનજીનાં પદો ભા. ૨) “હરિયાળી, અન્યોક્તિ અને વ્યાજસ્તુતિમાં તફાવત રહેલો છે. અન્યોક્તિમાં કોઇને કહીને બીજાને સંભળાવવાનું હોય છે. વ્યાજસ્તુતિમાં વખાણનો દેખાવ કરીને ટીકા કે નિંદા કરવાનો હેતુ રહેલો છે. હરિયાળી ટીકા-નિંદા કે અન્યને સંબોધીને કહેવાતું નથી. પણ દેખીતી રીતે વિરોધ લાગતી વાતનો મેળ મેળવવાનો હોય છે.” (૧૬) અગરચંદજી નાહટાએ પ્રાચીન કાવ્યોંકી રૂપપરંપરામાં જિજ્ઞાસામૂલક કાવ્યરચનાઓ વિશે જણાવ્યું છે. આ પ્રકારના હરિયાળી કાવ્યોમાં કૂટવાણી, ઉલટબાસી, ઉખાણા, સુભાષિત અને સમસ્યાનો સમાવેશ થાય છે. બૌદ્ધ ધર્મના સાહિત્યમાં આવી રચનાઓ મળી આવે છે. હરિયાળી વિશે જણાવ્યું છે કે જે કાવ્ય સહેલાઈથી સમજી શકાય નહિ અને રૂપકો, દૃષ્ટાંતોમાં ધાર્મિક પારિભાષિક સંદર્ભ હોય તેવી રચના હરિયાળી પ્રકારની છે. મધ્યકાલીન સાહિત્યમાં છૂટા વાક્યો કે વિધાનો આપીને સમસ્યા પૂછવામાં આવતી હતી તે વાક્ય સમસ્યા કહેવાય છે. આવો સંદર્ભ સંસ્કૃત અને પ્રાકૃત ભાષાની રચનાઓમાં પણ મળી આવે છે. કૂટ પ્રશ્ન પણ સમસ્યાના પર્યાયરૂપ છે તેના ઉપરથી “કોયડો' ઉદ્ભવ્યો હોય એમ લાગે છે. જે કાવ્યનો અર્થ સરળતાથી સમજાય નહિ અને ગુંચવાડા ભરેલો અર્થ હોય ત્યારે તે કૂટપ્રશ્ન યુક્તિ કવિતા કહેવાય છે. આ પ્રકારની રચનાઓ મધ્યકાલીન ભક્તિમાર્ગની કવિતાની અવળવાણી સાથે સામ્ય ધરાવે છે. કબીરની પ્રસિદ્ધ ઉક્તિનું ઉદા. જોઈએ તો – Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૧૩ પાનીમેં મીન પ્યાસી, મોહે દેખત આવે હાંસી.” આ પંક્તિ દ્વારા આત્માને નહિ ઓળખનાર અને બાહ્ય જગતમાં શોધવા નીકળનાર અબૂઝ માણસની હાંસી મજાક કરી છે. દયારામનો કુંડળિયો “પારસમણિને વાટકે, ભટજી માગે ભીગ'. અને “ધીરાનું પદ ‘તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિ પણ આજ પ્રકારની ઉક્તિ છે. - કવિ અજિતસાગર–અવળ વાણીનો અર્થ કરવામાં શાસ્ત્રો-પુરાણો કે ન્યાય ભણેલા પંડિતનું કામ નથી. ન્યાય ભણેલા કે વ્યાકરણ શીખેલા પંડિતો તો માત્ર શબ્દાર્થ જ કરી શકે છે કે તે સંબંધી ઉહાપોહ ચલાવી શાસ્ત્રાર્થ સાધી શકે છે પણ અવળવાણીના ખરા અર્થને તે પામી શકતા નથી. અવળવાણીનો અર્થ કરવો એ અનુભવી મહાત્માઓનું કામ છે, એમાં ડહાપણ કામ કરતું નથી. એક કહેવત છે કે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોચે કવિ ત્યાં પહોંચે અનુભવી'. હરિયાળીમાં કોઈ વસ્તુ કે વિષયનો નામોલ્લેખ કર્યા વગર તેના ગુણોનું વર્ણન કરવામાં આવે છે તે ઉપરથી વર્ણવિષય કે વસ્તુનું નામ શોધી કાઢવામાં બુદ્ધિને કસવી પડે છે અંતે નામ પ્રાપ્તિ થતાં કવિતાનો ચમત્કૃતિપૂર્ણ આનંદ અનુભવી શકાય છે અને આશ્ચર્ય પણ થાય છે. ટૂંકમાં હરિયાળી એટલે પરોક્ષ રીતે સાનંદાશ્ચર્ય અનુભવ કરાવતી અધ્યાત્મ વિષયક રચના છે. પ્રાકૃત ભાષામાં ૧૨ મી ૧૩મી સદીમાં (સુભાષિત ગ્રંથો) પિયાલી નામની પદ્યાવલી રચના મળે છે. જૈન સાહિત્યમાં આનો વિકાસ થયેલો છે. પ્રબંધ રચનાઓમાં આવો સંદર્ભ મળી આવે છે એટલે ‘હિયાલી' સ્વરૂપની સ્વતંત્ર રચનાઓ નથી. કવિ સમયસુંદરની રચના નળદમયંતી ચોપાઈમાં છંદ દુહાની સાથે હરિયાળી પણ જોવા મળે છે. હરિયાળી રચનાઓ વિવિધ કવિઓએ કરી છે. અને તેના સ્વરૂપમાં નવીનતા હોય છે. સંખ્યાવાચક શબ્દો હોય, કોયડો કે સમસ્યાને પણ હરિયાળીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ગણિતના પ્રશ્નો પણ હરિયાળી રૂપે પૂછવામાં આવતા હતા. ઉદા. – एक समैवृषमान लली काहार विहारमें तूटी मिरया सैतिस सेज और तिरसक अंचल और सत्तर ग्वालिन लूटि लियो अर्धम भाग मिरयो छिति पै प्रभु पंचम भाग चुराइ लियो नवम भाग सहेलिन के वगहि उग्त् वोतिक मोतीन हार गिरयो मोती । (१८) (હિન્દી સાહિ. બૃહદ્ ઇતિહાસ પા.–૫૦૯) (મોતી) ભારતીય સાહિત્યમાં કાવ્ય વિશે કેટલાક મત પ્રચલિત છે. તેમાં કુતકનો વક્રોક્તિવાદ કાવ્ય મીમાંસામાં નવો અભિગમ છે. કાવ્યમાં વક્રોક્તિવાદ પણ મહત્ત્વનું લક્ષણ ગણાય છે. કવિએ જે કિંઈ કહેવાનું હોય છે તે પોતાની આગવી રીતે કહેવાનું છે તેમાં વક્રોક્તિનો આશ્રય લેવામાં આવે છે. વક્રોક્તિ એટલે જે ઉક્તિ અસાધારણ છે, વિચિત્ર છે, અતિશયવાળી છે, રમણીય છે, વિદગ્ધતાની છટાવાળી છે, જે પ્રતિભાવંત કવિની પ્રવૃત્તિનું પરિણામ છે. કૃતિના ભાવનથી ભાવકને વૈચિત્ર્યનો અનુભવ થાય છે તે અર્થમાં તે અલૌકિક છે. કવિ પ્રસિદ્ધ માર્ગ ત્યજી દઈને અર્થ અન્યથા કહે છે. વક્રોક્તિ એ કવિ કૌશલ્યની છત્ર છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા - કેતક જણાવે છે કે કાવ્ય દ્વારા લોકોત્તર ચમત્કારકારક વૈચિત્ર્યની ભાવકને અનુભૂતિ થાય છે. એ સાક્ષાત્ અનુભવની બાબત છે. તર્ક કે અનુમાનનો વિષય નથી. (નગીનદાસ પારેખ પ્રકા. ગુજરાત સાહિત્ય અકાદમી સેકટર-૧૭ ગાંધીનગર (સંદર્ભ–પા. ૬-૭) કુન્તકનો કાવ્ય વિચાર) હરિયાળી સ્વરૂપને સમજવા માટે વક્રોક્તિનો મત સુસંગત લાગે છે. વિચિત્ર અભિવ્યક્તિ દ્વારા રહસ્યમય અનુભૂતિ થાય છે. अगरचंदजी नाहटाका हरियाली विषयक मतः जैन कवियोंने हियाली संज्ञक ऐसी बहुत सी रचनाएं की है जो बड़ी ही समस्या मूलक्त होती है । हियाली शब्द का सबसे प्राचीन उल्लेख प्राकृत भाषा के वजालग्ग ग्रन्थमें देखने को मिलता है । उसमें दी हुई हियालियों से पखी प्राचीन राजस्थानी भाषाकी हियालिये कुछ भिन्न प्रकारकी है। इसे हमे हियाली क स्वरुप विकास की जानकारी मिल વાતી હૈ (૨૦). કૂટકાવ્ય રચના સંસ્કૃત અને હિન્દી સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. તેને માટે દષ્ટકૂટ શબ્દ પ્રયોગ થાય છે. હરિયાળી ઉલટબાસીની માફક આ શૈલીની રચનાઓ તેની સાથે સામ્ય ધરાવે છે. આચાર્ય હજારીપ્રસાદ દ્વિવેદી એને “વિચિત્ર પદ રચના નામથી ઓળખાવે છે. દષ્ટકૂટ રચના વિષય કે વસ્તુનું પદ્યમાં વર્ણન નિરૂપણ કરવામાં આવે છે. આ કાવ્ય રચના વાંચીને વાચક ભ્રમમાં પડી જાય છે. તદુપરાંત કવિનું પાંડિત્ય પ્રગટ થવાની સાથે વાચકવર્ગના જ્ઞાનની કસોટી પણ થાય છે. જૈન સાહિત્યની વર્ણનાત્મક હરિયાળીઓનો સંચય કૂટકાવ્ય પ્રકારનો છે. હરિયાળીમાં લોકોનું આકર્ષણ જમાવવાની શક્તિ રહેલી છે. કૂટ કાવ્યમાં વિનોદ અને મનોરંજન થાય તે સ્વાભાવિક છે પણ હરિયાળીમાં રહેલો ગૂઢાર્થ ધીર ગંભીર બનીને સમજવાનો તે દૃષ્ટિએ આવી હરિયાળીઓ પ્રતીકાત્મક સ્વરૂપની ગણાય છે. પ્રતીકો સાંપ્રદાયિક અને લોકવ્યવહારનાં હોવા છતાં તેમાં રહેલો અધ્યાત્મવાદ-વૈરાગ્ય અને નિરાકાર ઉપાસનના વિચારો જાણવા મળે તેવો હેતુ છે. હિન્દી ભાષાના કવિ વિદ્યાપતિ અને સૂરદાસના પદ્યમાં કૂટકાવ્યનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. જૈન ધર્મના સ્તોત્ર સાહિત્યમાં પરમપ્રભાવક અને અદ્દભુત ચમત્કારયુક્ત ઋષિમંડલ સ્તોત્ર જાણીતું છે. તેના પૂજનમાં કેટલાક મંત્રોનો સમાવેશ થયો છે. તેમાંનો એક મંત્ર “રાક્ષઃ નમ: વીહી” આ મંત્રમાં કૂટ શબ્દ પ્રયોગ નોંધપાત્ર ગણાય છે. મંત્રાક્ષરોમાં પ્રયોજાતા સ્વર અને વ્યંજનો માત્ર એક-બે-અક્ષર નથી પણ તે મંત્રાક્ષરોમાં ગર્ભિત રહસ્ય રહેલું છે. મંત્રનો અર્થ જાણવાથી આ વાત સ્વાભાવિક રીતે સમજી શકાય છે. હરિયાળીના સ્વરૂપમાં ‘કૂટ કાવ્ય” પ્રયોગ થાય છે તે યથાર્થ લાગે છે. ભાષા એક સમર્થ માધ્યમ છે કે એના ઉપાદાન દ્વારા અનુભૂતિની કલાત્મક અભિવ્યક્તિ કરવામાં આવે છે. તેમાં માત્ર શાબ્દિક અનુભૂતિ નથી પણ સર્જકના ચિત્ત અને બુદ્ધિની પ્રતિભાથી અભિવ્યક્તિમાં અવનવી કલ્પનાઓનો સમન્વય સધાયેલો હોય છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૧૫ બાહ્ય જગતમાં વિદ્યમાન પદાર્થોને અનુભવોને આધારે વ્યક્ત કરવા સરળ છે. જ્યારે માનવ ચેતનાના સંસ્પર્શથી અંતરમાં ઉદ્ભવેલા તરંગો, વિચારો ને સૂક્ષ્મ ભાવનાઓ વ્યક્ત કરવી અતિ કઠિન કાર્ય છે. અંતસ્તલમાં હજી પણ કંઈક અવ્યક્ત છે તેને પ્રગટ કરવાની તીવ્ર ઇચ્છાથી હરિયાળી પ્રકારની રચનાઓ પ્રગટ થઈ હોય તેમ સંભવે છે. કવિ પોતાની અભિવ્યક્તિને વધુને વધુ સમર્થ બનાવવા માટે પુરુષાર્થ કરે છે આવી મનોવૃત્તિ સામાન્ય માનવ સમૂહ કરતાં સર્જકમાં વિશેષ પ્રબળ હોય છે તે કારણથી હરિયાળી પ્રકારની રચનાઓનો ઉદ્દભવ થયો છે. ભાવ સ્થિતિની સૂક્ષ્મતાને વ્યક્ત કરવા માટે પ્રતીકોનો આશ્રય લેવામાં આવે છે. આવી પ્રતીકાત્મક અભિવ્યક્તિ હરિયાળીનું અંગભૂત લક્ષણ બને છે. તેમાંથી નિષ્પન્ન થતો અર્થ ચમત્કૃતિવાળો હોય છે. રાજસ્થાની ભાષામાં હિયાલી ગેય પદ્યરચના છે. ૧૩મા શતક સુધીમાં હરિયાળી સાહિત્ય મળે છે. આવી હરિયાળી સાંભળીને બાળકો, યુવાનો, વૃદ્ધો બધો તેનો અર્થ સમજવા માટે બુદ્ધિને કસોટીએ ચઢાવે છે. તેનો જવાબ પરિચિત તથા સાદો હોવા છતાં ખ્યાલ આવતો નથી પણ જ્યારે જવાબ મળે છે ત્યારે આનંદ સાથે અજ્ઞાનતાને કારણે દુઃખ પણ થાય છે. હરિયાળી પ્રાચીન ગુજરાતી રાજસ્થાની સાહિત્યની એક મનોરંજક રચના છે. જેના પઠન પાઠનથી બુદ્ધિની તીક્ષ્ણતાની સાથે સાહિત્યનો અનેરો રસાસ્વાદ થાય છે. વળી તેમાંથી આધ્યાત્મિક જ્ઞાનના ઉપકારક વિચારો પ્રાપ્ત થાય છે. બુદ્ધિની પરીક્ષાના સંદર્ભમાં પ્રહેલિકા સમાન કાવ્ય રચનાને રાજસ્થાની સાહિત્યમાં પિયાલી' કાવ્ય કહેવામાં આવે છે. આ શબ્દ પ્રયોગ વિશે અગરચંદજી નાહટા એમ જણાવે છે કે ૧૨મી ૧૩મી સદીનો પણ ઉચ્ચ કોટિનો કવિ પણ હતો. ૧૧મી સદીના કરીરૂદ્દીન અત્તાર ૧૨મી સદીના જલાલુદ્દીન રૂમી આવી રચનાઓ માટે જાણીતા છે. ઉપરોક્ત સંદર્ભોનો તુલનાત્મક વિચાર કરીએ તો જૈન સાહિત્યની હરિયાળીના મૂળમાં રાજસ્થાની “હિયાલી’ શબ્દ રહેલો છે. કવિ ગોરખનાથની એક પંક્તિમાં ‘હિયાલી' નો ઉલ્લેખ મળે છે. “યાદ દિયાની ને શોર્ડ તા નો શી તુ મુવન સુફી.” (૨૨) રાજસ્થાનમાં જમાઈની પરીક્ષા કરવા માટે શ્વસુર પક્ષ તરફથી પ્રચલિત પ્રહેલિકાઓ અને અટપટી માહિતી પૂછવામાં આવતી હતી. તેને માટે “હિયાલિયા' શબ્દપ્રયોગ થતો હતો. આ સંદર્ભ પણ “હરિયાળી” શબ્દને સમર્થન આપે છે. - રાજસ્થાની ભાષાના “પિયાલી' શબ્દના મૂળમાં હિય-હૃદયનો સંબંધ જણાય છે. હૃદય શબ્દ પરથી હિય બનીને રિયાલી શબ્દ રચના થઈ એમ લાગે છે. આ રચના ચોટદાર, વેધક અસર કરે તેવી છે. તેમાં રહેલો ગૂઢાર્થ અને અભિવ્યક્તિમાં વિરોધાભાસ હોવાથી તેની વેધક અસર થાય છે પણ ગૂઢાર્થ સમજાય એટલે વેધક્તાની માત્રા વધુ પ્રબળ બને છે. ‘હિયાલી” શબ્દ પરથી જૈન સાહિત્યમાં હરિયાળીનો પ્રયોગ થયો હોય એમ માનવાને માટે આ સંદર્ભ સમર્થન આપે છે. હિયાલીના ઉદાહરણ તરીકે નીચેની પંક્તિઓ નોંધવામાં આવી છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા ઉડોરોટો ઘી ઘણોરે દ્વરે માંય ઉડદ દાલ મહોરા રાજ. પુરીસણ આલો પદમણીરે, ઓતો જોગણ આલી ગંવાર મહોરા. (ઉત્તર–મતીરા, તડબુચ, ખરબુજા) આઠ કૂઆ ને નવ વાવડી વોતો દોનોં સમય તલાબ મ્હારા રાજ. હાથી ઘોડા ડૂબ ગયા રે પણિહારી ખાલી જાય મહારા. મહોરી રે હીયાલી રો અરથ કરો. જે થાને અરથ ન ઉકલે રે, થારે કાકોજીને તેડાવો મહોરા રાજ. હોરી રે હીયાલી રો અરથ કરો. (ઉત્તર-કાચ, દર્પણ, આદર્શ). પિયાલી' પ્રહેલિકા સમાન છે. રાજસ્થાની કાવ્ય રચનાઓમાં પ્રહેલિકાના સ્વરૂપ ઉપરાંત પ્રહેલિકાનાં અન્ય પ્રકારોની સાથે ગૂઢાર્થ વ્યક્ત થયેલો હોય છે. તેનું મુખ્ય પ્રયોજન બુદ્ધિ પરીક્ષાની સાથે મનોરંજન કે વિનોદ પ્રાપ્ત કરવાનું છે. હરિયાળી રચના માટે સુપ્રસિદ્ધ કવિ સમયસુંદર છે. તેમાં પંડિતોની પાંડિત્યને પડકાર કરવામાં આવે છે. (Challenge), હરિયાળીમાં પહેલિકા સમાન એક શબ્દમાં જવાબ આપવાનો હોય છે. મુકરીની માફક વસ્તુના ગુણ, ક્રિયા વગેરેનું વર્ણન કરવામાં આવે છે. તેમાં અપ્રસ્તુતા અને ઉલટબાસી જેવો વિરોધ પણ રહેલો છે. કવિવર ધર્મવર્ધનની રિયાલીનું ઉદા–અત્રે નોંધવામાં આવ્યું છે. તેમાં એક પુરુષ કોણ ? તેનો જવાબ “મન' છે. તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અરથ કહી તુમ બહિલૌ પ્રહનો સગર રિયાલી હૈ સાર, ચતુર એક પુરુષ જગ માહૈ પરગડી સહ બાળ સંસાર. / ૧ / ૨. // પગ વિહુલો પરદેસે જામેં, આવૈ તુરતી બાપ, બૈઠી હૈ આપણે ધરિ બાપડી તૌ પિણ ચપલ કહાય. / ૨ / . / કોઈક તો તેહનૈ રાજ કહે કોઈ તો કહે રંક, સાંચી સરલ સુબાળ કહે સહુ બલિ તિજ ગાë રે બંક. | ૩ / ૨. I પીતે સ્વસ્થ શું પાંચાં મિલૈ આપ મુરાદ રે સહુ ધન તિકે નર કહે શ્રી ધર્મસી, લોપે તેહ રે જહ. || ૪ | ચ. // (કવિ ધર્મવર્ધન ) (૨૨) ઇશારિયા : પ્રાચીન અરબી–ફારસી ભાષાના સાહિત્યમાં વૈચારિક અભિવ્યક્તિ માટે ઈશરિયતની શૈલી અપનાવવામાં આવી હતી. તેમાં લોકપ્રચલિત ઉદાહરણો આપીને અલૌકિક જગતનો વાતો વિચારો વ્યક્ત કરવામાં આવતા હતા, સાગર, મધુ, મધુપાત્રના માધ્યમથી રચના થતી હતી તેમાં અસંબંધ કે વિરોધ દર્શાવવામાં આવતો નથી. ઈશરિયતની રચના કરનાર માત્ર સાધક ન હતો. Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૧૭ હરિયાળી સ્વરૂપને સમજવા માટે અન્ય પ્રાદેશિક ભાષા સાહિત્યની માહિતી વધુ ઉપયોગી નીવડે છે. બાઉલ ગીતઃ બંગાળી ભાષામાં બાઉલગીત વધુ પ્રચલિત છે. તેમાં આધ્યાત્મિક પ્રણયની વિભાવના અવળવાણીનો આશ્રય લઈને પ્રગટ કરવામાં આવે છે. બાઉલ એટલે ભગવત્ પ્રેમમાં વ્યાકુળ-વ્યાપ્ત–વિક્ષિપ્ત એમ થાય છે. બંગાળી સાહિત્યમાં સાધકો માટે બાઉલ શબ્દ પ્રયોગ થાય છે. એમની વાણીને બાઉલગીત કહેવામાં આવે છે. આ ગીતો વ્યક્તિગત સાધનાની નીપજ છે. ઉલટબાસી કે અવળવાણીમાં સાધનાગત અનુભૂતિ ઉપરાંત લોકોનું આ તરફ આકર્ષણ થાય તેવો હેતુ રહેલો છે. - હરિયાળીના તુલનાત્મક અભ્યાસની દૃષ્ટિએ બાઉલગીતની ઉપરોક્ત માહિતીના સંદર્ભમાં ચાર બાઉલગીત સાથે દષ્ટાંતરૂપે નોંધવામાં આવ્યાં છે. Songs of this type which are still now to be heard in the rural areas partiularly of Bengal, are genrally known as tha Songs of the ulta Boul (QUCG)... The enigmatic Style was a popular technique also with the Vaishnav and the bouls of Bengal Ragatmic Padas of Chandidas are full techniqualities and riddles. (૨૪) They proceed ina direction opposite to that followed by the general run of Pupil... It is for this reason that the boul would call their path Ulta (the Reverse) and would Call the porcess of their spiritual advance as the process of proceeding against the Current (૨૫). હરિયાળી કાવ્યો રચવાનું પ્રયોજન શું છે? તેનો પણ વિચાર કરવો જોઈએ. અધ્યાત્મ સાધના અને તત્ત્વની ગહન વાતો જનતા સુધી પહોંચાડવા માટે હરિયાળી કાવ્યો રચાયાં છે. તેમાં રહેલા વિચારો આત્મોન્નતિકારક છે. કવિની અભિવ્યક્તિમાં ગૂઢાર્થ ભાવની ગંભીરતા-અર્થઘનતા રહેલી છે. વળી આવો અર્થ સીધી રીતે પ્રગટ થતો નથી એટલે ગુપ્તતાગોપનનો પણ અંશ રહેલો છે. કવિઓએ આવી કાવ્ય કૃતિઓ દ્વારા સર્વમાન્ય પ્રયોજન આનંદનું છે તે તો સૌ કોઈ સ્વીકારશે. આ આનંદ સામાન્ય કોટીનો નથી પણ અતિઉચ્ચતમ એવા આત્માનુભૂતિની કક્ષાએ લઈ જાય છે. તેમાં આનંદ, આશ્ચર્ય, જિજ્ઞાસા અને આકર્ષણ દ્વારા અનેરો રસાસ્વાદ થાય છે. તેનાથી સાચા અર્થમાં મનોરંજન થાય છે. કવિઓ વિદ્વાન છે. એમની કલ્પનાઓ અને વિચારો પણ અવનવા છે. બન્નેના સમન્વયથી રચાયેલી હરિયાળી દ્વારા એમના પાંડિત્યનો ખ્યાલ આવે છે. સામાન્ય વાચકવર્ગને આવી કૃતિઓનું પ્રત્યાયન થાય નહિ. બુદ્ધિને કસોટીએ ચઢાવે તો જ અર્થ પામી શકાય તેમાં પાંડિત્ય દર્શાવવાનો હેતુ પણ રહેલો છે એમ માનીએ તો વાંધો નથી. જૈન સાધુ કવિઓ અધ્યયન-અધ્યાપન અને સ્વાધ્યાયમાં ખૂબજ પ્રવૃત્તિશીલ હોવાથી એમનું જ્ઞાન પણ અગાધ છે. આવા જ્ઞાનના વારસાને કાવ્ય દ્વારા વ્યક્ત કરીને કવિત્વ શક્તિની સાથે જ્ઞાનની ગહનતા ચિંતન અને મનના અંતે વ્યક્ત થયેલા ઉપદેશાત્મક વિચારો પ્રગટ થાય છે. હરિયાળી કાવ્યોએ કવિઓના ઊંડા જ્ઞાનના પ્રતીક સમાન Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ છે. અંગ્રેજી ભાષામાં નીચેના શબ્દો હરિયાળી વિશે પ્રકાશ પાડે છે. Cartoon કાર્ટૂન અને Cari Cature- અળવીતરો, અવળવાણીનું ચિત્રમય સ્વરૂપ. તેમાં પ્રથમ દૃષ્ટિએ કોમીક-વ્યંગ જેવો અર્થ સમજાય છે પણ ઊંડો વિચાર કરતાં તેમાં રહેલા ગંભીર વિચારો પામી શકાય છે. હરિયાળીમાં આવો અર્થ નિહિત છે. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા અંગ્રેજી ભાષામાં Enigma, Mystery, Puzzle જેવા શબ્દો છે. તેની સાથે હરિયાળી રચના કંઈક અંશે સામ્ય ધરાવે છે. To Speak in riddle an intentionally obscure statement that depends for the comprehension on the alertness and injunity of the hearer or reader syn-puzzle. (Webster's third new international dictionary of the English language Volume-one Page 753) Seen puzzles riddle, enigma. Puzzle applies to any problem notably daffling and challenging ingenuity or skill. Riddle - indicates question of problem involving paradox or contradiction proposed for solution. (26) Puzzle - To make it difficult for person to proceed along in a mentally laborious manner to exercise once mind a question problem of contrivante designed for testing ingenutiy. (27) Riddle To Find the solution of explained interprete, to create or set a riddle for to speak in or propounded riddles, a mistifying mesleading or puzzling question posed as a problem to be solved or guessed. (28) P. 275 Because of this ulta nature of sadhna of language of the songs in which the secret-of the sadhna is caught also generally of a ulta nature or extremely paradoxical and enigmatic (29) The process has frequently been styled in the vernacular as the ulta sadhna of the regressive process such yogik tractites the sidha to his original ultimate the immortal being in his perfection or divine body back from the ordinay crative process of becoming. (30) * * હરિયાળી સ્વરૂપ : મહત્ત્વના મુદ્દા. ગૂઢાર્થ રહસ્યમય વિચારોની અભિવ્યક્તિ. વ્યંજના શક્તિનો વિશેષ પ્રયોગ વિવિધ પ્રકારનાં પ્રતીકો, રૂપકો, વક્રોક્તિ, વિરોધાભાસ, જિજ્ઞાસા જેવાં લક્ષણોને આધારે પદ્ય રચનાની વિશિષ્ટ શૈલી. Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૧૯ o - ટ * યોગ સાધનાની અનુભૂતિનું પદ્યમાં નિરૂપણ. * અમૂર્ત વિચારોને પ્રકૃતિ અને વ્યવહારની પ્રચલિત માન્યતાનો આશ્રય લઈને વિરોધમૂલક અભિવ્યક્તિ. * મધ્યકાલીન પદ સ્વરૂપ સમાન પદબંધ રચના. “કાફી'નો પ્રયોગ વિશેષ થયો છે. ૧. પ્રતીકાત્મક હરિયાળી કહિયે પંડિત કોણ એ નારી, વીસ વરસની અવધિ વિચારી. દોય પિતાએ એહ નિપાઈ, સંઘ ચતુર્વિધ મનમેં આઈ. | ૨ || કીડીએ એક હાથી જયો, હાથી સામો સસલો ધાયો. | ૩ || વિણદીવે અજવાળું થાય, કીડીના દરમાંહિ કુંજર જાયે. |૪ | વરસે અગ્નિ ને પાણી દીયે, કાયર સુભટ તણા મદરજીયે. || ૫ || તે બેટીએ બાપ નિપાયો, તેણે તાસ જમાઈ જાયો. મેહ વરસતાં બહુ રજ ઉડે, લોહ તરે ને તરણું બુડે. | ૭ ||. તેલ ફિરે ને પાણી પિલાએ, ઘરંટી દાણે કરીયે દલાયે. બીજ ફૂલે ને શાખા ઉગે, સરોવર આગે સમુદ્ર નં પૂગે. | ૯ | પંકજ રે ને સરખ જામે, ભમે માણસ તિહાં ઘણે વિસામે. || ૧૦ || પ્રવહણ ઉપરિ સાગર ચાલે, હરિણ તણે બલે ડુંગર હાલે. || ૧૧ || એનો અર્થ વિચારી કહિયો, નહિતર ગર્વ મ કોઈ કરિયો. | ૧૨ || શ્રી નયવિજય વિબુધને શિષ્ય, કહી હરિયાળી મનહર જગીસે. || ૧૩ // એ હરિયાળી જે નર કહેશ્ય, વાચક રસ જપે તે સુખ લ્હસ્ય. || ૧૪ છે. આધ્યાત્મિક હરિયાળી, પા. ૩૬ યશોવિજયજી ઉપાધ્યાયની કહો પંડિત એ કુણ નારી હરિયાળીનો અર્થ નીચે મુજબ છે. (૧) હે પંડિતો ! ૨૦ વર્ષની સમયમર્યાદામાં વિચાર કરીને કહો કે આ સ્ત્રી કોણ છે ? એક તીર્થકર અને બીજા ગણધર ભગવંતે મળીને જીવદયારૂપી સ્ત્રી ઉત્પન્ન કરી છે. એને ચતુર્વિધ સંઘને કહ્યું કે એમના મનમાં જીવદયા વસી ગઈ, આ જીવદયારૂપી પુત્રીએ ધર્મરૂપી પિતાને ઉત્પન્ન કર્યા, આ બેટીનો બાપ છે, તે ધર્મમાં જ્ઞાનરૂપી જમાઈ ઉત્પન્ન કરી જેથી બુદ્ધિ સફળ થઈ તેને જ્ઞાન સમજો // ૧ // હિંસારૂપી ચિઉટીને પાપરૂપી હાથીને ઉત્પન્ન કર્યો. આ પાપરૂપી હાથીનો મુકાબલો કરવા માટે ધર્મરૂપી ખરગોશ આવ્યો. ધર્મરૂપી ખરગોશે પાપરૂપી હાથીને ભગાડી મૂકયો. પાપનો હાથી મોટો અને ધર્મનો ખરગોશ નાના જાણવો. જયારે હૃદયમાં જ્ઞાનરૂપી પ્રકાશ થાય ત્યારે દીપક વગર પણ પ્રકાશ થઈ જાય છે. અજ્ઞાન એ હાથી સમાન છે. શરીરને ચિઉટીના દર સમાન નાનું સમજવું એટલા માટે કહેવામાં આવ્યું છે કે ચિઉટાના દરમાં હાથી સમાઈ જાય છે. મેં ૨.// Page #139 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા જ્ઞાનરૂપી તેજનો વિસ્તાર થવાથી કર્મપ્રકૃતિરૂપી ઘાણી પીલી નાખે છે. (કર્મસમૂહો નાશ કરવો) દુર્ગતિરૂપી ચક્કી દાનરૂપી દાણાને દળી નાખે છે ટલે કે ક્ષય કરે છે. આત્મા જહાજ સમાન બળવાન છે અને કર્મ સમુદ્ર સમાન છે,જ્યારે કર્મ શક્તિશાળી બને છે ત્યારે આત્મા છળે અને કર્મરૂપી સમુદ્ર તેને ડુબાડી દે છે. આ જીવ હરણ સમાન છે. પણ પોતાની અપૂર્વ શક્તિથી પહાડ જેવા મજબૂત કર્મને હલાવો (ડોલાવી) નાખે છે. એટલે કે તેનો ક્ષય કરે છે. I ૩ || ૧૨૦ જ્યારે જ્ઞાનરૂપી મેધની વૃષ્ટિ થાય છે ત્યારે કર્મરૂપી રજકણો ઉડી જાય છે. અને આઠ કર્મનો ક્ષય થાય છે ત્યારે લોખંડની માફક ભારે છે. આત્મા તરે છે અને તૃણ સમાન કર્મો ડૂબે છે. બુદ્ધિમાન વ્યક્તિ આ પદ્યનો અર્થ વિચારીને કહે નહિતર અભિમાન કરવાનું છોડી દે. ।। ૪ ॥ પં. શ્રી નયવિજયગણિનો શિષ્ય આ હરિયાળીમાં કહે છે કે જે મનુષ્ય તેનો અર્થ સમજશે (જાણશે) તે સુખ પ્રાપ્ત કરશે. ॥ ૫ ॥ ૨. રૂપકાત્મક હરિયાળી હરિયાળીમાં વિવિધ પ્રકારનાં રૂપકોનો પ્રયોગ થાય છે. રૂપકાત્મક અભિવ્યક્તિ હરિયાળીનું અંગભૂત લક્ષણ છે. સીધી-સાદી વાણીમાં પદ્યરચના એ હરિયાળીમાં જોવા મળતી નથી. પણ કવિઓએ પોતાની શૈલીમાં રૂપકોના પ્રયોગ દ્વારા અધ્યાત્મવાદના કેટલાક વિચારોને વ્યક્ત કરવાનો પુરુષાર્થ કર્યો છે. આ પ્રકારની કૃતિઓમાં રૂપકોનો પ્રયોગ નોંધપાત્ર બની શકે છે. લોક પ્રચલિત ને વ્યવહારનાં રૂપકો દ્વારા થયેલી અભિવ્યક્તિ પ્રત્યાયનક્ષમ બને તે સ્વાભાવિક છે. કેટલાંક રૂપકો જોઈએ તો કાયા-વાડી, પોપટ-પાંજરું, નિસ્પૃહ-દેશ, ડાળે બેઠી સૂડલી, કાયા કુટુંબ, સાસરિયે જઈએ, વૈરાગ્ય બેટા, વગેરે હરિયાળીઓના વિચારોમાં આત્મદર્શન-સ્વરૂપ પામવાના વિચારો વ્યક્ત થયા છે. તેમાં રહેલો વૈરાગ્ય ભાવ શાંત રસનો ઘોતક છે. વળી તેમાં રહેલી વક્રોક્તિથી મંદમંદ સ્મિત ઉદ્ભવે છે છતાં અંતે તો કરૂણરસનો ભાવ નિષ્પન્ન થાય છે. તે આ પ્રકારની હરિયાળીની વિશિષ્ટતા છે. (૧) મૂલડો થોડો ભાઈ વ્યાજડો ઘણો રે, કેમ કરી દીધો રે જાય, તલપદ પૂંજી મેં આપી સઘલી રે, તોહે વ્યાજ પૂરું નવિ થાય. વ્યાપાર ભાગો જલવટ થલવરેં રે, ધીરે નહીં નિસાની માય, વ્યાજ છોડાવી કોઈ ખંદા પરવે રે, તો મૂલ આપું સમ કાય. હાટ્યું માંડું રૂડા માણેકચોકમાં રે, સાજનીયાનું મનડું મનાય, આનંદઘન પ્રભુ શેઠ શિરોમણિ રે, બાંહડી ઝાલો રે આય. અર્થ : (૧) કર્મની કેવિ વિચિત્ર ગતિ છે કે મૂળકર્મ (Causes) થોડું હોય છે પરંતુ જ્યારે તે યથા સમયે ઉદયમાં કર્મફળ (Effects) તરીકે આવે છે ત્યારે જીવ જાગૃતિ કે ઉપયોગ રાખતો નથી. એટલે કે પારિણામિક ધર્મનું ભાન ન રહેવાથી નવું કર્મબંધ તથા તેના કર્મફળની પરંપરા ||૩ || ॥ ૧ ॥ ॥ ૨ ॥ Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૨૧ નિરંતર સર્જાતી હોય છે. આનું મુખ્ય કારણ જીવનું પોતાના દરઅસલ સ્વરૂપનું અજ્ઞાન તથા રાગદ્વેષ મૂળ કર્મફળની નિર્જરા થતાં સુધીમાં અનેકગણાં કર્મબંધન જીવ અજ્ઞાનતાથી બાંધે છે. આમ મૂળકર્મની પૂંજી ચૂકવતી વખતે તેમાંથી અનેકગણું કર્મબંધરૂપ વ્યાજ પૂરું થતું નથી. એટલે કે અનાદિકાળથી કર્મની પરંપરા (Causes and Effects) ચાલ્યા જ કરતી હોય છે. (૨) આત્મજાગૃતિના અભાવે અથવા પ્રમાદથી જીવ ધર્મનો માર્ગ અનુસરતો ન હોવાથી તેનો વ્યાપારરૂપી ધર્મ પડી ભાંગે છે અને તેને કોઈ ઉધાર ધીરનાર દેખાતો નથી. વ્યાપારમાં ધનની વૃદ્ધિ થલવટ (Inland Trade) અને જલવટથી (Overseas Trade) થાય છે. તેવી જ રીતે ધર્મધનની વૃદ્ધિ શ્રત અને ચારિત્રધર્મની આરાધનાથી થાય છે. આ બંનેય ઉન્નતિ માર્ગનો વ્યાપાર અજ્ઞાનતાથી કે પ્રમાદથી પડી ભાંગે છે. જો સગુરુ કે જ્ઞાની પુરુષના કૃપાપાત્ર થવાય અને તેઓ મારફત જો સ્વરૂપનો બોધ થાય તો જ કર્મફળ ભોગવતી વખતે નવીન પરંપરા વૃદ્ધિરૂપ વ્યાજ જે થતું હોય છે તેમાંથી છૂટકારો પ્રાપ્ત થાય તો મૂળકર્મની હપ્તાથી ચૂકવણી (કર્મનું દેવું) સંવરપૂર્વકની નિર્જરાથી ભરપાઈ કરી શકાય. (૩) કોઈ જ્ઞાની પુરુષ મારફત સ્વરૂપનો બોધ થાય તો શ્રદ્ધા અને વિવેકરૂપ માણેકચોકમાં હું ધર્મ આરાધનાની દુકાન માડું એટલે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ સ્વજનોનું મન મનાવીને મારો વ્યાપાર શરૂ કરું. હે ! આનંદના ઘનભૂત અને ધર્મમાં શ્રેષ્ઠ શિરોમણિ એવા સર્વજ્ઞદેવ તમો કૃપા કરી મારા હૃદયમંદિરમાં બિરાજો અને મારો હાથ ઝાલો એટલે કે મને ધર્મવ્યાપારમાં સહાય કરો. મને પણ આપના જેવો બનાવો એવી મારી હૃદયપૂર્વકની પ્રાર્થના કૃપા કરી આપ સ્વીકારો. (સાધકનો સ્વાધ્યાય–પા. પ૩) (૩) વર્ણનાત્મક હરિયાળી કેટલીક હરિયાળીઓ વર્ણનપ્રધાન છે. અધ્યાત્મ સાધનામાં બાહ્ય સાધનો (વસ્તુઓ)નો ઉપાદાન તરીકે આશ્રય લેવામાં આવે છે તેને કેન્દ્રમાં રાખીને આવી હરિયાળીઓ રચાઈ છે. પ્રહેલિકા કે સમસ્યાના ઉકેલ શોધવાની સંસ્કૃત સાહિત્યની કાવ્ય પ્રણાલિકામાંથી ગુજરાતી ભાષામાં તેનો ઉદ્દભવ થયો હોય એમ માનવામાં આવે છે. કવિ કોઈ એક વસ્તુ કે સાધનોનો વિવિધ રીતે પરિચય આપે છે અને તે ચીજ કે વસ્તુ કઈ છે તે શોધવા માટે જિજ્ઞાસા જાગે છે. બુદ્ધિને કસોટીએ ચઢાવીએ અને ઊંડા વિચારોને અંતે વર્ણવેલી વસ્તુ શોધી શકાય છે, તેના આરંભમાં જ આવો ઉલ્લેખ થયેલો હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો “ચતુર વિચાર ચતુર વિચારો, એ કોણ કહીયે નારીરે, એક નારી દોય પુરુષ મળીને, નારી એક નિપાઈ રે.” એ ચીજ તે એવી કઈ કઈ રે લોલ.” રે કોઈ અજબ તમાસા દેખો, જહાં રૂપ રંગ ન રેખા. સુગુણનર એ કોણ પુરુષ કહાયો ?” ઉપરોક્ત પંક્તિઓથી શરૂ થતી હરિયાળીઓમાં જિજ્ઞાસા દ્વારા વસ્તુ-સાધન કે ચીજ કઈ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા છે તે શોધવાનો સંદર્ભ મળે છે. વસ્તુનું વર્ણન એવા પ્રકારનું હોય છે કે તે ઉપરથી વિચારને અંતે જવાબ મળી જાય છે ત્યારે સાનંદાશ્ચર્યની અનુભૂતિ થાય છે. હૈયે છે ને હોઠે આવતું નથી, એવો પણ અનુભવ થાય છે. હરિયાળીનાં લક્ષણમાં જિજ્ઞાસાનું તત્ત્વ છે તેનો અહીં પૂર્ણપણે ઉપયોગ થયો છે. હરિયાળી રચનાઓની વિવિધતામાં વર્ણનાત્મક કૃતિઓ તેની નવીનતા અને સમૃદ્ધિનો પરિચય કરાવે છે. કામિની કોઈ કોપે ચઢી નિજ નાથને મારે, મારતા દેખે ઘણા પણ કોઈ ન વારે. કા. નાડો નાથ જાણી કરી, પૂડે ઉજાણી, માથે મારી આશિયો, ઘરમાંહિ તાણી. કા. પરપુરૂષ હાથે ગ્રહી, તવ માને સુખ, ઉંઘમુખી ધણી આગલે, હિયે નાથને દુઃખ. કા. ધનહર્ષ પંડિત ઈમ કહે, સુણજો ગુણવંત, નામ કહો તે નારીનું, જો હો બુદ્ધિવંત. કા. ॥ ૧ ॥ || 2 || | ૪ || (આધ્યાત્મિક હરિયાળી. પા. ૨૪) માયારૂપી સ્ત્રી આત્મારૂપી પતિને મારવા લાગી (માયામાં લપટાયો) આવા માયામાં લપટાયેલા આત્માને સંસારના લોકો જુએ છે પણ અટકાવી શકતા નથી. માયાને કારણે આત્માપતિ નિર્બળ થઈ ગયો. || ૩ || ક્રોધ, કામ, મદ, માન, હર્ષ વગેરે શત્રુઓને કારણે આત્મા નિર્બળ થયો છે. માયાને વશ થયેલો આત્મા તેનો ત્રાસ સહન કરીને આત્મા પર સત્તા જમાવી દીધી. અન્ય પુરુષ મોહનો હાથ પકડીને તેનો ભૌતિક સુખ માણવા લાગી, આત્માને આવી સ્થિતિથી ઘણું દુ:ખ થાય છે. (માયા-સ્રી, મોહ, અન્ય પુરુષ-આત્મા, પતિ) ૪. સંખ્યા મૂલક હરિયાળી (સાંકેતિક) હરિયાળીમાં પ્રતીકોની વિવિધતા રહેલી છે. કેટલાંક સાંકેતિક પ્રતીકો દ્વારા રહસ્યમય અભિવ્યક્તિ કરીને સાંપ્રદાયિક વિચારોની અર્થઘન અભિવ્યક્તિ કરી છે આવા સંખ્યામૂલક શબ્દ પ્રયોગોનો અર્થ તેમાં રહેલા વૈવિધ્યપૂર્ણ વિચારોનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રત્યેક શબ્દનો અર્થ તત્ત્વજ્ઞાનને સ્પર્શીને આત્મસ્વરૂપની સાથે સંબંધ ધરાવે છે. અહીં ઉદયરત્ન અને લબ્ધિસૂરિની કૃતિઓ આપવામાં આવી છે. તત્ત્વ દર્શનના જિજ્ઞાસુઓને માટે આવી કૃતિઓ વધુ રસપ્રદ બને તેવી છે. હરિયાળીના લક્ષણમાં જીજ્ઞાસાનો સમાવેશ થાય છે એટલે આવી કૃતિઓમાં સંખ્યામૂલક પ્રતીકનો અર્થ જાણવાની તીવ્ર ઇચ્છા ઉદ્ભવે છે. અર્થ જાણ્યા પછી તેના સાચા રહસ્યને પામી શકાય છે. અર્થ ગાંભીર્યયુક્ત કવિવાણી કાવ્યકલાના નમૂનારૂપ છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૨૩ મેં તો નજીક રહસ્યાંજી, મોરા રે સાહિબરી, સેવા કરસ્યાંજી, સાહિબ રી, સેવામાં રહસ્યાં. કરસ્યાં સુખદુઃખ વાત, આણા વસ્યાં, શિવસુખ લહસ્યાં હરસ્યાં દુરિત સંઘાત. મેં. તો. તે ૧ / સિદ્ધારથ રાજાનો નંદન, ત્રિશલા દેવી માય, ચોવીશમા જિનના ગુણ ગાતા હરખિત કરશું કાય. મેં. તો. તે ૨ //. બે ને મંડી છો ને ઝંડી, બોલવીશું બાર, પંદર જણની પાસ ન પડશું, તેરને દેશું માર. મેં. તો. . ૩ ll ચાર પાંચ આઠ હણીને, નવમું ધરશું નેહ, દશ પોતાના દોસ્ત કરીને, એકને દેશું માર. મેં. તો છે જ ! બે પાંચ સત્તાવીશ ધરશું, બેંતાલીસ શુદ્ધ, તેત્રીસને ચોરાશી ટાળી, આતમ કરશું શુદ્ધ. મેં. તો. ૫ / સત્તર પાળી અઢાર અજવાળી, જીતશું બાવીશ, તેવીસ જણને દૂર કરીને, ચિત્ત ધરશું ચાલીસ. મેં. તો. || ૬ | ચારમાંથી બેને પરિહરિશું, બેનો આદર કરશું, એમ જિનની આશા વહીને, ભવ સાયરને તરીશું. મેં. તો. | ૭ અંગ વિનાનો સંગ ન કરીએ, તરીએ ભવજલ તીર, ઉદયરત્ન કહે ત્રિશલાનંદન, જય જય મહાવીર. મેં. તો. | ૮ | સાંકેતિક પ્રતીકની માહિતી ગાથા. ૩- બેને મંડી- દેશવિરતિ અને સર્વવિરતિ ધર્મને સ્વીકાર કરવો. છોને ઝંડી છક્કાયના જીવોની રક્ષા. બોલાવીશું બાર–૧૨ ભાવના અનિત્યાદિ. પંદરની પાસ-પંદર કર્માદાન. ૧૩ને માર–૧૩ કાઠિયા. ગાથા. ૪- ચાર પાંચ આઠ હણીને–ચારકષાય, પાંચપ્રમાદ, આઠ કર્મ, નવશું ધરશું નેહ-બ્રહ્મચર્યની નવ વાડનું પાલન. દશ પોતાના દોસ્ત- ૧૦ યતિધર્મ, એકને દેશું માર–મિથ્યાત્વ. ગાથા. ૫- બે પાંચ સત્તાવીશ ધરશું–ર–જ્ઞાનક્રિયા, પ- મહાવ્રત, ૨૭ સાધુના ગુણ, બેંતાલીસ શુદ્ધ-૪ર ગોચરીના દોષ તેત્રીસ ને ચોરાશી ટાળી–૩૩ આશાતના ગુરૂની ૮૪ જિનમંદિરની આશાતના. . Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૪. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ગાથા. ૬- સત્તર પાળી અઢાર અજવાળી ૧૭–સંયમના ભેદ, ૧૮- પાપ સ્થાનક તેવીસ જણને દૂર–પાંચ ઇન્દ્રિયના વિષય-કષાય ચિત્ત ધરશું–૨૪ તીર્થકરનું ચિત્તમાં ધ્યાન કરવું. ચાલીસ જીતશું બાવીશ-૨૨ પરિષહ (અંગ વિનાનો સંગ–અનંગ કામદેવ) ૫. સમસ્યાપ્રધાન હરિયાળી હરિયાળીના મૂળમાં તેનો સાચો અર્થ શોધવાનો બુદ્ધિગમ્ય પુરુષાર્થ રહેલો છે. તેમાં કેટલીક હરિયાળીઓ સમસ્યાપ્રધાન છે. તેમાં કોઈ એક વસ્તુ કે સાધનનો આદિ, મધ્ય અને અંત્ય અક્ષર અથવા તો તેના બાહ્ય લક્ષણ કે ગુણનો ઉલ્લેખ કરવામાં આવે છે તે ઉપરથી વસ્તુ કે સાધનનું નામ શોધવાનું હોય છે. આ વિભાગમાં સુધનહર્ષ અને મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજીની સમસ્યા પ્રધાન હરિયાળીનો સમાવેશ કર્યો છે. તેનાથી જ્ઞાન સાથે ગમ્મતનો વિશિષ્ટ પ્રકારનો આનંદ થાય છે. સમસ્યાનો અર્થ જાણવાની ઉત્કંઠાને કારણે વાંચકો વિચાર કરતા થાય છે અને અંતે તેનો ઉકેલ જાણવાથી પરમ પરિતોષ થાય છે. “કાવ્યશાસ્ત્ર વિનોદન કાલો ગચ્છતિ ધીમતામ્'ની ઉક્તિ તેનાથી ચરિતાર્થ થાય છે. આ પ્રકારની કૃતિઓમાં કવિની અજબગજબની કલ્પના શક્તિનો પણ પરિચય થાય છે. હૈયે છે પણ હોઠે આવતું નથી એમ પણ અનુભવ થવાનો સંભવ છે. મંગલકારી અંત્યાક્ષર વિણ, સહુયે જગ જસ કહવે રે, નિશાલે આવીના (ને) પ્રથમાક્ષર હર્ષ ધરી ગ્રહવે રે. મું. | ૧ / મધ્યાક્ષર વિણ તે ઉભયને, હોય ન કહાં એ પ્યારી રે, અક્ષર ત્રણ કરી તે પૂરણ, રાજકુળે ઘણી સારી રે. મ. || ૨ // પહલા અક્ષર ને છે કાનો, બીજે કેવલ જાણો રે, ત્રીજો અક્ષર જિમ નિરખી, વહેજો અર્થ પિછાણી રે. મેં. || ૩ II આવે એક કોઈન કામે, બે તો કામે આવે રે, ધન હર્ષ પંડિત ઈણ પરિ પૂછે, તે સું નામ કહાવેરે. મું. || ૪ | (હરિયાળી સંગ્રહ પા. ૨૨ ) જવાબ–વાચના આ હરિયાળીનો જવાબ “વાચના' છે. સમસ્યામૂલક હરિયાળીના ઉદાહરણરૂપ આ કૃતિમાં જિનવાણીનો સંદર્ભ રહેલો છે. વાચ–વાણી–મંગલકારી છે. ચના–પાઠશાળામાં બાળકોને આપવામાં આવે છે જેનો સહર્ષ સ્વીકાર થાય છે. વાના–મહાન પુરુષોને ગમતાં નથી. વા' ને માત્રા છે “ચ” માત્રા વગરનો છે ‘ના’ નો અર્થ બોધમાં સહાય કરે છે. રાજકુળમાં રહે છે એટલે જિનશાસન એ રાજકુળ છે. તેમાં વાચના રહે છે. રાજકુળ જિનેશ્વર ભગવંતનું સામ્રાજય એમ સમજવું. Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧ ૨૫ વા–દદ કોઈને કામનું નથી., “ચ–અનેક કામમાં ઉપયોગી છે. ‘ના’—નકારના અર્થમાં છે. આ રીતે હરિયાળીનો અર્થ સ્પષ્ટ થાય છે. સંદર્ભ : હરિયાળી સ્વરૂપ અને વિભાવના હંસ રત્નમંજૂષા ભાગ-૨, પા. – ૨૮૭. ૧૬. ગઝલ સ્વરૂપ વિધાન ગઝલ અરબી સાહિત્યનો કાવ્યપ્રકાર છે. અરબસ્તાનથી ઇરાનની ફારસી ભાષામાં તેનો વિકાસ થયો. રાજકીય પરિસ્થિતિના પ્રભાવથી ગઝલ રચનાઓ વિશેષ થઈ હતી. મુસ્લિમ શાસનકાળ દરમ્યાન રાજ દરબારની ફારસી ભાષાનો સમાજના કેટલાક વર્ગના લોકોએ અભ્યાસ કર્યો હતો. લશ્કરના સૈનિકો સાથે વાતચીત કરવા માટે ઉર્દૂ-ફારસીના મિશ્રણવાળી ભાષા પ્રયોજાતી હતી. ઉર્દૂભાષાના વ્યવહારથી ગઝલ સર્વસાધારણ જનતા સુધી પહોંચી હતી. રાજ્યવહીવટની ફારસી ભાષા ગઝલના અવતાર માટે નિમિત્તરૂપ બની. ક્રમશઃ ગુજરાતી ભાષામાં ગઝલને સ્થાન મળ્યું. “ગઝલ' વિશે સ્વરૂપલક્ષી વિચારણા કરતાં નીચે પ્રમાણેની કેટલીક વિગતો ઉપલબ્ધ થાય ગઝલ એટલે હરણનું બચ્ચું, તીર ખૂંપેલા હરણની ચીસ. (ફિરાખ ગોરખપુરી) આ અર્થ મર્યાદિતપણે ન લેતાં સાહિત્યની રેતી લેવાનો છે. તેમાં ગઝલ શબ્દનું મૂળ તેના અર્થમાં હોય છે. ગઝલ નામનો એક પ્રેમી માણસ હતો તે ઉપરથી ગઝલ શબ્દ પ્રયોગ ઉદ્ભવ્યો છે. ગઝલ એટલે પ્રિયતમા સાથે વાતચીત. શબ્દકોશમાં ગઝલનો અર્થ ફારસી રાગ-રેખતા છે. એટલે એવા રાગનું કાવ્ય. ગઝલ માટે પ્રારંભિક અવસ્થામાં રેખતા શબ્દ પ્રયોગ થતો હતો એટલે ગઝલ એ રેખતાનો પર્યાયવાચી શબ્દ છે. મીરઝા ગાલિબની એક કડીમાં આવો સંદર્ભ પ્રાપ્ત થાય છે. રેખતાકે તુહીં નહીં હો ઉસ્તાદ અસદ, સુનતે હૈ અગલન ઝમાનેમેં કોઈ મીર ભી થા. ગઝલ એ ગાયકીનો એક પ્રકાર છે. ફારસી ભાષામાં ગઝલનો અર્થ એમ છે કે એવું કાવ્ય કે જેમાં પ્રેમ અને સૌન્દર્યનું વર્ણન હોય. અહીં સૌન્દર્યનો અર્થ ભૌતિક નહિ પણ આધ્યાત્મિક રૂપ સમજવાનો છે. ગઝલ વિશે ઉપરોક્ત વિચારો પ્રચલિત છે અને તે ઉપરતી ગઝલ એ સ્વતંત્ર કાવ્ય પ્રકાર છે એમ જાણવા મળે છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ગઝલના બાહ્ય સ્વરૂપને સમજવા માટે કેટલાક પારિભાષિક શબ્દોનો પરિચય અનિવાર્ય બને છે. મત્લઅ, મક્તઅ, શેર, કાફિયા, રદીફ, બહેર, ઉલા અને સાની બીજી કડીનો અંતિમ શબ્દ અન્ય કડીમાં પણ પુનરાવૃત્તિ પામે ત્યારે રદીફ કહેવાય છે. ગઝલની પ્રથમ કડીને મત્લઅ કહેવામાં આવે છે. આ શબ્દનો અર્થ સૂર્યોદય થાય છે. અહીં તેનો અર્થ ગઝલનો ઉદય સમજવાનો છે. ૧૨૬ ગઝલની અંતિમ કડીમાં કવિનું નામ કે ઉપનામ વણી લેવામાં આવે છે ત્યારે મક્તઅ બને છે. તેનો અર્થ ડૂબતો સૂર્ય થાય છે. અહીં ગઝલ પૂર્ણ થઈ એમ સંદર્ભ લેવાનો છે. મત્લઅ અને મક્તઅ એ બંને વચ્ચેની કડીઓની ‘શેર’ કહેવામાં આવે છે. શેરની બીજી પંક્તિમાં રદીફ આવે છે. અને કાફિયા મેળવવામાં આવે છે. ગઝલમાં પાંચથી ઓગણીસ શેરની મર્યાદા છે. તેમાં એકી સંખ્યા અનિવાર્ય છે. ૫, ૭, ૯, ૧૧, ૧૩, ૧૫, ૧૭, ૧૯, એમ શેર હોવો જોઈએ. પ્રત્યેક શેરમાં બીજી પંક્તિમાં રદીફ આવે અને તેના પહેલાંના શબ્દમાં કાફિયા મેળવવામાં આવે છે. રદીફ મત્લઅથી નક્કી થાય છે. ગઝલના છંદને બહેર કહેવામાં આવે છે. ગઝલમાં ૧૦૦૦ ઉપરાંત છંદોનો પ્રયોગ થયો છે. શેરની પહેલી પંક્તિને ઉલા અને બીજી પંક્તિને સાની કહેવાય છે. ટૂંકમાં કહીએ તો ગઝલમાં મત્લઅથી રદીફ અને કાફિયા ઉપરાંત બહેર નક્કી થાય છે. ગઝલના બાહ્ય સ્વરૂપની ઉપરોક્ત માહિતી તેના વિશે પ્રકાશ પાડે છે. ગઝલ એ કાવ્ય છે તે દૃષ્ટિએ, તેમાં તેના બાહ્યદેહની સાથે આંતર કાવ્યનાં લક્ષણોવાળું હોવું જોઈએ. ગઝલમાં પ્રણયની અનુભૂતિ ફિલસૂફની માકફ વ્યક્ત કરવામાં આવે છે. ગઝલના વિષયો જીવન અને મૃત્યુ પછીની પરિકલ્પનાઓ સુધી વિસ્તાર પામ્યા છે. પ્રણયની અનુભૂતિ, મિલન-વિરહ, તડપનની વૈવિધ્યપૂર્ણ અભિવ્યક્તિ એ ગઝલનું પરિબળ છે. સૂફીવાદની પ્રણય વિષયક વિચારધારાનો ગઝલમાં આવિર્ભાવ થયો છે. ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી એમ બે પ્રકારની અભિવ્યક્તિ કરનારી ગઝલો છે. ગઝલના આંતરદેહનો વિચાર કરતાં એમ કહી શકાય કે ગઝલ એ પ્રેમની જબાન છે. ગીત અને ઊર્મિકાવ્યના વિષયો ગઝલમાં સ્થાન પામ્યા છે. ગઝલકારની અભિવ્યક્તિ ભાવવાહી અને રસિક હોવાથી હૃદયસ્પર્શી બને છે. પ્રણયભાવના કે પ્રેમ માનવ જીવનનું અતિપ્રેરક પરિબળ છે એટલે કવિઓએ તેનો મહિમા વિવિધ રીતે ગાયો છે. આ પ્રેમ ભૌતિક હોય કે આધ્યાત્મિક પણ હોય પરિણામે આવી ગઝલો શ્રોતાઓ વાચકોને રસનિમગ્ન કરવાની ઊંચી ક્ષમતા ધરાવે છે. ગઝલમાં ગેયતા—લય તો હોય છે જ પણ તેની સાથે અલંકારો, પ્રતીક, કલ્પનના પ્રયોગ, માનવ ચિત્તની સંવેદના- ભાવ જગતને વ્યક્ત કરવામાં ઉપયોગી બને તેવી રીતે વણાયેલાં હોવા જોઈએ. ગઝલની ભાષા પ્રત્યાયનમાં અનુકૂળ બને તેવી જોઈએ તેની ભાષા ક્લિષ્ટ, તત્સમ Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૨૭ શબ્દોની હારમાળા વાળી ન હોવી જોઈએ. ગઝલ સાહિત્યની દૃષ્ટિએ કાવ્ય પ્રકાર તરીકે સ્થાન ધરાવે છે તો બીજી રીતે “Performing Art' તરીકે પણ તેનું મૂલ્ય ઊંચું છે. મુશાયરા, કવ્વાલી ના સમારંભોમાં ગઝલ કેન્દ્રસ્થાને રહીને કલાત્મક અભિવ્યક્તિ દ્વારા નિર્દોષ આનંદ આપવાનું કાર્ય કરે છે. ગઝલ દ્વારા સર્જકના વ્યક્તિત્વની વિશિષ્ટતા મસ્તી કે મિજાજ પ્રગટ થતો હોય છે. આના પ્રગટીકરણ માટે વેધક ભાષા ઉપયોગી નીવડે છે. કવ્વાલી અને કવ્વાલ શબ્દો ગઝલના સંદર્ભમાં જાણવા જરૂરી છે. જે વ્યક્તિ ગઝલ ગાય છે તે કવ્વાલ કહેવાય છે. અને ગઝલને કવ્વાલી કહેવામાં આવે છે. કવ્વાલ બે પ્રકારની હોય છે. કેટલાક સ્વરચિત ગઝલો ગાય છે કેટલાક કવ્વાલો અન્ય ગઝલકારોની ગઝલો ગાય છે. આ રીતે કવ્વાલી એ ગઝલ ગાયકી સાથે સંકળાયેલો કાવ્ય પ્રકાર છે. તેનો સંદર્ભ પૂરો પાડે છે. સૂક્ષવાદી વિચારધારા પ્રમાણે પ્રભુભક્તિ વિષયક ગઝલ ઇલ્મ, તસવક કહેવાય છે. તેમાં ભક્ત હૃદયની ભગવાન પ્રત્યેની આરજૂ, તમન્ના, અનુરાગ, ચિત્તમાં રહેલી લાગણીઓભાવજગતને વ્યક્ત કરે છે. પ્રણયાનુભવ વૈત વિના અશક્ય છે. સાચો ભક્ત ભગવાન સાથે ભક્તિના માધ્યમ દ્વારા એકરૂપ બને છે. ગઝલની અનેરી મસ્તીનો અનુભવ વર્ણનીય છે. વર્ણનકૌશલ્ય, વિચારતત્વ, ચિંતન, અલંકારયોજના, સંગીતમયતા, આધ્યાત્મિકતા વગેરેથી ગઝલ અતિસમૃદ્ધ કાવ્ય તરીકે સન્માનનીય છે. ગઝલના પ્રારંભમાં પ્રચલિત મુસમ્મન હજ્જ સાલેમ છંદનો મોટા પ્રમાણમાં કવિઓએ પ્રયોગ કર્યો છે. ઉપા. જયંતસેન વિજય, મુનિચંદ્ર વિજયજી મણિ, પ્રભવિજયજી આદિની ગઝલોમાં અર્વાચીન શૈલીનો પ્રભાવ નિહાળી શકાય છે. કવિ આનંદઘનજી, અજિતસાગરસૂરિ અને નાનચંદજીની ગઝલોમાં શાસ્ત્રીય રાગનો સહયોગ સધાયો છે. ધનાશ્રી, માઢ, ભૈરવી, ભીમપલાસ, બિહાગ, હરિગીત સોહની વગેરેનો પ્રયોગથી તેમાં નવીનતા આવી છે. તેનાથી કવિ પ્રતિભાનું દર્શન થાય છે. - રત્નત્રયીના આરાધક મુનિ ભગવંતોએ રચેલી ગઝલોમાં નીતિમત્તાના ઊંચા ધોરણનો પ્રભાવ હોય છે. તે સ્વાભાવિક લાગે છે. આચાર પ્રધાનજીવન જીવતા આ મુનિઓની ગદ્ય-પદ્ય રચનાઓનો પ્રધાન સૂર એ નીતિ અને અધ્યાત્મ સાધનાના વિચારો છે. આ પ્રકારની વિચાર સૃષ્ટિ સંસ્કાર સિંચન દ્વારા માનવ જીવનને ઉન્નત બનાવવામાં પ્રેરક નીવડે છે. મુનિચંદ્ર વિજયજીની ગઝલોમાં મુનિ જીવન અને કવિજીવનનો સમન્વય થયો છે. | ગુજરાતી ભાષામાં ગઝલોનું પ્રમાણ ઘણી મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. તેની ભાષા ગુજરાતી હોવા છતાં હિન્દી, ઊર્દૂ ભાષાનો પ્રભાવ પણ જોવા મળે છે. ગઝલો દ્વારા ગુજરાતી ભાષામાં તેની અનેરી લિજ્જત માણી શકાય તેવી ક્ષમતા છે. જીવન જીવવાનો ઉત્સાહ ટકાવી રાખે ને નવો પ્રાણ પૂરે તેવી સમર્થ શક્તિ ધરાવે છે. સાહિત્યમાં પરંપરા અને પ્રયોગનું વલણ જોવા મળે છે. સર્જક પ્રતિભાના લક્ષણોમાં એમની પ્રયોગશીલતા પણ સફળતા-નિષ્ફળતાનું સૂચન કરે છે. ગુજરાતી ગઝલોમાં Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા પ્રયોગશીલતાથી એનું સ્વરૂપ બદલાયું છે. ગીત જેવી ગઝલો રદિફ-કાફિયા રહિત બોલીથી ગૂંચવાતી રચનાઓ અને ક્યારેક તત્સમ શબ્દોથી ગૂંગળાતી રચનાઓ ગઝલના ગઝલત્વને અને છેવટે કાવ્યત્વને હણી નાંખે છે. ગઝલોમાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે જૈન કવિઓની ગઝલોમાં પરંપરાગત વલણનું અનુસરણ થયું છે. એટલે ગઝલનો પ્રારંભનો શબ્દ રેખતા હતો તે રેખતા અને પ્રારંભના ગઝલકારો શ્રી કંથારિયા મણિભાઈ દ્રિવેદી “સાગર', ત્રિભુવન પ્રેમશંકર ડાહ્યાભાઈ દેરાસરી કલાપી કાન્ત જેવા ગઝલકારો સમાન જૈન કવિઓએ ગઝલો રચીને આ કાવ્યપ્રકારને સમૃદ્ધ કર્યો છે. તેમાં બાહ્ય આકાર જોવા મળે પણ આંતર સ્વરૂપમાં ગઝલમાં પ્રણયનું વિશ્વ મહત્વનું છે. ભૌતિક પ્રેમની વિભાવના કરતાં Divine Love દૈવી પ્રેમ આધ્યાત્મિક પ્રેમની અનુભૂતિને આંતરદોહમાં સ્થાન આપીને સાંસ્કૃતિક મૂલ્યોનું ગૌરવ વધાર્યું છે. જો કે તેમાં રહેલા ઉપદેશના વિચારો મર્યાદા રૂપ ગણીએ તેમ છતાં સૂવાદની વિચારધારાને અનુલક્ષીને આવા વિચારો બાધક બનતા નથી. જૈન સાહિત્યની ગઝલો જૈન સાહિત્યમાં ગઝલોનો પ્રારંભ સ્થળવર્ણનથી થયો છે. વડોદરા, સુરત, ચિત્તોડ, ઉદેપુર, પાલનપુર જેવા શહેરોનું વર્ણન કરતી ગઝલો પ્રાપ્ત થાય છે. જૈન સાધુ કવિઓએ યુગધર્મને ઓળખીને સમકાલીન પ્રવાહ સાથે એકરૂપ થવા માટે ગઝલોનું સર્જન કર્યું હોય એમ માનવાને કારણ મળે છે. રાજદરબારની ફારસી ભાષા સાધુઓએ શીખી લીધી અને તેનો ગઝલોમાં પ્રયોગ કર્યો હતો. સિદ્ધિચંદ્ર ગણિને અકબર બાદશાહ તરફથી “ખુફહમ'નો ઈલ્કાબ મળ્યો હતો. Dળવર્ણનની ગઝલોનો પ્રારંભ ૧૮મી સદીમાં થયો છે. જૈન સાધુઓએ તીર્થ માહાભ્યને લગતાં કાવ્યો રચ્યાં હતાં. પુરાણોમાં જેમ કાશી માહાભ્ય, ગયા મહાભ્યની સમાન જૈન તીર્થોનો મહિમા ગાયો હતો. જૈન સાહિત્યમાં જિનપ્રભસૂરિની રચના “વિવિધ તીર્થકલ્પ' આ પ્રકારની કૃતિ છે જેમાં તીર્થોની ઐતિહાસિક ધાર્મિક અને ભૌગોલિક માહિતી ગૂંથી લેવામાં આવી છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષાની આ કૃતિઓનો પ્રભાવ સ્થળવર્ણનની ગઝલો પર પડ્યો હોય એમ અનુમાન કરવામાં આવે છે. આ પ્રકારની ગઝલો મનોરંજન તથા માહિતી પ્રધાન હોઈ તેમાં કવિત્વના અંશોનું પ્રમાણ અલ્પમાત્રામાં છે. વર્ણન કૌશલ્ય ને માહિતી સભર હોવાથી તેનો બાહ્ય આકાર ગઝલનો છે પણ આંતરદેહમાં કવિત્વનાં લક્ષણો નહિવત્ જણાય છે. જૈન સાહિત્યમાં સ્થળવર્ણનની ગઝલો એ ગઝલની પ્રાથમિક અવસ્થા દર્શાવે છે. આ ગઝલોને લોકસાહિત્યના એક અંગરૂપે મૂલવવામાં આવે તો યથાર્થ લેખાશે. ઐતિહાસિક માહિતી મેળવવા માટે આવી ગઝલોને આધારભૂત સાધન ગણાય છે. | મુસ્લિમ શાસનના પ્રભાવથી રેખતા અને ગઝલ પદબંધનો આશ્રય લઈને સ્થળ વર્ણનની ગઝલો રચાઈ હતી. સંવત ૧૭૪૮માં ખરત ગચ્છના કવિ ખેતાએ ‘ચિતોડ રી ગઝલની રચના કરી છે. આ Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૨૯ રચના સ્વયં તે સ્થળનો પ્રવાસ કરીને કરી હતી એવો સંદર્ભ તેમાંથી મળે છે. “કહિયે સિત કહો કૅસિ કિ, આંખ્યું દેખિયે ઐસિ કિં.” દુહાથી ગઝલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. “ચરણ ચતુર્ભુજધારિ ચિત, અરૂ ઠીક કરિ મન ઠોર, ચોરાશી ગઢ ચક્કલે, ચાલો ગઢ ચિતોર.” ચિતોડનું વર્ણન કરતી ગઝલની પંક્તિઓ નમૂનારૂપે નીચે પ્રમાણે નોંધવામાં આવી છે. ગઢ ચિતોડ હૈ વંકા કિ, માનું સમદ મેં લંકાકિ.” જૈસી દ્વારિકા હરિદ્વાર, ગંગા ગોમતી ગિરનાર, બદરીનાથ તટ કેદાર, ઈકલિંગ તેતલા અવતાર.” કસબા તલહટી, ઐસી કિ, દીલ્હી આગર જૈસી કિ.” રચના સમયનો સંદર્ભ કવિની પંક્તિઓમાંથી મળી આવે છે. (૨) સંવત સત્તરમેં અડતાલ, ખેતા કિ, આંખે મોજનું એતાર્કિ, વદિ પખવારઈ તેરા કિ કીનિ ગજલ પઢિયો ડિકિ.” (૩) ગઝલના અંતે મધ્યકાલીન પરંપરા અનુસાર કલશ રચના પણ કરી છે. “પઢો ઠીક બારીક સું, પંડિતાણે જિન્હોં રીત સંગીતકા ઠીક માણે, ચારોં બૂટ માલૂમ ચિતાડ ચાવિ, જિહાં ચંડિકાપીઠ ચામુંડ માઈ.” (૪) કવિ ખેતાજી બીજી કૃતિ ઉદયપુર રી ગઝલ છે. સંવત ૧૭૫૫થી ૧૭૬૭ સુધીમાં થયેલા રાણા જયસિંહના પુત્ર અમરસિંહના વખતમાં રચાઈ છે. મંગલાચરણમાં દુહા, ગઝલમાં ઉદયપુરનું વર્ણન અને કળશથી ગઝલ રચના પૂર્ણ થાય છે. દુહા. જવું આદિ ઇકલિંગજી, નાથદ્વાર નામા, ગુણ ઉદયાપુર ગાવતાં સંતો કરો સનાથ. આ ગઝલની પંક્તિઓ પીછે તલાવ પીછો લાફ કરતા લહિર કિલ્લોલાક મોહન મંદર બાદર મહિલ, અંદર ખૂબ ઉજલાહલ. મહિ રહિત મગરમચ્છ, કૂરમ કમછ દાદુર કચ્છ, સારસ હંસ બતકા સોર, મધુરે મોર કે ડિંગોર. નરપતિ બૈઠકર નાવાક, દેખત સૈલ દરિયાવા. (૯) (૫) Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોઃ સ્વરૂપ અને સમીક્ષા સ્થળવર્ણનની પરંપરાને અનુસરીને કવિરાજ દીપવિજયે વટપદ્ર, ખંભાત, પાલનપુર, સુરત, ઉદેપુર અને શિનોરની ગઝલો રચી છે. તેમાં સમકાલીન ઐતિહાસિક અને ભૌગોલિક માહિતી પ્રાપ્ત થાય છે. તેનો રચના સમય સં. ૧૮૭૭ની આસપાસ છે. વટપદ્રની ગઝલ સં. ૧૮૫રમાં રચાઈ છે. કવિ આત્મારામજીએ પૂજા સાહિત્યની રચનામાં ગઝલ અને રેખતાનો પ્રયોગ કરીને નવા વિષયોને સ્થાન આપ્યું છે. પૂજા સાહિત્ય ભક્તિ–માર્ગની પરંપરાનું એક મુખ્ય અંગ છે. ભક્તિના માધ્યમ દ્વારા પ્રભુ સાથે એકાગ્રતા સાધવાની સર્વસાધારણ જનતાને સાનુકૂળતા પ્રાપ્ત થાય છે. તે દૃષ્ટિએ કવિની ભક્તિપ્રધાન રચનાઓમાં દેશીઓની સાથે ગઝલને રેખતાનો પ્રયોગ થયો છે, જે જૈન સાહિત્યની ગઝલના ઇતિહાસમાં નોંધપાત્ર બને છે. કવિ મનસુખલાલે આધ્યાત્મિક વિચારધારાને પોતાની ગઝલોમાં સ્થાન આપ્યું છે. શુદ્ધ આત્મતત્વના વિચારોને વ્યક્ત કરતી આ ગઝલો જૈન સાહિત્યનું નવલું નજરાણું છે. તેમાં ભક્તિ તો ખરીજ પણ વિશેષતઃ આત્મસ્વરૂપની પિછાન માટેના વિચારો કેન્દ્રસ્થાને છે. ઉપાધ્યાય વીરવિજયજીએ ભક્તિ–માર્ગની લોક પ્રચલિત સ્તવનોની રચનામાં “ગઝલ' નો પદબંધ સ્વીકાર કર્યો હતો. એમણે સ્તવન ચોવીસીને અંતે કળશ રચનામાં રેખતાનો પ્રયોગ કર્યો છે. જૈન કવિઓની મોટાભાગની કૃતિઓમાં દેશીઓનું અનુસરણ થયું છે. તેની સાથે સમકાલીન પ્રભાવથી ગઝલ-રેખતાનો પ્રયોગ થયો છે. કવિ હંસવિજયના પૂજા સાહિત્યમાં ગઝલોનો પ્રયોગ થયો છે તેમાં ગિરનારમંડન નેમિનાથ ભગવાનનાં ગુણગાન સાથે તીર્થ મહિમા વર્ણવ્યો છે. આ વર્ણનમાં દેશીઓની સાથે ગઝલનો પ્રયોગ થયો છે. વિષયની દૃષ્ટિએ હંસવિજયનું નામ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. જૈન સાહિત્યની ગઝલોમાં મુખ્યત્વે તીર્થકર ભગવંતના જીવન પ્રસંગો દ્વારા ભક્તિનો મહિમા ગાવામાં આવ્યો છે. ત્યાગ અને વૈરાગ્યની ભાવનાનું પોષણ અને આત્મસ્વરૂપ પામવા માટે અનિવાર્ય ગુણોનું સંવર્ધન થાય તેવા પ્રેરક વિચારો પ્રગટ થયેલા છે. માનવતાના દૃષ્ટિકોણને કેન્દ્રમાં રાખીને પણ કેટલીક ગઝલોનું સર્જન થયું છે. જેમાંથી વ્યક્તિના વ્યક્તિત્વને ઉદાત્ત બનાવવામાં ચિંતનાત્મક વિચારો સ્થાન પામેલા છે. ભક્તિ, યોગ કે જ્ઞાન ગમે તેનો આશ્રય લેવામાં આવે પણ તે સાધન છે, સાધ્ય નથી એવો દઢ સંકલ્પ કરીને સાધન દ્વારા સાધ્યઆત્માની મુક્તિ છે તે લક્ષમાં રાખીને આત્માના શાશ્વત સુખની એક અને અવિચ્છિન્ન મહત્વકાંક્ષા પરિપૂર્ણ થાય તે માટેના વૈવિધ્ય સભર વિચારો ગઝલોમાં સ્થાન પામ્યા છે. ગઝલમાં જે મિલન-વિરહ જેવા ભૌતિક પ્રણયની અભિવ્યક્તિ હોવી જોઈએ તેને બદલે આ ગઝલોમાં અધ્યાત્મ પ્રેમ-વિરહ-મિલનની હૃદયસ્પર્શી ભાવવાહી પ્રાર્થના જેવી આધ્યાત્મિક વાણી વણાઈ ગયેલી છે. પ્રેમનાં સર્વ પ્રકારોમાં શ્રેષ્ઠ પ્રભુ પ્રેમ છે. એવો પ્રધાન સૂર વારંવાર પ્રગટ થયો છે. ગઝલમાં વિષય વૈવિધ્યની દૃષ્ટિએ વિચાર કરતાં લબ્ધિસૂરિ પછી વલ્લભસૂરિનું સ્થાન આવે છે. એમણે પરંપરાગત વૈરાગ્ય-બોધવાળી ગઝલો ઉપરાંત તીર્થ મહિમા, પર્વની ઉજવણી અને ભક્તિ ભાવવાળી ગઝલોનું સર્જન કરીને આ કાવ્યપ્રકારને સમૃદ્ધ કર્યો છે. વલ્લભસૂરિની Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૩૧ પર્યુષણની અને અક્ષયનિધિ તપની ગઝલ વિષયની દૃષ્ટિએ નવીન હોઈ ગઝલોમાં નવું આકર્ષણ જમાવે છે. કવિનો શાંતિનાથ ભગવાન પ્રત્યે વિશેષ ભક્તિભાવ રહ્યો છે એમ એમની કૃતિઓ પરથી નિષ્કર્ષ તારવી શકાય છે. શાંતિનાથ ભગવાનની ગઝલો, સ્તવન, પંચકલ્યાણકપૂજા તેના ઉદાહરણરૂપ છે. એમણે બે કવ્વાલી સંસ્કૃત ભાષામાં રચી છે. જેમાં શાંતિનાથ ભગવાનનો મહિમા ગાવામાં આવ્યો છે. કવિનો સંસ્કૃત ભાષા પ્રત્યેનો પ્રેમ અહીં પ્રગટ થાય છે. એમનું ભાષા પ્રભુત્વ કવિત્વ શક્તિનું ઘોતક છે. ૫. મણિવિજયજીએ ઉપા. વીરવિજયજી સમાન સ્તવન રચનાઓમાં ગઝલનો પ્રયોગ કર્યો છે. આચાર્ય લબ્ધિસૂરિએ જૈન સાહિત્યની ગઝલના વિકાસમાં મૂલ્યવાન પ્રદાન કર્યું છે. વિષયવૈવિધ્યની સાથે કલાત્મક અભિવ્યક્તિ પણ નોંધપાત્ર છે. બારભાવના, ચારભાવના, તત્ત્વત્રયી, વ્યસનનિષેધ, ઉપદેશાત્મક વૈરાગ્યભાવનું નિરૂપણ અને માનવીયગુણોના વિકાસમાં સંસ્કાર સિંચન કરે તેવી આધ્યાત્મિક અને વ્યવહાર જીવન વિષયક ગઝલોની રચનાથી જૈન સાહિત્યની ગઝલોને સમૃદ્ધ કરી છે. જૈન સાહિત્યના પ્રથમ કોટિના ગઝલકાર તરીકે એમનું સ્થાન છે. કવિનો મિજાજ ને મસ્તી ગઝલોમાં નિહાળી શકાય છે. સંખ્યા અને ગુણવત્તાની દૃષ્ટિએ આ. લબ્ધિસૂરિની તુલનામાં અન્ય કવિઓ નભોમંડળમાં તારલા સમાન છે. જ્યારે આ. લબ્ધિસૂરિ સૂર્યસમાન પ્રકાશપુંજ પાથરીને ગઝલને વિશાળ ફલક પર તરતી મૂકે છે. સાંપ્રદાયિક વિષયોની સાથે સાથે સાંસ્કૃતિક મૂલ્યોનું સંરક્ષણ થાય અને માનવીય ગુણો પ્રત્યે આદર થાય તેવા વિચારો પ્રગટ કરતી ગઝલો જન સાધારણને સ્પર્શી શકે તેવી ઊંચી ગુણવત્તા ધરાવે છે. આગમ પ્રભાકર મુનિ પુણ્યવિજયજીની બે ગઝલોમાં ગુરુવિરહથી ઉદ્ભવેલી લાગણી, શુભભાવના, પ્રત્યુપકાર વ્યક્ત કરીને ગુરુ મહિમા પ્રગટ કરે છે. આ ગઝલો કરૂણરસની ભાવવાહી હૃદયસ્પર્શી અભિવ્યક્તિના ઉદાહરણરૂપ છે. કવિઓની ગઝલો મુખ્યત્વે ભક્તિ રસપ્રધાન હોવાથી શાંત રસની અનુભૂતિ કરાવે છે જયારે પુણ્યવિજયજીની બે ગઝલ રસની દષ્ટિએ વિચારતાં વધુ આકર્ષક બને છે. આ. દક્ષસૂરિની સ્તવનાવલિમાં પ્રભુભક્તિ વિષયક ગઝલો પ્રાપ્ત થાય છે. કેટલીક પ્રકીર્ણ ગઝલોમાં જ્ઞાન અને ભક્તિના સમન્વયની સાથે આત્મસ્વરૂપ ચિંતન, જિનવાણીનો મહિમાં, ગુરુવિરહ, વૈરાગ્યભાવના, તીર્થમહિમા વગેરે વિષયોને સ્થાન આપવામાં આવ્યું છે. જૈન સાહિત્યની ગઝલો સ્થળવર્ણનથી શરૂ થયા પછી ક્રમશઃ આધ્યાત્મિક વિચારોને વિવિધ રીતે સ્પર્શે છે. સૂફીવાદની વિચારધારામાં આધ્યાત્મિક વિચારોને કેન્દ્ર સ્થાને મૂકવામાં આવ્યા છે તદ્અનુસાર જૈન સાહિત્યની ગઝલો પણ અધ્યાત્મ માર્ગની ચિંતન અને મનન કરવા લાયક પ્રસાદી છે. આત્મ વિકાસ માટે વૈરાગ્યભાવ પોષક હોવાથી જુદા જુદા સ્વરૂપમાં રચનાઓ થઈ છે તેમાં ગઝલ પ્રકારની કૃતિઓ પણ સમર્થન આપે છે. સમગ્ર રીતે વિહંગાવલોકન કરતાં ગઝલોમાં વિષય વૈવિધ્ય નોંધપાત્ર છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ '૧૩૨ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા આ ગઝલોમાં વ્યક્ત થયેલા વિચારો પ્રાચીન દષ્ટાંતોનો સૂચક ઉલ્લેખ કરીને સાંસ્કૃતિક મૂલ્યોનું સમર્થન કરે છે. સત્ત્વશીલ સાહિત્યમાં આવા વિચારોનું પ્રતિપાદન થાય તે ઇચ્છવા યોગ્ય છે. આ દૃષ્ટિએ વિચારીએ તો ધાર્મિક વિષયો દ્વારા માનવજન્મની સફળતા અને વ્યવહાર શુદ્ધિથી સાચા માનવી બનવા માટેની કલ્યાણકારી ભૂમિકા પૂરી પાડે છે. ગઝલોના વિકાસનો વિચાર કરતાં તેમાં રહેલી પ્રયોગશીલતા ધ્યાન ખેંચે છે. “ગઝલના કાવ્ય રૂપને સંયોજીને એક નવીન સંસૃષ્ટિરૂપ gross genere સર્જવાના આશયથી ગઝલકાર પ્રયોગ તત્પર બને છે. આવાં સંયોજનો સૉનેટ-ગઝલ, દુહા-ગઝલ, ગઝલમુક્તક, ગીત-ગઝલ, ઠુમરી-ગઝલ, એમ થતાં રહ્યા છે.” (૭) “ગઝલમાં લય સાધ્ય કરવામાં સંગીતનું પ્રદાન વિશેષ મહત્વનું છે. તેના દ્વારા સ્વરતાલના સાતત્યને લીધે એકાગ્રતાનું વાતાવરણ સર્જી શકાય છે. આવી એકાગ્રતા જ સફળતાનું સૂચન કરે છે.” (૮) ગુજરાતી ભાષામાં પ્રારંભની ગઝલો છંદ પૂરતી જ સીમિત હતી. બાલાશંકર કંથારિયાની ગઝલનું ઉદાહરણ જોઈએ તો ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે, ગયું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે.” (૯) - મણિલાલ નભુભાઈ દ્વિવેદી “અહા? હું એકલો દુનિયા બિયાબાંમાં સૂનો ભટકું, રઝળતો ઈશ્કને રસ્તે, અહીંતહીં આંધળો અટકું.” (૧૦) - કવિ કલાપી “યારી ગુલામી શું કરું, તારી સનમ, ગાલ ચૂમું કે પાનીએ તુંને સનમ.” (૧૧) આ ગઝલો ભૈરવી રાગમાં ગવાતી હતી તે ઉપરથી ગઝલનું શાસ્ત્રીય રાગ સાથેનું સંયોજન થયેલું લાગે છે. ગઝલના છંદો માત્રામેળ છે. આ છંદો એટલા બધા સ્થિતિસ્થાપક છે કે ચતુષ્કલ, પંચકલ, પકલ, સપ્તકલ એમ ગમે તે રીતે વાંચી શકાય છે. અર્થાત્ કરવા, ધુમાળી, ત્રિતાલપંજાબી, ઝપતાલ, દાદરા, એકતાલ, રૂપક કે દીપચંદી એમ જુદી જુદી માત્રાવાળા તાલમાં સહેલાઈથી બેસાડી શકાય છે. - રાગોનું મિશ્રણ કાવ્યના ભાવમાં અતિસુંદર લાગે છે. ગઝલનું માધ્યમ સંગીતમાં વધુ લોકપ્રિય થયું છે. (૧૨) Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૩૩ ગઝલ રચનાના સંદર્ભમાં શાસ્ત્રીય રાગ-તાલનું સંયોજન પણ મહત્વનું સ્થાન ધરાવે છે. જૈન સાહિત્યની ગઝલોમાં આવો પ્રયોગ થયો છે. આ અંગેનાં કેટલાંક ઉદાહરણો અત્રે નોંધવામાં આવ્યાં છે. લગભગ બધીજ ગઝલોમાં રદીફનું અનુસરણ થયેલું છે, રદીફની સાથે અને સ્વતંત્ર રીતે કાફિયા પણ સ્થાન પામ્યો છે. કેટલીક ગઝલોના “શેર'ની ચોથી પંક્તિનું પ્રત્યેકનું પુનરાવર્તન ગીત, કાવ્ય ગરબો કે દેશની ધ્રુવ પંક્તિ સમાન સ્થાન પામ્યું છે. તેના પરિણામે આવી ગઝલોમાં વેધક વિચારો પ્રગટ થયા છે. જૈન સાહિત્યની ગઝલોનું અવલોકન કરતાં એમ જાણવા મળે છે કે કવિઓએ ગઝલને એક રાગ તરીકે સ્વીકારીને તેનું સર્જન કર્યું છે. ગઝલનો પ્રભાવોત્પાદક લય, કવ્વાલીની વિશિષ્ટ પ્રકારની ગેયતાથી પ્રેરાઈને ગઝલ કવ્વાલીનું સર્જન થયું છે. પરિણામે તેનું છંદશાસ્ત્રની રીતે મૂલ્યાંકન કરતાં બંધારણ અંગેની ત્રુટિઓ રહેલી છે. માત્ર લય-ગેયતાને મહત્વ આપીને ગઝલોની રચના થઈ છે ત્યારે તેના બંધારણની અપેક્ષા પૂર્ણ થઈ શકે નહિ તે સ્વાભાવિક છે. કેટલાંક ઉદાહરણો પરથી ગઝલો વિષે વધુ માહિતી મળી શકે તેમ છે. આચાર્ય લબ્ધિસૂરિની ગઝલો ઉદા. તરીકે જોઈએ તો – “લગી હૈ ચાહ દરશનકી મિટા દોગે તો ક્યા હોગા.” કવિએ અહીં રાગ-ગજલ, કવ્વાલી એમ નોંધ્યું છે. ભજો મહાવીર કે ચરણો, છુડા દેગા જનમ મરણોં.” “કુંથુજિન મેરી ભવભ્રમણા, મિટા દોગે તો ક્યા હોગા.” “રૂષભજિન સુન લિયો ભગવાન, અરજ તુમસે ગુજારું છું.” આ ઉદા. માં કવિએ “રાગ ગજલ” એમ લખ્યું છે. શાસ્ત્રીય રાગો અને દેશીઓના ચાલ વાળી ગઝલ-કવ્વાલી રચનાઓ પણ ઉપલબ્ધ થાય છે. ઉદા. “મેં ભેટયા આદિનાથજી, હર્ષ અપાર, હર્ષ અપારી, આનંદકારી રાગ રોગ હર કવાથજી. હર્ષ અપાર.” અહીં ગઝલ-ભૈરવી રાગનો સુમેળ સધાયો છે. ચંદા પ્રભુજી પ્યારા, મુઝકો દીયો સહારા.” અહીં કવિએ રાગ–કવ્વાલીનો ઉલ્લેખ કર્યો છે. | વિજય માણિક્યસિંહસૂરિ કૃત મહાવીર સ્વામી પંચકલ્યાણક પૂજાની ચોથી ઢાળમાં રાગસોહની-કવ્વાલીનો પ્રયોગ થયો છે. વળી તે દેશી સાથે સામ્ય ધરાવે છે તે દૃષ્ટિએ દેશીનો ઉલ્લેખ કર્યો છે. દેશી- “રાજા મેરા મિથેની ગયા.” કવિ મનસુખલાલની ગઝલનું ઉદા. જોઈએ તો – Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા “સુબોધકે ઉદ્યોત હોત, દુરિત તમ હરા.” “પ્રભુ ફજલુ મજલૂ કરું, મેં આત્મ શક્તિ છે.” “પ્રતા દક્ષ જ્ઞાન લક્ષ ચેતના જાગી.” અહીં કવિએ “ગજલ-તાલ-દાદરા-અંગ્રેજી બાજેકી ચાલ” એમ જણાવ્યું છે. આચાર્ય વલ્લભસૂરિની ઋષિમંડલની પૂજાની આઠમી ઢાળમાં એવી નોંધ છે કે ગજલતાલ-કવ્વાલી નાટક અને દેશી આશક તો હો ચુકા હું. વીર નિણંદ જયકારા, જયકારા, ભવિ જન ભાવશું પૂજે.” આચાર્ય વલ્લભસૂરિની પંચતીર્થ પૂજાનું ઉદાહરણ જોઈએ તો – પૂજન તો કર રહા હું, ચાહે તારો યા ન તારો અહીં ગઝલ-કવ્વાલીની સાથે ચાહે બોલો યા ન બોલો – એ ચાલનો ઉલ્લેખ કર્યો છે. એમની મહાવીર પ્રભુ પંચ કલ્યાણકપૂજાની ગઝલમાં દેશીનો સમન્વય થયો છે. “દેશી ધન ધન વો જગમેં “ધન્ય ધન્ય વીર જિનંદ ભગવાન, તપસ્યા કરકે બતલાનેવાલે.” ઉપરોક્ત ઉદાહરણો ગઝલ અને કવ્વાલીનો શાસ્ત્રીય રાગ અને દેશી સાથે સંબંધ દર્શાવે છે. મુખ્યત્વે તો કવિઓએ ગઝલ-કવ્વાલીના રાગ-લયને અનુસરીને કૃતિઓ રચી છે. કવિ હંસવિજયજીની એક કવ્વાલીનું ઉદાહરણ નીચે મુજબ છે. ' “પૂજન દ્રવ્ય ભાવસે હોવે, સાધુ સિદ્ધાંત દિખલાવે.” સુનો પ્રભુ વિનતી એતી, હમેં સંસારસે તારો ” યહ ચાલ કવ્વાલી એમ ઉલ્લેખ કર્યો છે. આ. વલ્લભસૂરિની નિન્યાનવે પ્રકારી પૂજાનું ઉદાહરણ નીચે મુજબ છે. ગિરિરાજ દર્શ પાવે, જગ પુણ્યવંત પ્રાની.” અહીં કવિએ “કવ્વાલી-ગજલ-ચાલ આશક તો હો રહા હું” એમ ઉલ્લેખ કર્યો છે. બીજુ ઉદાહરણ. “યાત્રા નિત કરિએ, નિત કરીએ, નિત કરિએ, પ્રભુ આદિજિનંદ અનુસરિએ” કવિએ અહીં તાલ-કવ્વાલી-ચાલ મુજરો એમ નોધ્યું છે. હુંઢ ફિરા જગ સારા જગ સારા, સિદ્ધગિરિઆની ન મિલા.” અહીં કવિએ “સોહની-કવ્વાલી ચાલ-રાજા મેરા મિથેની ગયા” એમ દર્શાવ્યું છે. આચાર્ય વલ્લભસૂરિની એક રચનામાં ગઝલની સાથે તાલ દાદરાનું સંયોજન થયું છે. સેવો ભવિ વિરજિન રાજા, અપુનરાવૃત્તિ ફળ તાજાં.” તેમાં વળી ‘લો દિવાના કિયા દિલ મેરા' એ ચાલ સાથે પણ સંબંધ દર્શાવ્યો છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૩૫ ઉપરોક્ત ઉદાહરણોને આધારે એવો નિષ્કર્ષ તારવવામાં આવે છે કે જૈન સાહિત્યની ગઝલો પદબંધ તરીકે મોટે ભાગે ગઝલના છંદશાસ્ત્ર કરતાં શાસ્ત્રીય રાગ-દેશીઓ અને ચાલને અનુસરીને સર્જાઈ છે. તે દષ્ટિએ ગઝલોનું મૂલ્યાંકન કરતી વખતે છંદશાસ્ત્ર (અરબી-ફારસીના) કરતાં કવિઓએ ગઝલના લય-રાગને અનુસરીને રચના કરી છે એ વાત ધ્યાનમાં લેવી અનિવાર્ય બને છે. સાહિત્ય સર્જનમાં પરંપરા અને પ્રયોગને પણ સ્થાન આપવામાં આવ્યું તે દૃષ્ટિએ વિચારીએ તો ગઝલોમાં પણ પ્રયોગો થયા છે. જૈન સાહિત્યની ગઝલોમાં આવા પ્રયોગનું વલણ જોવા મળે છે. છંદશાસ્ત્રના નિયમ પ્રમાણેની ગઝલો સિવાય અન્ય ગઝલો રચાય છે તે માટે જમિયત પંડ્યાના વિચારો નોંધવામાં આવ્યા છે. છંદ શાસ્ત્રમાં ગઝલ અને તે સિવાય બંધારણપૂર્વકના અન્ય ઘણા પ્રકારો છે. વર્તમાન સમયની ગઝલોમાં પ્રાસાનુપ્રાસને કારણે ભાવસાતત્ય સાદ્યત જળવાઈ રહે તે પ્રકારે રચાયેલી ઘણી ગઝલો પ્રસિદ્ધ થતી રહે છે. આ પદ્ધતિને “નઝમ' પ્રકારની ગઝલો તરીકે ઓળખાય છે. ભાવ સાતત્ય જાળવી શકાય તેવી ગઝલ સિવાય અન્ય ૧૪ પ્રકારો છે. ૧ ગઝલ, ૨ મુક્તક, ૩ રૂબી, ૪ નઝમ, ૫ પરંપરિત, ૬ આઝાદબહર, ૭ મુરબ્બા , ૮ મુસલ્લસ, ૯ મુખમ્મસ, ૧૦ મુસલ્સ, ૧૧ મુસમ્મનું, ૧૨ મુઅશર, ૧૩ તઝમીન, ૧૪ હિકાયાત, ૧૫ મસનવી. ગુજરાત; દક્ષિણ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં જઈ વસેલા મુસ્લિમ વિદ્વાનો અને સૂફીસંતોએ મસનવીઓ લખી છે. તેમજ હિકાયતો પણ લખાઈ છે. આ ગઝલની બહેરોમાં સળંગ કથાવસ્તુઓ, ઉપદેશો, પ્રેમકથાઓ તેમજ પ્રશસ્તિ કાવ્ય પ્રકારો ઉર્દૂ, પંજાબી, સિંધી વગેરે ભાષાઓમાં લખાયેલ છે. વર્તમાન સમયમાં આ પ્રકારોનો ક્યાંય ઉપયોગ થતો નથી. ગુજરાતના કેટલાક સ્થળોએ સંત કવિઓએ લાંબાં ખંડકાવ્યો, મસનવીઓ અને હિકાયત ઉર્દૂમાં રેખતામાં લખેલ છે. આ પ્રકારનું ખેડાણ લગભગ હવે થતું નથી.” (૧૩) જૈન કવિઓએ રેખતા'નો પ્રયોગ કરીને આધ્યાત્મિક વિચારો વ્યક્ત કર્યા છે. તેમાં ઉપદેશનું તત્ત્વ પણ રહેલું છે. સૂફી વિચાર ધારાને વ્યક્ત કરતી ગઝલોમાં ઉપદેશ રહેલો છે તે દૃષ્ટિએ જૈન સાહિત્યની ગઝલોમાં આવો ઉપદેશ હોય તો તે ગઝલના વિષય વસ્તુનું એક અંગ છે એમ માનવું જોઈએ. ગઝલમાં સતત પ્રયોગો થયા છે. અને થતા રહેશે. જૈન સાહિત્યની ગઝલોમાં પ્રયોગનું વલણ ઓછું છે છતાં તેમાં શાસ્ત્રીય રાગ અને દેશીઓનું સંયોજન કરીને ગઝલોમાં પ્રયોગશીલતા દર્શાવી છે. સ્થળ વર્ણનની ગઝલોમાં મધ્યકાલીન પરંપરાનું અનુસરણ કરીને કળશ, દુહા, રચના, સંવત વગેરે વિગતો પ્રાપ્ત થાય છે. કવિ “ખેતા'ની ‘ચિતોડરી ગઝલ'નું ઉદાહરણ નીચે પ્રમાણે છે. “ખરતર કવિ જાતિ ખેતાકિ, આંખ મોજશું એતાકિ, સંવત સત્તરમેં અડતાલ, સાવણમાર રિતુ વરસાલ.” વદિ પખવારઈ તેરી કિ કિની ગઝલ પઢિયો ઠીક” Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા (૧૪) કવિરાજ દીપવિજયની “પાલનપુરની ગઝલ”માં “કળશ” રચના થયેલી છે તેમાં કવિના નામનો સંદર્ભ છે. “ધરણરાજ પદ્માવતી અહર્નિસ્ પ્રભુ હાજર રહે, દીપવિજય કવિરાજ બહાદર સકલ સંઘમંગલ કરે.” (૧૫) ગઝલની છેલ્લી કડીમાં કવિનું નામ કે ઉપનામનો ઉલ્લેખ થેલો હોય છે. જૈન સાહિત્યની ગઝલોમાં પણ ઉપનામ કરતા સીધા નામનો જ સંદર્ભ પ્રાપ્ત થાય છે. “અરે આ નાવ જીંદગીનું ધર્યું છે હાથ મેં તારે, ડુબાવે તું ઉગારે તું, શ્રી શુભવીર વીનવે તુજને.” | ૭ | અહીં કવિ પંત વીરવિજયનો નામોલ્લેખ થયો છે. “નાગર' ની અરજ ઉર ધરજો. ” “વિનયમુનિ વદે ભાવે, ગઝલ એ પ્રેમથી ગાવે.” ગુણીના ગુણની વિધિ પૂજ્ય પુણ્યવિજયે કીધી, કવ્વાલી શુદ્ધ એ કીધી, દયાળુ મેં નથી દીઠી.” | ૨૭ II “ કહે લબ્ધિ સુખી થાશે, પડ્યા જે એહના પાસે, વેશ્યાની વાસના ત્યાગો, અગર જો સુખડાં માગો.” | ૧૦ || સહસ હો કમ સત્તાઇસે, ચૈત્ર દ્વાદશી સુદિ સારી, કિયો વલ્લમ પ્રભુ દર્શન, જુઓ આનંદ શનિવાસ. || ૧૦ | (આ કડીમાં રચના સમય, મહિનો, તિથિ, વાર અને કવિના નામનો ઉલ્લેખ છે.) નેમિ લાવશ્ય ચરણોંકા ઉપાસક દક્ષ ગાવત હૈ || (અહીં કવિએ ગુરુ પરંપરાનો નિર્દેશ કર્યો છે) રૂપાતીત સ્વભાવ ધરે, શુદ્ધ કેવલજ્ઞાન નહીં દર્શ વરે; જબ આતમરામ આનંદ ભરે. સિદ્ધ. || ૭ || ઘન ઘાતી ક્ષીણ શુકલ લીન, વિર્ય ઉમહયો, મનસુખ રંગ શીવ લંગ, સેજસે રહ્યો. || ૪ || મેં અરજ કરી સુખદાયા, તે અવધારો મહારાયા, એમ વીરવિજય ગુણ ગાયા, મેં આજે દરિશન પાયા. શ્રીનેમ. | ૭ | યદુ કુલકે વિભૂષણ હો, ત્રિભુવન કે તુમ સ્વામી, હમારે મન માનસમેં, બિરાજે હંસગતિ ગામી. | ૪ | Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ પ્રકરણ-૨ સંસ્કૃત ભાષાની ગઝલમાં પણ નામનિર્દેશ થયેલો જોવા મળે છે. વલ્લભ દેવ ચરણે હર્ષોત્મ લક્ષ્મી કરશે, વસન્તી તે ચરણ કમલે માયા લબ્ધિઃ શ્રુતાસર્વા.” ઉપરોક્ત ઉદાહરણો દ્વારા મધ્યકાલીન અને અર્વાચીન પ્રણાલિકા અનુસાર કવિના નામની સાથે અન્ય વિગતો ઉપલબ્ધ થાય છે. જૈન સાહિત્યની ગઝલોમાં બાહ્ય આકાર જોઈ શકાય છે પણ તેનો આંતર દેહ ગઝલના ભાવને સ્પર્શતો નથી. કેટલીક ગઝલો તો માત્ર માહિતી પ્રધાન છે તો વળી અન્ય ગઝલોમાં આકારની સાથે અંતસ્તત્વ પણ રહેલું છે. તેમાં રસ-ભાવ-ચિંતન જેવાં લક્ષણો જોઈ શકાય છે. જૈન સાહિત્યની ગઝલોનો અભ્યાસ કરતાં એમ લાગે છે કે લગભગ ૩૧૫ વર્ષ પહેલાં સ્થળ વર્ણનની માહિતીપ્રધાન અને વર્ણનાત્મક ગઝલો રચાઈ હતી ત્યાર પછી ક્રમશઃ વિષય વૈવિધ્ય અને રસ-ભાવ પૂર્ણ ગઝલો રચાઈ છે. સમકાલીન મુસ્લિમ શાસનના પ્રભાવથી ગઝલો રચી હોવાનું માનવામાં આવે છે, તેમ છતાં આ શાસનકાળ વીતી ગયો અને નવા વિષયોમાં ગઝલોની પરંપરા ચાલુ રહી છે. તેમાં સાંપ્રદાયિકતાનું લક્ષણ હોય તે તો સ્વાભાવિક છે છતાં તેમાં માનવતાપ્રેરક વિચારોનું નિરૂપણ થયેલ હોવાથી ગુજરાતી ભાષાની ગઝલોમાં પોતાની અસ્મિતા ટકાવી રાખે છે. જૈન સાહિત્યની ગઝલોમાં લગાગાગા ચાર આવર્તનોનો ૨૮ માત્રાનો હક્ક મુસમ્માન સાલેમ છંદ કુશળતાપૂર્વક પ્રયોજાયો છે. ગુજરાતી ભાષાની પ્રારંભની ગઝલોમાં બાલાશંકર કંથારિયા, કવિ કાન્ત, મણિલાલ દ્વિવેદી વગેરે કવિઓએ તેનો જ પ્રયોગ કર્યો છે. ગુજરાતી ભાષાની ગઝલોમાં એનો રંગ, મિજાજ અને પ્રવાહિતામાં જરા પણ ઉણપ નથી. જૈન સાહિત્યનું વસ્તુ સાંપ્રદાયિક છે તેમાંથી પણ ગઝલની મસ્તી અને મિજાજ નિહાળી શકાય છે. પ્રારંભની ગઝલોમાં પ્રાસ મેળવવા માટે શબ્દોની તોડફોડ કરીને બાહ્ય રીતે ગઝલ છે એમ દર્શાવવાનો પ્રયત્ન થયો છે. ત્યાર પછીની ગઝલોમાં આવું વલણ જોવા મળતું નથી. કવિઓએ ગુજરાતી હિન્દી ભાષાનું મિશ્રણ કર્યું છે. અને અરબી ફારસીના વિશિષ્ટ શબ્દપ્રયોગો દ્વારા ગઝલની ઓળખાણ આપવા માટેના પ્રયત્ન કર્યો છે. જાલિમ, બંદા, મલાહ, જૌહરી, ફંદા, મજલ, કંજલું, ગમાયા, મતવાલા, મુબારક, બંદગી, સિફત, ઇલમ, જારી, વગેરે શબ્દપ્રયોગો ગઝલોમાં નોંધપાત્ર બને છે. ગઝલ ને અનુરૂપ લય સાધવા ઉપરોક્ત શબ્દો ઉપયોગી બન્યા છે. આ. વલ્લભસૂરિ અને આ. લબ્ધિસૂરિની ગઝલોમાં ગુજરાતી-હિન્દી ભાષાની સાથે ગઝલના બંધને સંસ્કૃત ભાષામાં સિદ્ધ કરવાનો પુરુષાર્થ કર્યો છે. સંસ્કૃત ભાષામાં આવી કૃતિ સર્જન કરનારા આ બે કવિઓ જૈન સાહિત્યની ગઝલોની સાથે વિશેષતાઓમાં ચાર ચાંદ લગાવે છે. ઉર્દૂ-ફારસી હિન્દી-ગુજરાતી જેવી ભાષાઓમાં ગઝલ અને કવ્વાલીની રચનાઓ થાય તે તો સ્વાભાવિક છે પણ સંસ્કૃતમાં આવી રચનાઓ કરીને જૈન કવિઓએ ભાષા પ્રભુત્વનું આશ્ચર્યકારક દર્શન કરાવ્યું છે. મલા અને મતા, રદીફ, કાફિયા વગેરેનો પણ ગઝલોમાં પ્રયોગ થયો છે. વ્યવહાર Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા જીવનનાં દૃષ્ટાંતો-ઉપમા-રૂપક, ઉન્મેક્ષા જેવા અલંકારો, શાંત, વૈરાગ્ય અને કરૂણરસની અનુભૂતિ, ઉપદેશાત્મક વિચારો શબ્દાનુપ્રાસ વર્ણાનુપ્રાસની યોજનાથી સમર્થ અભિવ્યક્તિ, શબ્દવૈભવ વગેરેથી બધી ગઝલો જૈન સાહિત્યની વિવિધતા અને સમૃદ્ધિમાં ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. સાહિત્યનો મૂળભૂત ઉદ્દેશ તો નિર્દોષ આનંદ આપવાની સાથે માનવ કલ્યાણની ઉદાત્ત ભાવનાનો રહેલો છે તે જો ચરિતાર્થ થતો હોય તો પછી ગદ્ય-પદ્યનો કોઈ ભેદ રહેતો નથી. પદ્યના પ્રકારોમાં ગઝલ પણ પોતાની અસ્મિતા ટકાવીને જનસાધારણને ચિંતનાત્મક અને વિચારાત્મક ભાથું પૂરું પાડીને માનવતાવાદી વ્યક્તિત્વ ઘડતરમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપકારક નીવડે છે. ગઝલની અભિવ્યક્તિમાં આધ્યાત્મિક વિચારો જોવા મળે છે. મારિફત અધ્યાત્મવાદ આ પ્રકારની ગઝલની વિશેષતા એ છે કે એમાં દિવ્યપ્રેમ, લૌકિક નહિ પણ લોકોત્તર પ્રેમની ભાવનાનું નિરૂપણ થયેલું હોય છે. તેમાં કવિની વ્યંજના શક્તિ અને પ્રતીકોનું ઉપાદાન રહેલું છે ગઝલમાં અધ્યાત્મવાદ વિશેના અવતરણને અત્રે નોંધવામાં આવ્યું છે. “ઉર્દૂના શાયર શાદ' અઝીમા બાદીએ ગઝલમાં સૂફી વિચારધારાનો આરંભ ૨૦મી સદીમાં કર્યો. એનો સાર એ છે કે સંસારની વિભિન્નતા એક પ્રપંચ માત્ર છે. વિભિન્ન જણાતા સમસ્ત એકાંશો એકજ શક્તિના અંશ છે. જેમને આ શક્તિ એ પ્રેમના અંશને ઊર્ધ્વ કરવા પોતાનાથી વિખૂટા કર્યા છે. પ્રેમ દ્વારાજ આ વિખૂટા અંશ પેલા મહાન તત્ત્વમાં મળી શકે છે અને જીવન લીલા સમાપ્ત થઈ જાય છે. આ વિચારસરણી ભારતીય વેદાંત સાથે મેળ ખાય છે. આત્મા પરમાત્મા વચ્ચેનો પ્રેમ, મિલનની ઉત્કટ ઝંખના, તલસાટ, જગત તરફની બેપરવાઈ, મસ્તી વગેરે એમાં રજૂ થાય છે. ઉચ્છંખલા કે ઉન્મત્તતા નહીં પરુંત આંતરિક પાત્રનું છલકાઈ ઊઠવું. ઉમાશંકર જોશી કહે છે મસ્તી એટલે જગતને વ્યવહારની કાંચળી ઉતારીને ફેંકી દેવાની શક્તિ. આવી શક્તિ વગર કવિતા તત્ત્વનો પણ ઉદય અસંભવિત છે, કેમકે કાવ્ય પણ તે ઘડીએ પ્રસરે છે જે ઘડીએ આ મેળવું, આ છોડી દઉં, આની ઉપેક્ષા કરું એવી વસ્તુ માત્ર પ્રત્યેની શૂન્યતા પામ્યો હોય છે અને આનું જ બીજું નામ મસ્તી.” સૂક્ષવાદના વિચારોના પ્રભાવ હેઠળ ગઝલો રચાઈ છે. સૂફીવાદે ગઝલ દ્વારા પ્રેમનું આકર્ષણ, ઊર્ધ્વગતિ અને સૌન્દર્ય જેવાં લક્ષણો વિકસાવ્યાં છે. તેનાથી ગઝલમાં બૌદ્ધિક અને ચિંતનાત્મક વિચારો સ્થાન પામ્યા છે. પરમાત્મા મનુષ્યને પથપ્રદર્શન કરીને પ્રેરણા પણ આપે છે. ઇચ્છાઓના દમનપર સૂક્ષવાદ વિશેષ ભાર મૂકે છે. સૂફીવાદના વિચારો વેદાંત, બૌદ્ધદર્શન અને ભારતીય ભક્તિ માર્ગની સાથે સામ્ય ધરાવે છે. સૂફી દિવ્યપ્રેમનો ભિક્ષુક છે. સંસારના લોકોનાં દંભ જોઈને એમનું મન વિરક્ત બન્યું છે. દૈવી પ્રેમને છુપાવનાર આવરણની ખોજમાં પ્રવૃત્ત થવાની આકાંક્ષા સૂવાદમાં મહત્વની છે. અહંકારને ઓગાળવાથી દિવ્યપ્રેમની અનુભૂતિ થાય અને તન્મયતા આવી જતાં ભક્તિ રસમાં અનન્ય આનંદની અનુભૂતિમાં જીવન વ્યતીત થાય છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૩૯ સૂફિવાદની વિશેષતા દર્શાવતા કેટલાક વિચારો જોઈએ તો – સત્યની પ્રાપ્તિ એ જ જીવનનો ઉદ્દેશ છે.” બાહ્યસૃષ્ટિ સારહીન છે. આંતરિક જયોતિ પથપ્રદર્શકનું કામ કરે છે. અને અંતિમ પ્રકાશ તરફ દોરી જાય છે. આની પ્રાપ્તિ કેવળ આત્મ પ્રકાશ દ્વારા થઈ શકે છે. યોગાભ્યાસ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. જેથી કંઈક અનુભવ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને જ્યારે સાંસારિક અસ્તિત્વનું ભાન રહેતું નથી ત્યારે સિદ્ધિની અવસ્થા પ્રાપ્ત થાય છે. જ્યારે સીમિત આત્મા મહાન જ્યોતિમાં મળી તેમાં વિલીન થઈ પોતાને વીસરી જાય છે ત્યારે જ આ અવસ્થા પ્રાપ્ત થાય છે. આ અભ્યાસ સ્વયં શક્ય નથી. ગુરુનું હોવું અતિ આવશ્યક છે. યાત્રા આંતરિક અને માર્ગ અષ્ટ છે. જેના માર્ગ પર ચાલી ચૂક્યો હોય તેજ પથપ્રદર્શક થઈ શકે છે. એવી વ્યક્તિ મુક્ત હોય છે. ઘણી શોધ પછી ગુરુ મળે છે અને તે ત્યારે જ પ્રાપ્ત થાય છે જયારે જિજ્ઞાસા પિપાસા ઉત્કટ હોય. તેની ઓળખ કઠિન છે. પરંતુ સમય અનુકૂળ થતાં તે સ્વયં ઓળખાઈ જાય છે. ગુરુમાં પૂર્ણ શ્રદ્ધા અતિ આવશ્યક છે. અને ગુરુની આજ્ઞાનું પાલન શીધ્ર ફળદાયી નીવડે છે. વિશ્વાસથી જ શિષ્યનો માર્ગ પ્રકાશિત થઈ ઊઠે છે. તેને દેવીદૃષ્ટિ પ્રાપ્ત થાય છે. અને અંતે તે પ્રેમસાગરમાં મગ્ન થઈ જાય છે. (૧૭) સૂફી માટે દરિદ્ર પણ પવિત્ર અને તપમય જીવન જરૂરી છે. આત્મ નિરીક્ષણ તેમજ મનની એકાગ્રતા અનિવાર્ય છે. જેનાં સાધન સદ્ગુરુ દ્વારા જ મળે છે. પોતાના ધ્યેયને વરેલા સૂફી આને પુષ્ટ કરે છે. તેમનો અનુભવ દિવ્યજ્ઞાનની સમાન તર્ક અને બુદ્ધિથી પર છે. તેમ છતાં તેમની શ્રદ્ધાની આધારશીલા હોવાથી તે અંતર્ગત સત્યજ કહેવાશે. તર્ક અને બુદ્ધિથી પર જે એક અગોચર સત્ય છે. તેમાં જ સૂફીઓ વિશ્વાસ રાખે છે. તેમની સાધના ત્યાં સુધી પહોંચવું અને સિદ્ધિ તેમાં એકાકાર થવું તે છે.” (૧૮) સૂફીવાદના ઉપરોક્ત વિચારો જૈન સાહિત્યની પ્રભુવિષયક, ઉપદેશાત્મક અને વૈરાગ્યપ્રેરક ગઝલોના સમર્થન માટે મહત્વનું સ્થાન ધરાવે છે. તપ, ત્યાગ, ઇન્દ્રિય દમન, અનાસક્ત ભાવ, સાધના-યોગાભ્યાસ, આત્માનુભૂતિ જેવા વિચારો ધર્મમાં કેન્દ્રસ્થાને છે એટલે જૈન કવિઓએ પોતાની ગઝલોમાં આધ્યાત્મિક વિચારોને કલાત્મક રીતે ગૂંથી લીધા છે. એ દૃષ્ટિએ વિચારતાં તેમાં સાંપ્રદાયિકતાને ગૌણ કરીને વિચારસૃષ્ટિ તરફ લક્ષ રાખવું જોઈએ તોજ જૈન સાહિત્યની ગઝલોને યથોચિત ન્યાય મળી શકે. ગઝલના સમકાલીન કાવ્યરૂપોનો અભ્યાસ સંલક્ષ્ય બને તે માટે કેટલીક વિગતો અત્રે આપવામાં આવી છે. કસીદા = પ્રશસ્તિ કાવ્ય. રાજા મહારાજાઓની, ખલીફા, અમીર-ઉમરાવોની બિરૂદાવલી ગાવામાં આવે તેવી ગુણગાથા. મસનવી= કથાકાવ્ય. તેમાં કોઈ ઐતિહાસિક ઘટના કે પ્રેમકથાનું વર્ણન દ્વારા નિરૂપણ કરવામાં આવે છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦, જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા મસિયા = શોક કાવ્ય. યુદ્ધ કાવ્યનો વિષય અને તેનો વિસ્તાર થતાં મૃત્યુ-જન્ય શોકવિરહની ભાવનાને વ્યક્ત કરવામાં આવે છે. જૈન સાહિત્યની કેટલીક ગઝલોમાં પ્રસંગનું નિરૂપણ થયું છે, તે લઘુકથા સમાન આસ્વાદ્ય છે. આવી ગઝલો મસનવી સાથે સામ્ય ધરાવે છે. કવિ પ્રભુદાસની નેમનાથની ગઝલમાં નેમનાથ રાજુલનો ત્યાગ કરે છે અને અંતે મુક્તિ પામે છે તે પ્રસંગ કેન્દ્ર સ્થાને છે. રાજુલ કહે નાથ ગએ સાથ પરહરી, નહીં અર્જ મેરી ગજ કછુ દીલમેં ધરી. રાજુલ.” / ૧ / કસીદા જેવી રચનાઓની દૃષ્ટિએ વિચારીએ તો જૈન ગઝલોમાં ગુરુ અને પરમાત્માને કેન્દ્રમાં રાખીને એમનો ગુણાનુવાદ, મહિમા ગાવામાં આવ્યો છે. પ્રભુ પ્રત્યેના સમર્પણ ભાવથી શરણાગતિની પણ અભિવ્યક્તિ થયેલી છે. નીચેનાં ઉદાહરણ ઉપરથી આ વિગત વધુ સ્પષ્ટ થશે. કવિ હંસસાગર શાંતિજિન શાંતિનાદાતા, તુજાગમ બિંબ જગ ત્રાતા, દુઃખિત ભરતે ક્ષમાદાતા, ગુરુ નિગ્રંથ વિચરતા.” કવિ પંડિત વીરવિજયજી સાંઇશું દિલ લગા પ્રાની, નિસાનું પર નવા બાની; કરો ઘટ જલ ભરી જૈસા, ભરૂસા પિંડા કા તૈસા.” . પ્રભુ જેવો ગણો તેવો, તથાપિ બાલ તારો છું, તમે મારા જેવા સમા લાખો, પરંતુ એક મારે તું.” આ. કલાપૂર્ણસૂરિ “ભૂલો પડ્યો છું ભવમહીં, ભગવાન રાહ બતાવજે, જનમો જનમ ને મરણનાં, સંતાપથી ઉગારો.” મુનિ ધુરંધરવિજય દિનરાત ઝૂરું તોય વહાલા કેમ રીઝતો નથી ? અવિરત ઝરે આંસુનયનથી તોય ભીંજાતો નથી.” આ. દક્ષસૂરિ પતિતપાવન તરન તારન, દુઃખી કે દુઃખ નિવારણ, અનાથોં કે સદા પાલન, કરો ભવ પાર ઉતારન.” આ વલ્લભસૂરિ પારસપ્રભુ નાથ તું મેરા, રટું મેં નામ નિત તેરા, વિના તુમ નાથ જિન રાયા, ભવો ભવ દુઃખ બહુ પાયા. Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ આ. લબ્ધિસૂરિ, આ. વલ્લભસૂરિ "" તૂર્કી ભવ દુ:ખકા ભંજન, તું હી ભવિ જીવકારંજન, જગત આધાર તૂં કહિયે, નિરંતર શરણ તુમ લહિયે.” “ ભજો મહાવીર કે ચરણોં, છુડ઼ા દેગા જનમ મરણોં, જગતમેં દેવ આલી હૈં, સુરત સબસે નિરાલી વૈં” "6 “ તુંહી બ્રહ્મા તુંહી વિષ્ણુ તૂહી શંકર તુંહી પારસ, દેવાધિદેવ નિર્દોષી, પ્રભુ ગુણ કે ભંડારી હૈ.” પરમાત્માનું સ્વરૂપ, ગુણો અને તેનો પ્રભાવ કે ચમત્કાર દર્શાવતી પંક્તિઓ આધ્યાત્મિક ગઝલ ૫૨ પ્રકાશ પાડે છે. મસિયા. આ પ્રકારની કૃતિમાં મૃત્યુના વિરહથી ઉદ્ભવતા શોકનું નિરૂપણ કરવામાં આવે છે. તેમાં ગુરુ પ્રત્યેનો અપૂર્વ સ્નેહ, શ્રદ્ધા, ભક્તિ અને ઉપકારની ભાવનાને વ્યક્ત કરવામાં આવે છે. આચાર્ય વલ્લભસૂરિની ગુરુ વિષયક ગઝલ જોઈએ તો “ વિના ગુરુ રાજકે દેખે, મેરે દિલ વેકરારી હૈ મહાઉપગાર જગ કરતા, તનુ ફનાહ સમજ કરકે, જીયાવલ્લભ ચાહતા હૈ, નમન કર પાંઉ પર પડકે.” કવિ નાગરની ગુરુ જીતવિજયના અવસાનની કવ્વાલી જોઈએ તો— ૧૪૧ 66 · અમોને લાડમાં લાલી, પઢાવ્યા પુત્રવાળી, અચાનક યું ગયા ચાલી, અમોને છેક ગયાં ભૂલી.” “હજારો મેદની ચામી, મલી ગુરુ ભક્તિને કાજે, વીરહ અમોને થયો, આજે દાદાગુરુ અમારા યું અમોને છેક ભુલી ગયા.” જૈન સાહિત્યની ગઝલોનો તુલનાત્મક અભ્યાસ કરતાં એમ ફલિત થાય છે કે એ પ્રારંભકાળની ગઝલોની સાથે સમાન કક્ષાએ સ્થાન પામી શકે છે. એટલે જૈન સાહિત્યની ગઝલો કાવ્યપ્રકારની સમૃદ્ધિમાં વિવિધતા દ્વારા નવો રંગ જમાવે છે. ધાર્મિક સાહિત્યની એક મર્યાદા ગણો કે વિશેષતા ગણો તો તેમાં ઉપદેશનું વલણ મહત્ત્વનું દેખાય છે. મમ્મટે કાવ્યપ્રકાશની રચનામાં કાવ્યનાં પ્રયોજનો દર્શાવતાં ઉપદેશનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપદેશ કાંતાસંમિત, મિત્રસંમિત અને પ્રભુસંમિત એમ ત્રણ પ્રકારનો છે. ધર્મગ્રંથોને આધારે વિવિધ પ્રકારનું સાહિત્ય સર્જાયું છે તેમાં પ્રભુસંમિત ઉપદેશ છે. ભારતીય સંસ્કૃતિની ઉજ્જવળ પરંપરાનું અનુસંધાન સાહિત્ય દ્વારા ઉપદેશાત્મક અભિવ્યક્તિનું છે તે યથાર્થ લાગે છે. Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા મિત્ર અને કાંતાસંમિત ઉપદેશ તો માત્ર આ જ જન્મમાં લાભદાયક નીવડે જ્યારે પ્રભુસંમિત ઉપદેશ તો ભવોભવના ભાથાની ગરજ સારે છે. પ્રભુની દિવ્યવાણીનો પ્રભાવ જન્મ જન્માંતરોના દુઃખ દારિદ્રય અને શોકને દૂર કરીને આત્મસ્વરૂપ પામવા, પૂર્ણત્વ પામવા માટેનો રાજમાર્ગ દર્શાવે છે. તેનો ઉપકાર ચિરસ્મરણીય છે. "The divine speech of Lord is the heartiest blessings to the mankind for the development of Spiritual Stage in life” ધાર્મિક સાહિત્યના પાયામાં જીવન સાથેનો અવિચ્છિન્ન સંબંધ રહેલો છે. સાહિત્યમાં કલા, કલા માટે અને કલા જીવન માટેના વાદ વિવાદમાં નહિ પડતાં કલાનો જીવન સાથેનો સંબંધ સ્વીકારવો યોગ્ય લાગે છે. આ પ્રકારનું સાહિત્ય માત્ર પ્રચારલક્ષી નથી પણ માનવા આચારને આત્મલક્ષી બનાવવામાં મૂલ્યવાન પ્રદાન કરે છે તે દૃષ્ટિએ ધર્મના સાહિત્યની ઉપેક્ષા કરવી ઉચિત નથી. તેમાંથી નિષ્પન્ન થતી વિશ્વના સર્વ જીવોના કલ્યાણની વિશાળ ભાવના તરફ સૌ કોઈને પૂજ્ય ભાવ થાય તેવી ઊંચી ક્ષમતા ધરાવે છે. Let Your life lighty dance on the edges of time, like a dew drop on the tip of a leaf (Rabindranath Tagore) સંદર્ભ સૂચિ નં. ૧ થી ૪ ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો પા. ૬૨૮ નં. ૫-૬ ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો. નં. ૭ છીપનો ચહેરો-ગઝલ પા. ૨૨૫ નં. ૮. છીપનો ચહેલો-ગઝલ પા. ૧૮૧ ઈ, ૧૦,૧૧ છીપનો ચહેરો-ગઝલ પા. ૧૮૩ નં. ૧૨ છીપનો ચહેલો-ગઝલ પા. ૧૮૬ નં. ૧૩ ગઝલનું છંદશાસ્ત્ર પા. ૧૫૭ ૧૫૮ મધ્યકાલીન સાહિત્યનાં સ્વરૂપો પા. ૬૨૮ ૧૫ પટ્ટાવલી સમુચ્ચય પા. ૮૫ ગુજરાતી ગઝલની સૌંદર્ય મીમાંસા પા. ૪૪ ૧૭, ૧૮ ગુજરાતી ગઝલની સૌંદર્ય મીમાંસા પા. ૨૩ પા. ૬૨૯ નં. ૧૪ . નં. ૧૬ .a .ܫܢ Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૪૩ ગઝલ આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી પ્રભુ તું છે પ્રભુ તું છે. (કવ્વાલિ) ગમે તેવા રૂપે તું છે, પુરેપુરો નહીં ભાસે; તથાપિ ભાસ દિલમાંહિ, પ્રભુ તું છે. પ્રભુ તું છે. થઈ લયલીન વિચારોમાં, જિગરથી શોધીને શોધ્યો; પરામાં ભાસતું એવું, પ્રભુ તું છે પ્રભુ તું છે. અનુમાનો ઘણાં કીધા, પ્રભો તુજ અસ્તિત્વતામાંહિ; હૃદયમાંહી થતી હુરણા, પ્રભુ તું છે પ્રભુ તું છે. અકલને ના કળી સકતો, અગમનો પાર ના પામું; જિગરનો તાર વાચક તો, પ્રભુ તું છે પ્રભુ તું છે. અલખને ના લખી શકતો, અહો એ કોણ સંસ્કારે, થતી ફુરણા સ્વયં એવી, પ્રભુ તેં છે પ્રભુ તું છે. પ્રભુનો પૂર્ણ પૂજારી, અહો એના હૃદયમાંહી; પ્રભના નામની રટના, પ્રભુ તું છે પ્રભુ તું છે. પ્રતીતિ પૂર્ણ થઈ હારી, કથાતી વાણીથી ના તે; બુદ્ધયબ્ધિ ભક્તિના યોગે, પ્રભુ તું છે પ્રભુ તું છે. ૭ ભ. ૫. ભા-૮ પા. ૨૮ પૂ. નાનચંદજી સ્વામી અગર હૈ શૌક મિલનેકા, તો હરદમ લૌ લગાતા જ; જલાકર ખુદનુમાઈકો, ભસમ તન પર લગાતા જા. પકડ કર ઈક્કી ઝાડૂ સફા કર હિજૂ એ દિલકો; દૂઈકી ધૂલકો લેકર, મુસલ્લે પર ઉડાતા જા. મુસલ્લા દોડ, તસબી તોડ, કિતાબું ડાલ પાનીમેં; પકડ દસ્ત તૂ પરતોંકા, ગુલામ ઉનકા કહાતા જા. ન મર ભૂખા, ન રખ રોજા, ન જા મસ્જિદ, ન કર સિજદા; વજૂકા તોડ દે કૂજા, શરાબે શૌક પીતા જ. હમેશા ખા હમેશા પી, ન ગફલતસે રહો ઈકદમ; નસે મેં સૈર કર અપની, ખુદકો – જલાતા જા. ન હો મુલ્લાં, ન તો બમ્બનું દૂઈકી છોડકર પૂજ; હુકમ હૈ શાહ કલંદરકા, અનલહક – કહાતા જ. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા કહે “મસૂર' મસ્તાના, હક મૈને દિલમેં પહચાના; વહી મસ્તોંકા મયખાના, ઉસીકે બીચ આતા જા. (પ્રા. ૫.- પા. ૩૭) કવિ રસિક હવે આ વિશ્વને વંદન (ગઝલ) ઘણાએ ભોગવ્યા ભોગો, ઘણાએ ભોગવ્યા રોગો, ફરી ચાહું નહી ભોગો, હવે આ વિશ્વને વંદન. જગતના સર્વ વ્યવહારો, વિષે ખોટો સમય મારો, ઉપાડ્યો પાપનો ભારો, હવે આ વિશ્વને વંદન. ફર્યો આ વિશ્વ ઉપવનમાં, ધરીને હર્ષ હું મનમાં, હણાયો હર્ષ એ ક્ષણમાં, હવે આ વિશ્વને વંદન. ઘડીભર જે હતું પ્યારું, બન્યું છે સર્વ તે ખારું, ફરી તેં ના કરૂ મહારૂં હવે આ વિશ્વને વંદન. પ્રીતી પરમાત્મથી લાગી, દીધું મેં વિશ્વને ત્યાગી, ઘણીએ ઠોકરો વાગી, હવે આ વિશ્વને વંદન. (અધ્યા. ભજન. પા. ૮૭) ગઝલ–મોહનલાલ ચુનીલાલ ધામી ત્યાગનું મૂલ્ય વિશ્વના મયદાનના સન્માન સાચા ત્યાગનાં, વિશ્વ વીણા પર મધુર ગાન સાચા ત્યાગના; માનવજીવનનાં મૂલ્યવંતા માન સાચા ત્યાગમાં, વિશ્વના સંતો સદા ગુલતાન, સાચા ત્યાગમાં. || ૧ | આંસુની ધાર સંસારીઓ કહેજો તમે, સંસારમાં શું સાર છે ? સંસારની રસકુંજમાં સ્થાઈ ક્યો શણગાર છે ? સંતો અનુભવથી કહે ત્યાં સળગતા અંગાર છે. આક્રંદ છે નરનારના, ને આંસુડાની ધાર છે. | ૨ || ' લોહના સ્વાદે ! માતાપિતાને બેન બંધુ પ્યાર કાં રાખે ? પુત્રને પરિવાર સહુ કો મીટ કાં માંડે? Page #164 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૪૫ ૩ | | ૪ | ૫ || નેહે ઝરતી નાર મીઠાં વેણ કાં ભાખે? લાલી ભરેલા લોહીના સ્વાદે સહુ રાચે. - રાગની માયા દર્દમાં ડુબી મરે પણ ત્યાગ આ ગમતો નથી; આંસુ ઉકળતા હોય તોય “રાગ” તે ખસતો નથી, પટકાય લાખો વાર તોયે ત્યાં નમતો નથી, સમજાય સઘળું સાફ તોયે ત્યાગમાં રમતો નથી. બે ધારી તલવાર સંસારમાં સડનાર માથે રાત અંધારી, માર્ગ સૂઝે નાં મળે નાં મુક્તિની બારી, સંસારીઓના ભાગ્યમાં છે “સ્વાદથી યારી ગરદન પરે લટકી રહી તલવાર બે ધારી. (સને. ૧૯૪૭ની સાલમાં લખાયેલા કાવ્યોની ઝલક) સ્મિ. મા. પા. ૧૭૪) ઉપા. જયંતસેન વિજયજી “બાત દિલ ઉતાર” જાના હૈ જરૂર જીવડા બાત ઉતારો ઉર, જેથી આદિ ડીગ્રીમાંહિ હોતા ક્યોં મગરૂર. મોહ મદિરા જ ભાન ભૂલીને હોતા ક્યોં ચકચૂર, કાલકી ફાલ આવે તુજ પર ઉડી જશે તુજ નૂર. ટાઈમ કી કિંમત હોય તુજને બનો ધર્મમાં શૂર, એકતાન બનો જો ઉસમેં શિવપૂર નહિ હૈ દૂર. ઇસ બાતકો નહિ માને તો ભવો ભવકા મજૂર, આત્મકમલમાં લબ્ધિ પ્રગટે ભક્તિમેં રહો હજૂર. યંત બાતકો જે નર માને મિલે મુક્તિ ખજૂર. (આ. ગું–પા. ૨૩૪). કવિ પંડિત વીરવિજયજી કર્મરાયની વિચિત્રતા અરે કિસ્મત તું ઘેલું રડાવે તું હસાવે તું, ઘડી દે ફસાવીને સતાવે તું રીબાવે તું. | | ૧ | Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ઘડી આશામહી વહેતું ઘડી અંતે નિરાશા છે, વિવિધ રંગો બતાવે તું હસે તેને રડાવે તું. | ૨ || કેઈની લાખ આશાઓ ઘડીમાં ધુળધાણી થઈ, પછી પાછી સજીવન થઈ રહેલાને હસાવે તું. | ૩ || રહી મશગુલ અભિમાને સદા મોટાઈ મન ધરતા, નીડરને પણ ડરાવે તું ન ધાર્યું કોઈનું થાતું. || ૪ || વિકટ રસ્તા અને તારા અતિ ગંભીર ને ઊંડા, ન મર્મ કોઈ શકે જાણી અતિ જે ગુઢ અભિમાની. | ૫ || સદાચારી જ સન્તોને ફસાવે તું રડાવે તું, કરે ધાર્યું અરે તારૂં બધી આલમ ફના કરતું. | ૬ | અરે આ નાવ જીંદગીનું ધર્યું છે હાથમેં તારે, ડુબાવે તું ઉગારે તું શ્રી શુભવીર વિનવે તુજને. || ૭ || (પા. ન. ૧૯૨) આચાર્ય યશોભદ્રસૂરિ ઔપદેશિક સઝાય આ જીવન એળે જાય છે ભગવાનને ભજશો કયારે ? આયુષ્ય ઓછું થાય છે ભગવાનને ભજશે ક્યારે ? ઘરની સ્ત્રી ઘરેણાં માગે નાનો કીકો છાતીએ લાગે, સૌ સ્વાર્થમાં રાચે છે. ભગવાનને. || ૧ || નોકર ચાકર સેવા કરતાં હોઠે એનાં નામો રમતાં, એ રામો ઘાટી ભૂલીને ભગવાનને. | ૨ || રંક જનો પર છરી ચલાવી શેઠ બન્યો તું શક્તિશાળી, એ નિર્દયતાને છોડીને ભગવાનને. | ૩ || ઝટપટ દોટ મોટર તારી લક્ષ્મી છે વૈભવ છે ભારી, પણ ખાલી હાથે જવું છે ભગવાનને. || ૪ || કપડાં સફાઈવાલાં છે પણ અંતરમાં કાળાં જાળાં છે, નિર્મલ અંતરને કરવાને ભગવાનને. | ૫ || સુખ શાંતિ સદાયે માગો છો પણ ધર્મધ્યાનથી ભાગો છો, અનુપમ સુખ મેળવવાને ભગવાનને. નેમ વિજ્ઞાનસૂરિ સારા વાચક કસ્તુર ગુર સુખકારા, યશોભદ્ર કહે છે. ચેતન ભગવાનને. || ૭ || (પા. નં. ૧૭૪). Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૪૭. મુનિ ધુરંધર વિજયજી (ગઝલ) દિન રાત ઝુરૂં તો વ્હાલા કેમ રીઝાતો નથી ? અવિરત ઝરે આંસુ નયનથી તોય ભીંજાતો નથી ? મારી નજર તુજથી મળીને ભાન હું ભૂલી ગયો પ્રેમમાં એવો પડ્યો કે રંગ એ જતો નથી ? હું ખેલ ખેલે ખલકના ને પલકમાં રીઝવું જગત પણ થયો છું લાચાર તુજથી તું જ સમજાતો નથી. બોલને ઓ ? બોલ વહાલા ? કેમ મૌન ધરી રહ્યો ? તારે મારે ખરેખર કાંઈ પણ નાતો મળે ? દિલ દઈને દર્દ લીધું દેવ તારી પાસેથી તોય શું આ દીન પરતું રહમદિલ થાતો નથી ? તારા વિરહની આગમાં શેકાઈને તડપી રહ્યો પ્રેમની વર્ષા કરીને કેમ મલકાતો નથી. ખૂબ હું ભોળો પડું છું નાથ તારી આગળ જાતે હોમું તોય વ્હાલા સ્ટેજે ખેંચાતો નથી ? પણ પ્રભુ મુજ પ્રેમનો વિજય થાશે એકદી હું અને તું એક થઈશું વિશ્વાસ એ વાતો નથી. આચાર્ય લબ્ધિસૂરિજી પાર્શ્વનાથસ્તવન શરણ લે પાર્જ ચરણો કા ફિર ફિર નહીં મિલે મોકા શરણ, દેવન કે દેવ યે સોહે ઈન્ડોં કો દેખ જો મોહેં. હઠે તસ દુઃખ દુનિયા કા ફિર ફિર નહીં મિલે મોકા શરણ. / ૧ / ઈનોં કા નામ જ લેતે ઉનહોં કો શિવસુખ દેતે, મારગ યહ મોક્ષ જાનેકા ફિર ફિર નહીં મિલે મોકા શરણ. | ૨ | અનાદિકાલ ભવભટકા જામી તું પાર્શ્વ સે છટકા, મિલા અબ વર્ણ ધ્યાને કા ફિર ફિર નહીં મિલે મોકા શરણ. || ૩ || જિન્હોંને સર્પકો તારા નમસ્કાર મંત્ર કે દ્વારા, વો હી તુમ તાર લેને કા ફિર ફિર નહીં મિલે મોકા શરણ. / ૪ ગુણ 8 પાર્શમેં જૈસે નહી ઓર દેવમેં ઐસે, યહી ભવપાર લગાને કા ફિર ફિર નહીં મિલે મોકા શરણ. / ૫ . કહે લબ્ધિ જિનંદ સેવો ઐસા હૈ અન્ય નહીં દેવો, ભવાબ્ધિ પાર કર નૌકા ફિર ફિર નહીં મિલે મોકા શરણ. | ૬ | Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોઃ સ્વરૂપ અને સમીક્ષા સંદર્ભ : જૈન સાહિત્યની ગઝલો, ગઝલની ફર, ગુજ. સાહિ- સ્વ. પા. ૬૨૫ ૧૭. લાવણી સંગીત અને અભિનયના સમન્વયથી લોકજીવનની જરૂરિયાતને અનુલક્ષીને રચાયેલો ગેય કાવ્યપ્રકાર એટલે લાવણી. આ કાવ્ય પ્રકારમાં સાહિત્ય, સંગીત, નૃત્ય, અભિનય જેવાં એક અથવા વધુ લક્ષણો જોવા મળે છે. લાવણી શબ્દની ઉત્પત્તિ અંગે જુદા જુદા મતો પ્રચલિત છે. ૧. ખેતરમાં રોપણ કરતી વખતે (લાવણી-રોપણીમાં ગાવાનું ગીત છે; તેમ છતાં એ કૃષિ ગીત નથી તેમાં કાવ્યકલાનાં લક્ષણો રહેલાં છે.) ૨. લવણ એટલે મીઠું (નમકીન) સુંદર. તે ઉપરથી લાવણ્ય જેવો ભાવવાચક શબ્દ નિષ્પન્ન થયો છે. તેમાં લાવણીની સંજ્ઞા જોવા મળે છે. લાવણીમાં વિશેષતઃ સ્ત્રી સૌંદર્યનું વર્ણન હોય છે. ૩. લાપનિકા–એ સંસ્કૃત શબ્દ ઉપરતી લાવણી શબ્દ રચાયો છે એવું કેટલાક સાહિત્યકારો માને છે પણ વાસ્તવિક રીતે વિચારીએ તો લાપનિકા શબ્દ મૂળભૂત સંસ્કૃત ભાષાનો નથી. તે મહાનુભાવ ગ્રંથોમાંથી મળ્યો છે. તેનો અર્થ સ્પષ્ટ—કિરણ, સંબંધ અન્વય વગેરે થાય છે. આ અર્થો લાવણીના સ્વરૂપ સાથે સુસંગત લાગતા નથી. ૪. લાવણી નૃત્યમાં નર્તકીનું શરીર સહજ રીતે મરોડ લઈ શકે છે એટલે શરીરને વાળવું, નમાવવું, અંગભંગી સાથે સંબંધ છે તે ઉપરથી લવવું શબ્દને આધારે લાવણી શબ્દ | ઉત્પન્ન થયો છે. અક્ષર અને શબ્દોને સુભગ સુંદર રીતે ગોઠવવા, શોભાવવાની કલા તે લાવણી કાવ્ય છે. કાવ્યની એક વ્યાખ્યા છે–Poetry is the best words in the best order તે ઉપરથી એવું અનુમાન કરવામાં આવે છે કે લયબદ્ધ રચના કાવ્ય રચનામાં શબ્દોને ક્રમિક રીતે ગોઠવવામાં આવે છે એમ સમજાય છે. લાવણીનાં પરિવર્તન પામતાં રૂપો, સ્થળ, કાળ અને લોકપ્રસિદ્ધ થયેલાં છે તેને આધારે લાવણીના પ્રકાર (ભેદ) પાડવામાં આવે છે. તેમાં થયેલાં પરિવર્તન જોતાં કોઈ એક મત લાવણી વિશે સ્પષ્ટ માહિતી આપી શકે તેમ નથી. લાવણી એ સંગીતનો એક લોકપ્રસિદ્ધ પ્રકાર છે. ઘર કે કુટુંબ છોડીને યુદ્ધના મોરચે પોતાનું સર્વસ્વ અર્પણ કરવાની તૈયારી સાથે ગયેલા સૈનિકનું મન રીઝવવા માટે શ્રૃંગાર પ્રધાન ગીતોની રચના કરવામાં આવે છે. એવો ગુજરાતી ભાષામાં ઉલ્લેખ મળે છે. “મારી નણદલના વિરા હાલ્યા ચાકરી' (સૈનિકની નોકરી કરવી) હો રાજ, રસિયા વાલમ વીંઝણું લ્યો, હે...સૂડી સ સરીખડી પાતળી વાવ્યમાં, રસિયો વાલમ વીંઝણું લ્યો, તારા ગૂંજામાં (ખિસ્સામાં-ગજવામાં) રમતી આવું હો રાજ... રસિયા વાલમ વીંઝણું Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૪૯ લ્યો.. જેવાં ગીતો સૈનિકની છાવણીઓમાં એમના સંગીત કે ઉત્સવોમાં, મેળાઓમાં-યાત્રામાં સામૂહિક મનોરંજન માટે ગીતો ગવાતાં હોય છે. આ ગીતો મનને આકર્ષક મોહક લાગે છે. તેવા ગીતોને લાવણી નામથી મરાઠી સાહિત્યમાં ઓળખવામાં આવે છે. લાવણી કાવ્યોના ઉદ્દભવ માટે આ ભૂમિકા પણ ઉપયોગી છે. આ પ્રકારની રચનાઓ વૈવિધ્યપૂર્ણ છે. ઉપરોક્ત વિગતોને આધારે એવું અનુમાન કરવામાં આવે છે કે શ્રૃંગાર પ્રધાન ગીત એટલે લાવણી. જૂનામાં જૂની લાવણીઓ સંત એકનાથ મહારાજની ૧૬મી સદીની ઉપલબ્ધ થાય છે. વીર-શૈવ સંતોમાં મન્મથ સ્વામી આ પ્રકારનાં ગીતોના મૂળ રચયિતા છે. એમણે આ લાવણી ગીત પ્રકારનું સર્જન કરીને પ્રચલિત બનાવ્યો. તેનું સ્વરૂપ આધ્યાત્મિક કક્ષાનું છે. તેમાં કરાવક્ષેત્રના દેવી-દેવતાઓનું વર્ણન છે. ખાસ કરીને શીલાહારોના કુળદેવતા કરાવક્ષેત્રમાં કઈ રીતે આવ્યા તેનું વર્ણન છે. લાવણી કાવ્યપ્રકાર મરાઠી શાસનકાળમાં એટલે પેશવાના સમયમાં–અઢારમી સદીના ઉત્તરાર્ધ અને ૧૯મી સદીના પૂર્વાર્ધમાં થયો છે એમ માનવામાં આવે છે. શાહાર-શાયર અને કવિ રામજોશી, હોનાજી બાબા, પરશુરામ સગનભાઉ, અનંતકંદી અને પ્રભાકર જેવા લોકપ્રિય કવિઓ આ કાળમાં થયા હતા. રામજોશીએ સંસ્કૃત-મરાઠી અને અન્ય ભાષાઓમાં લાવણીઓની રચના કરી છે તેનાથી લાવણી કાવ્યો સમૃદ્ધ થયા છે. અંગ્રેજી શાસનકાળમાં પક્કે બાપુરાવ શાહીર (શાયર) હેબતી અને હૈદર પણ લાવણીના વિકાસમાં સહયોગી થયા હતા. આધુનિક સમયમાં લાવણીના આકર્ષક કાવ્ય પ્રકારના રચયિતા બ. દિ. માડગુળકર કવિ સંજીવ, પી. સાવળારામ અને જગદીશ ખેબૂડકર જેવા કવિઓ લાવણી પ્રત્યે આકર્ષાયા હતા અને તેના વિકાસમાં પ્રદાન કર્યું છે. ઉપરોક્ત ઐતિહાસિક માહિતી લાવણી કાવ્યપ્રકારના અસ્તિત્વની સાથે વિકાસની માહિતી આપે છે. તે ઉપરથી મરાઠી સાહિત્યની લાવણી કાવ્યોની સમૃદ્ધિનો પરિચય થાય છે. - લાવણીના વિષય અંગે વિચારીએ તો સ્ત્રી-પુરુષ સંબંધ અને તે નિમિત્તે કૃષ્ણ-ગોપીના વર્ણનો વિવિધરૂપે જોવા મળે છે. શૃંગાર રસની સમગ્ર રસસ્થિતિ વ્યક્ત કરીને લાવણીને અલંકૃત કરવામાં આવે છે એટલે તેનો વિષય રસિક છે. તેમ છતાં લાવણીમાં પૌરાણિક, આધ્યાત્મિક અને લૌકિક વિષયોની વિવિધતા રહેલ છે. ગણપતિ, શંકર અને વિષ્ણુ જેવા દેવોની સ્તુતિઓ, કોઈ પૌરાણિક દીર્ધકથાનું આલેખન, તુળજાપુર, પંઢરપુર જેવા તીર્થયાત્રાનાં વર્ણનો વૈરાગ્ય વિષયક ઉપદેશાત્મક વિચારો, સાવિત્રી હરિશ્ચંદ્ર જેવા આખ્યાનો, લક્ષ્મી પાર્વતીનો સંવાદ, કૃષ્ણ-રાધા સંવાદ, ગુરુકૃપા, ગૂઢ આધ્યાત્મિક અનુભવનું નિરૂપમ જેવા વિષયોને સ્પર્શતી અનેકવિધ લાવણીઓ સર્જાઈ છે. ભેદિક લાવણીઓમાં ઉખાણાં, કૂટપ્રશ્ન, પ્રશ્નોત્તર સ્વરૂપની લાવણીઓ રચાઈ છે. લાવણીઓ આધ્યાત્મિક અને લૌકિક એમ બે પ્રકારની હોય છે. કવિ રામજોગીએ દુષ્કાળનું વર્ણન કરતી લાવણીઓ લખી છે અને અનંતકદીએ પરિવર્તન પામેલા જમાના પ્રત્યે અસંતોષ વ્યક્ત કરતી તો વળી બીજા કવિઓએ આધુનિક જમાનાની સમસ્યાઓને વાચા આપતી લાવણીઓ રચી છે. ઉપરોક્ત વિષયવસ્તુને દૃષ્ટિએ વિચારતાં એવો નિષ્કર્ષ તારવામાં આવ્યો છે કે લાવણીનું વિષય વસ્તુ સમય અને સંજોગો બદલાતાં અભિનવ પરિવેશમાં પ્રાપ્ત થાય છે એટલે Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા તે માત્ર ધાર્મિક ક્ષેત્ર પૂરતી મર્યાદિત ન રહેતાં જીવનના વિવિધ ક્ષેત્રોને સ્પર્શે છે. વિષય વૈવિધ્યવાળી લાવણીઓથી સમૃદ્ધ મરાઠી સાહિત્યની લાવણીઓનો અભ્યાસ કરતાં એટલું સ્પષ્ટ થાય છે કે લાવણી એ ગેય પદબંધ રચના છે એટલે ગીત કાવ્યમાં સમાન ગેયતા એનું વ્યાવર્તક લક્ષણ ગણાય છે. લાવણીની રચના મોટેભાગે આઠ માત્રાઓમાં પદનું માત્રાનું આવર્તન ધરાવતી કે છ માત્રાઓવાળી ભૂંગાવર્તની પ્રકારની જોવા મળે છે. એમની જાતિવૃત (છંદનો એક પ્રકાર) કહેવામાં આવે છે. આ વૃત્ત સરળ અને ગેય હોય છે અને સરળતાથી ગાઈ શકાય તેવો છે. સર્વ સાધારણપણે નાનો ઊંચો સ્વર ધરાવતી, ઢોલક, તુણતુણા (મહારાષ્ટ્રમાં વપરાતો એક ખાસ પ્રકારનો એકતારો જેમાં એક ડબ્બા પર વાંસ લગાવી ખૂટી મૂકી એક ઊંચો સ્વરે વાગે એવો તાર હોય છે. ), ઝાલર, ઝાજ અને ખાસ કરીને મેદાન પર શૌર્ય ઉત્પન્ન કરી શકાય એવા વાંજિત્રો જ લાવણીના ગાન સમયે વપરાય છે. લાવણી મહેફિલમાં રજૂ થાય છે તે દષ્ટિએ તેના ત્રણ પ્રકાર છે. (૧) શાહિરી લાવણી (એકત્રિત જન સમુદાય સામે કવિ પોતે ખાસ પહેરવેશ સાથે રજૂઆત કરે) તેમાં ડફ (એક તાલવાદ્ય) અને તુણતુણો એકતારો ઝાજ સંગત સાથે શાહિર આવી લાવણી પ્રસ્તુત કરે છે. તેને સાથ આપવા માટે ઊંચા સ્વરે ગાઈ શકે, ઝીલી શકે એવું એક વૃંદ પણ તેની સાથે રાખે છે. (૨) બેઠકની લાવણીતબલા, હારમોનિયમ, સારંગી, નાનો તંબૂરો જેવાં સંગીતના સાધનો સાથે કોઈ કોઈ મહેફિલના સ્વરૂપમાં આવી લાવણીઓ રજૂ થાય છે. મોટેભાગે ગાયિકાઓ અને નર્તકીઓ આવી લાવણી પ્રેક્ષકો સમક્ષ પ્રસ્તુત કરે છે. તેમાં પુરુષો સહયોગ આપે છે. આ લાવણીઓ ઉત્તર હિન્દુસ્તાનના સંગીતના હુમરી પ્રકારની હોય છે તે યોગ્ય અભિનય અને નૃત્ય સાથે રજૂ થાય છે. (૩) ડફની લાવણી (લાવણી રજૂ કરનાર મંડળ કે કંપનીને સમૂહ-જૂથને ફડ કહેવાય છે.) તે વંશપરંપરાગત કે ગુરુપરંપરા પ્રમાણે ચાલે છે. એમાં નર્તક (મોટેભાગે બાયલો) ભવાઈ કરનાર હાસ્ય કલાકાર અને નટ કે વિદૂષ કહી શકાય અને અન્ય પાત્રો પ્રમાણેનું કલાકાર વૃંદ હોય છે. આ વૃંદ સમૂહમાં એકત્ર થઈને લાવણી રજૂ કરે છે. નૃત્ય, સંવાદ, સંગીત, વાદન અને તાલથી આ પ્રકારની લાવણીઓ પ્રસ્તુત કરવામાં આવે છે. આ બાલવાટી (વિરહવેદના–દુઃખ વ્યક્ત કરતી), છક્કડ (ઉત્તાન શૃંગાર પ્રધાન), સવાલ-જવાબ (પ્રશ્નોત્તર યુક્ત), ચાર કંડિકાઓ ધરાવતી અથવા ચાર ચાર ઢાળ બદલીને ગવાય એવી ફડમાં ગણાય છે. આજના તમાશા પ્રકારમાં રજૂ થતું લાવણી નૃત્ય ઉત્તર હિન્દુસ્તાનના કથ્થક નૃત્ય પ્રકાર તેમજ “બેગડી' નૃત્યશૈલી સાથે સામ્ય ધરાવે છે. છતાં તળપદા કહેવાય એવા કેટલાક ખાસ પદન્યાસ છે જે વિશેષ સૌષ્ઠવયુક્ત કહી શકાય. મુરલીનૃત્ય સાથે પણ આવી લાવણીઓ મળતી આવે છે. ઢોલકના તાલે વિવિધ પ્રકારે કરવામાં આવતો પદન્યાસ, ઝડપી પદન્યાસ તેમજ પહેરેલા નવવારના સાડલાનો બંને હાથે ગરદનની પાછળના ભાગમાં પકડી કરવામાં આવતો Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૫૧ પદન્યાસ એ પારંપરિક લાવણી નૃત્યની આગવી વિશેષતાઓ ગણાય છે. વધુ પડતાં ઉત્તાન શૃંગાર રસને કારણે પોતાની અસ્મિતા અને સામાજિક પ્રતિષ્ઠા ગુમાવી બેસેલા આ લાવણી નૃત્યને કેવળ તમાશાનું નૃત્ય ન રહેતાં તમાશામાં કામ કરનાર લોકોને સુસંસ્કૃત સમાજ સમક્ષ રજૂ કરી શકાય એવા નવસંસ્કારો સાથે પુનર્જિવિત કરવાનું કાર્ય આજે મહારાષ્ટ્ર સરકાર કરી રહી છે. તમાશામાં કામ કરનાર કલાકારો માટે ખાસ શિબિરોનું આયોજન કરી પારંપરિક લાવણી નૃત્ય નવા પરિવેશમાં જીવંત રહી શકે તે માટે ખાસ શૈક્ષણિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. (સંદર્ભ–મરાઠી વિશ્વકોશ ખંડ ૧૫, મહારાષ્ટ્ર રાજ્ય મરાઠી વિશ્વકોશ મંડળ નિર્મિતમુંબઈ ૧૯૯૫) મરાઠી લાવણીઓનો સંદર્ભ મરાઠી ભાષાની લાવણીઓ વિશે અત્રે કેટલીક માહિતી દષ્ટાંતરૂપે આપવામાં આવી છે. જૈન સાહિત્યની લાવણીઓના અભ્યાસની સાથે તુલનાત્મક રીતે અધ્યયન કરવામાં આ લાવણીઓ ઉપયોગી બની છે. કવિ રામજોશીની લાવણીઓ મરાઠી સાહિત્યમાં સુખ્યાત છે. એમની લાવણીઓ રામજોશી કૃત લાવણ્યા' પુસ્તકમાં પ્રગટ થયેલી છે. તેમાં દૈવતવર્ણન લાવણી, શૃંગારિક લાવણી (પૌરાણિક), શૃંગારિક લાવણી (લૌકિક), ઉપદેશ પર લાવણી, એમ આ પ્રકારની ૧૦૪ લાવણીઓનો સંચય થયો છે. તે ઉપરથી સમજી શકાય છે કે જૈન સાહિત્યમાં જૈન ધર્મના ગ્રંથો અને તીર્થકરોની અને ઉપદેશની લાવણીઓ રચાઈ છે તે ઉપરોક્ત સંદર્ભમાં સામ્ય ધરાવે છે. મરાઠી લાવણી વાડમયમાં પૌરાણિક, સામાજિક અને ઉપદેશપ્રધાન લાવણીઓનો સંચય થયો છે. વળી આ પુસ્તકમાં લાવણીના સ્વરૂપ અંગેની માહિતી પણ ઉપલબ્ધ થાય છે. લાવણીની વ્યાખ્યા અને મૂળ સ્વરૂપ, લાવણી વાડમયની પૂર્વભૂમિકા, લાવણીની વ્યુત્પત્તિ, લાવણીના વિષયો, આધ્યાત્મિક, શૃંગારિક, લાવણીમાં સમાજદર્શન, લાવણીઓનું મૂલ્યાંકન, જેવા વિષયો અને વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. મરાઠી ભાષાની લાવણીઓના અધ્યયન માટે આ પુસ્તક આધારભૂત માહિતી પૂરી પાડે છે. “અંધારાતીલ લાવણ્યા' પુસ્તક ય. ન. કેળકરે સંશોધન કરીને સંપાદન કરેલ છે તેમાં આધ્યાત્મિક લાવણીઓમાં સમયાનુસાર પરિવર્તન પામીને લોકરંજન કરવા માટે ૧૯૪ લાવણીઓ રચાઈ છે તેનો સંચય થયો છે. લોકોના મનોરંજન માટે શેરી કે મહોલ્લામાં રાત્રિના સમયે આવી લાવણીઓ નાચ-ગાન સાથે ઉપયોગમાં લેવાતી હતી. ઉપરોક્ત ત્રણ ગ્રંથોને આધારે મરાઠી સાહિત્યની લાવણીઓનો પરિચય પ્રાપ્ત થાય છે. જૈન સાહિત્યની લાવણીઓના વિષયો આધ્યાત્મિક અને ઉપદેશાત્મક છે. તેમાં સમયાનુસાર કોઈ પરિવર્તન થયું નથી એટલે મૂળભૂત રીતે આ લાવણીઓ ભક્તિપ્રધાન કાવ્ય પ્રકાર તરીકે સ્વતંત્ર રીતે અસ્તિત્ત્વ ધરાવે છે. ભક્તિમાર્ગના વિવિધ કાવ્ય પ્રકારોમાં “લાગણી” પોતાના સ્વરૂપથી અલગ રહીને વિકાસ પામી છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા મરાઠી સાહિત્યના ત્રણ ગ્રંથોમાંથી નમૂનારૂપે લાવણી અને તેનો ભાવાર્થ અત્રે અભ્યાસ અધ્યયન માટે તુલનાત્મક દૃષ્ટિબિંદુથી આપવામાં આવ્યો છે. તે ઉપરથી લાવણી કાવ્યોની પરિપૂર્ણ માહિતી પ્રાપ્ત થશે એવી આશા રાખવામાં આવે છે. લાવણી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની ભક્તિમાર્ગની વિરાટ કાવ્ય સૃષ્ટિમાં જૈન સાહિત્યનું મૂલ્યવાન પ્રદાન છે તેમાં લાવણી પ્રકારનાં કાવ્યો ભક્તિમાર્ગની કાવ્યધારાનું અનુસંધાન કરે છે. લાવણી કાવ્યો સ્તવન અને સઝાય એમ બંને સાથે સામ્ય ધરાવે છે તીર્થકર વિષયક લાવણીઓ ભક્તિપ્રધાન છે તો બોધાત્મક લાવણીઓ ત્યાગ, વૈરાગ્ય અને આત્માને ઉપકારક વિચારો ધરાવતી હોવાથી સઝાય સાથે સમાન કક્ષાનું સ્થાન ધરાવે છે. ભક્તિપ્રધાન લાવણીઓમાં પ્રભુ મહિમા ગાવામાં આવ્યો છે અને એમના જીવનના પ્રસંગો દ્વારા ઉત્કટ ભક્તિભાવના પ્રભાવોત્પાદક બની છે. લલિત મધુર પદાવલીમાં રચાયેલી લાવણીઓ ગીત કાવ્ય તરીકે મહત્વની ગણાય છે. બોધાત્મક લાવણીઓ આત્મોન્નતિ માટે ઉપકારક વિચારોથી ભરપૂર છે. તેમાં જિનવાણીનો સંદર્ભ રહેલો છે. કવિઓએ પોતાના જ્ઞાનને આધારે સીધી સાદી શૈલીમાં બોધાત્મક વિચારો વ્યક્ત કરીને આત્માને મુક્તિમાર્ગમાં પ્રયાણ કરવા માટે દિશાસૂચન કર્યું છે. ઉન્માર્ગે ગયેલો આત્મા આવા વિચારોથી જાગૃત થઈને સાચી દિશામાં પુરુષાર્થ કરવા પ્રેરાય છે અને તેનું પરિણામ મનુષ્યજન્મની સફળતા–મુક્તિ છે. મધ્યકાલીન સમાજજીવનમાં ધર્મ મહત્વનો ભાગ ભજવતો હતો. વ્યવહાર જીવનની સાથે ધર્મના રંગે રંગાયેલા લોકો જ્ઞાન અને ભક્તિમાં વધુ રસ ધરાવતા હતા. તે કારણથી વિવિધ પ્રકારની ભક્તિપ્રધાન કૃતિઓ સર્જાઈ છે એમ માનીએ તો તે ઉચિત લેખાશે. મરાઠી ભાષાની ઉપદેશાત્મક લાવણીઓ પ્રાપ્ત થાય છે તે દૃષ્ટિએ જૈન સાહિત્યની ઉપદેશાત્મક લાવણીઓ મધ્યકાલીન કાવ્ય સૃષ્ટિ સાથે સમાન કક્ષાએ સ્થાન ધરાવે છે. લાવણી એ સંગીતશાસ્ત્રનો શબ્દ છે. એક તાલ તરીકે પણ તેનું સ્વતંત્ર સ્થાન છે. તેમાં ૮ માત્રા અને ૩ તાલ હોય છે. ૧, ૩, ૭ માત્રા પર તાલનો આધાર હોય છે. પમી માત્રા ખાલી ોય છે. લાવણી દક્ષિણ ભારતનો એક દશ્ય તાલ છે. આ તાલનો સમાવેશ શિષ્ટ કે શાસ્ત્રીય સંગીતમાં થયેલો નથી. લાવણીને દક્ષિણ પ્રદેશમાં ધૂમલી તાલ તરીકે ઓળખાય છે. દાદા સમતાને દુત એ લાવણીના તાલ છે. લાવણી ચાર માત્રાનો એક તાલ છે. લાવણી એટલે લલકારાય એવી ચર્ચાતી વાતની કવિતા લાવણી શબ્દપ્રયોગ સાહિત્યમાં કોઈ એક રાગ કે ઢાળ માટે પણ થાય છે. મરાઠી ભાષામાં લાવણીનો વિકાસ એક ઢાળ તરીકે જોવા મળે છે. લાગણી” શબ્દની વ્યુત્પત્તિ જોઈએ તો “લાપનિકા લાવણ્યા લાવણી વ્યુત્પત્તિની દૃષ્ટિએ વિચારતાં લાવણીમાં આલાપ, રાગ યુક્તતાનું લક્ષણ રહેલું છે. અંગ્રેજી ભાષામાં Ballad શબ્દ લાવણી સાથે સામ્ય ધરાવે છે. 'Ballad means a kind of song. It is known as a love song. It is Page #172 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૫૩ simple song-a sentimental composition of several verses.” એ રીતે જોઈએ તો લાવણી એ એક લાગણીસભર પદ રચના કે ગીતરચના છે. ટૂંકમાં લાવણી એટલે રાગયુક્ત લાગણીને પ્રગટ કરતી સુગેય પદરચના. જૈન કાવ્ય પ્રકારોની વિવિધતામાં અનેરી ભાત પાડતી એક રચના તે લાવણી છે. આ રચના ચોપાઈ છંદ હરિયાલી અને પદ સાથે સામ્ય ધરાવે છે. જૈન સાહિત્યમાં ઘણાં કવિઓએ લાવણીઓની રચના કરી પોતાના હૃદયમાં ભાવો પ્રગટ કર્યા છે. જૈન સમાજમાં લાવણીઓનું સ્થાન ભજનો જેવું જ છે. જેમ પ્રેમલક્ષણા ભક્તિનાં પદોમાં શૃંગાર રસ રજૂ થાય છે. તેમ લાવણીમાં પણ શૃંગારરસનું નિરૂપણ થતું જોવા મળે છે. ચિત્તની ચંચળતા પણ તેમાં પ્રગટ થાય છે. કવિ નર્મદે લાવણી વિશે એક લેખમાં જે વિચારો રજૂ કર્યા છે તે મરાઠી ભાષાની લાગણીઓ સાથે સામ્ય ધરાવે છે તેમ છતાં આ લેખમાંથી એટલું ફલિત થાય છે કે લાવણી એક ગેય કાવ્ય છે. તેમાં રસ, અર્થાલંકાર, શબ્દાલંકાર, માત્રામેળ, છંદપ્રયોગ અને પ્રાસરચના જેવાં કાવ્યનાં લક્ષણો સ્થાન ધરાવે છે. ભવાઈના વેશમાં ભવૈયા હલકું મનોરંજન કરવા માટે નીતિમત્તાને મર્યાદાને નેવે મૂકીને જે સંવાદ-અભિનય કરે છે તેવી રીતે લાવણી ગાનારાઓ પણ મર્યાદાભંગ કરીને શ્રોતાનું મનોરંજન કરે છે એટલે લાવણીની શાખ ઘટી ગઈ છે. જૈન ધર્મની લાવણીઓનો અભ્યાસ કરતાં તેમાં નીતિમત્તાનું ઉચ્ચધોરણ જળવાઈ રહ્યું છે તેવો અનુભવ થાય છે. ધાર્મિક સાહિત્યની એક વિશેષતા છે કે તેમાં કલ્પનાના રંગો છે પણ અઘટિત-અનુચિત કલ્પનાઓને સ્થાન નથી, એટલે ધાર્મિક વિચારધારાની સાથે સાહિત્ય અને નીતિનો સંબંધ જળવાઈ રહ્યો છે; એમ જાણવા મળે છે. પરિણામે જૈન લાવણીઓ સાત્ત્વિક આનંદ પ્રદાન કરે છે. આવી રીતની કવિતા બનાવીને ગાવી પેહેલવહેલી કિયે ઠેકાણેથી ને કિયા વરસમાં નીકળી, તે કંઈ ખરું માલુમ પડતું નથી. લાવણી અથવા ખ્યાલ ગાનારાઓની જુદી જુદી ટુકડીઓ, પોતાની તરફની જેવી તેવી વાત બતાવે છે, માટે હમારાથી કંઈ ખરું કહી શકાતું નથી. આ બાબત અહીં લખવાનું કારણ એ કે તે ખ્યાલની કવેસરીમાં વલોવાય ને પછી તેમાંથી માખણ નીકળે. પુછપાછ ઉપરથી જેટલું જાણ્યામાં આવ્યું છે, તે નીચે જાહેર કરીએ છીએ. જે હિંદુસ્તાની ગાણાને આપણે લાવણી કહીએ છીએ, તેને હિંદુસ્તાની લોકો છંદ કહે છે ને મરાઠી ભાષામાં જે એવી રીતનું ગાણું છે તેને તેઓ લાવણી કહે છે. હિંદુસ્તાની લાવણી અને મરાઠી લાવણી એ જુદી જ તરેહ છે. પાછલી ગાયનમાં જ સારી શોભે છે, પરંતુ આગલી સાધારણ રીતે બોલાયાથી પણ દીલને ખુશ કરે છે. લાવણી તે હિંદુસ્તાની જ. એ લાવણીની ધપ જાના મોટા સહુનાં દિલમાં અસર કરે તેવી છે. જેમ બીજામાં તેમ આમાં પણ શણગારનો ઘણો બેકાવી મૂક્યો છે તેથી લાવણી શબ્દ છેક હલકો પડી ગયો છે; ને ખરેખર એ ગાણાના શોખિઓએ (કરનાર, ગાનાર અને સાંભળનારાએ) હદથી બહાર જઈને અનીતિનાં કર્મો ભરજોશથી કરેલાં છે, તેથી તેઓએ પોતાની અને પોતાની કૃતિની (લાવણીની) શાખ ગુમાવી છે. લાવણી સઘળા રસમાં જોડાયેલી છે. હમે દીલગીર છીએ કે આવી રીતનું ગાણું તેના શોખિઓએ પોતાની નકારી ચાલથી Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા લોકની આંખમાં ધિક્કારવાળું કરી મૂક્યું છે. એ લાવણીનું ગાણું પાછું લોકમાં માનભરેલું ગણાય ને એ કવિતાવિદ્યાનો સારો લાવ રૂડી રીતે થાય, એવી આશા રાખીએ છીએ. મરાઠી લાવણી વિશે ન બોલતાં બીજી વિશે કંઈ અહીં બોલીએ છીએ. ગુજરાતી, મરાઠી, હિંદુસ્તાની (ઉરદુ નહીં) અને સંસ્કૃત એ ચાર મુખ્ય ભાષા પોતાના પરિવાર સાથે હિંદુઓની જાણવી. એ ચાર ભાષામાં સહુથી મિઠાશવાળી (હમારા વિચાર પ્રમાણે) હિંદુસ્તાની છે. તેથી ઉતરતી સંસ્કૃત, પછી મરાઠી અને પછી ગુજરાતી, હિંદુસ્તાની ભાષાનું સાધારણ બોલવું પણ કાનને ગળ્યું લાગે છે અને લાવણી, ગાણું હિંદુસ્તાની ભાષામાં ગવૈયાએ ગાયું હોય તો પછી શું બાકી ! લાવણી બનાવવામાં કંઈ અક્ષરની નથી. અલબત્ત માત્રાનીમ તો હોવો જ જોઈએ. પ્રાસ પણ કેટલીક લાવણીઓમાં ઘણાં સારા જોવામાં આવે છે ને એમાં પિંગલ નિયમ વગર અર્થાલંકાર, શબ્દાલંકાર રસ વગેરે બાબતો હોય છે. લાવણીઓ ઘણી તરેહથી ઘણાં સાહિત્યથી ગવાય છે, પણ તેમાં ઘણું કરીને ઝાંઝ, ડફ હોય છે, જેનો ઠોકો લાવણીના ગાણાંને શાકને મીઠું જેમ, સ્વાદિષ્ટ કરે છે. લાવણીઓ ગાનારાની હાલ પાંચ ટુકડીઓ જોવામાં આવે છે. તોરા, કલગી, ડુંડા, ઝુંડા અને અનણઘડ. દિલ્લીન બાદશાહને ત્યાં એક વખત બે ગવૈયા આવ્યા હતા. તેમાં એક શાહઅલી નામનો મુસલમાન હતો ને બીજો તુકનગીર નામનો ગોસાઈ હતો. તે બંનેના ગાણાં સાંભળીને બાદશાહ ઘણો પ્રસન્ન થયો ને મોટી ખુશીથી તેઓની આગળ એક કલગીને એક તારો એક રકાબીમાં મુક્યાં. તેમાંથી શાહઅલ્લીએ કલગી ઉઠાવી લીધી ને તુકનગીરે તોરો ઉપાડી લીધો. ને એ બે ઉસ્તાદ ગાનારોનાં મતના અને તેઓની રીતના જે શાર્ગીદો થયા, તેઓ કલગીવાળા અને તોરાવાળાનાં નામથી ઓળખાય છે. એમ કહેવાય છે કે કલગીવાળા આદ્યશક્તિને ગાય છે અને તોરાવાળા શિવને ગાય છે. કલગીનું નિશાન લીલું અને તોરાનું નિશાન ભગવું, સફેદ અથવા પચરંગી હોય છે. સામસામી ટોળીયો પોતાનાં નિશાન અને ડફ સાથે જ્યારે ગાવા બેસે છે, ત્યારે પ્રથમ તો ગનની સાખીને ઘોસો ગાય છે એટલે ગણપતિની ટુંકામાં (મંગલચરણની પઠે) સ્તુતી કરે છે. પછી ગણની લાવણી ગાય છે, પછી બેઠકની સલામ લાવણી ગાય છે, પછી જે બાબત બોલવી હોય તે બાબતની લાવણી ગાય છે અને છેલ્લીવારે ઉઠવાની સલામ ગાઈને સહુ ઉઠી જાય છે. પાંચ-દસ વર્ષમાં થઈ ગયેલા એવા ત્રણ પુરુષો લાવણીમાં વખાણમાં યોગ્ય લાવણીઓ કરી. ગયા છે. વડોદરાનો માહારાજગીર અને સુરતના બાધુરસિંગ તથા ઈસાજી પારસી. બાહાદરસિંગ વિશે એમ કહેવાય છે કે તેને એક અક્ષર પણ લખતાં આવડતો નહીં. તેણે જે લાવણીઓ બનાવી છે, તે ઘણી વિચારવાળી અને રસવાળી છે. કોઈપણ અજબ થાય તેવું છે કે બિલકુલ લખતાં ન આવડતું એવો પુરુષ ઉમદા લાવણી કેમ કરી શક્યો હશે ? જે સ્વાભાવિક બુદ્ધિનું પુષ્કળ અભ્યાસે જારે સારી પેઠે ખેડવું થાય છે, ત્યારે તે કોઈ વાતની ખોડ છતાં પણ ઘણી જ સારી Page #174 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૫૫ ખીલી રહે છે. જેટલું બદાહરસિંગ વિશે તમે વાંચ્યું છે ને સાંભળ્યું છે, તે ઉપરથી કહી શકીએ છે કે તે ઘણો બુદ્ધિવાળો હતો. એની બનાવેલી કેટલીક લાવણીઓ હવેનાં ચોપાનિઆમાં બનશે તો દાખલ કરીશું. (કવિ નર્મદ–નર્મ ગદ્ય ખંડ–૧ (પા. ૫૧)) I respect and follow the divine speech of vitrag with full faith. કવિ રામકૃષ્ણની ઉપદેશની લાવણીમાં સંવત અઢાર વરસ સડસઢ, સાદહી રાહેર સુહાના હૈ, ફાગણ શુદિ તેરસ કે દિવસે, એ ઉપદેશ સુનાયા રે. ત્રણ પ્રકારની લાવણીઓની સમીક્ષા લાવણી કાવ્યો વિશે માહિતી આપે છે. વિશેષ વિગતો લાવણીઓના અધ્યયની પ્રાપ્ત થશે. (પ્રકરણ-૪) જનરલ સમીક્ષા * લાવણી સુગેય પદ્યાત્મક રચના છે. તેનું વિષય વસ્તુ તીર્થક ભગવાન નવપદ, જૈન તીર્થો, જૈન ધર્મના આત્મહિતકારી વિચારો વગેરે સાથે સંબંધ ધરાવે છે. વિષય વસ્તુને આધારે લાવણી ત્રણ પ્રકારની છે. પ્રભુભક્તિ વિષયક, ઉપદેશાત્મક અને પ્રકીર્ણ એટલે જૈન ધર્મના વિષયોને સ્પર્શતી. પ્રભુનો મહિમા ગુણગાન, ભક્તની આર્દ્રભાવના, ભક્તિ દ્વારા પ્રભુને સમર્પણશીલ, શરણાગતિ, સેવકના ઉદ્ધાર ભાવના વ્યક્ત કરીને લાવણીઓ રચાઈ છે. ઉપદેશાત્મક લાવણીમાં જૈન સમાજના લોકોને ન્યાય, નીતિ, પ્રમાણિકતા, આચારશુદ્ધિ, સુદેવ, સુગુરુ અને સુધર્મની આરાધના તથા અસાર સંસારમાંથી નિવૃત્ત થઈને મુક્તિ માટે પુરુષાર્થ કરવાનો જિનવચનના ઉલ્લેખ દ્વારા ઉપદેશના વિચારો પ્રગટ થયા છે. લઘુ લાવણીઓ સુગેય પદાવલીયુક્ત કલાત્મક બની છે. જ્યારે દીર્ધ લાવણીઓ ચરિત્રાત્મક માહિતીને અનુસરે છે. તીર્થકર વિષયક લાવણીઓ બંને પ્રકારની જોવા મળે * * ઉપદેશાત્મક લાવણીઓ પ્રસંગ વર્ણન સમાન વિસ્તારયુક્ત છે આ પ્રકારની લાવણીઓમાં કાવ્યતત્ત્વની ઉપાસના શિથિલ બની ગઈ છે. લાવણી ભક્તિમાર્ગને અનુસરતી પદ્યરચના છે એટલે તેમાં ભક્તિરસ-શાંતરસ દ્વારા ઊર્મિયુક્ત પદાવલીઓ સ્થાન પામી છે. લાવણી ઓછામાં ઓછી ત્રણ કડીથી ૨૫-૩૦ કડીની પ્રાપ્ત થાય છે એટલે ઓછામાં ઓછી ત્રણ કડીની રચના હોવી જોઈએ. પાંચ-સાત-આઠ-દસ-પંદર જેટલી કડીઓવાળી લાવણીઓ પ્રાપ્ત થઈ છે. પણ દીર્ધ લાવણીઓ સંખ્યાની દૃષ્ટિએ ઓછી છે. મોટાભાગની લાવણીઓમાં કડીઓનો સંદર્ભ કાવ્ય અને વિષયને અનુરૂપ થયો છે. લાવણીની છેલ્લી કે ત્યાર પહેલાની કડીમાં કવિ નામ, રચના, સમય વર્ષ-મહિનો-તિથિ કે વારનો પણ ઉલ્લેખ થયો છે. આ પ્રકારની વિગતો લાવવી વિકાસના અભ્યાસ માટે Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા આધારભૂત માહિતી પૂરી પાડે છે. પ્રભુભક્તિ વિષયક લાગણીઓ સ્તવન કાવ્ય પ્રકાર સાથે અને ઉપદેશાત્મક લાગણીઓ સજઝાય કાવ્ય પ્રકાર સાથે સામ્ય ધરાવે છે. લાવણી સુગેય પદ્યરચના હોવાથી સમાજમાં સમૂહમાં કે ભક્તિ નિમિત્તે ગાવાની પ્રથા પ્રચલિત હોવાનો પૂરેપૂરો સંભવ છે. જૈન સમાજમાં “રાસ' ગવાતા હતા અને ખેલાતા હતા તેવી રીતે ધાર્મિક તહેવારો અને જિનભક્તિ માટે લાવણીઓ ઉત્સાહથી ગવાતી અને લોકો સાંભળીને ભક્તિરસમાં તલ્લીન થતા હતા એવો વિચાર ઉપલબ્ધ લાવણીઓમાંથી ગર્ભિત રીતે પ્રાપ્ત થાય છે. લાવણીને કલાત્મક બનાવવા માટે પ્રચલિત દેશીઓ અને છંદનો પ્રયોગ થયો છે. લાવણીમાં દેવગુરુની કૃપાનો ઉલ્લેખ થયો છે. ભક્ત અને ભગવાનનો સંબંધ ભક્તિમાર્ગમાં સર્વ સામાન્ય રીતે નિહાળી શકાય છે. કવિઓએ કાવ્યરચના કરી તેમાં સરસ્વતીની કૃપા સાથે ઇષ્ટદેવ, ગુરુની કૃપા પણ ભાગ ભજવે છે તે ઉપરથી ગુરુ-શિષ્યના સુમેળભર્યા સંબંધનો પરિચય થાય છે. લાવણીમાં ભક્ત કવિઓએ પોતાની જાતને દાસ-કિંકર-સેવક માનીને પ્રભુનું શરણ સ્વીકાર્યાનો સહજ એકરાર કરીને ભવભ્રમણથી મુક્ત કરવા માટે આદ્રભાવે વિનંતી કરી છે. આ પ્રકારની અભિવ્યક્તિમાં કાવ્યને અનુરૂપ રસિકતા-લાગણી અને ભક્ત હૃદયના સુકુમાર ભાવના પ્રગટ થઈ છે. મરાઠી ભાષાની લાવણીમાં પ્રભુભક્તિ, ઉપદેશ શૃંગાર અને મનોરંજન જેવા વિષયોનો સમાવેશ થયો છે. આરંભની લાવણીઓ પ્રભુભક્તિ અને ઉપદેશ વાણીથી સમૃદ્ધ છે પણ કાળક્રમે તેમાં પરિવર્તન થયું અને સાત્વિક વિચારોની લાવણીઓ શૃંગાર રસયુક્ત બની અને રાત્રિના સમયે મનોરંજન થાય તેવા વિચારોથી લાવણીઓ રચાઈ છે જ્યારે જૈન સાહિત્યની લાવણીઓમાં કાળક્રમે કોઈ પરિવર્તન આવ્યું નથી. ભક્તિ અને ઉપદેશના વિચારોને જ કેન્દ્રમાં રાખીને માનવકલ્યાણની ભાવનાને સ્પર્શે છે. એટલે ધાર્મિક સાહિત્યની આ લાક્ષણિકતા છે કે જેમાં સાંસ્કૃતિક મૂલ્યોનું સંવર્ધન થયું છે. લાવણીઓ ગુજરાતી ભાષામાં રચાયેલી છે. કોઈ કોઈ લાવણીમાં હિન્દી ભાષાના શબ્દપ્રયોગો થયા છે એટલે હિન્દી ભાષાના મિશ્રણવાળી ગુજરાતી ભાષાનો પ્રયોગ થયેલો જોવા મળે છે. જબ, તબ, અબ, ક્યું, હો, મેં, ચાહિયે, ઔર, તીન, ખિજમત, તેરા, મેરા, જિનકી સાધુઓ કવિઓ વિહાર કરીને ગુજરાત અને મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ આદિ સ્થળોમાં વિચરતા હોવાથી એમની ભાષામાં હિન્દી શબ્દોનો પ્રયોગ સ્વાભાવિક રીતે થતો હોય છે, લાવણી સિવાયની અન્ય કાવ્યરચનાઓ સ્તવન, સજઝાય, પદ, હરિયાળી આદિમાં પણ હિન્દી ભાષાના શબ્દોનો પ્રયોગ થયો છે. I surrender my self totally to vitrag, siddha sadhu and religion of vitrag. Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૫૭. | શ્રી || ૧ | || શ્રી | ૨ || | શ્રી | ૩ || || શ્રી | ૪ | | શ્રી || ૫ | II શ્રી || ૬ | શ્રી ઋષભદેવ મહારાજ કેસરીયા શ્રી ઋષભદેવ મહારાજ કેસરીયા, બેઠા પહાડો મેં ! કેસરી છે. આસપાસ ગુલજાર જડી, લગ રહી પહાડો મેં એ આંકણી | ટુક ટુક પર હે ધજા ધજા પર, ચોકી ભિલ્લનકી .. સબ શ્રાવક મિલ પુજા કરતે, કેશર ચંદનકી. ખાસા દેવળ બન્યા દેવળ પર, કલ્લી ચડવાઈ, અષ્ટ દ્રવ્ય લેઈ પુજા કરતે, ઉદ્યોત સવાઈ. શેત્રુંજય ગિરનાર જીવ તુમ અષ્ટાપદ જનાં || સોનગિરિકે દરસન કરકે, ચંપાપુરી આનાં. ચંપાપુર ઓર પાવાપુરી જીવ, સમેતશિખર જાનાં || મુક્તાગિરિ કે દર્શન કરિ, આબુજી આનાં. રાયણપુર ઓર ગઢ આબુજી, માર્ગે તુંગી ગિરિ જાનાં ! મગસીજીકે દરિસન કરઠે, ગોડીજી આનાં. શ્રી શંખેશ્વર દરિસન કર ચલ, તારંગે જનાં // પુરપટ્ટણકે દરસન કરકે કલ્લીકુંડ આનાં. સબ તીરથ કી કરી જતરા, ઘરકું બી જાનાં || કહે શ્રી ગંગાદાસભાઈ વાણી, ભગવત કી લેનાં. આદિ અનેસર કિયો આદિ અનેસર કિયો પારણો આ રસ સેલડી ચાં || અ | ઘડા એકસો આઠ સેરડી રસ ભરીયા છે નીકારે છે. ઊલટ ભાવ શ્રેયાંસ વહોરાવૈ માંડવી આબુકારે. દેવ દુંદુભિ વાઇ રહી સોનઈયારી વિરબારે | બારે માસ શું કિયો પારણો ગઈ ભૂખ સરવ તિરખારે. રિદ્ધિસિદ્ધિ કારજ મનોકામના ઘર ઘર મંગલા ચાર | દુનિયા હરખ વધામણાં કાંઈ અખાત્રીજ તિવાર રે. સંકટ કાટો વિધન નિવારો રાખો હમારી લાજ રે | બે કર જોડી નાડુ કહિતા રૂષભદેવ મહારાજ રે. તું અલંકી રૂપ સ્વરૂપી તું અલંકી રૂપ સ્વરૂપ, પરમાનંદ પર તું દાઈ; તું શંકર બ્રહ્મા જગદીશ્વર, વીતરાગ તું નીરમાઈ. અનોપમ રૂપ દેખી તુજ રીજે, સુર નરનારી કે વૃંદ; નમો નીરંજન ફણી પતી સેવત, પાસ ગોરીચા સુખ કંદા. || શ્રી || ૭ II ૧ || ૨ || | ૩ || || ૪ | Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા કાને કુંડલ શીર છત્ર બીરાજે, ચક્ષુ ટીકા નીરધારી; અષ્ઠ બીજોરું હાથે સોહે, તુમ વંદે સહુ નરનારી. જળ આવી પ્રભુ નાકે અડીઆ, આસન કંપ્યા નીરધારી; નાગ નાગણી છત્ર ધરે છે, જળ વરસાવ્યાં નીરધારી. રૂપ વિજય કહે સુણ મેરી લાવણી, એસી શોભા બહુ સારી; માત પિતા બાંધવ સહુ સાથે, સંજય લીધાં નરનારી. ગિરિવરકું ગયે ગુરુ ગ્યાની ગિરિવરકું ગયે ગુરુ ગ્યાની, રાજુલ મનમેં નહિ માની / ગિરિ | નવ ભવકો નેહ મેરો જુનો, તજ ગયો મેરો શ્યામ સલુનો મેરે સિરપે પડ્યો દુઃખ દૂનો, મેરો હિરદો હુવો સામ સુનો || નિત નેન ઝરે મુઝ પાની. II ગિરિ ને ૧. શુદ્ધ સંજમ સમતા પાળે, દૂષણ મનના સબ ટાળે છે સબ ગાંઠ ગરવી ગાળે, મુગતિ કે મારગ ચાલે છે એસે નેમનાથ હે ધ્યાની. | ગિરિ | ૨ા રાજુલ કહેતી સુન પીયા | જુગમેં એસા ક્યા કિયા | અબળાકું દોસ કર્યું દીયા, જુગમેં હિંગ બિગ મેરા જીયા | પરવતર્ક ચલું રે દિલ જાની. | ગિરિal. શુદ્ધસતીને સંયમ લીનો, આતમકો કારજ કીનો | પરમાતમ પદકું ચીનો, અનુભવ રસ સે દિલ ભીનો છે જિનદાસ પ્રરૂપી બાની. | ગિરિ | સા. ચતુર પરનારી મત નિરખો ચતુર પરનારી મત નિરખો શ્રાવણ કેરી રેત અંધેરી બીજલ કો ચમકો // રાવણ મહોટારાય કહાવે, લંકા ગઢ બંકો // પાપ કરીને નરક પોંહોચીયો દુઃખ પાયો અધકો. || ૧ || ઘાતકી ખંડકો રાય પદમોતર ધ્રુપદીને હરતો || કૃષ્ણ નરેશર કરે ખુવારી જબ પુણ્ય જુવો હલકો. | ૨ || કીચકરાય મહા દુઃખ પાયો ભીમેંસું અધકો // નારી ધ્રુપદી નેહે બિચારી ભવભવમેં ભટકો. | ૩ || પરનારી કો રંગપતંગ હૈયો ઘલકો ઝલકો . ઓસ બુંદ જબ લગે તાવડા ઢલક જાયે ઢલકો. || ૪ || પરનારી કો સનેહ કરતાં ધન જાશે ઘરકો / દુજા દેખકર કરે ખુવારી જબ વનમેં ભટક્યો. ૫ || Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૫૯ | ખબર ૧ || ખબર ૨ || || ખબર ૩ || ને ખબર ૪ || ખબર નહી યા જુગમેં પલકી ખબર નહી યા જગમેં પલકી, સુકૃત કરના હોય સો કરલે કોન જાને કલકી (એ દેશી) ખબર નહીં મુની મારગ સતકી, પ્યાસ પંચમી ગતિ કી જકુ નહિ લાલચ વિતકી. ખબર લછીપતિ નરઉત્તમ હોવે સોબત ચોરકી, ઉન્મારગે જાતા કોએ પકડે હાણી ધનજોરકી. ઉન્મારગે એક રૂષમ નોહર સ્વાદ ગંધ પલકી, છાયા શીતલ લોક કહે પણ નાશ કરે મલકી. ઉનમારગે મનોરથ ભટ મિલસે મત સુનીયો ઉનકી, લઘુ ખાડી દેકી ભરોસો જિમ તિમ હોશે મોટકી. ફલ કંપાકકા પંચ મનોહરૂં મકર વાંછા ઉનકી, સ્વાદ ગંધ મત લીયો તિસકી ટેક ધરો મનકી. શત્રુ મિત્ર પણે ચૌ મિલસે વાત કહે સબકી, મીઠા વયણ સુણી મત ચુકો ઘાત કરે જીવકી. ઉન્મારગે એક રતિપતિ રાજા રાજધ્યાની ઉનકી, વિષ અમૃતપણે બતલાવે ક્ષય કરે પુનકી. તીન કરો મત તીન ધરો મત આસ્યાધર તિનકી, તીન નિવારણ તીન ગ્રહો ભવિ સંગ છોડો તીનકી. તીન પીછાંણો તીન ધરો મન તજ વિથા જગકી, ચશ્વવિધ ધર્મકી બોટ બનાવી ચૌગતિ તરનકી. પરવત પંચ મુનિ મારગમેં વાટવિટ જિનકી, પંચ ખડગ સે પંચ બંધન કટિલીયો પદવી શિવકી. પંચસુ પંચ હટાવે મહામુની કરે દયા છકાયકી, સંદર્ભ : - લાવણી સંગ્રહ - લાવણી કાવ્ય સ્વરૂપ અને સમીક્ષા તે ખબર ૫ || ખબર ૬ II છે ખબર ૭ . || ખબર ૮ ! I ખબર ૯ || ૧૮. રૂપક કાવ્ય કાવ્ય સુંદરીના સૌન્દર્યમાં અભિવૃદ્ધિ માટે અલંકાર યોજના સુપ્રસિદ્ધ છે. તેમાં રૂપક અલંકારનો પ્રયોગ પણ વિશેષ રીતે થાય છે. ઉપમાન અને ઉપમેય વચ્ચે અભેદ ભાવ દર્શાવવામાં આવે ત્યારે રૂપક રચના થાય છે. રૂપકમાં બે વસ્તુ કે પદાર્થનું એવી રીતે નિરૂપણ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા કરવામાં આવે છે કે તેમાં બન્ને વચ્ચે એકરૂપતા સર્જાય છે. રૂપક અલંકાર એકાદ કડીમાં હોય છે જ્યારે રૂપક કાવ્ય રચનામાં સમગ્ર રીતે રૂપકની યોજના કરવામાં આવે છે. સામાન્ય વ્યવહારમાં પ્રચલિત શબ્દોને રૂપક તરીકે કાવ્યરચના દ્વારા વેધક અસર ઉપજાવવામાં આવે છે. કવિની રૂપકયોજના સ્વાભાવિક અને પ્રતિકારક લાગે છે. આ કવિ કર્મ કઠિન હોવા છતાં કુશળ કવિઓએ રૂપક યોજનાથી ઉત્તમ કાવ્યોનું સર્જન કરીને સિદ્ધિ પ્રાપ્તિ કરી છે. રૂપકપ્રધાન કાવ્યો ઉપરાંત આખ્યાનો અને નાટકોની રચના પણ થઈ છે. ભારતીય સાહિત્ય ઉપરાંત પશ્ચિમના સાહિત્યમાં પણ આવી કૃતિઓ પ્રાપ્ત થાય છે. સંસ્કૃત સાહિત્યમાં કૃષ્ણમિશ્રનું પ્રબોધ ચંદ્રોદય નાટક પ્રસિદ્ધ છે. વેંકટનાથનું “સંકલ્પ સૂર્યોદય’ અનંત નારાયણનું “મોહ પરજય નાટક', કવિ પદ્મસુંદરનું “જ્ઞાન ચંદ્રોદય', જયશેખરસૂરિનું “પ્રબોધ ચિંતામણિ” વગેરે રૂપક કૃતિઓ સંસ્કૃત ભાષામાં પ્રાપ્ત થાય છે. સંસ્કૃત ભાષામાં રૂપક યોજના નાટ્ય સ્વરૂપના સંદર્ભમાં થઈ છે. અંગ્રેજી ભાષામાં Pilgrim's Progress (કવિ બનિયન) (યાત્રીઓનો સંઘ) લોકપ્રિય રૂપકકાવ્ય તરીકે પ્રસિદ્ધ છે. જૈન સાહિત્યમાં “વિવાહલો' નો રૂપક તરીકે પ્રયોગ કરીને દીક્ષા પ્રસંગનો સંદર્ભ દર્શાવ્યો છે. તે દૃષ્ટિએ વિવાહલો રૂપક કાવ્યના ઉદાહરણરૂપ ગણાય છે. રૂપક યોજના દ્વારા નાની-મોટી કાવ્યકૃતિનું સર્જન સરળ નથી. કવિની બુદ્ધિ પ્રતિભા પર અવલંબે છે. જૈન સાહિત્યનું સુપ્રસિદ્ધ રૂપક કાવ્ય ત્રિભુવન દીપક પ્રબંધ છે. તેનો પરિચય નીચે મુજબ છે. મહાકવિ પ્રેમાનંદનું વિવેક વણઝારો રૂપક કાવ્ય વિશેષ પ્રચલિત છે. તેનો ૮૯ કડીમાં કાયા અને મનના સંદર્ભમાં વાણિજ્યનો સંદર્ભ દર્શાવ્યો છે. શ્રાવક કવિ જિનદાસે વ્યાપારી રામ' નામના રૂપક કાવ્યની રચના સં. ૧૭૧૯માં કરી છે. દોશી અને વૈરાગીની વેપારમાં થયેલી જીત અને જૂનરૂપી જુગારીયાની હારની માહિતી દર્શાવી છે. . કેટલાંક ટૂંકા રૂપક કાવ્યો સચોટ અને વેધક અસર ઉપજાવે તેવાં રચાયાં છે. મધ્યકાલીન કવિઓ ભક્તિના રંગે રંગાયેલા હોવાથી ભક્તિની મસ્તીમાં કેટલાંક રૂપકો દ્વારા તત્વદર્શનના વિચારો પ્રગટ કર્યા હતા. કવિઓએ જને સાધારણ પ્રસિદ્ધ વસ્તુઓનો રૂપકમાં પ્રયોગ કરીને વિશિષ્ટ કાવ્ય રચના કરી હતી. રૂપકથી કવિત્વ શક્તિની સાથે ધર્મબોધ એમ બે પ્રકારની સિદ્ધિ જોવા મળે છે. પ્રચલિત રૂપકોમાં “મન”, “તન', “વણઝારો', “નગર,', “મુસાફર', “ચેતનજી', નિવૃત્તિ', “પ્રવૃત્તિ”, “ચરખો”, “રેંટિયો”, “સાસરું', “રેલગાડી' વગેરેનો પ્રયોગ થયો છે. રૂપક યોજનાનું મૂળ આગમ સાહિત્યના સમયતી પ્રાપ્ત થાય છે એટલે આ પ્રકારની કાવ્ય સૃષ્ટિ અતિ પ્રાચીન છે. ૧. ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રી કેશી-ગૌતમી અધ્યયન–૨૩માં રૂપકનો ઉલ્લેખ મળે છે. હે ગૌતમ ! આપની બુદ્ધિ સરસ છે, કે જે બુદ્ધિએ આ સંશયનું ખંડન કર્યું, હવે એક બીજો પ્રશ્ન રજૂ થાય છે તેનો આપ ખુલાસો કરો. “હે ગૌતમ ! આ સાહસિક, ભયંકર અને દુષ્ટ ઘોડો દોડી રહ્યો છે, કે જેના ઉપર આપ આરૂઢ થયેલા છો. ત્યારે શ્રી ગૌતમ કહે છે કે, ઉન્માર્ગ તરફ દોડતા તે ઘોડાને હું આગમરૂપી રજુથી બંધાયેલો કરું છું યાને આગમરૂપી Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૬૧ લગામથી હું ઘોડાને કબજે રાખું છું, આ ઘોડો ભલે દુષ્ટ હોય તો પણ તે ઉન્માર્ગે જતો નથી પરંતુ માર્ગે ચાલે છે હવે શ્રી કેશીએ શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે, સાહસિક–બીજા “મન” એ કષ્ટ અશ્વ છે જે મનરૂપી દુષ્ટ અશ્વ દોડી રહ્યો છે. તેને ધર્મ- અભ્યાસ માટે કંથક. જાતિમાન ઘોડાની માફક સારી રીતિએ હું લગામમાં કાબુમાં કરું છું અર્થાત્ દુષ્ટ ઘોડો પણ જો નિગ્રહ યોગ્ય હોય તો જાતિવાન અશ્વ જેવો જ છે. કવિ સમયસુંદર, કવિ રૂપવિજય, કવિ પદ્મવિજય, કવિ આનંદઘનજીની રૂપકાત્મક કૃતિઓ પ્રગટ કરવામાં આવી છે તે ઉપરથી રૂપક કાવ્યનો વાસ્તવિક પરિચય થશે. ધોબીડાની સઝાય ધોબીડા ! તું ધોજે મનનું ધોતીયુ રે રખે રાખતો મેલ લગાર રે, એણે રે મેલે જગ મેલો કર્યો રે અણ ધોયું ન રાખે લગાર રે. ધોબીડા ૧ | જિન શાસન સરોવર સોહામણું રે સમક્તિ તણી રૂડી પાળ રે, દાનાદિક ચારે બારણા રે માંહી નવતત્ત્વ કમલ વિશાલ રે. || ૨ || તિહાં ઝીલે મુનિવર હંસલા રે પીય છે તપ–જપનીર રે, શમ- દમ આર્દ જે શિલા રે તિહાં પખલે આતમ ચીર રે. ૩ | તપાવજે તપ તડકે કરી રે જળવજે નવ બ્રભવાડ રે, છાંટા ન ઊડાડે પાપ અઢારનાં રે, એમ ઉજળુ હોશે તતકાલ રે. | ૪ || આલોયણ સાબુડો સુધો કરે રે રખે આવે માયા સેવાળ રે, નિષે પવિત્ર પણું રાખજે રે પછી આપણા નિયમ સંભાળ રે. | ૫ | રખ મૂકતો મન મોકળું રે પામેલીને સંકલ રે, સમય સુંદરની શીખડી રે સુખઊ અમૃત વેલ રે. શ્રી ધર્મ કુટુંબ અને પાપ કુટુંબની સક્ઝાય (રાગ- ભરથરી). ચઉવીસ જિન પ્રણમી કરી, સુગુરુ તણે રે પસાય છે; સજઝાય કહું રે સોહામણી, ભણતાં ગણતાં સુખ થાય છે, સુણો સજજન શિખડી. || ૧ || સુદેવ સુગુરુ સુધર્મની, પરીક્ષા ન કરી લગાર છે; દષ્ટિ રાગે રે મોહી રહ્યો, તેણે રોળ્યો રે સંસાર જી. | ૨ || લાખ ચોરાસી રે યોનીમાં, ભમિયો કાળ અનંત જી; જન્મ મરણ દુઃખ ભોગવ્યાં, તે જાણે ભગવંત જી. ૩ || મનુષ્ય જન્મ પામી કરી, પાપ કુટુંબ શું ધરી પ્રિત જી; ધર્મ કુટુંબ નવિ ઓળખું, કામ કર્યા રે વિપરીત જી. || ૪ || Page #181 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ અને સમીક્ષા | ૫ || = || ૭ || | ૮ || ૯ || | ૧૦ | | ૧૧ | ૧૬ ૨ - જૈન સાહિત્યના કાવ્ય પ્રકાર પાપનું મૂળ તે ક્રોધ છે, પાપનો બાપ તે લોભ જી; હિંસા માતા રે પાપની, પુત્ર લાલચ અક્ષોભ જી. સુ૦ કુબુદ્ધિ પાપની નારી છે, પાપની બહેન તે રીસ જી; જુઠો તે ભાઈ પાપનો, પુત્રી તૃષ્ણા દિશે જી. પાપ કુટુંબને પરીહરી, ધર્મ કુટુંબ શું ધરો નેહ જી; નામ બતાવું રે તેહના, જેહથી લઈએ ભવ છેહ જી. ધર્મનું મૂળ તે ક્ષમા છે, બાપ નિર્લોભતા જાણ જી; દયા માતા રે ધર્મની, પુત્ર સંતોષ ભંડાર જી. ધર્મની સ્ત્રી તે સંજમ છે, પુત્રી સમતા શું રાચ જી; સુબુદ્ધિ બહેન તે ધર્મની, ધર્મનો ભાઈ તે સાચ જી. પાંચ ઇંદ્રીય જે વશ કરે, જગમાં તેહી જ શુર જી; પર ઉપગારી તે ધનવંત છે, શિયળ પાળે તે ચતુર જી. ધર્મ વ્રત આદરી જે પાળે, શાની તે કહેવાય છે; પદ્મવિજય સુપસાયથી, જીત નમે તેના પાય જી. શ્રી મન ભમરાની સઝાય ભૂલ્યો મનભમરા તું ક્યાં ભમ્યો, ભમિયો દિનને રાત; માયાનો બાંધ્યો પ્રાણીઓ, ભમે પરિમલ જાત. ભૂલ્યો. કુંભ કાચો રે કાયા કારમી, તેહનાં કરો રે જતન; વિણસતાં વાર લાગે નહી, નિર્મળ રાખે રે મન. ભૂલ્યો કેનાં છોરૂ કેના વાછરૂ, કેના માયને બાપ; અંતે જવું છે એકલું, સાથે પુન્યને પાપ. ભૂલ્યો આશા ડુંગર જેવડી, મરવું પગલાં રે હેઠ; ધન સંચી સંચી કાંઈ કરો, કરો દેહની વેઠ. ભૂલ્યો ધંધો કરી ધન મેળવ્યું, લાખો ઉપર ક્રોડ; મરણની વેળા માનવી, લીધો કંદોરો છોડ. ભૂલ્યો મૂરખ કહે ધન માહ૩ ધોખે ધાન ન ખાય; વરા વિના જઈ પોઢવું, લખપતિ લાકડાં માંય. ભૂલ્યો ભવસાગર દુખ જલે ભર્યો, તરવો છે રે તેહ; . વિચમાં ભય સબળો થયો, કર્મ વાયરો ને મેદ, ભૂલ્યો લખપતિ છત્રપતિ સવિ ગયા, ગયા લાખ વડે લાખ; ગર્વ કરી ગોખે બેસતા, સર્વ થયા બળી રાખ. ભૂલ્યો. || ૨ || | ૩ || || ૪ || | ૫ | ૭ || || ૮ || Page #182 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૬૩ / ૧ / || ૨ || ૩ . ૩. આયુષ્ય રેલ ગાડી મૂરખો ગાડી દેખી મલકાવે ઉમર તારી રેલ તણી પરે જાવે, સંસારરૂપની ગાડી બનીને રાગદ્વેષ દોય પાટા. દેહ ડબ્બાને પળપળ પૈડા એમ ફરે છે. આઉખાના આંટા. કર્મ એન્જિનમાં કષાય અગ્નિને વિષયો વારી માંહી ભરીયું, ત્રસનું ભૂંગળું આગળ કર્યું એ તો ચારે ગતિ માંહી ફરીયું રે. પ્રેમજ રૂપી આંકડા વળગાડ્યા ને ડમ્બે ડબ્બા જોડ્યા ભાઈ, પૂર્વભવની ખર્ચા લઈને ચેતન બેસાડું ડબ્બા માંહિરે. કોઈએ ટીકીટ લીધી નરક તીર્થંચની કોઈએ લીધી મનુષ્યદેવા, કોઈએ ટીકીટ લીધી સિદ્ધિ ગતિની પામવા અમૃત મેવા રે. ઘડી ઘડી ઘડીયાળ જ વાગે નિશદિન વહી એમ જાય, બોલે સીટીને ચાલે આગગાડી આડા અવળા માઈલ થાય રે. આયુષ્ય રૂપી આવ્યું સ્ટેશન હંસલો તે હાલુ હાલુ થાય, પાપે ભરી પાકીટ લઈ જતાં કાળ કોટવાળ પકડી જાય રે. લાખ ચોરાશી જીવાયોની માંહી જીવડો ફરે વારંવાર, સદ્ગુરૂનો જે ધર્મ આરાધે તો પામે ભવનો પાર રે. સંવત ૧૯૮૬ના વર્ષે આતમ ધ્યાન લગાડી , ગોપાલ ગુરૂના પુણ્ય પસાયે મોહન ગાવે ભાવ ગાડી રે. મૂરખો. | ૪ | | ૫ || || ૭ || | ૮ || (પા. નં. ૨૬૩) સંદર્ભ - ગુજ. સાહિત્ય સ્વરૂપો–પા. ૩૯૬ જૈન સઝાય માળા_ભાગ-૧-૨ ૧૯. હમચડી હમચડી' દેશીનો એક પ્રકાર છે. પ્રેમલા લચ્છી રાસમાં “હમચડીની દેશી' એવો પ્રયોગ થયો છે. મો. દ. દેસાઈએ દેશીઓની સૂચીમાં નં. ૨૨૧૯માં હમચડીનો દેશી તરીકે ઉલ્લેખ કર્યો છે. (ભા.૮ ૨૯૬) સાર્થ જોડણી કોશમાં હમચડી તેનો અર્થ અંગ્રેજીમાં નીચે મુજબ પ્રાપ્ત થાય છે. Singing and moving in a circle on some festival or occasion 241 242LR આધારે હમચડી એ ગરબાની દેશીનો પ્રકાર છે એમ સૂચિત થાય છે. રાસ-ગરબા-ફાગ, વિવાહલો હોરા ગીતો જેવા કાવ્યોમાં વર્તુળાકારે ફરી ફરીને ગાવાની પ્રક્રિયા થાય છે. ધાર્મિક ઉત્સવોમાં આ પ્રમાણે ગવાતી કૃતિઓને હમચડી ઓળખવામાં આવે છે. અત્રે દષ્ટાંત રૂપે Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા “હમચડી' કાવ્ય પંક્તિઓ નોંધવામાં આવી છે. હીંચનો અન્ય સંદર્ભ છે કે રાસ-ગરબા ગાવાની પદ્ધતિમાં વર્તુળાકારે ફરતાં સામ-સામી એક બીજાની કોઈનો સ્પર્શ કરવો અને (કોણી અડાડવી) ધમાલ કરવી. તે છ માત્રાનો તાલ પણ છે. આ રીતે વિચારીએ તો રાસ-ગરબા દ્વારા મુક્ત રીતે આનંદ માણવાની એક અનોખી શૈલી જોવા મળે છે. સકલચંદ્ર ઉપા.ની કૃતિ વીર વર્ધમાન વેલિ અથવા હમચડી અથવા સુરલતા અથવા જન્માદિ અભિષેક પાંચ કલ્યાણક વર્ણનરૂપી સ્તવન ૬૬ કડીમાં છે. કવિએ સુરવેલિ–હમચડી શબ્દ પ્રયોગ કર્યો છે તે ગા- ૬પમાંથી પ્રાપ્ત થાય છે. અમરી સરસ્સી પૂરની કુમરી ટોલેઈ દેતિ ભમરી, પ્રભુ નઈ ધ્યાનઈ હમારી ખુદે વીર તણા ગુણ સમરી રે. ૩૫ હમરથી વીર તણી જે ગાતી નાકે મોતી જતી, જનની માતા રોતો રાખઈ ટોલામાંથી જોતી રે. વર્ધમાન જિન ગુણ સુરવેલી હીઅડા કરી રે સહેલી, સલ કહિ ગુણ મત્સર મેલ્હી નિસદિન જિન ગુણ સુર ખેલી રે. ૬૫ વીર પટોધર શ્રેણિઈ આયો હીરવિજય ગુરૂ હીરો, સકલ કહિ એસો નિતિ સમરો ચરમ જિનેશ્વર વીશેરો રે હમચડી. ૬૬ ૨ કવિ રામવિજયજીએ મહાવીર સ્વામીના પંચ કલ્યાણકના સ્તવનની રચના સં. ૧૭૭૩માં કરી છે તેની ત્રીજી ઢાળમાં “હમચડી” નો દેશી તરીકે પ્રયોગ થયો છે. નમૂનારૂપે નીચેની કડીઓ પ્રગટ કરવામાં આવી છે. કરી મહોચ્છવ સિદ્ધારથ ભૂપ નામ ધરે વર્ધમાન, દિન દિન વાધે પ્રભુ સુર તરૂ જિમ રૂપક્લા અસમાન રે. હમચડી ૧ / એક દિન પ્રભુજી રમવા કારણ પુર બાહિર જબ જવે, ઈંદ્ર મુખે પ્રશંસા સુણી તિહાં મિથ્યાત્વી સુર આવે રે. હમચડી | ૨ | અહિ રૂથે વિંટાણો તરુણું પ્રભુ નાંખ્યો છાળી, સાત તાડનું રૂપ કર્યું તવ મુઠે નાંખ્યો વાળી રે. હમચડી || ૩ || પાયે લાગીને સુર નામે નામ ધરે મહાવીર, જેવો ઈન્દ્ર વખાણ્યો સ્વામી તેવો સાહસ ધીરે રેહમ. હમચડી ને ૪ / માતા પિતા નિશાળે મૂકે આઠ વરસ જાણી, ઈંદ્ર તણા તિહાં સંશય ટાળ્યા નવ વ્યાકરણ વખાણી રે. હમચડી ૫ // ૩. હીંચ હીંડી સકલચંદ્ર ઉપા. નું મહાવીર હીંચ અવા હાંડી મહાવીર સ્તવન ૪૬ કડીનું પ્રાપ્ત થાય છે Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૬૫ ૧ | ૨ || કવિએ સ્તવનને અંતે હીંચ શબ્દ પ્રયોગ કર્યો છે તે નીચે મુજબ છે. આસીન્મથો કુત સંગવાં તે રસે પ્રશાંતે યસ્યાનુ લક્ષા ક્ષતિરભૂદુપાંતે, સુવણકાંતે કૃત સંગવા તે નમોડસ્તુ તે વસ્મો નિશાંતે. || ચંદ્રાત: પરિ નિરમલી ઋષભાદિક જિનવાણી, તુમ આણઈ આવી મુઝ મતી મકરિશ તાણો તાણી. | તુ સરસતિ તું ભગવતી આગમ તુજ બંધાણ, મુઝ મુષિ આવી તું રજો મ કરિસિ મતિ કાંશિ. || હીંચીરે હીંચીરે હીંડોડલી રે બારવાસી પ્રભુવીર હીડ- આંચલી, વર તપાગચ્છ ગંગાધરો મુનિવરો હીર વિજયભ્યો સૂરિજી હો. વર્ધમાનાદરો સકલમુનિ સંકરો સુઅધરો શમવરો અમૃતજી હો. છે. || 8 || ૪ || હમચડી ‘હમચડી' નૃત્યનો એક પ્રકાર છે. હમચડી હાં-હમચી એ પર્યાયવાચી શબ્દ છે. (સમાનાર્થી) . હીંચ શબ્દ ત્રણ માત્રાનો દુત તાલ છે ઝડપથી લેવામાં આવે છે. હમચી શબ્દ હિન્દુ સમાજમાં રાંદના પ્રસંગે પૂજાવિધિમાં ગાવામાં આવે છે. ઉપરોક્ત વિગતોને આધારે એટલું સ્પષ્ટ થાય છે કે તાલબદ્ધ નૃત્યમાં ગવાતી પદ્ય રચના હમચડી કહેવાય છે. હમચડી નૃત્યમાં ભક્તો આનંદ ઉલ્લાસ અને છળ-કૂદ કરીને ગાય છે. અગરચન્દ્રજી નાહાટ પ્રાચીન કાવ્યોં કી રૂપ પરંપરામાં જણાવે છે કે જે પદ્ય રચના સ્ત્રીઓ ગાય છે તે હમચડી' કહેવાય છે અને પુરુષો ગાય છે તે “હીંચ' કહેવાય છે. તાલીઓના તાલ અને સંગીતના સમન્વયથી પગના ઠમકા સાથે એકરૂપ બનીને રાસ રમવાની–ગોળાકાળ ફરવાની ગાવાની શૈલી છે તેવી રીતે હમચડીની રચના છે. નેમિજિન હમચી (હમચડી) કવિ લાવણ્ય સમયની નેમિ જિન હમચી (હમચડી)ની હસ્તપ્રત પ્રાપ્ત થઈ છે તે ઉપરથી હમચડી' કાવ્ય પ્રકારની માહિતી આપવામાં આવી છે. હમચડીનું વિષય વસ્તુ નેમ-રાજુલના જીવનના પ્રસંગો સાથે સંબંધ ધરાવે છે. કવિએ ૮૩ કડીમાં નેમ-રાજુલના જીવનનો પરિચય આપ્યો છે. રચના સમયનો ઉલ્લેખ કરતી કડી નીચે મુજબ છે. સંવત પનર બાસઠઇ રે ગાઉં, નેમિકુમાર. મુની લાવણ્ય સમય ઈમ બોલઈ, વરતિઉ જય જયકાર રે. હમ. ૮૩. - ૧૬મી સદીની આ કૃતિ “હમચડી' ગેય કાવ્ય પ્રકાર છે એમ સ્પષ્ટતા થાય છે. દરેક કડીને Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા અંતે હમચડીનો પ્રયોગ થયો છે. હમચી—હમચડીનો પર્યાયવાચી શબ્દ છે. કવિએ ૮૨ મી કડીમાં હમચી—હમચડી શબ્દોની પુનઃ પ્રયોગ કરીને કાવ્યના શીર્ષકને સાચો ન્યાય આપ્યો છે. હ. હમચી (૨) હમચડી હમચી છેહ ચુરાશી મુનિ લાવણ્યસમય ઇમ બોલઈ હમચી હરખઇ વાણી ૨. હમ. ૮૨ કવિએ આરંભમાં સરસ્વતી દેવીની કૃપાથી નેમિકુમારના ગુણ ગાવાનો નિર્દેશ કર્યો છે. સરસ વચન દિઉ સરસતીરે, ગાઇસિ નેમિકુમાર, સામલ વન્ત સોહામણા, રાજીમતી ભરતાર રે. હમચડી || ૧ || એકવાર બાલ્યાવસ્થામાં નેમકુમા૨ ૨મતાં રમતાં આયુધ શાળામાં જાય છે અને શંખનાદ કરે છે. અન્ય કૃતિઓ આ અંગે સામાન્ય ઉલ્લેખ મળે છે. શંખનાદના પ્રભાવથી વાતાવરણમાં પરિવર્તન આવે છે. કવિના શબ્દો છે. ગા. ૯ ૧૦. તિણિ નાદઈ પણ પર્વત ઢલિયા સાયર સવિ ખલભલીયા, અંબર ગાજઈ તરૂઅર ભાજઈ શેષભાગ સબસલીયા રેહ. | ૯ || ગજશાલા ગજબંધન છુટઈ ફુટઈ ગોરસગાલી, એક પડઈ એક લડથડઈ રેઈમ ધરણી ધંધોતીએ. || ૧૦ || નેમકુમારને પરણાવવા માટે ગોપીઓ જળક્રીડા કરવા લઈ જાય છે તે પ્રસંગનું ચિત્રાત્મક શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. નિર્મલ તાસ્યા સરબતીખાલી તેજા હિતુ અંગમકાલી આંજીરે, દાઈ આંખડી મસ્તકી રાખલડી વેણિ તે કુમતી યાલી રેહ.॥ ૨૨ ॥ ખરીય સંખીટલી ફાથે વીટલી હરખી હિરણી લંકી, જે ઘાતુઅલી કદલી થંભા રંભા રૂપી કલંકી રે. ॥ ૨૩ || નેમિકુમાર લગ્ન માટે સંમતિ આપે છે એવી મૌનસૂચક સંમતિથી ઉગ્રસેન રાજાની રાજકુમારી રાજિમતી સાથે લગ્નની તૈયારી કરવામાં આવે છે. કવિના શબ્દો છે. નેમિકુવર પરણિસિઈ રેહાસિઈ હર્ષ અપાર રે, મુની લાવણ્ય સમયઈમ બોલેઈ એ પહેલું અધિકાર રે. || ૪૪ || લગ્નની પૂર્વ તૈયારીના પ્રસંગની ઝાંખી કરાવતી પંક્તિઓ જોઈએ તો. બિહુધરી ધવલ ઘુસટ પડીઆ મંડિવ મંડવ છાયા, કરમઈતાં કાંદાઈતેભ્યા વર પકવાન કમાય રે. || ૪૭ || નેમકુમાર શણગાર કરીને પરણવા આવે છે તેનું શબ્દ ચિત્ર આલેખતા કવિના શબ્દો છે. ગા. ૫૫ થી ૬૦. મંડિપ મોટા ચંદુઆરે તલીયા તોરણ બાર, નેમિકુવરવ૨ પરણેમિઈરે રાજુલી રાજકુમારીએ. || ૫૫ || હ Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૬૭ ખાંતિ ભરિઉ ખૂપ ખુણાલ નેમિકુંવર વર સોહઈ, ચડિ6 મયગલ મલપલે રે તેજિઈ ત્રિભુવન માહીં રે. . પ૬ | હ કાકુંડલ ઝલહલઈ પહિઆ સવિ શિણગાર, લૂણ ઉતારાં બહિનહિ રે ધન (૨) નેમિકુમાર રે. . પ૭ | હ મંગલ બોલઈ જાઈણી રે આપઈ વંછીતદાન, છપ્પન કોડ યાદવ મિલ્યા રે બલંવત બલિભદ્ર કાન્હા રે. . ૫૮ || હ ગણ ગંધર્વગણા જેવા મિલીયા ગાલગીત રસાલા, થાનકી અપછર નાચઈ વાજઈ ભુંગલ તલા રે. || પ૯ || હ મતકિ છત્ર સોહામણું રે ચંગા ચામર છલાવઈ, ઇંદ્ર ઉતારઈ આરતી નેમિજી તોરણિ આવઈ રે. | ૨૦ || હ પશુઓના પોકારથી જીવદયા ચિંતવીને નેમકુમારનું હૃદયપરિવર્તન થતાં ગઢ ગિરનાર જઈને સંયમ અંગીકાર કરે છે. કવિએ આ પ્રસંગનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે ગા. ૬૬-૬૭ પશુ વિલાપ સુણી રથ વાલ્યુ પશું તણું દુઃખ ટાલી, દઈ દાન ચડિઉ ગિરનારી ઝરઈ રાજુલ નારી રે. || ૬ || હ કંકણ હાડઈ રિયડું મોડઈ ત્રાડઈ નવસેરોહાર, ખિણ ખિણ લોડઈ બેકર જોઈ જંપઈ નેમિકુમાર રે. . ૬૭ / હ નેમ કુમારે રાજિમતીનો ત્યાગ કર્યો અને વિરહાવસ્થાનું દુઃખ અનુભવ કરવાની સ્થિતિ સર્જાઈ તે પ્રસંગે કવિએ રાજિમતીની સ્થિતિનો મિતાક્ષરી ઉલ્લેખ દૃષ્ટાંત દ્વારા કર્યો છે. હંસ વિરૂણી હંસલી રે માંડવ વિણસી વેલિ, કતવિહૂણી કામિની રે કિસીકે કારસિધણ તોર રે. || ૭૦ || હ ચંદા વિણસી ચાંદની રે પાસા વિણસી સારી, મયલ વિણસી હાથિણી રે પીયડા વિણસી નારી રે. . ૭૧ || હ રાજિમતીના વિરહના કારણરૂપ પૂર્વભવનાં પાપ કર્મો છે તેની માહિતી આપતી પંક્તિઓ જોઈએ તો કઈ મઈ ઋષિ સંતાપીયા ક્રઈ મઈ વિછીહલા બાલા, કઈ કઈ સાડી ઝાટકા રે કીધા કૂડા કરમોરે. || ૭૨ | હ કઈ નઈ ઋષિ સંતાપીયા કઈમઈ વિધાહયાલાલા, કઈમઈ રતન વિણસીયા રે દીધા અયુગત આલા રે, | ૭૩ |હ કઈમઈ ક્રહ ફોડાવીયારે કઈમઈ પરધન લીધા, કઈમઈ કંઈ કામણ કીધાં અણગલ પાણી પીધા રે. | ૭૪ || હ અંતે રાજિમતી નેમનાથ પાસે ગિરનાર પર દીક્ષા અંગીકાર કરીને મુક્તિ પામે છે તેની માહિતી આપતાં કવિ જણાવે છે કે (ગા.- ૮૧) Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોઃ સ્વરૂપ અને સમીક્ષા નેમિજિણેસર નેહલ્યું પાલિઉ દુરગતિ નવભવન લિઉં રાજીમતીના વાંછિત ફલ્યા બે જણ મુગતી હમલીયા રે. | ૮૧ || હ આ હમચડી કાવ્યમાં નેમ-રાજુલના જીવનનો પરિચય થાય છે. કવિએ નેમકુમારના પાત્રને વિકાસ કરીને અંતે રાજિમતીના સંયમ અને મુક્તિને મહત્વની ગણાવી છે. હમચડી પ્રકારની સુગેય પદ્યરચના નોંધપાત્ર છે. કૈલાસસાગરસૂરિ જ્ઞાનભંડારમાંથી પ્રાપ્ત થયેલી હસ્તપ્રતને આધારે આ હમચડીનું લખાણ તૈયાર કર્યું છે. ૧. જૈન ગૂર્જર કવિઓ . ભા. ૨ | ૨૦૪ ૨. જિન ગુણ મંજરી પા. ૪૬૦ ૩. જૈન ગૂર્જર કવિઓ ભા. ૨ | ૨૦૬ ૨૦. પદ્યાત્મક લોકવાર્તા. કથા-વાર્તા-સમાનાર્થી શબ્દો છે. પ્રાકૃતમાં કહા શબ્દ કથાનો સંદર્ભ દર્શાવે છે. ધર્મગ્રંથોમાં ધર્મકથા છે તેવી સમાજજીવનની સામાજિક કથાઓ છે. આખ્યાન પ્રકારનો પ્રભાવ પણ કથા સાહિત્ય પર વિશેષ પડ્યો છે. સંસ્કૃત સાહિત્યની દક્ષકુમાર ચરિત, પંચતંત્ર, હિતોપદેશ, કાદંબરી વગેરેમાં આડ કથાઓ છે. જૈન રાસ કૃતિઓમાં એક પાત્ર બીજા પાત્રને પોતાનું વક્તવ્ય કહે છે તેમાં પણ કથાનાં લક્ષણો નિહાળી શકાય છે. જૈન કથાઓમાં મુખ્ય કથા સાથે ગૌણ કથાઓ પણ જોવા મળે છે. અને તેમાં પૂર્વજન્મનાં વિવિધ પ્રસંગો કથારૂપે સ્થાન ધરાવે છે. ધર્મકથાઓ જૈન, બૌદ્ધ, હિન્દુ અને અન્ય ધર્મમાં પણ ગૌરવપ્રદ સ્થાન ધરાવે છે તેમાં જાતિ, ચાતુર્ય, ઉપદેશ, સિદ્ધાંતો વગેરેની માહિતી પ્રાપ્ત થાય છે. કથા સાહિત્યમાં સુવર્ણ કળશ સમાન સ્થાન પ્રાપ્ત કરાવે તેવી ગુણાઢ્ય કવિની “બૃહદ્ કથા છે આ કવિ શાલિવાહન રાજાના સમયમાં રાજદરબારના કવિ તરીકે પ્રસિદ્ધ હતો. એક લાખ શ્લોક પ્રમાણ ગુણાઢ્યની કથા લોકવાર્તામાં ઉચ્ચ કોટિની છે. કવિ સોમદેવની કથા સરિત્સાગર અને ક્ષેમેન્દ્રની બૃહદ્ કથામંજરી આ કથા સાહિત્યના વિશિષ્ટ પ્રકારના ઉદાહરણરૂપ છે. કથાઓનો વિચાર કરતાં એમ લાગે છે કે સંસ્કૃત અને પ્રાકૃતમાં આવી કથાઓ રૂપાંતર રૂપે પ્રગટ થઈ છે ત્યારપછી મધ્યકાલીન સાહિત્યમાં લોકકથા રૂપે તેનો વિકાસ થયો છે. આ કથાઓ પ્રેમ કથા- અદભૂત કથા, કૌતુક પ્રધાન અને ચમત્કારયુક્ત હતી. કથાની સાથે લોકશિક્ષણ ધર્મના સિદ્ધાંતો અને નીતિપૂર્ણ જીવન જીવવાનો બોધ પ્રાપ્ત થતો હતો. કથા સાહિત્યની વિરાટ સૃષ્ટિ વિશ્વના વિવિધ દેશો અને પ્રાંતમાં વિસ્તાર પામી છે અને બહુજન સમાજને આનંદ સાથે ઉત્તમ કોટિના જ્ઞાનમાર્ગની માહિતી પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શક બની છે. આ ભૂમિકાને આધારે પદ્યાત્મક લોકવાર્તાની માહિતી આપવામાં આવી છે. પદ્યાત્મક લોકવાર્તા (પદ્યવાર્તા કથા) મધ્યકાલીન સાહિત્યમાં કવિઓએ પદ્યને જ અભિવ્યક્તિનું માધ્યમ બનાવીને વૈવિધ્યપૂર્ણ Page #188 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ૧૬૯ કાવ્યસૃષ્ટિનું સર્જન કર્યું છે. તેમાં પદ્યાત્મક લોકવાર્તાની રચના પણ નોંધપાત્ર બની છે. કાવ્યાનંદ પ્રાપ્ત કરવો કઠિન છે તેમ છતાં કથાતત્ત્વ દ્વારા રચાયેલાં કાવ્યો આસ્વાદ્ય બન્યાં છે. પ્રાકૃત અને અપભ્રંશમાં પદ્યાત્મક વાર્તાઓ રચાઈ છે તેવી જ રીતે ગુજરાતી ભાષામાં પણ આ સ્વરૂપની કૃતિઓ પ્રાપ્ત થાય છે. કથા-વાર્તા આબાલ ગોપાલ એમ સમાજના બધા વર્ગના લોકોને સાહિત્યિક આનંદની અનેરી અનુભૂતિ કરાવવાની ક્ષમતા ધરાવે છે. મધ્યકાલીન સમયમાં ત્યાગ–વૈરાગ્ય અને ઉપદેશના સાહિત્યની સાથે સંસારરસથી ભરપૂર જનમનરંજન કરતી પઘાત્મક લોકવાર્તાઓ પણ વિકાસ પામી છે. પદ્યાત્મક લોકવાર્તાના લક્ષણો નીચે પ્રમાણે છે. ભૌતિક- સંસારી જીવનના પ્રસંગોને વિશેષ રીતે સ્થાન આપવામાં આવે છે. તેમાં પ્રેમરસ મહત્વનો હોય છે. અદ્ભુત કથાઓ અને અલૌકિક ઘટનાઓનું વર્ણન આકર્ષક બને છે. * ચક્ષુરાગ નાયક – નાયિકા એકબીજાને દૃષ્ટિથી નિહાળીને પ્રણયની અનુભૂતિ કરે છે તેમાં સફળતા મેળવવા માટે વિઘ્નોનો સામનો કરવો પડે છે ત્યારબાદ નાયક-નાયિકાનું મિલન થતાં અપૂર્વ આનંદનું વાતાવરણ સર્જાય છે. અદ્ભુત રસિક તત્ત્વો. નાયક-નાયિકાના જીવનના સંદર્ભમાં પૂર્વજન્મનું વૃત્તાંત, મૃતક વ્યક્તિ, સંજીવની-જીવતાં થઈને વાર્તાલાપ કરે, નાયક નાયિકાના સાહસ અને પરાક્રમનાં પ્રસંગો, પરકાયા પ્રવેશ, આકાશમાં ઉડ્ડયન, (આકાશ ગામિની વિદ્યાનો પ્રયોગ), મંત્રતંત્ર-જાદુ અને વશીકરણનો પ્રયોગ વગેરે દ્વારા અભુત રસની સૃષ્ટિનું વાતાવરણ નિર્માણ થાય છે. માનવેતર પાત્ર સૃષ્ટિ, દેવદેવીઓ, ભૂત-પિશાચ, વૈતાલ, હંસ-પોપટ જ્યાં પક્ષીઓ વગેરેના પ્રયોગ- પરિણામે પુરુષ પાત્રો કરતાં સ્ત્રીપાત્રો વધુ આકર્ષક અને પ્રભાવશાળી બન્યાં છે. સમકાલીન જીવનરંગ–સમકાલીન સમાજના રીતિ રિવાજો, માન્યતાઓ, શીલનો મહિમા, રમચરિત્ર, દુરાચાર, પ્રેમલગ્ન જેવી માહિતી સ્થાન ધરાવે છે. સ્ત્રીવિષયક વિચારો–સમાજમાં સ્ત્રીનું સ્થાન. સ્ત્રીના શીલનો મહિમા–સ્વેચ્છાચાર, સ્ત્રીશિક્ષણ, સંસ્કારથી જીવનની પવિત્રતા, કાય, નૃત્ય, ગાન, વાદ્ય-ચિત્રકલા વગેરેમાં કુશળ સ્ત્રીઓ પાદપૂર્તિમાં પણ ચતુર, સ્ત્રીઓ પુરુષ વેશ ધારણ કરીને સાહસ પરાક્રમથી વિજય મેળવે, વગેરે વિગતો પણ આ પ્રકારની વાર્તામાં મહત્વની બને છે. ગણિકાનું પાત્ર–ગણિકાનું સ્થાન હલકું ગણાતું ન હતું. રાજા-પ્રધાન- શ્રેષ્ઠી વગેરે પણ ત્યાં જતા હતા. આ સ્થાન ગીત-સંગીત-નૃત્યની તાલીમ માટે પણ ઉપયોગી હતું. નગરરાજ્યો: નાનાં નાનાં નગર રાજ્યો અને તેનો રાજા, એકબીજા સાથે લડાઈ, અપહરણ વગેરે ઘટનાઓ પણ ધ્યાન ખેંચે તેવી છે. પદ્યવાર્તામાં મુખ્યવાર્તાની સાથે ગૌણ કથાઓ પણ કાર્યરત બને છે અને વાર્તારસનું સાતત્ય જળવાઈ રહે છે. શામળભટની હંસાવતી, મદનમોહના નંદબત્રીશી વગેરે કૃતિઓ દૃષ્ટાંતરૂપ છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા * પદ્યવાર્તામાં વ્યવહારજ્ઞાન અને નીતિ વિષયક ઉપદેશાત્મક વિચારો સ્થાન ધરાવે છે. પાત્ર અને પ્રસંગમાંથી આવો બોધ પ્રાપ્ત થાય છે. તો વળી પ્રત્યક્ષ ઉપદેશ વચનો પણ હોય છે. સમસ્યા પ્રયોગ–વ્યક્તિની બુદ્ધિ અને ચતુરાઈની પરીક્ષા માટે એક બીજાને સમસ્યા પૂછવામાં આવે છે અને તેના દ્વારા પાત્રની પરીક્ષા થાય છે. વરકન્યાની પસંદગીમાં પણ આવો પ્રયોગ થાય છે. રસનિરૂપણ–પદ્યવાર્તામાં શૃંગારરસ કેન્દ્ર સ્થાને છે તેની સાથે અદ્ભુત અને વીરરસનું નિરૂપણ હોય છે પરિણામે વાર્તામાં રસ તરબોળ થવાની પૂર્ણ શક્યતા રહેલી છે. વાર્તારસથી ભરપૂર આ કાવ્ય પ્રકાર સૌ કોઈને વશીકરણ કરે છે. * પદ્યવાર્તા શ્રાવ્ય અને કથનશૈલીના મિશ્રણવાળી રચના છે એટલે આદિથી અંત સુધી તેનો પ્રવાહ સતત વહેતો રહે છે. મંગલાચરણથી વાર્તાનો પ્રારંભ થાય છે. ઈષ્ટદેવ સરસતીની સ્તુતિ પછી વસ્તુ નિર્દેશ કરવામાં આવે છે. વાર્તાનો પદ બંધ- તેમાં મુખ્યત્વે દુહા, ચોપાઈ, છપ્પય, સોરઠા, છપ્પા, મનહર- કવિતા છંદ વગેરેના પ્રયોગ પદ્યની સાર્થકતા સિદ્ધ થાય છે. આ વાર્તાનો અંત સુખદ હોય છે તેમાં ફળશ્રુતિ રચના સમય જેવી માહિતી પણ હોય છે. પદ્યવાર્તાના વિકાસમાં સાધુ કવિઓનું પ્રદાન નોંધપાત્ર છે. લોકોના મનોરંજન માટે આવી પદ્યવાર્તાનું સર્જન કરીને એક પંથ દો કાજ ના ન્યાયે જ્ઞાન સાથે ગમ્મતનો સિદ્ધાંત ચરિતાર્થ થયો છે. | વિજયભદ્રસૂરિ આચાર્યની હંસરાજ વચ્છરાજ ચોપાઈ ઈ. સ. ૧૩૫૫માં રચાઈ છે તે આ પ્રકારની પદ્યવાર્તાના દૃષ્ટાંતરૂપ પ્રાપ્ત થાય છે. ત્યારપછી જૈનેતર કવિ અસાઈતની હંસાઉલી ઈ. સ. ૧૩૭૧ની કવિ ભીમનું સદ્યવત્સ ચરિત્ર, ૧૫મી સદીમાં કવિ સાધુ કીર્તિની વિક્રમકુમાર ચરિત્ર રાસ, કવિ નયસુંદરની વિદ્યાવિલાસ ચઉપઈ, મલયચંદ્રની સિંહાસન બત્રીસી ચઉપઈ, કૃતિઓ નોંધપાત્ર છે. સોળમી સદીમાં કવિ સિંહકુશળની નંદ બત્રીસી વિનયસમુદ્રની આરામ શોભા કવિ મતિસારની કર્પર મંજરી, કવિ નયનસુંદરની રૂપચંદકુવર, જૈનેતર કવિ ગણપતિની માધવાનલ કામકંડલા દોગ્ધક, અને શામળભટની લોકપ્રિય પદ્યવાર્તા મદનમોહના વગેરે આ પ્રકારની કૃતિઓ છે હરજી મુનિ કૃત લોકવાર્તાનું દૃષ્ટાંત પ્રગટ કરવામાં આવ્યું છે. જૈન સાધુકવિ હરજી મુનિવૃત | વિનોદચોત્રીસી સંશોધક-સંપાદક–ડૉ. કાન્તિભાઈ બી. શાહ વિનોદચોત્રીસી' એ મધ્યકાલીન ગુજરાતીની “સિહાસન બત્રીસી' કે “સુડાબોતેરી પ્રકારની કથામાલા સમી સં. ૧૬૪૧માં જૈન સાધુકવિ હરજી મુનિ દ્વારા રચાયેલી એક પદ્યવાર્તા છે, જેમાં લૌકિક સ્વરૂપની ૩૪ કથાઓના મણકા એક કથાદોરમાં પરોવાયેલા છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ - ૧૭૧ અત્યંત ધર્માનુરાગી એવા શ્રેષ્ઠીનો પુત્ર કમલ પિતાથી તદ્દન વિપરીત પ્રકૃતિનો છે. તે ઉદ્ધાંત, ઉશ્રુંખલ અને નાસ્તિક છે. આ નગરમાં પધારેલા જૈનાચાર્યો આ કમલને શાસ્ત્રકથિત સીધો સદુપદેશ આપવાનો પ્રયત્ન પણ નિષ્ફળ ગયો. પણ થોડા સમય પછી પધારેલા એક સાધુએ કમલને સીધો ઉપદેશ આપવાને બદલે કેવળ સિદ્ધાંતચર્ચા કરવાને બદલે શ્રેષ્ઠીપુત્રની રગ અને મન સ્થિતિ પારખી લઈને કથાની માંગણી કરી. કમલને એમાં રસ પડ્યો અને રોજેરોજ એ ગુરુ પાસે આવવા લાગ્યો. ગુરુ રોજ શ્રેષ્ઠી પુત્રને રોજ એકેક કથા સંભળાવે છે. આમ ૩૪ દિવસ સુધી સળંગ ૩૪ કથાઓ કહીને ગુરુ આ શ્રેષ્ઠીપુત્રને ધર્માભિમુખ કરે છે. આ છે આ પદ્યવાર્તાનો મુખ્ય કથાદોર. આ ૩૪ કથાઓની વિશેષતા એ છે કે કૃતિના શીર્ષકમાં નિર્દેશિત થયું છે એ પ્રમાણે એ બધી હાસ્ય-વિનોદ રસિક કથાઓ છે. એમાં બુદ્ધિચાતુરીની કથાઓનો પણ સમાવેશ થઈ જાય છે. અહીં જે બુદ્ધિચાતુર્યની કથાઓ ઉપલબ્ધ છે તેનો આધારસ્રોત હરિભદ્રસૂરિના ‘ઉપદેશપદ' ગ્રંથમાં તેમજ મલયગિરિ કૃત “નંદી-અધ્યયન વૃત્તિમાં મળે છે. આ ગ્રંથોમાં બુદ્ધિના ચાર ભેદ દર્શાવાયા છે. ઔત્યત્રિકી, વૈનયિકી, કાર્મિક અને પારિણામિકી બુદ્ધિ. એનાં દૃષ્ટાંત તરીકે તે ગ્રંથોમાં અપાયેલી કથાઓ પૈકીની ૯ કથાઓ આ “વિનોદચોત્રીસી'માં પદ્ય સ્વરૂપે છે. અહીં માણસની મૂર્ખાઈની, ગમારપણાની, અલ્પબુદ્ધિની કથાઓ છે. અવગુણી વ્યક્તિના બૂરા અંજામની કથાઓ છે. ભાગ્યહીન માનવીઓની કથાઓ છે. આ બધી કથાઓ હાસ્યરસે રસિત છે. અહીં કેટલાક સમાન કથાઘટકો જોવા મળે છે. જેવા કે (૧) દેવદેવીની આરાધના દ્વારા ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ, (૨) ચિતાસ્નાન, (૩) અપર માતાનો સાવકા પુત્ર સાથેનો વ્યવહાર, (૪) કોઈ વિવાદ સંદર્ભે રાજા કે મંત્રી દ્વારા તોળાતો ન્યાય, (પ) સાસુ પ્રત્યે પુત્રવધૂનો અજુગતો વ્યવહાર, (૬) કુશીલ-કર્કશા સ્ત્રીનો પતિ પ્રત્યેનો દુર્વ્યવહાર, (૭) વેશ્યા અને ધૂર્તવિદ્યામાં એની નિપુણતા. ઉપર જણાવ્યા પ્રમાણેનું કથાવસ્તુ અને કથાઘટકોને લઈને એની પાત્રસૃષ્ટિ પણ વૈવિધ્યપૂર્ણ છે. રાજા-રંક, ચતુરજનો-મૂખું, ગૃહિણીઓ-વેશ્યાઓ, યુવાનો-વૃદ્ધો, સાસુ-વહુ, જ્ઞાની સાધુઓ-વેશધારી જોગીઓ, દેવદેવીઓ અને એના આરાધકો, વણિક શ્રેષ્ઠીઓ અને બ્રાહ્મણ પંડિતો. આમ ભાતીગળ પાત્રસૃષ્ટિ અહીં સર્જાઈ છે. આ ગ્રંથમાં સંસ્કૃત, પ્રાકૃત અને મધ્ય ગુજરાતી સુભાષિતો પણ મોટા પ્રમાણમાં કવિએ આપ્યાં છે. જેમકે – “નદી જિહવાઈ એકલી હોઈ, તેહનું નીર પીઈ સહુ કોઈ, સમુદ્રમાંથી મળી જેતલઈ, અથય ઉદક હૂઉ તેતલઈ.” અહીં ગુણીજન નિર્ગુણી પાસે જાય છે ત્યારે એના ગુણો પણ દોષ બની જાય છે એની વાત માર્મિકપણે કહેવાય છે. છળકપટ આચરતાં માનવીઓ માટે કવિ કહે છે– Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા “માયાવતાં માણસા, કિમ પતીજણ જઈ? નીલકંઠ મધુરું લવઈ, સ-વિષ ભુજંગમ ખાઈ.” આમ આ “વિનોદચોત્રીસી' જે અદ્યાપિપર્યત અપ્રગટ હતી તે પ્રથમવાર પ્રકાશિત થઈ છે જે મધ્યકાલીન ગુજરાતી પદ્યવાર્તાના સાહિત્યમાં મહત્ત્વનો ઉમેરો છે. સંદર્ભ : ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ-૨ ખંડ -૧, પા-પપ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ -૧,- પા- ૨૫૦ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ–પા.