________________
પ્રકરણ-૨
૫૭.
ધર્મની ધારણા, જ્ઞાનરૂપી વેલનો વિસ્તાર થાય કર્મનો નાશ થાય અને આત્માનું સ્વરૂપ પ્રગટે છે. શિવનગરમાં જવાનો ઉપરોક્ત માર્ગ છે. તે માર્ગે પ્રયાણ કરવાથી પરમધામમાં પહોંચી જવાય છે. અંતમાં કવિના શબ્દો છે.
શ્રી નયવિજય ગુરુ શિષ્યની, શીખડી અમૃત વેલ રે,
એહ જે ચતુર નર આદરે, તે લહે સુજસરંગરેલ રે. ચેતન | ૨૯ // જૈન દર્શનના ગ્રંથોનો અભ્યાસ કર્યો ન હોય તો પણ આ સીધી સાદી વાણીનું ચિંતન મનન અને આચરણ નરભવમાં સમતા, શાંતિ અને સમાધિ પ્રદાયક છે. અમૃતવેલના વિચારો આત્માના મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે બીજરૂપ છે તે સ્પષ્ટ રીતે સ્વીકારવાથી આત્માનો અવશ્ય વિકાસ થાય છે. સંદર્ભ :- જૈન સજ્જયમાલા ભાગ ૨ | ૧૭
૮. “ધવલ” ડો. કવિન શાહ કાવ્ય-વિષયક પ્રાચીન પ્રકારો અને રચનાઓના અચ્છા અભ્યાસી છે. આ વિષયક એમનાં પુસ્તકો વિદ્વાનોમાં અતિપ્રિય નીવડ્યા છે. આ અંકમાં “ધવલ'ના નામે
ઓળખાતી કાવ્યકૃતિનો એમણે સુંદર પરિચય કરાવ્યો છે. આવા આવા વિષયો પર અવારનવાર તેઓ લખતા રહેશે, એને વાચવા માટે આ વિષયના વિદ્વાનોને “કલ્યાણ' નિમંત્રણ પાઠવે છે. જૈન સંઘમાં આવા વિષય પર ખેડાણ કરનારા ઓછા છે. એથી ડૉ. કવિન શાહ વિશેષ અભિનંદનને પાત્ર ગણાય. સંપાદક.
મધ્યકાલીન જૈન સાહિત્યમાં વિવિધ પ્રકારની કાવ્ય રચનાઓ પ્રાપ્ત થાય છે. તેમાં “વિવાહ”ની રૂપકાત્મક અભિવ્યક્તિ કરવી કાવ્ય રચનાઓમાં વિવાહલો, ધવલ અને “વેલિ” પ્રકારનાં કાવ્યો રચાયાં છે. આ ત્રણ શબ્દો પર્યાયવાચી એટલે કે વિવાહસંબંધી કાવ્યકૃતિઓનો સંદર્ભ પૂરો પાડે છે. વિવાહથી સામાન્ય રીતે લગ્નનો સંબંધ પ્રથમ દૃષ્ટિએ સમજાય છે, પણ મધ્યકાલીન સમયના કવિઓએ વિવાહ વિશે લગ્નના અર્થઘટનની સાથે સંયમરૂપી નારીને વરવાનો ઉત્સવ, બીજા શબ્દોમાં કહીએ તો દીક્ષા લેનાર વ્યક્તિના જીવનનું નિરૂપણ કે જેમાં દીક્ષા પ્રસંગનું વર્ણન કેન્દ્ર સ્થાને છે. મહાપુરુષો અને તીર્થકર વિષયક વિવાહલોની સાથે તાત્ત્વિક વિવાહલો રચાયા છે તેવીજ રીતે ધવલ કાવ્ય-કૃતિઓ પ્રાપ્ત થાય છે. ધવલ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. અપભ્રંશમાં બુલ' અને ત્યારપછી “ધોલાધૌલ' શબ્દ પ્રયોગ થયો છે. ગુજરાતી ભાષાના સાહિત્યમાં વલ્લભસંપ્રદાયમાં મોટી સંખ્યામાં “ધૌલ' રચનાઓ થઈ છે. આ રચનાઓ વિવિધ ઘૌલ સંગ્રહ નામથી પ્રકાશિત થયેલ છે. “નેમિનાથ ઘુલ” કાવ્યના આરંભ અને અંતની પંક્તિઓ ઉદાહરણરૂપે નીચે પ્રમાણે છે.
આદિ : માઈ એ નયરઈ સિંહદુવારી, પંચ કન્યા રામતી રમઈએ ! ચિંહુ પરિણ વરિયલા શ્રમ આરિ, વરનવી પામઈ પંચમી એ છે અંત : શ્રમણ પ્રિય વરદરહવાય એ સમતલઈ બાર વરસિ તુ બડઉ લેસાલિઇ, જયવત્ત હો જેવરછુ તુ મલઈ સંસાલીયઉ તું !!
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org