________________
પ્રકરણ-૨
૨૫
સ્વતંત્ર કૃતિઓ રચાઈ હતી. ચારણી ભાષામાં ચર્ચરી છંદ છે તે ઉપરથી એવું અનુમાન કરવામાં આવે છે કે આ કાવ્ય પ્રકારને તેની સાથે સંબંધ હોવો જોઈએ.
ચચ્ચરી કાવ્ય જૈન રાસ રચનાઓની સમાન ધાર્મિક ઉત્સવો-પર્વોમાં રસિક્તાથી ગવાતો કાવ્ય પ્રકાર છે. ચચ્ચરી કાવ્યનો વિષય ચરિત્રાત્મક છે. વળી તેમાં જૈન ગચ્છના સાધુઓની પરંપરા કે જૈન પટ્ટાવલી કહેવામાં આવે છે તેવી કૃતિ પણ રચાઈ છે એટલે ગુરુગુણ સ્તુતિ મૂલક રચના છે એમ સ્પષ્ટ સમજાય છે. આ પ્રકારની અન્ય સંજ્ઞા હમચડી-હીંગનો ઉલ્લેખ પણ દીધું કાવ્ય કૃતિઓમાં કોઈ કોઈ સ્થળે પ્રાપ્ત થાય છે. દેશી ગેય હોય છે તેવી રીતે “હમચડી' એક દેશીના પ્રકાર સમાન છે કે તાલબદ્ધ રીતે ગાવામાં આવે છે. કવિ પંડિત વીરવિજયજીના મહાવીર સ્વામીના પંચ કલ્યાણકના સ્તવનની ત્રીજી ઢાળમાં ‘હમચડી' શબ્દ પ્રયોગ પ્રત્યેક પંક્તિમાં થયો છે. ચચરી પ્રકારની ૧૨મી સદીના કવિ જિનદત્તસૂરિની “જિન વલ્લભ ગુણ સ્તુતિ' નામથી ઉપલબ્ધ થાય છે. જિનદત્તસૂરિના ટીકાકાર ૧૪મી સદીના પૂર્વાર્ધમાં ચર્ચરિકા નામની રચના કવિ સોલણની પ્રાપ્ત થાય છે. આ રચનામાં ગુજરાતી ભાષાનો વિશેષ પ્રભાવ છે જ્યારે ૧૨મી સદીની રચનામાં અપભ્રંશનો વિશેષ પ્રયોગ થયો છે. કવિ સોલણની કૃતિમાં ગિરનાર તીર્થની યાત્રાનો મહિમા ગાવામાં આવ્યો છે. આ સ્તુતિમૂલક રચનામાં કોઈ કોઈ ઠેકાણે વર્ણન પણ જોવા મળે છે. કવિએ ૩૮ દુહામાં આ કાવ્ય રચ્યું છે એટલે ખાસ વિશિષ્ટતા નથી. ગિરનારની યાત્રાએ જતાં વચ્ચે આવતાં સ્થળો-નદી- પ્રકૃતિનો ઉલ્લેખ કર્યો છે. કવિ વિનપાલ ઉપરોક્ત કૃતિને ચચ્ચરી નામથી ઓળખાવે છે. તેનો છંદ કુંદ છે. તેનું બીજું નામ અજાણક છંદ
છે. તેમાં ૨૧ માત્રા હોય છે.
૧૫મી કડીમાં અખંતપુર પહોંચ્યા ત્યારે ચોરોનો ભય થયો હતો તેનો ઉલ્લેખ થયો છે. આ વિસ્તાર “નાળિયેરીઓવાળો ડુંગર' નામથી ઓળખાય છે. અર્વાચીન સમયમાં આ સ્થળ અંગે કોઈ સંદર્ભ પ્રાપ્ત થતો નથી.
ડૉ. લાઘવન “નાટ્યરસ' ને ચચરી માને છે. અપભ્રંશ કાવ્યત્રયીમાં જણાવ્યું છે કે જે य प्रथम मज्जरी भाषया नृत्या'
ચર્ચરી ચર્ચરિકા બંને શબ્દ એક જ અર્થવાચક છે આ શબ્દ સંસ્કૃત ભાષાનો છે. પ્રાકૃતમાં તેને “ચચ્ચારી કહેવાય છે. ગુજરાતી ભાષામાં “ચાચરી' શબ્દ પ્રયોગ થાય છે. લક્ષ્મણ રામચંદ્ર વૈદ્ય કૃત સંસ્કૃત-અંગ્રેજી કોશમાં ચર્ચરી શબ્દના સાત અર્થ મળે છે. ૧) એક જાતનું ગીત, ૨) સંગીતમાં તાલ મેળવવા હાથ ઠોકવો, ૩) વિદ્વાનોનું ગાન, ૪) વસંત ઋતુ અંગેની ક્રીડા, ૫) ઉત્સવ, ૬) ખુશામત, ૭) વાંકડિયા વાળ. અભિધાન ચિંતામણિ કોશ. (કાંડ-૨- શ્લોક- ૧૮૭) ચર્ચરી અને ચર્ચરી બંને સમાનાર્થી શબ્દો ગણાવ્યા છે.
વાર નર્યનેડના વર્જરી'; “વાર મઢતેનાર” પાઇય સહણમાં ચર્ચરીનો અર્થ ૧) એક પ્રકારનું ગીત, ૨) ગાનારી ટોળી, ૩) એક જાતનો છંદ, ૪) હાથની તાળીનો અવાજ.
પ્રથમ અર્થના ઉદાહરણ રૂપે સુરસુંદરી ચરિયું પરિ.૩, ગાથા- ૫૪ છે. બીજા અર્થના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org