- ૩૦ ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો–પા. ૭૨ Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ઘણું ભણેલા હોય એ જ શાની કહેવાય એવું કાંઈ નથી ખરેખર વારંવાર નિર્વાણ પદનું ધ્યાન કરે એ જ ઉત્કૃષ્ટ અને સાચો જ્ઞાની છે. (જ્ઞાનસાર–અષ્ટક શ્લોક-૨ અનુવાદ) ઉપા. યશોવિજયજી વસ્તુલક્ષી કાવ્યપ્રકારો ભક્તિપ્રધાન કાવ્યપ્રકારો. ૨૧. કળશ ભગવાનના જન્માભિષેકની મહત્તા દર્શાવતી વિશાલ-લોચન' સૂત્રની બીજી ગાથાનો અર્થ અત્રે નોંધવામાં આવ્યો છે. જેમની સ્નાત્ર-ક્રિયા કરવાથી અતિ હર્ષ વડે મત્ત થયેલા દેવેન્દ્રો સ્વર્ગનાં સુખને પણ તૃણવત્ ગણતા નથી. તે પ્રાતઃકાળમાં શિવસુખ આપનારા થાઓ. કવિ બાલચંદ્ર કૃત સ્નાતસ્યા સ્તુતિની બીજી ગાથામાં ભગવાનના જન્માભિષેકનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. મેરુ પર્વતના શિખર ઉપર જેઓના જન્માભિષેક સર્વ દેવો અને દાનવોના ઈયોએ હિંસોના ખંભાઓથી અથડાયેલા પદમપુષ્પોના પરાગથી રંગાઈને કાબરચિત્રા થયેલા નીર સમુદ્રના પાણીથી ભરેલા અને અપ્સરાઓના મોટા રતનો સાથે સ્પર્ધા કરતા સોનાના કળશો વડે કર્યો છે તે સર્વ જિનેશ્વરોના ચરણકમળને હું નમું છું. કર્યો છે તે સર્વ જિનેશ્વરોના ચરણકમળને હું નમું છું બૃહદ્ શાંતિ સ્તોત્રના આરંભમાં શાંતિની ઉદ્ઘોષણા કરવામાં આવી છે તેની બીજી ગાથાનો અર્થ પ્રભુના જન્માભિષેકનું સૂચન કરે છે. (પા. ૬૪૪) ! ભવ્ય લોકો ! અહીં જ ભરત ક્ષેત્ર ઐરાવતક્ષેત્ર અને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેતાં સઘળા તીર્થંકર પરમાત્માઓના જન્મ વખતે આસન કંપ્યા બાદ અવધિ જ્ઞાનથી જાણ થતાં જ સુઘોષા નામની દિવ્ય ઘંટા વગડાવ્યા પછી સૌધર્મ દેવલોકના ઇંદ્ર સર્વદેવેન્દ્રો અને ભવનપતિઓ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા વગેરેના ઇંદ્રોની સાથે આવી વિનયપૂર્વક પૂજ્ય અરિહંત દેવોને તેડીને મેરુપર્વતના શિખર ઉપર જઈ જન્માભિષેક સ્નાત્ર મહોત્સવ સમાપ્ત કર્યા પછી જે પ્રમાણે શાંતિની ઉદ્ઘોષણા કરે છે તે પ્રમાણે કર્યાનું અનુકરણ કરવું જોઈએ એમ અને મહાપુરુષો જે રસ્તે જાય તે રસ્તે જવું જોઈએ. એમ વિચારીને હું પણ ભવ્ય લોકોની સાથે એકત્ર થઈને સ્નાત્ર પીઠ ઉપર સ્નાત્ર કરીને શાંતિની ઉદ્ઘોષણા કરું છું માટે પૂજાનો યાત્રાનો અને સ્નાત્રાદિનો મહોત્સવ પૂરો થયો છે એમ ધ્યાનમાં લઈને કાન દઈને (એક ચિત્તે) સાંભળો સાંભળો સ્વાહા. પ્રભુના જન્માભિષેક અંગેનો સંદર્ભ પ્રાચીનતા દર્શાવે છે અને માનવ જન્મનું મહાન સુકૃત ગણાય છે. “કળશ” રચનાઓનો માહિતી આ રીતે મહા મંગલકારી છે. મધ્યકાલીન કાવ્ય પ્રકારોમાં ચરિત્રાત્મક નિરૂપણ વિશેષરૂપે નિહાળી શકાય છે. તેમાં ભગવાનના જન્મ કલ્યાણકની ઉજવણીને કેન્દ્રમાં રાખીને “કળશ નામનો કાવ્ય પ્રકારનો ઉદ્દભવ થયો છે. ભગવાનનાં પાંચ કલ્યાણક હોય છે તેમાં જન્મ કલ્યાણકની બાદશાહી ઉજવણી ઠાઠથી દેવો ઉજવે છે. કળશની આધારભૂત માહિતી નીચે મુજબ છે. કળશ રચના બે પ્રકારની પ્રાપ્ત થાય છે. ૧. ભગવાનના જન્મ મહોત્સવનું વર્ણન કરતી કળશ રચના જે જન્માભિષેક કળશ કહેવાય છે. ૨. કાવ્ય રચનાની સમાપ્તિની કળશ રચનાઓ. કળશની વિશેષ માહિતી નીચે મુજબ છે. “કળશ” શબ્દ દ્વારા પ્રભુના અભિષેકનું સૂચન થાય છે. ઇંદ્રો અને દેવો મેરુપર્વત ઉપર તીર્થકર ભગવાનના જન્મ મહોત્સવની દૈવી અને શાહી ઠાઠથી ઉજવણી કરે છે. તેનું વર્ણન “કળશ'માં કેન્દ્ર સ્થાને છે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રભુના જન્મ કલ્યાણકની લોકોત્તર ઉજવણીનું કાવ્ય કે જેમાં તીર્થોદક અને સુગંધી દ્રવ્ય મિશ્રિત જળ-દૂધથી અભિષેક કરવામાં આવે છે તેનો સંદર્ભ સમજવાનો છે. “કળશ” ભક્તિ માર્ગની ક્રિયાગીત સમાન આવિદ્યા કાવ્ય રચના છે. મૃત્યુ લોકના માનવીઓ ભગવાનના જન્મ કલ્યાણકની ઉજવણીના પ્રતીકરૂપે પ્રતિદિન જિનમંદિરમાં સ્નાત્રપૂજા' ભણાવે છે. ધાર્મિક મહોત્સવ પૂજન-જિનેન્દ્ર ભક્તિ મહોત્સવના પૂર્તિમાં સ્નાત્રપૂજા ભણાવવામાં આવે છે. જૈન સમાજમાં પ૬ દિકુમારિકાનો સ્નાત્ર મહોત્સવ પણ ઇંદ્રએ ઉજવણી કરી હતી તેના અનુકરણથી ઉજવાય છે અને ભક્તો જન્મ કલ્યાણકનો ઉજવણીનો લ્હાવો લે છે. કવિ દેપાલ અને કવિ દવેચંદ્રજી કૃત સ્નાત્રપૂજામાં કળશ રચનાનો સમાવેશ થાય છે. સ્નાત્રપૂજા પછી કળશની વિધિ થાય છે. આ અંગેની વિગતવાર માહિતી નીચે પ્રમાણે છે. ૧. શ્રી અજિતનાથ જિનનો કળશ. શ્રી પદ્મવિજયજી ગણિએ અજિતનાથ જિનના Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૧૭૫ કલશની ત્રણ ઢાળમાં રચના કરી છે. કવિએ કલશના આરતીમાં અજિતનાથ ભગવાનનાં વિશેષ દર્શાવીને કલશ રચનાનો ઉલ્લેખ કર્યો છે. શ્રી કોશલદેશ મધ્યે અયોધ્યા પૂરી મંડણો, તરણ તારણ અશરણ, શરણ, ભવિજન, સુખ કરણ કુતર્કવાદી અંગજનો શ્રી અજિતનાથ તણો કલશ કહીશું. કવિએ વિજયા૨ેમાણીએ ચૌદ સ્વપ્ન જોયાં અને રાજા જિતશત્રુને સ્વપ્નાની વાત કહી. બીજી ઢાળમાં ચૌદ સુપનની માહિતી આપી છે. સ્વપ્નફળ વિશે કવિ જણાવે છે કે ભીન ભીન ફળ જ દાખે રાણી ચિત્તમાં રાખે ચૌદનું ફળ વહીએ રહેશે ચૌદ રાજ શિરજેહ. કવિએ ત્રીજી ઢાળમાં પ્રભુના જન્મમહોત્સવનું વર્ણન કર્યું છે. પ્રભુનો જન્મ, ઘરઘર રંગ વધામણાં, ૫૬ દિક્કુમારીનું આગમન ઇન્દ્રનું આસન કેપાયમાન થયું, મેરુપર્વત ઉપર જન્માભિષેક કરવો. નંદીશ્વર દ્વીપમાં જઈને અઠાઈ મહોત્સવ ક૨વા વગેરે માહિતી આપી છે. જિતશત્રુ રાજા જન્માભિષેક ઉજવે છે. તેની માહિતી આપતા કવિના શબ્દો છે. બાંધો તોરણ ઘ૨ઘ૨એ મંગલગાયેગીત, તવવિહાણે ન૨૨ાયરે. જન્મ મહોત્સવ કરે મુક્તાફલ તણા સ્વસ્તિક પૂરે આમંત્રણેએ. શ્રી ગુરુ ઉત્તમ શિષ્યે રે, પદ્મવિજય ભણે અજિતજિણંદ ભવ તારણોએ. કવિ દેવપાલ (દેપાલ) કૃત સ્નાત્રપૂજા અંતર્ગત શ્રી આદિનાથ જન્માભિષેક કળશ અને નવપલ્લવ પાર્શ્વનાથનો કળશનો સમાવેશ થાય છે. ‘કળશ' રચના પરંપરાગત શૈલીમાં થઈ છે તેમ છતાં બન્ને 'કળશ'માં કેટલીક વિશેષતાઓ નિહાળી શકાય છે. વચ્છભંડારી એ વારાણસી નગરી અને સ્વપ્નનો વિશેષણ યુક્ત ઉલ્લેખ કરીને પુષ્પ પૂજાની ભક્તિરસ સભર માહિતી આપી છે. આદિનાથ જન્માભિષેક ‘કળશ’માં જન્મમહોત્સવનું ક્રમિક વર્ણન કરવામાં આવ્યું છે. પાર્શ્વનાથના કળશમાં લલિત મંજુલ પદાવલિઓ કર્ણ પ્રિય બની છે. આદિનાથના ‘કળશ' પ્રાકૃત ભાષામાં છે એટલે અર્વાચીન કાળના ભક્તોને આત્મસાર કરવામાં અવરોધ થાય તેમ છે. આ અંગેની વિગતવાર માહિતી અત્રે આપવામાં આવી છે. વિવિધ પૂજા સંગ્રહમાં શ્રાવક કવિ વચ્છ ભંડારી કૃત પાર્શ્વનાથ કળશ શ્રીવર્ધમાન સ્વામી જન્માભિષેક કળશનો સંચય થયો છે. તેમાં સંસ્કૃત પ્રાકૃત અને ગુજરાતી ભાષાનું મિશ્રણ છે. છંદ વૈવિધ્ય નોંધપાત્ર છે. યુગાદિદેવ-લશ જસ પય-પંકયં નિપ્પડિમ-રૂવયં સુર-અસુર-નર-ખયર(?)વયંસીયં, તસ્સ રિસહસ્સ ભત્તીઇ મજ્જણ-વિહિં કિં-પિ પભણેમિ તુમ્હેિ કુષ્ણહ સવણાતિહિં. ૧ સુર-સિહરિ મિલિય ચઉસિક તહ સુરવરા પવર-નેવત્થ-ધર હરિસ(-ભર)-નિભંરા, સયલ-નિય-નિય-પરીવાર-પરિવારિયા ફુલ્લ-નયત્રંબુયા વિક્રુરિય-તારિયા. ૨ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોઃ સ્વરૂપ અને સમીક્ષા રુપ્પ-મણિ-કણય-મટ્ટીહિ નિવૃત્તિએ ઇમ્બેરસ-ખીર-ઘય-નીર-પૂરચિએ, લેવિ કલસે કુણહિ પઢમ-જિણ-મઝણે ભક્તિ-ભર-પરવસા કમ્પ-ભડાજણ. ૩ કવિ ગતિ ગુલગુલહિ કિવિ ચામર કેવિ વાયંતિ ઢાલતિ કવિ ચામરા, કા-વિ નર્ચ્યુતિ ગાયંતિ કિવિ દેવિયા હરિસ-ભર-પૂરિયા ભૂસણાલંકિયા. ૪ વિમલગિરિ-મંડણ નાભિ-નિવ-નંદણ જણ-મસાણંદણ કમ્પ-નિકંદશં, તયણસારેણ ભો હવહુ ભવિયણ-જણા સિવ-વહૂ હોઇ જિમ્બ તુહ ઉડ્ડય-મણા. ૫ યુગાદિદેવ કલશમાં વર્તમાન ચોવીશીના પ્રથમ તીર્થંકર આદિનાથના જન્માભિષેકની સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી છે. પ્રભુના ચરણો નમન કરીને દેવો અને ઇન્દ્રો રત્ન મણિ આદિના કળશથી જન્માભિષેક ઉજવે છે. દેવો હર્ષોલ્લાસથી નૃત્ય-ગીત ગાન કરીને પ્રસંગોચિત જન્મમહોત્સવમાં રાહભાગી બને છે. કવિની માધુર્ય યુક્ત શબ્દ રચના અને મધુર ધ્વનિના પ્રતીક સમાન શબ્દો કાવ્યના સૌંદર્યમાં ચરિત્ર સિદ્ધિ કરે છે. ઉદા. જોઈએ તો નઐતિ, ગાવંતિ, કળશમાં ખુરસ-ખીર-ધય નીર પૂરચિએ. અને અભિષેક કરે છે. વિમલગિરિ મંડન નાભિ નિવ નંદણ” દ્વારા યુગાદિદેવનો ઉલ્લેખ કર્યો છે. આવા ઉત્તમ અભિષેકથી ભવ્યાત્માઓ સિવાય પણ પામે છે. આ કળશ રચના મધુર ગીતના આસ્વાદ સમાન જન્માભિષેકની ઝાંખી કરાવે છે. સ્નાત્રપૂજા અને અન્ય કળશ રચનાઓમાં વિસ્તારપૂર્વક પ્રભુના જન્માભિષેકની માહિતી પ્રાપ્ત થાય છે જયારે આ લઘુ કળશ રચનામાં પ્રસંગનો મિતાક્ષરી-ભાવવાહી ઉલ્લેખ થયો છે. આ પ્રકારની અન્ય કૃતાઓ અજ્ઞાત કવિની યુગાદિદેવ જન્માભિષેક કલશ ગા-૨૦, ચન્દ્રપ્રભસ્વામી કલશ ગા.-૧૧, વાસુપૂજય કળશ ગા-૮, શાંતિનાથ કલશ ગા-૬, શ્રીવીરજિન કલશ-ગા-૧૪ વીરજિન કળસ-ગા-૫ સર્વ જિન કલશ ગા-૫. શાંતિનાથ કળશ ગા-૧૦ કવિ રામચંદ્ર વગેરે કૃતિઓ પ્રાપ્ત થાય છે. આ કૃતિઓ અભય જૈન ગ્રંથાલય (બિકાનેર) તરફથી પ્રગટ થયેલ છે. આ ઉપરાંત અન્ય કળશ રચનાઓ પણ છે. આ વિશે સંશોધન થાય તો પ્રભુના જન્માભિષેક વિશેની અવનવી માહિતી પ્રાપ્ત થાય તેમ છે. કળશ–દષ્ટાંત વિજય લક્ષ્મીસૂરિની વીશ સ્થાનક પૂજાનો કળશમાં રચના સમય અને ગુરુ પરંપરાનો નામોલ્લેખ કર્યો છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ એમ વીશસ્થાનક સ્તવન કુસુમે, પૂજિયો શંખેશ્વરો । સંવત સમિતિ વેદ વસુ શશી, (૧૮૪૫) વિજયદશમી મન ધરો ॥ તપગચ્છ વિજયાનંદ પટ્ટધર, શ્રી વિજય સૌભાગ્ય સૂરીશ્વરો શ્રી વિજય લક્ષ્મીસૂરી પભણે, સકલ સંઘ મંગલ કરો. ॥૧॥ કવિએ રચના સમયનો સાંકેતિક ઉલ્લેખ કર્યો છે. કળશનો બીજો અર્થ કાવ્ય રચનાની સમાપ્તિની માહિતી આપતી કાવ્ય પંક્તિઓ પૂજા સ્વરૂપ ઢાળબદ્ધ સ્તવન અને સજ્ઝાય રચનાની કેટલાક કૃતિઓમાં ‘કળશ’નો સમાવેશ થયો છે. એટલે કળશનો અર્થ કાવ્યકૃતિ પૂર્ણ થાય છે તેની સાથે રચના સમય અને અન્ય પરંપરાગત માહિતી પ્રાપ્ત થાય છે. આ માહિતીને આધારે કવિનો કવનકાળ અને કૃતિના સમયનો આધારભૂત માહિતી પ્રાપ્ત થાય છે. તે દૃષ્ટિએ કળશ રચના ઐતિહાસિક માહિતીનું વિશ્વાસપાત્ર સાધન છે. ‘કળશ’માં ગુરુપરંપરા, કવિનામ, રચના વર્ષનો સાંકેતિ કે પ્રત્યક્ષ ઉલ્લેખ, મહિનો, તિથિ, ગામ, વગેરે વિગતો જાણવા મળે છે. ૧૭૭ ‘કળશ’માં જે માહિતી પ્રાપ્ત થાય છે તે દીર્ઘકૃતિઓની છેલ્લી ઢાળમાં હોય છે તેના દ્વારા કાવ્ય કૃતિ પૂર્ણ થઈ છે એમ સ્પષ્ટ થાય છે. ટૂંકમાં કહીએ તો છેલ્લી ઢાળ એ ‘કળશ’નો પર્યાય વાચી સંદર્ભ છે. શ્રીમહોપાધ્યાય મેઘવિજયજી કૃત સ્તવન ચોવીશીની અંતે ‘કળશ’ રચના કરી છે તે નીચે પ્રમાણે છે. (પા.-૧૬) ઇમ થુછ્યા જિનવરસરસ રાગે, ચોવીશે જગના ઘણી, થિર રાજ આપે જાસ જાપે આપ આવે સુરમણિ. સવિસિદ્ધિ સાધો જિન આરાધો, સ્તવન માળા ગળે ધરી, બહુ પુન્ય જોગે સુખ સંજોગે પરમ પદવી આદરી. તપગચ્છ રાજે તેજ તાજે શ્રી વિજયપ્રભ ગણ, તસ પટ્ટધારી વિજયકારી વિજ્યરત્ન ધુરંધરું. કવિરાજ રાજે સુગુણ ગાજે કૃપાવિજય યંકરું, તસ શિષ્ય ગાવે ભગતિભાવે મેઘવાચક જિનવરું. ૨૨ સ્નાત્ર પૂજા ભક્તિમાર્ગના ઉદય ૧૬મા શતકમાં થયો. વલ્લભ સંપ્રદાયનો પ્રવેશ ગુજરાતમાં થઈ ચૂક્યો હતો. ભક્તિની અસરથી આ શતકમાં જૈનોમાં એક વિશિષ્ટ પ્રકારનું સાહિત્ય ઉદ્દભવ્યું તે પૂજા સાહિત્ય છે. ખરતરગચ્છના સાધુ કીર્તિએ સંવત ૧૬૧૮માં અને તે અરસામાં તપગચ્છ સકળચંદે સત્તરભેદી પૂજા રચી. મંદિરમાં પ્રભુની પૂજા કરવાના ૧૭ પ્રકાર છે. ચંદનવિલેપન, ચક્ષુયુગલ, ગંધવાસ, પુષ્પ, પુષ્પમાલ, કુસુમ અંગ રચના, ચૂર્ણ, ચંદન, વિલેપન, ધ્વજ, આભૂષણ, કુસુમગૃહ, કુસુમમેઘ, અષ્ટ માંગલિક, ધૂપદીપક, ગીત, નૃત્ય અને વાઘ એમ દરેકથી Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા પૂજા કરવાનાં ગીતો તથા ભક્તિ પ્રેરક ઊર્મિગીતો રચાયાં. આની પહેલાં ૧૫મા શતકમાં પ્રતિમાને સ્નાન કરાવવા થતી પૂજા-સ્નાત્ર પૂજા શ્રાવક કવિ દેપાળે રચી છે. જેમાં વચ્છ ભંડારી કૃત “પાર્શ્વનાથ કળશ” અને રત્નાકરસૂરિ કૃત “આદિનાથ કળશ-જન્માભિષેક નામની કૃતિઓ રચાઈ છે અને ૧૩મા શતકમાં અપભ્રંશ ભાષામાં જયમંગળસૂરિ કૃત “મહાવીર જન્માભિષેક' નામે પૂજા રચાઈ હતી.આમ જન્માભિષેક સ્નાત્રપૂજા અને પછી સત્તર ભેદી પૂજા ઉતતરોત્તર સાહિત્યમાં આવ્યા. પછી ૧૮મા શતકમાં યશોવિજયજી કૃત નવપદ પૂજા, દેવચંદ્ર કૃત સ્નાત્રપૂજા અને ૧૯મા શતકમાં વીર વિજયજીએ ૬૪ પ્રકારી, ૯૯ પ્રકારી વગેરે જાત જાતની પૂજાઓ રચી છે. જૈન સાહિત્યમાં વિવિધ પ્રકારની પૂજાઓ રચાયેલી છે તેનો પરિચય ઉપરોક્ત વિવરણથી પ્રાપ્ત થાય છે. સર્વપ્રથમ ૧૬મા શતકમાં પૂજાની રચના થઈ અને ત્યાર પછી ૧૯મા શતકમાં આ રચના અત્યંત લોકપ્રિય બની, જે ભક્તિના એક અંગરૂપ ગણાય છે. પૂજા સાહિત્યમાં પૂજા અને સ્નાત્ર પૂજા એમ બે ભેદ છે, સ્નાત્ર પૂજા એ કોઈપણ પ્રકારની પૂજાના આરંભમાં વિધિ તરીકે ઉપયોગમાં લેવાય છે. ત્યાર પછી પ્રાસંગિક રૂપે પૂજા ભણાવવામાં આવે છે. મૂળભૂત રીતે કેન્દ્ર સ્થાને ભગવાન વીતરાગ છે એટલે નિક્ષેપનયથી પ્રભુની સ્થાપના કરીને તેમનો જન્મ મહોત્સવ ઉજવવામાં આવે છે. સ્નાત્ર પૂજા એટલે પ્રભુનો જન્મ મહોત્સવ એવો અર્થ સ્પષ્ટ થાય છે. પ્રભુનો જન્મ થાય છે ત્યારે દેવો મેરુ પર્વત પર ભેગા થઈને જન્મ મહોત્સવ ઉજવે છે. આ એક શાસ્ત્રોક્ત વિધાન છે, જેનું જીવન એ કાર્ય વિશ્વના નાના મોટા સર્વ જીવો માટે કલ્યાણકારી છે. એમનો જન્મ મહોત્સવ ઉજવવો એ પણ પોતાના જીવનમાં એક અનન્ય ભક્તિભાવનો ઘાતક બને છે. સ્નાત્ર અને પૂજા એ બંનેના સમન્વયથી સ્નાત્ર પૂજા શબ્દ બન્યો છે. સંસ્કૃતના “સ્ના' ધાતુ પરથી “સ્નાત્ર' શબ્દ બન્યો છે. તેનો અર્થ સ્નાન કરવું, ન્હાવું એમ થાય છે. જ્યારે ભગવાનના માટે આ શબ્દનો અર્થ અભિષેક કરવો એમ થાય છે. સ્નાત્રનો મુખ્ય ભાવ એ છે કે પ્રભુને દેવો મેરુ પર્વત પર લઈ જઈને જન્માભિષેક કરે છે તે ભાવના મહત્વની લેખાય છે. તેની સાથે જોડાયેલો પૂજા શબ્દ અભિષેક દ્વારા ભગવાનની પૂજા કરવી એવો અર્થ સૂચવે છે. સ્નાત્ર પૂજા એ દૈનિક ક્રિયાવધિ, આચાર સંહિતા કે કર્મકાંડની પ્રણાલિકારૂપે છે. ધાર્મિક તહેવારો, નૂતન ગૃહ વાસ્તુ, જન્મ દિવસ જેવા પ્રસંગોએ સ્નાત્ર પૂજા કરવામાં આવે છે. સ્નાત્ર એક પ્રકારની પૂજા છે, જેમાં તીર્થકરના જન્મ મહોત્સવનું વર્ણન થાય છે, કવિની અજબ ગજબની કલ્પના શક્તિનો પરિચય થાય છે. મેરુ પર્વત પર આ મહોત્સવ ઉજવાય છે. પ૬ દિશા કુમારીઓ તથા દેવો સપરિવાર આ મહોત્સવ ઉજવે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. કડખાની દેશીમાં પ૬ દિશાકુમારીના મહોત્સવનો પરિચય કરાવ્યો છે. ચાર કડીની વીરવિજયજીની આ રચના દશ્યનો સાક્ષાત્કાર કરાવે તેવી શક્તિશાળી છે. સ્નાત્રપૂજા કલ્પસૂત્રાદિ જિનાગમો, ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર, વાસુપૂજ્ય ચરિત્ર વગેરે ગ્રંથોમાં જોવા મળે છે. સુરા-સુરેન્દ્રોના શાશ્વત આચારના અનુકરણરૂપે જૈન સમાજમાં શ્રદ્ધાપૂર્વક પર્વોના દિવસોમાં આનંદોલ્લાસથી સ્નાત્ર મહોત્સવ ઉજવાય છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૧૭૯ સ્નાત્રપૂજા દેશીઓના વિવિધ રાગોમાં રચાયેલી છે. તેમાં આવતાં વર્ણન શાસ્ત્રીય વિધિ અનુસાર સ્થાન પામેલાં છે, જે મનનીય અને આનંદપ્રદ છે. કઈ રીતે તીર્થકર નામકર્મ નિકાચિત કરી તીર્થકર થાય, ક્યા ક્યા પુણ્યક્ષેત્રોમાં તીર્થકરો જન્મ, માતા ક્યાં ૧૪ મહાસ્વપ્ન જુએ, જન્મ સમયે આસન કંપાયમાન થાત ૫૬ દિક્યુમારિકાઓ પોતાનો આચાર કરે, શક્રેન્દ્રનું સિંહાસન કંપાયમાન થાય, પ્રભુ જન્મ અવસર વગેરેનું આમાં ચિત્રણ છે. શ્રી રાયપાસેણી સૂત્ર, શ્રી જીવાભિગમસૂત્ર, શ્રી જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્ર, સંબોધ પ્રકરણ પૂજા પ્રકરણ, વિજયચંદ કેવલી ચરિત્ર, અનંતનાથ જિન ચરિત્ર, ગુણવર્મા ચરિત્ર વગેરે ગ્રંથોમાં પણ સ્નાત્ર પૂજાનું વર્ણન છે. વિવિધ પૂજા સંગ્રહમાં પ્રથમ સ્નાત્ર પૂજા છે, પછી અષ્ટપ્રકારી, સત્તરભેદી, પંચ કલ્યાણક વગેરે પૂજાઓ સ્થાન ધરાવે છે. પ્રતિક્રમણ સૂત્રમાં જગચિંતામણિ, બૃહદૃશાંતિ, સ્નાતસ્યા સ્તુતિ અને વિશાલ લોચન સૂત્રમાં પણ દેવાધિદેવ તીર્થકર ભગવંતના જન્મ મહોત્સવની ઉજવણીના અપૂર્વ આનંદનો ઉલ્લેખ છે. આ પ્રમાણે સ્નાત્રપૂજા એ એક શાશ્વત પ્રવૃત્તિ છે.” પ્રભુનો જન્મ અવસર જાણી હરિણગમેષી દેવ સુઘોષાઘંટા વગાડીને દેવોને મહોત્સવમાં આવવા જાણ કરે, ભગવાનની માતા પાસે જઈને પ્રભુને મેરુ પર્વત પર લઈ જઈ અભિષેક કરવો, સુગંધી અને કિંમતી જળઔષધિથી અભિષેક કરવો વગેરે વિગતો સ્નાત્રપૂજામાં ભાવવાહી રીતે વ્યક્ત થયેલી હોય છે. સ્નાત્રપૂજા ભણાવતી વખતે ત્રણ બાજઠ મૂકવામાં આવે છે. તેને ત્રિગઢ કહેવામાં આવે છે. આ ત્રિગઢ એ આપણો મેરુ પર્વત છે તેમાં જિનેશ્વર ભગવાનની પ્રતિમા સ્થાપન કરવામાં આવે છે. આ પ્રતિમા સાક્ષાત્ તીર્થકર ભગવાન છે. સ્નાત્ર ભણાવનારા ભાઈઓ અને બહેનો તથા તેમાં ઇન્દ્રો-ઇન્દ્રાણીઓ હોય છે. ઉપરોક્ત કલ્પનાથી સ્નાત્રપૂજા ભણાવાય છે. આત્મ કલ્યાણકારી, સર્વ પ્રકારની શાંતિ, બોધિબીજ લાભ આપનારી, શાશ્વત સુખ પ્રદાયક તથા સર્વ જીવોને સુખદાયક સ્નાત્રપૂજા વિધિ સહિત સાચી ભાવનાથી ભક્તિના રંગમાં રંગાઈને આત્માભિમુખ થઈ સ્નાત્ર પૂજા ભણાવવાથી ઉપરોક્ત ફળ મળે છે. એના મહિમા સંબંધી જૈન સાહિત્યમાં સોમ શ્રી ચંદ્રતેજ અને દત્તકુમારનાં દાંત પ્રચલિત છે.” વીરવિજયની સ્નાત્ર પૂજા : સ્નાત્ર પૂજાનો આરંભ સંસ્કૃત શ્લોકથી થાય છે. આ મંગલાચરણ શ્લોકમાં તીર્થકર પરમાત્મા એટલે કે ભગવાન કેવા છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરસ શાન્તિ સુધારસ સાગર, શુચિતરે ગુણરત્ન મહાગર, ભવિક પંકજ બોધ દીવાકરે, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વરે.” (૧) શાંતરસરૂપી અમૃતના સમુદ્ર સમાન, અતિ પવિત્ર ગુણોરૂપી રત્નોના ભંડાર સમાન અને ભવ્ય પ્રાણીઓ રૂપી હૃદય કમળોને વિકસ્વર કરવામાં સૂર્ય સમાન એવા શ્રી જિનેશ્વર ભગવંતોને હું હંમેશા નમસ્કાર કરું છું. ઉપરોક્ત મંગલાચરણ પછી સ્નાત્ર પૂજા કાવ્યની શરૂઆત કરવામાં Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા આવી છે. આ કૃતિની ભાષા ગુજરાતી અને અર્ધમાગધી શબ્દોના મિશ્રણવાળી છે અને એક પદ્યનાટિકા સમાન આસ્વાદ્ય છે. તેમાં જુદા જુદા છંદોના પ્રયોગ થયેલા છે. વિવિધ પાત્રો દ્વારા એના અભિનય થઈ શકે છે એટલે ઉત્તમ પ્રકારની અભિનય ક્ષમતા આ કાવ્યનું મહત્ત્વનું અંગ છે. ક્રિયાગીત (એકશન સોંગ) તરીકે ઉપયોગમાં લઈ શકાય એવી રચના છે. દુહા, આર્યાગીતિ, કુસુમાંજલિ ઢાળ, સ્વપ્નની ઢાળ, વસ્તુ છંદ, કડખાની દેશી, એકવીશાની દેશી, ત્રોટક છંદ, ઢાળ પૂર્વેલી, વિવાહલાની દેશી, રાગ, ધનાશ્રી વગેરે છંદો અને દેશીઓનો સ્નાત્રપૂજામાં પ્રયોગ થયેલો છે. ગેયતાનું તત્ત્વ કાવ્ય પ્રકારને ભાવવાહી બનાવવામાં સફળ નીવડે છે. ઉપરોક્ત છંદ અને દેશીઓના નમૂના રૂપ નીચેની ગાથાઓથી એનો વધુ સ્પષ્ટ ખ્યાલ આવશે. દોહા : ‘‘કુસુમાભરણ ઉતારીને પડિમા ધરિય વિવેક, મજ્જન પીઠે સ્થાપીને, કરીએ જળ અભિષેક.” (૨) આર્યગીત : " “જિણ જન્મ સમયે મેરુ સિહરે, રયણ ક્યણ ક્લસેહિં, દેવાસુરર્હિ ઋવિઓ, તે ધન્ના જેહિં દિઠ્ઠોસિ.” (૩) કુસુમાંજલિ ઢાળ : ‘કૃષ્ણા ગરૂવર ધૂપ ધરી જે, સુગંધ કર કુસુમાંજલિ, દીજે, કુસુમાંજલિ મેલો, નેમિ જિલ્લંદા.” (૪) ઢાળ : સમકિત ગુણ ઠાણે પરિણમા, વળી વ્રતધર સંયમ સુખરમ્યા, વીશ સ્થાનક વિધિએ તપ કરી એસી ભાવદયા દિલમાં ધરી.' મધ્યકાલીન કાવ્ય પ્રકારોમાં આખ્યાન વધુ લોકપ્રિય પ્રકાર હતો. આખ્યાનમાં ધાર્મિક અને પૌરાણિક કથાવસ્તુનો આશ્રય લઈને ધર્મની વાતો સરળ વાણીમાં રજૂ કરવામાં આવે છે. આખ્યાનનાં વ્યાવર્તક લક્ષણોમાં ફળશ્રુતિ પણ એક મહત્ત્વનું લક્ષણ છે. જૈન કાવ્ય પ્રકારોમાં પણ ફળશ્રુતિનું અનુસંધાન જોવા મળે છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આવી ફળશ્રુતિ સ્નાત્ર પૂજા વિધિની ફળશ્રુતિ તરીકે અપમંગળ દૂર થાય, સમકિત નિર્મળ થાય, મનની પવિત્રતા વધે, ધાર્મિક જીવન જીવવાની અનન્ય પ્રેરણાઓ મળે, સર્વત્ર શાંતિનું સામ્રાજ્ય ફેલાય, રોગ અને ઉપદ્રવની શાંતિ થાય એવી ભાવના વ્યક્ત થાય છે. વીરવિજયની સ્નાત્ર રચના પર દેવચંદ્રજીની સ્નાત્ર રચનાનો વિશેષ પ્રભાવ પડ્યો છે તેની કેટલીક રસપ્રદ પંક્તિઓ જોઈએ તો...‘કુસુમાંજલિ મેલો આદિ જિણંદા' એ પદ બંનેમાં Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૧૮૧ સ્થાન પામ્યું છે. “રાજા અર્થ પ્રકાશે,” “શકે જિન ખોળે ધર્યા', “સકલ મનોરથ ફળશે,” અશ્રુતપતિએ હુકમ કીનો', “કોણ અવસર એ બન્યો,' “અગ્યારમે રયણાયર', “પાંડુકવનને ચિહિં દિશે,” “સોહમ સુરપતિ વૃષભરૂપ કરી વહણ કરે' વગેરે કાવ્ય પંક્તિઓ કે તેના ખંડો સમાનરૂપે બંનેમાં જોવા મળે છે. આ રીતે છંદ, દેશી ઢાળ અને રાગના સંયોજનથી એક અનન્ય અજોડ કાવ્યની રચના કરી છે તે ભક્તિભાવમાં લીન કરે તેમ છે. સંગીતના સૂરોને અન્ય વાજિંત્રોની સહાયથી આ રચનાઓ સાચો આસ્વાદ કરતાં ભક્તિસાગરની અભૂતપૂર્વ સહેલગાહ કરાવે છે. બે વિભાગમાં વહેંચાયેલી સ્નાત્રપૂજાના પ્રથમ વિભાગમાં દોહાની રચનાની ભાષા સરળ ગુજરાતીમાં છે જયારે આર્યાગીતિ એ પ્રાકૃત ભાષાનો છંદ છે એટલે ગુજરાતી અને પ્રાકૃત એમ બે પ્રકારની ભાષાનો પ્રયોગ કર્યો છે. દા.ત. દુહા પહેલો વિભાગ દ્વતવિલંબિત છંદથી શરૂ થાય છે અને કુસુમાંજલિની ઢાળથી પૂર્ણ થાય છે. બીજો વિભાગ દોહાથી શરૂ થાય છે તેમાં છંદ અને દેશીઓનો પ્રયોગ છે. અંતે રાગ ધનાશ્રીનો પ્રયોગ છે. દા.ત., સરસ શાંતિ સુધારસ સાગર, શુચિતરે ગુણ રત્ન મહાગર, ભવિક પંકજ બોદ દિવાકર, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વરે.” (૭) આ એક જ રચના સમગ્ર સ્નાત્રપૂજામાં સરળ સંસ્કૃતમાં છે. ભાષા એટલે સરળ છે કે ભાગ્યે જ ખ્યાલ આવે કે આ સંસ્કૃત રચના છે. સંસ્કૃત ભાષા કઠિન છે પણ આવો પ્રયોગ કરીને કવિત્વશક્તિનો પરિચય કરાવ્યો છે. પ્રાત છંદની ત્રણ રચના છે. બાકીના દુહા છે. ઢાળ અને દેશી અંત્યાનુપ્રાસની રચના અન્ય રચનાઓ જેવી છે. કાવ્યાન્ત કવિએ વિસ્તારપૂર્વક પોતાના વંશના પૂર્વજોનો બહુમાનપૂર્વક ઉલ્લેખ કરીને ગુરુભક્તિ પ્રગટ કરી છે. તપગચ્છ ઇસરસિંહ સૂરીશ્વર કેરા શિષ્ય વડેરા, સત્યવિજય પંન્યાસ તણે પદ કપૂર વિજય ગંભીરા. ખીમાવિજય તરસ સુજસ વિજયના શ્રી શુભવિજય સવાયા, પંડિત વીરવિજય શિષ્ય જિન જન્મ મહોત્સવ ગાયા.” (૮) સ્નાત્રપૂજાથી શું ફળ પ્રાપ્ત થાય છે તેનો ઉલ્લેખ ૯મી ગાથામાં થયેલો છે. સાધારણ એ કળશ જે ગાવે, શ્રી શુભવીર સવાઈ, મંગળલીલા સુખભર પાવે, ઘર ઘર હર્ષ વધાઈ.” (૯) સ્નાત્ર પૂજાથી જીવનમાં પરમોચ્ચ શાશ્વત સુખનો આનંદ પ્રાપ્ત થાય છે. એવી ફળશ્રુતિનો ઉલ્લેખ છે. ગુજરાતી ભાષાના પ્રયોગમાં કોઈ કોઈવાર પ્રાકૃત શબ્દો પણ નજરે પડે છે. જેમકે–તપગચ્છ ઇસર.” “કેતા મિત્તનું જાઈ', “જોઇસ વ્યંતર ભુવનપતિના.” Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા સ્નાત્રપૂજાની રચનામાં સરળ ગુજરાતી સાથે પ્રાકૃત ઉપરાંત હિન્દી ભાષાના શબ્દપ્રયોગો પણ થયા છે. જેમકે- હુઆ, જિહાં, તિહાં, પડિમા. રસની દષ્ટિએ વિચારીએ તો સ્નાત્રપૂજામાં ભક્તિરસમાં પ્રધાનપદે છે. દેવો મેરુ પર્વત પર તીર્થંકર પરમાત્માનો જન્મોત્સવ અત્યંત ઉલ્લાસથી ઉજવે છે તેનું નિરૂપણ ભક્તિનું ઘાતક છે. જન્મ મહોત્સવના નિરુપણમાં અભુતરસ રહેલો છે. આ વિશ્વ પર ન હોય તેવા માનવીઓ એટલે દેવસૃષ્ટિમાં વસતા ૬૪ દેવો મેરુ પર્વત પર ભેગા થાય છે અને ઈન્દ્રની આજ્ઞાથી બધા પ્રભુને જન્માભિષેક કરે છે. આ નિરુપણમાં ચમત્કારનું તત્ત્વ છે, કોઈ દૈવીશક્તિથી બધું બનતું હોય તેમ લાગે છે. ભગવાનનો જન્મ થાય છે ત્યારે ઈન્દ્રનું આસન કંપે છે એટલે ઇન્દ્ર પોતાના અવધિજ્ઞાનના ઉપયોગથી જાણે છે કે દેવાધિદેવ તીર્થકર ભગવાનનો જન્મ થયો છે. આ વાતની ખબર પડી કે તરત જ સુઘોષા ઘંટાનો નાદ કરવામાં આવે છે. સુઘોષા ઘંટાનો મોટો રણકાર સ્વર્ગના વિવિધ દેવો સાંભળે છે અને પ્રભુના જન્મ મહોત્સવમાં પધારવા માટેની ઇન્દ્રની આજ્ઞાનો અમલ કરે છે. “તદા ચિંતે ઈન્દ્ર મનમાં કોણ અવસર એ બન્યો, જિન જન્મ અવધિ નાણે જણી, હર્ષ આનંદ ઉપન્યો. ૧ સુઘોષ આજે ઘંટનાદે, ઘોષણા સુરમેં કરે, સવિ દેવી દેવા જન્મ મહોત્સવે, આવજો સુરગિરિ વરે I” (૧૦) ઇન્દ્ર મહારાજા ભગવાનને પોતાના ખોળામાં લઈને બેસે છે. અને બાકીના ઈન્દ્રો જળ, ઔષધ, સુગંધી દ્રવ્યોથી મિશ્રિત પાણીથી પ્રભુને અભિષેક કરે છે– “મેર ઉપરજ પાંડુક વન મેં ચિહું દિશે, શિલા ઉપર સિંહાસન મન ઉલ્લસે. તિહાં બેસીજી શક્રે જિન ખોળે ધર્યા, હરિ ત્રેસઠજી બીજા તિહાં આવી મળ્યા.” (૧૧) ભગવાનને અભિષેક કર્યા પછી ચંદન, પુષ્પ વગેરેથી પૂજા કરવામાં આવે છે. આરતી અને મંગળદીવો કરીને ભક્તિ કરે છે. છેવટે દેવો મણિ, માણેક, સુવર્ણ અને રત્ન એમ ૩૨ ક્રોડ દ્રવ્યની આ ધરતી પર વૃષ્ટિ કરે છે. હર્ષઘેલા બનીને દેવો આ કાર્ય કરીને નંદીશ્વર દ્વીપ પર જઈને આઠ દિવસનો મહોત્સવ કરે છે. બત્રિશ કોડિ કનક મણિ માણિક વચની વૃષ્ટિ કરાવે, પૂરણ હર્ષ કરેવા કારણ, દીપ નંદીશ્વર જાવે. કરી અઠ્ઠાઈ ઉત્સવ દેવા, નિજ નિજ કલ્પ સધાવે, દીક્ષા કેવળને અભિલાષે, નિત નિત જિન ગુણગાવે.” (૧૨) Page #202 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૭ ૧૮૩ ઉપરોક્ત ઉદાહરણ આ ધરતી પર બની શકે તેવી ઘટના નથી. દૈવી શક્તિ વગર આ કાર્ય થાય નહિ. દેવો પાસે વિશિષ્ટ શક્તિ છે. એટલે આ મહોત્સવ કરે છે તેમાં અદ્ભુત રસ રહેલો છે. આવા અદ્ભુતરસના વાતાવરણમાં ભક્તજનો ભક્તિમાં જોડાય છે. આ પ્રકારની અન્ય કવિઓની રચનાઓ નીચે જણાવ્યા પ્રમાણે : (૧) કવિ દેપાલ (દેવપાલ) કૃત સ્નાત્ર પૂજા (૨) દેવચંદ્રજીની સ્નાત્રપૂજા (૩) રૂપવિજયજીની સ્નાત્રપૂજા (૪) પંડિત ક્ષમા લાભ મુનિ (૫) આત્મારામજી સાધારણએ “કળશ” જે ગાવે એ પંક્તિથી સ્નાત્ર જન્માભિષેકનો સંદર્ભ મળે છે અભિષેકમાં “કળશ' શબ્દ મુખ્ય છે. સ્નાત્ર પૂજામાં “સ્નાત્ર' દ્વારા અભિષેકનો અર્થ રહેલા છે એવો બંને શબ્દો પર્યાવાચી છે. શબ્દ જુદા અર્થ એક છે. વિવિધ પૂજા સંગ્રહ- પા.૩, કવિ પંડિત વીરવિજયજી ૧ અધ્યયન, પા.૨ ૨૩. જૈન પૂજા સાહિત્ય જૈન કાવ્ય પ્રકારોની વિવિધતામાં અનેરી ભાત પાડતું પૂજા સાહિત્ય ભક્તિમાર્ગની પરંપરામું અનુસરણ કરે છે. સંસ્કૃત ભાષાના પૂજા ધાતુ પરથી પૂજા શબ્દ રચાયો છે. તેનો અર્થ પૂજયભાવ, માન, સન્માન, ભક્તિ થાય છે. ભક્તિમાર્ગમાં તેનો અર્થ ઈષ્ટદેવ પ્રત્યે ભજનકીર્તન દ્વારા પૂજયભાવ પ્રગટ કરીને મહિમા ગાવાનો છે. વ્યવહાર જીવનમાં માતા-પિતા અને વડીલો પ્રત્યે પૂજ્યભાવ પ્રગટ કરીને ભારતીય સંસ્કૃતિની પરંપરાનું અનુસરણ થાય છે. આ સંસ્કારો ધર્મમાર્ગમાં વિશેષ રીતે પ્રગટ થયેલા જોવા મળે છે. ઇષ્ટદેવ એટલે કે પરમપદની પ્રાપ્તિ કરનાર પરમેશ્વર. એમની સાકાર ઉપાસનાનું સાહિત્ય વિવિધ પ્રકારોમાં ઉપલબ્ધ થાય છે. તેમાં પૂજા-સાહિત્યની પણ પોતાની અસ્મિતા છે. નવધા ભક્તિમાં પૂજન, અર્ચન, સ્મરણ, કીર્તનનો સમાવેશ થાય છે. તે દષ્ટિએ વિચારીએ તો તેમાં પૂજા-સાહિત્યનું અનુસંધાન થયેલું છે. ભક્તિમાર્ગ એ માત્ર લાગણીવેડા કે દંભ નથી પણ સાકાર ઉપાસના દ્વારા મુક્તિ સહજસાધ્ય છે એમ ફલિત થાય છે. નરસિંહ, મીરાંબાઈ, સૂરદાસ, તુકારામ જેવા ભક્તો મુક્તિ કરતાં પણ ભક્તિને વધુ ઇચ્છે છે. કવિ યશોવિજયના ઋષભદેવના સ્તવનમાં પણ ઉપરોક્ત હકીક્ત સ્થાન ધરાવે છે. મુક્તિથી અધિક તજ ભક્તિ મુજ મન વસી, જેહશું સબળ પ્રતિબંધ લાગે.” (૧). જ્ઞાનમાર્ગ કઠિન હોવાથી બધા લોકો પ્રવેશી શકતા નથી. જ્યારે ભક્તિ સહજસાઘ હોવાથી તેમાં વધુ લોકો વિકાસ કરે છે. એમાં ઊર્ધ્વગમન થતાં વાર લાગતી નથી. સર્વ સાધારણ જનતાને ભક્તિમાર્ગ સ્પર્શે છે તેટલો જ્ઞાનમાર્ગ સ્પર્શતો નથી. છતાં કવિઓએ ભક્તિમાર્ગમાં Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા કલમ ચલાવીને તેમાં જ્ઞાનમાર્ગનો સુયોગ કર્યો છે. ભક્તિ એટલે ઇષ્ટદેવ સાથે સીધો સંબંધ. ભક્ત અને ભગવાન સાથે ગુણગાન દ્વારા સાતત્ય સાધી શકાય છે. આત્મદર્શનની દીર્ઘકાલીન તિતિક્ષા તેના દ્વારા પૂર્ણ થાય છે. સ્તુતિ, સ્તવન, ગહુંલી વગેરે કાવ્ય પ્રકારો ભક્તિવિષયક છે. પૂજાસાહિત્ય પણ તેની સમાન કક્ષાએ સ્થાન ધરાવે છે. પૂજા વિશેના શાસ્ત્રીય આધારની માહિતી નીચે પ્રમાણે છે. ઉવવાઈસૂત્ર, ભગવતી, સમવાયાંગ, જ્ઞાતાસૂત્ર, જીવાભિગમ, જંબુદ્રીપ, પ્રજ્ઞપ્તિ જેવા આગમગ્રંથોમાં દેવો અને મનુષ્યોએ પ્રભુ પૂજા ભક્તિ કરીને જીવન સફળ કર્યું છે તેવા સંદર્ભો મળે છે. અંબડ પરિવ્રાજકે ૭૦૦ શિષ્યોના પરિવાર સાથે નિશ્ચય કર્યો હતો કે વીતરાગ સિવાય અન્ય કોઈની પૂજા ભક્તિ કરવી નહિં. ઉપાસક દશાંગ સૂત્રમાં ભગવાન મહાવીરના દશ શ્રાવકોની મહાવીર સ્વામી પ્રત્યેની ભક્તિનો ઉલ્લેખ થયેલો છે. દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ બે પ્રકારનો સમન્વય સાધતું પૂજા સાહિત્ય ભક્તિમાર્ગમાં નવો રાહ ચીંધે છે. સત્તરમાં શતકમાં ભક્તિમાર્ગનો વિશેષ પ્રચાર થયો. ભક્તિની અસરથી આ શતકમાં પૂજાસાહિત્ય ઉદ્ભવ્યું. ખરતરગચ્છના સાધુ કીર્તિકવિએ સં. ૧૬૧૮માં અને તે જ સમય દરમ્યાન સકલચંદ્ર ઉપાધ્યાયે સત્તર ભેદી પૂજાની રચના કરી હતી. મંદિરમાં પ્રભુની પૂજા કરવાના સત્તર પ્રકાર, અષ્ટ પ્રકાર, એકવીશ પ્રકાર, ચોસઠ પ્રકાર અને નવ્વાણું પ્રકાર વગેરે પૂજાઓ ક્રમશઃ રચાઈ છે. પૂજા માટે સ્તુતિ, દુહા અને ગીતો પણ મોટી સંખ્યામાં રચાયાં છે. પ્રભુના જન્માભિષેકની ઉજવણીના આધારે ‘સ્નાત્ર પૂજા' રચાઈ અને પાંચ કલ્યાણકના સંદર્ભથી પંચકલ્યાણક પૂજાઓ રચાઈ છે. પ્રભુનાં પાંચ કલ્યાણકોમાં જન્મકલ્યાણક વિશેષ મહત્વનું ગણાય છે. તે દૃષ્ટિએ સ્નાત્રપૂજા વધુ લોકપ્રિય બની છે. તમામ ધાર્મિક પર્વો અને મહોત્સવોની ઉજવણી તથા વ્યવહારજીવનમાં મંગલરૂપે સ્નાત્રપૂજા જીવનમાં અંગરૂપ બની છે. કેટલાક કવિઓએ આવા. સંદર્ભથી પૂજાઓ રચીને તેના વિકાસમાં યોગદાન કર્યું છે. આ સાહિત્ય દ્વારા ભક્તિમાર્ગની ક્ષિતિજોના વિશ્વસ્તરીય વિસ્તાર થયો છે. સ્નાત્રપૂજા, પ્રભુના જન્માભિષેકનું વર્ણન ક૨તી નાટ્યાત્મક અંશો ધરાવતી ભક્તિમાર્ગની કાવ્યકૃતિ છે. કવિ દેવપાલ, દેવચંદ્રજી, માણિક્ય સુંદરસૂરિ, પંડિત વીરવિજયજી, આ. બુદ્ધિસાગરસૂરિ, આ લબ્ધિસૂરિ, કવિ આત્મારામજી વગેરેની સ્નાત્રપૂજા રચનાઓ પ્રાપ્ત થાય છે. ગુજરાતમાં પંડિત વીરવિજયજીની સ્નાત્રપૂજા વધુ લોકપ્રિય છે. જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરેમાં દેવચંદ્રજીની સ્નાત્રપૂજા વધુ પ્રચલિત છે. તેમાં પ્રભુનો જન્માભિષેક દેવોએ ઉજવ્યો હતો તેનું અનુસરણ કરીને મૃત્યુલોકના માનવીઓ સ્નાત્રપૂજા દ્વારા જન્મોત્સવ ઉજવે છે. જિનમંદિરમાં સિંહાસનની અંદર પ્રભુની મૂર્તિની સ્થાપના કરીને મહોત્સવ ઉજવાય છે. તેની શૈલી પ્રસંગ વર્ણન દ્વારા ચિત્રાત્મક છે. વૃત્ત વૈવિધ્યથી વિશિષ્ટ કર્ણપ્રિય ધ્વનિનું શ્રવણ ભક્તિમાં એકાગ્ર કરે છે. દેવપાલ અને દેવચંદ્રજીની સ્નાત્રપૂજામાં પ્રાકૃત અને અપભ્રંશ શબ્દ પ્રયોગો વિશેષ છે. આત્મારામજીની રચનામાં સંગીતના સૂરોની લિજ્જત માણીને ભક્તિમાં તલ્લીન થવાય છે. શાસ્ત્રીય રાગના પ્રયોગથી એમની કૃતિ ભક્તિરસને સાર્થક કરે છે. Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૧૮૫ સ્નાત્રપૂજામાં તો જન્મકલ્યાણકની ઉજવણી હોય છે. તેમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીને ભગવાનનાં પાંચ કલ્યાણકની ઉજવણી નિમિત્તે કવિઓએ “પંચકલ્યાણક પૂજા' રચી છે. વિવિધ પ્રકારના પૂજા સાહિત્યની માહિતી નીચે પ્રમાણે છે. (૧) પંચકલ્યાણક પૂજા–પંડિત રૂપવિજયજી અને વીરવિજયજીની સં. ૧૮૮૯, ચતુરસાગરની શાસનપતિ (મહાવીર) પૂજા સં. ૧૯૬૧, આ. વલ્લભસૂરિની પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા સં. ૧૯૬૩, મહાવીર સ્વામી પંચકલ્યાણક પૂજા સં. ૧૯૭૪ અને શાંતિનાથ પંચકલ્યાણકપૂજા સં. ૧૯૮૧. માણિક્યસિંહસૂરિ સં. ૧૯૭૬, આ. ધુરંધરસૂરિ આદિનાથ પંચકલ્યાણક પૂજા સં. ૨૦૦૧, આ. યશોભદ્રસૂરિ-મહાવીર જિનપંચકલ્યાણક પૂજા સં. ૨૦૦૬ અને આ. રાજયશસૂરિની મુનિસુવ્રત સ્વામી પૂજા સં. ૨૦૪૪. (૨) અષ્ટ પ્રકારી પૂજા–ઉત્તમવિજયજી સં. ૧૮૧૩, કવિ દેવવિજયજી સં. ૧૮૨૧, પંડિત વીરવિજયજી સં. ૧૮૫૮, કવિ આત્મારામજી સં. ૧૯૪૩, કમલસૂરિ સં. ૧૯૭૦, આ. લબ્ધિસૂરિ સં. ૧૯૮૦, આ. વલ્લભસૂરિ સં. ૧૯૬૨ અને વિજયાનંદસૂરિ પૂજાષ્ટક અને કુંવરવિજયજી વગેરેની પૂજાઓ પ્રાપ્ત થાય છે. (૩) સત્તરભેદી પૂજા–સાધુ કીર્તિ સં. ૧૬૧૮ અને તે જ સમયમાં સકલચંદ્ર ઉપા. કવિ આત્મારામજી સં. ૧૯૧૯, કવિ રસિક સં. ૧૯૭૮ અને કવિ મેઘરાજની પૂજા પ્રાપ્ત થાય છે. (૪) એકવીશ પ્રકારી પૂજા-સકલચંદ્ર ઉપા. અને આ. વલ્લભસૂરિ. (૫) નવ્વાણું પ્રકારી પૂજા–પંડિત વીરવિજયજી સં. ૧૮૮૪, આ. વલ્લભસૂરિ સં. ૧૯૬ ૨. (૬) ચોસઠ પ્રકારી પૂજા–પંડિત વીરવિજયજી સં. ૧૮૭૪. (૭) નવપદ પૂજા યશોવિજયજી ઉપા. પદ્મવિજયજી સં. ૧૮૩૮, આત્મારામજી સં. ૧૯૪૫, કવિ મનસુખલાલ સં. ૧૯૬૪. સુગુણચંદ્ર ઉપા. પંચપરમેષ્ઠિ પૂજા, પંચજ્ઞાન પૂજા પંડિત રૂપવિજયજી સં. ૧૮૯૭, ગુણચંદ્ર ઉપા. સં. ૧૯૮૧, પંચમહાવ્રત પૂજા આ. લબ્ધિસૂરિ સં. ૧૯૮૦, આ. વલ્લભસૂરિ સમ્યદર્શન–ચારિત્ર પૂજા સં. ૧૮૭૯, પંચતીર્થ પૂજા, આ. વલ્લભસૂરિ સં. ૧૯૭૭, અષ્ટાપદની પૂજા–કવિ દીપવિજય સં. ૧૮૯૨ અને નંદીશ્વર દ્વીપપૂજા–૧૯૬૮, તથા ધર્મચંદ્રજીની સં. ૧૮૯૬, નવતત્ત્વ પૂજા આ. લબ્ધિસૂરિ ૧૯૮૯, બારવ્રત પૂજા સં. ૧૯૮૦ તથા તત્ત્વત્રયી પૂજા સં. ૧૭૭૯, વીશસ્થાનક પૂજા– લક્ષ્મીસૂરિ સં. ૧૮૪૫. જિનહર્ષસૂરિ સં. ૧૮૭૧ અને આત્મારામજી સં. ૧૯૪૦. નીતિવિજયજી વીશ વિહરમાન પૂજા-સં. ૧૯૧૯, દાદાસાહેબની પૂજા-રોમઋદ્ધિ, એકાદશ ગણધર પૂજા- આ. વલ્લભસૂરિ સં. ૧૯૦૦, વાસ્તુક પૂજા આ. બુદ્ધિસાગરસૂરિ અને માણિક્યસિંહસૂરિ. ગંભીરવિજયજીની દશયતિધર્મ પૂજા–સં. ૧૯૪૦, પિસ્તાલીશ આગમ પૂજા–પંડિત વીરવિજયજી સં. ૧૮૮૧ અને બાવ્રતની પૂજા–પંડિત વીરવિજયજી સં. ૧૮૮૭ અને આ. વલ્લભસૂરિ સં. ૧૯૬૮, રૂપવિજયજી ૪૫ આગમ પૂજા–૧૮૮૫, ઋષિમંડળ પૂજા–આ. વલ્લભસૂરિની સં. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ૧૯૬૧ અને આ. વલ્લભસૂરિ ચૌદ રાજલોક પૂજા સં. ૧૯૭૭. - ઉપરોક્ત વિગતો પૂજા સાહિત્યની વિવિધતા અને વિકાસનું દર્શન કરાવે છે. પૂજા સાહિત્ય એટલે સ્નાત્રપૂજા અને અન્ય વિષયોને સ્પર્શતી કાવ્યકૃતિઓ. પૂજા સાહિત્યના એક ભાગરૂપે “કલશ' રચનાઓ પણ પ્રાપ્ત થાય છે. જ્ઞાનવિમલસૂરિકૃત શાંતિજિન કલશ, વચ્છભંડારી કૃત પાર્શ્વનાથ કલશ, પદ્મવિજયનો અજિતનાથ કલશ જેવી ભવ્ય રચનાઓ પણ થઈ છે. પૂજા સાહિત્યની સમૃદ્ધિનો તેનાથી પરિચય થાય છે. પૂજા સાહિત્ય : રચના-રીતિ : પૂજા કાવ્ય રચના ચાર વિભાગમાં વહેંચાયેલી છે. દુહા, ઢાળ, કાવ્ય અને મંત્ર એમ ચાર વિભાગ છે. પૂજાનો આરંભ વસ્તુ નિર્દેશાત્મક દુહાથી થાય છે. દુહાની સંખ્યાનો કોઈ ચોક્કસ નિયમ નથી પણ એક દુહાથી આરંભ કરીને આઠ-દશ દુહામાં વસ્તુ નિર્દેશ થાય છે. નવ્વાણું પ્રકારી પૂજા (૩) એક દુહો છે. “નેમ વિના ત્રેવીશ પ્રભુ, આવ્યા વિમલ ગિરીંદ, ભાવી ચોવીશી આવશે, પદ્મનાભાદિ નિણંદ.” ૧૫ (૨) પાંચ ઇન્દ્રિય વશ કરે, પાળે પંચાચાર, પંચ સમિતિ સમતા રહે વંદુ તે અણગાર. //લા (૩) પૂજાનો બીજો વિભાગ ઢાળ છે. દુહા પછી ઢાળનો પ્રારંભ થાય છે. ઢાળ એટલે રાગમાં લયબદ્ધ ગાવું. વસ્તુ વિસ્તાર માટે ઢાળ મહત્વની છે. તેમાં પ્રચલિત દેશીઓનો પ્રયોગ થાય છે. પૂર્વાચાર્યોએ રચેલાં સ્તવનની ધ્રુવપંક્તિને પણ ચાલ તરીકે સ્વીકારીને પ્રયોગ થાય છે. શાસ્ત્રીય રાગો અને છંદોનો પ્રયોગ પણ કાવ્ય રચનામાં નોંધપાત્ર સિદ્ધિ મેળવે છે. કવિ પંડિત વીરવિજયજીની પૂજાની દેશીઓનો પ્રભાવ અન્ય કવિઓ પર વિશેષ પડ્યો છે. પૂજા સાહિત્યની લોકપ્રિયતામાં વીરવિજયજીનું પ્રદાન પ્રથમ કક્ષાનું છે. કવિ લબ્ધિસૂરિ, આત્મારામજી અને વલ્લભસૂરિનું પૂજા સાહિત્ય અતિ સમૃદ્ધ છે. તેમાં શાસ્ત્રીય રાગ અને તાલનો સમન્વય સંધાયેલો હોવાથી આવી પૂજાઓ સંગીત અને કાવ્યનો સંબંધ ચરિતાર્થ કેર છે. પરિણામે પૂજા સાહિત્ય ભક્તિમાર્ગની ઉપાસનામાં આકર્ષણ જમાવે છે. કવિ આત્મારામજીની સત્તરભેદી પૂજાનું ઉદા. જોઈએ તો તેમાં નીચે પ્રમાણે નોંધે છે : રાગ જંગલો-તાલ-દાદરો અંગ્રેજી બાજે કી ચાલ.” (૪) અષ્ટપ્રકારી પૂજામાં શાસ્ત્રીય રાગ ઠુમરી, જિંદ, કાફી, કસૂરી, ધન્યાશ્રી, કાલિંગડો, પીલુ વગેરેનો પ્રયોગ કર્યો છે. સર્જકોની દુનિયામાં સમકાલીન પ્રભાવ એક મહત્ત્વનું અંગ ગણાય છે. આ. લબ્ધિસૂરિ, આત્મારામજી, દીપવિજયજી વલ્લભસૂરિ વગેરેની પૂજાઓમાં ગઝલનો પ્રયોગ થયો છે. તદુપરાંત સ્વતંત્ર ગઝલો પણ રચી છે. આ લબ્ધિસૂરિ બાર ભાવનાની પૂજામાં “ગઝલ અને “ઢાળ' એમ બે વિભાગમાં વસ્તુ વિસ્તાર કર્યો છે. ઉદા. નીચે પ્રમાણે છે : Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૧૮૭ વિનાશી આ જગત જાણો, ન સ્થિર વાસ વસવાનું, નહીં કોઈ સાથમાં આવે, પ્રથમ એ ભાવના ભાવો. ૧ (૫) ઢાળની દેશીઓનું ઉદાહરણ : “સફળ ભઈ મેરી આજકી ઘરીયાં એ દેશી જિગંદા પ્યારા.” () ઢાળમાં વસ્તુવિકાસ એટલે વસ્તુને અનુરૂપ માહિતીનો સંચય. ચોસઠ પ્રકારી પૂજામાં કર્મવાદના વિચારોનું પ્રતિપાદન છે. ૪૫ આગમોની પૂજામાં આગમ ગ્રંથોની માહિતી, શ્લોકસંખ્યા અને નામોલ્લેખ છે. નવ્વાણું પ્રકારી પૂજામાં સિદ્ધગિરિનો મહિમા ગાવામાં આવ્યો છે. નવપદ અને વિશ સ્થાનકની પૂજામાં પ્રત્યેક પદની મહત્તા દર્શાવી છે. તીર્થવિષયક પૂજાઓ નંદીશ્વર, અષ્ટાપદ, ગિરનાર, સમેતશિખર વગેરેમાં તીર્થ મહિમાની સાથે તીર્થકરોનો મિતાક્ષરી પરિચય થાય છે. અષ્ટપ્રકારી, સત્તરભેદી અને એકવીશ પ્રકારી પૂજામાં દ્રવ્ય અને ભાવ પૂજાનો સમન્વય સધાયો છે. એકાદશ ગણધર અને દાદાસાહેબની પૂજામાં અનંત ઉપકારી ગુરુનાં ગુણગાન કેન્દ્ર સ્થાને છે. ચૌદ રાજલોકની પૂજામાં વિશ્વ સ્વરૂપનું દર્શન થાય છે. પંચ પરમેષ્ઠિ, પંચજ્ઞાન, તત્ત્વત્રયી, નવતત્ત્વ, પંચ અને બાર મહાવ્રત પૂજામાં જૈન તત્ત્વજ્ઞાનના વિચારોનું નિરૂપણ થયું છે. આ પૂજા જૈન દર્શનનો પ્રાથમિક પરિચય કરાવીને તેમાં ઊંડા ઉતરી વધુ અભ્યાસ કરવા માટે ભૂમિકારૂપ છે. પૂજા સાહિત્યનું વસ્તુ ભક્તિના રંગે રંગાવાની અનેરી ક્ષણો પૂરી પાડે છે. આવી રસસ્થિતિનું શબ્દોમાં વર્ણન થઈ શકે તેમ નથી. પૂજાનું ત્રીજું અંગ “કાવ્ય' છે. તેમાં વિષયને અનુરૂપ મિતાક્ષરી માહિતી સંસ્કૃત શ્લોકમાં પ્રગટ કરવામાં આવે છે. દરેક પૂજામાં કાવ્ય નિશ્ચિત ક્રમ પ્રમાણે હોય છે. કવિ હંસવિજયકૃત ગિરનારમંડન પૂજાનું કાવ્ય નીચે પ્રમાણે છે : ત્રોટક છંદ : કમલોદર કોમલ પાદ તલ, ગણના પરિવર્જિત બાહુબલું, પ્રણમામિ જગત્રય બોધિકરે, ગિરનાર વિભૂષણ નેમિજિન. (૭) કવિ પંડિત વીરવિજયજીની પંચકલ્યાણ પૂજાનું ઉદા. જોઈએ તો ભોગી યદા લોકનતોડપિ યોગી, બભૂવ પાતાલ પદે નિયોગી, કલ્યાણકારી દુરિતાપહારી, દશાવતારી વરદ : સપા : | ભાષાંતર : યોગની એકાગ્રતાવાળો થયેલો ભોગ એટલે સર્પ પણ જેમને જોવાથી ધરણેન્દ્ર થયો એવા કલ્યાણના કરનારા, દુરિતને હરનારા અને દશભવ જેના થયા છે તે પાર્શ્વનાથ પ્રભુ વાંછિતને આપનારા થાઓ. પૂજાસ્વરૂપમાં વસ્તુ વૈવિધ્ય સમાન શ્લોકોની વિવિધતા પણ મહત્ત્વની ગણાય છે. પૂજાનું ચોથું અંગ-મંત્ર છે. કાવ્યમસાન મંત્રની રચના પણ સંસ્કૃત ભાષામાં થાય છે. મંત્ર, ‘ૐ હ્રીં શ્રીં પરમપુરુષય પરમેશ્વરાય, જન્મજરા મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા જલાદિક્યજામહેસ્વાહા.' (૯) તેમાં પ્રથમ ત્રણ મંત્રાક્ષરો છે. ૐ એટલે પંચપરમેષ્ઠિ, મૈં એટલે ૨૪ તીર્થંકરો, શ્રી એટલે સર્વ જિનેશ્વરો એમ અર્થ છે. જેઓ પરમપુરુષ છે, પરમેશ્વર છે, જન્મ, જરા અને મૃત્યુના નિવા૨ણ ક૨ના૨ા છે તેવા જિનેન્દ્રની હું જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ વડે અષ્ટપ્રકારી પૂજા કરું છું. (૧૦) પ્રત્યેક પૂજામાં ૐ થી જન્મજરા મૃત્યુ નિવારણાય શબ્દો સર્વસામાન્ય છે. ત્યારપછી વિષયને અનુરૂપ શબ્દોની રચના હોય છે. આ રીતે મંત્ર રચના પૂજાના એક અંગ તરીકે લેખાય છે. પૂજાને અંતે કળશ રચના થાય છે તે પૂજાની પૂર્ણતા દર્શાવે છે. તેમાં પૂજાની પ્રેરક વ્યક્તિ, ગુરુ પરંપરા, રચના સમય, માસ, તિથિ, વાર, નગર, પૂજા મહોત્સવ, કવિનું નામ જેવી ઐતિહાસિક વિગતોનો સમાવેશ થાય છે. સમયનો ઉલ્લેખ સાંકેતિક શબ્દોથી થાય છે તો વળી પ્રત્યક્ષ રીતે પણ સમય નિર્દેશ થાય છે. ‘કલશ’નું ઉદા. નીચે પ્રમાણે નોંધવામાં આવે છે. તપગચ્છ તપગચ્છઇસર સિંહ સૂરીશ્વર કેરા, સત્ય વિજય સત્ય પાયો, કપૂરવિજયગુરુ ખીમાવિજય તસ, જસ વિયો મુનિરાયો રે. ॥૪॥ શ્રી શુભવિજય સુગુરુ સુપાસયે, શ્રુત ચિંતામણિ પાયો, વિજય દેવેન્દ્રસૂરિશ્વર રાજ્યે પૂજા અધિકાર રચાયો રે. ॥૫॥ પૂજા નવાણું પ્રકારી રચાવો, ગાવો એ ગિરિ રાયો, વિધિ યોગે ફળ પૂરણ પ્રગટે, તવ હઠનાદ હઠાયો રે. ॥૬॥ વેદ ૪, વસ્તુ ૮, ગજ ૮, ચંદ્ર ૧, સંવસ્તર, ચૈત્રી પુનમ દિન ગાયો, પંડિત વીરવિજય પ્રભિ ધ્યાને, આતમ આપ કરાયો રે. ॥૭॥ (૧૧) પૂજા સાહિત્ય : સમીક્ષા ભક્તિમાર્ગની વિવિધ પ્રકારની કૃતિઓમાં પૂજા સાહિત્ય વિષય વૈવિધ્ય અને કાવ્યાત્મક અંશોથી અતિ સમૃદ્ધ છે. વિષયોની વિવિધતા જોઈએ તો પંચકલ્યાણક, પંચજ્ઞાન, પંચતીર્થ, ગિરનાર, અષ્ટાપદ, સમેતશિખર, નંદીશ્વર અને સિદ્ધાચલ તીર્થ, ૪૫ આગમ, તત્ત્વત્રયી, રત્નત્રયી, નવતત્ત્વ, નવપદ, વીશ સ્થાનક, ચૌદ રાજલોક વગેરે જૈન દર્શનના વિષયો ઉપરાંત ગુરુમહિમા માટે દાદાસાહેબ અને એકાદશ ગણધ૨, ૨૪ તીર્થંકરોનો પરિચય આપતી ઋષિમંડળ પૂજા એમ પૂજાના વિષયો જૈન દર્શનના લગભગ સર્વાંશે પરિચય કરાવવાની ક્ષમતા ધરાવે છે. ૪૫ આગમની પૂજા એ શુદ્ધ જ્ઞાનમાર્ગની છે. તેમાં ભક્તિરસ ઝાંખો પડે છે અને જ્ઞાનગંગોત્રી વહેતી જણાય છે. તેમ છતાં ગેય દેશીઓના પ્રયોગથી કાવ્યત્વ જળવાઈ રહ્યું છે. આ પૂજા હૃદય કરતાં બુદ્ધિને વધુ સ્પર્શે છે. વર્તમાનમાં ૪૫ આગમ છે તેમ છતાં કવિ દીપવિજયે ૬૮ આગમની પૂજા રચીને ‘૬૮’ની સંખ્યાને સિદ્ધ કરવા પૂજા રચી છે. પૂજામાં આ હકીકત ધ્યાન ખેંચ તેવી છે. દૃષ્ટિવાદ નામના બારમાં અંગનો વિચ્છેદ થયો છે તેને કવિએ ગણતરીમાં લીધું છે. કવિના Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ પ્રકરણ-૩ શબ્દદોમાં તેની માહિતી જોઈએ તો વીર પ્રભુ નિરવાણથી, દૃષ્ટિવાદ ભગવતનો, અડસઠમાં વિરહ પડ્યો, જગમાંહે રે. મેરા વજઘાટ પરે ઇન્દ્રને, ઉપનો મહાસંતાપ, ભરત ક્ષેત્રના સંઘનો હુઓ મોટો પરિતાપ. ૩. (૧૨) પંડિત વીરવિજયજીની ૪૫ આગમની પૂજા માહિતીપ્રધાન છે. ઉદાહરણ જોઈએ તો દો શ્રત ખંધ આચારાંગ કેરા, સંખિત અણુયોગ દ્વારા રે, સંખ્યાતી નિર્યુક્તિ કહી રે, અજયણા પણે વીશ. પદની સંખ્યા સહસ અઢાર, નિત્ય ગણતા અણગાર રે. //રા (૧૩) અષ્ટ પ્રકારી પૂજામાં જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય અને ફળ એમ ક્રમ છે. કવિ દેવવિજય અને દીપવિજયની પૂજામાં “ફળ” સાતમી પૂજા અને નૈવેદ્ય આઠમી પૂજા એવો પ્રયોગ થયો છે. ક્રમ બદલવા પાછળનું પ્રયોજન સ્પષ્ટ રીતે સમજાતું નથી. નૈવેદ્ય દ્વારા નિર્વેદપણું પ્રાપ્ત કરવાનું અને ત્યારપછી ફળ દ્વારા મોક્ષફળ મળે એમ સંદર્ભ છે. આઠમી ફળપૂજા એ મુક્તિનું સૂચન કરે છે. ક્રમ અંગે શાસ્ત્રીય આધાર મળે તો તેનો હેતુ આત્મસાત્ થાય. ગુરુ મહિમાનું વર્ણન કરતી એકાદશ ગણધર પૂજા જૈન ધર્મના ઇતિહાસનો ક્રમ દર્શાવે છે. પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીની માહિતી જોઈએ તો ગણધર નામ કરમ પર ભાવે, ગણધર ગણધર પદ ઉપજાવે, સમ ચઉરસ સંહાણે, સોહે તિમ પહલા સંઘયણ કહાવે. ||૧|| ધ્રુવ, ઉત્પાદ વિગમ એ તીનો પદ અરિહંત સ્વમુખસે સુનાવે. ||રા (૧૪) કવિ હંસવિજયે સમેતશિખરની પૂજામાં શાસ્ત્રીય રાગોનો પ્રયો કરીને કાવ્ય અને સંગીતનો સમન્વય કર્યો છે. વળી પૂજાના રાગને સારીગમના સૂર દ્વારા સ્પષ્ટ કર્યો છે. અન્ય કોઈ પૂજામાં આવી નોંધ નથી. હંસવિજયની આ પદ્ધતિ એમની શાસ્ત્રીય સંગીત અને પ્રભુભક્તિની તન્મયતાનું સૂચન કરે છે. શ્રી પદ્મપ્રભુની પૂજાનું દૃષ્ટાંત આ માટે નોંધવામાં આવે છે. રાગ દેશ ત્રિતાલ (સ્થાયી) : સા નિ સા | રી-મ- | પ-નિ- | સાનિસા પૂ ડ જા | સમેતશી | ખરગીરી | ઉ ડ પર નિધપધ પ્રભુની સુઘડ | મપમપ | નિધધપ | ગરી | રી ડ ડ ડ | રે ડ ડ ડ (૧૫) ૦ ૧ X Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા સાંપ્રદાયિક વિષયવસ્તુ હોવાથી પૂજાઓમાં પારિભાષિક શબ્દપ્રયોગોની સંખ્યા વિશેષ છે. દા.ત., : નવપદ, નવતત્ત્વ, ગણધર, ચૌદ રાજલોક, રત્નત્રયી, તત્ત્વત્રયી, અષ્ટાપદ, નદીશ્વર, પંચજ્ઞાન, પંચપરમેષ્ઠિ, ઋષિમંડળ વગેરેનો પરિચય ન હોય તો પૂજા કાવ્યો સમજી શકાય નહીં. જૈન ધર્મના પ્રાથમિક જ્ઞાનને આધારે આ પૂજાના વિચારો આત્મસાત્ થઈ શકે. જૈન સાહિત્યની આ મર્યાદા ગણો કે વિશેષતા તે તો સ્વાભાવિક છે. આ પ્રકારના સાહિત્યમાં શાસ્ત્રીય દષ્ટાંતોનો સૂચક ઉલ્લેખ થયેલો છે. તેના દ્વારા શાસ્ત્રસિદ્ધાંત, તત્વજ્ઞાન કે અન્ય દાર્શનિક વિચારનું સમર્થન થાય છે. સિદ્ધિગિરિનો મહિમા દર્શાવતી પંક્તિઓમાં દષ્ટાંત છે. રામ ભરત ત્રણ કોડિ શું, કોડિ મુનિ શ્રી સાર, કોડિ સાડા અટ્ટ શિવવર્યા, શાંબ પ્રદ્યુમ્નકુમાર. (૧૬) બારવ્રતની પૂજાનું ઉદા. જોઈએ તો“કાર્તિક શેઠ પામ્યા હરિ અવતાર રે શ્રાવક દશ વશ વર્ષે સ્વર્ગે ગયા, પ્રેતકુમાર વિરાધક ભાવને પામ્યા રે, દેવકુમાર વ્રત રે આરાધક થયો.” (૧૭) ભક્તિમાર્ગની રચનાના કેન્દ્રમાં શાંતરસનું નિર્ઝર વહે છે જે સદા સર્વદા શીતળતા અર્થે છે. આ રસનો ચમત્કાર એ છે કે જનસાધારણને સહજ આકર્ષણ થતાં ભક્તિમાંથી મુક્તિમાર્ગના યાત્રી બની જવાય છે. પૂજાસાહિત્ય આત્મકલ્યાણના માર્ગમાં રસિક સૃષ્ટિ દ્વારા નિમિત્તરૂપ બને છે. ભક્તિરસની આ બલિહારી છે. ૪૫ આગમ, ચોસઠ પ્રકારી, ચૌદ રાજલોક, નવતત્ત્વ, નવપદ વગેરેમાં વિશેષ રીતે માહિતીપ્રધાન હોવાથી કાવ્યને અનુરૂપ મધુરપદાવલીઓ પ્રાપ્ત થતી નથી. તેમ છતાં આ પૂજાઓ જૈન દર્શનના જ્ઞાનમાર્ગના વિચારોને પદ્યમાં વ્યક્ત કરીને જ્ઞાનામૃતપાન કરવામાં ખૂબ ઉપકારક છે. પંચકલ્યાણક પૂજામાં અભુત રસ છે. મહાવીર સ્વામીનો જન્માભિષેક સુઘોષા ઘંટાનો વિશિષ્ટ રણકાર, મેરુ પર્વત ડોલાવવો, પાર્શ્વનાથ પંચકલ્યાણકમાં બળતા નાગનો ઉદ્ધાર અને પ્રભુ પ્રતિમાની પ્રાપ્તિ, વગેરેમાં ચમત્કાર છે. દૈવીતત્ત્વનો આધાર પણ જાણી શકાય છે. ધાર્મિક સાહિત્યમાં કલ્પના અને વાસ્તવિકતા બંને હોય છે. અહીં કલ્પનાનો પ્રભાવ ઓછો છે. વાસ્તવિક્તાનું પ્રમાણ વિશેષ છે. કવિની વર્ણનકલા, અલંકાર યોજના, રસસિદ્ધિ, લયબદ્ધતા, ગેયતા દ્વારા કાવ્યતત્ત્વના અંશો પ્રગટ થાય છે. ઉપમા, રૂપક, વ્યતિરેક, સ્વાભોવક્તિ, દૃષ્ટાંત, વર્ણાનુપ્રાસ જેવા અલંકારો મોટી સંખ્યામાં પ્રયોજાયા છે. પંચકલ્યાણક પૂજામાં નમૂના રૂપે પ્રકૃતિદર્શન થાય છે. પ્રકૃતિકની પશ્ચાદ્ ભૂમિકામાં પ્રભુના જન્મોત્સવનું નિરૂપણ થયું છે. પુષ્પપૂજામાં વિવિધ પુષ્પોનો નામોલ્લેખ પ્રકૃતિદર્શનનો સંકેત કરાવે છે. સ્નાત્રપૂજા અને કલશનું છંદ વૈવિધ્ય કાવ્યલાનની દૃષ્ટિએ ઉત્તમ છે. તેમાં મધુર પદાવલીઓ લય, તાલનું સાયુજય સધાયું છે. પરિણામે આ કાવ્યો વધુ હૃદયસ્પર્શી બન્યા છે. કુતવિલંબિત છંદ, વસ્તુ છંદ, આર્યા ગીતિ, કડખાની દેશી, વિવાહલાની દેશી, ધન્યાશ્રી, વસંત, સારંગ, હરિગીત, સુપનાની ઢાળ પૂર્વી, બત્રીસો છંદ, સત્તાવીશો છંદ, ગાથા ચંદ્રાવળીની દેશી વગેરેના પ્રયોગતી કાવ્યનો લયસિદ્ધ થયો છે. વાવયં રસાત્મ વ્ય' પૂજા સાહિત્યને લાગુ પડે છે. પરિણામે તેમાં ઊંચી કાવ્યકલા રહેલી છે. સકલચંદ્ર ઉપા.ની પૂજા પાંડિત્યપૂર્ણ છે. એમની Page #210 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૧૯૧ પૂજામાં દીપક, ગોડી, કાનડો, ધવલ, મલ્લહાર, મધુ માધન વગેરેનો પ્રયોગ છે.પંડિત રૂપવિજય અને વીરવિજયજીની પૂજાઓ સરળ અને સુગ્રાહ્ય છે. દેશીઓનો મોટા પ્રમાણમાં પ્રયોગ હોવાથી આ પૂજા વધુ લોકભોગ્ય બની છે. પૂજાસાહિત્યની કૃતિઓ સમૂહમાં ગાઈને ભક્તિરસ સભર થવાય તેવી છે. કેટલાક કવિઓએ ઢાળમાં દેશીને બદલે ગીતો, ગાયનો, ગરબા-ગરબીની ધ્રુવ પંક્તિઓનો આશ્રય લઈ રચના કરી છે તે દૃષ્ટિએ પણ પૂજા વધુ પ્રચાર પામી છે. પુજા સાહિત્યની ભાષા શુદ્ધ ગુજરાતી હોવાની સાથે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને હિન્દી ભાષાનો પ્રભાવ પડેલો છે. ગુજરાત સિવાય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં સાધુ કવિઓ વિહાર કરીને જતા હોવાથી ત્યાંની ભાષાના શબ્દોનો પ્રભાવ પડ્યો છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના અભ્યાસને કારણે તે ભાષાના શબ્દો પણ પ્રયોજાયા છે. ભાષાનો પ્રયોગ ગુજરાતી ભાષાના વિકાસની ઐતિહાસિક માહિતી આપે છે. યશોવિજયજી ઉપા. જ્ઞાનવિમલસૂરિ, વચ્છ ભંડારી વગેરેની ભાષામાં સંસ્કૃત પ્રાકૃત ભાષાનો વૈભવ છે. ત્યારપછીના કવિઓની ભાષામાં હિન્દીનો પ્રભાવ છે. પણ ગુજરાતી ભાષાની ઉત્તમ રીતે અભિવ્યક્તિ થયેલી છે. લલિત મધુર પદાવલીઓથી તેનો રસાસ્વાદ અમૃત સમાન પાન કરાવે છે. ૧૯મી અને ૨૦મી સદીના કવિઓની પૂજામાં ગુજરાતી ભાષાનું ગૌરવ સચવાયું છે અને ભાષાની રસિકતાનો પરિચય થાય છે. “પૂજા તો વીરવિજયજીની' એવી લોકોક્તિ છે તે વીરવિજયજીના પૂજા સાહિત્યની વિશિષ્ટતા દર્શાવે છે. સાધક આત્માને મોક્ષ એ ધ્યેય છે. સિદ્ધિ પદને પામેલા સિદ્ધો પણ ધ્યેય જ છે. આવા મોક્ષે ગયેલા અને સિદ્ધપદને પામેલા વીતરાગ એ માનવસમૂહને માટે પૂજનીય છે. ધ્યેયપ્રાપ્તિ માટે જ્ઞાન, ધ્યાન, ચારિત્ર અને તપ જેવો અન્ય કોઈ ફળદાયક માર્ગ નથી. સર્વવિરતિ પાલક સાધુ-સાધ્વીઓ, દેશવિરતિ, શ્રાવક શ્રાવિકાઓ અને અન્ય ઉપાસકો એ ધ્યાતા છે. ધ્યેયની પૂજક વ્યક્તિ ધ્યાનમાં નિષ્ણન થાય તો જ ઇષ્ટ ફળ મળે છે. તે દૃષ્ટિએ વિચારીએ તો પૂજ્યની પૂજા કરવી એ પૂજકનો મહાન ધર્મ છે. પૂજા સાહિત્ય આ જ અર્થમાં ઉપયોગી ગણાય છે. આ. વલ્લભસૂરિના શબ્દોમાં આ વિચારો નીચેની પંક્તિઓ દ્વાર વ્યક્ત થાય છે. પૂજક પૂજનસે બને, પૂજ્ય બરાબર ધાર, પૂજા ફળ પૂજા કરે, પામે ભવોદધિ પાર.” (૧૮) પૂજા સાહિત્ય એ દ્રવ્યપૂજા અને ભાવપૂજાનો સંયોગ છે. દ્રવ્યથી ભાવમાં જોડાવાનું મહાન નિમિત્ત પૂજા છે. પંચમકાળમાં ભૌતિક સુખની ઘેલછામાં રઢળપાટ કરતા જીવોને શાસ્ત્રજ્ઞાન મેળવવાની ફુરસદ નથી ત્યારે સરળ શૈલીમાં સર્જાયેલું પૂજા સાહિત્યનું જ્ઞાન જીવનપાથેય તરીકે ઉપયોગી નીવડે તેમ છે. ઢાળમાં વ્યક્ત થયેલા વિચારોમાં જિનાગમની વાણીનો સંચય છે. તેના દ્વારા જ્ઞાન અને ભક્તિમાર્ગમાં આધ્યાત્મિક સફર માણી શકાય છે. આ સાહિત્ય આત્મકલ્યાણની ભાવનાનું પોષણ કરે છે. દ્રવ્યપૂજાથી ચીજવસ્તુઓ અર્પણ કરીને સંતોષ માનવાનો નથી પણ તેના દ્વારા વ્યક્ત થયેલા વિચારોનું ચિંતન અને મનન આત્માને ઉપકારક બને તે મહત્ત્વનું છે. પૂજા સાહિત્ય દ્વારા ભક્તિરસની લ્હાણી જેટલા પ્રમાણમાં થઈ છે તેટલી Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા અન્ય કાવ્યોથી થઈ નથી. પૂજાનાં દ્રવ્યો પ્રતીક સમાન છે. કેશરપૂજા-કેવળજ્ઞાન, ફળપૂજા, મુક્તિ-મોક્ષ, નૈવેદ્ય પૂજા-નિર્વેદ ભાવના, ધૂપપૂજા, ત્યાગ અને વૈરાગ્ય, સ્વસ્તિક ચાર ગતિ, પુષ્પ સમકિતની વિશુદ્ધિ, અક્ષતપૂજા ભવબીજ ન પાંગરે વગેરે પ્રતીકાત્મક અર્થબોધ જાણીને પૂજાની સાર્થકતા કરવી જોઈએ. જિનાલયમાં પૂજા ભણાવાતી હોય અને સંગીતના સૂરોની રેલમછેલ થતી હોય ત્યારે ભક્તોની ભીડ જામે છે અને ભક્તિ સાગરમાં જીવનનૈયા લ્હેરાય છે. આવી સ્થિતિ પરમોચ્ચ પ્રકારની હોઈ કર્મનિર્જરા અને ભાવવિશુદ્ધિમાં પૂરક બને છે. ૧૧મા શતકમાં ઉદ્ભવેલું પૂજા સાહિત્ય ૧૭મા શતકમાં વિકાસ પામીને અર્વાચીન સમયમાં વિશાળ પટ પર પથરાયેલું છે. સતત ૪૨૫ વર્ષ જેવા દીર્ઘકાલ સુધી વિવિધ પ્રકારની પૂજાઓ રચાઈ છે. પૂજામાં હારમોનિયમ, સિતાર જેવા વાંજિત્રો વધુ વપરાય છે. કેટલીક પૂજાઓ નૃત્ય અને ગરબા દ્વારા નાટ્યાત્મક બનીને ભક્તિની ઊંચી કક્ષાએ પહોંચવાની અનેરી તક પૂરી પાડે છે. પૂજા સાહિત્યનો વિસ્તાર, વિષય, વૈવિધ્ય, લયાન્વિત અભિવ્યક્તિ, અર્થઘનતા, શાસ્ત્રીય રાગ અને દેશીઓનો પ્રયોગ, પદલાલિત્ય વગેરે વિચારીએ તો તેની સમૃદ્ધિનો ખ્યાલ આવે છે. તેમાં વ્યક્ત થયેલા વિચારો જૈન ધર્મની સાંસ્કૃતિક પરંપરાનો પરિચય કરાવે છે અને ગૌરવ અનુભવી શકાય તેવી સ્થિતિએ પહોંચી શકાય છે. તેના દ્વારા નિતિમત્તા અને સંસ્કારોનું સિંચન થતાં માનવકલ્યાણની ઉદાત્ત ભાવનામાં પણ આ સાહિત્યનો સહયોગ વિશેષ છે. જૈન સાહિત્યના અન્ય કાવ્યપ્રકારોની સરખામણીમાં પૂજાકાવ્યો પણ સ્વતંત્ર રીતે સ્થાન ધરાવીને વિવિધતા દર્શાવે છે. પૂજા સાહિત્ય દ્વારા માનવતાના વિકાસ અને ભક્તિમાર્ગની પરંપરાનું અનુસંધાન થયું છે. તે પણ ગૌરવપ્રદ ઘટના છે. ટૂંકમાં કહીએ તો પૂજા સાહિત્યની પ્રસાદી એટલે સાકાર ઉપાસનામાંથી નિરાકાર ઉપાસનાપ્રતિ ગતિ કરીને આત્મદર્શન આત્માનુભૂતિ કરવાનો અનન્ય માર્ગ. જૈન રત્ન વ્યાખ્યાન વાચસ્પતિ કાયા કુળ કિરીટ પ.પૂ.આ. લબ્ધિસૂરિજીએ પૂજાસ્તવનાદિ સંગ્રહ સં. ૧૯૮૦માં પ્રગટ કર્યો છે. તેમાં પૂજ્યશ્રીની ભક્તિમાર્ગની અનુસંધાન કરતી પૂજાઓની માહિતી પ્રાપ્ત થાય છે. કવિએ પૂજાનું વસ્તુ ઢાળ અને ગઝલની રાહમાં વિભાજિત કર્યું છે. પૂજાના વિષયમાં પણ નવીનતા નિહાળી શકાય છે. દ્વાદશ ભાવના પૂજા, તત્ત્વત્રયીપૂજા મહાવીર રચાતી સ્નાત્ર પૂજા અષ્ટપ્રકારી પૂજા નવતત્ત્વ પૂજા સં. પંચજ્ઞાન પૂજા સં. અર્વાચીન કાળમાં આ. વલ્લભસૂરિએ શાસ્ત્રીય રાગનો પ્રયોગ કરીને ભાવવાહી શૈલીમાં એકવીશ પ્રકારી પૂજા પંચકલ્યાણક પૂજા નવ્વાણું પ્રકારી પૂજા, સત્તરભેદી પૂજાની રચના કરી છે. આ પૂજાઓ ભક્તિમાર્ગની વિચારધારાનું અનુસરણ કરે છે. જૈન સાહિત્યમાં ગુરુ મહિમા ગાવાની એક અનોખી શૈલી જોવા મળે છે. કવિએ ગચ્છાચાર્ય વિજયનંદસૂરિ પૂજાષ્ટકની રચના કરી છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ પ્રકરણ-૩ (પૂજા-સ્તવનાદિ સંગ્રહ) વીસમી સદીમાં કવિ સુમતિ મંડનની પૂજાઓ વિષય વૈવિધ્યની સાથે જ્ઞાન અને ભક્તિનો સુભગ સમન્વય સાથે તેવી છે. આ કવિ ખરતરગચ્છના મુનિ ધર્મ વિશાલના શિષ્ય હતા. સિદ્ધાચલ પૂજા, અષ્ટ પ્રવચનમાતાપૂજા, આબુપૂજા, સહસ્ત્રકૂટપૂજા, પંચપરમેષ્ઠિપૂજા, ૧૧ ગણધરપૂજા જંબૂદ્વીપપૂજા, ગિરનારપૂજા, ગૌતમગણધરપૂજા, પૂજા સાહિત્યમાં કવિ પંડિત વીરવિજયજી પ્રથમ કક્ષાનું સ્થાન ધરાવે છે. એમની શ્રતોપાસનાના પ્રતીક સમાન પૂજા સાહિત્ય કવિની અનન્ય સિદ્ધિનું પ્રમાણ છે. ધાર્મિક મહોત્સવો અને અન્ય પ્રસંગોએ વીરવિજયજીની એકાદ પૂજા તો અવશ્ય હોય છે જ. કવિ શબ્દ કલાના શિલ્પી હતા. અલંકાર, છંદ-દેશી અને ગીત સભર પૂજાઓ શ્રોતાઓને મંત્ર મુગ્ધ કરીને ભક્તિમાં તલ્લીનતા સાધવા માટે નિમિત્તરૂપ બને છે. આજે પણ પૂજાના નામની સાથે વીરવિજયજીનું દેશ-પરદેશમાં અહોભાવપૂર્વક પુણ્ય સ્મરણ થાય છે પૂ.શ્રીની નવ્વાણું પ્રકારી પૂજા, બારવ્રતની પૂજા, કર્મવાદને આધારે રચાયેલી ચોસઠ પ્રકારી પૂજા, પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા અને ૪૫ આગમની પૂજાઓ વિશેષ લોકપ્રિય છે. અર્વાચીન જૈન સાહિત્ય બહુમુખી પ્રતિભાશાળી યોગનિષ્ઠ આચાર્ય એ કવિ બુદ્ધિસાગરસૂરિની સાહિત્ય સૃષ્ટિમાં વિવિધતા જોવા મળે છે. પૂ.શ્રીએ પૂજા સાહિત્યના વિકાસમાં નવા વિષયોને સ્થાન આપીને નોંધપાત્ર પ્રદાન કર્યું છે. એમની વાસ્તુક પૂજા વિશેષ પ્રચલિત છે. એમની પૂજાઓમાં મંગળપૂજા, સ્નાત્રપૂજા, શ્રાવક દ્વાદશત્રુતપૂજા, બારભાવનાની પૂજા, પંચજ્ઞાનપૂજા, અષ્ટાદશ પાપસ્થાનક નિવારણ પૂજા, નવપદપૂજા, પંચાચારપૂજા, વિંશતિસ્થાનક લઘુપદપૂજા, દશવિધ યતિધર્મપૂજા, અષ્ટકર્મ સૂદનાર્થ અષ્ટપ્રકારી પૂજા, પ્રભુ મહાવીર તીર્થકર દેવની અષ્ટપ્રકારી પૂજા, શ્રી ઘંટાકર્ણ મહાવીર પૂજા. એમની પૂજાના વિષયો ઉપરથી પૂ. શ્રીની સંયમ જીવન પ્રત્યેની ઉચ્ચતમ ભાવના પાપસ્થાનકથી બચવા તેમજ નિવારણ કરવાની ભાવના અને પ્રભુ ભક્તિનો વાસ્તવિક પરિચય મળે છે. ભાવપૂજા : જિનેશ્વર ભગવાનની સ્તુતિ ચૈત્યવંદન નમુત્થણે સ્તવન દ્વારા ગુણગાણ ગાવાની ભક્તિમાર્ગની સર્વસુલભ પ્રવૃત્તિએ ભાવપૂજા છે. શાસ્ત્રમાં દ્રવ્યપૂજા અને ભાવપૂજા શ્રાવકશ્રાવિકાને માટે છે અને ભાવપૂજા સાધુ ભગવંતોને માટે છે. तइश्चादो भावपूजा ठाऊँचिइ वन्उयो विण देसे । जहुसति चितहुई थुतमाणां देव बन्उगयं ॥ અર્થાત ભાવપૂજા મેં ચૈત્યવંદન કરને કે ઉચિત પ્રદેશ મેં અવગ્રહ રખ કે બૈઠકર યથા શક્તિ સ્તુતિ સ્તોત્ર, સ્તવના, દ્વારા ચૈત્યવંદન કરે ! ગંધારાવક કે લિયે ઐસા હી નિશીથસૂત્ર Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા મેં વર્ણન આતા હૈ નિશીથસૂત્રમાં ગંધાર શ્રાવકની પૂજાનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. सोउगंधार सावओ थंय थुइए भखंतो तथ्य गिरि सुहाए अहोरतं निवसिको ॥ અર્થાત્ વહુ ગંધાર શ્રાવકસ્તવન, સ્તુતિયાં પદતા હુઆ રાતદિન ઉસગુફામૅરહા ! “વસુદેવ હીંડી'માં પૂજાનો સંદર્ભ નીચે મુજબ છે. वसुदेवो पयवुमे कय समत समाइयाई नियमो गहिये पच्चक्खाओ कय काउसग्गतुई वउयेति અથાત્ વસુદેવ પ્રાતકાલ સમ્યક્ત કી શુદ્ધિ કરે શ્રાવક કે સામાયિકાદિ ૧૨ વ્રત ધારણકર નિયમ (અભિગ્રહ) પ્રત્યાખ્યાન કરી કાઉસગ્ન થઈ દેવવંદન કરકે વિચારતે હૈ એસે અનેક શ્રાવકાદિકોને કાર્યોત્સર્ગ સ્તુતિ કર ચૈત્યવંદન કર દિયા હૈ ૨૪. દેવવંદન ચૈત્યવંદન, સ્તવન અને સ્તુતિએ ત્રણેમાં ભગવાનના ગુણોનું વર્ણન હોય છે. છતાં તે સ્વતંત્ર રચના તરીકે ગણવામાં આવે છે. નમુત્યુર્ણ રૂપ પ્રણિપાત પહેલાં જ ભગવાનના ગુણોનું વર્ણન કરનારું કથન તે ચૈત્યવંદન છે. તેમાં વિશેષ રીતે સ્થાવર તીર્થો અને જિનેશ્વર ભગવાનની પ્રતિમા વિશે નામ નિર્દેશ કરીને રચના કરવામાં આવે છે. એટલા જ માટે જંકિંચિ નામતિë સર્વનામ તીર્થો અને જિન પ્રતિમાઓને વંદનરૂપે સૂત્રો બોલાય છે. શક્રસ્તવ એ ચૈત્યવંદન છે તેમાં તીર્થકરને વંદન કરવામાં આવે છે. ત્યાર પછી ભગવાનના ગુણગાન રૂપે પ્રાર્થના સ્વરૂપે કરવામાં આવેલી રચના એ સ્તવન છે. ચૈત્યવંદન અને પ્રાર્થનારૂપ સ્તવન પહેલાં પણ સ્તુતિ બોલાય છે. પ્રભુના દર્શન કરતી વખતે નમસ્કાર કરીને પ્રભુમહિમા દર્શાવતી રચના બોલાય છે. પ્રભુનાં ‘દર્શન કરતી વખતે નમસ્કાર કરીને બોલાય છે તે પણ સ્તુતિ છે. સ્તુતિનો બીજો પ્રકાર આવશ્યક ક્રિયામાં કાઉસગ્ગ પારીને ચૈત્યવંદન અને સ્તવન પછી ત્રીજા નમસ્કાર પ્રણિધાન જે બોલાય છે તે સ્તુતિ છે. આ રીતે દેવવંદનમાં જિનેશ્વર ભગવાનને ત્રિવિધ નમસ્કાર કરવામાં આવે છે. એટલે પ્રભુને વિશેષ રીતે વંદન કરવાની શાસ્ત્રીય વિધિએ દેવવંદન નામને ચરિતાર્થ કરે છે. ત્રણ સ્વરૂપમાં ભગવાનને નમસ્કાર કરવામાં આવે છે પણ તેનો ક્રમ અને અભિવ્યક્તિ સ્વતંત્ર છે. દેવવંદન વિશે ચૈત્યવંદન ભાષ્યમાં નીચે પ્રમાણેની વિગતો આપવામાં આવી છે તેનો સાર નીચે મુજબ છે. “દેવવંદનમાં કોઈવાર ચાર થોય બોલાય છે તો કોઈવાર આઠ થોય બોલાય છે. ચાર થોયનો એક જોડો કહેવાય છે અને આઠ થોયના બે જોડા કહેવાય છે. ચાર થાય અનુક્રમે નમુત્થણે, લોગસ્સ, પુખરવરદી અને વૈયાવચ્ચગરાણં સૂત્રોથી કાઉસ્સ પછી બોલાવામાં આવે Page #214 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૧૯૫ છે.” આ રીતે દેવવંદનમાં ચાર થોયનો ઉપયોગ થાય છે. પૌષધના દેવવંદનમાં અન્ય તપની વિધિના દેવવંદનમાં બે થાય જોડાથી દેવવંદન કરાય છે. આ વિગતોને આધારે વીરવિજયજી કૃત દેવવંદનની સમીક્ષા કરવામાં આવી છે. દેવવંદનની સમીક્ષા : ચૈત્યવંદનનો એક પ્રકાર દેવવંદન છે. ચૈત્યવંદન એ આવશ્યક ક્રિયામાં સ્થાન ધરાવે છે. તેવી રીતે દેવવંદન પણ પૌષધ અને અન્ય વિશેષ પ્રકારના તહેવારોમાં દેવવંદનની ક્રિયાવિધિનું સ્થાન છે. સામાન્ય દિવસો કરતાં પર્વોનું મહત્ત્વ વિશેષ હોય છે. પર્વની ઉજવણી પાસ ખાસ પ્રકારના શાસ્ત્રોક્ત આચાર પ્રમાણે પરંપરાગત રીતે થાય છે. જૈન ધર્મમાં દેવવંદન મહત્ત્વનું છે. ચોમાસી પર્વ શાશ્વતી ઓળી, પર્વાધિરાજ પર્યુષણ, દિવાળી, જ્ઞાનપંચમી, ચૈત્રીપૂનમ, ગણધર, મૌન એકાદશી વગેરેમાં દેવવંદનની ક્રિયા થાય છે. તદુપરાંત સર્વ સામાન્ય રીતે પૌષધવ્રતની આરાધનામાં ત્રિકાલ દેવવંદન કરવામાં આવે છે. પૌષધમાં દેવવંદનની ક્રિયા અને અન્ય દેવવંદન કરતાં સંક્ષિપ્ત છે એટલે લઘુદેવવંદન એવું નામ આપી શકાય તેમ છે. જ્યારે અન્ય પર્વોના દેવવંદનમાં ૨૪ તીર્થકરોની વિશેષ રીતે સ્તુતિ ભક્તિ કરવામાં આવે છે. દેવવંદનમાં ચૈત્યવંદન, સ્તુતિ અને સ્તવન એમ ત્રણ સ્વરૂપની કાવ્યરચનાઓનો સમાવેશ થયેલો હોય છે. ચૈત્યવંદનમાં ભગવાનનાં માતાપિતાનું નામ, લાંછન, જન્મસ્થળ, શરીરનું પ્રમાણ, પ્રભુજીનું આયુષ્ય એમ સાત વિગતોનો નિર્દેશ કરવામાં આવે છે. કાવ્ય અંતે રચયિતા કવિ મુનિનું નામ કે કોઈ કોઈવાર પોતાના નામની સાથે ગુરુના નામનો ઉલ્લેખ કરવામાં આવે છે. જૈન સાહિત્યમાં રચાયેલાં ચૈત્યવંદનની સંખ્યા વિપુલ છે પણ એક વાત ચોક્કસ છે કે દરેક ચૈત્યવંદનમાં ઓછામાં ઓછી ત્રણ ગાથા હોય છે. ગાથા એ પ્રાકૃત ભાષાનો દે છે. આ શબ્દનો ચાર પંક્તિની કાવ્યની કડી માટે પણ પર્યાયરૂપે પ્રયોગ થાય છે. સ્તુતિ પ્રભુના ગુણોનો મહિમા પ્રગટ કરતો લઘુ કાવ્ય પ્રકાર છે. સામાન્ય રીતે સ્તુતિમાં ચાર ગાથા હોય છે, પણ દેવવંદનમાં એક સ્તુતિનો પ્રયોગ થયેલો છે. ઋષભદેવ, શાંતિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી એમ પાંચ ભગવાનની સ્તુતિ ચાર ગાથામાં રચાયેલી છે. જ્યારે બાકીના ભગવાનની એક ગાથામાં છે. વીરવિજયજી ઉપરાંત અન્ય મુનિ કવિઓએ આજ પ્રણાલિકા અનુસાર સ્તુતિની રચના કરી છે. અંતમાં ૨૪ તીર્થકરો ઉપરાંત શાશ્વતા અશાશ્વતા તીર્થકરોની સ્તુતિ ચાર થયમાં ક્રમિક રીતે સ્થાન ધરાવે છે. સ્તવનમાં વિશેષરૂપે પ્રભુનાં ગુણગાન, મહિમા અને પ્રભાવ પ્રગટ થયેલો હોય છે. મુખ્ય પાંચ ભગવાન ઉપરાંત શાશ્વતા-અશાશ્વતા તીર્થકરોના સ્તવનની સાથે પાંચ મહાતીર્થના સ્તવનની રચના થયેલી છે. તીર્થાધિરાજ શત્રુંજય, ગિરનાર, અર્બુદગિરિ, અષ્ટાપદગિરિ અને સમેતશિખર આ પાંચ તીર્થ અત્યંત પ્રભાવશાળી ગણાય છે અને તેનો મહિમા સ્તવનમાં પ્રગટ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા થયેલો હોય છે. પદસ્વરૂપની સમકક્ષ સ્થાન ધરાવતી સ્તવન રચના એ નવધા ભક્તિનો જ એક પ્રકાર છે. પરમાત્મા પદને પ્રાપ્ત કરેલા તીર્થકરોની ભાવભક્તિ સ્તવન દ્વારા થાય છે. પાંચ તીર્થ પ્રધાન ગણવા માટે પણ ચોક્કસ કારણો છે. વર્તમાન ચોવીસ તીર્થંકરોમાં ઋષભદેવ ભગવાન સર્વ પ્રથમ છે. શત્રુંજય તીર્થ પર એમની વિશેષતા રહેલી છે, અહીં ૯૯ વખત યાત્રા કરવા આવ્યા હતા. જ્યારે અષ્ટાપદ પર્વત પર એમને મુક્તિ પ્રાપ્ત કરી હતી. સમેતશિખર એ પણ શત્રુંજય સમાન મહાન ચમત્કાર ભરેલું તીર્થ છે. એ ભૂમિ પરમ પાવનકારી છે. આ તીર્થ પર ઋષભદેવ, વાસુપૂજ્ય, નેમનાથ અને મહાવીરસ્વામી સિવાયના બાકીના ૨૦ તીર્થકરોએ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. બાવીસમા તીર્થંકર શ્રી નેમનાથ ગિરનાર-જૂનાગઢમાં મોક્ષે સિધાવ્યા હતા, એટલે આ પાંચ તીર્થ મહાન ગણાય છે અને તેની યાત્રા–ભક્તિરૂપે દેવવંદનમાં સમાવેશ થયેલાં છે. સાધુ અને શ્રાવકો, સાધ્વીજી અને શ્રાવિકા ઉપાશ્રયમાં સમૂહમાં ભેગાં થઈને પર્વને દિવસે બપોરના સમયે શાસ્ત્રવિધિ અનુસાર દેવવંદનની આરાધના કરે છે. દેવવંદનથી ભાવધર્મની પરિણતિ ઉચ્ચકક્ષાની બને છે. આ પ્રવૃત્તિ ધર્મ ધ્યાનની હોવાથી કર્મનિર્જરા થાય છે. એટલે આત્મ સ્વરૂપની વિકાસ પ્રક્રિયામાં દેવવંદન એક પૂરક પ્રવૃત્તિ છે. અષ્ટાપદ પર આદિજિન એ પહોંચ્યા મુક્તિ મોઝાર તો, વાસુપૂજ્ય ચંપાપુરીએ નેમ મુક્તિ ગિરનાર તો, પાવાપુરી નગરીમાં વળીએ શ્રીવીર તણું નિર્વાણ તો, સમેતશિખર વિશ સિદ્ધ હુઆએ શિર વહું તેહની આણતો.” (૧) આ રીતે દેવવંદનની રચના એ જૈન કાવ્ય પ્રકારમાં અનોખી છે. આ એક જ રચના એવી છે કે જેમાં ચૈત્યવંદન સ્તુતિ અને સ્તવન એમ ત્રણ કાવ્ય પ્રકારનો સમન્વય સધાયો છે. આ રચના દેવવંદનમાં ક્રમિક રીતે સ્થાન પામી હોવા છતાં સ્વતંત્ર રીતે પણ એનું સ્થાન ઓછું નથી. આ કાવ્ય પ્રકારમાં પ્રભુના જીવન અંગેની માહિતીની સાથે ભક્તિ ભાવપૂર્વક એમનો મહિમા પ્રગટ કરવામાં આવે છે. દેવવંદનના પ્રકાર અં.નં. દેવવંદનનું નામ ૧. શ્રી દિવાળી દેવવંદન શ્રી જ્ઞાનવિમલસૂરિ ૨. શ્રી જ્ઞાનપંચમી દેવવંદન શ્રી વિજયલક્ષ્મી સૂરિ ૩. શ્રી મૌન એકાદશી દેવવંદન શ્રી રૂપવિજયજી ૪. ચૈત્રી પૂનમ દેવવંદન શ્રી જ્ઞાનવિમલસૂરિ, શ્રી દાનવિજયજી ૫. શ્રી ચૌમાસી દેવવંદન શ્રી જ્ઞાનવિમલસૂરિ, પદ્મવિજયજી શ્રી વીરવિજયજી કર્તા Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૬. શ્રી ૧૧ ગણધર દેવવંદન શ્રી જ્ઞાનવિમલસૂરિ શ્રી કવિરાજ દીપવિજય ઉપરોક્ત પ્રકારના દેવવંદનનો સંક્ષિપ્ત પરિચય નીચે પ્રમાણે છે. (૧) દિવાળીના દેવવંદનમાં પ્રભુ મહાવીર તથા ગૌતમ સ્વામીની પર્યુપાસના અને ગુણાનુવાદ કરવામાં આવે છે, અને તે દિવાળી પર્વમાં આરાધાય છે. (૨) જ્ઞાન પંચમીના દેવવંદનમાં પાંચ જ્ઞાનના સ્વરૂપનું વર્ણન કર્યું છે. (૩) મૌન એકાદશીના દેવવંદનમાં તીર્થંકર ભગવંતોનાં થયેલાં કલ્યાણકો તેમજ વર્તમાન તીર્થંકરોનાં કલ્યાણકોના ગુણાનુવાદ સ્તવન, ચૈત્યવંદન, સ્તુતિ દ્વારા કરવામાં આવેલ છે. (૪) ચૌમાસી દેવવંદનમાં ચોવીસ તીર્થંકરોની પ્રસિદ્ધ મહાન તીર્થોની સ્તવના અને આરાધના કરવામાં આવે છે. આ બધા દેવવંદનો નિયત પર્વ દિવસે ધર્મભાવનાથી ભક્ત વર્ગ અવશ્ય આરાધે છે. ૧૯૭ (૫) ચૈત્રી પૂનમના દેવ શાશ્વતિ ચૈત્ર માસની ઓળીમાં છેલ્લે દિવસે વંદાય છે. નવપદ પર્યારાધન અતિ મહાન પ્રભાવશાળી છે અને દિવસે દિવસે તેની આરાધનાથી ખૂબ શાસન પ્રભાવના થાય છે. આ દેવવંદનનો મહિમા મહામંગલકારી વિઘ્નના નાશરૂપ છે. આ ઉપરાંત અંદર આવતાં સૂત્રોમાં સંતિકર, નમિઊણ, જયતિહુઅણ, ભક્તામર તેમજ ચૈત્યવંદન ભાષ્ય આ પાંચ મહા ચમત્કારિક સ્તોત્રની પણ સાથે આરાધના કરવામાં આવે છે. સંતિકર સ્તોત્રમાં શાંતિનાથની સ્તુતિ દ્વારા શાસન દેવદેવીઓની આરાધના તેમ શાંતિની પ્રાર્થના છે. નમિઊણસ્તોત્રમાં પાર્શ્વનાથની સ્તુતિ દ્વારા આઠ ભવનો અને વિઘ્નનો નાશ થાય છે. જયતિહુઅણ સ્તોત્ર એ પાર્શ્વનાથનું ચમત્કારિક સ્તોત્ર છે. આથી ઉપદ્રવ નાશ થાય છે. ભક્તામર સ્તોત્ર પ્રભુના ગુણગાનમાં તલ્લીન બનાવનાર ભાવવાહી સ્તોત્ર છે. ચૈત્યવંદન ભાષ્યમાં ચૈત્યની મર્યાદા પ્રભુનાં દર્શન વગેરે કરવાનો વિધિ બતાવ્યા છે. આવાં કારણોથી આ દેવવંદન ખૂબ જ આરાધનીય છે. છે. (૬) અગિયાર ગણધરના દેવવંદનમાં ભગવાન મહાવીરના અગિયાર ગણધરને ક્રમાનુસાર વિધિપૂર્વક વંદન કરવામાં આવે છે. ૧. ગૌતમ સ્વામી, ૨. અગ્નિભૂતિ, ૩. વાયુભૂતિ, ૪. વ્યક્તજી, ૫. સુધર્માજી, ૬. મંડિતજી, ૭. મૌર્ય પુત્ર, ૮. અકંપિતજી, ૯. અચલભ્રાતા, ૧૦. મેતાર્ય, ૧૧. પ્રભાસ. વીરવિજય કૃત ચૌમાસી દેવવંદનની સમીક્ષા : ચૌમાસી દેવવંદનની રચના જ્ઞાનવિમલસૂરિ, પદ્મવિજયજી અને વીરવિજયજીએ કરેલી વીરવિજયજીની સ્તુતિ રચના પરંપરાગત રીતે થયેલી છે. સ્તુતિ એ એક લઘુ કાવ્ય Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા પ્રકાર હોવાથી માહિતી પ્રધાન છે. તેમાં વિસ્તારને અવકાશ નથી. જ્ઞાન માર્ગી કવિની જ્ઞાનોપાસનાનો પરિપાક ચૈત્યવંદન અને સ્તુતિ કાવ્યપ્રકારમાં પ્રત્યક્ષ થાય છે. સમગ્ર દેવવંદનમાં રચનાઓની સંખ્યા નીચે પ્રમાણે છે. ૨૬ ચૈત્યવંદન, ૨૫ સ્તુતિ છે, ૧-૬-૨૨-૨૩-૨૪ એમ પાંચ ભગવાનના સ્તવન ઉપરાંત શાશ્વતા-અશાશ્વતા જિન સ્તવન, પાંચ મહાતીર્થનાં સ્તવન મળીને કુલ ૧૧ સ્તવન છે. જ્યારે સમગ્ર કાવ્યોની સંખ્યા ૬૨ થાય છે. આ રીતે દેવવંદનમાં જ્ઞાન અને ભક્તિનો સમન્વય સધાયો છે. સંદર્ભ પુસ્તક સૂચી દેવવંદન માળા ૨૫. ચૈત્યવંદન જૈન સાહિત્યમાં સ્તુતિ અને ચૈત્યવંદન લઘુ કાવ્ય પ્રકારો છે. ચૈત્યવંદન વિશે તપાગચ્છના આદ્ય આચાર્ય જગતચંદ્રસૂરિના શિષ્ય દેવેન્દ્રસૂરિએ ‘ચૈત્યવંદન ભાષ્ય' ગ્રંથમાં વિસ્તારથી સમજૂતી આપી છે. ભાષ્ય એટલે કે સૂત્ર અને નિર્યુક્તિ. જે કંઈ કહેવાયું હોય તેને સંક્ષેપમાં સમજવું. સૂત્ર એટલે કે જૈન તીર્થંકરો કેવળજ્ઞાન વડે ત્રણ કાળના ભાવોનો ઉપદેશ દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવ સહિત આપે છે તે હકીકતો ગણધર ભગવંત સૂત્ર રૂપે રચના કરે છે. ચૌદ પૂર્વનું જ્ઞાન ધરાવનાર અને પ્રત્યેક બુદ્ધોએ કરેલી રચનાઓ પણ સૂત્ર કહેવાય છે. નિર્યુક્તિ એટલે કે સૂત્ર સાથે સંબંધ ધરાવનાર પદાર્થોની નિયનિક્ષેપથી સમજૂતી આપવી તે છે. ચૈત્યવંદન દૈનિક ક્રિયાનું એક અંગ છે. ચૈત્યવંદનમાં યોગમુદ્રા છે. આંગળીઓ આંતરાઓમાં રાખી હાથ કમળદંડ સમાન બનાવી પેટ ઉપર કોણી રાખવા, આ યોગમુદ્રાની સ્થિતિ છે. ચૈત્યવંદન અને સ્તવન આ મુદ્રામાં બોલવામાં આવે છે. ચૈત્યવંદનનો શાસ્ત્રીય અર્થ જાણવો જરૂરી છે. પ્રશ્નવ્યાકરણ ગ્રંથમાં ચૈત્ય શબ્દનો અર્થ મૂર્તિ કર્યો છે. ઉવવાઈ સૂત્રમાં ચૈત્યવંદનનો પણ મંદિર અને મૂર્તિ અર્થ છે. એટલે આ કાવ્ય પ્રકારમાં જૈન તીર્થંકરને કેન્દ્રમાં રાખીને એમના જીવનનો મિતાક્ષરી પરિચય આપવામાં આવે છે. ચૈત્યવંદનની શાસ્ત્રીય માહિતી નીચે પ્રમાણે છે. ‘‘બ્રેડ્સ નં-(ત્રિફ વળી) ચૈત્યવંદન-ચૈત્યને કરવામાં આવેલું વંદન તે ચૈત્યવંદન અથવા ચૈત્ય દ્વારા કરાતું વંદન તે ચૈત્યવંદન અથવા જેના વડે ચૈત્યને વંદન થાય તે ચૈત્યવંદન. ચૈત્યનો અર્થ સ્થાનાંગ સૂત્રના ત્રીજા સ્થાનમાં પ્રથમ ઉદ્દેશમાં ટીકાકાર શ્રી અભયદેવસૂરિએ દૈત્યમિવ બિનાવિપ્રતિમેવ એવો અર્થ કરેલો છે. વળી આચારાંગ, સૂત્રકૃતાંગ, ભગવતીસૂત્ર જ્ઞાતાધર્મ કથા અને પ્રશ્ન વ્યાકરણ આદિ ગ્રંથોમાં નીચેનું વાક્ય ઘણીવાર વપરાયેલું જોવામાં આવે છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૭ ૧૯૯ “&T કંપન્ન રેવયં પબ્લવીસામ” આ વાક્યનો સ્પષ્ટ અર્થ કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ ચૈત્યરૂપ એવી આપની પર્ધપાસના-ભક્તિ કરું છું એમ થાય છે. હેમચંદ્રાચાર્યે અભિમાન ચિંતામણિ કોશમાં “ચૈત્ય લિનોવેશ: વિશ્વમ' ચૈત્ય એટલે જિનમંદિર અને જિનબિંબ એવો અર્થ જણાવેલ છે. શ્રી હરિભદ્રસૂરિએ સંબોધ પ્રકરણના દેવસ્વરૂપમાં જણાવ્યું છે. “ચેઇયસદ્દો રૂઢો જિસિંદ પડિમતિ અત્થઓ દિકો” મતલબ કે ચૈત્ય શબ્દ જિનેન્દ્ર પ્રતિમાના અર્થમાં દઢ છે.” “ચે વન- મહાભાસમાં ચૈત્યવંદનનો અર્થ નીચે મુજબ કરેલો છે : "भावजिण-ष्णमुहाणं, सव्वेसिं चेव वंदणा चि । जिण चेइयाण पुरओ, कीरइ चिइ वंदणा तेण ॥" ભાવજિન આદિ સર્વે જિનેશ્વરોને વંદન કરવું તે વંદના છે, પરંતુ જિનચૈત્યોની સમક્ષ જે વંદના કરાય છે તે “ચૈત્યવંદના' કહેવાય છે, તેની મહત્તા જ્ઞાની પુરુષોએ નીચે મુજબ પ્રકાશી છે. "चैत्यवंदनतः सम्यक्, शुभो भावः प्रजायते । तस्मात् कर्मक्षयं सर्वं, ततः कल्याणमश्रुते ॥" ચૈત્યવંદન સમ્યક્ઝકારે (વિધિયુક્ત) કરવાથી શુભભાવ ઉત્પન્ન થાય છે. શુભ ભાવથી કર્મોનો નાશ છે અને કર્મોનો ક્ષય થવાથી સર્વ પ્રકારનું કલ્યાણ (મોક્ષ) પ્રાપ્ત થાય છે. ૨૩ ચૈત્ય શબ્દનો અર્થ, લોકમાં જિનબિંબ અથવા જિન-મંદિર એ પ્રસિદ્ધ છે છતાં કેટલાક તેનો અર્થ જ્ઞાન, મુનિ અને વન એવો કરે છે તે યથાર્થ નથી. વ્યાકરણમાં ચિત ધાતુ કે જેનો અર્થ સંજ્ઞા ઉત્પન્ન કરવી એ થાય છે, તે ઉપરથી ચૈત્ય થયેલ છે. જેમ કાષ્ઠ વગેરેમાં પ્રતિમાને જોઈને આ અરિહંતની પ્રતિમા એવું જ્ઞાન થાય છે. ધાતુ પાઠમાં પણ “ચિત્' ધાતુથી ચૈત્યનો પ્રયોગ કરેલ છે. હવે કોશ આદિ શાસ્ત્ર જોઈએ. નામવાળા ગ્રંથમાં “ચૈત્યે વિહારે જિનસમ્નનિ આવી રીતે “ચૈત્ય' શબ્દ વિહાર અને જિનાલયમાં વપરાયેલ છે. આજ ગ્રંથના ટીકાકારે “ચીય તેતિ ચિતિ જેનાથી વૃદ્ધિ પમાડાય તે ચિત અને તેનો જ ભાવ-વૃદ્ધિ પમાડવાપણું તે ચૈત્ય કહેવાય છે એમ સિદ્ધ કર્યું છે. અમરકોશમાં પણ ચૈત્યમાપતને પ્રોક્ત એટલે “ચૈત્ય' શબ્દનો અર્થ સિદ્ધાયતન જિનમંદિર એમ કહ્યું છે. વળી શ્રી હેમચંદ્રાચાર્યે પોતાના “અનેકાર્થ સંગ્રહમાં “ચૈત્ય જિનૌકસ્તત્ બિંબ ચૈત્ય મુદેશપાદપ” ચૈત્ય તે જિનમંદિર, જિનબિંબ અને જે વૃક્ષની નીચે શ્રી તીર્થકરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે વૃક્ષ એમ ત્રણ અર્થ કર્યા છે વળી આગમાદિમાં પણ વિચારતાં એ જ અર્થ સ્પષ્ટતાથી ધ્વનિત થાય છે.” ૨૪ Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા ચૈત્ય એટલે જિનેશ્વર ભગવાનની પ્રતિમા. આ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે તેવું સ્થળ જિનમંદિર–દહેરાસર છે. શ્રી જિનેશ્વરનાં પાંચ ચૈત્યની માહિતી નીચે પ્રમાણે છે : (૧) ભક્તિચૈત્ય (૪) અનિશ્રાકૃતત્ય (૨) મંગલચૈત્ય (૫) શાશ્વતચૈત્ય (૩) નિશ્રાકૃતચૈત્ય ગૃહસ્થ પોતાના ઘરમાં શાસ્ત્રવિધિ અનુસાર જિનબિંબ રાખીને ત્રિકાલ પૂજા કરે તે ભક્તિ ચૈત્ય કહેવાય છે. આવી પ્રતિમા ધાતુની અષ્ટપ્રાતિહાર્ય સહિતની હોય છે. ઘરના દ્વાર કે મકાનની ટોચના મહત્વના સ્થાન પર જિન પ્રતિમા લાકડાના કોતરકામવાળી મૂકવામાં આવે છે તે મંગલચૈત્ય છે. તપગચ્છ, ખરતરગચ્છ કે અંચલગચ્છ સંબંધી ચૈત્ય નિર્માણ થયું હોય તે નિશ્રાચૈત્ય કહેવાય છે. આ ચૈત્યમાં જે તે ગચ્છના આચાર્યની નિશ્રામાં પ્રતિષ્ઠા અને અન્ય વિધિ વિધાન કરવામાં આવે છે. અનિશ્રાકૃતચૈત્ય સર્વગચ્છના આચાર્યોનો અધિકાર રહેલો હોય શાશ્વત-ચૈત્ય એટલે સિદ્ધચૈત્ય-સિદ્ધાયતન. આ ચૈત્યમાં શાશ્વત પ્રતિમાઓ પ્રતિષ્ઠિત થયેલી હોય છે. ચૈત્યના અન્ય પાંચ પ્રકાર નીચે પ્રમાણે છે : (૧) નિત્યચૈત્ય–દેવલોકમાં રહેલાં ચૈત્ય (૨) દ્વિવધચૈત્ય-નિશ્રાકૃતિ ચૈત્ય અને અનિશ્રાકૃત ચૈત્ય (૩) ભક્તિકૃત ચૈત્ય–ગૃહદ્વારના મધ્ય ભાગમાં ઉપાસના કરવા માટે નિર્માણ કરેલું ચૈત્ય (૪) મંગલકૃત ચૈત્ય-મકાનના અગ્ર ભાગ પર મંગલ માટે કોતરાવેલું લાકડાનું જિનબિંબ (૫) સાધર્મિકચૈત્ય–જિન મંદિરમાં માતા, પિતા, પુત્ર કે અન્ય કોઈ સ્વજનના શ્રેયાર્થ જિનબિંબની પ્રતિષ્ઠાથી સ્થાપના કરવામાં આવે ત્યારે સાધર્મિકચૈત્ય કહેવાય છે.” ૨૫ ચૈત્યવંદનનું બીજું નામ દેવવંદન છે. ચૈત્યવંદન ત્રણ પ્રકારે કરાય છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, જઘન્યમાં એક, મધ્યમમાં બે અને ઉત્કૃષ્ટમાં પાંચ નમુસ્કુર્ણ આવે છે. જઘન્યમાં એક થોય, મધ્યમમાં ચાર થાય અને ઉત્કૃષ્ટમાં આઠ થાયથી વંદન કરવામાં આવે છે. ચૈત્યવંદનમાં નામજિન, સ્થાપનાજિન, દ્રવ્યજિન અને ભાવજિનને વંદન કરવામાં આવે છે.” ૨૬ - ચૈત્યવંદનમાં તીર્થકરો ઉપરાંત ભૂત, ભવિષ્ય અને વર્તમાન એમ ત્રણે કાળમાં તીર્થંકર પદ પ્રાપ્તિ કરનારને પણ સ્થાન આપવામાં આવે છે. તદુપરાંત નવપદ, વિવિધ જૈન તીર્થભૂમિઓ, પર્વના તહેવારના દિવસો, બીજ, પાંચમ, આઠમ, પર્યુષણ, દિવાળી, જ્ઞાન પંચમી, મૌન એકાદશી જેવા વિષયો પર ચૈત્યવંદનની રચના થયેલી છે. તીર્થમાં જે ભગવાનની પ્રતિમા મુખ્ય હોય તે વિશેષનાં ચૈત્યવંદન રચાયાં છે. જેમાં પ્રભુનાં ગુણગાન, મહિમા ઉપરાંત Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૨૦૧ તીર્થનો પ્રભાવ અનેરો છે, ચમત્કારિક છે. ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે, તેવી વિગતોનો પણ તેમાં ઉલ્લેખ થયેલો છે. પર્વોની ઉજવણી કરવાની પદ્ધતિ અને તેનાથી પ્રાપ્ત થનાર ફળની માહિતી દર્શાવવામાં આવે છે. ચૈત્યવંદનની છેલ્લી કડીમાં રચયિતાના નામનો ઉલ્લેખ હોય છે. કેટલીક રચનાઓમાં રચયિતા ગુરુમહિમાને, એમના પ્રત્યેનો પૂજ્યભાવ ઉપકારની ભાવનાનો સ્વીકાર કરીને, અહોભાવ પૂર્વક પ્રથમ ગુરુનો ઉલ્લેખ કરીને પછી પોતાનાં નામો લેખ છે. ચૈત્યવંદનમાં ઓછામાં ઓછી ત્રણ ગાથા હોય છે તેથી વધારે ગાથાની કોઈ ચોક્કસ મર્યાદા નથી. ચૈત્યવંદનની રચના સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં થયેલી છે. વ્યવહારમાં ગુજરાતી ચૈત્યવંદન વધુ ઉપયોગમાં લેવાય છે. ગુજરાતી ચૈત્યવંદનમાં દોહરા છંદનો પ્રયોગ મોટા પ્રમાણમાં થયેલો છે જયારે સંસ્કૃત ચૈત્યવંદનાં વસંતતિલકા, માલિની, દુતવિલંબિત, ઉપેન્દ્રવજા, ભુજંગપ્રયાત, ટોટક હરિણી, મન્દાક્રાતા, શાર્દૂલવિક્રીડિત વગેરે છંદનો પ્રયોગ થયેલો જોવા મળે છે. જૈન સાધુ-સાધ્વી વર્ગમાં સંસ્કૃત અને પ્રાકૃત ચૈત્યવંદનનો વિશેષ ઉપયોગ થાય છે. ગુજરાતી ચૈત્યવંદનની ભાષા સરળ છે તેમ છતાં પારિભાષિક શબ્દોથી અર્થબોધમાં અવરોધ થાય છે. આ કાવ્ય પ્રકારમાં છંદની વિવિધતા ઓછી છે. સંસ્કૃત ભાષામાં રચાયેલ ચૈત્યવંદનમાં સંસ્કૃત છંદોનો પ્રયોગ થયેલો છે. ભગવાનના જીવનના અત્યંત પ્રેરણાદાયી કે પ્રભાવશાળી પ્રસંગોને આ કાવ્યમાં સ્થાન આપવામાં આવે છે, ત્યારે ચૈત્યવંદન એ મિતાક્ષરી પરિચય આપવા કરતાં લઘુ પદ્યકથા બની જાય છે. જૈન મુનિઓએ સ્તુતિ, સ્તવન અને સઝાય સમાન ચૈત્યવંદનની રચનાઓ પણ વિપુલ પ્રમાણમાં કરીને ગાગરમાં સાગર ભરવાની ઉક્તિને ચરિતાર્થ કરી છે. તેજીને ટકોરાની જરૂર તેમ ચૈત્યવંદનના શબ્દો એવી ઉત્તમ રીતે પદાવલીમાં સ્થાન પામ્યા હોય છે કે ભાવનું પ્રત્યાયન સરળતાથી અસરકારક રીતે કરાવે છે. કેટલાંક ઉદાહરણો પરથી ચૈત્યવંદનની વૈવિધ્યપૂર્ણ માહિતી વધુ સ્પષ્ટ થશે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ સંસ્કૃતમાં ૨૪ તીર્થકરોના એક દીર્ઘ ચૈત્યવંદનની રચના ૩૩ ગાથામાં કરી છે. તેનું નામ સકલાત્ ચૈત્યવંદન છે. વર્તમાન ચોવીશીના ઋષભદેવથી મહાવીરસ્વામી સુધીના ૨૪ ભગવાન ઉપરાંત શાશ્વતા-અશાશ્વત જિન ચૈત્યો, સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ લોકમાં રહેલાં ચૈત્યો, પ્રસિદ્ધ તીર્થભૂમિમાં બિરાજમાન જિનબિંબોનો ભક્તિભાવપૂર્વક સ્તુતિ કરવામાં આવી છે. ચૈત્યવંદનના પહેલા શ્લોકમાં “અહંન્યાં પ્રસિદ્ધ મહે' એ પંક્તિથી અરિહંત વીતરાગ ભગવાનની સ્તુતિ કરવાનો ઉદેશ જણાવ્યો છે. બીજા શ્લોકમાં નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એમ ચાર નિક્ષેપથી સર્વ તીર્થકરોની સ્તુતિ કરી છે. ૩થી ૨૬ શ્લોકોમાં ૨૪ ભગવાનની ક્રમિક સ્તુતિ છે. નમૂનારૂપે ૨૪મા ભગવાન મહાવીર સ્વામીની સ્તુતિ અત્યંત નોંધપાત્ર છે તેમાં કવિએ શાર્દૂલવિક્રીડિત છંદનો પ્રયો કર્યો છે. આખા શ્લોકની રચનાપદ્ધતિમાં કવિની કવિત્વ શક્તિનો પરિચય એ રીતે થાય છે કે સંસ્કૃત વ્યાકરણ સાત વિભક્તિ અને સંબોધન વિભક્તિનો સમાવેશ થાય છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા વીર: સર્વ સુરા સુરેન્દ્ર માહિતો, વીર બુધાઃ સંશ્રિતા વીરેણાભિહતઃ સ્વ કર્મનિચયો, વીરાય નિત્ય નમઃ વીરા તીર્થમિદે પ્રવૃત્તમતુલ, વીરસ્ય ઘોર તપો, વીરે શ્રી ધૃતિ કીર્તિ કાન્તિ નિચયઃ શ્રી વીર ભદ્ર દિશા /રા” ૩૮ રેખાંકિત શબ્દો અનુક્રમે વિભક્તિ પ્રયોગનું સૂચન કરે છે. આ શ્લોકમાં ભગવાન મહાવીરના ગુણગાન ગાવામાં આવ્યા છે. આ સ્તોત્રના ૩૩ શ્લોકો છે તેમાં ૨૮ શ્લોકો અનુષ્ટ્ર, છંદમાં, ૩ શ્લોકો શાર્દૂલવિકીડિત, ૧ શ્લોક આર્યગીતિ અને એક શ્લોક માલિની છંદમાં છે આ રચનાનું છંદ વૈવિધ્યપૂર્ણ નોંધપાત્ર છે. આ સ્તોત્રનું મૂળ નામ “ચતુર્વિશતિ જિન નમસ્કાર છે. પણ તેના પ્રથમ શબ્દ પરથી સકલાત્ ચૈત્યવંદન નામ પ્રચલિત છે. જૈન ધર્મનાં સૂત્રો પ્રાયઃ પ્રથમ શબ્દથી ઓળખાય છે. દા.ત. નમુસ્કુર્ણ, કરેમિભંતે, સંસારાદાવા, જયવીયરાય, સાત લાખ વગેરે. ચૈત્યવંદનના ભેદ : જઘન્યાદિ ભેદથી ચૈત્યવંદનના ભેદ ત્રણ કહ્યા છે. ભાષામાં કહેલું છે કે, नमुक्कारेण जहन्ना, चिइ वंदण मइझदंड थुइजुअला । पणदंड थूइ चउक्ग, थथप्पणिहाणेहि उक्कोसा ॥१॥ બે હાથ જોડી નો વિUTTU એમ કહી પ્રભુને નમસ્કાર કરવો તે, અથવા નો અરિહંતાપ એમ આખો નવકાર કહીને અથવા એક શ્લોક સ્તવન વગેરે કહવાથી જાતિના દેખાડવાથી ઘણા પ્રકારે પણ થાય, અથવા પ્રણિપાત એવું નામ નમુથુ નું હોવાથી એકવાર નમુથુ જેમાં આવે એવું ચૈત્યવંદન (સર્વ સામાન્ય શ્રાવકો જેમ કરે છે તેમ) એ જઘન્ય ચૈત્યવંદન કહેવાય છે. મધ્યમ ચૈત્યવંદન તે પ્રથમથી અરિહંત રેલાઈ થી માંડી કાઉસ્સગ્ન કરી એક થઈ પહેલી પ્રગટપણે કહેવી. ફરીને ચૈત્યવંદન કરીને એક થઈ છેલ્લી કહેવી તે જઘન્ય ચૈત્યવંદન કહેવાય છે. પાંચદંડક તે, ૧ શક્રસ્તવ (નમુત્યુસં), ૨ ચૈત્યસ્તવ (અરિહંત ચેઇયાણ), નામસ્તવ (લોગસ્સ), ૪ શ્રુતસ્તવ (પુખરવરદી), ૫ સિદ્ધસ્તવ (સિદ્ધાણં બુદ્ધા), એ પાંચ દંડક જેમાં આવે એવું જયવીયરાય સહિત જે પ્રણિધાન સિદ્ધાંતોમાં બતાવેલી રીતિ પ્રમાણે બનેલું અનુષ્ઠાન) તે ઉત્કૃષ્ટ ચૈત્યવંદન થાય છે. કેટલાક આચાર્યો એમ કહે છે કે, એક શક્રસ્તવે કરી જઘન્ય ચૈત્યવંદના કહેવાય છે, અને બે ત્રણ વાર શકસ્તવ જેમાં આવે ત્યારે તે મધ્યમ ચૈત્યવંદના કહેવાય, તેમજ ચાર વાર કે પાંચ વાર શસ્તવ આવે ત્યારે તે ઉત્કૃષ્ટ ચૈત્યવંદના કહેવાય છે. Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૨૦૩ દ્રવ્ય પૂજા અને ભાવપૂજાની દૃષ્ટિએ વિચારીએ તો ચૈત્યવંદન એ ભાવપૂજાની ક્રિયા છે ચૈત્ય વિશેની માહિતી પ્રાપ્ત કર્યા પછી ચૈત્યવંદન કરવા માટે રચાયેલાં વિવિધ ચૈત્યવંદનનું જ્ઞાન પણ આવશ્યક છે ચૈત્યવંદન તીર્થંકર ભગવાન એમનો મિતાક્ષરી પરિચય, જીવનનો એકાદ પ્રેરક પ્રસંગ, આબુ-ગિરનાર-શત્રુંજય, પાવાપુરી, સમેતશિખર અષ્ટાપદ આદિ તીર્થ, વિવિધ પ્રકારના તપની આરાધનાના સંદર્ભમાં રચાયેલાં ચૈત્યવંદન રોહગિણીતપ, વીસસ્થાનકતપ, વર્ધમાનતપ વગેરે નવપદ (સિદ્ધચક્ર), તિથિ વિષય બીજ, પાંચમ અષ્ટમ, એકાદશી, પર્વ આરાધનાની તિથિઓમાં જ્ઞાનપંચમી, કાર્તિક પૂર્ણિમા, મૌન એકાદશી, પર્વાધિરાજ પર્યુષણ, દીવાળી, પ્રભુનાં લાંછન આયુષ્ય-ગણધર, વર્ણ, સામાન્ય જિન વગેરે પ્રકારનાં ચૈત્યવંદન રચાયાં છે ટૂંકમાં કહીયે તો તીર્થકર, તીર્થ, પર્વઆરાધના તપની આરાધના અને સામાન્ય જિન એમ પાંચ પ્રકાર છે. ચૈત્યવંદનની ભાષા સરળ અને પ્રાસાદિક છે ભગવાનના જીવન વિષયક ચૈત્યવંદનમાં પ્રસંગ નિરૂપણથી લઘુ કથાનો આસ્વાદ થાય છે. મોટે ભાગ ચૈત્યવંદનની રચનામાં જૈન ધર્મના તીર્થંકરો, તીર્થ અને જ્ઞાન વિષયક વિચારો પ્રગટ થાય છે એટલે ચૈત્યવંદન એક રીતે પ્રભુને વિંદનની ક્રિયા છે તો બીજી રીતે જ્ઞાન પ્રાપ્તિ દ્વારા ભક્તિમાં ઐક્યતા સાધવા માટેનું શુભ નિમિત્ત છે. નવપદના ચૈત્યવંદનમાં નવપદનાં નામ-આરાધનાનો ઉલ્લેખ, વિશસ્થાનકના ચૈત્યવંદનમાં વિશસ્થાનકની વિધિ પર્યુષણના ચૈત્યવંદનમાં પર્યુષણની આરાધનાનો મિતાક્ષરી ઉલ્લેખ, તીર્થ વિષય ચૈત્યવંદનમાં તીર્થની માહિતી દ્વારા તેના પ્રત્યેની ભક્તિ ભાવના જાગ્રત થાય, તીર્થંકર વિષય ચૈત્યવંદનમાં ભગવાનનાં જીવન વિષયક માહિતીનો ઉલ્લેખ, જ્ઞાનપંચમી મૌન એકાદશીમાં પર્વની આરાધનાની માહિતી, સામાન્ય જિન ચૈત્યવંદનમાં પ્રભુનો વિશેષણ યુક્ત પરિચય મળે છે. એટલે ચૈત્યવંદન જ્ઞાનપ્રાપ્તિનું એક સાધન છે. જરૂર છે માત્ર ચૈત્યમાં બિરાજમાન પ્રભુ પ્રત્યેની સમર્પણશીલ ભક્તિ અને ભાવપૂજાની એકાગ્રતા. અત્રે દષ્ટાંતરૂપે કેટલાંક ચૈત્યવંદન પ્રગટ કરવામાં આવ્યાં છે તે ઉપરથી વિશેષ માહિતી પ્રાપ્ત થાય તેમ છે. ચૈત્યવંદન એવો જ્ઞાન ભક્તિ અને ક્રિયાના ત્રિવેણી સંગમથી ભાવપૂજાની ઉચ્ચકોટિની ભવ્યાત્માની સ્થિતિનું દર્શન. ગર્ભગૃહમાં બિરાજમાન દેવાધિદેવ ભાવપૂજાથી મનમંદિર-અંતરમાં બિરાજમાન થાય એવી અમૃત સમાન ચારિત્રાદિ ચૈત્યવંદનના ક્રિયા આત્મવિકાસમાં મહાન નિમિત્ત છે. ૧. નેમનાથનું ચૈત્યવંદન બાલ બ્રહ્મચારી નેમનાથ સમુદ્ર વિસ્તાર, શિવાદેવીનો લાડલો રાજુલ વર ભરતાર. ૧ તોરણ આવ્યા નેમજી પશુડે માંડ્યો પોકાર, મોટો કોલાહલ થયો નેમજી કરે વિચાર. ૨ જો પરણું રાજુલને તો જાય પશુનાપ્રાણ, એમ દયા મનમાં વસી ત્યાંથી કીધું પ્રયાણ. ૩ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા તોરણથી રથ ફેરવ્યો રાજુલ મૂછિત થાય, આંખે આસુડા વહે લાગે નેમજીને પાય. ૪ સોગન આપું માહરા વળી પાછા એકવાર, નિર્દય થઈશું હાલમાં કર્યો મારો પરીહાર. ૫ જીણી ઝબૂકે વીજળી જરમર વરસે મેહ, રાજુલ ચાલ્યાસાથમાં વૈરાગે ભીંજાણી દેહ. ૬ સંયમ લઈ કેવલ વર્મા એ મુક્તિ પુરિમાં જાય, નેમ-રાજુલની જોડને જ્ઞાન નમે સુખદાય. ૭ આ ચેત્યવંદનમાં કવિએ નેમનાથ ભગવાનના જીવનનો મિતાક્ષરી ઉલ્લેખ કરીને એમની સ્તુતિ કરી છે. પ્રસંગ વર્ણનનો ભાવાહી ઉલ્લેખ કરીને એક રસિક ચૈત્યવંદનની રચના કરી છે. ૨. શ્રી વિશ સ્થાનકનું ચૈત્યવંદન પહેલે પદ અરિહંત નમું બીજે સર્વસિદ્ધ, ત્રીજે પ્રવચન મન ધરો આચાર્ય સિદ્ધ. ૧ નમો થેરાણે પાંચમે પાઠક પદ છઠે, નમો લોએ સવ્વ સાહૂણ જે છે ગુણ ગરિકે. ૨ નમો નાણસ્સ આઠમે દર્શન મન ભાવો, વિનય કરો ગુણવંતનો ચારિત્ર પદ દયાવો. ૩ નમો બંભવય ધારીણું તેરમે ક્રિયા જાણ. નમો તવસ્સ ચૌદમે ગોયમ નમોજિણાયું. ૪ સંયમ જ્ઞાન સુખસ્સનેએ નમો તત્કસ જાણી, જિન ઉત્તમ પદ પદ્મને નમતાં હોય સુખી આણી. ૫ વીશ સ્થાનક તપની આરાધનાથી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન થાય છે એવા ૨૦ સ્થાનકનો (૧૧૬) નામોલ્લેખ સ્તુતિરૂપ થયો છે. ૩. શ્રી પંચતીર્થનું ચૈત્યવંદન આજ દેવ અરિહંત નમું સમરૂ તોરૂં નામ, જયાં જયાં પ્રતિમા જિનતણી ત્યાં ત્યાં કરૂં પ્રણામ. ૧ શંત્રુજય શ્રી આદિદેવ નેમ નમુગિરનાર, તારંગે શ્રી અજિતનાથ આબુ ઋષભ જુહાર. ૨ Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૨૦૫ અષ્ટાપદ ગિરિ ઉપરે જિન ચોવીશે જોય, મણિમય મુરતી માનશું ભરતે ભરાવી સોપ. ૩ સમેત શિખર તીરથ વડું જ્યાં વિશે જિનપાય, વૈભાર ગિરિવર ઉપર શ્રી વીર જિનેશ્વરરાય. ૪ માંડવગઠનો રાજિયોએ નામે દેવ સુપાસ, રિખવ કહે જિન સમરતાં પહોંચે મનની આશ. ૫ ૪. શ્રી સામાન્ય જિન ચૈત્યવંદન જય જય તું જિનરાજ આજ મળીયો મુજ સ્વામી, અવિનાશી અકલંકરૂપ જગઅંતર જામી. ૧ રૂપા રૂપી ધર્મ દેવ આતમ આરામી, ચિદાનંદ ચેતન અચિંત્ય શિવ લીલા પામી. ૨ સિદ્ધ બુદ્ધ તુજ વંદતા સકલ સિદ્ધિ વરબુદ્ધ, રામ પ્રભુ ધ્યાને કરી પ્રગટે આતમ રિદ્ધ. ૩ કાલ નવુ સ્થાવર ગમ્યો ભમીયો ભવમાંહી, વિકલેન્દ્રિય માંહી વસ્યો સ્થિરતા નહીં ક્યાંહી. ૪ તિર્યંચ પંચેન્દ્રિય માંહિદેવ કરમેહું આવ્યો, કરી કુકર્મ નરકે ગયો તુમ દરશિન નહીં પાયો. ૫ એમ અનંત કાલે કરીએ પામ્યો નર અવતાર, હવે જગતારક તુંહી મલ્યો ભવજલપાર ઉતાર. ૬ ભગવાનનો વિશેષણ યુક્ત નિર્દેશ કરીને એમની સ્તુતિ કરવામાં આવી છે. પા. ૧૧૭ સંદર્ભ : કવિ પંડિત વીર અધ્યયન પા. ૩૧ જેન કાવ્ય પ્રકાશ ભાગ-૧ પા.-૧ જિન ગુણ મંજરી પા. ૧૮ ચૈત્યવંદન ભાષ્ય ૨૬. સ્તુતિ જે ગંભીરપદો અને અર્થ વડે રચાયેલાં હોય, તથા શ્રી જિનેશ્વર દેવના યથાર્થ ગુણોના કીર્તનમાં હોય તે જ સ્તુતિ સ્તોત્રો ઉત્તમ જાણવાં. (હરિભદ્રસૂરિ-ષોડશક ચતુર્થ) સ્તુતિ કાવ્ય પ્રકારને સ્તોત્ર કાવ્ય સાથે સંબંધ છે. સ્તોત્ર દ્વારા ઇષ્ટદેવને સ્તુતિ કરવામાં Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા આવે છે. સ્તુતિમાં ચાર પદની એક ગાથા હોય છે, જયારે ગાથાની મર્યાદાને કોઈ બંધન નથી. સંસ્કૃત ભાષામાં રચાયેલાં સ્તોત્રોમાં અષ્ટક, દશક, પંચાશીકા, શતક, અષ્ટોત્તર શતક, સહસ્ત્ર નામવાળા વગેરે પ્રાપ્ત થાય છે. સંસ્કૃત સાહિત્યમાં જે સ્થાન સ્તોત્રનું છે તે જ સ્થાન જૈન સાહિત્યમાં સ્તુતિનું છે. સ્તોત્ર રચનામાં ભક્ત હૃદયની લાગણીઓ અને ભક્તિ ઉપરાંત પ્રભુનો મહિમા ગાવામાં આવે છે. ઈષ્ટદેવ ભક્તના સંતાપ હરનાર, ઇચ્છાપૂર્તિ કરનાર પરમ દિવ્ય શક્તિ નિધાન છે. જૈન કાવ્યપ્રકારોમાં સંસ્કૃત સાહિત્યના સ્તોત્ર પ્રકારની સાથે સંબંધ ધરાવતો લઘુ કાવ્ય પ્રકાર એ સ્તુતિ છે. સંસ્કૃત ભાષાના “સ્તુ' ધાતુ ઉપરથી ઉતરી આવેલો સ્તુતિ શબ્દ છે, જેનો અર્થ પ્રશંસા કરવી, ગુણગાન ગાવા એવો થાય છે. સ્તુતિમાં ભક્તિનો ભાવ કેન્દ્ર સ્થાને છે. ભક્તિભાવ વગર સ્તુતિનો કોઈ અર્થ નથી, સાચા દિલથી કરવામાં આવેલી સ્તુતિ, સ્તુતિ કરનારના હૃદયને સુકોમળ બનાવે છે. સ્તુતિ આત્માની ઊર્ધ્વગતિ કરવામાં ખૂબ મૂલ્યવાન બને સ્તુતિ શબ્દ સંસ્કૃતનો છે અને તેનો અપભ્રંશ માગધી ભાષામાં થઈ–થોય તરીકે પ્રચલિત છે. જૈન સાહિત્ય અને સમાજમાં થોય શબ્દનું પ્રચલન મોટા પ્રમાણમાં જોવા મળે છે. ધાર્મિક તહેવારોની ઉજવણી અને દૈનિક ક્રિયા વિધિમાં થોયનો ઉપયોગ થાય છે. થોય એ સ્તોત્ર કાવ્ય પ્રકાર હોવા છતાં જૈન સાહિત્યમાં આ સ્વરૂપની કેટલીક વિશેષતાઓ રહેલી છે. અહીં સ્તુતિ માત્ર ગુણાનુવાદ નથી પણ મિતાક્ષરી કાવ્યવાણીમાં ધર્મનું સ્વરૂપ, તાત્વિક વાતો, તહેવારો, તીર્થકરોનો પરિચય અને જીવનના અનન્ય પ્રેરક પ્રસંગોનો સંકેત, તીર્થસ્થળની માહિતી, પ્રભાવ વગેરેનો પરિચય થાય છે. જેના પરિણામે સ્તુતિ દ્વારા વિવિધ પ્રકારનાં જ્ઞાનનો ભવ્ય વારસો સંચિત થયો છે. તેથી સ્તુતિઓ દ્વારા વૈવિધ્યસભર ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત થાય છે. સ્તુતિની રચના અક્ષરમેળ કે માત્રામેળ છંદમાં થયેલી હોય છે. સંસ્કૃત ભાષાના છંદોનો ઉપયોગ જૈન સ્તુતિઓ કે થોયમાં જોવા મળે છે. વસંતતિલકા, શાર્દૂલવિક્રીડિત, સ્ત્રગ્ધરા વગેરે છંદો ખાસ પ્રચલિત છે. સ્તુતિ ચાર કડીમાં વહેંચાયેલી હોય છે. એની વિશેષતા એ છે કે પ્રથમ કડીમાં સ્તુતિનો વિષય ક્યો છે તે દર્શાવવામાં આવે છે. બીજી કડીમાં ૨૪ તીર્થકરોનો એક યા બીજી રીતે ઉલ્લેખ કરેલો હોય છે. ત્રીજી કડીમાં શ્રુતજ્ઞાન કે આગમશાસ્ત્રની વાણીનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય છે. જયારે ચોથી કડીમાં યક્ષ-યક્ષિણીનો નિર્દેશ કરેલો હોય છે. આમ ચાર કડી જુદી જુદી રીતે સ્તુતિના વિષયને વ્યક્ત કરે છે. પરિણામે સ્તુતિ દ્વારા ક્રમિક રીતે વિષયવસ્તુની રજૂઆત થાય છે. ચોથી ગાથામાં કવિના નામનો ઉલ્લેખ પણ અન્ય કાવ્ય પ્રકારોની સમાન જોવા મળે છે. ચૈત્યવંદન ભાષ્યમાં સ્તુતિનાં શાસ્ત્રીય લક્ષણો નીચે પ્રમાણે બતાવવામાં આવ્યા છે : અહિ ગય જિણ પઢમ થઈ, બીયાસવાણ, તઈય નાણસ્સ, વેયાવચ્ચગરાણ, ઉવઓગ€ ચઉત્થ થઈ પરા પ્રસ્તુત ગાથાનું ભાષાંતર નીચે પ્રમાણે આપવામાં આવેલું છે. Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ પ્રકરણ-૩ અદિકૃત જિનની પહેલી, સર્વ જિનની બીજી, જ્ઞાનની ત્રીજી તથા વૈયાવચ્ચ કરનારા દેવોના ઉપયોગને અર્થ સ્મરણાર્થે ચોથી હોય છે.” શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ સ્તુતિના પ્રકાર વિશે નોંધ કરતાં નીચે મુજબ જણાવે છે: (૧) પાંચા : પ્રભુ પાસે મોક્ષ, સુખ આદિની માંગણી કરવી રચનામય સ્તુતિ કરવી તે. ૨) ગુણોત્કીર્તન : પ્રભુના બાહ્ય અને અત્યંત ગુણોના વર્ણન સાથે તેમની વાણી અને અતિશયો આદિનું નિરૂપણ કરવું તે. (૩) સ્વનિદા : પોતાની નિંદા પ્રભુ સન્મુખ કરવી તે આનું મુખ્ય ઉદાહરણ “રત્નાકરસૂરિ રચિત રત્નાકરપચીશી” છે. (૪) આત્મસ્વરૂપાનુભવ : પ્રભુ સન્મુખ નિશ્ચય સ્વરૂપથી પોતાનામાં અને પ્રભુમાં કોઈપણ અંતર નથી એમ અનુભવ સહિત પ્રબળ આત્મસ્વરૂપના નિરૂપણ સાથે સ્તુતિ કરવી તે. - આ રીતે સામાન્ય સ્તુતિ કરવાનો નિયમ છે. ભાવપૂર્વક એક શ્લોકથી તે એક હજારને આઠ સુધી કરાય તો પણ ઓછી છે. સ્તોત્ર એ ગીત કાવ્યનો એક પ્રકાર છે. ભક્તિમાર્ગના આરાધકો ધર્મભાવનાથી પ્રેરાઈને સ્તોત્ર પાઠ કરતા હતા. આ પ્રવૃત્તિ સમાજ જીવનના એક અંગરૂપ ગણાતી હતી. તેમાં રહેલા ત્યાગ અને વૈરાગ્યના પ્રેરક વિચારો આધ્યાત્મિક માર્ગના દિશા સૂચન રૂપ હતા. સ્તોત્રમાં ઈષ્ટદેવની ભક્તિ સાથે દાર્શનિક વિચારો પણ વ્યક્ત થયેલા હોય છે. હિંદુ, બૌદ્ધ અને જૈન સાહિત્યની ભાષાઓમાં સ્તોત્રોની સંખ્યા વિવિધ પ્રકારની ઉપલબ્ધ થાય છે. જૈન કવિ સિદ્ધસેન દિવાકરસૂરિએ કલ્યાણંદિર સ્તોત્રની રચનામાં પાર્શ્વનાથ ભગવાનનો મહિમા ગાયો છે. જ્યારે માનતુંગાચાર્યે ભક્તામર સ્તોત્રની રચના કરીને ધર્મ ચમત્કારનો પ્રભાવ વર્ણવ્યો છે. શ્રી સોમપ્રભસૂરિનું સુક્ત મુક્તાવલી સ્તોત્ર સ્વરૂપનું છે. આ રચનાઓ સંસ્કૃતમાં હતી તેવા જ પ્રકારની ગુજરાતી રચનાઓ સ્તુતિ નામથી જૈન સાહિત્યમાં પ્રચલિત છે. સ્તુતિ રચનાઓ પ્રાર્થના સ્વરૂપને પણ સ્પર્શે છે. અંગ્રેજીમાં સ્તુતિ માટે Hymn (હિમ) શબ્દ પ્રયોગ થાય છે. Hymnology સ્તુતિસ્તોત્રનો સમૂહ એમ ઉલ્લેખ મળે છે. આ રીતે સંસ્કૃતના સ્તોત્ર સાહિત્યને અનુસરતી ગુજરાતી ભાષાની કાવ્ય રચનાઓ સ્તુતિ કહેવાય છે તેની સંખ્યા પણ વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. (સ્તુતિનાં લક્ષણોને ચરિતાર્થ કરતી મુનિ પદ્મવિજયજીએ રચેલી નેમનાથની સ્તુતિનો પરિચય નીચે પ્રમાણે છે.) “નમો નેમ નમીનો નભમણિ આવ્યો પદવી ભોગવી સુરતણી, મોક્ષ પામ્યો અષ્ટકર્મણી, લહી અદશ્ય ત્રદ્ધિ અનંત ગુણી.... ||૧|| પ્રથમ કડીમાં નેમનાથ ભગવાનનો પરિચય આપતાં કવિએ જણાવ્યું છે કે તેમનાથ સૂર્ય Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા સમાન તેજસ્વી છે. તેઓ દેવગતિમાંથી આ મનુષ્ય ગતિમાં જન્મ લઈને આવ્યા છે. તેમણે આઠ કર્મોનો ક્ષય કરીને મુક્તિ પ્રાપ્ત કરી અંતે અનંત શાશ્વત સુખ સમૃદ્ધિને પામ્યા. આ ગાથા નેમનાથના જીવનનો ટૂંકો પરિચય કરાવે છે. ઇમ વીસ ચા૨ જિન જનમીયા, દિકુમરીએ હુલરાવીઆ, મીલી મીલી ઇન્દ્રાણીએ ગાઈઆ, ધન ધન માતા જેને જાઇઆ.' ॥૨॥ બીજી ગાથામાં સ્તુતિના નિયમ પ્રમાણે ૨૪ ભગવાનનો સંદર્ભ ‘ઇમ વીસ ચાર જનમીયા' એ પંક્તિ પરથી પ્રાપ્ત થાય છે. ભગવાનનો જન્મ થાય છે ત્યારે પ૬ દિકુમારિકાઓ જન્મોત્સવમાં ઉપસ્થિત રહીને પ્રભુને હુલરાવે છે અને મધુર કંઠે ગીતો ગાય છે. તીર્થંકર ભગવાનનો જન્મ આપનાર માતાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. બીજી ગાથા એ નિયમાનુસાર રચાયેલી છે. નેમિ જિનવર દિયે દેશના, ભવિ પંચમી કરો આરાધના, પંચ પોથી ઠવણી વીટાંગણા, દાબડી જયમાળા થાપના.' ||ગા ત્રીજી ગાથામાં ‘દેશના' દ્વારા ભગવાનની વાણી એટલે શ્રુતજ્ઞાનનો સંદર્ભ દર્શાવ્યો છે. પંચમીને દિવસે જ્ઞાનની આરાધના કરવાની ઉપદેશાત્મક વિગત પણ પ્રગટ થયેલી છે. જ્ઞાનના સાધનો જેવા કે પોથી, ઠવણી, વીંટણાં (પુસ્તકને સુરક્ષિત રાખવા માટેનો સફેદ કાપડનો ટુકડો) સ્થાપના વગેરેથી જ્ઞાનનું અને જ્ઞાન આપનારા ગુરુનું બહુમાન કરવું જોઈએ. ‘જિન ઉત્તમ પદ પદ્મને પણમે, કરે સેવા તસ દુઃખ હરે ખિણમે, ગોમેઘ જશને અંબા દેવી, વિઘ્ન હરે નિત સમટેવી.' II૪I આ ચોથી ગાથામાં ગોમેધ યક્ષ અને અંબાદેવીનું સ્મરણ કરવામાં આવ્યું છે. પ્રથમ પંક્તિમાં ‘પદ્મ’ શબ્દ દ્વારા સ્તુતિના રચયિતા પદ્મવિજયજીનો ઉલ્લેખ થયેલો છે. મધ્યકાલીન કાવ્ય પરંપરામાં રાસ, આખ્યાન અને પદ સ્વરૂપની રચનાઓની અંતે કવિના નામનો ઉલ્લેખ થયેલો હોય છે તેનું અનુસરણ સ્તુતિ કાવ્ય પ્રકારમાં થયેલું છે. ૨૪ ભગવાન ઉપરાંત બીજ, પાંચ, આઠમ, અગિયાર, પૂનમ જેવી તિથિઓ, નવપદ, પર્યુષણ, દિવાળી જેવાં પર્વો, શત્રુંજય, સમેતશિખર, અષ્ટાપદ, ગિરનાર જેવાં તીર્થોને તથા રોહિણી, વીશ સ્થાનક, વર્ધમાન તપને પણ વિષય બનાવીને સ્તુતિઓની રચના થયેલી છે. સ્તુતિમાં ઉપાસનાથી વિધિ અને તેના ફળનો નિર્દેશ કરવામાં આવે છે. સ્તુતિ મુખ્યત્વે બે પ્રકારની છે. પ્રભુ સન્મુખ ઊભા રહીને દર્શન કરતી વખતે એમનાં ગુણગાન ગાવાની સ્તુતિ. આ પ્રકારની સ્તુતિ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થાય છે. તદુપરાંત અન્ય સ્તોત્ર કે રચનાની ગાથાઓ પણ સ્તુતિ તરીકે બોલવાની પદ્ધતિ પ્રચલિત બની છે. બીજો પ્રકાર એક અથવા ચાર થોયની સ્તુતિ આવશ્યક ક્રિયામાં ઉપયોગમાં લેવાય છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૨૦૯ જે ગંભીર પદો અને અર્થ વડે રચાયેલાં હોય, તથા શ્રી જિનેશ્વર દવેના યથાર્થ ગુણોના કીર્તનમાં હોય તે જ સ્તુતિ સ્તોત્રો ઉત્તમ જાણવા. (હરિભદ્રસૂરિ-ષોડશક ચતુર્થ) ૧. શ્રી પાર્શ્વનાથ સ્તુતિ પાસ જિગંદા વામાનંદા જનગરભે ફલી, સુપનાં દેખે અર્થ વિશેષે કહે મઘવા મલી. જિનવર ચયા સુરફુલરાયા હુઆ રમણી પ્રિયે, નેમિરાજી ચિરવિરાજી વિલોકિત વ્રત લીયે. ૧ વીર એકાકી ચાર હજારે દીક્ષા ધૂર જિનપતિ, પાસ નેમલ્લિ ત્રયશત સાથે બીજા સહસેવતી. ષટશત સાથે સંયમ ધરતા વાસુપૂજ્ય જગધણી, અનુપમ લીલા જ્ઞાન રસીલા દેજો મુજને ઘણી. ૨ જિનમુખ દીઠી વાણી મીઠી સુરતરુ વેલડી, ડાખ વિદાસે ગઈ વનવાસે પીલે રસ સેલડી. સાકર સેતી તરણા લેતી મુખે પશુ ચાવતી, અમૃત મીઠું સ્વર્ગે દીઠું સુર વધુ ગાવતી. ૪ ગજમુખ દક્ષો વામન યક્ષો મસ્તકે ફણાવલી, ચાર તે બાંહી કચ્છપ વાહી કાયા જશ શામલી. ચાઉકર પૌઢા નાગાફગા દેવી પદ્માવતી, સોવન કાન્તિ પ્રભુગુણગાતી વીરઘરે આવાની. ૫ (જિન ગુણમંજરી પા.નં. ૧૪૬) કવિ પંડિત વીર વિજયજીની આ સ્તુતિની પ્રથમ ગાથામાં પાર્શ્વનાથ ભગવાનની માહિતી છે. બીજી ગાથામાં ૨૪ જિનેશ્વરોની સ્તુતિ નિમિત્તે કયા ભગવાને કેટલા મહાનુભાવો સાથે દીક્ષા લીધી એ જણાવ્યું છે. ત્રીજી ગાથામાં જિનવાણી અમૃત સમાન છે એમ જણાવીને આગમની સ્તુતિ કરી છે. ચોથી ગાથામાં પાર્શ્વનાથ ભગવાનના યક્ષ અને યક્ષિણીનું સ્મરણ કરવામાં આવ્યું છે. ૨. શ્રી નવતત્ત્વની સ્તુતિ જીવા જીવા પુન્યને પાના આશ્રવ સંવર તતાજી, સાતમે નિર્જરા આઠમે બંધ નવમે મોક્ષપદ સતાજી. એ નવતતા સમકિત સત્તા ભાખે શ્રી અરિહંતાજી, ભુજ નયરમંડણ રિસહસર વંદો તે અરિહંતાજી. ૧ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ધમ્મા ધમ્માગાસા પુગલ સમયા પંચ અજીવાજી, નાણ વિનાણ શુભાશુભયોગે ચેતન લક્ષણ જીવાજી. ઇત્યાદિક પર્ દ્રવ્ય પ્રરૂપક લોકાલોક દિગંદાજી, પ્રહઊઠી નિત્ય નમીયે વિધિસું સિતરિસો જિનચંદાજી. ૨ સૂક્ષ્મ બાદર દોય એકેન્દ્રિય બિતી ચલરિન્ટિરિ દુવિહાજી, તિવિહા પંચિદા પજતા અપજજતા તે વિવિહાજી. પન્નવણાદિક આગમ સુણતાં લહીયે શુદ્ધ વિચારજી. ૩ ભવનપતિ વ્યંતર જ્યોતિષવરવૈમાનિકસુરવૃન્દાજી, ચોવીશ જિનના યક્ષયક્ષિણિ સમકિ ઈષ્ટ સુરિંદાજી. ભૂજનગર મહિલમંડલસઘળે સંઘ સકલ સુખકરજોજી, પંડિત માન વિજય ઈમ જંપે સમકિત ગુણ ચિત ધરજો. ૪ (જિન ગુણ મંજરી પા. નં. ૨૦૩) (કવિ માન વિજયે આ સ્તુતિમાં નવતત્ત્વનો સંક્ષિપ્ત ઉલ્લેખ કરીને જીવાત્મા તેમાં શ્રદ્ધા રાખી સમજે આદરેતો સમકિત પામીને મોક્ષે જાય એવો કેન્દ્રવર્તી વિચાર વ્યક્ત કર્યો છે.) ૩. શ્રી અધ્યાત્મની સ્તુતિ સોવનવાડી ફૂલડે છાઈ છાબ ભરી હું લાવું, ફૂલ જ લાવું ને હાર ગુંથાવું પ્રભુજીને કંઠે સોહાવેજી. ઉપવાસ કરું તો ભૂખ લાગે ઊવું પાણી નવિભાવેજી, આંબિલ કરું તો લખું ન ભાવે નવીએ ડૂચા આવેજી. ૧ એકાસણું કરું તો ભૂખે રહી ન શકે સુખે ખાઉં ત્રણ ટંકજી, સામાયિક કરું તો બેસી ન શકું નિદ્રા કરું સારી રાતજી. દેરે જાઉં તો ખોટી થાઉં ઘરનો ધંધો ચકું, દાન દઉતો હાથ જ દૂજે હૈયે કંપ વછૂટે છે. ૨ જીવને જમડાનું તેડું જ આવ્યું સર્વ મેલીને ચાલેજી, રહો રહો જમડાજી આજનો દહાડો શગુંજે જઈને આવુંજી. શેત્રુજે જઈને દ્રવ્ય જ ખરચું મોક્ષમાર્ગ હું માગુંજી, ઘેલા જીવડા ઘેલું શું બોલે ? આટલા દિવસ શું કીધુંજી. ૩ જાતે જે જીવે પાછળ ભાતું શું શું સાથે આવે છે, કાચી કુલેરને ખોખરી હાંડી કાષ્ટના ભારા સાથે જી. જ્ઞાન વિમલસૂરિ ઈણિ પેરે ભાખે ધ્યાવો અધ્યાતમ ધ્યાનજી, ભાવ ભક્તિસું જિનજીને પૂજો સમક્તિને અજવાળોજી. ૪ (જિનગુણમંજરી. પા. નં. ૨૦૫) Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૨૧૧ (જ્ઞાન વિમલસૃષ્ટિની આ સ્તુતિ વક્રવાણીમાં રચાઈ છે નિષેધાત્મક વાણીમાંથી હકારાત્મક વિચાર ગ્રહણ કરવાનો છે. જૈનાચારના પાલન વિષેની લોક સમૂહની લાગણીને વ્યક્ત કરવામાં આવી છે ત્રીજી અને ચોથી ગાથા જીવાત્માઓની વાસ્તવિકતાનો પરિચય આપે છે. એટલે દુઃખે સાંભરે દેવ એમ સમજાય છે.) સ્તુતિના બંધારણ પ્રમાણે આ રચના નથી. પદ્રવિજયજી અને જ્ઞાન વિમલસૂરિએ કવિ પંડિત વીરવિજયજી દેવવંદનની રચના કરી છે તેમાં એક ગાથાની સ્તુતિનો સમાવેશ થયો છે. નમૂનારૂપે સ્તુતિ પ્રગટ કરવામાં આવી છે. પ્રહઊઠીવંદુ-એદેશી શીતલ પ્રભુ દર્શન શીતલ, અંગ, ઉવંગ કલ્યાણકપચે પ્રાણી ગુણ સુખ સંગે, તો વચનસુણતાં શીતલ કિમ નહિ લોકા, શુભવીર તે બ્રહ્મા શાસનદેવી અશોકા. ૧ - કવિ પદ્મવિજયજી વિશ્વના ઉપગારી ધર્મના આદિકારી, ધર્મનાદાતારી કામક્રોધ દિવારી, તાર્યા નરનારી દુઃખ દોહગહારી, વાસુપૂજય નિહારી જાઉં હું નિત્ય વારી. //ના જ્ઞાનવિમલસૂરિ ધરમ જિન પતિનો ધ્યાન રસ માંહે ભીનો વરરમણ રાચીનો જેહને વર્ણલીનો, ત્રિભુવન સુખઠીનો લંછને વજદીનો નવિ, હોય તેદીનો જેહને તું વસીનો. ૧૫ સંદર્ભ દેવવંદન માળા. સંદર્ભ : કવિ પંડિત વીરવિજયજી એક અધ્યયન પા. ૪૫ જિનગુણ મંજરી પા. ૧૨૬ જૈન કાવ્ય પ્રકાશ પા. ૨૨ જિનેન્દ્રસ્તવનાદિ કાવ્યસંદોહ પા. ૧૮૫ દેવવંદન માળા ૨૭. સ્તવન મધ્યકાલીન સાહિત્યમાં ધર્મ, તત્ત્વજ્ઞાન, જીવનદર્શન અને ચિંતન અંગેનું કાવ્ય સાહિત્ય વિપુલ પ્રમાણમાં સર્જાયું છે. આ સમયના જૈન કાવ્ય પ્રકારોમાં રાસ અને ફાગુ સાહિત્ય સુખ્યાત છે. આ કાવ્ય પ્રકારો ઉપરાંત સ્તવન, સ્તુતિ, સઝાય, ચૈત્યવંદન, પૂજા, આરતી અને છંદ જેવા પ્રકારો જૈન સાહિત્યમાં વિશેષ લોકપ્રિય છે. જૈન ધર્મની એક પાયાની માન્યતા એ છે કે જ્ઞાન ક્રિયાભ્યામ્ મોક્ષ એટલે કે જ્ઞાન અને ક્રિયા આ બંનેનો સમન્વય થાય તો જ મોક્ષપ્રાપ્તિ થાય છે. આમ આ સૂત્રને આધારે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પુરુષાર્થ કરવાથી ક્રિયા દ્વારા મુક્તિ મેળવી શકાય છે. જ્ઞાન પ્રાપ્તિ માટેના વિવિધ માર્ગોમાં ઉપયોગી અને ધર્મક્રિયામાં : Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૨. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા ઉપકારક આ કાવ્ય પ્રકારો, સાહિત્યસ્વરૂપ અને તેમાં વ્યક્ત થયેલા વિચારો ભાવની દૃષ્ટિએ અનન્ય છે. જ્ઞાન અને વૈરાગ્યનાં પદોની તુલનામાં આવી શકે તેવા આ પ્રકારો આધ્યાત્મિક માર્ગના વિકાસમાં સીમાસ્તંભરૂપ છે. સંસ્કૃતના “સ્તુ' ધાતુ પરથી નામ તરીકે ઉપયોગમાં લેવાતો સ્તવન શબ્દ વિશેષ અર્થસૂચક છે. સામાન્ય રીતે સ્તુતિ કરવી કે ગુણગાન ગાવા એવો અર્થ આ ધાતુનો છે. જૈન કાવ્ય પ્રકારમાં અને સામાન્ય સ્તુતિ કરતાં પણ વિશેષ રીતે પ્રભુની સ્તુતિ, એમનાં ગુણગાન, એમનાં ગુણોનું વર્ણન, જીવનનો મહિમા, ચમત્કાર, જીવનનાં દુઃખ દૂર કરવામાં પરોક્ષ રીતે સહાયક પ્રભુ સ્વરૂપનું વર્ણન વગેરેનો મિતાક્ષરી પરિચય થાય છે. સ્તવનના જુદા જુદા પ્રકારો છે. જૈન ધર્મના ૨૪ તીર્થકરોનાં સ્તવનો, આનંદઘનજી, પદ્મવિજય, દેવચંદ્રવિજય, જ્ઞાનવિમલસૂરિ, જશવિજય, શુભવિજય વગેરેનાં સ્તવનો પ્રચલિત છે. ઋષભદેવથી મહાવીરસ્વામી સુધીનાં ૨૪ સ્તવનો લખાયેલાં મળી આવે છે. ૨૪ સ્તવનોનો સમૂહ “ચોવીશી' નામથી પ્રચલિત છે. તિથિનો મહિમા અને આરાધના કરવા વિશેષના સ્તવનો રચાયેલાં છે. બીજ, પાંચમ, આઠમ, એકાદશી આ તિથિઓ વિશેષ મહત્ત્વની ગણવામાં આવે છે. આ દિવસની આરાધના કેવી રીતે કરવી અને માહિતી તથા આરાધના, ફળ અને આ ઉત્તમ દિવસનું માહાભ્ય સ્તવનમાં પ્રગટ થાય છે. મધ્યકાલીન કવિઓએ આ કાવ્યને અંતે કર્તા તરીકે પોતાના નામનો ઉલ્લેખ કર્યો છે તે પરંપરા જૈન કવિઓએ અપનાવી છે. સ્તવનની છેલ્લી ગાથાની અંતિમ પંક્તિમાં રચયિતા મુનિનું નામ હોય છે. મોટાભાગની આ રચનાઓ જૈન મુનિઓની છે. અપવાદરૂપ શ્રાવકોએ આવી રચનાઓ કરી છે. ઋષભદાસ, જિનદાસ, કેશવદાસ આવી રચનાઓ માટે વિશેષ ખ્યાતનામ છે. આ કાવ્ય પ્રકાર પદ સ્વરૂપને મળતો આવે છે. પદ્મવિજય મુનિરાજે ઋષભદેવના સ્તવનની અંતિમ પંક્તિમાં આવો ઉલ્લેખ કર્યો છે અને અન્ય સ્તવનોમાં પણ આજ અનુસરણ થયેલું છે. પદ્મવિજય કહે એક સમય પ્રભુ પાળજે જિમ થાઉં અક્ષય અભંગ.” “જશ કહે ભમર રસિક હોઈ તામેં.” સુવિધિનાથના આ સ્તવનમાં “જશ' શબ્દ દ્વારા ઉપા. જશવિજયજી રચયિતા છે, એમ સમજી શકાય છે. સ્તવન, સજઝાય, સ્તુતિ અને પૂજા આ ચારેય કાવ્ય પ્રકારોમાં આવાં નામનો ઉલ્લેખ થયેલો જોઈ શકાય છે. પૂજામાં નામ નિર્દેશની સાથે ગુરુનું નામ, ગામ, વરસની પણ માહિતી મળી આવે છે એટલે અન્ય સ્વરૂપો કરતાં પૂજાની આટલી વિશિષ્ટતા છે. ભગવાન એ પરમતારક છે. દેવોના પણ દેવ છે એના પ્રભાવથી સર્વ અનિષ્ટો ટળે છે અને ઐહિક સુખ મળે છે. પણ આ ઐહિક સુખ એ શાશ્વત સુખ નથી. આત્મ-સુખ, શિવસુખ એ શાશ્વત છે. પરદુઃખભંજક, કૃપાનિધાન, દયાળુ, અનાથનો નાથ જેવા વિશેષણોથી પ્રભુની સ્તુતિ કરવામાં આવે છે. ભગવાન એ જ આધાર છે. પ્રભુની સાથે સ્નેહ બંધાય પછી કાંઈ બાકી રહેતું નથી. Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૨૧૩ પદ્મવિજયના પાર્શ્વનાથનાં સ્તવનમાં નીચે પ્રમાણે ઉલ્લેખ આવે છે. પરમાતમ પરમેશ્વ, જગદીશ્વર જિનરાજ જગબાંધવ જગભાણ, બલિહારી તુમ તણી ભલજલધિમાં જહાજ.” ઉપરના ઉદાહરણમાં પહેલા બે શબ્દો એ ભગવાનનાં વિશેષણો છે. “હે પ્રભુ ! તું ભવરૂપી સમુદ્રમાં તારનાર, પાર ઉતારનાર જહાજ સમાન છે. ભવજલધિ, પ્રભુની કૃપા, આશીર્વાદ, દર્શન, પૂજન, અર્ચન, આરતી, નવધા ભક્તિ, સ્તુતિ આદિ ધર્મક્રિયાના આચરણથી મનુષ્ય જન્મની સાર્થકતા સિદ્ધ થાય છે.” સ્તવન સાહિત્ય પ્રકાર તરીકે અત્યંત સમૃદ્ધ અને વિશેષ પ્રેરણારૂપ છે. જૈન સાહિત્યમાં ને જીવનમાં સ્તવનનો મહિમા અપરંપાર છે. રાગરાગિણીથી ભરપૂરને વાજિંત્રોની સંગતથી સંગીતકારોનાં કંઠે ગવાતાં, સાંભળવાનો લ્હાવો એ કલારસિકો માટે એક મહત્ત્વની બાબત છે. સ્તવનનું સ્વરૂપ સાહિત્યમાં ગૌરવપ્રદ સ્થાન ભોગવે છે. ધર્મની દષ્ટિએ વિચારતાં એમ લાગે છે કે તેનાથી ભક્તિરસનો અનન્ય લ્હાવો પ્રાપ્ત થાય છે. આત્મા અને પરમાત્મા વચ્ચે અનુસંધાન થાય છે. વળી કર્મનિર્જરા અને ધર્મધ્યાનની વિશિષ્ટતાનો પરિચય થાય છે. “ભાવના ભવનાશિની એવું જે કહેવાય છે, એમાં સ્તવન એ ભાવધર્મનું દ્યોતક છે. એના આલંબનથી મનનાં પરિણામો સુધરે છે. શુભભાવમાં સ્થિર થવાય છે. જેનાથી આત્મશક્તિનો અદ્દભુત ચમત્કાર, માનસિક શાંતિ અને સર્વોત્તમ સંતોષનો અનુભવ થાય છે. સ્તવન ગાઈ જુઓ ને નિજાનંદમાં મસ્ત બનો, ત્યારે સત્ય સમજાય. આમ સ્તવન કાવ્ય પ્રકાર તત્ત્વદર્શન, ભાવ, રસ, અલંકાર, છંદ, પ્રભુગુણ દર્શન, તિથિ મહિમા, તીર્થયાત્રા જેવાં વૈવિધ્યપૂર્ણ અંગોના સમન્વયથી સાયુજ્ય સાધીને જૈન મુનિઓના હસ્તે અદ્ભુત રચનાઓ થયેલી છે. સ્તવનનો એક વિશિષ્ટ પ્રકાર તીર્થવિષયક મહિમા ગાવાનો છે. સ્તુતિ, પૂજા એ સ્તવન એમ ત્રણ કાવ્ય પ્રકારમાં એક યા બીજી રીતે પ્રભુના ગુણગાન સાથે તીર્થનો મહિમા ગાવાની પ્રણાલિકાનું સાધુ કવિઓએ અનુસરણ કર્યું છે. ભક્તિમાર્ગની લોકપ્રિય કૃતિઓમાં “સ્તવન' પ્રથમ પંક્તિનું સ્થાન ધરાવે છે. તેમાં પ્રભુ ભક્તિ ઉપરાંત અલંકાર-દેશી-ભક્ત હૃદયની આર્ટ ભાવનાનું નિરુપણ મહત્વનું બન્યું છે. ભક્તિ દ્વારા ભક્તજનો પૌગલિક સુખની કોઈ માગણી કરતા નથી પણ ત્રણ રતન મુજ આપો તાતજી, ભવોભવ તુમ ચરણોની સેવા, જન્મમરણ દુઃખ કાપો, ભવભ્રમણ દૂર કર, મોક્ષસુખ આપો, કર્મબંધન કાપો, અજરામરપદ આપો, ભક્તને સેવક જાણી ઉદ્ધાર કરો, ભવભ્રમણમાંથી મુક્ત કરો, જેથી આત્મ કલ્યાણકારી વિચારધારા સ્તવનોમાં વિવિધ સ્વરૂપે નિહાળી શકાય છે. એટલે ભક્તિથી મુક્તિનો સિદ્ધાંત અહીં ચરિતાર્થ થયો છે માત્ર જરૂર છે સમર્પણશીલ ભક્તિની. સ્તવન પ્રકારની કૃતિઓ વિપુલ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અત્રે નમૂનારૂપે પાંચ સ્તવન પ્રગટ કરવામાં આવ્યાં છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ૧. મહાવીર જિન સ્તવન વિર જિનેશ્વર સાહેબ મેરા પાર ન લહું તેરા, મહેર કરી ટાળો મહારાજજી જનમ મરણના ફેરા, હો જિનજી ૧ અબ હું શરણે આપો. (૧) ગરભાવાસતણાં દુઃખ મોટાં ઊંધે મસ્તકે રહીયે, મળ-મૂત્રમાં તે લપટાણો એવા દુઃખને સહીયાં હો. (૨) નરક-નિગોદમાં ઉપન્યોને ચાવીયો સૂમ બાદર થઈયો, વિંધાણો સૂઈને અગ્રભાગે માનતિહાં કિહાં રહીયો હો. (૩) નરક તણી અતિ વેદના ઉલસી સહી તેજીવે બહુ પરમાઘામીને વશ પડીયો તે જાણો તમે સહુ હો જિ. (૪) તિયચ તણા ભવકિધા ધણેરા વિવેક નહીં લગાર, નિશદિનનો વહેવાર ન જાણ્યો કેમ ઉતરાએ પારહો. (૫) દેવ તણી ગતિ પુયે હું પામ્યો વિષયારસમાં ભીનો, વ્રત પચ્ચક્માણ ઉદયનવિ આવ્યા તાન માનમાં છે લીનો. (૬) મનુષ્ય જન્મને ધર્મસામગ્રી પામ્યો છું બહુ પુણ્યો, રાગ-દ્વેષમાં તે બહુ ભળીયો ન ટળી મમતા બુદ્ધિ હો. (૭) એક કંચનને બીજી કામિની તે શું મનડું બાંધ્યું, તેના ભોગ લેવાને હું શુરો કેમ કરી જિનધર્મ સાધુ (૮). મનની દોડ કીધી અંતિઝાઝી હું છું કોક જડ જેવો, કલી કલી કલ્પમેં જન્મ ગુમાવ્યો પુનરપિ પુનરપિ તેહવો. (૯). ગુરુ ઉપદેશમાં હું નથી ભીનો નાવી સહસાસ્વામી, હવે વડાઈ જોઈએ તુમારી બીજ મતમાં હે છે ખામી હો. (૧૦) ચાર ગતિમાંહે રડવડીયો તોયે ન સીધ્યા કાજ, રીખવ કહે તારો સેવકને બાંહે ગ્રહ્યાની લાજ હો. (૧૧) પા. નં. ૫૫૭ જીવાત્મા ચોરાશી લાખ જીવા યોનિમાં પરિભ્રમણ કરીને ત્રાસી ગયા પછી પ્રભુના શરણે આવે છે અને ઉદ્ધાર કરવા માટેની માગણી કરી છે ભક્ત પોતાના દુર્ગુણોને પણ પ્રગટ કરે છે. ૨. શ્રી આદીશ્વર પ્રભુનું સ્તવન પ્રથમ જિનેશ્વર પ્રણમીએ જાસ સુગંધી રે કાય, કલ્પવૃક્ષ પરે તાસ ઈન્દ્રાણી નયન જે ભૃગ પર લપટાય. (૧) Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૨ ૧૫ રોગ ઉરગ તુજ નવિ નડે અમૃત જેહ આસ્વાદ, તેહથી પ્રતિહત તેહમાનું કોઈ નહિ કરે જગમાં તુમશું રે વાદ. (૨) વગર ધોઈ તુજ નિર મળી કાયા કંચનવાન, નહિ પ્રસ્વેદ લગાર તારે તું તેહને જે ધરે તારું ધ્યાન. (૩) રાગ ગયો તુજ મન થકી તેહમાં ચિત્ર ન કોય, રૂધિર આમિષથી રાગ ગયો તુજ જન્મથી દૂધ સહોદર હોય. (૪) શ્વાસોશ્વાસ કમળ સમો તુજ લોકોતર વાત, દેખે ન આહાર વિહાર ચર્મચક્ષુ ઘણી એહવા તુજ અવદાત. (૫) ચાર અતિશય મૂળથી ઓગણીશ દેવના કીધ, કર્મ ખપ્પાથી અગ્યાર ચોત્રીસ એમ અતિશયા સમવાયંગે પ્રસિદ્ધ. (૯) જિન ઉત્તમ ગુણગાવતાં ગુણગાવે નિજ અંગ, પદ્મવિજય કહે એ સમય પ્રભુ પાળજો જેમ થાઉં અક્ષય અભંગ. (૭) ભગવાનની દિવ્ય કાયાનો પરિચય ભગવાનના ૩૪ અતિશયનો ઉલ્લેખ કરીને પ્રભુનું કીર્તન કરવા રૂપ સ્તવન છે. ૩. શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન શ્રી શ્રેયાંસ જિન અંતરજામી આતમ રાગી નામી રે, અધ્યાત્મ મત પૂરણ પામી સહજ મુક્તિ ગતિ ગામી રે શ્રી. (૧) સયલ સંસારી ઈન્દ્રિયરામી મુનિ ગુણ આતમ રામી રે, મુખ્યપણે જે આતમરામી તે કેવલ નિકામી ૨ શ્રી. (૨) નિજ સ્વરૂપ જે કિરિયા સાથે તેહ અધ્યાતમ લહિયે રે, જે કિરિયા કરી ચઉગતિ સાથે તેને અધ્યાતમ કહિયે રે શ્રી. (૩) નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ દ્રવ્ય અધ્યાતમ છંડો રે, ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે તો તેહશું રઢ મંડોરે શ્રી. (૪) શબ્દ અધ્યાતમ અર્થ સુણીને નિર્વિકલ્પ આજરજો રે, શબ્દ અધ્યાતમ ભજના જાણી હાન ગ્રહણ મતિ ધરજો રે શ્રી. (૫) અધ્યાતમ જે વસ્તુ વિચારી બીજ જાણ લબાસી રે, વસ્તુ ગતે જે વસ્તુ પ્રકાશે આનંદઘન મતવાસી રે શ્રી. (૯) યોગી આનંદઘનજીએ આ સ્તવનમાં અધ્યાત્મના સ્વરૂપનો સાચો અર્થ સમજાવ્યો છે અધ્યાત્મના રાગી આગમવાણી પ્રમાણે વસ્તુ તત્ત્વનો સ્વીકાર કરે છે એમ જણાવ્યું છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ૪. શાંતિનાથ ભગવાનનું સ્તવન હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં ધ્યાનમેં ધ્યાનમેં હમમગન, બિસર ગઇ દુવિધા તન મનકી અચિરાસુત ગુણ ગાનમેં હમમગન. હરિ હર બ્રહ્મ પુરંદરકી ઋદ્ધિ આવત નહિ કોઈ માનમેં, ચિદાનંદનકી મોજ મચી હૈ સમતા રસકે પાનમેં હમ, ઇતને દિન તું નાહિ પિછાન્યો મેરો જનમ ગયો સો અજાનમેં. અબ તો અધિકારી હોઇ બેઠે પ્રભુગુન અખય ખજાનમેં હમ, ગઇ દીનતા સબહી હમારી પ્રભુ ? તુજ સમકિત દાનમેં, પ્રભુગુન અનુભવ રસકે આગે આવત નહિ કોઈ માનમેં. જિનહી પાયા તિનહી છીપાયા ન કહે કોઉ કે કાનમેં, તાલી લાગી જબ અનુભવકી તબજાને કોઉ સાનમેં હમ. પ્રભુ ગુન અનુભવ ચંદ્રહાસ જયો સોતો ન રહે મ્યાનમેં, વાચક જસ કહે મોહ મહાઅરિજીત લીયો હૈ મેદાનમેં હમમગન. ભક્તિની એકાગ્રતાનું નિરૂપણ કરતા આ સ્તવનમાં સમકિત પ્રાપ્ત થવાથી દરિદ્રતા દૂર થઈ છે વળી પ્રભુ ગુણ ગાનમાં મસ્ત આત્માની અનુભૂતિ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. ભક્તિના માધ્યમથી મોહને વશ કરી લીધો છે અને આવી ભક્તિ આત્માને મુક્તિ અપાવે તેમાં કોઈ આશ્ચર્ય નથી. શ્રી સામાન્ય જિન સ્તવન સકલ સમતા સુરલતાનો, તુંહિ અનોપમ કંદ ૨, તું કૃપારસ કનકકુંભો, તું હિ જિણંદ મુન્નીંદ રે. ૧ પ્રભુ તું હિ તું હિ તું હિ તું હિ, હું હિ ધરતા ધ્યાન રે, તુજ સરૂપી જે થયા તેણે, લલ્લું તારું તાન રે. પ્રભુ. ૨ તું હિ અલગો ભવથકી પણ, ભવિક તાહરે નામ રે, પાર ભવનો તેહ પામે, એહિ અચરજ ઠામ રે. પ્રભુ ૩ જન્મ પાવન આજ માહરો, નિરખીયો તુજ નૂર રે, ભવોભવ અનુમોદના જે, હુઓ આપ હજૂર રે. પ્રભુ ૪ એક માહરો અખય આતમ, અસંખ્યાત પ્રદેશ રે, તાહરા ગુણ છે અનંતી, કિમ કરું તાસ નિવેશ રે. પ્રભુ પ એક એક પ્રદેશ તાહરે, ગુણ અનંત નો વાસ રે, એમ કરી તુજ સહજ મીલત, હુઓ જ્ઞાન પ્રકાશ રે. પ્રભુ. ૬ Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૨ ૧૭ ધ્યાન ધ્યાતા બેય એકી, ભાવ હોય એમ રે, એમ કરતાં સેવ્ય સેવક, ભાવ હોય એમ . પ્રભુ ૭ શુદ્ધ સેવા તાહરી જો, હોય અચલ સ્વભાવ રે, જ્ઞાનવિમલ સૂરદ પ્રભુતા, હોય સુજસ જમાવરે. પ્રભુ ૮ સંદર્ભ : કવિ પંડિત વીરવિજયજી એક અધ્યયન પા. પ૭ વીરવિજયજી એક અધ્યયન પા. ૯૧ તાર હોતાર પ્રભુ જિનગુણમંજરી પા. ૨૧૦ જૈન કાવ્ય પ્રકાશ પા. ૯૭ જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્ય સંદોહ પા. ૧ ૨૮. ઢાળિયાં ઢાળિયાં શબ્દનું મૂળ “ઢાળ'માં જોઈ શકાય. ઢાળ એ એક વિશિષ્ટ પ્રકારે ગાવાની પંક્તિ કે ઢબ ઢાળમાં ગાવું એટલે તાલબદ્ધ રીતે ગાવું આમ જોઈએ તો ઢાળિયામાં ગેયતાનું વિશિષ્ટ તત્વ રહેલું છે. વીરવિજયજીની કાવ્ય રચનાઓમાં દીર્ઘકાવ્યો સ્તવન કે સઝાય સ્વરૂપે જોવા મળે છે. આ કાવ્યો ચરિત્રાત્મક કે પ્રસંગા લેખનને લગતાં હોય છે. આખ્યાનમાં જેવી રીતે કડવું આવે છે. તેવી રીતે જૈન કાવ્યોની દીર્ઘરચનાઓમાં વસ્તુનું વિભાજન ઢાળમાં કરવામાં આવે છે. અને તેથી આવી રચનાઓને ઢાળિયા તરીકે ઓળખવામાં આવે છે. દા.ત. વીરવિજયજીનાં મેઘા કાજળનાં ઢાળિયાં અને હઢીસીંગના ઢાળિયાં અત્રે એ નોંધ પાત્ર છે. જૈન સાહિત્યનાં ‘ઢાળ સ્ત્રીલિંગરૂપે મોટા પ્રમાણમાં પ્રચલિત છે. સામાન્ય રીતે આવી રચનામાં કેટલી ઢાળ હોય તે પૂર્વનિશ્ચિત નથી. કવિ વિષયવસ્તુને પોતાની આગવી કવિ પ્રતિભાથી કઈ રીતે રજૂ કરવા માગે છે તે ઉપર આધાર રહે છે. આવી રચનાઓ ઓછામાં ઓછી ત્રણ ઢાળમાં શરૂ થયેલી જોવા મળે છે. ત્રણ કે તેથી વધુ ઢાળમાં રચાયેલી કૃતિઓ “ઢાળિયાં' તરીકે ઓળખાય છે. તે સિવાયની લઘુકૃતિઓ સ્તવન કે સઝાય તરીકે ઓળખાય છે. આ ઢાળમાં પ્રચલિત દેશી અને ગેય શાસ્ત્રીય રાગોનો પ્રયોગ થયેલો હોય છે. રાસમાં પણ કથા વસ્તુનું વિભાજન ઢાળથી કરવામાં આવે છે. (૧) ગૌતમસ્વામીનો રાસ-ઉદયવંત મુનિએ છ ઢાળમાં રચ્યો છે. (૨) નારકીનું સ્તવન-સાત ઢાળનું છે જે કવિ મુક્તિવિજયે રચ્યું છે. (૩) છ અઠ્ઠાઈનું સ્તવન વિજયલક્ષ્મસૂરિએ નવ ઢાળમાં રચ્યું છે. (૪) છ આવશ્યકનું સ્તવન વિનવિજય ઉપાધ્યાયે છ ઢાળમાં રચ્યું છે. (૫) નેમનાથ પ્રભુનાં સત્તર ઢાળિયાં કવિ ઋષભવિજયે રચ્યાં છે. (૬) શ્રી ગોડી પાર્શ્વનાથ મેવાશાનું સ્તવન કવિ નેમવિજયે પંદર ઢાળમાં રચ્યું છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોઃ સ્વરૂપ અને સમીક્ષા આ રચનાઓ ઉપરથી સમજી શકાય છે. આવી રચનાઓ અનેક કવિઓ દ્વારા થઈ છે. તેમાં આત્મા આત્મસ્વરૂપ કર્મમોક્ષ પ્રાપ્તિનો માર્ગ વગેરેનું વર્ણન ઉપરાંત ધાર્મિક વહેવારોની વિગતો વિસ્તારથી રજૂ કરવામાં આવે છે. આ રચનાઓમાં મધ્યકાલીન કાવ્ય પરંપરાનાં મંગલા ચરણ ઢાળમાં કથા વસ્તુનું વિભાજન વર્ણન રચના ઢાળ ફળશ્રુતિ વગેરે લક્ષણો સાથે સામ્ય ધરાવે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જેટલી લોકપ્રિયતા આખ્યાન કાવ્યોની હતી તેટલી જ લોકપ્રિયતા જૈન સાહિત્યમાં ઢાળિયાની છે. ઢાળિયાંને લઘુ આખ્યાન સ્વરૂપે જોઈએ તો પણ વધુ પડતું નથી. સ્તવનમાં ઓછામાં ઓછી પાંચ કડીની મર્યાદા છે. પાંચથી વધુ કડીનાં સ્તવનો પણ રચાયાં છે. તેનો આધાર કવિ અને સ્તવનના વિષય પર રહેલો છે. સ્તવન પદ સાથે સામ્ય ધરાવે છે. વિષય અને અભિવ્યક્તિની દષ્ટિએ સામ્યતા લાગે છે. પણ પદમાં ઓછામાં ઓછી ત્રણ કડીની મર્યાદા છે. બન્નેમાં ભાવ ભક્તિ અને ઉર્મિ જેવાં તત્ત્વો રહેલાં છે. કેટલાંક સ્તવનો ઢાળ બદ્ધ રચાયાં છે. આ પ્રકારનાં સ્તવનમાં પ્રસંગ કે વિષયને અનુલક્ષીને વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવે છે. એટલે ઢાળ બદ્ધ સ્તવનો માહિતી પ્રચુર અને વર્ણન પ્રધાન છે. તે ખંડકાવ્ય સાથે પણ સરખાવી શકાય છે. તેનો આરંભ દુહાથી થાય છે જેમાં ઈષ્ટ દેવ-ગુરુ અને સરસ્વતીની સ્તુતિ કરીને વિષય વસ્તુનો નિર્દેશ કરવામાં આવે છે. દા.ત. મહાવીર સ્વામીના સતાવીશ ભવભવના સ્તવનના દુહા જોઈએ તો શ્રી શુભવિજય સુગુરુ નમું નમી પદ્માવતી માય. ભવ સતાવીશ વર્ણવું સુણતાં સમતિ થાય. ઢાળ વસ્તુ વિભાજન કરવામાં આવે છે. એટલે પ્રસંગ-વર્ણન અને વિષયને અનુરૂપ વિગતો લયબદ્ધ રીતે રજૂ કરવામાં આવે છે. સ્તવનમાં કેટલી ઢાળ કોપ તેનો કોઈ નિયમ નથી ઢાળની સંખ્યાએ કવિ કર્મનો વિષય છે. ઢાળમાં ગેય દેશીઓનો પ્રયોગ થવાથી રસિકતા અને વાસણમાં નિમગ્નતા તલ્લીનતા સધાય છે. ઢાળબદ્ધ સ્તવનમાં “કળશ” રચના સ્તવનની પૂર્ણતા સૂચવે છે. તેમાં ગુરુ પરંપરા વર્ષમહિનો તિથિ સ્થળ વગેરેની સંક્ષિપ્ત માહિતી હોય છે. ચોવીશી સ્તવન ભક્તિ માર્ગન લોક પ્રિયતાનું પ્રતીક સ્તવન કાવ્ય પ્રકારમાં નિહાળી શકાય છે. ઢાળ બદ્ધ સ્તવનો ઉપરાંત સ્તવન ચોવીશીની રચનાઓથી આ પ્રકાર અત્યંત સમૃદ્ધ છે. ચોવીશી શબ્દ ઉપરથી ૨૪ સ્તવનો અર્થ નોંધ થાય છે. એટલે આ પ્રકારના સ્તવનો પ્રથમ તીર્થંકર રૂષભદેવથી મહાવીરસ્વામી સુધીનાં સ્તવનોની રચના છે. કવિ સમયસુંદર કવિમાન વિજય કવિજ્ઞાન વિમલસૂરિ મોહનવિજયજી વાચક મુક્તિ સૌભાગ્ય ગણિની ચોવીશીનો સમાવેશ થાય છે. ચોવીશી શબ્દના મૂળમાં ભાષાનો ચતુર્વિશતિસ્તવ શબ્દ છે. તેમાં ૨૪ તીર્થકરોનો સંદર્ભ છે. ભક્ત હૃદયની ભક્તિભાવનાના પરમાત્માના દર્શનની પરમાત્મા સ્વરૂપ જાણવાની આત્મા Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૨૧૯ પરમાત્મા સાથે એકાગ્રતા સાધવાની સ્વદોષ દર્શન નિરૂપણ કરીને સ્વામી સેવકના સંબંધથી ઉદ્ધાર કરવાની શરણાગતિ સ્વીકારીને સમર્પણ ભાવથી ભક્તિરસમાં લયલીન બની પરમાત્મામય બનવાની અનેરી લિજ્જત સાધવાની અનુભૂતિ છે. આવા હેતુથી ભક્તોએ પ્રભુકાય બનીને સ્તવનો રચાયાં છે. તેમાં ચોવીશી રચના મહત્વનું સ્થાન ધરાવે છે. આ ચોવીશીમાં ભક્તિના વિરાટ સ્વરૂપનું દર્શન થાય છે. તેમાં કવિઓની લલિત મંજુલ પદાવલીઓ કેન્દ્રસ્થાને છે. ચોવીશીની રચના ભક્તિ પ્રધાન જ્ઞાનપ્રધાન અને ચરિત્રાત્મક એમ પ્રકારની છે. પ્રભુ પ્રત્યેની ભક્તિ માટે જ્ઞાન પણ અનિવાર્ય છે. પ્રભુના જીવનના પ્રસંગો ચરિત્રાત્મક સ્વરૂપે જીવનમાં સ્થાન પામ્યા છે. તેમાંથી પરોક્ષ રીતે પ્રભુનો જ પરિચય થાય છે. એ પરિચય કે જ્ઞાન ભક્તિને સમૃદ્ધ કરવામાં મહાન નિમિત્તરૂપ બને છે. આગમ ગ્રંથોમાં ભક્તિનું મૂળ સ્વરૂપ જોવા મળે છે. સંસ્કૃત અને પ્રાકૃતમાં ભક્તિ પ્રધાન કૃતિઓ છે. આ વિચારને મધ્યકાલીન સમયમાં સાધુકવિઓએ ભક્તિમાર્ગના પ્રવાહની સાથે રસસભર કાવ્યો રચયાં તે સ્તવન પ્રકારનાં છે. ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય નામનો મહાનિબંધ ડૉ. અજયદોશીએ પ્રગટ કર્યો છે. તેમાંથી વિશેષ માહિતી પ્રાપ્ત થાય તેમ છે. ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય. પા. ૨૫. ઢાળિયાં ઢાળિયાં'ની રચના બે પ્રકારની પ્રાપ્ત થાય છે. ૧. ઢાળ બદ્ધ સ્તવન અને સઝાયની કૃતિઓ. ૨. પ્રતિષ્ઠા અંજનશલાકા તીર્થ મહિમા દર્શનનાં ઢાળિયાં. ઉપરોક્ત બે પ્રકારની કૃતિઓનો પરિચ. અત્રે આપવામાં આવ્યો છે. ઢાળ ‘ઢાળ' દેશીનો એક પ્રકાર છે. ઢાળ એટલે તfપર ગાવાની પદ્ધતિવાળી કાવ્ય રચના દીર્ઘ કાવ્યોમાં વસ્તુવિભાજન માટે “ઢાળ' શબ્દ પ્રયોગ થાય છે. તાલબદ્ધ અને રાગયુક્ત ગાવાની પદ્ધતિવાળી રચના એ ઢાળ કહેવાય છે. ઢાળિયાં ઢાળ બદ્ધ રચનાઓ સ્તવન અને સઝાય પ્રકારમાં વિશેષ પ્રાપ્ત થાય છે. સઝાય પ્રકારની કૃતિઓ એક કરતાં વધુ ઢાળમાં રચાયેલી છે તેના નામ કરણમાં ઢાળનો ઉલ્લેખ થયો છે. દા.ત. | ઋષિ મૂળચંદજીએ દવાનું દ્રિઢાલિયુંની રચના સંવત ૧૮૮૫માં ગોંડવના ચાતુર્માસમાં કરી છે. મુનિએ સંવત ૧૬૬ ૨માં સાંગાનેર ગામમાં ફાગણ સુદ-છઠને સોમવારે “ગજસુકુમાલના ત્રાઢાલિયા''ની રચના કરી છે. ચાંમુત્તાકુમારનું ત્રિઢાલિયુંની રચના કવિ ક્ષમા કલ્યાણની પ્રાપ્ત થાય છે. ‘‘ઝાંઝરિયા મુનિનું ચોઢાલિયું”ની રચના ભાવરત્ન મુનિએ સં. ૧૭પ૬ અષાઢ સુદ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૦ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ૨ના રોજ કરી છે. કલાવતીનું ચોઢાલિયું મુનિ માનસિહે ભુજમાં સં. ૧૮૩૫ના શ્રાવણ સુદ-૫ ના રોજ રચ્યું છે. મેઘકુમારનું ચોઢલિયું કવિ જાદજી મુનિ અજ્ઞાત કવિ કૃત શ્રી પુંડરિક કંડરરિક ચોઢળિયું. રૂષિ રાયચંદે સં. ૧૮૪૦ના નાગોરના ચોમાસામાં મહાવીર સ્વામીના ચોઢાળિયાની રચના કરી છે. શ્રી કીર્તિવિજય ઉપા. પાંચ સમવાયનું “ષટ ઢાલિયું રચ્યું છે. શ્રી માલ મુનિએ અંજારમાં નિવાસ દરમિયાન સં. ૧૮૫૫ના જેઠમાસમાં એલાચીકુમારનું છ ઢાલિયું રચ્યું છે. કવિ સહજસુંદરે મહાવીર સ્વામીના પંચ કલ્યાણના ચોઢાલિયાની રચના સંવત ૧૭૮૧માં સુરતના ચોમાસામાં કરી છે. કવિ પંડિત વીર વિજયજીએ મહાવીર સ્વામીના સત્તાવીશ ભવના પંચઢાલિયાની રચના સં. ૧૯૦૦ના શ્રાવણ સુદ પૂર્ણિમાએ કરી છે. કવિ સમયસુંદરે દાન, શીલ, તપ અને ભાવનું પંચઢાળિયું રચ્યું છે. શ્રી ઇષકાર અને કમલાવતીનું ષટઢાલિયું માલમુનિએ સં. ૧૮૫૫ના જેઠ વદ-૩ને દિવસે રચ્યું છે. ઢાળિયાની રચનાઓ મોટે ભાગે સઝાય પ્રકારની છે. મહાવીરસ્વામીના ઢાળિયાની રચના સ્તવન તરીકે પ્રાપ્ત થાય છે. સ્તવન પ્રકારનાં ઢાળિયાં ભક્તિ પ્રધાન છે. સજઝાય પ્રકારનાં ઢાળિયા ત્યાગ-વૈરાગ્ય અને ધર્મ પુરુષાર્થથી મોક્ષ સિદ્ધિના મૂર્તિમંત ઉદાહરણરૂપે પ્રેરક છે. સંદર્ભ જૈન સઝાય ભાગ- ૧-૨ ૧. ઢાળિયાં એ વર્ણન પ્રધાન રચના છે. તેમાં તીર્થંકર ભગવાનના કલ્યાણક ઉપરાંત પ્રતિષ્ઠા મહોત્સવ અને અન્ય પ્રસંગોનું વર્ણન પણ કેન્દ્રસ્થાને હોય છે. ઢાળ બદ્ધ રચના હોવાથી ‘ઢાળિયાં'નામ પ્રચલિત થયું છે. કવિ પંડિત વીરવિજયજીએ ગોડીજી પાર્શ્વનાથનાં ઢાળિયાની રચના ખંભાત નગરમાં સંવત ૧૮૫૩ના જેઠ સુદ-૫ના દિવસે કરી હતી. તેમાં ગોડીજી પાર્શ્વનાથ ભગવાનનો મહિમા કેન્દ્ર સ્થાને છે. ૨. ગોડી પાર્શ્વનાથ અથવા મેઘા કાજલનાં ઢાળિયાં આ સ્તવનનું મૂળનામ ગોડી પાર્શ્વનાથનાં ઢાળિયાં છે. તેમાં મેઘાશા અને કાજલશાના જીવન પ્રસંગો કેન્દ્રસ્થાને હોવાથી એનું બીજું નામ મેઘા કાજલના ઢાળિયાં આપવામાં આવ્યું છે. કવિની આ રચનામાં ગોડીજી પાર્શ્વનાથનો મહિમા તથા ચમત્કારો વર્ણવ્યાં છે. આ ઢાળિયાનું કથાવસ્તુ ૧૭ ઢાળમાં ક્રમિક રીતે વિભાજિત થયેલું છે. પરંપરાગત Page #240 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૨ ૨ ૧ પદ્ધતિનું મંગલાચરણ પાર્શ્વનાથ ભગવાનનો મિતાક્ષરી પરિચય તુર્ક જાતિના માણસને પાટણમાંથી પ્રાપ્ત થતી મૂર્તિ યક્ષનું સ્વપ્ન મેઘાશા અને કાજલશાનો ભાગીદારીમાં ધંધો મેઘાશાએ તુર્ક પાસેથી પાર્શ્વનાથની મૂર્તિ ૫૦૦ ટકામાં મેળવી સાળા બનેવીનો ભાગીદારીનો હિસાબ મેઘાશાની ધન વૈભવમાં દિન પ્રતિદિન વૃદ્ધિ ગોડી પાર્શ્વનાથના જિનમંદિરની રચના કાજલશાની ઇર્ષ્યા કાજલશાને ત્યાં દીકરીના લગ્ન પ્રસંગે મેઘાશાનું પ્રયાણ કાજલશાની કપટી ચાલ નામેથી વિષ મિશ્રિત દૂધનું પાન કરવાથી મેઘાશાનું અવસાન કાજશાએ બહેનને આપેલું આશ્વાસન જિનમંદિરનું કાર્ય પૂર્ણ કરવાના પ્રયત્નોની નિષ્ફળતા મોઘાશાના દીકરા મહેરાશાને ચક્ષુના સ્વપ્નથી મામાના કપટની માહિતી પ્રાપ્ત થવ મહેરશાના હસ્તે મંદિર નિર્માણનું કાર્ય પૂર્ણ થવું અને ગોડી પાર્શ્વનાથની મૂર્તિનો મહિમા નિરુપણ કરતી પંક્તિઓ ઘણીના દાણ ભાગવાના પ્રસંગે ઊંટની સંખ્યાનો હિસાબ મળવો વગેરે પ્રસંગોનું કવિએ આલેખન કર્યું છે. આ ઢાળિયા એક પટકથા તરીકે આજે પણ રસિક આસ્વાદ કરાવે તેમ છે. - ગોડી પાર્શ્વનાથનાં ઢાળિયાની રચનાનો સમય સ્થળ, ગુરુ પરંપરા અને કવિના નામનો ઉલ્લેખ નીચે પ્રમાણે છે. તસ કપૂર્વિજય શિષય જો ખીમાવિજય મુનીશો છે, જશ વિજય ગુણે ગંભીરજ શુભ વિજય સુરત ભરોજો. lલા તસ ચરણ તણે સુપ સાથે તંબાવતીપુર થાપજો, ગરબાની દેશી માહિં જો સ્તવન રચીયું ઉત્સાહ જો. ૧ના પાવક મણરણ કસ ચંદોજો સંપત શોલ સુખકંદોજો, વળી માસચું જેઠી ઉદારમેં ગીત પંચમી શશી વારજો. ૧૧ આ રીતે ગોડીજી પાર્શ્વનાથની મૂર્તિની ઐતિહાસિક માહિતી આપ તો ઢાળિયાંની રચનાને પ્રસંગ કાવ્ય તરીકે સ્થાન આપી શકાય તેમ છે. ગેય દેશીઓના પ્રયોગથી રચના રસિક બની છે. અન્ય રચનાઓની સમાન ૧૪મી ઢાળમાં ગુરુ પરંપરા અને ઢાળિયાં રચનાનો સમય સંવત ૧૮૫૩માં જેઠ સુદ પાંચમને સોમવારનો છે. તંબાવતી નગરીમાં રચનાને અંતે કળશમાં સંસ્કૃત અને ગુજરાતી ભાષાના મિશ્રણવાળી એક ગાથામાં ગોડીજીનો મહિમા અને ઓશવાલ શ્રાવકોના કહેવાથી રચના કરી છે. એમ જણાવ્યું છે. ફળશ્રુતિ : ગોડી પાર્શ્વનાથનો મહિમાં દર્શાવતાં કવિ જણાવે છે કે મનવંછિત પૂર્ણ થાય સંતાપ દૂર થાય નિર્ધનને ધન મળે નિરાધારને આધાર મળે અપુત્રવાનને પુત્રવાન બનાવે છે. કાયરને શૂરવીર બનાવે છે. ને ગરીબની ગરીબાઈ દૂર કરે છે. ગોડીજીના ધ્યાન અને પૂજનથી અનુસરણ વીરવિજયજોની રચનાઓમાં થયેલું છે. તદઉપરાંત ફળશ્રુતિનો અંતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા જો ભણે ગુણે ભવી ભાવે જો તે સુખ સંપત્તિ પાવેજો, કહે વીર વિજયગણી શાળા તસ ઘર મંગલિક માલાજો. ।।૨૭૮।। ૩. ‘મોતીશાનાં ઢાળિયાં'ની રચના કવિ પંડિત વીરવિજયજીએ સં. ૧૮૮૮ આસો સુદ૧૫ના રોજ કરી હતી. મોતીશા શેઠે મુંબઈ ભાયખલામાં જિનાલયની પ્રતિષ્ઠા કરાવી હતી તે પ્રસંગનું ભાવવાહી અને રસિક શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ ઢાળિયાં લોકપ્રિય બન્યાં છે, મોતીશા શેઠે શત્રુંજય તીર્થ ૫૨ જિનમંદિરની પ્રતિષ્ઠા-અંજનશલાકા સં. ૧૮૯૩માં કરાવી હતી તેનાં ઢાળિયાં રચાયાં છે. ૪. ‘શેઠ હઠીસીંગનાં ઢાળિયાં'ની રચના સં. ૧૯૦૩માં થઈ છે. અમદાવાદમાં બહારની વાડીમાં જિનાલયના પ્રતિષ્ઠા મહોત્સવનું વર્ણન કરતી આ કૃતિ ચૈત્ય મહોત્સવનો પરિચય કરાવે છે. અમદાવાદના શેઠ પ્રેમાભાઈ હેતાભાઈએ શત્રુંજયનો સંઘ કાઢ્યો હતો તેનું વર્ણન કરતાં ઢાળિયાંની રચના સં. ૧૯૦૫ના મહા સુદ-૧૫ના રોજ થઈ હતી. સંદર્ભ : કવિ પંડિત વીર. અધ્યયન ૧-૫ા. ૯૧ નં. ૩-૪ કવિ પંડિત વીર. અધ્યયન પા. ૨૭૭ કવિ પંડિત વીર. અધ્યયન મહાનિબંધ નં ૨ પા. ૩૨૯ કવિ પંડિત વીર. જઈએજી એક અધ્યયન પા. ૯૧, ૨૬૭ ૨૯. વધાવા ભક્તિમાર્ગના સાહિત્યની રચના પ્રકાર અને સંખ્યાની દૃષ્ટિએ વધુ વિસ્તાર ધરાવે છે. લગભગ પ્રત્યેક કવિએ નાની મોટી કૃતિઓમાં ભક્તિમાર્ગને પોષક વિચારો લયબદ્ધ રીતે વ્યક્ત કર્યા છે. ત્યારપછી કર્મયોગ અને જ્ઞાનમાર્ગની જટિલતાથી સર્વ સાધારણ જનતાને સ્પર્શતા. વધુ સમય જાય છે. જ્યારે ભક્તિમાર્ગને હૃદય ને બુદ્ધિ સાથે સંબંધ હોવાથી સહજ સાધ્ય બને છે. ઇષ્ટદેવ પ્રત્યે ચિત્ત મળી જાય એવી મનની સ્થિતિ પ્રાપ્ત થતાં ભક્તિમાં સ્વાભાવિક રીતે વિશેષ ગતિ થઈ શકે છે. ભાવિક ભક્તો પ્રભુ સન્મુખ એક ચિત્તે ભાવ વિભોર બનીને ઇષ્ટદેવ કે ગુરુની અહોભાવથી સ્તુતિ કરી ગુણગાન ગાય છે. આ પ્રકારની કૃતિઓ ઉપાસનામૂલક કહેવાય છે. સાલંબન ભક્તિના નિમિત્તથી આત્માભિમુખ થવા માટે નિરાલંબન ભક્તિ તરફ વિકાસ સધાય છે. ઉપાસનામૂલક કૃતિઓમાં વિશેષ રીતે ઇષ્ટ કે આરાધ્ય દેવદેવીનો મુક્ત કંઠે મહિમા ગાવામાં આવે છે. એવા કાવ્યપ્રકારોમાં સ્તુતિ, સ્તોત્ર, ગહુંલી, ચૈત્યવંદન સ્તવન, ભજન, આરતી, હાલરડાં, થાળ, તીર્થમાળા, પટ્ટાવલી, સલોકા, છંદ, ધવલ, વધાવા, સ્નાત્ર પૂજા, Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૨૨૩ કળશ વગેરે પ્રકારની રચનાઓ ઉપલબ્ધ થાય છે. સ્નાત્રપૂજા, કળશ, ધવલ અને મંગલ જેવી રચનાઓમાં નામ જુદાં છે પણ તાત્વિક રીતે વિચારતાં તેનું વસ્તુ એક જ છે. તેમાં મુખ્યત્વે દેવાધિદેવ, તીર્થંકર ભગવાનના જન્મોત્સવનું કવિઓએ વિવિધ રીતે વર્ણન કરવાનો પ્રયોગ કર્યો છે. ઇંદ્ર મહારાજા મેરુપર્વત ઉપર ભગવાનનો જન્મોત્સવ આડંબર સહિત ઉજવે છે અને એમનો મહિમા ગાય છે. તેનું અનુકરણ મૃત્યુલોકના માનવીઓ સિંહાસનમાં પ્રભુની મૂર્તિની સ્થાપના કરીને જન્મોત્સવ ઉજવે છે. તેની સાથે ઉપરોક્ત રચનાઓને સંબંધ છે. રચનાઓનો સંદર્ભ અત્રે નોંધવામાં આવ્યો છે. ‘વધાવવું એ સન્માનસૂચક ક્રિયાપદ છે. ભક્તો પ્રભુના જીવનના પરમ પાવનકારી કલ્યાણકના પ્રસંગોને ભક્તિભાવપૂર્વક મહિમા ગાઈને વધાવે છે. અક્ષત, સુગંધી ચૂર્ણ, સોના ચાંદીનાં પુષ્પો વગેરેથી પ્રભુને વધાવવામાં આવે છે. આ ક્રિયા એ ભક્તિની બાહ્ય પ્રવૃત્તિ હોવાની સાથે ભક્ત હૃદયની પ્રભુ પ્રત્યેકની શ્રદ્ધાનું પ્રતીક બને છે. વધાવાનાં આવા પ્રસંગોનું નિરુપણ કરવામાં આવે છે, જે પ્રભુની ચરિત્રાત્મક માહિતી પૂરી પાડે છે. તે દષ્ટિએ આવી પદ્ય રચનાનો ચરિત્રાત્મક સાહિત્યમાં સમાવેશ થાય છે. વધારવાનો વિચાર કરતાં બીજી પણ કેટલીક વિગતો જાણવા મળે છે. જૈનાચાર્યોના નગર પ્રવેશ, ચાતુર્માસ પરિવર્તન કે મહોત્સવમાં આગમન થાય ત્યારે તેવા પ્રસંગોમાં એમના સ્વાગતને અનુલક્ષીને ગુરુ મહિમા દર્શાવતી પદ્ય રચનાઓ થતી હતી. આવા પદોને વધાવા નામની સંજ્ઞા આપવામાં આવે છે. જૈન સાહિત્યમાં સૌથી વધુ ચરિત્રાત્મક રચનાઓ વિવિધ સ્વરૂપોમાં મળી આવે છે. ભક્ત કવિ સૂરદાસ અને તુલસીદાસનાં પદોમાં “વધાઈ” નામથી પદો રચાયેલાં ઉપલબ્ધ થાય છે. વધાઈ એ લોકગીત સાથે સામ્ય ધરાવતો કાવ્ય પ્રકાર છે. લોક વ્યવહારમાં પુત્ર જન્મના પ્રસંગે વધાઈ ગાવામાં આવે છે. આના પર્યાયરૂપે જૈન સાહિત્યની વધારાની રચનાઓ છે. ‘વધામણી આપવી” નામનો ગુજરાતી ભાષામાં રૂઢપ્રયોગ જાણીતો છે. તેમાં પણ શુભ સમાચાર આપવાથી આનંદ કે હર્ષનો અનુભવ થાય છે. તેમાં પુત્રજન્મ, વિવાહ, જેવા વ્યવહારના પ્રસંગો સ્થાન ધરાવે છે. તો બીજી તરફ તીર્થકર ભગવાનનો જન્મોત્સવ, આગમન, દેશના સાંભળવી, વિદાય, ગુરુનું આગમન એ પણ વધાઈ સ્વરૂપે કાવ્ય રચનામાં સ્થાન પામેલાં છે. ધવલમાં જન્મોત્સવ ઉપરાંત તીર્થકર ભગવંતની દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ કલ્યાણકના પ્રસંગોનું અલગ ઢાળમાં વર્ણન કરવામાં આવે છે. એક રીતે જોઈએ તો કેટલાક કવિઓએ પંચકલ્યાણક સ્તવનની રચનાઓ કરી છે. તેમાં વધાવા સમાન વસ્તુ નિરૂપણ કરવામાં આવેલ છે. એટલે વધાવાને પંચ કલ્યાણક સ્તવન તરીકે સંજ્ઞા આપીએ તો કાંઈ વાંધો નથી. સ્નાત્રપૂજામાં માત્ર જન્મોત્સવ કેન્દ્રસ્થાને હોય છે. જ્યારે વધાવામાં જન્મોત્સવ ઉપરાંત પ્રભુનાં દીક્ષા, કેવળ અને નિર્વાણ કલ્યાણકનું પણ વર્ણન કરવામાં આવે છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા و به یه વધાવા શ્રી મહાવીર પ્રભુના સંક્ષેપમાં પાંચ વધાવા આ. બુદ્ધિસાગરસૂરિએ ગહુલી સંગ્રહ ભા. રમાં ઉપરોક્ત વધાવા પ્રગટ કર્યા છે. ગેય દેશીઓના પ્રયોગથી વધાવાનો સરળ શૈલી અને પ્રભુ મહાવીર સ્વામીના જીવનનો મિતાક્ષરી પરિચય કરાવે છે. વધાવાનું વસ્તુ પંચકલ્યાણકના સ્તવન સાથે સામ્ય ધરાવે છે. શ્રી મહાવીર પ્રભુના સંક્ષેપમાં પાંચ વધાવા પહેલો વધાવો-શ્રાવણ વરસે રે સુજની. એ રાગ. મહાવીર પ્રભુનો રે વધાવો, પહેલો સંઘ સકળ મળી ગાવો, ત્રીજે ભવેરે અરિહંત, કર્મ નિકાચ્યું તપ ગુણવંત. મ.૧ દશમા સ્વર્ગથી રે ચવિયા, ત્રિશલાના ઉદરે અવતરિયા, ભારત દેશે રેસોહે, ક્ષત્રિપુંડ સહુનાં મન મોહે. મ. ૨ ચઉદ સ્વપ્નો રે દેખે, ત્રિશલા માતા હર્ષ વિશેષ, સ્વપનાં પતિને રે સુણાવે, પુત્ર હોશે એમ પતિ સમજાવે. જોશી સ્વપ્નોનાં ફલ ભાખે, તીર્થકર વા ચક્રી થાશે, ત્રિશલા આનન્દ ઉભરાણી, બુદ્ધિસાગર હર્ષ ભરાણી. બીજો વધાવો મહાવીર જન્મ શ્રાવણ વરસે રે સુજની. એ રાગ ભારત દેશે રે સ્વામી, મહાવીર જન્મ્યા ગુણ વિશ્રામી, ત્રણ ભુવનના રે દેવા, ચઉસઠ ઇન્દો સુર કરે સેવા. ભારત. ૧ અનુપમ લીલાએ ગાત્રે, ચૈત્ર સુદ તેરસની રાત્રે, સુરપતિ ઉત્સવ રે કરતા, મેરૂપર જિનવરને ધરતા. ભારત. ૨ સ્નાન કરાવે રે પ્રેમ, ભક્તિએ નિજ કલ્પને નેમ, પગ અંગુઠે રે દબાવી, કંપાવી મેરૂ સમભાવી. ભારત. ૩ ઇન્દ્ર સંશયને ભાગ્યો, અનંત શક્તિ મહિમા જાગ્યો, માતા પાસે રે લાવે, પ્રભુ નમાવી સ્વર્ગે જાવે. ભારત. ૪ ઉત્સવ મહોત્સવ રે થાવે, વર્ધમાન પ્રભુ નામને ઠાવે, અનુક્રમ મોટા રે થાવે, યૌવનવય યશોદા પરણાવે. ભારત. ૫ ભોગો ભોગવતાં અભોગી, જલ પંકજવતુ નિર્મલ યોગી, બુદ્ધિસાગર રે દીક્ષા, લેવાની મનમાં થઈ ઇચ્છા. ભારત. ૬ મ. ૪ Page #244 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૨૨૫ થયા. ૧ થયા. ૨ થાય. ૩ થયા. ૪ થયા. ૫ દીક્ષા કલ્યાણક ત્રીજે વધાવો માલણ ગુંથી લાવ ગુણીયલ ગજરો એ. રાગ. થયા મહાવીર દેવ વૈરાગી, વિરતિ પરિણામે ત્યાગી, શુદ્ધભાવના ઘટમાં જાગી. માગશર વદ દશમીએ દીક્ષા, દીધી મોહમાયાને શિક્ષા, કરપાત્રે પ્રભુ સે ભીક્ષા. નિજ આતમમાં લયલીન, બાહ્ય ભાવમાં માની ન દીન, શુદ્ધ ચિતવતા રૂપ જિન. પરિષહ સહિયા દુઃખદાયી, પણ પ્રભુજી રહ્યા અકષાઈ, ધર્મ શુકલમાં લયલાવી. શુભાશુભી રહ્યું નહીં ચિત્ત, સત્ય સમતા યોગે પવિત્ર, બુદ્ધિસાગર વીરચરિત્ર. ચોથો કેવલ કલ્યાણક વધાવો ભવિ તમે વંદો રે સૂરીશ્વર ગચ્છરાયા. એ રાગ. વૈશાખ સુદિ દશમી મહાવીરજન, કેવલ જ્ઞાનને પામ્યા, શુક્લ ધ્યાને ઘાતકર્મનો, નાશ કરી દુઃખ પામ્યા, ભવિજન વંદોરે વીરજિનેશ્વર દેવા, જગ પરમેશ્વર રે, સુર નરપશુ કરે સેવા. સમવસરણ દેવે રચિયું શુભ, ત્યાં મહાવીર વિરાજે, જૈનધર્મની દેશના દેવે, મેઘપેરે ધ્વનિ ગાજે. ચોત્રીશ અતિશયે છાજે અહ, વાણી ગુણ પાંત્રીશે, દોષ અઢાર રહિત વીતરાગી, સત્યતત્ત્વ ઉપદેશે. સંઘ ચતુર્વિધ તીર્થને સ્થાપ્યું, ભારત દેશ ઉદ્ધરિયો, ચોવીસમા તીર્થંકર છેલ્લા, અનંત ગુણનો દરિયો. એકાદશ ગણધર નિજપાટે, ગૌતમ આદિ થાપ્યા, બુદ્ધિસાગર મહાવીર પ્રભુજી, ત્રસ્ય ભુવનમાં વ્યાપ્યા. પાંચમો નિર્વાણ કલ્યાણક વધાવો. ભવિ તમે વંદો રે ભગવતી સૂત્રની વાણી એ રાગ. આસો અમાવાસ્યા રાત્રે, પ્રભુજી મુક્તિ સધાયા, ભવિ. ૨ ભવિ. ૩ ર ભવિ. ૪ ભવિ. ૫ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા પ્રભુ. ૨ દીપાળીનું પર્વ ત્યારથી, સુરપતિ કરે નર રાયા, પ્રભુ વીર દેવે રે, દિલથી હો નહીં ન્યારા, આતમરામી રે, નિશ્ચય છો મન પ્યારા. વીર વીર ચિંતવતાં ગૌતમ, કેવલ જ્ઞાનને પાયા, વીર પ્રભુનો સંવત પ્રગટયો, ઉત્સવ મહોત્સવ થાયા. જૈનધર્મ જગમાં લાવી, મહાવીર મુક્તિ સધાવ્યા, ધન્ય ધન્ય વીર પ્રભુનું જીવન, ભક્તોના મન ભાવ્યા. અતિ સંક્ષેપે પાંચ વધાવા, મહાવીર પ્રભુના ગાયા, બુદ્ધિસાગર મહાવીર ગાતાં, જન્મ સફળ સમજાયા. સંદર્ભ : કવિરાજ દીપવિજય મહાવીર પા. ૧૦૬ ગુરુભક્તિ ગહુંલી સંગ્રહ પા. ૧૦૬ ગહ્લી સંગ્રહ ભાગ-૨ પા. ૫૦ પ્રભુ. ૩ પ્રભુ. ૪ ૩૦. આરતી : સ્વરૂપ સંસ્કૃત ભાષાના “મારાત્રિ' શબ્દ અને પ્રાકૃતમાં ‘મારતિય' શબ્દ ઉપરથી આરતી શબ્દ રચાયો છે. એને મારર્તિ અને “વીરાંગન' નામથી ઓળખવામાં આવે છે. મરાઠી ભાષામાં નામનો અંત્યાક્ષરો વ્હસ્ય હોય તો તે દીર્ધ બને છે તે રીતે આરતી શબ્દ ગુજરાતીમાં પ્રચલિત છે. આરતી એટલે દેવ કે ગુરુ મૂર્તિ સમક્ષ ઘીની વાટ બનાવીને પ્રગટાવીને ચક્રાકારે ફેરવવાની ક્રિયા. આરતીમાં ઇષ્ટદેવનું સ્વરૂપ મહિમા પ્રભાવ, દિવ્યશક્તિ, પરાક્રમ આદિના વિચારો પદ્યમાં સ્થાન પામે છે. તદુપરાંત ભક્તની આદ્ર ભાવના મનોકામના પૂર્તિનો પણ ઉલ્લેખ થાય છે. આરતી ભક્તિમાર્ગની ઉપાસનાનું એક લોકપ્રિય અને અતિ પ્રચલિત સમૂહમાં ગવાતું ઘંટનાદના બુલંદ ધ્વનિથી ગુંજરાવ કરતું વિશિષ્ટ પ્રકારનું ગીત કાવ્ય છે. આરતી શબ્દ “આકરતિ'નો બનેલો છે. રતિનો અર્થ પ્રીતિ થાય છે. ‘આ’ નો અર્થ ચારે તરફથી બધી બાજુથી આવવું. ભાવિક ભક્તો આરતી ટાણે સમૂહમાં અવશ્ય એકત્ર થઈને આરતી ગાઈને ભક્તિનો લ્હાવો લે છે. આરતીનો અન્ય અર્થ નિવૃત્તિ એટલે પૂજા વિધિ કે અન્ય ધાર્મિક અનુષ્ઠાન પૂર્ણ થાય છે તેનું સૂચન કરે છે. સંસ્કૃતમાં આરતીનો અર્થ દુ:ખ પીડા, શોક, ક્લેશ, દર્દ, ચિંતા આદિનો નાશ થવો. એમ જાણવા મળે છે. આરતી ઉતારવી એટલે ઇષ્ટદેવના પ્રીતિપાત્ર બનીને એમની અસીમ કૃપાના ફળની પ્રાપ્તિ થવી એવી સાત્વિક ભક્તિ ભાવનાવાળી ક્રિયા છે. મરાઠી ભાષામાં નીરાંજન શબ્દ આરતીનો પર્યાયવાચી છે તેનો અર્થ ઈષ્ટદેવની મૂર્તિને Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૨૨૭ નિઃશેષપણે શોભતી દર્શાવવો દેખાડવો એમ થાય છે. આરતી ચક્રકારે ફેરવીને દેવનું નખશિખ દર્શન કરવાની ક્રિયા પણ છે. આરતી અને તેના ફળે વિશે સંસ્કૃતમાં માહિતી પ્રાપ્ત થાય છે. નીરાબનં ચ ય પક્ષેત્ કરાભ્યાં ચ પ્રવન્દતે । કુલ કોટિ સમુદ્રધૃત્યયાતિ વિષ્ણોઃ પરં પદમ્ ॥ ધૂપ કરવાની અને આરતી કરવાની ક્રિયાઓને જે જુએ છે અને બન્ને હાથે પ્રણામ કરી આસકા લે છે તે પોતાના કુળની કરોડ પેઢીનો ઉદ્ધાર કરે છે અને ભગવાન વિષ્ણુના પરમપદને પામે છે. આરતીમાં પાંચ દીવેટ છે એટલે ‘પંચદીપક-દીવો' શબ્દ પ્રયોગ થાય છે. પંચ દીવો પ્રગટ કરી, જિનવર અંગ સુવાસ જિન આરતી ઉતારતાં, ભવ સંકટ નિત જાય. આરતી ‘કપૂર' દ્વારા સુરભિ યુક્ત બનાવવામાં આવે છે. આરતી ચરણથી શરૂ કરીને મુખ સુધી લઈ જવામાં આવે છે. વૈદિક ઉપાસનામાં આરતી-ની ક્રિયા મંત્રોચ્ચાર સહિત થાય છે. આરતી પછી મંગલ દીવો ઉતારવામાં આવે છે. મંગલદીપક મિથ્યાત્વરૂપી અંધકારનો નાશ કરવાના પ્રતીક સમાન આત્માના જ્યોર્તિમય સ્વરૂપનું પણ વિશિષ્ટ પ્રતીક છે. મંગલદીપકથી ‘આત્મવીોમવ' એમ સમજવાનું છે. સંસ્કૃતમાં દીપ જ્યોત વિશે નીચેનો શ્લોક પ્રાપ્ત થાય છે. શુભં કરોત કલ્યાણમ્ આરોગ્ય ધનસંપદઃ । શત્રુબુદ્ધિવિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે ॥ અહીં દીવાની જ્યોતને સંબોધીને કહ્યું છે કે શુભકર કલ્યાણ કર આરોગ્ય અને ધન સંપત્તિ આપ કોઈને પણ શત્રુ માનવાની બુદ્ધિનો નાશ કરનાર તમે નમસ્કાર ઉપરાંત દીપો હસ્તુ મે પાપમ્ દીપ મારું પાપ હરી લે એવી પ્રાર્થના પણ કરવામાં આવી છે. જૈન દર્શનમાં પ્રભુની અષ્ટપ્રકારી પૂજાનું વિધાન છે જેમાં પાંચમી દીપક પૂજા છે. તે પણ આરતીના સંદર્ભમાં વિચારવા યોગ્ય છે. દીપકસે જિન પૂજતાં, આતમ નિર્મળ હોય, જગ દીપક પ્રગટાવવા, દીપક તણો રે ઉદ્યોત દ્રવ્ય દીપક સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકા લોક પંચમી ગતિ વરવા ભણી પંચમી પૂજા રસાળ । કેવળરત્નગવેષવા ઘરિયે દીપક માળ ॥૧॥ (કવિ વીરવિજયજી) નિશ્ચય ધન જે નિજપણું, તિરોભાવ છે જેહ, પ્રભુ મુખ દ્રવ્ય દીપક ધરી, આવિરભાવ મેહ. ||૧|| Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા અભિનવ દીપકએ પ્રભુ, પૂજા માગો હેવ, અજ્ઞાન તિમિર જે અનાદિનું ટાળો દેવાધિદેવ ॥૨॥ (રૂપવિજયજી) જગ પ્રદીપ પુર દીપે શુભ, કરતાં ભાવો એહ । અવરાણું જે અનાદિનું, જ્ઞાન લક્ષ નિજ જેહ, IlI (પંડિત ઉત્તમવિજય) પંચમ પૂજા જિન તણી, પંચમી ગતિ દાતાર, દીપસે પ્રભુ પૂજિયે, પામીયે કેવલ આર. ॥૪॥ (આત્મારામજી) આરતી પાંચ વાટની છે. આ પાંચ વાટ પંચજ્ઞાન, એટલે મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન એમ સમજવાનું છે. મંગલ દીવો એક વાટનો છે. તેનો અર્થ આત્માના જ્યોતિર્મય સ્વરૂપનો છે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ થાય અને સ્વસ્વરૂપ પ્રાપ્ત થાય તેનું પ્રતીક મંગલદીવાની જ્યોત છે. મંગલ કાર્યની પૂર્ણાહુતિ નિમિત્તે તેમજ જીવનમાં મંગલ થાય તે માટે સાયં-પ્રાતઃ આરતી ઉતારવાની ક્રિયા જિનમંદિરમાં પ્રતિદિન થાય છે. આચાર્ય શીલચન્દ્રસૂરિ આરતીના સંદર્ભ વિશે નીચે પ્રમાણે જણાવે છે. અર્હત્ મહાપૂજન વિધિ, ‘આચાર દિનકર’ જેવા સંસ્કૃત ગ્રંથોમાં આરતી વિશે પાઠ મળે છે. આ પાઠ બોલ્યા પછી આરતી મંગલ દીવો ઉતારવામાં આવે છે. ‘આરાત્રિક’ ત્રિકાળ પૂજાના અંતિમ અનુષ્ઠાનરૂપ સ્થાન ધરાવે છે. જો અનુષ્ઠાનને અંતે આરતી કરવામાં ન આવે તો તે અનુષ્ઠાન અપૂર્ણ છે. પ્રભુ જ્ઞાન પ્રકાશાત્મા છે એટલે પાંચ વાટની આરતી ઉતારવામાં આવે છે અને મંગલ દીવો શુભ શુકન મંગલરૂપે ઉતારાય છે. સંસ્કૃત ભાષાની અપ્રગટ કૃતિ ‘ઋષભતર્પણ’માં આરતીનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. આ હસ્તપ્રત ૧૭મી સદીની છે તેમાં કર્તાનો કોઈ ઉલ્લેખ નથી. એક કાળ ચક્રમાં ૨૪ તીર્થંકરો થાય છે. તીર્થંકર ભગવાનનાં પાંચ કલ્યાણકમાં જેવી કલ્યાણકની ઉજવણી રાજવી વૈભવથી સ્વર્ગમાં ૨હેલા દિવ-દેવીઓ મેરુ પર્વત ઉપર જઈને ઉજવે છે. પ્રભુનો વિધિવત્ અભિષેક કર્યા પછી આરતી-મંગલ દીવો કરે છે અને પછી નંદીશ્વર દ્વીપમાં જઈને મહોત્સવ કરે છે. સ્નાત્રપૂજામાં પુષ્પાદિક પૂજાને છાંટી કરી કેસરરંગ સાથે મંગળ-દીવો આરતી કરતાં, સુસ્વર જય જય બોલ' આરતી-મંગલ દીપકની પ્રાચીનતામાં કોઈ સંશય નથી. સંદર્ભ : બૃહદ્ આરતી સંગ્રહ : મંગલ દીવો કવિ દેપાલે મંગલ દીવાની રચના કરીને કુમારપાળ મહારાજાએ અપૂર્વ ભક્તિભાવથી આરતી ઉતારી હતી તેનો ઉલ્લેખ કર્યો છે મંગલ દીવો શુભ શુકન સમાન છે અને તે વ્યક્તિ અને સંઘનું સર્વ રીતે મંગલ કરે છે. ‘ચારો મંગલ ચાર'માં કવિએ પ્રભુની દ્રવ્ય એ ભાવપૂજાનો મિતાક્ષરી સંદર્ભ દર્શાવ્યો છે. ‘‘ચોથે મંગલ પ્રભુ ગુણ ગાઉં, નાચું જોઈ જોઈ કાર'' સકળચંદ Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૨૨૯ (સાંકળચંદ)ની ચારો મંગલચાર આરતીમાં પ્રભુ ભક્તની માહિતી પ્રાપ્ત થાય છે. કવિના શબ્દો છે. ‘હૈયે ધરી ભાવ ભાવના ભાવો, જિમ પામો ભવપાર.’ આ રીતે મંગલ દીવો જીવનમાં સર્વ રીતે મંગલ કરનારો છે પણ મંગલ થાય તે માટે દ્રવ્યની સાથે ભાવની ઉત્તમતા જરૂરી છે. આ વાત સર્વ ધર્મકરણીમાં કેન્દ્ર સ્થાને છે. “આરતીનો મહિમા" એક વખત કુમારપાળ મહારાજાએ પરમાત્માની અંગ રચનાનું દર્શન કર્યું ત્યારે મનમાં શુભ ભાવના પ્રગટ થઈ કે મારા ઉદ્યાનમાં છ ઋતુનાં પુષ્પો ન ઊગે ત્યાં સુધી ઉપવાસ કરવો. આ પ્રતિજ્ઞાના સમાચાર પૂ. હેમચંદ્રાચાર્યને જાણવા મળ્યા. પૂ.શ્રીએ શાસનદેવીની સાધના કરી અને ઉદ્યાનમાં છ ઋતુમાં પુષ્પો ઊગી નીકળ્યાં. પછી કુમારપાળ મહારાજાએ આ પુષ્પોથી પરમાત્માની ભવ્ય અંગ રચના કરીને ભાવોલ્લાસ પૂર્વક આરતી ઉતારી. એટલા માટે આરતી ઉતારી રાજા કુમારપાળે એવો ઉલ્લેખ આરતીમાં થયો છે. આરતી બૃહદ્ આરતી સંગ્રહ વિવિધ પૂજા સંગ્રહ પરિશિષ્ટ ૩૧. ગરબો ગરબી ૧. ધાર્મિક અને સામાજિક ઉત્સવોમાં સમૂહમાં ગાવાની પદ્ધતિમાંથી ગરબાનો ઉદ્ભવ થયો છે. ગરબો મુખ્યત્વે માતાની ભક્તિ સંદર્ભમાં વિકાસ પામ્યો છે. અંબા માતા-કાળીમાતાના ગરબા જનજીવનમાં વધુ ખ્યાતિ ધરાવે છે. માતાની ભક્તિના વિષય ઉપરાંત સામાજિક અને સમકાલીન વિષયો પણ ગરબામાં કેન્દ્ર સ્થાને રચ્યા છે. આ રચનાઓ સંઘ નૃત્ય સાથે સંબંધ ધરાવતી હોવાથી તેનાં ગેયતાનું લક્ષણ અનિવાર્યપણે રહેલું છે. ગરબામાં દેવ-દેવીપૂજા શણગાર, દૈવી શક્તિ અને દેવ-દેવીના ચમત્કાર પ્રભાવનું વર્ણન હોય છે. વિવેચક શ્રી અનંતરાય રાવળ જણાવે છે કે ગરબા ગરબીનું મૂળ દેશીઓમાં છે. ત્યાર પછી રાસ રચનાઓમાં તેની માહિતી પ્રાપ્ત થાય છે. ટૂંકી દેશીઓમાંથી પદ રચના બની. લાંબી દેશીઓમાંથી કડવાં બન્યાં. પદોમાંથી ગરબીનો ઉદ્ભવ થયો અને કડવામાંથી ગરબાનો ઉદ્ભવ થયો. ગરબામાં ભાવની વિશિષ્ટતા કરતાં વર્ણન ચમત્કાર મહિમા મહત્વનું સ્થાન ધરાવે છે તેમાં મંગળાચરણ ઇષ્ટદેવની સ્તુતિ અને ફળ શ્રુતિના ઉલ્લેખ થાય છે. ગરબાના ઉદ્ભવ અંગે મત-મતાંતર પ્રવર્તે છે તેમ છતાં ગરબા ગાવાની પ્રથા જૂની છે એમ સૌ કોઈ સ્વીકારે છે. ગરબા માટે કવિ વલ્લભમેવાડાનું નામ પ્રચલિત છે. ત્યાર પહેલાં કવિ ભાણાદાસની પંક્તિમાં ગરબાનો સંદર્ભ મળે છે. જોગિ જોગમાયા ગરખું રચી” ૨. ગરબી ટૂંકી અને ભક્તિ ભાવ પ્રધાન રચના છે. ક.મા. મુનશી જણાવે છે કે Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ગુજરાતની ગરબી એ ઊર્મિકાવ્યનું ઉત્તમ ઉદાહરણ છે. ગરબીમાં એક જ વિચાર કે ઊર્મિનું નિરુપણ થવું જોઈએ. ગરબીમાં દીર્ઘ વર્ણનને સ્થાન નથી. ગરબીની રચના સમૂહનૃત્યને અનુરૂપ તાલબદ્ધ અને સૂચના સમન્વયવાળી હોવી જોઈએ. ગરબીનું ધ્રુવપદ આકર્ષક અને મધુર-કર્ણપ્રિય હોવું જોઈએ. તેમાં હૃદયના ઊંડાણમાંથી ભાવસભર અભિવ્યક્તિ મહત્વની છે. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ગરબીના ઉદ્ભવ વિશે ક.મા. મુનશી જણાવે છે કે કવિ ભાલણનાં કેટલાંક પદો ગરબી સ્વરૂપમાં છે ત્યારપછી પ્રીતમ રણછોડ, રાજે, નિષ્કુળાનંદ બ્રહ્માનંદ, પ્રેમાનંદની કૃતિઓમાં ગરબી જોવા મળે છે. નરસિંહરાવ દીવેટિયા કવિ દાયારામને ગરબીના પિતા ગણાવે છે. દયારામની ગરબીઓ વિશેષ લોકપ્રિય છે. વિશ્વમાં ગુજરાતના રાસ-ગરબા અને ગરબીઓ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂલ્ય ધરાવે છે. ગરબી ભક્તિ પ્રધાન રચના છે વિશેષતઃ કૃષ્ણ ભક્તિના સંદર્ભમાં તેનો વિકાસ થયો છે. મધ્યકાલીન ગુજરાતી (પા. ૩૮) સાહિત્યનો ઇતિહાસ ગુજ. સાહિત્ય સ્વરૂપો પા. ૨૨ જૈન સાહિત્યમાં ગરબા-ગરબીનું પ્રમાણ થોડું છે. ગહુંલી સંગ્રહની કેટલીક ઉપલબ્ધ કૃતિઓમાં ગરબા અને ગરબીની કૃતિઓ પ્રાપ્ત થાય છે. ધાર્મિક મહોત્સવ પાઠશાળા જિનમંદિરનાં દર્શન અને જૈનચારને કેન્દ્રમાં રાખીને રચાયેલી કૃતિઓ પ્રાપ્ત થઈ છે અત્રે દૃષ્ટાંતરૂપે ગરબા-ગરબીની રચનાઓ પ્રગટ કરવામાં આવી છે. આ વિશે સંશોધન કરવાથી વધુ કૃતિઓ મળે તેમ છે. ગરબો ગુજરાતનું વિશ્વ વ્યાપી ગૌરવપ્રદ નજરાણું છે ગરબીએ ભક્તિ પ્રધાન રચના તરીકે ભક્તજનોના હૃદયમાં સ્થાન ધરાવે છે જૈન સાહિત્યમાં પણ ગરબા-ગરબીની સમૃદ્ધિ ખાણના હીરા સમાન છે તેને પ્રગટ કરવાની જરૂર છે. ગરબો રાંદેર નગરે મેળાવડો આ ભલો રે લોલ, શુભ જૈનનો ઉદ્ધાર છે એ ખરો રે લોલ. (૧) એની પ્રીતિને અંતરમાં ધારજો રે લોલ, શુદ્ધ ભાવેથી સુમતિને ભાળજો રે લોલ. (૨) રાણા સજ્જન મનમાં ભાવિયાંરે લોલ, લ્હાવો લેવા મેળાવ ડે આવિયારે લોલ. (૩) રૂડા શેઠીઆઓ શાન દાન આપતાં રે લોલ, પુન્ય પોથી બાંધીને સુગતિ જતા રે લોલ. (૪) ધન્ય ધન્ય તે રાંદેર શહેરને રે લોલ, થયો સંપને આનંદ લહેરને રે લોલ. (૫) Page #250 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૨૩૧ ઓગણિ ચોસુંઠ માગશર માસરું રે લોલ, શ્યામ પ્રયોદશિને ગુરુવાર શું રે લોલ. (૬) પ્રથમ વરસે તે દરિશન આપિયું રે લોલ, જાણે આદિત્યનું તેજ વ્યાપિયું રે લોલ રાંદે. (૭) (પાઠશાળાના વાર્ષિકોત્સવ પ્રસંગનો ગરબો) સંદર્ભ : શ્રી જૈન સ્તવન મંજરી ગહેલી છવ્વીશી ગરબો અનોપમ આજ રે ઓચ્છવ રે મહાવીર મંદિર રે, ચાલો જોવા જઈએ હેતે હળી મળી આજ. વાલાવીરનો જનમ દિવસ છે આજનો રે |અનોપમ / ૧ ત્રિશલા કુખે અવતર્યો મહાવીરનો અવતાર, ધન્ય ધન્ય દિવસ તે ઘડી વરત્યોજયજયકાર. થાળ ભરી ભરી મોતીડે વધાવતી રે, છપ્પન કુમરી સજી સૌ શણગાર. ઉભી આરસ પારસમણિ ચોકમાં રે || અનોપમ / ૨ જિન મનરંજન પારણું હીરાનો ઝળકાટ, પોઢ્યા છે. માંહિ મણિ પુનમ મુખ જણાય. હેતે હિંચોળે છો. કંચનવરણી દોરીએ રે, માતાત્રિશાલા હરખ અપાર. એવો દિવસ ઉગ્યો છે આનંદનો રે || અનોપમ | ૩ મોતી તોરણ બારણે દીસે ઝાકઝમાળ, ઇંદ્રાણી આગે નાચે રણઝણ ઈચ્છો થાય. ટઉકા કરતી કોયલ મધુરા મેણાં કંઠની રે, વળી બપૈયા ગાવંતા રૂડા રાગ. એવું આનંદ આનંદ વીર પારણું રે ! અનોપમ // ૪ પા.નં. ૨૨૨ (મહાવીર સ્વામીના જન્મોત્સવનો ગરબો) સંદર્ભ : શ્રાવક કર્તવ્ય ગરબી (શિખામણની) બહેની સુણ જો રે મારી હેત શિખામણ એક છે સારી બહેની. (૧) ધનથી મોટાઈ ધારે તે શું આતમ કાજ સુધારે બહેની. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ (૧૦) જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા ભણીએ ગણીએ રે ભાવે જેથી મુર્ખાઈ દુરભવે ન્હની. (૩) ઉતમ કેળવણી લીજે મુખથી મીઠા વચન વદી જે બેની. (૪). ચાડી ચોરીને ન જ કરીએ સદગુણ માળા હૃદયે ધરીએ બહેની. (૫) સાસુસસરાનું માન ક્રોધે નવી કરીએ અપમાન બની. કરજ કરીને રે ભારી આભુષણ પહેરો નહિમારી બહેની. (૭) પર પુરુષની રે સાથે હસીએ નહિ મળી હાથો હાથે બહેની. (૮) પાપ મલિનતા રે તો નવરાં બેઠાં પ્રભુને ભજીએ બહેની. જીવ જંતુ ને રે જોઈ દળવું ખાંડવું કીજે રસોઈ બહેની. માતાપિતાને રે નમીએ પર ઘર નવરાં કહો કીમભમીએ. (૧૧) રડવું રોવું રે ત્યાગો ગુરુ વંદી સદગુણને માગો બહેની. (૧૨) ન્યાયનિતીથી રે ચાલો બુદ્ધિસાગર સુખમાં માલો બ્રેની. (૧૩) પા.નં. ૬૭ સંદર્ભ : શ્રી ચિંતામણિ ગરબો અમે પરદેશી પંથીને કોઈ પંથ બતાવજો, ભૂલ્યા અમે ભગવંતનો મારગ તે સમજાવજો. પ્રભુની પ્રીતિના પાઠ પવિત્ર તે પ્રેમે ભમાવજો, મોક્ષનો મારગ કેટલા જોજન દૂર જણાવજો. લાખ ચોરાસી પંથમાં ભટક્યો કાળ અનંત, સીધો મારગ મોક્ષનો કોઈ બતાવો સંત અમે. (૨) પાંચ ઘોડાની ગાડલી ઘોડા બહુ મસ્તાન, અમે અનાદિ ઉંઘમાં ભૂલ્યા મારગ ભાન અમે. (૩) સંત બતાવે મોક્ષનો સીધો મારગ એક, દર્શન જ્ઞાન ક્રિયા તણો આરાધો સુવિવેક અમે. (૪) ઉડે ઉંઘ અનાદિની આવે હાથ લગામ, અંતર મહુરત સાધતાં મોક્ષપુરી શુભ કામ અમે. (૫) સાત રાજ ઉપર જશો જોજન દૂર અસંખ, ચંદ્ર કહે એક સમયમાં સાધો પંથ અંડક અમે. (૬) પા.નં. ૮૨ આત્માને કરવા યોગ્ય કર્તવ્યની માહિતી. સંદર્ભ : ગહ્લી સંગ્રહ જૈન ગરબાવળી Page #252 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ' ૨૩૩ ૩૨. ગહુલી ગહેલી ગેય કાવ્ય પ્રકાર છે. તેમાં માત્ર ગુરુ સ્તુતિનો વિચાર કેન્દ્ર સ્થાને નથી પણ વિવિધ પ્રસંગોને અનુરૂપ વિચારો ગહ્લીમાં ગુંથી લેવામાં આવે છે. તેનું વિષય વૈવિધ્ય નોંધપાત્ર છે. ગુરુભક્તિની ગહુલીમાં ગુરુ વાણીનો પ્રભાવ અને એમના વ્યક્તિત્વ–આચાર શુદ્ધિને લગતા ગણિનો ઉલ્લેખ થાય છે. તીર્થ મહિમાની ગહુંલી સ્તવન સાથે સામ્ય ધરાવે છે અને તીર્થમાં ગવાય છે તથા ગામે ગામ તીર્થની સાલગીરી નિમિત્તે પણ આવી ગહેલીઓ ગાવાનો રિવાજ છે. પર્વના દિવસો ચૌમાસી ચૌદશ, પર્યુષણ, સંવત્સરી, શાશ્વતી આયિબલની ઓળી, દીવાળી અક્ષયતૃતીયા, જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ, દીક્ષા મહોત્સવ, તપનું ઉજમણું, ગુરુ ભગવંતનું આગમન, અને વિહાર, જિનવાણી શ્રવણ, સંઘયાત્રા વગેરે પ્રસંગોમાં ગહેલી ગવાય છે એટલે ગહુલીના વિષયમાં પણ વિવિધતા જોવા મળે છે. ચાતુર્માસ ઉપધાન તપની આરાધનાને પ્રસંગે જૈન ધર્મના ગ્રંથનું ગુરુમુખે શ્રવણ કરવામાં આવે છે. તેમાં ભગવતીસૂત્ર, બારસાસૂત્ર, કલ્પસૂત્ર, યોગશાસ્ત્ર, શ્રાદ્ધાવિધિ પ્રકરણ અને અન્ય ચરિત્રનો સમાવેશ થાય છે. ગહેલીમાં ઉપરોક્ત ગ્રંથોનો મહિમા ગાવામાં આવે છે. જિનવાણીનું શ્રવણએ શ્રાવક-શ્રાવિકાનું મહાન સુત છે. ગુરુ મુખે આ વાણી શ્રવણ કરવાથી ભવ્યાત્માઓ ધર્મ પામીને આત્મકલ્યાણના માર્ગમાં પુરુષાર્થ કરે છે. ગહુલીમાં જિનવાણીનો પણ મહિમા ગાવામાં આવે છે. ગહુલીના કેન્દ્ર સ્થાને ગુરુ ભગવંત છે એટલે એમના ગુણોનું કીર્તન કરતી ગહુલીઓ પણ રચાઈ છે. અત્રે દષ્ટાંતરૂપે કેટલીક ગહુલીઓ નોંધવામાં આવી છે. ગહુંબિ-ગુરુગુણ સ્તુતિ યોગ્ય દરરોજ પ્રભાતે પ્રવચન થાય (સાધુ વ્યાખ્યાન વાંચે) તેમાં વચ્ચે દશ મિનિટનો આંતરો પડે છે તે વખતે સ્ત્રીઓની ગાવાની રચનાને ગહુનિ કહેવામાં આવે છે. આ કવિરાજે ઘણી ગહુળિઓ બનાવી છે કહે છે કે પ્રચલિત પ્રત્યેક ગરબી ગરબાના રાહ પર એમણે ગહુનિઓ બનાવી છે અને નીચેનાં નામો મળ્યાં છે. ૧. શ્રી શુભવિજયજીના અમદાવાદના શ્રાવકોનાં નામ સૂચક ગહુળિ સં. ૧૮૫૮ના અસાડ શુદિ ૧૪ પછીના ચાતુર્માસમાં બનેલી. ૨. સિદ્ધચક્રની ગહુળિ ગાથા ૧૨ આવો સખિ સંજ મિયાગાવા. ૩. ભગવતીસૂત્રની ગહુળિ ગાથા ૭ વીરજી આપારે ગુણશીલ ચૈત્ય મોઝાર. ૪. અઠ્ઠાવીશ લબ્ધિની ગહુળિ ગાથા ૯ ગણધર શ્રી ગૌતમ પ્રભુ રે. ૫. પર્યુષણની ગહુળિ ગાથા ૯ જીરે લલિત વચનની ચાતુરી. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા ૬. મુનિની ગહુળિ ગાથા ૯ મુનિવર મારગમાં વસિયા. ૭. ગુરુની ગહુળિ ગાથા ૫ ચરણ કરણશું શોભતા. ૮. સુકૃતની ગહુળિ ગાથા ૬ સુકૃત તરૂની વેલિ વધારવા રે. ૯. સાધુજીની ગહુળિ ગાથા ૬ જ્ઞાનદિવાકર શોભતાં. ૧૦. દર્દૂચક દેવની ગહુળિ ગાથા ૮ રાજગૃહી વનખંડ વિચાલ. ૧૧. મુનિની ગહુળિ ગાથા ૭ . ૧૨. અષ્ટાંગ યોગની ગહુળિ ગાથા ૭ મુદિતા મુનિમંડળીએ વસ્યા. ૧૩. અખંડ તાપસની ગહુલ ગાથા ૬ અરિહા આયારે ચંપા વન કે મેદાન. ૧૪. પર્યુષણની ગહુળિ ગાથા ૨ સખિ પર્વ પજુસણ આવિયા. ૧૫. સામાન્ય ગહુળિ ગાથા ૬ ચતુરા ચતુરી ચાલશું રે ચાલીચીખે ચીરે. ૧૬. જયંતિપ્રશ્ન ગહુળિ ગાથા ૯ ચિતહર ચોવીશમા જિનરાજ. વ્યાખ્યા-પ્રવચનમાં ગહુલીનો સાથીયો પૂરીને ગહુલી ગાવામાં આવે છે. આ પ્રણાલિકા સર્વ સામાન્ય રીતે પ્રચલિત છે. ગુરુભગવંતના આગમન, સત્કાર, વિદાય, જિનેન્દ્રભક્તિ મહોત્સવ, દીક્ષા મહોત્સવ, તપની આરાધના-પારણું-ઉદ્યાપન મહોત્સવ વગેરે પ્રસંગોએ ગહુલી ગાવાનો રિવાજ છે. વિવિધ પ્રસંગોએ નારીવૃંદના મધુર કંઠે ગવાતી ગહુલી શ્રવણ કરવી એ જીવનની સોનેરી ક્ષણો ગણાય છે. ગહુંલી માત્ર માનવસમાજની પ્રવૃત્તિ નથી. સ્વર્ગમાં અપરંપાર સુખ સમૃદ્ધિમાં રાચતા દેવો અને દેવીઓ પણ સાક્ષાત્ ભગવાન વિચરતા હોય, બાર પર્ષદામાં બિરાજમના થઈને દેશના આપતા હોય ત્યારે પણ કિંમતી દ્રવ્યો હીરા, માણેક, મોતી વગેરેથી પ્રભુની ગહેલી કરીને સત્કાર કરે છે. કવિઓએ ગહુલીમાં વાસ્તવિકતાનું દર્શન કરાવ્યું છે. સીમંધર સ્વામીની સ્તુતિમાં દેવોની પ્રભુ ભક્તિ અને સત્કારની ભાવનાને વ્યક્ત કરી પંક્તિઓ જોઈએ તો મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધરસ્વામી સોનાનું સિંહાસનથી રૂપાનાં ત્યાં છત્ર બિરાજે રત્નમણિના દીવા દીપેજી કુમકુમ વર્ણી ત્યાં ગયુંલી વિરાજે, મોતીના અક્ષતસારજી આ પ્રસંગ મહાવિદેહક્ષેત્રમાં વિચરી રહેલી સીમંધરસ્વામીના સંદર્ભમાં અત્રે નોંધવામાં આવ્યો છે. તેમાં ગહુલીનો પ્રાચીન સંદર્ભ રહેલો છે. ગહુલીમાં “સાથીયો” કરવામાં આવે છે. જૈન ધર્મમાં સ્વસ્તિક લોકપ્રિય છે. તેના ચાર છેડા ચાર ગતિનું સૂચન કરે છે. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક ગતિનો નાશ કરવાના પ્રતીકરૂપે જિનમંદિરમાં ભક્તો સાથીયો કરે છે. સાથીયા પહેલાં અક્ષતની ત્રણ ઢગલી દર્શન, જ્ઞાન અને ચારિત્રના પ્રતીક તરીકે સ્થાપવામાં આવે છે. આ ત્રણની આરાધનાથી ચાર ગતિનો નાશ થાય અને સિદ્ધગતિ-સિદ્ધિપદ પ્રાપ્ત થાય છે. સિદ્ધિપદના પ્રતીક રૂપે ત્રણ ઢગલી પહેલાં સિદ્ધશિલા Page #254 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૨૩૫ સ્થાપવામાં આવે છે જે ફળનું સૂચન કરે છે. સાથીયાની આકૃતિ સર્વસાધારણ જનતામાં પ્રચલિત છે. સાથીયાની વિવિધ આકૃતિઓ પણ પ્રસંગોપાત ઉપયોગમાં લેવાય છે. “નંદાવર્ત આકૃતિ સંસારની ભવ ભ્રમણમાંથી મુક્ત થવાનું સૂચન કરે છે. ગહુલીની રચનામાં “અક્ષત” કેન્દ્ર સ્થાને છે. ગહુલીને આકર્ષક બનાવવા માટે વિવિધ આકૃતિઓનો આશ્રય લેવામાં આવે છે અને તે આકૃતિમાં મોતી, બદામ, ફળ, રૂપાનાણું, સુવર્ણરજતના સિક્કા વગેરેથી અલંકૃત કરવામાં આવે છે. આવી આકૃતિઓમાં ગુરુ મહારાજનો ચોથો (રજોહરણ), નંદીશ્વર દ્વીપ, કુંતી કલશ, કમળપત્ર, વગેરેનો સમાવેશ થાય છે. એટલે ગહુંલી માત્ર શ્રવણનો વિષય નથી પણ વિશિષ્ટ પ્રકારની કલાત્મક આકૃતિવાળી ગહુલીનું દર્શન શ્રોતાઓને આનંદદાયક બને છે. ગહુલીમાં ધર્મ અને કલાનો સમન્વય સધાયો છે. કલાના વિકાસમાં ધર્મનું પ્રદાન ઐતિહાસિક રીતે મૂલ્યવાન છે તે દષ્ટિએ ગહુલી કલાત્મકતા ભક્તિના રંગ રચાયેલી નિહાળી શકાય છે. ગુહલીનો સારભૂત વિચાર એ છે કે ગહુલીની આકૃતિ વિવિધ પ્રકારની હોય પણ તેના દ્વારા ચારગતિનો નાશ કરીને પંચમ ગતિ મેળવવાનો છે. બીજા શબ્દોમાં કહીએ તો ૮૪ લાખ જીવાયોનિમાં પરિભ્રમણ કરતા આત્માને પોતાના શાશ્વત સુખ સિદ્ધપદ પામવાનો હેતુ છે. ગહુંલી દ્રવ્યથી થાય પણ ભાવ ઉત્તમ આવે એ જ ઈષ્ટ છે. કવિ રૂષભદાસની પાસણની થોયની બીજા “ગાથાના શબ્દો છે. ધવલ મંગલ ગીત ગહેલી કરીએ.” કવિ સમયસુંદરે સીમંધરસ્વામીના સ્તવનમાં ઇન્દ્રાણી ગહુલી કરે છે તેનો ઉલ્લેખ કર્યો છે. “ઈન્દ્રાણી કાઢે ગણુંલીજી, મોતીના ચોક પૂરાય” ગહ્લી દ્વારા ગુરુનો સત્કાર કરવામાં આવે છે. ભગવંત એ તો ગુરુઓના પણ અગ્રેસર ગુરુ છે. ભગવંતની આજ્ઞા પ્રમાણે ગુરુભગવંત પાંચ મહાવ્રત પાળીને મોક્ષમાર્ગની સાધના કરે છે એટલે ભગવંતના સાક્ષાત્ વિરહમાં ગુરુભગવંત એમના જ પ્રતિનિધિ તરીકે જિનવાણી ધર્મોપદેશ આપીને ભવ્યાત્માઓનું કલ્યાણ કરે છે. એટલે એવા પરમોચ્ચ સુકૃતના નિમિત્તરૂપ ગુરુનું ગહુલી દ્વારા રચાગત થાય છે. ગહેલી ગાનાર શ્રાવિકા બહેનો હોય છે. કેટલીવાર તેઓ શીઘ્ર કવિ સમાન જોડકણાંની માફક જોડીને ગહુલીઓ રચે છે. ત્યારે કોઈ પ્રખર કવિનું સ્મરણ થાય છે. ગહુંલી એટલે શ્રાવિકાના મધુર કંઠે ગવાતાં વિશેષ પ્રકારનાં ગીતો. ગહુલીમાં પ્રચલિત ગરબાની ચાલકે દેશીઓનો પ્રયોગ થયેલો હોય છે. નમૂનારૂપે કેટલીક દેશીઓ આ પ્રમાણે છે. (૧) શ્રાવક વ્રત સુરતરૂફલીપો. (૨) ભાવિ તુમે અષ્ટમી તિથિ એવો રે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા (૩) સજની મોરી પાસ જિનેશ્વર પૂજો રે. (૪) ભવિ તુમે નંદોર ગીતારથ ગચ્છરાયાં છે. (૬) અહો મુનિ સંયમમાં રમતા. (૭) સ્નેહ વીરજી જયકારી રે. (2) હાં રે મારે આસો માસો શરદ પૂનમની રાતજો . (૯) પ્રેમની પ્રેમની પ્રેમનીરે મને લાગી કટારી પ્રેમની. (૧૦) જી રે માં રે. ગહ્લીમાં રચનાઓમાં દેશીઓ ઉપરાંત પ્રચલિત ગીતોના રાગોનો પ્રયોગ થયેલો છે. દા.ત. રાખનાં રમકડાં જબ તુમહી ચલે પરદેશ અવતરે સિવા કૌન, મોરા કૃષ્ણ કનૈયા. બિગડી બનાનેવાલે બિગડી બના દે આ તો લાખેણી આંગી કહેવાય. પારેવડાં જાજે વીરાના દેશમાં “જીવનકી નાવ ન ડોલે પંછીબાવરીયા’ ‘વીરા તારું નામ વ્હાલું લાગે મેરા દિલ તોડને વાલે. જૂની ફિલ્મો અને ગુજરાતી ગીતોનાં રાગમાં ગહુલીઓ રચાયેલી છે. ગહુલીમાં ભક્તિરસની અનુભૂતિ થાય છે. તેમાં સરળ પંક્તિઓ ઉપરાંત અલંકાર યુક્ત અભિવ્યક્તિ કરવામાં આવે છે. ગુરુ મહિમા રસ સમૃદ્ધિ અલંકાર યોજના ઊર્મિઓની અભિવ્યક્તિ અને ગેયતા જેવાં લક્ષણોથી ગહુલીએ એક સ્વતંત્ર કાવ્ય પ્રકાર તરીકે સ્થાન ધરાવે છે. પા.નં. ૯૪ ગહુલી પ્રકારનાં વિવિધ પુસ્તકો પ્રગટ થયાં છે તે ઉપરથી આ કાવ્ય પ્રકારની લોકપ્રિયતાનો ખ્યાલ આવે છે. કાવ્ય પ્રકાર તરીકે વિશેષ અભ્યાસમાં ઉપયોગી નીવડે તે માટે ગહુલીનાં પુસ્તકોની સૂચી આપી છે. ગહેલી સંગ્રહ–પ્રકા. કેશવલાલ નગીનદાસ પાલખીવાળા સં. ૧૯૬૬ શ્રી અમૃત ગહેલી સંગ્રહ મુનિ જિનેન્દ્રવિજયજી સં. ૨૦૧૨, ગહુંલી સંગ્રહ કપૂરવિજયજી સં. ૧૯૭૭, શ્રી ગહેલી આદિ સંગ્રહ મુનિ બૂવિજયજી સં. ૧૯૧૨, જિનેન્દ્ર સ્તવનાવલી ગહ્લી સંગ્રહ-મુનિ ઉદયવિજયજી સં. ૧૯૮૦, હંસ વિનોદ-મુનિ હંસવિજયજી આત્માનંદ પ્રકાશ-આત્મારામજી મ.સા. જૈન ગરબાવલી પંડિત ચંદુલાલ નાનચંદ શ્રી જૈન સંગીત બહાર કવિ મનસુખલાલ ડાહ્યાભાઈ શાહ સં. ૧૯૭૮, ગહુલી સંગ્રહ-મુનિ શ્રી દેવચંદ્રજી સં. ૧૯૮૪, ગહુંલી સંગ્રહ-પ્રકા. શ્રાવક ભીમશા માણેક નૂતન ગડુંલી સંગ્રહ આ કીર્તિચન્દ્રસૂરિજી ગહુલી સંગ્રહ આ દેવગુપ્તસૂરિજી સં. ૨૦૦૪, ગહુલી સંગ્રહ–પ્રકા. સાધ્વીજી સુનંદાશ્રીજી સં. ૨૦૦૭, નિર્મળ ગણુંલી સંગ્રહ સાવરકુંડલા જૈન સંઘ ગલી સંગ્રહ આ બુદ્ધિસાગરસૂરિ સં. - ૨૦૩૦, આ ગહુલી સંગ્રહમાં ગહુલીમાં ઉપરાંત ગીત-ગરબા ગરબી વગેરેનો સંચય પણ થયો Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ પ્રકરણ-૩ છે. લગભગ ૩૦૦ વર્ષના સમયની આ ગહુંલીઓનો અભ્યાસ જૈન સાહિત્યની સમૃદ્ધિનો ઇતિહાસ બને તેમ છે. ૯. (રાગ-જબ તુમ હી ચલે પરદેશ) ગુરુરાજ વિહારની વાત, કરે આઘાત, દિલમાંહિ અપારા, ઉદ્ધારક કોણ અમારા. હવે કોણ અહીં સિચન કરશે, આ ક્ષેત્રને કોણ લીલું કરશે, ગુરુરાજ વિના સૂકાઈ જશે ધર્મક્યારા....ઉદ્ધારક, ૧ જ્ઞાન ઉદ્યોત કોણ હવે કરશે, અજ્ઞાનતિમિરને કોણ હરશે, બતલાવશે આઠ હવે કોણ જ્ઞાનાચારા...ઉદ્ધારક) ૨ સમ્યક્તને કોણ વિશુદ્ધ કરશે, દૂષણ કોણ પાંચ પરિહરશે, પહેરાવશે કોણ હવે સમકિત શણગાર....ઉદ્ધારક0 ૩ કોણ કહેશે વાણી જિનવરની, કોણ વર્ણવશે શ્રાવકકરણી, બતલાવશે કોણ હવે અમને વ્રત બારા....ઉદ્ધારક૦ ૪. બારસંવિધ તપને તપવાને, હવે કર્મ પુરાણાં ખપવાને, કરશે કોણ પ્રેરણા અમને નિત્ય સવારા...ઉદ્ધારક) ૫ કોણ કહેશે ભેદ જીવાજીવનો, પુય-પાપને આશ્રવ-સંવરનો, બંધ મોક્ષને નિર્જરા કોણ હવે કહેનારા...ઉદ્ધારક) ૬ ચોમાસું વહી ગયું શી રીતે, અમને ન ખબર પડી કોઈ રીતે, સુણતાં નિત્ય ગુરુવરના ઉપદેશ રસાળા....ઉદ્ધારક) ૭ ઉપદેશ નિરંતર આપીને, ધર્મભાવના દિલમાં સ્થાપીને, પુષ્ટિ કરશે હવે ધર્મની કોણ અમારા....ઉદ્ધારક) ૮ . જબુવિજયના ગુરુવરના, શ્રી ભુવનવિજયજી મુનિવરના, વિહારથી થાય છે મનમાં દુઃખ અપારા...ઉદ્ધારક0 ૯ ચોમાસી ચૌદશની ગહેલી લાખલાખ વંદન હો ગુરુ ચરણમાં સ્વીકારો આપ ગુરુરાજ, ધન્ય ધન્ય દિવસ સોહામણો ચાતુર્માસી ચૌદસ આજે ધર્મ મોસમ આવી આંગણે દિવસ દીપે મનોહાર...ધન્ય આરંભ-સમારંભને ત્યાગી, ધર્મધ્યાન કરવાની લાગી કરીએ આત્મ ઉદ્ધાર રે. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા અજ્ઞાની જીવોના તારણહારા, સદગુરૂ મળીયા જ્ઞાનના સિતારા અર્પણ કરો જ્ઞાન રસ થાળ રે... નિત્ય નિત્ય વીરવાણી સુણવાને આવજો, આરાધનાની તકન ગુમાવશો ઉપદેશ આપે. હિતકાર રે... આપ જ શાની આપ જ ધ્યાની આપ જ અમારા જીવનસુકાની હાથ ઝહી કરો. ભવપાર રે... જૈન શાસનના મોંઘેરા હીરલા, - ત્યાગી વર દીસો છો જંગમાં વીરતા વીર નમે વારંવાર રે.. ગહુલી ગુરુવાણીની કેવી ગુરૂજીની વાણી બેની કેવી ગુરુજીની વાણી, મીઠી મધુરવાણી ગુરુજીની મીઠી મધુરી છે વાણી. જાણે સુધારસપાન મીઠી મીઠી વાણી મીઠી મીઠી ભાષા, તડે છે. કર્મોના તાર તોડે છે. ક્રમોનાતાર મીઠી મધુરવાણી મીઠી મધુરી વાણી ગુરુજીની મીઠી મધુરી છે. વાણી જાણે સુધારસ પાન. સુરત શહેરમાં ગુરુએ પધારી કીધો અતિ ઉપકાર કીધો અતિ ઉપકાર. પંચાશકની વાણી સુણાવી કાઢ્યો મિથ્યા અંધકાર કાઢ્યો મિથ્યા અંધકાર. મીઠી મધુરી વાણી ગુરુજીની મીઠી મધુરી છે વાણ જાણે સુધારસપાન, પાલીતણામાં સિદ્ધગિરિ છાયામાં બંધાવ્યા આગમમંદિર બંધાવ્યા આગમમંદિર. (૫) આગમ મંદિરની સાથે બંધાવ્યા શ્રીસિદ્ધચક્ર મંદિર શ્રી સિદ્ધચક્ર મંદિર. (૯) કિધાં છે દુસાધ્યકામ ગુરુજીએ કીધાં છે દુસાધ્ય કામ કીધા છે દુસાધ્ય કામ. (૭) ગુણસાગરજી ગુણના દરિઆ કિીધા છે માસક્ષમણ કીધા છે માસક્ષમણ. (૮) દીપસાગરજીએ શાસન દીપાવ્યું કરીને માસક્ષમણ કરીને માસક્ષમણ. (૯) એ ગુરુજીનો પ્રતાપ બનીએ ગુરુજીની પ્રતાપ એ ગુરુજીનો પ્રતાપ. (૧૦) સુરત શહેરમાં ગોપીપુરામાં વર્તાવ્યો જયજયકાર વર્તાવ્યો જયજયકાર. (૧૧) એ ગુરુજીને વંદન કરતાં પાતિક દૂર ટળાય પાતિક દૂરે ટળાય મીઠી મધુરી વાણ... મીઠી મધુરી વાણી ગુરુજીની મીઠી મધુરી છે. વાણી જાણે સુધારસપાન. (૧૨) જયબાળા ગુરુજીનાં ગુણ ગાવે હૈયે ધરીને ઉલ્લાસ, મીઠી મધુરી વાણી ગુરુજીની મીઠી મધુરી છે વાણ જાણે સુધારસ પાન. (૧૩) @ @ @ Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૨૩૯ સંદર્ભ : કવિવારજ દીપવિજય પા. ૧૩૬ કવિ પંડિત વીરવિજયજી એક અધ્યયન પા. ૯૩, ૧૫૮ વિવિધ ગહુલીઓ $ $ ૩૩. હાલરડું અને અન્ય રચનાઓ ‘હાલરડું' એટલે માતા બાળકને ઊંઘાડવા માટે લયબદ્ધ પદાવલીઓને સંગીતમય ધ્વનિ યુક્ત ગાય છે તે રચના. બાળકોને વાત્સલ્યથી પારણામાં ઝુલાવતી વખતે ગીતસ્વરૂપ હાલરડું ગાવાથી તેની કોઈ ચુંબકીય અસરથી નાનકડો બાળ નિદ્રાધીન બને છે. તેમાં પારણાનું વર્ણન ને બાળ ચેષ્ટાઓ, બાળકનો શણગાર, કૌટુંબીક સંબંધો, ભવિષ્યની અનેરી આશા-આકાંક્ષાઓ વગેરેનો સમાવેશ થાય છે. તેમાં સ્વાભાવિક નિરૂપણ દ્વારા ચિત્રાત્મક અભિવ્યક્તિ થતી હોય છે. આવાં ગીતો કે પદોમાં માતાના ઉલ્લાસ અને અપૂર્વ વાત્સલ્યનો સાહજિક ભાવ પ્રગટ થયેલો જોવા મળે છે. માતા બાળકને પારણામાં ઝુલાવતી હોય તે દશ્ય માતૃત્વના જીવનનો સર્વોત્તમ પ્રસંગ કહેવાય છે. તેનું વર્ણન શબ્દોમાં થઈ શકે તેમ નથી. તે તો માતા પોતે જ જાણે છે. “હાલરડું આવી અનુભૂતિને સાકાર કરતી પદ કે ગીત સ્વરૂપની સુમધુર કાવ્ય રચના છે. તેમાં વિશેષ રીતે તો માતાના ચિત્તની પ્રસન્નતા ને ધન્યતાનો નૈસર્ગિક ભાવ જોવા મળે છે. જૈન સાહિત્યમાં ઉપલબ્ધ હાલરડાંની કૃતિઓ સાધુ કવિઓએ રચી છે તેમ છતાં પ્રભુ ભક્તિના પર્યાય રૂપે મધુર પદાવલીઓમાં વાસ્તવિકતાનો પરિચય થાય છે. ત્યાગ અને વૈરાગ્યને વરેલા સાધુઓના શુભ હસ્તે બાળક અને માતાના સંબંધનું ભાવવાહી ચિત્ર આલેખવાની એમની પ્રવૃત્તિ સૌ કોઈને માટે ગૌરવવંતી છે. પાયામાં પ્રભુ પ્રત્યેનો અનહદ પ્રેમ છે. પદના કાવ્ય પ્રકાર તરીકે ભજન, આરતી અને હાલરડાં ને સ્થાન આપવામાં આવે છે. કૃષ્ણ ભક્તિ વિષયક વિવિધ પદોમાં હિંડોળાનાં પદો ભગવાનને પારણામાં ઝુલાવતી વખતે ગાવામાં આવાં પદો સમૂહમાં ગાઈ શકાય તેવા ઢાળ કે દેશમાં રચાયાં છે. તેમાં દેવની સ્તુતિની સાથે ઋતુનો સંદર્ભ પણ જોવા Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા મળે છે. માતૃવાત્સલ્યને પ્રગટ કરતાં હાલરડાંનું મૂળ શ્રી કૃષ્ણની બાળલીલાનાં પદોમાં છે. ભાગવતમાં હિંડોળાંનાં અને હાલરડાંનાં પદોમાં શ્રી કૃષ્ણની બાળલીલાનું નિરૂપણ થયેલું છે. હાલરડું સુગેય પદ રચના છે. જેમાં બાળસ્વભાવની લાક્ષણિકતા, માતૃહૃદયની બાળક પ્રત્યેની શુભ ભાવના, આશીર્વાદ અને ભવિષ્યની અનેરી આકાંક્ષાઓ વ્યક્ત થયેલી હોય છે. પદ સમાન હાલરડાં પણ ભક્તિ પ્રધાન કાવ્યનું અનુસંધાન કરે છે. શ્રી કૃષ્ણના હાલરડાં એ સૌ કોઈ બાળકોનાં હાલરડાં છે. પ્રેમાનંદના દશમસ્કંધમાં પણ એક હાલરડું છે. લોકગીતોમાં લોકભાષામાં વિશિષ્ટ રીતે હાલરડાનું સર્જન થયું છે. છૂપાઈ ગયેલા બાળકૃષ્ણને શોધવા પ્રયત્ન કરતી માતાની વ્યાકુળતાનું નિરૂપણ ભાલણના પદમાં નીચે મુજબ મળી આવે છે. “કહાન કહાન કરતી હતુ રે, ઘેર ઘેર જતી હડ રે, ક્યાં ગયો મારો નાનડિયો જેને નાકે નિર્મળ મોતી રે.” મંદિરમાં પ્રભુ પૂજા કરવામાં આવતી હતી ત્યારે એમના જન્મનો મહિમા દર્શાવવા માટેની ભક્તિભાવ પ્રધાન રચના તરીકે હાલરડું સ્થાન ધરાવે છે. ભક્તજનોની ભક્તિ ભાવનાની અભિવ્યક્તિમાંથી હાલરડાનો ઉદ્દભવ થયો હોય એમ માનવામાં આવે છે. હાલરડામાં પારણાના વર્ણન ઉપરાંત સગાં સ્નેહીઓનાં નામનો ઉલ્લેખ થયેલો હોય છે. ઉદા. “હરિ હાલો રે કાનજી હાલો રે, નંદનો લાલો રે, વિશ્વનો વહાલો રે, તે પોઢ્યો પારણે. હરિ. હરિને પારણે જગ્યા આપરે, નંદજી તો લાલ રે. ઝુલાવે પારણું.” લોક સાહિત્યમાં હાલરડાં વિશેષ છે. હાલરડાંનો ઉદ્દેશ બાળકને પારણામાં પોઢાડવાનો છે. બાળક શાંતિથી નિદ્રાધીન થાય તે માટે વિવિધ પ્રદેશમાં હાલરડાં પ્રચલિત છે.બાળનિંદ્રા સંગીતના લયબદ્ધ સૂરોથી પણ સાધ્ય છે. તેમ છતાં લોક બોલીમાં રચાયેલા લય યુક્ત ટૂંકા પદો બાળકોને પોઢાડવામાં માતા ગાય છે. જો માતાનો કંઠ મધુર હોય તો હાલરડું પ્રભાવોત્પાદક બને છે. રડતા બાળકોને શાંત કરવા માટે પણ હાલરડાં ગાવાનો રિવાજ જોવા મળે છે. તેમાં ધ્રુવપંક્તિ અતિમહત્વનું સ્થાન ધરાવે છે. હાલરડાં માટે હાલો, હાલો જેવા શબ્દો પણ પ્રચલિત છે. “હાલરડું ઘણું વહાલું હો ભાઈને, હાલરડું ઘણું વહાલું ચકમક ચકલી સોનેથી મઢાવું, પારણીયે પોપટ પધરાવું હો ભાઈને ચિનાઈ ચાદર ચંપાનાં કુલડાં, સૂવાની સહેજ બિછાવું હો ભાઈને. મલમલ મશરૂત તકીઆ બનાવું, પારણીએ પધારવું હો ભાઈને Page #260 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૨૪૧ હીરની દોરીએ હીંચોળુ વ્હાલા ઘેરાં ઘેરાં ગીતડાં ગાઉ હો ભાઈને..... ઊંઘીને ઊઠશો ભાઈએ લાડકા ગાલીશ હું ગજવે ખાઉં હો ભાઈને.... હાલા ગજ રે, ગોરી લઈનાં હાલા....હા.....લા..... હાલ હાલુંનું હાલરું ને, વાવ્યા મગ ચણાને ઝાલરું રે, ઝાલર ખારો બોકડા ને ભાઈ રમે રે સોનાના દોકડા (“સાબરકાંઠાના ઘરો એક અધ્યન,” ૩ હાલો રે હાલો, ભાઇને હાલો રે બહુ હાલો ભાઈને ગોરીડાં રે ગાજો, ભાઈને રમવા તેડી જાજો, ગોરી ગાયના દૂધ ભાઈ પશે ઉગમતે સૂર હાં...હાં...હાલો. ૩ “તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગી લીધેલ છો, આવ્યા ત્યારે અમર જૈને રેજો ? તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો આવ્યા ત્યારે અમર જૈને રજો ? ૩બ પ્રથમ ગર્ભ વખતે સૂર્ય સામે રન્નાદું સૂર્યરાણી સમક્ષ ગવાતાં ગીતો અધરણી ગીતો કહેવાય છે. હાલરડાની રચના સગુણોપાસનાની સાથે ધાર્મિક મહત્વ દર્શાવતી શ્રૃંગાર અને વાત્સલ્યભાવ નિરૂપણ કરતી રસિક રચના છે. હાલરડાં માત્ર નિદ્રાદેવીની પ્રસન્નતા માટે રચાયાં નથી. તેમાં માતૃવાત્સલ્ય ઉરસંવેદનો, કંટાળો, પરાક્રમની ભાવના, આર્શીવાદ અને બાળક માટેના ભવિષ્યની અવનવી આશાઓનું નિરૂપણ થયેલું જોવા મળે છે. ૧. મહાવીર સ્વામીનું પારણું (ઝુલાવે માઈ વીરકુંવર પારણે-એ દેશી) રત્ન જડીત સોનેકા પારણા દોરી જરીકી જાલને.. .૧ માણી મોતી અનેક જુમકી તીકે, ઘુઘરી ઘમક કારણે... રત્નદામ શ્રી ધામ ગંડક પર, કરે પ્રભુજી ખ્યાલ ને.... જી..૩ મેના મોર શુક સારસ સુંદર, હરખે કુંવર પારણે... છપ્પન દીગ કુંવરી હુલાવે, બજાવે બજાવે તાલને... ૪.૫ ત્રીશલા માતા આનંદિત હોવે, નીરખે નીરખે બાલને... હંસ કહે પ્રભુ પારણે પોઢ્યા, જાણે જગત ચાલને.. ૪.૭ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ૨. શ્રી મહાવીરસ્વામીનું પારણું (રાગ : પ્રીતમ પેરીસ ચાલો) સ્નેહે સ્નેહે હિંચોળું શ્રી ભગવાન, વીરને હાલો હાલો. વહાલું-વહાલું વીર ! એક તારું નામ વીરને હાલો હાલો. હાલું વ્હાલું મહાવીર ! તારું નામ વીરને હાલો હાલો. ચૈતર સુદ તેરસનો દહાડો, ત્રિશલાની કુખે તું જાયો, ત્રણે ભુવનમાં જય જય જય કાર-વીરને હાલો હાલો. ૧ દેવ-દેવી સહુએ હુલાવ્યા, મેરૂ ઉપર પ્રેમે ત્વવરાવ્યા, જેની સભક્તિનું થાય નહિ ધ્યાન-વીરને હાલો હાલો. ૨ માતા-પિતાની ભક્તિ કરવા, ભાતૃ-એમને નહિ વિસારવા, ત્રીશ વર્ષે હંકાયું દીક્ષા વહાણ-વીરને હાલો હાલો. ૩ તપ જપ સંયમને બહુ પાળી, કષ્ય ઘણાને નહિ ગુણકારી, ઝગમગ જ્યોતિ સમ પામ્યા કેવળજ્ઞાન-વીરને હાલો હાલો. ૪ જગ-કલ્યાણે જીવન ઝુકાવ્યું, ભાન-ભૂલ્યાને શાન બતાવ્યું, મૈત્રી ભાવે ઉતાર્યા ભવજલ પાર, વીરને હાલો હાલો. ૫ અધમ-ઉદ્ધારક ભવિ-જન-તારક, ગુણ અનંતના જે ધારક, એવા વીરને છે વંદન વારંવાર, વીરને હાલો હાલો. ૬ વંદન કરીએ ભાવે સ્મરીએ, ત્રિકાળ તારું પૂજન કરીએ, હારા નામે સદા સુખ થાય, વીરને હાલો હાલો. ૭ ૩. શ્રી મહાવીર સ્વામીનું પારણું “ભરત ક્ષેત્રમાં શોભતો, ક્ષત્રીયકુંડ સુખધામ, રાય સિદ્ધારથ આંગણે, દેવી ત્રિશલા નામ. ઉત્તમ તેની કુક્ષીએ, જન્મ્યા વીર જિણંદ, તોરણ બાંધ્યા ઘરઘરે, ગીત મધુરા ગાય. ઘર ગોખે દિવડા ઝગે, મંગલ તુર બજાય, રાસ લડે રમવા મલે, સર્વ સાહેલી સાથ, રૂમ ઝૂમ નૃત્ય કરી, સહ ઝુલાવે જગનાથ. ઝૂલો ઝૂલો વીર મારા પારણીયામાં ઝુલો, (આવો આવો...રાગ) રૂડા હાલરીયામાં ઝુલો. Page #262 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૭ ૨૪૩ , છે જ ૨ દ જ સોના કેરૂ પારણું ને, ઉપર જડીયા હીરા, રેશમે દોરે માત હિંચોળે, ઝુલો મહાવીર. ઇંદ્ર ઇંદ્રાણી મલી હલરાવે, સુર નરનારી આવે, મધુર કંઠે ગાયા હાલરડાં, વીરને સ્નેહે ઝુલાવે. ઝીક ભરીયું આંગડીયું ને, જરીનો ટોપે માથે, લાવ્યાં રમકડા રમવા કાજે, મેવા મીઠાઈ સાથે. માતા ત્રિશલા હરખે હરખે, એમ મુખે વદંતી, મોટો થાજે ભણવા જાજે, આશીષ દેઈ હસંતી. પરણાવીશ હું નવલી નાર, જોબનવંતી તુજને, માતાપિતાના કોડ પૂરજે, હોંશ હૈયે છે મુજને. જૈન શાસનમાં તું એક પ્રગટ્યો, આંગણ મારે દીવો, કર્મને કાપી ધર્મને સ્થાપી, અમૃત રસને પીવો. ધર્મ દેશના આપી જગને, ઉદ્ધરજે જગ પ્રાણી, આત્મ સાધના સાધી વરજે, વિજય શિવ પટરાણી. રૂડા. (૭) સંદર્ભ : કવિરાજ દીપવિજય પા. ૧૦ ૩૪. ગીત મધ્યકાલીન સમયમાં લઘુ કાવ્ય પ્રકારોમાં દૂહા પદ અને ગીતનો ભવ્ય વારસો ભક્તિ રસની રમઝટ નીમાવવામાં ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ગીત શબ્દમાં ગેયતાનો ધ્વનિ રહેલો છે. ગીત મળ્યો વિવિધ પ્રકારનાં છે. તેમાં વિષય વૈવિધ્ય નોંધપાત્ર છે. પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ, જ્ઞાન ભક્તિ તીર્થ મહિમા, જેવા વિષયોનાં ગીતો રચાયાં છે. કવિ સમયસુંદરનાં ગીતો વિશેષ વિષય વૈવિધ્યની સાથે ભાવવાહી હોવાથી તેનો પ્રભાવ વિશિષ્ટ પ્રકારનો છે. કવિએ સાંઝી (સંધ્યા) ચોમાસા ચર્ચરી પ્રભુનો પૂજા ભદ્વારઐય જીવ પ્રતિબોધ, માયા, હિંડોળા, ગણધર, અષ્ટાપદ તીર્થભાસ, નેમિનાથ બારમાસા, પાર્શ્વનાથ મહાવીરસ્વામી, ગુરુ ભગવંતો, અને ઔપદેશિક વગેરે વિષયનાં ગીતો રચ્યાં છે. કુસુમાંજલિમાં આ ગીતોનો સંચય થયો છે. કવિ સમયસુંદર મધ્યકાલીન સમયના ઉત્તમ ગીતાકાર છે. એમનાં ગીતો વિશે લોકોક્તિ છે કે “સમય સુંદરનાં ગીતડાં ભીંતનાં ચીંતડાં રે.” કવિ ગુજરાતી, હિંદી સિંધી, મરાઠી, મેવાડી, વગેરે સ્થળોને સ્પર્શતાં ગીતો રચ્યાં છે. આ ગીતોમાં કવિની કાવ્ય ચતુરાઈ અને શૈલીની વિશિષ્ટ પ્રકારની ઝાંખી થાય છે. અત્રે કેટલાંક ગીતો નમૂનારૂપે પ્રગટ કરવામાં આવ્યાં છે. ગીત કાવ્યનું સ્વરૂપ ૧. સાહિત્યની સૃષ્ટિમાં લઘુકાય પ્રકાર તરીકે ગીત કાવ્ય વિશિષ્ટ લક્ષણોથી મહત્વનું Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા સ્થાન ધરાવે છે. તેમાં માનવ ચિત્તમાં ઉદ્દભવતી સૂક્ષ્મ લાગણીઓને મધુર પદાવલીઓ દ્વારા મૂર્તિમંત રીતે આલેખવામાં આવે છે. તેમાં રહેલી ગેયતા કાવ્યની સુકુમારતામાં સહયોગ આપે છે. કાવ્યમાં રહેલો વિશિષ્ટ લય તેના પ્રાદુર્ભાવમાં નિમિત્તરૂપ બને છે. કવિ અને વિવેચકશ્રી સુંદરમ્ જણાવે છે કે કવિતા અને સંગીતના સહાયારા સીમાડા પરનો છોડ છે. સંગીત અને કવિતાના સમન્વયથી વિશિષ્ટપણે ગીત પોતાનું સ્વરૂપ સાધે છે. કવિતામાં સંગીત અને સંગીતમાં કવિતાનો સમન્વય ગીતોમાં જોવા મળે છે. ગીત શબ્દ ગાવા સાથે સંબંધ ધરાવે છે તે દૃષ્ટિએ વિચારતાં ગેયતા ગીતનું વિશિષ્ટ લક્ષણ ગણાય છે. ગીતો વિવિધ પ્રકારનાં પ્રાપ્ત થાય છે. લગ્ન ગીતો, લોકગીતો, ઋતુગીતો, શ્રેમગીતો, વ્યવહાર જીવનના અન્ય પ્રસંગોનાં ગીતો, તહેવાર વિશેનાં ગીતો ઉપરાંત દેશભક્તિના ગીતોની વિરાટ સૃષ્ટિ નિહાળી શકાય છે. આ ગીતો મીઠી હલકથી મધુર કંઠે અને સમુચિત રાગથી ગવાતાં વેધક અસર પહોંચાડે છે અને દીર્ઘકાળ પર્યત ગીતોની કેટલીક પંક્તિઓ કે સમગ્ર ગીત લોકગીતો અવાર નવાર ગવાતું સંભળાય છે. તેમાં રહેલો આરોહ-અવરોહ, ભાવ, રસ, લાગણી અને અવાજનો વળાક એ ગીત કાવ્યની સિદ્ધિ ગણાય છે. ગીત અને કાવ્યનો સંબંધ વિચારીએ તો ઊર્મિકાવ્યનો એક પ્રકાર છે. ગીતકાવ્યમાં ઊર્મિકાવ્ય સમાન રસાનુભવની પૂર્ણ ક્ષમતા છે. તેમાં કોઈ એક વિચાર કે ભાવવાહી ઘટનાનું નિરૂપણ હોય છે. માનવ મનોસ્થિતિ અને સૂક્ષ્મ લાગણીઓને વ્યક્ત કરવા માટેનું સમર્થ માધ્યમ ગીત કાવ્ય પ્રકાર છે. મધ્યકાલીન સાહિત્યમાં પણ સુંદર ગીતો પ્રાપ્ત થાય છે. જેની મધુર પંક્તિઓથી આજે પણ તેનો અભિનવ રસાસ્વાદ થાય છે. જાગીને જોઉં તો જગત દીસે નહિ–(નરસિંહ) નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો–(નરસિંહ) હરિનો મારગ છે શૂરાનો-(પ્રીતમ) તરણા ઓથે ડુંગર–(ધીરા ભગત) બોલ મા બોલ મા બોલ મા રે.(મીરાંબાઈ) જૂનું તો થયું રે દેવળ–(મીરાંબાઈ) અર્વાચીન ગીતોમાં કવિ નર્મદનું નવ કરશો કાંઈ શોક, નાનાલાલનું વિરાટનો હિંડોળો અને ફૂલડાં કટોરી અતિપ્રસિદ્ધ છે. ગીતમાં માત્ર પ્રણય કે અન્ય પ્રકારની ઊર્મિને વ્યક્ત કરવાની સાથે કાવ્યત્વ પણ સિદ્ધ થવું જોઈએ. સુંદરમ્ અને ઉમાશંકર જોશીના ગીતોમાં ઘટના-પ્રસંગે સામાજિક સ્થિતિ જેવા વિષયોને સ્થાન મળ્યું છે. એટલે ગીત કાવ્યોમાં વિષય વૈવિધ્ય રહેલું છે. કવિ સુંદરમના મતે ગીતનાં મુખ્ય અંગોમાં શબ્દ દેહ, રસ, પુદ્ગલ અને વિષય નિરૂપણનો સમાવેશ થાય છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૨૪૫ ગીતનો શબ્દ દેહ, લય અને તાલને આધારે રચાય છે. લોકગીતો, ભજન, ગરબા, ગરબીની રચનામાં આવો શબ્દ દેહ રહેલો છે. ઊર્મિકાવ્ય સમાન સંક્ષિપ્તતા પણ ગીતનું મહત્વનું લક્ષણ ગણાય છે. આ ગીતોમાં તાલ અને લય સાધ્ય કરવા માટે માત્રા મેળ છંદો કે ઢાળનો આશ્રય લેવામાં આવે છે. આવા લય અને તાલથી ગીતનો શબ્દ દેહ નિયંત્રિત થાય છે. ગીતના શબ્દોમાં અર્થલાઘવ હોવું જોઈએ. ગીત ગાવાની અને સાંભળવાની રચના છે. પંક્તિને અંતે તેમાં રહેલી સંવેદના કે ભાવ સચોટ અને સ્પષ્ટ થવો જોઈએ. તેમાં પ્રાસનું તત્ત્વ મહત્વનું બને છે. ગીતની પંક્તિઓ સ્વતંત્ર હોવા છતાં એક પંક્તિનો બીજી પંક્તિ સાથે સંબંધ જાળવવાનો હોય છે. ગીત રચના રીતિ, લાલિત્ય પ્રધાન, મૃદુલ પણ માધુર્યવાળી હળવી કાવ્ય કૃતિ છે. તેમાં કોમળ સંવેદનો સ્થાન પામેલા હોય છે. તેમાં કરણ કે શૃંગાર રસની સાથે શૌર્યભાવ-વીરત્વનું ઓજસ પણ નોંધપાત્ર બને છે. કવિ નર્મદનું “સહુ ચલો જીતવા જંગ', વીર ભાવનું દ્યોતક છે. નાનાલાલનું “પાર્થને કહો ચઢાવે બાણ”, “મારા કેસરભીના કંથ” જેવાં ગીતો પણ વીરસ રસના દૃષ્ટાંતરૂપ છે. પ્રણય અને પ્રકૃતિ તો સર્વ કાવ્યોમાં એક યા બીજી રીતે કાર્યરત હોય છે. ગીતમાં પ્રકૃતિ અને પ્રણયની વિભાવના દષ્ટિગોચર થાય છે. ગીતોમાંથી પ્રગટ થતો વિશિષ્ટ ધ્વનિ અગત્યનો ગણાય છે. જો તેવો કોઈ ધ્વનિ ન હોય તો આવાં ગીતો માત્ર સંગીતના આલાપ સમાન છે. | ઊર્મિકાવ્ય માટે અંગ્રેજીમાં Lyric લિરિક શબ્દ પ્રયોગ થાય છે જ્યારે ગીત કાવ્યને Song નામથી ઓળખવામાં આવે છે. (સંદર્ભ : ઊર્મિકાવ્ય લે. ચંદ્રશંકર ભટ્ટ–પા. ૧૪૮). ગીત ૨. આદિનાથ ગીત-કવિ વિનીત વિમલે સં. ૧૮૭૪ની આસપાસના સમયમાં આદિનાથના લોકો જ રચના કરી છે. આ કૃતિ સલોકો તરીકે પુસ્તકમાં પ્રગટ થઈ છે. કવિએ અપર નામ તરીકે “રૂષભદેવનું ગીત' આવ્યું છે. વળી શત્રુંજય લોકો પણ નામ નિર્દેશ કર્યો છે. સલોકો ભક્તિના એક પ્રકાર તરીકે ગાવામાં આવે છે તે દૃષ્ટિએ “ગીત' શબ્દ પ્રયોગ કર્યો છે એમ અનુમાન કરવામાં આવે છે. (પાન ૭૩) કવિની અન્ય સલોકો રચનામાં નેમિનાથ સોલોક, અષ્ટાપદ સલોકો, વિમલમંત્રીશ્વરનો સલોકો પ્રાપ્ત થાય છે તેમાં “ગીત” શબ્દપ્રયોગ નથી માત્ર “સોલોકો'ની સંજ્ઞા છે. કવિ બિંબો વિશ વિહરમાન જિન ૨૨ ગીતની રચના કરી છે. વાસ્તવિક રીતે વિચારીએ તો “ગીતનો અર્થ વિહરમાન જિન સ્તવન થાય છે. પદ્ય રચનામાં ગેયતા અનિવાર્ય પણ હોય છે અહીં ગીત સમાન ગેયતાના સંદર્ભથી “ગીત’ શબ્દ પ્રયોગ થયો છે. (૧-૩૫૩) અજ્ઞાત કવિ કૃત સમેતશિખર ગીત (અપૂર્ણ) પ્રાપ્ત થાય છે. તેની પંક્તિઓ નીચે મુજબ છે. ૧-૪૨૬ અજ્ઞાત કવિ કૃત અન્ય ગીતોમાં શેત્રુંજય મહાતીર્થ ગીત કડી-૫, Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા સ્થૂલિભદ્ર ગીત-ગા-૧૨, સુદર્શન મહા ઋષિ ગીત ગા-૧૩, સ્થૂલિભદ્ર ગીત ગા-૮, વયરસ્વામી ગીત-ગા-૭, મધુબિન્દુ ગીત ગા-૮, વગેરે ગીતો પ્રાપ્ત થાય છે. ગીતના વિષય તરીકે ગુરુ ભગવંતને પણ સ્થાન આપીને ગુરુ મહિમા ગાવામાં આવ્યો છે. કવિ જિનચંદ્રસૂરિ શિષ્યની જિનભદ્રસૂરિ ગીત રચના ૫ ગાથાની પ્રાપ્ત થાય છે. દષ્ટાંતરૂપ પંક્તિઓ નીચે પ્રમાણે છે. (૧-૪૫૧) આદિ, માઈ એ દીઠઉ માણિક મોહિ રાણીયા એ ગચ્છતિ આવતઉએ, કવણિહિ અહગુરુ આવનઉ દીઠ કવણિહિ લઈ વલાવણી એ. || ૧ || અંત. સરસવિ ઠવિલ સોવન પાટ, સાસણિદેવતિ સેસ વધારિયેરે, ગચ્છપતિ બઈઠક જિણ ભદ્રસૂરિ સંઘ મંડણ ગચ્છ ઉધ્ધરણ. || ૫ || સંદર્ભ : જૈન ગૂર્જ કવિઓ. जीवप्रतिबोध गीतम् ३. रे जीव वखतलिख्या सुख लहियइ । भ्कूरि भ्कूरि काहे होत पांजर कैव कीना दुख सहियइ रे ॥ रे ॥ १ शइसउ नहीं कोऊ अंतरजामी जिण आगलि दुखकहियइ । जोर नहीं परमेसर सेती ज्यूँ राखइ त्यूँ रहिपइ ॥ रे ॥ २ कुल की लाजभ्रजाउ भेटत कुण, जिमतिमकरि निखहियइ । समयसुंदर कहइ सुख कउ कारण एक धरमसरउहियइ ॥ रे ॥ ३ (पान ४२१) माया इहु मेरा इहु मेरा इहु मेरा इहु मेरा । जीव तुं विभासि नहीं कुछ तेरा ॥ इन ॥१॥ सासतां सोस करइ बहु तेरा आंखिमीची तब जअ अंधेरा ॥२॥ भाल मलूक तबूका डैरा सबकुछ छोरि चलइ गाइ केर ॥३॥ समयसुंदर कहइ कहुँ क्या धणेरा माया नीतइ तिणका हूं वेरा ॥४॥ (पान ४३१) દીક્ષાગીત ૫. ધન્ય ધન્ય દિવસ આજનો રળિયામણો ધન્ય ધન્ય શાંતપુરીગ્રામ, દીક્ષાનો અવસર આનંદનો ડગલે પગલે બહુ ઝણકારવાગતા. દિલડાં સૌના જાણે ઉંઘમાંથી જાગતાં ચાહતા મુક્તિનું ઘામ દીક્ષા વિના Page #266 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૨૪૭ અમૃતસૂરીશ્વર ગુરુજી બિરાજતા ક્ષમા આદિ બહુ ગુણેએ છાજતાં, સારે જે ભવ્યોનાં કામ દીક્ષાનો. /રા. વચનો જેના મેઘ વારાએ વરસે આજ્ઞા જિનેન્દ્રની ધરશે તે તરશે, આત્માને થાયે આરામ દીક્ષાનો. I all આજ્ઞા જિનેન્દ્રની ધરવા તૈયાર છે સુશીલાબેનને હર્ષ આપાર રે, ધન્ય તેમના માતાપિતા ગામ દીક્ષાનો. llll દીક્ષા મહોત્સવ ઉજવે સૌ પ્રેમથી મુમુક્ષુ પામજો મોક્ષને ક્ષેમથી, લેઈને જિનેન્દ્રનામ દીક્ષાનો. આપા (પાન ૭૮) ગીત ૬. રંગ લાગ્યો અનુપમ રાજ, ચરણમાં ચિત લાગો, જિન શાસનના સુલતાન ચરણમાં ચિત લાગો. ૧૫ મને ભેટવા શ્રી ભગવાન ચરણમાં ચિત્ત લાગો, અલબેલી આણા જિનરાજચરણમાં ચિત લાગો. મેરા પૂરણ પુજે મલ્યો શુભયોગ ચરણમાં ચિત લાગો, શીખ ધરવી સદા ગુરૂરાજ ચરણમાં ચિત લાગો. Hall નહિ છોડું હવે પ્રભુ સાથ ચરણમાં ચિત લાગો. જા ભાવે ભેટ્યાથી ભવ દુઃખમય ચરણમાં ચિત લાગો. પાં જ્ઞાન દીપક સોધવા કાજ ચરણમાં ચિત લાગો, તેવા અવિચલ આતમરાજ ચરણમાં ચિત લાગો. ell મન મોહ્યું મારું દિનરાત ચરણમાં ચિત લાગો, ગુણગાંશુ સદાવીતરાગ ચરણમાં ચિત લાગો. Ilણી પ્રભુ દીજે દિલાસો રાજ ચરણમાં ચિત લાગો, અકેહુ ગુરૂશુભ શીખ ચરણમાં ચિત લાગો. liટા સંદર્ભ : ગહુંલી સંગ્રહ રવિચંદ્રવિ. પા. ૨૦૫ चिन्ता-निवारण-गीत राग-सांमेरी रे जीव चिंता चित नव धरीय, लहिणो हुयसो लहियै । रे जीव० । तुं झुरझुर के नीर क्युं नाखत, अपनो एह न कहीयै । अपनों हो तो क्युं उठ जातो, साचौ ए सरदहीयै । रे जीव० ।। Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા लहिणायत ज्यु लेखें कारण, पर घर वार पठईयै ।। लेखै कीधैं वार न लावै, फिर घर पीछो पुलईयै । रे जीव० २। ताहरौ नहीं नहीं तुं इनकौ, मोह न किनसै करीयै । 'अमर' एक अवचल ध्रम तेरो, याकुँ नित चित धरीयै । रे जीव० ।। અન્ય જૈન ગીતો ૮. કાવ્ય અને ગેયતાનો સંબંધ અનિવાર્ય ગણાય છે. સાહિત્યના પ્રારંભકાળથી પદ્યનો મહિમા વિશેષ પ્રસિદ્ધ હતો. દીર્ઘ અને લઘુકાવ્યો પણ પદ્યમાં જ રચાતાં હતાં. અક્ષરમેળ અને માત્રામેળ વૃત્તોનો પ્રયોગ થતો હતો. તદુપરાંત દુહા અને દેશીઓના પ્રયોગથી કાવ્યજગત અતિ સમૃદ્ધ બન્યું છે. કાવ્યમાં યેનકેન પ્રકારેણ ગેયતા તો અવશ્ય હોય છે. પશ્ચિમના સાહિત્યના પ્રભાવથી કાવ્યમાં ગેયતા હોવી જોઈએ એ મત યથાર્થ ગણાયો નથી. ગેયતા એ કાવ્યનું અંગ છે સર્વસ્વ નથી. ગેયતા ન હોય તો પણ તેમાં કાવ્ય એટલે પદ્યને અનુરૂપ લય (Rhythm) હોવો જોઈએ. કાવ્યની અર્વાચીન વ્યાખ્યામાં લયબદ્ધતાને કાવ્યના લક્ષણ તરીકે માનવામાં આવે છે. અર્વાચીન કાળમાં જૈન સાહિત્યની ગીતસૃષ્ટિ વિશાળ પટ પર વિસ્તાર પામી છે. અર્વાચીન સમયમાં પદ્ય રચનાઓનું પ્રમાણ મધ્યકાલીન સાહિત્યની તુલનામાં ઓછું છે. તેમાં સમકાલીન પ્રભાવથી નવી શૈલીમાં રાગબદ્ધ ગીતો રચાયાં છે. મધ્યકાલીન રાસ-પ્રબંધવિવાહલો-ફાગુ જેવા કાવ્યપ્રકારોમાં વસ્તુ વિભાવન ઢાળમાં કરીને દેશીઓ-ચોપાઈ અને ગીતનો પણ આશ્રય લેવામાં આવ્યો છે. જ્ઞાનવિમલસૂરિ, રૂપચંદ, જયવિજય વગેરે કવિઓની રચનાઓમાં ગીતો પ્રાપ્ત થાય છે. પદ સાહિત્યની વિશાળ સૃષ્ટિમાં વૈવિધ્યપૂર્ણ ગીતોની સામગ્રી છે. જૈન કવિઓએ વસંત-ફાગણની વિષયવસ્તુને કેન્દ્રમાં રાખીને ગીતો રચ્યાં છે. આ ગીતોમાં બાહ્ય રીતે વસંતનો વૈભવ છે પણ તેનો અંતરઆત્મા આધ્યાત્મિક આનંદની વૈવિધ્યપૂર્ણ વિગતો દર્શાવે છે. વળી તેમાં પ્રકૃતિ અને માનવજીવનનો સુભગ સંબંધ સધાયેલો જોવા મળે છે. રસ અને અલંકારની દૃષ્ટિએ પણ આ ગીતો ઊંચી કક્ષાનાં છે. ચિદાનંદજીનું ગીત જોઈએ તો : અનુભવ ચીત મિલાય દે મોકું શામ સુંદર વર મોરા રે, શીયલ ફાગ પીયા સંગ રમુંગી, ગુણ માનુંગી મેં તેરા રે, જ્ઞાન ગુલાલ પ્રેમ પિચકારી, સુચી સરધા રંગ ભરે રે.” કવિ લાવણ્ય સમયના ગીતનું ઉદા. નીચે પ્રમાણે છે : ફાગ ખેલત હૈ ફૂલ બાગ મેં હો, મહારાજ ચક્રવર્તિ શાંતિ, હરિલંકી હમકી વાત નહો એક લાખ બાણું હજાર, નારીમિલ ફૂલ ગેહ બનાવે ઠોરઠોર ભમર જેકાર.” Page #268 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૨૪૯ , રત્નસાગરના પદનું ઉદા. જોઈએ તો : રંગમો જિનદ્વાર રે, ચાલો ખેલીએ હોરી, કનક કચોળી કેશર ઘોળી, પૂજા વિવિધ પ્રકાર રે, કૃષ્ણાગરૂકા ધૂપ ધરત છે, પરિમલ બહકે અપાર રે.' કવિ પંડિત વીરવિજયના ગીતનું ઉદા. જોઈએ તો : શિવાનંદનકું ખેલાવે હરિગોરી, હાં રે હરિ ગોરી ખેલાવે હોરી, હાંરે સરોવરીયાને તીર, કેમકુમર કેડે પડી હરિ ગોરી.” આયો વસંત હસંત સાહેલી રાધ મધુ દોય માસ, વિરહી સંતોને નામ વસંતો, સંતકુ સદા સુખવાસ.' ઉપરોક્ત દષ્ટાંતોને આધારે ગીતનો મધુર રસાસ્વાદ થાય છે. અર્વાચીન જૈન સાહિત્યનાં ગીતો વિશે કેટલીક રસપ્રદ માહિતી અત્રે આપવામાં આવી છે. જૈન સાહિત્યનાં ગીતો મુખ્યત્વે દેવ, ગુરુ અને ધર્મ પ્રત્યેની ભક્તિ ભાવનાને સ્પર્શે છે. તદુપરાંત ઉપદેશાત્મક દૃષ્ટિબિંદુથી પણ ગીતો રચાયાં છે. આ ગીતોમાં શાસ્ત્રીય રાગ, પ્રચલિત દેશીઓ, દેશી નાટક સમાનના નાટકની પ્રચલિત પંક્તિનો રાહ, સમકાલીનતાને લક્ષમાં લઈને જૂની ફિલ્મોના ગીતની પંક્તિને આધારે જૈન કવિઓએ ગીતો રચ્યાં છે. કેટલાક જૈન કવિઓનાં ગીતો વિશેની માહિતી નીચે પ્રમાણે છે : આચાર્ય કીર્તિચંદ્રસૂરિની ગીતોનું ઉદાહરણ જોઈએ તો : રઘુપતિ રાઘવ રાજારામએ પંક્તિને અનુસરીને રચાયેલું ગીત પ્રાર્થના સ્વરૂપનું છે. જય જય હે વીતરાગ પ્રભુ, પ્રાતઃ ઉઠી સદા સમરું, આપ પ્રભાવથી હોજો નાથ, અરજ કરું જોડી બે હાથ.” ‘લાખ લાખ દીવડાની આરતી ઉતારજો' એ પંક્તિની રાહનું ગીત જોઈએ તો : લાખ લાખ વાર પ્રભુ પાર્શ્વને વધામણાં, અંતરીયું હર્ષ ઉભરાય, આંગણિયે અવસર આનંદનો.” રાખનાં રમકડાં...ની ચાલનું ગીત : જ્ઞાનના એ દીવડાને વિરે ઝગમગ સળ્યા રે, ત્રણ લોકના નાથ સૌનાં તિમિર ટાળી નાંખ્યા રે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા છે. ‘છોડ ગયે બાલમ’ પંક્તિ પરથી રચાયેલું ગીત : ‘છોડ ગયે ગિરનાર, મેરે નાથ અલી છોડ ગયે, મેરે નેમ ગયે ગિરનાર, મેરા આશભરા દિલ તોડ ગયે.’ ‘આજ મારી નણદીએ મેણું માર્યું'—એ રાહનું ગીત : ‘રાજ ! મારું દિલડું છે દુ:ખે ભર્યું, રથડો વળી ગયા પશુઓ પોકારતા, બોલ્યા બોલ્યા યદુપતિ કરુણા બતાવતા, અરે ! આ શું થાય ? પગલું હિંસા ભર્યું, રાજ મારું.' જંબુસૂરિના ગીતો ગહુંલી તરીકે રચાયેલા મળે છે. તેમાં ગુરુભક્તિ અને જિનવાણીનો મહિમા પ્રગટ થયો છે. ‘તાલીઓના તાલે’—એ રાગનું ગીત : ‘ત્યાગીઓના ત્યાગે શુદ્ધ સંયમ ઝલકાર રે.' ‘નાગરવેલીઓ રોપાવ'—એ રાગનું ગીત : જૈન શાસનના શણગાર, સૂરિજી જયવંતા વર્તો.’ ‘કોયલ ટહુકી રહી મધુવનમેં’—એ રાગનું ગીત ઃ ‘રાજનગરમાં સુરિજી પધાર્યા, મધુરી દેશના દેવાય' મુનિશ્રી મણિપ્રભવિજયજી એ કુસુમાંજલિની રચના કરી છે તેમાં વિવિધ ગીતોનો સંચય કવિ ચંદુલાલ અમીચંદ શાહનાં ગીતોમાં ભક્તિરસની લ્હાણ થયેલી જોવા મળે છે. ઉદા. ‘આ તો લાખેણી લજ્જા કહેવાય' એ રાગનું ગીત : ‘આ તો લાખેણી આંગી કહેવાય, શોભે જિનવરજી, શુદ્ધ કેશર કસ્તુરી બહેકાય, શોભે જિનવરજી.’ ‘સુની પડી છે સિતાર’—એ રાગનું ગીત : ‘વૈષ્ણવ જન તો' એ રાગનું ગીત : ‘શ્રાવક જન તો તેને કહીયે, વીર વીર મુખ બોલે રે, પ્રભુ આજ્ઞાને દિલમાં ધારી, મર્મ ના કોઈના ખેલે રે.’ આચાર્ય દક્ષસૂરિનાં ગીતો વિષય વૈવિધ્ય અને રાગરાગિણીથી ભરપૂર છે. ઉદા. નીચે પ્રમાણે છે : Page #270 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૨૫૧ રાહ-રખિયા બંધાવો ભૈયા નવપદ ધ્યાવો ભવિયાં શિવ પદ પા...વો...રે, જવા દે જવા દે કિનારે કિનારે તાજમહેલ) એ રાહનું ગીત : “જગા દે જગા દે લગા રે લગા રે, જગા દે જિગંદકા ધ્યાન લગા દે, જગા દે.” બંદે જીવન હૈ સંગ્રામ_એ રાહનું ગીત : “ચેત શકે તો ચેત લે ચેતન ! ભજ લે પ્રભુકા નામ, ચેતન ! જીવન છે ઉદ્યમ, ચેતન જીવન છે ઉદ્યમ.” દુનિયા રંગરંગીલી બાળક' એ રાહનું ગીત : અંગિયા રંગરંગીલી પ્યારા, અંગિયા રંગરંગીલી પ્યારા, સોહે અખિયાં કમલ સી કલિયાં, શાંત સુધાકી ક્યારી હય હર અંગો પર સમરસ છાયા, હર પ્રાણી હિતકારી હય.” “મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા—એ રાહનું ગીત વીર જિનેશ્વર જગ પરમેશ્વર, જન્મ કલ્યાણક આજ રે, આનંદ મંગલકારી, ત્રિશાલાનંદન પાપનિકંદન, દર્શન નયના નંદ રે, આનંદ મંગલકારી.” આચાર્ય લબ્ધિસૂરિનાં ગીતો જૈન સમાજમાં વધુ લોકપ્રિય બન્યાં છે. એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી' એ રાગનું ગીત જોઈએ તો : “માનજીવડા દિવસ રજની જાય તે આવે નહીં, એથી જ બાલાપણ થકી જિનરાજને ભજતો રહી.” “નંદલાલ ગગરી મોરી ભર દે એ રાગની ગીત નીચે પ્રમાણે છે. “મેરે કર્મ સકલ પ્રભુ હર દે, પાયો જગ દુઃખ ભારી, શિવધર દે રે, મેરે...” “મારું વતન, આ મારું વતન'ના રાગનું ગીત : પ્રભુ ભજન કરો, પ્રભુ ભજન, Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા પ્યારું પ્યારું મને પ્રભુ ભજન.' ઉપા. જયંતસેનના ગીતોનું ઉદાહરણ નીચે પ્રમાણે છે : ભેખડો ઉતારો રાજા' એ ગીતના રાહની રચના : “શાન્તિ નિણંદ મહારાજની, મૂરતિ અજય ગજબજી, દર્શન કરતાં આનંદની ઉછળે છોળો અપારજી.” પારેવડાં જા જે વીરાંના દેશમાં એ રાગનું ગીત : “ચેતનજી ચાલો સિદ્ધાચલ ધામમાં, આવે જીવન આરામમાં, ત્રણ ભુવનમાં નહીં બીજો કોઈ, આવે જિનવર શાનમાં-ચેતનજી.” વીર તારું નામ વહાલું લાગે એ રાગનું ગીત : તારંગા તીર્થ દર્શ પાયા, હો સ્વામિ, હર્ષ સવાયા, અનુપમ ધામ છે ખૂબીનું કામ છે, ભાવના દિલ ડોલાયા. હો.” નૈયા ડુબી રે સંસાર, અમારા જીવનની નૈયા ડુબી રે સંસાર, મોહની કરમે પુણ્યઈ વીસરી, ઉતારો ભવપાર અમારા જીવનની.” લેશો નિસાસા પરણેતરનાએ રાગનું ગીત : પરણ્યા વિના સ્વામી ન જાશો, રાજુલ વિનવે નેમ પિયુજી પાછા વળો.” “હું તો આરતી ઉતારું રેએ રાહનું ગીત : મારી વિનંતી સ્વીકારો અજિતનાથ રે, અજીતનાથજી રે, દીનાનાથજી રે.” શાંતિલાલ બી. શાહ ખંભાતવાળા, પૂ. આ. શ્રી અજિતસાગરસૂરિ | માસ્તર દીનાનાથી સુરતવાળા, પ્રવિણભાઈ વી. દેસાઈ–બોટાદ અને તપોવન ગીત ગંગા વેગેરે એ પણ ગીત કાવ્યના વિકાસમાં ફાળો આપ્યો છે. અર્વાચીન જૈન ગીતોમાં ભક્તિનો નવો પરિવેશ જોવા મળે છે. ભક્તિમાં સમર્પણભાવ અને ચિત્તની એક્તા માટે વિશિષ્ટ પ્રકારના રાગ-લયયુક્ત રચનાઓ ઉપકારક નીવડે છે. અત્રે ઉલ્લેખ કર્યો છે તે સિવાય અન્ય ગીતકારોનાં ગીતો પણ સંશોધન દ્વારા પ્રાપ્ત થાય તેમ છે. આવા સંશોધનથી અર્વાચીન જૈન સાહિત્યનાં વિકાસની ઐતિહાસિક વિગતો મળી શકે છે. જૈન સાહિત્યના મધ્યકાલીન અને અર્વાચીન સંદર્ભમાં ગીતકાવ્યોની વિવિધતા જોવા મળે છે. આ વિષયમાં સંશોધન કરવામાં આવે તો ગીતકાવ્યની સમૃદ્ધિ જેવી સાહિત્યની વિશેષતાને સિદ્ધિનું સોપાન બને તેવી ક્ષમતા ધરાવે છે. ભક્તિરસની રમઝટ જમાવતાં ગીતો સાંપ્રદાયિક વસ્તુ સાથે સંબંધિત હોવા છતાં તેની મંજુલપદાવલીઓ અલંકાર રસ વસંતુનું સૌંદર્ય અને આધ્યાત્મિક પરિવેશ દ્વારા આત્માનંદની અનોખી અનુભૂતિ કરાવે તેવાં ગીતો છે. જૈન સાહિત્યના ઇતિહાસમાં અહોભાવ પૂર્વક ઐતિહાસિક નોંધ કરી શકાય તેવો ગીત કાવ્યપ્રકાર Page #272 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૨૫૩ દિનપ્રતિદિન નવા સાધુ કવિઓના શુભહસ્તે વિકાસ પામી રહ્યો છે. પરિણામે ભક્તિમાર્ગની વિવિધ રચનાઓમાં તેનું સ્થાન વિશેષ નોંધપાત્ર બન્યું છે. સંદર્ભ : ૧. ફાગણ કે દિન ચાર પા. ૩૬ ૨. જૈન ગૂર્જર કવિઓ ૩-૪. કુસુમાંજલિ પા. ૪૨૧-૪૩૧ ૫. શ્રી અમૃત ગણુંલી સંગ્રહ પા. ૭૮ ૬. ગહુંલી સંગ્રહ પા. ૨૦૫ ૭. બમ્બઈ ચિંતામણિ પાર્શ્વનાથદિ સ્તવન સંગ્રહ પા. ૧૨૪ ૮. બીજમાં વૃક્ષ તું પા. ૧૪૦ ૩૫. સંઘયાત્રા-તીર્થમાળા ચૈત્યપરિપાટી-૧ તીર્થમાળા અને ચૈત્ય પરિપાટી વિશેની કૃતિઓ રાસરૂપે રચાઈ છે. ભક્તિમાર્ગની વિવિધતાનો પરિચય કરાવતી તીર્થમાળા ચૈત્યપરિપાટી કૃતિઓ તીર્થોનો ઐતિહાસિક પરિચય આપવાની સાથે તત્કાલીન જીવનનો સંદર્ભ દર્શાવે છે. ચૈત્ય પરિપાટીમાં પણ તીર્થનો જ સંદર્ભ છે. તેમાં વિવિધ સ્થળે આવેલાં ચૈત્યો અને મૂળનાયક ભગવાનની પૂજા-ભક્તિ અને મહિમા ગાવામાં આવ્યો છે. પ્રાચીન તીર્થમાળા ભાગ-૧-રનું ધર્મસૂરિએ સંપાદન કર્યું છે તેમાં ઉપરોક્ત શ્રાવક જીવનમાં સંઘયાત્રાનું કર્તવ્ય સમકિતની શુદ્ધિ પાપ નાશના માટે અને ઉત્તમ પ્રકારે ચતુર્વિધ સંઘ સાથે યાત્રા કરવાનો લ્હાવો પુણ્યશાળી આત્માઓને પ્રાપ્ત થાય છે. છ'રીપાળીને સંઘયાત્રા કરવાનું શાસ્ત્રમાં વિધાન છે. કવિ રૂષભદાસે શત્રુંજયની થોયની ત્રીજી ગાથામાં ભગવંતની વાણી દ્વારા સંઘયાત્રાનો મહિમા ગાયો છે. ભરતરાય જિન સાથે બોલે સ્વામી શત્રુંજય ગિરિ ગુણ તોલે, જિનનું વચન અમોએ રૂષભ કહે સુણો ભરતજીરાય છરી પાળતાં જે નર જાય, પાતક ભુકો થાય” જૈન શાસનના ઇતિહાસમાં શાશ્વત તીર્થ શત્રુંજય, સમેતશિખર, ગિરનાર, ઉપરાંત અર્વાચીન કાળમાં શંખેશ્વર, ઝઘડિયા, ખંભાત જેવાં તીર્થોનો સંઘયાત્રા પ્રતિવર્ષ ગુરુ ભગવંતની નિશ્રામાં યોજાય છે અને ભાવિક ભક્તો દાન ધર્મની આરાધના સાથે આત્માના શાશ્વત સુખ માટેનો માર્ગ ચોખ્ખો થાય તે માટે યાત્રા કરે છે. પૂર્વ અને મધ્યકાલમાં આવી સંઘયાત્રાની કાવ્યમય માહિતી પ્રાપ્ત થાય છે. અર્વાચીન કાળમાં એક અહેવાલરૂપે યાત્રાનું વર્ણન ગદ્યમાં પ્રગટ થાય છે. આવા સંધ વિશેષો મિતાક્ષરી ઉલ્લેખ ઐતિહાસિક નોંધરૂપે જૈન પરંપરાના ઇતિહાસમાંથી મળે છે. પ્રભુ ભક્તિ સાથે સંબંધ ધરાવતી કૃતિઓ વિષય વસ્તુની દષ્ટિએ વિચારતાં તીર્થમાળા, ચૈત્ય પરિપાટી અને સંઘયાત્રા માનવજીવનનાં મહાન સુકૃત છે જેની જેટલી અનુમોદના કરીએ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા તેટલી ઓછી છે. પ્રાચીન તીર્થમાળા સંગ્રહમાં તીર્થમાળા અને ચૈત્યપરિપાટી અંગેની કેટલીક કૃતિઓનો સંચય થયો છે. સમગ્ર પુસ્તકનું વસ્તુ તીર્થભૂમિની ભાવયાત્રા સમાન છે. પૂર્વદેશીય તીર્થ વિભાગમાં ૨૪ તીર્થોનો ક્ષત્રિયકુંડ, ચંપાનગરી સિંહપુરી, પાટલીપુત્ર પરિચય આપવામાં આવ્યો છે. પાવાપુરી, સમેતશિખર તીર્થમાળા શૌરીપુરી હસ્તિનાપુર વગેરેની રચના પં. વિજયસાગર કરી છે તેમાં સમેતશિખર તીર્થનો મહિમા, ભૌગોલિક વર્ણન અને તીર્થના પ્રભાવની વિગતોનો સમાવેશ થાય છે. તીર્થ વિશે ઐતિહાસિક માહિતી પણ પ્રાપ્ત થાય છે. કવિ હંસસોમની આ રચના દ્વારા પૂર્વદેશીય તીર્થોનો મિતાક્ષરી પરિચય પ્રાપ્ત થાય છે. વસ્તુ છંદમાં કાશી તીર્થનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે (પા. ૧૭) નયર કાસી નયર કાસી પાસ સુપાસ, ચંદ્રાવતી ચંદ્રપ્રભ સીહપુર શ્રેયાંસ જિનવર. હવિ ગંગાનઈ ઉત્તરાઇ રાજગૃહી નયરી મનોહર, વૈભારગિરિ વિપુલગિરિ ઊપરિ બહુ પ્રસાદ. તે વાંદીનઈં ઊતરિયા જીત્યઉ કલિસ્વાદ. તીર્થમાળાના નિરૂપણમાં તીર્થના મૂળનાયક ભગવાન અને એમના પ્રભાવની સાથે પૂજા ભક્તિ ભાવનાનો ઉલ્લેખ થયો છે. ૨. કવિ જયવિજયજીની પણ સમેતશિખર તીર્થમાળા નોંધપાત્ર છે. - કવિ રત્નસિંહસૂરિની ગિરનાર તીર્થમાળાની રચના કરી છે તેમાં સંઘ યાત્રા અને પ્રભુપૂજાની સાથે તીર્થનો પરિચય પ્રાપ્ત થાય છે. પં. દેવચંદ્રજીએ સં. ૧૬૯૫માં ઈડરના ચાતુર્માસ પૂર્ણ થયા પછી શત્રુંજયની ચૈત્યપરિપાટી, સંઘયાત્રા કરી હતી તેનું વર્ણન શત્રુંજય ચૈત્યપરિપાટી નામથી પ્રાપ્ત થાય છે. કવિએ અમદાવાદ તીર્થ જૈનપુરીનો પરિચય આપતાં જણાવું છે કે (ગા. ૧-૨- પા. ૩૯) અહમદાવાદ નગર સુવિચાર શ્રાવક સુકૃત ભરઈ ભંડાર, પૂજ઼ શ્રી જિનસાર તું જયો જયો પૂજ઼ શ્રી જિન સાર (૧) ગઢમઢ મંદિર પોલિ ઉત્તગ નગર શેષતાં હુઇ મનરંગ. સાભ્રમતી વહે ચંગતું જ (૨) ૩. કવિ મેઘની તીર્થમાલાની રચનામાં ગુજરાત, કાઠિયાવાડ, મારવાડ, મેવાડ અને દક્ષિણાનાં તીર્થોનો સંક્ષિપ્ત પરિચય પ્રાપ્ત થાય છે. આ તીર્થમાળા નામ પ્રમાણે ગુણ ધરાવે છે તેમાં ઉપરોક્ત વિસ્તારનાં મુખ્ય તીર્થોનો ઉલ્લેખ થયો છે. “પોસીના' તીર્થ વિશે કવિના શબ્દો છે, (ગા. ૨૩-પા.-૫૦) Page #274 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૨૫૫ પાંસીને છઈ પાંચ પ્રસાદ સુરગિરિસિલે તે માડઇવાદ, ચંદણ કુસુમિ ધૂપ ઘરિ ઘરઉ જિણવરતણી પૂજાનતુ કરેલ રાણકપુર તીર્થનો મિતાક્ષરી ઉલ્લેખ કરતી પંક્તિઓ જોઈએ તો. (ગા. ૮૪-પા.-૫૫) નગર રાણપુરિ સાત પ્રસાદ એક એકસિ૬ માંડઈવાદ, ધજાદંડ દીસઈ ગિરિવલઈ ઈસિંહ તીરથ નથી સૂરિજત્તલઈ. ૪. સંવત ૧૭૯૩માં ચાતુર્માસ રહીને કટુકમલતયીલાઘા સાહવિરચિત સૂરતની ચૈત્ય પરિપાટીની માગશર વદ-૧૦ને ગુરુવારે રચના કરી છે તે સમયની પ્રતિમાનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે સુચી મધ્યે દેહરાં ૧૦ છે. દેરાસર ૨૩૫ ભૂયરાં છે. ત્રણ પ્રતિમા એકેકી ગણતાં ૩૯૭૮ પંચતીર્થની પાંચ, ચોવીસ વટાવાની ૨૪, એક સમય પટ પાટલો, સિદ્ધચક્ર કમલ ચૌમુખ સર્વે થઈને ૧૦૦૪૧ કંઈ. (પા-૬૯) પ. ૫. કલ્યાણ સાગરની પાર્શ્વનાથ ચૈત્ય પરિપાટીમાં, વિવિધ તીર્થોમાં બિરાજમાન પાર્શ્વનાથ ભગવાનનો ઉલ્લેખ થયો છે. દષ્ટાંતરૂપે પંક્તિઓ નીચે પ્રમાણે છે. (ગા. ૨૭ પા.૭૨) દોલતાબાદૈ દીપતો ચંપાપુર હો ચિંતિતદાતાર, નાહડમેં રે વનવું કલિકુડે હો કલપતરૂ સાર. તીર્થમાળામાં શાશ્વત તીર્થમાળા, જેસલમેર ચૈત્યપરિપાટી, કાળી તીર્થ વગેરેનો સંચય થયો છે. સમગ્ર તીર્થ ભારત દેશનાં નાનાં મોટાં સુપ્રસિદ્ધ તીર્થોનો ઉલ્લેખ દર્શાવે છે. મુખ્યત્વે શત્રુંજય, ગિરનાર અને સમેતશિખર વિષે વધુ માહિતી પ્રાપ્ત થાય છે. અત્રે દષ્ટાંતરૂપે સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી છે. જિજ્ઞાસુ ભક્તોએ મૂળ પુસ્તકનાં અભ્યાસ કરવાથી તીર્થ માળાના નામ સ્મરણથી ભાવયાત્રાનો અણમોલ લાભ મળે તેવી ક્ષમતા રહેલી છે. કવિના શબ્દોમાં તીર્થમાળાના સ્વાધ્યાયથી પ્રાપ્ત થતા ફળની માહિતી નીચે પ્રમાણે છે. ભક્તિ ગુણિ જેસાંજલિ, સીઝિ વાંછિત કાજ" સંદર્ભ : પ્રાચીન તીર્થમાળા સંગ્રહ ૧૧૭, ર૩૯, ૩૫૦, ૪-૬૯, પા૭૨ ૩૬. થાળ મધ્યકાલીન સાહિત્યમાં પદ સ્વરૂપ સાથે સામ્ય ધરાવતી વ્યક્તિ પ્રધાન રચનાઓમાં પ્રાર્થના આરતી હાલરડાં લોકપ્રિય છે. તેમાં થાળ રચના પણ પ્રભુ ભક્તિના એક અંગ સમાન છે ઇષ્ટદેવને નૈવેદ્ય ધરાવવા માટે એક થાળમાં વિવિધ પ્રકારની વાનગીઓ ગોઠવીને થાળ પ્રભુને Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ધરાવવામાં આવે છે. આ પ્રસંગે ગવાતું પદ એ થાળ કહેવાય છે. તેમાં ભક્ત હૃદયની આર્તભાવના અને સહૃદયની વિનંતીનો ઉલ્લેખ થાય છે અને ભગવાન આ “થાળ' સ્વીકારી ભક્તને ઉપકૃત કરે એવી ભક્તની અપેક્ષા હોય છે. આ પ્રસંગે ગવાતી પદ્ય રચનાને થાળ તરીકેની સંજ્ઞા આપવામાં આવી છે. અન્ય ધર્મમાં પણ સત્યનારાયણની કથા પછી, માનો થાળ એ નામથી પદ્ય રચના જાણીતી છે. જૈનધર્મમાં અષ્ટપ્રકારી પૂજામાં નૈવેદ્ય પૂજા છે તેનું જ રૂપાંતર “થાળ” રૂપે નિહાળી શકાય છે. અણાહારી પદની પ્રાપ્તિ માટે નિર્વેદ થવા માટે આત્માના શાશ્વત સફળ પામવા માટે અનાદિકાળથી જે આહાર સંજ્ઞા આત્માને વળગી છે તેને દૂર કરવા માટે નૈવેદ્ય ચઢાવવામાં આવે છે. માણિભદ્ર ઘંટાકર્ણને પણ આ રીતે નૈવેદ્ય ધરાવવામાં આવે છે. વીતરાગ પાસે નૈવેદ્ય ધરાવીને આત્માનું અણાહારી પદ મેળવવાની આશાપૂર્ણ થાય એવી ભાવના છે. જ્યારે અન્ય રીતે થાળ ધરાવીને માતા કે માનેલા દેવ-દેવીની ભક્તિથી પૌદ્ગલિક ઇચ્છાઓની પૂર્તિ થાય એવી ભાવના રહેલી છે. કવિ સૌભાગ્યવિજયજીએ પાર્શ્વનાથના થાળની રચના ૯ કડીમાં કરી છે. તેમાં કવિએ પારણાની દેશી-વીર પ્રભુના હાલરડાના રાગમાં રચના કરીને લયબદ્ધ રસિક રચના કરી છે. આ થાળની વિશેષતાએ છે કે કવિએ રૂપકાત્મક શૈલીમાં વિચારો વ્યક્ત કરીને લોકોત્તર ભાવનાને વ્યક્ત કરી છે. આરતીના આરંભના શબ્દો છે. માતા વામાટે બોલાવે જમવા પાસને, જમવા વેળા થઈ છે, રમવાને ચિત્ત જાય. ચાલો તાત તમારા બહુ થાળે ઉતાવળા, વહેલા હાલોને ભોજનીયા ટાઢાં થાય માતા. ૧૫ કવિની ઉપમા અને રૂપક અંગેની અવનવી કલ્પનાઓ થાળની રસિકતાને સિદ્ધ કરે છે. મારા નાનડીયાને ચોખ્ખા ચિત્રનાં ચૂરમાં સુમતિ સાકર ઉપર ભાવશું ભેલું ધરત. ભક્તિ ભજીયાં પિરરમાં, પાકુમારને પ્રેમશું, અનુભવ અથાણાં આંખોને, રાખો સરત. માતા. I૪ો. સંતોષ થીરોને વળી, પુન્યની પૂરી પીરસી, સંવેગ શાક ભલાં છે, દાતાર ઢીલીદાળ. મીઠાઈ માલપુડાને પ્રભાવનાનાં પુડલાં, વિચાર વડી વધારી, જમજ્યો મારા બાલ. માતા. llell અંતમાં કવિના શબ્દો દ્વારા થાળ ગાવાની ફળશ્રુતિ જણાવી છે. Page #276 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ૨૫૭ પ્રભુનાં થાળ તણાં જે ગુણ ગાયને સાંભળે, ભેદે ભેદાંતર સમજે જ્ઞાની તે કહેવાય. ગુરુ ગુમાન વિજયનો શિષ્ય કહે શિર નામી રે, સદા સૌભાગ્ય વિજય થાવે ગીત ગાય સદા. માતા. લા. આ થાળ સામાન્ય માનવીને ભોજનના રસારયાદની અને જ્ઞાનીજનોને આત્મ વિકાસમાં ઉપયોગી ગુણોની વિશિષ્ટતા સમજાવે છે. નામ અને થાળ પાર્શ્વનાથ ભગવાનનો પણ તેનાથી ભવ સુધરે સફળ થાય ભવ્યાત્માનો. એવી રસિક થાળ રચના જૈન કાવ્યપ્રકારોમાં અભિવૃદ્ધિ કરે છે. શ્રી પાર્શ્વનાથ સ્તવન (થાળ) માતા વામાટે બોલાવે જમવા પાસને, જમવા વેલા થઈ છે રમવાને ચિત જાય. ચાલો તાત તમારા બહુ થાયે ઉતાવળા, વહેલા હાલોને ભોજનીયા ટાઢા થાય માતા. ||૧|| માતાનું વચન સુણીને જમવા બહું પ્રેમશું, બુદ્ધિ બાજોઠ ઢાળી બેઠા હોંશિયાર. વિનયથાલ અજુઆલી લાલન આગળ મૂકયો, વિવેક વાટડીયો શોભાવે થાલ મંજાર માતા. ||૨| સમક્તિ સેલડીના છોલીને ગટ્ટા મૂકીયા, દાનનાં દાડમદાણા ફોલી આપ્યા ખાસ. સમતા સિતાફળનો રસ પીયો બહુ રાજીયા, મુક્તિ જામફળ પ્યારા આરોગોને પાસ માતા. Hall મારા નાનડીયાને ચોખ્ખા ચિતનાં ચૂરનાં, સુમતિ સાકર ઉપર ભાવશું ભેલું ધરત. ભક્તિ ભજીયાં પિરસ્યાં પાસકુમારને પ્રેમશું, અનુભવ અથાણાં ચાખોને રાખો સરત માતા. III પ્રભુને ગુણ ગુંદાને જ્ઞાન ગુંદવડા પીરસ્યાં, પ્રેમના પેંડા જનમ્યો માનવધારણ કાજ. જાણપણાની જલેબી જમતાં ભાગે ભૂખડી, દયાદૂધપાક અમીરસ આરોગોને આજ માતા. ||પણ સંતોષ સીરોને વળી પુન્યની પૂરી પીરસી, સંવેગ શાક ભલાં રે દાતાર ઢીલી દાળ, Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા મોટાઈ માલપુવાને પ્રભાવનાનાં પૂડલા. વિચાર વઠી વઘારી જજામ્યો મારા બાલા માતા. llll. રૂચિ ચયતાં રૂડા પાપડ પીરસ્યાં, ચતુરાઈ ચોખા વંશાવી આયા ભરપૂર. ઉપર ઇંદ્ર દમન દૂધ તપ તાપે તાતુ કરી, પ્રીત્ય પીરસ્યું જમજો જગજીવન સહનૂર માતા. llણા પ્રીતિ પાણિ પીધા પ્રભાવતીના હાથથી, તત્ત્વ તંબોલ લીધાં શીયળ સોપારી સાથ. અક્કલ એલાયચી આપીને માતા મુખદેવ, ત્રિભુવન તારી તરસ્યો જગજીવન જગનાથ માતા. ૮ • પ્રભુનાં થાલતણાં જે ગુણ ગાવેને સાંભળે, ભેદ ભેદાંતર સમજે જ્ઞાની તે કહેવાય. ગુરુ ગુમાનવિજયનો શિષ્ય કહે શિરનામી તે, સદા સૌભાગ્યવિજય થાવે ગીત ગવાય સદાય માતા. lલા (પાન ૩૩૮) મહાવીરસ્વામીનો થાળ કવિ રત્નવિજયજીએ મહાવીર સ્વામીના થાળની રચના ૧૨ કડીમાં કરી છે. કવિએ રૂપકાત્મક અભિવ્યક્તિ દ્વારા ભૌતિક વાનગીઓ નહિ પણ તીર્થંકરનો આત્મા તો આધ્યાત્મિક વાનગીઓ આરોગીને પોતાના આત્મનીનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરે છે. કવિ કલ્પનાની વિશિષ્ટતાથી ભોજનના રસાસ્વાદ સમાન અધ્યાત્મ વાનગીઓનો અપૂર્વ રસાસ્વાદ અનુભવી શકાય તેવી આધ્યાત્મિક વાનગીઓ ભવ્યાત્માઓનો માટે પ્રેરક બને તેવી છે. કવિ અમૃતવિજયકૂત પાર્શ્વનાથનો થાળની રચનાનો પ્રભાવ મહાવીરસ્વામી થાળ પર સ્પષ્ટ રીતે નિહાળી શકાય છે. કવિના શબ્દો છે. Uણ પર થાળ ગાયો માતા ત્રિશલા સુતનો રે, જે કોઈ ગાવે ગુણે, તેણે હોજે મંગલ માળ. ગુરુ રત્નવિજયગુણ ગાયાને ગવરાવીયા રે, વિરપુત્રની શોભા જુઓ અપરંપાર, તે તો ભવસાગરથી ઉતરે છે પાર. માતા ત્રિશાલા. ||રા “થાળ' માતા ત્રિશલા બોલાવે જમવા કારણે રે તમે ચાલો પ્રભુ, પ્યારા વીર જીણંદ (૧) Page #278 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ ટ ૫ ૪ ૩ ૨૫૯ તમારા પિતા તો ઉભા છે વાટ નિહાળતા રે, ભોજન ટાઢા હોવે આવો પરમાણંદ માતા. પ્રભુજી આમલકી ક્રીડા કરવાને નીકળ્યા રે, માતા ઊભી જુએ વીરકુંવરની વાટ. સખીઓ ત્રિશાલાને તો ઓળંભા દેઈ રહી રે, તુઓ વેગે ચાલો ત્રણ ભુવનના નાથ માતા. પ્રભુજીએ મુદ્ધિ બળે પટકીને પછાડીયો રે ભોરિંગ ખેંચીનાખ્યો, રમણ ભૂમિની બહાર પ્રભુજીએ દેવના પિશાચનું રૂપ બનાવીયું રે. પ્રભુજીને ખાંધે લેઈ અકાશે ઊડી જાય માતા. પ્રભુજીનાહી ધોઈ માતાજી પાસે આવીયા રે. બેઠા સિદ્ધાર્થસયના ખોળામાંય પછી ખોળે લઈ માતાએ ફુલરાવીયા રે. મુખડું જોઇ જોઇ આનંદ આનંદ થાય માતા. માતાએ સુમતિ શું બાજોઠ બિછાવીયારે તેની ઉપર વળી થાળ દીયા, ધરવાય શું બાજોઠ બિછાવીયા રે તે ઉપર રે. તમે બેસો બેસો ત્રણ ભુવનના નાથ માતા. આજે અને લબ્ધિ લાડ મંગાવીયાએ વળી પુન્ય તણા પૈડા પ્રમાણ, જુઓ આવ્યા પાપાકા પાપડ ચુરનારે તમે જમો જમો શ્રી જગન્નાથ. (૨) શિયળ વ્રતકી શેરડી મંગાવીને રે મહા સંતોષ સીતાફળ જાય, નમતા નારંગી જમોને બહુભાવશું રે વળી દાડમ કેરી કળીઓ સુજાણ. જીહાં મુક્તિ કેરા મગજ મંગાવીયારે માતાત્રિશલા પીરસે તુમ દિન કાજ, એ તો શાનના ગુલાબ જાંબુ જાણીયારે ત્રિભુવન તારી તારજો. જગ જીવન જગન્નાથ માતા. સંતોષ શીરોને વળી પુન્યની પૂરી પીરસી રે, ભક્તિ ભજીયાં પીરસ્યા મહાવીરને કાજ. વળી તપસ્યા કરો દૂધપાક માણીયે રે. એનો અમે કંસાર કીધો દૂર માતા. (૯) વ્રતની વેઢમીને પ્રભાવનાના પુડલારે તમે જમો જમો આતમ, ભરપૂર સોનાની ઝારી ભરીને નિર્મળો રે, ત્રિશલા રાણી ઊભી હાજર લઈ આવે. (૧૦) પ્રભુ પીઓ પીઓ ગંગાજળ નિર્મળા રે સુખ જોગ જગ જીવોના નાથ, બીડા પાનસોપારી એલાયચી રે લવિંગટા રે વિનય વરીયાળી આપી. (૧૧) Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા Uણી પરે થાળ ગાયો માતા ત્રિશલા સુતનો રે જે કાઈ ગાવે, સુણો તોણે હોજો મંગળમાળ ગુરૂરત્નવિજયગુણગાયાને. ગવરાવીયા રે વીર પુત્રની શોભા જુઓ અપરંપાર. તે તો ભવસાગરથી ઉતરે ૦રે પારા માતા ત્રિશલા માતા. સંદર્ભ : સુખ પ્રીતિ ભક્તિ ત્રિલોચન વિવેક હર્ષ પર્વ માળા (પા-૧૬૭) (૧૨) Page #280 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ ઉપદેશાત્મક કાવ્ય પ્રકારો આત્મા જ્ઞાનમય છે એટલે જીવનો જે જ્ઞાનમય ભાવ છે તે સ્વ-પરનો પ્રકાશક છે. તે જ્ઞાન દીપક સમાન છે કે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરીને દિવ્યજ્ઞાનરૂપી પ્રકાશ પ્રગટ કરે છે. ૩૭. માતૃકા-કક્કો સમગ્ર સાહિત્ય સૃષ્ટિના પાયામાં ભાષાના મૂળાક્ષરો કાર્યરત છે. મૂળાક્ષરોના સંયોજનથી અર્થપૂર્ણ અભિવ્યક્તિ થાય છે. આવી અભિવ્યક્તિની એક વિશિષ્ટ પ્રકારની રચના મધ્યકાલીન કાવ્યપ્રકારોમાં ‘માતૃકા’ નામથી ઉપલબ્ધ થાય છે. તેને ‘કક્કો’ નામથી પણ ઓળખવામાં આવે છે. માતૃકા ઉપદેશાત્મક કાવ્ય પ્રકાર છે. તેમાં ચથી આરંભ કરીને દરેક મૂળાક્ષરથી આરંભ થતી પંક્તિઓ રચવામાં આવે છે. આ પ્રકારની આરંભની જૂની કૃતિ માતૃકા ચોપાઈ છે. ચોપાઈ છંદમાં તેની રચના થયેલી હોવાથી માતૃકા ચોપાઈ કહેવાય છે. ‘કક્કો’ની રચનામાં ‘ક' અક્ષરથી આરંભ કરીને અન્ય અક્ષરોથી શરૂ થતી પંક્તિઓ રચાય છે. મુખ્યત્વે તેમાં ‘દુહા’નો પ્રયોગ થાય છે. મંગલાચરણના દુહામાં ૐૐ નમઃ સિદ્ધમ્ લખવામાં આવે છે. મૂળમાં આ રચનામાં નમોસિદ્ધમ્ નો પ્રયોગ થયો હતો. પાછળથી ‘ૐ’નો ઉમેરો કરવામાં આવ્યો છે. આ કાવ્યપ્રકારની કેટલીક ઉપલબ્ધ કૃતિઓની સંક્ષિપ્ત માહિતી નીચે મુજબ છે. ‘માતૃકા ચોપાઈ’ એ પ્રાચીન કૃતિ છે તેમાં તેની ૬૪ કડીમાં ઉપદેશાત્મક વિચારોનો પ્રદેશિક વ્યાકરણ સંસ્કૃતમાં રચાયાં હતાં. આ વ્યાકરણ ભણાવવા માટે ગ્રામીણ શાળાઓ શરૂ થઈ હતી. આંધ્ર, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને કર્ણાટકની શાળામાં વ્યાકરણના આરંભમાં મંગલાચરણરૂપે ૐ નમઃ સિદ્ધમ્ ભણાવવામાં આવતું હતું. કલિંગ અને ઉડિયા પ્રદેશમાં આરંભમાં ‘સિદ્ધસ્તુ’નો પ્રયોગ થતો હતો. જૈન સાધુઓના અભ્યાસના પ્રારંભમાં આવો પ્રયોગ પ્રચલિત હતો તેનું માતૃકા રચનામાં અનુસરણ થયું છે. બારમાસ, પંદર તિથિ અને સાતવારની Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ૨ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા કાવ્ય કૃતિઓ રચાઈ છે તેવી જ રીતે માતૃકા અને કક્કામાં મૂળા અક્ષરોના આરંભથી કાવ્ય રચના થઈ છે. જિનેશ્વરસૂરિના શિષ્ય જગડુએ સમ્યક્ત ચઉપદે સંવેગ માતૃકા અને દુહા માતૃકાની રચના છે. સં. ૧૩૫૦માં થઈ હોય તેમ સંભવ છે. ૧. શાલિભદ્રના ચરિત્રના સંદર્ભમાં શાલિભદ્ર કક્કની કૃતિ ઉપલબ્ધ થાય છે. તેની ૭૧ કડી છે કે જેમાં દરેક વ્યંજન માટે બે દુહા રચ્યા છે. તેમાં માતા-પુત્રનો સંવાદ નોંધપાત્ર છે. શાલિભદ્ર સંયમ સ્વીકારવા માટે તૈયાર થાય છે ત્યારે માતા પુત્રને સમજાવે છે પણ શાલિભદ્ર સંસાર અને તેની સર્વ સમૃદ્ધિ સુખ અને ભોગનો ત્યાગ કરીને સંયમ સ્વીકારે છે એ વાત મહત્વની ગણાય છે. પઉમુ ભાઈ કકષ્પરિણ સાલિભદ્રગુણ કે, પા ભણે કક્કારે શાલિભદ્રગુણ કહું. શાલિભદ્રની એક ઉક્તિ નમૂના તરીકે ઉતારિયે, ખાર-સમુદ્ર આગલઉ માઈ ? કહિઉ સંસારુ. સંજમ પવહણ હીણ-તસુ કિમઈ ન લમ્ભઇ પારું. આ સંસારને ખારા સમુદ્ર જેવો કહેલો છે. સંયમરૂપી પ્રવાહણ-વહાણ વગર તેનો પાર કેમે પામી શકાતો નથી. મા કહે છે. ફણિ રાહુ સિરિયુત્ત? મણિ મુલ્લેણ ૫ બહુમુલ્લુ સા વિહેતા પાણહર સંજયભરુ તસુતુલ્લ. (૪૪) નાગરાજને માથે હે પુત્ર બહુ મૂલ્યવાન એવો મણિ હોય છે. પરંતુ એ લેવા જતાં તે પ્રાણ કારક બને છે. તેમ સંયમ સ્વીકારવો એ તેના જેટલું દુર્ઘટ છે. શાલિભદ્ર કહે છે. ફાડિજઈ કરવતસિરિ પાઇજઈ કથીર, માઈ ? દુષ્મન્ના સુણિી મહુ ઉધ્યસઇસરી, સંસારના સુખ તો એવા એ કરવતથી માથું કપાવે ત્યારે કથીરની. પ્રાપ્તિ થાય છે. મા. નારકી દુઃખો સાંભળીને મારું શરીર થરથરી ઉઠે છે. ૨. ધર્મ માતૃકા દૂહા આ કૃતિ ૐ કારથી ક્ષ સુધીના અક્ષરોના આરંભથી દુહામાં રચાઈ છે. તેના કર્તા ‘પદ્મ ચોદમી સદીના ઉત્તરાર્ધમાં થયા હો એમ સંભવ છે. કવિએ સુભાષિત અને દાંતોના સંદર્ભથી વિશિષ્ટ કાવ્ય રચના કરી છે. ભાષા ગુજરાતી છતાં અપભ્રંશનું મિશ્રણ થયું છે. કવિ નામનો ઉલ્લેખ પ૭મા દુહામાં પ્રાપ્ત થાય છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૪ ૨૬૩ ઉપ્પલ-દલ જલબિંદુ જિવ તિવ ચંચલુ તણું લચ્છિ, ઘણું દેખતા જાઈએ દઇ મન મેલત અચ્છિ. ઉત્પલ દલે જલબિંદુ જેમ તેમ ચંચલ તન લક્ષમી, ધન દેખતાં જાશે જઈ મને મેલ તદર્થે. રીસ કરતા જીવરાહ અચ્છઈ અવગુણતિણિ. અપ્પઉ તાવિસિ પર તવસિ પરતહાણિકરેસિ, રીસકરતા જીવને છે. અવગુણ ત્રણ. આપ તપાવે પર તપે પરત્રને હાનિ કરશે. ટલઈ મેરુ નિયઠાણહુજઈ પશ્લિમ ઉગહુ સૂર, પુવ્ર કિયેઉં તો નવિ ચલઈ કમ્મ મહાભરપૂરું. ટળે મેરુ નિજકામથી જો પશ્ચિમ ઊગે સૂર, તલું એકલ્લઉં સહસિ જિય? ખાએસઈ પરિવાર, વિહવુ વિહુચિ લેઈ જણ પાવન વિહચણહારુ, તું એકલો સહીશ જીવ ? ખાશે સૌ પરિવાર. વિભવ બેંચી લે જનો પાપન વહેંચણહાર. મંગલ મહા સિરિસરિસ સિવફલદાયગુરમુ, દુહામાઇ અખિયાં પઉમિહિ જિણવ-ધમ્મુ. ૩. સંવેગ માતૃકા ૬૧ કડીની આ રચના સં. ૧૩૫૦માં થઈ છે. માતૃકા ચઉપઈના અનુસરણથી રચના થઈ છે એમ માનવામાં આવે છે. ભલે ભણઉ જાણ પરમત્યુદુલહઉ ચવિત સંઘહસત્યુ, એ જાણેવિણ લાહઉલ ચલનય વિદ્વત્યુ વણ ધમિ દિઉં. મીડઉં ભણિઉકેમ ? કવિ કહઈ મીડાવિણ સંસારુ જુમાં , મણ તણી અજ એવડ સક્તિ મીડલ ધ્યાતાં હુઅ ઇજમુક્તિ. ભલે ભણો જાણો પરમાર્થ દુર્લભ ચતુર્વિધ સંઘનો સાર્થ, એ જાણી તઈ લાભ જ લ્યો નિજ વિતાર્થ ઘણો ધર્મ ધો. મીઠું ભર્યું કેમ ? કવિ કહે મીડા વિણ સંસાર જ ભમે, મીંડા તણી જ એવડી શક્તિ માંડ ત્રાતાં હોય જ મુક્તિ. અંતઃ મંગલ મહાસિરિસર્ષ સંઘુજસુ આણ દેવહ અલંઘ, ઉવસમિ-સઉ સંવેગિહિરચી બયાલી સવિય મુણિરસિ. મંગલ મહાશ્રી શું સંઘ જેની આણ દેવને અલંધ્ય, ઉપશમ-શું સંવેગે રચી બહુવાલી શ્રાવકમુનિ ઋષિ. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા ૪. દેવસુંદરસૂરિશિષ્ય (કુલમંડનસૂરિ ?) (૬૨) કાકબંધિ ચઉપ્પાઈ અથવા ધમ્મકક્ક આ ચોપાઈ ૬૯ ટૂંકની છે. કક્કાના અક્ષરોને અનુક્રમે આદ્યાક્ષર કરીને ચોપાઈ ગૂંથી છે. દાન, શીલ, તપ અને ભાવ એ ચાર જૈનધર્મના મુખ્ય સિદ્ધાંતોનો ઉપદેશ આપ્યો છે. ચોપાઈ રચ્યાનો સંવત્ લખ્યો નથી, પણ પહેલી ટૂંકમાં શ્રી દેવસુંદરસૂરિને વંદના કરી છે, એટલે આ ચોપાઈ દેવસુંદરસૂરિના કોઈ શિષ્ય રચી છે એમ ખાતરી થાય છે. દેવસુંદરસૂરિને સૂરિપદવી સંવત્ ૧૪૨૦માં મળી અને સંવત્ ૧૪૫૦ સુધી તેઓ હયાત હતા, એટલે આ ચોપાઈ સંવત્ ૧૪૨૦થી ૧૪૫૦ સુધીમાં રચાઈ છે એમ ખાત્રીથી કહી શકાય. એની ભાષા પણ તે કાળને અનુરૂપ જૂની છે. આદિ–અરિહંત સિદ્ધ આરિય ઉવજઝાય, સાહુ સુગુરુ દેવસુંદરસૂરિ પાય, વિદિય સુય સામણિ સમરવિ, ધમ કક્ક પભણિસુ સંખેવિ.૧ કરઉ ધર્મ મન ભૂલા ભમઉ માણસ ભવ કાંઈ આહ્નિ નિગમી? દાન સીલ તપ ભાવન સાર, સુહગુર વયણ પાલઉં સવિચાર. ૨ કાંઈ જુ દી જઈ દાન, તિહાં ચીંતવાઈ નવિ અભિમાન, ચિત્તિ વિત્તિ પત્તિહિ સુવિશુદ્ધષ સો શ્રેય સઈ લીલઈ લદ્ધ. ૩ ખરઈ ચિત્તિ નામ એવડા, વિત્તિ અણુ રસિ પૂરિય ઘડા, પત્ત જુ પામિર્ક પઢમ જિહંદુ, ચડઈ સિખા નવિ પડઈ ઈકુ બિંદુ. ૪ ખાધઈ તૃપતિ ઉદરિ નવિ હોઈ, દીધઉં પાત્રિ દાન ઊગરઇ, ખીર થાલ દીધઉં સંગમઇ, શાલિભદ્ર સોઈ હૂઇ તિમઈ. ૫ ગહગહીયા ધન્ન કયવન, તિહૂઅણિ નિસુણઉ તેહનૂ પુન્ય, શુદ્ધ ચિત્તિ દીયાં ઘત ખીર, દેવલોકિ પહતા બે વીર. ૬ ગાઢઈ સંકટિ વંતિ નારિ, તતખિણિ વિરૂપ હૂત બારિ, દાન દેઇ તિમ ચંદનવાલ, જિમ આવીલ ભાજઈ તતકાલ. ૭ ઘલત તિમ વિહારાવિ૬ ધીય, જિમ સંચિ૯ તિર્થંકર બીય, પાત્રિ દાનિ હઊઉ નિરવાહ, આદિનાથ ધન સારથવાહ. ૮ ધી દાઉ જઉ દીજઇ દાન, તુ રાઉલ લાભઈ બહુ માન, દાનિ ભૂતપ્રેત વસિ થાઈ, દાનિ દુષ્પ દુરિઅ સવિ જાઈ. ૯ જિમ કંઠિ થિક ઊપજઈ, દાન ઉદારિ તિમ નીપજઈ. દાન વિષઈ જેહ ઊપજઈ બુદ્ધિ, તીહ નર સઈવર આવઈ રિદ્ધિ. ૧૦ Page #284 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૪ ૨૬૫ અંત- શશિ લંછણ ચંદણ પીયૂષ, સેવંતાનિ હણઈ સવિ દૂખ, ઇમ પરિ મનિ ભાવણ ભવતાં, કર્મ અણતાં જાઈ પત્યાં. ૨૦ શાલિ દાલિ ઘત મીઠાં હોઇ. એ વાત જાણઈ સહુ કોઈ, ધરમુ માહિ તિમ ભાવણ સાર, એહ વાત પાધર વિચાર. ૬૧ પલકંઈ ચૂડિ અંતેવર હાથિ, નમિ રાજા પવિસઈ પરમન્જિ, બહુ મળિએ કલિ કંદલ હોઈ, પરમાણંદ લહઈ ઈકે સોઈ. દર ષષિ ષણિ આરિ ચરિાસી જીવ, યોનિ વસઈ સંસારિ સૈવ ધરમુ એક સવિહૂ આધાર, ધર્મ લગઈ પામી જઈ પાર. ૬૩ સમરથ રાત્રિ દિવસિ મનિ ધર્મ, ધર્મ તણઉ મન ઇંડઉ ભ્રમ, રાખઈ ધર્મ ચિહું ગતિ દુષ્પ, ધર્મ લગઈ પામી જઈ મુક્ત. ૬૪ સાયર મર્યાદા પુણ રહઈ, ચંદસૂર ગયણિ સંયરાં, કુશલ પંચ તે દિ આચાર, સોઈ સહગુરુ બુઝવાં વિચારૂ. ૬૫ હિવ ગુર જાણ સો સંસારિ, જેહ ગુરુ બૂઝઈ વિચાર, પાલઈ અનઈ પલાવ સોઈ, એઉ સુહગુરુ ભાણ સહુ કોઈ. દર હાથિ ચડિG ચિંતામણિ રત્ન, જઉ લાભઇ જિણવરનું વચન, જિણવર દેવ ધર્મગુરૂ સાધુ એય સમકિત શ્રેણિકરાઇ લદ્ધ. ૬૭ ક્ષણ એક મન જઉ થાહર રહઈ, કર્મ વિવર નિશ્ચ સો લહઈ, કરમ વિવર સીઝઈ સવિ કાજ, લાભઈ મુગતિ તણું સહ રાજ. ૬૮ ક્ષાયક સમકિત નિશ્ચલ તાઈ, ચલવહ ધર્મ હોઈ છઈ જાંહ, સોઈ કહીઈ કક્કર કર બદ્ધ, પઢતાં ગુણતાં હુઈ સર્વ સિદ્ધિ. ૬૯ (૧) ઇતિ કાકબંધિ ચઉપ્પઈ સમાપ્તા. છે. કક્કાવલિ સુબોધ મધ્યકાલીન કક્કાની રચનાના અનુસંધાનમાં અર્વાચીન કાળમાં યોગનિષ્ઠ આ. બુદ્ધિસાગરસૂરિએ કક્કાવલિ સુબોધની રચના કરી છે. આ ગ્રંથની પ્રશસ્તિમાં રચના સમય વિશે ઉલ્લેખ થયો છે. પોષ વદિ એકમ રવિવારે, મટુડીવાલા પદ્મ નિણંદ, રવિવારે રચના શરૂ કીધી, સર્વ જીવોને છે સુખ કંદ lall ત્યારપછી પ્રાંતિજ થઈને વીજાપુર આવ્યા અને ગ્રંથ રચના પૂર્ણ કરી હતી (સં. ૧૯૮૨) ચૈત્રપૂર્ણિમા શુક્રવાર દિને પૂર્ણ કીધો કક્કાવલિ ગ્રંથ ભણે ગણેને ભાવે સાંભળે, પામે શિવપુરનો Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા પંથ /l. આ ગ્રંથમાં “અ” રયર અને “ઠ” વ્યંજનથી આરંભ કરીને બારાખડી પ્રમાણે ૧૮૮૪ કડીમાં બોધાત્મક વિચારો વ્યક્ત કર્યા છે, કક્કાવલિ સુબોધ અને ધર્મ આત્મા, માર્ગનુસરીપણું કર્મ, તપ ત્યાગ અને જીવન ઊર્ધ્વગામી બનાવવા માટેનું સરળ શૈલીમાં જીવન પાથેય અત્રેની માહિતી તો માત્ર નમૂનો છે. રસિક જિજ્ઞાસુ ભવ્યાત્માઓ માટે મૂળ ગ્રંથ વાંચવા ભલામણ છે. જ્ઞાન સાગરની સફરમાં આત્મ રમણતા મેળવવા માટે આવી સીધી સાદી કાવ્ય વાણીનો આસ્વાદ કરવા યોગ્ય છે. આ પ્રકારની અનુપમ રસાનુભૂતિ યોગીના અનન્ય યોગાનુભૂતિ સમાન છે. નમૂનારૂપ પંક્તિઓ નીચે પ્રમાણે છે. ઉગે છે તેનો અસ્ત છે જગમાં ઉધે તે જન જાગ જાણ, ઉન્નતિ આતમની આતમથી ઉન્નતિ હેતુ આતમજ્ઞાન. l૮૨૨ા કક્કા કર્મને સમ્યક સમજી કર્મનું કારણ મોહ નિવાર, રાગ દ્વેષથી કર્મબંધ છે. જ્ઞાનવૈરાગ્યે કર્મને વાર. કડવી તુંબડીને જલઘટથી નવરાવો જોકોટિવાર, કડવા પણ તે લેશ નમૂકે કપટીને તેમ યાત્રા ધાર. (ક-૯૩) ખમ્મા ક્ષમા ધરો ઘટમાંહી સઘળી ખામી કરશો દૂર, ખાર ન રાખો વૈરી ઉપર આત્મખુમારી રહો મગુ. (ખ-૧) ગદ્ધા પચ્ચીશીને જાળવ ? ગદ્ધા સમતે મારે લાત, ગદ્ધો થાના કામને સ્વાર્થે ગુરૂબોધની ભૂલ ન વાત. (ગ-૧૭) ચેતન ચેતો નરભવ પામી આઠ કર્મને વેગે ટાળ, ચંદ્ર સરખો શીતલ થા? દિલ ચિત્તને આત્મપ્રભુમાં વાળ. (ચ-૯૧) સંદર્ભ : ૧. ગુજ. સાહિત્ય પા. ૪૬૪ ૨. એજન પા. ૪૬૬ ૩. એજન પા. ૪૬૮ ૪. જૈન ગૂર્જર કવિઓ, ભા. ૧-૩૯ ૩૮. હિતશિક્ષા ઉપદેશાત્મક કાવ્ય રચના તરીકે હિતશિક્ષા' નામની કેટલીક કૃતિઓ પ્રાપ્ત થાય છે. માતૃકા અને કક્કામાં જે સીધો ઉપદેશ છે તેવો જ ઉપદેશ ‘હિતશિક્ષા' કાવ્યોમાંથી પ્રાપ્ત થાય છે. સંસ્કૃત ભાષાનાં ‘શિક્ષ' ધાતુ ઉપરથી શિક્ષા શબ્દની રચના થઈ છે. તેનો અર્થ શિખામણ સલાહ આપવી એમ સમજવાના છે. કવિઓએ શિક્ષા પૂર્ણ “હિત” શબ્દપ્રયોગ કરીને એમ સૂચન કર્યું છે કે કાવ્યમાં રહેલી શિખામણના વચનો નર-નારીને જીવન-વ્યવહારમાં ઉપયોગી છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૪ ૨૬૭ વ્યવહાર જીવનમાં પણ આવી શિક્ષાનું ઉદા. કન્યા વિદાય વખતે માતા દીકરીને સાસરિયામાં જીવન જીવવા માટે શિખામણનાં વચનો કહે છે. ધર્મની દૃષ્ટિએ વિચારીએ તો દીક્ષા અંગીકાર કર્યા પછી (વેશ ધારણ) દીક્ષા પ્રદાન કરનાર ગુરુ ભગવંત નૂતન દીક્ષિત સાધુ-સાધ્વીને સંયમ જીવનના સંદર્ભ ‘હિતશિક્ષા'રૂપે સિંહ અને શિયાળના રૂપક દ્વારા ઉપદેશાત્મક વાણી સંભળાય છે. વ્યવહાર જીવન અને સંયમ જીવનમાં આ હિતશિક્ષાનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. કવિ દાયારામની એક ગરબીના શબ્દો છે “શીખ સાસુજી દે છે રે, વહુજા રહો ઢંગે.” કવિઓની ઉપદેશવાણી મિત્ર સંમિત ઉપદેશ ગણાય છે. ૧. હિતશિક્ષાની પ્રણાલિકા વિશે આગમ ગ્રંથોમાંથી માહિતી મળે છે. સંથારસ પયન્નાભાંગા ૧૦૭થી ૧૧૧માં નીચે પ્રમાણે માહિતી છે. સંલેખના કરી હોય તેવા સાધુને પૂર્વ કર્મના ઉદયથી વેદના થાય ત્યારે હિતશિક્ષા આપીને સંલેખનામાં સ્થિર કરવામાં આવે છે. સંથારા પર આરૂઢ થયેલા મહાનુભાવ ક્ષેપકને કદાચ પૂર્વકાલીન અશુભના યોગે સમાધિ કાળમાં વિઘ્ન કરનારી વેદના ઉદયમાં આવે તો તેને સમાવવાને માટે ગીતાર્થ એવા સાધુઓ બાવના ચંદન જેવા શીતળ ધર્મ શિક્ષા આપે. હે પુણ્ય પુરુષ? આરાધનામાં જ જેઓએ પોતાનું સઘળું અર્પિત કર્યું છે એવા પૂર્વકાલીન મુનિવરો જયારે તેવા પ્રકારના અભ્યાસ વગર પણ અનેક જંગલી જાનવરોથી ચોમેર ઘેરાયેલા ભયંકર પર્વતની ટોચ પર કાયોત્સર્ગ ધ્યાને રહેતા હતા. વળી અત્યંત ધીર વૃત્તિને ધરનારી આ કારણે શ્રીજિનકથિત આરાધનાના માર્ગમાં અનુત્તર રીતે વિહરનારા તે મહર્ષિ પુરુષો જંગલી જાનવરોની દાઢમાં આવવા છતાંયે સમાધિ ભાવને અખંડ રાખે છે અને ઉત્તમ અર્થને સાધે છે. જૈન સાહિત્યની હિતશિક્ષાની દષ્ટાંતરૂપ માહિતી નીચે પ્રમાણે છે. સંદર્ભ: આગમ દીપ વિભાગ ૬-૬૫ કવિ નયસુંદરે સં. ૧૯૪૦માં વીજાપુર નગરમાં રચેલા પ્રભાવતી રાસને અંતે હિતશિક્ષાનો ઉલ્લેખ થયો છે. આ રચના રાસમાં હોવા છતાં સ્વરૂપે દુહા સ્વતંત્ર કાવ્ય તરીકે પણ નોંધપાત્ર છે. દોહિલું માણસ જન્મ પામી કરો આલસદૂરિ, પૂજા કરો જિનરાજની પ્રતિ ઉદય હુતિ સુરિ. અષ્ટ પ્રકારી સતર ભેદી સારિઇ જિનની સેવી, પાપ સઘલાં પરહરિ આરાધિ દેવાધિદેવ. લક્ષ્મી લહી કર પાવશે મમ થાઓ પણ અજાણ, પામી ધન મદ મણિયો મકરયો આપ વખાણ. