________________
૨૫૨
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા પ્યારું પ્યારું મને પ્રભુ ભજન.' ઉપા. જયંતસેનના ગીતોનું ઉદાહરણ નીચે પ્રમાણે છે : ભેખડો ઉતારો રાજા' એ ગીતના રાહની રચના : “શાન્તિ નિણંદ મહારાજની, મૂરતિ અજય ગજબજી, દર્શન કરતાં આનંદની ઉછળે છોળો અપારજી.”
પારેવડાં જા જે વીરાંના દેશમાં એ રાગનું ગીત : “ચેતનજી ચાલો સિદ્ધાચલ ધામમાં, આવે જીવન આરામમાં, ત્રણ ભુવનમાં નહીં બીજો કોઈ, આવે જિનવર શાનમાં-ચેતનજી.” વીર તારું નામ વહાલું લાગે એ રાગનું ગીત : તારંગા તીર્થ દર્શ પાયા, હો સ્વામિ, હર્ષ સવાયા, અનુપમ ધામ છે ખૂબીનું કામ છે, ભાવના દિલ ડોલાયા. હો.” નૈયા ડુબી રે સંસાર, અમારા જીવનની નૈયા ડુબી રે સંસાર, મોહની કરમે પુણ્યઈ વીસરી, ઉતારો ભવપાર અમારા જીવનની.” લેશો નિસાસા પરણેતરનાએ રાગનું ગીત : પરણ્યા વિના સ્વામી ન જાશો, રાજુલ વિનવે નેમ પિયુજી પાછા વળો.” “હું તો આરતી ઉતારું રેએ રાહનું ગીત : મારી વિનંતી સ્વીકારો અજિતનાથ રે, અજીતનાથજી રે, દીનાનાથજી રે.”
શાંતિલાલ બી. શાહ ખંભાતવાળા, પૂ. આ. શ્રી અજિતસાગરસૂરિ | માસ્તર દીનાનાથી સુરતવાળા, પ્રવિણભાઈ વી. દેસાઈ–બોટાદ અને તપોવન ગીત ગંગા વેગેરે એ પણ ગીત કાવ્યના વિકાસમાં ફાળો આપ્યો છે. અર્વાચીન જૈન ગીતોમાં ભક્તિનો નવો પરિવેશ જોવા મળે છે. ભક્તિમાં સમર્પણભાવ અને ચિત્તની એક્તા માટે વિશિષ્ટ પ્રકારના રાગ-લયયુક્ત રચનાઓ ઉપકારક નીવડે છે. અત્રે ઉલ્લેખ કર્યો છે તે સિવાય અન્ય ગીતકારોનાં ગીતો પણ સંશોધન દ્વારા પ્રાપ્ત થાય તેમ છે. આવા સંશોધનથી અર્વાચીન જૈન સાહિત્યનાં વિકાસની ઐતિહાસિક વિગતો મળી શકે છે.
જૈન સાહિત્યના મધ્યકાલીન અને અર્વાચીન સંદર્ભમાં ગીતકાવ્યોની વિવિધતા જોવા મળે છે. આ વિષયમાં સંશોધન કરવામાં આવે તો ગીતકાવ્યની સમૃદ્ધિ જેવી સાહિત્યની વિશેષતાને સિદ્ધિનું સોપાન બને તેવી ક્ષમતા ધરાવે છે. ભક્તિરસની રમઝટ જમાવતાં ગીતો સાંપ્રદાયિક વસ્તુ સાથે સંબંધિત હોવા છતાં તેની મંજુલપદાવલીઓ અલંકાર રસ વસંતુનું સૌંદર્ય અને આધ્યાત્મિક પરિવેશ દ્વારા આત્માનંદની અનોખી અનુભૂતિ કરાવે તેવાં ગીતો છે. જૈન સાહિત્યના ઇતિહાસમાં અહોભાવ પૂર્વક ઐતિહાસિક નોંધ કરી શકાય તેવો ગીત કાવ્યપ્રકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org