SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા લોકની આંખમાં ધિક્કારવાળું કરી મૂક્યું છે. એ લાવણીનું ગાણું પાછું લોકમાં માનભરેલું ગણાય ને એ કવિતાવિદ્યાનો સારો લાવ રૂડી રીતે થાય, એવી આશા રાખીએ છીએ. મરાઠી લાવણી વિશે ન બોલતાં બીજી વિશે કંઈ અહીં બોલીએ છીએ. ગુજરાતી, મરાઠી, હિંદુસ્તાની (ઉરદુ નહીં) અને સંસ્કૃત એ ચાર મુખ્ય ભાષા પોતાના પરિવાર સાથે હિંદુઓની જાણવી. એ ચાર ભાષામાં સહુથી મિઠાશવાળી (હમારા વિચાર પ્રમાણે) હિંદુસ્તાની છે. તેથી ઉતરતી સંસ્કૃત, પછી મરાઠી અને પછી ગુજરાતી, હિંદુસ્તાની ભાષાનું સાધારણ બોલવું પણ કાનને ગળ્યું લાગે છે અને લાવણી, ગાણું હિંદુસ્તાની ભાષામાં ગવૈયાએ ગાયું હોય તો પછી શું બાકી ! લાવણી બનાવવામાં કંઈ અક્ષરની નથી. અલબત્ત માત્રાનીમ તો હોવો જ જોઈએ. પ્રાસ પણ કેટલીક લાવણીઓમાં ઘણાં સારા જોવામાં આવે છે ને એમાં પિંગલ નિયમ વગર અર્થાલંકાર, શબ્દાલંકાર રસ વગેરે બાબતો હોય છે. લાવણીઓ ઘણી તરેહથી ઘણાં સાહિત્યથી ગવાય છે, પણ તેમાં ઘણું કરીને ઝાંઝ, ડફ હોય છે, જેનો ઠોકો લાવણીના ગાણાંને શાકને મીઠું જેમ, સ્વાદિષ્ટ કરે છે. લાવણીઓ ગાનારાની હાલ પાંચ ટુકડીઓ જોવામાં આવે છે. તોરા, કલગી, ડુંડા, ઝુંડા અને અનણઘડ. દિલ્લીન બાદશાહને ત્યાં એક વખત બે ગવૈયા આવ્યા હતા. તેમાં એક શાહઅલી નામનો મુસલમાન હતો ને બીજો તુકનગીર નામનો ગોસાઈ હતો. તે બંનેના ગાણાં સાંભળીને બાદશાહ ઘણો પ્રસન્ન થયો ને મોટી ખુશીથી તેઓની આગળ એક કલગીને એક તારો એક રકાબીમાં મુક્યાં. તેમાંથી શાહઅલ્લીએ કલગી ઉઠાવી લીધી ને તુકનગીરે તોરો ઉપાડી લીધો. ને એ બે ઉસ્તાદ ગાનારોનાં મતના અને તેઓની રીતના જે શાર્ગીદો થયા, તેઓ કલગીવાળા અને તોરાવાળાનાં નામથી ઓળખાય છે. એમ કહેવાય છે કે કલગીવાળા આદ્યશક્તિને ગાય છે અને તોરાવાળા શિવને ગાય છે. કલગીનું નિશાન લીલું અને તોરાનું નિશાન ભગવું, સફેદ અથવા પચરંગી હોય છે. સામસામી ટોળીયો પોતાનાં નિશાન અને ડફ સાથે જ્યારે ગાવા બેસે છે, ત્યારે પ્રથમ તો ગનની સાખીને ઘોસો ગાય છે એટલે ગણપતિની ટુંકામાં (મંગલચરણની પઠે) સ્તુતી કરે છે. પછી ગણની લાવણી ગાય છે, પછી બેઠકની સલામ લાવણી ગાય છે, પછી જે બાબત બોલવી હોય તે બાબતની લાવણી ગાય છે અને છેલ્લીવારે ઉઠવાની સલામ ગાઈને સહુ ઉઠી જાય છે. પાંચ-દસ વર્ષમાં થઈ ગયેલા એવા ત્રણ પુરુષો લાવણીમાં વખાણમાં યોગ્ય લાવણીઓ કરી. ગયા છે. વડોદરાનો માહારાજગીર અને સુરતના બાધુરસિંગ તથા ઈસાજી પારસી. બાહાદરસિંગ વિશે એમ કહેવાય છે કે તેને એક અક્ષર પણ લખતાં આવડતો નહીં. તેણે જે લાવણીઓ બનાવી છે, તે ઘણી વિચારવાળી અને રસવાળી છે. કોઈપણ અજબ થાય તેવું છે કે બિલકુલ લખતાં ન આવડતું એવો પુરુષ ઉમદા લાવણી કેમ કરી શક્યો હશે ? જે સ્વાભાવિક બુદ્ધિનું પુષ્કળ અભ્યાસે જારે સારી પેઠે ખેડવું થાય છે, ત્યારે તે કોઈ વાતની ખોડ છતાં પણ ઘણી જ સારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001797
Book TitleJain Sahityana Kavya Prakaro Swaroop ane Samiksha
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherShrutnidhi Ahmedabad
Publication Year2008
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Kavya
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy