________________
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ઉદાહરણ રૂપે સમરાઈથ્ય કહા. એશિયાટિક સોસાયટીવાળી આવૃત્તિ પા. ૪૨ છે. ત્રીજો અર્થ આવસ્મયમાં અને ચોથા ચર્ચરી શબ્દપ્રયોગ થયો છે.
ગુજરાતી જોડણી કોશમાં ચર્ચરીનો અર્થ ૧) આનંદ-ઉત્સવ, ૨) છંદ, ૩) નાટકમાં પ્રવેશ પૂરો થાય પછી મૂકવામાં આવતું ગીત.
ચર્ચરીના વિવિધ અર્થો પ્રાપ્ત થાય છે. તેમાં ખુશામત અને વાંકડિયા વાળ વિશે કોઈ આધારભૂત સંદર્ભ મળતો નથી. તે સિવાયના અર્થ અંગે માહિતી મળે છે અને ચર્ચરી શબ્દ સ્પષ્ટ રીતે સમજાય છે. પંડિત લાલચન્દ્ર ભગવાનદાસે અપભ્રંશ કાવ્યત્રયીની ભૂમિકામાં ચર્ચરી વિશે સંસ્કૃતમાં જે માહિતી આપી છે તેની વિગત નીચે મુજબ છે. ૧. પ્રાકૃત–અપભ્રંશમાં ચચ્ચરી- ચર્ચરી. અને ચાચરી શબ્દ પ્રયોગ થયો છે. ૨. સંસ્કૃતમાં ચર્ચરી—ગીત તરીકે નૃત્યપૂર્વક ગાન કરવું, સંદર્ભ છે.
કવિ કાલિદાસે "વિક્રમોર્ય શીય' માં અપભ્રંશ ચર્ચરી પદ્યો રચ્યાં છે. હરિભદ્રસૂરિએ સમરાઈઐકહાના પ્રારંભમાં, ઉદ્યોતનસૂરિએ કુવલયમાળાના પ્રારંભમાં, શીલાંકસૂરિએ શ્રી હર્ષે રત્નાવલી નાટકના પ્રારંભમાં ચર્ચરીનું સ્મરણ કર્યું છે. હેમચન્દ્રાચાર્યએ છન્દોનું શાસનમાં ચર્ચરી છંદનાં લક્ષણો આપ્યાં છે.
પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહમાં કવિ સોલણ કૃત ચર્ચરિકા પ્રગટ થઈ છે તેમાં ૩૮ કડી છે. કવિ જિનદત્તસૂરિએ જિનવલ્લભસૂરિની સ્મૃતિરૂપે ૪૭ કડીની રચના ચર્ચરીમાં કરી છે. કવિ જિનપાલે સં. ૧૨૯૪માં ઉપરોક્ત ચર્ચરીની સંસ્કૃતમાં ટીકા રચી છે. વાગડ દેશના વ્યાઘપુરમાં તેની રચના થઈ છે. તેનો રચના સમય બારમી સદીના ઉત્તરાર્ધનો માનવામાં આવે છે.
અપભ્રંશ કાળ.ત્રયીમાં સોલણની ચર્ચરી, ઉપદેશ રસાયન રાસ અને કાલ સ્વરૂપ કુલકનો સમાવેશ થાય છે. કેશવરામ શાસ્ત્રી આપણા કવિઓ પા- ૬૦માં જણાવે છે તે મુજબ ચર્ચરી છંદ છે. શ્રી રંગનાથની વિક્રમોર્વશીયની ટીકામાં ચર્ચરીનો ઉલ્લેખ કર્યો છે.
ચર્ચરી એ એક પ્રકારનું નૃત્ય છે. ભરતેશ્વર બાહુબલિ રાસની પ્રસ્તાવનામાં પંડિત લાલચન્દ્ર ભગવાનદાસ જણાવે છે કે પૂર્વે કેવળજ્ઞાની મહાત્માએ રાસ નાચવાના બહાનથી મોહાસક્ત પાંચસો ચોરોને પ્રાકૃત ચર્ચરી દ્વારા પ્રતિબોધ કર્યાનો ઉલ્લેખ ઉત્તરાધ્યયન સૂત્ર- કપિલ અધ્યયની ૮ માં તથા કુવલયમાલા કથામાં મળે છે. સંદર્ભ જૈન સત્યપ્રકાશ, વર્ષ- ૧૧, પા. ૧૫૪
કપિલકુમારે દીક્ષા લીધા પછી છ મહિના સુધી વિચરતાં શુદ્ધ સંયમના પાલનથી કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. કપિલે પોતાના જ્ઞાનથી જાણ્યું કે રાજગૃહી નગરીના ચોરો મારાથી પ્રતિબોધ પામશે. એમ જાણીને કપિલ કેવલી રાજગૃહી તરફ વિહાર કરીને ગયા. ચોરોએ તે શ્રમણને જોઈને કહ્યું કે “નૃત્ય કરો”. કેવલીએ કહ્યું કે કોઈ વગાડનાર હોય તો નૃત્ય કરું. એટલે ચોર લોકો તાલીઓ પાડવા લાગ્યા. પછી કપિલ કેવલી નૃત્ય કરવા લાગ્યા અને નીચે પ્રમાણે શ્લોક બોલ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org