________________
પ્રકરણ-૨
9
अधुवे असासयम्मी, संसारम्मि दुक्खपउराण
कि नाम होय तं कम्मयं, जेणाहं दुग्गई न गयई ॥ હે મનુષ્યજનો ! આ સંસારમાં એવું તે કયું ક્રિયાનુષ્ઠાન છે જે કર્મ વડે કરીને હું દુર્ગતિ ન પામુ આ સંસાર અસ્થિર તથા અનિત્ય, દુઃખથી ભરેલો, જન્મ જરા મરણાદિ દુઃખોથી અને દુર્ગતિથી બચાય એવું કયું કર્મ છે? કપિલ કેવલીનો આ પ્રસંગ “ચર્ચરી'ના સંદર્ભમાં નોંધવામાં આવ્યો છે તે ઉપરથી “ચર્ચરી’ ગીત-નૃત્ય અને વાજિંત્રના સમન્વયથી ગવાય તેવું કાવ્ય છે.
ઉપદેશ રસાયન રાસના ટીકાકાર ઉપા. જિનપાલ અપભ્રંશ કાવ્યત્રયીમાં ચર્ચરી વિશે નીચે મુજબ જણાવે છે. તેમાં ચર્ચરી અને રાસક એ પ્રાકૃત પ્રબંધ છે.
યરી - રાધે પ્રવચ્ચે પ્રવૃત્ત નિ |
वृतिप्रवृति नाधते प्रायः कोऽपि विपडीणः" ચર્ચરી અને રાસક નામના પ્રાકૃત પ્રબંધને અંગે ખરેખર કોઈ વિચક્ષણ, મોટે ભાગે કોઈ વૃત્તિ રચવા પ્રવૃત્ત થતો નથી. આ. હરિભદ્રસૂરિએ રચેલા મુનિચંદ્રસૂરિ કૃત વૃત્તિમાં ખંભદત્તરિય આપ્યું છે. તેમાં ૨૧૪ આ પત્રમાં ઉત્તરજણની નેમિચન્દ્રસૂરિ કૃત વૃત્તિમાં અપાયેલ “બભત્ત ચરિય'ના પ્રારંભમાં “ચર્ચરીનો ઉલ્લેખ થયો છે. “ચર્ચરી' પ્રકારની કૃતિઓની યાદી નીચે પ્રમાણે છે. ૧. ગુરુસ્તુતિ ચાચરિ ૧૫ ગાથા
અજ્ઞાત કવિ ૨. ચર્ચરિકા
૩૮ કડી
કવિ સોલણ, ૧૪મી સદી ૩. ચર્ચરી
૪૭ પદ્ય
જિનદત્તસૂરિ–૧૨મી સદી ૪. ચાર્ચ સ્તુતિ
૩૬ ગાથા
જિનપ્રભસૂરિ–૧૪મી સદી ૫. ચાર્જરી
૩૦ કડી
જિનેશ્વરસૂરિ–૧૪મી સદી ચર્ચરી પ્રાકૃત ભાષાનો અવશિષ્ટ માત્રિક છંદ છે. તેના બંધારણમાં ૨. સ. જ-જ. મ. ૨. (ત્રણ) એટલે ૧૮ વર્ણ અને ૨૬ માત્રાનો છંદ છે. પંચકલ + ૪ – ચતુષ્કલ + પંચકલ એમ પણ આ છંદ વિશેનું બંધારણ છે. તેમાં મધ્યના બે ચતુષ્કલ મુખ્ય ગણાય છે. પદ્યની આદિમાં ગુરુવર્ણ અને પાદાન્ત લઘુ-ગુરુ હોય છે. આ છંદ હરિગીતની સમાન ૩-૪ માત્રાના તાલમાં ગવાય છે. તેની માત્રા હરિગીત છંદ સમાન બને છે. માત્રા હોવા છતાં વર્ણિક સાથે પણ સંબંધ રહેલો છે. ચર્ચરી નૃત્ય સાથે પણ ગવાય છે. ચર્ચરી છંદ એટલે ચર્ચરી નૃત્ય સાથે ગવાતો છંદ એ રીતે છંદ જાણીતો છે. કવિ કાલિદાસ કૃત વિક્રમોર્વશીય નાટકમાં ચર્ચરી ગીતોનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. જિનદત્તસૂરિએ ચર્ચરીનો પ્રયોગ કર્યો છે તે ચર્ચરી છંદ નહિ પણ પ્લવંગમ છંદ સાથે સામ્ય ધરાવે છે. અપભ્રંશમાં રાસક છંદ રાસ નૃત્ય સાથે સંબંધ ધરાવે છે તેવી રીતે ચર્ચરી છંદ ચર્ચરી નૃત્ય સાથે સામ્યતા ધરાવે છે. આરંભમાં ચર્ચરી છંદ પ્રયોગ થતો હતો પણ ભાટ કવિઓએ ૧૬ વર્ણવાળા વર્ણિક છંદ અને ૨૬ માત્રાવાળા છંદનું નામ આપ્યું છે એટલે વર્ણિક છંદ તરીકે પ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org