________________
પ્રકરણ-૩
૧૭૯
સ્નાત્રપૂજા દેશીઓના વિવિધ રાગોમાં રચાયેલી છે. તેમાં આવતાં વર્ણન શાસ્ત્રીય વિધિ અનુસાર સ્થાન પામેલાં છે, જે મનનીય અને આનંદપ્રદ છે. કઈ રીતે તીર્થકર નામકર્મ નિકાચિત કરી તીર્થકર થાય, ક્યા ક્યા પુણ્યક્ષેત્રોમાં તીર્થકરો જન્મ, માતા ક્યાં ૧૪ મહાસ્વપ્ન જુએ, જન્મ સમયે આસન કંપાયમાન થાત ૫૬ દિક્યુમારિકાઓ પોતાનો આચાર કરે, શક્રેન્દ્રનું સિંહાસન કંપાયમાન થાય, પ્રભુ જન્મ અવસર વગેરેનું આમાં ચિત્રણ છે.
શ્રી રાયપાસેણી સૂત્ર, શ્રી જીવાભિગમસૂત્ર, શ્રી જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિસૂત્ર, સંબોધ પ્રકરણ પૂજા પ્રકરણ, વિજયચંદ કેવલી ચરિત્ર, અનંતનાથ જિન ચરિત્ર, ગુણવર્મા ચરિત્ર વગેરે ગ્રંથોમાં પણ સ્નાત્ર પૂજાનું વર્ણન છે. વિવિધ પૂજા સંગ્રહમાં પ્રથમ સ્નાત્ર પૂજા છે, પછી અષ્ટપ્રકારી, સત્તરભેદી, પંચ કલ્યાણક વગેરે પૂજાઓ સ્થાન ધરાવે છે. પ્રતિક્રમણ સૂત્રમાં જગચિંતામણિ, બૃહદૃશાંતિ, સ્નાતસ્યા સ્તુતિ અને વિશાલ લોચન સૂત્રમાં પણ દેવાધિદેવ તીર્થકર ભગવંતના જન્મ મહોત્સવની ઉજવણીના અપૂર્વ આનંદનો ઉલ્લેખ છે. આ પ્રમાણે સ્નાત્રપૂજા એ એક શાશ્વત પ્રવૃત્તિ છે.”
પ્રભુનો જન્મ અવસર જાણી હરિણગમેષી દેવ સુઘોષાઘંટા વગાડીને દેવોને મહોત્સવમાં આવવા જાણ કરે, ભગવાનની માતા પાસે જઈને પ્રભુને મેરુ પર્વત પર લઈ જઈ અભિષેક કરવો, સુગંધી અને કિંમતી જળઔષધિથી અભિષેક કરવો વગેરે વિગતો સ્નાત્રપૂજામાં ભાવવાહી રીતે વ્યક્ત થયેલી હોય છે. સ્નાત્રપૂજા ભણાવતી વખતે ત્રણ બાજઠ મૂકવામાં આવે છે. તેને ત્રિગઢ કહેવામાં આવે છે. આ ત્રિગઢ એ આપણો મેરુ પર્વત છે તેમાં જિનેશ્વર ભગવાનની પ્રતિમા સ્થાપન કરવામાં આવે છે. આ પ્રતિમા સાક્ષાત્ તીર્થકર ભગવાન છે. સ્નાત્ર ભણાવનારા ભાઈઓ અને બહેનો તથા તેમાં ઇન્દ્રો-ઇન્દ્રાણીઓ હોય છે. ઉપરોક્ત કલ્પનાથી સ્નાત્રપૂજા ભણાવાય છે.
આત્મ કલ્યાણકારી, સર્વ પ્રકારની શાંતિ, બોધિબીજ લાભ આપનારી, શાશ્વત સુખ પ્રદાયક તથા સર્વ જીવોને સુખદાયક સ્નાત્રપૂજા વિધિ સહિત સાચી ભાવનાથી ભક્તિના રંગમાં રંગાઈને આત્માભિમુખ થઈ સ્નાત્ર પૂજા ભણાવવાથી ઉપરોક્ત ફળ મળે છે. એના મહિમા સંબંધી જૈન સાહિત્યમાં સોમ શ્રી ચંદ્રતેજ અને દત્તકુમારનાં દાંત પ્રચલિત છે.” વીરવિજયની સ્નાત્ર પૂજા :
સ્નાત્ર પૂજાનો આરંભ સંસ્કૃત શ્લોકથી થાય છે. આ મંગલાચરણ શ્લોકમાં તીર્થકર પરમાત્મા એટલે કે ભગવાન કેવા છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સરસ શાન્તિ સુધારસ સાગર, શુચિતરે ગુણરત્ન મહાગર,
ભવિક પંકજ બોધ દીવાકરે, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વરે.” (૧) શાંતરસરૂપી અમૃતના સમુદ્ર સમાન, અતિ પવિત્ર ગુણોરૂપી રત્નોના ભંડાર સમાન અને ભવ્ય પ્રાણીઓ રૂપી હૃદય કમળોને વિકસ્વર કરવામાં સૂર્ય સમાન એવા શ્રી જિનેશ્વર ભગવંતોને હું હંમેશા નમસ્કાર કરું છું. ઉપરોક્ત મંગલાચરણ પછી સ્નાત્ર પૂજા કાવ્યની શરૂઆત કરવામાં
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org