________________
પ્રકરણ-૩
૨૫૩
દિનપ્રતિદિન નવા સાધુ કવિઓના શુભહસ્તે વિકાસ પામી રહ્યો છે. પરિણામે ભક્તિમાર્ગની વિવિધ રચનાઓમાં તેનું સ્થાન વિશેષ નોંધપાત્ર બન્યું છે. સંદર્ભ :
૧. ફાગણ કે દિન ચાર પા. ૩૬ ૨. જૈન ગૂર્જર કવિઓ ૩-૪. કુસુમાંજલિ પા. ૪૨૧-૪૩૧ ૫. શ્રી અમૃત ગણુંલી સંગ્રહ પા. ૭૮ ૬. ગહુંલી સંગ્રહ પા. ૨૦૫ ૭. બમ્બઈ ચિંતામણિ પાર્શ્વનાથદિ સ્તવન સંગ્રહ પા. ૧૨૪ ૮. બીજમાં વૃક્ષ તું પા. ૧૪૦
૩૫. સંઘયાત્રા-તીર્થમાળા ચૈત્યપરિપાટી-૧ તીર્થમાળા અને ચૈત્ય પરિપાટી વિશેની કૃતિઓ રાસરૂપે રચાઈ છે. ભક્તિમાર્ગની વિવિધતાનો પરિચય કરાવતી તીર્થમાળા ચૈત્યપરિપાટી કૃતિઓ તીર્થોનો ઐતિહાસિક પરિચય આપવાની સાથે તત્કાલીન જીવનનો સંદર્ભ દર્શાવે છે. ચૈત્ય પરિપાટીમાં પણ તીર્થનો જ સંદર્ભ છે. તેમાં વિવિધ સ્થળે આવેલાં ચૈત્યો અને મૂળનાયક ભગવાનની પૂજા-ભક્તિ અને મહિમા ગાવામાં આવ્યો છે. પ્રાચીન તીર્થમાળા ભાગ-૧-રનું ધર્મસૂરિએ સંપાદન કર્યું છે તેમાં ઉપરોક્ત શ્રાવક જીવનમાં સંઘયાત્રાનું કર્તવ્ય સમકિતની શુદ્ધિ પાપ નાશના માટે અને ઉત્તમ પ્રકારે ચતુર્વિધ સંઘ સાથે યાત્રા કરવાનો લ્હાવો પુણ્યશાળી આત્માઓને પ્રાપ્ત થાય છે. છ'રીપાળીને સંઘયાત્રા કરવાનું શાસ્ત્રમાં વિધાન છે. કવિ રૂષભદાસે શત્રુંજયની થોયની ત્રીજી ગાથામાં ભગવંતની વાણી દ્વારા સંઘયાત્રાનો મહિમા ગાયો છે.
ભરતરાય જિન સાથે બોલે સ્વામી શત્રુંજય ગિરિ ગુણ તોલે, જિનનું વચન અમોએ રૂષભ કહે સુણો ભરતજીરાય છરી પાળતાં જે નર જાય, પાતક ભુકો થાય”
જૈન શાસનના ઇતિહાસમાં શાશ્વત તીર્થ શત્રુંજય, સમેતશિખર, ગિરનાર, ઉપરાંત અર્વાચીન કાળમાં શંખેશ્વર, ઝઘડિયા, ખંભાત જેવાં તીર્થોનો સંઘયાત્રા પ્રતિવર્ષ ગુરુ ભગવંતની નિશ્રામાં યોજાય છે અને ભાવિક ભક્તો દાન ધર્મની આરાધના સાથે આત્માના શાશ્વત સુખ માટેનો માર્ગ ચોખ્ખો થાય તે માટે યાત્રા કરે છે. પૂર્વ અને મધ્યકાલમાં આવી સંઘયાત્રાની કાવ્યમય માહિતી પ્રાપ્ત થાય છે. અર્વાચીન કાળમાં એક અહેવાલરૂપે યાત્રાનું વર્ણન ગદ્યમાં પ્રગટ થાય છે. આવા સંધ વિશેષો મિતાક્ષરી ઉલ્લેખ ઐતિહાસિક નોંધરૂપે જૈન પરંપરાના ઇતિહાસમાંથી મળે છે.
પ્રભુ ભક્તિ સાથે સંબંધ ધરાવતી કૃતિઓ વિષય વસ્તુની દષ્ટિએ વિચારતાં તીર્થમાળા, ચૈત્ય પરિપાટી અને સંઘયાત્રા માનવજીવનનાં મહાન સુકૃત છે જેની જેટલી અનુમોદના કરીએ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org