________________
પ્રકરણ-૩
૧૮૧
સ્થાન પામ્યું છે. “રાજા અર્થ પ્રકાશે,” “શકે જિન ખોળે ધર્યા', “સકલ મનોરથ ફળશે,” અશ્રુતપતિએ હુકમ કીનો', “કોણ અવસર એ બન્યો,' “અગ્યારમે રયણાયર', “પાંડુકવનને ચિહિં દિશે,” “સોહમ સુરપતિ વૃષભરૂપ કરી વહણ કરે' વગેરે કાવ્ય પંક્તિઓ કે તેના ખંડો સમાનરૂપે બંનેમાં જોવા મળે છે.
આ રીતે છંદ, દેશી ઢાળ અને રાગના સંયોજનથી એક અનન્ય અજોડ કાવ્યની રચના કરી છે તે ભક્તિભાવમાં લીન કરે તેમ છે. સંગીતના સૂરોને અન્ય વાજિંત્રોની સહાયથી આ રચનાઓ સાચો આસ્વાદ કરતાં ભક્તિસાગરની અભૂતપૂર્વ સહેલગાહ કરાવે છે.
બે વિભાગમાં વહેંચાયેલી સ્નાત્રપૂજાના પ્રથમ વિભાગમાં દોહાની રચનાની ભાષા સરળ ગુજરાતીમાં છે જયારે આર્યાગીતિ એ પ્રાકૃત ભાષાનો છંદ છે એટલે ગુજરાતી અને પ્રાકૃત એમ બે પ્રકારની ભાષાનો પ્રયોગ કર્યો છે. દા.ત. દુહા
પહેલો વિભાગ દ્વતવિલંબિત છંદથી શરૂ થાય છે અને કુસુમાંજલિની ઢાળથી પૂર્ણ થાય છે. બીજો વિભાગ દોહાથી શરૂ થાય છે તેમાં છંદ અને દેશીઓનો પ્રયોગ છે. અંતે રાગ ધનાશ્રીનો પ્રયોગ છે. દા.ત.,
સરસ શાંતિ સુધારસ સાગર, શુચિતરે ગુણ રત્ન મહાગર,
ભવિક પંકજ બોદ દિવાકર, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વરે.” (૭) આ એક જ રચના સમગ્ર સ્નાત્રપૂજામાં સરળ સંસ્કૃતમાં છે. ભાષા એટલે સરળ છે કે ભાગ્યે જ ખ્યાલ આવે કે આ સંસ્કૃત રચના છે. સંસ્કૃત ભાષા કઠિન છે પણ આવો પ્રયોગ કરીને કવિત્વશક્તિનો પરિચય કરાવ્યો છે.
પ્રાત છંદની ત્રણ રચના છે. બાકીના દુહા છે. ઢાળ અને દેશી અંત્યાનુપ્રાસની રચના અન્ય રચનાઓ જેવી છે. કાવ્યાન્ત કવિએ વિસ્તારપૂર્વક પોતાના વંશના પૂર્વજોનો બહુમાનપૂર્વક ઉલ્લેખ કરીને ગુરુભક્તિ પ્રગટ કરી છે.
તપગચ્છ ઇસરસિંહ સૂરીશ્વર કેરા શિષ્ય વડેરા, સત્યવિજય પંન્યાસ તણે પદ કપૂર વિજય ગંભીરા. ખીમાવિજય તરસ સુજસ વિજયના શ્રી શુભવિજય સવાયા,
પંડિત વીરવિજય શિષ્ય જિન જન્મ મહોત્સવ ગાયા.” (૮) સ્નાત્રપૂજાથી શું ફળ પ્રાપ્ત થાય છે તેનો ઉલ્લેખ ૯મી ગાથામાં થયેલો છે.
સાધારણ એ કળશ જે ગાવે, શ્રી શુભવીર સવાઈ,
મંગળલીલા સુખભર પાવે, ઘર ઘર હર્ષ વધાઈ.” (૯) સ્નાત્ર પૂજાથી જીવનમાં પરમોચ્ચ શાશ્વત સુખનો આનંદ પ્રાપ્ત થાય છે. એવી ફળશ્રુતિનો ઉલ્લેખ છે. ગુજરાતી ભાષાના પ્રયોગમાં કોઈ કોઈવાર પ્રાકૃત શબ્દો પણ નજરે પડે છે. જેમકે–તપગચ્છ ઇસર.” “કેતા મિત્તનું જાઈ', “જોઇસ વ્યંતર ભુવનપતિના.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org