________________
૧૮૦
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા
આવી છે. આ કૃતિની ભાષા ગુજરાતી અને અર્ધમાગધી શબ્દોના મિશ્રણવાળી છે અને એક પદ્યનાટિકા સમાન આસ્વાદ્ય છે. તેમાં જુદા જુદા છંદોના પ્રયોગ થયેલા છે. વિવિધ પાત્રો દ્વારા એના અભિનય થઈ શકે છે એટલે ઉત્તમ પ્રકારની અભિનય ક્ષમતા આ કાવ્યનું મહત્ત્વનું અંગ છે. ક્રિયાગીત (એકશન સોંગ) તરીકે ઉપયોગમાં લઈ શકાય એવી રચના છે.
દુહા, આર્યાગીતિ, કુસુમાંજલિ ઢાળ, સ્વપ્નની ઢાળ, વસ્તુ છંદ, કડખાની દેશી, એકવીશાની દેશી, ત્રોટક છંદ, ઢાળ પૂર્વેલી, વિવાહલાની દેશી, રાગ, ધનાશ્રી વગેરે છંદો અને દેશીઓનો સ્નાત્રપૂજામાં પ્રયોગ થયેલો છે. ગેયતાનું તત્ત્વ કાવ્ય પ્રકારને ભાવવાહી બનાવવામાં સફળ નીવડે છે. ઉપરોક્ત છંદ અને દેશીઓના નમૂના રૂપ નીચેની ગાથાઓથી એનો વધુ સ્પષ્ટ ખ્યાલ આવશે.
દોહા :
‘‘કુસુમાભરણ ઉતારીને પડિમા ધરિય વિવેક,
મજ્જન પીઠે સ્થાપીને, કરીએ જળ અભિષેક.” (૨) આર્યગીત :
"
“જિણ જન્મ સમયે મેરુ સિહરે, રયણ ક્યણ ક્લસેહિં, દેવાસુરર્હિ ઋવિઓ, તે ધન્ના જેહિં દિઠ્ઠોસિ.” (૩)
કુસુમાંજલિ ઢાળ :
‘કૃષ્ણા ગરૂવર ધૂપ ધરી જે, સુગંધ કર કુસુમાંજલિ, દીજે, કુસુમાંજલિ મેલો, નેમિ જિલ્લંદા.” (૪)
ઢાળ :
સમકિત ગુણ ઠાણે પરિણમા, વળી વ્રતધર સંયમ સુખરમ્યા, વીશ સ્થાનક વિધિએ તપ કરી એસી ભાવદયા દિલમાં ધરી.'
મધ્યકાલીન કાવ્ય પ્રકારોમાં આખ્યાન વધુ લોકપ્રિય પ્રકાર હતો. આખ્યાનમાં ધાર્મિક અને પૌરાણિક કથાવસ્તુનો આશ્રય લઈને ધર્મની વાતો સરળ વાણીમાં રજૂ કરવામાં આવે છે. આખ્યાનનાં વ્યાવર્તક લક્ષણોમાં ફળશ્રુતિ પણ એક મહત્ત્વનું લક્ષણ છે. જૈન કાવ્ય પ્રકારોમાં પણ ફળશ્રુતિનું અનુસંધાન જોવા મળે છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આવી ફળશ્રુતિ સ્નાત્ર પૂજા વિધિની ફળશ્રુતિ તરીકે અપમંગળ દૂર થાય, સમકિત નિર્મળ થાય, મનની પવિત્રતા વધે, ધાર્મિક જીવન જીવવાની અનન્ય પ્રેરણાઓ મળે, સર્વત્ર શાંતિનું સામ્રાજ્ય ફેલાય, રોગ અને ઉપદ્રવની શાંતિ થાય એવી ભાવના વ્યક્ત થાય છે.
Jain Education International
વીરવિજયની સ્નાત્ર રચના પર દેવચંદ્રજીની સ્નાત્ર રચનાનો વિશેષ પ્રભાવ પડ્યો છે તેની કેટલીક રસપ્રદ પંક્તિઓ જોઈએ તો...‘કુસુમાંજલિ મેલો આદિ જિણંદા' એ પદ બંનેમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org