________________
૧૮૨
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો સ્વરૂપ અને સમીક્ષા સ્નાત્રપૂજાની રચનામાં સરળ ગુજરાતી સાથે પ્રાકૃત ઉપરાંત હિન્દી ભાષાના શબ્દપ્રયોગો પણ થયા છે. જેમકે- હુઆ, જિહાં, તિહાં, પડિમા.
રસની દષ્ટિએ વિચારીએ તો સ્નાત્રપૂજામાં ભક્તિરસમાં પ્રધાનપદે છે. દેવો મેરુ પર્વત પર તીર્થંકર પરમાત્માનો જન્મોત્સવ અત્યંત ઉલ્લાસથી ઉજવે છે તેનું નિરૂપણ ભક્તિનું ઘાતક છે. જન્મ મહોત્સવના નિરુપણમાં અભુતરસ રહેલો છે.
આ વિશ્વ પર ન હોય તેવા માનવીઓ એટલે દેવસૃષ્ટિમાં વસતા ૬૪ દેવો મેરુ પર્વત પર ભેગા થાય છે અને ઈન્દ્રની આજ્ઞાથી બધા પ્રભુને જન્માભિષેક કરે છે. આ નિરુપણમાં ચમત્કારનું તત્ત્વ છે, કોઈ દૈવીશક્તિથી બધું બનતું હોય તેમ લાગે છે.
ભગવાનનો જન્મ થાય છે ત્યારે ઈન્દ્રનું આસન કંપે છે એટલે ઇન્દ્ર પોતાના અવધિજ્ઞાનના ઉપયોગથી જાણે છે કે દેવાધિદેવ તીર્થકર ભગવાનનો જન્મ થયો છે. આ વાતની ખબર પડી કે તરત જ સુઘોષા ઘંટાનો નાદ કરવામાં આવે છે. સુઘોષા ઘંટાનો મોટો રણકાર સ્વર્ગના વિવિધ દેવો સાંભળે છે અને પ્રભુના જન્મ મહોત્સવમાં પધારવા માટેની ઇન્દ્રની આજ્ઞાનો અમલ કરે છે.
“તદા ચિંતે ઈન્દ્ર મનમાં કોણ અવસર એ બન્યો, જિન જન્મ અવધિ નાણે જણી, હર્ષ આનંદ ઉપન્યો. ૧ સુઘોષ આજે ઘંટનાદે, ઘોષણા સુરમેં કરે,
સવિ દેવી દેવા જન્મ મહોત્સવે, આવજો સુરગિરિ વરે I” (૧૦) ઇન્દ્ર મહારાજા ભગવાનને પોતાના ખોળામાં લઈને બેસે છે. અને બાકીના ઈન્દ્રો જળ, ઔષધ, સુગંધી દ્રવ્યોથી મિશ્રિત પાણીથી પ્રભુને અભિષેક કરે છે–
“મેર ઉપરજ પાંડુક વન મેં ચિહું દિશે, શિલા ઉપર સિંહાસન મન ઉલ્લસે. તિહાં બેસીજી શક્રે જિન ખોળે ધર્યા,
હરિ ત્રેસઠજી બીજા તિહાં આવી મળ્યા.” (૧૧) ભગવાનને અભિષેક કર્યા પછી ચંદન, પુષ્પ વગેરેથી પૂજા કરવામાં આવે છે. આરતી અને મંગળદીવો કરીને ભક્તિ કરે છે. છેવટે દેવો મણિ, માણેક, સુવર્ણ અને રત્ન એમ ૩૨ ક્રોડ દ્રવ્યની આ ધરતી પર વૃષ્ટિ કરે છે. હર્ષઘેલા બનીને દેવો આ કાર્ય કરીને નંદીશ્વર દ્વીપ પર જઈને આઠ દિવસનો મહોત્સવ કરે છે.
બત્રિશ કોડિ કનક મણિ માણિક વચની વૃષ્ટિ કરાવે, પૂરણ હર્ષ કરેવા કારણ, દીપ નંદીશ્વર જાવે. કરી અઠ્ઠાઈ ઉત્સવ દેવા, નિજ નિજ કલ્પ સધાવે, દીક્ષા કેવળને અભિલાષે, નિત નિત જિન ગુણગાવે.” (૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org