________________
૫૮ -
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા “હેમચંદ્રાચાર્યના છન્દોનુશાસન ગ્રંથમાં ધવલ વિશેનો ઉલ્લેખ મળે છે. ધવલમાં ૮/૬/૪ ચરણ હોય છે. ધવલના પ્રકાર યશોધવલ, કીર્તિ ધવલ, ગુણ ધવલ, ઉત્સાહ ધવલ, ભ્રમર ધવલ, દીપક ધવલ, ૧૪મી સદીમાં રચાયેલા પ્રાકૃત પિંગલમ્ ગ્રંથમાં “છપ્પય” છંદના ૭૧ ભેદનો ઉલ્લેખ છે તેમાં “ધવલ'નો સમાવેશ થાય છે.
ધાર્મિક પર્વની ઉજવણી, વ્રતના ઉદ્યાપન મહોત્સવના પ્રસંગે ધવલ' ગીત ગાવાની સામાજિક પ્રણાલિકા હતી. કવિ ઋષણભદાસની પર્યુષણની બીજી સ્તુતિમાં નીચે પ્રમાણે ઉલ્લેખ મળે છે. “ધવલ મંગળ ગીત ગહેલી કરીએ.” આ પંક્તિ દ્વારા ધવલનો સંદર્ભ મળે છે. એટલે ધવલ એ ગીત કાવ્યનો પ્રકાર છે એમ સમજી શકાય છે. ઉત્તર અને દક્ષિણ ભારતમાં જૈન ધર્મનો પ્રચાર વિશેષ થયો હતો ત્યારે સાહિત્યિક આદાન પ્રદાન થતાં ધવલનો વધુ પ્રચાર થયો હતો. ૧૩-૧૪મી સદીમાં ધવલ ગીતો વધુ પ્રચલિત હતાં. ગુરુ ભગવંતના આગમન અને વિદાયના પ્રસંગે ધવલ ગીત અનેરા ઉત્સાહથી ગવાતા હતાં. વર્તમાન સમયમાં આવાં ગીતો “ગહુલી’ સંજ્ઞાથી જૈન સંઘ અને સાહિત્યમાં પ્રચલિત છે. માંગલિક પ્રસંગોમાં ધવલ ગીતો મોટા પ્રમાણમાં ગવાતાં હતાં. ટૂંકમાં કહીએ તો ધવલ એટલે જનસમૂહના અપૂર્વ ઉત્સાહને વાચા આપતું મંગલ ગીત. કાવ્ય ધવલનો પ્રારંભ દીર્ધ કાવ્યોના વસ્તુ વિભાજનમાં તેના એક ભાગ રૂપે ગીત કાવ્ય તરીકે થયો છે. ત્યારપછી “ધવલ” નામની સ્વતંત્ર કૃતિઓની રચના થઈ છે. ધવલ ગીતો માત્ર ધાર્મિક પર્વોમાં જ નહિ, પણ લગ્નપ્રસંગે ગવાતાં હતાં. આ ગીતો ધર્મ અને લગ્ન એમ બંને સાથે સંબંધ ધરાવે છે આ ઉપરથી એવું અનુમાન કરવામાં આવે છે કે, વિવાહલો શબ્દની સાથે ધવલ” શબ્દ પ્રયોગનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. દા.ત. કવિ દેપાલકૃત આદ્રકુમાર વિવાહલો ધવલ કવિ શ્રી જયશેખરસૂરિ કૃત ૧૫મી સદીની કૃતિ નેમિનાથ ધવલ, ૧૬મી સદીમાં કવિ સેવક કૃત રૂષભદેવ વિવાહલુ-ધવલ, કવિ આણંદપ્રમોદનું શાંતિનાથ વિવાહલુ-ધવલ, કવિ બ્રહ્મ મુનિવૃત વાસુપૂજય સ્વામી ધવલ અને નેમિનાથ ધવલ. કવિ નયસુંદર કૃત નેમિનાથ ધવલ વગેરે કૃતિઓ ધવલ સંજ્ઞાવાળી પ્રાપ્ત થાય છે. આ કૃતિઓ દીર્ઘ રચના છે, પણ તેમાં ધવલને અનુરૂપ ગેયતા સિદ્ધ થયેલી છે.
- રાજસ્થાનમાં શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિમાં સામાજિક અને ધાર્મિક પ્રસંગોએ ધવલ ગીતો ગાવાની પ્રણાલિકા પ્રચલિત હતી, ધવલની દીર્ધ રચનાઓ પછી લઘુગીત રચના તરીકે ૧૭મી સદીમાં પ્રયોગ થયો છે. ગુજરાતી રાજસ્થાની અને વ્રજભાષામાં ધવલ રચનાઓ ઉપલબ્ધ થાય છે. આવાં ગીતોનો સંગ્રહ ગીત રત્નાવલી નામથી પ્રગટ થયેલ છે. “ધવલ' સંગીતની પરિભાષામાં એક “રાગ” છે તો તેની છંદ તરીકે ગણના થાય છે. આવાં ધવલ ગીતો પરસ્પર પ્રણય વૃદ્ધિકારક છે, તેનો સંદર્ભ સાહિત્ય અને જનજીવનમાં રાસ-ફાગુ વગેરે કાવ્ય રચનામાં દુહા ચોપાઈ, દેશના પ્રયોગના સાથે ધવલનો પ્રયોગ થતો હતો. ૧૬મી સદીમાં કવિ સેવક સં. ૧૫૯૦માં રૂષભદેવ વિવાહલઉની બે કૃતિઓ રચી છે. તેમાં એકનું નામ “ધવલ” આવ્યું છે કવિના શબ્દો છે.
એહ ધવલ કરતા શ્રાપ્ત વિરોધી જેહ, એહ ધવલ ગાઈ શ્રાદાદઈ જેદ નારી સદા
૧૭મી સદીમાં કવિ બ્રહ્મ શાંતિનાથ વિવાહલો ધવલની રચના કરી છે. તેની આદિ અંતની Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org