SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા નહતો ત્યારે શ્રીમતીએ પેલા મુનિને પોતાના પતિ તરીકે માન્યા. પછી તુરતજ આકાશવાણી થઈ કે “આ બરાબર છે” અને ૧૨ કરોડ રત્નોની વૃષ્ટિ થઈ. રાજાને આ વાતની ખબર પડી એટલે ધન લેવા માટે આવ્યા ત્યારે ફરી આકાશવાણી થઈ કે શ્રીમતીનો જે પતિ થશે તેનું આ ધન છે. તેણીએ ૧૨ વર્ષ વીતાવી દીધાં દરેક સાધુ ભગવંત આવે ત્યારે એમના ચરણોના નમસ્કાર કરી અન્ન-જળ વાપરતી હતી. આ પ્રમાણે કરતી હતી ત્યારે એક વખત આર્ટ્સ મુનિ પધાર્યા અને ચરણ ચિહ્નથી ઓળખી લીધા. પગના ચિહ્નનથી એમને ઓળખીને તેણીએ મુનિને કહ્યું “હે ? પ્રિય ? હવે અહીં જ રહો.” ત્યારપછી આર્ટ્સ મુનિએ શ્રીમતી સાથે લગ્ન કર્યા અને સંસાર સુખ ભોગવતા પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. આર્દ્રકુમાર ફરીથી દીક્ષા લેવા માટે સંમતિ માગે છે ત્યારે આ અંગે કોઈ સ્પષ્ટ જવાબ મળતો નથી પણ શ્રીમતી રૂની પૂણીઓ લાવીને રેંટિયો કાંતવા લાગી . પુત્રે પૂછ્યું, “માતા, આ શું કરો છો ?” ત્યારે શ્રીમતીએ કહ્યું, “બેટા, તારા પિતા દીક્ષા લેવાના છે. પછી આપણે આવી રીતે જીવન ગુજારવું પડશે. આ રીતે ચાર વર્ષ વીતી ગયાં. પુત્ર પિતાને દીક્ષા લેવા માટે રોકે છે. પિતાએ પુત્રની રજા માંગી ત્યારે પુત્ર કહે છે, “હું દીક્ષા લેવા નહીં દઉં,” એમ કહી ત્રાક ઉપરથી સૂત્તરનો દોરો લઈ આદ્રકુમાર સૂતા હતા ત્યાં તેમના પગ ઉપર વીંટી દીધો. પછી કૂદકો મારીને બોલ્યો. “બસ, બાંધી દીધા, માતા, હવે કેવી રીતે જશે? આ પ્રેમાળ વાણીથી આર્દ્રકુમારનું હૃદયપરિવર્તન થયું અને તાંતણા ગણીને નિર્ણય કર્યો કે, તાંતણા બાર છે એટલે બાર વર્ષ સુધી દીક્ષા લઈ શકાશે નહીં. પુત્ર આ નિર્ણયથી પ્રસન્ન થયો. આ પ્રસંગનું કવિ દેપાલે આદ્રકુમાર ધવલમાં નિરૂપણ કર્યું છે. ધવલ એ દીક્ષા પ્રસંગની કાવ્ય રચના છે એટલે અહીં દીક્ષાનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. આદ્રકુમાર ધવલની નમૂનારૂપે પંક્તિઓ નીચે પ્રમાણે છે. નાઈ એ નરહ સહહુયારિ પાંચ કન્યા રામતિ રમઈએ, ચિહુ પુણ વરીયલા થૉમ થ્યારિ વરુ નવિ પામઈ પાંચમીએ વાવિ ચઉખંડિ એ આર જે થંભચિહું કુયારિ ચ્યારહ ગ્રહિયાએ | રુપ નિરુપમ જેસીયરંભ ધળવતધૂય તેણે ખીજવીએ || ૧ || બંધવું અભયકુમાર તસુ રાજુ છડિ વ્રત તણિલિદ્ધઉ ! વિહરતી વેસ ધરિ ગયઉ અહંકાર સસિ જો જિલિદ્ધઉં !' વિષઈ રમઈ દેસણ કરઈ દિનિ દસ પ્રતિબોધે છે નંદિષેણ મુનિ નામતસો નિંઘા કોઈન કરેઈ | ૮ || આપણાં ઘરિ કિ૭ઈ કાતણઉએ જાયસિઈવાછત્યતાત તું વડી નેસાલીયએ અખઈલ હોઈ જેવા છ મઈ ભલઈ સંભાલી એ || ૧ || ૨. નેમિનાથ ધવલ કવિ દેપાલ કૃત ૧૫મી સદીની નેમિનમિ નાથ “ધવલ' ગીત રચનામાં નેમિનાથના જીવનની રસિક માહિતી આપવામાં આવી છે. ગીત કાવ્યને અનુરૂપ વર્ણયોજતાં કાવ્યને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy