________________
પ્રકરણ-૨ પંક્તિઓ નીચે મુજબ છે.
ચાઉવીસય મિત્ર ચરણે લાગઇ, વર શ્રુતદેવી પાસંઈ ભણઈ બાગઇ પાયે શ્રી સુગુરુનંઇ, ધવલ રિયસ સુદા મગ, રચય ધવલ જિન ચરિત બખાયલ, ગુરુ મુખી મર્મ |
તા થિર પઢઉ ગુખ ભવિયખજબ જનજા વરતઈ જિષ ધર્મ. સં. ૧૬૪૪મી કવિ “કનક સોમ રચિત આદ્રકુમાર ધવલ-ધમાલિ નામથી પ્રાપ્ત થાય છે. આ રચના આદ્રકુમાર ચૌઢાળિયું નામથી પણ જાણીતી છે. જૈનેતર કવિ બ્રહ્માનંદ ધોળ કાવ્યોની રચના કરી છે આ ધોળ' શબ્દ એ ધવલના પર્યાયરૂપે પ્રયોજાયો છે. કવિએ આ ધોળમાં માનવજન્મની સફળતા કરવા માટે ત્યાગ અને વૈરાગ્યના વિચારો દર્શાવ્યા છે. દૃષ્ટાંતરૂપે પંક્તિઓ જોઈએ.
“પ્રભુભજન વિના ગાફલ પ્રાણી, આગે ઉમર ખોઇજી, મેડીમંદિર માલ ખજાના, કામ ન આવે કોઈની.” આ તન રંગ પતંગ સરીખો જાતાં વાર ન લાગે છે, અસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી, તારી નજરો આગેજી.” મનુષ્યદેહધારીને મૂરખ, કહેશી કરી કમાણીજી, જાનતણી પેરે ફરતો ડોલ્યો બોલ્યો મિથ્યા વાણીજી.” “ઠાલો આવ્યો ભૂલો વૃઢવો કાંય ન લે ગયો સાથેજી,
બ્રહ્માનંદ કહે જમપુરિ કેરું, મહાદુઃખ લીધું માથેજી. ઉપરોક્ત ધોળમાં જીવનના આધ્યાત્મિક ઉલ્લાસનો પરોક્ષ રીતે ધવલ વિશેની ઉપરોક્ત માહિતીને આધારે એટલું સ્પષ્ટ થાય છે કે, મધ્યકાલીન સમયમાં વિવાહલો સમાન સયંમરૂપી નારીને વરવાના પ્રસંગનું નિરૂપણ કરતાં કાવ્યો “ધવલ' સંજ્ઞાવાળાં પ્રાપ્ત થાય છે. અન્ય રીતે વિચારીએ તો ધવલ નામથી સ્વતંત્ર ગીત રચનાઓ પણ ઉપલબ્ધ થાય છે. જેવી સાહિત્યની વિવિધતા અને સમૃદ્ધિમાં ધવલ કાવ્યો ભક્તિ શૃંગારની અનુપમરસાનુભૂતિ કરવાની શક્તિ ધરાવે છે. તેમાં ભૌતિક વિવાહના પ્રસંગ પછી આધ્યાત્મિક વિવાહનાં મંદમંદ સ્મિત કરતા નિઝર સમાન ઉલ્લાસની અનુભૂતિ કરાવે છે. ધવલ વિષયક કૃતિઓનો અભ્યાસ કરવાથી તેમાં રહેલી આનંદોલ્લાસના પર્વની માહિતી સાથે માનવભવ સફળ કરવા માટે સંયમના રાજમાર્ગનું પ્રતિપાદન કરીને સમાજના લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંયમની ભાવના કેળવાય તેવો કવિઓએ પુરુષાર્થ કર્યો છે. ૧. આર્દ્રકુમાર ધવલ. (સંક્ષિપ્ત નોંધ)
આદ્રકુમાર પ્રત્યેક બુદ્ધ તરીકે વિચારી રહ્યા હતા ત્યારે પૂર્વભવની બંધુમતી સ્ત્રીનો જીવ વસંતપુર પાટણ શહેરમાં ધનદત્ત શેઠની શ્રીમતી નામની પુત્રીપણે જન્મ થયો હતો. તેણી સખીઓ સાથે આજ મંદિરમાં ફરવા આવતી હતી ત્યારે દરેક સખીઓ એક એક થાંભલાને પતિ તરીકે માનીને આનંદ કરતી હતી. આ રમત પ્રસંગે શ્રીમતી માટે એક પણ થાંભલો બાકી રહ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org