________________
પ્રકરણ-૨
૧૫૩
simple song-a sentimental composition of several verses.” એ રીતે જોઈએ તો લાવણી એ એક લાગણીસભર પદ રચના કે ગીતરચના છે. ટૂંકમાં લાવણી એટલે રાગયુક્ત લાગણીને પ્રગટ કરતી સુગેય પદરચના.
જૈન કાવ્ય પ્રકારોની વિવિધતામાં અનેરી ભાત પાડતી એક રચના તે લાવણી છે. આ રચના ચોપાઈ છંદ હરિયાલી અને પદ સાથે સામ્ય ધરાવે છે.
જૈન સાહિત્યમાં ઘણાં કવિઓએ લાવણીઓની રચના કરી પોતાના હૃદયમાં ભાવો પ્રગટ કર્યા છે. જૈન સમાજમાં લાવણીઓનું સ્થાન ભજનો જેવું જ છે. જેમ પ્રેમલક્ષણા ભક્તિનાં પદોમાં શૃંગાર રસ રજૂ થાય છે. તેમ લાવણીમાં પણ શૃંગારરસનું નિરૂપણ થતું જોવા મળે છે. ચિત્તની ચંચળતા પણ તેમાં પ્રગટ થાય છે. કવિ નર્મદે લાવણી વિશે એક લેખમાં જે વિચારો રજૂ કર્યા છે તે મરાઠી ભાષાની લાગણીઓ સાથે સામ્ય ધરાવે છે તેમ છતાં આ લેખમાંથી એટલું ફલિત થાય છે કે લાવણી એક ગેય કાવ્ય છે. તેમાં રસ, અર્થાલંકાર, શબ્દાલંકાર, માત્રામેળ, છંદપ્રયોગ અને પ્રાસરચના જેવાં કાવ્યનાં લક્ષણો સ્થાન ધરાવે છે. ભવાઈના વેશમાં ભવૈયા હલકું મનોરંજન કરવા માટે નીતિમત્તાને મર્યાદાને નેવે મૂકીને જે સંવાદ-અભિનય કરે છે તેવી રીતે લાવણી ગાનારાઓ પણ મર્યાદાભંગ કરીને શ્રોતાનું મનોરંજન કરે છે એટલે લાવણીની શાખ ઘટી ગઈ છે. જૈન ધર્મની લાવણીઓનો અભ્યાસ કરતાં તેમાં નીતિમત્તાનું ઉચ્ચધોરણ જળવાઈ રહ્યું છે તેવો અનુભવ થાય છે. ધાર્મિક સાહિત્યની એક વિશેષતા છે કે તેમાં કલ્પનાના રંગો છે પણ અઘટિત-અનુચિત કલ્પનાઓને સ્થાન નથી, એટલે ધાર્મિક વિચારધારાની સાથે સાહિત્ય અને નીતિનો સંબંધ જળવાઈ રહ્યો છે; એમ જાણવા મળે છે. પરિણામે જૈન લાવણીઓ સાત્ત્વિક આનંદ પ્રદાન કરે છે.
આવી રીતની કવિતા બનાવીને ગાવી પેહેલવહેલી કિયે ઠેકાણેથી ને કિયા વરસમાં નીકળી, તે કંઈ ખરું માલુમ પડતું નથી. લાવણી અથવા ખ્યાલ ગાનારાઓની જુદી જુદી ટુકડીઓ, પોતાની તરફની જેવી તેવી વાત બતાવે છે, માટે હમારાથી કંઈ ખરું કહી શકાતું નથી. આ બાબત અહીં લખવાનું કારણ એ કે તે ખ્યાલની કવેસરીમાં વલોવાય ને પછી તેમાંથી માખણ નીકળે.
પુછપાછ ઉપરથી જેટલું જાણ્યામાં આવ્યું છે, તે નીચે જાહેર કરીએ છીએ. જે હિંદુસ્તાની ગાણાને આપણે લાવણી કહીએ છીએ, તેને હિંદુસ્તાની લોકો છંદ કહે છે ને મરાઠી ભાષામાં જે એવી રીતનું ગાણું છે તેને તેઓ લાવણી કહે છે. હિંદુસ્તાની લાવણી અને મરાઠી લાવણી એ જુદી જ તરેહ છે. પાછલી ગાયનમાં જ સારી શોભે છે, પરંતુ આગલી સાધારણ રીતે બોલાયાથી પણ દીલને ખુશ કરે છે. લાવણી તે હિંદુસ્તાની જ. એ લાવણીની ધપ જાના મોટા સહુનાં દિલમાં અસર કરે તેવી છે. જેમ બીજામાં તેમ આમાં પણ શણગારનો ઘણો બેકાવી મૂક્યો છે તેથી લાવણી શબ્દ છેક હલકો પડી ગયો છે; ને ખરેખર એ ગાણાના શોખિઓએ (કરનાર, ગાનાર અને સાંભળનારાએ) હદથી બહાર જઈને અનીતિનાં કર્મો ભરજોશથી કરેલાં છે, તેથી તેઓએ પોતાની અને પોતાની કૃતિની (લાવણીની) શાખ ગુમાવી છે. લાવણી સઘળા રસમાં જોડાયેલી છે. હમે દીલગીર છીએ કે આવી રીતનું ગાણું તેના શોખિઓએ પોતાની નકારી ચાલથી
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only