________________
૩૮
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા વયણિ તિણિ ભીજઉ દિધ મુનિ પતીજઉ ધનુધનુ બહિનિ તું ઈમ સમાવઈ, શવરિ ને પાઈ લાગઈ આસીસુ તવ મામઈ વલિઉં નર નાહ નિય નયરિ આવઈ.IN ૧૬ /
(શીલ વિશે) દીર્ઘરાજા અને શબરીનો સંવાદ ગજગામિની (હાથી જેવી ચાલવાળી), કામદેવની શ્રેણિ જેવી (સ્ત્રી) દીર્ઘરાજાએ પોતાનાં નયન વડે વનમાં નિહાળી, નયનરસથી રસીલીને જોતાં રાજાને કામદેવનાં બાણ પ્રસરવાથી લજ્જા આવી...૧
રાગ રસમાં રાચવું, વિષયમદમાં નાચવું એટલે સંસારમાં જીવનું ભમવું. આ લોકમાં પરસ્ત્રીથી જે બીતો નથી તે નરકથી બીતો નથી, તે દીર્ધકાળ સુધી કુંભીપાકમાં પકાય છે. (સ્ત્રીનાં) શીતળ વચનમાં ગૂંથાયો, સ્નેહરૂપી કાદવમાં ખૂંપ્યો, રંગ જોઈને વધારે ખૂંચ્યો, તેની પાસે પહોંચ્યો, મોહનાં ભારથી જોતરાયો, સાંભળીને ભ્રમિત થયો.... (૩)
રાજા નેહ વચનથી કહે છે “હે મૃગનયની ! તું કોણ છે? અમૃતસરખી વાણી વાળી તું વનમાં કેમ ભમે છે? રૂપમાં દેવી જેવી, વેશથી ઈન્દ્રાણી જેવી, ઉપમા ન આપી શકાય તેવી, મનમાં ન સમાય તેવી રૂપાળી તું વનમાં કેમ ભમે છે ?”.... (૪)
(શબરી કહે છે) અમે પર્વતમાં રહીએ છીએ. પાંદડાનાં વસ્ત્રો પહેરીએ છીએ. ભીલની વહુ (ભીલડી) છું. પતિએ વારવા છતાં હું ફળ લેવા માટે ભોળી અહીં ફરું છું.... (૫)
રાજાએ જાણ્યું કે “આ ભીલની રાણી છે.” મનમાં કામદેવને ધારણ કરીને તે કહે છે “હું તને પટરાણી કરું” આ વનને છોડી તું મારાં રાજ્યમાં આવ.... (૬)
શબરીએ જાદર (જાડી) ચાદરનું ફાળીયું પહેર્યું છે. કૂરકપૂર રસ આ બાળાએ જોયાં નથી. વનને છોડીને ભીલડી દીર્ઘરાજાની પાછળ ચાલી. રાજાએ તેનો આદર કર્યો તેથી મનમાં આશ્ચર્ય થાય છે.... (૭)
દીર્ધરાજા એકલાં ભોગને જ વખાણે છે. જ્યારે ભીલડી કહે છે “ અમારે તો એક ભીલરાણો જ મનમાં છે. તમે તમારું રાજય સંભાળો, મારે બીજો કોઈ રાજા રાણો નથી.....(૮)”
રહેવાનો મહેલ જોઈને શબરી વિચારે છે, દીર્થને નિરાશ ન કરવો (પણ શીખામણ આપવી)–ભીલડી કહે છે “સફેદ મહેલમાં વસીને નરકમાં (કાળી નરકમાં) વસવું પડશે. તે કેમ વિચારતાં નથી ? ભયથી પણ કંઈક વિચાર નરકનો પણ ભય નથી લાગતો ? ત્યાં સૂર્ય પણ નથી (અંધકાર હોય છે)”.... (૯)
(દીર્ધ કહે છે) મદન સુભટ આજ મારાં ઉપર જોર કરે છે, સર્વ જીવો સુખ ઇચ્છે છે કાલ ઉપર કોણ રાખે ? કેમકે આછાં વસ્ત્રમાંથી પાણી નીતરે તેમ આયુષ્ય ઘટી રહ્યું છે. (ભોગ બાકી રહી જશે)....(૧૦)
હું કામદેવનાં બાણ ફેંકુ છું તેનો ઘા તને કેમ લાગે છે ? ત્યારે શબરી દીર્ધ પાસે પ્રાણ માંગે છે. રાજા કહે છે “એવું ન બોલ.” અરેરે ! જો પ્રાણીને સ્નેહ ન હોત તો આ ભવમાયા ક્યાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org