SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા સંધિ કાવ્ય ૨. ખરતરગચ્છના સ્નેહહર્ષના શિષ્ય શ્રીસાર પાઠકે આનંત શ્રાવક સંધિની સં. ૧૬૮૪માં ૧૫ ઢાળની ૨પર કડીમાં રચના કરી છે. ( ૩ | ૨૧૪) સાંભલિ જેબૂ સોહમ ઈમ કહૈ સાતમ અંગ મઝાર, પ્રથમ અધ્યયનૈ ભાષ્યા એહવા વીર જિણંદ વિચાર. ૨૪૮ જિમ જિમ ચરિત સુણી જે એહવા તિમ તિમ મરથિર થાય, થિવ મણ રાખ્યાં લાભહુવૈ ઘણો પાતિક દૂરિ પલાય. ૨૪૯ પહકરણી નિયરિ અતિ દીપતી શ્રાવક ચતુરસુજાણ, આદીસર જિનવર સુપસાઉલે રાજપ્રભકલ્યાણ. ૨૫૦ સંવત દિશી સિદ્ધિ રસ સસિ ૧૬૮૪ તિણ પુરીમ કીધી ચઉમાસિ, એ સંબંધ કી યૌર લિયા મણ ઉસુણતાં થઈ ઉલ્લાસ. ૨૫૧ રત્નહરષ વાચકગુરૂ માહરલ મનંદન સુખકાર, હેમરતિ ગુરૂ બંધવ નૈ કઈ પભણે મુનિ શ્રીસારિ. ૨૫૨ ૨૫ ૨ સંદર્ભ :- ૧. પ્રાચીન કાવ્યોં કી રૂપ પરંપરા - પા. ૨૨ ૨. જૈન ગૂર્જર કવિઓ ભાગ- ૩ | ૨૧૪ ૨૬. બોલી, છંદોબદ્ધ રચનાઓમાં વચ્ચે બોલી યુક્ત ગદ્ય મૂકવાની રૂઢિ પ્રચલિત હતી. ઈ. સ. ના ૧૫માં શતકના પૂર્વાર્ધમાં રચાયેલ હીરાણંદકૃત ‘વસ્તુપાલ રાસ” અને ઉત્તરાર્ધમાં રચાયેલ નરપતિકૃત “પંચદંડ”, “ઉદાહરણો' આદિ કાવ્યોમાં આ પ્રણાલિકાનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. જયશેખરસૂરિ કૃત પ્રકીર્ણ રચનાઓમાં સંગ્રહમાંથી બોલીયુક્ત શ્લોક નીચે પ્રમાણે છે. અહો શ્યાલક? જિમ ગ્રહમાંહિ ચંદુ સુરjદ માંહિ ઈંદુ મંત્રાક્ષરમાંહિ, ઓકાર ધર્મમાહિ પરોપકાર નદી માહિ ગંગા મહાસતી માંહિ સીતા. મંત્રમાંહિ પંચપરમેષ્ઠિ નમસ્કારુ દાયિક માહિ ઉભય દાતારુ ગુરુયલ, તિમ તીર્થ સિવિહુ માહિ સિદ્ધક્ષેત્રુ શ્રી શત્રુંજ્ય નામ પર્વતુ. તેહઉપર શ્રી નાભિરાયા તણા કુલનઈ અવતંતુ માતા. (જૈન ગૂર્જર કવિઓ ભાગ- પા. ૨૮૨) આદિનાથ બોલી આદિ ઃ જો ભુવણભૂસણના ભિકુલન્નર વંસિ વસ મહદઓ, મરૂદેવિ દેવનઈ સુવન્ન કમલ સિરિ વસહદુઓ. વરદાય મુણિ કેવલિ જિણહ ધુરિ પંચસય ધણુહુર્ચાઓ, સેતુજ મેરિ ગિરીજ્જા સુરતરુ આદિનાહુ સુનંદઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy