________________
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ગયjતુ ગયવર ગુડીય જંગમ જિમ ગિરિશંગતુ. સુંડાદંડ ચિર ચાલવઈ વેલઈ અંગિહિ અંગ તુ || ૨૧ / ગંજઈ ફિરિ ફિરિ ગિરિ સિરહિ ભંજઈતુરઅર ડાલિતુ, અક્સ-વસિ આનંઈ નહીં કરાઈ અપાર અણાલિતું. | ૨૨ // હીંસઈ હસમસિ હુણહુણઈએ તરવર તાર તોષાતુ, ખૂંદલ ખુરલંઈ ખેડવીય મન માનઈ અસવારતું. ધડહડંત ઘર ક્રમદમીય રહ રૂંઘઈ રહુવારતુ,
રવભરિ મણઈ ન ગિરિ ગહણ થિર થોભંઈ રહ- થાકતું. ૨૪ || આ રાસનું વિષય વસ્તુ ભરત અને બાહુબલીના વચ્ચેના યુદ્ધનું છે. તેમાં વીરરસ કેન્દ્ર સ્થાને છે. યુદ્ધ વર્ણનની દૃષ્ટાંતરૂપ પંક્તિઓ નીચે પ્રમાણે છે.
વર વરઈ સયંવર વીર આરંથિ સાહસ ધીર, મંડલીય મિલિયા જાન હય હીંસ મંગલ ગાન. હય હીંસ મંગલગાનિગાજીયગયÍ ગિરિગુહગુમ ગુમઈ, ધમધમીય ધરયલ સસીયન સકસેરા કુલગિરિ કમકમઈ. ધસધસીય ધામંઈ ધારધા વલિ ધીર વીર વિહુએ,
સામંત સમ હરિ ક્ષમુ નલ હુઈ મંડલીક ન મંડએ. ૫. શાલિભદ્રસૂરિની બીજી કૃતિ બુદ્ધિરાસ ૫૮ કડીની સાંપ્રદાયિક ધોરણે ઉપદેશાત્મક છે. તેમાં મુખ્યત્વે શ્રાવક જીવન અને વ્યવહાર શુદ્ધિ માટેનાં ઉપદેશાત્મક વિચારોનો સંચય થયો છે. આ પ્રકારની અન્ય કૃતિઓ “સાર શિખામણ રાસ” હિતશિક્ષા રાસ જેવી ઉપલબ્ધ થાય છે.
ધર્મસૂરિની “જંબુસ્વામી ચરિય” ઈ. સ. ૧૨૧૦ની રચના છે. રોળાવૃત્તમાં રચાયેલી આ કૃતિ ભાષા વિકાસની દૃષ્ટિએ નોંધપાત્ર છે. વિજયસેનસૂરિની રેવંતગિરિ રાજુ ઈ. સ. ૧૨૩૧ની છે. ચાર કડવામાં વિભાજિત દેશીબદ્ધ રચનામાં ગિરનાર તીર્થનો ઐતિહાસિક પરિચય ત્યાંના મંદિરોનું વર્ણન વર્ણસગાઇ યુક્ત આકર્ષક છે. સપ્તક્ષેત્રિરાસની રચના ઈ. સ. ૧૨૭૧માં અજ્ઞાત કવિની પ્રાપ્ત થાય છે તેમાં જિનપૂજા અને અન્ય સાંપ્રદાયિક માહિતીનો સમાવેશ થયો છે. “પેથડ રાસ” ગિરનાર, શત્રુંજય અને કબુલીની યાત્રાનાં વર્ણનને કેન્દ્રમાં રાખીને રચાયો છે.
કડ્ડલી રાસ આ બે રાસ ઈતિહાસ, ભૂગોળ ભાષા અને કાવ્યબંધની દૃષ્ટિએ નોંધપાત્ર છે. “ગૌતમરાસ'ની રચના કવિ વિનયપ્રભસૂરિએ ૫૯ કડીમાં ઈ. સ. ૧૩૫૬માં કરી છે. તેમાં ગૌતમસ્વામીની ચરિત્રાત્મક માહિતીની સાથે પ્રકૃતિ વર્ણન કાવ્યને અનુરૂપ મહત્વનું છે. ત્યારપછી મોટી સંખ્યામાં રાસ રચનાઓ પ્રાપ્ત થાય છે. રાસયુગમાં જૈનેતર કવિ અબ્દુલ રહેમાનની કૃતિ “સંદેશ રાસક' ઈ. સ.ની બારમી સદીમાં પ્રાપ્ત થાય છે. ૨૨૩ કડીની આ કૃતિમાં વિપુલતી શૃંગારરસ આકર્ષક છે. ભાષા વિકાસની દૃષ્ટિએ મહત્વનું ગણાય છે.
રાસ કૃતિઓ મોટેભાગે ચરિત્રાત્મક છે તેમાં સમકાલીન દેશસ્થિતિ અને ભાષા વિકાસની આધારભૂત માહિતી પ્રાપ્ત થાય છે. રાસકાવ્યોનું વસ્તુ જૈન આગમગ્રંથો અંગ-ઉપાંગ ગ્રંથોનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org