________________
પ્રકરણ-૨
૩૭
નમું ગુરુ પાયા રે | જશુ સીલેં નિરમલસાર સુહાવે કાયારે, પણિ સમિતિ ગુપતિ ધર્મસાર કહે જિન રાયા રે. તિણ કારણ હરષ અપાર નમું ગુરુ પાયા રે.
| આંકણી | દોષ બેતાલીસ ટાલતા રે I સુઘોભે આહાર, નયણે નિરખી પૂંજતા રેલ્વે ઉપગરણ પ્રકાર. || નમું | ૨ | જલ્લ મલ્લાદિક પરવરે સૂઘો કૅમિલ જોઈ, શુભધ્યાને મન રાખતાં . જસુ ચારિત્ર નિરમલ હોઈ. || નમું / ૩ વચન ન સાવધ ઉચ રે રે વચન ગુપતિ સંભારિ, કાયા કરણી તે કરે જિણે હવે જીવ ઉગારિ. | નમું | ૪ || પ્રવચન માતા આવએ . જે પાલે અનુદિન સાર,
શ્રી બ્રહ્મ કહે તે મુનિ નમો જિમ પામો ધર્મ વિચાર. || નમું | ૫ | શ્રી સઝાય સંગ્રહ (પા. નં. ૪).
‘ભાસ' સંજ્ઞાવાળી બીજી પણ વિવિધ વિષયની પા. ૧૭૬ કૃતિઓની સૂચી જૈન ગૂર્જર કવિઓ ભા- ૭, પા. ૧૯૩, ૨૦૬ પર છે. આ વિશે સંશોધન કરવાથી પ્રભુભક્તિ અને ગુરુ ભક્તિનો મહિમા પ્રગટ થયેલો જાણી શકાય. ૭. દિધમ સબરી ભાસ
“ભાસ' કાવ્ય પ્રકારમાં શીલનો મહિમા દર્શાવતી સંવાદરૂપે રચાયેલી અજ્ઞાત કવિ કૃત દિમ સબરી' ભાસ કૃતિ પ્રાપ્ત થાય છે. તેમાં દીર્ધ રાજા અને શબરી સાથેના સંવાદ દ્વારા શીલધર્મનો મહિમા ગાવામાં આવ્યો છે. જૈન રામાયણમાં આ વિગતનો કોઈ ઉલ્લેખ મળતો નથી. આ પ્રસંગની સઝાય પ્રાપ્ત થાય છે. અત્રે મૂળ કૃતિનો ભાવાર્થ પ્રગટ કરવામાં આવે છે. તેની શૈલીમાં સંવાદનો પ્રયોગ એટલે કાવ્યની દૃષ્ટિએ ભાસ છે તો અન્ય રીતે “સંવાદ' પ્રકારની કૃતિ છે. પ્રાચીન ગૂર્જર કાવ્ય સંચય પુસ્તકમાંથી આ ભાસ પ્રાપ્ત થયો છે. (પા. ૮૫/૮૬).
ભાસનું વિષય વસ્તુ ૧૬ કડીમાં વિભાજિત થયું છે. જૂની ગુજરાતી ભાષા હોવાથી અત્રે તેનો ભાવાનુપદ પ્રગટ કરવામાં આવ્યો છે અને ભાષાની દૃષ્ટિએ પરિચય થાય તે માટે આરંભની બે કડી અને અંતની બે કડી પ્રગટ કરવામાં આવી છે. ગય ગગણિબાલી મયણચી આલી દિધ મિમિયનયગુલે બનિનિહાલી, નયણ રસિ રસાલી રાયની હીયાલી કુસુમસર પસિરિહુઈત્ર પરાલિ.
| ૧ || રાય સસિ રાચઈ વિષયમદિ માચઈ મમઈ સંસારિ તે જીવ સાચઈ, પરરમણિ ઈહઈનરકનબીહઈ દિધમ તે કુંભીય પાકિ પાચઈ.
| ૨ || પરકલવદેખી જણસિ જિમ લેખી સ્વદાર સંતોષ કરિ બુજી બુજી, દિધમ કુલ ગાજઈ જસ પડહુ બાજઈ સીલજલિ સુકિ તું મમ મ મુજિ. || ૧૫ II
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org