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા પરનારી દેખી ગુણ ઉવેખી ચપલમ કરો આંખડી, અંગિ અગિ સુકતિ કારણિ જ્ઞાન દરશન પાંખડી. કવિ રૂષભદાસે સં. ૧૬૮૨માં હિતશિક્ષા રાસની રચના ૧૬૮૨ કડીમાં કરી છે ગા. ૩થી ૭ કાસમીર મુખ મંડણી ભગવતિ બ્રહ્મસુતાય, તું ત્રિપુરા તું ભારતી તું કવીજનની માય. તું સરસતિ તું શારદા તું બ્રહ્માણી સાર, વિદુષી માતા તું કહી તુઝ ગુણનો નહિં પાર. હંસગામિની તું સહી વાઘેશ્વરી તું હોય, દેવિકુમારી તું સહી તુઝ સમ અવર ન કોય. ભાષા તું બ્રહ્મા ચારિણી તું વાણી કે વાણી, હિંસ વાહિની તું સહી ગુણ સઘલાની ખાણિ. બ્રહ્મ વાદિની તું સહી તું માતા મતિદેહ, તું મને મુખ માહરે ચિંત્યે કાસ-કરેહ. ચિત્યે કાજ કરશું આજ તુઝ નામે સવિ સરિયાં કાજ, તુઝ નામે બુદ્ધિ પામું સાર જ્ઞાન વિના જીવિત ધિક્કાર. (૧) તે દારિદ્રી જંગમાં ભલા જ્ઞાન રહિત દીસે ગુણનિલા, અર્થસહિત ને શાયરહિત તે નર નાવે મહારે ચિત્ત. (૨) જ્ઞાની કાપડી આગલ કર્યો મૂરખ મોટો ભૂષણ ભર્યો, બહું આભરણે શોભે નહિં જ્ઞાન ભલો તો શોભે નહી. (૩) કવિ પંડિત વીરવિજયજીએ સં. ૧૮૯૮માં હિતશિક્ષા છત્રીશીની રચના કરી છે. આ ઉપદેશ વાણી ત્રણ વિભાગમાં વહેંચાયેલી છે. સ્ત્રી-પુરુષ અને સામાન્ય ઉપદેશ વચન પા. ૨૪૭-૨૪૧-૨૩૯ લૌકિક લોકોતર હિતશિક્ષા છત્રીશીએ બોલીજી, પંડિતશ્રી શુભવીર વિજય મુખ વાણી મોહનવેલી. સાંભળજો સજજન નરનારી હિતશિખામણ સારીજી, રીસ કરે દેતાં શિખામણ ભાગ્યદશા પરવારી...સુણજો સજ્જન રે. લોક વિરુદ્ધ નિવાર સુ-જગત વડોવ્યવહાર...સુણજો સજ્જન રે. ઘનવંતો ને વેષ મલિનતા પગશું પગઘસી ધોવેજી, નાપિત ઘર જઈ શિર મુંડાવે પાણીમાં મુખ જોવે...સુણજો. નાવણ દાતણ સુંદર નકરે બેઠો તરણાં તોડેજી, ભૂએ ચિત્રામણ નાગો સૂએ તેને લક્ષ્મી છોડેજી.....સુણજો. Page #288 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૪ ૨૬૯ હિતશિક્ષાનો ઉપદેશ મધ્યકાલીન સમાજ જીવનની વ્યવહાર શુદ્ધિ અને શાંતિમય જીવન જીવવાની ઝાંખી કરાવે છે. જીવનના દરેક ક્ષેત્રમાં ઉપદેશ વચન હિતકારક છે તેમાં કોઈ શંકા નથી. કક્કા રૂપે પણ હિતશિક્ષા છે તેવી જ આ પ્રકારની રચનાઓ છે. ૩૯. સુભાષિત ડહાપણ અને દૂરંદેશીપણાથી માનવ સમૂહના કલ્યાણ અને વિપત્તિમાં માર્ગદર્શન આપનાર સુભાષિતોનું સ્થાન મહત્વનું છે. સુબોધ વિચારોનો ભંડાર એ સુભાષિત છે. પ્રાચીન સાહિત્ય લોકકથામાં અવારનવાર સુભાષિતનો પ્રયોગ થતો હતો. સુભાષિતના વિચારો સચોટ, અને વેધક અને અસરકારક ઉપજાવાની શક્તિ ધરાવે છે તેમાં જીવનમાં ઉપયોગી એવા વિચારરત્નોનો સમૂહ રહેલો છે. સુભાષિત અંગેના પ્રાચીન ગ્રંથો આ કાવ્યપ્રકારની સાક્ષી પૂરે છે. ભર્તૃહરિનું શતક ચતુટ્ય, ચતુર કવિનું અમરાશતક વલ્લભદેવ સુભાષિતાવલી,અમરુશતક અમિતગતિનું સુભાષિત સંગ્રહ વગેરે કૃતિઓ સુભાષિત અંગે નોંધપાત્ર છે. જૈન કવિ હીર કળશે સં. ૧૯૩૬માં સિંહાસન બત્રીશીની રચના કરી છે. તેમાંથી વિવિધ સુભાષિતો પ્રાપ્ત થાય છે અત્રે દૃષ્ટાંતરૂપે નીચેનું સુભાષિત પ્રગટ કરવામાં આવ્યું છે. (દીપ૨૫) અન્ન વિણ દેવ નામે અન્નવિણ કુરે ન કાયા, અન્નવિણ સત્તનસીલ અન્ન વિણબંધ ન માયા. અન્ન વિના જીવનચલે અન્નવિણ પિતર ન પાવૈ, અન્ન વિના નરનાર દેખિ મન કિમેં નભાવૈ. ઉડે દેસ સવિઅન્ન વિણ કવિ ચકોર ઈમ ઊચ રે, મરે જ જીવ સબ અન્ન વિણ એક અન્નતિહું પણ તરે. ૨. કુંડલિયા છંદમાં રચાયેલું સુભાષિત કવિ હીર કળશની સિંહાસન બત્રીશીમાંથી પ્રાપ્ત થાય છે. અત્રે ઉદાહરણરૂપે પ્રગટ કરવામાં આવ્યું છે. (દીપ૨૫) ઢમ ઢમ વચ્ચો ઢોલડી આઇકિયાં પ્રીયસાર, હાથ લેવા ઊરણ થઈ વાજ્યા રાય વિડાર. વાજ્યા રાયવિહાર સાર સામી કી આઇ, કરિ કંકણ આરતી મુધ મનિખરી સુહાઈ. ધન સુદિહાડી આજત જૈરિણ દિન સગ્ગી, ભણે ગંગ ગુણવંત ઢોલડી ઢમઢમ વાગ્યો. સંદર્ભ : (૧) ગુજ. સાહિત્ય. સ્વ. પા. ૪૭૯ (૨) જૈન ગૂર્જર કવિ ભા.૩૫૧ મધ્ય સાહિત્ય પા. ૨૯ (૩) એજન. ભા. ૧૦ પા. ૧૭૪ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ૪૦. સઝાય જૈન સાહિત્યમાં કાવ્યનાં વિવિધ સ્વરૂપોનો પ્રયોગ થયેલો છે. તેમાં સઝાય પણ સ્વરૂપની દષ્ટિએ આગવું સ્થાન ધરાવે છે. સંસ્કૃત ભાષાનો મૂળ શબ્દ સ્વાધ્યાય છે તેમાંથી પ્રાકૃતમાં સજઝાય શબ્દ પ્રચલિત બન્યો છે. જૈન સાહિત્યમાં સજઝાયનું સ્વરૂપ અત્યંત સમૃદ્ધ છે. મધ્યકાલીન સાહિત્યમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યનાં પદોની રચના થયેલી જોવા મળે છે. તેની સાથે સરખાવી શકાય તેવી આ સઝાયની રચનાઓ છે. આ સ્વરૂપની વિશેષતા એ છે કે તેનો પ્રધાનસૂર ત્યાગ-વૈરાગ્યની ભાવનાને પોષણ આપવાનો છે. સક્ઝાયનો એક અર્થ “સ્વ” એટલે આત્મા છે તે ઉપરથી આત્મા સ્વરૂપને પામવામાં ઉપકારક વિચારોને વ્યક્ત કરતી રચના તે સજઝાય. શૃંગાર, કરુણ કે શાંત રસનું નિરૂપણ હોય છતાં અંતે તો વૈરાગ્યની ભાવના કેન્દ્ર સ્થાને હોય છે. સઝાયના વિષયો વૈવિધ્યપૂર્ણ છે. સંસારની અસારતા, ક્ષણભંગુરતા, જીવનમાં આવતાં સુખદુઃખનાં કારણો, પુનર્જન્મની માન્યતા, મૃત્યુની ભાયનતા, જીવનનો ઝંઝાવાત, સત્કર્મનો આગ્રહ, આચાર શુદ્ધિ, નીતિ પરાયણતા, દુર્ગુણોનો ત્યાગ, સગુણોની સાધના, ધર્મનું સ્વરૂપ, ક્રોધ, માયા, લોભ, રોગ, દ્રષ, પરિગ્રહ વગેરેનો ત્યાગ, સત્ય, અહિંસા જેવા વિષયો હોય છે. તદ્ઉપરાંત સઝાયમાં જૈન ધર્મના ચોવીસ તીર્થકરોના જીવનના પ્રેરક પ્રસંગો, ચક્રવર્તી, બાહુબલી રાજા, મહારાજા, ઋષિઓ, મહર્ષિઓ અને જૈન સાધુઓના જીવનના પ્રેરક પ્રસંગોનું કાવ્યમાં નિરૂપણ થયેલું જોવા મળે છે. જૈન તહેવારો અને તિથિઓનું પણ મહત્ત્વ સઝાયના વિષયવસ્તુમાં વણાયેલું છે. આગમ, નારકી, નવપદ તપનો મહિમા જેવા વિષયો સાથે પશુષણ, બીજ, આઠમ આદિ પર્વોની વિશેષતા અને તેના દ્વારા વૈરાગ્ય ભાવનાનું સમર્થન થયેલું જોવા મળે છે. આમ વિષયની દષ્ટિએ સઝાયમાં વિવિધતા એટલી છે કે જીવન વિકાસની ભૂમિકા ચરિતાર્થ થયેલી નિહાળી શકાય છે. સજઝાયનું સ્વરૂપ પદસ્વરૂપને મળતું આવે છે. ઋષિ મનુઓની સઝાય ૧થી ૧૮ ઢાળમાં વહેંચાયેલી હોય છે. દરેક ઢાળમાં એવું નિરૂપણ હોય છે કે જીવનની સાર્થકતા વૈરાગ્યમાં છે અને તે માટે ચારિત્રદીક્ષાનો માર્ગ શ્રેષ્ઠ છે, એવી ઉપદેશાત્મક અભિવ્યક્તિ થયેલી હોય છે. સંસારના સંબંધો એ સાચા નથી માટે તેનાથી ચેતતા રહેવું જોઈએ. આવા વિચારથી આત્માને સ્વતરફ અભિમુખ કરવામાં આવે છે. વાધ્યાય વિશે શ્રાવકના અતિચારમાં એમ જણાવવામાં આવ્યું છે કે, સ્વાધ્યાય એ અત્યંતર તપનો પ્રકાર છે. તેના પાંચ ભેદ છે. વાચના સૂત્ર કે અન્ય અભ્યાસનો પાઠ ભણવો અને ભણાવવો, પૃચ્છના શાસ્ત્ર કે તત્વ સંબંધી શંકા નિવારણ કરવી, જિજ્ઞાસાથી વિશેષ માહિતી જાણીને સંતોષ પ્રાપ્ત કરવો, પરાવર્તના પ્રાપ્ત કરેલા જ્ઞાનનું સ્મરણ કરવું, પુનરાવર્તન એ પરાવર્તનની ક્રિયા છે. અનુપ્રેક્ષા એટલે સૂત્ર અને અર્થનું એકાગ્રતાથી ચિંતન કરવું. ધર્મકથા એટલે ધર્મોપદેશની કથા કરવી. Page #290 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૪ ૨૭૧ સજઝાયમાં આ પાંચ પ્રકારનો સ્વાધ્યાય ગર્ભિત રીતે સ્થાન પામેલો છે. સ્તવન એક વ્યક્તિ બોલે છે, લોકો સમૂહમાં ભેગા થઈને ગાય છે અને ગવડાવે છે. જ્યારે સઝાય તો આત્મચિંતનનો વિષય હોવાથી સ્વકેન્દ્રી બનીને શુદ્ધ સ્વરૂપ પામવાની સ્થિતિમાં એકરૂપ બનવાનું છે. એટલે એક વ્યક્તિ સજઝાય બોલે છે અને અન્ય વ્યક્તિઓ તેનું સ્વાધ્યાયરૂપે શ્રવણ કરીને તેનું હાર્દ પામે છે. રાગ એ સંસાર અને કર્મનાં બંધન ઉત્પન્ન કરે છે. જ્યારે વૈરાગ્ય એ બંધનમાંથી મુક્તિ અપાવનાર આત્મ સ્વરૂપની અવર્ણનીય અલૌકિક ઝાંખી કરાવવામાં સફળ નીવડે છે. સંસારી જીવો આની સજઝાયના શ્રવણથી પાપમય પ્રવૃત્તિથી અટકે અને પાપ ભીરુ બની કર્મબંધનની પ્રક્રિયામાં લપટાય નહિ અને તેના માધ્યમ દ્વારા ધર્મના સિદ્ધાંતોનો પરિચય થાય એવી ઉત્તમ ભાવના તેમાં રહેલી છે. સઝાયનો આનંદ પ્રત્યે મૈત્રી ભાવ કેળવાય ને દાનવમાંથી માનવ, મહામાનવ ને પ્રભુ પદની પ્રાપ્તિ થાય તેવો અલૌકિક આનંદ અનુભવી શકાય તેમ છે. | મુનિ ઉદયરત્ન કૃત જૈન સક્ઝાયમાળામાં વિવિધ વિષયોની સઝાયોનો સંગ્રહ છે. જેનાથી આ સ્વરૂપનો સાચો ખ્યાલ આવે છે. પદ્મ વિજય, રૂપવિજય, પ્રીતિવિમલ મુનિ, સમયસુંદર, કનક-કીર્તિ મુનિ, રત્નસાગર, લબ્ધિવિજય, ઉદયવાચક, દીપવિજય, વીરવિજય, જશવિજય, જ્ઞાનવિમલ, સૌભાગ્યવિજય, માનવિજય, લાભવિજય, ઇન્દ્રિવિજય, આનંદઘન, ચિદાનંદ મુનિ, વૃદ્ધિવિજય, ધનમુનિ, ધર્મરત્ન મુનિ, હીરવિજય આદિની સઝાયોનો વૈભવ જ્ઞાન ધ્યાન દ્વાર આત્મ રમણતામાં અનન્ય પ્રેરક છે. જૈન મુનિઓએ સક્ઝાયની શબ્દ અર્થ અને ભાવસભર રચનાઓ કરી છે. રૂષભદાસ શ્રાવકે એક સંસારી તરીકે આવી રચના કરી છે. જિનદાસ, દેવચંદ્ર, શ્રાવકોની આવી રચનાઓ જોવા મળે છે. આ રીતે સઝાયનું સ્વરૂપ જૈન સાહિત્યમાં વિશિષ્ટ અંગ છે. સઝાયની અંતિમ કડીમાં એના રચયિતા મુનિનું નામ આવે છે. કોઈ કોઈ વાર રચના કરનાર મુનિ પોતાના ગુરુનું નામ પણ દર્શાવે છે. સઝાય માળાના ભાગ-૧થી ૪ એ જૈન સાહિત્યનો વૈવિધ્યપૂર્ણ મૂલ્યવાન વારસો છે. આ રચનાઓ ધર્મ અને સાહિત્યની દૃષ્ટિ અને જીવન ઘડતરમાં અનન્ય પ્રેરક, વૈરાગ્ય વર્ધક, ધર્મ ભાવનામાં અભિવૃદ્ધિ કરનાર, સમતા રસ-ઉપશમ ભાવમાં આલંબનરૂપ સઝાયનું સ્વરૂપ એની રચના-રીતિ, અલંકાર રસ અને ગેયતાને લીધે ઘણું નોંધપાત્ર તથા પ્રતિભા સંપન્ન છે. સજઝાયમાં પૂર્વ મહર્ષિઓના ગુણોથી ભરેલા સ્વાધ્યાયો, વિષયોની વિષમતા, કષાયોની કટુતા અને ઇન્દ્રયોની અસારતાદિકનું વેધક વાણીમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. સજઝાય વિશે પંડિત મફતલાલ ઝવેરચંદે પોતાનો અભિપ્રાય આપતાં જણાવ્યું છે કે, સઝાયનું ગેય સાહિત્ય ખૂબ વૈરાગ્યવાદી સાહિત્ય છે. જે ઉપદેશ કે ઉત્સવ અસર ન કરી શકે તે એકાદ સઝાયનું શ્રવણ માણસના ચિત્તને ડોલાવી શકે છે અને ધર્મ માર્ગમાં વાળી શકે છે. સામાન્ય જનતાને તત્ત્વનું જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યનું પોષણ તો સઝાય દ્વારા થાય છે. સઝાયોમાં સેંકડો ચરિત્રો ગૂંથાયેલાં છે. વૈરાગ્યની સાથે કરણીય કાર્યો અને ઉપદેશ પણ તેમાં રહેલા છે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા પંડિત સુખલાલ સઝાય વિશે જણાવે છે કે સજઝાય કથા કે ઉપદેશ પ્રધાન ગેય કાવ્ય રચના છે. આર્ય સંસ્કૃતિની પરંપરામાં સ્વાધ્યાયનું મહત્ત્વ છે. તૈતરીય ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે કે સ્વાધ્યાય અને પ્રવચન જ તપ છે. આ પરંપરા અન્ય ધર્મોમાં પણ જીવંત છે. જૈન પરંપરામાં બાહ્યત્યાગ છે પણ ખરો ભાર તો સ્વાધ્યાય અને ધ્યાન જેવા વિષયો પર વિશેષ છે. કોઈનો ગંભીર સાસ્ત્રાભ્યાસ ન હોય તો પણ ગેય સાહિત્ય સઝાય દ્વારા રસાસ્વાદ કરી શકે છે. સઝાય દ્વારા પરંપરાગત ઉચ્ચ સંસ્કારો અને સાત્વિકતા પામી શકાય છે. સઝાય સાંભળવી, સઝાયની ઢાળો યાદ કરવી, તેનું પુનરાવર્તન કરવું એવા નિત્ય કર્મને કારણે, મારા વિદ્યા વ્યવસાયનું પ્રથમ પગથિયું અને દિશા ઉઘડવાનું એક કાર બન્યું છે. ભર દરિયે વહાણ તૂટતાં કોઈ મુસાફરને નાનકડું પાટિયું મળે તો તેના ટેકે સાલમતી માટે આગળ વધે તેમ સઝાય આ સંસારની સફરમાં સ્વસ્થાને લઈ જવાનું પવિત્ર ને પ્રેરક કાર્ય કરે છે. કર્મબંધના દૂર કરવા સર્વ શ્રેષ્ઠ સાધન તપ છે. બાહ્ય તપ સાધન છે. અત્યંતર તપ સાધ્ય છે. કર્મ નિર્જરા માટે અનુપ્રેક્ષા અને પરાવર્તન જરૂરી છે. આરધકોની માનસિક ભૂમિકામાં વિવેકદૃષ્ટિનું બીજારોપણ સક્ઝાયના પરિશીલનથી થાય છે. સજઝાયથી સાધુની સંયમ ભાવના વધે છે અને ગૃહસ્થની વૈરાગ્ય ભાવના જાગૃત થાય છે. જૈન કવિઓએ સઝાયમાં જે વિચારો પ્રગટ કર્યા છે તેને મધ્યકાલીન જ્ઞાન માર્ગી કવિતા સાથે ગાઢ સંબંધ છે. કવિ પ્રીતમદાસે નામ મહિમા સંતમહાભ્ય, જ્ઞાન, યોગભક્તિ, વૈરાગ્ય, વિરહ તૃષ્ણા, સજ્જનનાં લક્ષણો વગેરેને પદમાં સ્થાન આપ્યું છે. મધ્યકાલીન ત્યાગ વૈરાગ્ય અને જ્ઞાન પ્રધાન સાહિત્ય સઝાય સાથે સામ્ય ધરાવે છે. આવશ્યક ક્રિયામાં સઝાય મહત્ત્વનું સ્થાન ધરાવે છે. જૈન ધર્મના વિચારો માત્ર આદર્શ તત્ત્વજ્ઞાન તરીકે સ્થાન ધરાવતા નથી પણ વિચારને આચારમાં મૂકીને મુક્તિમાર્ગ સિદ્ધ કરવા માટે માર્ગદર્શક છે. શાસ્ત્રીય વિચારો વિધિ અનુસાર અમલમાં મૂકવાથી આત્મ કલ્યાણનો માર્ગ સુલભ બને છે. જૈન ધર્મના જ્ઞાનના વારસારૂપે ૪૫ આગમ ગ્રંથોમાં ૧૧ અંગ સૂત્રો છે. તેમાં પ્રથમ આચારાંગ સૂત્ર છે. તે ઉપરથી પણ આચારધર્મનું મહત્ત્વ સમજી શકાય છે. તત્ત્વાર્થસૂત્રના પ્રથમ અધ્યાયનું પ્રથમ સૂત્ર પણ આચારને જ ચરિતાર્થ કરે છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર એ ત્રણના સમન્વયથી મોક્ષપ્રાપ્તિ થાય છે. અહીં જ્ઞાન સાથે ચારિત્ર શબ્દનો પ્રયોગ આચાર ધર્મનો સંદર્ભ દર્શાવે છે. એ દૃષ્ટિએ વિચારીએ તો વિચાર અને આચારનો સમન્વય એટલે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ. પ્રતિક્રમણની આવશ્યક ક્રિયામાં પ્રભુ ગુણગાન નિમિત્તે સ્તવન બોલવાનો ગાવાનો ક્રમ છે. ત્યારપછી સર્વવિરતિ ધર્મના પાયારૂપ વૈરાગ્યભાવથી સમૃદ્ધ સક્ઝાયનો ક્રમ-વિધિ છે. સઝાય વૈરાગ્યભાવની વૃદ્ધિકારક અને રક્ષક તરીકે સ્થાન ધરાવે છે. સ્તવન સમૂહમાં ગાઈને પ્રભુભક્તિમાં નિમગ્ન થવાય છે જયારે સજઝાય સમૂહમાં ગવાતી નથી પણ એક વ્યક્તિ સજઝાય બોલે અને અન્ય વ્યક્તિ એ સાંભળીને તેના અર્થચિંતન દ્વારા વૈરાગ્યભાવમાં લીન બને Page #292 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૪ ૨૭૩ છે. સઝાયના વિચારોનું ચિંતન અને મનન આત્મ સ્વરૂપ સિદ્ધિ માટે અનન્ય પ્રેરક છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ શું છે ? આત્મા જન્મ મરણ કેમ કરે છે ? આત્માની દુર્ગતિ સદ્ગતિ કેવી રીતે થાય ? વગેરે ના વિચારો સઝાય દ્વારા વિચારવાની મોઘેરી ક્ષણ પ્રાપ્ત થાય છે એટલે પ્રતિક્રમણમાં સઝાય પ્રત્યેનો ઉપરોક્ત અભિગમ આત્મલક્ષી બનવા માટે એક અમોઘ શસ્ત્ર સમાન છે. સંસ્કૃત ભાષામાં “સ્વાધ્યાય’ શબ્દ છે તે ઉપરથી અર્ધમાગધી ભાષામાં સઝાય શબ્દ વપરાયો છે. તેનો અર્થ સ્વ-અધ્યાય એટલે પોતાના આત્માની વિચારણા કરવી એમ સમજવાનું છે. જૈન સાહિત્યમાં ત્યાગ અને વૈરાગ્ય પ્રધાન સઝાય રચનાઓ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે તેમાં ચરિત્રાત્મક દુર્ગુણોનો નાશ અને તેનાં વિકટ પરિણામ, સગુણોનું મહત્ત્વ અને વૃદ્ધિ કરવી, જૈન દર્શનના તત્ત્વજ્ઞાન અને આત્માને ઉપયોગી વિચારોનું નિરૂપણ, ધર્મની આરાધનાનો પ્રભાવ અને નરજન્મનું મહત્ત્વ સમજીને તેને સફળ કરવાના ઉપાયો, તીર્થકર ભગવાન, સાધુ ભગવંતો, આરાધક મહાત્મા અને સતીઓના સતીત્વ અને શીલનો મહિમા વગેરે વિષયોને સ્પર્શતા વિચારો સજઝાયમાંથી પ્રાપ્ત થાય છે. બાર અને ચાર ભાવનાની સઝાય પણ વિશુદ્ધ વિચારો મનસુદ્ધિ માટે ઉપયોગી છે. મહાવ્રત અને અણુવ્રતના પાલનથી આત્માની ઊર્ધ્વગતિ થાય છે તે અંગેની સઝાય પણ આત્મા માટે પોષક વિચારો પૂરા પાડે છે. સામાન્ય દિવસોની તુલનામાં પર્વના દિવસો વિશિષ્ટ સ્થાન ધરાવતા હોવાથી તેનો મહિમા દર્શાવતી સજઝાય પણ જૈન સમૂહને ધર્મમાર્ગમાં જોડાવા અને પ્રગતિ કરવા નિમિત્તરૂપ બને છે. વીતરાગના ગુણગાન પછી વીતરાગ થવા માટે સઝાયની વિધિ પણ મહત્ત્વની ગણી છે. મુક્તિ મળી એમ મોટા ભાગના લોકો વિચારે છે પણ પ્રતિક્રમણમાંથી મુક્ત થયા પછી આત્માની મુક્તિ માટે શ્રવણ કરેલી સઝાયના વિચારોનું ચિંતન-રટણ કરવાની જરૂર છે. પ્રતિક્રમણ પછી ઘરે જવાના આનંદ કરતાં તો વિશેષ રીતે ત્યાગ અને વૈરાગ્યના વિચારોથી મનને પુષ્ટ કરવાની ઉદાત્ત ભાવના ભાવવી જોઈએ એ જ સાચો અભિગમ છે. સઝાય એ આત્મ જાગૃતિની ક્ષણે ક્ષણે ચેતવણી આપે છે અને તેનાથી ધીરગંભીર બનીને સ્વસ્થિતિ પ્રતિ વિચાર કરવાની પ્રેરણા આપે છે. સઝાય માત્ર દ્રવ્ય ક્રિયા નથી પણ આત્મ ભાવનું દર્શન કરવા માટેનું સાધન છે. દેવસિ પ્રતિક્રમણમાં જે સઝાય છે તેના કરતાં વિશિષ્ટ પ્રકારની સઝાય રાઈ પ્રતિક્રમણ અને પૌષધની ક્રિયામાં છે. રાઈ પ્રતિક્રમણમાં ભરફેસર બાહુબલી અને પૌષધમાં ત્રણ વખત મન્ડ જિણાણની સઝાયનો સ્વાધ્યાય કરવાનો હોય છે. પર્વના દિવસોમાં રાઈ પ્રતિક્રમણ કરનારાં ઘણાં છે પણ બાકીના દિવસોમાં રાઈ પ્રતિક્રમણ કરનારાની સંખ્યા અલ્પ છે. તેનાથી પણ ઓછી સંખ્યા પૌષધ કરનારાની છે એટલે દેવસિ પ્રતિક્રમણની સજઝાય પછી બે સઝાયનો વિશેષાર્થ બહુ ઓછા લોકોને ખબર છે. પર્વાધિરાજ પર્યુષણમાં રાઈ પ્રતિક્રમણ અને પૌષધમાં સઝાયનું શ્રવણ થાય છે પછી આ અંગે કોઈ વિશિષ્ટ વિચારણા થતી નથી. વિધિ પ્રમાણે વિધિ કાર્યાનો સંતોષ છે પણ વિધિ દ્વારા આત્મલક્ષીપણાનો ભાવ કેટલો વધ્યો વિકાસ પામ્યો તેનો વિચાર નિહવત છે. માંગલિક પ્રતિક્રમણમાં મન્ડ જિણાણની સઝાયનો વિધિ છે. પમ્પી, ચોમાસી અને સંવત્સરી પ્રતિક્રમણમાં સંસારદાવાનળની સઝાયનો વિધિ છે અને ચોથી ગાથા Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા સમૂહમાં મોટા અવાજથી બોલાય છે. આ સઝાયનો ભાવ પણ કોઈ રીતે વિચારવામાં આવતો નથી. દેવસિ પ્રતિક્રમણની સઝાય ત્યાગ અને વૈરાગ્ય પ્રધાન છે તો રાઈ પ્રતિક્રમણની સઝાય પ્રાતઃકાળમાં મહાપુરુષો અને સતીઓનાં પુણ્ય સ્મરણ દ્વારા આત્માને માનસિક શુદ્ધિ વૃદ્ધિમાં પૂરક બને છે. ભરોસરની સઝાયમાં ઉચ્ચ કોટિના આરાધકોની સૂચી છે. તેનું પ્રતિદિન સ્મરણ કરવાથી ગુણાનુરાગ કેળવાય અને આત્મા પણ તેમાંથી પ્રેરણા લઈને આરાધક ભાવમાં સ્થિર થાય તેવી વિશિષ્ટ શક્તિ એ નામોમાં રહેલી છે. આ સઝાયની ૧૩ ગાથા છે. ૧થી ૭ ગાથામાં પ૩ મહાત્માઓ અને ૮થી ૧૩ ગાથામાં ૪૭ મહાસતીઓનો નામોલ્લેખ છે. સાતમી ગાથાના અર્થની વિચારણા કરવા જેવી છે. તેમાં જણાવ્યું છે કે જેમના નામ સ્મરણથી પાપના બંધ નાશ પામે છે એવા ગુણના સમૂહથી યુક્ત, એવા (નામ નિર્દેશ કરેલા) અને બીજા મહાપુરુષો સુખ આપો. ભરત, બાહુબલીથી આરંભીને મેઘકુમાર સુધીના મહાપરુષો ચારિત્રોની ખબર હોય તો સજઝાય બોલતાં કે શ્રવણ કરતાં શુભ ભાવમાં લીન થવાય. સઝાયના હાર્દને પામવા માટે મહાપુરુષો અને મહાસતીઓના જીવનનો ઓછોવત્ત પરિચય અવશ્ય હોવો જ જોઈએ. તે વિના શુદ્ધ ઉપયોગમાં આત્મા આવે નહિ. તુલસા, ચંદનબાળાથી સ્થૂલિભદ્રની સાત બહેનોનો નામ નિર્દેશ થયો છે તો આ સતીઓના જીવનનો મિતાક્ષરી પરિચય પણ સાર્થક નીવડે છે. પ્રત્યેક નામની સાથે જીવનનો એક મહાન ગુણ રહેલો છે, તેનું જો જ્ઞાન પ્રાપ્ત થાય તોય આત્માને શાંતિ મળે. દ્રવ્ય પ્રતિક્રમણમાંથી ભાવપ્રતિક્રમણ પ્રતિ ગતિ કરવા માટે આ પ્રકારનું જ્ઞાન ખૂબ જ ઉપયોગી છે. આ માટે જાગૃતિ કેળવવાની અનિવાર્ય આવશ્યકતા છે. મન્ય જિણાણ'ની સઝાય માંગલિક પ્રતિક્રમણ અને પૌષધમાં સાંભળવા મળે છે. પૌષધ આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્ર જેવા ગુણોની વૃદ્ધિ અને શુદ્ધિ માટે છે. એટલે આત્માએ શ્રાવક તરીકે ક્યો ધર્મ કરવાનો છે તેનો ઉલ્લેખ તેમાંથી મળે છે. પૌષધ આ સઝાય ત્રણ વખત બોલવામાં આવે છે અને સાચા અર્થમાં એ આત્માનો સ્વાધ્યાય બને છે. સઝાયની પાંચ ગાથમાં શ્રાવકનાં ૩૬ કૃત્યોનો ઉલ્લેખ થયો છે. જિનાજ્ઞાનું પાલન, મિથ્યાત્વનો ત્યાગ અને સમકિતનો સ્વીકાર, છ આવશ્યકનું આચરણ, પર્વતિથિએ પૌષધ ગ્રહણ કરવો, દાન-શીલ તપ અને ભાવ એમ ચાર પ્રકારના ધર્મનું પાલન, નવકારમંત્રનો સ્વાધ્યાય, પરોપકાર કરવો, જયણા ધર્મનું અનુસરણ, જિનપૂજા, પ્રભુની સ્તુતિ-ગુણગાન ગાવા, ગુરુ સ્તુતિભક્તિ, સાધર્મિક ભક્તિ, વ્યવહાર જીવનમાં નીતિ પરાયણતા દ્વારા શુદ્ધિ, રથયાત્રા, તીર્થયાત્રા, ઉપશમ, સંવસર અને વિવેકના ગુણો કેળવવા, ભાષા સમિતિનું પાલન છ કાયના જીવો પ્રત્યે કરુણા અને રક્ષણ, ધર્મીજનની સોબત-સત્સંગ, ચરણ, કરણ, ધર્મપાલન, સંઘપતિનું બહુમાન, ધાર્મિક પુસ્તક લેખન અને તીર્થમાં પ્રભાવના જેવાં સુકૃત શ્રાવકે કરવાં જોઈએ. વડીલ પુરુષ સઝાય બોલે છે પણ શ્રવણ કરનારા તેનો અર્થ સમજીને વિચારે કે નરજન્મ પૂરો થાય ત્યાર પહેલાં કેટલું કર્યું છે અને કેટલું બાકી છે તે કરીને જીવન સાર્થક કરવાનો વિચાર કરનારા અતિ અલ્પ સંખ્યામાં છે. સઝાયમાં આત્માનો વિચાર કરવા માટે આ સૂચિ માર્ગદર્શક સ્તંભ સમાન છે કે જેનાથી શ્રાવક ધર્મમાં કેટલી પ્રગતિ થઈ તેનું માપ નીકળે છે. ધર્મ ફુરસદે કરવાનો નથી. એ તો શ્વાસોશ્વાસ સમાન છે. ફુરસદનો ધર્મ માત્ર Page #294 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૪ ૨૭૫ સામાજિક પ્રતિષ્ઠા બની જાય છે. તેનાથી આત્માનું કોઈ શ્રેય થતું નથી. ભગવાન મહાવીરના શ્રાવકો આનંદ અને કામદેવ જેવા ઘણી જવાબદારીવાળા હતા છતાં તેમાંથી સમય કાઢીને શ્રાવક ધર્મનું પાલન કરતા હતા. ધર્મમાં સંતોષ માનવાનો નથી. એ તો ભવોભવ આરાધના થાય અને મુક્તિ મળે ત્યાં સુધી મુશળધાર વૃષ્ટિ સમાન આચરવાનો છે. સ્ત્રી, ધન અને ભોજનમાં સંતોષ માનવો. બાકી ધર્મ, જ્ઞાન અને આરાધનામાં સંતોષ માનવો નહિ. પમ્પી, ચોમાસી અને સંવત્સરી પ્રતિક્રમણની સઝાય સંસાર દાવાનળની સ્તુતિ દ્વારા થાય છે. “સંસારદાવાનળ દાહ નીરં, સંમોહ પૂલી હરણો સમીરે, માયા રસાદારણ સીરે, નમામિ વિર ગિરિ સાર ધીરે.” સાર સઝાયના આરંભમાં સંસાર, દાવાનળ છે એમ જણાવીને આત્માને ચેતવણી આપી ભગવાન મહાવીર સ્વામીની વિશેષતા દર્શાવી છે અને નમસ્કાર કર્યાનો ઉલ્લેખ થયો છે. સંસાર એટલે શુભાશુભ કર્મ ભોગવવા માટેનું સ્થાન અને મોક્ષની સાધના માટેનું સાધન. સંસાર એટલે ચાર કષાયની ચંડાળ ચોકડી કર્મબંધ કરીને ભવભ્રમણ કરાવે છે તેનો નાશ કરવા માટે પ્રભુ મહાવીર અને એમને પ્રતિપાદન કરેલા ધર્મની આરાધના એ જ ઉત્તમોત્તમ માનવ જન્મનું કાર્ય છે. સઝાયનો આ ભાવ પ્રતિક્રમણમાં આવી જાય તો આત્માની જાગૃતિ અવશ્ય થાય અને તે માર્ગે પ્રવૃત્ત થયા વિના રહે નહિ. સઝાય આત્માનો સ્વાધ્યાય છે એમ જાણીને સઝાયના હાર્દને પામવા માટે ને પુરુષાર્થ થાય તો આત્મભાવને આત્મદશાનો પરિચય થાય. સઝાય શ્રવણથી એક કદમ આગળ વધીને અર્થ અને ભાવ સમજવાનો પ્રયત્ન સાફલ્ય ટાણું બની રહે છે. જૈન સાહિત્ય સર્જનરાયની સૃષ્ટિ વિશાળ પટ પર વિસ્તરેલી છે. તેમાં વિષય વૈવિધ્યની સાથે સજઝાયનો પ્રધાનસાર ત્યાગ અને વૈરાગ્યનો છે તે ચરિતાર્થ થયેલો નિહાળી શકાય છે. આ સાથે કેટલીક સઝાયનો નામોલ્લેખ કરવામાં આવ્યા છે અને દૃષ્ટાંતરૂપે સજઝાયોની નોંધ કરી છે તે ઉપરથી સઝાય સ્વરૂપની મહત્તાની સાથે જ્ઞાનમાર્ગની અવનવી માહિતી પ્રાપ્ત થાય છે. રત્નત્રયીની આરાધનામાં સતત પ્રાણ વાયુ પૂરો પાડનારી સઝાયની દુનિયામાં રાચતો આત્મા સમત્વ ભાવ પામી વૈરાગ્ય વારિપ્ત બની કામધંધ અટકાવી આત્મસુખમાં રમખાણ રહે છે. એવી સઝાયોની વિવિધતાનો નામોલ્લેખ પણ આત્માને વૈરાગ્ય ભાવ કેળવવાનું શુભ નિમિત્ત છે. ચરિત્રાત્મક સઝાયની રચના ઢાળ બદ્ધ થઈ છે તેમાં ઐતિહાસિક મહાપુરુષો, સતી રમીઓ અને જૈન દર્શનના વિષયોનો સમાવેશ થાય છે નમૂનારૂપે તેની નોંધ નીચે પ્રમાણે છે. ઐતિહાસિક મહાપુરુષોની સઝાય પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું ત્રિઢાળીયું (ઢાળ-૩) કવિ જીવવિજય, નંદિષેણની સજઝાય, ઢાળ-૩. મુનિશ્રી મેરવિજયજી, Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા અવંતીસુકુમારનાં તેર ઢાળીયાં કવિ શાંતિહર્ષ, મેઘકુમારની સઝાય ઢાળ-૬ કવિ જયસાગર. ઝાંઝરીયા મુનિની સઝાય ઢાળ-૪ કવિમાન વિજય, જંબુસ્વામીની સજઝાય, ઢાળ-૪, કવિ સૌભાગ્યવિજય, વજસ્વામીની સજઝાય ઢાળ-૧૫ કવિ જિનહર્ષ, સતી સ્ત્રીઓની સઝાયકલાવતીની સઝાય ઢાળ-૪ અજ્ઞાત કવિ, ચંદનબાળાની સજઝાય ઢાળ-૨ જ્ઞાનવિમલસૂરિ, રૂકમણીની સજઝાય-રાજવિજય, દેવાનંદની સજઝાય-ઉપા. સકલચંદ્રજી, નેમ-રાજુલની સઝાય-કવિ લાવણ્યસમય, સુલસા સભની સજઝાય-કવિ કલ્યાણ વિમળ. રહનેમીને રાજીમતીના સંવાદની સઝાય. કવિ પંડિત વીરવિજયજી પ્રદેશ રાજાના દશપ્રશ્નોની સઝાય મુનિ મેરૂવિજયજી કાયા અને જીવનો સંવાદ કવિ સાંકળચંદ સંખ્યામૂલક શબ્દોથી રચાયેલી સઝાય શીયળ બત્રીસી ઉપા. ગુણવિજયજી, કર્મ પચ્ચીસીની સજઝાય કવિ હરખ ઋષિ, બાર ભાવનાની સઝાય. ઉપા. સકલચંદ્ર, અઢાર પાપ સ્થાનકની સઝાય કવિ બ્રહ્મમુનિ ગર્ભ બહોંતેરી કવિ રત્નહર્ષ, નારકીનું છ ઢાળિયું અજ્ઞાતકાય. જૈન દર્શનના વિષયોની સઝાય ગુણસ્થાનકની સજઝાય-કવિ કર્મસાગાર, પાંચમીની સજઝાય ઢાળ-૫ કવિ વિજયલક્ષ્મીસૂરિ (પાંચ જ્ઞાનનો મહિમા), અઢાર નાતરાંની સજઝાય ઢાળ-૨ કવિ હતવિજય, સમકિતના સડસઠ બોલની સજઝાય ઢાળ-૧૨ ઉપાયશોવિજયજી, ઇરિયાવહિની સજઝાય કવિ પંડિત વીરવિજયજી, પડિક્કમણની સઝાય કવિ રૂપવિજયજી ઉત્તરાધ્યયનના-૩૬ અધ્યયનની ૩૬ સઝાય કવિ બ્રહ્મ મુનિ, દશવૈકાલિકના ૧૦ અધ્યયનની સજઝાય મુનિ વૃદ્ધિવિજયજી, સામાયિકની સજઝાય મુનિ ધર્મસિંહ, પાંચ સમવાયનું ષટઢાળિયું ઉપા. કાંતિવિજયજી, જીવદયાની સજઝાય કવિ હર્ષસાગર. સઝાયમાં કવિત્વ શક્તિનો પરિચય થાય છે. રૂપક પ્રકારની સઝાય તેના દષ્ટાંતરૂપે છે. ભવપ્રપંચ નાટક અને મન ભમરાની સઝાય કવિ સાંકળચંદ, કાયા-પુર પાટણની સજઝાય કવિ રૂપવિજય, કાયા વાડીની સજઝાય મુનિ રત્નતિલક. સજઝાય રચનામાં ત્યાગ-વૈરાગ્ય-ઉપશમ ભાવનું ભાવવાહી નિરૂપણ કરવામાં આવે છે. ધર્મ પુરુષાર્થ દ્વારા આત્માના મૂળ સ્વરૂપને પામવાનું ફળ પ્રાપ્ત કરનાર મહાપુરુષોનો સઝાયમાં દૃષ્ટાંતરૂપે નામોલ્લેખ કરવામાં આવે છે. કવિ માનવિજયજીની આઠમ દની સઝાયનું ઉદાહરણ જોઈએ તો તેમાં જાતિ, કુળ, બળ રૂપ, લપ, સંપત્તિ, વિદ્યા લાભ આઠ મદથી આત્માની કેવી સ્થિતિ થાય છે તેનો મિતાક્ષરી ઉલ્લેખ થયો છે. મનુષ્યમાં અનેક દુર્ગુણો રહેલા છે, તેને કારણે આત્માના સાચા સ્વરૂપનું દર્શન થતું. નથી. આત્માના વિકાસ માટે અને સંબંધથી અટકવા માટે આવા દુર્ગુણોના દુઃખદાયક પરિણામથી બચવા માટે અને સદ્ગુણોનો વિકાસ કરવા માટે સાધુ કવિઓએ કેટલીક સજઝાયોની રચના કરી છે “નિંદાની સજઝાય કવિ સમયસુંદર સાધુ કવિએ વૈરાગ્ય ભાવની સઝાયોમાં વાસ્તવવાદનું Page #296 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૪ ૨૭૭ ભાવવાહી નિરૂપણ કરીને શ્રોતાઓ ઉપર ચોટદાર વેધક અસર પહોંચાડવાનું કાર્ય કર્યું છે. તેનાથી વૈરાગ્ય ભાવનું પોષણ થયું છે અને જીવાત્મા આ ભાવના પ્રતાપે સમતા પામીને આત્મ ભાવમાં લયલીન બને છે. કવિ ઉદયરત્નની ચાર કષાય ક્રોધ, માન, માયા અને લોભની સઝાય, કવિ રૂષભદાસની સગું તારું કોલા સાચું સઝાય ઊંચા તે મંદિર માખિયાં ઉદયરત્નની સજઝાય, આતમ ધ્યાનથી રે સંતો સદા સ્વરૂપમાં-ચિદાનંદજી, કયા તન માંજતા રે-કવિ યોગી આનંદ ધનજી, જાઉં બલિહારી વૈરાગ્યની-કવિ ધર્મરત્ન વગેરે સઝાયમાં વૈરાગ્ય ભાવની ભરતી નિહાળી શકાય છે. શિખામણની–ઉપદેશની સક્ઝાય આત્માને ઉદ્દેશીને રચાઈ છે તેમાં મનુષ્ય જન્મ સાર્થક કરવા માટેનો કેન્દ્રસ્થ વિચાર પ્રગટ થયો છે. મારું મારું મકર જીવ-કવિ હર્ષવિજય, શાને કરે મારું મારું રે–ચિદાનંદજી, આપ સ્વભાવમાં રે કવિ જીવવિજય, સાર નહિ રે સંસારમાં કવિ સૌભાગ્યવિજય, આતમરામ કહે ચેતના સમજો કવિ જિનહર્ષ. સઝાયની વિવિધતાનો ઉલ્લેખ કર્યા પછી દષ્ટાંત રૂપે કેટલીક સજઝાયો પ્રગટ કરવામાં આવી છે. સઝાય અંગેની માહિતી આ કાવ્યની વિરાટ સૃષ્ટિનો પરિચય કરાવવાની ક્ષમતા ધરાવે છે. (૧) અધ્યાત્મની સઝાય અવધૂ નિરપક્ષ વિરલા કોઈ દેખ્યા જગત સહુ જોઈ અવધૂ. સમરસ ભાવ ભલા ચિત જાકે થાપ ઉથાપ ન હોઈ, અવિનાશી કે ઘરકી બાતાં જાનેંગે નરસોઈ. અવધૂ.(૧) રાવ રંક મેં ભેદ ન જાને કનક ઉપલ સમલેખે, નારી નાગરિકો નહિ પરિચય તો શિવમંદિર દેખે. અવધૂ. (૨) નિંદા સ્તુતિ શ્રવણ સુણીને હર્ષશોક નાવિઆણે, તે જગમેં જોગીશ્વર પૂરા નિત્ય ચઢતે ગુણ ઠાણે. અવધૂ. (૩) ચંદ્ર સમાન સૌમ્યતા જાકી સાયર જિન ગંભીરા, અપ્રમત ભારંડ પરે નિત્ય સુરગિરિ સમ શુચિ ધીરા. અવધૂ. (૪) પંકજ નામ ધરાય પંકશું રહત કમલ જિમન્યારો, ચિદાનંદ ઈસ્યા જન ઉતમ સો સાહિબ કા પ્યારા. અવધૂ. (૫) મોક્ષમાર્ગના સાધક સાધુમહાત્માના ગુણોનો મિતાક્ષરી પરિચય આ સજઝાયમાંથી પ્રાપ્ત થાય છે. સંદર્ભ : સજઝાયમાળા પા. ૨૦૫ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ પ્રહ 2 જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા શ્રી કર્મની સઝાય પ્રભુજી મારા કર્મ લાગ્યા છે મારા કડલે, ઘડીએ ઘડીએ આતમરામ મુંઝાય રે. પ્રભુજી. (૧) જ્ઞાનાવરણીય જ્ઞાન રોકીયો, દર્શનાવરણીયે ક્યો દર્શન ધાત રે. પ્રભુજી. (૨) વેદની કર્મ વેદના મોકલી, મોહનીય કર્મે ખવરાવ્યો રે માર રે. પ્રભુજી. (૩) આયુષ્ય કર્મે તાણી બાંધીયો, નામ કર્મે નચાવ્યો છે નાચ રે. પ્રભુજી. (૪) ગોત્રકર્મ બહુ રઝડાવીઓ, અંતરાય કર્મે વાવ્યો છે આડો આંક રે. આઠે કર્મનો રાજા મોહ છે, મુંઝાવે મને ચોવીસે કલાક રે. પ્રભુજી. (૯) આ કર્મને જે વશ કરે, તેહનો હોંશે મુક્તિપુરીમાં વાસ રે. પ્રભુજી. (૭) આઠે કર્મને જે જીતશે, તેહને ઘેર હોવે મંગળ માલ રે. પ્રભુજી. (૮) હીરવિજયગુરુ હીરલો, પંડિત રત્નવિજય ગુણ ગાય રે. પ્રભુજી. (૯) જૈન દર્શનના કર્મવાદમાં આઠ કર્મો છે તેનો સંક્ષિપ્ત ઉલ્લેખ કરીને સર્વથા કર્મનાશ કરવાનો પરોક્ષ રીતે બોધ મળે છે. સંદર્ભ : જિન ગુણમંજરી, પા. ૭૭૮ શ્રી વૈરાગ્યની સજઝાય ઊંચા તે મંદિર માળીયા સોડ વાળીને સૂતો, કાઢો કાઢો રે અને સહુ કહે જાણે જભ્યો જ નહોતો. એક રે દિવસ એવો આવશે. (૧) મને સબળો જી સાથે મંત્રી મળ્યા સર્વે કારમાં, તેનું કંઈ નવ ચાલે. - એક.(૨) Page #298 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૪ ૨૭૯ સાવ સોનાનાં રે સાંકળા પહેરણ નવ નવ વાઘા, ધોળું વસ એના કર્મનું તે તો શોધવા લાગ્યા. એક.(૩) ચરૂ કઢાઈઆ અતિ ઘણા બીજાનું નહિ લેખું, ખોખરી હાંડી એના કર્મની તે તો આગળ દેખું. એક.(૪) ના છોરૂ ને તેના વાછરૂ કેના માયને બાપ, અંત કાળે જાવું (જીવન) એકલું સાથે પુણ્યને પાપ. એક.(૫) સગી રે નારી એની કામિની ઊભી ડગમગ જુવે, તેનું પણ કાંઈ ચાલે નહીં બેઠી ધ્રુસકે રૂ. એક.(૨) વહાલાં તે વહાલાં શું કરો ? વહાલાં વોળાવી વળશે, વહાલાં તે વનના લાકડાં તે તો સાથે જ બળશે. એક.(૭) નહીં પ્રાપો નહીં તુંબડી નથી તરવાનો આરો, ઉદયરતન પ્રભુ ઈમ ભણે મને પાર ઉતારો. એક. (૮) જન્મ-જરા અને મરણના ચક્રમાંથી છૂટવા માટે મનુષ્ય ભવ મળ્યો છે. મૃત્યુની અંતિમ ઘડીનું હૃદયદ્રાવક વૈરાગ્ય પ્રેરક વાસ્તવિક ચિત્ર આલેખન કરતી આ સજઝાય જીવનની પરિવર્તનમાં સૂચક બને છે. જિન ગુણ મંજરી- પા. ૭૮૧ સ્વાર્થની સઝાય જગત હૈ સ્વાર્થ કા સાથી સમજલે કૌન હૈ અપના, એ કાયા કાચકા કુંભા નાહક તું દેખ કે ફુલતાં. જગત. (૧) મનુષ્ય કી ઐસી જીંદગાની અબી તું ચેત અભિમાની, જીવન કા ક્યા ભરોસા હૈ કરી લે ધર્મ કી કરણી. જગત(૨) ખજાના માલને મીલકત તું ક્યું કહેતા મેરા મેરા, ઈાં સબ છોડ જાના હૈ ન આવે સાથ અબ તેરા. જગત. (૩) કુટુંબ પરિવાર સુત દારા સુપન સમ દેખ જગ સારા, નિકલ જબ હંસ જાયેગા ઉસી દિન હૈ સભી ન્યારા. જગત. (૪) ઈસી સંસાર સાગર મેં જપે જો નામ જિનવર કો, કહે ખાત્તિ એવી પ્રાણી હઠાવે કર્મ જંજીર કો. જગત હૈ સ્વાર્થ કા સાથી સમજ લે કૌન હૈ અપના. જગત. (૫) ગઝલ સ્વરૂપમાં લખાયેલી આ સઝાયમાં જગતનું સ્વરૂપ અને પત્ની-પુત્ર-સંપત્તિ Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા વગેરે અંતકાળે આત્મા સાથે આવતાં નથી. અહીં સંસાર અને અન્યત્વ ભાવના દ્વારા આત્માને વદ્ધિ મળે છે. સંદર્ભ : સઝાયમાળા- પા. ૩૭૯ સઝાય - ૪ - ૨૭૨ ૧. જિન ગુણમંજરી પા. - ૭૮૮, ૨. જિન ગુણમંજરી પા. -૭૭૮, ૩. જિન ગુણમંજરી પા. - ૭૮૧, ૪. જૈન સઝાયમાળા. પા. - ૩૭૯ - કવિ પંડિત વીરવિજયજી એક અધ્યયન - પા. ૭૪ - કાવ્યશાસ્ત્ર વિનોદેન પા. - ૧૧૪ - સજઝાય માળા ભાગ ૧/૨ ૪૧. જૈન ગીતા કાવ્યોનો પરિચય જૈનોમાં દિનપ્રતિદિન અન્ય દર્શનોની વિચારધારાનો પ્રભાવ પડવાને કારણે કે ઉંબર મૂકીને ડુંગર પૂજવાના ન્યાયે સમ્યક્ટર્શન જ્ઞાન અને ચારિત્ર દ્વારા મોક્ષ પ્રાપ્તિનો રાજમાર્ગ જિનશાસનના તીર્થકરોએ સ્વાનુભવ સિદ્ધ દર્શાવ્યો છે તેની ઉપેક્ષા કરીને “ખાવત પીવત મોક્ષ જે માને, તે શિરદાર બહુ જગ મેં એવી પદ્મવિજયજીની નવપદના તપ પદની પૂજાની પંક્તિના વિચારોને માનનારા લોકોની સંખ્યા વસ્તીવધારા સમાન આગળ વધી રહી છે. અજ્ઞાનતાને કારણે જીવો દર્શન શાસ્ત્રના સત્યને પામી શકતા નથી. આ માટેના પુરુષાર્થની પણ મોટી ખામી છે. ભક્ષાભક્ષના નિયમો નહિ અદ્યતન વૈજ્ઞાનિક સાધનો દ્વારા ભૌતિક સુખ મેળવાય તેવી રીતે ધર્મ થતો હોય તો તે કરવાની મિથ્યાત્વવૃત્તિ દિનપ્રતિદિન ભારે કર્મી આત્માઓમાં ઘર કરી બેઠી છે. ભગવદ્ગીતાનાં ગુણ ગવાય છે તેનો કોઈ વિરોધ નથી. ધાર્મિક સહિષ્ણુતાનો ગુણ કેળવવો અને ધાર્મિક સંઘર્ષ ઉભવે નહિ એ પણ એક પ્રકારનો ઉચ્ચ કોટીનો ધર્મ છે. માધ્યસ્થવૃત્તિ દ્વારા આ ગુણ કેળવી શકાય. જૈન દર્શનમાં સ્યાદ્વાદની અપેક્ષાએ અને જ્ઞાનના ક્ષયોપશમની દૃષ્ટિએ વિચારીએ તો જૈન ગીતા કાવ્યોની સૃષ્ટિ આબાલ ગોપાળ સૌ કોઈને જ્ઞાન અને ભક્તિમાર્ગમાં પ્રવેશ કરીને મુક્તિ મેળવવા માટે આહ્વાન આપે છે. તત્ત્વજ્ઞાનને લગતી ગીતાઓ પંડિતોને બુદ્ધિશાળી વર્ગને માટે છે. જ્યારે બાકીના વર્ગના લોકો માટે ચરિત્રાત્મક ગીતાઓ છે જેમાં જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતોનું જ્ઞાન ઉપલબ્ધ થાય છે. જૈન ગીતા કાવ્યોનો ગ્રંથ પ્રગટ કરવા માટેની આ ભૂમિકા વિચાર પ્રેરક છે. આપણે આપણી જ્ઞાનના જ્યોર્તિમય વારસાને ઓળખીએ નહિ તો દીવો લઈ કુવે પડવા જેવી સ્થિતિ થાય તેમાં વાક કોનો ગણવો? આ ગ્રંથની કુલ ૨૬ ગીતાઓનો પરિચય એ પણ આ આંક અષ્ટકર્મ વિજયનું સૂચન કરે Page #300 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૪ ૨૮૧ છે. જૈન ગીતાના વિચારો આત્માની મુક્તિના પોષકને પૂરક છે. તેનો પરિચય એ આત્માનો કિંમતી સ્વાધ્યાય છે, જેના દ્વારા મનશુદ્ધિ થાય છે. તપથી કાયા શુદ્ધિ થાય અને જિનવાણીનો સત્સંગ—વાર્તાલાપ કરવાથી જિન વાણીનાં ગુણગાન ગાવાથી વચન શુદ્ધિ થાય છે. આ ત્રિવિધ શુદ્ધિ એ આત્માની શુદ્ધિનો અનુપમ માર્ગ છે એમ માનીને આ ગીતા કાવ્યોની સૃષ્ટિનું એક ગ્રંથ રૂપે સંકલન કરવામાં આવ્યું છે. તેની કેટલીક નોંધપાત્ર વિગતો અત્રે આપવામાં આવી છે. માનવજન્મમાં શ્રુતજ્ઞાન પ્રાપ્તિનો સુઅવસર પ્રાપ્ત થાય છે ત્યારે આત્મા વિશેની વિચારણા અવશ્ય કરવા જેવી છે. અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા સ્વીકાર્યા વગર ચાલે તેમ નથી. અધ્યાત્મ જ્ઞાનથી ધર્મનો માર્ગ સરળ બને છે. પાપરૂપી ચોરનો ભય દૂર થાય છે. એક વખત અધ્યાત્મજ્ઞાનનો રસાસ્વાદ થાય અને ચિત્તમાં ચોંટી જાય પછી તેના અર્થનું ચિંતન અને મનન કરવાથી વિષયો—કષાયો દૂર ભાગી જાય છે અને મનશુદ્ધિ દ્વાર આત્મ શુદ્ધિ થાય છે. અન્ય શાસ્ત્રોનો અભ્યાસ ભૌતિક જીવન પૂરતો મર્યાદિત છે જ્યારે અધ્યાત્મ શાસ્ત્ર આત્મના સ્વરૂપ અને મુક્તિ સાથે સંબંધ ધરાવે છે, એટલે તેના અભ્યાસથી સાચા પંડિત થવાય છે. અધ્યાત્મ જ્ઞાન વગરનું પાંડિત્ય સંસાર વૃદ્ધિના કારણભૂત છે, એટલે અધ્યાત્મ શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ, તેમાં રહેલા વિચારોના અર્થનું ચિંતન કરીને શુભભાવના ભાવવી જોઈએ. આ પ્રવૃત્તિથી આધ્યાત્મિક એટલે કે આત્માનુભવની અલૌકિક અનુભૂતિ થાય છે તે અવર્ણનીય છે. અધ્યાત્મજ્ઞાનની જો કોઈ ઉપલબ્ધિ હોય તો તે સ્વસ્વરૂપાનુસંધાન છે જેની અનુભવથી પ્રતીતિ થાય છે. अध्यात्मशास्त्र संभूत संतोष सुख शालिनः । ગાન્તિ ન રાખાનું ન શ્રીöનાપિ વાસવમ્ ॥૨૦॥ (અધ્યાત્મસાર) અધ્યાત્મ શાસ્ત્રથી ઉત્પન્ન થયેલા સંતોષરૂપી સુખથી શોભતા યોગીજનો પછી રાજાને કુબેરને કે ઇન્દ્રને પણ ગણતા નથી. આત્મા સંબંધી જ્ઞાન તે અધ્યાત્મ છે, તેના અભ્યાસથી રંગાયેલા અધ્યાત્મ રસિકો આત્નો વિકાસ સાધી શકે છે. એમના ઉચ્ચ વિચારો, વિશુદ્ધ વ્યવહાર અને જીવનનો આદર્શ દષ્ટાંતરૂપ બનીને સૌ કોઈને આત્મ વિકાસ માટે અનુકરણીય બને છે. અધ્યાત્મ જ્ઞાનના વિચારોનાં પુનરાવર્તન—સ્વાધ્યાયથી આત્મશક્તિનો અનુભવ થાય છે. અધ્યાત્મની વાતો કરીને દંભી જીવન જીવનારા લોકો પણ છે પણ તેમનાથી દૂર રહીને આત્મા પોતે જ સત્ય સમજીને અધ્યાત્મ માર્ગમાં પ્રગતિ કરી શકે છે. અધ્યાત્મ જ્ઞાનનો વારસો અગમ્ય નથી પણ પુરુષાર્થ હોય તેને તે જ્ઞાનની સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જે એકાંતે આત્માના ઉદ્ધારમાં સદા-સર્વદા પૂરક બને છે. ગીતા કાવ્યોનું મુખ્ય પ્રયોજન એ આત્માની સ્વસ્થિતિ પ્રાપ્તિનો રાજમાર્ગ દર્શાવવાનું હોવાથી અધ્યાત્મ જ્ઞાનના એક ભાગ તરીકે ઉપરોક્ત વિગતો આપવામાં આવી છે. જૈન ગીતા કાવ્યોની પૂર્વ ભૂમિકારૂપે જૈનેતર ભગવદ્ગીતા વિશેની કેટલીક વિગતો અત્રે Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા નોંધવામાં આવી છે. સંસ્કૃત ભાષાના ‘ગી' ધાતુ ઉપરથી ગાવું અર્થ તો ચોક્કસ છે કે તેમાં તત્ત્વદર્શન કેન્દ્ર સ્થાને છે. આ તત્ત્વદર્શનમાં પણ આત્માની મુક્તિ વિશેષ વિચારોનો પણ સમાવેશ થાય છે. ભગવદ્ગીતા વિશ્વવ્યાપી ધર્મગ્રંથ તરીકે ભારતીય સંસ્કૃતિ અને જન સમુદાયમાં ગૌરવવંતુ સ્થાન ધરાવે છે. ગીતા એ વેદનો સાર છે તેમાં રહેલા તાત્વિક વિચારો માનવજીવનની સાર્થકતા કરવામાં નવો પ્રાણ પૂરે છે. ગીતાના પ્રભાવથી કે અન્ય કોઈ રીતે ‘ગીતા' નામ આપીને જૈન સાહિત્યમાં કેટલાંક ગીતા કાવ્યો સંસ્કૃત અને ગુજરાતીમાં ઉપલબ્ધ થાય છે. તેને જૈન ગીતા કાવ્યો નામાભિધાન કરીને પુસ્તકરૂપે પ્રગટ કરવામાં આવે છે. જૈન કવિઓનાં ગીતા કાવ્યોનો પરિચય આપવામાં આવ્યો છે. આ પરિચય રસિક અને જિજ્ઞાસુ વાચકોને માટે જ્ઞાનમાર્ગના પ્રવેશદ્વાર સમાન છે. તેના અભ્યાસથી મૂળ ગીતા કાવ્યોનાં પઠન પાઠન માટે દિશા સૂચન મળે છે. ગીતાનો જૈન પરિભાષામાં અર્થ વિશે નીચેની વિગતો મળે છે. તીર્થંકર ભગવાનને કેવળજ્ઞાન થાય છે. ત્યાર પછી દેવો સમવસરણની રચના કરે છે અને ભગવંત સમવસરણમાં બેસીને બા૨ પર્ષદા સમક્ષ માલ કોશ રાગમાં દેશના આપે છે. પ્રભુ ગણધરોને ‘ત્રિપદી’રૂપે ઉપદેશ આપે છે. ત્યાર પછી સાધુ વૃંદને સૂત્રરૂપે પ્રદાન કરવામાં આવે છે. જ્યારે દેવો અને મનુષ્યો તેના અર્થ સમજીને ભગવંતની વાણીને આત્મસાત્ કરે છે. મુનિવૃંદ એટલે જિન શાસનમાં ધર્મનો માર્ગ દર્શાવનાર ગુરુ માટે ‘ગીતાર્થ’ શબ્દ પ્રયોગ વિશેષણરૂપે થાય છે. તેનો અર્થ ભગવંતની વાણીનો અર્થ પોતાની જ્ઞાનોપાસના અને જ્ઞાનના ક્ષયોપશમથી સમજાવવામાં કુશળ હોય છે. માટે ‘ગીતાર્થ’ શબ્દ પ્રયોગ વિશેષણરૂપે થાય છે. અહીં ગાવાનો સંદર્ભ પણ લઈ શકાય તેમ છે. વાણીમાં ભલે કાવ્યત્વ ન હોય પણ તેની શૈલીમાં પદ્યનો લય હોય છે. જેનાથી શ્રોતાઓ કાવ્ય સમાન રસિકતા દ્વારા વાણીનું શ્રવણ કરે છે. તે દૃષ્ટિએ પણ ગીતા અને અર્થ સંધિયુક્ત શબ્દ યથોચિત લાગે છે. ગીતા શબ્દ તત્ત્વ દર્શનનું સૂચન કરે છે. ભગવાનની વાણીમાં મુખ્યત્વે તો તત્ત્વની વિગતો કેન્દ્ર સ્થાને હોય છે. કથા કે દૃષ્ટાંત એ તો માત્ર સાધન છે. સાધ્ય તો આત્મસ્વરૂપ પામવા માટે તત્ત્વની નક્કર હકીકતનું મહત્વ છે. એટલે ગીતા કાવ્યો જૈન દર્શનના સિદ્ધાંતોનું કાવ્ય વાણીમાં પ્રતિપાદન કરે છે. જૈન દર્શન ષગ્દર્શનોની તુલનામાં ઊંચા પ્રકારનું છે. અહિંસા પરમો ધર્મ શ્રી ભગવાન વડે ગાવામાં આવેલી એવો અર્થ થાય છે. ગીતા લોકાગીત છે. શ્રી કૃષ્ણને યોગેશ્વર કહ્યા છે. ગીતા ભગવાન વડે રચાયેલી છે. ગીતામાં જ્ઞાનચર્ચાનો સંવાદ છે. ભગવદ્ગીતા ઉપરથી તત્ત્વ જ્ઞાનને અનુલક્ષીને શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે જ્ઞાનના સંવાદની રચના થઈ તે ગીતા છે. કાવ્ય પ્રકારની દૃષ્ટિએ આ એક વિશિષ્ટ પ્રકારની બ્રહ્મવિદ્યા-અધ્યાત્મ શાસ્ત્રનું નિરૂપણ કરતી રચના ગણાય છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ અંગ્રેજીમાં ગીતોને અર્થ The Lord's Song કરવામાં આવે છે. તેમ છતાં સાચી રીતે તો “Sung by Lord” એમ કહેવું જોઈએ. ગીતામાં બ્રહ્મવિદ્યા, જ્ઞાન, કર્મ, યોગ, જગત ભક્તિ જેવા વિષયોના વિચારો રહેલા છે. તે ઉપરથી ગીતાને તત્ત્વજ્ઞાન સાથે સંબંધ છે એમ સ્પષ્ટ થાય છે. પ્રકરણ-૪ ગીતા એટલે ગુરુ શિષ્યની કલ્પના વડે આત્મવિદ્યા ઉપદેશાત્મક કથા વિશેની માહિતી. દા.ત. ભગવદ્ગીતા, રામગીતા, ગીતા વિશેના વિવિધ વિચારોને અંતે એટલે જૈન જીવન શૈલીની સૂક્ષ્માતિ સૂક્ષ્મ વિચારસરણી આજે દેશપરદેશમાં આવકારદાયક બનતી જાય છે. ત્યારે જૈન ગીતા કાવ્યોમાં પ્રગટ થયેલી માહિતી સૌ કોઈ માટે એક જૈન તરીકે અનન્ય ઉપકારક બને તેવી અદ્ભુત ક્ષમતા ધરાવે છે. અન્ય દર્શનીઓને ભારતીય સંસ્કૃતિ અને જૈન ધર્મના વારસાનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અત્યંત ઉપયોગી સંદર્ભ મળે છે. ગીતા કાવ્યોનું સર્જન કરનાર ત્યાગી અને વૈરાગી મુનિવૃંદ હોવાથી એમની જ્ઞાનોપાસનાના પરિપાકરૂપે આત્મવિકાસને પોષક અને પૂરક વિચારોનું ભાથું પ્રાપ્ત થાય છે. શિવમંદિરમાં પહોંચવા માટે સોપાન સમાન ગરજ સારે છે. તત્ત્વની કઠિન અને દુર્બોધ વિચાર સૃષ્ટિને પામવા માટે ગીતા કાવ્યોના સારભૂત વિચારોનું ચિંતન કરવાથી આત્મતત્ત્વની વિશિષ્ટ કોટિની ઝાંખી થતાં અપૂર્વ ને અલૌકિક આત્મીય આનંદાનુભૂતિનું સંસ્મરણ જીવનની એક ચમત્કાર પૂર્ણ ઘટના બને છે અને આત્મજાગૃતિના માર્ગમાં વિશેષ પુરુષાર્થની આત્મ સાક્ષાત્કાર થાય તો તે જીવનનું સાફલ્યપણું કહેવા છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો અભ્યાસ કર્યો ન હોય તેવી વ્યક્તિને માટે ગીતાની સામગ્રી જૈન દર્શનના જ્ઞાન માટેનું એક આધારભૂત સાધન છે. જનસાધારણને ગીતાના રહસ્ય સમજવા માટે ગુરુગમની આવશ્યકતા રહે છે. વિદ્વાનોને માટે દર્શન શાસ્ત્રનો તાત્વિક જ્ઞાન પ્રાપ્તિને આસ્વાદવામાં અનુપમ આનંદ પ્રદાયક નીવડે તેવી છે. આ બુદ્ધિસાગરસૂરિની ગીતાઓ સંસ્કૃતમાં હોવા છતાં સરળ, સુગ્રાહ્ય શૈલીમાં રચાઈ છે. વિનયવિજયજી ઉપા. અને યશોવિજયજી ઉપા.ની ગીતા સૃષ્ટિ ધર્મના સાર ગર્ભિત બને તેમાં કોઈ નવાઈ નથી અંતે તો જ્ઞાનોપાસનાનું ફળ શુદ્ધ ઉપયોગ દ્વારા ઉપરોક્ત સિદ્ધિ મેળવવાનું છે. એવા નિશ્ચિત વિચારથી આદરેલી સત્ પ્રવૃત્તિ જન્મ, જરાને મરણના ચક્રમાંથી મુક્તિ અપાવે છે. ભક્તિ માર્ગની તુલનામાં જ્ઞાન માર્ગ દુર્બોધ ગણાય તેમ છતાં તેમાં પુરુષાર્થ કરવામાં આવે તો ભક્તિ સમાન સહજ સાધ્ય એવો જ્ઞાનમાર્ગ મુક્તિ દાયક બને છે. સાધકના પક્ષે પુરુષાર્થની ઉણપ કે પ્રયત્નોની અલ્પતાનો દોષ ન દેતાં સતત સાધનામય બનવાથી જીવનજ્યોત ઝળહળતી બનીને આત્મા પરમાત્માના મિલનના અભ્યુદયનો અપૂર્વ અવસર પ્રાપ્ત થાય છે એટલે ગીતા કાવ્યોનું દર્શન ઉચ્ચ કોટીનું હોઈ પરમોચ્ચ પદની પ્રાપ્તિનો રાજમાર્ગ બને છે. પંડિત દેવચંદ્રજીના મહાવીરસ્વામીના સ્તવનની ગાથામાં આ જ વિચાર વ્યક્ત થયો છે. સ્વામી દરિશન સમો નિમિત્ત લહી નિર્મળો, જો ઉપાદાન એ શુચિ ન થાશે, Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા દોષ કો વસ્તુનો અહવા ઉદ્યમ તણો, સ્વામી સેવા ગ્રહી નિકટ લાશે. તાર હો.. * જૈન સાહિત્યમાં ગીતાનો એક અર્થ તત્ત્વદર્શન છે તો ઉપલબ્ધ ગીતાઓને આધારે બીજો અર્થ ગુણગાન, મહિમા, ગુણગાથા, સ્તુતિનો છે. જિનશાસન ગુણાનુરાગને વધુ મહત્ત્વ આપે છે, તે દૃષ્ટિએ ચરિત્રાત્મક ગીતાઓ ગુણાનુવાદ ગુરુ-ગુણનો મહિમા ગાઈ રચાઈ છે. તેમ ચરિત્ર તો એક સાધન છે પણ કોઈ વ્યક્તિ કે તીર્થંકરના જીવન પ્રસંગોમાંથી જીવનની ઊર્ધ્વગતિ કે મુક્તિ પ્રાપ્ત થાય છે તેનું જ વિશેષ મહત્ત્વ છે. સાધન અને સાધ્યનો ભેદ સમજીએ તો ચરિત્રાત્મક ગીતાઓ પણ તત્ત્વલક્ષી છે એમ માનવામાં કોઈ વાંધો નથી. જૈન ગીતા કાવ્યોની કેટલીક કૃતિઓમાં પ્રથમ અધ્યાત્મ શબ્દ પ્રયોગ થયો છે. આત્મદર્શન, ગીતા, અધ્યાત્મગીત, આત્મગીતા તે દૃષ્ટિએ વિચારીએ તો ગીતામાં મૂળભૂત રીતે આત્મતત્ત્વનું વિશ્લેષણ કરીને આત્મા પરમાત્મા બને અને તેમ શક્ય ન હોય તો અંતે સિદ્ધિ પદને પામે તે અંગેની જિન શાસનના વિચારોની અભિવ્યક્તિ થઈ છે. વિશ્વમાં વિવિધ ધર્મોમાં જીવમાંથી શિવ થવાની માર્ગની વિચારણા કરવામાં આવી છે. તેમાં જૈન દર્શનમાં પણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવીને (નવતત્વ) પ્રથમ જીવતત્વનો વિશદ વિચાર કરવામાં આવ્યો છે. એગે જાણઈ તે સવૅ જાણઈ” આગમ ગ્રંથના આ સૂત્રનો અર્થ એ છે કે જે એકને જાણ છે તે સર્વને જાણે છે અહીં એક “જીવાત્મા” આત્મ સ્વરૂપની પરિપૂર્ણ માહિતીને પ્રાપ્તિ અનિવાર્ય છે એટલા એક આત્માને જાણે છે તે જગતના પૌગલિક પદાર્થોનું પણ જ્ઞાન ધરાવે છે. આત્માને પુદ્ગલોનો સંયોગ ભવ ભ્રમણ કરાવે છે. એટલે તેનાથી મુક્ત થવા માટે આત્માને જાણવાની સાથે અન્ય સર્વજ્ઞાન પણ આવી જાય છે. ગીતા એ વીતરાગભગવંતની દિવ્યવાણીનો પરિપાક છે. તેમાં આત્માના ઉદ્ધારનો સંદર્ભ હોય તે નિઃશંક છે. આત્મા સ્વરૂપનો અભ્યાસ એ ગીતાનો પાયાનો વિષય છે. સમવસરણમાં બિરાજમાન તીર્થંકર પરમાત્માઓ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય આ ત્રિપદીનો ઉપદેશ આપે છે. ગણધર ભગવંતો પોતાની લબ્ધિ વિશેષતાથી તેની દ્વાદશાંગી રચે છે. શરીરમાં જેમ બાર અંગની મુખ્યતા છે, તેમ તીર્થકરોની વાણીમાં પણ બાર અંગો છે. દ્વાદશાનામણાનાં સમાહાર: ઇતિ દ્વાદશાંગી કહેવાય છે. સંસારમાં રહેલા પદાર્થોની જે સ્વાભાવિકી કે કાર્મિણી વ્યવસ્થા છે તેને જ યથાર્થવાદી પરમાત્મા યથાર્થરૂપે પ્રરૂપે છે. દ્રવ્ય માત્રામાં મૂળ દ્રવ્યરૂપે પ્રૌવ્ય અને વ્યય રહેલાં છે તેથી તૃણથી લઈને ઇન્દ્ર સુધીના અનંત દ્રવ્યોમાં ત્રણેની વ્યવસ્થા સુસંગત છે. ભગવાનની દેશનાનો આ સંદર્ભ ગીતા કાવ્યોની વિચાર સૃષ્ટિને જાણવા માટે આવશ્યક છે. દ્રવ્યાનુયોગના એક ભાગ તરીકે આધ્યાત્મ શાસ્ત્ર છે. વ્યુત્પત્તિથી તેનો અર્થ વિચારીએ તો Page #304 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૪ ૨૮૫ आत्मानमधिकृत्येत्यध्यात्मम् । आत्मनीत्य ध्यात्मम् ॥ આત્મા શું છે? તે ક્યાંથી આવ્યો છે? ક્યાં જવાનો છે? તેનું અસલ સ્વરૂપ ક્યું છે? આત્માને કર્મનો સંબંધ-પુદ્ગલનો રાગ શું છે ? આત્મ સ્વરૂપ કેવી રીતે પામી શકાય ? ભવભ્રમણ અટકાવવાનો ઉપાય શું છે ? મોક્ષ પુરુષાર્થની સાધના કેવી રીતે કરવી ? વગેરે માહિતી દર્શાવતા ગ્રંથ માટે અધ્યાત્મ શબ્દ પ્રયોગ થાય છે. અધ્યાત્મ શબ્દના શીર્ષકવાળા ગ્રંથમાં આત્મા વિશેની દાર્શનિક વિચારધારાનો સમાવેશ થાય છે. અધ્યાત્મનો અર્થ જોઈ તો આત્માને ઉદ્દેશીને પંચાચાર (જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર) વ્યવહાર વર્તન કરવું તેનું નામ અધ્યાત્મ છે. તેનો રૂઢ અર્થ એ છે કે બાહ્ય વ્યવહારથી મનને મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને મધ્યસ્થ ભાવનામાં વાસિત કરવું. યોગી મહાત્મા કવિ આનંદઘનજીએ શ્રી શ્રેયાંસનાથના સ્તવનમાં અધ્યાત્મ વિશે ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે “નિજ સ્વરૂપ જે કિરિયા સાથે, તેહ અધ્યાત્મ લહીએ રે, જે કિરિયા કરી ચઉગતિ સાથે તે ન અધ્યાતમ કહીએ રે. અધ્યાત્મ એટલે કે જેનાથી આત્માના સ્વરૂપની પ્રાપ્તિ થાય. જે આરાધનાથી ચારગતિનાં સુખ મળે તે અધ્યાત્મ નથી. ઉપરોક્ત માહિતી અધ્યાત્મગીતાના સંદર્ભમાં ઉપયોગી હોવાથી આપવામાં આવી છે. આત્મદર્શન ગીતા, પુગલ ગીતા, અધ્યાત્મ ઉપનિષદ્ વગેરે ગીતા કાવ્યોને સમજવામાં પાયાના વિચારો તરીકે સ્થાન ધરાવે છે. ટૂંકમાં અધ્યાત્મ એટલે આત્માને જાણવાની વિધિ. ગીતાઓ ભાષાંતર સાથે પ્રગટ થયેલી હોવાથી આ ભાષા નહિ જાણનાર વર્ગના વાચકો પણ અનુવાદને આધારે જ્ઞાનોપાર્જન કરી શકે એવી સુખદ સ્થિતિ છે. શ્રી જિનગીતાના રચયિતા ઉપા. યશોવિજયજીએ જૈન દર્શનના સારભૂત સિદ્ધાંતોનું અષ્ટકમાં નિરૂપણ કર્યું છે, તેનું પ્રચલિત નામ “જ્ઞાનસાર છે. આ જ્ઞાનસાર એ અધ્યાત્મ જ્ઞાનના અમૂલ્ય વારસા સમાન માનવ જીવનની ઊર્ધ્વગતિમાં માર્ગદર્શન આપે છે. યશોવિજયજી ઉપા.ની પંચપરમેષ્ઠિ ગીતા નમસ્કાર મહામંત્રનો મહિમા દર્શાવે છે. ચૌદ પૂર્વના સારરૂપ નવકાર મંત્રની ઉપાસનાથી જીવનની સાર્થકતા થાય છે. પંચપરમેષ્ઠિ એટલે દેવગુરુ અને ધર્મનો રહસ્યયુક્ત મિતાક્ષરી પરિચય છે. વૃદ્ધિવિજયજીની જ્ઞાન ગીતા મોહનીય કર્મનો નાશ કરીને આત્માની અપૂર્વ શક્તિ પ્રગટ કરનાર બ્રહ્મચર્યનો મહિમા પ્રગટ કરે છે. દેવચંદ્રજીની અધ્યાત્મ ગીતા ગુજરાતી ભાષામાં બાલાવબોધ સાથે પ્રગટ થઈ છે, એટલે Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા તેને સમજવા માટે કોઈ મુશ્કેલી નથી આવતી તેમ છતાં જૈન દર્શનના પારિભાષિક શબ્દોની ઓછીવત્તી માહિતી હોય તો આ ગીતાનું અધ્યયન આત્મસ્વરૂપને વિશદ રીતે સમજવા માટે આધારભૂત ગ્રંથ બન્યો છે. ચિદાનંદજીની પુગલ ગીતાનું ગુજરાતી ભાષામાં સર્જન થયું છે. તેમાં માત્ર પુદ્ગલ પદાર્થને કેન્દ્રમાં રાખીને કવિએ વિષય વિશ્લેષણ કર્યું છે. જડ પદાર્થોનો રાગ-આસક્તિ માનવને જન્મ, જરા અને મૃત્યુના ચક્રમાં ફસાવે છે. તેમાંથી મુક્ત થવા માટેનો માર્ગ અધ્યાત્મ વિદ્યા છે એમ નિષ્કર્ષ તાડવી શકાય છે. આચાર્ય દેવગુપ્તસૂરિએ ચિદાનંદજીની ગીતાને આધારે પ્રશ્નોત્તરમાલા નામથી પુદ્ગલ ગીતા પ્રગટ કરી છે તેમાં પુદ્ગલ વિષયક પ્રશ્નો અને ઉત્તરોનો સમાવેશ થયો છે. વિનયવિજયજીની અગિયાર અંગ ગીતામાં આગમના મૂળ ૧૧ અંગ વિશેષની માહિતી સઝાય નામથી પ્રગટ થયેલી છે તેને અગિયાર અંગ ગીતા નામ આપવામાં આવ્યું છે. આ ગીતા જૈનદર્શનના મૂળભૂત આગમ શાસ્ત્રનો પરિચય કરાવે છે. જે જિનવાણીનો ભવ્યોદાત્ત વારસો છે. પૂ. બુદ્ધિસાગરજીસૂરિજીની આત્મદર્શન ગીતા, અધ્યાત્મ ગીતા, પ્રેમગીતાઓ સંસ્કૃત ભાષામાં છે. એમની ગીતાઓ સરળ સંસ્કૃત ભાષામાં છે. સ્વયં અભ્યાસ કરી શકાય તેવી સંસ્કૃત શૈલી અને અનુષુપ છંદનો આશ્રય લઈને સર્જન કર્યું છે. એમની ગીતાનું કેન્દ્ર બિન્દુ આત્મ સ્વરૂપની પ્રાપ્તિનો માર્ગ અને તેમાં જૈનદર્શન ઉત્તરાધ્યયન સૂત્રમાં “વત્યુ સહાવો ધમ્મો એટલે કે વસ્તુના સ્વભાવને જ ધર્મ કહ્યો છે. જેની સેવના કરતાં એટલે કે ક્રિયાઓ કરતાં આત્માની સ્વાભાવિકતામાં વક્રતા, લુચ્ચાઈ, માયા, મૃષાવાદ આદિ દુર્ગુણો પ્રવેશ થવા ન પામે તે જ આત્માનો ધર્મ હોઈ શકે છે. એ તે સમતા, સમ, શમ, તિતિક્ષા આદિ આત્માના ધર્મને અનુકૂળ તત્ત્વો છે. તેની આરાધના માટે આને કોઈ પણ પ્રયત્ન કરવો પડતો. નથી. તદુપરાંત તેની પાછળ શોક, સંતાપ, દુઃખ, આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ મોહરાજાના સૈનિકોનો લેશ માત્ર ભય હોતો નથી. આત્માને અધઃપતનમાંથી બચાવવા માટે સમતા મહાન ઔષધ છે, માટે “સમ' આત્માનો ધર્મ છે. ગીતા કાવ્યોના વિચારો આત્માની સ્વાભાવિક સ્થિતિ પ્રાપ્ત કરવા માટેનું માર્ગદર્શન પૂરું પાડે છે તે દષ્ટિએ આત્માના સ્વભાવનો ખ્યાલ રાખીએ તો તે માર્ગે વધુ વિકાસ સાધી શકાય. ગીતા કાવ્યો ત્રણ પ્રકારનાં છે. પ્રથમ પ્રકારમાં જૈન દર્શનના સિદ્ધાંતોનું નિરૂપણ કરતા તેર ગીતાઓનો સમાવેશ કર્યો છે. બીજા પ્રકારમાં ઉપનિષદ્ નામાવલીની પાંચ કૃતિઓની માહિતી આપવામાં આવી છે. ત્રીજા પ્રકારમાં ચરિત્રોક્યર નિરુપણ દ્વારા તત્ત્વના જ્ઞાનનો કોઈને કોઈ સંદર્ભ હોય તેવી આઠ ગીતાઓનો પરિચય આપવામાં આવ્યો છે. શ્રી મેઘવિજયજી ઉપા.ની અદ્ ગીતામાં અહંદુના સ્વરૂપનું અનોખી શૈલીમાં વિશ્લેષણ કરવામાં આવ્યું છે. કવિની અજબ ગજબની કલ્પના શક્તિ દ્વારા અરિહંતના સ્વરૂપનું અન્ય દર્શનોના Page #306 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૪ ૨૮૭ પારિભાષિક શબ્દો સાથે તુલના કરીને અર્થઘટન કર્યું છે. તદુપરાંત ૐકારના સ્વરૂપની વિસ્તૃત માહિતી આપીને પરમાત્મા પદની પ્રાપ્તિના માર્ગ તરફ વાચકવર્ગનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ભગવદ્ગીતામાં શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે તેવી રીતે અહીં શ્રી ગૌતમસ્વામીજી પૂ. મહાવીરસ્વામી ભગવંતને પ્રશ્ન પૂછે છે એ પ્રભુએ તેનો ઉત્તર આપ્યો છે. પ્રશ્નોત્તર શૈલીમાં આ ગીતાનું સર્જન થયું છે. જૈન ગીતાઓ સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થાય છે. સંસ્કૃત ભાષાની ગીતાઓ વિદ્વાન વર્ગને માટે અનુપમ જ્ઞાનામૃતનું પાન કરવાની અનેરી લિજ્જત આપીને અધ્યાત્મ વિશેની વૈવિધ્યસભર વિગતો પૂરી પાડે છે. સંસ્કૃત ભાષાની અને હિંદુ ધર્મના વિચારોનો સમન્વયવાદી સંદર્ભોથી સર્જન કર્યું છે. કવિની દૃષ્ટિ ગુણાનુરાગના વલણને સ્પષ્ટ કરે છે અને જૈન દર્શનના વિચારોની સાથે સામ્ય ધરાવતી અન્ય દર્શનની વિગતોનો તુલનાત્મક રીતે ઉલ્લેખ કરીને આત્મતત્ત્વ, આત્માનું શુદ્ધ સ્વરૂપ, શાશ્વતસુખની પ્રાપ્તિ માટેના માર્ગદર્શક સિદ્ધાંતોની અવનવી વિગતો દર્શાવી છે. આ. ગીતાઓ જ્ઞાનમાર્ગની વૈવિધ્યપૂર્ણ માહિતી પ્રાપ્ત કરવા માટે અજોડ સાધન છે. શ્રી ઈશ્વરલાલજીની શ્રી ‘‘જૈન જ્ઞાન ગીતા' નામ પ્રમાણે ગુણ ધરાવતી જૈન દર્શનના સિદ્ધાંતોનું નિરૂપણ કરે છે. તેમાં કવિએ આગમ શાસ્ત્ર અને અન્ય પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથોનો સંદર્ભ આપીને જૈન દર્શનની વિચારધારાનું સમર્થન કર્યું છે. મુનિ સંતબાલજીની ગીતા તત્ત્વજ્ઞાન કે ચરિત્રાત્મક સ્વરૂપની નથી પણ સમાજ સુધારણા, સામાજિક શાંતિ અને સુખાવસ્થા દ્વારા રાષ્ટ્રની શાંતિ માટેના વિચારો વ્યક્ત કરે છે. જૈન ધર્મની દૃષ્ટિએ વિચારીએ તો માર્ગાનુસારીના વિચારોની સાથે તુલના થઈ શકે તેવા વ્યવહાર શુદ્ધિ દ્વારા જીવન શુદ્ધિ અને ધર્મ દ્વારા આત્મ શુદ્ધિ વિષયક વૈવિધ્યપૂર્ણ વિચારો વ્યક્ત થયાં છે. ગીતા એ વિશેની પ્રાથમિક માહિતીને આધારે તેનો પરિચય મેળવવા માટે સરળતા થશે એવી આશા રાખું છું. સાગરાનંદસૂરિજીની ગીતામાં નવતત્ત્વ, નવપદ, સંયમ જીવનના સ્થંભસમાન પાંચ મહાવ્રત, સાતક્ષેત્ર, દેવ-ગુરુ અને ધર્મ, રત્નત્રયી એમ જૈન દર્શનના મૂળભૂત સિદ્ધાંતોને પ્રતિપાદન કરતી કૃતિ છે. સંસ્કૃત ભાષામાં રચેલી આ ગીતામાં ૩૬ અધ્યયન અને શ્લોકોનો સંચય થયો છે. ઊંચી કવિ પ્રતિભા ને પાંડિત્યપૂર્ણ શૈલીના નમૂનારૂપ આ ગીતાની શૈલી દુર્બોધ છે. છતાં ગુરુગમથી તત્ત્વજ્ઞાનની ઝાંખી થઈ શકે તેવી ક્ષમતા ધરાવે છે. બીજા પ્રકારમાં ઉપનિષદ્, વિષયક રચનાઓ છે. મૂળભૂત રીતે તો જૈન દર્શનને જે કેન્દ્રમાં રાખીને રચાઈ છે. આચાર્યદેવ કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનું યોગશાસ્ત્ર, અધ્યાત્મોપનિષદ્ નામથી સુખ્યાત છે તેનો ટૂંકો પરિચય આપ્યો છે. ઉપા. યશોવિજયજીની અધ્યાત્મ ઉપનિષદ્ ભા. ૧-૨ કૃતિઓમાં આત્મસ્વરૂપની પ્રાપ્તિ મુક્તિ અને અન્ય દર્શનોની તુલના દ્વારા એક અનોખી શૈલીમાં શુદ્ધ જ્ઞાનમાર્ગનો પરિચય પ્રાપ્ત થાય છે. આ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા બુદ્ધિસાગરસૂરિજીની શિષ્યોપનિષદ્રની રચના ગુરુ-શિષ્યના સંબંધો ઉપરાંત વ્યવહારમાં માતાપિતા, પિતા-પુત્ર વગેરે સંબંધોમાં સફળતા મળે તેવા વિચારો સૂત્રાત્મક શૈલીમાં દર્શાવ્યા છે. જૈનોપનિષદ્ એ જૈનત્વનાં લક્ષણો સત્રાત્મક શૈલીમાં પ્રતિવાદન કરતી કૃતિ છે. ત્રીજા પ્રકારની ચરિત્રાત્મક ગીતાઓના કેન્દ્રસ્થાને નેમનાથ, પાર્શ્વનાથ, આદિનાથ જેવા તીર્થકરો છે. એમના જીવન દ્વારા મુક્તિ માર્ગમાં પહોંચવાનો શાશ્વત માર્ગ ઓળખી શકાય છે. જંબુસ્વામી-નેમિનાથ ગીતા ગુજરાતી ભાષામાં છે તેમાં વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રની શાંતિ ને સુવ્યવસ્થાની ભ્રમરગીતા જેવી કૃતિઓમાં બ્રહ્મચર્યનો અપૂર્વ મહિમા ગાવામાં આવ્યો છે. આ ગીતાઓ ગુજરાતી ભાષામાં છે. તેના દ્વારા ગુજરાતી ભાષાના વિકાસની ઐતિહાસિક વિગતો મળી આવે છે. અર્વાચીન કાળની જંબુસ્વામીની જંબુસ્વામી ગુરુ ગીતા સંસ્કૃત ભાષામાં છે તેમાં કોઈ જીવનના પ્રસંગોનો ઉલ્લેખ નથી પણ ખંભાતના ચાતુર્માસમાં થયેલી શાસનન પ્રભાવના દ્વારા ગુરુ ગુણનો મહિમા ગાવામાં આવ્યો છે. આ ત્રિવિધ ગીતા સૃષ્ટિ એટલે રત્નત્રયીની આરાધનાનો સુભગ સમન્વય. આત્મોન્નતિનો રાજમાર્ગ દર્શાવતી જ્ઞાન અને ભક્તિ માર્ગની વિચાર ધારાનું અર્વાચીન કાળને ભવિષ્યની પેઢીને માટે સાતત્ય જાળવી રાખીને જૈન ધર્મના સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમાન છે. પંડિત દેવચંદ્રજીની અધ્યાત્મગીતા અને ચિદાનંદજીની પુદ્ગલ ગીતા ગુજરાતી ભાષામાં છે, જ્યારે બાકીની ગીતાઓ સંસ્કૃત ભાષાઓમાં છે. ઉપનિષદ્ નામવાળી કૃતિઓ સંસ્કૃત ભાષામાં છે. આ બુદ્ધિસાગરનું જૈનોપનિષદ્ અને શિષ્યોપનિષદ્ સૂત્રાત્મક શૈલીમાં છે, જ્યારે બાકીની બધી જ ગીતાઓમાં અનુષુપ છંદનો પ્રયોગ મોટા પ્રમાણમાં થયો છે. આ ગીતાઓ દ્વારા ચરિત્રના માધ્યમથી તાત્વિક સંદર્ભની વિગતો પામી શકાય છે. સાગરાનંદસૂરિની જૈન ગીતાની શૈલી સંધિ સમાસયુક્ત હોવાથી તેનો અભ્યાસ પરિશ્રમ માગી લે તેવો છે. જ્યારે આ. બુદ્ધિસાગરસૂરિની ગીતાઓ સરળ સંસ્કૃતમાં છે. | મુનિ સંતબાલજીની ગુજરાતી ભાષામાં રચાયેલી સમાજદર્શનગીતા સરળ અને માનવવ્યવહારની શુદ્ધિ પર વિશેષ લક્ષ આપવામાં આવ્યું છે. આચારધર્મ વિશેની વિગતો માનવીયગુણોના વિકાસમાં પ્રેરક વિચારો દર્શાવે છે. સંસ્કૃત ગીતા કાવ્યો ભાષાંતર સહિત અને કેટલીક ગીતાઓ સંસ્કૃત ટીકા ગુજરાતી વિવેચન સાથે પ્રગટ થઈ છે એટલે તેનો અભ્યાસ સરળ અને સુલભ બને છે. ગીતા કાવ્યો તત્ત્વની દૃષ્ટિએ વિચારીએ તો કટિન અને દુર્બોધ છે. છતાં સહૃદયી પ્રયત્ન કરવામાં આવે અને ગુરુની નિશ્રા મળે તો તત્ત્વાનુભવનો અનેરો આનંદ આત્મજાગૃતિમાં માર્ગદર્શક બને છે. જૈન ગીતાઓનું વિવેચન પણ ઉપલબ્ધ છે એટલે તેના દ્વારા પણ જિન શાસનના સિદ્ધાંતોની સમજ કેળવાય તેમ છે. જ્ઞાન, ભક્તિ, કર્મ યોગ, નય, નિક્ષેપ, સ્યાદ્વાદ, અહંદૂસ્વરૂપ, પંચ પરમેષ્ઠી નવપદ, નવતત્ત્વ, મોક્ષપ્રાપ્તિ જેવા વિષયોને સ્પર્શતા વિચારો ગીતામાંથી પ્રાપ્ત થાય છે. ગીતા કાવ્યોનો પરિચય એ પ્રત્યક્ષ અને પરોક્ષા એમ બે રીતે જૈન Page #308 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૪ ૨૮૯ ધર્મના પાયાના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરીને જ્ઞાનમાર્ગની વિચાર સૃષ્ટિમાં વિહાર કરવા માટે અલૌકિક આનંદાનુભૂતિ કરાવવાની ક્ષમતા ધરાવે છે. ઉપા. યશોવિજયજી અને આ. બુદ્ધિસાગરસૂરિની ગીતાઓમાં અન્ય દર્શનોની સાથે ગુણગ્રાહી ર્દષ્ટિથી તુલનાત્મક નિરૂપણ કરવાની શૈલી કવિગત વિશેષતાના ઉદાહરણરૂપ છે. જ્ઞાનનો મહિમા સર્વધર્મોમાં પ્રચલિત છે પણ અધ્યાત્મ જ્ઞાન વગર માનવ જીવનની કોઈ સિદ્ધિ નથી. આ માટે જૈન ગીતાઓનું અધ્યયન, ચિંતન અને મનન અર્વાચીન કાળના સંદર્ભમાં તો ભવ ભ્રમણના રોગ નિવારણ માટે કિંમતી ઔષધરૂપ છે. ભાગવદ્ગીતામાં જ્ઞાન વિશે જણાવ્યું છે કે– नहि ज्ञानेन सर्दशं पवित्रमिह विद्यते । गीता । ३८ ज्ञानाणि: सर्व कर्माणि मस्मात् कुतते । गीता ॥४-३७॥ જૈન દર્શનમાં ઉમાસ્વાતિસ્વામીના તત્ત્વાર્થ સૂત્રના પ્રથમ અધ્યાયનું પ્રથમ પદના ગ્રંથનો મૂળ હેતુ ગીતા કાવ્યોનો પરિચય કરાવવાનો હોવાથી એમના એમ સર્જક પૂ. શ્રી મુનિભગવંતોની સંક્ષિપ્ત માહિતી આપી છે. ધાર્મિક સાહિત્ય ભૌતિક જીવનના આનંદનું નિરૂપણ હોવા છતાં તેમાં કેન્દ્ર સ્થાને તો સર્વોચ્ચ કક્ષાનો અદ્વિતીય અને શાશ્વત આધ્યાત્મિક આનંદ રહેલો છે. ધાર્મિક સાહિત્યની આ મહાન ઉપલબ્ધિ છે. વળી તેના દ્વારા ભારતીય સંસ્કૃતિના જ્ઞાનના દિવ્ય જ્યોતિસ્વરૂપ વારસાનું અનુસંધાન થયું છે જે વર્તમાન અને ભવિષ્યની પેઢીને જીવન ઊર્ધ્વગામી બનાવવા માટે ભવ્યાતિભવ્ય વારસો પૂરો પાડે છે. આ વિધાન પણ ગીતા કાવ્યોના જ્ઞાન માર્ગના સંદર્ભમાં સ્વીકારવું જોઈએ. જીવમાત્ર આત્માના સહજ સુખને પ્રાપ્ત કરે અને ભવભ્રમણમાંથી મુક્તિ મેળવે એવી ઉદાર ભાવના સાકાર બને તે માટે જૈન ગીતા કાવ્યોની વિચારસમૃદ્ધિ અનન્ય પ્રેરક બને તેવી છે. જૈન દર્શનના અભ્યાસનો વ્યાપ વધે તે માટે આ ગીતા કાવ્ય નમૂનારૂપ બનશે એવી શ્રદ્ધા છે. કૌટુંબિક પરંપરાથી નવી પેઢીના વારસદારો જૈન ક્રિયાકાંડ કરે છે પણ તેના હાર્દને સમજવા ગીતામાં વ્યક્ત થયેલા વિચારોનું સહૃદય અધ્યયન કરે તો જૈનત્વના સાચા વા૨સાદર બની શકાય. નામથી જૈન કહેવાતા લોકો આચારથી જૈન બનીને આત્મકલ્યાણ કરી શકે તે માટે ગીતાની વિશાળ વિચાર સૃષ્ટિ આત્મખોજની નવી દિષ્ટ ઉઘાડીને જીવન સાફલ્યનું ટાણું આવ્યું છે એમ માનીને સન્માર્ગે જવા ફરજ પાડે છે. ગીતાનું સંગીત જીવનના તાણાવાણાને એકરૂપ બનાવીને હૃદયના તારમાંથી અનહદનો નાદ પ્રગટે અને ‘અહં બ્રહ્માસ્મિ' તત્ વસ, નો સાક્ષાત્હાર થાય એવી અલૌકિક યૌગિક અનુભૂતિ થાય એવી અનુપમ શકિત ગીતા કાવ્યોમાં રહેલી છે. આત્મશ્રેયાર્થના દૃષ્ટિબિંદુ તેનો અભ્યાસ અવશ્ય દિવ્યાનુભૂતિમા મહત્વની ભૂમિકા પૂરી પાડે છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ભારતમાં વિવિધ ધર્મો, પંથો, મતો અને સંપ્રદાયોની વિપુલ સંખ્યા છે. પ્રત્યેક મતની અલગ વિચારધારા, ક્રિયાકાંડ વગેરે વિવિધ સ્થળોએ ચાલતી હોય છે આ ધાર્મિક માન્યતાઓમાં સંઘર્ષ પણ થાય છે પરિણામે ધર્મ દ્વારા સામાજિક અને રાષ્ટ્રીય શાંતિ ને સુવ્યવસ્થા સ્થાપવામાં પ્રયત્નોમાં નિષ્ફળતા મળી છે. સરકારી સૂત્રધારો વારંવા૨ ધાર્મિકને રાષ્ટ્રીય એકતા વિશે જાહેરમાં નિવેદન કરે છે. ધાર્મિક સહિષ્ણુતા વગર આ શક્ય નથી. ધર્મઝનૂનનો ત્યાગ કરીને રાષ્ટ્રમાં શાંતિ યથાવત્ રહે તો જ ધર્મની આરાધના શકય છે. ધર્મ આત્મસાધના માટે છે તે માટે સર્વધર્મ સમભાવ કેળવાય તેવી રીતે યશોવિજયજી ઉપા. અને આ. બુદ્ધિસાગરસૂરિની ગીતા અને એનું અર્થઘટન વર્તમાન પરિસ્થિતિમાં જૈન-જૈનેતર વર્ગને માટે માર્ગસૂચક બને છે. ૨૯૦ વ્યવહાર શુદ્ધિ કે જીવન શુદ્ધિ વગર ધર્મ માર્ગમાં કોઈ પ્રગતિ થઈ શકતી નથી. રાગ દ્વેષનો ત્યાગ એ જ મોટામાં મોટો ધર્મ છે એમ અર્હદ્ ગીતા અને અન્ય ગીતાઓમાંથી સારરૂપે વિચાર પ્રાપ્ત થાય છે. ધર્મ દ્વારા “વાર રતાનામ તુ વસુધૈવ કુટુંબમ્''ની ભાવના વિકસિત થાય તે માટે ગીતાની વિચારધારા કાર્યરત છે એમ જાણીને આ ગીતાઓનું અધ્યયનને અધ્યાપન સ્વ-પરના કલ્યાણમાં સહયોગ આપે છે. આત્મા વિશે આગમ ગ્રંથોથી પ્રારંભ કરીને પૂર્વાચાર્યો અને અન્ય વિદ્વાનોએ પોતાની આગવી શૈલીમાં ગદ્ય-પદ્ય કૃતિઓનું સર્જન કરીને ભવ્યાત્માઓને મૂળસ્વરૂપ પ્રાપ્તિ માટે અવિરત પ્રયત્નો ચાલુ રાખવાની પ્રેરણા આપી છે. એવા જ એક મહાન યોગી આનંદઘનજીની વિચાર સૃષ્ટિમાં પણ આત્મા વિશેના—અધ્યાત્મના વિચારોની પ્રેરક સામગ્રી રહેલી છે. પૂ. શ્રીના શ્રેયાંસનાથના સ્તવનમાં તેનો ઉલ્લેખ મળી આવે છે. આ પંક્તિઓ નિત્ય સ્વાધ્યાય કરવા યોગ્ય છે એ ગીતાના વિચારોની સાથે સામ્ય ધરાવે છે એટલે વિશેષ નોંધ તરીકે અત્રે પ્રગટ કરવામાં આવી છે. સયલ સંસારી ઇન્દ્રિયરામી મુનિગુણ આતમરામીરે, મુખ્ય પણ આતમ રામી, તે કેવલ નિષ્કામી રે. શ્રી શે. ૨ નિજસ્વરૂપ જે કિરિયા સાથે તેહ અધ્યાતમ લહીએ રે, જે કિરિયા કરી ચગતિ સાધે તે ન અધ્યાતમ કહીએ રે. શ્રી શ્રે. ૩ નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ દ્રવ્ય અધ્યાતમ કંડો રે, ભાવ અધ્યાતમ નિજગુણ સાધે તો તેહશું રઢ મંડો રે. શ્રી. શ્વે. ૪ જૈન ગીતા કાવ્યો જૈન ધર્મના પાયાના સિદ્ધાંતોને સમજવા માટેનું આધારભૂત સાધન છે તેનો વિશેષ ઉપયોગ કરીને માનવ જન્મમાં જ પ્રાપ્ત કરવા લાયક સત્લાન મેળવીને ધર્મને મોક્ષ પુરુષાર્થની સાધનામાં પ્રવૃત્ત થવા માટેનો સૌ કોઈએ સ્વીકારવો જોઈએ. ગીતા એટલે અધ્યાત્મ વિદ્યાનો અનુપમ, અદ્વિતીય અને અલૌકિક ગ્રંથ છે કે જેમાં માનવજન્મની સાર્થકતાનું પરમ ઇષ્ટ લક્ષ મોક્ષ છે તેનું સ્વરૂપ જાણવાનું એક આધારભૂત સાધન છે અને તે સ્વરૂપ જાણ્યા પછી તેની પ્રાપ્તિ માટે પુરુષાર્થ દ્વારા સિદ્ધિ મળે તે વાત સર્વ સ્વીકૃત છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૪ ૨૯૧ જૈન ગીતા કાવ્યોનાં પુસ્તકોની સૂચી તત્ત્વજ્ઞાનની ગીતાઓ ૧. શ્રી અર્ધગીતા ઉપા. મેઘવિજયજી ૨. જિનગીતા (જ્ઞાનસાર) ઉપા. યશોવિજયજી ૩. પંચ પરમેષ્ઠિ ગીતા ઉપા. યશોવિજયજી ૪. જ્ઞાન ગીતા વૃદ્ધિવિજયજી ૫. અધ્યાત્મ ગીતા દેવચંદજી ૬. પુદ્ગલ ગીતા ચિદાનંદજી ૭. અગિયાર અંગ ગીતા કવિરાજ શ્રી વિનયચંદ્રજી ૮. અધ્યાત્મ ગીતા આ. બુદ્ધિસાગરસૂરિ પ્રેમગીતા આ. બુદ્ધિસાગરસૂરિ ૧૦. આત્મદર્શન ગીતા આ. બુદ્ધિસાગરસૂરિ ૧૧. જૈન ગીતા સાગરાનંદસૂરિશ્વરજી મ.સા. ૧૨. શ્રી જૈન જ્ઞાન ગીતા ઈશ્વરલાલજી સ્વામી ૧૩. ગીતા દર્શન મુનિ સંતબાલજી ઉપનિષદ્ નામની ગીતાઓ ૧. અધ્યાત્મોપનિષદ્ કળિકાળસર્વપ હેમચંદ્રાચાર્ય ૨. અધ્યાત્મ ઉપનિષદ્ ઉપા. યશોવિજયજી ૩. જૈનોપનિષદ્ આ. બુદ્ધિસાગરસૂરિ ૪. શિષ્યોપનિષદ્ આ. બુદ્ધિસાગરસૂરિ ૫. ઈશાવાસ્યોપનિષદ્ આ. બુદ્ધિસાગરસૂરિ ચરિત્રાત્મક ગીતાઓ ૧. શ્રીરામ કથા જૈન ગીતા શ્રી શુભશીલ ગણિ ભ્રમર ગીતા ભટ્ટારક જ્ઞાનભૂષણ ૩. નેમિનાથ ભ્રમર ગીતા વિનયવિજયજી Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ ૪. જબુગીતા ૫. શ્રી આદિજિન ગીતા ૬. પાર્શ્વનાથ રાજ ગીતા ૭. સુખસાગર ગુરુ ગીતા ૮. જંબુગુરુ ગીતા સંદર્ભ : જૈન ગીતા કાવ્યોનો પરિચય જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા યશોવિજયજી (કવિ કેસરવિમલ હસ્તપ્રત સંશોધન) ઉદયવિજયજી આ. બુદ્ધિસાગરસૂરિ કવિ પંડિત ભાલચંદ શાસ્ત્રી Page #312 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૫ છંદમૂલક કાવ્યપ્રકારો “મતિજ્ઞાન અને મતિ અજ્ઞાનમાં જ્ઞાનતત્ત્વ રહેલું હોવા છતાં એકમાં સમાન છે બીજામાં મિથ્યાત્વ છે. માણસના જીવનમાં જ્યાં સુધી મિથ્યાજ્ઞાન સંશયજ્ઞાન રહેલું હોય છે. ત્યાં સુધી આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થતું નથી માટે સમ્યજ્ઞાન મેળવવામાં પુરુષાર્થ કરવો એ જ શ્રેષ્ઠ સુકૃત ગણાય છે.” ચોપાઈ ૧. કેટલાક કવિઓએ રાસ અથવા ચોપાઈ એવો શબ્દ પ્રયોગ કરીને કૃતિઓ રચી છે તેમાં ચોપાઈ શબ્દ દ્વારા ચોપાઈ છંદનો પ્રયોગ એવો અર્થ સમજવાના છે કવિ મંગલધર્મ (જ્ઞાનરૂચિ)ની કૃતિના અંતમાં “ચઉપઈ ચોપાઈનો ઉલ્લેખ છે. અને તે છંદનો પ્રયોગ થયો છે. નેમિનાથ ચતુષ્યદિકા નામની પ્રાચીન કૃતિ ચોપાઈના સંદર્ભમાં આધારભૂત ગણાય છે. ચતુષ્યદિકા શબ્દ ઉપરથી ચાર પદ-પંક્તિવાળી રચના એમ અર્થ થાય છે. રાસ રચના પછી દીર્ઘ કાવ્યો માટે ચોપાઈનો મોટા પ્રમાણમાં પ્રયોગ થયો છે. ૪૨. ચોપાઈ છંદ માત્રા ૧૫ ચરણ ચાર તાલ ૧, ૫, ૯, ૧૩મી માત્રાએ સ્વરૂપ દાદા દાદા દાદા ગાલ - ચંદ્રગચ્છિ દેવભદ્ર ઉવઝાય તિણિ ઉઠારી ઉકિયાસમુદાય, રયણાગરગચ્છિ ગુરૂ ગુણભૂરિ જગતિલક જયતિ લેહ સૂરિ. ૨૬ રણસિંહરિ મુનિવર પાટિ ઉદયવલ્લભસૂરિ તેહનાપાટિ, જ્ઞાનસાગરસૂરિ ગચ્છાધીશ જયવંત ભવિયાં પૂરાં જગીસ. ૨૭ મુનિવર વાચકશ્રી ઉદયધર્મ જાગિઉ આગમ શાસ્ત્રહમર્મ, તાસ પસાઈ ફલઈ કર્મ, જ્ઞાન રૂચિ ભણઈ મંગલ ધર્મ. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા મંગલકલસ તણી ચઉપય સંવત પનર પંચવીસ ઈહઈય, પઢઇ ગુણે સંભલઇ વિચાર તસ ઘરિ ઉચ્છવ જય જયકાર. ૨૯ મુનિવર વાચક ઉદયધર્મ જાણિ નવનચેતિ કરિ વખાણ, જાણે શાસ્ત્રની આગમ મર્મ તાસ પસાઈ રચીલ ઉપક્રમ. ન્યાય રવિ ભણિ મંગલધર્મ જે સાંભળતાં આવી શર્મ. ૩. છપ્પય-છપ્પા ૨. કવિ ઋષિ પ્રકાશ સિંહે સં. ૧૮૭૫ અષાઢ સુદ-૮ને દિવસે ગોંડલ નગરમાં બાવ્રતના છપ્પાની રચના છપ્પય-છપ્પા છંદમાં કરી છે. આરંભમાં પ્રથમ વ્રત પ્રાણાતિપાત છે તેના સંદર્ભમાં જીવદયા-અહિંસા પરમો ધર્મના વિચારો વ્યક્ત કર્યા છે. આદિ-જીવદયાનિત પાલિએ વ્રત પહેલું કહિએ, વળી સૂક્ષ્મ બાદર સર્વેને અભયદાન જ દઈએ. સાધારણ પ્રભુ (2) બહુ પાપ જ જાણો, એ અનંત કાયને ઓલખી તેહની દયા આણો. ઉથલો છે કાયની રક્ષા કરો કુટુંબ સર્વે છે આપણો, પ્રકાશ સંઘ કહે પાલજો તોય ઋતુ ડાયા પણ (7) અંત-અઢાર સો પંચોતરોની શુક્લ પક્ષે વલી, માસ અસાડિ સોભનો વલી અટ્ટમ દિવસે. સઝાઈ વિધિ સોભતી ધરિ મન ઉલાસે, કહે સેવક ભાવમું વલિ ગોંડલ વસે. હું વાંદીશ વ્રત શ્રાવકનાં ને સુધ સમકિત પાલશે, પ્રકાશસંઘ વાણી વંદે મોક્ષનાં સુખ માલશે. ૪. સવૈયા ૩A મધ્યકાલીન સમયમાં કેટલીક કાવ્ય રચનાને છંદના નામથી ઓળખવામાં આવે છે. આ પ્રકારની પદ્ધતિ પ્રાચીન કાવ્યોમાં જોવા મળે છે. માતૃકા ચઉપઈ (ચોપાઈ) તેના શીર્ષક ઉપરથી કાવ્યના છંદનો સંબંધ જાણવા મળે છે એટલે છંદ પ્રધાન કાવ્યો આ શૈલીમાં પ્રાપ્ત થાય છે. અત્રે નમૂનારૂપે “સવૈયા છંદની માહિતી અને કાવ્યનો સંક્ષિપ્ત પરિચય આપવામાં આવ્યો છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૫ ૨૯૫ સવૈયા ૩B ખરતરગચ્છના કવિ જિનહર્ષની ઉપદેશ છત્રીશી સવૈયાની રચના સં. ૧૭૧૩ની છે. હિન્દી ભાષામાં રચાયેલી આ કૃતિ સવૈયા છંદમાં છે. આદિસકલ સરૂપ અને પ્રભુના અનૂપ ભૂપ, પૂ છાયા માયા દૈન ઐન જગદીશ જૂ. પુન્ય હૈ ન પાપ હૈ ન સીત હૈ ન પાપ હૈ, જાપકે પ્રજ્ઞા પ્રકટે કરમ અતીમ. ગ્યાનકો અંગ જ પુજ સુખ વૃત કોનિ કુજ, અતીમય ચોતીસ અરૂ વિચન પૈતીસ. ઐસો જિનરાજ જિનદરખ પ્રણમિ ઉપદેશ કી, છતીસી કકું સવઈ અને છતીસ. ૧ અંત-ભાઈ ઉપદેશક છતીસી પરિપૂરણ, ચતુર નર હવે જે યાંકો મધ્ય રસ પીજ્યો. મેરી હૈ અલપ મણિ તીં ભી મૈંકી એ કવિત, કવિતા કે સેંકે જિન ગ્રંથ માનિ બીજીયો. સરસ કંદ વખાણ જોઉ અવસર અંણિ, દોઇ તેન યાર્ક ભેયા ચવૈયા કઈજીયો. કદિ જિનદરખ સવંત ગુણ શશી ભન, ઉની હૈ તુ સુણત આબાસિ મોડે છીયો. ૨. યોગી ચિદાનંદજીએ ઉપદેશાત્મક સવૈયાની રચના કરી છે તેમાં આત્મ સ્વરૂપને સ્પર્શતા શુદ્ધ અધ્યાત્મ માર્ગના વિચારો પ્રગટ થયા છે. “સવૈયા' છંદના પ્રયોગ વાળી આ કૃતિ કવિની આત્મસાધના અને જાગૃતિનું પ્રમાણ છે. આપકું આપ કરે ઉપદેશ ન્યું, આપકે આપ સુમારગ આણે. આપણું આપ કરે સ્થિર ધ્યાનમે, આપણું આપ સમાધિને ભાણે. આપકું આપ નિખાવો સ્વઆરો, ભોગનકી મમના નવિ ઠાણે. આપણું આપ સંમારભ યા વિધ, આપકો ભેદ નો આપ દિ જાણે. ૧. જૈન-ગૂર્જર કવિ ભા ૪-૮૪ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા સવૈયા છંદ માત્ર ૩૧ અથવા ૩૨ ચરણ ૪ યદિ ૧૬મી માત્રાએ તાલ ૧, ૫, ૯, ૧૩, ૧૭, ૨૧, ૨૫, ૨૦મી માત્રાએ સ્વરૂપ દાદા, દાદા, દાદા, દાદા, દાદા, દાદા, દાદા, ગાલ ૪૫. કવિતા લોંકા ગચ્છના કવિ દીપચંદે સુદર્શન શેઠ રાસ અથવા કવિત્ત નામની કૃતિ સં. ૧૮૩૬ પહેલાં રચી છે. કવિએ ૧૨૦ છપ્પામાં સુદર્શન શેઠનું ચરિત્ર વર્ણવ્યું છે. ૧૨૦ છપ્પાને અંતે કવિત્ત” શબ્દ પ્રયોગ થયો છે સુદરસન સંબંધ સુણે વાંચે ચિત સામે, તાંતણ કાતિકે પંચભર વિષય ન રાચે. સાતે રાચે સીલ નેહ છેડે પરનારી, શેઠ તણા ગુણ સુણીઇ ઇસી રામૈ ઇકતારી. ઇહ લોક સુજસ પસરેઈલા પરલોકે હુઇ પરમગતિ, આદરે સીલ પાલે અખંડ કહે એમ દીપો કવિત. ૫ કવિત એકાં ઘરિધન લાખ એક નિરઘન નિરધારા, એમેં ઘરિબહુ નારિ એકનર ફિર કુઆરા. એકાં આસણ તુરીય એક નર હડ પાલા, એક રૂપ સરૂપ એક નર કુચ્છિત કાલા. ઇમ બહુ લોય સુભમેં અસુભકીયા કર્મ ન ટર્લ કહી, મતદીયો દોસ કો દૈવર્ને સગતસિંહ બોલૈ સહી. કવિત્તએ વર્ણિક છંદ છે. તેના દરેક ચરણમાં ૩૧ વર્ણ હોય છે, ૧૬, ૧૫ વર્ણ પર યતિ આવે છે. અંતિમ વર્ણ ગુરુ હો. ૪૬. નેમિનાથ રેખતા ૬. ગુજરાતી ભાષામાં ગઝલો મોટી સંખ્યામાં રચાઈ છે. ગઝલના પ્રારંભ કાળમાં રેખતા છંદનો પ્રયોગ થતો હતો. ત્યાર પછી ગઝલમાં વિવિધ છંદોનો પ્રયોગ થયો છે. કવિ ગુરુદાસ ઋષિએ નેમિનાથ રેખતાની ૮ કડીમાં રચના કરી છે. સત્તરમી સદીના આ કવિએ જૈન સાહિત્યની ગઝલોના પ્રારંભ કાળનો ઐતિહાસિક સંબંધ દર્શાવ્યો છે. Page #316 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૫ શ્રી નેમિચરણ બંદ જિમ હોઇ મનિ આનંદ, મંગલ વિનોદપાવો જે નામ નિત ધ્યાવો. જિન્હ હિયÛ જિન વિરાજઇ તિન્હ સુખ કિલેસ ભાજð, યદુપતિ વર ગુણ ગાવો જિમ મુક્તિ સંગ પાવો. મુક્તિ સંગ જિઉ પાઇય ટલહિજુ સકલ કિલેસ, મદનમાન જિનિ ખંડિઉ ધ્યાવો સોઇ જિનેશ. શ્રી વંશ સાઘરવર દુર્ગાદાસ કલ્પતરવર, જિસુ નામિ લચ્છિ પાવઇ સવલોક પગસુ ધ્યાવઇ. ખિલત શિષ્ય જાણો સંજમિસુ જોતિ ભાણો, તસુ શિષ્ય ગુણસુગાવઇ જિમ સકલ સૌખ્ય પાવઇ. શ્રી નેમિશ્વર વંદયઇ લલાહીયઇ સુષ્ય અનંત, ઋષિ ગુરુદાસ ગુણ વિત્થરઇ જિઉ સુ હોઇ મહંત. (૮) ૪૭. ધમાલ ‘ધમાલ’નો શબ્દાર્થ વિચારીએ તો તોફાન, અવાજ, મુસલમાનોનું ધાર્મિક પ્રસંગે અગ્નિમાં ચાલવું છ માત્રાનો વિષય જાતિનો એક તાલ. ૨૯૭ ઉપરોક્ત શબ્દાર્થને આધારે ધમાલ'નો અર્થ તાલબદ્ધ ગીત ગાવાની પદ્ધતિ એમ નિષ્પન્ન થાય છે. મૂળ આફ્રિકાથી જૂનાગઢ અને ત્યાંથી ભરૂચ જિલ્લાના ઝઘડીયા પાસે બાવા ગોળ (આદિવાસીજાતિ) સ્થાન જયાં રહેલા મુસલમાનોનું જુસ્સા ભર્યું નૃત્ય છે. આ સંદર્ભ ઉપરથી ધમાલમાં તાલ બદ્ધ ગાવાની સાથે ઉત્સાહપૂર્વક નૃત્ય કરવાનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. કવિ કનક સોમની આર્દ્રકુમાર ચોપાઈ અથવા ધમાલ રચના સં. ૧૬૪૪ના પહેલા શ્રાવણ ૪૮ કડીની કૃતિ પ્રાપ્ત થાય છે. કાવ્યના આરંભ કે અંતમાં ક્યાંય ‘ધમાલ’ શબ્દ પ્રયોગ પ્રાપ્ત થતો નથી. આ કૃતિની રચના સૂયગડાંગસૂત્રને આધારે કરવામાં આવી છે. કવિએ અંતિમ પંક્તિમાં જણાવ્યું છે કે કનક સોમ આણંદ ભગવતિભરઇ ભણતાં સબ સુખકાર" પ્રાચીન કાળમાં ધમાલ'ને બદલે હમાલ શબ્દ પ્રયોગ થતો હતો. ‘ધમાલ’ ફાગુ કાવ્ય સમાન રચના છે. હોળીમાં ગવાતાં ગીતોમાં ‘ધમાલ’ એક રાગબદ્ધ ગીત છે. એટલે ધમાલ કાવ્ય ફાગુનું અનુસરણ કરે છે. આનંદ અને ઉલ્લાસથી ઉજવાતા પ્રસંગમાં આવાં ગીતો ગવાય છે તે દૃષ્ટિએ આર્દ્રકુમારના જીવનના પ્રસંગોનું નિરૂપણ જીવનનો સાત્વિક આનંદ વ્યક્ત કરે છે. ધમાલ એટલે ફાગણ માસના ઉત્સવમાં ગવાંતા હોરી ગીતોનો પ્રકાર. પ્રેમલા લચ્છી રાસમાં ધમાલનો દેશી તરીકે ઉલ્લેખ થયો છે. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા વસંત ધમાલ ચલો ચેતન જિનસે ખેલે હોરી સખીરી ખેલીએ માસવસંતા || ચલો સમકિત શુદ્ધ વસંતઋતુ પ્રગટી શ્રદ્ધા લઈ બનરાઈ / બલિ જાઊં છે વિનયાદિક બહુ ગુણશું મનોહર નિયમાદિક ભમર ગુંજાય ના સબ રંગ સુરંગ ગુલાલે ભરી ભરી ઝોરી સુરંગ | બલિ જાઊં છે સમતા પિચકારી સુખકારી ઉપશમ રસકે સર પ્રસંગ //રા શુક્લધ્યાન અબીર સમુન્જવલ ચિહું દિલ કીઓ વિરકાવ / બલિ જાઊં છે. શુદ્ધ નયાત્મક ઘેરીએ હો ઘેરત જિનવું શુભભાવ Will અનુભવ ગલીમેં ઘેરલીએ પ્રભુ ફગુવા શિવપદ દેતા બલિ જાઊં છે. વાઘજી મુનિ સેવક પ્રભુજી સે દિનદિનસવી સુખ લેત જો ૪૮. અધ્યાત્મસાર માલા શ્રાવક કવિ નેમિદાસે અધ્યાત્મસાર માલાની રચના સં. ૧૭૬૫માં કરી છે. તેમાં અધ્યાત્મ વિશેના મનનીય વિચારોનો સમાવેશ થયો છે. આદિ-સવિ ભવિજન એ ધ્યાન પામિને નુભવ સુધારો, જ્ઞાનવિલમ-ગુરૂવયણ ચિતમાંહે અવધારો. શ્રી શ્રીમાલીવંશ-રત્ન સમ રામજી નંદન, નેમિદાસ કહે વાણિ લલિત શિતલ જિમચંદન. સરરસ મુનિ વિઘુ વરસ તો માસ માઘવ તૃતિયાદિને, એ અધ્યાતમ સારમેં ભણ્યો ભાવ કરી શુભ મને. અંત-ઇમ ધ્યાનમાલા ગુણ વિશાલા ભવિક જન કંઠેઠવો, જિમ સહજ સમતા સરલતાનો સુખ અનુપમ ભોગવો. સંવત રસ>તુ મુનિ શશિ મિતમાસ ઉજ્વલ પખે, પંચમી દિવસે પિત લાહો લીલા જેમ સુખે. શ્રી જ્ઞાનવિમલ ગુરૂ કૃપા સહી, તસ વચન આધાર, ધ્યાનમાલા ઇમ રચીને મિદાસે વ્રતધારી. ૪૯. રાગમાલા કવિ દેવવિજયજીએ ભક્તામર સ્તોત્ર રાગ માલાની રચના (હિન્દી) સં. ૧૭૩૦માં કરી છે. દરેક ગાથામાં જુદા જુદા રાગનો પ્રયોગ થયો છે. રાગ-જયજયવંતી આદિ-ભક્ત-અમર-ગન પ્રણત મુગટમણિ, ઉલસત પ્રભાએ ન તાકું દૂતિદેત છે. ભ. ૧ Page #318 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૫ ૨૯૯ ભ. ૨ टं ه टं ه પાપતિમિર કરે સુકૃત સંચય કરે, જિનપદ જૂગવર નીકે પ્રનમેનુ હૈં. જૂગનિકી આદિ જતું પરત ભવજલ ભ્રાંતિ, જય જયવંત સંતુ તાકે સાચ સેતુહે. નાભિરાજ કે નંદ જગબંદ સુખકંદ, દેવ પ્રભુ ધરી આનંદ જિનંદ વંદેતુ હું. અંત-વિજયદેવરિંદ પટઘર વિજયસિંહ ગણધાર, સીસ ઇણિ પરિરંગનો બે દેવવિજય જયકાર. સતર સંવત ત્રીસ વરસે પોસ સુદિ સિતવાર, તેરસ દિન મરૂદેવીનંદન ગાયો સબ સુખકાર. તો નર ભદ્દી કે ભરતાર. ભ. ૬ ૫૦. મંજરી મંજરી એ વિષમવૃત્ત વર્ણમેળ છંદ છે કલિકા અથવા સમવૃત્ત છંદ પણ કહેવામાં આવે છે. આ છંદ અમૃતધારા નામથી ઓળખાય છે. પ્રથમ ચરણ ૧૦ લધુ, ૨ ગુરુ અક્ષરો બીજા ચરણમાં ૧૪ લઘુ, ૨ ગુરુ અક્ષરો ત્રીજું ચરણ ૧૮ લઘુ ૨ ગુરુ અક્ષરો ચોથું ચરણ ૬ લઘુ, ૨ ગુરુ અક્ષરો મંજરી-સમવૃત્ત વણમેળ છંદ છે. દરેક ચરણમાં સાત જગણા અને યગણ મળી ૨૪ વર્ણ હેય છે. અન્ય રીતે ૧૪ અક્ષરનો અક્ષર મેળ છંદ પણ કહેવાય છે. ખરતરગચ્છના આ. જિનચંદ્રસૂરિના શિષ્ય સમયરાજે સં. ૧૬૬રના મહા શુદિ-૧૦ને દિવસે ૨૭૮ કતમાં ધર્મ મંજરીની રચના કરી છે. તેની નમૂનારૂપ પંક્તિઓ નીચે પ્રમાણે છે. ભુજ રસ વિજાદેવી વચ્છરાં મધુ સુદિ દશમી પુષ્પારકવરૂ, ઈમ વરઇ વિક્રમનગરમંડણ રિષભદેવ જિસેસરૂ. સુપસાય ખરતર ગચ્છનાયક સકલ સુવિહિત સુખકરૂ, જુગ પવર શ્રી જિણચંદસૂરી સૂરિ સુસીસ પયંપએ. શ્રી સમયરાજ ઉવઝાય અવિચલ સુષ્મ સોહગ સંપએ. I૭૩ ઇમ જિનભાષિત મુલ સમકિત ધરમ સુરતરૂ મંજરી, અતિ સુગુણ સરસ સુગંધ સુભદલ સફલ અવિચલ સિવસિરી. Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા વિધકરીય અકબર સાહવર પ્રતિનોધ કારક સુહગુરૂ, જયવંત શ્રી જિનચંદ સુહગુરૂ જૈનસિંઘ સૂરીસરૂ. આદેશ લહિ કરી ધરમ ધરતાં સેય મંગલ સુષકરૂ. ૭૪ ૫૧. વસ્તુ વસ્તુએ માત્રા મેળ દ છે તેમાં ૪,૪,૪,૩ એમ ૧૫ માત્રા હોય છે. ૧,૫,૯, ૧૩ માત્રાએ તાલ આવે છે. તેને વિષમ જાતિ માત્રામેળ છંદ પણ કહેવામાં આવે છે. અન્ય ચારૂસેનાથી ઓળખાય છે. તેમાં નવપદ-૧૧૫ માત્રા અન્ય રીતે વિચારતાં તે સમવૃત્ત વર્ણમેળ છંદ છે. અતિજગતી છંદનો એક પ્રકાર છે. તેને વાસ્તુક છંદ કહેવામાં આવે છે. મ, ત, ૨, મ અને ૧ ગુરુ મળીને ૧૩ વર્ણ હોય છે. જંબુસ્વામી વસ્તુ (વસ્તુ છંદની રચના) આદિ-બુ દીવહ ભરહ ખિતંમિ, રાયગ્નિહુ વર નાયર ઉસમદતુ તહિ સિદ્ધિ નિવસઈ. તસુ ગેહિણિ ઘારિણિય તાસુ પુતુ બૂભણિજજઇ, ઉવરોહિણ સયણહ તણાઈ કુમરુ મનાવિ ઉજાવ. અદ કન્નવર રૂવ ઘર બખુ વરાવ તાવ, અંત-ઇત્ય ચિંતહિ રચોર સઇપંચ, વિષ્ણુ જમ્મુ અમ્મહ તણી વારવાર કુકમિ વટ્ટઇં. એહુ કુમર વરભોઅ પુણ, પરિહરેવિ ધમ્મણ વટ્ટઈ, નવ અહિયં પુણ પંચસય (૫૦૯) પડિબુદ્ધા નહિ ઠવિ. જંબુકુમર સંગમ લિપઇ દિપઈ સુ સોહમ્મસામિ, સુઅતુલ સંજમ ૨૫ વર ચારિત. વીરસીલ સંજમ સક્રિય દુહિય જીવ સંસારતારણ, કરુણામય મયરહર રોય-રોય નિચ્છઇ નિવારણ. જય જય ગણહર ધમ્મવર જય જય સિવસુલુસામિ, સયલ સંઘ દુરિયાઁ હર ગણહરુ જંબુઈ સામિ. પર. નિશાની મધ્યકાલીન કાવ્યપ્રકારોમાં પ્રાકૃત ભાષાના કેટલાક છંદોનો પ્રયોગ થયો છે. તે ઉપરથી કાવ્યોમાં છંદ વૈવિધ્ય નોંધપાત્ર બન્યું છે. ‘નિશાની અર્ધજાતિ માત્રામેળ છંદ છે, તેમાં પહેલા અને ત્રીજા પદમાં ૧૩ માત્રા, બીજાં અને ચોથા પદમાં ૧૦ માત્રા હોય છે. દરેક પદમાં ૧,૫,૯, માત્રાએ તાલ આવે છે. અન્ય રીતે વિચારતા તે સમવૃત્ત માત્રામેળ છંદ છે. તે “જગતી છંદનો એક પ્રકાર છે. તેના દરેક ચરણમાં ત્રણ મગણ અને Page #320 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૫ ૩૦૧ તગણ મળીને કુલ ૧૨ અક્ષર હોય છે. ગા ગા ગા તાથી લે નિશાની કહેવાય છે. આ પ્રકારની કૃતિ જિનકુશલસૂરિ “નિશાની”ની રચના ખતરગચ્છના કવિ ઉદયરત્નજીએ સં. ૧૮૭૪માં કરી છે. ૫૩. વચનિકા ‘વચનિકા' એ નામનો ચારણી રાગ છે તે રણસંગ્રામમાં ગવાય છે. તેમાં વીરતાનું વર્ણન કેન્દ્ર સ્થાને હોય છે. કવિ જ્ઞાનસારની સમુદ્રબદ્ધ વચનિકા કૃતિ સં. ૧૮૫૩ની આસપાસ રચાયેલી છે. તેમાં જયપુર નરેશ પ્રતાપસિંહના આશીર્વાદાત્મક ગુણોનું વર્ણન કેન્દ્ર સ્થાને છે. દષ્ટાંતરૂપે નીચેની પંક્તિઓ નોંધવામાં આવી છે. આદિ સારદ શ્રીધર સમર ઈષ્ટદેવ ગુરૂરાય, વર્ણન શ્રી પરતાપ કી કરિયું જુક્તિ બનાય. અંત-શ્રી સંકાણી દૌર કમલ મેં છિપગઈ. રવિ શશિ ઘેનું ભાજકિ નભમંડલ મહી, સિંઘ સકે વનવાસ જીય દેહી રહ્યો. શ્રી પ્રતાપસિંઘ જીપી સો યુગ ચિરયૌ. સંદર્ભ : ૧. જૈન ગૂર્જર કવિઓ ભા. ૧-૧૪૮ ૨. એજન ભા. ૬-૨૯૦ ૩. એજન ભા. ૪-૮૪ ૪. એજન ભા. પ-૧૮૬ પ. એજન ભા. ૬-૫૨૬ ૬. એજન ભા. ૩-૩૮૦ જૈન સાહિત્યની ગઝલો ૭. જૈન ગૂર્જર કવિઓ ભા. ૨-૧૪૯ ૮. ફાગણ કે દિન આર. પ-૧૧૮ ૯. જૈન ગૂર્જર કવિઓ ભા. ૧-૨૩૧ ૧૦. જૈન ગૂર્જર કવિઓ ભા. ૪-૨૫૭ ૧૧. જૈન ગૂર્જર કવિઓ ભા. ૩-૧૭ ૧૨. જૈન ગૂર્જર કવિઓ ભા. ૧-૪૧૫ ૧૩. જૈન ગૂર્જર કવિઓ ભા. ૬-૨૨૨ ૧૪. જૈન ગૂર્જર કવિઓ ભા. ૬-૨૮૦ Page #321 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૬ (સંખ્યામૂલક કાવ્ય પ્રકારો) સંખ્યામૂલક કાવ્યોનું શીર્ષક કાવ્યની કડીઓ (ગાથા)ને આધારે નિયત કરવામાં આવ્યું છે. આ પ્રકારની નાની મોટી ઘણી કૃતિઓ પ્રગટ થયેલ છે. મોટે ભાગે આ પ્રકારની કૃતિઓ સજઝાય સ્તવન અને આધ્યાત્મિક વિચારોને સ્પર્શતી છે. અત્રે વિશીબાવીશી ચોવીશી, પચ્ચીશી ઓગણત્રીશી, બગીશી, છત્રીશી બાવની અને બહોંતેરી નમૂનારૂપે પ્રગટ કરવામાં આવી છે. અધ્યાત્મ જ્ઞાનના વારસારૂપ આ કૃતિઓ માહિતી પ્રધાન છે. સાત ધ્વસનની સઝાય નયવિજયજી, આઠ દૃષ્ટિની સઝાય ઉપા. યશોવિજયજી આઠ મદની સક્ઝાય માનવિજયજી, દશ શ્રાવકની સઝાય કવિ પંડિત વીરવિજયજી, બાર ભાવનાની સજઝાય સકલચંદ્ર ઉપા., તેર કઠિયાની સજઝાય વિશુદ્ધ વિમલ અઠાર પાપ સ્થાનકની સઝાય જશવિજય. વગેરે સંખ્યામૂલક કાવ્યોની સૂચિ છે. ૧. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોની વિવિધતાનો વિચાર કરીએ તો તેમાં સંસ્કૃત-પ્રાકૃત અને અપભ્રંશ કાવ્ય પ્રકારોનો પ્રભાવ પડ્યો છે. મુનિ ભગવંતો સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના પ્રખર અભ્યાસી હોવાથી જ્ઞાનને સ્તવન સુલભ બનાવવા માટે સમકાલીન ગુજરાતી ભાષામાં કાવ્ય રચના કરી છે. સંસ્કૃતમાં અષ્ટક-શતક જેવી રચનાઓ સ્તોત્ર-સ્તુતિમૂલક તરીકે પ્રાપ્ત થાય છે. ગૌતમ સ્વામીનું અષ્ટક વિશેષ જાણીતું છે. કવિ બાણનું ચંડીશતક પ્રસિદ્ધ છે. “શતક' એ સંખ્યાવાચક શબ્દ છે. તે ઉપરથી આ પ્રકારની કાવ્યકૃતિમાં ૧૦૦ શ્લોકોનો સંચય હોય છે. અષ્ટકમાં આઠ શ્લોકો હોય છે મહામહોપાધ્યાય યશોવિજયજી ઉપા.ની સમાધિ શતક અને સમતા શતક કૃતિઓ આ સંજ્ઞાવાળી પ્રાપ્ત થાય છે. ૫૪. શ્રી જિનચન્દ્રસૂરિ અષ્ટક ૨. મુનિ પુણ્યસાગરજીએ જિનચન્દ્રસૂરિ અષ્ટકની રચનામાં પૂ. ગુરુવર્યનો જન્મ-દીક્ષા સ્વર્ગારોહણ તથા ગુરુપૂજા-ભક્તિનો મિતાક્ષરી પરિચય આવ્યા છે. આ અષ્ટક ગુરુ ભક્તિ Page #322 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૬ ૩૦૩ નિમિત્તે રચાયું છે અને ગુરુ કૃપાથી જીવનમાં મનોવાંછિત પૂર્ણ થાય એવી અપેક્ષા રાખવામાં આવી છે. શ્રીજિનદત્તસૂરિન્દ પય, શ્રીજિનચન્દમુણિન્દ, નય(૨)મણિ મંડિત ભાલ યસ, કુશલ કુમુદ વણચંદ. ૧ સંવત સિવ સત્તાણવયં, ભદ્ધમિ સુદિ જમ્મુ રસાલ તાત સુમાત જસ દેલ્હણ દેવિ સુધમ્મ. ૨ સંવત બાર તિરોત્તરય, ફાગુણ નવમિ વિશુદ્ધ, પંચ મહત્વય ભરિ ધરિય, બાલત્તણિ પડિબુદ્ધ. ૩ બારહ સઈ પંચોતરઈ એ, વૈશાખાહ સુદિ છદ્ધિ, થાપિઉ વિક્રમપુર નિયરિ, જિગદત્તસૂરિ સુપકિ. ૪ તેવિસઈ ભાદ્રવ કસિણિ, ચવદસિ સુહ પરિણામિ, સુરપુરિ પત્ત મુણિપવર, શ્રી જયણિપુર કામિ. ૫ સુહ ગુરુ પૂજા જહ કરઈ એ, નાસય તાસુ કિલસે, રોગ સોગ આરતિ ટલઇ એ, મિલઈ લચ્છિ સુવિશેષ. ૬ નામ મંત્ર જે મુખ જપઈ એ, મણ તણુ સુદ્ધિ તિસંગ, મનવંછિત સવિ તસુ હુવઈ, કારંભ અબંઝ. ૭ જાસુ સુજજુ જગિ ઝિમિર્ગ એ, ચંદુલ નિકલંક, પ્રભુ પ્રતાપ ગુણ વિખુરઈ, હરઈ ડમર અરિ સંક. ૮ ઈય શ્રીજિનચન્દ્રસૂરિ ગુરુ, થિણિઉ ગુણિ પુન, શ્રી “પુણ્યસાગર” વીનવઇ, સહગુરુ હોઉ સુપ્રસન્ન. ૯ ૫૪. અષ્ટપદી યશોવિજયજી ઉપા. આનંદઘનજીની સ્તુતિરૂપે અષ્ટપદીની રચના કરી છે. સંસ્કૃતમાં અષ્ટક સમાન ગુજરાતીમાં અષ્ટપદીની કૃતિ પ્રાપ્ત થાય છે તેમાં ૯ પદ છે. યશોવિજયજી ઉપા.ના સમકાલીન અધ્યાત્મયોગી મહાત્મા આનંદ ધનજી હતા. પૂ. અધ્યાત્મ યોગીના સમાગમથી યશોવિજયજી ઉપા. અધ્યાત્મ માર્ગમાં વિશેષ જ્ઞાતા થયા હતા. ત્યાર પછી ઉપા. મહારાજ અપૂર્વ આનંદોલ્લાસમાં આવીને આનંદઘનજીની સ્તુતિરૂપે અષ્ટપદીની રચના કરી હતી. અત્રે ૮મું પદ પ્રગટ કરવામાં આવ્યું છે. (૪-૨૨૯) અંત- રાગ કાનડોતાલ આનંદ ઘનકે સંક સુસહી મિલે જબ, તબ આનંદ સમ ભયો સુજસ. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા પારસ સંગ લોહામો ફરસત, કંચન હોત હી તાકે કસ-આનંદ. ખીરનીર જો મિલ હૈ રહે આનંદ, જસ સુમતિ સખી કે સંગ. ભયો છે એકરસભવઅપાઈ સુજસ વિલાસ. ભયે સિદ્ધ સ્વરૂપ લીયે ધસમસ.આનંદ. ૫૫. વીશી વર્તમાન કાળમાં મહાવિદેહ ક્ષેત્રમાં આ તીર્થકરો વિચરી રહ્યા છે. તે વીશ વિહરમાન જિન નામથી ઓળખાય છે. ભરતક્ષેત્રના વર્તમાન ચોવીશીના ૨૪ તીર્થકરોનો સ્તવનની રચના ચોવીશી નામથી પ્રાપ્ત થાય છે તેવી રીતે મહાવિદેહ ક્ષેત્રના વિશ વિહરમાન જિનનાં સ્તવનો વીશી અથવા વીશ વિહરમાન જિન સ્તવન નામથી રચાયાં છે. વીશી અંગેની નમૂનારૂપે માહિતી નીચે પ્રમાણે છે. અચલગચ્છના આ કલ્યાણસાગરસૂરિએ ૧૭મી સદીમાં વીશી (વીશ વિહરમાન જિનસ્તુતિની રચના કરી છે. આદિ-શ્રી સીમંધર સાંભલઉ એક મોરી અરદાસ, સુગુણ સોહાવા તુમવિના રમણી હોઈ છ માસો જીવન જગઘણી. અંત-કલ્યાણસાગર પ્રભુ સુરમિજી હરીય ફરી મુઝ મીટ પતું, ભુજંગ સ્વામિ ગીત. ૫. ખરતરગચ્છના જિનસગારસૂરિએ વશી (વીશ વિહરમાન જિન ગીત)ની રચના કરી છે. અંત- સુવિહિત ખરતરગચ્છપતીએ યુગવર જિનસિંઘસૂરિ, તાસુ સીસ ગુણસંસ્તવે શ્રી જિનસાગરસૂરિ. ૬. ૧૮મી સદીમાં ઉપા. વિનયવિજયજીએ વીશી (વીશ વિહરમાન જિન ભાસની રચના કરી છે. વિશી અથવા વીસ વિહરમાન જિન ભાસ, ૨૦ વિહરમાન જિન પર ૨૦ રૂ. કેદારો નયરી વિનીતા માંહી તુમ છો રાયા રે. કવિ દેવચંદ્ર ગણિ, મુનિ જિનવિજયજી, કવિ ન્યાયસાગર, કવિ દેવસાગરજીએ પણ વીશીની રચના કરી છે. આ રીતે વીશી રચનાઓ સ્તવન પ્રકારની છે જેમાં વીશ વિહરમાનની ભક્તિ ભાવપૂર્વક સ્તુતિ કરવામાં આવી છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૬ ૩૦૫ ૫૬. સ્થૂલિભદ્ર એકવીશો ૭. સ્થૂલિભદ્ર એકવીસો કવિ લાવણ્ય સમયે સંવત ૧૫૫૩માં બે છંદની એક કડી એવી એકવીસ કડીમાં કાવ્ય રચના કરી છે. પહેલી કડી દેશીની અને બીજી હરિહીત છંદની છે. સ્થૂલિભદ્ર મુનિ ગુરુની આજ્ઞાથી કોશાની ચિત્રશાળામાં ચાતુર્માસ રહીને લપ-જપ કરે છે. વેળા પોતાના હાવભાવ અને ચેષ્ટાઓ દ્વારા સ્થૂલિભદ્રને સંયમથી ચલિત કરવા માટે પ્રયત્નો કરે છે. પણ કોશાની વાણી-ચેષ્ટા નિષ્ફળ નીવડે છે આ વિષયવસ્તુને કેન્દ્રમાં રાખીને કાવ્ય રચના કરી છે. આ કાવ્ય “ફાગુ' પ્રકારનું છે એમ કહીએ તો ઉચિત લેખાશે. ભૌતિક સુખ સમૃદ્ધિ અને સાધનોથી છલકાતી ચિત્ર શાળામાં સ્થૂલિભદ્ર પોતાના સંયમ જીવનમાં સ્થિર રહે છે એ ઘટના સમગ્ર કાવ્યનું રહસ્ય ગણાય છે. નિત નવલા રે સરસ સવે આહાર , ચિત્ર સાલી રે ચાખે ચિતિ ચતુરા-રહઈ. એ તો કોશા રે નાટિક રગજરિયા લહું, પરિ પરગટ રે કવિજન તે કેતા કહું ? કવિ કહઈ કેતી-પરિજીતી લહઈ કોશા કામિની, પરિહતિ ચરણા ચીર ચોલી ભાવ-ભોલી ભામિની. કર ચડિ ખલકે નેલર રણકે પાય ધમકે ઘૂઘરી, ઝબઝલિ ઝબકે ઝુમણાં ને ખીટલી ખલકે ખરી. કોશાને સ્થૂલિભદ્ર પ્રત્યુત્તર આપતાં જણાય છે કે, એ તો તૃષા રે સાયર પરિતૃપ્તિ નહીં. એ તો જવીય રે સંધ્યા-રાગ જિસ્ લહીં, સુણિ સુંદરિ રે જોવણ જલ-બુબ્રુટ્સમો. ઈમ જાણિ રે આલિ કહો કિમ નિગમો ? કિમ નિગમું દિનડું આર્લિ માટે એણિ વાટે જગર્યો. રસ ભોગ કેરાં અતિ ભલેરાં ભોગવિથિરકુણ રહ્યો ? સંસાર પડીયો વિષય નડીયો જીવ જો ચેતે નહીં, આવીઓ ઠાળો ગયો ભૂલો ધરમ વિણનર-ભવલહીં. ૫૭. બાવીશી કવિ ખોડીદાસ સ્વામીએ સત્ય વીશીની રચના પૂજાજી સ્વામી ગુરુકૃપાથી રચી છે. બાવીશ કડીની આ રચનામાં સત્યવ્રતના મહિમા ગાવામાં આવ્યો છે. કવિના શબ્દો છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ટેક ન મૂકો રે ધરિયે ધર્મવિવેક કે સત્ય ન ચૂકો રે, સત્ય થકી સહુ જન સનમાને પ્યારા મારા ધ્યાન ધરેધરાÉિદો. રોમ વદન સુધારસ વરસે હિમ કરણજિમ ચંદો રે. રણગાં ઘર સંસારે ઘણા છે પ્યારા કોઈ ન સત્યને તોલે, કષ્ટ પડે કાયરતા નાણે બોલી વચન નવિ ડોલે રે. વસુ વસુધાપતિ વસુધા વદિતો પ્યારા, સત્યવાદી તેસ મેનો અસત્ય વચન ઉચ્ચાર ક્યાંથી. સાતમી પુઢવિયે પહોત્યોરે. સત્ય સરોવર સમતાં જળમાં પારા કેળી કરો મન ભાવે, આતપ અંતર નિર્મળ થાવે કર્મ મલીન મળ જાવે રે ટેક. ૫૮. ‘‘ચોવીશી’ ૧ ८ ૧૭ ૨૦ જૈન કાવ્ય પ્રકારોની સંખ્યામૂલક રચનામાં ચોવીશી રચના પ્રાચીન છે. સંસ્કૃતિમાં ‘ચતુર્વિંશતિસ્તવ’ રચનાને આધારે ચોવીશી રચનાનો પ્રયોગ થયો છે. ચોવીશી એવો વર્તમાન સમયના રૂષભદેવ શ્રીમાહવીરસ્વામી સુધીના ૨૪ તીર્થંકરોની સ્તવના સ્તુતિ ચોવીશી ત્રણ પ્રકારની ઉપલબ્ધ થાય છે. ચૈત્યવંદન-ચોવીશીમાં ૨૪ તીર્થંકરોનાં ચૈત્યવંદનની મિતાક્ષરી પરિચય કરાવતી રચનાઓ મળે છે જ્ઞાનવિમલસૂરિ, પદ્મવિજયજી અને પંડિત વીરવિજયજીની દેવવંદન રચનામાં આવાં ચૈત્યવંદન પ્રાપ્ત થાય છે. શ્રાવક કવિ મનસુખલાલે પણ ચૈત્યવંદન ચોવીશીની રચના કરી છે. સ્તવન ચોવીશીમાં પૂર્વકાલીન મુનિ કવિઓએ ભક્તિમાર્ગના વિકાસમાં આવી રચના કરીને પ્રભુનાં ગુણગાન ગાયાં છે આવી ચોવીશી ૧૬મી સદીથી પ્રાપ્ત થાય છે. આ ચોવીશી ત્રણ પ્રકારની છે. ૧. ભક્તિ પ્રધાન ચોવીશી પાર્શ્વચન્દ્રસૂરિ કવિ સમયસુંદર, યોગી, આનંદઘનજી ઉપા., યશોવિજયજી, માનવિજયજી અને જ્ઞાનવિમલસૂરિ, મોહનવિજયજી,હંસરત્નવિજયજી, ન્યાયસાગરજી, ઉદયરત્નજી, રામવિજયજી, કનકવિજયજી, જગજીવનજી. ૨. જ્ઞાનપ્રધાન ચોવીશી યોગી આનંદઘનજી, દેવચંદ્રજી, પદ્મવિજયજી, વિજયલક્ષ્મીસૂરિજીની પ્રાપ્ત થાય. ૩. ચરિત્રાત્મક ચોવીશી આ પ્રકારમાં તીર્થંકર ભગવાનના જીવન વિષયક પ્રસંગોને કેન્દ્રમાં રાખીને રચાઈ છે સત્તરમી સદીના અંતકાળમાં કવિ ભાવ વિજયજીકૃત ચોવીશી ઉપરોક્ત પ્રકારની છે. કેટલાક અપ્રગટ ચોવીશી ડૉ. અભયકુમાર દોશીએ પોતાના મહાનિબંધ (પી.એચ.ડી)માં સંશોધન કરીને પ્રગટ કરીને છે તેમાં ગુણચંદ્રગણિ, ઉત્તમવિજયજી, ધીરવિજયજી, પ્રેમમુનિ Page #326 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૬ સુમતિપ્રભસૂરિ, વાચક મુક્તિ સૌભાગ્યગણિનો સમાવેશ થાય છે. સ્તુતિ ચોવીશી ૨૪ તીર્થંકરોની ‘સ્તુતિ’ ‘થોય’ રચના પ્રાપ્ત થાય છે. કવિ લાવણ્યસમયની એક થાયની સ્તુતિ ઉપરાંત જ્ઞાનવિમલસૂરિ પદ્મવિજયજી અને પંડિત વીરવિજયજીની સ્તુતિઓ દેવવંદન માળામાંથી પ્રાપ્ત થાય છે. ભક્તિમાર્ગના વિકાસમાં આ પ્રકારની રચના જનજીવનમાં વિશેષ લોકપ્રિય બની છે. આવશ્યક ક્રિયા, વ્રત આરાધના અને તીર્થ યાત્રા દરમિયાન ઉપરોક્ત રચનાઓ મોટા પ્રમાણમાં ઉપયોગી નીવડી છે. ભાવધર્મની આરાધનામાં શુભ નિમિત્તરૂપ ચોવીશીની રચનાઓ જ્ઞાન અને ભક્તિ માર્ગનો સમન્વય સાધે છે. ૫૯. પચ્ચીશી તિલોક રૂષિએ કર્મ પચ્ચીશીની લાવણીની રચના સંવત ૧૯૨૧ના વૈશાખ વિદ છઠ્ઠના રોજ કરી છે. કવિએ સુગુરુ બડાહ ‘‘ઉપગારી રે” એ દેશીમાં લાવણી રચીને જૈન ધર્મના કર્મવાદથી દુ:ખ સહન કરનારા નર-નારીઓનો દૃષ્ટાંત દ્વારા મિતાક્ષરી ઉલ્લેખ કરીને અંતે જણાવ્યું છે કે (ગા. ૨૩ પા. ૬૩) મૃગાપુત્ર શકટ અભંગસેન ચિલાતી ચોર જાણ્યો, દુ:ખ અનંતા પાર્ય કર્મશું સૂત્રમેં વખાણ્યો. કેઈ તો કથા માંહે જહારી રે જિનચક્રી હરિહર ઇંદ્રાદિક, કોઇશું નહીં પ્યારી છોટા તો કીસીગિણતમાંઈરે ક. ૨૩ સંદર્ભ : જૈન સજ્ઝાય માલા. ભા. ૧-૬૧ ૫૯. અ. પચ્ચીશી રૂષિ રવિચંદજીએ સમાધિ પચ્ચીશીની રચના મેડતા નગરમાં સં. ૧૮૩૩ના ચાતુર્માસમાં કરી છે. માન ભવ પ્રાપ્ત થવો દુબલી છે ત્યારે મનુષ્યજન્મ મળ્યા પછી સમાધિ પ્રાપ્ત કરવા માટે પરોક્ષ રીતે ઉપદેશાત્મક વિચારો શારમોક્ત દૃષ્ટાંતોનો નામોલ્લેખ કરીને વ્યક્ત કર્યા છે. ‘દશ બોલ'થી સમાધિનું નિરૂપણ કર્યું છે. કવિના શબ્દો છે. અપુરવ જીવજિન ધર્મને પામ્યો જ્યારે કમિય રહી નહીં કાંય રે, લ્પવૃક્ષ તસ આંગણે ઉગ્યો મનવંછિત ફળપાયરે. પ્રાણી ચિત સમાધી હવે દશ બોલે. ૧ ૩૦૭ મૃગાપુત્ર મહાલમાં બેઠા મુનિવર મેઘકુમાર રે. IIII મલ્લિનાથ તણા છએ મંત્રી પામ્યો દેડકો સમકિત સાર રે. ॥ પ્ર.॥ પા સંદર્ભ : જૈન સજ્ઝાયમાળા ભા. ૨-૧૭૭ Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ૬૦. ઓગણત્રીશી કવિ ગુણસાગરે મન ઓગણત્રીશી સઝાયની રચનામાં મન મરકટ સમાન અસ્થિર, મેલું હોવાથી પાપનો બંધ થાય છે અને ભવભ્રમણ વૃદ્ધિ થાય છે માટે મનને સ્થિર કરી આરાધના કરવાથી મુક્તિ મળે છે. આ વિચારને અનુરૂપ કેટલાંક દૃષ્ટાંતો દ્વારા ઓગણત્રીશીની રચના જીવાત્માને નરભવ સફળ કરવા માટે બોધદાયક બને છે. ૨૬-૨૮ એ મન ચંચળ ચિહું દિશે ડોલતું ન ગણે કામ અકામ, ક્ષણ નરપતિનાં રે ક્ષણ સુરપતિ તણાં વછે સુખ અભિરામ. ૨ જો મન હેલ્થ રે અતિ ઘણું મોકળું જાણો કુંડરિક અણગાર, ચારિત્ર ખોંયરે સહસ વરસતણું પહોંત્યો નરકમઝાર. ૫ બહુ બહુ ભવનાંરે બહળાં સંચીયાં પોઢા પતક દેખ, શુદ્ધ મને જે તે ક્ષણમેં કરે એ જિન વચન વિશેષ જીવ. ૨ માથે ઘટ ધરી નટવી નાચતી વંશ ચઢતી રે જોય, બ્રાહ્ય પ્રકારે જનમન રીઝવે મનઘટ ઉપરે રે હોપજીવા. ૨૬ સાધુ સાધવી શ્રાવક શ્રાવિકા ચલવિત સંઘ ઉલ્લાસ, શુદ્ધ પ્રણામે રે વરતે તેહનો હું ભવ ભવનો રે દાસ જીવ. ૨૮ ૬૧. બત્રીસી કવિ વિદ્યાપ્રભસૂરિએ આત્મભાવના બત્રીશીની ૩૨ કડીમાં રચના કરી છે. તેમાં આત્મા પોતાના દુષ્કૃત અને પાપ કૃત્યોની નિંદા કરીને પ્રભુ ઉદ્ધાર કરે એવી ભાવના વ્યક્ત કરી છે. કવિએ દુહા પદબંધમાં રચના કરીને પ્રારંભમાં પાર્શ્વનાથ ભગવાનનું નામ સ્મરણ કર્યું છે. પાસ જિણેસર પયનમી, સમરી સરસતી માય, મુજ વિતક બોલઉં સહી, નિસુખોશ્રી જિનરાજ. માયા માંડી અતિ ઘણી ભામિ પાડ્યા લોક, આપ કાજ કીધઉં નહિ મેલ્યાં ઉપગરણ ફોક. મઈ સિદ્ધાન્ત ભણ્યા ઘણા પરરીઝવાની કામી, પણિ હોયડઉં ભેદિઉં નહિ સુણો સંપીસર સ્વામિ. ૧૧ સાધુ સાધુ પોકાર કરી શ્રાવક પડ્યા પાસ, પર નિદા કીધી ઘણી ધરમખરું મુજ પાસ. આચરણા આશા ભણી લોપીઉં મÚવદીવાદ, સુઘઉ નરગ ઉલવી માંડિલે મિથ્યાવાદ. Page #328 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૬ ૩૦૯ સ્વપ્નર સંચલ નહીં મનસી ચોરી કીધ, અણ નડ્યા અણ ઓલખ્યા પરનઈ આલજ દીધ. ૧૮ સ્વામિ મુઝમાંહી ગુણ નહિ દોષ તણી આઘાર, તોહિ માન ન મૂકીઉં એહવઉ મૂઢ ગમાર. ક્રોધ લોભ ન ઠંડીઉ ન ધરિઉ ઉપશમ રંગ, પાંચઈ આશ્રવ સેવીયાં મેં નિઈ હુઓ રચંગ. હવે સ્વામિ તું મુઝ મલિક ત્રિભુવન માંહિ ઇસહુ કરિવરગણ તસુ સિઉ કર જસુ વુલામણિ સીહ. ૨૯ વિનતડી તુઝ આગલિઈ સમરથ જાણી આજ, જઉ વાહર તું નવિ કરિ તુસહી પાંચ રાજ. (સંદર્ભ : જિતેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદોહ પાક૩૯૦) - ૬ર. છત્રીશી કવિ ચિદાનંદજીએ દુહામાં પરમાત્મા છત્રીશીની રચના કરીને પરમાત્માના સ્વરૂપનો પરિચય કરાવ્યો છે. કવિએ આરંભમાં આત્માના ત્રણ પ્રકારનો ઉલ્લેખ કરીને અન્ય દુહામાં પરમાત્મા પદ પ્રાપ્ત કરવા માટેનો ઉપાય દર્શાવ્યો છે. રાગ દ્વેષ કે નાસતે પરમાતમ પરકાસ, રાગ દ્વેષકે માસતે પરમાતમ પદનાસ. ૨૩ જો પરમાતમ પદ ચહે તો તું રાગનિવાર, દેખી સંજોગસામીકો અપને કિયે વિચાર. ૨૪ પરમાતમ છત્રીસીકો પઢિયો પ્રીતિસાર, ચિદાનંદ તુમ પ્રતિલિખી આતમ કે ઉદ્ધાર. ૩૬ કવિએ મુખ્યત્વે રાગ દ્વેષનો સર્વથા ત્યાગ થાય તો જ તપ-જપ સંયમ કે કોઈપણ પ્રકારની આરાધના વીતરાગ પદ પ્રાપ્ત કરાવે તેમ છે. આ વિચારને મહત્વનો ગણીને પરમાત્મ છત્રીશીની રચના થઈ છે. ૬૩. બાવની અધ્યાત્મયોગી કવિ ચિદાનંદજીએ અધ્યાત્મ બાવનીની દુહામાં રચના કરીને ત્રણ પ્રકારના આત્મા અંતરાત્મા, વહિરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ વર્ણવ્યું છે. સંખ્યામૂલક અન્ય રચનાઓ દેશીઓમાં સઝાયરૂપે રચાઈ છે. કવિચિદાનંદજીએ શુદ્ધ તત્ત્વજ્ઞાનયુક્ત અધ્યાત્મ બાવનીની રચના કરીને આત્મ સ્વરૂપનો પરિચય કરાવ્યો છે. આતમ સાખે ધર્મ એજ્યાં જનનું શું કામ જનમન રંજન ધર્મનું મૂલ ન એકસદામ. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા આત્માના પ્રકાર (ગા. ૧૪) તે આતમ ત્રિવિધા કહ્યો બાહિ જ અંતેરનામ, પરમાતમ તિહાં તિસરો સો અનંત ગુણધામ. ૧૪ પુગલ સે રાતો રહે જાને એહ નિશાન, તસ લોભે લોભે રહ્યો બહિતતમ અભિધાન. ૧૫ અંતરાત્મા પુદ્ગલ ભાવ રૂચિ નહિ તાપ રહે ઉદાસ, સો આતમ અંતર લહે પરમાનંદ પ્રકાશ. ૧૮ શુદ્ધાતમ ભાવે રહ્યો પ્રગટે નિર્મલ જ્યોત, સહજ ભાવથી સંપજે ઓરતે વચન વિલાસ. ૨૯ પરમાત્મા સ્વરૂ ગા. ૪૫ નામાતમ બહિરાતમા સ્થાપના કારણ તેહ, સો અંત દ્રવ્યાતમા પરમાતમાગુણ ગેહ. ૪૫ પરમાત્મા થવાનો રાજ માર્ગ દર્શાવતાં કવિ કહે છે કે જ્ઞાન વૃક્ષ સેવો ભવિક ચારિત્ર સમકિત મૂલ, અમર અગમ પદ ફલ હો જિનવર પદ અનુકૂલ. પર A કવિત્ત બાવની સજજનની વિરલતા ઘણા કરે અહંકાર, ઘણા મન મચ્છર રાખું, ઘણા કપટ કેલર્વે, ઘણા અવિચાર્યો ભાખું; ઘણા નીચ સંગતિ, ઘણા નર હઠી હરામી, ઘણા આપ સ્વારથી, ઘણા ક્રોધી ને કોમી; નિલજ, નિખર, નિગુણા ઘણા, કાગ તણી પરિ જિહાં તિહાં, જિનહરષ હંસ જિમ થોડલા, સજન દિસેં કિહાં કિહાં. ૨૧ ઈન્દ્રિયોનું સંયમન નયણ વયણ વશિ કરે, કરે વશિ ઇન્દ્રી ચંચલ, કામ ક્રોધ વશિ કરે, કરે પશિ લોભ પરિઘલ; મન મરકટ વશિ કરે, કરે વસ વિષય વિકારી, નિજ આતમ વસિ કરે, કરેં વસિ રસના ભારી. Page #330 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૬ ૩૧૧ રાગ ને દ્વેષ અરી જીપ, જે મોહ માયણ રસ રાખિજે; જિનહરષ ત્રિજગતના વસીકરણ, મુગતિ-વધુ રસ ચાખિજે. ૨૨ ભાગ્ય વિના પુરુષાર્થની નિરર્થકતા ચરણે ભુઈ ગાહતો, દેશ પરદેસ ફરતો; જલ સાયર લંઘતો, કામિ કેઈ કર્મો કરતો, ચિત્ત ચાલા ગુંથંતો, કુબુદ્ધિ માંન માંહિ ધરતો; કરતો સઉદાસુત, રહેં દિન રાતિ ભમતો, ધઠ કાજિ કરેં ધંધા ઘણા, કપટ હઈઆ માંહિ ધાવતો, જિનહરખ કહે ધન કિહાં થકી, જો ભાગ્ય વિના ન મિલેં ઇતો. ૨૨ ૬૪. સત્તાવની પાર્શ્વચન્દ્ર ગચ્છના કવિ રૂપચંદજીએ કેવલ સત્તાવનીની રચના સં. ૧૮૦૧માં કરી હતી. પ્રસ્તુત કૃતિમાં કેવળજ્ઞાનનું વર્ણન કરવામાં આવ્યું છે. સંવર તત્ત્વના પ૭ ભેદ છે તેની ભાવના ભાવવાથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. “સંવર ભાવે કેવલી” એમ કહેવાય છે તે યથાર્થ છે અષ્ટ પ્રવચન માતા ૨૨ પરિષહ ૧૦ યતિધર્મ, ૧૨ ભાવના અને પાંચ ચારિત્ર આ રીતે ૫૭ ભેદ છે. નવતત્ત્વપ્રકરણમાં આ અંગે વિશેષ માહિતી છે. A કેવલ સત્તાવની આદિ-કાર પૂરણ બ્રહ્મ પદારથ સકલ પદાર્થ કે સિર સ્વામી. વ્યાપક વિશ્વપ્રકાશ સુમંતર જ્યોતિ સર્વ ઘટ અંતરજામી; સિદ્ધ એહી ગુરુ ગોવિદ હે અરૂ શિષ્ય એહી પર છાંડી અકામી, આપુ અકર્તા પુન્યતા ભોગતા તાહિ વિલોકનમેં કેવલ નામિ. ૧ અંત- લિંગ અખંડિત સમુતિ સંત કતાબંર સાકાર સિદ્ધિ સહાઈ, પાસ શશિ સૂર સો દીપક તાહિક જોત અનૂપચંદ કહાઈ. તાહીકો અંસ બ્રહ્મરૂપ સંવેગી અરિહા ધ્યાન કરે મનલાઈ, પંચ લઘુ અક્ષરે સિદ્ધ હું કારજ કેવલ સાધ સરૂપએ ભાઈ. ટ્વભાવ અસાર હવૈ જન સીઝ આગમ સાર સમયકો સારા, ત્રિપદી ભેદ અભેદ સમાવૈઈ પરમાતમપદ પાવૈ ધારા. ચાલી જાય શિવ મગ્નકે સંમુખ નિરવિકલ્પ નિરૂપધિ તારા, વિમલા રસરૂપે સિદ્ધિ પ્રગટે કેવલસાદિ અનંત આચાર. સંવત સૈજુ અષ્ટાદશજાની ઉપર એકોતર વરસે વચી, માસ સુઉજજવલ માઘ સુપાંચ તાદિન વસંત રિતુ શુભ મચી. દરસ પરસ હવો જબની આદજિન છબિં સાસિતસચી, વારસુભા મરિષ(ચં?) રેવતી શુભયોગે કેવલ સતાવની રચી. ૫૭ Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા કાશી દેસ નયરી જાત્રા જુ આયે વૃષભ જિન કરી, ભાવ શું ભેટ્યો સિદ્ધાચલ તીરથ કર્મ કઠોરમિટીભવફરી. જૈ જગ પંડિત ભાવારથ વિચારપઢે તિનકું ચંદન મેરી, પૂરણ કૃપા હવે સતગુરુકી કેવલસંપતિ આવાહિ નેરી. ૫૮ (સંદર્ભઃ જૈન ગૂર્જર કવિઓ ભા. ૬-૮) ૬૫. બહોતેરી શ્રી સાર પાઠકે રત્નહર્ષગણિ ગુરુકૃપાથી ગર્ભ બહોતેરીની રચનામાં ગર્ભસ્થ જીવની સ્થિતી અને અને ગર્ભાવસ્થામાં જીવાત્માનો વિકાસ અને નવમાસ પૂર્ણ થયા પછી જન્મ થવો. દશ દષ્ટાંતે દુર્લભ મનુષ્યજન્મ મળ્યા પછી જિનધર્મ આરાધવો જોઈએ. ગર્ભ બહોતેરીની રચનાનો આધાર તંદુલ વ્યાપી પદ્યભાષામાં છે એમ જણાવ્યું છે. નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે છે. ઉતપતિ જોજો આપની મન માંહી વિમાસ, ગરભાવશે જીવડો વસિયો નવમાસ. ઉતપતિ || ૧ | નારી તણી નાભી તળે જિનવચને જોય, કુલતણી જિમ નાળીકા તેમાં નાડી છે દોષ. | ઉતપતિ ૨ || આઠમે માસે નીપળ્યું એમ સફળ શરીર, ઊંધ શિર વેદને સહે જંપે જિન વીર. || ઉતપતિ || ૨૭ II ઊંધે મુખ ગુડા હિયે સહે તો બહુ પીડા, દષ્ટિ આગળ બિજું હાથ શું રહે મૂઠી ભીડ. || ઉતપતિ | ૩૪ | નરવિણ વસ્ત્ર જળાદિકે ઉપજે ચોથાન, અથવા બિહુ નારી મળ્યાં કહ્યાં ગર્ભ નિધાન. || ઉતપતિ . ૩૫ II જન્મની પછીની દશ-દશ વર્ષની અવસ્થા વિશે કવિ જણાવે છે કે પહોત્યો દશ કે પાંચમે મનમાં સસનેહ, બેટા બેટી ને પોતરાં પરણાવે તેહ. || G || પર છે છઠે દશકે પ્રાણીયો લળી પરવશ થાય, જરા આવી જોબન ગયું તૃષ્ણા તોય ન જાય. || પ૩ || આવ્યો દશ કે સાતમે હવે પ્રાણી તેહ, બળ ભાંગ્યું સેઢો થયો નારી ના ઘરે નેહ. 3 || ૫૪ || Page #332 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૬ ૩૧૩ જીવાત્માને બોધાત્મક વિચારો ઉપયોગી છે તે અંગે કવિના શબ્દો છે. ગા. ૬૦-૬૧-૬૨ દશ દષ્ટાંતે દોહિલો લહી નરભવ સાર, શ્રી જિનધર્મ સમાચરે તે પામે ભવપાર. || ઉ. || ૬૦ || તરૂણપણે જે તપ મળે પાળે નિર્મળ શીળ, તે સંસાર તરી કરી લો અવિચળ લીલ. || ઉ. | ૬૧ | કોટી રતન કવટી માટે કાંઈ ગમે રે સંસાર, ધર્મ વિના એ જીવને નહીં કોઈ આધાર. || ઉ. ૬૨ // આ ગર્ભબહોતેરી જૈન દર્શનમાં જીવાત્માના જન્મ અને ગર્ભાવસ્થાનો બાયોલોજી વિજ્ઞાનના સંદર્ભમાં ચિત્રાત્મક પરિચય કરાવે છે. કેવળી ભગવંતે પોતાના દિવ્યજ્ઞાનથી આ જગતના જડ અને ચેતન પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એનાં વચનોનો આ રચનામાં સમાવેશ થયો છે. ૬૬. પ્રત્યાખ્યાન ચતુઃસપ્તતિકા ૧૬. પાર્શ્વચન્દ્ર ગચ્છના કવિ સમરચંદે પ્રત્યાખ્યાન ચતુઃસપ્તતિલકાની રચના ૭૪ કડીમાં કરીને વિધિપૂર્વક પ્રત્યાખ્યાન કરવા વિશેની માહિતી આપી છે તેમાં વિવિધ પ્રકારનાં પચ્ચખાણ અને તેના લાભ વિશેની માહિતી રહેલી છે. નમૂનારૂપ પંક્તિઓ નીચે પ્રમાણે છે. આદિ-વીર જિર્ણદિઈ ભાખિલજી આવશ્યક સુયબંધ, છહ અધ્યયનિઈ સંજુઉજી ચલવિત સંઘ સંબંધિ. અંત- હો ભવિયણ કરિ વઉ અહનિશિકલિ, જિણિ સૂટ કર્મ વિશાલ હો. સમરસિંઘ ઇમ વીનવઈ શ્રી પારસચંદ ગુરૂ સીસ, પચ્ચખાણ વિધિરૂઉ કરી ભવિ પણ ફલઈ જગીસ. ૬૭. સામ્ય શતક ૧૭. સામ્ય શતકની રચના કવિ સિંહસૂરિએ સંસ્કૃત ભાષામાં કરી છે નમૂનારૂપે ગુજરાતીમાં અનુવાદરૂપે સામ્ય શતકના વિચારો પ્રગટ કરવામાં આવ્યા છે. મને સમભાવમાં જે કઈ થોડો પણ લય પ્રગટ થયો તે, લયને જલદીથી વચનમાં મૂકવા મારી બુદ્ધિ પ્રયત્ન કરે છે. (૭) આપાચેય ઇન્દ્રિયોના વિયોગમાં રાગ અને દ્વેષનો ત્યાગ કરીને, પ્રવૃતિ કરવી તે ઔદાસીન્ય કહેવાય છે અને તે ઔદાસીન્ય. અમૃત-મોક્ષ માટે રસાંજનરૂપ ઔષધિ છે. (૯). Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા જ્યાં સુધી પ્રાણીઓને મોહના હેતુભૂત સંસારની વાસના, જાગતી હોય છે. ત્યાં સુધી નિર્મમતા માટેની રુચિ ક્યાંથી પ્રગટે. (૨૯). હે મન? કારણને અનુરૂપ કાર્ય હોય છે. એ વાતનો તું નિશ્ચય, રાખ તેથી આ અનાયાસ-કષ્ટ વિનાની ક્ષમા ક્લેશ વગરના. સુખને ઉત્પન્ન કરે છે. (એમ જાણ) (૩૭) વક્રગતિને ધારણ કરતી અને બહારથી કોમલતાને, દર્શાવતી સાપણની માફક આ માયા નિરંતર જગતને ડસ્યા કરે છે. (૪૫). દુઃખે કરીને વશ કરી શકાય તેવા મનને પ્રથમ જીતવાથી, જ પછી ઈન્દ્રિયો સુખથી જીતી શકાય છે અને તે મનને. તત્ત્વના વિચારથી જીતવું જોઈએ એમ મને લાગે છે. (૭૦) સમાધિ શતક સમાધિ શતકને બીજું નામ સમાધિ તંત્ર-દુહા આપવામાં આવ્યું છે. જૈન ધર્મના ઉત્તમ ગ્રંથોના સંદર્ભમાં ૧૦૦ દુહાનો અનુવાદ સમાધિ શતકમાં છે. આદિ-સમરી ભગવતિ ભારતી પ્રણમી જિન જંગ બધુ કેવલ આતમ બોધકો કરશું સરસ પ્રબંધ. અંત-જ્ઞાન વિમાન ચારિત્ર પવિ નંદન સહજ સમાધ, મુનિ સુરગતિ સમતા શચિ રંગે રમે અગાધ. કવિ જશવિજર્યો એ રો દોધિક શતકપ્રમાણ, એહ ભાવ જો મનધરે સૌ પાર્વે કલ્યાણ. કવિએ સમતા શતકમાં સમતાનો મહિમા ગાયો છે. આત્મસિદ્ધિ માટે મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે સમતા ગુણ અનિવાર્ય છે સાધુ જીવન સમતાનું ઉત્તમોત્તમ ઉદાહરણ છે અહો અહો સાધુજી સમતા દરિયા. કવિએ દોહા પદવંધમાં આ શતકની રચના કરી. આદિ-સમતા ગંગા મગનતા ઉદાસીનતા જાત, ચિદાનંદ જયવંત હો કેવલ ભાનુ પ્રભાત. અંત-બહુત ગ્રંથ નય દેખિકે મહાપુરુષકૃત સાર, વિજસિંહસૂરી કિઓ સમતાશતકો હાર. ૧૦૩ ભાવત જાકું તત્ત્વ મન હો સમતા રસલીન, યૂ પ્રગટે તુઝ સહજ સુખ અનુભવ ગમ્ય બહીન. ૧૦૪ Page #334 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૬ કવિ યશવિજય શું શીખએ આપ આપĖ દેત, સામ્યશતક ઉદ્ધારકાર હેમવિજયમુનિકેત. સમતા શતક ૧૮ યશોવિજયજી ઉપા.ની વૈવિધ્યપૂર્ણ કાવ્ય સૃષ્ટિમાં આત્માના કલ્યાણ માટે અનન્ય પ્રેરક અને પોષક વિચારોનું ભાથું રાખતા શતકમાંથી પ્રાપ્ત થાય છે. અત્રે દૃષ્ટાંતરૂપ કૃતિઓ અભ્યાસ માટે નોંધવામાં આવી છે. સમતાથી સાધનાના વિચારો આત્મ વિકાસમાં શુભ નિમિત્ત બને છે. A સમતા શતક ચિદાનંદ વિદ્યુકી કલા અમૃત બીજ અનપાય, જાને કેવલ અનુભવી કિનહી કહી ન જાય. આત્મિક આનંદરૂપી ચન્દ્રમાની કલાએ અમૃતનું (મોક્ષનું) બીજ છે તે કલા કદી નાશ પામતી નથી અને તે કલાનો જે આનંદ છે. તે તો કેવલ અનુભવી જ જાણે છે તે કોઈની આગળ કહી બતાવતી નથી. મમતા થિર સુખ શાકિની નિરમમતા સુખ મૂલ, મમતા શિવ પ્રતિકૂલ હૈ નિરમમતા અનુકૂલ. ૩૧૫ મમતા એ સ્થિર સુખનો નાશ કરવા માટે શાકિની તુલ્ય છે. જ્યારે નિર્મમતાએ સ્થિર સુખનું મૂલ છે. મમતા તે મોક્ષ માર્ગથી પ્રતિકૂલ છે જ્યારે નિર્મમતાતે અનુકૂલ છે. કરે મૂઢમતિ પુરુષકું શ્રુત ભી મદભય રોષ, જ્યું રોગીકું ખીર ધૃત સંનિપાતકો પોષ. ૧૦૫ (પાન ૨૧૯) જેમ રોગી માણસને ખીર અને ઘી સંનિપાત વધારવા માટે થાય છે તેમ મૂઢ બુદ્ધિવાળા પુરુષને શ્રુત (જ્ઞાન) પણ મદભય અને રોષની વૃદ્ધિ કરનારું થાય છે. ટાળે દાહ તૃષા કરે ગાલે મમતા પંક, લહરી ભાવ વિરાગકી તાકો ભો નિસંક. વિરાગ ભાવ (રૂપી જલ)ની લહેર (ક્રોધરૂપી) દાહને ટાળે છે. (વિષયરૂપી) તૃષાને દૂર કરે છે. અને મમતારૂપી કાદવને સાફ કરે છે. તેથી શંકારહિત પણે તેનું સેવન કરો. રાગભુજંગમ વિષહરન ધારો મંત્રવિવેક, ભવવન મૂલ છેટું વિલસે યાકી ટેક. રાગ રૂપી સર્પનું વિષ દૂર કરવા માટે વિવેકરૂપી મંત્રને મનમાં ધારો એ વિવેક સંસારરૂપી વનનું મૂલ છેદી નાખવા માટે સમર્થ છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા અપ્રમાદ પવિ દંડથિ કરી મોહ ચકચૂર, શાની આતમપદ લહૈ ચિદાનંદ ભરપૂર. જ્ઞાની પુરુષ પ્રમાદ ત્યાગરૂપ વજીદંડથી મોહને ચકચૂર કરી નાખી જ્ઞાન અને આનંદથી ભરપૂર એવા આત્મપદને (મોક્ષને) પ્રાપ્ત કરે છે. વિથ ત્યજિ સૌસબ ત્યજિ પાતક દોષ વિતાન, જલધિ તરત નવિક્યું તરેડ તટિની ગંગ સમન. પાપો અને દોષોનો વિસ્તાર કરનાર વિષયોને જે ત્યજે છે તે બધું જ ત્યજી શકે છે. જે માણસ સમુદ્રને તરી જાય તે ગંગા જેવી નદીઓને કેમ ન તરે. સંદર્ભ : સંખ્યામૂલક કાવ્યો ૧. જૈન ગૂર્જર કવિઓ ભા-૪ ૨૧૮-૨૧૯ ૨. મણિ જિન પા. ૩૦ ૩. જૈન ગૂર્જર કવિઓ ભા-૪ ૨૨૯ ૪. જૈન ગૂર્જર કવિઓ ભા-૧ ૨૬૯ ૫. જૈન ગૂર્જર કવિઓ ભા-૩ ૧૮૭ ૬. જૈન ગૂર્જર કવિઓ ભા-૪ ૧૯ ૭. ગુજ-સાહિત્ય પા. ૨૯૦-૨૯૧ ૮. જૈન સઝાય ભા.-૨ ૧૦૨ ૯. ચોવીશી સ્વરૂપ પા. ૨પથી પ૫ દેવવંદનમાળા પા. ૧૧૯ જિનેન્દ્ર સ્ત સંદોહ ૧૦. જૈન સજઝાય ભા.-૧ ૬૧ ૧૧. જૈન સજઝાય ભા.-૨ ૧૭૭ ૧૨. જૈન સજઝાય ભા.-૧ ૯૧ ૧૩. ચિદાનંદજી કૃત પદ્યાવળી પા. ૬૮ ૧૪. ચિદાનંદજી કૃત પદ્યાવળી પા. ૪૫ ૧૫. જૈન સઝાય ભા.-૨ ૧૯૫ ૧૬. જૈન ગૂર્જર કવિઓ ભા.-૧ ૩૪૫ ૧૭. સૌમ્ય શતક ૧૮. સમતા શતક Page #336 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૭ પ્રકીર્ણ કાવ્યપ્રકારો સમ્યજ્ઞાનએ વિશ્વનું અમૂલ્ય ધન છે. તેની સરખામણી આ જગતના કોઈ દુન્યવી પદાર્થ સાથે થઈ શકે નહિ. સમ્યજ્ઞાન મુક્તિ-મોક્ષ અપાવનાર છે જ્યારે આધુનિક જ્ઞાન રાગદ્વેષ-મોહ આદિથી ભવભ્રમણ વૃદ્ધિ કરનારું છે. એટલે અસત્ શાન છોડીને સત્તાન સમ્યજ્ઞાન ધર્મ આત્મજ્ઞાનની ઉપાસના કરવી જોઈએ. ૧. પારણું રૂષભદેવ સ્વામીનું પારણું વર્તમાન ચોવીશીના પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ ભગવાને છે માસના ઉપવાસ કર્યા પછી “પારણા' માટે ભિક્ષા વહોરવા નીકળ્યા પણ યુગલીઓને જ્ઞાન ન હતું કે પ્રભુને કઈ વસ્તુ વહોરાવવી. આ રીતે ફરતાં ફરતાં બારમાસ વીતી ગયા. પ્રભુના અંતરાય કર્મનો ક્ષય થયો અને શ્રેયાંસ કુમારે જાતિ સ્મરણ જ્ઞાનથી જાણીને પ્રભુને ઈશુરસથી પારણું કરાવ્યું. આ પ્રસંગને કેન્દ્રમાં રાખીને “પારણું' નામની કૃતિ રચાઈ છે. કવિ સાગરચંદે સં. ૧૮૯૧માં રૂષભદેવ સ્વામીનું પારણું અને કવિ માણેકવિજય રૂષભદેવ જિનનું પારણું'ની રચના કરી છે. ભિક્ષા માટે વિચરતા ભગવાનનો ઉલ્લેખ કરતી પંક્તિઓ જોઈએ તો. થાળ ભર્યો સગમોતીડે ઘુમર ગોતડી ગાય, વીરા વચને રે ઘણું કરે તેલે નહિ લગાર પ્રથમ. llel વિનિતા નગરીમાં વેગશું ફરતા શ્રી જિનરાય, શેરીયે શેરીયે રે જો ફરે આપે નહિ કોઈ આહાર પ્રથમ. Iણા કર્મસત્તા બળવાન છે તે માટે સીતા અને હરિશ્ચંદ્રનો ઉલ્લેખ કરી કવિ જણાવે છે કે, કેવળીને પણ કર્મ ઉદયમાં આવે તો ભોગવવું પડે છે. કર્મ તો કેવળીને નડ્યાં મુક્યા લોહી જ થામ, કર્મથી ન્યારા રે જેહુવા પહોંચ્યા શિવપુર ઢામ પ્રથમ. I૧૦ના ભિક્ષા માટે બારમાસી વિચર્યા પછી કર્મનો અંતરાય દૂર થયો અને પારણું કર્યું કવિના Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા શબ્દો છે. શ્રી શ્રેયાંસ નરેસ૩ બેઠા ચોબારા બહાર, પ્રભુજીને ફરતા રે નીરખીયા વહોરવે નહીં કોઈ આહાર. /૧૪ શ્રી શ્રેયાંસ નરેસરૂ મોકલ્યા સેવકસાર, પ્રભુજી પધારો રે પ્રેમશું છે સુઝતો આહાર પ્રથમ. (૧૫) સો દશ ઘડી ત્યાં લાવીયા શેરડી રસનો રે આહાર, પ્રભુજીને વહોરાવે પ્રેમશું વહોરવે ઉતમ ભાવ પ્રથમ. /૧ell સંદર્ભ : જિન-ગુણ મંજરી પા. ૨૩૯-૨૪૦ ૨. નેમનાથનો ચોક જૈન સાહિત્યની એક વિશિષ્ટતા છે કે તેમનાથ વિશે લગભગ દરેક કાવ્ય પ્રકારમાં નાની-મોટી કૃતિઓ પ્રાપ્ત થાય છે. નેમનાથની ચુંદડી, નેમનાથનો ચોક જેવી રચનાઓ દ્વારા કવિઓએ નેમરાજુલની જુગલ-જોડીના અમર સ્નેહની ગુણ ગાથા ગાઈ છે. કેટલાક શબ્દ પ્રયોગોમાં શબ્દાર્થ નહિ પણ કૃતિને આધારે લક્ષ્માર્થ નિયમ કરીને તેનો પરિચય આપવામાં આવ્યો છે. તેમનાથને “ચોક'માં ચોક શબ્દ વિશે નીચેની માહિતી મળે છે. ચોક” ગામ કે નગરનો મુખ્ય માર્ગ ચાર રસ્તાવાળી જગા. ચોક એક પ્રકારની ગાવાની રીત-શૈલી. - ચોક એટલે લાવણી કાવ્યમાં આવતી એક કવિતા. તેમાં ચાર કે આઠ કડીની રચના હેય છે, ટૂંકમાં ચોક એટલે ગેય કાવ્ય રચના એમ સ્પષ્ટ સમજાય છે. લાવણીમાં ટેક હોય છે ૧ કડી અસ્તાઈની ૨-૩ કડી અંતરાની ૩-૪ ઝુલની છેલ્લી વાળવાની એમ ટેક રચના હોય છે. અત્રે કવિ અમૃત વિમળકૃત નેમનાથનો ચોક પ્રગટ કરવામાં આવ્યો છે અને તેની મહત્વની વિગતો નોંધવામાં આવી છે. કવિ એ કાવ્યના આરંભમાં નેમનાથના લગ્નના પ્રસંગનું નિરૂપણ કર્યું છે. તેમનાથની જાન આવશે એવી રાજુલ પક્ષની સખીઓ અને સ્નેહીઓ સુમધુર કલ્પના દ્વારા આનંદ વિભોર બની ગયાં છે. બીજી. ઢાળમાં નેમજીના આગમન પ્રસંગે પશુઓના પોકાર સાંભળીને જીવદયા ચિંતવીને તોરણથી રથ પાછો ફેરવીને ગઢ-ગિરનાર પહોંચી સહસાવનમાં નેમકુમાર સંયમ સ્વીકારે છે. આ પ્રસંગે રાજુલ મૂછ પામી વિરહાવસ્થાની અનુભૂતિ કરે છે શૃંગાર રસની અનેરી સૃષ્ટિમાંથી પશુઓના પોકારનું નિમિત્ત કરુણ રસની સૃષ્ટિમાં અનેરું પરિવર્તન થાય છે. ત્રીજી ઢાળમાં રાજુલા ચિત્તની સ્થિતિનો ઉલ્લેખ કરીને રાજુલ સંયમ સ્વીકારે છે તેની માહિતી આપી છે. રાજુલ કહે છે કે તમે મને એકલી મૂકીને ચાલ્યા ગયા. પણ હું તમને છોડવાની નથી. હું તમારા પંથે આવું Page #338 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૭ ૩૧૯ છું. રાજુલનું હૃદય પરિવર્તન હૃદય સ્પર્શી અને આકર્ષક પ્રસંગ છે. નમૂનારૂપે પંક્તિઓ જોઈએ તો તેમાં કાવ્યની ગેયતાને અનુરૂપ પ્રસંગોચિત મધુર પદાવલીઓ ચોકની રસિકતામાં વૃદ્ધિ કરે હું વાટ જોઉં આવોને નેમ અલબેલા ખીણ ખીણ પલપલ પ્રીતમ નીરખે, હાંરે મારે હરખ ન માયે મનમાં. હાં. ૧ પશુઆ પોકાર સુણી નેમ દયાળ, હાં રે એ તો છોડ્યા બંધન તત્કલ. હાં. II તોરણથી રથ પાછો વાળી. હાં રે ચાલ્યા રૈવતગિરિની જાળમાં હાં. ૪ સ્વામીનો મને વિરહો તે ઘણું જુએ છે, એમ રાજુલ સખીઓને કહે છે. સ્વામી. ૧૫. ત્રણ ભુવનનો નાથ કહાવે, હાં રે કંઈ નિર્બળ થઈ શું બીએ છે. સ્વામી. મંઝા તમે મૂકો પણ હું નવિ મૂકું, હાં રે એમ કહી જઈ સંયમ લીએ છે. સ્વામી. IIણા રાજુલ નેમકુમારને ઉપાલંભ આપતાં જણાવે છે કે રૂષભાદિક પરણી સુખ વિલસે, હાં રે પછી થયા છે સંયમ ધારી. સાહેલી. જા રાજુલ કંઈ ઓલંભા દેતી, હાં રે નેમ પાસે સંયમ લવ લેતી. સાહેલી. IIણા દંપતી કેવળ શિવ વરીયા, હાં રે એમ અમૃત વિમળ એમ સુખદરીયા સાહેલી. પેટા જૈન સાહિત્ય લગભગ બધી જ કૃતિઓના અંતમાં જે તે પાત્ર સંયમ સ્વીકારીને મુક્તિ સુખની પ્રાપ્તિ કરે છે એવી સર્વ સામાન્ય ઉલ્લેખ થયો છે. નેમનાથનો ચોક' એટલે નેમ-રાજુલની જુગલ જોડીનો અવિચલપદ પામવાના પ્રસંગનું ભાવવાહી નિરૂપણ અને મોક્ષ પુરુષાર્થની સાધનાનો અનુભવ સિદ્ધ રાજમાર્ગનું ભવ્યાત્માઓને દિગ્દર્શન કરાવે તેવી ઉત્તમ કાવ્ય રચના. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ૩. રાજુલનો વીંઝણો વીંઝણોનો શબ્દાર્થ પંખો, હવા નાખવાનું એક સાધન, અહીં રાજુલનો વીંઝણોનો અર્થ રાજુલના વિરહને શાંત કરવા માટેની પદ્ય રચના. અર્થ સમજવાનો છે. વિરહનો તાપ-ગરમી શાંત થાય તેવી કાવ્ય રચના. રાજુલનો વીંઝણોએ નેમ-રાજુલની જોડીના જીવનનો મિતાક્ષરી પરિચય કરાવે છે. તેનો આરંભ ઊનાળાની ગરમીના દિવસથી થયો છે વાસ્તવિક રીતે ગરમીના સંદર્ભમાં નેમકુમારે રાજુલનો ત્યાગ કર્યો તે વિરહનો પ્રસંગ ઊનાળાની ગરમીનું પ્રતીક છે. કવિ અમરવિજયની આ કૃતિ નેમનાથની વૈવિધ્યપૂર્ણ કૃતિઓમાં નવી ભાત પાડે છે. રાજુલનો વીંઝણો આવ્યા ઉનાલાના દહાડા કે રાજુલ બેની વિંફાણીયો શું ન લાવી કે રે, રાજુલ બેની વિંજણીયો શું ન લાવીકે મારા નેમને ઢોલવા થાય કે પ્રભુજીના ચરણે શિવનમાવીકે રાજુલ બેની વીંઝણીયો શું ન લાવી. ॥૧॥ રાજુલ કહે સુણો સૈયર મોરી વિકાણીયો શાકારણ લાવું, સ્વામી મુકી ગયા ગિરનારે કે સંસાર છોડી મુનિવર થાવું કે. ૨ા ચંદ્રા કહે સુણો રાજુલવાલા સરલસ્વામી ન હોય કાલા, તે કારણ સ્વામીને તજીએ કે બીજો વર મનમાં મજીએ કે. IIII રાજુલ કહે બોલો બોલમ જુઠા શ્યામ વસ્તુમાં ગુણ છે મોટા, એ તો ત્રણ ભુવનનો સ્વામી કે હું તો પૂરવ પુછ્યું પામી કે. ॥૪॥ જિનજી એ જીવદયા મન આણી રથડો ફેરી ચાલ્યા પાપ જાણી, પશુડાં ઉગારી દાનદીધાં કુંવારે મનવંછિત ફલ લીધાં કે. પા માત કહે સુણ પુત્ર સુજાણ કે તું તો અનંતગુણ ભગવાન, મારી આશ પૂરો એકવાર કે કન્યા પરણીને વાન વધારકે. ૬॥ પુત્ર કહે સુણો માત હમારી પરણું નહિ હું માનવ નારી, સંયમ નારી મેં મનમાં ધારી મુજને લાગે અતિ ઘણીપ્પા૨ીકે. IIII રાજુલ કહે સુણો સૈયર મારી હું તો નવભવકેરી નારી, એને બીજો કોઈ મનમાં ધારી કે જાણી શિવવધુ ઘણીપ્પારીકે. ॥૮॥ જિનજીએ દાન સંવત્સરી દીધું ભવિ પ્રાણીનું કારજસીધું, લેઇ જાન જાદવજી પાછા વળિયા કે કેવલપામી શિવસુખ વરીયા કે. "લા રાજુલ દાન પુન્ય નિત્ય કરતી નેમનું ધ્યાન હૃદયમાં ધરતી, સંયમ લઇ ગિરનારે ચઢ્યાં કે અષ્ટ કર્મના તોડ્યાં ઇડયા. ||૧૦|| Page #340 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૭ ૩૨૧ જગમાં ધન્ય ધન્ય એહ નરનારી હુઆ જન્મ થકી બ્રહ્મચારી, થયા દંપતિએ વ્રતધારી કે પામ્યા શિવ પદવી સુખકારીકે. ૧૧ાા એવો વિજ્ઞાણીયો જે કોઈ ગાશે તસ ઘર મનવાંછિત થાશે કે, અમરવિજયગુરુ એણી પેરે બોલે નહિ મારાનેમ રાજુલની તોલે કે. /૧૨ ૪. મહાવીર પ્રભુનો ચુડો ચુડો સૌભાગ્યના પ્રતીક સમાન છે. કવિ પદ્મવિજયજીએ ચંદનબાળાના સંદર્ભથી ચુડાની રચના દ્વારા એમ જણાવ્યું છે કે ચંદનબાળાએ પ્રભુના નામનો ચૂડો પહેર્યો છે. પ્રભુ મહાવીર મારા સ્વામીનાથ છે મને જ્ઞાનની લ્હાણી આપી છે અને ભગવાનની પ્રથમ સાધ્વી બની છું કવિએ મૃગાવતીનો પણ દૃષ્ટાંતરૂપે ઉલ્લેખ કર્યો છે. કવિની ચુડાની કલ્પનાથી નૂતન સ્તવન રચાયું છે. મહાવીર પ્રભુનો ચુડો (રાગ-ઓલી ચંદનવાળાને બારણે) તારા મુખડા ઉપર જાઉં વારી રે, વીર મારાં મન માન્યા, બારા દર્શનની બલિહારી રે, વીર મુકી બાકુળા માટે આવ્યા રે. વીર. (૧) મને હેત ધરી બોલાવ્યા રે, પાયે કીધી ઝાંઝણની ઝણ રે, વીર. માથે કીધી મુગટની વેણ રે, વીર. પ્રભુ શાસનનો એક રૂડો રે, વીર. મેં તો પહેર્યો તારા નામનો ચૂડો રે. વીર. (૨) એ ચૂડો સદાકાળ છાજે રે વીર. મારે માથે વીર ઘણી ગાજે રે. વીર. મને આપી જ્ઞાનની દેબી રે, વીર. પહેલા થયા ચંદનબાળા એબી રે વીર. (૩) એને ઓઘો મુદપતિ આલ્યા રે વીર. નિંદા મહાવીર વિચરતા આવ્યા રે વીર. મને આથી જ્ઞાનની દેબી રે, વીર. બીજા થયાં મૃગાવતી ચેતી રે. વીર. (૪) નિદા દેશના અમૃત ધારા રે વીર. ભવિ જીવને કીધો ઉપકાર રે, વીરા ચંદ્ર સૂર્ય મૂળ વિમાને આવ્યા રે. વીર. ચંદનબાળા ઉપાશ્રયે આવ્યા રે વીર. (૫) ચંદ સૂર્ય સ્વસ્થાને જાય રે, વીર. મૃગાવતી ઉપાશ્રયે આવ્યા રે, વીર. ગુરૂણીજી બાર ઉઘાડો રે વીર. ગુરૂણીએ કીધો તાડો રે. વીર. (૬) ગુરૂણીને ખમાવવા લાગ્યા રે, વીર. કેવળ પામ્યા ને કર્મ ભાગ્યા રે, વીર. એણે આવતાં સર્પને દીઠો રે, વીર. ગુરૂણીજીનો હાથ ઊંચો લીધો રે વીર. (૭) ગુણીજી ઝબકીને જાગ્યારે વીર, સાધ્વીને પૂછવા લાગ્યા રે વીર. તને એ શું કેવળ થાય રે, વીર. ગુણીજી તમારે પસાય રે, વીર. (૮) Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ચંદનબાળા ચેલીને ખમાવ્યારે, વીર. નિંદા ખામતાં તે કેવળ પામ્યા રે, વીર. ગુરૂણી ને ચેલી મોક્ષ પામ્યા રે, વીર. તેમ પદ્મવિજયજી ગુણ ગાયા રે વીર. (૯) સંદર્ભ : (જિનગુણમંજરી) પા. ૩૩૬ ૫. ચુંદડી ‘ચુંદડી' એ સંસારી જીવનમાં સૌભાગ્યના પ્રતીક તરીકે પ્રસિદ્ધ છે. લગ્નજીવનની સફળતા અને સમૃદ્ધિમાં ચુંદડી ઓઢવાનો પ્રસંગ અપૂર્વ હર્ષોલ્લાસથી ઉજવાય છે. આત્માના શાશ્વત સુખ માટે સંયમ જીવનનો રાજમાર્ગ સુપ્રસિદ્ધ છે. સંયમ જીવનમાં પાંચ મહાવ્રત છે તેમાં ચોથું બ્રહ્મચર્યવ્રત વ્રતોમાં શિરોમણિ છે. આ માટે શિયળ શબ્દ તેના પર્યાય તરીકે પ્રચલિત છે. કવિ શીલ વિજયે ૧૧ કડીની આ સઝાયમાં પૂર્વકાલીન દૃષ્ટાંતોનો ઉલ્લેખ કરીને શીયળ પાળવાનો અનુરોધ કરતો કેન્દ્રવર્તી વિચાર પ્રગટ કર્યો છે. વિષયવાસનાનો ત્યાગ કરીને બ્રમચર્યવ્રત પાલનથી આત્મા મુક્તિમાર્ગનો ભોક્તા બને છે શીયળની ચુંદડી એ મુક્તિનું પ્રતીક છે. આરંભના શબ્દો છે. રે જીવ વિષય નિવારીએ, નારી શિરસો નેહો રે, મુંજમૃણાલ તણી પરે, ફાટક દેખાય છેહોરે. ॥૧॥ કવિએ સ્ત્રી ચરિત્રનાં ઉદાહરણ આપવીને શીયળ પાળવાનો બોધાત્મક વિચાર વ્યક્ત ર્યો છે. ઉદા. જોઈએ તો જનમ લગે જે વાલહી, સૂરિકતાનારો રે, કંઠે ડસ્યો અંગુઠળ, મારવા નિજ ભરતારો રે, રે જીવ. III દીપશીખા દેખી કરી. રૂપે મોહ્યો પતંગો રે, સોના કારણ લોભીયો, હોમે આપનો અંગો રે, ॥ રેજીવ ॥લા અંતે કવિ જણાવે છે કે ‘‘શીયલ સુરંગી ચૂનડી, તે સેવો નિશદિશોરે.” શીયલની ચુંદડી રે જીવ વિષય નિવારીએ નારી ઉપર શો નેહોરે, મુંજ મૃગાલ તણીપરે ફાટક દેખાય છેહો રે જીવ. ॥૧॥ ષટ્ ખંડ કેરો રાજીયો આપતણો અંગ જોતો રે, ચૂલણી ચૂકી મારવા અવર કહું કિસી વાતો રે જીવ. II૨।। Page #342 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૭ ૩૨૩ જન્મ લગે જે વહાલી સૂરીકાંતા નારો રે, કંઠે ડસ્પો અંગુઠડો માર્યો નિજ ભરતારો રે જીવ. ૩ ચંદ્રવદની મૃગલોચની ચાલતી ગજગેલી રે, રૂપે દિસે રુપડી પણ તે વિષની વેલી રે જીવ. III વિષયારસ વિષ વેલડી શેલડી સેવો ચંગો રે, પંડિત જનને ભોલવે ક્ષણમાં માંગો મંગો રે જીવ. //પા નારી વિષયવિણાસીઓ દશમાં કંધર દશવિષો રે, રાજરમણી હારી કરી નરક પડ્યો નિશદિશો રે જીવ. IIell એક ઇંદ્રિય પરવશપણે બંધન પામે જીવો રે, મયગલ મોહ્યો હાથણી બંધ પડ્યો કરે રીવો રે જીવ. કા. મધુકર મોહ્યો માલતી લેવા પરિમલ પૂરી રે, કમલ બિંડતે માંડી રહ્યો જન આથમીયો સૂરો રે. જીવ. ૫૮ દીપ શિખા દેવી કરી રૂપે મહ્યો પતંગો રે, સોનાકારણ લોભીયો હોમે આપણો અંગો રે જીવ. લા નાદવિનોદ વિધીયો હરણ હણ્યો નિજ બાણો રે, રસના ફરસે માછલો બાંધ્યો ધીવર જાલો રે જીવ. ll૧૦ના પંડિત શિયલ વિજય તણો શિષ્યદિયે આશિષો રે, શીયલ સુરંગી ચુંદડી તે સેવો નિશદિનો રે રે. જીવ. ૧૧ સંદર્ભ : જૈન-સજઝાય ભા. ૧, પા. નં. ૧૨૬ ચારિત્ર ચૂડી કવિ સમયસુંદરની વિરાટ અને વૈવિધ્યપૂર્ણ ગીત સૃષ્ટિમાં વિષયોની નવીનતા ધ્યાન ખેંચે લેવી છે. કવિએ ચારિત્ર ચૂનડીના ગીતની રચના કરીને ચૂંડી પ્રકારની કૃતિઓ પ્રાપ્ત થઈ છે તેમાં નવીનતાનો પરિચય થાય છે નેમનાથ ભગવાને રાજુલને ચારિત્ર ચુંદડી આત્માનું સૌભાગ્યપણું પ્રાપ્ત કરાવ્યું છે તે વિચાર મહત્વના છે. ઓઢાડીને ચારિત્ર ચૂડી તીન ગુપતિ તાણો તયો રે વીણો રે વરાયો ગુણ છંદ રે, રંગ લાગો વૈરાગનો રે વિષ મેં વયો વારિતવંદ. ૧૫ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ 'જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા લાખીખી ચૂતડી રે લાલ મોલવિ સખિ કેતા મૂલ, ચૂનડી ચિતમાની અમૂલ મૂને નેમ ઉઢાડી રે. ll અવિહડ રંગ એ ચુંદડી રે જલ જાલ વિચ મેં સંતિ, સમયસુન્દર કહઈ સેવતાં રે ખરી પૂગી રાજુલ ખંતિ. રાા (કુસુમાંજલિ પા. ૧૩૦) ૬. “ફૂલડાં ફૂલડાં' એટલે છાશ લાવવાનું ફૂલના આકારનું સાધન કાવ્ય ગાતા ગાતા તેવો આકાર થાય એમ અર્થ થાય છે. વજસ્વામીનાં ફૂલડાં ગીત ગાતાં બહેનો તેવો આકાર બનાવે છે. એમ અર્થઘટન કરવામાં આવે છે. કાવ્ય રચના નીચે પ્રમાણે છે. વજસ્વામીનાં ફૂલડાં “ફૂલડાં' સંજ્ઞાવાળી એક કૃતિ કવિ પંડિત વીરવિજયજીની પ્રાપ્ત થાય છે. આ કાવ્ય હરિયાળી પ્રકારનું છે. અત્રે અર્થ સહિત પ્રગટ કરવામાં આવ્યું છે. કવિએ ફૂલરૂપ હાલરડાંનો ઉલ્લેખ કરીને વજસ્વામીના ઉજ્જવળ ભવિષ્યની આગાહી કરી છે. શ્રાવિકા ઉપાશ્રયમાં વજસ્વામીને પારણામાં ઝુલાવે છે અને હાલરડાં ગાઈને ભવિષ્યની શુભ ભાવના વ્યક્ત કરે છે. હરિયાળી-વજસ્વામીનાં ફૂલડાં - સખીરે મેં કૌતિક દીઠું-વજસ્વામી છ માસના આશરે હતા તે વારે સુનંદાએ ધનગિરિ સાધુને આપ્યા. તે સાધ્વીના ઉપાશ્રયે પાલણે સુવારીને શ્રાવિકાઓ હીંચોળતી થકી હાલરડાં ગાતી માંહોમાંહે સખીઓને કહે છે કે, હે સખી ! મેં કોતક દીઠું. સાધુ સરોવર ઝીલતા-સ્નાન વજર્યું છે તો પણ મુનિ સમતા જળ ભરેલા ઉપશમ સરોવરમાં ઝીલે છે. સ. નાકે રૂપ નિહાલતારે-તપસ્યાએ કરી સંભિન્ન શ્રોતાદિક લબ્ધિઓ ઉપજી છે તેવા મુનિ તે આંખ મીચી હોય ને નાશિકાએ કરી નેત્રનું કામ કરે રૂપાદિક જુવે. સ. લોચનથી રસ જાણતા રે-નેત્રે કરી રસેન્દ્રીનું કામ કરે એટલે દીઠા થકી-મીઠો-ખાટો રસ માલમ પડે. એકેંદ્રિય પાંચે ઈંદ્રીનું કામ કરે. પુનઃ પાંચ ઇંદ્રીનું જ્ઞાન થાય. સ. મુનિવર નારીસું રમશે. ગા. ૧-વિરતિરૂપી જે નારી તે સાથે મુનિરાજ સદૈવ નિરંતર રમે છે. સ. નારી હીંચોળે કંથને-સમતા સુંદરી તે નારી પોતાનો આત્મરૂપી જે ભર્તાર તેને ધ્યાનરૂપ હીંચોળે બેસારીને હીંચોળે છે. સ. કંથ ઘણા એક નારીનેરે-તૃષ્ણારૂપીણી જે સ્ત્રી તેણે જગતના સર્વ જીવને ભર્તારરૂપે કર્યા છે સર્વને પરણી છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૭ ૩૨૫ સ. સદા યોવન નારી તે રહેરે-વળી મોટું કૌતુક છે કે તૃષ્ણા નારીને પરણેલા અનેક સંસારી જીવો મૃત્યુ પામ્યા પણ તે સ્ત્રી સદા યોવનવન્તી છે. કદાપિ વૃદ્ધ પણું પામે જ નહીં. સ. વેશ્યા વિલુધા કેવલીરે. ગા. ૨-મુક્તિ રૂપીણી સ્ત્રી અનંત સિદ્ધ ભોગવી માટે વેશ્યા તે સાથે કેવલજ્ઞાની લુબ્ધ થયા તે જીવો ફરી સંસારમાં આવતા નથી. સ. આંખ વિના દેખે ઘણું રે-કેવલજ્ઞાનીને દ્રવ્યન્દ્રિયનું પ્રયોજન નથી તે માટે આંખ તે નેત્ર, તેણે જોયા વિના પણ દેખે છે. જ્ઞાન નેત્રે કરી જગતને દેખે છે. સ. રથ બેઠા મુનિવર ચલેરે-અઢાર હજાર સીલાંગ રથ તેમાં બેઠા થકા મુનિરાજ મુક્તિ માર્ગ ભણી ચાલે છે. સ. હાથ જલે હાથી ડુબીઓ-અર્ધ પુદ્ગલ માંહે સંસાર તે હાથ જલ સંસાર કહીએ, તે જીવઉપશમ શ્રેણે ચઢતો થકો સરાગ સંજયે પડતો કદાચિત મિથ્યાત્વ પામે તે મુનિયો હાથી સરિખા હાથ જલે ડબ્બા જાણવા. સ. કુતરીએ કેશરી હણ્યોરે ગા. ૩- નિંદ્રારૂપી કુતરીએ ચૌદ પૂર્વધર સરીખા કેશરી સિંહને હણ્યા એટલે પ્રમાદ યોગ્યે ચૌદ પૂર્વધર સંસારમાં ભમે છે. સ. તરશ્યો પાણી નહિ પિએરે-સંસારી જીવ આનદિ કાળથી તરશ્યો છે, તેને ગુરુ વાણીરૂપ અમૃત પાણી પાય છે પણ પીતો નથી. સ. પગ વિહુણો મારગ ચલેરે-શ્રાવક તથા સાધુનો ધર્મ એ બે પગ માંહેલો એકે પગ સાજો નથી અને આત્મા પરભાવના માર્ગે ચાલે છે તે બહુ દુઃખને પામે છે. સ. નારી નપુંસક ભોગવેરે-મન નપુંસક છે ચેતનારૂપી સ્ત્રીને ભોગવે એટલે મન સહચારી ચેતના યથા ઇચ્છાએ વિષયાદિકને વિલસે છે. સ. અંબાડી પર ઉપ૨ ll૪-ભવાભિનંદી દુર્ભવ્ય અથવા અભવ્ય અથવા અરોચક કૃષ્ણ પક્ષીઆ મનુષ્યને ગર્દભ કહીએ તેને ચારિત્ર દેવું તેને ગધેડા ઉપર અંબાડી જાણવી. સ. નર એક નિત્યે ઉભો રહેરે-સદેવ એક પુરુષ ઊભો જ છે, તે કેમકે ચૌદ રાજ લોકરૂપ એક નર છે તે મધ્યે જે કહ્યા અને કહેશે તે સર્વે ભાવ છે. એવા લોક પંચાસ્તિકાય મળે ઉર્ધ્વ, અધોતીછયથોકતાગમ પ્રમણે પણ તે પુરુષ આકાર છે. જેમ પુરુષ પગ બે પહોળા કરી કેડે બે હાથ કાપી ઊભો રહે તે આકારે જાણવો. સ. બેઠો નથી નવી બેસશેર-શાશ્વતો લોક છે તે પુરુષ ઊભો તે આકારે છે માટે લોક પ્રકાશમાં પુરુષ કહી બોલાવે છે તે બેઠો નથી તેમ બેસશે નહિ. સ. અર્ધ ગગન વચે તે રહેરે-ઉર્ધ્વ અધોતિર્થો એમ ચોફેર અલોક છે મધ્ય લોક છે માટે અનંતપ્રદેશ આકાશ તે વચ્ચે અધર લોક રહ્યો છે. સ. માંકડે માઝને ઘેરીરે પો-વહેવારીઆ ભવ્ય જીવ મનુષ્ય દેવ તિર્યંચાદિ ગતિ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા પામ્યા થકા રહે છે તે માઝન કહિએ તેને કંદર્પ રૂપ માંકડે સંસારમાં ઘેરી રાખ્યા છે, મુક્તિ જાવા દે નહીં. સ. ઉંદરે મેરૂ હલાવીઓરે-પંચ મહાવ્રતના ધારણહાર મુનિરાજ છે તે કદાચિત, સંજવલનને ઉદયે અતિચારરૂપ ઉંદર જો લાગે તો પંચમહાવ્રતરૂપ મેરૂ હાલે અને સંજવલન કપાયોદય રૂપ ઉંદર તે ઉત્તર ગુણ વિરાધે. સ. સુરજ અજવાળું નવિ કરેરે-એકેન્દ્રિયાદિક પંચેન્દ્રિયાવત સંસારી જીવને તિરોહિત ભાવે કેવલજ્ઞાન છે. પણ આવિર્ભાવ થયા વિના આત્મામાં અજવાળું કરતું નથી. કેવલ તે સૂર્ય. સ. લઘુ બંધવ બત્રીસ ગયા-એમ અજ્ઞાનમાં, સંસારમાં રહેતાં વય રૂપ બળતાની પામ્યું, વળી જીભ પછી જગ્યા, એવા જે બત્રીસ દાંત તે નાનાભાઈ. બત્રીસ પ્રથમજ ગયા. - સ. શોક ઘટે નહિ બેનડી દી-બત્રીસ ભાઈ ગયા તો પણ મોટી બેન જે જીભ તે વૈરાગ્ય પામી નહીં, આહારાદિક લાલચ થઈ પણ લવલવ ને લપલપ ઘટી નહિં, એટલે ચેતનને જરા આવી પણ ચેતતો નથી. સ. સામલો હંસ મેં દેખીઓ-સમકિત વિના આત્મારૂપી જે હંસને કાળો જ કહીએ અથવા કૃષ્ણ પરિણામે ચેતનરૂપ જે હંસ તે કાળો જ દીસે છે. સ. કાટ વલ્યો કંચનગીરીરે-અઢી દ્વીપમાં એક હજાર કંચન ગીરિ છે તેવા નિર્મળ આત્માના અસંખ્યાત પ્રદેશ છે, તેને કર્મરૂપ કાટ વળ્યો છે માટે સંસારી કહેવાણો. સ. અંજનગીરી ઉજવલ થયા રે-અંજનગીરી શિખરરૂપ માથાના શ્યામ કેશ તે પણ ઉજવેલ થયા, જરાએ કંપવા લાગ્યો. મરણને લગતો થયો. સ. તોએ પ્રભુ ન સંભારીઆરે છા-તોપણ સ્ત્રી, પુત્ર, ઘર. ધન, લીલાને વાંછે છે, પ્રભુ સ્મરણ કર્યું નહિ, ધર્મની સામગ્રી પામ્યા છતાં મનુષ્ય ભવ એળે ગુમાવ્યો. સ. વયર સ્વામી પાલણે સુતારે-વયર કુમાર બાળપણે ભાવચારિત્રીયાથકા પારણે સુતા સ. શ્રાવિકા ગાવે હાલરાંરે-શ્રાવિકા સાધ્વી પાસે ભણતી થકી કુંવરને હીંચોળતી થકી એ કુલરૂપ હાલરડાં રહે ગાય છે. સ. થઈ મોટા અર્થ તે કહેજોરે-વળી કહે છે કે વજકુમાર તમે મોટા થજો, ચારિત્ર લેજો ને હરીઆળિનો અર્થ કહેજો. સ. શ્રી શુભ વરને વાલડારે નદી-એમ કવિ પંડિત શુભવિજય ગણિ શિષ્ય વીરવિજય ગણિને એ અર્થ વલ્લભ વચન છે. સંદર્ભ : ગહેલી સંગ્રહ પા. ૯૧ Page #346 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૭ ૩૨ ૭. ૭. હુંડી કાવ્ય રચના મૂળભૂત સ્તવનરૂપે પ્રગટ થઈ છે પણ તેના અંતર્ગત વિચારોને અનુલક્ષીને હુંડી-વીજતી શબ્દ પ્રયોગ થયો છે. કવિએ હુંડી સ્તવનની રચના સં. ૧૭૩૩માં ૧૫૦ ગાથામાં રચના કરી છે. આરંભમાં વિષય વસ્તુનો નિર્દેશ કર્યો છે તે નીચે મુજબ છે. પ્રણમી શ્રી ગુરુના પયપંકજ, પણg વીર જિણંદ, ઠવણ નિક્ષેપ પ્રમાણ પંચાંગી, પરખી બહું પ્રાણરે. જિનજી તુજત્રાણા શિરવહીણ, તુજશા સનનય શુદ્ધયરુપણ ગુણથી શિવસુખ બહિણરે. હુંડી એટલે વીનતી. વેપાર ધંધામાં નાણાંકીય વ્યવહારમાં હુંડીનું ચલણ હતું. કવિએ ઢુંઢક મતવાળાને સ્તવનની હુંડી દ્વારા વિતરાગની વાણી-આગમ ગ્રંથોનું જે જ્ઞાન છે તેનો આધાર દર્શાવીને પ્રતિમા સ્થાપના પૂજાનો અધિકાર શારમ સંમત છે એમ જણાવ્યું છે એટલે આ સ્તવનરૂપ હુંડી ઢંઢક મતવાળાએ સ્વીકારવી જોઈએ એમ સમજાય છે. સત્યવિચાર ગ્રહણ કરવાથી આત્માનો અવશ્ય ઉદ્ધાર થાય છે. હુંડીનો પર્યાયવાચી શબ્દ લીન લીધે ભક્તો પ્રભુને વિનતી કરીને ઉદ્ધારની ભાવના વ્યક્ત કરે છે. એટલે આ પ્રકારની પ્રતિમા પૂજન (મૂર્તિપૂજા)ના મતનું સમર્થન કરવા માટે આગમના ગ્રંથોનો સંદર્ભ આપીને ઢંઢક મતના સંશયોનો પ્રતિકાર કરવામાં આવ્યો છે મૂર્તિપૂજા એ કોઈ ફળદ્રુપ ભેજાની કલ્પના નથી પણ પ્રભુ ભક્તિના પ્રકાર માટેની ઉત્તમોત્તમ વ્યવસ્થા છે. કવિતા શબ્દોમાં માહિતી નીચે પ્રમાણે નોંધવામાં આવી છે. કોઈ કહે જિન પૂજાતાજી | જે પટકાય આરંભ | તે કેમ શ્રાવક આચરેજી | સમકિતમાં થિરથંભ | સુખદાયક તોરી આણા મુજ સુપ્રમાણ | ટેક |૧|| અર્થ :- કોઈ કહે જિન પૂજતાં કે કોઈક તો ઢુંઢીયા એમ કહે જે પરમોશ્વરની પૂજા કરતાં થકી જે પટકાય આરંભ કે તન કાયની જે હિંસા થાય તે તોકે તે પૂજા કેમ શ્રાવક આચરે કે શ્રાવક ષ કરે ? સમકિતમાં થિરથંભ કે સમકિત દઢ બે તે શ્રાવક કકાની હિંસાનો હેતુ જે જિનપૂજા તે ધર્મવાસ્તે કેમ કરે ઇતિ પ્રથમ ગાથાર્થ સુખદાયક કે હે સુખદાયક સુખના દેણહાર તોરી આણા કે તમારી આજ્ઞા તે મુજ સુપ્રમાણ કે મહારે પ્રમાણ રે અથવા પ્રભુજીની સ્તવના તો કરે જ જે માટે પ્રભુને કહે રે જે સુખદાઈ જે તમારી આજ્ઞા તે મારે પ્રમાણ તે એટલે એ ભાવ જે તમારી આજ્ઞા તે પ્રમાણે તે પણ કુયુક્તિ કરવી તે પ્રમાણે નથી. તેહને કહીએ જતના ભક્તિ કિરિયામાં નહીં દોષ / પડિકમણ મુનિદાન વિહારે | નહીં તો હોય તસ પોષ સુ. અર્થ : તેહને કહીએ કે જે પૂજામાં હિંસા બતાવે તે તેને કહીએ શું કહીએ ? તે કહેવું Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા જતના ભક્તિ કે એક જતના બીજી ભક્તિ કરિયામાં કે જે ક્રિયામાં હોય એટલે જે ક્રિયામાં જતના તથા ભક્તિ હોય નહીં દોષકે. તે ક્રિયામાં દોષ નથી તથા કદાચિત તેહમાં પણ હિંસા કહીને દોષ દેરવાડીએ તો પડિક્કમણે પડિકમણામાં મુનિ દાન કે મુનિને દાન દેતાં વિહાર કે મુનિને વિહાર કરતાં નહીં તો કે જીતના ભક્તિએ પણ કરતાં દોષ કહીએ તો હોય તસ પોષકે તે પ્રતિક્રમણ પ્રમુખમાં પણ હિંસાની પુષ્ટિ થાશે એટલે એ એ ભાવ જે પ્રતિક્રમણ કરતાં ઉઠ બેસ કરતાં વાયુકાય હણાય મુનિ દાનમાં પણ ઉન્હી બાક નીકજે. તથા દાન દેવા ઉનતાં પણ જીવઘાત થાય વલી મુનિને વિહાર કરતાં પણ પૃથ્વી પાણી વાયુ વનસ્પતિ વલી ત્રસ બેઇંદ્રિયાકનો પણ ઘાત થાય. તે માટે એ પણ ન કરવાં એમ કહેવું પડશે તે માટે જીતના ભક્તિ ક્રિયામાં દોષ નથી. આ સ્તવનમાં શુદ્ધ તાત્વિક વિચારોનો સમન્વય સધાયો છે. જ્ઞાનમાર્ગની ઉચ્ચ કોટિની રચના તરીકે સ્થાન ધરાવે છે. કવિએ ઢંઢક મતવાળાના વિચારોનો પ્રતિકાર કરીને આગમના પાઠ આધાર સાક્ષી તરીકે વિચારો દર્શાવીને સત્ય દર્શન કરાવ્યું છે. યશોવિજય ઉપા-ની આ જ્ઞાન ગર્ભિત વીર સ્તવના ઉત્તમ કૃતિ ગણીએ તેની સાથે ચતુર્વિધ સંઘને પણ આગમ સાક્ષીએ સત્ય સમજાવીને ધર્મ શ્રદ્ધા દઢ બનાવવામાં અમૂલ્ય ફાળો આપે તેવી છે. આ સ્તવનના વિચારો ગુરુગમ વગર આત્મસાત્ થઈ શકે તેમ નથી એટલે આત્માર્થી જનોએ આગમની વાણી સમજવા માટે ગુરુની નિશ્રામાં પુરુષાર્થ કરવો ઇષ્ટ છે એમ કવિએ જણાવ્યું છે. અહીં હુંડી શબ્દનું અર્થઘટન ઢંઢક મતવાદી જિનવાણી-જિનાગમરૂપી હુંડી સ્વીકારી આત્માનું કલ્યાણ કરે એમ સમજવાનું છે. મહાવીર હૂંડી બાલાવબોધની રચના કવિ પદ્મવિજયજીએ સં. ૧૮૪૯માં રચના કરી છે હૂંડીના મૂળ કર્તા યશોવિજયજી ઉપા. છે. (૬-૭૦) સંદર્ભ : પ્રકરણ રત્નાકર ભા-૩. પ્રવચન સારોદ્ધાર-પા. ૬૩૨. ૮. પત્ર લેખ | વિનંતી મધ્યકાલીન સાહિત્યમાં ગદ્ય-પદ્યમાં સ્વતંત્ર પત્ર લખાયેલા પ્રાપ્ત થાય છે તેની સાથે દીર્ઘ કાવ્યોમાં પણ પત્રનો પ્રયોગ થયો છે. સંદેશો મોકલવા માટેનું સર્વજન સુલભ એવું પત્ર સાહિત્ય વિવિધ પ્રકારનું છે. કવિ જયવંતસૂરિ ૧૬મી સદીના મધ્યકાળમાં થયા હતા. એમનો અજિતસેન શીલવતી લેખ પ્રાપ્ત થાય છે. અજિતસેનને શીલવતીનો કોઈ પત્ર કે સમાચાર મળ્યા નથી તેની વેદનાને વ્યક્ત કરતાં કરવામાં આવી છે. કે કવિ જયવંતસૂરિએ શ્રી સીમંધરસ્વામી લેખ | પત્ર ની રચનામાં ભગવંતનો ભક્તિ ભાવ સભર મહિમા ગાવામાં આવ્યો છે. શ્રી સીમંધર વિનતી પત્ર રૂપે કવિ કમળવિજયજીએ સં. ૧૬૮૨માં દિવાળીના દિવસે ગુરુવારે રચના કરી છે અને ભક્ત ભગવાનને પોતાનો ઉદ્ધાર કરવા માટે વિનંતીરૂપે વિચારો Page #348 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૭ ૩ ૨૯ પ્રગટ થયા છે. કવિ હર્ષવિજયે સં. ૧૮૫૩માં શ્રી સીમંધરસ્વામીને વિનંતી નામનો પત્ર લખ્યો છે. લોક ગીતના રાહમાં લખાયેલો આ પત્ર ભક્તિ અને કવિકલાથી વધુ ભાવવાહી અને આકર્ષક બન્યો કવિ રૂપવિજયજીએ નેમ-રાજુલ લેખની રચના ૧૯ ગાથામાં કરી છે તેમાં મુખ્યત્વે રાજુલના વિરહને વાચા આપવામાં આવી છે. કવિ લાવણ્ય સમયે સં. ૧૫૬૨માં શ્રી શત્રુંજય મંડન આદિજિન વિનતી કાવ્યની રચના પાંચ ઢાળમાં કરી છે. તેમાં મુખ્યત્વે શત્રુંજય તીર્થમાં બિરાજમાન આદીશ્વર ભગવાનને વિનંતી કરીને જીવાત્માનો ઉદ્ધાર કરવાનો મુખ્ય વિચાર વ્યક્ત થયો છે. ત્રણ ઢાળમાં પ્રભુનો વિશેષણ યુક્ત પરિચય આપીને ભક્ત ચોરાશી લાખ જીવા યોનિમાં ભ્રમણ કરીને આવેલ છે તેનું નિવેદન કર્યું છે ચોથી ઢાળમાં તીર્થ યાત્રા-સ્પર્શના આવશ્યક ક્રિયાઓ કરી નથી તેની માહિતી ચાલી છે. પાંચમી ઢાળમાં શત્રુંજયની યાત્રા પ્રભુ દર્શનથી અપૂર્વ આનંદની અનુભૂતિ થાય છે તેની અભિવ્યક્તિ થઈ છે. અંતે ભક્ત ભગવાનનો સેવક છે અને પ્રભુ સ્વામી છે અને સેવકનો ઉદ્ધાર કરવાની સહૃથ્રી આર્તભાવના પ્રગટ કરી છે. કવિના શબ્દો છે. હું અપરાધી છું પ્રભુ ગાઢો, તોહી બોલ દીધો મુજ ટાળો, છોરૂં હોય કછોરૂં કોઈ, માય તાય સારો સવિ સોઈ. | ૪૩ | તું ઠાકોર | તું માયને બાપ, જનમ જનમ મેં કીધાં પાપ, તેહ તણો ટાળો સંતાપ, જિમ કાયા અજવાળું આપ. ૪પાઈ રાજ રદ્ધિ....સ્વામિ, કહે લાવણ્ય સમય શિરનામી, સેવકમાંહિ સમાહો તો સ્થાપો, આદીસર અવિચલ પદ આપો. All પન્નર ...આદીજિન તૂઠે, વિનતડી ઉલટ ઘણે, ચારો માસ વદ દશમી, દહાડે, મિનિ લાવણ્યસમય ભણો જણા ૧. મહાવીરસ્વામીને સંદેશો પંથીડા સંદેશો દેજો મારા નાથને, વર્ધમાન જે ચોવીશમો જિનરાજો; રાજ ઇંદાથી સાત ઊંએ જમવાસ છે, ધ્યાતા નરના બેઠા હદ્ય મોઝાર જો. પં. ૧ જે દિનથી પ્રભુ આપ ઇંદાથી સીધાવીયા, તે દિનથી પ્રભુ જ્ઞાન ખજાનો લુંટાય જો; Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા આપ જે નર અપકારક રાખ્યા દના, તો તો સરવે આપ કેડે શું સીધાયજો . ૨ કેવલ ને મન:પર્યવ દોય નાસી ગયા, લધુ ભ્રાતા તસ એકદિનાણ પણ જાય જો; આથો અજ્ઞાન અંધારાને સાથે લઈ, પ્રગટ્યો ભરતના અરે ખૂણામાંય જો પં. ૩ આપે જે પ્રભુ ધર્મ વૃક્ષ રોપ્યો હતો, તે તો ખંડો ખંડ કરી વેચાય જો; દિગંબર શ્વેતાંબર આદિ અનેક છે, નિજ નિજ મતિએ ગચ્છાગચ્છ ઠરાયજો ૫. ૪ એનો પંથ છના દે મુજ ન તૃપ્તિ થયો, તિણ ગચ્છમાં એક પંછ જે ગાય છે; કદે જિનદાસ મુંઝાયો પંથ દેખી ઘણા, કિણ પંથે પહોચું આપકને સો કહેવાયજો પં. ૫ સીમંધરસ્વામીની વિનતી (પત્ર) રાગ : કંકુ છાંટી કંકોતરી મોકલી સ્વસ્તિ શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં, જીહાં રાજે તિર્થંકર વશ તેનું નામું શિશ કાગળ લખુ કડિથી (૧) સ્વામી જઘન્ય તિર્થંકર વશ છે, ઉત્કૃષ્ટા એકસો સિતેર, તેમાં નહિ ફેર. કાગળ. (૨) સ્વામી બાર ગુણે કરી યુક્ત છો, અંગે લક્ષણ એક હજાર, ઉપર આઠ બાર કાગળ. (૩) સ્વામી ચોત્રીશ અતિરાય શોભતાં, વાણી પાંત્રીસ વચન રસાલ, ગુણો તણી માલ. કાગળ. (૪) સ્વામી ગંધ હસ્તી સમ ગાજતાં, ત્રણ લોક તણા પ્રતિ પાળ, છો દિન ધ્યાન. કાગળ. (પ). સ્વામી કાયા સુકોમળ શોભતી, શોભે સુવર્ણ સવિન વાન, કરૂ હું પ્રણામ. કાગળ. (૬) Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૩૧ પ્રકરણ-૭ સ્વામી ગુણ અનંતા છે તાહરી, એક જીભે કહ્યા કેમ જાય, લખ્યા ન લખાય. કાગળ. (૭) ભરત ક્ષેત્રથી લીખીતંગ જાણજો, આપ દર્શન ઈચ્છક દાસ, રાખું તુમ આશ. કાગળ. (૮) (જિનગુણમંજરી) તો પૂર્વ પાપ કીધાં ઘણાં, જેથી આપ દર્શન રહ્યા કર ન પહોંચું હજૂર. કાગળ. (૯) મારા મનના સંદેહ અતિ ઘણાં, આપ વિના કહ્યા કેમ જાય, અંતર અકળાય. કાગળ. (૧૦) આડા પહાડ પર્વત ને ડુંગરા, તેથી નજર નાખી નવ જાયે, દર્શન કેમ થાય કાગળ. (૧૧) સ્વામી કાગળ પણ પહોંચે નહિ, નવી પહોંચે સંદેશો સાંઈ, હું તો રહી આંહિ. કાગળ. (૧૨) દેવે પાંખ આપી હોત પીઠમાં, ઊડી આવું દેશાવર દૂર, તો પહોંચું હજૂર. કાગળ. (૧૩) સ્વામી કેવળજ્ઞાને કરી દેખજો, મારા આતમના છો આધાર, ઉતારો ભવપાર. કાગળ. (૧૪) ઓછું અધિકું ને વિપરિત જે લખ્યું, માફ કરજો જરૂર જિનરાજ, બાગું છું તુમ પાય. કાગળ. (૧૫) સંવત ૧૮૫૩ની સાલમાં, હરખે હર્ષવિજય ગુણગાય, પ્રેમે પ્રણમું થાય. કાગળ. (૧૬) સંદર્ભ : જૈન પત્ર સાહિત્ય ભા-૧. ૧. જિન ગુણમંજરી પા. ૩૨૬ ૨. જિન ગુણમંજરી પા. ૩૨૮ ૯. પટ્ટાવલી મહાવીર સ્વામીના હાલરડાંથી ખ્યાતિ પામેલા કવિરાજ દીપવિજયજીએ સોહમકુળ પટ્ટાવલીની રચના કરી છે. પટ્ટાવલી સમુચ્ચય ભા-૩માં નીચે પ્રમાણેની બાજી પટ્ટાવલીઓનો સંચય થયો છે. કબૂલી ગચ્છ રાસ ચાર પ્રજ્ઞાતિલક, પૂર્ણિમા ગચ્છ ગુર્નાવલી પં. ઉદયસમુદ્ર, કમલ કલશ Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૨ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ગચ્છ આ. જયકલ્યાણશિષ્ય, તપાગચ્છ પટ્ટાવલી આ. સોમવિમલ, આગમગચ્છ પટ્ટાવલી મુનિરત્ન, ગણધર પટ્ટાવલી. ઉપા. વિનયવિજયજીગણિ બૃહદ્ગચ્છ ગુર્જાવાન મુનિમાલ કવલગચ્છ પટ્ટાવલી સિદ્ધસૂરિશિષ્ય, કલ્પસૂત્ર સ્થવિરાવલી મુનિ દર્શનવિજય પટ્ટાવલી રચના જે તે ગચ્છના પાટ પરંપરાએ થયેલા ગુરુ ભગવંતોનો સંદર્ભ દર્શાવે છે ગુર્નાવલીમાં ગુરુ ભગવંતોનો ઐતિહાસિક સંદર્ભ પ્રાપ્ત થાય છે. જૈન સાહિત્યમાં આ પ્રકારની રચનાઓને પણ રાસ' સંજ્ઞા આપવામાં આવી છે તો વળી ગુર્વાવલી સંજ્ઞા પણ પ્રાપ્ત થાય છે. ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામી અને ત્યાર પછી પાટ પરંપરાએ થયેલા પૂર્વાચાર્યોની માહિતી કવિરાજ દીપવિજયની પટ્ટાવલીમાંથી પ્રાપ્ત થાય છે બાકીની પટ્ટાવલીઓમાં જે તે ગચ્છના આચાર્યોની માહિતી મળે છે. એટલે પટ્ટાવલી જૈન ધર્મના ગુરુ ભગવંતોની ઐતિહાસિક માહિતી આપતી કિંમતી દસ્તાવેજ સમાન રચના છે. કાવ્ય ઢાળ બદ્ધ છે પણ વિગતો જૈન ધર્મના ઇતિહાસનું આધારભૂત સાધન છે. આ હરિભદ્રસૂરિના વર્ણનની માહિતી નીચે પ્રમાણે છે. દુહા છે . ? ૧. ચિત્રકૂટ ગઢમેં તદા, સંવત પાંચ મઝાર, રાજ કરે મહાભુજ બલી રાવલ સંગતકુમાર. તેહ નયરમેં વિપ્રો, હરિભદ્ર ઈણ નામ, પૂરવ સંજોગે હુઓ વિદ્યાકુંભ સુધામ. પ્યાર વેદ ખટ અંગ છે, ઉપનિષદ છતીસ, પરિશિષ્ટ બહોતેર મિલી સહુ ગ્રંથ લખવીશ. વીસ લાખ એ ગ્રંથ છે ચાર વેદકોમાંન, વિધા ચઉદ નિધિ સમો હરિભદ્ર ભટ જાન. ધરે ગૌરવ મનમાં ઇસ્યો જગનહિ વાદી કોપ, વિદ્યાવાદ વિના તવા પેટ આફરો હોય. જે વાદિ હાં રે તકો ચરે ઘાસ પીઈ નીર, મુજને જીતે તેહનો શિષ્ય હોઉં તસતીર. પેટે પટબંધન કરી કરી પ્રતિજ્ઞા એમ, નિજ પટકર્મ નિત રહે ચિત્રકૂટ બિચ ખેંમ. તપગચ્છ ગુર્નાવલી-કવિ વિનયસુંદર ગણિએ સંવત ૧૬૫૦માં રચી છે. તેની ચારે પંક્તિઓ નીચે પ્રમાણે છે. કવિએ આ પટ્ટાવલીમાં પટધર તરીકે થયેલા ગુરુ ભગવંતોનો નામોલ્લેખ કર્યો છે (પા. ૧૬૩) (e) Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૩૩ ૨. પ્રકરણ-૭ સકલ સુરાસુર સેવિતપાય પ્રણમી વીર જિસેસરરાય, તસ શાસન ગુરુપદ પટધર જગર્તિઇ ગુણસું સોહાકરું. પહિલ પ્રણમું ગૌતમસ્વામી સર્વસિદ્ધિ હુંઈ જસ લીધઈ નામિ, સુધર્મસ્વામી, પંચમ ગણધાર, જંબુસ્વામિ, નાભિ જયકર. (૨) પ્રભવસ્વામિ તસ પટધર નમઉ શયંભવ પટધર પાંચમઉં, યશોભદ્ર ભદ્રબાહુ મુણિંદ, થુલભદ્ર, નમતાં આણંદ. (૩) તેહના શિષ્ય હોઈ પટધર સૂરીશ્વર ગુણ મણિ ભંડાર, આર્ય મહાગિરિ આર્યસુહસ્તિ સંપ્રતિરાય ગુરુ ભણિ પ્રશસ્તિ. (૪) સોહમ્ કુલ પટ્ટાવલી રાસ ૧ પા-૩૨, ૨-પા-૧૬૩ ૧૦. સાધુ વંદના અથવા ગુરુપરંપરા જૈન સાહિત્યમાં મુનિ ભગવંતોનો ચરિત્રોની રચના થઈ છે તો ગુરુ ભગવંતોની ઐતિહાસિક માહિતીરૂપે ગુરુપરંપરા-ગુર્નાવલીની રચનાઓ પ્રાપ્ત થાય છે. કવિ નય વિમલની સાધુવંદના કૃતિ આ પ્રકારની છે તેની રચના સં. ૧૭૨૮માં ૧૪ ઢાળમાં થઈ છે. અત્રે નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે છે. આદિ-શાસન નાયક ગુણનિલો સિદ્ધારથગૃપનંદ, વર્ધમાન જિ પ્રણમતાં લહિએ પરમાનંદ. અંગ ઇગ્યાર પયજ્ઞદશ તિમ ઉપાંગવલી બાર, છેદ સૂત્ર ષટભાષીયા મૂલસૂત્ર તિમચાર. નિંદી અનુયોગદ્વાર વલીએ પણયા લીસસૂત્ર, તસ અનુસાર જે કહ્યા પ્રકરણ વૃત્તિ સૂત્ર. શ્રુત પ્રકરણથી હું કહું સકલ-સાધુ અભિધાન, સુગમ કરું સાધુ વંદના ભક્તિ હેતિ શુભધ્યાન. ઘણા દિવસની મને હતી હુંસિ ઘણી મુજ જેહ, સકલ સાધુવંદન ભણી સફલ થઈ મુજ તેહ. શ્રીવિજયપ્રભસૂરીંદના પદ પ્રણમી અભિરામ, સુધા સાધુતણી કહું વંદનહિત સુખકામ. ચોવીસે જિનવરતણા ગણધર સાધવીસાધ, પહેલા તેહને વંદના સકલસુખનય લાધ. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ આદિ-પાટ પરંપર જે વલી આયો તપાબિરૂદઉપાયોજી, જગતચંદ્ર સૂરીસર ગાયો લલિતાદેનો જાયોજી. ધનધન સાધુ મહાંતએ મોટા ઉપશમરસનાભોટાજી, જિનમુનિવંદન પુણ્યએ મોટા વિ માને તે ખોટાજી. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા સંદર્ભ : જૈન ગૂર્જર કવિઓ ભા. ૪-૩૮૩ શ્રીઆણંદવિમલસૂરીસર થયા છપનમઈ પાટઈંજી, કિયાઉદ્ધારકરીનઈ કીધી ઊજલી પ્રવચનવાટઈંજી. શુદ્ધ-પ્રરૂપક જિનમતવ્યાપક વાદીકકુડકલંકોજી, જગિ જસવાદ ઘણો દેખીનઈં નાઠા કુમતી રંકોજી. શ્રીવિજયદાનસૂરીસર સુંદર મંદિરગુણ મણિકેરોજી, જ્ઞાનક્રિયાદિક ગુણની ગણના કરવા નઇ કુંણસુરોજી. હીરોહીરવિજય સૂરીસર જેહના ઘણા અવદાતઈજી, જીવ અમારિ તીર્થંકર મોચન પ્રમુખતણી ઘણી કરી વાતઈજી.૯ સીહિ અક્બરનઈં પ્રતિબોધ્યો જાસ જસ બહુતો વાધ્યોજી, મેઘજીઈં ગુરુહીનઈં ચરણð આવી વંછિતસાધ્યોજી. વિજયસેન તસ પાટિ સફાય તસ પટ્ટિભાનુસમાનજી, વિજયદેવસૂરીસર પ્રગટ્યો દિનદિન ચડતઈવાનઈજી. ૫ દ . ૧૦ ૧૧. મંગલ ‘મંગલ’ નામથી રચાયેલી કવિઓના સંદર્ભમાં આ શબ્દ વિશેની માહિતી નીચે પ્રમાણે છે. મંગલ એટલે જેનાથી અદૃષ્ટ-દુર્ભાગ્ય દૂર થઈ જાય એવો અર્થ છે. મંગલ એટલે અનિષ્ટ નિવારણ અને ઇષ્ટની પ્રાપ્તિ. ૧. શ્રી જિનભદ્રગણિએ વિશેષાવશ્યક ભાષ્યમાં ૧૧ मंगिज्जणुधिगम्मइ जेण हिअं तेण मंगल होई । अहवा मंगोधम्मो तं साइ तयं समादुते ॥ જેના વડે હિત સધાય, અથવા જે મંત્ર એટલે ધર્મને લાવો તે મંગલ કહેવાય છે. મંગલના બે પ્રકાર દ્રવ્ય મંગલ અને ભાવ મંગલ. દ્રવ્ય મંગલ ઘી-દૂધ-અક્ષત જેવા પદાર્થો દ્રવ્ય મંગલ ગણાય છે. ભાવ મંગલ એટલે સમ્યક્દર્શન, સમ્યક્શાન અને સમ્યક્ચારિત્ર છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ૭ ૩૩૫ મંગલ્ય લૌકિક અને લોકોતર એવો પણ ભેદ છે. લૌકિક મંગલમાં અષ્ટમંગલ છે. સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મીનયુગલ, દર્પણ, લોકોત્તર મંગળમાં અરિહંત, સિદ્ધ સાધુ, અને કેવલિ પ્રણીત ધર્મ છે. દશવૈકાલિક સૂત્રમાં મંગલ તરીકેનો સંદર્ભ નીચે પ્રમાણે છે. धम्मो मंगलं मुकिकटुं अहिंसा संजमो तवो । અહિંસા, સંયમ અનેતેમ એ ઉત્કૃષ્ટ મંગલ છે. (પ્રબોધટીકા-ભા.-૧ પા-૯). મંગલ સંથારા પોરિસીમાં ચાર મંગળનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. ચત્તારિમંગલમ્, અરિહંતામંગલમ્ સિદ્ધા મંગલ, સાહૂમલ, કેવલી પન્નતો ધમ્મો મંગલ એમ ચાર મંગળ ભવ્યજીવોના કલ્યાણરૂપ છે. આત્મશુદ્ધિ માટે અરિહંત રાગદ્વેષથી સર્વથા મુક્ત થઈ અષ્ટકર્મ ક્ષય કરનારા સિદ્ધો, સંયમજીવનમાં મોક્ષ પુરુષાર્થની સાધના કરનારા સાધુ ભગવંતો એ કેવળજ્ઞાનના ઝળહળતા પ્રકાશથી જગતના જીવોના કલ્યાણને માટે દિવ્યવાણીનો અખ્ખલિત વૃષ્ટિ કરનારો ધર્મ, એમ ચાર વસ્તુ મંગલરૂપ છે. આ “મંગલ'ને કેન્દ્રમાં રાખીને કેટલીક કૃતિઓ રચાઈ છે. મંગલ દીવોની રચનામાં આવો સંદર્ભ મળે છે. ચારો મંગળ ચાર, આજ ઘેર પ્રભુજી પધાર્યા અહીં પ્રભુજી એટલે “અરિહંત વીતરાગ એમ સમજવાનું છે. તેમાં ચાર મંગલ પ્રભુ પૂજા, ધૂપપૂજા, આરતી ઉતારવી, પ્રભુ ગુણગાન કરવા આ ચાર મંગલ રૂપ છે. એટલે કે પ્રભુની દ્રવ્ય અને ભાવપૂજાનો મંગળ તરીકે ઉલ્લેખ થયો છે. ૧. પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા ભા.-૧ ૨. હંસરત્ન મંજુષા ભાગ-૨. પા. ૨૦૬ પ્રભાતે સ્મરણ કરવા યોગ્ય ચાર મંગલ પ્રથમ મંગલ સિદ્ધારથ ભૂપતિ સોહે ક્ષત્રિયકુંડ તસ ઘર ત્રિશલા કામિનીએ, ગંજવર ગામિની-પોઢિય સ્વામિની-ચૌઉદ સુપન ભામિનીએ, જામિની મધ્યે શોભતાં રે, સુપન દેખે બાદ મયગલ વૃષભ ને કેસરી, કમલા કુસુમની માલ, ઇન્દુ દિલ કર-ધ્વજા સુંદર-કલશ મંગલરૂપ, પદ્મસર જલનિધિ ઉત્તમ અમર વિમાન અનૂપ / રત્નનો અંબાર ઉજ્જવલ, નિધૂમ જયોત, કલ્યાણ મંગલકારી મહા, કરવા જગ ઉઘોડ | એ ચૌદ સુપન સૂચિત, વિશ્વપૂજિત સકલ સુખ દાતા મંગલ પહેલું બોલીએ, શ્રી વીર જગદાધાર ૧// Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા દ્વિતીય મંગલ મગધ દેશમાં નયરી રાજગૃહી-શ્રેણીક નામે નરેશ પનવર ગુવ્વર ગામ વસે તિહાં, વસુભૂતિ વિપ્ર મનોહર એક મનોહરુ તસ માનિની, પૃથ્વી નામે નાર, ઇન્દ્રભૂતિ આદેય ત્રણ પુત્ર તેહને સાર | યજ્ઞ કર્મ તેણે આદર્યું, બહુ વિપ્રને સમુદાય, તેણે સમે તિહાં સમોસર્યા, ચોવીશમાં જિનરાય છે ઉપદેશ તેહનો સાંભળી, લીધો સંજયભાર, અગિયાર ગણધર થોપીયા, શ્રી વીરે તેણીવાર II ઇન્દ્રભૂતિ ગુરુ ભક્તિ થયો, મહાલબ્ધિ તણો ભંડાર, મંગલ બીજું બોલીએ શ્રી ગૌતમ પ્રથમ ગણધાર ||રા તૃતીય મંગલ નંદ નરિંદના પાડલી પુરવરે, સકડાલ નામે મંત્રીસરુએ, છલદે તસ નારી અનુપમ, શીયલવતી બહુ સુખકરુ એ | મુખકરુ સંતાન નવ દોય, પુત્ર પુત્રી સાત, શિયલવંતમાં શિરોમણી, સ્થૂલિભદ્ર જગ વિખ્યાત // મોહવશે વેશ્યા-મંદિર, વસ્યા વર્ષ જ બાર, ભોગ ભલી પેરે ભોગવ્યા, તે જાણે સહુ સંસાર || શુદ્ધ સંજમ પામી વિષય વામી, પામી ગુરુ આદેશ, કોશ્યા વાસે રહ્યા નિશ્ચલ, ડગ્યા નહિ લવ લેશ // શુદ્ધ શિયલ પાલે, વિષય ટાલ, જગમાં જે નરનાર, મંગલ ત્રીજું બોલીએ, શ્રી સ્થૂલિભદ્ર અણગાર. (૩) ચતુર્થ મંગલ હેમ મણિ રૂપમય ઘડિત અનુપમ, જડિત કોશીસાં તેજે ઝગે એ સુરપતિ નિર્મિત ત્રણ ગઢ શોભિત, મધ્યે સિંહાસન ઝગમગે, બે ઝગમગે જિન સિંહાસને, વાજિંત્ર કોડાકોડ, ચાર નિકાયના દેવતા, તે સેવે બિહુ કરજોડ | પ્રાતિહારજ આઠશું, ચોત્રીશ અતિશયવંત, સમવસરણમાં વિશ્વ નાયક, શોભે શ્રી ભગવંત સુર અસુર કિન્નર માનવી, બેઠી તે પર્ષદા બાર, ઉપદેશ દે અરિહંતજી, ધર્મના ચાર પ્રકાર દાન શીયલ તપ ભાવનાએ, ટળે સઘલાં કર્મ, મંગલ ચોથું બોલીએ, જગમાંહે જિનધર્મ એ ચાર મંગલ, નિત્ય ગાવશે જે, પ્રભાત ધરી પ્રેમ, તે કોડી મંગલ નિત્ય પામશે. શ્રી ઉદયરતન ભાખે એમે ૧૨. નાટક સ્થૂલિભદ્ર નાટક કવિએ સ્થૂલિભદ્રની શિયળવેલ રચી છે. આજ વિષયની લાવણીની પણ રચના કરી છે. અહીં સ્થૂલિભદ્રનાટક એ શીર્ષકથી કાવ્ય રચ્યું છે. કાવ્યનો પ્રારંભ દુહાથી કરવામાં આવ્યો છે. દુહોએ વિષયવસ્તુનો નિર્દેશ કરે છે. સ્થૂલિભદ્રના પરિવારની માહિતી દુહામાં આપવામાં આવી છે. પાટલીપુત્રનો રાજવી શકટાળ સ્થૂલિભદ્રના રૂપકોશાના જોવન વિશે માહિતી આપી છે. સ્થૂલિભદ્રને રાજખટપટ ગમતી નથી એટલે મંત્રીપદનો અસ્વીકાર કરે છે. રાજ દરબારમાં સ્થૂલિભદ્ર આવે છે. તેનું શબ્દચિત્ર આ લેખતાં કવિ જણાવે છે કે Page #356 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૭ ૩૩૭. દ્રાસ તિલક સિરે ધરી આજે રાજદરબાર કર માલા જપતો હરી, સ્થૂલિભદ્ર રામ નામનો જાપ કરે છે. રામનામથી મુક્તિ મળે છે. એમ જણાવીને રામનો મહિમા પ્રગટ થયેલો જોઈ શકાય છે. જૈન સાધુઓ ભગવાન તીર્થકર જિનેશ્વર જેવા શબ્દ પ્રયોગોથી પ્રભુનો ઉલ્લેખ કરે છે. અહીં “રામ” શબ્દ ભગવાનનના પર્યાપરૂપે પ્રયોજયો છે. રામ નામ હે સકલ કામકો જગત મેં આસરો રામનામ હૈ, રામ નામ જપતા જે ધીરા જ્ઞાની મુગતી લહે શુભવીરા. દુહા સોરઠી દુહા અને દેશમાં આ કૃતિની રચના કરી છે. અંતે રૂપકોશા પ્રેમદિવાની બની છે. એમ કવિ જણાવે છે. અહીં “નાટક' શબ્દ પ્રયોગનાં સંદર્ભમાં સ્થૂલિભદ્ર સાધુવેશ ધારણ કરીને રાજ દરબારમાં જાય છે. એ જ નાટકના એક અંશ સમાન છે. બાકી નાટકમાં કોઈ લક્ષણો જોવા મળતાં નથી. મારવાડી ભાષામાં અનુસ્વારનો વિશેષ પ્રયોગ થાય છે. કવિની આ રચનામાં જૈન દર્શનના સિદ્ધાંતોને શાસ્ત્રીય આધારો આપીને શંકા-સમાધાનનો પરંપરાગત પ્રયત્ન કરીને જ્ઞાનમાર્ગની સનાતન વિચારધારા તરફ દિશા સૂચનનું પ્રેરણાદાયી કાર્ય કર્યું છે. અહીં નાટક શબ્દનું અર્થઘટન મોહરાજાના સંદર્ભમાં ઘટાવી શકાય તેમ છે. મોહનીય કર્મના ઉદયથી સ્થૂલિભદ્ર કોશાના સંબંધમાં જીવનનો એક નવો દાવ ખેલે છે અને પછી સાધુવેશ ધારણ કરીને કોશાને ત્યાં ચાતુર્માસ રહી કોશાન વ્રતધારી શ્રાવિકા બનાવે છે આ એક વિશિષ્ટ પ્રસંગ પણ નાટક સમાન છે તે દૃષ્ટિએ સ્થૂલિભદ્ર નાટક ઉચિત ગણાય. ૧૩. ચરિત્ર જૈન સાહિત્યની ચરિત્રાત્મક કૃતિઓના દષ્ટાંતરૂપે પદ્મિની ચરિત્રનો મિતાક્ષરી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેની રચના (ખ) લમ્બોદયગણિએ સં. ૧૭૦૭માં કરી છે. તેમાં ત્રણ ખંડ અને ૧૬મી છે કવિ હેમરત્નએ ગોરા-બાદલ ચોપાઈ જટામલકત ગોરા બાદલ વાત પણ પદ્મિની ચરિત્ર સમાન છે. પધિની ચરિત્ર આદિ-શ્રી આદિસર પ્રથમજિન જગપતિયોતિસ્વરૂપ, નિરભયપદવાસી નમું અકલ અનંત અનૂપ. ચરણકમલ ચિત સું નમું ચોવીઉસમો જિનચંદ, સુખદાયક સેવભણી સાચો સુરતરૂકંદ. સુખસર સારદ સામિની હોજયો માતહજૂર, બુધિ દેજ્યો મુજને બહુત પ્રગટ વચન પંકૂર. જ્ઞાતા દાતા જ્ઞાનધન જ્ઞાનરાજગુરુરાજ, તાસપ્રસાદ થકી કહુ સતીચરિત સિરતાજ. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા ગોર વાદલ અતિગુણિ સૂરવીર સિરતાજ, ચિત્રકોટ કીધઉ ચરીત સાંમી ધરમસિરતાજ. સરસકથા નવરસસહિત વીર શૃંગારવિશેષ, કહિસ્ય કવિતા કિલ્લોસ સું પૂરવકથા સંખેપ. પદ્મનિ પાલ્યો સીવ્રત વાદલ ગોરો વીર, શિલવીર ગાવત સદા ખાંડ મિલી ઘૂત વીર. સંદર્ભ : જૈન ગૂર્જર કવિએ ભા. ૪-૧૫૭ ૧૪. વિલાસ વિલાસ' સંજ્ઞાવાળી બે કૃતિઓની સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી છે. વિલાસનો અર્થ સુખ-સમૃદ્ધિમાં મસ્ત બનીને સમય પસાર કરવો. ભોગવિલાસ જેવો શબ્દ પણ વ્યવહારમાં પ્રચલિત છે. અહીં સાહિત્યની દૃષ્ટિએ વિચારીએ તો વિલાસનો અર્થ આત્માની શુદ્ધ વિચાર ધારામાં રમખાણ થવાની પ્રવૃત્તિ અશુભ વિચારોને બદલે શુભ વિચારો દ્વારા નિજાનંદની અનુભૂતિ કરવાની માનવાની એક અનુકરણીય-અનુમોદનીય ક્રિયા. - વિવેક વિલાસના સલોકો રૂપકાત્મક છે તેમાં નિવૃત્તિની પ્રવૃત્તિએ વિવેક વિલાસ છે. જ્યારે પ્રવૃત્તિની જે જે ક્રિયાઓ છે તે સર્વ અશુભ હોઈ આત્માને કર્મબંધથી વજસમાન ભારે બનાવે છે. બીજી કૃતિ ભાવના વિલાસ છે તેમાં આત્મા પોતાના સ્વરૂપને પામવા માટે ધર્મધ્યાન તરીકે બાર ભાવના ચાર ભાવના લાવે છે તે આધ્યાત્મિક રીતે આત્મવિકાસની પ્રવૃત્તિ છે એટલે આત્મ સ્વરૂપમાં રમણતા મેળવવા માટે ભાવના શુભ નિમિત્ત છે. સંદર્ભ : પ્રકરણ - ૨ સલોકો નં. ૧૧ - વિવેક વિલાસના સલોકો ૧. વીશા શ્રીમાળી જ્ઞાતિના દેવચંદ્ર નામના શ્રાવકે સં. ૧૯૦૩ માગશર શુદિ-૧૩ના રોજ વિવેકવિલાસ સલોકોની રચના કરી છે. આ રચના રૂપકાત્મક શૈલીમાં છે. તેનો પરિચય આ સાથે પ્રગટ કરવામાં આવ્યો છે. આદિ-સરસતિ માતા તુમ પાયે લાગું દેવગુરૂ તણી આગના મણું, કાયાનગરીનો કહું શલોકો એક ચિતથી સાંભળજો લોકો. અંત- ઓગણીસે ત્રણનો માગશર માસ શુક્લ પક્ષનો દિવસ ખાસ, તિથિ તેરશ મંગલવાર કર્યો શલોકો બુદ્ધિ પ્રકાસ. ૮૮ Page #358 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૭ ૩૩૯ શહેર ગુજરાત રેવાશી જાણો વિશા શિરમાલી નાત પરિમાણો, વાઘેશ્વરીની પોલમાં રહે છે, જેહવું છે તેવું સુરશશિ કહે છે. નથી જાણતો ગણને ભેદ કોઈ કરશો મમુજ પરખેદ, કવિજન આગલ મહારીથી ગતિ દોષ ટાલશે માતા સરસતી. સૂત્રસિદ્ધાંત નથી હું ભણ્યો જાડા રેશમનો દોરડો વણ્યો, વાત સાચી છે કાયામાં જોજો વિવેકી પુરુષો વિચારી લેજે. (જૈન ગૂર્જર કવિઓ ભા. ૬-૩૧૯ ભાવના વિલાસ કવિ લક્ષ્મી વલ્લભ-રાજ-ક્ષેમરાજે ભાવના વિલાસ નામની કૃતિ સં. ૧૭૨૭ના પોષ વદ-૧૦ના રોજ હિન્દી ભાષામાં રચી છે. તેમાં અનિત્ય, અશરણ, સંસાર અને એકત્વ એમ ચાર ભાવનાનું વર્ણન કરવામાં આવ્યું છે. દષ્ટાંતરૂપે પંક્તિઓ નીચે પ્રમાણે છે. તેમાં “વિલાસ” શબ્દ પ્રયોગ છે એમ દર્શાવ્યું છે. પ્રણમિ ચરણયુગ પાસ જિનરાજ જુકે, વિધિનકે ચૂરણ હૈ પૂરણ હૈ આસકે. દિઢ દિલમાંઝિ ધ્યાન ધરિ શ્રુતદેવતાકો, સેવૈ તે સંપૂરત હૈ મનોરથ દાસકે. ગ્યાનદગદાતા ગુરૂ બડે ઉપગારી મેરે, દિનકર જૈસે દીપે ગ્યાન પરકાસકે. ઇનકે પ્રસાદ કવિ રાજ સદા સુખકાજ, સવીએ બનાવત હૈ ભાવના વિલાસ કે. જૈન ગૂર્જર કવિઓ ભા. ૪-૩૪૮ ૧૫. “તરંગ સીમંધરસ્વામી શોભા તરંગ ‘તરંગ' સંજ્ઞાવાળી શ્રી સીમંધરસ્વામી શોભા કૃતિ કવિ તેજપાલે સં. ૧૯૮૨માં ૫ ઉલ્લાસમાં વિભાવન કરીને રચી છે. દષ્ટાંતરૂપે નીચેની પંક્તિઓ પ્રગટ કરવામાં આવી છે. (૩ ૨૪૧) આદિ-રાગ ગુડી તાલ અડતાળુ ઋષભ અજિત સંભવજિનો, શ્રી જૈનેન્દ્ર દિવાકરા અરિહાત્રિભોવનચંદા રે. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા અઠ મહા પાડિહેર જો તેણિ જુતા સુખકંદારે, સુખકંદા કનક કેતકી કાંતિ કદલી કોમલા. મનુષ્યો અવતાર માનું પવિત્ર કારણિ ભૂતલા, અષ્ટકર્મ નિર્મુક્ત સિદ્ધા આ ઈરિયા જ િસોહીઇ. અઠગણિ સંપદા જુતા આચાર શ્રુત તનુ મોહી. અંત- તોરી વદનશોભા મંડપિ મોરૂ મન્નભાવનવેલિ, ઘનશ્યામસું જિમ વીજલી ઝલકંતિ કરતી ગેલિ. કોટિ સૂરિય જાતિ અધિકી તુઝ વદન દેતી હેલિ, તેજપુંજ વિરાજતી સેવકહું રંગ રેલિ. તરંગ એટલે પ્રકરણ, આનંદ, ઊર્મિ, કાલ્પનિક વિચારોની ખરી માનીને વિચારવાની પદ્ધતિ અગમ-નિગમને સમજવાનો પ્રયત્ન તેમાં કલ્પનાઓ મહત્વની ગણાય છે. જૈન ગૂર્જર કવિઓ ભાગ ૩-૨૪૧ ૧૬. અખ્યાન જૈન સાહિત્યમાં આખ્યાન કાવ્ય પ્રકારની કૃતિઓ પ્રાપ્ત થતી નથી. રાસયુગ પછી આખ્યાન કાવ્ય પ્રકારનો પ્રારંભ થયો છે. કવિ ભાલણને આખ્યાનનો પિતા કહેવામાં આવે છે ત્યાર પછી નાકર, વિષ્ણુદાસ અને પ્રેમાનંદનાં આખ્યાનો પ્રાપ્ત થાય છે. મહાકવિ પ્રેમાનંદ આખ્યાનોની મોટી સંખ્યામાં રચના કરીને આખ્યાનનો સુવર્ણયુગ એવી કીર્તિ પ્રાપ્ત કરી છે. જૈન સાહિત્યમાં ૧. કવિ નયસુંદરની કૃતિ પ્રભાવતી (ઉદયન) રાસ અથવા આખ્યાન સ. ૧૬૪૦ની પ્રાપ્ત થાય છે. તેની રચના આસો સુદ-૫ બુધવાર વિદ્યાપુરી (બીજાપુર ઉ.ગુ.)માં થઈ છે. આ કૃતિના અંતમાં રચના સમયના ઉલ્લેખ સાથે આખ્યાન શબ્દ પ્રયોગ થયો છે. આદિ-પ્રથમ નાથ દાતા પ્રથમ, જગગુરુ પ્રથમ જગારિ, પ્રથમ નિણંદ પ્રથમ નમું, જેણે કરી પુણ્યાદિ. અંત- ષટ્ સિનિરી વિદ્યાપુરીવે, જઈ રહીયા ચુંમાશિ, શ્રી સંઘને આગ્રહ લિહી, જિન વીર વંદી ઉલાસી. ૧. સોલ ચ્યાલિશિ વર્ચષ હરશે આસો પંચમી ઉજલી, બુધવાર અનુરાધા ઊડીયે પ્રીતિયોગે મનિરૂબી. ગુણ સુણી સાધુ ઉદાયી કેશ જાલો કર્મેહ કાંથડી, આખ્યાન સુણી પ્રભાવતીનું સુકૃત સંએ ગાંઠડી. Page #360 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૭ ગુણવંત ઋષિગુણ ગાયતાં જે પુણ્ય સંતતિ કરે ચડી, તેણે વિબુધ નયસુંદર કહે શ્રી સંઘ લહો સંપદ વડી. ૨. સકલ ચંદ્ર ઉપાધ્યાયની કૃતિ મૃગાવતી આખ્યાન અથવા રાસ ૪૬૧ કડીની રચના સં. ૧૬૪૩ પહેલાંની છે. ૩૪૧ રાસ ચરિત્રાત્મક કૃતિ છે અને તેમાં જૈન ધર્મના પૂર્વાચાર્યો, મહાપુરુષો અને સતીઓનાં જીવનનો વિસ્તારથી પરિચય આપવામાં આવે છે તે દૃષ્ટિએ આખ્યાન સંજ્ઞા આપી હોય એમ સંભવ છે. આખ્યાનનું વસ્તુ પ્રાચીન ધાર્મિક ગ્રંથો અને પૂર્વાચાર્યોના ગ્રંથોમાંથી લેવામાં આવે છે તે દૃષ્ટિએ આખ્યાન સંજ્ઞા યોગ્ય લાગે છે. ૧. જૈન ગૂર્જર કવિઓ ૨-૯૯ ૨. જૈન ગૂર્જર કવિઓ ૨-૧૯૭ ૧૭. નિર્વાણ ‘નિર્વાણ' કાવ્યમાં કોઈ વ્યક્તિના દીક્ષા પ્રસંગનું વર્ણન કેન્દ્ર સ્થાને છે એટલે દીક્ષાના ઉત્સવનું કાવ્ય એમ સમયજાય છે. તદુપરાંત પૂર્વાચાર્યના સ્વર્ગારોહણના પ્રસંગનું વર્ણન મુખ્ય હોય તેવી કૃતિ ‘નિર્વાણ' નામથી રચાયેલી છે એટલે ‘નિર્વાણ’ કાવ્યનો સંબંધ જીવનના અંતકાળ કાલધર્મ સાથે છે. ૧. શ્રી વૃદ્ધિવિજયગણિ નિર્વાણ ભાસ રચના કવિ સુખ સાગરે કરી છે. તેનો આરંભ વર્ણનથી થયો છે. ગુર્જરદેશના વડનગર (આનંદપુર) પાસે ડાભલી ગામના પોરવાડ જ્ઞાતિના આણંદશાહ અને પત્ની સુ૨ાણી રહેતાં હતાં. એમના પરિવારમાં સુ૨૨ાણીએ વિસનગરમાં પોતાના પિયરમાં પુત્રનો જન્મ આપ્યો.તેનું નામ બોધા પાડવામાં આવ્યું અને પાછળથી કરમશી નામ રાખવામાં આવ્યું હતું. સત્યવિજય પંન્યાસના સત્સંગથી સં. ૧૭૩૫માં પાટણાના સંઘ સમક્ષ કરમશીએ દીક્ષા અંગીકાર કરી અને વૃદ્ધિવિજય નામાભિધાન કરવામાં આવ્યું. પૂ.શ્રીએ સત્યવિજયની ઉત્તમ કોટિની વૈયાવચ્ચ કરી હતી. પૂ.શ્રીએ અંતિમ ચાતુર્માસ પાટણમાં કર્યું હતું ત્યારે ચોમાસા પછી કાર્તિક વદ-૧૪નો ચોવિહાર ઉપવાસ કર્યો હતો. બીજે દિવસે ગોચરી માટે નીકળ્યા અને રસ્તામાં એક શ્રાવકને ત્યાં વિશ્રામ દરમ્યાન ડહેલામાં જ અમાવસ્યાના દિવસે કાળધર્મ થયો હતો. પૂ.શ્રીની અંતિમ વિધિ સકળ સંઘના ભાઈઓએ કરી હતી. પૂ. સત્યવિજય પંન્યાસની ચરણાપાદુકાની સ્થાપના કરવામાં આવી હતી તેની સાથે જ પૂ. વૃદ્ધિવિજયજીનાં પગલાંની સ્થાપના કરવામાં આવી હતી. રાસને અંતે કવિના શબ્દો છે. ‘‘ધર્મમિત્ર’સુખસાગર કવિ ઇણિ પિર ભણે રે હંસવિજયને હેતિ.” આ પંક્તિ દ્વારા એમ જાણવા મળે છે કે સુખસાગર કવિ વૃદ્ધિવિજયજીના ધર્મમિત્ર હતા. વૃદ્ધિવિજયના શિષ્ય હંસવિજયજી હતા. એમના માટે આ નિર્વાણ ભાસની રચના કરી છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ‘નિર્વાણ' સંજ્ઞાવાળી કૃતિઓ ગુરુગુણ મહિમા ગાવાની સાથે પૂર્વાચાર્યોના જીવનની દીક્ષા, શાસનપ્રભાવનાનાં કાર્યો અને અંતકાળના વર્ણનને કેન્દ્રમાં રાખીને રચાઈ છે. ૨. શ્રી રાજસાગરસૂરિ નિર્વાણ રાસ. ૩. શ્રીવિજયસેનસૂરિ નિર્વાણ રાસ. ૪. શ્રીહીરવિજયસૂરિ નિર્વાણ આ રીતે “નિર્વાણ' સંજ્ઞાવાળાં કાવ્યોની સંક્ષિપ્ત માહિતીની નોંધ કરવામાં આવી છે. સંદર્ભ : જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્ય સંચય પા-૧૪, પા-૪૫, ૧૫૯ પા. ૨૦૩. ૧૮. ચાબખા સમાજમાં પ્રવર્તતી અસામનતા, દંભ, સાંપ્રદાયિક સંકુચિતતા, ઢોંગી ગુરુઓનાં ધતિંગ, વહેમ, રૂઢિની જડતા, અંધશ્રદ્ધા વગેરેમાં સમાજના લોકો ફસાયેલા હતા, એમને જાગૃત કરવા માટે અને સત્ય સમજાવવા માટે જ્ઞાની કવિઓએ કઠોર વાણીમાં ધારદાર અને વેધક અભિવ્યક્તિ કરતી કેટલીક રચનાઓ કરી હતી તે “ચાબખા” નામથી પ્રચલિત થઈ છે : તેમાં ભોજા ભગતના ‘ચાબખા” વિશેષ લોકપ્રિય છે, ભોજા ભગતે યોગ સાધના કરી હતી. પંદર દિવસ ધ્યાન મગ્ન સ્થિતિમાં રહ્યા પછી ઉપદેશ વાણી પ્રગટ થઈ તે “ચાબખા' કહેવાય છે. કેટલાક પંક્તિઓ ઉદાહરણ તરીકે નોંધવામાં આવી છે. મૂરખની દાઢી થઈ ધોળી રે, હૃદયમાં જોયું ન ખોળી રે. મૂરખા જનમ ગયો તારો રે, બાંધ્યો પાપણો ભારો રે. મૂરખો મોટી રહ્યો મારું રે, આમાં કોઈ નથી તારું રે. પ્રભુ સેવા માટે કવિ જણાવે છે કે પ્રાણિયા ભજીલેને કિરતાર, આતો સપનું છે સંસાર. ભજન કરો તો ભવ મટે, સંત શબ્દ ધરજો કાન. પ્રેમપદને પામવા તું મેલી દે મનની તાણ. ભોજા ભગતે ભાષાનો માત્ર એક સાધન તરીકે ઉપયોગ કરીને પોતાના ચિંતનાત્મક વિચારો રજૂ કર્યા છે. તેમાં આત્મજાગૃતિ અધ્યાત્મિક સ્પર્શનાની અનુભૂતિનો રણકાર સંભળાય છે. જૈન સાહિત્યમાં “ચાબખા”ની રચના એક માત્ર ખોડીદાસ સ્વામીની પ્રાપ્ત થાય છે. અત્રે એમના ચાબખાની સમીક્ષા અને મૂલ ૩ ચાબખા પ્રગટ કરવામાં આવ્યા છે. લોક જાગૃતિ કેળવવા માટે આ પ્રકારની રચના વેધક અસર પહોંચાડે છે. કડવા કારેલાના ગુણ ન હોય કડવા એ ન્યાયે કડવી, તીખી વાણી જીવન ઘડતરમાં ઉપયોગી-પોષક નીવડે છે. અખા ભગતના છાપ્પામાં પણ “ચાબખા' જેવી વિચારો પ્રગટ થયા હતા. સમકાલીન સામાજિક અને રાજકીય પરિસ્થિતના પ્રભાવથી “ચાબખા' રચાય છે તેની વિગતવાર માહિતી અત્રે પ્રગટ કરવામાં આવી છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૭ ૩૪૩ ૧. પ્રથમ સુધરેલા વિષે ચાબખા. સાંભળો શ્રાવક સુતની વાતું, અમે આ દુઃખડું નથી ખમાતું ! ઘણા દિવસ ગોપવીને રાખ્યું, પણ હવે નથી ગોપવાતું ! ઉભરો થઈને ઉપર આવે છે, ચિત્તડે નથી સમાતું ! સાંભળો. ૧ એ આંકણી II એકઠાં થઈ ઈંગ્રેજી ભણે, નવી જંપે દિવસને રાતું // દયાને તો દેશવટો દિધો, કરે સાપ વિંછીની ઘાતું સાં ૨I નિજ ધરમનો નિશ્ચય નહી, નથી શાસ્ત્રનું વેણ સોહાતું ! કવળજ્ઞાનીનું કહ્યું અવગુણી, મન ગોળામાં ગોથાં ખાતું | સાં. ll સાધુનું કહ્યું કદિ સરધે નહી, નવી બાંધે ધરમનું ભાતું ! કષ્ટ કરીને કોણ મરે, નથી સ્વર્ગ નરક દેખાતું. || સાંs III ઉપદેશ રૂપી ઔષધથી પણ, દિલનું દરદ નથી જાવું છે વર્તમાન સુખ તો વ્હાલું લાગે છે, પણ અંતે સોધાશે ખાતું સાં પા! નાતિ જાતિનો વ્યવહાર ન જાણે, નવી માને પિતા ને માતુ છે. વિનય મર્યાદા, મૂકીને બેઠા, એને અંગે અભિમાન ન માતું || સાં. ll સ્નાન વિના કદી ચાલે નહીં, નિત્ય ભોજન ભાવે છે તાતું II ભક્ષ અભક્ષનો લક્ષ નહી, એનું અંતર નથી જવાતું | સાં. lણા દયા ધરમનો દાટ વાળ્યો, જિહાં વાણીયાની રે વિલાતું . સુધારાથી કુધારો થયો, અમે એહ સહન નથી થાતું | સાં ||૮|| જાણું સુધરશે છોકરા, તેથી રહેશે ધરમની વાતું | માત પિતાનું માન વધારશે, નિર્મળ કરશે નાતું | સાં || પણ એ વાતના વાંધા થયા, થયું ભણતર કારમું કાતું . સુધરેલાનું ચણતર જોઈ, દયાવંતનું દિલ અકળાતું || સાં ||૧૦ ઉદ્યોગનું ફળ અતિ પામ્યા, ખરે રસ્તે નથી ખરચાતું / પુનરવિવાહની પ્રીતિ ઘણી, લણી નાંખે અસલ અવદાતું || સાં૦ ૧૧ મણિ જેવો મનુષભવ મળીયો, તેમાં કથી શુભ થાતું ! ખોડાજી કહે છે ખરેખરું અંતે આવશે માંડવે ગવાતું || સાંs I/૧૨ાા ઇતિ | ૨. શ્રી ઊછરતી વયના સુધરેલા વિષે ચાબખો. સાંભળો સુદરેલ છેલ છબીલા, થયા કેમ ધર્મ કરવા ઢીલા છે. કંદમૂળ કેરો કેર કરો, ઢોળી પાણી કરાવો ગીલા II ઊંટની પેરે ઉછળતા ફરો, પહેરો બુટ જડાવી ખીલા સાંભળો ||૧ાા - Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ચોપડી વાંચવા ચૂંપ ઘણી, નવી શોધો ધરમના ચીલા / ત્યાગ વૈરાગ્યની વાત ન જાણો, તમે વચન બોલો છો વિલા | સાં. રા મનમોજીને અતિ મિજાજી, લડો છો લાલ રંગીલા | માતા પિતાને માનો નહી, હજી રહ્યા કીલાને કીલા || સાંs III અલબેલા આછકલા તમે તો, હિંસામાંહી હોંશીલા | બોધ રૂપી બહુ પાણી પડે, તોહી થાતા નથી તમે લીલા | સાં. જા ભણ્યા ઘણું પણ ગયા નહી, નવી દુર્ગુણ દોષને પીલ્યા છે. તકરારી ને તંતીલા થયા, વળી વિશેષે વાદીલા | સાં ||પા સદગુણની શેરી નવી શોધી, હૃદય કઠણ જેમ શિલા, ખોડાજી કહે છે જનવિકરાળા, ઝાડકશે તે ઝીલા | સાં, હા ઇતિ | ૩. શ્રી શ્રાવકને શિક્ષા વિષે ચાબખો. શ્રાવક સૂત્ર સુણે છે ભાવે, તોહિ કેમ જ્ઞાન અંતર નવી આવે છે ભિન્ન ભિન્ન ભેદ કરીને મુનિવર, નિત નિત સમજાવે છે વાંસ નળીમાં ડુંક તણી પરે, કરણ થકી વહી જાવે રે / શ્રાવક. ૧પ એ આંકણી || જીવ અજીવને જાણે નહી | ગુરુદેવ ધારણ નવી ધ્યાવે છે સમાયિક કરે તેની શુદ્ધિ નહી, ઝુકી ઝુકીને ઝોલા ખાવે રે || શ્રા, રા. ધન્ય વાણી સત્ય વાણી કહીને, મસ્તક ડોલાવે છે દસ્કત એક તો દિલે ન ધારે, વાંચ્યું વ્યથા થાવે રે | શ્રાવ Hall આંધળાને આરીસો બતાવે, બહીરા આગળ ગાવે છે. મૂરખને ઉપદેશ કરીને, રણમાં કોણહી વાવે રે | || શ્રા //૪ કાગળમાં ગુણ કીર્તિપણેરે, શ્રાવક કેરી ગાવે પણ એહ માંહિલો એકે નહિ, ગુણ ફોગટ ફુલાવે રે || શ્રા ||પો ત્યાગ નહિ વૈરાગ્ય નહિ, કાંઈ અનુકંપા દિલ નાવે અનંતકાયને આરોગી જાય, પછે સ્વર્ગનું પણ કેમ પાવે રે | શ્રાIll આઠમ પાખી ષટ પરવી, તે લીલોતરી ઘર લાવે છે. અગડ લીએ તો ગોટા ઘણા, મહોટા શ્રાવક નામ ધરાવે રે ! શ્રા. શા વ્રત પચખાણ મર્યાદા નહી, જેને સંવર ચિત્ત નવી ભાવે |. આરંભ પરિગ્રહ પ્યારા લાગે, વળી, રાત્રી ભોજન ખાવે રે || શ્રા . Page #364 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૭ ૩૪૫ પામર ઉપર પ્રીતિ નહિ, કરી ક્રોધ રોવરાવે છે ઘર ખોરડાં તો કબજે કરાવે, ધર્મને નિંદાવરે || શ્રી II આડ પીલાવે ને હાડ પીલાવે, પૂરાણાં ઝાડ કપાવે છે. કણ તણા કોઠાર ભરી, ત્રસ પ્રાણીના પ્રાણ તપાવે રે | શ્રા. ll૧ના જીવહિંસાના ધંધા કરે, અંધા થઈને દુઃખ ઉપજાવે છે. ઉજવળ ધર્મને એબ લગાડી, મનમાં તે મલકાવે રે || શ્રા. ||૧૧|| ભર વરસાદમાં ઘર ઉકેલી, આરંભ અધિક ચલાવે છે. પાણા ખાણેથી પાણા કઢાવે, ચુનાની ભઠ્ઠીઓ જલાવે રે || શ્રા ||૧૨|| ધર્મના કામમાં ધંધ મચાવે, અપશબ્દ મેઘ વરસાવે . સાધર્મિ સાથે સંપ નહિ, હાથ કરીને ધર્મ ફેલાવે રે || શ્રા, ૧૩. જૈનધરમ કરવાનું ઠેકાણું, સાધુજી કહી સંભળાવે છે. શાસ્ત્ર પ્રમાણે શિક્ષા દિયે, કર્મહીણાને કેમ સુહાવે રે | શ્રા૦ ૧૪ નિર્થક નીરને કોણ વલોવે, કોણ કૂશયા ઓઘાવે છે. ખોડી કહે રૂડા શ્રાવક ઘણા, એવા પીતળને કોણ તાવે || શ્રા ||૧પી ઇતિ ૧૯. વયણાં સારી સુ૩િ મેરે સ૩પુરૂ વI | સુo | अमृत मीठे अत्यन्त सरस वांवे सिद्धांत । मंजन मन की भ्रति चित्त होत वयणा ॥ सु० ॥ १ गावत वयराडी रागइ आला पइश्री संघ आगइ वांसुरी मधुरी वागइ सुख पावइ सयणा ॥ सु० ॥ २ श्री जिन सिंघसूरि केख्यां दुख गये दूरि समयसुन्दर सनूरि हरखे नयणा ॥ सु० ॥ ३ २०. दोहा इकडिन अकबर भूपति इम मारवई मंत्रीसर कर्मत्वंउ सुडाखइ । तुम्ह गुरू सुखियइ गुज्जर खंडइ सिद्ध पुरुष सुप्रताप अखंडइ ॥११॥ वेगि बोलायउ लिखि कुरमाणं आउर अधिक देइ बहु माखं Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા सुणि जिणचंहु सूरि सुक्खाणं जिम हम जैन धरम पहि छाणं ॥१२॥ तव मंत्रीसर बेगि बुलाए आडंबर मोटइ गुरू आए नर नारी मन रंगि बाधए पातिसाहि अकबर मनि माण ॥१३॥ पा. ३५९ ૨૦. અંતરંગવિચાર કહુઉ કિમ તિણ ઘરિ હથઈ ભલીવાર કોકહની માનદ નહીં કાર ૧ ક પાંચજન કુટુમ્બ મિલઉ પરિવાર જૂજઇ મતિ બુપુય અધિકાર ||રા ક આપ સંપા સુથઇ એક લગાર તઉ જીવ પામઈ એક અપાર સમયસુન્દર કહઈ સુ નરનારિ અંતરંગ છઈ એહ વિચાર I૪ ક. ૨૧. ચંદ્રાઉલાચંદાવલા મધ્યકાલીન કાવ્ય પ્રકારોમાં ચંદ્રાવલા કાવ્યની સંખ્યા અતિઅલા છે. “ચંદ્રાવલા” એક પ્રકારની દેશી છે. આ દેશમાં રચાયેલું કાવ્ય ચંદ્રાવલા નામથી ઓળખાય છે. છંદમૂલક રચના જેવા કાવ્ય સમાન આ કાવ્ય દેશીમૂલક રચનાનું છે. - ચંદ્રાવલા પ્રકારની ત્રણ કૃતિઓ પ્રાપ્ત થાય છે. ૧. સોળમા શતકના અંત કાળમાં કવિ લીંબો સ્થાન ધરાવે છે. એમની કૃતિ પાર્શ્વનાથ નામના સંવેદરસ ચંદ્રાઉલા અપ્રગટ છે. (હસ્તપ્રતમાં સંચય) ૨. સીમંધરના ચંદ્રાઉલા-૨૭ કડીની રચના કવિ જયવંતસૂરિની પ્રાપ્ત થાય છે. જે હસ્તપ્રતમાં સંચિત છે. એમનો રચના કાળ સતરમા સૈકાના મધ્ય ભાગમાં છે. ૩. શ્રી પાર્શ્વનાથના ચંદ્રાવલા-આ કૃતિ સંવત ૧૯૩૯ના ફાગણ સુદ-૧ને શનિવારે શ્રી જૈન હિતેચ્છુ મંડળ ભાવનગર તરફથી, પ્રગટ થયેલ છે. તેની પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે અન્ય દર્શનીઓમાં વસંતઋતુને વિશે યુદ્ધ વિશેની કાવ્યરચના કે જે કર્મબંધનના કારણરૂપ છે તેવી પાંડવવળા ચંદ્રાવળા પ્રાપ્ત થાય છે. તેવી રીતે વસંત ઋતુમાં ગાઈ શકાય તેવી જૈન ધર્મની ચંદ્રાવળા રચના છે. જૈન સાહિત્યમાં આવી કોઈ કૃતિ પ્રગટ થયેલ નથી એટલે શ્રી જૈન Page #366 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૭ ૩૪૭ હિતેચ્છુ મંડળના એક સભ્ય પાર્શ્વનાથ નામના સંવેગરસ ચંદ્રાવળાની રચના કરીને જૈન સમાજને ચરણે ભેટ ધરી છે. જે વસંત ઋતુમાં ગાવા માટે ઉપયોગી છે. જૈન સાહિત્યમાં વસંતનો પદો, હોરી ગીતો જેવી રચનાઓ થઈ છે “ફાગણ કે દિન ચાર' પુસ્તકમાં આ પ્રકારની કૃતિઓ પ્રગટ કરવામાં આવી છે. વસંત અને ફાગણ માસ તેમાં હોળીનું પર્વ એ ઘોર મિથ્યાત્વની ઉપાસનાનું છે. આ મિથ્યાત્વથી બચવા માટે જૈન કવિઓએ આધ્યાત્મિક પદોમાં વસંત-હોરીનું રૂપકાત્મક નિરૂપણ કરીને જૈન સમાજ અધ્યાત્મના રંગે રંગાઈને ભક્તિમાં નિમગ્ન થાય તેવો શુભહેતુ રહેલો છે. આ રચનામાં પાર્શ્વનાથ ભગવાનનાં પાંચ કલ્યાણક પાંચ પ્રકરણમાં વિભાજિત કરીને વર્ણવ્યાં છે. નામ ચંદ્રાવળા છે પણ તુલનાત્મક રીતે વિચારીએ તો આ કૃતિ “વધાવા', “પંચકલ્યાણક સ્તવન,” “પંચકલ્યાણક પૂજા સાથે પૂર્ણ રીતે સામ્ય ધરાવે છે. તેમાં મુખ્યત્વે “ચંદ્રાવળા' દેશીનો પ્રયોગ થયો હોવાથી ચંદ્રાવળા નામ આપવામાં આવ્યું છે. સત્તરમી સદીના કવિ સમયસુંદરે શ્રી જિનચંદ્રસૂરિ ચન્દ્રાઉલા ગીતમની રચના કરી છે આ કૃતિ “કુસુમાંજલિ' નામના કાવ્ય સંગ્રહમાંથી પ્રાપ્ત થઈ છે. કવિ જિનચન્દ્રસૂરિનો મહિમા દર્શાવીને ચોથી કડીમાં “ચન્દ્રાઉલા' શબ્દ પ્રયોગ કર્યો છે. એ ચન્દ્રાઉલા ભાસ મઈ ગાઈ, પ્રીતિ સમયસુન્દર મતિ પાઇ.” ખરતરગચ્છના ગચ્છાધિપતિ ગુરુ જિનચન્દ્રસૂરિના આગમનની સકળ સંઘ પ્રતીક્ષા કરે છે. ગુરુજી પધાર્યા-સંઘ તરફથી ઉત્સવ થયો. રમીયો હર્ષપૂર્વક ગુરુને વધાવીને મંગલ ગીત ગાય છે. ગુરુની અમૃત સમ મધુર વાણી દર્શનથી દુઃખ દૂર થાય નયનોમાંથી અમી વૃષ્ટિ થવી વગેરે દ્વારા ગુરુ ભક્તિનો મહિમા ગાવામાં આવ્યો છે. ૨૨. રેલઆ દરેક કાવ્યપ્રકારની સંજ્ઞાનો કોઈ અર્થ હોય છે. શબ્દાર્થ અને ભાવાર્થની કાવ્ય પ્રકારનો અર્થ બોધ થાય છે. “રેલુઆ' કાવ્ય વિશે આવો કોઈ ઉલ્લેખ મળતો નથી. જેસલમેરના ઉપાશ્રયના જ્ઞાનભંડારમાં પુષ્પિકા નામની પુસ્તિકાનાં થોડાં હસ્તલિખિત પેજ મળે છે તેમાં રેલુઆ શબ્દપ્રયોગ થયો છે. તેનો સમય સં. ૧૪૩૭નો છે. એટલે ૧૫મી સદીમાં આ પ્રકારના કાવ્યની રચના માનવામાં આવે છે. રેલુઆમાં કોઈ એક છંદનો પ્રયોગ હોય છે. લોકગીતની ચાલમાં આ કાવ્યરચના ધ્રુવ પંક્તિથી ગેયતાને સિદ્ધ કરે છે. તેના પર લોકગીતની રચનાનો પ્રભાવ નિહાળી શકાય છે. રેલુઆ શબ્દને “રેહુવા' નામથી ઓળખવામાં આવે છે. “રેલુઆ' સંજ્ઞાવાળી ઉપલબ્ધ કૃતિઓની સૂચી નીચે પ્રમાણે છે. ૧ જિનકુશલસૂરિ રેલુઆ ગા. ૧૦ જયધર્મગણિ પત્રાંક ૪૧૨મે ર શાલિભદ્ર રેલુઆ ગા. ૮ પત્રાંક ૪૧૪ મેં ૩ ગુરાવલી રેલુઆ ગા. ૧૩ સોમમૂર્તિ પત્રાંક ૪૩૮ ૪ શ્રીજિનચન્દ્રસૂરિ રેલુઆ ગા. ૮ ચારિત્રગણિ પત્રાંક ૪૪૦ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ૫ જિનપ્રયોગસૂરિ વર્ણન રેલુઆ - ગા.૧૦ પધારશ્ન પત્રાંક રેલુચા કાવ્યની નમૂનારૂપ આરંભની પંક્તિઓ નીચે પ્રમાણે છે. ૧. શ્રી જિનકુશલસૂરિ રેલુઆ ધન ધન જેલ્લો મંતિ વરુ ધન જયતલદેવિય ઈત્યાદિ ગુણ સંપન્ના, જીહ તણઈકુલિ ગ્રથરિઉપરવાઈય રીજણો સિરિજિન કુશલ મુર્ણિદ. / ૧ // હલિહલિ ગુરુ ગિહિમોહ મોલ્શિયઈ જિકુશલસૂરિ ગુરુ સેવિયઈ, લભઈ જિન ભવ પારું એ. || અંચલી | ૨. શ્રી શાલિભદ્ર રેલુઆ રાજગૃહી ઉધાન પતિકમિ વીર સમસરિઉ ધન એસઉ શાલિભદ્ર, નિય નિયરિય મનુ હરવિષયઉ ત્રિભુવન ગુરુ પૂછિ ૫ વંદાવિસુ સમુદ્ર. || ૧ || તય તેય મુનિ વેડ પાંગુરિયા ધનુ શાલિભદ્ર, વિહરણ ચલિયા નિય જખણિ હાથિ પારિસી. | ૨ | સંદર્ભ - પ્રાચીન કાવ્યોં કી રૂપ પરંપરા - પા- ૯૦, જૈન ગૂર્જર કવિઓ - ભાગ- ૧- ૨ ૪૧૬ ૨૩. સંબંધ ૧. કવિ જ્ઞાનમેરુએ વિજય શેઠ-વિજયા શેઠાણી સંબંધની રચના ૩૭ કડીમાં એ૧૬દપના ફાગણ સુદ-૧૦ના રોજ કરી છે. સંબંધ કાવ્યની વિશેષતા વિજયશેઠની કૃષ્ણપક્ષમાં અને વિજયા શેઠાણીની શુકલ પક્ષમાં ચોથા બ્રહ્મચર્યવ્રતના પાલનનો મહિમા પ્રગટ થયો છે. લગ્ન સંબંધ થયો પણ આજીવન બ્રહ્મચર્યવ્રતનું પાલન કર્યું. એટલે “સંબંધ” નામ સાર્થક કર્યું છે. કવિ હર્ષ કીર્તિસૂરિની સઝાયને અંતે નોંધપાત્ર પંક્તિઓ જોઈએ તો શ્રી સાધુકરસિ પાઠકવરૂ ખરતરગણ નભચંદ, મહિમ સુંદર ગણિ ચિર જ્યુતસુ શિષ્ય કહઈ આણંદો રે. ઈમ જાણી સીલ જે ધરઈ શિવતે પાવઈ અપાર, જ્ઞાનમેરૂ મુનિ ઈમ ભણઈ સુગુરૂ પસાય જયકારે રો. સાહથિરપાલ કરાવિયઉ એહ સંબંધ ઉલ્લાસ, શાસ્ત્ર વિરૂધઈહાં જે કહપ મિચ્છા દુક્કડ તાસ રે. ૨. “સંબંધ” કાવ્યના અન્ય ઉદાહરણરૂપે ૧૮ નાતરોની સજઝાય પ્રચલિત છે. જીવાત્મા મોહનીય કર્મના ઉદયથી સંબંધ બાંધીને કર્મ ઉદયમાં આવે છે ત્યારે કર્મસ્થિતિનો વિચાર આશ્ચર્યચકિત કરે છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૭ જિમ કૃષ્ણપક્ષે શુકલપક્ષે, શિયળ પાળ્યો નિર્મળો, તે દંપતીના ભાવ શુદ્ધે, સદા સદગુરુ સાંભળ્યો; જિમ હરિત દોદગ દૂર જાયે, સુખ પાયે બહુપરે. વળી ધવળ મંગળ આવે વંદિત, સુખ કુશળ ઘર અવતરે. ૧. જૈન - ગૂર્જર - કવિ ભા. ૩૯૫ ૨. સઝાય માળા - પા. ૪૩૨ - ૨૪. જોડી જોડી- જોડ બે વસ્તુનો સંબંધ જોડવો. આવો સંબંધ દર્શાવતી કાવ્યરચના જોડી કહેવાય છે. સત્તરમી સદીના કવિ ગુણવિજયજીએ બારવ્રતની જોડીની ૫૬ કડીમાં સં. ૧૯૫૫માં રચના કરી છે. તેમાં બાવ્રતનો મુખ્યત્વે સમક્તિ સાથે સંબંધ છે એ પાયાનો સિદ્ધાંત મહત્વનો ગણાયો છે. નમૂનારૂપે પંક્તિઓ નીચે મુજબ છે. આદિ - જિનહ ચવીસના પાય પણમી કરી, સમિ ગોયમ ગુરૂનામ હીયડઈ ધરી. સમક્તિ સહિત વ્રત બાર હિવ ઉચ્ચરૂં, સુગુરૂસાખઈ વલી તત્ત્વ ત્રિણઈ ધરૂં. અંત :- શ્રી ખરતરચ્છિ ગયણ Ëિણિદો શ્રી જિનચંદ્રસૂરિ સૂરિંદો, એહની મસ્તકિ આણ વહિજ્જઈ સૂરૂં સમક્તિ ઈમ લહિજ્જઈ. સંવત સોલ પંચાવન વરસઈ શ્રાવિકા જીનિય મનહરસઈ, શ્રીગુણવિનય વાચક વરપાસઈ સુણીઉ આગમ મુનિ ઉલાસઈ. કીધઉ બારહવ્રત ઉચ્ચારહ અણજાણઈ નહીં દૂષણભાર, ભણસઈ ગુણસઈ એહ અધિકાર તેહિ ધિરે મંગલ જયકાર. ૨૫. સંધિ હેમચંદ્રાચાર્ય જણાવે છે કે पद्यं प्रायः संस्कृत प्राकृततृप પ્ર. શં. भाषा निबध्ध भिन्नान्स्त्य वृत्त. सर्गाऽऽश्वास संध्यवस्कंधक बधं सस्संधि. शब्दार्थ. वैचिगयोपेतं महाकाव्यम् ‘સંધિ’ કાવ્યનું દૃષ્ટાંત નીચે મુજબ છે. ૧. ‘સંધિ’ શબ્દ પ્રયોગ અપભ્રંશમાં કાવ્ય રચનાના વિભાજનમાં થાય છે. સંસ્કૃતમાં સર્ગઅધ્યાયનો વસ્તુ વિભાજન માટે પ્રયોગ થાય છે તેવી રીતે અપભ્રંશમાં ‘સંધિ’ શબ્દ પ્રયોગનું સ્થાન છે. - ૩૪૯ ગ્રામ્ય, ॥ ૧ ॥ ૫૫ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા સંધિ કાવ્ય ૨. ખરતરગચ્છના સ્નેહહર્ષના શિષ્ય શ્રીસાર પાઠકે આનંત શ્રાવક સંધિની સં. ૧૬૮૪માં ૧૫ ઢાળની ૨પર કડીમાં રચના કરી છે. ( ૩ | ૨૧૪) સાંભલિ જેબૂ સોહમ ઈમ કહૈ સાતમ અંગ મઝાર, પ્રથમ અધ્યયનૈ ભાષ્યા એહવા વીર જિણંદ વિચાર. ૨૪૮ જિમ જિમ ચરિત સુણી જે એહવા તિમ તિમ મરથિર થાય, થિવ મણ રાખ્યાં લાભહુવૈ ઘણો પાતિક દૂરિ પલાય. ૨૪૯ પહકરણી નિયરિ અતિ દીપતી શ્રાવક ચતુરસુજાણ, આદીસર જિનવર સુપસાઉલે રાજપ્રભકલ્યાણ. ૨૫૦ સંવત દિશી સિદ્ધિ રસ સસિ ૧૬૮૪ તિણ પુરીમ કીધી ચઉમાસિ, એ સંબંધ કી યૌર લિયા મણ ઉસુણતાં થઈ ઉલ્લાસ. ૨૫૧ રત્નહરષ વાચકગુરૂ માહરલ મનંદન સુખકાર, હેમરતિ ગુરૂ બંધવ નૈ કઈ પભણે મુનિ શ્રીસારિ. ૨૫૨ ૨૫ ૨ સંદર્ભ :- ૧. પ્રાચીન કાવ્યોં કી રૂપ પરંપરા - પા. ૨૨ ૨. જૈન ગૂર્જર કવિઓ ભાગ- ૩ | ૨૧૪ ૨૬. બોલી, છંદોબદ્ધ રચનાઓમાં વચ્ચે બોલી યુક્ત ગદ્ય મૂકવાની રૂઢિ પ્રચલિત હતી. ઈ. સ. ના ૧૫માં શતકના પૂર્વાર્ધમાં રચાયેલ હીરાણંદકૃત ‘વસ્તુપાલ રાસ” અને ઉત્તરાર્ધમાં રચાયેલ નરપતિકૃત “પંચદંડ”, “ઉદાહરણો' આદિ કાવ્યોમાં આ પ્રણાલિકાનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. જયશેખરસૂરિ કૃત પ્રકીર્ણ રચનાઓમાં સંગ્રહમાંથી બોલીયુક્ત શ્લોક નીચે પ્રમાણે છે. અહો શ્યાલક? જિમ ગ્રહમાંહિ ચંદુ સુરjદ માંહિ ઈંદુ મંત્રાક્ષરમાંહિ, ઓકાર ધર્મમાહિ પરોપકાર નદી માહિ ગંગા મહાસતી માંહિ સીતા. મંત્રમાંહિ પંચપરમેષ્ઠિ નમસ્કારુ દાયિક માહિ ઉભય દાતારુ ગુરુયલ, તિમ તીર્થ સિવિહુ માહિ સિદ્ધક્ષેત્રુ શ્રી શત્રુંજ્ય નામ પર્વતુ. તેહઉપર શ્રી નાભિરાયા તણા કુલનઈ અવતંતુ માતા. (જૈન ગૂર્જર કવિઓ ભાગ- પા. ૨૮૨) આદિનાથ બોલી આદિ ઃ જો ભુવણભૂસણના ભિકુલન્નર વંસિ વસ મહદઓ, મરૂદેવિ દેવનઈ સુવન્ન કમલ સિરિ વસહદુઓ. વરદાય મુણિ કેવલિ જિણહ ધુરિ પંચસય ધણુહુર્ચાઓ, સેતુજ મેરિ ગિરીજ્જા સુરતરુ આદિનાહુ સુનંદઓ. Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ પ્રકરણ-૭ અંત : સોહમ સા મિણ કમિણ જિર્ણસરસૂરિ ગોયમતુલ્લઓ, તસુ પટ્ટિ સિરિ જિણપ બુહરિ તાસુ પઈવિજજાલઉ. જિણચન્દ્રસૂરિ ગુરુ વજેસિ જત્ત કરણ જિ પિઠખએ, સિત્તેજ્જિ સંડિય કડિ જકખહ પમુહ સંઘહ રક્તએ. આ રચના કવિ વિનયચંદ્રસૂરિ શિષ્ય ની અપભ્રંશ ભાષામાં કાવ્યરૂપે રચાઈ છે. (જૈન ગૂર્જર કવિઓ. ૧ ૪૧૯) આદિ : ધનુ ધન ધનુ સોરઠ દેસિ પસિઠઉ જિરિ ગિરિવર ગિરનાર, ઉતંગ સુતારણ જ સિરિ સોહઈ ભુવણિ ભુવણ અઈચાર, તસુ મજિઝ નિવિદઉ જલહર વન્નઉ સામિઉ નેમિકુમાર, જિણિ હેલઈ જિત નવ જુવણ ભરિ તિહુણ રગડણ થાર આદિ : રેવઈગિરિ મંડણ પાવ વિહંડણ તિહુયણ પણમિય થાય, ભતિહિ સંયુણિયલ ઈણિ મણિ રહિયઉ ઈકુ તુણું જાદવરાય. તિમ તિમ તિમ કરિમહુ ભાલFલિ જિમ હુઈને મિતિલઉ સુપહાણ, જય જય જય જિયવર તુહ પરમેસર જામ ગયણિ સસિ ભાણ વચનિકા અને બોલીમાં પ્રભુનાં ગુણગાન ગાવામાં આવ્યાં છે. અજ્ઞાત કવિકૃત બોલી કાવ્યમાં છે. (જૈન ગૂર્જર કવિઓ. ના ૪૧૯) ૨૭. વાસુપૂજ્ય બોલિકા બોલિકા એટલે બોલ, બાબત એવો અર્થ થાય છે. વાસુપૂજય બોલિકામાં વાસુપૂજય સ્વામી ભગવાન વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. સુષમ-દુષમ કાળમાં અવતાર પામીને જગતના જીવોનું કલ્યાણ કર્યું છે. ભગવાન સાક્ષાત વિચરતા હોય ત્યારે આગળ અષ્ટમંગલ, સ્ત્રીઓ શણગાર કરીને પ્રભુની ભક્તિ કરે છે. પ્રભુને વહણ-વિલેપન કરવામાં આવે છે. વાજિંત્રોના નાદનો મધુર ધ્વનિ કર્ણપ્રિય બન્યો છે. કવિએ પ્રાસયોજના દ્વારા ગીતની સમાન પદ્યરચના કરી છે. પંક્તિના આરંભમાં લા ચલહિ, તાપૂજન્મ્યા વહિ, તાપતિ રાવણિ કાવ્યમાં ભક્તિરસની અનેરી અનુભૂતિ થાય છે. નમૂનારૂપે ભક્તિગીતની આ બોલિકા દ્વારા પ્રભુની લાક્ષણિક પરિચય થાય છે અંતે કવિના શબ્દો છે કે પ્રભુ ભક્તિથી મનુષ્યોનાં મનોવાંછિત પૂર્ણ થાય છે અને દુઃખ દારિદ્રનો નાશ થાય છે. Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા વાસુપૂજય બોલિકા તા પહૃણપૂરિ ગોરી વિનંતી કરહિ જુ પ્રિય નિસુહા તા દૂસમ કાલિ સૂસમુ અવયરિય ઉદુહહ જલંજલિ દેહ || તા ચલ્લહિ સામિય મયગલ - ગામિય સહલઉ જમ્મુ કરેસ તા વિજારિ બિધિ મંદિર પણમિસ વાસુપુજજુ - તિથ્થસુ || તા ચલ્લાહ સુંદર મણિ નિચ્છ કરિ અદભુદુ કરિ સિણગા તા ગતિવિ અગરૂ કપૂરુ કુસુમ - ચંદન - કયૂરી સારૂ છે. તા પૂજ રયાવહિ માવણ ભાવહિ ચંગુ વિલવણુ અંગિ તા પહિરાવણી વિવિહકારા વહિ સપડિ (૧) નિત નવ-રંગિ || ૨ | તા ઉત્સુલ દોં દોં તિઉલી વજહ ગિડિ (?) કરડિ - ઝંકાર તા દો દોં ત્રિખુ નબુ ખુનતા માદલ ઝિગડદિ પડહુ અહસારુ // તા ઝઝુહશુ કારહિ ઝલ્લરિ મણહર કંત સુહાવી તાલ તા ભરરે ભારરે ભેરી સુષ્મઈ છાલ છપલ કંસાલ | ૩ || ત છે છે છરર આઉજ બજહ વિણ વેણુ અઈમ્મ તા તુંબરુ - સરિ મહુર - સરિ ગાયહિ ગાયણ ખોડહિ કમ્મ તા વાસુપૂજ્ય તિથ્થુયર પસંસહિ સુગુરુ જિસેસરસૂરિ તા ભવિયહુ જણમણ વંબિઉ પાવહુ દુરિઉ પણાસઉ દૂરિ | ૪ | ૨૮. અધિકાર અધિકારનો શબ્દાર્થ કોઈ કૃતિનો વિભાગ, વિષય, વૃત્તાંત એમ સમજાય છે. “અધિકાર" સંજ્ઞાવાળી કૃતિ પંચસમવાય નામની વિનયવિજય ઉપા. ની - ૫૮ કડીની સં. ૧૭૨૩માં રચાયેલી છે. આ કૃતિને પંચકારણ-સ્યાદ્વાદસૂચક મહાવીર સ્તવન નામની સંજ્ઞા પણ આપવામાં આવી છે. પંચ સમવાય કારણ એ કોઈ વૃત્તાંતવાળી કૃતિ નથી પણ જૈનધર્મના સ્યાદવાદને આધારે રચાયેલી કૃતિ છે. કોઈપણ કાર્ય કરવામાં પાંચ કારણ નિમિત્તરૂપ છે. તેમાં મુખ્ય અને ગૌણ નિમિત્ત (૧) કાળ સમવાય કારણ, (૨) સ્વભાવ સમવાય છે. કારણ (૩) નિયતિ સમવાય કારણ, (૪) પૂર્વકૃત કર્મ સમવાય કારણ, (૫) ઉદ્યમ સમવાય કારણ. કવિએ અધિકારનો આરંભ દુહાથી કરીને પાંચ કારણ વિશે પાંચ ઢાળમાં વિચારો વ્યક્ત કર્યા છે. ત્યારપછી છઠ્ઠી ઢાળમાં સ્યાદ્વાદની રીતે અર્થઘટન કરીને સમાધાન કર્યું છે. વસ્તુતત્ત્વને સમજવા માટે એક પક્ષીય વિચાર ન ચાલે. નય-નિક્ષેપ-સપ્તભંગી વગેરેના સહયોગથી તત્ત્વની વાત સ્પષ્ટ રીતે જાણી શકાય છે. કવિએ આરંભમાં મહાવીર સ્વામીની સ્તુતિ કરીને અધિકારની રચના કરી છે. દુહા - Page #372 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૭ ૩૫૩ I || ૧ || સિદ્ધારથ સુત વંદીએ જગ દીપક જિનરાજ, વસ્તુતત્વ સવિ જાણીએ જસ આગમથી આમ. સંગતિ સકલ નયે કરી જુગતિયોગ શુદ્ધબોધ, ધન્ય જિનશાસન જગ જ્યો જિહાં નહીં કિશોવિરોધ. | ૫ | પ્રથમ કાળ વિશે કવિના શબ્દો છે. (૧૩) શ્રી જિનશાસન જગ જયકારી સ્યાદ્વાદ શુદ્ધ રૂપરે, નય એકાંત મિથ્યાત્વ નિવારણ અકલ અભંગ અનુપરે શ્રી. ૧ કાલ ગર્ભ ઘરે જગ વનિતા કાલે જનમે પૂતરે, કાલે બોલે કાલે ચાલે કાલે જાલે ઘર સૂત રે. શ્રી. | ૩ | સ્વભાવ વિશે કવિ જણાવે છે કે (ગા - ૭) મચ્છ તુંબ જલમાં તરેજી બૂડે કાગ પાષાણ, પંખિજાત ગયણે ફિરેજી ઈણિપરે સયલ વિત્રાણ. | ૭ || નિયતિનું ઉદાહરણ જોઈએ તો (ગા - ૮) આહેડી નાગ ડયોજી બાણ લાગ્યો સીંચાણ, કોકૂહો ઉડી ગયો જી જુઓ જુઓ નિયતિ પ્રમાણ રે. || ૮ || પૂર્વકર્મ વિશે કવિ જણાવે છે કે ( ગા - ૩) કરમ નિયતિ તે અનુસરે એ જેહમાં શક્તિ ન હોય તો, દેઉલ વાઘ મુખે પંખીયાએ પિઉ પેસંતા જોય તો. ૩ || ઉદ્યમનો મહિમા દર્શાવતી પંક્તિ જોઈએતો. (ગા - ૪) તે તુ સ્વભાવે પટ ઉપજાવે કાલ ક્રમે રે વણાએ, ભવિતવ્યતા હોય તો નિપજે નહીં તો વિધન ઘણાએ રે.સ. | ૪ || છઠ્ઠી ઢાળમાં કવિના શબ્દો છે. વર્ધમાન જિન ઈશિ પરે વિનવે, શાસન નાયક ગાયો, સંઘ સકલ સુખ હોયે જેહમાં, સ્યાદ્વાદ રસ પામો રે. પ્રાણી. | ૮ કાર્યસિદ્ધિ માટે આ પાંચ કારણ મુખ્ય અથવા ગૌણ પણે રહેલાં છે. સંદર્ભ: - સજ્જન સન્મિત્ર – (પા - ૧૯૭) ૨૯. સૂડ પ્રાકૃત પિંગલમ ગ્રંથમાં સૂડ (શૂલ) એ નામનો માત્રા મેળ છંદ છે તેવો ઉલ્લેખ મળે છે. તે આનંદ વસ્તુ છંદનો એક પ્રકાર છે. તેમાં ૧૬ ગુર, પ૮ લઘુ મળીને ૭૪ વર્ણ હોય છે. તેની ૯૦ માત્રા છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા સૂડનો અર્થ ક્ષેત્રફળ, પત્રક, ખરડો, સૂડવહો એટલે કે પોપટ જેવું પક્ષી કે જે સંદેશો લઈ જાય છે અને પહોંચાડવાનું કાર્ય કરે છે. (૧-૧૩૦) આદ્રકુમાર કુમારનું સૂડની પંક્તિઓ. અંત : દેપાલ ભણિ સાંજી ગઈલા મુગતિ આપુણી ઘાનચી, સકતિ સયલ સંઘ પ્રસન (કવિ દેપાલ કૃત). સૂડનો એટલે મૂળ સૂત્ર અને તેની ટીકા લખાઈ હોય તેવી પ્રતને માટે આ શબ્દ પ્રયોગ થાય છે. તેમાં ત્રણ કે પાંચ પાન હોય તો તેની વચ્ચે સૂત્ર અને આજુબાજુ ટીકા લખાયેલી હોય છે. સૂડનું લખાણ ક્રમિક હોય છે. સોળમી સદીના કવિ દેપાલ કૃત “આદ્રકુમારનું સૂડ” નામની કૃતિ પ્રવર્તક કાંતિ વિજયજીના ભંડારમાં (હસ્તપ્રત) છે આ કાવ્યના આદ્રકુમાર મુક્તિ પામ્યા તેવો સંદેશો તેમાંથી પ્રાપ્ત થાય છે. સંદર્ભઃ (જૈન ગૂર્જર કવિઓ ભા - ૧ ૧૩૦) ૩૦. “વિલાપ વસ્તુલક્ષી કાવ્ય પ્રકારની વિવિધતામાં ‘વિલાપ” નામની એક સક્ઝાય રચના પ્રાપ્ત થાય છે. તેમાં મુખ્યત્વે કરૂણરસ કેન્દ્ર સ્થાને છે. ગૌતમ સ્વામીનો વિલાપ એ સજઝાય આ પ્રકારના દષ્ટાંતરૂપે પ્રગટ કરવામાં આવી છે. કલ્પસૂત્રમાં મહાવીર સ્વામીના ચરિત્રમાં આ પ્રસંગ ભાવવાહી રીતે પ્રગટ થયો છે. આધાર જ હતો રે એક વીર તાહરો રે હવે કોણ કરશે મોરી સાર, પ્રીતલડી જેકુંતી રે પેલા ભવ તણી રે તે કેમ વીસરી રે જાય. || ૧ | મુજને મૂક્યો રે ટળવળતો ઈહા રે નથી કોઈ આંસુ લોવણહાર, ગૌતમ કહીને રે કોણ બોલાવશે રે હવે કોણ કરશે મોરી સાર. / ૨ / અંતર જામી રે અણઘટતુ ક્યું રે મુજને મોકલીયો રે ગામ, અંતકાળ વેળા રે હું સમજ્યો નહીં રે જે છેહ દેશે મુજને આમ. || ૩ | ગઈ હવે શોભા રે ભારતના લોકની રે હું અજ્ઞાની રહ્યો છું આજ, કુમતિ મિથ્યાત્વી જીમ તીમ બોલશે રે કોણ રાખશે મોરી લાજ. || ૪ ||. વલી શુલપાણી રે અજ્ઞાની ઘણો રે દીધું તુજને રે દુઃખ, કરુણા આણી રે તેના ઉપરે રે આપ્યું બહોળું રે સુખ. || ૫ | જે અઈમુંતો રે બાળક આવીયો રે રમતો જલશુ રે તેહ, કેવળ આપી આપ સમો ક્રીયો રે એવડો શો તસ નેહ, જે તુજ ચરણે આવી દશીઓ રે કીધો તુજને ઉપસર્ગ, સમતાવલી રે તે ચંડકોશીએ રે પામ્યો આઠમુ રે સ્વર્ગ. ૭ || ચંદનબાલાએ અડદના બાકુલા રે પડિલાવ્યા તું જ સ્વામ, તેહને કીધી રે સાહુણીમાં વડી રે પહોંચાડી શિવધામ. | ૮ || Page #374 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૭ દીન બ્યાસીનાં રે માતા-પિતા હતા રે બ્રાહ્મણ બ્રાહ્મણી દોય, શિવપદ સંગી રે તેહને તેં કર્યા રે મિથ્યા મલ તસ ઘોય. અર્જુન માલી રે જેહ માહા પાત્ત કી રે કરતો મનુષ્ય સંહાર, તે પાપીને પ્રભુ તમે ઉદ્ધર્યો રે કરી તેહ સુપસાય. જે જલધારી રે હું તો દેડકો રે તે તુજ ધ્યાન સુહાય, સોહમ વાસી રે તેં સુરવર કીયો રે સમક્તિ કેરે સુપસાય. અધમ ઉદ્ધર્યા રે એહવા તે ઘણા રે કહું તસ કેતા રેનામ, માહરે તાહરા નામનો આશરો રે તે તુજ ફલસે રે કામ. હમે મેં જાણ્યું રે પદ વીતરાગનું રે જે તેં ન ધર્યો રે રાગ, રાગ ગયેથી ગુણ પ્રગટ્યા સહુ રે તે તુજ વાણી મહાભાગ. સંવેગ રંગી રે ક્ષપણ શ્રેણી ચડ્યો રે કરતો ગુણનો જમાવ, કેવલ પામી રે લોકા લોકના રે દીઠા સઘળા રે ભાવ. ઈન્દ્રે આવી રે જિનપદે થાપીયો રે દેશના અમૃતધાર, પરષદા વુજી હૈ આતમ રંગસુ રે પામ્યા શિવપદ સારા. ગૌતમ સ્વામીના વિલાપની અન્ય કૃતિઓ વર્ધમાન વચને તદા માણેકસૂર વીર વહેલા આવો રે - વીરવિજયજી શાસન નાયક પ્રાણ પ્રભુ ! હે વીરજી અજ્ઞાત કવિ વીર વિતક આજ્ઞા થકી અજ્ઞાત કવિ વગેરે પ્રાપ્ત થાય છે. - – સંદર્ભ : જિન ગુણ મંજરી પા- ૩૨૬ / ૩૭૨ || ૯ || || ૧૦ || | ૧૧ | || ૧૨ || ॥ ૧૩ || 1198 11 || ૧૫ || ૩૧. નમસ્કાર નમસ્કાર એટલે નમન - વંદન કરવાની કાયિક ક્રિયા. નમઃ રણમિતિ નમસ્વતાર: જે પાઠ શ્રુતરચના વડે બંધી થાય તે પાઠ-રચનાને નમસ્કાર કહેવામાં આવે છે તેમાં બે હાથ જોડીને મસ્તક નમાવીને નમસ્કાર થાય છે તો વળી શ્રુતપાઠ કે રચનાથી પણ નમસ્કાર કરીને પ્રભુનાં ગુણગાન ગાવામાં આવે છે. સ્તોત્ર કે સ્તુતિમાં પરોક્ષ રીતે નમસ્કાર છે જ્યારે નમસ્કાર સંજ્ઞાવાળી કૃતિમાં નમસ્કારને પ્રધાન ગણવામાં આવે છે. ૧૪મી સદીના સમેતશિખર તીર્થ નમસ્કાર કૃતિ કવિ ધર્મસૂરિની પ્રાપ્ત થાય છે. તેમાં તીર્થવંદનાનો ઉલ્લેખ થયો છે. નમૂનારૂપે નીચેની પંક્તિઓ પ્રગટ કરવામાં આવી છે. ૩૫૫ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા આદિ : અસુર અમર ખયરિંદ પણમિય પયપંક્ય, જસુ સિરિ બીસ નિણંદ પત્ત સાસપયયસંપય. વર અચ્છર સુર સરિય સરિસુ તરુવર સુમસોહર, સો સમેય ગિરિંગ નમી તિથહસિર સેરહ. અંતઃ ઈય સમ્મય ગિરિંદવીસ જે સિદ્ધ જિણેસર, મોહ ગુરૂય તમ તિમિર પસર ભયહરણ દિસેસર. તે સંધુ અતિએ ભતિરાઈ સુપસાઈ મહામુણિ, ધમ્મસૂરિ પાયાણ દિધુ ચિતિય સુહ જે મુણિ. સંદર્ભઃ (જૈન ગૂર્જર કવિઓ ભાગ-૧ / ૪૨૫) ૩૨. સ્વાધ્યાય - આત્મ શિક્ષા સ્વાધ્યાય આત્માને ઉપદેશાત્મક વિચારોનો સ્વાધ્યાય કરવા માટે આ લઘુરચના સૂચન કરે છે. મુખ્યાયે ધર્મ કરવાથી શિવસુખ પ્રાપ્ત થાય છે એમ જાણીને ધર્મકરણી કરવી જોઈએ. સ્વાધ્યાય એટલે પુનરાવર્તન, આવૃત્તિ, આત્મલક્ષી વિચારોનું ચિંતન એવો અર્થ સમજવાનો છે, તેનો અત્યંતર તપમાં સમાવેશ થાય છે. સ્વાધ્યાયએ કર્મ નિર્જરાનું મહાન નિમિત છે વળી, જ્ઞાનનો લયોપશમ પણ થતો હોવાથી તેનું મૂલ્ય ઉચ્ચ કોટિનું છે– આદિ સંભવ જિનવર વિનતી, જીવન ચેતન ચેતઈ પામીને નવભવસાર રે. સાર સંસારમાં લહિ કરી ચલી લહિ ધર્મ ઉદાર રે જીવન. ૧ અંત : શ્રી વિજયરત્નસૂરિસ્વરૂપ દેવવિજય ચિતધારરે, ધર્મથી શિવસુખ સંપજે જિમ લહો સુખ અપાર રે જીવન ચેતન ચેતીઈ. ૭ સંદર્ભઃ જૈન ગૂર્જર કવિઓ - ૫ | ૪૧૬ ૩૩. રત્નમાલ કવિ વાસણ કૃત આણંદવિમલસૂરિ રાસનું બીજું નામ સાધુગુણ વંદના રત્નમાલ છે. અહીં રત્નમાલ શબ્દ આણંદવિમલસૂરિના એક એક ગુણ કિંમતી રત્ન સમાન છે. એટલે રત્નમાલ નામ નિર્દેશ કર્યો છે. આદિ : સકલ પદારથ પામીઈ જપતાં શ્રી જિનનામ, પ્રથમ તિર્થસર ધ્યાdઈ ઋષભજી કરૂં પ્રણામ. અંત : શ્રી આણંદ વિમલસૂરિસરૂ તસ પટોધર પવિત, તે શ્રી વિજયદાનસૂરિ ગુણનિલું વાસણ પ્રણમિ એ આણી નરમલ ચિત સું. Page #376 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૭ ૩૫૭ સંવત પનર સતાણુઈ આસો આસૂર આલોમાસ, સાધ નામ ગુણરત્નમાલા એ રાસ. રચતા એ મનનઈ અતિ ઉલાસ ઉલ્લાસ, સુંદર રવિ શશિ સોઈ સાસ્વતા મેરૂ મહીધર જહાં. વજુવધિ સંઘ પરવાર સૂચિર પ્રતપોએ અવિચલ તિહાં, જીવતાં અજમાન વરૂ શ્રી વિજઈદાનસૂરદ. ભટારક રાજવિજયસૂરિ કહે વાસણ મણ આણંદ સુંદર દરસણ સાધના. સંદર્ભ: જૈન ગૂર્જર કવિઓ ભા-૧. ૩૬૩ ૩૪. સંવાદ સામાન્ય રીતે સંવાદનું લક્ષણ નાટક કે એકાંકી જેવી કૃતિઓમાં નોંધપાત્ર ગણાય છે. જૈન સાહિત્યમાં કેટલીક કાવ્ય કૃતિઓમાં બે પાત્રો વચ્ચેનો વાર્તાલાપ સંવાદરૂપે ગણાય છે. આ પ્રકારનો કેશી-ગૌતમી અધ્યયન (ઉત્તરાધ્યયન સૂત્રોમાં પ્રાપ્ત થાય છે. સ્થૂલિભદ્ર કોશા, રહનેમિરાજુલ, સંવાદ કર સંવાદ (બે હાથ વિશે) કવિ લાવણ્ય સમય, સમુદ્ર વહાણ સંવાદ- યશોવિજયજી ઉપા., રાવણ મંદોદરી- સંવાદ- કવિ લાવણ્યસમય વગેરે કૃતિઓ આ પ્રકારની છે. અત્રે જીવ અને કાયાના સંવાદની સંક્ષિપ્ત માહિતી પ્રગટ કરવામાં આવી છે. કવિ સાંકળચંદ કાયા અને જીવનો સંવાદનીક સઝાય રચી છે. કાયા જીવને કહે છે રે ઓ પ્રાણપની, લાડતો લડાવ્યાં સારાં કદી ન કર્યા ટુંકારા, આજ તો રીસાણા પ્યારા રે ઓ પ્રાણપતી. | ૧ | ભેળા બેસીને જમાડી બાગ બગીચાને વાડી, ફેરવી બે સારી ગાડી રે - પ્રાણપતી, || ૨ || અતર કુલેલ ચોળી કેસર કસુંબા ઘોળી, રમ્યા રસ રંગ હોળી રે પ્રાણપતી. | ૩ || જીવ કાયાને કહે છે તે વિશે કવિના શબ્દો છે. જીવ કાયાને સુણાવે રે ઓકાયા ભોળી, કાયા તું કામણગારી પાશમાં પડ્યો હું તારી, પ્રભુને મુક્યા વિસારી રે ઓકાયા ભોળી. || ૧ | તારી સાથે પ્રીતિ કરી કરીને બેઠો હું કરી. પાપની મેં પોઠ ભરીરે ઓ કાયા ભોળી. | ૨ | Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ઘણીવાર સમજાવી હઠીલી ન સાન આવી, મુજને દીધો ડુબાવી રે ઓકાયા ભોળી. | ૩ | નીતિનો પ્રવાહ તોડ્યો અનીતિનો પંથ જોડ્યો, સજ્જનનો સંગ છોડ્યો રે ઓકાયા ભોળી.. ૪ સંદર્ભઃ (જૈન સઝાય માળા - ભાગ-૨ / ૨૨૩) ૩૫. “ટીપ’ ‘ટીપ” એટલે સૂચી - સંક્ષિપ્ત નોંધ એ અર્થમાં બાવ્રતની ટીપ છે, સોળમી સદીના અંચલગચ્છના કવિ ગજલાભની બારવ્રતની “ટીપ’ ચોપાઈ છંદમાં રચાયેલી પ્રાપ્ત થાય છે. તેમાં શ્રાવકના દેશવિરતિ ધર્મના પાલન માટેનાં ૧૨ વ્રતનો ક્રમિક ઉલ્લેખ થયો છે. આ ટીપ'ની રચના સંવત ૧૫૯૭ની છે. દૃષ્ટાંતરૂપ પંક્તિઓ નીચે મુજબ છે. આદિ : પહિલું પ્રણ મિસ જિનવરૂ એ જિનશાસન સાર, સહિગુરૂ વંદી વ્રત બાર પભણિસું સવિચાર. વ્રત વિના જગિ સયલ નામ અવિરતિ પભણી જઈ, ચઉદ રાજ માહિ વસ્તુ યેહ મહીયાં જસિ લીજઈ. અંત : મનિ વચન કાયા તણા જે કઈ બહુ વ્યાપાર, તેહ થિક નવિ ઊસરું જિન હુઈ જયજયકાર. નિયમભંગિ એવું કરૂ નીવીનું પચ્ચખાણ, જન ગજપતિ લાભહ કહઈમ પાલઉજન આણ. કરિસુ જયણા કરિસુ જયણા સેસિ આરંભ, સામગ્રી ધરિ છત્તીય સવસિ સયલ એને મિ પાલિસ, ઠકર હટ્ટહવીસરણહ પ્રમુખ દશવિ આગાર યલિસુ, ભવાજીવ ભાર્ગક૭ઈ સુવિસહ મૂલ સુરમ્મ. પન્નર સત્તાણવઈ લઢમાં સુગુરૂ પાસિ ગતિ ધમ્મ, ઈય અતિહિ ઉદાર સમક્તિ સાર બારવ્રત અંગીકરઈએ. જે ભવયણ ભાવિઈ એહ જેગાવઈ તે સંસાર સમુદ્ર તરઈએ. સંદર્ભ : (જૈન ગૂર્જર કવિઓ. ૧ ૩૬૧) Page #378 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૭ ૩૫૯ ૩૬. ભાષા સમેતશિખરજી સ્તોત્રકી ભાષા - કવિ સુરેન્દ્રકીર્તિએ ૩૬ કડીમાં સં. ૧૯૩૬માં હિન્દી ભાષામાં કરી છે. મૂળ કૃતિ સંસ્કૃતમાં હતી તેને ભાવાનુવાદ દ્વારા રચીને “ભાષા' સંજ્ઞાથી પ્રગટ કરવામાં આવી છે. દોહા આદિ : પ્રથમ અજિત જિનેશ પદ, ચરમ પાસ પદસાર, વિચલેયુત વંદો સદા, શિષ્યર ચમ્મદ મુઝાર.... અંત : ભટ્ટારક વૈરિક સુરિકીર્તિ અભિરામ, સંસ્કૃત ભાષા દોઉ નિકે, કરતા હૈ જસ ધામ. ૩૫ અક્લાદ સૈ છતીસ મેં, ફાગુણ પંચમી નીલ, ભાષા કાશ્મબજારમેં, કીહની દે જુ રસીલ. સંદર્ભઃ (જૈન ગૂર્જર કવિઓ ભાગ- ૬ / ૧૫૧) ૩૭. પ્રકાશ કવિ જ્ઞાનસાગરે સં. ૧૭૭૮ના આસોમાસના ગુરુવારે અમૃતસિદ્ધિ યોગ હતો ત્યારે ભાવપ્રકાશની રચના કરી હતી. કવિએ અનુયોગદ્વાર આગમ ગ્રંથને આધારે ભાવપ્રકાશની માહિતી આપી છે. જૈન સાહિત્યની ઘણી કૃતિઓમાં કવિઓએ આધારભૂત માહિતી માટે આગમગ્રંથો અને પૂર્વાચાર્યોની કૃતિઓનો ઉલ્લેખ કર્યો છે. એટલે જૈન સાહિત્ય માત્ર કલ્પનાના આધારે રચાયેલું નથી પણ વાસ્તવિક ગ્રંથોનો આધાર પ્રમાણભૂત ગણીને અસ્તિત્વ ધરાવે છે. સંસ્કૃત ભાષાના મૂ-ધાતુ ઉપરથી ભવ-ભાવ ભાવવાચક શબ્દ રચાયો છે. તેના જુદા જુદા અર્થ થાય છે. અસ્તિત્વ, પ્રકૃતિ, સ્વભાવ, પદાર્થ, પર્યાય, ઈરાદો, વૃત્તિ, લાગણી, તાત્પર્ય, અભિપ્રાય, ચેષ્ટા, અભિનય, પ્રીતિ, આસ્થા, કિંમત, દર, સ્થિતિ, સ્વરૂપ વગેરે અર્થ થાય છે. અહીં વૃત્તિ-લાગણી મનની સ્થિતિનો અર્થગ્રહણ કરવાનો છે. ભાવપ્રકાશનો અર્થ મનના ભાવ-સ્થિતિ-લાગણી કે જેમાં પરિવર્તન થવાની શક્યતા છે તે વિશેની માહિતી આપવામાં આવી છે. છ ભાવ અનુક્રમે ચૌદાયિક, ઉપશમ, ક્ષાયિક, ઉપશમણ, પારિણામિક, સન્નિપાત એમ છે ભાવ છે. પ્રકાશ શબ્દપ્રયોગ દીર્ઘ કાવ્યકૃતિમાં વિભાગ - વિભાજન માટે પણ પ્રયોજાયેલો છે. હેમચંદ્રાચાર્યના યોગશાસ્ત્રમાં ૧૨ પ્રકાશ (વિભાગ) છે. મધ્યકાલીન જૈન કાવ્યરચનાઓ સંસ્કૃત - પ્રાકૃત ભાષાના પ્રભાવથી રચાઈ છે એમ સમજાય છે. ભાવ પ્રકાશમાં છે ભાવનું વર્ણન છે. છ ભાવની સંક્ષિપ્ત વિગત નીચે પ્રમાણે છે. ૧. ઔદાયિક ભાવ :- પૂર્વ ભવમાં બાંધેલા કર્મોના ઉદયથી પ્રાપ્ત થતા ભાવો મનુષ્ય-દેવ Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા આદિની અવસ્થાઓ, ૨- ઉપશય ભાવ – કષાયોને દબાવવા શાંત કરવા. ૩. ક્ષાયિક ભાવ - કર્મોનો ક્ષય થવાથી કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થવામાં શુભ નિમિત્તરૂપ છે. ૪. ક્ષયોપશમ ભાવ - ઉદયમાં આવેલા કર્મોની તીવ્ર શક્તિને હણીને મંદ કરીને ભોગવી અને અનુદિત કર્મો જે ઉદારણા આદિથી ઉદયમાં આવે તેને ત્યાં જ દબાવી દેવા (નિયંત્રણ કરવું). ૫. પરિણામિક ભાવ - કર્મના ઉદય આદિથી નિરપેક્ષ ચૈતન્યત્વ ભાવ. ૬. સન્નિપાત ભાવ - એક જીવમાં એક સમયમાં ભિન્ન ભિન્ન અવસ્થાઓને કારણે ગુણ સ્થાનોમાં યથાયોગ્ય ભાવ થાય છે તેમાં સંયોગી ભેદોને સન્નિપાત કહે છે જે સીમિત છે. આદિ : શ્રી ગુરૂના પ્રણમી પાય સરસ્વતી સ્વામિની સમરીમાય, છએ ભાવનો કહું સુવિચાર અનુયોગદ્વારા તણે અનુસાર. || ૧ || પહેલો જાણો ઉદયભાવ બીજો કહીએ ઉપશમ ભાવ, ત્રીજો ક્ષાયિક ભાવ પવિત્ર ચોથો ઉપસમભાવ વિચિત્ર. _| ૨ | પારિણામિક તે પંચમ જાણ છઠ્ઠો સશિપાતક સુવખાણ, એહનો હવે યથાર્થ કહું જેહવો ગુરૂ આગમથી લહું. | ૩ | અંત : તે તરીયા ભાવિ તે તરીયા જે ભાવવિચારે ભરઆરે, સુત્ર આગમ પંચાંગી સપ્ત ભંગીના દરીઆ રે તે. || ૧ || ધર્મ ધુરંધર પુણ્ય પ્રભાવક કસતુચંદ સૌભાગી રે, જિન પૂજે જિન ચૈત્ય કરાવે સૂત્ર સિદ્ધાંતના રાગી રે તે. | ૬ | શા ભોજા ને દોશી દુર્લભ બીજ બહુ ભવિખાણી રે, શ્રી મહાભાષ્ય વિશેષ વશ્યક સાંભલે ચિત્તમાં આણી રે. || ૭ તેહ તણા આગ્રહથી એ શુભ ભાવ સ્વરૂપ વિચાર્યા રે, અનુયોગ દ્વારા ષડશીતિકમાંથી આણ્યો અતિ વિસ્તાર્યો રે તે.. ૮ | ભણતાં ગુણતાં સુણતાં સંપત્તિ લીલાલછિ ભંડારો રે, જિનવાણી રંગ સાંભળતાં નિતનિત જય જયકારો રે તે. | ૯ | અંચલગચ્છે ગિફસાગચ્છપતિ વિદ્યાસાગરસૂરિશયારે, બુરહાપુર શહેરે ગુરૂ મેહરે ભાવપ્રકાશ મેં ગાયા રે તે. | ૧૦ || કલશ ઈમ કહ્યા ભાવવિચાર સુંદર જેહવા ગુરૂમુખે સુયા, જિન રાજવાણી હીએ આણી નિર્જરા કારણે થુમ્યા. સતર નય મદ આશ્વિન સિદ્ધિ યોગ ગુરૂવાસરે, શ્રી સૂરિવિધા તણો વિનયીજ્ઞાનસાગર સુખ કરે. | ૧૧ || સંદર્ભઃ જૈન ગૂર્જર કવિઓ ભા.૫/૩૩૦ Page #380 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ ૩૬ ૧ ૩૮. કથા કથા શ્રાવ્ય કાવ્યનો પ્રકાર છે. તેનું મૂળ નવલકથામાં છે. કથા ગદ્ય કે પદ્યમાં સંસ્કૃતપ્રાકૃત અને અપભ્રંશમાં રચાયેલી હોય છે. ગદ્યમાં બાણભટની કાદંબરી સુપ્રસિદ્ધ છે. પદ્યમાં લીલાવતીની કથા છે. આખ્યાન કથાત્મક-ચરિત્રાત્મક કાવ્ય છે. તેમાં ઉપાખ્યાનની રચના બોધાત્મક કથા તરીકે હોય છે. તેમાં અભિનય ભાવસૃષ્ટિ અને કથનશૈલી મહત્વની છે. દષ્ટાંત કથાઓ પ્રાણીઓ-પંખીઓનાં ચેણ દ્વારા પરોક્ષ રીતે બોધદાયક છે. ચરિયમ એ કથા છે અને તેમાં જીવનના બધા પ્રસંગોનું સત્યને આશ્રયીને નિરૂપણ કરવામાં આવે છે. દાન-શીલ-તપ-ભાવના કથાનક (કથા) સત્તરમી સદીના કવિ લબ્ધિવિજયે દાન-શીલ-તપ-ભાવ કૃતિની રચના સં. ૧૬૯૧માં કરી છે આ કૃતિ સાથે કથા-રાસ શબ્દપ્રયોગ જોડાયેલા છે. તેમાં ૪ ખંડ, ૪૯ ઢાળ, ૧૨૭૮ કડી છે. કવિએ હસ્તપ્રતને અંતે ભાવનું માહાભ્ય, દૃષ્ટાંત કથા એવા શબ્દપ્રયોગથી કૃતિ પૂર્ણ કરી છે એવી માહિતી પ્રાપ્ત થાય છે. આ રચના ૧૬૯રમાં પૂર્ણ થઈ હતી. ભગવંતે ધર્મના ચાર પ્રકારમાં ઉપરોક્ત વિષયને રાખીને વિચારો વ્યક્ત કર્યા હતા. ત્યારપછી કવિઓએ આ અંગે વિવિધ કૃતિઓ રચી છે. કવિ લબ્લિવિજયજીએ ચાર પ્રકારના ધર્મનો કથા-દષ્ટાંત દ્વારા પરચિય કરાવ્યો છે. | ૧ | || ૨ || | ૩ | આદિ : શ્રી સરસતિ તું સારદા ભગતિ મુગતિ દાતાર, જૈની જગદંબા જગે તુઝથી મતિ વિસ્તાર. તું ત્રિપુરા તું તો તિલા તું શ્રુતદેવી માત, પદમિણિ પંકજવાસિની ષટ્ દરશન વિખ્યાત. આદિ પુરુષની પુત્રિકા પ્રજ્ઞા પંડિત માય, ભારતિ ભગવતિ ભવનમાં તુઝથી શિવ સુખ થાઈ. બ્રહ્માણી વાણી વિમલ વાણી ઘો મુઝ માય, ગીત કવિત જે કરે તે સવિ તુજ પસાય. કોઈ નવિ જાણે ડોસલા વૃદ્ધપણે વઈરાગ, આણી સંયમ આંદયું પણ ભણવા ઉપરાગ. શ્રી વિજયદાનસુરિશ તપગચ્છ ધણી તપ તણે તેને આદિત નિરખો, સૂરિ શ્રીહીરવિજયભિધો હીરલો તાસપાટ સોહમસામિ સરિખો ભજો. તાસપાટે વિજયસેનસૂરીસરૂ પ્રબલ વિદ્યા પ્રકટ પુણ્ય દરિઓ, શ્રીવિજયદેવસૂરીસરૂ સંદરૂ પ્રતપયો તસ પટે સુગુણ ભરિઓ. | ૪ || | ૫ | || ૬ || Page #381 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ૨ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા શ્રીવિજયદાનસૂરીશના સીસવર શ્રી સમીપાલ પંડિત વિરાજે, શ્રી ગુણહર્ષ પંડિત પ્રવર તેહનો સીસ ગુણ જલધિ ગંભીર ગાજે. તેહનો સીસ સવિક વિમુકુટ કવિ ચરણ શરણ અનુકરણ મતિ મમિ આણી..| ૭ || લબધિ વિજયાભિધો પરસગુણ વણઘો કહતિ સુણિ માત શિશુવચન વાણી..| ૮ || ચારખંડે અખંડે અભિય વચન મેં ભાષિક રાસલવલેશ કરતાં, સાધયો કવિ બડા સયલ ગુણના ઘડા કહું બહુ પ્રવચન થકીઅ ડરતી. | ૯ || સોલશત બાણુઈ વસ વિક્રમ થકી ભાદ્રર્વે માસિ શુચિ છઠિ દિવસે, રાસ લિખિઓ રમેં સુરત સુખ હોઈ સિ જેહ જણ જોઇસિ મન્ન હરર્સિ. | ૧૦ || સહસ ઉપરિ શતકોઈ ચમ્યોત્પરે અધિક દોધક પ્રમુખ સયલ કહીએ, દાનવર સીલ તપ ભાવના રાસ કે ઢાલ નવ અધિક ચાલીસ લહીએ. / ૧૧ // મંગલઈ જૈનનો ધર્મ ધર્મ થિર થઈ રહે સયલ જગજીવ સુરતરૂ સમાનો, તાં લગે રાસએ થિર થઈને રહો. સવિ સધર્મજને વાચ્યમાનો ભ. || ૧૨ સંદર્ભઃ જૈન ગૂર્જર કવિઓ ભાગ- ૩ / ૨૮૧ ૩૯. ચંદ ચોપાઈ – સમાલોચના કવિ જ્ઞાનસારજી એ સં. ૧૮૩૭ના ચૈત્રવદ-૨ના રોજ ચંદ-ચોપાઈ ચરિત્રની રચના કરી છે. શ્રી અગરચંદજી નાહટા આ કૃતિ વિશે જણાવે છે કે કવિ મોહનવિજયજીએ “ચંદ રાસની રચના કરી હતી. આ કૃતિના ગુણદોષ દર્શાવતી રચના ૪૦૦થી વધુ દોહામાં જ્ઞાનસારજીએ કરી છે. તે ઉપરથી કવિના જ્ઞાન અને વિવેચન શક્તિનો પરિચય થાય છે. આદિ : એ નિૌ નિશ્ચ કરી લખિ રચના કી માંઝ, છંદ અલંકારે નિપુણ નહિ મોહન કવિરાજ. | ૧ | દોડ છંદે વિસમપદ કહી તીન દસ માત, સગ મેં ગ્યારે હું ધરે છંદ ગિરંથે ખ્યાત. | ૨ | સો તો પહિલે હું પર્દ માત રચી દો બાર, અલંકાર દૂસન લિખું લિખત પઢત વિચાર. | ૩ | અંત : નાં કવિકી નિંધા કરી ના કહું રાખી કાન, કવિતા કવિતા શાસ્ત્ર કે સંમ્મત લિખી સયાંન. દોહાત્રિકે દસ ગ્યારસે પ્રસ્તાવીક નવીન, ખરતર ભટ્ટારક ગઈં. જ્ઞાનસાર લિખદીન. ભયભય પવણયમાય સિદ્ધથાન વામલિખ દીધ, ચૈત કિસન દુતીયા દિનૈઃ સંપૂરન રસપીધ. સંદર્ભ: જૈન ગૂર્જર કવિઓ ભાગ ૬ | ૨૦૮ Page #382 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૭ ૩૬૩ ૪૦. કુલક - અનાથી ઋષિ કુલક ઉત્તરાધ્યયન સૂત્રના વીશમા મહાનિગ્રંથીય અધ્યયનમાં અનાથી મુનિનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. અનાથી મુનિ વિશે સજઝાય ગીત અને સંધિ કુલકની રચના થઈ છે. આ કુલકની રચના ૧૪મી સદીની કોઈ અજ્ઞાત કવિની છે. કુલકના પ્રસંગની માહિતી નીચે પ્રમાણે છે. મગધરાજા શ્રેણિક મહારાજા કંડકુક્ષી ઉધાનમાં ફરવા આવે છે ત્યાં એક વૃક્ષ નીચે સમાધિસ્થ સુકુમાર યુવાન સાધુને જોઈને નવાઈ પામે છે. મુનિની કાયા તો સુખ ઉપભોગ માટે યોગ્ય હતી રાજાને નવાઈ લાગી કે આ મુનિ ભોગ ભોગવવાના સમયે શા માટે દીક્ષિત થયા હશે ? મુનિના ચરણોમાં વંદન કરી નૃપતિ તેઓને આ યુવાન વયમાં સંયમ ધર્મ ગ્રહણ કરવાનું કારણ પૂછે છે ત્યારે મુનિરાજ જવાબ આપે છે કે હું અનાથ છું મારું કોઈ નથી કોઈ સંરક્ષક નથી એટલે મેં દીક્ષા ગ્રહણ કરી છે ત્યારે શ્રેણિક રાજા તેઓને કહે છે કે હે ભાગ્યશાળી તમારો કોઈ નાથ નથી તો હું તમારો નાથ બનું છું. તમે ચિંતામુક્ત થઈ મિત્ર સ્વજનો સાથે ભોગ ભોગવો. ત્યારે મુનિરાજ પ્રત્યુત્તર વાળે છે તે રાજન્ ? તમે પોતે જ અનાથ છો તો કોઈના નાથ શી રીતે બની શકશો ? રાજા ભ્રમમાં પડી જાય છે કે મગધનો રાજા સત્તા - સંપત્તિનો સ્વામી એવો હું શી રીતે અનાથ ? મુનિવરને પૂછે છે કે હું અનાથ કેવી રીતે ? ત્યારે મુનિવર કહે છે ? હે રાજન ? તમે અનાથનો અર્થ પરમ અર્થ નથી જાણતા માણસ સનાથ અને અનાથ ક્યારે કહેવાય? ત્યારે તેઓ પોતાની આપવીતિ રજૂ કરે છે. હે રાજન ? નાની ઉંમરમાં હું વ્યાધિગ્રસ્ત થયો. આંખોમાં, માથામાં, કમ્મરમાં અત્યંત દારૂણ વેદના થતી હતી અનેક મંત્ર-તંત્ર જાણનારા આવ્યા. વૈદ્યો આવ્યા. ચિકિત્સા કરી પણ તેઓ મને દુઃખ મુક્ત કરી ન શક્યા મારી માતા પણ મારા વ્યાધિને કારણે અત્યંત દુઃખી હતી. મારી પત્ની પણ છાતી પર માથું મૂકી નિરંતર આંસુ સારતી. તેઓ મને દુઃખ મુક્ત ન કરી શક્યા આ મારી અનાથતા હતી. એક રાત્રે મેં વિચાર કર્યો કે આ અસહ્ય વેદનાઓમાંથી એકવાર છૂટકારો થાય તો હું સંયમધર્મ ગ્રહણ કરીશ આમ વિચારી રાત્રે હું સૂઈ ગયો રાત્રિ દરમ્યાન દઈ ક્ષીણ થઈ ગયું સવારે હું સાજો થઈ ગયો? આત્મા જ પોતાના સુખ-દુઃખનો કર્તા છે અને તે જ ભોક્તા છે આત્મા જ પોતાનો મિત્ર છે અને તે જ પોતાનો શત્રુ છે. અહીં આત્માના સંદર્ભમાં વૈરાગ્યસભર બોધપાઠ છે. હવે શ્રેણિક મહારાજાને અનાથનું યથાર્થ સ્વરૂપ સમજાયું. વિશેષ માહિતી ઉત્તરાધ્યયન સૂત્ર નં. - ૨૦ ઉપરથી પ્રાપ્ત થશે. કુલકમાં તેનો મધ્યમ કક્ષાનો ઉલ્લેખ થયો છે. અનાથી ઋષિ કુલકની નમૂનારૂપ પંક્તિઓ અત્રે પ્રગટ કરવામાં આવી છે. (ગા. ૧ થી Page #383 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા પણમીએ સામીઅ વીર જિણંદ લોઆલોઆ પયાસ દિણિંદ અશા ધી અરાયણ ભેઉ બેભણિ સુકિંપિકુ તુહિ નિસુણિઉ મગધ દેસ દેસહ પરિદ્ધિ, રાયગિઈ તહિ નયર પસિદ્ધ શ્રેણિક રાજા તિહા બહુ બલવંતા હો. ધનખંડહાંધાન નદીઅંતા અન્ન દિવસ રમવાડી જાઈ મંકુચ્છઉણઠાઈ, તિહિં તયર તલિદિક મુણિંદ જસસિરિ ઉલકઈઝાણ દિણિદ. રૂપવંતસમરિ સુકુમાલો નવજીવન ભરીનયણ વિસાલા, પેખવિ મહરિસિ પભણિ સુઉ સિરાઉ તેઈ ઠાંઈ લીધઉ સંયમ ભાઉં. | ૪ || તે નિસુણીએ પણભઈ મુનીના હોમહારાયકુંક ઉમણા હો, ઈણિકારણ માઈલીધી દીખા સુગુરુ પાસિ મઈ પામીએ સીષ. પહસિકની વપભાઈ મુનીના હો રિદ્ધવંત તું કાંઈ અનાહ, હું અચ્છઉ બલવંતા વિસયસુખ ઉ માણિમહતા. અનાથી મુનિ પોતાના સંસારી જીવનની વેદનાનો પ્રસંગ શ્રેણિક રાજાને કહે છે. યુવાનીમાં નેત્ર અને શરીરમાં દાહ પીડા એવી ભયંકર હતી કે કોઈ રીતે તેનાથી શાંતિ થતી ન હતી. કવિના શબ્દો છે. (ગાથા – ૧૧ થી ૧૮). કોસંબીનયરી રિદ્ધિવંત નામિ ગુણવંત વણિ મની, ઉપન્નઉ રાગોહિણી દુઃખી હિંવી સરિઉ ભોગા. || ૧૧ | દેહમાહિ ઉપન્નઉ દાહ માડિએ ભણહું તન ઉચ્છા હો, સજનિ વેદ વૃંદામલીઆ કોઈન નાહ રાગિભેલીયા. || ૧૨ || મિલિઆ વેદ બહુ ભતિવંત ઉસડ કર ઈતિ મઝમહંત, પણ ઈકઈ નવિ ટિઈ દાહો તોહિ છતે કુકુંઉં અણાતો. || ૧૩ II પિતા સહુ મુજ કારણી દેઈ પુણિઓ વિપીડન હુવેઈ ભાઈ, મહા દુઃખ મનિ ધરઈ તો ઈમ નવિ દુખ ઉતરઈ. | ૧૪ || સયલ સહાયર કરઈસુખા તેહ વિલીજઇખિણ નવિ દુઃખ, દુઃખિઈ બહિ નિહાઈ આસીસ પીડન ફટઈરાતિ નઈ દીસા. અંશુ પ્રવાહી લોયણ સુ અંગા મજ્જ કલત્ર દેઢ અંગ, વિલવણ સુહ મિલ્લેઈ તોઈ ન મઝ દુઃખ સાલેઈ. ઈણિ દુઃખી પુણ ભોગઉ રયણી મ%િ ચિનેવાલાગી, એહ પીડજઈ મજ્જાએ પરતસ ભાર સંજમ લેઈ. || ૧૭ || ઈમ ચિંતિ અ કે સુતઉજામ ગઈ પીડા રવિ ઉગઉ તામ, પૂછી નવજાઈ સયણ હવન્ગ સંયમ ગહિલ સિવપુર મગ્ન. | ૧૮ || Page #384 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૭ ૩૬૫ અનાથી મુનિ પંચમહાવ્રત પાળીને નરભવ ઉજમાળ કરે છે. કવિ જણાવે છે કે (ગા. ૨૬ થી ૨૮ -૩૫). દયા વિવજી આજ કર. જે ધમ્મ નિ –વસનીગમાઈ, જે જમ તીરથ ગમણ ન કીધલ જેહિ ભવ નિગ મિલ આહિં તેહિ. / ૨૬ દાનશીલ તવ ભાવણ સાર સાવય ધર્મો સુકત ભંડાર યણા, જેહિં ન પાલી લેઉ નરમ પડતા તાહ ધણી ન કોઈ. ૨૭ // પામી પંચમહત્વય ભારા પાલીઉ જેહિ ન સંજમ ભારા, તવ સવિલ દુક્કરતર જેહિં નિષ્ફલ જમ્મુ હારવિલ તેહિં. || ૨૮ | કવલસિરિ સયંવર આવઉ કર્મસિદ્ધિ સુખ પામઉ ભણ૯ સુણી જે એહ ચરિક વિવિહ પુણીત સુજન્મ પવિત્ર | ૩૫ // સંસારી જીવો ૮૪ લાખ યોનિમાં પરિભ્રમણ કરે છે અને જન્મ-જરા-મૃત્યુનાં દુઃખ ભોગવે છે. ત્યારે કોઈ શરણભૂત થતું નથી. આવી પરિસ્થિતિમાંથી મુક્ત થવાનો માર્ગ સંયમ જીવન છે. અનાથી મુનિનું જીવન તેના દૃષ્ટાંતરૂપ છે. સર્વવિરતિ એ જ આત્માના શાશ્વત સુખનું મહાન નિમિત્ત છે એમ જાણીને મનુષ્યજનમાં તે માર્ગે પુરુષાર્થ કરવાનો જિનશાસનનો અવિચળ સિદ્ધાંત સમજવા યોગ્ય છે. (હસ્તપ્રતને આધારે માહિતી) ૪૧. જગડુશાહનો કડખો કવિ કેશર કુશળ સં. ૧૭૬૦માં જગડુ પ્રબંધ – ચોપાઈ રાસ અથવા કડખો નામની ૨૬ કડીની કૃતિની રચના કરી છે. “કડખા' શબ્દનો અર્થ યુદ્ધભૂમિમાં લડતા સૈનિકોને શૂરાતન ચઢાવવા માટે ગવાતાં ગીતો એમ સમજાય છે. એટલે કડખો – કડખા એ ગેય-દેશી રાગનો પ્રકાર છે. અત્રે નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે છે. કવિએ જગડુશાહના ગુણોનું વર્ણન કરીને દાનવીરતાથી અમરકીર્તિ પ્રાપ્ત કરી છે એમ જણાવ્યું છે. (૫ / ૧૯૬) કડખા-કડખો એ દેશીન પ્રકાર છે મો. દ. દેસાઈએ (જૈન ગૂર્જર કવિઓ ભા.-૨માં દેશી નં. ૨૯૭ છે. તે ઝૂલણા અને આસાઉરી રાગ સાથે સામ્ય ધરાવે છે. આદિ : પાસ સિર પયનમી પ્રણમી શ્રી ગુરૂ પાય, જગડુશા સુરલાતણા ગુણગાતાં સુખ થાય. રાજા કરણ મરી કરી પોહો તો સરગ મઝાર, કંચન દાન પ્રભાવથી પગ પગ રહેમનો હાર. માનવભવ જે પામીએ તો સહી દીજે અત્ર, દેવલોકથી અવતર્યો જગડૂશા ધનધન્ન. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા અંત : ઈંદ્ર ચંદ્ર કે સુરતરૂસાર માનવ નહીં એ સુર અવતાર, ધનધનજાતિ શ્રીમાલી તણી જેહની કીતિ ચિંહુદિશે જણી, સતર નભત્ શ્રાવણમાસ એહ સંબંધ કર્યો ઉલ્લાસ, શાંતલપુર ચોમાસું રહી શ્રાવકજનને આદરે કહી. પંડિત માંહે પ્રવર પ્રધાન વીકુશલ ગુરૂ પરમનિધાન, સૌભાગ્યકુશલ સદ્ગુરૂ સુપસાય તાસ શિષ્ય કેસર ગુણગાય. સંદર્ભ : જૈન ગૂર્જર કવિઓ ભાગ- ૫। ૧૯૬ Page #386 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૮ અનુસંધાન જૈન સાહિત્યના કાવ્ય પ્રકારોના પુસ્તકને આધારે સાહિત્યની સમૃદ્ધિ અને કાવ્ય પ્રકારોની વિરાટ સૃષ્ટિમાં વિહાર કરતાં અપૂર્વ જ્ઞાનાનંદની અનુભૂતિ થઈ છે. આ ક્ષેત્રમાં વિશેષ સંશોધનને પૂર્ણ અવકાશ છે. આ કાવ્યપ્રકારોનું પુસ્તક માર્ગદર્શક બને એવી ક્ષમતા ધરાવે છે. તેના અનુસંધાનમાં M. Phil-Ph.D જેવી ઉચ્ચ પદવી માટે સંશોધન કરવા યોગ્ય વિષયોની સૂચી પ્રગટ કરવામાં આવી છે તેને આધારે બીજા પણ વિષયોની ફુરણા થાય તેમ છે. ઘણી મોટી સંખ્યામાં કાવ્ય પ્રકારો અલ્પ પરિચિત છે. આ અંગેની કૃતિઓ હસ્તપ્રતમાં સંચિત થયેલી છે તો અન્ય સ્થળોએ કેટલાંક પુસ્તકોમાં તેનો સંદર્ભ મળે છે. એટલે સંશોધન દ્વારા તેનું સંકલન સંપાદન કરવાથી આ કાવ્યો વિશે વધુ વિગતો પ્રાપ્ત થઈ શકે તેમ છે. પ્રકીર્ણ કાવ્ય પ્રકારો અંગે સંશોધનને વધુ અવકાશ છે. સ્વરૂપલક્ષી કાવ્ય પ્રકારોમાં ભાસ ધવલ, વેલિ, ચર્ચરી, અંગે પણ અપ્રગટ કૃતિઓ છે તો તેનો સ્વતંત્ર રીતે અભ્યાસ થઈ શકે તેમ છે. જૈન એકેડેમી જૈન જ્ઞાનસગ સત્ર અને જૈન સાહિત્ય સમારોહ દ્વારા વિદ્વાનોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેનાથી અવનવા વિષયોનું વૈવિધ્યપૂર્ણ જ્ઞાન સર્વસાધારણ જનતાને પ્રાપ્ત થાય છે. અર્વાચીન કાળમાં ઉચ્ચ શિક્ષણનો વિકાસ થયો છે ત્યારે જૈન સાહિત્યની સમૃદ્ધિ અને અસ્મિતાને વધુ તેજસ્વી ને ગૌરવપ્રદ બનાવવા માટે શ્રુતભક્તો, જ્ઞાનપિપાસુ વર્ગના મહાનુભાવો અને સંશોધનપ્રિય વિદ્વાનો આ ક્ષેત્રમાં પુરુષાર્થ કરીને જ્ઞાનવારસાને પ્રકાશમાં લાવવા માટે સહભાગી બને એવી આશા રાખવામાં આવે છે. જૈન સાહિત્ય સાંપ્રદાયિક હોવા છતાં સાધુ અને શ્રાવક કવિઓએ પ્રચંડ પુરુષાર્થ કરીને જૈનધર્મના અને ભારતીય સંસ્કૃતિના જીવનલક્ષીમાનવ કલ્યાણની ભાવનાવાળા ઉદાત્ત વારસાનું જતન કર્યું છે અને સર્વ સાધારણ જનતા સુધી પહોંચાડવાનો પ્રશસ્ય પ્રયત્ન કર્યો છે. તેને સંશોધન પ્રવૃત્તિ દ્વારા વધુ ભવ્ય અને ગૌરવપ્રદ બનાવી શકાય તેમ છે. સંશોધન સચિ ૧. જિનાગમના વિકાસની રૂપરેખા અને તેના અનુવાદ વિવેચનનો પરિચય. Page #387 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ ૨. મધ્યકાલીન સાહિત્યમાં ભક્તિમાર્ગની વિચારધારાનું દિગ્દર્શન. ૩. જૈન સાહિત્યના વિકાસમાં સામયિકોનું પ્રદાન. ૪. મધ્યકાલીન સાહિત્યમાં વિજ્ઞાન વિષયક વિચારોનો તુલનાત્મક અભ્યાસ. ૫. અર્વાચીન ગીત કાવ્યોની સમીક્ષા. ૬. મધ્યકાલીન ગીત સાહિત્યની રૂપરેખા. ૭. જૈન કથા સાહિત્યની વિકાસ ગાથા. જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ૮. જૈન સાહિત્યમાં ચરિત્રાત્મક નિરૂપણનો અભિગમ. ૯. અર્વાચીન જૈન સાહિત્યમાં ગદ્ય વિકાસ. ૧૦. જૈન સાહિત્યના ગદ્ય વિકાસમાં પત્રકારત્વનું પ્રદાન. ૧૧. મધ્યકાલીન અનુવાદ સાહિત્ય. ૧૨ જૈન દર્શનમાં જીવનું સ્વરૂપ અને અર્વાચીન વિજ્ઞાન સાથે તુલનાત્મક અધ્યયન. ૧૩. મધ્યકાલીન સાહિત્યમાં શ્રાવક કવિઓનું પ્રદાન. ૧૪. મધ્યકાલીન સાહિત્યમાં સાંસ્કૃતિક મૂલ્યોનું નિરુપણ અને તેની સમીક્ષા. ૧૫. અર્વાચીન જૈન સાહિત્યનો ઇતિહાસ. ૧૬. મધ્યકાલીન સાહિત્યમાં દેશીઓનું અધ્યયન. ૧૭. મધ્યકાલીન સાહિત્યમાં ઉપદેશાત્મક વિચારોની સમીક્ષા. ૧૮. મધ્યકાલીન જ્ઞાનમાર્ગની વિચારધારાની સમાલોચના. ૧૯. મધ્યકાલીન ગદ્ય વિકાસમાં ટબો અને બાળાવબોધનું પ્રદાન. ૨૦. મધ્યકાલીન સાહિત્યમાં જીવન લક્ષી અભિગમની સમીક્ષા. ૨૧. મધ્યકાલીન સાહિત્યમાં કલાતત્ત્વની ઉપાસના. ૨૨. મધ્યકાલીન સાહિત્યમાં છંદ પ્રયોગોની સમીક્ષા. ૨૩. પંડિત સુખલાલજી એક અધ્યયન. ૨૪. ૫.પૂ. આ. રત્નસુંદરસૂરિજીનું અર્વાચીન જૈન સાહિત્યના વિકાસમાં પ્રદાન. ૨૫. જૈન સાહિત્યમાં વિવેચન પ્રવૃત્તિ. ૨૬. ૫.પૂ. ગણિવર્ય ચન્દ્રશેખરવિજયજીનું અર્વાચીન જૈન સાહિત્યના વિકાસમાં પ્રદાન. Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ પ્રકરણ-૮ ૨૭. જૈન શિલ્પ અને સ્થાપત્ય કલાનો વિકાસ. ૨૮. પ.પૂ. સાગરાનંદસૂરિજી, પૂ. આત્મારામજી, પૂ. વલ્લભસૂરિજી, પૂ.આ. રામચન્દ્રસૂરિજી પૂ. આ. ભુવનભાનુસૂરિજી, આદિ સાધુ ભગવંતોના સાહિત્યની સમીક્ષા. ર૯. કવિ લાવણ્ય સમય, સમયસુંદર. જૈન બાલ સાહિત્ય, કવિ સકલચંદ્ર ઉપા., કવિ યશોવિજયજી ઉપા. કવિ વિનયવિજયજી ઉપા. અધ્યાત્મ યોગી દેવચંદ્રજી, કવિ કપૂરવિજય (ચિદાનંદજી) કવિ પદ્મવિજયજી, કવિ રૂપવિજયજી, કવિ ઉત્તમવિજયજી, વગેરેનો જીવન અને કવનનો અભ્યાસ થઈ શકે તેમ છે. આ સૂચિને આધારે સંશોધન માટે માર્ગદર્શન મળે એવી શુભ આશા વ્યક્ત કરવામાં આવે છે. અન્ય વિષયો પણ વિચારીને સંશોધનક્ષેત્રમાં કાર્યરત બની શકાય તેમ છે આ તો માત્ર ભલામણ છે. અન્ય વિષયો પણ વિચારવાથી પ્રાપ્ત થાય તેમ છે. સંશોધન કાર્ય ઐતિહાસિક, તુલનાત્મક કે નિગમન પદ્ધતિથી થઈ શકે છે. આ અંગેનો નિર્ણય સંશોધક પર આધાર રાખે છે. કે Page #389 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ પુસ્તકસૂચિ આગમ વાચના પરિચય આગમ દીપ ભાગ-૬ પૂ. જિત રત્નસાગરજી પૂ. મુનિશ્રી દીપરત્નસાગર ઉત્તરાધ્યયન સૂત્ર-સાર ભા. ૧-૨ મુનિ અકલેકવિજયજી કવિરાજ દીપવિજય કવિ પંડિત વીરવિજયજી એક અધ્યયન કાવ્ય શાસ્ત્ર વિનોદન કાવ્યાનુશાસન-સ્વપજ્ઞ વૃત્તિ કુસુમાંજલિ કુલક સંગ્રહ ડૉ. કવિન શાહ ડૉ. કવિન શાહ ડૉ. કવિન શાહ ડૉ. અમૃત એમ. ઉપા. કવિ સમયસુંદર પ.પૂ. શ્રી સિંહસેનવિજયજી ગણિ ગ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ-૧૨ ગુજરાતી મધ્યકાલીન સાહિત્ય ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો ગઝલની સફર ગુરુ ભક્તિ ગહેલી સંગ્રહ ગુર્જર ફાગુ સાહિત્ય ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રો. અનંતરાય રાવળ પ્રો. મંજુલાલ ડૉ. કવિન શાહ મુનિ જંબૂવિજયજી ડૉ. રમણલાલ ચી. શાહ Page #390 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ પુસ્તકસૂચિ ૩૭૧ જિન ગુણમંજરી જિનેન્દ્રસ્તવનાવલી કાવ્ય સંદોહ જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્યસંગ્રહ-૧ જૈન કાવ્યપ્રકાશ ભાગ-૧ જૈન ગીતા કાવ્યનો પરિચય જૈન ગૂર્જર કવિઓ ભાગ ૧થી ૭, ૧૦ જૈન પરંપરાનો ઇતિહાસ ભાગ-૩ જૈન પત્ર સાહિત્ય ભાગ-૧ જૈન સાહિત્યની ગઝલો જૈન સત્યપ્રકાશ વર્ષ-૧૨ અંક પ-૬ જૈન સૈદ્ધાંતિક શબ્દપરિચય જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ જૈન સઝાયભાળા ભાગ ૧-૨ સંપા. વારિષેણાશ્રીજી ચારિત્રવિજય મુનિ જિનવિજયજી ભીમશી માણેક ડૉ. કવિન શાહ મોહનલાલ દલીચંદ દેસાઈ ત્રિપુટી મ.સા. ડૉ. કવિન શાહ ડૉ. કવિન શાહ સુનંદાબેન વહોરા મોહનલાલ દલીચંદ દેસાઈ બાલાભાઈ છગનલાલ શાહ દેવવંદનમાળા આ. વલ્લભસૂરિ મ.સા. પૂજાસંગ્રહ અને સ્તવનસંગ્રહ પર્વમાળા પૂજા સ્તવનાદિસંગ્રહ પ્રતિક્રમણ સૂત્ર પ્રબોધટીકા ભાગ ૧-૨ પ્રાચીન કાવ્યોંકી રૂપ પરંપરા પ્રાચીન તીર્થમાળા સંગ્રહ પ્રાચીન છંદ સંગ્રહ પ્રાકૃતપિંગલમ્ આ. લબ્ધિસૂરિજી ધીરજલાલ ટોકરશી શાહ અગચંદરજી નાહરા આ. ધર્મસૂરિજી વિદ્યાવિજયજી ફાગણ કે દિન ચાર ડૉ. કવિન શાહ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા બીજમાં વૃક્ષ તું બારમાસા ડૉ. કવિન શાહ ડૉ. પ્રભાશંકર તેરૈયા અંક માર્ચ ૧૯૯૧ (ગુજરાતીના અધ્યાપક સંઘ) ભજન પદસંગ્રહ ભાગ-૪ આ. બુદ્ધિસાગરસૂરિ મધ્યકાલીન સાહિત્યનો ઇતિહાસ પટેલ શુકલ નાયક લાવણી સંગ્રહ લાવણી કાવ્ય સ્વરૂપ અને સમીક્ષા શ્રાવક ભીમશી માણેક ડૉ. કવિન શાહ વિવિધ પૂજાસંગ્રહ જૈન પ્રકાશન મંદિર સજ્જન સન્મિત્ર શ્રી સમણ સુત્ત સિદ્ધાચલ સિદ્ધવેલ સલોકા સંગ્રહ સામ્ય શતક સમતા શતક પ્રકા. આ. હેમ સાગરસૂરિ ઉપા. ભુવનચંદ્રજી પ્રકા. કાંતિલાલ વનમાળીદાસ પ્રકા. મગનલાલ હઠીસીંગ મહેતા પ્રકા. પંડિત અમૃતલાલ કાલિદાસ દોશી સંશો. મુનિ સાગરચંદ્રજી આ. રત્નશેખરસૂરિજી શ્રી સઝાય સંગ્રહ ભાગ-૧ શ્રદ્ધવિધિ પ્રકરણ હરિયાળી સંગ્રહ હરિયાળી સ્વરૂપ અને વિભાવના હંસ રત્ન મંજૂષા ભાગ-૨ પ્રો. હિરાલાલ ૨. કાપડિયા ડૉ. કવિન શાહ સંપા. આ. હંસસાગરસૂરિ Page #392 -------------------------------------------------------------------------- ________________ * પ્રકાશક * મૃતનિધિ 303, બાલેશ્વર ક્વેર, ઈસ્કોન મંદિર, સરખેજ ગાંધીનગર હાઈવ, અમદાવાદ